Main Menu

Tuesday, October 23rd, 2018

 

વડીયા પંથકમાં ‘સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી’ એકતાયાત્રાનું સ્‍વાગત

અમરાપુરથી નાજાપુર ગામે પણ એકતા યાત્રાનું સ્‍વાગત કરવામાં આવેલ હતું. બાદમાં મોટી કુંકાવાવ ગામે શાળાના બાળકો દ્વારા વલ્‍લભભાઈ પટેલના સ્‍ટેચ્‍યુને ફૂલહાર કરી સન્‍માન કરેલ હતું. આજ રીતે તોરી, ખાનખીજડીયા, ઢુંઢીયા પીપળીયા અને બાટવાદેવળી બાદમાં વડીયા ખાતે પહોંચેલ હતી. જયાં વડીયાની તમામ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અખંડ ભારતની આગવી વૈશ્‍વિક ઓળખ ધરાવતા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવેલ હતું. આ તકે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફૂલહાર તેમજ પૂજા અર્ચના કરી વડીયા ગ્રામ પંચાયતના પટાંગણમાં નાની બાળાઓ દ્વારા નૃત્‍યનું આયોજન કરેલ. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, કુંકાવાવ તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. મિલન રાઉ, વડીયા મામલતદાર તેમજ ભાજપના મોટી સંખ્‍યામાં પધારેલા આગેવાનોનું પણ સન્‍માન કરવામાં આવેલ. જેમાં ગોપાલભાઈ અંટાળા, શૈલેષભાઈ ઠુંમર, બાવાલાલ મોવલીયા તેમજ વડીયા સરપંચપતિ છગનભાઈ ઢોલરીયા, માજી સરપંચ વિપુલભાઈ રાક સહિતના આગેવાનો જોડાયા હતા. વડીયા એકતા રથ દેવળકી ગામે નાઈટ વોલ્‍ટ કરશે અને ત્‍યાં નાની બાળાઓ દ્વારા રાત્રીના સમયે રાસગરબાલેશે.


સાવરકુંડલાનાં કોંગી ધારાસભ્‍ય બનશે લોકસભાનાં ઉમેદવાર ? : ભાજપ અને કોંગીનાં આગેવાનો વચ્‍ચે ખાનગીમાં કંઈક રંધાયું હોવાની પણ ચર્ચા

પરેશ ધાનાણી સહિતનાં અન્‍ય દાવેદારોનાં નામ રહી ગયા પાછળ

અમરેલી, તા. રર

પાટીદારોનાં ગઢ સમાન ગણાતી અમરેલી લોકસભા બેઠક જાળવી રાખવી ભાજપ માટે માથાના દુઃખાવારૂપ માનવામાં આવી રહી છે. તેવા જ સમયે કોંગી ઉમેદવાર તરીકે સાવરકુંડલાનાં ધારાસભ્‍ય પ્રતાપ દુધાતનું નામ ચર્ચામાં આવતાં ભાજપ-કોંગી આગેવાનો વચ્‍ચે કંઈક રંધાયું હોવાનું સૌ ચર્ચી રહૃાું છે.

અમરેલી બેઠક માટે પરેશ ધાનાણી, જેની ઠુંમર અને કોકીલાબેન કાકડીયાનાં નામ ચર્ચામાં હતા તેવા જ સમયે સાવરકુંડલાનાં ધારાસભ્‍યનું નામ આગળ આવી જતાં જિલ્‍લાનાં કોંગી કાર્યકરો અને આગેવાનો પણ દિગ્‍મુઢ બની ગયા છે કે, સાવરકુંડલાનાં ધારાસભ્‍ય તેમના મત વિસ્‍તારની પાલિકા જાળવી શકયા નથી કે તાલુકા પંચાયતની ઘાંડલા સીટ પણ જીતાડી શકયા ન હોય તો કેવી રીતે કોંગી હાઈકમાન્‍ડ તે માટે ગંભીર બને તે સમજાતું નથી.

ભાજપનાં ચાણકય ગણાતા આગેવાનો કોઈ પણ સંજોગોમાં અમરેલી બેઠક જાળવી રાખવા મકકમ બન્‍યા હોય અને પરેશ ધાનાણી જો કોંગ્રેસનાં ઉમેદવાર બને તો વિજેતા થવું ભાજપને ભારે પડે તેમ હોય તેવા જસમયે પરેશ ધાનાણી પણ દાવેદારીમાંથી બહાર નીકળી જતાં કોંગ્રેસનાં વફાદાર કાર્યકરો અને આગેવાનોમાં પણ કોંગી નેતાઓની કાર્યશૈલી ચર્ચાસ્‍પદ             બની છે.

જો કે સાવરકુંડલાનાં કોંગી ધારાસભ્‍યને ખરેખર કોંગ્રેસ પક્ષ લોકસભાનાં ઉમેદવાર બનાવે છે કે માત્ર અફવા ચાલી છે તે માટે સમયની રાહ જોવી જરૂરી બની છે.


અમરેલી જિલ્‍લામાંથી અનેક પરિવારોની સ્‍થળાંતરની સંભાવના

નોટબંધી, જીએસટી અને હવે દુષ્‍કાળનાં કારણે આર્થિક તંત્ર બેહાલ

અમરેલી જિલ્‍લામાંથી અનેક પરિવારોની સ્‍થળાંતરની સંભાવના

જિલ્‍લાનું સમગ્ર અર્થતંત્ર કૃષિ આધારિત હોવાથી અપૂરતા વરસાદથી સૌ કોઈ ચિંતામગ્ન

જિલ્‍લાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં પાણી, ઘાસચારોઅને રોજગારીની સમસ્‍યા વિકરાળ બની રહી છે

અમરેલી, તા. રર

અમરેલી જિલ્‍લામાં નોટબંધી, જીએસટી અને હવે દુષ્‍કાળનાં કારણે પીવાનું અને સિંચાઈનું પાણી, ઘાસચારો અને રોજગારીની તકલીફ ઉભી થવાનાં એંધાણ હોય દીપોત્‍સવનાં તહેવારો બાદ સમગ્ર જિલ્‍લામાંથી અનેક પરિવારો અન્‍ય મહાનગરો તરફ સ્‍થળાંતર કરે તો નવાઈ પામવા જેવું નહીં રહે.

જિલ્‍લામાં લઘુ, મઘ્‍યમ અને મહાકાય ઉદ્યોગોની સ્‍થાપના કરવામાં રાજકીય આગેવાનો સદંતર નિષ્‍ફળ રહૃાા છે. દરેક તાલુકા મથકોએ જીઆઈડીસીની સ્‍થાપના કરવામા આવી નથી. હીરા ઉદ્યોગમાં એક દાયકાથી મંદીનો માહોલ હોય, ઓનલાઈન વેપારથી નાના-મોટા વેપારીઓ નવરાધૂપ બન્‍યા હોય, સમગ્ર અર્થતંત્ર કૃષિ આધારિત હોય અને તેમાં અપૂરતો વરસાદ થતાં જિલ્‍લામાં આર્થિક મંદી વિકરાળરૂપ ધારણ કરે તે એંધાણ સ્‍પષ્‍ટ જોવા    મળી રહૃાા છે.

તદ્યઉપરાંત, જિલ્‍લામાં રોમિયોગીરી, વ્‍યાજખોરી, ચોરી, લૂંટ, ધાકધમકી જેવા બનાવોથી સજજન પરિવારોમાં ચિંતાનો માહોલ જોવા      મળી રહૃાો છે. જિલ્‍લામાં શિક્ષણ, આરોગ્‍ય, પરિવહન, માર્ગો સહિત અનેક સમસ્‍યાઓ યથાવત હોવાથી, જિલ્‍લાનાં સેંકડો પરિવારો આગામી દિવસોમાં મહાનગરો તરફ સ્‍થળાંતર કરે તેવું ચિત્ર ઉપસી રહૃાું છે.


આલે લે : કુંકાવાવ મોટી ખાતે આવેલ નાયબ મામલતદાર કચેરીને એક વર્ષથી અલીગઢી તાળા લાગ્‍યા

તાલુકા પંચાયતનાં સદસ્‍યા જયાબેન ગોંડલીયાની કલેકટરનેરજૂઆત

આલે લે : કુંકાવાવ મોટી ખાતે આવેલ નાયબ મામલતદાર કચેરીને એક વર્ષથી અલીગઢી તાળા લાગ્‍યા

ભાજપનાં આગેવાનો રજૂઆત કરી શકતા નથી કોંગીજનોનું કોઈ સાંભળતું નથી

કુંકાવાવ, તા.રર

કુંકાવાવમાં નાયબ મામલતદાર કચેરી છે પણ માત્ર નામની. છેલ્‍લા એક વર્ષથી આ કચેરીમાં તાળા લાગ્‍યા છે. કારણ કે નાયબ મામલતદારની જગ્‍યા ખાલી છે. જેથી અનેક અરજદારો સોગંદનામા સહિતની કામગીરી માટે વડીયા ધકકા ખાવા પડે છે. જયાં નોટરી કરવામાં પણ ર00, પ00 રૂપિયા વસુલાતા હોય જેથી સામાન્‍ય માણસને નાની નાની બાબતોમાં ભારે સમય, શકિત અને રૂપિયાનો ખર્ચ થાય છે. ત્‍યારે આ જગ્‍યા ભરવા માટે તાલુકામાં અને કોંગ્રેસના આગેવાનોએ કલેકટર સહિતનાને લેખીત રજૂઆતો કરી છે. છતાં કોઈ રજૂઆત ઘ્‍યાને લેવામાં આવતી નથી. જયારે ભાજપના આગેવાનો આ માટે રજૂઆત કરવામાં શરમ અનુભવે છે. જેથી કુંકાવાવ અને આસપાસના ગામડાને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહયો છે. ત્‍યારે આ બાબતે વધુ એક તાલુકા પંચાયતના સદસ્‍યા જયાબેન ગોંડલીયાએ કલેકટરને પત્ર લખીને કુંકાવાવમાં કાયમી નાયબ મામલતદારની નિમણૂંક કરીને કચેરીને કાર્યરત કરવી સત્‍વરે રેવન્‍યુ તલાટીની પણ જગ્‍યા ખાલી હોય તે ભરવા પત્ર લખીને માંગ કરી છે.


ધારી પંથકમાંથી એલસીબીએ જુદી-જુદી ર જગ્‍યાએથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપીલીધો

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચનાથી

ધારી પંથકમાંથી એલસીબીએ જુદી-જુદી ર જગ્‍યાએથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપીલીધો

રૂપિયા ર.18 લાખનો મુદ્યામાલ કબ્‍જે કરી તપાસ શરૂ

અમરેલી, તા.રર

અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે. વાઘેલાની રાહબરી નીચે એલ.સી.બી. ટીમ ધારી પો. સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન બાતમી રાહે હકીકત મળેલ કે મયુર નારણભાઈ રૈયાણી રહે. ઉના વાળો પોતાની અલ્‍ટો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ખાંભા તરફથી આવે છે અને ધારીમાંથી નીકળનાર છે. તેવી ચોકકસ બાતમી મળતા ધારી ટાઉનમાં એસ.ટી. બસ સ્‍ટેશન પાસે વોચ ગોઠવતા બાતમી વાળી અલ્‍ટો કાર આવતાં તેને રોકી ચેક કરતાં કારમાં પ્‍લાસ્‍ટીકના કોથળામાં ભરેલ અલગ અલગ બ્રાન્‍ડનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-36 તથા બિયરના ટીન નંગ-10 મળી કુલ કિંમત રૂા. 1પ,000નો મુદામાલ    મળી આવતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો કિંમત રૂા. 1પ,000 તથા અલ્‍ટો કાર રજી. નં. જી.જે.ર7 એ.પી. પર08 કિંમત રૂા. ર,00,000 મળી કુલ કિંમત રૂા. ર,1પ,000નો મુદામાલ કબ્‍જે કરી અલ્‍ટો કારના ચાલક મયુર નારણભાઈ રૈયાણી (ઉ.વ.31) રહે. ઉના પટેલ સોસાયટી, પાતાળેશ્‍વર મહાદેવ મંદિરની બાજુમાં વાળા વિરૂઘ્‍ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ આરોપી તથા મુદામાલ ધારી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. અને આ ભારતીય બનાવટનો વિદેશીદારૂ કયાંથી મેળવેલ છે અને કયાં આપવાનો હતો તે અંગે તપાસ તજવીજ શરૂ કરેલ છે.

આ ઉપરાંત ધારી તાલુકાના હરિપરા ગામે રહેતો સુરેશ કેશુભાઈ અંટાળા પોતાની ખોખરા મહાદેવ ગામે આવેલ વાડીએ ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને તેનું વેચાણ કરે છે તેવી ચોકકસ બાતમી આધારે બાતમી વાળી જગ્‍યાએ રેઈડ કરતા વાડીમાં આવેલ લીંબુડીના ઝાડ નીચે પ્‍લાસ્‍ટીકના કોથળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-10 કિંમત રૂા. 3,000નો મુદામાલ મળી આવતા પ્રોહી. મુદામાલ તપાસ અર્થે કબ્‍જે કરી આરોપી સુરેશ કેશુભાઈ અંટાળા (ઉ.વ.4ર) રહે. હરિપરા, તા. ધારી વાળા વિરૂઘ્‍ધ પ્રોહીબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી આરોપી તથા મુદામાલ ધારી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. આમ, પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. સ્‍ટાફ દ્વારા એક જ દિવસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અંગે બે સફળ રેઈડ કરવામાં આવેલ છે.


ખાંભલીયા ગામે નવરાત્રીમાં ગીત વગાડવા બાબતે છરી જીંકી

રૂા. 7ર00ની લૂંટ ચલાવી મારી નાંખવા આપી ધમકી

અમરેલી, તા. રર

રાજુલા તાલુકાનાં ખાંભલીયા ગામે રહેતાં લાલાભાઈ રાણાભાઈ વાવડીયાને તે જ ગામે રહેતાં ગભરૂભાઈ સાર્દુળભાઈ લાખણોત્રા તથા હરસુરભાઈ સાર્દુળભાઈ લાખણોત્રા સાથે ગરબીમાં ગીત વગાડવા બાબતે બોલાચાલી થયેલ તેવાતનું મનદુઃખ રાખી ગત તા.ર0નાં રાત્રીનાંસમયે આ લાલાભાઈ વાડીએ જમણવારનાં કાર્યક્રમમાં હતા ત્‍યારે આરોપી બન્‍ને ભાઈઓએ ત્‍યાં આવી ગાળો આપી લોખંડનો પાપ મારવા દોડી મારી નાંખવાની ધમકી આપી હતી બાદમાં ઘર પાસે આવી ગાળો આપી છરી વડે ઈજા કરી ખીસ્‍સામાંથી રૂા.7ર00ની લૂંટ ચલાવ્‍યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાવેલ છે.


અમરેલીમાં બાઈકમાં વિદેશી દારૂ લઈ જનારનેઝડપી લેવાયો

અમરેલી, તા. રર

અમરેલીનાં લક્કી ટ્રાવેર્લ્‍સ પાસે રહેતાં સુનિલભાઈ ઉર્ફ બાબુભાઈ અમરેલીયા ગઈકાલે વહેલી સવારે પોતાના હવાલાવાળા મોટર સાયકલની ડીકીમાં ભારતિય બનાવટનો પરપ્રાંતની બનાવટનો દારૂ બોટલ નંગ-6 કિંમત રૂા.1800 સાથે ઝડપાય જતાં પોલીસે કુલ રૂા.6800નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ખેરા ગામે પૈસાની લેતી-દેતીનાં મનદુઃખનાં કારણે મારી નાંખવા આપી ધમકી

જીંગાની દવાનાં પૈસા બાબતનાં મનદુઃખે બન્‍યો બનાવ

અમરેલી, તા. રર

રાજુલા તાલુકાનાં ખેરા ગામે રહેતાં બાબુભાઈએ અગાઉ તે જ ગામે રહેતાં રામજીભાઈ જેહુરભાઈ ગુજરીયા પાસેથી જીંગા ફાર્મ માટે જીંગાની દવા તથા જીંગાનાં ખોરાકની દવા ખરીદ કરેલ હતી. જેનો બન્‍ને પક્ષે પૈસાની લેતી-દેતીનો હીસાબ કરેલ. જેથી આ બાબુભાઈનાં લેણા પૈસા નિકળતા હોય, અને વધેલી દવા પરત લઈ જવાનું કહેતાં સામાવાળાએ દવા પરત લેવાની ના પાડી સામાવાળા રામજીભાઈ, નાનીબેન રામજીભાઈ ગુજરીયા તથા ભરતભાઈ ધીરૂભાઈ શીયાળે ગત તા.18-10નાં રાત્રે ભાવેશભાઈ ગુજરીયા સહિતનાઓને ગાળો આપી, છરી વડે મારવા દોડી, ઝાપટ મારી, જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાઈ છે.


છતડીયા ગામે અકસ્‍માતે સ્‍ટવ ફાટતાં દાજી જતાં પરિણીતાનું મોત

અમરેલી, તા.

રાજુલા તાલુકાનાં છતડીયા ગામે રહેતાં હીમાબેન ભવાનભાઈ જાદવ નામનાં 4પ વર્ષિય પરિણીતા ગત તા.16 નાં રોજ સવારે પોતાનાં ઘરે પ્રાયમસ ફાટતાં અકસ્‍માતે દાજી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


જાફરાબાદના એટીડીઓ અને તલાટી મંત્રી ફરાર થઈ જતાં ચકચાર

સરકારી નાણાની ઉચાપતની ફરિયાદ થતાં

જાફરાબાદના એટીડીઓ અને તલાટી મંત્રી ફરાર થઈ જતાં ચકચાર

એસીબીએ શોધવા ચક્રો ગતિમાન કર્યા

અમરેલી, તા.

અમરેલી એ.સી.બી. પો.સ્‍ટે. ગુ.ર.નં.પ/ર018, ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમ-1988ના કાયદામાં સને.-ર018ના સુધારેલ કાયદાની કલમ -13(1) (એ) (બી) તથા 13(ર) તેમજ ભારતીય દંડ સહિતાની કલમ 409, 46પ, 466, 467, 471, 477(ક), 1ર0(બી) તેમજ 34 મુજબના ગુન્‍હાના આરોપી – (1) અરવિંદભાઈ બાબરભાઈ પટેલ, તલાટી કમ મંત્રી, રહે. નેસડી, મહોલ્‍લો, મોટા ઉચાણિયા, જાફરાબાદ, (ર) મનસુખભાઈ ખીમજીભાઈ નિસરતા, એ.ટી.ડી.ઓ. જાફરાબાદ, રહે. ખેતીવાડી કવાટર્સ, જાફરાબાદ હાલ – બાબરાનાઓએ છેલાણા ગામના સરપંચ તથા કરાર આધારીત કર્મચારીઓને મળી છેલાણા ગ્રામ પંચાયત દ્વારા નિર્મળ ભારત, યોજનાનાં લાભાર્થીઓને શૌચાલય બનાવવાની યોજનાના સરકાર નાણા રૂા. 69,000 નો ભ્રષ્‍ટાચાર કરેલ હોય, અને ઉપરોકત આરોપીઓની વિરૂઘ્‍ધમાંઉપરોકત ગુન્‍હો નોંધાયેલ હોય, અને આ ગુન્‍હામાં આ બન્‍ને આરોપીઓ નાસતા-ફરતા હોઈ અને સદરહુ ગુન્‍હાના કામે અટક કરવાના બાકી હોય, તો મળી આવે ભાવનગર એ.સી.બી.પો.સ્‍ટે.ના નંબર 0ર78-રર10980 તેમજ તપાસ કરનાર અધિકારી ઝેડ.જી.ચૌહાણ, પો.ઈન્‍સ. એ.સી.બી.પો.સ્‍ટે.ના મો.નં. 94ર96 4700ર ઉપર જાણ કરવા જણાવવામાં આવેલ છે.


બાળકો શિક્ષણ છોડી મજુરી કરવા મજબૂર

               રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દિવસ ઉગે અને રાજય અને દેશના વિકાસની વાતો કરવા લાગે છે. સમગ્ર દેશમાં અને દુનિયામાં ગુજરાત રાજયને વિકાસ મોડેલ તરીકે રજુ કર્યુ છે. તે રાજયની વરવી વાસ્‍તવિકતા રજુ કરતું દ્રશ્‍ય જોવા મળ્‍યું અહી બાળકો શિક્ષણ લેવાની ઉંમરે જો બાળમજુરી કરતા નજરે ચડે તો રાજયના વિકાસ પર ચોકકસ સવાલ ઉભા થાય. ચા ની લારી, કે રેસ્‍ટોરન્‍ટમાં તો બાળકો જોવા મળે છે. અહી ગરીબ પરિવારના બાળકો મજુરી કરી પોતાના પરિવારના ભરણ-પોષણમાં મદદ કરી રહયા હોય છે. પણ બાબરાની બજારમાં બે બાળકો બુટ – પોલીસ માટે લોકો પાસે આજીજી કરતા જોયા પગમાં ચપ્‍પલ નહિ કે શરીરમાં ઢંગના કપડાં પહેરાનો હતા ત્‍યારે થોડીવાર માટે ધ્રુજારી છુટી ગઈ અહી બજારમાં બુટ પોલીસ કરતા બાળકો જોઈને બજારમાંથી પસાર થતા લોકો પણ દુઃખ વ્‍યકત કરી રહયા હતા. આવી તસ્‍વીર તો દેશનાં ખૂણે-ખૂણે જોવા મળતી રહેતીહોય છે. પણ અહી સવાલ એ થાય જે દેશમાં કે રાજયના બાળકો શિક્ષણથી વંચીત રહી મજુરી કરતા હોય તો શું વિકાસ કરી શકાય ખરો ?


અમરેલીમાં શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

અમરેલીમાં શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

અમરેલી, તા.

પ્રજાનાં જાન-માલની સુરક્ષા કરતાં શહીદ થયેલા બહાદુર જવાનોને અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાય સહિતનાં અધિકારીઓએ ગઈકાલે પોલીસ હેડ કવાર્ટર ખાતે પુષ્‍પાંજલી અર્પણ કરી હતી અને તેમની ફરજ નિષ્ઠાને વંદન કર્યા હતા.

દર વર્ષે ર1 ઓકટોબરનાં દિવસે પોલીસ શહિદ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ પોલીસ શહીદ દિન નિમિતે જિલ્‍લા પોલીસવડા નિર્લિપ્‍ત રાય સહિતનાં અધિકારીઓએ અત્રેનાં પોલીસ હેડ કવાર્ટર ખાતે શહીદ જવાનોને શ્રઘ્‍ધાસુમન, પુષ્‍પાંજલી અર્પણ કરી હતી.

પોલીસ અધિકારીઓ તથા જવાનોએ ગઈકાલે પોલીસ શહિદ દિન નિમિતે શહિદ જવાનોની ફરજ પ્રત્‍યેની નિષ્ઠા, બલિદાનની ભાવનાને બિરદાવી હતી તથા શહીદોનાં આત્‍માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્‍યું હતું.


જિલ્‍લા પંચાયતમાં ભાજપ સદસ્‍યાનાં સસ્‍પેન્‍શનને લઈને ડખ્‍ખો

3 વર્ષમાં પહેલી વખત સામાન્‍ય સભામાં ઉગ્ર વાતાવરણ ઉભું થયું

જિલ્‍લા પંચાયતમાં ભાજપ સદસ્‍યાનાં સસ્‍પેન્‍શનને લઈને ડખ્‍ખો

જિલ્‍લા પંચાયતમાં કોંગ્રેસની સ્‍પષ્‍ટ બહુમતી હોવા છતાં પણ ભારે હોબાળો ઉભો થયો

જિલ્‍લા પંચાયતનાં કોંગી શાસન સામે કોંગી સદસ્‍યો આગામી દિવસોમાં બઘડાટી બોલાવે તેવા એંધાણ

અમરેલી, તા.

અમરેલી જિલ્‍લા પંચાયતની આજે મળેલ સામાન્‍ય સભામાં ભાજપી સદસ્‍યા રેખાબેન મકવાણાનાં સસ્‍પેન્‍શનને લઈને ભારે હંગામો મચી ગયો હતો. તો બાંધકામ સમિતિનાં ર સદસ્‍યાઓની ગેરકાયદેસર નિમણુંક થઈ હોવાનો આક્ષેપ સત્તાધારી પક્ષનાં કોંગી સદસ્‍યા રમીલાબેન માલાણીએ કરતાં સન્‍નાટો છવાઈ ગયો હતો.

જિલ્‍લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષની ઐતિહાસિક બહુમતી છે. કુલ 34 સદસ્‍યોમાંથી કોંગ્રેસનાં ર9 સદસ્‍યો છે જેમાં કોંગ્રેસનાં 3થી 4 સદસ્‍યો વિવિધ કારણોસર ભાજપનાં સદસ્‍યો સાથે મળી જતાં 3 વર્ષમાં પહેલી વખત સામાન્‍ય સભા તોફાની બની હતી.

જો કે હાલ તો મામલો સંકેલાઈ ગયો છે પરંતુ આગામી દિવસોમાં નારાજ કોંગી સદસ્‍યો જ કોંગીશાસનમાં જે કાંઈ ગેરરીતિ થઈ છે તેનો પર્દાફાશ કરવા તૈયારી કરી રહૃાાનું જાણવા મળેલ છે. અને જિલ્‍લા પંચાયતમાં જો કોઈ ભ્રષ્‍ટાચાર થયો હશે અને તેનો પર્દાફાશ થશે તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મુશ્‍કેલીનો સામનો કરવો પડે તો નવાઈ પામવા જેવું નહીં રહે.


ખડાધાર રેવન્‍યું વિસ્‍તારમાંથી 3 બાળસિંહના મૃતદેહ મળી આવ્‍યા

વનવિભાગે ઈનફાઈટમાં મૃત્‍યુ થયાનું જણાવ્‍યું

ખડાધાર રેવન્‍યું વિસ્‍તારમાંથી 3 બાળસિંહના મૃતદેહ મળી આવ્‍યા

એશિયાટીક સિંહોની હાલત શ્‍વાન જેવી બની રહી છે

અમરેલી, તા.

ગઈકાલે તા.રર/10 ના રોજ બપોરે 1રઃ30 કલાકે વન વિભાગને બાતમી મળેલ કે, ખડાધાર રેવન્‍યું વિસ્‍તારમાં એક સિંહ બાળ મૃત હાલતમાં પડેલ છે. તુલસી શ્‍યામ રેંજનો સ્‍ટાફ તાત્‍કાલિક આ   સ્‍થળે પહોંચતા એક સિંહ બાળના મૃતદેહની ચકાસણી કરેલ  તથા આસપાસના વિસ્‍તારમાં સઘન સ્‍કેનિંગ કરતા અન્‍ય બે સિંહ બાળના પણ મૃતદેહ મળી આવેલ, તેમજ મૃતદેહની બાજુમાં નિલગાય નર-1 નું મારણ જોવા મળેલ છે.

વેટનરી ડોકટર્સ તથા એફ.એસ.એલ.ની ટીમે આ ત્રણ મૃતદેહોના જીણવટ ભર્યા નિરીક્ષણ બાદ ખાત્રી કરેલ કે, આ ત્રણ સિંહ    બાળો અંદાજે 4 થી પ મહીનાની ઉમંરના જણાય છે. તેમના શરીર પર માથાના ભાગે, પીઠના ભાગે અને પેટના ભાગે રાક્ષસી દાંતો (કેનાઈન ટીથ) ના ઉંડા ઘા ના નિશાન સ્‍પષ્‍ટપણે જોવા મળેલ, આ જ વિસ્‍તારમાંથી અન્‍ય સિંહો વચ્‍ચે ઈનફાઈટ થયા હોવાના ચિન્‍હો જેવા કે, જમીન પરના ઢસરડા તથા મોટી સંખ્‍યામાં સિંહોના પગમાર્કસ પણ જોવા મળેલ. આથી આ સિંહ બાળોના મૃત્‍યુ સિંહો દ્વારા ઈનફાઈટ દરમ્‍યાન થયા હોવાનું પ્રાથમિક દ્રષ્‍ટ્રિમાં જણાય છે.

આ ત્રણમૃતદેહોને પેનલ પી.એમ. માટે તુલસી શ્‍યામ રેંજ ફોરેસ્‍ટ ઓફીસરની કચેરી, ખાંભા મુકામે પેનલ પી.એમ.માટે લાવવામાં આવેલ, બાદમાં પી.એમ.ની કાર્યવાહી બે વેટનરી ડોકટરોની પેનલ દ્વારા કરવામાં આવેલ છે.


અમરેલી જિલ્‍લાનાં તલાટી મંત્રીઓએ આંદોલનનો ધોકો પછાડયો

ગ્રામ સચિવાલયોમાં ગામજનોનાં રોજબરોજનાં કામો અટકી પડયા

તલાટી મંત્રીનાં આંદોલનથી એકતાયાત્રાની જવાબદારી શિક્ષકોને સોંપાતા ચકચાર

અમરેલી જિલ્‍લાનાં તલાટી મંત્રીઓએ આંદોલનનો ધોકો પછાડયો

અમરેલી, તા.

ગુજરાત રાજયનાં હજારો તલાટી મંત્રીઓની સંગાથે અમરેલી જિલ્‍લાનાં પણ 38પથી વધુ તલાટી મંત્રીઓએ વિવિધ માંગને લઈને હડતાલ શરૂ કરતાં ગ્રામ્‍ય સચિવાલયને તાળા લાગી જતાં ગ્રામ્‍ય જનતાનાં રોજબરોજનાં કાર્યો અટકી પડયા હતા.

એક તરફ ભાજપીઓ ગુજરાત રાજયને મોડેલ રાજય તરીકે સમગ્ર દેશમાં પ્રસ્‍તૃત કરી રહૃાા છે તો બીજી તરફ ગુજરાતમાં દિભઉગેને કોઈને કોઈ સંગઠન આંદોલન કરતું જોવા     મળે છે.

રાજયમાં ભાજપ સરકાર ઘ્‍વારા એકતાયાત્રા શરૂ કરવામાં આવી છે. તેવા જ સમયે તલાટી મંત્રીઓએ આંદોલન શરૂ કરતાં અને આંદોલનને સરપંચો પણ સમર્થન કરતાં હોય એકતાયાત્રાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવતાં શિક્ષણકાર્યને નુકશાન થયાનો કચવાટ ઉભો થયો હતો.

અમરેલી, બાબરા, કુંકાવાવ, રાજુલા સહિતનાં તાલુકા મથકોએ તલાટી મંત્રીઓએ વિવિધ માંગોને લઈને સુત્રોચ્‍ચાર કર્યા હતા અને રાજય સરકાર વ્‍યાજબી માંગ નહી સંતોષે તો આગામી દિવસોમાં આક્રમક કાર્યક્રમો કરવાની ચીમકી આપવામાં આવી હતી.


અમરેલીનાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

પૂ. જલારામબાપાનીજન્‍મ જયંતિ નિમિત્તે જાહેર રજા આપવા રઘુવંશી સમાજની માંગ

અમરેલીનાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

અમરેલી, તા.રર

અમરેલીના રઘુવંશી સમાજના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને પૂ. જલારામબાપાની જન્‍મ જયંતિએ જાહેર રજા આપવા માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, સંતશ્રી જલારામ બાપા સમગ્ર વિશ્‍વમાં વસતા રઘુવંશી સમાજ માટે શ્રઘ્‍ધા અને ભકિતનું કેન્‍દ્ર છે. આ વિરલ વિભૂતિમાં ફકત રઘુવંશી સમાજ જ નહીં પરંતુ તમામ ધર્મ અને જ્ઞાતિ સાથે સંકળાયેલ સમાજ શ્રઘ્‍ધા ધરાવે છે. વીરપુર ધામમાં આજે પણ તમામ ધર્મ અને જ્ઞાતિના લોકો દર્શનાર્થે આવે છે અને એક જ પગંત પર બેસી પ્રસાદ ગ્રહણ કરે છે જે એક અલૌકિક બાબત છે.

વધુમાં જણાવેલ છે કે, આગામી દિપાવલીના તહેવારો બાદ પૂ. જલારામ બાપાની જયંતિ તા.14/11ના રોજ આવી રહી છે. ત્‍યારે સમગ્ર રઘુવંશી તેમજ પૂ. જલારામ જયંતિ નિમિતે રજા જાહેર કરવામાં આવે તેવી માંગ અંતમાં        કરેલ છે.


23-10-2018