Main Menu

Sunday, October 21st, 2018

 

ધારાસભ્‍ય ગરીબ પરિવારોને લઈને જાગૃત ન હોવાનો સૌ કોઈ અફસોસ કરે છે : લ્‍યો બોલો : સાવરકુંડલામાં માઁ કાર્ડ કાઢવામાં ઠાગાઠૈયા

સમગ્ર પંથકની જનતાને લીલીયા, ખાંભા કે ચલાલા જવું પડે છે

લ્‍યો બોલો : સાવરકુંડલામાં માઁ કાર્ડ કાઢવામાં ઠાગાઠૈયા

ધારાસભ્‍ય ગરીબ પરિવારોને લઈને જાગૃત ન હોવાનો સૌ કોઈ અફસોસ કરે છે

સાવરકુંડલા, તા.ર0

અમરેલી જિલ્‍લામાં સૌથી મોટો તાલુકો તથા મોટુ શહેર સાવરકુંડલા હોવા છતાં તાલુકા હેલ્‍થ ઓફિસ ખાતે નિયમિત કાર્ડ કાઢવામાં આવતા નથી. આથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી આવતા દર્દીઓને માં કાર્ડ કાઢવા માટે સાવરકુંડલાથી અમરેલી, લીલીયા, ખાંભા કે ચલાલા જવું પડી રહયું છે. સરકાર દ્વારા લોકો પોતાના ઘર આંગણે આરોગ્‍ય સેવા બાબતે મુખ્‍યમંત્રી અમૃતમ યોજનાનું માં કાર્ડ નીકળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે. પણ સાવરકુંડલા તાલુકા હેલ્‍થ ઓફિસર તથા માં કાર્ડ કોન્‍ટ્રાકટર અને પ્રાઈવેટ એજન્‍સીઓ દ્વારા આ બાબતની બેદરકારી દાખવવામાં આવી રહી છે. સાવરકુંડલા તાલુકામાં માત્રને માત્ર એક તાલુકા હેલ્‍થ ઓફિસ ખાતે માં કાર્ડનું સેન્‍ટર છે. જે પણ વારંવાર બંધ હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી આવતા ગરીબ દર્દીઓ સવારથી જ માં કાર્ડ માટે સાવરકુંડલા તાલુકા હેલ્‍થઓફિસ ખાતે આવીને બેસી જાય છે અને ધકકા ખાઈને પરત ગામડે જતા રહે છે. સાવરકુંડલા તાલુકામાં માં કાર્ડની વારંવાર આવતી ફરિયાદો છતાં સ્‍થાનિક નેતાઓ કે અધિકારીઓ આંખ આડે કાન કરી રહયા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. સમગ્ર ગુજરાતમાં લોકોને માં કાર્ડ સ્‍થળ ઉપર તાત્‍કાલિક કાઢી આપવામાં આવે છે. જયારે સાવરકુંડલા હેલ્‍થ ઓફિસ ખાતે બોર્ડ માર્યું છે કે માં કાર્ડ લેવા માટે દર મંગળવારે જ આવવું આમ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને પહેલા માં કાર્ડ કાઢવા માટે અને પછી મંગળવારે લેવા માટેબે ધકકા ખાવા પડે છે. અઠવાડિયામાં માત્ર એક કે બે દિવસમાં કાર્ડ નીકળતા હોવાથી દર્દી અને લોકોને ભારે હેરાનગતી ભોગવવી પડી રહી છે.


વિદ્યાસભા શાળામાં વિજયા દશમી પર્વે થયેલ શસ્‍ત્ર પૂજન

ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જીલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા તથા અંગ્રેજી માઘ્‍યમ અને મીકક અમરેલીના સંયુકત ઉપક્રમે બુધવારના રોજ વિદ્યાસભા શાળામાં દશેરા નિમિતે શસ્‍ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ દ્વારા શસ્‍ત્ર પુજન કરવામાં આવ્‍યું હતું. આ આયોજનમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્‍થિત રહી પરંપરાગત શસ્‍ત્ર પૂજન કરવામાં આવ્‍યું હતું. દશેરા ભારતમાં ઉજવાતો એક હિન્‍દુ તહેવાર છે.આ તહેવાર ભારતના તમામ પ્રાંતોમાં ખૂબ જ ઉલ્‍લાસ પૂર્વક ઉજવાય છે. નવ દિવસમાં દુર્ગાની આરાધના ભકિત ભાવથી કર્યા બાદ દશેરાએ રામની રાવણ પર વિજયના પ્રતિક રૂપે ઉજવાય છે. અસુરીવૃતિ ઉપર દૈવીવૃતિના વિજયની યાદમાં આ તહેવાર ઉજવાય છે. શસ્‍ત્રપુજન દ્વારા સમાજને સંદેશ છે કે આ શસ્‍ત્રોઅન્‍યાય સામે રક્ષણ માટે વાપરવાના છે. કોઈને પણ અન્‍યાય થાય તો આ શસ્‍ત્રની શકિતથી અન્‍યાય દુર કરવાનો પ્રયત્‍ન કરીશ કોઈને રંજાડવા નહી પણ રક્ષણ માટે શસ્‍ત્રો છે તેની યાદ આપે છે. પાંડવોએ શસ્‍ત્રોનું પુજન કર્યું ત્‍યારથી આ પરંપરા શરૂ થઈ છે. આમ શસ્‍ત્રપુજન દ્વારા જે સાધનોથી હું કાર્ય કરું છું. તેની તરફનો આદર વ્‍યકત કરવા અને તેનો યોગ્‍ય ઉપયોગ કરવાની કાળજી લઈશ તે સમજાવવા માટે આ દિવસ ઉજવાય છે.


રાજય સરકારે મોટા ઉપાડે જાહેરાતો કર્યા બાદ મોટી સંખ્‍યામાં લેમ્‍પ ખરીદ થયા છે

રાજુલામાં લેમ્‍પ બદલી આપવામાં ઠાગાઠૈયા

રાજય સરકારે મોટા ઉપાડે જાહેરાતો કર્યા બાદ મોટી સંખ્‍યામાં લેમ્‍પ ખરીદ થયા છે

આગામી દિવસોમાં ખાનગી કંપની સામે છેતરપીંડીની ફરિયાદ થવાની સંભાવના

રાજુલા, તા. ર0

ગુજરાતમાં ભાજપ સરકાર ઘ્‍વારા ખૂબ જ ગાઈ વગાડીને મોટા ઉપાડે પીજીવીસીએલ કંપનીમાં ઉજાલા લેમ્‍પ સસ્‍તાભાવે આપવામાં આવ્‍યા અને તેમાં ગેરંટી પણ આપવામાં આવેલ. પરંતુ રાજુલામાં કેટલાય લોકોના એલઈડી લેમ્‍પ ઉડી ગયા હોય તેઓ ગેરંટી પીરીયડમાં બદલવા માટે પીજીવીસીએલમાં તે અંગે પુછપરછ કરે તો પીજીવીસીએલનાં કર્મચારીઓ લોકોને ગમે તે જવાબ આપી દે છે. અને તેઓ એવું પણ જણાવે છે કે, આ લેમ્‍પ બદલવાનું અમારૂ કામ નથી. તો પછી પ્રશ્‍ન એ ઉભો થાય છે કે તો આ કંપનીના લેમ્‍પ પીજીવીસીએલમાં શા માટે વહેંચવામાં આવ્‍યા અને ટીવી અને એફએમ રેડીયો પર જાહેરાતોમાં પણ પીજીવીસીએલનું એડ્રેસ ગાઈવગાડીને જણાવતાં હતાં અને લોકોએ તો પીજીવીસીએલનાં ભરોસે એલઈડી લેમ્‍પ ખરીદયા. તો હવે જવાબદાર કોણ ?

આઅંગે રાજુલાના જાગૃત નાગરીક અને વેપારી યોગેશભાઈ આહિર ઘ્‍વારા ભાજપના જીલ્‍લા પ્રમુખ હિરેન હિરપરા, નારણભાઈ કાછડીયા અને ચેમ્‍બર ઓફ કોમર્સનાં બકુલભાઈ વોરાને રજુઆત કરેલ હતો અને વડોદરા મેઈન ઓફિસ ઉજાલામાં પણ રજુઆત કરેલ હતી. અને એક અઠવાડીયામાં ઉજાળા એલઈડી લેમ્‍પ મળતા થઈ જશે. ગેરંટીમાં બદલી આપવાની ખાતરી આપવા છતાં હજુ સુધી આ અંગેની કોઈપણ કાર્યવાહી થયેલ નથી. જયારે સાવરકુંડલા અને અમરેલીમાં આ ઉજાલા એલઈડી લેમ્‍પ બદલી આપવામાં આવે છે તો રાજુલાને અન્‍યાય શા માટે ? અને રાજુલા તાલુકાની જનતાને હેરાન પરેશાન શા માટે કરવામાં આવે છે તેવો વેધક સવાલ લોકોમાંથી ઉઠવા પામેલ છે.

આ અંગે જો તાત્‍કાલીક પગલા નહી ભરવામાં આવે અને એલઈડી લેમ્‍પ નહી બદલી આપવામાં આવે તો ગ્રાહક સુરક્ષામાં જવાની લોકોને ફરજ પડશે અને લોકો સાથે કરવામાં આવેલ છેતરપીંડીનો પણ કેસ કરવામાં આવનાર હોવાનું જાણવા   મળેલ છે.


મહુવાનાં તલગાજરડામાં પૂ. મોરારિબાપુની શ્રીરામ કથાની તડામાર તૈયારી

સમગ્ર આયોજન અંગે પત્રકારોને માહિતગાર કરાયા

મહુવાનાં તલગાજરડામાં પૂ. મોરારિબાપુની શ્રીરામ કથાની તડામાર તૈયારી

આગામી ર7 ઓકટોબરનાં રોજ થશે પ્રારંભ

રાજુલા, તા.ર0

તલગાજરડાની પવિત્ર તીર્થ ભૂમિ પર આગામી ર7 તારીખથી આરંભાઈ રહેલી રામકથા ભભમાનસત્રિભુવન-રભભની જબરદસ્‍ત પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. કથા સ્‍થળ પર શ્રાવકો માટે સુંદર વ્‍યવસ્‍થા જળવાય અને સુખપૂર્વક કથા શ્રવણ થઈ શકે તે માટે 31 સમિતિઓના રપ00 સ્‍વયંસેવકો સ્‍વયંભૂ ઉત્‍સાહ સાથે વ્‍યવસ્‍થાને આખરી ઓપ આપી રહયા છે. આજે કથાના મીડિયા કન્‍વીનર બાબુભાઈ રામે પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે કથાની પૂર્વ સંઘ્‍યાએ તા.ર6/10ના રોજ સાંજે સાડા પાંચ કલાકે સાધુ- બ્રહ્મ સમાજ ચોર્યાસીનું ભવ્‍ય આયોજન છે. મહુવા શહેર અને તાલુકાના તમામ ગોળના સાધુ પરિવાર અને બ્રાહ્મણ પરિવાર સમસ્‍ત બ્રહ્મ સમાજના આબાલ વૃઘ્‍ધ સહુને સાગમટે પધારી, મહાપ્રસાદ ગ્રહણ કરવા યજમાન હરિભાઈએ નોતરૂ પાઠવ્‍યું છે. આ મહા ચોર્યાસી પૂજય બાપુની પાવન ઉપસ્‍થિતિમાં યોજાશે. જેમાં પૂજય બાપુના વચનામૃતનો લાભ મળશે. હરિભાઈ નકુમ પરિવારે સઘળા વંદનીય સાધુ- બ્રાહ્મણોને પધારવા અનુરોધ કર્યો છે.

પૂજય બાપુની પ્રેરણાથી મહુવા શહેર અને તાલુકામાં કથાના નવ દિવસ દરમિયાન ગાયમાતાને ઘાસ, કૂતરાને રોટલા અને પંખીઓને ચણ નાખવામાં આવશે. કથાની બીજી એક વિશેષતા એ છે કે કથાની પૂર્વ સંઘ્‍યાએ કથા સ્‍થળે ર4 કલાક માટે અખંડ રામધૂન થશે અને ત્‍યારબાદ હવન થશે.

કથા પ્રારંભ 3:30 કલાકે ભાગવતાચાર્ય પૂજય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના પાવન હસ્‍તે દીપ પ્રાગટય થશે.આ પ્રસંગે સાઘ્‍વી રૂતંભરાદેવી (દીદી) અને ચાંપરડાના પૂજય મુકતાનંદ બાપુ ઉપસ્‍થિત રહેશે. ઉપરાંત સુરતના અગ્રણી ઉદ્યોગપતિ લવજીભાઈ બાદશાહ, સવજીભાઈ ધોળકીયા, મથુરભાઈ સવાણી ઉપસ્‍થિત રહેશે. વિશેષ આમંત્રિતોમાં ભારત સરકારના કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પુરૂષોતમભાઈ રૂપાલા, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, સિઘ્‍ધાર્થભાઈ પટેલ, ગુજરાતના કેબીનેટ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, રાજય મંત્રી બચુભાઈ ખાબડ, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, મહુવાના ધારાસભ્‍ય આર.સી. મકવાણા જેવા ગણમાન્‍ય નેતાઓ ઉપસ્‍થિત રહેશે.

યજમાન હરિભાઈ નકુમ જણાવે છે કે પોતે નિમિત માત્ર યજમાન છે. કથા આપણા સહુની છે. સમગ્ર સમાજની છે. વિશ્‍વમાં કયારેય પણ, કયાંય પણ ન યોજાઈ હોય એવી કથા તલગાજરડાની ભૂમિ પર આપ સહુના સાથ, સહકાર, સહયોગ અને ઉત્‍સાહ સાથે        યોજાવાની છે.

વિશ્‍વ વિક્રમી આ કથાના વિરાટ આયોજન તલગાજરડા, મહુવા, રાજુલા અને તળાજા તાલુકાના ભાવિકો ઉપરાંત સુરત, મુંબઈ અને અન્‍ય નગરોમાં વસતા મિત્રો અને સંબંધીઓ પણ યોગદાન આપી રહયા છે. આહિર સમાજની એવી લાગણી છે કે સમગ્ર વિશ્‍વમાં વસતા કથા શ્રાવકો કાઠિયાવાડની મીઠી મહેમાનગતી માણે અને આહિર સમાજના સંસ્‍કાર અને સંસ્‍કૃતિને દીપાવે એવો સહુને રૂડો આવકાર    મળે તેમબાબુભાઈ રામની યાદીમાં જણાવવામાં આવેલ છે.


બાબરામાં તાપડીયા આશ્રમમાં મહંત શ્રી ઘનશ્‍યામદાસબાપુનાં પ્રાગટય મહોત્‍સવની ઉજવણી

 

બાબરામાં તાપડીયા આશ્રમનાં મહંત શ્રી પૂજય ઘનશ્‍યામદાસબાપુનાં પ્રાગટય દિવસની ભવ્‍ય ઉજવણી સેવક સમુદાય ર્ેારા કરવામાં આવીહતી આ તકે સ્‍થાનિક રાજકીય અગ્રણીઓ સાધુ સંતો, અને મોટી સંખ્‍યામાં સેવક સમુદાય ઉપસ્‍થિત રહૃાા હતા. બાબરા ખાતે આવેલ તાપડીયા આશ્રમમાં મહંત શ્રી ઘનશ્‍યામદાસબાપુનાં પ્રાગટય મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી અહીં પૂજય બાપુનાં પ્રાગટય મહોત્‍સવ નિમિતે શ્રી રામ યજ્ઞ, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી મોટી સંખ્‍યામાં ભાવિકો અને સેવક સમુદાયની ભીડ તાપડીયા આશ્રમમાં જામી હતી. અહીં પૂજય ઘનશ્‍યામદાસબાપુનું પૂર્જન, અર્ચન અને ભાવ વંદના સેવકો અને લોકોર્ેારા કરવામાં આવી હતી.  માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, જિલ્‍લા શિક્ષણ સમિતિ ચેરમેન પ્રભાતભાઈ કોઠીવાળ, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, ઉપપ્રમુખ જગદીશભાઈ વાવડીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ વહાણી, સહિતનાં રાજકીય આગેવાનો ર્ેારા પૂજય બાપુનું સન્‍માન કરી ભાવ વંદના કરવામાં આવી હતી.


બુધવારે દેવળા ગામે રૂપારેલીયા પરિવારનાં કુળદેવી માતાજી મંદિરનો પાટોત્‍સવ

ધારીનાં દેવળા ગામે હવન, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાશે

આગામી બુધવારે રૂપારેલીયા પરિવારનાં કુળદેવી ભવાની માતાજી મંદિરનો પાટોત્‍સવ

સમસ્‍ત રઘુવંશી રૂપારેલીયા પરિવારને લાભ લેવા અનુરોધ કરાયો

અમરેલી, તા.ર0

ધારી નજીક આવેલ દેવળા ગામે રઘુવંશી રૂપારેલીયા પરિવાર દ્વારા પૂ. સુરાપુરા કલાબાપાની પ્રેરણાથી કુળદેવી ભવાની માતાજી મંદિરના વાર્ષિક પાટોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

આગામી ર4 ઓકટોબરને બુધવારના રોજ સવારે 8:30 કલાકે હવન પ્રારંભ થશે. બપોરે 1ર કલાકે ફરાળ, સાંજે 4 કલાકે બીડુ હોમવામાં આવશે. સાંજે પઃ30 કલાકે મહાપ્રસાદ યોજાશે.

સમસ્‍ત રૂપારેલીયા પરિવારને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.


પૂર્વ સરપંચ, પૂર્વ એટીડીઓ સહિત 4 વ્‍યક્‍તિતઓની જામીન અરજી ફગાવી દેવાઈ

જાફરાબાદનાં છેલણા ગામે કૌભાંડ કરવાનાં ગુન્‍હામાં જેલમાં રહેલ

પૂર્વ સરપંચ, પૂર્વ એટીડીઓ સહિત 4 વ્‍યક્‍તિતઓની જામીન અરજી ફગાવી દેવાઈ

જિલ્‍લાના ભ્રષ્‍ટચારી અધિકરીઓ અને પદાધિકારીઓમાં ફફડાટ

અમરેલી, તા.ર0

જાફરાબાદ તાલુકાનાં છેલણા ગામના માજી સરપંચ, નિવૃત ઈન્‍ચાર્જ ટી.ડી.ઓ. સહિત છ શખ્‍સોએ છેલણા ગામમાં શૌચાલય બનાવ્‍યા વગર રૂા.69 હજાર ચાંઉ કરી જવાની ફરીયાદ અમરેલી એ.સી.બી.માં નોંધાયા બાદ એ.સી.બી.એ ઝડપેલ માજી સરપંચ સહિત ચારેયની જામીન અરજી આજે નામંજુર થયેલ હતી.

પ્રાપ્‍ત વિતગ મુજબ અમરેલી એ.સી.બી. એ ગત તા.13 ના રોજ જાફરાબદના છેલણા ગામે સરકારની નિર્મળ ભારત અભિયાન યોજના અંતર્ગત -ર013/14 ની સાલમાં 1પ જેટલા શૌચાલયો બનેલ ન હોવા છતાં પણ ગામનાં તે સમયનાં સરપંચ (1) મંગળભાઈ ભીખાભાઈ જોગદીયા, (ર) અરવિંદ બાબર પટેલ (તલાટીમંત્રી) (3) દિપક ભીમજી રાઠોડ (કલસ્‍ટર કો-ઓર્ડીનેટર), 4) જીતુ રણછોડ કીડેચા (પ) સોમાભાઈ માધાભાઈ બગડા (નિવૃત એ.ટી.ડી.ઓ.) અને (6) મનસુખભાઈ ખીમજીભાઈ નિસરતા (એ.ટી.ડી.ઓ. હાલ બાબરા) સામે ખોટી દસ્‍તાવેજ ઉભા કરી સરકારનાં રૂા. 69 હજાર ચાંઉ કરી જવાની ફરીયાદ નોંધાયેલ હતી.

જે ફરીયાદ અંતર્ગત એ.સી.બી.એ (1) મંગળભાઈ ભીખાભાઈ જોગદીયા, (ર) દિપક ભીમજી રાઠોડ, (3) જીતુ રણછોડ કીડેચા, (4) એસ.એમ.બગડાની તા.14/10ના રોજ અટક કરવામાં આવ્‍યા બાદ આરોપીઓએ આજ રોજ રાજુલા એડીશ્‍નલ સેશન્‍સ કોર્ટમાં જામીન અર્થે રજુ કરવામાં આવતા નામદાર કોર્ટે ચારેયની જામીન અરજી નામંજુર કરેલ હતી.


આંબરડી ગામની શેત્રુંજી નદીનાં પટ્ટમાંથી રેતીની ચોરીની કોશીષ કરતાં ઝડપાયા

પોલીસે ટ્રેકટર સહિત રૂા. 3 લાખનો મુદ્યામાલ કબ્‍જે લીધો

અમરેલી, તા. ર0

ધારી ગામે રહેતા કરણ રતીભાઈ વણઝારા, નટુભાઈ નગાભાઈ રાઠોડ તથા અર્જુન રતિભાઈ વણઝારા વિગેરે આજે સવારે ધારી નજીક આવેલ આંબરડી ગામે આવેલ શેત્રુંજી નદીમાંથી પોતાના હવાલા    વાળા ટ્રેકટર નંબર જી.જે. 3 ડી.ડી. 6677માં ગેરકાયદેસર અને રોયલ્‍ટી ભર્યા વગર રેતીની ચોરી કરવાની કોશીષ કરતા હોય, ધારી પોલીસને બાતમી મળતા તેઓએ દરોડો પાડી ત્રણેય ઈસમને ટ્રેકટર, ટ્રોલી સહિત રેતી ભરવાના સાધનો મળી કુલ રૂા. 3,00,4ર0ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


સાવરકુંડલા પાલીકાનાં એકાઉન્‍ટન્‍ટને લાફા મારી ગાળો આપી ફરજમાં રૂકાવટ

પાલીકાનાં કોન્‍ટ્રાકટર ર્ેારા દાદાગીરી કરવામાં આવી

અમરેલી, તા. ર0

સાવરકુંડલા નગર પાલીકામાં ફરજ બજાવતાં સંજયભાઈ વિનુભાઈ ત્રિવેદી ગઈકાલે સાંજે પોતાની ફરજમાં હાજર હતા ત્‍યારે આ પાલીકાનાં કથા કન્‍સ્‍ટ્રકશનનાં પેટા કોન્‍ટ્રાકટર મયુરભાઈ ખાચર ત્‍યાં આવેલા અને સાવરકુંડલા ગામે આવેલ હાથસણી રોડ ઉપર કરેલા કથા કન્‍સ્‍ટ્રકશનનાં ચેકની ઉઘરાણી કરતાં પાલીકાનાં એકાઉન્‍ટન્‍ટે નિયમ મુજબ બીલનું વેરીફીકેશન થઈ જાય અને ચેક તૈયાર થઈ જાશે એટલે તમને જાણ કરીશું તેમ કહેતાં આ પેટા કોન્‍ટ્રાકટરે ઉશ્‍કેરાઈ જઈ અને સંજયભાઈ ત્રિવેદીને લાફા મારી, ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ બનાવ અંગે તેઓએઆ પેટા કોન્‍ટ્રાકટર તથા તેમની સાથે આવેલા બીજા ચાર અજાણ્‍યા માણસો સામે ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


લાઠીનાં નાના રાજકોટ ખાતેથી પોલીસે વિદેશીદારૂની 96 બોટલ ઝડપી લીધી

અમરેલી, તા. ર0

લાઠીનાં નાના રાજકોટ ખાતે પોલીસે દરોડો પાડીને વિદેશીદારૂની 96 બોટલ કિંમત રૂા.ર8800 સાથે આરોપી અશોકભાઈ ઉર્ફે અનિષભાઈ કનાળાની અટકાયત કરી છે.

આ બનાવનાં અન્‍ય એક આરોપી કાળુભાઈ રે. સીતળીયાની શોધખોળ શરૂ કરી છે. આ કામગીરી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક દેસાઈ અને મોણપરાનાં માર્ગદર્શન હેઠળ લાઠીનાં પીએસઆઈ ડી. એ. તુવર અને સ્‍ટાફ ર્ેારા કરવામાં આવી છે.


અમરેલીમાં કતલ કરવાનાં ઈરાદે ગોંધી રાખેલા વાછરડાને બચાવી લેવાયા

અમરેલી, તા. ર0

અમરેલીનાં મોટા કસ્‍બાવાડમાં રહેતાં રફીક ઉર્ફે શેટી આદમભાઈ કાલવાએપોતાનાં રહેણાંક મકાનમાં કતલ કરવાનાં ઈરાદે વાછરડા જીવ નંગ-7 કિંમત રૂા.14 હજારનાં કોઈપણ પ્રકારનાં ઘાસચારા કે પાણીની સગવડતા વગર ગોંધી રાખ્‍યાની બાતમી સીટી પોલીસને મળતાં પોલીસે દરોડો કરી વાછરડા-7ને બચાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આપ્‍યા હતા જયારે આરોપી રફીકકાલવા નાશી છૂટતા તેમને ઝડપી લેવા તથા આગળની તપાસ હેડ કોન્‍સ્‍ટેબલ હરેશસિંહ પરમાર ચલાવી રહૃાાં છે.


ચિત્તલ-બાબરા માર્ગમાં અજાણ્‍યા વાહન ચાલકે અજાણ્‍યા પુરૂષને હડફેટે લીધો

અજાણ્‍યા પુરૂષનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત

અમરેલી, તા.ર0

અમરેલી તાલુકાના ચિતલ  નજીક બાબરા રોડ ઉપર આજે વહેલી સવારે કોઈ અજાણ્‍યા વાહન ચાલકે પોતાના હવાલાવાળા વાહનને માણસની જિંદગી જોખમાઈ તે રીતે ચલાવી કોઈ અજાણ્‍યા પુરૂષને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવતા આ અંગે અમરેલી તાલુકા પોલીસમાં હિંમતભાઈ નનકુભાઈ દેસાઈએ અજાણ્‍યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.


અમરેલી શહેરમાં માર્ગો બંધ અને વિકાસ કાર્યો શરૂ થતાં આશ્ચર્ય : સુખનિવાસ કોલોનીનો માર્ગ બંધ કરી દેવાયો

સુખનિવાસ કોલોનીનો માર્ગ બંધ કરી દેવાયો

અમરેલી શહેરમાં માર્ગો બંધ અને વિકાસ કાર્યો શરૂ થતાં આશ્ચર્ય

શહેરમાં વિવિધ માર્ગો બંધ કરવાની સ્‍પર્ધા ચાલી રહી છે

અમરેલી, તા. ર0

એક તરફ સરકાર પારદર્શી વહીવટ ચલાવવાનું કહે છે અને બીજી તરફ સરકારી બાબુઓ વિવિધ માર્ગો બંધ કરાવીને શું સાબિત કરવા માંગે છે તે સમજાતું નથી.

આઝાદીનાં 70 વર્ષ સુધી રાજમહેલ પટાંગણનો ગર્લ્‍સહાઈસ્‍કૂલ સામે તેમજ સિવિ હોસ્‍પિટલ તરફનો માર્ગ બંધ રહૃાા બાદ મહામુસીબતે ખોલવામાં આવ્‍યા બાદ હવે ચિતલ રોડથી દત્ત મદિર નજીકથી સુખનિવાસ કોલોની તરફ જતો માર્ગ તેમજ કોલેજ સર્કલથી સુખનિવાસ કોલોનીતરફજતો માર્ગ આકસ્‍મિક રીતે બંધ કરી દેવાતાં શહેરીજનોમાં આશ્ચર્ય ફેલાયુ છે.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે સરકારી બાબુઓ વિવિધ માર્ગો બંધ કરતાં હોય જેથી, ખાનગી નાગરિકો પણ અલગ-અલગ માર્ગ બંધ કરીને શહેરને બંધક બનાવવાનો પ્રયાસ કરી રહૃાા છે.


અમરેલીમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતાયાત્રાનો પ્રારંભ : કલેકટર, ડીડીઓ સહિતનાં અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહૃાા

આર્થિક વિકાસ નિગમનાં અઘ્‍યક્ષ બી.એચ. ઘોડાસરાની ઉપસ્‍થિતિમાં

અમરેલીમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતાયાત્રાનો પ્રારંભ : કલેકટર, ડીડીઓ સહિતનાં અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહૃાા

ર9 ઓકટોબર સુધી બાદ 1પથી ર4 નવેમ્‍બર સુધી જિલ્‍લામાં યાત્રા ફરશે

અમરેલી, તા. ર0

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્‍યું છે. તા. ર0મીના રોજ અમરેલી સ્‍થિત સિનીયર સિટીઝન પાર્ક ખાતેથી બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અઘ્‍યક્ષ બી.એચ. ઘોડાસરાએ સરદાર સર્કલ ખાતે સરદારશ્રીની પ્રતિમાને પુષ્‍પાંયજલિ અર્પણ કરી રથયાત્રાનું પ્રસ્‍થાાન કરાવ્‍યું  હતુ.

આ પ્રસંગે અઘ્‍યપક્ષ ઘોડાસરાએ કહ્યું કે, અખંડ ભારતના શિલ્‍પી સરદારે એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્‍યોં છે. ભારત ભૂમિ ભગવાન રામ, ભગવાન કૃષ્‍ણ, ભગવાન મહાવીર, ભગવાન બુઘ્‍ધ, પૂ. મહાત્‍મા ગાંધી, સરદાર પટેલ, રવિશંકર મહારાજ જેવા અનેકવિધ મહાપુરૂષોની ભૂમિ છે.

વધુમાં કહ્યું કે, વિષમ પરિસ્‍થતિ છતાં રજવાડાઓનું વિલીનીકરણ કરવાનું વિરાટ કાર્ય કરનાર સરદાર પટેલનું વિરલ વ્‍યકિતત્‍વ ગુજરાત માટે ગૌરવ સમાન છે. ગુજરાતમાં નિર્માણ પામતા સરદાર પટેલની આ પ્રતિમા એ માત્ર પ્રતિમા નથી પરંતુ સરદાર પટેલના વિરલ વ્‍યકિતત્‍વ, તેમના કર્મ અને રાષ્ટ્રીય ભાવનાના પ્રેરકવિચારોને રજૂ કરે છે. તેમણે સરદાર પટેલના નેતૃત્‍વના ગુણો સહિત તેમના જીવન પ્રસંગોને તાજા કરી યુવા પેઢીને તેમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

પ્રાસંગિક પ્રવચન કરતા સાસંદ નારણભાઇ કાછડીયાએ કહ્યું કે, સરદાર પટેલે અખંડ ભારત માટે કરેલા પ્રયત્‍નો પ્રેરણાદાયી છે. તેમની પ્રતિમાનું સ્‍વપ્‍ન વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઇ મોદીએ સેવ્‍યું હતુ, જે હવે સાકાર થવા જઇ રહ્યું છે. ભારતના 6 લાખથી વધુ ગામડાઓમાંથી ખેતીના સાધનોના લોખંડના ટૂકડાઓનો ઉપયોગ કરી આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્‍યું  છે. આ પ્રતિમા પ્રવાસીઓના આર્કષણનું કેન્‍દ્ર પણ બનશે.

પૂર્વ કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, કલેકટર આયુષ ઓક, જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે, અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એ.બી. પાંડોર, પ્રાંત અધિકારી આર.કે. ઓઝા, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવ, મુખ્‍ય  જિલ્‍લા આરોગ્‍ય અધિકારી પટેલ, જિલ્‍લા ખેતીવાડી અધિકારી પટેલ, ડો. સિંઘ, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, ભરતભાઇ વેકરીયા, રવુભાઇ ખુમાણ, જીતુભાઇ ડેર, અશ્વિનભાઇ સાવલીયા, અમરેલી શહેરના નાગરિકો તેમજ ધાર્મિક-સામાજિક સહિતની સંસ્‍થાઓ પણ એકતા યાત્રામાં જોડાયેલ.

શાબ્‍દિક સ્‍વાગત પ્રાંત અધિકારી ડી.એન. સતાણીએ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઇ જોષીએ કર્યુ હતુ.

અત્રેઉલ્‍લેખનીય છે કે, તા. ર0 થી તા. ર9 ઓકટોબર-ર018 દરમિયાન અને તા.1પ થી તા.ર4 નવેમ્‍બર દરમિયાન એકતા રથ યાત્રા સમગ્ર અમરેલી જિલ્‍લામાં ફરશે.


માણાવાવ ખાતેથી મોટી માત્રામાં વૃક્ષોનું કટીંગ

ચલાલા પોલીસને રોડ સાઈડ ચેકીંગ દરમિયાન મસમોટુ કૌભાંડ મળી આવ્‍યું

માણાવાવ ખાતેથી મોટી માત્રામાં વૃક્ષોનું કટીંગ

3ર ટ્રક ભરીને ર88 ટન લાકડાનો જથ્‍થો રાજકોટ ખાતે વેંચી મારવામાં આવ્‍યો

વનવિભાગનાં અધિકારીઓની કામગીરી પોલીસ વિભાગને કરવી પડી

અમરેલી, તા. ર0

ધારી નજીક આવેલ માણાવાવ ગામની વન વિભાગ હસ્‍તકની જમીનમાંથી થતું વૃક્ષ કટીંગ કૌભાંડ ચલાલા પોલીસે ઝડપી પાડતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

વિગત એવા પ્રકારની છે કે, ચલાલાનાં પીએસઆઈ વી.એલ. પરમાર સ્‍ટાફ સાથે રોડ સાઈડચેકીંગ કરી રહૃાા હતાં તે સમયે પસાર થનાર આયશર ટ્રક નં. જી.જે.-7-વાયઝેડ 1ર39ની તલાસી લેતાં તેમાં મોટા જથ્‍થામાં લાકડાનો જથ્‍થો શંકાસ્‍પદ હાલતમાં મળી આવ્‍યો હતો.

બાદમાં પોલીસે ટ્રક અને લાકડાનો જથ્‍થો જેની કિંમત રૂપિયા 3.રર લાખ અને ચાલક ભરતભાઈ રાણેસરાની અટકાયત કરી આગવી     ઢબે પુછપરછ કરતાં મહાકાય કૌભાંડ બહાર આવ્‍યું હતું.

ચાલકનાં જણાવ્‍યા અનુસાર માણાવાવ ગામની સર્વે નં. 318 સેકશન-4 હેઠળની વન વિભાગની જમીનમાંથી માણાવાવનાં સરપંચ બાબભાઈ વાળા રે. માણાવાવ કૌભાંડ ચલાવતાં હોય અને અત્‍યાર સુધીમાં 3ર ટ્રક ભરીને ર88 ટન લાકડા જેની કિંમત રૂપિયા 7.ર0 લાખનું રાજકોટ ખાતે રાજુભાઈ બોસમીયાને વેચાણ કર્યાનું જણાવતાં પોલીસે વધુ તપાસ વનવિભાગને સોંપી છે.


અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લિ. ર્ેારા સુરક્ષા વીમા’ યોજના અંતર્ગત ચેકનું થયેલ વિતરણ

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેન્‍ક લિ. ર્ેારા

ક્રાંકચ મુકામે ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા’ યોજના અંતર્ગત ચેકનું થયેલ વિતરણ

અમરેલી, તા. ર0

અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ.ની ક્રાંકચ શાખા મારફત ભભપ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાભભ વાષિક પ્રીમિયમ રૂા.1ર માં જોડાયેલ ક્રાંકચ ગામનાં સભાસદ સ્‍વ. દુલાભાઈ છગનભાઈ ઝાલાવાડીયાનું અવસાન થયેલ. જેની વીમા કલેઈમની રકમ રૂા.ર,00,000 મંજુર થતા ચેક વિતરણનો કાર્યક્રમ ક્રાંકચ મુકામે રાખવામાં આવેલ હતો. વીમા કલેઈમનાં રકમનાંચેકનું વિતરણ અમરેલી જિલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લિ.ના વાઈસ ચેરમેન અરૂણભાઈ એમ. પટેલ તેમજ બેંકનાં જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયા, એડીશનલ જનરલ મેનેજર એ. બી. ગોંડલીયાનાં વરદ હસ્‍તે તેમના વારસદાર ભદ્રેશભાઈ દુલાભાઈ ઝાલાવાડીયાને કરવામાં આવેલ.

આ કાર્યક્રમના પ્રારંભમાં ક્રાંકચ શાખાનાં કર્મચારી એચ. બી. બંધીયાએ સ્‍વાગત પ્રવચન કરેલ તથા બ્રાન્‍ચ મેનેજર એ. બી. વઘાસીયાએ બેંકમાં મૂકવામાં આવતી થાપણોના વ્‍યાજદર, ધિરાણો અને બેંકના કોર બેન્‍કિંગ સોલ્‍યુશન્‍સ(સીબીએસ)ને લગતી તથા શાખાની પ્રગતિ વિશે માહિતી આપેલ હતી. તેમજ હેડ ઓફિસ-અમરેલીનાં ઈન્‍સ્‍યોરન્‍સ વિભગનાં જુનીયર ઓફિસર એમ. એમ. કથીરીયાએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જયોતી વીમા યોજના અને અટલ પેન્‍શન યોજના તેમજ બેંક મારફત પાન કાર્ડ મેળવવા અંગે વિગતવાર જાણકારી આપેલ. બેંકના એડીશનલ જનરલ મેનેજર એ. બી. ગોંડલીયાએ કેશ લેસ ટ્રાન્‍જેકશન, એનઈએફટી, આરટીજીએસ તેમજ બેંકે અપનાવેલ વિવિધ ટેકનોલોજીનાં માઘ્‍યમથી બેંક ર્ેારા અપાતી વિવિધ સેવાઓની માહિતી વિસ્‍તૃતમાં આપેલ. બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ એમ. પટેલે નાફસ્‍કોબ અને ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીની આગેવાનીમાં બેંકની શાખાઓ અને પેકસમંડળીઓનાં ધંધાનાં કદમાં થયેલ વધારો તેમજ બેકીંગ પ્રવૃતિઓ વિશે માહિતી આપેલ.

આ કાર્યક્રમમાં મંડળીનાં પ્રમુખ મગનભાઈ દુધાત તથા બેંકના કર્મચારી જી. આર. હિરપરા તેમજ મંડળીનાં સભાસદો અને ગ્રામજનોએ હાજરી આપેલ હતી. તેમ બેંકનાં જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી. એસ. કોઠીયાની યાદી જણાવે છે.


લોઠપુર-કોવાયા માર્ગ વાહનચાલકોને લોથપોથ કરી દે છે

અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપનીએ માર્ગને દતક લીધો હોય

લોઠપુર-કોવાયા માર્ગ વાહનચાલકોને લોથપોથ કરી દે છે

9 કિલોમીટરનો માર્ગ પસાર કરવામાં વાહનચાલકો તોબા પોકારી જાય છે

ભારેખમ વાહનો પસાર થતાં હોવાથી વારંવાર માર્ગ બિસ્‍માર બની રહૃાો છે

અમરેલી, તા. ર0

અમરેલી જિલ્‍લામાં માર્ગ- મકાન વિભાગની કામગીરી હંમેશા વિવાદાસ્‍પદ બની છે અને હવે તો માર્ગને દતક લેનાર અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપની પણ માર્ગની હાલત સુધારવામાં નિષ્‍ફળ સાબિત થતાં વાહનચાલકોમાં ભભજાયે તો જાયે કહાભભની સ્‍થિતિ નિર્માણ પામી છે.

વિગત એવા પ્રકારની છે કે, જાફરાબાદનાં લોઠપુરથી કોવાયા સુધીનો 9 કિ.મી.નો માર્ગ અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપનીએ માર્ગ-મકાન (પંચાયત) વિભાગ પાસેથી દતક લઈને તેની જાળવણી કરવાની જવાબદારી સ્‍વીકારી છે. પરંતુ સિમેન્‍ટ કંપનીએ માત્રકાગળ પર જ જવાબદારી સ્‍વીકારી હોય તેમ હાલ આ માર્ગ અતિ બિસ્‍માર બનેલ છે. આ માર્ગ પર મહાકાય વાહનોની સતત અવર-જવર હોવા છતાં પણ કંપનીનાં અધિકારીઓ માર્ગની મરામત કરતાં ન હોવાથી વાહનચાલકોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.


અમરેલીમાં દર્શન સુપરમાર્કેટ-મોલનું દબદબાભેર પ્રારંભ ઉદ્યધાટન કરાયું

               અમરેલી પટેલ સમાજનાં ઔદ્યોગિકરત્‍ન તથા પટેલ સમાજના સંગઠનમાં જેની મહત્‍વની ભૂમિકા રહી છે. તેવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી દ્વારા હોટેલ દર્શન, દર્શન ડેવલપર્સ બાદ વ્‍યાવસાયિક સાહસનું નવું સોપાન દર્શન સુપર માર્કેટ મોલનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જેનું ઉદઘાટન બાબરા તાપડીયા આશ્રમના મહંત પ.પૂ. ઘનશ્‍યામદાસબાપુ દ્વારા તથા ઉદઘાટન પ.પૂ. ભકિતરામબાપુ, પ.પૂ. લવજીબાપુ, પ.પૂ. ભોળાદાસ બાપુ, રામમનોહદાસબાપુ, જેરામબાપુ, ઘુસાભગત, વિ.સંતોના વરદહસ્‍તે કરવામાં આવ્‍યો હતો. આ તકે મુખ્‍યમહેમાન તરીકે વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મર, માર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, જિલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, કાળુભાઈ ભંડેરી, વસંતભાઈ મોવલીયા, શંભુભાઈ દેસાઈ, દલસુખભાઈ દુધાત, અર્જુનભાઈ સોસા, કાંતીભાઈ વઘાસિયા, એડવોકટ એન્‍ડ નોટરી બકુલભાઈ પંડયા, મનસુખભાઈ ઉંઘાડ,           કાળુભાઈ રૈયાણી, જયેશભાઈ નાકરાણી, જે.પી. સોજીત્રા, હિરેનભાઈ બાંભરોલીયા, નગરપાલિકા, જિલ્‍લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારી તથા સભ્‍યોઓ, પટેલ સમાજનાઆગેવાનો તથા ઉદ્યોગપતિઓ વિ.બહોળી સંખ્‍યામાં મોલના મંગલ પ્રારંભે ઉપસ્‍થિત રહીને ડી.કે. રૈયાણીના વ્‍યાવસાયિક સાહસને બિરદાવીને અભિનંદન આપ્‍યા હતા


અવસાન નોંધ

અવસાન નોંધ

બાબરા : કરીયાણા (હાલ બાબરા) નિવાસી સ્‍વ. શિવલાલભાઈ દાનાભાઈ ચાંવ તથા સ્‍વ. ભગવાનભાઈ દાનાભાઈ તથા નારણભાઈ દાનાભાઈ તથા સ્‍વ. વૃજલાલભાઈ દાનાભાઈના નાના ભાઈ તેમજ લલિતભાઈ (બાબરા) તથા પંકજભાઈ (રાજકોટ)ના પિતાજી સ્‍વ. કરશનભાઈ દાનાભાઈ ચાંવ તેઓ આસો સુદ-11 ને શનિવાર, તા.ર0/10ના રોજ કૈલાસવાસ થયેલ છે.

બગસરા : બગસરા નિવાસી બાજ ખેડાવાળ બ્રાહ્મણ હાલ અમદાવાદ શરદભાઈ જન્‍મશંકરભાઈ મહેતા (ઉ.વ.69) તે ગિરીશભાઈ, પ્રફુલભાઈ (સુરત), જવાહરભાઈ (અમદાવાદ)ના મોટા ભાઈ તેમજ દર્શનભાઈના પિતાજીનું તા.ર0ના રોજઅમદાવાદ મુકામે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.રરને સોમવારના રોજ સાંજના પઃ30 થી અમરનાથ મહાદેવ મંદિર, જુહુ પાર્ક સોસાયટી સામે, નવા વાડજ, અમદાવાદ ખાતે રાખેલ છે.


21-10-2018