Main Menu

Saturday, October 20th, 2018

 

અમરેલીનાં કારસેવકો અયોઘ્‍યાકુચમાં જોડાવવા માટે આજે અયોઘ્‍યા તરફ રવાના

આંતરરાષ્‍ટ્રીયહિન્‍દુ પરિષદ ર્ેારા યોજાશે કાર્યક્રમ

અમરેલી, તા. 19

તા. ર1 ઓકટોબરનાં રોજ આંતરરાષ્‍ટ્રીય હિંદુ પરિષદ ર્ેારા ડો. પ્રવિણભાઈ તોગડીયાનાં નેતૃત્‍વમાં રામમંદિર નિર્માણ માટે લખનૌથી અયોઘ્‍યા કુચ રવાના થશે અને તા.ર3નાં રોજ અયોઘ્‍યામાં વિશાળ હિંદુ સંમેલન યોજાશે. આ કુચ અયોઘ્‍યામાં ભવ્‍ય રામમંદિર તાત્‍કાલિક બનાવવામાં આવે તે માટે યોજવામાં આવેલ છે. આ કુચમાં અમરેલીમાંથી રામભકતો આં.રા. હિન્‍દુ પરિષદનાં સૌરાષ્‍ટ્ર પ્રાંતનાં મંત્રી નિર્મળભાઈ ખુમાણ, સૌરાષ્‍ટ્ર પ્રાંતનાં રાષ્‍ટ્રીય બજરંગદળનાં મંત્રી નિતીન વાડદોરિયા, અમરેલી જિલ્‍લા મંત્રી દિલીપભાઈ બામટા, રાષ્‍ટ્રીય કિશાન પરિષદનાં મંત્રી મજબુતસિંહ બસીયા વિગેરે શનિવારે લખનૌ કુચમાં જોડાવા માટે રવાના થશે. આ સૌને અમરેલી જિલ્‍લાનાં કાર્યકર્તાઓએ વિદાય આપી અને રામમંદિરનાં નિર્માણમાં સહભાગી થવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.


પાટીદાર અને ખેડૂત સમાજ સરદાર રથનું સ્‍વાગત કરશે અને ભાજપીઓનો કરશે બહિષ્‍કાર

અલ્‍પેશ કથીરીયાની જેલ મુક્‍તિત, દેવા માફી, પાકવીમાના પ્રશ્‍ને

પાટીદાર અને ખેડૂત સમાજ સરદાર રથનું સ્‍વાગત કરશે અને ભાજપીઓનો કરશે બહિષ્‍કાર

ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વિરાણીએ આપી ચીમકી

અમરેલી, તા.19

પાસના સહ કન્‍વીનર અલ્‍પેશ કથીરીયા હાલ જેલમાં છે. ત્‍યારે અલ્‍પેશની જેલ મુકિત માટે પાસ પ્રયાસો કરી રહયું છે. અલ્‍પેશને 3 વર્ષ જુના રાજદ્રોહનાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અલ્‍પેશની જેલ મુકિત નહી કરવામાં આવે તો પાસ દ્વારા ચીમકી આપવામાંઆવી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી છે. કે, છેલ્‍લા ર મહિના કરતા વધુ સમયથી સરકારે પાસ કન્‍વીનર અલ્‍પેશ કથીરીયાને ખોટી રીતે કેસ કરીને જેલમાં પુરેલ છે. અને સરકાર પાટીદાર અને ખેડૂત સમાજ સાથે અન્‍યાય કરીને સરદાર સાહેબના નામે જે ભભએકતા યાત્રાભ કાઢે છે. તેનો અમે પાટીદાર સમાજ અને ખેડૂત સમાજ અમરેલી જો અલ્‍પેશને મુકત કરવામાં નહીં આવે અને ખેડૂતનું દેવું અને પાક વીમો આપવામાં નહી આવે તો ગામડે-ગામડે જે સરદાર રથ લઈને નીકળવાના છો તેમાં અમે સરદાર રથુનં દિલથી સ્‍વાગત કરીશું પરંતુ સાથે આવેલ ભાજપના નેતાને અલ્‍પેશ અને ખેડૂતોના મુદે સવાલો કરવામાં આવશે જો સવાલનો યોગ્‍ય જવાબ નહી મળે તો ગામમાં કે તાલુકામાં નેતાને આવવા દેવામાં નહી આવે અને ખેડૂતો દ્વારા સરદાર રથને માન સન્‍માન સાથે અમે સ્‍વયંભૂ આગળ વધારસું અને પરંતુ સન્‍માન પણ આપીશું પરંતુ ભારજના નેતાનો વિરોધ કરવામાં આવશે. સરકાર આ વાતની ગંભીરતાથી નોંધ લે અને જલ્‍દીથી અલ્‍પેશ પરથી ખોટા કેસ દુર કરવામાં આવે નહી તો ભાજપની સરદાર સાહેબ પ્રત્‍યેની આ ખોટી લાગણી સમગ્ર ગુજરાતને બતાવામાં આવશે.

પાટીદાર આંદોલન શરૂ થયા બાદ અમદાવાદની ક્રાંતિ રેલીની હિંસા બાદ પાટીદારો હંમેશા ભાજપનાંકાર્યક્રમનો વિરોધ કરતા રહયા છે. ભાજપના નેતાઓને પાટીદાર સમાજના રોષનો ભોગ બનવું પડયું છે. ત્‍યારે આગામી સમયમાં ગુજરાત લોકસભાની ચુંટણી આવી રહી છે. ત્‍યારે જ પાટીદાર સમાજ પણ ફરીથી આંદોલનને વેગ આપી રહયો છે.તો આ પવન કેટલો આવશે અને સરકારને કેટલો નુકશાનકારક નીવડશે એ તો સમય બતાવશે. અને હાલ તુરંત તો સૌરાષ્‍ટ્રને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર નહિ કરે તો જે કોઈ સરકાર તરફથી સરદાર સાહેબના નામે રાજકારણ કરવા માટે આવે તેનું સ્‍વાગત જેમ મગફળીના ખળામાં મગફળીને ઝાપટી નાખીએ તેમ જ ઝાપટવાના છે.


અમરેલી પાલિકાનાં સદસ્‍યો વચ્‍ચે બોલેલ બઘડાટીની ફરિયાદનો હાઈકોર્ટે કર્યો નિકાલ

સામાન્‍યસભાનાં સમય દરમિયાન

અમરેલી પાલિકાનાં સદસ્‍યો વચ્‍ચે બોલેલ બઘડાટીની ફરિયાદનો હાઈકોર્ટે કર્યો નિકાલ

બન્‍ને પક્ષકારોએ સામસામી નોંધાવી હતી ફરિયાદ

અમરેલી, તા.19

અમરેલી નગરપાલિકામાં થોડા સમય પહેલા ચૂંટાયેલા સદસ્‍યોની પાલિકાની કચેરીમાં સામાન્‍ય સભા યોજાઈ હતી. અને આ સભા દરમિયાન ઉગ્ર ચર્ચા અને ખુરશી ઉલાળવામાં આવ્‍યા બાદ પાલિકાના ચૂંટાયેલા સદસ્‍યો દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ ફરિયાદમાં બન્‍ને પક્ષોએ પોલીસથી ધરપકડથી બચવા માટે થઈ હાઈકોર્ટનું શરણું લીધું હતું. આ બનાવમાં હાઈકોર્ટ દ્વારા બન્‍ને ફરિયાદોનો નિકાલ કરી નાંખતા આખરે અમરેલી નગરપાલિકાનાં ચૂંટાયેલાસદસ્‍યોની ફરિયાદ રદ થતાં બન્‍ને પક્ષોએ રાહતનો દમ લીધો હતો.


અમરેલીનાં જેશીંગપરામાં આવેલ પેટ્રોલ પંપમાં પુરવઠા વિભાગે તપાસ કરી

તોલમાપ વિભાગે સબ સલામત હોવાનું જણાવ્‍યું

અમરેલી, તા. 19

અમરેલી ખાતે આવેલ જેશીંગપરા વિસ્‍તારમાં અમરેલી જિલ્‍લા સહકારી ખરીદ-વેચાણ સંઘ સંચાલીત પેટ્રોલ પંપમાં પેટ્રોલ ઓછું મળતું હોવાની ફરિયાદ અમરેલી માપતોલ વિભાગને મળતાં પુરવઠા માપતોલ વિભાગ ઘટના સ્‍થળે દોડી જઈ અને તમામ પેટ્રોલનાં પંપ ઉપર ચેકીંગ હાથ ધર્યુ હતું. મોડી સાંજ સુધી ચાલેલી ઘટના બાદ અને તપાસનાં અંતે તોલમાપ વિભાગે બધુ બરાબર હોવાનું જણાવ્‍યું હતું. આ બનાવની જાણ લોકોને થતાં ટોળા ઉમટી પડયા હતા જેનાં કારણે સીટી પોલીસે કાયદો અને વ્‍યવસ્‍થા સંભાળી હતી.


આલેલે : અમરેલીની અમૃતધારા સોસાયટીમાં ધોળે દિ’એ રૂપિયા 1.પ0 લાખનાં મુદ્યામાલની ઉઠાંતરી

તસ્‍કરોએ રાત ઉજાગરા કરવાની તકલીફ પણ છોડી દીધી

આલેલે : અમરેલીની અમૃતધારા સોસાયટીમાં ધોળે દિ’એ રૂપિયા 1.પ0 લાખનાં મુદ્યામાલની ઉઠાંતરી

અઠવાડીયા પહેલા થયેલ ચોરીની ફરિયાદ હવે દાખલ થઈ

અમરેલી, તા. 19

અમરેલીનાં ચક્કરગઢ રોડ ઉપર આવેલ અમૃતધારા સોસાયટીનાં વાસ્‍તુ હાઈટસ એપાર્ટમેન્‍ટનાં બ્‍લોક નં.40રમાં ચોથા માળે રહેતાં અને ગજેરાપરામાં બાલમુકુન્‍દ પ્રોવિઝન સ્‍ટોર ચલાવતાં સંજયભાઈ શાંતિભાઈ સતાણીનાં રહેણાંક મકાનમાંગત તા.13/10 નાં રોજ સવારે 10 થી બપોરે 1ર/30નાં સમયગાળા દરમિયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ રહેણાંક મકાનનાં દરવાજાનાં લોક તોડી પ્રવેશ કરી કબાટમાં રાખેલ રોકડ રકમ રૂા.80 હજાર તથા જુદા-જુદા સોના-ચાંદીનાં દાગીના રૂા.6641પ મળી કુલ રૂા.1,46,41પનાં મુદ્યામાલની ચોરી કી લઈ ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


વિઠ્ઠલપુર-ખંભાળીયા પાસે શેત્રુંજી નદીનાં પટ્ટમાંથી ગેરકાયદે રેતી ભરેલ ટ્રેકટર ઝડપાયું

ટ્રેકટર, ટ્રોલી સહિત રૂા. 3 લાખનો મુદ્યામાલ જપ્‍ત કર્યો

અમરેલી, તા. 19

અમરેલી તાલુકાનાં નવા ખીજડીયા ગામે રહેતાં દુદાભાઈ ભાયાભાઈ નામનો ઈસમ બપોરના સમયે પોતાના હવાલાવાળા ટ્રેકટર નંબર જી.જે. ર4 બી 7849 તથા ટ્રોલી નં. જી.જે.14 એકસ પ906માં અમરેલી તાલુકાનાં વિઠલપુર          ખંભાળીયા નજીક આવેલ શેત્રુંજી નદીના પટ્ટમાંથી લીઝ વગર ખોદકામ કરી અને રોયલ્‍ટી ભર્યા વગર આશરે ર ટન રેતી ભરી નિકળતાં પોલીસે તેમને રૂા.3,01,000નો મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


લ્‍યો બોલો : ખેડૂત સાથે અન્‍ય એક ખેડૂતે જ છેતરપીંડી કરી

જમીનનાં વેચાણમાં કરી ગોલમાલ

અમરેલી, તા. 19

ધારી નજીક આવેલ લાઈનપરામાં રહેતાં અને ખેતીકામ કરતાંખીમચંદભાઈ વાલજીભાઈ દોંગાનાં પિતાએ ગત તા. 17/1ર/07 નાં રોજ ધારી તાલુકાનાં દેવળા ગામની ખાતા નં.10ર સર્વે નંબર રર6 પૈકી રહે. આર.1.64.91ની રૂા.1 લાખ આપી મૂળ દેવળા અને હાલ અમદાવાદ ખાતે રહેતાં મુકતાબેન ભીખાભાઈ કોઠીયા પાસેથીતથા ભીખાભાઈ ભીમાભાઈ કોઠીયા પાસેથી ખાતા નં.448 સર્વે નં.રર6 પૈકી 3 હે. આર. 1.64.91 રૂા. ર લાખ આપી ખરીદેલ હતી.

બાદમાં આ બન્‍ને જમીન વેચનારે અગાઉ અમરેલી તાલુકાનાં પીઠવાજાળ ગામે રહેતાં અમીતભાઈ જીલુભાઈ વાળાને આ પતિ પત્‍નિએ વેચાણકરાર તથા પાવર ઓફ એર્ટનીથી કરી આપેલ હતી. આ પતિ-પત્‍નિએ ખીમચંદભાઈ સાથેવિશ્‍વાસઘાત- છેતરપીંડી કર્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાતાં પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.


ધારીનાં વાધાપરા વિસ્‍તારમાંથી વિદેશીદારૂ સાથે 1 શખ્‍સ ઝડપાયો

અમરેલી, તા. 19

ધારી ગામે આવેલ વાઘાપરા વિસ્‍તારમાં રહેતો અને મજુરીકામ કરતો દેવરાજ મનુભાઈ ચૌહાણ નામનો રર વર્ષિય યુવક ગઈકાલે સાંજે વાઘાપરા વિસ્‍તારમાં ભારતિય બનાવટની વ્‍હીસ્‍કી દારૂ 400 મીલી સાથે નિકળતાં પોલીસે તેમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


બાબરામાં પરંપરાગત રીતે રામ-રાવણ યુદ્ધ યોજાયું

             બાબરામાં વિજયા દશમીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. દશેરાના દિવસે અહીં શહેરમાં આવેલ ગરિયાળા ચોકમાં રામ-રાવણનું યુઘ્‍ધ યોજાયું હતું. આ યુઘ્‍ધને જોવા માટે બાબરા શહેર તેમજ સમગ્ર પંથકની જનતા ઉમટી પડે છે અને શહેરમાં ભારે ભીડ જામે છે. બાબરા શહેરમાં દર વર્ષે અહીં ગરિયાળા ચોકમાં મહાકાળી ગરબી મંડળ દ્વારા છેલ્‍લા સવાસો વર્ષથી વિજયાદશમીના દિવસે રામ-રાવણના યુઘ્‍ધનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતામાતા અને હનુમાનજી તેમજ રાવણ મુખ્‍ય પાત્રો અહીં લોકો ભજવે છે. સવારે ભગવાન શ્રી રામ તથા લક્ષ્મણજી સેના સાથે શહેરના મુખ્‍ય માર્ગોમાં નગરયાત્રાએ નીકળે છે. ત્‍યારે નગરજનો દ્વારા ભગવાન શ્રી રામનું ભવ્‍ય સ્‍વાગત કરી દર્શન કરે છે. નગરયાત્રા દરમિયાન સાથે રહેલ હનુમાનજી પણ લોકોને પોતાની ગદાનો પ્રહાર કરી આશિર્વાદ આપે છે.અહીં લોકો હનુમાનજીની ગદાનો પ્રહાર લેવા આતુર હોય છે. ભગવાન શ્રી રામ લક્ષ્મણજી સેના સાથે નગરયાત્રા બપોરે પૂર્ણ થતા જ રાવણ સામે ધમાસાણ યુઘ્‍ધ જામે છે. જેને જોવા લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડે છે. અહીં ગરિયાળા ચોકમાં એક કલાક રામ-રાવણના યુઘ્‍ધ જામે છે અને ત્‍યારબાદ રાવણને ભગવાન શ્રી રામ દ્વારા રોળવામાં આવતા લોકો દ્વારા જય જય શ્રી રામનો જય ઘોષ કરવામાં    આવે છે.


ભાજપ સરકારનાં રાજમાં આત્‍મહત્‍યા નહી સામનો કરો : પરેશ ધાનાણી

વિધાનસભાનાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીનો ખેડૂતોને અનુરોધ

ભાજપ સરકારનાં રાજમાં આત્‍મહત્‍યા નહી સામનો કરો : પરેશ ધાનાણી

ર3 વર્ષથી ભાજપનું શાસન છતાં પણ ખેતી અને પીવાનાં પાણીની સમસ્‍યા દુર થતી નથી

વડીયા, તા. 19

આજરોજ વડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ ઘ્‍વારા ખેડૂતોને તાત્‍કાલીક પાકવીમો ચુકવવા, પુરતી વીજળી આપવા, ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ આપવા તથા ગુજરાતને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરી 140 ડેમમાં કાંકરા ઉડે છે તેમાં છેલ્‍લા ર3 વર્ષથી રાજયમાં ભાજપનું શાસન હોય ર00રથી ગુજરાતનાં ડેમોમાં નર્મદના નીર ઠાલવવાનાં ઠાલા વચનો આપતી સરકારની કડક શબ્‍દોમાં ઝાટકણી કાઢી ગુજરાત વિધાનસભા વિધાનસભા પક્ષના નેતા અને આ વિસ્‍તારનાં ધારાસભ્‍ય ધાનાણીએ ખેડૂતોને સરકારની વ્‍હાલ-દવલાની નીતિ તથા સમસ્‍યાઓથી આપઘાત નહી કરવા અને એકજુટ થઈ લડી લેવા હાકલ કરી હતી. તાલુકા ભરમાંથી 1પ00 થી ર000 ખેડૂતો હાજર રહૃાા હતા અને અર્ધ નગ્ન થઈ તેમજ ખેત પેદાશોને રસ્‍તા ઉપર વેરણ-છેરણ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો હતો.

આ રેલીમાં જીલ્‍લા કોંગ્રેસ પ્રમુખ સોસા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, જીલ્‍લા પંચાયતના સભ્‍ય ધર્મેન્‍દ્રભાઈ પાનસુરીયા તેમજ જીલ્‍લા/તાલુકા પંચાયતના સદસ્‍યઓ,વડીયા શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ શીંગાળા, ભીખુભાઈ વોરા, જાવેદભાઈ બાલાપરીયા, હનુમાન ખીજડીયાનાં સરપંચ સત્‍યમભાઈ મકાણી, કિસાન સેલના અશોકભાઈ હિરાણી, ખજુરીનાં છગનભાઈ હિરપરા, દિનેશભાઈ હિરપરા, ઢુંઢીયા પીપળીયાના વિઠ્ઠલભાઈ રાદડીયા, તોરીના નાગજીભાઈ વેકરીયા, બરવાળા બાવળનાં વલ્‍લભભાઈ ગજેરા, ખજુરી પીપળીયાનાં કલ્‍યાણભાઈ દેસાઈ, માજી જીલ્‍લા પંચાયત સદસ્‍ય રવજીભાઈ પાઘડાળ, તાલુકા પંચાયત સદસ્‍ય મનસુખભાઈ ગોંડલીયા, હરેશભાઈ વોરા, પીઢ કોંગ્રેસી ધીરૂબાપા રામોલીયા, ચતુરભાઈ હિરપરા, ખડખડના ચંદુભાઈ સોરઠીયા, હંસરાજભાઈ હિરપરા, સાંથણીના ચતુરભાઈ પેથાણી, અરજણસુખનાં સરપંચ કાળુભાઈ મોવલીયા, રામપુરના સરપંચ દેવાભાઈ રાઠોડ સહિતનાં અગ્રણીઅ હાજર રહૃાા હતા.


કલેકટર આયુષ ઓકનાં અઘ્‍યક્ષસ્‍થાને જીપીએસસી પ્રિલિમનરી પરિક્ષાનાં આયોજન માટે બેઠક યોજાઈ

અમરેલી તા.19

કલેકટર આયુષ ઓકના અઘ્‍યક્ષસ્‍થાને જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષાના આયોજન અર્થે બેઠક યોજવામાં આવી હતી.

કલેકટરએ કહ્યું કે, તા.ર1 ઓકટોબર – ર018ને રવિવારના રોજ જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષા યોજાનાર છે. અમરેલી ખાતે યોજાનાર આ પરીક્ષા માટે પાંચ કેન્‍દ્ર રૂટ છે. 18 પરીક્ષા કેન્‍દ્રો પર સીસીટીવીની સુવિધા રહેશે. આ તમામ કેન્‍દ્રો પર કુલ 4,પર1 ઉમેદવારો જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષા આપનાર છે. એસ.ટી. નિગમ અને વીજ વિભાગ દ્વારા આનુષાંગિક સેવાઓ પૂરી પાડવામાં આવશે.

કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે પરીક્ષા કેન્‍દ્રો અને તેની આજુબાજુ પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવશે. આ પરીક્ષા માટે આયોગના 18, તકેદારી 18 અને નાયબ કો-ઓર્ડિનેટર પ એમ કુલ 41ની નિમણૂંકકરવામાં આવી છે. પેપર માટે સ્‍ટ્રોંગરૂમની પણ જરૂરી વ્‍યવસ્‍થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.

અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટએ જાહેરનામુ બહાર પાડી, અમરેલી ખાતેના પરીક્ષા કેન્‍દ્રોની આસપાસના 100 મીટરના વિસ્‍તારમાં ઝેરોક્ષ મશીન, પ્રાઇવેટ ફેકસ અને ખાનગી ઝેરોક્ષ મશીન બંધ રાખવા અને પરીક્ષા કેન્‍દ્રોમાં મોબાઇલ કે અન્‍ય પ્રકારના કોમ્‍યુનિકેશન અંગેના સાધનો લઇ જવા અંગે સીઆરપીસીની જોગવાઇ મુજબ પ્રતિબંધ ફરમાવેલ છે.

ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ – 144 અન્‍વયે પ્રતિબંધાત્‍મક આદેશોનું પાલન કરવાનું રહે છે. તા.ર1 ઓકટોબર – ર018ના રોજ સવારે 10 થી સાંજે પ વાગ્‍યા સુધીમાં પરીક્ષા કેન્‍દ્રોના 100 મીટરની ત્રિજયમાં ચાર થી વધુ વ્‍યક્‍તિતઓ ભેગા થઇ શકશે નહિ.

પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થી અને સુપરવાઇઝરઓ પોતાની પાસે મોબાઇલ ફોન કે ગેરરીતિ કરવામાં ઉપયોગી થાય તેવા ઉપકરણો લઇ જઇ શકશે નહિ. હુકમનું ઉલ્‍લંઘન કરનાર અને તે માટે મદદ કરનાર શખ્‍સ ભારતીય દંડ સંહિતાની કલમ – 188 હેઠળ સજાને પાત્ર થશે.

જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષાના આયોજન અર્થે કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારી, કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


અમરેલીમાં શહેરીજનોને દીપોત્‍સવી પર્વ ધુળની ડમરી વચ્‍ચે ઉજવવો પડશે

એક મહિના પછી શહેરમાં માર્ગની મરામત શરૂ થવાની હોવાથી

અમરેલીમાં શહેરીજનોને દીપોત્‍સવી પર્વ ધુળની ડમરી વચ્‍ચે ઉજવવો પડશે

શહેરીજનો જુદા-જુદા કરવેરા પેટે કરોડો રૂપિયા જમા કરાવતાં હોવા છતાં સુવિધા મળતી નથી

અમરેલી, તા. 19

અમરેલી શહેરમાં ભુગર્ભ ગટરનાં કાર્યને લઈને લગભગ તમામ રાજમાર્ગોને ખોદી નાખવામાં આવ્‍યા છે અને માર્ગપરની ધુળ દુર કરવામાં ન આવતાં શહેરમાં દિવસ-રાત ધુળની ડમરીઓ ઉડતી હોય શહેરીજનોનાં આરોગ્‍ય પર ગંભીર ખતરો ઉભો થયો હોય શાસકોને કોઈ ચિંતા થતી નથી.

પાલિકાની તિજોરીમાં રહેલ રૂપિયા 4 કરોડનાં ખર્ચે મહત્‍વનાં રાજમાર્ગોની મરામત કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આગામી એક મહિના બાદ જ રાજમાર્ગોની મરામત થઈ શકે તેમ હોય શહેરીજનોને દીપોત્‍સવી પર્વ ધુળની ડમરીઓ વચ્‍ચે જ ઉજવવો પડશે તેમાં કોઈ શંકા નથી.

બીજી તરફ શહેરમાં ભભજીયુડીભભનાં માર્ગદર્શન તળે ભુગર્ભ ગટરનું કાર્ય થઈ રહૃાું હોય અને હજુ હાઉસ કનેકશન બાકી હોય ત્‍યાં સુધી ભભજીયુડીભભ ઘ્‍વારા માર્ગની મરામત માટે નાણા ફાળવવામાં આવશે નહી. જેથી શહેરનાં તમામ માર્ગો કયારે સુધરશે તેની કોઈને ખબર નથી.

શહેરનાં અધિકારીઓ અને પદાધિકારીઓ એસી કારમાં પસાર થતાં હોવાથી તેઓને ધુળની સમસ્‍યા નડતી ન હોવાથી તેઓને શહેરીજનો કેવી મુશ્‍કેલીનો સામનો કરી રહૃાા છે તેનો અહેસાસ નથી.

શહેરીજનો સરકારની તિજોરીમાં દર વર્ષે કરોડો રૂપિયાનો કરવેરો ભરે છતાં પણ શાસકો માર્ગો, પાણી, સફાઈ કે સ્‍ટ્રીટલાઈટ જેવી સુવિધા આપવામાં નિષ્‍ફળ રહે છે.


બાબરાપંથકનાં સરપંચે મામલતદારને રોષભેર આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

સરકાર ન્‍યાય નહીં આપે તો સામૂહિક રાજીનામાની ચીમકી

બાબરાપંથકનાં સરપંચે મામલતદારને રોષભેર આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

વિવિધ માંગણીઓને લઈને નારાજગી

બાબરા, તા.19

બાબરા તાલુકામાં ચોમાસુ નબળુ રહેતા દુષ્‍કાળ જેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે. તાલુકામાં ઓછો વરસાદ પડતા ખેડુતો, માલધારીઓ અને પશુપાલકો દયનીય સ્‍થિતિમાં મૂકાયા છે.

ત્‍યારે બાબરા તાલુકાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવો પાકવીમાની ચૂકવણી તેમજ તાલુકાના દરેક તળાવ અને ડેમ સૌની યોજનામાં ભરવામાં આવે તેમજ તાલુકાના ખેડૂતો, માલધારીઓ અને પશુપાલકોને રાહતદરે ઘાસચારાનું વિતરણ કરવામાં આવે આ તમામ માંગણીઓ લઈ તાલુકાના પ7 ગામના સરપંચો દ્વારા બાબરા મામલતદારને આવેદનપત્ર આપ્‍યું હતું. બાબરા તાલુકાના દરેડ ગામમાં સરપંચ વનરાજભાઈ વાળાના નિવાસસ્‍થાને તાલુકામાં તમામ ગામમાં સરપંચો એકઠા થયા હતા અને સરકાર ઉપર આકરા પ્રહાર કરી વિવિધ માંગણીઓ સ્‍વીકાર કરવા ઉગ્ર માંગ કરી હતી.

સરપંચ વનરાજભાઈ વાળાએ ઉગ્ર રોષ વ્‍યકત કરીને જણાવ્‍યું હતું કે બાબરા તાલુકામાં ચોમાસુ નબળુ રહેતા રાજય સરકાર દ્વારા કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી નથી. તેમજ પાક વીમાની પણ ચૂકવણી કરવામાં આવી નથી. ત્‍યારે આગામી દસ દિવસમાં રાજય સરકાર દ્વારા ખેડૂતોની માંગણી સ્‍વીકાર કરવામાં નહીં આવે તો આગામીદિવસોમાં તાલુકાના તમામ સરપંચ રાજય સરકાર સામે જલદ આંદોલન કરી સામૂહિક રાજીનામા ધરશે તેવી ચીમકી પણ ઉચ્‍ચારવામાં આવેલ છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે તાલુકામાં ઓછા વરસાદને કારણે તાલુકાના જીવાદોરી સમાન તમામ જળાશયો ખાલી ખમ છે. અહીં રામપરા ડેમ, કાળુભાર નદી, મેલડીમાં તળાવ સહિતના તળાવ ખાલી છે. જેના કારણે ખેડૂતોને પિયત કરવામાં ચિંતામાં મૂકાયા છે. પાણી વગરના ખેડૂતોની માઠી દશા બેઠી છે. કારણ કે પાણી વગરના ખેતરમાં ઉભા પાક સુકાવા લાગ્‍યો છે ત્‍યારે રાજય સરકાર દ્વારા તાત્‍કાલિક અસરથી તમામ ડેમો સૌની યોજના મારફત ભરવામાં આવે તેવી લાગણી અને માંગણી જગતના તાત દ્વારા કરવામાં આવી રહી છે.


ગોપાલગ્રામના વતની અને અગ્રણી ઉદ્યોગપતિ બટુકભાઈ ગજેરાનું નિધન

               ધારી તાલુકાના ગોપાલગ્રામના વતની અને હાલ અમરેલી વસતાં હરિ ૐ ઈન્‍ડસ્‍ટ્રીઝના સ્‍થાપક – માલિક બટુકભાઈ (ભીમજીભાઈ) હરીભાઈ ગજેરાનું ટુંકી બિમારી બાદ આજ દુઃખદ અવસાન થયેલ છે. ગોપાલગ્રામના ખેડૂત પૂત્ર કે જેણે ખેતી કરતા કરતા મગફળીનો વેપાર અને અથાંગ પરિશ્રમ દ્વારા અમરેલી ખાતે ઓઈલ મીલ અને ત્‍યારબાદ હરિ ઓમ ઈન્‍ડસ્‍ટ્રીઝ ધમધમતી કરનાર, કમાલની કોઠા સુઝ ધરાવતાં સફળ છતાં સરળ ઉદ્યોગપતિ તરીકે પ્રસ્‍થાપિત થયેલા. પોતાના ધંધાના વિકાસ સાથે સમાજ સેવામાં ઉદાર રીતે યોગદાન આપવાના ગુણ બટુકભાઈને વારસામાં મળેલા. તેઓએ ગોપાલગ્રામ પટેલ સમાજ, ગોપાલગ્રામ સેવા સહકારી મંડળીના ડીરેકટર, ગ્રામ વિકાસ મંડળ ગોપાલગ્રામના ટ્રસ્‍ટી, અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટના ઉપપ્રમુખ,ખોડલધામ અમરેલી જિલ્‍લા સમાધાન પંચના સભ્‍યના સભ્‍ય તરીકે સેવાઓ આપી હતી. હંમેશા સંયુકત પરિવારને પ્રાધાન્‍ય આપતાં ગજેરા પરિવારના મોભીનો પડયો બોલ ઝીલતા કુંટુંબના સૌ સભ્‍યો તેઓની અચાનક વિદાયથી શોકમાં ગરકાવ થઈ ગયા હતાં. ધાર્મિક, સેવાભાવી અને હસમુખા સ્‍વભાવના બટુકભાઈના અવસાનથી તેમના પરિવાર ઉપરાંત પટેલ સમાજ અને આ વિસ્‍તારને મોટી ખોટ પડી છે. તેમનાં મૃત્‍યુના સમાચાર સાંભળતા અમરેલીના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તત્‍કાલ તેમના નિવાસસ્‍થાને પહોંચી ભસમાજભ ને શ્રઘ્‍ધાસુમન અર્પણ કર્યા હતા. તેમના વતન ગોપાલગ્રામ ખાતે સ્‍વર્ગસ્‍થની સ્‍મશાન યાત્રામાં ધારી- બગસરા- ચલાલા વિસ્‍તારના ધારાસભ્‍ય જે.વી.કાકડીયા, ખોડલધામ કાગવડના ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલિયા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી, શીતલ આઈસ્‍ક્રીમવાળા દકુભાઈ ભુવા, મનુભાઈ દેસાઈ (ચિતલ), દલસુખભાઈ દુધાત (સરંભડા), હામાપુરવાળા દલસુખભાઈ મુંગલપરા, રામ એન્‍ટર પ્રાઈઝ વાળા નસુખભાઈ ઉંધાડ, જિલ્‍લા પંચાયતના સદસ્‍ય દિનેશભાઈ ભંડેરી (તરવડા), પટેલ સંકુલના મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, વલ્‍લભભાઈ રામાણી, બ્રીજેશ પલસાણા, ગોરધનભાઈ માદલિયા, ભૂપતભાઈ મેતલિયા, વશરામભગત, કાંતિલાલ વઘાસિયા, કાળુભાઈ સુહાગિયા, એમ.કે.સાવલિયા, હસુભાઈ સતાણી, તેમના સ્‍નેહી – મિત્રો પી.પી. કાબરિયા, કાળુભાઈ કાછડિયા, અરજણભાઈ કોરાટ, દયાળભાઈ સંઘાણી, ચીમનભાઈ સોજીત્રા, મધુભાઈ દેસાઈ, શામજીભાઈ ધાનાણી, એડવોકેટ જે.એલ. સોજીત્રા, ડાયાભાઈ ગજેરા, જયંતીલાલ ધાનાણી, નંદલાલભાઈ ભડકણ, ખોડાભાઈ સાવલિયા, પરેશભાઈ માલવિયા, ઘનશ્‍યામભાઈ પટેલ, રાધેશ્‍યામ હોટલ વાળા દિનેશભાઈ, ડોબરિયાભાઈ, નિલેશ બાંરોલિયા, ચંદુભાઈ વોરા, લલિતભાઈ ઠુમ્‍મર, કથિરિયા, વલ્‍લભભાઈ જેતપુર વાળા, કિશોરભાઈ વસનાણી, વિઠ્ઠલભાઈ મિની શેઠ, નીલકંઠ ેજવેલર્સ વાળા કેતનભાઈ સોની, અરવિંદભાઈ સોની, વિપુલ ભટ્ટી, સતિશભાઈ પલાણ, અશોકભાઈ મિસ્‍ત્રી, વાળા, તાલુકા પંચાયતના સદસ્‍ય ગૌતમભાઈ વાળા, સરપંચ હરેશભાઈ વાળા, ઉમેદભાઈ બસિયા, ગ્રામ અગ્રણી શંભુભાઈ વાડદોરીયા, પટેલ સમાજના પ્રમુખ ચુનીલાલ વાડદોરિયા, ગોબરભાઈ ગજેરા, અનુભાઈ સોની, ચંપકભાઈ ધકાણ, મગનભાઈ સુતરિયા, ગજેરા વાલજીભાઈ, બાબુભાઈ, ભીખુભાઈ, કિરીટભાઈ, મનસુખભાઈ, કાળુભાઈ, ચેતનભાઈ, રાજુભાઈ ઠુમ્‍મર, કિશોરભાઈ, પ્રીવણભાઈ પટેલ સહિત સેંકડો લોકોએ ઉપસ્‍થિત રહી સ્‍વર્ગસ્‍થને શ્રઘ્‍ધાંજલિ આપી બટુભાઈના મોટાભાઈ ચુનીભાઈ, નાનાભાઈ રામજીભાઈ અને તેમના સુપુત્રો સંજયભાઈ, સતિશભાઈ, રાજેશભાઈ, ચિરાગભાઈ, હાર્દિકભાઈ તેમજ ગજેરા પરિવારને સાંત્‍વના પાઠવીહતી.


20-10-2018