Main Menu

Friday, October 19th, 2018

 

અતિ સુંદર : ખાંભા નજીક હનુમાનગાળા વિસ્‍તાર પર કુદરતે અફાટ સૌંદર્ય વેર્યું છે

પ્રકૃતિ અને પ્રવાસ પ્રેમીઓએ આનંદ માણવો જરૂરી

અતિ સુંદર : ખાંભા નજીક હનુમાનગાળા વિસ્‍તાર પર કુદરતે અફાટ સૌંદર્ય વેર્યું છે

ખાંભા-ઉના માર્ગ પર પશ્ચિમ દિશામાં આવેલું છે આસુંદર સ્‍થળ

સાવરકુંડલા, તા.18

હનુમાનગાળા એ ખાંભા તાલુકાને અડીને આવેલા જંગલ અને તુલસીશ્‍યામ રેન્‍જનું નરી પ્રકૃતિથી હર્યુંભર્યું નયનરમ્‍ય સ્‍થળ છે. ખાંભાથી 18 કિલોમીટરના અંતરે જયારે અમરેલીથી ચલાલાના રસ્‍તે 70 કિ.મી. અને સાવરકુંડલાથી 4ર કિ.મી. દૂર આવેલ ગીર જંગલ વચ્‍ચેનું આ પ્રાકૃતિક સ્‍થળ છે. સૌ કોઈને પોતાની તરફ ખેંચે તેવું આકર્ષક સાથે શાંત અને કુદરતી રીતે સચવાયેલ નીતનવી વનસ્‍પતિથી સમૃઘ્‍ધ આ વન ખાતે પહોંચવા માટે ખાંભાથી ઉના તરફ જતા રસ્‍તામાં બાબરપરા ગામથી આથમણી બાજુ વળતો રસ્‍તો આવે છે. આ રસ્‍તા પર પ (પાંચ) કિ.મી. અંતરે જ આવેલ.

આ સ્‍થાનક આમ જોઈએ તો કોઈ મોટું મંદિર કે વિશાળ એવો આશ્રમ નથી પરંતુ જંગલ વિસ્‍તારની આસપાસમાં વસતા નેસના માલધારીઓ, ભાવિકો, શ્રઘ્‍ધાળુઓ અને જંગલ વિસ્‍તારમાં વિચરતા પોતાના પશુ ઢોરને ચરાવતા પૌરાણિક લોકોએ સંશોધિત આ અતિ પ્રાચીન શ્રી હનુમાનજી મહારાજનું સ્‍થાનક હોવાનું જાણવા મળે છે. હનુમાનગાળા પ્રથમ દ્રષ્‍ટિએ વન દેવીમાં શ્રઘ્‍ધા ધરાવતા અને ઈશ્‍વર પ્રત્‍યે આસ્‍થા રાખતા માણસને સ્‍પર્શી જાય તેવું લીલુંછમ વનરાઈ વચ્‍ચે વૃક્ષોથી હરીભરી જંગલોની ઝાડીઓ વચ્‍ચે આવેલ એક અલાયદો નાનો આસ્‍થાનું કેન્‍દ્ર એવો આશ્રમ છે.

પ્રાચીન ઋષિ પરંપરાની યાદ અપાવતોવિદ્યાર્થીઓ કે મોટી સંખ્‍યામાં યોજાતા હોમ હવન જેવું કશું અહીં નથી. તેમ છતા આશ્રમના પટાંગણમાં પ્રવેશતા જ કોઈ અલૌકિક ઈશ્‍વરીય શકિતની અનુભૂતિ અચૂક થઈ આવે તેવું અહીંનું દિવ્‍ય વાતાવરણ છે. આશ્રમથી લગભગ એકાદ કિલોમીટર દૂર ગાઢ જંગલમાં હનુમાનજીની મૂર્તિ સાથેનું મંદિર આવેલું છે.

હનુમાનગાળા ગીરના જંગલ વચ્‍ચે આવેલ હોય લાંબી ગિરિ માળાઓ વચ્‍ચે એટલે કે બે પર્વતોના સામસામા સમૂહ વચ્‍ચેના ગેપમાં બીજી રીતે કહીએ બે ગાળા વચ્‍ચેનો વિસ્‍તાર છે જેને હનુમાન ગાળા તરીકે            ઓળખવામાં આવે છે. પર્વતોની ઉંચી ઉંચી ગિરિમાળાઓ અને ગિરિમાળાઓની ગોખમાં શ્રી હનુમાનજીનું સ્‍થાનક આવેલું છે. એ સ્‍થાન એટલે મંદિરમાં શ્રી હનુમાનજીની મૂર્તિ સ્‍થાપન થયેલું છે. મંદિરથી થોડે દૂર જ કાળભૈરવનું પથ્‍થર છે. ગીરનું જંગલ પ્રકૃતિની દેન છે. સાથે સાથે અન્‍ય વન્‍ય પ્રાણીઓનું રહેઠાણ પણ કહી શકાય. કારણ કે દિવસ દરમિયાન અહીં વાનરો તથા મોરના ઝુંડ સહિત અન્‍ય પશુ પક્ષીઓ સામાન્‍ય રીતે વિચરતા દેખાય છે. ગીરની સંપદાને બાધા રૂપ ન બને તે માટે અહીં રાત્રી રોકાણ અસંભવ છે. જયારે સાંજના પ વાગ્‍યા બાદ જંગલ વિસ્‍તારમાં ટહેલવું આમ પણ ગુનો બનતો હોય છે. ચોમાસાના દિવસોમાં અહીં અનેક નાના મોટા ઝરણાઓ વહેતા નજરે પડે છે. વન્‍યરક્ષકોની જાગૃતતા અને આસપાસના ગ્રામ્‍ય લોકોના સહકારથી જંગલની ગરિમા સારી રીતે જળવાઈ રહી હોય તેવું દેખાય છે. પ્રકૃતિએ સર્જેલા આ અનુપમ સ્‍થળે પહોંચતા હૈયાને હામ અને આંખોને ટાઢક વળે છે. કલશોર કરતા મસમોટા વાહનો અહીં આવતા ન હોવાથી વન્‍ય જીવ સમૃઘ્‍ધ છે જે આ સ્‍થળની ખાસિયત છે. રામ ભકત શ્રી હનુમાનજીના અતિ દુર્લભ આ સ્‍થળની મુલાકાત લેવી તમામ પ્રકૃતિ પ્રેમીઓને ગમે તેવી છે.


અમરેલી જિલ્‍લામાં આગામી વર્ષ ર019નાં પ્રારંભથી વિવિધ સમસ્‍યાઓ બનશે વિકરાળ

પીવાનું પાણી, રોજગારી, કાયદો-વ્‍યવસ્‍થા સહિતની હાલત નાજુક બનશે

અમરેલી જિલ્‍લામાં આગામી વર્ષ ર019નાં પ્રારંભથી વિવિધ સમસ્‍યાઓ બનશે વિકરાળ

નોટીબંધી, જીએસટી બાદ દુષ્‍કાળનો માર સહન કરવો મુશ્‍કેલ

અમરેલી, તા.18

અમરેલી જિલ્‍લા માટે આગામી એક વર્ષ અતિ ચિંતાજનક બનવાના ઐંધાણ જોવા મળી રહયા છે. નોટબંધી, જીએસટી બાદ હવે દુષ્‍કાળનો માર સહન કરવો જનતા જનાર્દન માટે મુશ્‍કેલીરૂપ બનશે. તેવા ઐંધાણ જોવા મળી રહયા છે.

નવરાત્રી, દીવાળીના તહેવારોમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહયો હોય, દીવાળી બાદ તેમજ જાન્‍યુઆરી-ર019થી પીવાનું પાણી, રોજગારી સમસ્‍યા વિકરાળરૂપ ઘારણ કરી શકે તેમ છે.

દુષ્‍કાળ, મોંઘવારી અને બેરોજગારીને લઈને ચોરી, લુંટ, ચીલઝડપ જેવી ઘટનાઓ પણ બની શકે તેમ હોય, રાજય સરકારે જિલ્‍લાની 1પ લાખનીજનતાનાં ીહતમાં પીવાનું પાણી, રોજગારી અને કાયદો-વ્‍યવસ્‍થા અંગે આગોતરૂં આયોજન કરવું જોઈએ તે સમયની માંગ છે.


ભાજપ બેઠક જાળવવા અને કોંગ્રસ બેઠક કબ્‍જે કરવા પરસેવો પાડશે

ભાજપ બેઠક જાળવવા અને કોંગ્રસ બેઠક કબ્‍જે કરવા પરસેવો પાડશે

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી રસાકસીભરી રહેશે

પાટીદારોનાં ગઢ સમાન ગણાતી બેઠક કોઈપણ સંજોગોમાં જાળવી રાખવા ભાજપ કરશે મરણીયો પ્રયાસ

વિપક્ષી નેતા પરેશ ધાનાણી તેમનું રાજકીય કદ વધારવા માટે ભાજપ પાસેથી બેઠક ઝૂંટવી લેવા સક્રીય

અમરેલી, તા. 18

ગુજરાતનાં રાજકારણનું એપી સેન્‍ટર ગણાતાં અમરેલીની લોકસભા ચૂંટણીમાં અનેરી રસાકસી થવાનાં એંધાણ જોવા મળી રહૃાા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે અત્‍યારથી જ રણનીતિ તૈયાર કરવામાં આવી     રહી છે.

પાટીદારોનાં ગઢ સમાન ગણાતી અમરેલી લોકસભા બેઠક પર વર્ષ 199પથી વર્ષ ર004થી ર009ને બાદ કરતાં આજ સુધી ભાજપનો દબદબો જોવા મળે છે. 1991, 1996, 1998, 1999 અને ર009, ર014માં ભાજપનાં ઉમેદવારનો ભવ્‍ય વિજય થયો છે અને ભાજપ ઘ્‍વારા આ બેઠક જાળવવી અત્‍યંત જરૂરી છે.                                                  બીજી તરફ વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં હોમ ગ્રાઉન્‍ડની આ બેઠક ભાજપ પાસેથી છીનવીને વિપક્ષી નેતા તેનું રાજકીય કદ વધારવા આતુર છે.

ભાજપ પાસે વિશાળ સંગઠન શકિત છે અને લોકસભામાં આવતીવિધાનસભાની 7 બેઠકોમાંથી ભાજપ પાસે ગારિયાધાર અને મહુવા માત્ર બે જ બેઠકો છે. છતાં પણ નરેન્‍દ્ર મોદીનાં નામનો જાદુ ચાલશે તેવો આશાવાદ ભાજપીઓમાં જોવા મળી રહૃાો છે.

બીજી તરફ કોંગ્રેસ પાસે પાંચ-પાંચ ધારાસભ્‍યો, ભાજપથી નારાજ થયેલ પાટીદારો, દલિતો, લઘુમતી મતદારો તેમજ અમરેલીને અપાયેલ વચનોનું પાલન ન થતાં કોંગ્રેસ પાસે એ જમા પાસુ છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપનાં કદાવર નેતાઓ રૂપાલા, સંઘાણી અને ઉંઘાડને પરાજિત કર્યા હોવાથી તેઓમાં જબ્‍બરો આત્‍મ વિશ્‍વાસ જોવા મળે છે અને તેઓ કહે છે કે ભાજપ વર્તમાન સાંસદથી લઈને ગમે તેને ઉમેદવાર બનાવે મતદારો આગામી ચૂંટણીમાં ભાજપને પરાજય આપશે તેમાં કોઈ શંકા નથી તેમ જણાવેલ છે.


પિપાવાવનાં ગામજનોની પોર્ટને લાગેલ પિપાવાવ નામ હટાવવાની ચીમકી

સરપંચ અને ગામજનોએ કલેકટરને પત્ર પાઠવ્‍યો

પિપાવાવનાં ગામજનોની પોર્ટને લાગેલ પિપાવાવ નામ હટાવવાની ચીમકી

આગામી દિવસોમાં પોર્ટનાં સંચાલકો અને ગામજનો વચ્‍ચે અણબનાવ વધવાની શકયતાઓ

અમરેલી, તા. 18

રાજુલાનાં દરિયાકાંઠે આવેલ પિપાવાવનાં સરપંચ અને ગામજનોએ કલેકટરને પત્ર પાઠવીને વિવિધ માંગણીઓ રજુ કરી છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, જે પીપાવાવ પોર્ટનું નામ પીપાવાવ ધામના નામ પરથી રાખવામાં આવ્‍યું છે તે પીપાવાવ પોર્ટ ઘ્‍વારા પીપાવાવ ધામને દતક લેવામાં પણ નથી આવ્‍યું. રાજુલા તાલુકાના રર ગામોને દતક લેવામાં આવ્‍યા અને ઘણા ગામો તો પીપાવાવ પોર્ટથી 30, 3પ કિલોમીટર દુર છે જયારે પીપાવાવધામ ત્રિજયા અંતરે ફકત 4-પ કિ.મી. છે.

વધુમાં જણાવેલ છે કે, સીએસઆર ફંડના નાણામાંથી પોર્ટ ઘ્‍વારા આજદિન સુધી પીપાવાવ પ્રાથમીક શાળામાં હિચકા-લસરપટ્ટી નાખવામાં આવી છે. આથી આગામી દિવસોમાં સીએસઆર ફંડમાંથી પીપાવાવધામ માટે આરોગ્‍ય માટે એમ્‍બ્‍યુલન્‍સ, પ્રાથમીક સુવિધા, વિકાસના કામો, પ્રાથમીક શાળા, શિક્ષણ ક્ષેત્રે સીએસઆર ફંડના નાણા પીપાવાવધામ માટે ફાળવવામાં આવે તે જરૂરી છે.

વધુમાં જણાવેલ છે કે, પીપાવાવ ધામના શિક્ષિત બેરોજગાર યુવાનોની ભરતી પીપાવાવ પોર્ટમાં કરવામાંઆવે તે માટે ભરતી મેળાનું આયોજન ગામમાં કરવામાં આવે.

પીપાવાવ ધામના બેરોજગાર, અશિક્ષિત લોકોને લાયકાત પ્રમાણે કામ, ધંધા, રોજગાર આપવામાં આવે. ઐતિહાસિક પીપાવાવ ધામના રણછોડરાયજી મંદિરની ગૌશાળ માટે ઘાસચારો તથા ગૌશાળા માટે મકાન બનાવવામાં આવે. દર વર્ષે પીપાવાવ પોર્ટ ઘ્‍વારા પીપાવાવ ધામમાં યોજાતી સામાજિક પ્રવૃત્તિ તથા ધાર્મિક કાર્યક્રમમાં આર્થિક સહાય કરવામાં આવે. દર વર્ષે પીપાવાવ પોર્ટ ઘ્‍વારા પીપાવાવ ધામ ગ્રામ પંચાયતનાં સ્‍વભંડોળમાં નાણા જમા કરવામાં આવે. પ્રાથમીક શાળામાં હોસ્‍ટેલ બનાવવામાં આવે. પીપાવાવ ધામના મજુરવર્ગના ગ્રામજનો માટે આરોગ્‍ય ક્ષેત્રે આર્થિક સહાયત કરવામાં આવે. પીપાવાવ પોર્ટની મહુવા જતી બસોમાં ગ્રામજનોને ફ્રી મુસાફરીની સુવિધા આપવામાં આવે. પીપાવાવ ધામમાં શેરીઓમાં સ્‍ટ્રીટલાઈટની સુવિધા કરી આપવામાં આવે.

વધુમાં જણાવેલ છે કે, જો આગામી સમયમાં પીપાવાવ પોર્ટના અધિકારીઓ ઘ્‍વારા અમારી માંગણીઓ સ્‍વીકરવામાં નહી આવે તો ગ્રામ પંચાયત અને ગ્રામજનો ઘ્‍વારા પીપાવાવ પોર્ટ સામે ગામનું નામ જોડાયેલું છે તે હટાવવા માટે ગાંધી ચિંઘ્‍યા માર્ગે અને કાયદાકીય લડાઈ લડીશું. તે અંગે પીપાવાવ પોર્ટના ઉચ્‍ચ અધિકારીઓને ગંભીરતાપૂર્વક નોંધ લેવડાવવા અંતમાં જણાવેલછે.


લાઠી ગામે અન્‍ય સ્‍ત્રી સાથેપ્રેમસંબંધ હોવાનાં કારણે પત્‍નિ-પુત્રીને માર મારતો પતિ

ફરિયાદ નહી કરવા મારી નાંખવા આપી હતી ધમકી

અમરેલી, તા. 18

લાઠી ગામે રહેતાં સમાબેન અલ્‍તાફભાઈ સખીરાણા નામની 49 વર્ષિય મહિલાનાં પતિ અલ્‍તાફભાઈને અન્‍ય સ્‍ત્રી સાથે પ્રેમસબંધ હોય, અને તે તેમની સાથે રહેતો હોય, જેથી તેણી સાથે અણગમો રહેતો હોય, જેથી તેણીનાં પતિ અવારનવાર પત્‍નિ તથા પુત્ર-પુત્રી સાથે માથાકૂટ કરતો હોય, માર પણ મારતો હોય, તેણી પોલીસમાં આ બાબતે ફરિયાદ ન કરે તે માટે જાનથી મારી નાંખવાની ધમકી તથા ઘરમાંથી કાઢી મુકવા ધમકી આપતો હોવાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.


શેઢાવદર ગામે અગાઉનાં મનદુઃખનાં કારણે મહિલાને મારી નાંખવાની ધમકી

અમરેલી, તા. 18

લીલીયા તાલુકાનાં શેઢાવદર ગામે રહેતાં ધનલક્ષ્મીબેન દયાશંકરભાઈ ઠાકર નામની મહિલાએ આઠેક દિવસ પહેલાં પોતાના ભત્રીજાને પરેશાન કરવા અંગે તે જ ગામે રહેતાં ભુપતભાઈ નાગજીભાઈ પાનસુરીયા તથા નીકુંજ ભુપતભાઈ પાનસુરયા વિરૂઘ્‍ધ પોલીસમાં અરજી કરી હતી તે અંગેનું મનદુઃખ રાખી ગોવિંદભાઈ મનુભાઈ કાનાણી સહિત ત્રણેય ઈસમોએ તેણીને ગાળો આપી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. અગાઉ પણ આ ત્રણ પૈકી બે આરોપીએ આ મહિલા પાસે બિભત્‍સ માંગણી કરેલ હતી.


જામબરવાળા ગામે ગાળો આપવાની ના પાડતાં યુવકને પાઈપ મારી દીધો

અમરેલી, તા. 18

બાબરા તાલુકાનાં જામબરવાળા ગામે રહેતાં અરવિંદભાઈ હીરાભાઈ પરમાર તે જ ગામે રહેતાં છગનભાઈ રાઘવભાઈ પરમારનાં ઘરે જઈ તેમની પત્‍નિ તથા બહેનોને ગાળો આપતાં હોય, જેથી છગનભાઈએ  ગાળો બોલવાની ના પાડતાં અરવિંદભાઈ ઉશ્‍કેરાઈ જઈ લોખંડનાં પાઈપ વડે ડોક તથા હાથનાં ભાગે ઈજા કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈછે.


રાજુલાનાં હીંડોરણામાં યુવક ઉપર લોખંડનાં પાઈપ વડે હુમલો

અમરેલી, તા. 18

રાજુલા ગામે ફોરેસ્‍ટ કોલોનીમાં રહેતાં લાલભાઈ જગદીશભાઈ રાઠોડ નામનાં ર1 વર્ષિય યુવકને ગત તા.17નાં સાંજનાં સમયે હીંડોરણા ગામે છગનભાઈ નામનાં ઈસમે રોકી અને કહેલ કે તું મને બે દિવસ પહેલાં શું કહેતો હતો તેમ કહી ગાળો આપી તથા આરોપી સાથે રહેલ અજાણ્‍યા માણસે આ યુવકને પકડી રાખી લોખંડનાં પાઈપ વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.


નીલગાય ઉપર જામગરી બંદુકમાંથી ફાયરીંગ કરી નાશી જનાર આરોપી ઝડપાયો

આર.એફ.ઓ.ની ફરિયાદ ઉપરથી તપાસ હાથ ધરી

અમરેલી, તા. 18

લાઠી તાલુકાનાં ઈંગોરાળા ગામની સીમમાં રહેતાં કેસર ઉર્ફે રહીમ હુસેનભાઈ લાડક તથા ગુલાબ રમજાનભાઈ મોરી અગાઉ હજીરાધાર- દામનગરની વાડી વિસ્‍તારમાં પોતાની પાસે રહેલ વગર લાયસન્‍સની દેશી તથા હાથ બનાવટની જામગરી બંદુકથી નીલગાય ઉપર ફાયરીંગ કરી નીલગાયનો શિકાર કરેલ અને બાદમાં નાશી ગયેલ જે કામે આર.એફ.ઓ. લાઠીની તપાસ દરમિયાન કેસર ઉર્ફે રહીમ બંદુક સાથે ઝડપાય ગયો હતો જયારે ગુલાબ હાજર નહીં મળી આવતાં લાઠી પોલીસમાં આર.એફ.ઓ. લાઠી મહેશભાઈ જગુભાઈ ખાવડીયાએ ફરિયાદ આપી હતી.


પ્રદેશ કોંગ્રેસનાંઆદેશથી સ્‍થાનિક કોંગી આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યુ

અમરેલીમાં મોંઘવારી, બેરોજગારી સહિતનાં પ્રશ્‍ને રોષ

ભાજપની એકપછી એક નિષ્‍ફળતાથી કોંગીજનોમાં સરકાર વાપસીનું આશાનું કિરણ ઉભુ થયું

અમરેલી, તા. 18

આજરોજ વિજયા દશમીનાં દિવસે અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ અમરેલી, તાલુકા કોંગ્રેસ અને અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ ઘ્‍વારા મોંઘવારી, કોમવાદ, બેરોજગારી, ખેડૂત વિરોધી નીતિ, મોંઘુ શિક્ષણ અને વ્‍યાપારીકરણ, ગુન્‍હાખોરી, ભ્રષ્‍ટાચાર, વીજળી, પાણીની હાલાકી, આરોગ્‍ય સુવિધાનો અભાવ, મહિલાઓની અસલામતી જેવા 10 માથારૂપી ભાજપના રાવણ રાક્ષસનો વિરોધ પ્રદર્શન કરી રોષ વ્‍યકત કર્યો.

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા, લાઠી-બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, અમરેલી જિલ્‍લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, તાલુકા પંચાયતનાં પ્રમુખ નિરાભાઈ, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુંમર, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, ટીકુભાઈ વરૂ, અમરેલી જિલ્‍લા લોકસરકારનાં ઈન્‍ચાર્જ સંદિપ પંડયા, હંસાબેન જોષી, ભાવેશ પીપળીયા, નગરપાલિકાનાં સદસ્‍ય સંદિપ ધાનાણી, જીતુભાઈ ગોળવાળા, બી.કે. સોળીયા, પ્રકાશ લાખાણી, બાલુબેન પરમાર, માધવીબેન જોષી, ભારતીબેન શુકલ, વસંત કાબરીયા, જમાલ મોગલ,રાજ ગાંધી, વર્ષીલ સાવલીયા, પરેશ ભુવા, નારણ મકવાણા, પતંજલ કાબરીયા, ચંદુ બારૈયા, રાજુ બીલખીયા, ફરીદ રઈસ, ગોહિલભાઈ, વિપુલ પોકીયા, સમીર કુરેશી, જનક પંડયા, શરદ મકવાણા, જગદીશ ડાભી, દિનેશ તારપરા, ભરત હપાણી સહિતનાં કોંગ્રેસી આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહૃાા હતા.


અમરેલીમાં ખંડણીનો પ્રયાસ કરનાર શખ્‍સોને દબોચી લેવાયા

સમાજનાં આબરૂદાર સજજનોને બદનામ કરવાનો પ્રયાસ નિષ્‍ફળ

અમરેલીમાં ખંડણીનો પ્રયાસ કરનાર શખ્‍સોને દબોચી લેવાયા

કોઈ મહિલા સાથેનાં ફોટો બનાવીને સજજનોને બદનામ કરવાના પ્રયાસ નિષ્‍ફળ

અમરેલી, તા. 18

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચના મુજબ તથા ડીવાયએસપી એલ.બી. મોણપરાનાઓનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્‍લામાં બનતા ખંડણી સંબંધી ગુન્‍હાઓનાં ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્‍વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય. જે અન્‍વયે અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર એમ.એ. મોરી તથા તેઓની ટીમ જેમાં પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર એમ.એચ. જેતપરીયા તથા પ્રો. પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર ચૌધરી તથા હેડ કોન્‍સ્‍ટેબલ આર.ડી. વાળા તથા હેડ કોન્‍સ્‍ટેબલ વાય.એમ. સરવૈયા તથા સ્‍ટાફના માણસો વિગેરે અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનની ટીમએ ખંડણીની માંગણી માટે બનાવેલ મુદામાલ ઈલેકટ્રોનીક ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ કબ્‍જે કરેલ છે.

બનાવની હકીકત એવી છે કે, આ કામના ફરિયાદી એક જાગૃત્ત નાગરીકે આ કામના આરોપી નંબર (1) બીપીન ઉર્ફે ભૂરો સ/ઓ રમેશભાઈ મૂળજીભાઈ બોઘરા (ઉ.વ. રપ) ધંધો વેપાર, રહે. અમરેલી ચકકરગઢ રોડ, સંસ્‍કાર એપાર્ટમેન્‍ટ ફેલેટ નં. એ-404 ગોબરભાઈ કુંભારના મકાને તા.જી. અમરેલી મૂળ લીલીયા મોટાગાયત્રી સોસાયટી ભાટીયા ગેસ એજન્‍સી પાછળ તા. લીલીયા મોટા, જી. અમરેલીનાએ કોઈપણ રીતે ફરિયાદીના ફોટા મેળવી કોઈ સ્‍ત્રીના ફોટા સાથે એડીટીંગ કરી વાયરલ કરવાની તથા ફરિયાદી બદનક્ષી, બદનામી કરવાની ધમકી આપી ફોટા વાયરલ નહીં કરવા માટે ત્‍હો. નં. (1) બીપીન ઉર્ફે ભૂરો નાએ રૂા. 60 લાખની તથા ત્‍હો. નં. (ર) પ્રતાપભાઈ પરશોતમભાઈ કાછડીયા (ઉ.વ. 47) ધંધો ખેતી, રહે. રંગપુર સ્‍વામીનારાયણ મંદિર પાસે, તા.જી. અમરેલી નાએ રૂપિયા ર કરોડની ખંડણી પેટે માંગણી કરી ગુન્‍હો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુન્‍હો કર્યા વિગેરે બાબતનું જાહેર કરેલ.

ગુન્‍હો તા. 17/10/18નાં રર-30 વાગ્‍યે જાહેર થયેલ અને આ કામે ઉપરોકત બંને આરોપીની અમરેલી સીટી પોલીસની ટીમે યુઘ્‍ધના ધોરણે ગણતરીની કલાકોમાં પકડી પાડી તા. 18/10/ર018નાં 3-00 વાગ્‍યે બંનેને ધોરણસર અટક કરેલ છે. અને વધુ તપાસ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર એમ.એ. મોરી ચલાવી રહૃાાં છે.


અમરેલી જિલ્‍લામાં શસ્‍ત્ર પૂજન કરાયું

અમરેલી જિલ્‍લા સમસ્‍ત રાજપૂત સમાજ દ્વારા શસ્‍ત્ર પૂજન કરાયું

અમરેલીના ફોરવર્ડ સ્‍કૂલના પટાંગણમાં પરંપરાગત રીતે દર સાલ મુજબ સમીના ઝાડ નીચે દશેરા પર્વ નિમિતે અમરેલી જિલ્‍લા સમસ્‍ત રાજપૂત સમાજ તથા યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા શસ્‍ત્ર પૂજન તથા શાસ્‍ત્રનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લા ભરમાંથી રાજપૂત સમાજના અગ્રણી ઉપસ્‍થિત રહી આ કાર્યક્રમમાં શસ્‍ત્ર તથા શાસ્‍ત્ર પૂજનમાં ભાગ લીધો હતો. તેમ હકુભા ચૌહાણની યાદીમાં જણાવ્‍યુંહતું.

 

 

અમરેલીજિલ્‍લામાં કાઠી ક્ષત્રિય સમાજ ર્ેારા શસ્‍ત્ર પૂજન કરાયું

આજરોજ સમસ્‍ત કાઠી ક્ષત્રિય સમાજ તથા આદિત્‍યગૃપ- અમરેલી ર્ેારા કાઠી ક્ષત્રિય સમાજની ભવ્‍ય સંસ્‍કૃતિ તથા વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા અશ્‍વપૂજન તથા શસ્‍ત્રપૂજનનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ તેમાં અમરેલી શહેર તથા આજુબાજુનાં વરસડા, લુવારીયા, દુધાળા,લાલાવદર, ચલાળા, ઢાંગલા, કુતાણા, નાના લીલીયા, ખડખંભાળિયા,કથીવદર, ભાયાવદર, ચક્કરગઢ, ટીંબા, અનીડા, પાણીયા, ખીજડીયા (રાદડિયા) અમરાપુર ગામોમાંથી વડીલો તથા યુવાનો બહોળી સંખ્‍યામાં હાજર રહૃાાં હતા.

 

રાજુલા-જાફરાબાદ સૂર્યસેના દ્વારા શસ્‍ત્ર પૂજન કરાયું

રાજુલા, તા.18

દશેરા નિમિતે સમગ્ર દેશમાં શસ્‍ત્રનું પૂજન થતું હોય છે. ત્‍યારે સૂર્યસેના દ્વારા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર શસ્‍ત્ર પૂજન જોવા મળ્‍યા પરંતુ રાજુલા જાફરાબાદ પંથકમાં સૂર્યસેના નવરાત્રી ગ્રાઉન્‍ડ ખાતે શસ્‍ત્ર પૂજન બપોર બાદ રાખવામાં આવ્‍યું હતું. અહીં શહેર અને આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી અશ્‍વ હથિયારો સાથે આવ્‍યા હતા અને દશેરા નિમિતે શસ્‍ત્ર પૂજન બાદ શહેરના મુખ્‍ય માર્ગો પર કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂત સહિત મોટાભાગના ક્ષત્રિય સમાજના યુવાનોથી લઈને અગ્રણીઓ પણ અહીં ઉપસ્‍થિત રહયા હતા અને રેલીની મેદનીમાં મોટીસંખ્‍યામાં લોકો જોડાયા હતા. અહીં આ વર્ષે ઐતિહાસિક ભવ્‍ય સફળતા સાથે યુવાનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા અને ક્ષત્રિયોની પરંપરા મુજબ સાફા સાથે હથિયારોનું પૂજન કરી અશ્‍વ સાથે શહેર ભરમાં રેલી કાઢી હતી. જોકે અહીં દર વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ક્ષત્રિય સમાજનો ઉત્‍સાહ અદભૂત જોવા મળ્‍યો હતો. સાથે સાથે અન્‍ય જ્ઞાતિના લોકો પણ આ શકિત પ્રદર્શન નિહાળવા ઉમટી પડયા હતા. આવનારા દિવસોમાં રાજુલા જાફરાબાદ પંથકમાં કાઠી ક્ષત્રિય સમાજનું સંગઠન વધુ મજબૂત થાય તેવી શકયતા જોવા મળી રહી છે. કાઠી ક્ષત્રિય સહિત રાજપૂત સમાજની વર્ષો બાદ તેમની પરંપરાઓ જાળવી રાખી છે. આજે પણ શસ્‍ત્ર પૂજન હથિયારોનું કર્યુ સાથે અશ્‍વો સાથે શહેર ભરમાં રેલી નીકળી ત્‍યારે તેમનું હજુ પણ સમાજની પરંપરા જોવા મળી રહી છે અને આજે આ અશ્‍વ સાથે રેલી આકર્ષણનું કેન્‍દ્ર બની હતી.

 

દામનગરમાં સમસ્‍ત ક્ષત્રિય યુવા સંગઠન આયોજિત શસ્‍ત્ર પૂજા, મહારેલીનું સુંદર આયોજન

દામનગર, તા.18

દામનગરમાં સમસ્‍ત ક્ષત્રિય સમાજ દ્વારા સામૂહિક શસ્‍ત્ર પૂજા બાદ રેલી રૂપે શહેરની પટેલ વાડી ખાતેથી તલવાર બાજી અને ભાલા બરછી સહિતના શસ્‍ત્રોના કરતબ સાથે જય જય ભવાનીના નાદ સાથે રેલી પ્રસ્‍થાન થઈ સરદાર ચોક થઈ વેજનાથ મહાદેવ મંદિર થઈ પુનઃ પટેલવાડી ખાતે પધારી જયાં ક્ષત્રિય સમાજ શ્રેષ્ઠિઓ દ્વારા મનનીય વકતવ્‍ય અપાયું ધર્મ રક્ષા, ગૌરક્ષા, રયત્તનું રક્ષણ કરવાની ફરજ સહિત ક્ષત્રિય ગુણો ઈતિહાસના અમર રાજપૂતોના સદગુણના દાખલા સાથે સમાજ અગ્રણીઓની શીખ આપતી ટકોર શિક્ષિત બનો, સંગઠિત બનો અપીલ કરતા અનેકો મહાનુભાવોનું મનનીય વકતવ્‍ય.

દામનગર શહેરી વિસ્‍તાર તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારો ભુરખીયા, તાજપર, રામપર, ભટવદર, ધામેલ, ભાલવાવ, કાચરડી, નવાગામ, મેમદા, મેથળી, છભાડીયા સહિત લાઠી તાલુકા ભરના અનેકો ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી ખૂબ મોટી સંખ્‍યામાં ક્ષત્રિય સમાજે દામનગર પટેલ વાડી ખાતે શસ્‍ત્ર પૂજા કરી રેલી યોજી હતી. જેમાં રાજપૂત યુવા સંગઠન દ્વારા તલવાર બાજી સહિતના કરતબો દર્શાવ્‍યા હતા.

 

 

 

સાવરકુંડલા રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્‍ટ દ્વારા વિજયાદશમી શસ્‍ત્રપૂજન કાર્યક્રમ ઉજવાયો

સાવરકુંડલા, તા.18

આજરોજ સાવરકુંડલા રાજદરબાર ગઢ જશોનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રીરામચંદ્ર ભગવાનના સમયથી ચાલી આવતી એક અદ્વિતીય પરંપરા જેમાં શ્રી રામચંદ્રજીએ જે રીતે એક રાજયશાસક માન, મર્યાદા, ન્‍યાય અને અસૂરોને હણીને ક્ષત્રિયપણાની એક આગવી છબી રજૂ કરી છે તેનું અને ક્ષત્રિય સમાજને જે માન સન્‍માન પ્રાપ્‍ત થયું છે અને ઈતિહાસના પાનાઓમાં જે ખુમારી લખાઈ છે તેને બિરદાવતા આજરોજ સાવરકુંડલારાજદરબાર ગઢ જશોનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વિજયાદશમીના દિવસે શસ્‍ત્રપૂજન વિધિ કરીને આ પરંપરા જાળવી રાખેલ છે. પૂજનમાં બિરાજેલ યજમાન નટવરસિંહ જાડેજા, વાગુદડ રણજીતસિંહ જાડેજા, પ્રમુખ મહાવીરસિંહ ગોહિલ, મહામંત્રી કરણસિંહ જાડેજા, મેનેજિંદ ટ્રસ્‍ટી અનિરૂઘ્‍ધસિંહ વાજા, ટ્રસ્‍ટી બળદેવસિંહ જાડેજા, ઉપપ્રમુખ મહેન્‍દ્રસિંહ, ચંદ્રસિંહ ગોહિલ, પૃથ્‍વીરાજસિંહ ગોહિલ, અજીતસિંહ જાડેજા, અશ્‍વિનસિંહ વાજા, ટમુભા વાળા, સિઘ્‍ધાર્થસિંહ ગોહિલ, પ્રદ્યુમનસિંહ પરમાર (ભાણુભા), લીલીયા મુકેશસિંહ વાજા, રાઠોઠ, યુવરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ ગોહિલ, ધ્રુવરાજસિંહ વાજા, અજયસિંહ જાડેજા, જીતુભા વાજા, રાજદિપસિંહ વાજા, રઘુરાજસિંહ વાજા, કિરીટસિંહ પરમાર, કનકસિંહ વાજા, હિંમતસિંહ વાજા, હરેન્‍દ્રસિંહ વાજા વગેરે ગરાસિયા સમાજના ભાઈઓએ આ કાર્યક્રમને સફળ બનાવેલ.

 

સાવરકુંડલામાં રાજપૂત સમાજ દ્વારા શસ્‍ત્ર પૂજન કરાયું

દશેરા નિમિતે સાવરકુંડલા રાષ્‍ટ્રીય રાજપૂત કરણી સેના તેમજ રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજ ભવાની મંદિરે શસ્‍ત્રપૂજન તેમજ માં ભવાનીની પૂજાનું આયોજન કરેલ. જેમાં કરણી સેનાના અઘ્‍યક્ષ અનિરૂઘ્‍ધસિંહ રાઠોડ, રાજપૂત સમાજના આગેવાન તુષારસિંહ રાણા, બહાદુરસિંહ ચૌહાણ, બળવંતસિંહ રાઠોડ,માધવસિંહ ચૌહાણ, શકિતસિંહ ચૌહાણ, અમરસિંહ રાઠોડ, હરપાલસિંહ રાઠોડ, મયુરસિંહ પરમાર, વિક્રમસિંહ રાણા, જયદિપસિંહ ચાવડા, ઉદેસિંહ સીસોદીયા, મયુરસિંહ ગોહિલ, પરેશસિંહ મકવાણા તેમજ સમાજના યુવાનો અને વડીલોએ હાજરી આપી અને શસ્‍ત્ર પૂજન કર્યું હતું.


દામનગરનાં નવજયોત વિદ્યાલયમાં ર100 દીવડાઓની આરતી

               દામનગર ખાતે નવજયોત વિદ્યાલયમાં સામૂહિક મહાઆરતી ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્‍ટીઓના વરદ હસ્‍તે ર100 દીવડાથી મહાઆરતીથી વિદ્યાલય સંકુલ ઝળહળી ઉઠયું. અમરેલી જિલ્‍લામાં લાઠી, બાબરા, લીલીયા સહિત અનેકો વિસ્‍તારોમાંથી ખોડલધામ સમિતિના હોદેદારોની ઉપસ્‍થિતિ સામાજિક, ધાર્મિક, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓના અગ્રણીઓ સાથે 4પ મોટર કારના કાફલા સાથે નરેશભાઈ પટેલનું આગમન થતા જ બંને સાઈડના બાળા દ્વારા પુષ્‍પ વૃષ્‍ટિથી અને જિલ્‍લા ભરમાંથી પધારેલ ખોડલધામ સમિીતના હોદેદારોએ શાલ, શિલ્‍ડ, સન્‍માનપત્ર દ્વારા નરેશભાઈ સહિતના અગ્રણીઓનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. સમસ્‍ત લેઉવા પટેલ સમાજની માં તરીકે નરેશભાઈને બિરદાવતા વકતાઓ, સામાજિક અગ્રણીઓ વસંતભાઈ મોવલીયા, ઘનશ્‍યામભાઈ જાગાણી, બી.એલ. રાજપરા, ટીંબી હરજીભાઈ નારોલા, અમરશીભાઈ નારોલા, દામનગર ચેમ્‍બર ઓફ કોમર્સ ઘનશ્‍યામભાઈ વિરાણી, ઢસા પ્રવીણભાઈ જાગાણી, રજનીભાઈ ધોળકીયા, ડાયાભાઈ છેલીયા, મનુભાઈ દેસાઈ, માધવજીભાઈ સુતરીયા, સુરેશભાઈ દેસાઈ, ગોબરભાઈ નારોલા, નગરપાલિકા પ્રમુખ સહિત અનેકો અગ્રણીઓ દામનગર શહેરી તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારના હાવતડ, પાડરશીંગા, ભાલવાવ, હજીરાધાર, ભટવદર, ધામેલ, ઈંગોરાળા,છભાડીયા, પ્રતાપગઢ, ધ્રુફણીયા, મુળીયાપાટ, દહીંથરા, નવાગામ, ભુરખીયા, રામપર, આસોદર, ભીંગરાડ સહિતના દામનગર ઉપરાંત ધૂન મંડળો, સામાજિક સંસ્‍થા, શૈક્ષણિક સંસ્‍થા, આરોગ્‍ય સહિત અનેકવિધ પ્રવૃતિ કરતી સંસ્‍થાઓના અગ્રણીઓની વિશાળ હાજરીમાં ખોડલધામ સમિતિ દામનગર આયોજિત નવરાત્રી મહોત્‍સવમાં સમાજને સંગઠન, શિક્ષણ અને સંસ્‍કારની ઉતમોતમ શીખ એક બનો, નેક બનો, એકમેકના પુરક બનોનો સંદેશ પાઠવતા નરેશભાઈ પટેલ સહિત વસંતભાઈ મોવલીયા દ્વારા વસંત પ્રસરાવતી વ્‍યવસ્‍થાની હૃદયસ્‍પર્શી વાત હજારોની હાજરીમાં ભવ્‍ય મહાઆરતી ર100 દીવડા એ દર્શનીય નજારો રચ્‍યો હતો.


રાજુલામાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ ર્ેારા વિજયાદશમીની ઉજવણી

               હિન્‍દુ સંસ્‍કૃતિમાં ઉજવાતા દરેક ઉત્‍સવનું એક આગવું મહત્‍વ તેમજ દરેક ઉત્‍સવમાં સંસ્‍કૃતિ દર્શન જોવા મળે છે અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની હિન્‍દુત્‍વની વિધારધારામાં પણ ઉજવાતા મુખ્‍ય છ ઉત્‍સવો પૈકી એક ઉત્‍સવ એટલે કે વિજયાદશમી ઉત્‍સવ સમગ્ર જગતમાંથી દુર્ગુણોનો નાશ કરી અને સદગુણોનાં વિજયનો આ ઉત્‍સવ મનાવવામાં આવે છે. રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ રાજુલા નગર ર્ેારા જીલ્‍લા લેવલનું પથ સંચલન અને શસ્‍ત્રપૂજનની ધર્મ-વિજય ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી.


બાબરામાં ચમત્‍કારથી ચેતોનો કાર્યક્રમયોજાયો

બાબરા, તા. 18

ચમત્‍કાર ચકાસણી કેન્‍દ્ર અમરેલીના પ્રમુખ શંભુભાઈ વાળાએ અંધશ્રઘ્‍ધા નિવારણ અંગે તાંત્રિક કે ઠગ લોકો કેવી રીતે સમાજને છેતરી પૈસા પડાવે છે. તેના પ્રાગોગિક નિદર્શનમાં હાથમાંથી કંડુ કાઢવું, કંકુ પગલા પાડવા, સળગતો અગ્નિ ખાવો, જીભમાં ત્રિશુળ આરપાર ઉતારવું, મોંમાથી હોજરી સુધી તલવાર ઉતારવી, ચોખામાંથી મારા બનાવવા, કાગળની ગરણીમાં નાખેલું દુધ ગાયબ કરવું, લોખંડની બેડી છૂટી પાડવી, દોરી કાપીને આખી કરી બતાવવી, નાળિયેરમાંથી ચૂંદડીઓ કાઢવી, છાલ અને દીટ સહિતના કેળામાંથી પતિકા કાઢી બતાવવા, અઘોર ઝોળીમાં 100ની એક નોટ નાખી 100 ની ર1 નોટ કાઢી બતાવવી, બોકસમાં નાખેલો પાસો ગુમ કરવો, સળગતો કાકડો શરીર ઉપર ફેરવવો અને મંત્રથી અગ્નિ પ્રગટ કરવો, આવા અનેક પ્રયોગોનું નિદર્શન કરી લોકોને વાકેફ કર્યા કે આવા એકાદ બે પ્રયોગ કરી લોકોને વિશ્‍વાસમાં લઈ ઠગ ધ્રતારા લોકો સમાજને છેતરી સૌનું અને કેટલાય રૂપિયા ડબલ કરી આપવાની લોભામણી લાલચમાં નાખી છેતરી જાય છે. તેમાંથી બચવા ઉપયોગ તમામ ચમત્‍કારો (પ્રયોગો) કેમ થયા તેની પૂરેપૂરી માહિતી આપવામાં આવી હતી. ભૂતપ્રેત, ગ્રહ નડતર, વળગાડ વિષે દાખલા, દલિલ સાથે સોસાયટીનાં રહિશોને વિસ્‍તાર પુર્વક સમજ આપવામાં આવી હતી. આવિષેની અંધશ્રઘ્‍ધાથી દુર રહેવાની હાંકલ કરી હતી. સર્પ વિષે પણ ગુજરાતમાં સર્પની જાતિ, કયાં-કયાં સાપ ઝેરી કે બિનઝેરી તેની લાક્ષણિકતા જણાવી હતી. અને સર્પ વિષે પ્રવર્તતી અંઘશ્રઘ્‍ધાને પણ દાખલા દલિલ સાથે સાચી સમજ આપવામાં આવી હતી. સને.1996થી શંભુભાઈ વાળાએ પત્રિકાઓ દ્વારા સર્પ ઉતારનારને રૂપિયા પ1000 એકાવન હજારનું ઈનમ પોતના છેલલા ડચકા સુધી જાહેર કરેલ છે. હજુ સુધી કોઈ સર્વ ઉતારનર આ ઈનામ લેવા આવવાનું નામ લેતા નથી. ઉપરોકત કાર્યક્રમ રાત્રિના 10 થી 1રઃ3ઢ સુધી યોજવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમથી સોસાયટીના ભાઈ- બહેનોને સમાજમાં રહેલી અંધશ્રઘ્‍ધામાંથી બહાર નીકળી ગયાનો જાણે અહેસાસ થયો હોય તેમ તમામના ચહેરાના ભાવ ઉપરથી જણાતું હતું. અંતમાં બાલમુકુંદનગર સોસાયટીના પ્રમુખ દિલીપભાઈ સાંગાણી, ભીખાભાઈ બારૈયા અને રાજુભાઈ ઉનડકટે ચમત્‍કાર  ચકાસણી કેન્‍દ્ર અમરેલીના પ્રમુખ શંભુભાઈ વાળાનું ફુલહાર અને શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ ત્રિવેદીએ કર્યુ હતું.


19-10-2018