Main Menu

Thursday, October 18th, 2018

 

અમરેલીનાં શહેરીજનોનાં આરોગ્‍ય હિત માટે ‘‘માસ્‍ક” વિતરણ

વિકાસ અને અચ્‍છેદિનની ગુલબાંગો વચ્‍ચે ભભમાસ્‍કભભ પહેરવા જરૂરી

અમરેલીનાં શહેરીજનોનાં આરોગ્‍ય હિત માટે ‘‘માસ્‍ક” વિતરણ

નવરાત્રી, દશેરા અને દીવાળીનાં તહેવારો શરૂ થયા હોય તમામ માર્ગો ભયજનક

મહત્‍વનાં અધિકારીઓ અને પદાધિકારીઓ શહેરમાં મહેમાન બનીને રહેતા હોય છે

અમરેલી, તા. 17

અમરેલી શહેરમાં ધુળની ડમરીઓથી શહેરીજનોનાં આરોગ્‍ય પર ગંભીર ખતરો ઉભો થયો છે અને શાસકો નિષ્‍ક્રીય બન્‍યા હોય તેને જાગૃત્ત કરવા અને શહેરીજનોનાં આરોગ્‍યનાં હિતમાં શહેરનાં જાગૃત્ત નાગરિકોએ આજે ડો. જીવરાજ મહેતા ચોકમાં ભભમાસ્‍કભભ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

અમરેલી શહેરનાં લગભગ તમામ રાજમાર્ગો ભુગર્ભ ગટરનાં લીધે ખોદી નાખવામાં આવતાં શહેરમાં નવરાત્રી, દશેરાનાં તહેવારોમાં ધુળનો વરસાદ વરસતો હોય શહેરીજનો તોબા પોકારી ચુકયા છે. પાલિકા અને માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા માર્ગની મરામત માટે સારા ચોઘડીયાની રાહ જોવામાં આવી રહી હોય જાગૃત્ત નાગરિકોએ ભભહૈયા બાળવા કરતા હાથ બાળવા સારાભભ કહેવત અનુસાર શહેરીજનોને ઉડતી ધુળથી રક્ષણ     મળી રહે તે માટે વિનામૂલ્‍યે ભભમાસ્‍કભભનું વિતરણ કરીને શાસકોની નિષ્‍ક્રીયતાનો જનતા સમક્ષ પર્દાફાશ કર્યો છે.


લીલીયાનાં બોડીયા ગામે આરોગ્‍ય અધિકારીએ બીમારી અંગેસર્વે કરાવ્‍યો

સાવરકુંડલા, તા.17

લીલીયા તાલુકાના બોડીયા ગામમાં છેલ્‍લા ઘણા દિવસોથી વાઈરસ, તાવ અને ચિકનગુનિયા તાવ આખા ગામમાં ફેલાયો હતો. તેથી ગામના ઘણા લોકો આ તાવથી પીડાતા હતા. તેથી ગામના આગેવાન દ્વારા ટેલિફોનિક રીતે જાણ કરતા આરોગ્‍ય અધિકારીઓ બોડીયા ગામ પહોંચી ગયા હતા અને આખા ગામનો સર્વે કરાવી જે પણ વ્‍યકિતને અસર હોય તેવા વ્‍યકિતના લોહી તપાસ કરાવી તેમને સારવાર માટે હોસ્‍પિટલ મોકલી આપ્‍યા હતા. આ સમયે જિલ્‍લા પંચાયત સદસ્‍ય કેહુરભાઈ ભેડા, લીલીયા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચોથાભાઈ કસોટીયા, દિનેશભાઈ ધોરાજીયા, જગાભાઈ ખારા, ખારા ગામના સરપંચ કાનાભાઈ, પરેશ પહાડા, સવજીભાઈ, ભીખાભાઈ દેવાણી, જીવરાજભાઈ અને બોડીયા ગામના આગેવાનો હાજર મોટી સંખ્‍યામાં રહયા હતા.


અમરેલીનાં દીપભારતી ર્ેારા સાસણગીરનો પ્રવાસ યોજાયો  

દીપભારતી અમરેલીની જૂની સામાજીક સેવા કરતી સંસ્‍થા છે. આ કલબ ર્ેારા પ્રમુખ ડો. બી. એન. મહેતાનાં માર્ગદર્શન નીચે સાસણગીર ખાતે ભભવિશાલ  લોર્ડઝ ઈન રિસોર્ટભભમાં દીપભારતી પરિવારનો એક સુંદર પ્રવાસનું આયોજન થયેલું. તા.7/10/1ઠ નાં રોજ આ પ્રવાસમાં જ્ઞાન સાથેનાં ગમ્‍મત કાર્યક્રમો, મીમીક્રી, સ્‍પોર્ટસ, સ્‍વીમીંગ, પઝલ્‍સ ગેમ્‍સ આ બધુતો ખરું જ સાથોસાથ એક પીકચર પણ જોવાનો આનંદ માણેલ. શરૂઆતમાં રિસોર્ટનાં માલિક બળવંતભાઈનં સન્‍માન દીપભારતીનાં પ્રમુખ ર્ેારા થયેલ. આ સમગ્ર કાર્યડઢમમાં પ્રવાસમાં ઈન્‍દુભાઈ ઝીંઝુવાડીયા, અલ્‍પેશભાઈ ઝીંઝુવાડીયા, કમલેશભાઈ હેકમ, નરેન્‍દ્રભાઈ કોંઢીયા, કિશોરભાઈ ગાદોયા, રમેશભાઈ લહેરી, રાહુલભાઈ મોડાસીયા, હર્ષીતભાઈ ઠાકર, ભરતભાઈ ચંદારાણા, જીતેન્‍દ્રભાઈ, નિલેશભાઈ ઝીંઝુવાડીયા, હીરેનભાઈ પરીખ, ચેતનભાઈ પારેખ, રણજીતભાઈ ડેર, રમેશભાઈ ધોળકીયા વગેરે પરિવાર સહ એક કૌટુંબિક ભાવના સાથે પ્રાકૃતિક પ્રવાસ કરેલ તેમજ સુંદર અને સ્‍વાદિષ્‍ટ સાથે મળી ભોજન કરવામાં આવેલ તેમ કલબનાં રાજુભાઈ પરિખની યાદીમાં જણાવેલ છે.


કુંકાવાવમાં અમરેલીથી નીકળેલ મુસાફરોને ગાળો આપી માર માર્યો

માતાજીનાં મઢે જવા નીકળ્‍યા અને મારામારી થઈ

કુંકાવાવમાં અમરેલીથી નીકળેલ મુસાફરોને ગાળો આપી માર માર્યો

અમરેલી, તા. 17

અમરેલીનાં સાવરકુંડલા રોડ ઉપર રહેતાં રાહુલભાઈ ભુપતભાઈ પરમાર નામનાં 19 વર્ષિય યુવક સહિતનાં લોકો ગઈકાલે સાંજે અમરેલીથી પ્રાઈવેટ વાહનમાં પરબની બાજુમાં આવેલ માતાજીનાં મઢે જવા નિકળ્‍યા હતા ત્‍યારે કુંકાવાવ ગામે પહોંચતા સાથે રહેલ કાળુ વેલશીભઈ વાઘેલા થાકી જતાં રાત્રે 10.30 કલાકે સુઈ ગયેલ હતા.

ત્‍યારે કુંકાવાવ ગામનાં 4 જેટલા લોકોએ ત્‍યાં આવી આ યુવક તથા તેમની સાથે રહેલા લોકોને ગાળો આપી પાવડાનાં હાથા વડે તથા લોખંડની પાઈપ વતી માર મારી ઈજા કરતાં પોલીસ આવી જતાં આ બનાવમાં ઘવાયેલા લોકોને સારવાર માટે દવાખાને ખસેડયા હોવાની ફરિયાદ વડીયા પોલીસમાં નોંધાયેલ છે.


મોટી કુંકાવાવ ગામે ચોરી કરવા આવેલ 4 પૈકી ર તસ્‍કરોને ઝડપી પોલીસને હવાલે કરાયા

અમરેલી, તા.17

કુંકાવાવ ગામે રહેતા જેન્‍તીભાઈ કલ્‍યાણભાઈ વેકરીયા ગઈકાલે રાત્રીના 10:30 વાગ્‍યાના સમયે 4 જેટલા શખ્‍સો ચોરી કરવાના ઈરાદે તેમના રહેણાંક મકાનની ડેલી ખોલવાનો પ્રયાસ કરતા હોય, ઘરધણી જાગી જતા તેઓએ ગામમાંથી કેટલાક લોકોને બોલાવી આ ચારેય તસ્‍કરોને ઝડપી લેવા પ્રયાસ કરતાં બે આરોપી નાશી ગયા હતા. જયારે બે ઝડપાઈ જતા તેઓની પૂછપરછ કરતા અમરેલીમાં રહેતોરાહુલ ભુપતભાઈ પરમાર, કાળુ વેલશીભાઈ વાઘેલા, હમીરભાઈ તથા નરેશ મધુભાઈ વાઘેલા હોવાનું જાહેર થતાં આ ચારેય તસ્‍કરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


અમરેલીનાં ચિત્તલ રોડ ઉપર બે શખ્‍સોએ છરી વડે હુમલો કર્યો

ઉછીના પૈસાની ના પાડતા

અમરેલીનાં ચિત્તલ રોડ ઉપર બે શખ્‍સોએ છરી વડે હુમલો કર્યો

અમરેલી, તા. 17,

અમરેલીના ગીરીરાજ નગરમાં રહેતા મેઘજીભાઈ મોહનભાઈ વસાવડા નામના ઈસમે દિલીપભાઈ મકવાણાને અગાઉ મકાન લેવા ઉછીના પૈસા આપેલ જે પૈસા પરત આવેલ ન હોય, છતાં ગઈકાલે સાંજના સમયે રવીભાઈ દિલીપભાઈ મકવાણા તથા તેમના ભાઈએ વધુ ઉછીના પૈસા માંગતા મેઘજીભાઈએ પૈસા આપવાની નાપાડતા આ બન્‍ને ભાઈઓ ઉશ્‍કેરાઈ જઈ છરી વડે ઈજા કરતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.


પોલીસ અધિક્ષકની સૂચનાથી સપાટો જિલ્‍લામાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ સામે કાર્યવાહી

 

અમરેલી, તા. 17

અમરેલી જીલ્‍લા પોલીસ ર્ેારા અમરેલી જીલ્‍લાનાં જુદાજુદા વિસ્‍તારમાં એકી સાથે 1ર9 સ્‍થળોએ રેઈડો કરવામાં આવેલ અને આ રેઈડો દરમ્‍યાન દેશી દારૂ લીટર – 308 કિ.રૂા.879પ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર-3360 કિ. રૂા. 7780 તથા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનાં સાધનો કિ.રૂા.રર00 મળી કુલ કિ.રૂા.ર0860 નો મુદ્યામાલ પકડી પાડવામાં આવેલ છે.

સદરહું ડ્રાઈવ દરમ્‍યાન પ્રોહીબીશન ધારા તળે કુલ 37 સફળ કેશો શોધી કાઢી દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દારૂ બનાવવાની પ્રવૃતિ કરતાં કુલ ર3 આરોપઓને પકડી પાડવામાં આવેલ છે.

આમ, પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્‍લામાંદેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવતા ઈસમો સામે અમરેલી જીલ્‍લા પોલીસ ર્ેારા પ્રોહીબીશન ધારા તળે કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.


અમરેલીનાં સુળીયાટીંબાવિસ્‍તારમાં ઈલેકટ્રીક શોક લાગતાં પરિણીતાનું મોત

ઘરનાં દરવાજાને ટેકો આપી બેસવા જતાં બન્‍યો બનાવ

અમરેલી, તા. 17

અમરેલીનાં સુળીયાટીંબા વિસ્‍તારમાં રહેતાં કીંજલબેન હર્ષદભાઈ ભાટી નામની 30 વર્ષિય પરિણીતા આજ બપોરે પોતાના ઘરે દરવાજાને પકડી નિચે બેસવા જતાં આ દરવાજા પાછળ રહેલ ઈલેકટ્રીક બોર્ડને અડી જતાં તેણીને ઈલેકટ્રીક શોક લાગતાં સારવાર માટે દવાખાને ખસેડાતાં તેણીનું મોત થયાનું  અમરેલી સીટી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


બાબરામાં 7 વર્ષનાંબાળકનું ઈલેકટ્રીક શોક લાગવાથી મૃત્‍યુ

લીમડાનાં વૃક્ષ પર વીજવાયર સ્‍પર્શી ગયો

બાબરામાં 7 વર્ષનાંબાળકનું ઈલેકટ્રીક શોક લાગવાથી મૃત્‍યુ

અમરેલી, તા.17

બાબરા ગામે રહેતા અનિલ સરદારભાઈ ડાવર નામનો 7 વર્ષનો કિશોર ગઈકાલે સાંજે બાબરા ગામની સીમમાં રસીકભાઈ દસલાણીની વાડીમાં આવેલ લીમડાના ઝાડ ઉપર ચડી રમતો હતો અને લીમડાના ઝાડ વચ્‍ચેથી જીવતો ઈલેકટ્રીક તાર પસાર થતો હોય, જે તારના કારણે આ કિશોરને ઈલેકટ્રીક શોક લાગતા તે ઝાડ ઉપરથી નીચે પડી ગયો હતો. અને તેમને સારવારમાં દવાખાને ખસેડાતા આ કિશોરનું મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


સત્‍યમેવ જયતે : આખરેગોપાલગ્રામનાં ગાયત્રી ઉપાસકનો વિવિધ કેસોમાં નિર્દોષ છૂટકારો

અમુક હિત શત્રુઓનાં પાપે 14 વર્ષ સુધી પરેશાન રહૃાા બાદ

સત્‍યમેવ જયતે : આખરેગોપાલગ્રામનાં ગાયત્રી ઉપાસકનો વિવિધ કેસોમાં નિર્દોષ છૂટકારો

ઉના, ધારી, વિસાવદર, વડીયામાં થયેલ ફરિયાદમાં નિર્દોષ છૂટી ગયા

અમરેલી, તા. 17

ચલાલા નજીક આવેલ ગોપાલગ્રામનાં વતની અને ગુરૂજી તરીકે પ્રચલિત બનેલ ભુપતભાઈ ગોહિલ પર આજથી 14 વર્ષ પહેલા આર્થિક શકિત ધરાવનાર વ્‍યકિતઓએ જુદા-જુદા શહેરોનાં પોલીસ સ્‍ટેશનમાં કેસ કર્યા હતા. જેમાં એકાદ કેસ હજુ પેન્‍ડીંગ હોય બાકીનાંતમામ કેસમાં તેઓનો નિર્દોષ છૂટકારો થયો હોવાનું તેઓએ જણાવેલ છે.

તેઓએ જણાવ્‍યું હતું કે તેઓ 14 વર્ષ સુધી કાનુની લડત લડતા હતા અને અંતે નિર્દોષ જાહેર થયા છે.અને સત્‍યનો વિજય થયો છે.અને ખોટી ફરિયાદ કરનાર કે કરાવનાર વિરૂઘ્‍ધ તેના મનમાં કોઈ દુશ્‍મનાવટ નથી. તેઓએ તમામને માફી આપી દીધી છે.

વધુમાં જણાવેલ છે કે તેઓહવે કોઈને સલાહ કે માર્ગદર્શન આપવાનાં નથી. તેથી કોઈએ એ માટે સંપર્ક ન કરવો તેમ અંતમાં જણાવેલ છે.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે ગુરૂજીએ થોડા વર્ષો પહેલા ભભપ્રસાદીભભ અને બાદમાં નવા ગ્રંથ ભભશ્રી વરદાનભભને વિદેશીઓ આવકાર્યો છે. આ રાજયનાં લાયબ્રેરી વિભાગે પણ તેને માન્‍યતા આપવા પ્રયાશ કરેલ છે,અને હવે તેઓ બાકીની જીંદગી લેખનકાર્ય કરીને પસાર કરવાનાં છે.


અમરેલીમાં ‘‘એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ” કયારે બનશે, રામ જાણે

દોઢ વર્ષ પહેલા મોટા ઉપાડે ખાતમુર્હુત થયા બાદ જૈસે થૈ

અમરેલીમાં ‘‘એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ” કયારે બનશે, રામ જાણે

સત્તાવાર જાણકારી કોઈ આપતું ન હોય એસ.ટી.ડેપો બનશે કે કેમતેની શંકા થઈ રહી છે

કરોડો રૂપિયાનો ખર્ચ થવાનો હોય અને એક ડીઝાઈન નકકી થતી નથી

અમરેલી, તા. 17

અમરેલી શહેરનાં વર્ષો જુના એસ.ટી. ડેપોને જમીન દોસ્‍ત કરીને તે જ સ્‍થળે આધુનિક બસ સ્‍ટેન્‍ડ બનાવવાનાં કાર્યનું ખાતમુર્હુત આજથી દોઢ વર્ષ પહેલા થયા બાદ હજુ એસ.ટી. ડેપોનું બાંધકામ શરૂ ન થતાં મુસાફરવર્ગમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.

હયાત એસ.ટી. ડેપોને એકાદ વર્ષ પહેલા તોડી પાડીને બગલની જગ્‍યામાં હંગામી એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ બનાવવામાં આવેલ છે. જયાં મુસાફરોને અનેક સુવિધાથી વંચિત રહેવું પડે છે.

જયારે એસ.ટી. ડેપોનું નિર્માણ કાર્ય બંધ થઈ ગયું હોય એસ.ટી.નાં અધિકારી કહે છે કે ડીઝાઈનમાં ફેરફાર થયો હોય એટલે કામ બંધ છે. હવે જનતાનાં પરસેવાનાં પૈસાથી બસ સ્‍ટેન્‍ડ બનાવવાનું હોય ત્‍યારે ડીઝાઈન પણ નકકી થઈ શકતી ન હોય વાહન વ્‍યવહાર વિભાગનો વહીવટી કેવો ચાલી રહૃાો છે તે સમજાતું નથી.

અમરેલી શહેરને હંમેશા સરકાર અન્‍યાય જ કરી રહી છે. બ્રોડગેજ રેલ્‍વેનાં ઠેકાણા નથી અને હવે બસ સ્‍ટેન્‍ડનું નિર્માણ કાર્ય બંધ થઈ જતાં સરકાર બસ સ્‍ટેન્‍ડનું નિર્માણ કરશે કે કેમ તેવી શંકા પણ ઉભી થવા પામી છે.


સાવરકુંડલા માર્કેટયાર્ડનાં ચેરમેન પદે દીપક માલાણી, વાઈસ ચેરમેનપદે તળાવીયા

માલાણી સમગ્ર પંથકમાં સૌથી શકિતશાળી આગેવાન બન્‍યા

સાવરકુંડલા માર્કેટયાર્ડનાં ચેરમેન પદે દીપક માલાણી, વાઈસ ચેરમેનપદે તળાવીયા

મોટી સંખ્‍યામાં ખેડૂતોની વચ્‍ચે બિનહરીફ વરણી થઈ

સાવરકુંડલા, તા. 17

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડની ચેરમેન અને વાઈસ ચેરમનના હોદેદરોની ચૂંટણી આજરોજ સાવરકુંડલા માર્કેટીંગયાર્ડનાં મીટીંગ હોલમાં ચૂંટણી અધિકારી અને જિલ્‍લા રજીસ્‍ટ્રાર સ.મં. ભાવનગર ડી.વી. ગઢવીનાં અઘ્‍યક્ષ સ્‍થાને યોજાઈ. જેમાં યાર્ડનાં ચેરમેન પદે સક્રીય ખેડૂત આગેવાન અને સહકારી અગ્રણી અને સિનીયર કોંગ્રેસી આગેવાન દિપકભાઈ માલાણી તથા વાઈસ ચેરમેન પદે મનજીભાઈ તળાવીયા બિનહરીફ ચૂંઠાઈ આવેલ છે. ગત મહિને યોજાયેલ સાવરકુંડલા બજારસમિતિની ચૂંટણીમાં દિપકભાઈ માલાણીની સાથે મનજીભાઈ તળાવીયાની ખેડૂત સહકારી પેનલ અને ચાલુ, પૂર્વ અને ભૂતપૂર્વ ધારાસભ્‍યોની આગેવાની    વાળી પેનલ વચ્‍ચેના ચૂંટણી જંગમાં ખેડૂત સહકારી પેનલે તમામ બેઠકો ઉપર વિજય મેળવી જબરી લપડાક આપેલ અને ચાલુ, પૂર્વ અને ભૂતપૂર્વ ધારાસભ્‍યોવાળી પેનલ ખાતું પણ ખોલાવી શકી ન હતી. જેના તાલુકાના અને જિલ્‍લાના સહકારી અને ખેડૂત વર્તુળોમાં ઘેરા પ્રત્‍યાઘાતો પડેલા. ત્‍યારબાદ આજે હોદેદારોની ચૂંટણી યોજાતા ચેરમેન પદ માટે દિપકભાઈ માલાણીના નામની દરખાસ્‍ત દુર્લભજીભાઈ કોઠીયાએ કરેલ જેને વેપારી ડાયરેકટર હરેશભાઈ મશરૂએ ટેકો આપેલ. વાઈસ ચેરમેન પદ માટે મનજીભાઈ તળાવીયાના નામની દરખાસ્‍ત સિનીયર ડાયરેકટર દેવાતભાઈ બદલાણીયાએ કરેલ અને વેપારી ડાયરેકટર ઘનશ્‍યામભાઈ કસવાળાએ ટેકો આપેલ. અન્‍ય કોઈ ઉમેદવારીપત્રકો રજુ ન થતાં બન્‍ને ઉમેદવારોને ચૂંટણી અધિકારી ડી.વી. ગઢવીએ બિનહરીફ જાહેર કરેલ. જેને ઉપસ્‍થિત મોટી સંખ્‍યામાં ખેડૂતો, આગેવાનો અને સહકારી કાર્યકરોએ વધાવી લઈ શુભેચ્‍છા પાઠવેલ છે.


ભૂરખીયા હનુમાન મંદિરે ખોડલધામનાં પ્રમુખ નરેશ પટેલનું સન્‍માન

               દામનગર ભુરખિયા હનુમાનજીનાં દર્શને ખોડલધામ ટીમ પધારતા ભુરખિયા ટ્રસ્‍ટ ર્ેારા નરેશભાઈ પટેલનું ભુરખિયા દાદાની પૂર્તિ અર્પી ઉષ્‍મા ભર્યુ સ્‍વાગત કરતા મેનેજિંગ ટ્રસ્‍ટી જીવનભાઈ હકાણી સહિતનાં ટ્રસ્‍ટીઓ ખોડલધામ સમિતિ આયોજિત નવરાત્રી મહોત્‍સવમાં દામનગર ખાતે આવતા ખોડલધામ ટીમનો ત્રીસથી વધુ મોટરકાર કાફલો સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી દર્શને પધારતા નરેશભાઈ પટેલ કાગવડ ખોડલધામનાં ટ્રસ્‍ટીઓ લાઠી, બાબરા, લીલીયા શહેરી અને ગ્રામ્‍ય સહિત જિલ્‍લા ભરમાંથી ખોડલધામ સમિતિઓનાં અગ્રણીઓ વસંતભાઈ મોવલિયા, ડાયાભાઈ છેલિયા, સુરેશભાઈ દેસાઈ, ઘનશ્‍યામભાઈ વીરાણી ઢસા બી.એલ. રાજપરા ટીમ્‍બી મધુભાઈ સાવણી ભમોદરા ઘનશ્‍યામભાઈ જાગાણી, હરજીભાઈ નારોલા, રજનીભાઈ ધોળકિયા, પ્રવીણભાઈ જાગાણી, અમરશીભાઈ નારોલા, ગોબરભાઈ નારોલા, ભરતભાઈ બોરડ, લાઠી ડો. કુંભાણી લીલીયા સહિત દામનગર બાબરા લાઠી લીલીયા શહેરી તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી સામાજિક શૈક્ષણિક ધાર્મિક સંસ્‍થાનાં અગ્રણીઓ જોડાયા હતા.


લ્‍યો બોલો : કપાસનો ભાવ રૂપિયા 1ર00 અને ખાતરનો ભાવ રૂપિયા 1400 : ખેડૂતોની આવક બમણીને બદલે અર્ધી થઈ રહી છે

ખેડૂતોની આવક બમણીને બદલે અર્ધી થઈ રહી છે

લ્‍યો બોલો : કપાસનો ભાવ રૂપિયા 1ર00 અને ખાતરનો ભાવ રૂપિયા 1400

દરેક પ્રકારનાં ખાતરનાં ભાવમાં વધારાથી ખેડૂતોમાં રોષ

અમરેલી, તા. 17

એક તરફ નોટબંધી, જી.એસ.ટી. અને અપૂરતા વરસાદથી વેપાર-ધંધા ઠપ્‍પ થતાં વેપારીઓ અને ખેડૂતો પરેશાન છે, તેવા જ સમયે પેટ્રોલ-ડીઝલનાં ભાવોની સાથે ખેતી માટે જરૂરી ખાતરનાં ભાવોમાં ઉછાળો આવતાં ખેડૂતોને પડયા ઉપર પાટુ લાગવા જેવું થયું છે.

ખેતી કરતા ખેડૂતોની હાલ કપરી સ્‍થિતિ છે. ઉપરથી રાસાયણિક ખાતરોનાં ભાવ વધારાએ ખેડૂતોની કમર ભાંગી નાખી છે. એક જ માસમાં બીજીવાર ખાતરોમાં ભાવ વધારો થતાં ખેતી કરતા ખેડૂતોમાં ભારે રોષ ઉત્‍પન્‍ન થયો છે. ડીએપી ખાતરનાં એક માસ પહેલા 1ર90 હતા પણ હમણા 1340 થઈ ગયા હતા. બાદ ફરી ખાતરમાં 60 રૂપિયાનો ભાવ વધતા ડીએપી ખાતરના 1400નો ભાવ થતા ખેડૂતોને કપાસનાં ભાવ હજુ માંડ 1ર00 મળે છે, પણ એક ખાતર થેલીનાં 1400 થઈ ગયા છે. ત્‍યારે હાલ ખાતરોનાં ભાવ પર નજર નાખીએ તો ડીએપીનાં 1340 ભાવ હતા પણ 60 રૂપિયાનો ભાવ વધારો થતાં હાલ 1400નો ભાવ થયો છે. એપીએસ ર0/ર0/13ના 101પ હતા પણ રપ રૂપિયાનો ભાવ વધારો થતા હાલ ખાતર 1040 થયા છે. એનપીકે 1ર/3ર/16 ના 1ર90 ભાવ હતા પણ 60 રૂપિયાનો ભાવ વધારો થતાં હાલ ખાતર 13પ0 એ પહોંચ્‍યું છે. એનપીકે 10/ર6/ર6 ના 1ર80 ભાવ હતો જેમાં પણ 60 રૂપિયાનો વધારો થતાં હાલ 1340 નો ભાવ થયો છે. પોટાસનાં 7ર0 હતા તેમાં 190નો ભાવ વધારો થતાં હાલ 930નો ભાવ થઈ ગયો છે. હાલ ખાતરોનાં આજનાં ભાવ પર નજર નાખીએ તો સરદાર એએસપી 101પ, સરદાર ડીએપી 1340, સરદાર એનપીકે 1ર/3ર/16 ના 1ર90, સરદાર એનપીકે 10/ર6/ર6 ના 1ર80, સરદાર યુરીયા ર66.પ0 પૈસા, સરદાર એમોનિયમ પ77.પ0 પૈસા. ત્‍યારે અસહૃા ખાતરોનાં ભાવ વધારો થતાં અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં રોષ ઉભો થયો છે.


વિદ્યાસભા સ્‍કૂલમાં ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન

               ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જીલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાનાં કોમર્સ તેમજ સાયન્‍સ વિભાગ ર્ેારા આજ રોજ તા.17/10/18 ને બુધવારનાં રોજ સવારે 7.00 કલાકે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ આયોજનમાં વિદ્યાસભા કેમ્‍પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલ તેમજ ઉચ્‍ચતર માઘ્‍યમિક વિભાગનાં સુપરવાઈઝર ર્ેારા ભગવાન હનુમાનજીને પુષ્‍પો અર્પણ કરી તેમજ દિપ પ્રાગટય કરી, શ્રીફળ વધેરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કોમર્સ વિભાગ તેમજ સાયન્‍સ વિભાગનાં તમામ શિક્ષકમિત્રો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહૃાા હતા.ક્રિકેટ એ બેટ અને બોલ ર્ેારા રમાતી રમત છે. જે મુળ દક્ષિણ ઈંગ્‍લેન્‍ડની રમત છે. ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્‍લેખ 1પ98માં મળે છે. હાલમાં આ રમત 100 ઉપરાંતના દેશોમાં રમાય છે. યુવાધનમાં સૌની પ્રિય કહેવાતી ક્રિકેટ એ આઉટડોર રમત છે. ઓસ્‍ટ્રેલિયા, ઈંગ્‍લેન્‍ડ, ન્‍યુઝીલેન્‍ડ અને દ.આક્રિકામાં આ રમત ઉનાળાદરમિયાન અને વે.ઈન્‍ડિઝ, પાકિસ્‍તાન, ભારત અને બાંગ્‍લાદેશમાં આ રમત શિયાળા દરમ્‍યાન રમાય છે.ક્રિકેટ એ ઘણા લોકોની મનપસંદ રમત કહેવાય તેમ શિયાળાનાં અણસાર દેખાતા સવારની ગુલાબી ઠંડીમાં વિદ્યાસભા શાળામાં પણ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું એક દિવસિય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. રમત પુરી થતા બપોર થઈ જતા પણ તડકામાં ક્રિકેટ રસિયાઓને બેટ બોલ મુકવાનું મન જ થતું નહોતું. અંતે બાર વાગ્‍યાની આસપાસ રમતને પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ પોતાના જુસ્‍સા સાથે આ રમતને પૂર્ણ કરી હતી. વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વધે અને શિક્ષકો અને સ્‍ટુડન્‍ટ વચ્‍ચે ઐકયતા નિર્માણ થાય અને નિર્દોા આનંદ અને ઉત્‍સાહ માટે આવી વિવિધ રમતોનું વિદ્યાસભા સ્‍કૂલ આયોજન કરી સર્વાગી વિકાસ માટે સતત પ્રયત્‍નશીલ છે.


અવસાન નોંધ

બાબરા : ઠા. ચંદુલાલ છોટાલાલ રાજપોપટનાં પુત્રવધુ તે ભાવેશ, રાજેશ, પ્રકાશનાં ભાભી, કૃષ્‍ણકાંત (ભીખુભાઈ)નાં ધર્મ પત્‍ની જીત ત્‍થા પંજરીનાં માતુશ્રી તે વાંકાનેર નિવાસી ઠા. જીતેન્‍દ્રકુમાર જમનાદાસ કોટક (કેનેડી)ના પુત્રી મયુરીબેન કૃષ્‍ણકાંત રાજપોપટ (ઉ.વ. 39)નું તા. 16/10 ને મંગળવારનાં દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.19/10 ને શુક્રવારનાં રોજ સાંજે 4 થી પ કલાકે તેમના નિવાસસ્‍થાને, ઉમીયાનગર, વિવેકાનંદ સ્‍કૂલ પાસે, બાબરા મુકામે રાખેલ છે.

કુંકાવાવ : મોટી કુંકાવાવનિવાસી ગુલાબચંદ રામજીભાઈ વખારીયાનાં નાનાભાઈ હિંમતભાઈ (ઉ.વ. 67) તે બટુકભાઈનાં મોટાભાઈ ત્‍થા હિરેનભાઈ પંકજભાઈનાં પિતાશ્રીનું તા.17/10 ના અવસાન થયેલ છે. સદગતનું બેસણુંતા.18/10 નાં પોતાના નિવાસ સ્‍થાને રાખેલ છે.

સાવરકુંડલા : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ભંડારીયા નિવાસી (રૂપાવટી) લાભશંકરભાઈ પોપટલાલ ડણાંક (ઉ.વ. 74) તે ઈન્‍દુબેન ઘનશ્‍યામભાઈ મહેતા (સા.કુંડલા) ર્ેારકાધીશ હવેલીનાં કાકાનું તા.17/10 ને બુધવારનાં રોજ અવસાન થયેલ છે.


અમરેલીની સિવિલ હોસ્‍પિટલની સુવિધામાં વધારો કરતાં વસંત ગજેરા

ગુજરાત રાજય સરકારની આરોગ્‍યલક્ષી યોજના પી.પી.પી. મોડથી અમરેલીનાં જાણીતા કેળવણીકાર, વતનનાં રતન વસંતભાઈ ગજેરા સ્‍થાપિત ગજેરા ટ્રસ્‍ટે શાંતાબા મેડિકલ કોલેજ તથા જનરલ હોસ્‍પીટલ સ્‍થાપના તથા સંચાલન સંભાળીને જિલ્‍લાનાં દર્દીનારાયણનાં આરોગ્‍યની ચિંતા તથા ચિંતન કરીને અમરેલી જિલ્‍લાની એકમાત્ર સિવિલ હોસ્‍પીટલનાં સંચાલનનો વિધિવત ચાર્જ સંભાળતા જ પ ફિઝિશ્‍યન, 4 સર્જન, પ ઓર્થોપેડીક સહિત, પેથોલોજી, ઈએનટી, ગાયનેક, જનરલ સર્જન, ચામડી રોગ નિષ્‍ણાંત, ડાયાલીસીસ, પીડીયાસ્‍ટ્રીક સહિત જુદા-જુદા વિભાગોમાં કુલ ર9 તબીબોની નિમણુંક કરીને સરકારી 9 સ્‍પેશ્‍યાલીસ્‍ટ, 10 મેડિકલ ઓફિસર, ઈન્‍ચાર્જ આર.એમ.ઓ.,પેથોલોજીસ્‍ટ સહિતનાં તબીબો મળીને બધા વિભાગોની સારવાર થવા લાગતા છેલ્‍લા એકમાસમાં દર્દીઓની સંખ્‍યામાં ધરખમ વધારો થયો છે. હજુ આગામી એક સપ્‍તાહમાં આઈ.સી.યુ.ની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવશે તથા બ્‍લડ બેંકની સવલત પણ આપવામાં આવશે. આ તકે વતનનાં રતન તથા શાંતાબા મેડિકલ કોલેજનાં સ્‍થાપક તથા જનરલ હોસ્‍પીટલના સંચાલક વસંતભાઈ ગજેરાએ જણાવ્‍યું હતું કે સરકારે પી.પી.પી. મોડથી મને જિલ્‍લામાં આરોગ્‍ય સેવા કરવાની તક આપી છે. ત્‍યારે આ જિલ્‍લામાંથી એકપણ દર્દીએ રાજકોટ, અમદાવાદ કે ભાવનગર ન જવું પડે તેવી સુવિધા ઉપલબ્‍ધ કરાવવા હું હમેશાં પ્રયાસ કરીશ. હોસ્‍પીટલ તથા કોલેજનાં સ્‍થાનિક માર્ગદર્શક નિતિનભાઈ ગજેરાનાં માર્ગદર્શન હેઠળ ડીન વિઠલાણી, સુપ્રિ. બી. બી. પંડયા, ડો. જી.જે. ગજેરા, આર. કે. કાપડીયા, પીન્‍ટુભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ વિગેરે જનરલ હોસ્‍પીટલનાં તમામ વિભાગોમાં જિલ્‍લાનાં તમામ દર્દીઓની સંપૂર્ણ સારવાર થાય તે માટે જહેમત ઉઠાવી રહૃાાં છે.


18-10-2018