Main Menu

Wednesday, October 17th, 2018

 

ખેડૂતો આજે જીવવા માટે સંઘર્ષ કરી રહૃાાં છે : પરેશ ધાનાણી

વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણી કહે છે

ફરજિયાત વીમાનું પ્રિમીયમ લેનાર સરકાર વીમાની રકમ આપવામાં કરે છે ઠાગાઠૈયા

ઘાસચારો, પાણી, રોજગારી સહિતની કામગીરી પર સરકારે ઘ્‍યાન આપવાની જરૂર છે

ગાંધીનગર, તા. 16

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્‍યું હતું કે, ચાલુ વર્ષે રાજયના મોટાભાગના વિસ્‍તાારોમાં ઓછો અને અનિયમિત વરસાદ થયો છે. રાજયના 104 તાલુકાઓ કે જેમાં 6પ.પ4%થી ઓછો વરસાદ પડયો છે તેવા તાલુકાઓને અછતગ્રસ્‍ત વિસ્‍તાર તરીકે જાહેર કરવાની જરૂર હતી. ભાજપસરકારે કિન્‍નાખોરીપૂર્વક રાજયના ઓછા અને અનિયમિત વરસાદથી પીડાતા અને ગાંધીધામ કે જયાં ચાલુ સીઝનનો વરસાદ ર64 મીમી થયો છે તેનાથી ઓછો વરસાદ થયો હોય તેવા 39 તાલુકાઓને અછતગ્રસ્‍ત જાહેર ન કરીને અન્‍યાય કર્યો છે. ગુજરાતના ર48 તાલુકા પૈકી આ 39 તાલુકાઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કુલ 104 જેટલા તાલુકાઓ કે જેમાં 1988થી ર017 સુધીમાં 6પ.પ4%થી ઓછો વરસાદ થયો છે એવા તાલુકાઓ આજે ગુજરાતમાં અછતનો સામનો કરી રહયા છે. આ તાલુકાઓને પણ તાત્‍કાાલિક અછતગ્રસ્‍ત જાહેર કરવા જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ વતી મારી લાગણી અને માંગણી છે.

વધુમાં જણાવ્‍યું હતું કે, ચાલુ ખરીફ સીઝનમાં અત્‍યંત ઓછા અને અનિયમિત વરસાદને કારણે અને કયાંક અતિવૃષ્ટિને કારણે ગુજરાતમાં 70% કરતાં વધુ વિસ્‍તારમાં ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્‍ફળ ગયો છે અને ખેડૂતોને ભારે મોટી નુકસાની સહન કરવી પડી છે. બે-ત્રણ વખતના વાવેતર પછી ઓછા-અનિયમિત વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં મહત્તમ તાલુકાઓમાં ઉભો પાક નાશ પામ્‍યો છે. જમીન ધોવાણ, પાક ધોવાણ, ઘર અને ઘરવખરીને થયેલ નુકસાનની સહાય સહિતની સુવિધાઓ ઉપલબ્‍ધ  કરાવવામાં ભાજપ સરકાર નિષ્‍ફળ નીવડી છે. એકસાથે વરસેલો વરસાદ, પછી કયાંક તબક્કાવાર જે ઉભા પાકોને બચાવવા માટેવરસાદની જરૂર હતી ત્‍યારે તળમાં પાણી હોવા છતાં ઓછી અને અનિયમિત વીજળી મળવાને કારણે સિંચાઈના પાણીથી પાક બચાવવામાં ખેડૂત નિષ્‍ફળ નીવડયા છે. ચાલુ વર્ષે કપાસ અને મગફળી સહિત જે ગુજરાતના મુખ્‍ય પાક અને અન્‍ય ગૌણ પાકોનું ઉત્‍પાાદન નહીંવત થવાની શકયતા છે. ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્‍ફ ળ નીવડયો છે ત્‍યારે ફરજીયાત પ્રિમિયમ વસુલનારી ભાજપ સરકાર પાક વીમો ચૂકવવામાં નિષ્‍ફળ નીવડી છે. પાક વીમો મેળવવા માટે કયાંક સામાન્‍ય ખેડૂતોને ધિંગાણું કરવું પડે, ન્‍યાયપાલિકાના દરવાજા ખખડાવવા પડે તેવી પરિસ્‍થિતિનો સામનો આજે જગતનો તાત કરી  રહયો છે.

વિપક્ષી નેતાએ જણાવ્‍યું  હતું કે, ગુજરાતમાં આજે જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહયો છે. તેનું પાક ઉત્‍પાદન સંપૂર્ણ નિષ્‍ફળ ગયું છે, પોષણક્ષમ ભાવની અપેક્ષાઓ મરી પરવારી છે, જેથી ખેડૂતો આત્‍મહત્‍યા કરવા મજબુર થઈ રહયા છે. દરરોજ ગુજરાતના દરેક ખૂણેથી ગુજરાતનો તાત જીવનનો અંત લાવી રહયા હોવાના કિસ્‍સાઓ સામે આવી રહ્‌યા છે. ત્‍યારે પાક અખતરાઓ માટે પણ ખેડૂતના ખેતરે પોલીસ પહેરો મોકલવો પડે તેવી ગંભીર પરિસ્‍થિતિ ગુજરાતમાં પેદા થઈ છે. એમાંય જે ગૌણ પાક હતા તેના તાલુકાવાર ર0 અખતરા લેવાના હતા, સૌરાષ્ટ્રના આઠ જિલ્‍લાઓના મહત્તમ વિસ્‍તારોમાં ગૌણ પાક માટે થઈને ર0જેટલા ઉતારાઓ લેવાની કામગીરી ચાલુ હતી. આ કામગીરી દરમ્‍યાન વીમા કંપનીઓએ રાજય સરકારમાં દખલગીરી કરીને પાક વીમો ચૂકવવામાંથી બચવા માટેનું ષડયંત્ર રચ્‍યું. નીચી એવરેજ લાવવા માટે વધારાના ર0 પાક અખતરા લેવા માટેનો પરિપત્ર કરાયો એ ભાજપની રાજય સરકાર અને વીમા કંપનીઓના મેળાપીપણાની ચાડી ખાય છે.

સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્‍તારોમાં ઓછા અને અનિયમિત વરસાદથી સંપૂર્ણ રીતે નિષ્‍ફળ ગયેલ મુખ્‍ય અને ગૌણ પાક, જેનો પાક વીમો ચૂકવવાથી બચવા માટે વીમા કંપનીઓની શરણાગતિ સ્‍વીકારીને ભાજપ સરકારે જમીનની હકીકતો અવગણવા માંડી અને ઈરાદાપૂર્વક ખેડૂતોને પાક વીમો ન ચૂકવવો પડે તે માટે વધારાના ર0 ઉતારાઓ લેવા માટેની સૂચના આપી છે. આનાથી આવતા દિવસોમાં જગતનો તાત કે જેને પરાણે પ્રિમિયમ ભરીને અધિકારનો પાક વીમો લેવાથી વંચિત રહેવું પડે તેવી સ્‍થિતિ ઉભી થઈ છે. રાજય સરકાર દ્વારા ખરીફ-ર018માં મુખ્‍ય અને ગૌણ પાકના પાક અખતરાઓ સ્‍થાનિક, સામાજીક, રાજકીય આગેવાનોને સાથે રાખીને નિષ્‍પક્ષ રીતે લેવાય અને ખેડૂતોને ત્‍વરિત પાક વીમો ચૂકવવામાં આવે તેવી સમગ્ર કોંગ્રેસ પક્ષની લાગણી અને માંગણી છે.

વધુમાં જણાવ્‍યું  હતું કે, રાજયના 70% વિસ્‍તારમાં આજે જગતના તાતના ખુલ્‍લા ખેતર નિષ્‍ફળતાનીચાડી ખાય છે. કપાસમાં ઉત્‍પાદન લઈ શકાય નહીં, સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર પછી વરસાદ ન પડે તેવી સ્‍થિતિમાં માલઢોરને ખવડાવવા માટે નીરણ કે કૂચો પણ ઉપલબ્‍ધ થાય નહીં તેવી ખુલ્‍લી આંખે જોઈ શકાય તેવી હકીકતને છુપાવવા માટે સરકારે વીમા કંપની સાથે મળીને જે ષડયંત્ર રચ્‍યું  છે એમાંથી જગતના તાતને બચાવવા માટે અમે વિનંતી કરીએ છીએ. ગુજરાતના 16 તાલુકાઓ કે જેને અછતગ્રસ્‍ત  જાહેર કર્યા છે, એ જ ધારાધોરણ મુજબ ગુજરાતના 104 જેટલા તાલુકાઓ જે ઓછા અને અનિયમિત વરસાદને કારણે આજે અછતનો સામનો કરી રહયા છે ત્‍યાં  ખેડૂતોનો ઉભો પાક બચાવવા માટે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે, 16 કલાક વીજળી પૂરી પાડવામાં આવે, નિષ્‍ફળ ગયેલ પાકના વ્‍યાજબી-નિષ્‍પક્ષ પાક અખતરા થાય અને ખેડૂતોને ત્‍વરિત પાક વીમો ચૂકવવામાં આવે, મૂંગા માલઢોરને બચાવવા માટે વિનામૂલ્‍યે સમયાંતરે ઘાસચારો પૂરો પાડવામાં આવે અને અછતને સંલગ્ન કામગીરીને સરકાર અગત્‍યતા આપે તેવી લાગણી અને માંગણી કરીએ છીએ.


અમરેલીમાં સ્‍વ. ડો. અબ્‍દુલ કલામને જન્‍મદિને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

આરટીઓ અધિકારી પણ ઉપસ્‍થિત રહૃાા

અમરેલી, તા. 16

ડો. કલામ ઈનોવેટિવ વર્કસ અમરેલી ર્ેારા ભારતરત્‍ન ડો. અબ્‍દુલ કલામનાં જન્‍મદિનની અર્ેિતીય અને અભૂતપૂર્વઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલામ ઈનોવેટીવ વર્કસનાં કેવલભાઈ મહેતાએ કોલેજ સર્કલ પર ડો. કલામમંચ ઉભો કર્યો હતો. જેમાં એ.આર.ટી.ઓ.    પઢીયાર, નાડોદા મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહૃાા હતા. તેમણે ડો. કલામની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા અને જ્ઞાનમય દિપક પ્રજવલિત કર્યો હતો. ત્‍યાર બાદ કલામનાં પ્રિય એવા ભૂલકાઓનાં હાથે કેક કાપવામાં આવી હતી અને કલામનાં પ્રિય એવા બાળકોમાં તેમનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ડો. કલામનાં જીવન કવન વિષે એ.આર.ટી.ઓ. ઈન્‍સ્‍પેકટર પઢિયાર, અને કેવલભાઈ મહેતા અને મનોજભાઈ પંડયા ર્ેારા પ્રાસંગિક અને પ્રેરક ઉદબોધન કરવામાં આવ્‍યું હતું. ડો. કલામ ઈનોવેટવ વર્કસનાં કેવલ ભાઈ મહેતાએ એક લાખ વિદ્યાર્થીઓ સુધી ડો. કલામની દસ-સૂત્રિ પ્રતિજ્ઞા પહોંચાડવાનો સંકલ્‍પ કરેલ છે. અને તેઓ 30,000 કરતાં વધારે વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞાઓ લેવડાવી ચૂકયા છે. અને તેમનું પૂર્ણપણે માનવું છે કે આમ ડો. કલામનાં વિચારોથી કલામ હંમેશા આપના વચ્‍ચે જીવંત રહેશે. આ કાર્યક્રમમાં અમરેલીનાં બાલ કેળવણીકાર ડો. ભારતિબેન બોરડ, શિક્ષિકા ધર્મીષ્ઠાબેન મહેતા, રોહિતભાઈ મહેતા, દિલીપભાઈ રંગપરા, સમીરભઈ કુરેશી, ધર્મેન્‍દ્ર લોલાડિયા, રાજુ જાલાવાડીયા, જાવેદખાન પઠાણ, દીપકભાઈ મહેતા, ચેતનભાઈ ચૌહાણ,શીરીશભાઈ જોશી, ઋષિભાઈ પંડયા, સાર્થિકભાઈ કાબરિયા તેમજ અમરેલીનાં યુવાનો, વિદ્યાર્થીઓ, અને કલામ પ્રેમીઓ હાજર રહૃાા હતા. કેવલભાઈ મહેતા અને જય કાથરોટિયાએ વિશ્‍વ વંદનીય સંત પૂજય મોરારી બાપુનાં આશીર્વાદ પ્રાપ્‍ત થયેલું તેમનું પુસ્‍તક પઢિયાર અને નાડોદાને અર્પણ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ડો. કલામ ઈનોવેટીવ વર્કસનાં જયભાઈ કાથરોટિયા, ઉમંગભાઈ જોશી, કુલદીપભાઈ પરમાર, હાર્દિકભાઈ પાલેજા, નિશિતભાઈ રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ પંડયાએ કર્યુ હતું.


માતાજીના ગરબાને ચકલીનું આશ્રય સ્‍થાન બનાવો

ગરબાને મંદિરે પધરાવી, ફરી ઘરે લઈ આવીને ચકલીનો માળો બનાવો

માતાજીના ગરબાને ચકલીનું આશ્રય સ્‍થાન બનાવો

પક્ષી પ્રેમી ચંદુભાઈ સંઘાણીનો અનુરોધ

અમરેલી,16

નવરાત્રીની નવ દિવસની આરાધના જેના પ્રકાશમાં કરીએ છીએ તે ગરબા ને દસમે દિવસે મંદિરમાં મુકવા જવાની પૌરાણીક શ્રઘ્‍ધા છે. તેવ સમયે ગરબાની ગરીમા અને પવિત્રતા સાથે ચકલીના માળા માટે મુકવામાં આવે તો ચકલી પણ સુરક્ષીત ઘર મેળવી શકે. ઘર એક મંદિર છે. તો ગરબો મંદિરે મુકવાને બદલે ચકલીનું ઘર બનાવીએ.

ગરબાની બાંધણી પક્ષીના માળા માટે ઉપયોગી છે. જુના જમાનાના મકાન નહિ રહેતા ચકલીને માળો બનાવવો મુશ્‍કેલ છે. તેવા સમયે ગરબાને છતમાં ટીગાડવામાં આવે તો તેનો ઉપયોગ ચકલી ઉછેર માટે આશિર્વાદરૂપ બનશે અને ગરબાની ગરીમા જળવાય રહેશે. સમગ્ર વિશ્‍વ પણ ચકલીદિન ઉજવીને લુપ્‍ત થતી ચકલીઓને બચાવવા ઝુંબેશ ચલાવી રહેલ છે. તેવા સમયે ગરબાને ચકલીના માળા મટે ઉપયોગમાં લઈ ગરબાની પવિત્રતા સાથે પ્રકૃતિના જતનની હિમાયત જિલ્‍લા બેંકન એમ.ડી.અને પક્ષી પ્રેમી ચંદુભાઈ સંઘાણીએ અખબારી યાદીમાં કરેલ છે.


પીપાવાવ-રાજુલા-મુંબઈ રૂટ પર ડેઈલી ટ્રેન શરૂ કરવા માંગ થઈ

આઝાદીનાં 7 દાયકા બાદ પણ ટ્રેનની સુવિધા મળતી નથી

પીપાવાવ-રાજુલા-મુંબઈ રૂટ પર ડેઈલી ટ્રેન શરૂ કરવા માંગ થઈ

ર0થી વધારે ગુડઝ ટ્રેન દોડે છે પરંતુ પેસેન્‍જર ટે્રનનાં ઠેકાણા નથી

રાજુલા, તા. 16

રાજુલા વિસ્‍તાર હાલમાં ઔદ્યોગિક રીતે વિકાસની હરણફાળ ભરી રહેલ છે. પરંતુ આ વિસ્‍તારમાંઈન્‍ફ્રાસ્‍ટ્રકચરની ખામીઓ ઉડીને આંખે વળગે છે. જેમાં આ વિસ્‍તારમાં ટ્રેનની સુવિધા ખૂબ જ નહિવત છે. જેમાં પણ રાજુલા શહેરથી તો એક પણ ટ્રેન લાંબા અંતરની જતી નથી જયારે બીજી બાજુ પ્રાયવેટ ટ્રાવેલ્‍સો 100 થી પણ વધારે અમદાવાદ, સુરત, મુંબઈ વચ્‍ચે દોડે છે. જેના ઉપરથી એ અંદાજ આવી જાય કે, આ વિસ્‍તારમાંથી અમદાવાદ, સુરત, મુંબઈ જવાવાળાની સંખ્‍યા ખૂબજ રહે છે. અને બીજી બાજુ ટ્રેનની સુવિધા જીરો છે. જેથી પ્રવાસીઓને નાછૂટકે પ્રાઈવેટ બસોનો સહારો લેવો પડે છે.

આ વિસ્‍તારમાં સૌ પ્રથમ બ્રોડગેઈઝ રેલ્‍વેનાં પાટા નાખવા માટે તત્‍કાલીન રેલ્‍વે મંત્રી મમતા બેનર્જી અને પીપાવાવના નીખીલ ગાંધી વચ્‍ચે રેલ્‍વે સાથે પાર્ટનરશીપ કરીને પીપાવાવથી સુરેન્‍દ્રનગર સુધી બ્રોડગેઈઝ રેલ્‍વેનાં પાટા નાખ્‍યા અને સૌ પ્રથમ પબ્‍લીક પાર્ટનરશીપથી રેલ્‍વેનું કામ થયું. જયારે બીજી બાજુ આ બ્રોડગેઈઝ રેલ્‍વે લાઈન નાખવા માટે આ આખાય વિસ્‍તારમાંથી ખેડૂતોની જમીનો પબ્‍લીક પરપઝનાં નામે સંપાદન કરો.

પરંતુ આ જમીનોમાં રેલ્‍વે ટ્રેકો તો નખાઈ ગઈ અને કંપનીઓનાં કન્‍ટેનરો ભરી-ભરીને આ રેલ્‍વે ટ્રેક પર ગુડઝ ટ્રેનો શરૂ થઈ ગઈ જે દિવસમાં ર0 થી વધારે રેક ભરાઈ-ભરાઈને જાય છે. જયારે આ ટ્રેક ઉપર એક પણ પેસેન્‍જર ટ્રેન તો દોડાવવામાં આવતી નથી ત્‍યારે લોકમુખેએવું સંભળાઈ રહૃાું છે કે, આ રેલ્‍વે બ્રોડગેઈઝ શરૂ થઈ તેમ પબ્‍લીક પરપઝ તો કયાંક દેખાયુ નહી,આ રેલ્‍વે ટ્રેકો ઉપર ફકત માલગાડીઓ જ કન્‍ટેનરો લઈને દોડે છે. જે ફકત કંપનીઓને અને રેલ્‍વે પીપાવાવ બોર્ડને નફો રળી આપે છે. જેથી પબ્‍લીક પરપઝનાં નામે થયેલ જમીન સંપાદન રદ કરવી જોઈએ અને હજુ સુધી ખેડૂતો વળતર મળેલ નથી. તે વળતરમાં ખેડૂતોની ભાગીદારી કરવી જોઈએ.

અથવા તો આ ટ્રેક ઉપર સવારે અને સાંજે અમદાવાદ-મુંબઈ સુધી પેસેન્‍જર ટ્રેન શરૂ કરવાની માંગણી આ વિસ્‍તારમાંથી ઉઠવા પામેલ છે. આ અંગે રાજુલા વિસ્‍તારનાં લોકો અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાને આ ટ્રેન શરૂ કરવા રજૂઆત પણ કરેલ છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે.


મશ્‍કરી કરવાની શંકા રાખી ચલાલાનાં યુવક ઉપર ધારીયાનો ઘા કરી ઈજા

અમરેલી, તા.16

ચલાલા ગામે રહેતા સાગર કનુભાઈ ચારોલા નામનો ર0 વર્ષીય યુવક ગઈકાલે રાત્રે મોટર સાયકલ લઈ નવરાત્રી જોવા માટે જતો હતો ત્‍યારે તે જ ગામે રહેતા હરેશ ભીખાભાઈ ડાબસરાએ કહેલ કે તું મારા બહેનની મશ્‍કરીકેમ કરે છે તેમ કહી ગાળો આપી છુટા ધારીયાનો ઘા કરી ઈજા કર્યાની ફરિયાદ ચલાલા પોલીસમાં નોંધાઈ છે.


મોટા માચીયાળા ગામે યુવતિ ઉપર નિર્લજજ હુમલો કરી, જીવલેણ ઈજા કરી

અમરેલી, તા. 16

અમરેલી તાલુકાનાં મોટા માચીયાળા ગામે રહેતાં શીલ્‍પાબેન મધુભાઈ કાછડીયા નામનાં 3પ વર્ષિય મહિલાનો કરીમભાઈ બાબુભઈ ગોરીએ હાથ પકડી નિર્લજજ હુમલો કર્યો હતો પરંતુ આ યુવતિ તેમનાં તાબે ન થતાં તેમણે પાઈપ વડે માથામાં જીવલેણ હુમલો કર્યો હતો જયારે સમીમબેન સહિત પ ઈસમોએ લાકડી વડે ઈજા કરી હતી જયારે આ યુવતિની બહેનને પણ વાળ પકડી દીવાલ સાથે ભટકાવી ઈજા કર્યાની ફરિયાદ     નોંધાવી છે.

તો સામાપક્ષેનરગીસબેન ઉર્ફ ગુડીબેન સાજીદભાઈ ગોરીએ પણ ચેતનાબેન મધુભાઈ કાછડીયા તથા શિલ્‍પાબેને લાકડી વડે માર માર્યાની સામી પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્‍ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


નાના સમઢીયાળા ગામેથી ગેરકાયદે રેતી ભરેલ ટ્રેકટરને પોલીસે ઝડપી લીધું

અમરેલી, તા. 16

ચલાલા ગામે આવેલ હુડકો નં.રમાં રહેતાં અને ડ્રાયવીંગનો વ્‍યવસાય કરતાં અશોકભાઈ ઉર્ફે હક્કો નાગજીભાઈ ગોંડલીયા ગઈકાલે નાના સમઢીયાળા ગામ નજીકથી પોતાનાં હવાલાવાળા ટ્રેકટરનં. જી.જે.14 એ.કે. 8397માં વગર પરમીટે અને રોયલ્‍ટી ભર્યા વગરની રેતી ભરીને નિકળતાં પોલીસે તેમને રેતી ભરવાનાં સાધનો તથા ટ્રેકટર-ટ્રોલી સહિત કુલ રૂા.ર,પ6,800નો મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ભેંકરા-પીઠવડીનાં રસ્‍તા ઉપર ગેરકાયદે રેતી ભરી નીકળેલા ર ઈસમો ઝડપાયા

ટ્રેકટર સહિત રૂા.1.પ1 લાખનો મુદ્યામાલ જપ્‍ત કર્યો

અમરેલી, તા.16

સાવરકુંડલા તાલુકાના વંડા ગામે રહેતા જગદીશભાઈ સુશભાઈ સાટીયા તથા બવાડી ગામે રહેતા ભોજાભાઈ લખમણભાઈ ભુવા સાંજે પોતાના હવાલાવાળા ટ્રેકટર નંબર જી.જે.14 ઈ. 9761માં ભેંકરાથી પીઠવડી ગામે જવાના રસ્‍તે ગેરકાયદેસર અને રોયલ્‍ટી ભર્યા વગર રેતી ભરીને નીકળતા સાવરકુંડલા રૂરલ પોલીસે આ બન્‍નેને રૂા. 1,પ1,પ00ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


વીજપડીની દેના બેંકમાં અજાણ્‍યા તસ્‍કરોએ ચોરી કરવાની કરી કોશીષ

બેંકની ગ્રીલ તથા શટરનાં તાળા તોડી પ્રવેશ કર્યો

અમરેલી, તા.16

અમરેલીની એસબીઆઈ ની ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્‍યાં સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ દેનાબેંકમાં તા.1પના સાંજથી તા.16 સવાર સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ દેના બેંકની ગ્રીલ તથા શટરના તાળા તોડી બેંકમાં પ્રવેશ કરી કબાટ તથા ટેબલનો સરસામાન વેરવિખેર કરી ચોરી કરવાનો નિષ્‍ફળ પ્રયાસ કર્યાની ફરિયાદ આ દેના બેંકના મેનેજર અભિષેકભાઈએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાવી છે.


વડીયા ગામને જિલ્‍લાનું સૌથી વધુ સુંદર અને રળીયામણું બનાવી દેવાશે : ઢોલરીયાનો નિર્ધાર

“અમરેલી એકસપ્રેસ” કાર્યાલયની મુલાકાત લીધી

વડીયા ગામને જિલ્‍લાનું સૌથી વધુ સુંદર અને રળીયામણું બનાવી દેવાશે

ગામનાં સરપંચ પતિ છગનભાઈ ઢોલરીયાનો નિર્ધાર

અમરેલી, તા. 16

આજે સમગ્ર દેશમાં સ્‍વચ્‍છતા અભિયાન ચાલી રહૃાું છે અને દેશનાં દરેક વિસ્‍તારમાં સ્‍વચ્‍છતાનું કાર્ય ચાલી રહૃાું છે ત્‍યારે વડીયામાં પણ સ્‍વચ્‍છતાની કામગીરી ઉમદા પ્રકારે કરવામાં આવી રહી છે. અને આગામી દિવસોમાં વડીયાનાં સર્વાંગી વિકાસ અર્થે અનેકવિધ કાર્યો દાતાઓનાં સહયોગથી કરવામાં આવશે.

વડીયાનાં સરપંચ પતિ છગનભાઈ ઢોલરીયાએ “અમરેલી એકસપ્રેસ” કાર્યાલયની શુભેચ્‍છાવેળા વડીયાનાં વિકાસ માટે કરેલ કામગીરી અને બાકીની કામગીરી અંગે વિસ્‍તૃત ચર્ચાઓ કરી હતી.

આ તકે બ્રહ્મસમાજનાં અગ્રણી અશ્‍વિનભાઈ મહેતા,મહંમદ બ્‍લોચ વિગેરે ઉપસ્‍થિત રહૃાા હતા.


ભારતિય કિસાન સંઘે પીજીવીસીએલનાં અધિકારીને આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોનાં વીજ પ્રશ્‍નો ઉકેલવા માંગ

પાંચ વર્ષમાં માત્ર 10 ટકા જ સબ સ્‍ટેશન મંજુર કરાતાં ખેડૂતો પરેશાન

અમરેલીનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં વધારાનું એક સબડીવીઝન શરૂ કરવું જરૂરી

અમરેલી, તા.16

અમરેલી જિલ્‍લાની મોટાભાગની જનતા કૃષિ પર પરોક્ષ કે પ્રત્‍યક્ષ રીતે નિર્ભર છે. તેવા સમયે અપુરતા વરસાદથી જગતાત ગણાતાં ખેડૂતો ચિંતામગ્ન બન્‍યા છે. ત્‍યારે ભારતિય કિસાન સંઘે આજે પીજીવીસીએલનાં એમડીને આવેદનપત્ર પાઠવીને જિલ્‍લાનાં ખેતીનેલગતા વીજપ્રશ્‍નોનું નિરાકરણ કરવા માંગ કરી છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, જિલ્‍લામાં તાકીદે નવા સબ સ્‍ટેશન કાર્યરત કરવા, નવા સબડીવીઝન શરૂ કરવા, થ્રી ફેઈઝ કનેકશન સમયસર આપવા, વીજ પાવર રાત્રીને બદલે દિવસે આપવા, કર્મચારીઓની ખાલી જગ્‍યા ભરવી, વીજ કરંટથી થતાં મૃત્‍યુ માટે તાત્‍કાલીક આર્થિક મદદ કરવી, વીજ ચેકીંગની અલગ ટીમ બનાવવી સહિતની સેંકડો માંગ કરવામાં આવી હતી.

આ તકે કિસાન સંઘનાં પ્રદેશ મંત્રી સામતભાઈ જેબલીયા સહિતનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.


ખાંભામાં સિંહોને શ્રઘ્‍ધાંજલિ અર્પતા કાર્યક્રમનું આયોજન

અમરેલી, તા.16

લાયન નેચર ફાઉડેશન દ્વારા ખાંભાની લોકમાન્‍ય તીલક-શાળામાં દોઢ માસના સમય ગાળામાં એશિયાની આન-બાન અને શાન તેમજ ગુજરાતની ઓળાણ અને ગીરનું ઘરેણું એવા ર4 સિંહોના મોત કમોતના બનાવમાં મૃત સિંહોને બાળકો તથા ખાંભાના અગ્રણીઓ અને સ્‍કૂલ સ્‍ટાફે સિંહોને શ્રઘ્‍ધાજંલિ આપી પુષ્‍પ ચડાવેલ. આ અવસરે જીલ્‍લા પંચાયત નિરૂભા રાઠોડ ખાંભાના સરપંચ અમરીશ જોષી, ભાજપ અગ્રણી અરવિંદભાઈ ચાવડા પીટું ગોસાઈ, ભીખુભાઈ બાટાવાળા, મહેશ કામળીયા, વિશાલ આચાર્ય, સંજય બારૈયા સહિત વિદ્યાર્થીઓ તથા સ્‍ટાફ ઉપસ્‍થિત રહેલ. આ કાર્યક્રમમાં લાયન નેચર ફાઉડેશન દ્વારા તમામ વિદ્યાર્થીઓને ટોપી અને બોલપેનનું વિતરણ કરવામાં આવેલ.


આગામી શનિવારથી રથયાત્રાનો દબદબાભેર ભવ્‍યાતિભવ્‍ય પ્રારંભ કરાશે

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિશ્‍વની સૌથી મોટી પ્રતિમાનાં લોકાર્પણને લઈને

અમરેલી જિલ્‍લામાં ગામેગામ સરદાર રથનું સ્‍વાગત કરાશે

અમરેલી તા.17

આજરોજ અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યાલયે મંડલ પ્રભારીઓની એક અગત્‍યની બેઠક જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરના અઘ્‍યક્ષસ્‍થાને મળી હતી.

જેમાં આગામી દિવસોમાં અમરેલી જિલ્‍લામાં ફરનાર સરદાર પટેલની સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી યાત્રા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી યાત્રા અમરેલી જિલ્‍લામાં સફળ બને તે માટે જિલ્‍લા ભાજપનાં મહામંત્રી રવુભાઈ ખુમાણને યાત્રાની સઘળી જવાબદારીઓ ઈન્‍ચાર્જ તરીકે આપવામાં આવી છે. વ્‍યવસ્‍થા ઈન્‍ચાર્જ તરીકે કૌશીક વેકરીયા અને જીતુભાઈ ડેરને જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્‍લા ભાજપના મહામંત્રી અને ઈન્‍ચાર્જ રવુભાઈ ખુમાણે જણાવ્‍યું હતુ કે, અખંડ ભારતના શીલ્‍પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્‍લભભાઈ પટેલે પ6ર જેટલા દેશી રજવાડાઓનું એકત્રીકરણ કરી દેશની એકતા અને અખંડતીતા જાળવવા અજોડ યાગદાન આપેલું. સાવરકુંડલા રાજવી સામત નાગાજણ સવંત 17પ9 ઈ.સ.1703માં સાવરકુંડલા તાલુકો પોતાના તાબામાં લીધો હતો. અને તેના દીકરા આલાખુમાણનાં વંશજ જિલ્‍લા ભાજપનાં મહામંત્રી રવુભાઈ ખુમાણે જણાવ્‍યું હતુ કે, મારા પણ વંશજોએ સરદાર પટેલનાં એક અવાજે એક અખંડ ભારત બનાવવા માટે સાવરકુંડલા સ્‍ટેટને ભારતના અખંડ ભાગમાં વિલીનીકરણ કરેલ એવા સરદાર પટેલની વિશ્‍વની સૌથી ઉંચી પ્રતિમાં બનાવીને જે માન આપવાનું ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કર્યુ છે. ત્‍યારે આવો આપણે સૌ સાથે મળીને રાજકીય પક્ષા-પક્ષી ભુલીને જ્ઞાતિવાદ, જાતીવાદના ઝેરને છોડીને જિલ્‍લાના પ્રત્‍યેક ગામે ભવ્‍ય સ્‍વાગત કરીએ. તેમ જિલ્‍લા ભાજપના મહામંત્રી રવુભાઈ ખુમાણે જણાવ્‍યું છે.

ગુજરાતના પનોતા પુત્ર અને મહાન રાષ્‍ટ્ર નેતા પ્રત્‍યે આદર પ્રદર્શીત કરવા અને આવનારી અનેક પેઢીઓને સરદારના જીવન અને કાર્યમાંથી પ્રેરણા મળતી રહે તે હેતુથી રાજયના તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ સરદારનું અજોડ સ્‍મારક બનાવવાનો સંકલ્‍પ કયો હતો. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધનુ સ્‍વપ્‍ન અને સોમનાથનો જીર્ણોદ્રાર કરવાનું સપનુ જેણે જોયુ હતુ એવા સરદાર વલ્‍લભભાઈ પટેલની પ્રતિમાં ભભસ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીભભ માટે સરદાર સરોવર બંધની હેઠવાસમાં 3.ર કીમી દુર સાધુ બેટ ઉપર સરદાર પટેલને છાજે તેવુ સ્‍મારક બનાવવાનું જો કોઈને વિચાર આવ્‍યો હોય તો તેનરેન્‍દ્રભાઈ મોદીને આવ્‍યો હતો.

વિશ્‍વમાં સૌથી ઉંચા 1ર0 મીટીરના સ્‍મારક (જાપાનના ભભઉશીકુ દાઈબુત્‍સુભભ) કરતા એકાદ ઈંચ ફુટ કે મીટર નહી પણ દોઢી ઉંચાઈના સ્‍મારકના નિર્માણનો નિર્ણય કયો. જે 18ર મીટરની ઉંચાઈનું બનશે ત્‍યારે તા. ર0થી અમરેલી જિલ્‍લામાં સરદાર વલ્‍લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાને છાજે તેવા સન્‍માન સાથે એક ઉત્‍સવના વાતાવરણ અને ગૌરવભેર રથનું સ્‍વાગત કરવા અપીલ કરવામાં આવી છે.

આજની આ બેઠકમાં લોકસભા સીટનાં ઈન્‍ચાર્જ વી.વી. વઘાસીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ હિરપરા, રીતેષ સોની, રંજનબેન ડાભી, જિલ્‍લા ભાજપ મંત્રી ભરત વેકરીયા, ભુપેન્‍દ્રભાઈ બસીયા, કિસાન મોરચાના પ્રમુખ ઘનશ્‍યામભાઈ સાવલીયા, નરેન્‍દ્રભાઈ ફીંડોળીયા, રાજુભાઈ ભુવા, અનુ.જાતી મોરચાના પ્રમુખ શાંતીલાલ રાણવા, યુવા મોરચાના મહામંત્રી  કેતન ઢાંકેચા ઉપસ્‍થિત રહયા હતા.


સાવરકુંડલા બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ખાતે પ.પૂ. મહંત સ્‍વામી પધાર્યા   

             સાવરકુંડલા શહેરનાં મહુવા રોડ ખાતે આવેલ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર ખાતે બી.એ.પી.એસ.નાં વડા પ્રાણ પ્‍યારા ગુરૂહરિ મહંત સ્‍વામી મહારાજે ભગવાનનાં દર્શન કર્યા હતા આ તકે મોટી સંખ્‍યામાં સત્‍સંગી ભાઈઓ બહેનો મહંત સ્‍વામીનાં દર્શન કરવા ઉપસ્‍થિત રહૃાા હતા તથા મંદિરને લાઈટીંગ, ફુલહાર અને પુષ્‍પોથી શણગાર કરવામાં આવ્‍યો હતો.


અમરેલીમાં પીરે તરીકત દિલાવરબાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પૂ. વલકુબાપુ, અને પૂ. વિજયબાપુ

દાદાબાપુ અને નિઝામબાપુને સાંત્‍વના પાઠવવામાં આવી

અમરેલી, તા.16

શેરે ગુજરાત અને ચીરાગેગુજરાત પીરે તરીકત દિલાવરબાપુની અવસાન નિમિતે કોમી એકતાના પ્રતીક ચલાલા દાન મહારાજશ્રીના મહંત પૂજય વલકુબાપુ તથા સતાધારના મહંતશ્રી પૂજય વિજયબાપુ દિલાવરબાપુના નિવાસસ્‍થાને તેમના બન્‍ને સાહજાદાઓ દાદાબાપુ અને નિઝામબાપુને સાંત્‍વના આપેલ અને દિલાવરબાપુને તેઓએ સૂફી સંત ગણાવી શ્રઘ્‍ધાંજલિ આપેલ. મર્હુમની મઝાર ઉપર ફૂલો ચડાવી બન્‍ને સાહજાદાઓને શાલ ઓઢાડી. મર્હુમના કાર્યોને આગળ વધારવા હિંમત આપી. સહકાર આપવા જણાવેલ. તેમની સાથે મોટાભાઈ સંવટ તથા જાણીતા એડવોકેટ એમ.જે. સૈયદ વિગેરે જોડાયા હતા.


17-10-2018