Main Menu

Tuesday, October 16th, 2018

 

ભમ્‍મરનાં ખેડૂતોને અંબુજા સિમેન્‍ટ કંપની દ્વારા કપાસ પાકની માહિતી અપાઈ

સાવરકુંડલા તાલુકાના ભમ્‍મર ગામના ર00 જેટલા ખેડૂતોને આત્‍મા પ્રોજેકટ અને અંબુજા સિમેન્‍ટ ફાઉન્‍ડેશન દ્વારા કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બી.સી.આઈ. કાર્યક્રમના કપાસનું ડેમો પ્‍લાટ ઉપર આત્‍મા પ્રોજેકટ સ્‍ટાફદ્વારા ખેડૂતોને પ્‍લોટનું નિરીક્ષણ કરી યોગ્‍ય માહિતી આપી હતી. આ તકે ભમ્‍મર ગામના સરપંચ ભગવાનભાઈ વાઘમશી, ખેડૂત અગ્રણી મધુભાઈ ભુંકણ આત્‍મા પ્રોજેકટના દેસાઈ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. તથા કુલદીપભાઈ વીંછીયાએ ખેડૂતોને સૂક્ષ્મ પિયત પઘ્‍ધતિની માહિતી આપી હતી. તેમ ભમ્‍મર ગામના યુવા અગ્રણી ઓઢાભાઈ ભુંકણની યાદી જણાવે છે.


સાવરકુંડલા પંથકમાં અપુરતા વરસાદથી ચિંતાનો માહોલ

જગતાત ગણાતા ખેડૂતો, પશુપાલકો, શ્રમજીવીઓ, વેપારીઓ સહિત સૌ કોઈ ચિંતીત

સાવરકુંડલા પંથકમાં અપુરતા વરસાદથી ચિંતાનો માહોલ

દિનપ્રતિદિન જિલ્‍લામાં દુષ્‍કાળનાં માહોલથી ચિંતાનું વાતાવરણ વધી રહૃાું છે

સાવરકુંડલા, તા. 1પ

સાવરકુંડલા તાલુકામાં આ વર્ષે ચોમાસાની શરૂઆત મોડી થઈ. જુન માસ કોરો ગયો, ચોમાસાનું ધોરી નક્ષત્ર આદ્રામાં વરસાદ ન થયો જેને કારણે ખેડૂતોના મન ઉચક બન્‍યા. કહેવત છે કે ભભવરસે આદ્રા તો ખેડૂતો માટે બારે પાધરાભભ. પરંતુ આવું ન બન્‍યું અને વખ નક્ષત્રમાં ચોથી જુલાઈના રોજ સાવરકુંડલા તાલુકામાં મેઘ સવારી આવી ચડી અને સતત 10 દિવસ વરસાદ થયો. આ વરસાદ તાલુકામાં ઓછા વતા પ્રમાણમાં ર00 મીમી. થી 40 મીમી પડયો. વરસાદ બંધ થવાથી લોકોએ 1પ જુલાઈનીઆસપાસ વાવણીનું કામ શરૂ કર્યુ. તાલુકામાં મહત્તમ વાવેતર શીંગ, કપાસ, તલ, કઠોળ અને ઘાસચારાનું વાવેતર થયું.

1પ જુલાઈથી સાવરકુંડલા તાલુકામાં વરસાદનું પ્રમાણ દિનપ્રતિદિન ઓછું થયું. 1પ જુલાઈથી 1પ ઓકટોબર સુધીમાં આ તાલુકામાં સદંતર વરસાદ પડયો નહી. વચ્‍ચે-વચ્‍ચે (ખેડૂતની ભાષામાં પછેડી ભીન) વરસાદ કયારેક-કયારેક આવતો રહૃાો જેને કારણે જમીનમાં સતત ભેજનું પ્રમાણ ઘટતું રહૃાું. ત્રણ માસ સતત વરસાદ ન પડવાને કારણે શીંગ, કપાસ અને અન્‍ય પાકોને છોડની વૃઘ્‍ધિ થઈ નહી. શીંગ, તલ, કઠોળ એ 90 દિવસનો મુદતી પાક છે જેને કારણે તેના પર જે ફુલ અને શીંગમાં સુયા ઉતરવા જોઈએ તે ઉતર્યા નહી અને શીંગ, કઠોળ, ઘાસચારો સુકાઈ ગયો. આ પાક સદંતર નિષ્‍ફળ નિવડયો છે. જે ખેડૂતને કુવા અને બોરની સવલત હોય તે ખેડૂતોએ પાકને બચાવવા માટે રાત-દિવસ મહેનત કરી પરંતુ      વીજળીનો અભાવ, રોજ, ભુંડ અને હિંસક પ્રાણીઓના ભયને કારણે ખેડૂતો પુરતુ પાણી આપી શકયા નહી તેમજ હવામાં ભેજનું પ્રમાણ ઓછું રહેવાથી પાયેલા પાકમાં પણ કોઈ મોટો ફાયદો થયો નહી.

સાવરકુંડલા તાલુકામાં દર વર્ષે કપાસનું વાવેતર પણ સારા પ્રમાણમાં થાય છે. કપાસ શીયાળુ પાક છે જેમાં પિયત અને બી પિયત બે વિભાગ પડે છે. પિયતને ઓછુ પાણીમળવાથી અને હવામાં ભેજ નહીવત રહેવાથી છોડનો જોઈએ તેટલો વિકાસ થયો નહી અને ફળ-ફુલ જે બંધાવા જોઈએ તે બંધાણા નહી. બિન પિયત કપાસ સંપૂર્ણ નિષ્‍ફળ ગયો છે. સતત ત્રણ માસ સુધી વરસાદ ન પડવાથી આ પાકના છોડનો વિકાસ પણ થયો નથી તેના પર ફળ અને ફુલ જે બેસવા જોઈએ તે બેઠા નથી. સાવરકુંડલા તાલુકાના ખેડૂત અગ્રણીઓ દિપકભાઈ માલાણી, બાબુભાઈ પાટીદાર, જસુશભાઈ ખુમાણ, ભનુભાઈ જયાણી, દુર્લભભાઈ કોઠીયા, ધીરૂભાઈ વોરા, હિંમતભાઈ ગુર્જર, ચેતનભાઈ માલાણી, અતુલભાઈ રાદડીયા, સતીષ મહેતા વિગેરે ખેડૂત અગ્રણીઓએ સાવરકુંડલા તાલુકાના વંડા, ધોબા, પીપરડી તેમજ બાઢડા, આંબરડી, થોરડી, દેતડ, દોલતી વિગેરે ગામની મુલાકાત લેતા આ ગામડાઓમાં અને અન્‍ય ગામોમાં પાક સંપૂર્ણ નિષ્‍ફળ ગયો છે તેવું જણાઈ આવેલ છે.

આ બાબતે સરકારે યુઘ્‍ધના ધોરણે ક્રોપ કટીંગ કરી સરકારની જે જુની નીતિ-રીતિ છે, જુના મહેસુલી કાયદાઓમાં જે તાલુકામાં 6 ઈંચ કરતા વધારે વરસાદ પડયો હોય ત્‍યાં અછત જાહેર કરાતી નથી. પરંતુ આ વર્ષે જુલાઈ મહિનામાં જ એકી સાથે આ તાલુકામાં વરસાદ પડી ગયો પછી વરસાદ ન થવાના કારણે તાલુકામાં દુષ્‍કાળની પરિસ્‍થિતિ સર્જાણી છે. આવતા દિવસોમાં આ તાલુકામાં ડુંગરાળ વિસ્‍તારમાં પીવાના પાણીનો પ્રશ્‍ન,ઘાસચારાનો પ્રશ્‍ન અને ગામડાની 80% પ્રજા ખેતી ઉપર નભનારી હોય જેથી ખેતીકામ મળતું નથી. રોજગારીનો પ્રશ્‍ન પણ ઉપસ્‍થિત થયો છે. કેટલાક વિસ્‍તારમાં મઘ્‍યપ્રદેશ અને રાજસ્‍થાનથી આવેલા ખેત મજૂરો નિઃસહાય બની મજુરી ન મળતી હોવાના કારણે પોતાના વતનમાં જવા રવાના થયા છે. સાવરકુંડલા તાલુકાને સરકાર દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરી રોજગારી, ઘાસચારો અને પીવાના પાણીની વ્‍યવસ્‍થા કરે તેવી લોકમાંગણી ઉઠી છે. ગત વર્ષે વીમા કંપનીની ક્રોપ કટીંગ કરવાની ખોટી પઘ્‍ધતિના કારણે મોટાભાગના ગામો વીમાની રકમથી વંચિત રહૃાા છે. આ વર્ષે પણ દુષ્‍કાળ પડી જ ગયો છે વીમા કંપનીએ તાત્‍કાલીક ક્રોપ કટીંગ કરી અને ત્રણ માસમાં ખેડૂતને વીમાની રકમ મળે તેવા પ્રયત્‍ન સરકારે કરવા જોઈએ નહીતર આ વર્ષે ખેડૂતો પોતાની આર્થિક સ્‍થિતિ નબળી બનવાને કારણે મુશ્‍કેલીમાં મુકાશે અને કોઈપણ પ્રકારનું સરકારનું લેણું અને વીજબીલ, મહેસુલ, પાકધીરાણ લોન ભરી શકશે નહી.


લ્‍યો બોલો : રાજુલા પંથકમાં છેલ્‍લા વર્ષોમાં 1રથી વધુ સિંહોના મોત થયા છતાં તપાસ થતી નથી

લ્‍યો બોલો : રાજુલા પંથકમાં છેલ્‍લા વર્ષોમાં 1રથી વધુ સિંહોના મોત થયા છતાં તપાસ થતી નથી

પર્યાવરણ અને સિંહપ્રેમીઓનો વેધક પ્રશ્‍ન

રાજુલા, તા. 1પ

રાજુલા વિસ્‍તારમાં છેલ્‍લા થોડા વર્ષમાં 1ર થી પણ વધારે સિંહનાં મોત થવા છતાં વનતંત્ર ર્ેારા ઢીલી નીતિ શા માટે ? જેમાં મોટાભાગનાં સિંહો તો પીપાવાવ રેલ્‍વે ટ્રેક ઉપર થયેલ હોય આ રેલ્‍વેનાં ડ્રાઈવર કે રેલ્‍વે વિભાગ પર કોઈપણ જાતની કાર્યવાહી શા માટે નહીં ? તેમજ રાજુલા વિસ્‍તારમાં પીપાવાવ ફોર ટ્રેક રોડ પર તેમજ ડુંગર નજીક રોડ પર સિંહનાં અકસ્‍માતમાં પીપાવાવમાં આવેલ મોતમાં કોઈ જાતની તપાસ શા માટે નહીં ? આ સમયે સિંહનાં મોઢામાંથી ફીણ નિકળતા હતા તેવું જાણવા મળેલ હતું. તો શા માટે કોઈ જાતની તપાસ કરવામાં ન આવી ? તેવો વેધક સવાલ લોકોમાંથી ઉઠવા પામેલ છે. અને ગૌરક્ષા હિત રક્ષક મંચ અને પર્યાવરણ બચાવ ટ્રસ્‍ટ ર્ેારા આ સમગ્ર પ્રકરણોની તપાસની માંગ ઉઠાવેલ છે.

આ અંગે સ્‍થાનિક ખેડૂતો એવું જણાવી રહૃાા છે કે ખેડૂતોનાં ખેતરમાં કંઈક કારણસર જો સિંહનું મૃત્‍યુ થાય તો વનતંત્ર ખેડૂતની પાછળ પડી જાય અને પાયમાલ કરી દે. જયારે રેલ્‍વે તંત્ર અને રોડ અકસ્‍માતમાં કોઈ પગલા શા માટેનહીં ? તેવો વેધક સવાલ ઉઠેલ છે.


અમરેલીમાં ધુળનો વરસાદ બંધ કરાવો : પરેશ ધાનાણી

શહેરનાં બિસ્‍માર બનેલ તમામ માર્ગોને તાકીદે નવા બનાવવા પણ રજુઆત કરી

અમરેલીમાં ધુળનો વરસાદ બંધ કરાવો : પરેશ ધાનાણી

ધુળની ઉડતી ડમરીઓ હાલ તુર્ત બંધ કરાવવા યુઘ્‍ધનાં ધોરણે પાણીનો છંટકાવ કરો

અમરેલી, તા. 1પ

અમરેલી શહેરની દોઢ લાખની જનસંખ્‍યા છેલ્‍લા થોડા મહિનાઓથી બિસ્‍માર માર્ગો અને ઉડતી ધુળનીડમરીઓથી ત્રાહીમામ પોકારી ચુકી છે. વિકાસની ગુલબાંગો ફેંકતા સત્તાધારી પક્ષનાં આગેવાનો શહેરીજનોનાં હિતમાં કોઈ કામગીરી કરતાં ન હોય તેવા સમયે ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ શહેરીજનોનાં હિતમાં ઉગ્ર રજુઆત કરી છે.

તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, શહેરનાં ભુગર્ભ ગટરની કામગીરી જે માર્ગો અને વિસ્‍તારોમાં પૂર્ણ થઈ ચુકી છે ત્‍યાં તાકીદે માર્ગ બનાવવાની જરૂર છે અને હાલ રાજમાર્ગો પર ધુળની ડમરીઓ ઉડતી હોય યુઘ્‍ધનાં ધોરણે પાણીનો છંટકાવ કરવા અને શહેરીજનો દીપોત્‍સવી પર્વ શાંતિથી ઉજવી શકે તે પ્રકારની કામગીરી કરવા શાસકોને સુચના આપેલ છે.


અમરેલી તાલુકાની જસવંતટીંબા બેઠક પર ભાજપનાં ઉમેદવારનો ભવ્‍ય વિજય

કોંગ્રેસની બેઠક ભાજપે કબ્‍જે કરી લીધી

અમરેલી તાલુકાની જસવંતટીંબા બેઠક પર ભાજપનાં ઉમેદવારનો ભવ્‍ય વિજય

ચિત્તલ, તા.1પ,

તાજેતરમાં યોજાયેલ અમરેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં જસવંતગઢની બેઠક પર જે તે વખતના કોંગ્રેસના જ ઉમેદવારે (ના)રાજીનામુ આપતા તેજ ખાલી બેઠક પર ભાજપી ઉમેદવાર તરીકે શ્રીમતિ કંચનબેન દેસાઈએ પ્રતિ કોંગીઉમેદવાર રસીલાબેન વિનુભાઈ દેસાઈને ર38 મતે પરાજય આપી વિજેતા બન્‍યા હતા. લોકોમાં આનંદ છવાયો. સમગ્ર ચૂંટણી દરમિયાન અમરેલી જિલ્‍લાના માતબર આગેવાનો સાંસદ નારણભાઈ કાછડીયા, દિલીપ સંઘાણી, બાવકુભાઈ ઉંઘાડ, ઘનશ્‍યામભાઈ ત્રાપસીયા, અશ્‍વિન સાવલીયા, ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, કૌશિક વેકરીયા સહિતનાઓનું સતત અને સખત માર્ગદર્શન તથા ચિતલ શહેર તથા જસવંતગઢ, મોટા માચીયાળા ગામ ભાજપની સંગઠીત એકસૂત્રતા મોટા માચીયાળાના સરપંચ દેવેન્‍દ્રભાઈ ધાધલ, ચંદુભાઈ ભંડેરી, મગનભાઈ આદ્રોજા, જગદીશ વાઘેલા, સુરેશ અમરેલીયા, મહેશ થળેસા, જસવંતગઢના વિજય દેસાઈ, લાલજી દેસાઈ, અશોક માંગરોળીયા (સરપંચ), સુરેશ તળાવીયા, મોતી કાનાણી, સુરેશ પાથર (સરપંચ) ચિતલ, હસમુખ ધાનાણી, વિનુ હિરપરા, મધુ ગેડીયા, લક્ષ્મણ સોરઠીયા, ચંદુ દેસાઈ, લક્ષ્મીશંકર તેરૈયા, જીતુ ખાતરા, મગન દેસાઈ, લાભુ ચિત્રોડા, જુગલબાપુ કુબાવત, પ્રવિણ ડાભી, મનસુખ નાડોદા, જયંતિ દેસાઈ, રાજુ ધાનાણી, રઘુવીરસિંહ સરવૈયા, રવજીભાઈ મોજ, હરેશ પરમાર, માવજી પરમાર, ભનાભાઈ રાતડીયા, ભરત વાળા, મનુભાઈ રાજા, જયેશ ભીમાણી, દેવચંદ ભાલાળા, અલ્‍પેશ   માંગરોળીયા, માધાભાઈ મેશીયા, શૈલેષ વઢવાણા, ઘનશ્‍યામ ભંડેરી સહિતના નાના મોટા તમામ જ્ઞાતિનાએ જબરજસ્‍ત ટીમ વર્કથી કામ કરતાકોંગ્રેસની સીટ છીનવાઈ હતી. ધારાસભ્‍ય પરેશ ધાનાણીના ગઢમાં ગાબડુ પડયું.


અમરેલી જિલ્‍લા ભાજપનાં આગેવાનો રાજસ્‍થાનની ચૂંટણીમાં ભાજપનું કાર્ય કરશે

પ્રતાપગઢ અને ધારીયાવદર બેઠકની જવાબદારી

અમરેલી, તા.1પ,

આગામી દીવસોમં રાજસ્‍થાન વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. ત્‍યારે અમરેલી જિલ્‍લા ભાજપને રાજસ્‍થાનની પ્રતાપગઢ અને ધારીયાવદર વિધાનસભા સીટનં પ્રચાર પ્રસાર માટે અમરેલી જિલ્‍લામંથી જિલ્‍લા ભાજપ મહામંત્રી કમલેશ કાનાણી અને જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ મયુર હીરપરાને જવાબદારી સોપાઈ છે. રાજસ્‍થાન ચુંટણી અંતર્ગત પ્રતાપગઢ વિધાનસભાના ધારાસભ્‍ય અને રાજસ્‍થાન રાજયનાં કેબિનેટ મંત્રી નંદલાલ મીણાજી, જિલ્‍લા ભાજપ પ્રમુખ ધનરાજ શર્મા, જિલ્‍લા નગર પરિષદ પ્રમુખ કમલેશ દોશી, તેમજ જિલ્‍લા મીડીયા સેલના મહેશજી શર્મા અને વિધાનસભા સીટમાં આવતા તમામ મંડલન પ્રમુખ, મહામંત્રીઓ સાથે મુલકાત કરી અને સથે આ બંને વિધાનસભા સીટની સ્‍થિતી તથા સંગઠન બાબત સમીક્ષા કરી.


અમરેલી જિલ્‍લામાં આર્થિક મંદીને લીધે ખેડૂતો બાદ હવે વેપારીએ પણ ઝેરી દવા ગટગટાવી

અપૂરતો વરસાદ, બેરોજગારીની સમસ્‍યાથી ભારે પરેશાની

અમરેલી જિલ્‍લામાં આર્થિક મંદીને લીધે ખેડૂતો બાદ હવે વેપારીએ પણ ઝેરી દવા ગટગટાવી

અગાઉ પાંચ ખેડૂતોએ આત્‍મહત્‍યા કર્યા બાદવેપારીએ ઝેરી દવા પીધી : સારવારમાં

અમરેલી, તા. 1પ

અમરેલી જિલ્‍લામાં ચાલુ વર્ષે અપૂરતાં વરસાદનાં કારણે દુષ્‍કાળનાં ઓળા ઉતરી આવ્‍યા છે. જેનાં કારણે ખેડૂતો, વેપારીઓ તથા આમ જનતા ભારે મુશ્‍કેલીમાં મુકાયા છે. ચાલુ વર્ષ પાંચ જેટલાં ખેડૂતોએ દુષ્‍કાળનાં કારણે આપઘાત કરી લીધો છે. ત્‍યારે વેપારીઓ પણ મુશ્‍કેલીમાં હોય, અત્રેનાં ગાવડકા રોડ ઉપર એક વેપારીએ પણ દવાથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

આ બનાવમાં અત્રેનાં જેશીંગપરા વિસ્‍તારમાં રહેતાં પિયુષભાઈ જયંતિભાઈ કાલેણા નામનાં ર7 વર્ષિય યુવકે કપાસનો વેપાર કરવા માટે ઉછીનાં પૈસા લીધેલ હોય, અને આ વર્ષ નબળું થયેલ હોય, અને મંદીનાં કારણે નબળો વિચાર આવતાં ગત તા.13/10 નાં સાંજે ગાવડકા રોડ ઉપર પોતાની મેળે ઝેરી ટીકડા પી લેતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.


થોરડી ગામે અગાઉની બોલાચાલીનાં મનદુઃખનાં કારણે 4 શખ્‍સોએ કર્યો હુમલો

પોલીસે બન્‍ને પક્ષોની સામસામી નોંધી ફરિયાદ

અમરેલી, તા. 1પ

સાવરકુંડલા તાલુકાનાં થોરડી ગામે રહતાં અને પંચરની દુકાન તથા હોટલ ધરાવતાં રસુલભાઈ ગુલાબભાઈ પરમારને અગાઉ તે જ ગામે રહેતાં અબ્‍દુલ ઉર્ફે અબાભાઈ બચુભાઈ મહીડા સાથે પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી થયેલ તે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે આરોી અબ્‍દુલ બચુભાઈ મહિડા, જમાલ બચુભાઈ મહિડા, મહેબુબ અબ્‍દુલભાઈ મહિડા તથા રફીક બાદલભાઈ મહિડાએ હોટલે આવી અને રસુલભાઈ ઉપર કુહાડાનો ઘા કરી ઈજા કરી, ગાળો આપી, અને હોટલમાં પણતોડફોડ કરી નુકશાન કર્યાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાઈ છે.

તો સામાપક્ષે અબ્‍દુલભાઈ બચુભાઈ મહિડાએ પણ અગાઉનાં મનદુઃખનાં કારણે ઉજબ રસુલભાઈ સહિત 3 ઈસમોએ ગુપ્‍તી, લોખંડનાં પાઈપ વડે માર માર્યાની સામી ફરિયાદ નોંધાવી છે.


ખાંભા નજીકથી 3 ઈસમો વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયા

રાજકોટ તથા ધારીનાં શખ્‍સો સામે કાર્યવાહી

અમરેલી, તા.1પ

રાજકોટ ગામે રહેતા સંદિપ દિલીપભાઈ ગળીયેલ તથા ધારી ગામે રહેતા આદિત્‍ય લાલજીભાઈ ચાવડા તથા જયેશ હકનભાઈ ચાવડા નામના ત્રણેય શખ્‍સો ગઈકાલે બપોરે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.03 જે.કયુ. 3ર1માં વિદેશી દારૂની બોટલ નંગ-3 સાથે નીકળતા પોલીસે તેમને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


જીકીયાળી ગામે રહેતા યુવકે ભૂલથી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

ઉધરસની દવાના બદલે ઝેરી દવા પી જતા બન્‍યો બનાવ

અમરેલી, તા.1પ

ખાંભા તાલુકાના જીકીયાળી ગામે રહેતા અને મજૂરી કામ કરતા મદનભાઈ મોહનભાઈ મારવાડી નામના રપ વર્ષીય યુવકને છેલ્‍લા ચારેક દિવસથી શરદી અને ઉધરસ થઈ ગયેલ હોય, જે શરદી, ઉધરસની દવાના બદલે ભૂલથી બાજુમાં પડેલ કોઈ ઝેરી દવાની બોટલમાંથી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડાયેલ. જયાંતેમનું સારવાર દરમિયાન મોત નિપજયાનું ખાંભા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


રોકડીયાપરામાંથી તરૂણીને લલચાવી અપહરણ કરી જતાં નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા. 1પ

મુળ મઘ્‍યપ્રદેશનાં વતની અને હાલ અમરેલીનાં રોકડીયાપરામાં રહેતી એક 17 વર્ષિય તરૂણીને મુળ જેતપુર ગામનો વતની અને હાલ તે જ વિસ્‍તારમાં રહેતાં નરેશ મોતી ભીલ નામનો ઈસમ ગત તા.ર8/9 નાં રોજ બળજબરીથી લલચાવી, ફોસલાવી લગ્ન કરવાનાં ઈરાદે ભગાડી ગયાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં  નોધાઈ છે.


હામાપુર ગામે અગાઉનાં મનદુઃખનાં કારણે યુવક ઉપર જીવલેણ હુમલો

પોલીસે બન્‍ને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

અમરેલી, તા. 1પ

બગસરા તાલુકાનાં હામાપુર ગામે રહેતાં શીવરાજભાઈ વાજસુરભાઈ વાળા નામનાં 3પ વર્ષિય યુવકને તે જ ગામે રહેતાં દિલીપભાઈ કાંતિભાઈ મયાત્રા સાથે અગાઉ મારામારી થયેલ જે બાબતે કોર્ટમાં કેસ પણ ચાલતો હોય, તે વાતનું મનદુઃખ રાખી આ દિલીપભાઈ તથા તેમના પિતા કાંતિભાઈ રામભાઈ મયાત્રાએ ગઈકાલે બપોરે આ યુવકને ગાળો આપી, માથામાં લોખંડનાં પાઈપ વડે મરણતોલ ઈજા કરી હતી.

તો સામાપક્ષે કાંતિભાઈ રામભાઈ મયાત્રાએ પણ આ જ કારણોસર તે જ ગામે રહેતાં શીવરાજભાઈ વાજસુરભાઈ વાળાએ ગાળો આપી, લોખંડનાંપાઈપ વડે માર મારી જ્ઞાતિ અંગે હડધૂત કરાયાની સામી ફરિયાદ નોંધાવી છે.


અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં રોષની આંધી : લાઠી, અમરેલી, બાબરા, વડીયા સહિતનાં સ્‍થળોએ આવેદનપત્ર પાઠવ્‍યું

ભાજપનાં ગણાતાં ભારતીય કિસાન સંઘ દ્વારા જ આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

લાઠી, અમરેલી, બાબરા, વડીયા સહિતનાં સ્‍થળોએ આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં રોષની આંધી

તાત્‍કાલીક ક્રોપ કટીંગ કરવા અને વીજળી બિલ માફ કરવાની માંગ ઉભી થઈ

અમરેલી, તા. 1પ

અમરેલી જિલ્‍લામાં અપુરતા વરસાદથી કૃષિકારોની હાલત અતિ દયનીય બની હોય ઠેકઠેકાણેથી જિલ્‍લાને અસરગ્રસ્‍ત કરવાની માંગ ઉભી થવા પામી છે.

ભાજપનાં જ સહયોગ ભારતીય કિસાન સંઘ ઘ્‍વારા લાઠી, બાબરા સહિતનાં શહેરોમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યા તો ભાજપનાં અગ્રણી લાભુભાઈ અકબરી, અમરેલી તાલુકા કોંગ્રેસ ઘ્‍વારા પણ જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે, તાત્‍કાલીક ક્રોપ કટીંગ કરીને પાકવીમાની રકમ ચુકવવા, વીજબિલ માફ કરવા, ખેત ઓજારો પરનાં કરવેરા રદ કરવા, પાણી આપવા, પશુપાલકોને ઘાસચારો આપવા સહિતની માંગ કરવામાં આવી હતી.


તુલસીશ્‍યામ રેન્‍જનાં રબારીકા વિસ્‍તારમાં મહાકાય અજગરે કુતરાને કોળીયો બનાવ્‍યો

પેટનો ખાડો પુરવા સટોસટની લડાઈ બાદ

ખાંભા, તા. 1પ

જીવ માત્ર પેટનો ખાડો પુરવા માટે જીવ સટોસટની લડાઈ પણ લડે છે. ત્‍યારે આવી જ ઘટના બની તુલસીશ્‍યામ રેન્‍જનાં રબારીકા રાઉન્‍ડ નીચે આવતા રેવન્‍યુ વિસ્‍તારમાં. સડયુલ 1 માં આવતા અજગરને જયારે ભૂખ લાગી તો એક જીવતા કુતરાને આખેઆખુ ગળી જઈ પોતાના પેટની આગને બુઝાવી હતી અને 10 મિનિટમાં આ અજગરે એક કુતારને પોતાના પેટમાં સમાવી દીધો હતો.

વાડી માલીકે વનવિભાગને જાણ કરતા અજગરને રેસ્‍કયુ કરવામાં આવ્‍યો હતો.

મળતી માહિતી પ્રમાણે તુલસીશ્‍યામ રેન્‍જના રબારીકા રાઉન્‍ડ નીચે આવતા રેવન્‍યુ વિસ્‍તારની ભૂંડણી સિમ વિસ્‍તારમાં વાડી ધરાવતા નરોતમભાઈ પટેલની વાડી નજીક મોડી રાત્રીનાં એક મહાકાય અજગર ચડી આવ્‍યો હતો. આ અજગર પણ બહુ જ ભૂખ્‍યો હતો અને પોતાના પેટની આગ બુઝાવવા તડપી રહૃાો હતો. ત્‍યારે જ અજગરની તેજ નજરમાં એક જીવીત કુતરૂ ચડી ગયું. કુતરૂ કંઈ સમજે તે પહેલા જ અજગર ઘ્‍વારા કુતરાને પકડી લીધું. કુતરાને બચાવવા કોશિષ કરી ત્‍યાં માત્ર 10 જ મિનીટમાં આ અગજર કુતરાને આખે આખું ગળી ગયોઅને પોતાના પેટમાં લાગેલી ભૂખની આગ ઠારી હતી. બાદમાં અજગર સવાર સુધી અહીં જ રહૃાો હતો. વાડી માલિક ઘ્‍વારા વનવિભાગના રેસ્‍કયુ ટીમના સાહિદખાન પઠાણને જાણ કરતા આ અજગરને પકડી અનમાત વાડીમાં છોડી મુકવામાં આવ્‍યો હતો. લોકો જોવા એકઠા થયા ત્‍યારે વનવિભાગના આરએફઓ પરિમલ પટેલ ઘટના સ્‍થળ પર દોડી ગયા હતા.


અમરેલીમાં રેઢીયાળ પશુઓ માટે જમીન ફાળવાઈ : કલેકટર દ્વારા જમીન ફાળવણીનો ઓર્ડર કરવામાં આવ્‍યો

કેરિયારોડ સ્‍મશાન નજીક 7 હજાર ચો.મી. જમીનની ફાળવણી

અમરેલીમાં રેઢીયાળ પશુઓ માટે જમીન ફાળવાઈ

કલેકટર દ્વારા આજથી ર મહિના પહેલા જમીન ફાળવણીનો ઓર્ડર કરવામાં આવ્‍યો

અમરેલી, તા. 1પ

અમરેલી શહેરમાં રખડતા પશુઓ માટે જિલ્‍લા મહેસુલી વડા ઘ્‍વારા 7 હજાર ચો.મી. જમીન કેરિયા રોડ સ્‍મશાન નજીક ફાળવવામાં આવતાં શહેરનાં રખડતા પશુઓનો વર્ષો જુનો પ્રશ્‍ન હલ થવાની ઉજજવળ તકો ઉભી થઈ છે.

અમરેલી શહેરમાં રખડતી ગાયો અને કુતરાઓથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ચુકયા હતા. રખડતાં પશુઓનાં કારણે અકસ્‍માતનું પ્રમાણ પણ વધી રહૃાું હતું. રખડતી ગાય, શ્‍વાન ઉપરાંત આખલાઓ પણ ભયનો માહોલ ઉભો કરતાં હતા.

દરમિયાન કલેકટરે ગત તા. 16 ઓગષ્‍ટનાં રોજ 7 હજાર ચો.મી. જમીન ફાળવી દઈને બાકીની તમામ વ્‍યવસ્‍થા 3 વર્ષ સુધીમાં કરવાની શરત રાખી હોય આગામી દિવસોમાં પ્રાણી અત્‍યાચાર નિવારણ સમિતિઘ્‍વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહૃાાનું જાણવા            મળેલ છે.


અમરેલીમાં અશ્‍વમેઘ ગૃ્રપ દ્વારા નવરાત્રી મહોત્‍સવની ઉજવણી

             અમરેલીનાં સેવાભાવી ગૃ્રપઅશ્‍વમેઘ એન્નયુકેશન એન્‍ડ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા શહેરમાં છેલ્‍લા 7 વર્ષથી ઉજવાતી ભવ્‍ય નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે દરેક ખેલૈયાઓને જેમાં 0 થી 7 વર્ષ, 8 થી 18 વર્ષ અને 18 વર્ષથી ઉપરનાં ખેલૈયાઓને પ્રિન્‍સ-પ્રિન્‍સેસ તેમજ બેસ્‍ટ ડ્રેસનાં ઈનામથી પ્રોત્‍સાહીત કરવામાં આવે છે. કુલ ર7 ઈનામ આપવામાં આવે છે. અશ્‍વમેઘ ગ્રૃપ દ્વારા ગણેશ મહોત્‍સવની પણ દર વર્ષે ઉજવણી થાય છે. તેમજ કૃદરતી આફત કે સેવાકીય કાર્યમાં પણ જબ્‍બરી કામગીરી કરવામાં આવે છે. ઉરીનાં શહીદો માટે પણ જરૂરી મદદ કરવામાં આવી હતી. તેમજ રક્‍તતદાનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. તાજેતરમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી ક્ષત્રિય સમાજનાં આગેવાન રાજુભાઈ શેખવા, સુરેશભાઈ શેખવા, ઉદયભાઈ શેખવા, તેમજ વેપારી અગ્રણી જીતુભાઈ ગોળવાળા, હકુભાઈ ચૌહાણ, સંજય વણજાર, ચતુરભાઈ પટેલ, નવનીતભાઈ પડશાલા, ગીરીશભાઈ ભટ્ટ, ચલાલા પાલિકાનાં ઉપપ્રમુખ અન્‍નીરૂધભાઈ વાળા સહિતનાં આગેવાનો નવરાત્રી મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહીને ખેલૈયા અને આયોજકોને પ્રોત્‍સાહન પુરૂ પાડયું હતું.


ગાય, ભેંસ, ઘેટા-બકરા સહિતનાં પાલતુ પશુઓ અને રખડતા કુતરાઓનાં રસીકરણનો પ્રારંભ

દલખાણીયા રેન્‍જમાં સિંહોનાં મૃત્‍યુ થતાં વન વિભાગ હરકતમાં

ગાય, ભેંસ, ઘેટા-બકરા સહિતનાં પાલતુ પશુઓ અને રખડતા કુતરાઓનાં રસીકરણનો પ્રારંભ

દરેક કુતરાને વૈજ્ઞાનિક ઢબે ઓળખ આપવામાં આવી રહી છે

અમરેલી, તા.1પ

ગીર જંગલ દલખાણીયા રેન્‍જમાં સિંહોના મૃત્‍યુ થતા વન તંત્ર, પશુપાલન વિભાગ સહિતનાં સ્‍થાનિક વહીવટી તંત્ર દ્વારા જંગલ વિસ્‍તારમાં સિંહોમાં રોગચાળો અટકાવવા માટે યુઘ્‍ધના ધોરણે વહીવટી તથા તાંત્રિક ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાય, ભેંસ, ઘેટાં-બકરા સહિતના પાલતુ પશુઓ અને રખડતા કુતરાઓના રસીકરણની કામગીરીનો પ્રારંભ પશુપાલન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્‍યો છે.

તા.8 મી ઓકટોમ્‍બરના રોજ ધારી મુકામે પશુપાલન વિભાગના સચિવ મહમદ શહીદનાં અઘ્‍યક્ષસ્‍થાને વન, પશુપાલન ખાતા સહિત વહીવટી તંત્રના ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં બેઠક યોજવામાંઆવી હતી. દલખાણીયા રેન્‍જની આજુ-બાજુના ર0 ગામોમાં તમામ પાલતુ પશુઓમાં રસીકરણ કામગીરી પુર્ણ કરવા અને રખડતા કુતરાઓમાં કેનાઈન ડિસ્‍ટેમ્‍પર તથા હડકવા રોગ વિરોધી રસીકરણ કામગીરી સત્‍વરે હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. તા.9 ઓકટોમ્‍બર-ર018 સુધીમાં 8પ રખડતા કુતરાઓનું રસીકરણ કરવામાં આવ્‍યું છે.

તા.9મી ઓકટોમ્‍બરના રોજ સાસણ ખાતે વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્‍ય સચિવના અઘ્‍યક્ષસ્‍થાને વન, પશુપાલન ખાતા સહિત વહીવટીતંત્રના ઉચ્‍ચ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. પકડાયેલ કુતરાઓમાં રસીકરણની સાથો-સાથ ખસીકરણની કામગીરી કરવાનું નકકી કરવામાં આવ્‍યું છે. એનિમલ બર્થ કંટ્રોલ રૂલ-ર001 નિયમ મુજબ કુતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે. એનિમલ રાઈટસ ફંડ – અમદાવાદ અને ગોલ ફાઉન્‍ડેશન – અમદાવાદને આ કામગીરી માટે માન્‍ય કરવામાં આવેલ છે.

તા.13મીના રોજ પશુપાલન નિયામક ડો. એ.જે. કાછીયા પટેલ દ્વારા ધારી ખાતે સ્‍થળ મુલાકાત લેવામાં આવી હતી. ખસીકરણ કરવામાં આવેલ દરેક કુતરાને વૈજ્ઞાનિક ઢબે ઓળખ આપવા માટે દરેક કુતરાને ડાબા કાન પર સજીૃકરલ ખાચ તેમજ શરીરમાં માઈક્રો ચીપ બેસાડવામાં આવે છે. જેના દ્વારા તેનું લોકેશન, આપવામાં આવેલ સારવાર, રસી તથા કરવામાં આવેલી સર્જરી કે અન્‍ય તમામ વિગતોસહિતના રેકોર્ડસ ગમે ત્‍યારે જાણી શકાય છે. ગોલ ફાઉન્‍ડેશન-અમદાવાદ (હાલ રાજકોટ ખાતે કાર્યરત) દ્વારા તા.14 ઓકટોમ્‍બર-ર018 સુધીમાં 36 કૂતરાઓ પકડી તેઓને જરૂરી રસીકરણ અને સર્જરી દ્વારા ખસીકરણ કરવામાં આવ્‍યું છે. ગીર વિસ્‍તારમાં સિંહમાં રોગચાળા અટકાવની કામગીરી જિલ્‍લા વહીવટી તંત્રના માર્ગદર્શન તળે કરવામાં આવી રહી છે. લોકો અને પશુપાલકોને આ તમામ કામગીરી અંગે જાગૃત થવા અને સહકાર આપવા, નાયબ પશુપાલન નિયામક, અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


પીરે તરિકત સૈયદ દિલાવરબાપુ ચિસ્‍તી ખ્‍વાઝા બંદાનવાજી જન્‍નત નશીન : ગમગીની

               અમરેલીના પીરે તરિકત ચિરાગે ગુજરાત સૈયદ દિલાવરબાપુ ચિસ્‍તી બંદાનવાજીનું શનિવાર રાત્રીના અમદાવાદ ખાતે ઈન્‍તેકાલ થતા જન્‍નતનશીન થયા હતા. પીરે તરિક સૈયદ દિલાવરબાપુ ચિસ્‍તી છેલ્‍લા એકાદ મહિનાથી સારવાર હેઠળ હતા અને શનિવાર રાત્રીના તેમનું ઈન્‍તેકાલ થતા જન્‍નત નશીન થયા હતા. પીરે તરિકત સૈયદ દિલાવરબાપુના ઈન્‍તેકાલ થવાના સમાચાર મળતાજ સમગ્ર મુસ્‍લિમ સમાજ તેમજ હિન્‍દૂ સમાજમાં શોક અને દુઃખ વ્‍યાપી જવા પામ્‍યું હતું. ગુજરાત તેમજ દેશના અનેક રાજયોમાં અને વિદેશોમાં દિલાવરબાપુના ચાહકોનો બહોળો વર્ગ છે, કોમના રહેબર અને હિન્‍દૂ મુસ્‍લિમ કોમના હિમાયતી એવા દિલાવરબાપુએ લાખો દુઃખીઓના દુઃખ દૂર કર્યા હતા. દિલાવરબાપુએ દરેક લોકો માટે ખિદમત કરવાનો અને ઓલિયાનું જીવન જીવવાનો ઘ્‍યેય બનાવી લીધો હતો. દિલાવરબાપુએ પોતાની જિંદગી ગરીબોના માટે અર્પણ કરી દીધેલ હતી. લાખો નિઃસંતાન દંપતીઓને પોતાની દિવ્‍ય શકિત (દુઆઓથી) સંતાન સુખ આપેલ હતું. લાખો લોકોના દુઃખ દર્દ સમસ્‍યાઓને દૂર કરી છુટકારો (શિફા) આપેલ હતી. સમાજમાં દારૂ, ચરસ, ગાંજો, જુગાર, જેવીબદીઓ દૂર કરી લોકોને સન્‍માર્ગે વાળેલ હતા તેમજ દેશપ્રેમ અને ભાઈચારાની અનોખી જયોત ઘરે ઘરે જલાવેલ હતી. દિલાવરબાપુના ઈન્‍તેકાલથી સમગ્ર સૌરાષ્‍ટ્રના હિન્‍દૂ મુસ્‍લિમ સમાજમાં શોક છવાઈ ગયેલ હતો. દિલાવરબાપુના અચાનક ઈન્‍તેકાલથી તેમના મુરીદો (અનુયાયીઓ) મુંબઈ, વાપી, રાજકોટ, ભાવનગર, સેલવાસ, બીલખા, બાબરા, દામનગર, અમદાવા સહિતના શહેરોમાંથી દફનવિધિમાં જોડાયા હતા. પીરે તરિકત સૈયદ દિલાવરબાપુના જનાજાની નમાજ રવિવારે બપોરે 3:00 વાગ્‍યે જુમ્‍મા મસ્‍જિદ ખાતે પઢવામાં આવી હતી. અને સાંજે પઃ30 વાગ્‍યે દફનવિધિ કરવામાં આવી હતી, શેરે ગુજરાત અને ચિરાગે ગુજરાતનું બિરૂદ મેળવનાર દિલાવરબાપુની દફનવિધિમાં રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો અને સામાજિક સંસ્‍થાઓ અને સરકારી અધિકારીઓ સહિતના આગેવાનો અગ્રણીઓ જોડાયા હતા. સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાત ભરમાંથી દિલાવરબાપુની દફનવિધિમાં પીરે તરિકતો, મશાઈખો, આલીમો, સાદાતો સામેલ થયેલ હતા. દિલાવરબાપુની વિદાયથી સમગ્ર હિન્‍દૂ મુસ્‍લિમ સમાજમાં ગમગીની છવાઈ ગયેલ હતી. અમરેલીના હિન્‍દૂ મુસ્‍લિમ વેપારીઓને દિલાવરબાપુની ઈન્‍તેકાલ થયાની ખબર પડતા ધંધા રોજગાર બંધ રાખેલ હતા.


16-10-2018