Main Menu

Sunday, October 14th, 2018

 

અમરેલી જિલ્‍લામાં આર્થિક મંદીનાં ઘેરાતા વાદળો

રાજય સરકાર મેળાઓ, મહોત્‍સવમાં વ્‍યસ્‍ત જોવા મળે છે ત્‍યારે

અમરેલી જિલ્‍લામાં આર્થિક મંદીનાં ઘેરાતા વાદળો

બેરોજગારીથી કંટાળીને અનેક યુવાનો આત્‍મહત્‍યા કરી લેતાં હોવાનું પણ બહાર આવી રહૃાું છે

અમરેલી, તા. 13

અમરેલી જિલ્‍લામાં અપુરતા વરસાદ, વેપાર-ધંધામાં મંદી,ઉદ્યોગોની કમીથી આર્થિક મંદીનાં વાદળો ઘેરાઈ રહૃાા હોય રાજય સરકાર અને કેન્‍દ્ર સરકાર ઘ્‍વારા યુઘ્‍ધનાં ધોરણે જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરીને ભભમનરેગાભભ યોજના કાર્યરત કરીને વેપારીઓને કરવેરામાં રાહત આપવામાં આવે તેમજ પશુપાલકોને ઘાસચારાની વ્‍યવસ્‍થા કરવાની માંગ ઉભી થઈ છે.

અમરેલી જિલ્‍લો આમ તો છેલ્‍લા ઘણા વર્ષોથી આર્થિક રીતે પછાત રહી ગયેલ છે. રાજય સરકારની વિકાસયાત્રા અમરેલી પંથકમાં કયારેય આવતી જ નથી. કરોડો રૂપિયાનાં રોકાણ વાયબ્રન્‍ટ ગુજરાતનાં કાર્યક્રમમાં થાય છે જેમાં અમરેલી જિલ્‍લામાં કોઈ મોટા ઉદોગો દરિયાકાંઠા સિવાય સ્‍થપાતા નથી.

જિલ્‍લામાં મોટાભાગની આર્થિક જગત કૃષિ અને પશુપાલન પર નિર્ભર બન્‍યું છે. હીરા ઉદ્યોગ છેલ્‍લા એક દાયકાથી મંદીમાં સપડાયો છે. ચાલું વર્ષે અપુરતા વરસાદથી કૃષિ અને પશુપાલનની માઠી દશા બેઠી છે. જિલ્‍લાનાં ખેડૂતો, પશુપાલકો અને બેરોજગાર યુવાનો ભયંકરપણે આર્થિક મંદીનો સામનો કરી રહૃાા હોય જેની અસર નાના-મોટા વેપારીઓ પર પણ જોવા મળતી હોય રાજય સરકારે અમરેલી જિલ્‍લાને અસરગ્રસ્‍ત જાહેર કરીને કરવેરામાં રાહત આપીને વિનામૂલ્‍યે સૌને પાણી, વીજળીની સવલત આપવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.


સા.કુંડલામાંથી મળી આવેલ માનવ કંકાલનું રહસ્‍ય હજુ પણ અકબંધ

સા.કુંડલામાંથી મળી આવેલ માનવ કંકાલનું રહસ્‍ય હજુ પણ અકબંધ

પોલીસ વિભાગ દ્વારા રહસ્‍ય ખોલવા ભારે જહેમત

સાવરકુંડલા, તા.13

સાવરકુંડલાના ભુવારોડ ઉપર મંગળવારે રેલ્‍વેટ્રેક ઉપર એ માનવ કંકાલ મળ્‍યું હતું. તે અંગે ગુટાતું રહસ્‍ય ચર્ચાનું જોર પકડયું છે. દસ દિવસ પહેલા સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર રહેતા શાંતીભાઈ લાલજીભાઈ ધંધુકિયાનો પુત્ર ભાવીક (ઉ.વ.17) ગુમ થયો હતો. અને તે અંગે સોશ્‍યલ મીડીયામાં સેનો ફોટો વાયરલ પરંતુ તેના પરીવાર કોઈ પતો મળ્‍યો નો હતો. પરંતુ ગયા મંગળવારે સાવરકુંડલાના ભુવા રોડના રેલ્‍વેટ્રેક ઉપર એક માનવ કંકાલ મળી આવેલ જેની જાણ કરી અને પોલીસ ઘટના સ્‍થળે ડોગ સ્‍કવોડ લઈને ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. અને પોલીસે ભાવીકના પિતા શાંતીલાલને જાણ કરતા શાંતીલાલે એના કપડાને ચંપલ ઉપરથી એક કિધુ કે આ મારા પુત્ર ભાવીકના કપડા અને ચંપલ છે. એટલે પોલીસે માનવ કકાલને ભાવનગર રીપોર્ટ માટે મોકલેલ પ્રથમ નજરે જોતા એવું લાગતું હતું.કે આ શબને જંગલી જાનવરે ફાડી ખાધુ હોય પરંતુ તેમના પરિવારનું એક કહેવું છે કે અ શબને જંગલી જાનવરે ફાડી ખાધુ હોય તો મારા પુત્રના કપડા આંખાનો મળે અને લોહીના ડાગ પણ હોય પણ પેન્‍ટ શર્ટ બાજુમાં કાંટાની વાડમાંથી હેમખેત મળેલ છે. તેથી તેના પરિવારના સભ્‍યોનું એવું કહેવું છે કે મારા પુત્રનું રહસ્‍યમય રીતે મોત નિભાવ્‍યું હોય તેવું આ અંગે પોલીસ દ્વારા આજુબાજુના સી.સી.ટી.વી. કેમેરા ચેક થાય તોજ ખબર પડે અને બીજી બાજુ તેના પરીવારમાં એવી પણ ચર્ચાએ જોર પકડયું છે. માટે મારા છોકરાને મારીને ફેકી દીધો છે. અને કિડની કાઢી વહેરી નાખી હોય તેવી ચર્ચાએ પણ જોર પકડયું છે. આ બનાવની તટસ્‍થ તપાસ થાય અને એફ.એસ.એલ. પી.એમ. રીપોર્ટ ડી.એન.એ ટેસ્‍ટના રીપોર્ટ આવે પછી જ આની ચોકકસ ખબર પડે.


અમરેલીનાં સીનીયર સીટીઝન પાર્કમાં ચૈતન્‍ય દેવીઓની ઝાંખી કરાવાશે

સોમવારથી ગુરૂવાર સુધી દર્શન થઈ શકશે

પ્રજાપિતા બ્રહ્માકુમારી વિદ્યાલય ર્ેારા

અમરેલીનાં સીનીયર સીટીઝન પાર્કમાં ચૈતન્‍ય દેવીઓની ઝાંખી કરાવાશે

અમરેલી, તા. 13

અમરેલીમાં નવલી નવરાત્રીનાં પાવન દિવસોમાં સાક્ષાત ચૈતન્‍ય દેવીઓનાં દર્શન કરવા તા. 1પ/10/18 થી 18/10/18 સુધી, સમય રાત્રે 9.00 થી સિનિયર સીટીજન પાર્ક, ફોરવર્ડ સ્‍કૂલ પાસે, સાક્ષાત ચૈતન્‍ય દેવીઓ આ ધરતી પર પ્રગટ થશે. આ દેવીઓ શિવશકિતઓ છે, જે પરમાત્‍મા શિવ સાથે પોતાના મનનો તાર જોડીને દેવીઓ જેવી એકાગ્રતાને ધારણ કરવા તનાવ, ક્રોધ, ચિંતા, વ્‍યસન અને વિકારો જેવા અસુરોનો નાશ કરી સુખ, શાંતિમય, ખુશનુમા જીવન જીવવા માટે આ ચૈતન્‍ય દેવીઓનું આયોજન કરેલ છે. આ સાથે બિલકુલ વિનામૂલ્‍યે રાજયોગ મેડિટેશન શીખવવા માટે તા.19/10/ર018 થી રપ/10/ર018 સુધી, સમય સાંજે પ થી 6 અથવા રાત્રે 8 થી 9 દરમ્‍યાન, સ્‍થળ – બ્રહ્માકુમારી વિદ્યાલય, ગોપી સિનેમા પાછળ, સ્‍ટેશન રોડ, રર303ર, અમરેલી બ્રહ્માકુમારી વિદ્યાલયનાં મુખ્‍ય સંચાલીકા બ્ર.કુ. ગીતાદીદીની એક યાદીમાં જણાવેલ છે.


અમરેલી ધર્મરક્ષા સમિતિ દ્વારા પુજારીઓની બેઠક યોજાઈ

અમરેલી ધર્મરક્ષા સમિતિ દ્વારા પુજારીઓની બેઠક યોજાઈ

ગત તા.1ર/10 ના રોજ જાગૃત હનુમાનજી આશ્રમ ખાતે પુજારીઓની બેઠક યોજાયેલ પં.પૂ. સંત રામમનોહદાસ બાપુ દ્વારા ધર્મધજા આરોહણ તેમજ પધારેલા મહેમાનો દ્વારા દિપપ્રાગટય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ. પધારેલ મહેમાનોનું બાળઓ દ્વારા કુંમકુમ તિલક દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ શાબ્‍દીક સ્‍વાગત જિલ્‍લા સાંસ્‍કૃતિક પ્રમુખ મનુભાઈ વેકરીયા દ્વારા કરવામાં આવ્‍યું વર્તમાન સમયમાં આપણી સ્‍થિતિ આપણા ધર્મના પ્રચાર પ્રસાર માટે આપણે શું કરી શકીએ, પુષ્‍પ પાંદડીથી તમાનું સ્‍વાગત પ્રશાશનિક પ્રમુખ જમનાદાસભાઈ નિમાવત તથા નિધિપ્રમુખ જીતુભાઈ જોષી દ્વારા કરવામાં આવ્‍યું જિલ્‍લાના સંયોજક ભીખુભાઈ અગ્રાવતે કાર્યક્રમનો મુખ્‍ય હેતુ, ધર્મ પ્રત્‍યે આપણી ઉદાસીનતા, તમામ સાધુસમાજ એકત્ર થઈ હિન્‍દુધર્મના આસ્‍થાના કેન્‍દ્રોને આપણા દ્વારા લોકોમય બનાવીએ નવા પ્રયોગો દ્વારા એકત્રી કરણ દઢશ્રઘ્‍ધા કેળવાય તમામ સમાજ મંદિરે આવે સમરસતા કેળવાય તેવું જણાવ્‍યું હતું. દેવેન્‍દ્રભાઈ દેવે દ્વારા આપણાથી ઉપેક્ષિત છે. તેવા સમાજની ચિંતા કરવા સામાજિક સમરતા, વર્તમાન સમયમાં, જાતિવાદ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ અને વ્‍યકિતવાદથી દેશનીરાષ્‍ટ્રીયતા પર સંકટો ધેરાઈ રહયા છે. અવનવી યોજના બનાવી દેશમાં ભાગલા પાડવો અને ગુમરાહ બનાવી આપણી રોટલી શેકો પરંતુ આ દેશ અને હિન્‍દુધર્મને મોટામાં મોટુ નુકશાન પહોંચાડી રહયા છે. પ.પૂ. રામમનોહરદાસ બાપુએ આર્શિવચન માં હિન્‍દુધર્મને મોટામાં મોટું નુકશાન પહોચાડી રહયા છે. પ.પૂ. રામમનોહરદાસ બાપુએ આર્શિવચન માં હિન્‍દુસમાજ એકતાને તાંતણ બંધાય તે ખુબ જરૂરી છે. અહિ આશ્રમમાં દલીત સમાજનાં ઘણા યુવાનો સેવા આપે છે. આઠ દલિત યુવાનોને રામનામ લખેલી ભગવી શાફી ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું. મોટા મંદિરોમાં કયા પાબંધી છે. એક તો બતાવો ? સોમનાથ મંદિર, બાપા સીતારાનો રોટલો, અરે અમરેલીનું નાગનાથ મંદિર આપણે પણ અન્‍ય હિન્‍દુસમાજનાં અમરેલી શહેર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ કિરીટભાઈ ટીલાવત, વૈષ્‍ણવસાધુ સમાજનાં પ્રમુખ જયેશભાઈ હરીયાણી યુવા પ્રમુખ મનોજભાઈ ડો. ભરતભાઈ (પ્રવિણભાઈ ગોંડલીયા) માધુબાપુ ખારાવાળા, અમરદાસબાપુ હરીયાણી, નટુભાઈ ભંડીગજી, કનૈયાલાલ નિમાવત કૈલાસગીરીબાપુ, ઉદયભાઈ જોષી ગોરધનભાઈ પોલરા, કરશન ભગત, અમરેલી કારોબારી સભ્‍ય અમુભાઈ રામાવત, દ્વારકાદાસ લલાડીયા, પ્રતાપગીરી ગોસાઈ વગેરે ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.


મોરઝરનાં મુકેશ ભેંસાણીયાની વિદેશી દારૂની બોટલ સાથે અટકાયત

ચલાલા,તા.13

પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા તથા સર્કલ પો.ઇન્‍સ ધારીની સુચના મુજબ દારૂની બદીને સમાજમાંથી દુર કરવા તેમના ઉપર સફળ રેઈડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્‍વયે ચલાલા પો.સ્‍ટે ના પો.સબ.ઈન્‍સ વી.એલ. પરમાર અને એ.એસ.આઈ આર.જી. ભેંડા તથા હેડ.કોન્‍સ જે.જી. બોરીસાગર તથા પો.કોન્‍સ કે.ડી.વાળા એ રીતેના પોલીસ સ્‍ટાફે મોરઝર ગામની સીમમાં આવેલ આરોપી મુકેશભાઈ નાગજીભાઈ ભેંસાણીયા રહે. મોરઝરની કબ્‍જાની વાડીની ઓરંડીમાં રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોવેલ્‍સ 7પ0 મી.લી. રીંગપેક બોટલો નંગ 4ર કિ.રૂ. 16800/- નો મુદ્‌ામાલ સાથે પકડીપાડી નશા બંધી હેઠળની કાર્યવાહી    કરેલ છે.


ચરખાગામે દવાવાળા ગ્‍લાસમાં પાણી પીતા ઝેરી અસરથી યુવકનું મોત

અમરેલી, તા. 13

બાબરા તાલુકાનાં ચરખા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં અજય જુવાનસીંગ મહીડા નામનાં 19 વર્ષિય ખેડૂત યુવકે ગત તા.10નાં આખો દિવસ મચ્‍છરીની દવા છાંટેલ હતી અને રાત્રે સુતા હતા ત્‍યારે ભૂલથી ઝેરીદવા વાળા ગ્‍લાસમાં પાણીપી લેતાં તેમને ઝેરી અસર થતાં સારવાર માટે દવાખાનેખસેડાયેલ જયાં આ યુવકનું સારવાર દરમિયાન મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


ચિત્તલમાં મોબાઈલ દુકાનમાં ચોરી કરનાર શખ્‍સને ઝડપી લેવામાં આવ્‍યો

એસપીની સૂચનાથી ક્રાઈમ બ્રાંચનો સપાટો

ચિત્તલમાં મોબાઈલ દુકાનમાં ચોરી કરનાર શખ્‍સને ઝડપી લેવામાં આવ્‍યો

રૂપિયા 63 હજારનો મુદ્યામાલ કબ્‍જે કર્યો

અમરેલી, તા.13

અમરેલી તાલુકાના ચિતલ ગામે નદી કાંઠે “જય અંબે” નામની મોબાઈલની દુકાન ધરાવતા નિવ્‍યેશભાઈ અતુલભાઈ કુબાવતે તા.3/10ના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ લખાવેલ કે કોઈ અજાણ્‍યા ચોર ઈસમે પોતાની જય અંબે નામની મોબાઈલની દુકાનની પાછળની બારી તોરડી દુકાનમાં પ્રવેશ કરી નવા તથા જૂના મોબાઈલ ફોન નંગ-ર3 કિંમત રૂા. 40,પ3ર તથા એક લીનોવો કંપનીનું લેપટોપ કિંમત રૂા. 30,રપ0નું મળી કુલ કિંમત રૂા. 70,78રનો મુદામાલ ચોરી કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ આપતા અમરેલી તાલુકા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. 10પ/ર018 ઈ.પી.કો. કલમ 4પ4, 4પ7, 380 મુજબનો ગુન્‍હો રજિ. થયેલ હતો.

પોલીસે અર્જુન ભેરૂભાઈ ડુંડવે (ઉ.વ.ર1) ધંધો ખેત મજૂરી રહે. મુળ તડવી ફળીયું, ઈટારા, તા. આંબવા, જિ. અલીરાજપુર, મઘ્‍યપ્રદેશ, હાલ મોણપુર, તા.જિ. અમરેલી વાળાને તા.13/10ના 13:30 વાગ્‍યે અટકકરેલ છે.

અમરેલી પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન નંગ-ર0 કિંમત રૂા. 33,000 તથા એક લીનોવો કંપનીનું લેપટોપ કિંમત રૂા. 30,000 મળી કુલ કિંમત રૂા. 63,000નો ચોરીનો મુદામાલ કબ્‍જે કરેલ છે.

પકડાયેલ આરોપી અર્જુન ભેરૂભાઈ ડુંડવે પોતાના પરિવાર સાથે ઘણા વર્ષોથી ગુજરાતમાં જુદા જુદા વિસ્‍તારોમાં રહી ખેત મજૂરી તથા છૂટક મજૂરી કામ કરે છે. અને આ ચોરી પોતે પોતાના ભાઈ પ્રકાશ તથા મિત્ર શીપીન સુમોભાઈ મહેડા તથા મહેશ પીલુસીંગ સાથે મળીને કરેલ હોવાની કબુલાત આપેલ છે.

ઉપરોકત લેપટોપ તથા મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂા. 63,000ના મુદામાલ સાથે પકડાયેલ આરોપી વધુ તપાસ અર્થે અમરેલી તાલુકા પો.સ્‍ટે.ને સોંપી આપેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. સ્‍ટાફના ભરતબાપુ ગોસ્‍વામી, પ્રફુલ્‍લભાઈ જાની, વી.ડી. ગોહિલ, કે.સી. રેવર, સંજયભાઈ મકવાણા, જીતેન્‍દ્રભાઈ મકવાણા, હિંગરાજસિંહ ગોહિલ, મયુરભાઈ ગોહિલ જાવીદભાઈ ચૌહાણ, અજયભાઈ સોલંકી, કિરણભાઈ સોલંકી, મહેશભાઈ મહેરા, અજયસિંહ ગોહિલ, હરેશભાઈ બાયલ, જગદીશભાઈ પોપટ, ભાવિનગીરી ગૌસ્‍વામી, રાઘવેન્‍દ્રભાઈ ધાધલ, દિપકભાઈ વાળા વિગેરેએ કરેલ છે.


ખાંભાનાં ભાડ વાંકિયા ગામે યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો

અમરેલી, તા. 13

ખાંભા તાલુકાનાં ભાડ વાંકીયા ગામે રહેતાં બાવચંદભાઈ   કાળુભાઈ વાઘેલા નામનાં રપ વર્ષિય યુવકને ગઈકાલે તેમનાં પિતાજી   કાળુભઈએ કપાસમાં પાણી વાળતી વખતે પાણીનો બગાડ ન કરવાઅને તેને પાણી વાળતાં આવડતું નથી તેવો ઠપકો આપતાં પુત્ર બાવચંદને લાગી આવતાં પોતાની મેળે કોઈ ઝેરી દવા પી લેતાં તેમનું મોત થયાનું ખાંભા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


અમરેલીનાં યુવકે બેકારીથી કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાત કર્યો

મજુરીકામ મળતુ ન હોવાથી પગલું ભરી લીધું

અમરેલી, તા. 13

અમરેલી નજીક આવેલ ગોકુળનગરમાં રહેતાં અને છૂટક મજુરી કામ કરતાં અજયભાઈ હસુભાઈ ભારોલા નામનાં ર0 વર્ષિય યુવકને છેલ્‍લાં ઘણાં જ સમયથી મજુરીકામ મળતું ન હોય, જેનાં કારણે પૈસાની તંગી રહેતી હોય, જેથી આ બેકારીથી કંટાળી જઈ ગઈકાલે સવારે પોતાની મેળે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.


સાવરકુંડલા ગામે આવેલ મફતીયાપરામાં યુવકે પરિવારનું જીવનનિર્વાહ નહી કરી શકતાં આપઘાત કર્યો

અમરેલી, તા. 13

સાવરકુંડલા ગામે રહેતાં સંજયભાઈ બાવચંદભાઈ કારેલીયા નામનાં 40 વર્ષિય યુવકની આર્થિક પરિસ્‍થિતિ ખુબ જ નબળી હોય, અને પોતાના પરિવારનું જીવન નિર્વાહ પણ કરી શકે તેમ ન હોય, જેથી કંટાળી જઈ ગઈકાલે સાંજના સમયે મફતીયાપરામાં પોતાની મેળે કોઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું સાવરકુંડલા ટાઉન પોલીસમાં ધર્મેશભાઈ ધીરુભાઈ કારેલીયાએ જાહેર કર્યુ હતું.


રાજુલા નજીક આવેલ જૂની બારપટોળીનાં યુવકનું તળાવમાં ડૂબી જવાથી મૃત્‍યુ

રાજુલા, તા.13

રાજુલા તાલુકાના જૂની બારપટોળીના દલિત યુવાન જીણાભાઈ રામભાઈ જીતીયા નામના ગામે બપોરના સમયે ગરમીના કારણે ગામમાં આવેલ તળાવમાં નાવા પડયા હતા.     તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થતા યુવાન ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતા સ્‍થાનિક ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર, કુંડલીયાળાના સરપંચ ગાંગાભાઈ હડીયા, ચેતનભાઈ ભુવા સહિતના આગેવાનો તથા પ્રાંત અધિકારી, જાફરાબાદ મામલતદાર ચૌહાણ, રાજુલાના પીઆઈ યુ.ડી. જાડેજા, રાજુલા તાલુકા પંચાયતના અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા અને ર-3 કલાકની ભારે જહેમત બાદ યુવાનની લાશ    મળી અને રાજુલા જનરલ હોસ્‍પિટલમાંપોસ્‍ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્‍યા હતા.


ધાર્મિક કાર્યક્રમોનાં માહોલ વચ્‍ચે મહુવામાં પૂ. મહંતસ્‍વામીએ હરિભકતોને દર્શનનો લાભ આપેલ

રાજુલા, તા. 13

પૂજય મહંત સ્‍વામી મહારાજની વિશેષ ઉપસ્‍થિતિમાં મહુવા બી.એ.પપી.એસ. સ્‍વામિનારાયણ મંદિરનાં આંગણે 10 ઓકટોબરથી લઈને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહૃાા છે, ત્‍યારે 1રમી ઓકટોબરને શુક્રવારનાં રોજ ગુરુ પ્રાપ્‍તિ દિને પૂજય મહન્‍ત સ્‍વામી મહારાજે સવારે હરિભકતોને પૂજાદર્શન સાથે આશીર્વાદનો લાભ આપેલ. કિર્તન-ધૂન અને બાળ હરિભકતોનાં ઉત્તમ વિચારો બાદ ઉપસ્‍થિત શ્રોતાજનોને આશીર્વાદરૂપી પ્રેરણા આપતા પૂજય મહંત સ્‍વામીએ જણાવેલ કે એક પુરૂષ થોડી બુઘ્‍ધિ છે છતાં કલ્‍યાણનાં જતનમાં પાછો પડતો નથી અને બીજો પુરૂષ ઘણી બુઘ્‍ધિ હોવા છતાં કલ્‍યાણનાં માર્ગે ચાલતો નથી. માન છે તે ખૂબ ખરાબ છે. માન માણસને પોતાને જ નચાવેછે. માન વ્‍યકિતએ કરેલ બધા જ કામને બગાડી નાખે છે. માનથી દરેક વ્‍યકિતએ ચેતીને રહેવાની ખાસ જરૂર છે. જે વ્‍યકિત પોતાને બીજા મોટો માને તેમ વર્તે છે તેમાં એક ગુણ આવતો નથી. ગુણ-અવગુણનો આપણી પાસે ઢગલો છે અને તેમની વચ્‍ચે આપણે ફસાયા છીએ. આપણે દરેક વ્‍યકિતમાંથી એક-એક ગુણ લઈએ તો પણ આપણી પાસે ગુણનો ઢગલો થઈ જાય તેમ છે. ગુણ ગ્રહણ કરવાની સુટેવ હોય તો તે આપણને હંમેશા લાભ જ કરે છે.

આપણામાં હજાર વાત સારી હોવા છતાં જો કુસંગીની એક વાત પણ આપણા મનમાં પેસી જાય તો તે આપણને જરૂર હાનિ પહોંચાડે છે. કુસંગ જોરદાર છે. આપણે કરોડ કામ બગાડીને પણ આપણને મોક્ષ મળે તે માટે હરહંમેશ તત્‍પર રહેવું જોઈએ. મોક્ષની વાતને પકડી રાખીએ તો બધું જ સારું થશે. સત્‍સંગ અમૂલ્‍ય છે અને સત્‍સંગમાંથી કોઈએ કયારેય પાછા ફરવું જોઈએ નહીં. સત્‍સંગ વિશેની કોઈ પણ મોળી વાતને આપણે કયારેય ગ્રહણ કરવી જોઈએ નહીં. ચાર દોષો છે. આ ક્રોધ, માન, ઈર્ષા, કપટ દોષ જો આપણામાં હોય તો આપણી બુઘ્‍ધિ આસુરી બુઘ્‍ધિમાં પરિણમે છે. તેમાંય કપટ રાખે તેનું તો બધું ચપટ થઈ જાય છે. સાચો ભકત વેર ભાવે ભજન કરતો નથી.

પૂજય આત્‍મસ્‍વરૂપ સ્‍વામીએ સભા-સત્‍સંગ પારાયણ કરતા જણાવેલ કે આપણે ચેતનવંતી ભૂમિમાં બેઠા છીએ.અક્ષરરૂપ થઈએ તો જ ભગવાનની ભકિતમાં કોઈ વિઘ્‍ન ન આવે. મહંત સ્‍વામીની સાધુતા આપણને સૌને આકર્ષે છે. દાસનું દાસ બની રહેવાનો મહંત સ્‍વામીનો ભાવ આપણા સૌ માટે પ્રેરણાનાં સ્‍ત્રોત સમાન છે. ગુરુ પ્રાપ્‍તિ દિને પૂજય આત્‍મસ્‍વરૂપ સ્‍વામીએ અનેક દૃષ્‍ટાંતો આપી પૂ. ભગતજી મહારાજ, પૂ. શાસ્‍ત્રીજી મહારાજ, પૂ. યોગીજી મહારાજ, પૂ.પ્રમુખ સ્‍વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્‍વરૂપ ગુરૂહરિ પૂજય મહત્‍વ સ્‍વામીનાં દિવ્‍ય જીવનચરિત્રના પ્રસંગો વર્ણવેલ. પૂજય આત્‍મસ્‍વરૂપ સ્‍વામીનાં દિવ્‍ય સત્‍સંગ પારાયણ બાદ મહન્‍ત સ્‍વામીની પાવન ઉપસ્‍થિતિમાં રંગબેરંગી સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ.


ચલાલા ગાયત્રી પરિવાર ર્ેારા પ્રથમ પાટોત્‍સવની ઉજવણી  

              ચલાલા – શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ર્ેારા વેદમાતા ગાયત્રી, સરસ્‍વતી માતા લક્ષ્મી માતા, સિઘ્‍ધિ વિનાયક ગણપતિ મહારાજ તથા સોમનાથ મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા પ1 – કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા જીલ્‍લાનાં શ્રેષ્ઠ 6 ડોકટરોને ભભગાયત્રી સેવા એવોર્ડભભથી સન્‍માનીત કરી “પ્રથમ પાટોત્‍સવ”ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ1 – કુંડી ગાયત્રી મહાયજ્ઞનો બહોળી સંખ્‍યામાં યજમાનોએ લાભ લીધો હતો. વેદોકત યજ્ઞ વિધિથી વાતાવરણ દિવ્‍યમય બની ગયુ હતું અને તમામે સંસ્‍થામાં ચાલતી સેવાકીય પ્રવૃતિનાં વેગ માટે વિશેષ આહુતી આપી હતી. ત્‍યાર બાદ પ.પૂ. વલકુબાપુ, પ.પૂ. સદાનંદબાપુ તથા પ.પૂ. રતિદાદાનાં વરદ હસ્‍તે ડો. પી. પી. પંચાલ, ડો. શોભનાબેન મહેતા, ડો. વાઘેલા, ડો. રાઠોડ, ડો. આરતીબેન તથા ડો. સૌમિલભાઈને ફુલહાર, ઉપવસ્‍ત્ર, સન્‍માનપત્ર તથાભભગાયત્રી સેવા એવોર્ડભભ આપી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં ઉદયબાપુ, જે. વી. આચાર્ય, બાબુભાઈ રાજયગુરૂ, ગોવિંદભાઈ ગોંડલીયા, બાલુભાઈ તંતી, તમામ ડોકટરો, ગાયત્રી પરિવારનાં પરિજન ભાઈ-બહેનો તથા ગામ અગ્રણીઓ ઉપસ્‍થિત રહૃાા હતા અને બધાએ સાથે મહાપ્રસાદ લીધો હતો. આભારવિધિ લાલજીભાઈ ખુંટ ર્ેારા કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન મહેશભાઈ મહેતા ર્ેારા કરવામાં આવ્‍યું હતું.


અમરેલી ખાતે પૂ. સંત કરૂણાનંદબાપુનો 67મો પૂણ્‍યતિથિ મહોત્‍સવ ઉજવાયો

               અમરેલીના આંગણે બાળ હનુમાનજી મહારાજનાં સાંનિઘ્‍યમાં ચેતન સમાધિ ખિલોરી ધામવાળા સંત સ્‍વામી કરૂણાનંદ સરસ્‍વતીનો મૃત્‍યુંજય તિથિ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો. આ ઉત્‍સવને નકળંગ દેવંગી આશ્રમગોવિંદપુરના સુ. ગીતામાતાએ દીપ પ્રાગટય કરી ખુલ્‍લો મુકયો હતો. અતિથિ વિશેષ તરીકે પધારેલા જિલ્‍લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ પોતાના ઉદ્વબોધનમાં કુરિવાજો હટાવવા તથા સમાજને શિક્ષણ પ્રત્‍યે જાગૃત થવા જણાવેલ ધર્મ મહોત્‍સવ સાથે અર્પણ શિક્ષણ એવમ્‌ વિકાસ મંડળ ટ્રસ્‍ટ અમરેલી દ્વારા શિક્ષણ વિકાસ અર્થે નાની બચત રૂપે ભભકરૂણાનંદ નિધિ કુંભભભ નું વિતરણ કરવામાં આવ્‍યું. સાંજે પૂ. કરૂણાનંદબાપુની આરતી-થાળ-પ્રસાદ તેમજ મહિલા મંડળ દ્વારા રાસ રાખવામાં આવેલ, રાત્રે દિનેશભાઈ સોલંકી, દેવદત્તભાઈ વાળા સાથે કાબુબાપુએ સંતવાણીની જમાવટ કરી વહેલી સવારે 4 વાગ્‍યે દિવ્‍ય આરતી કરી ધામધૂમ પુર્વક ઉત્‍સવ ઉજવાયો. આ કાર્યક્રમમાં ધારી મનહરભાઈ સલખના, સુરેશભાઈ મૈસુરિયા, કરજાળા વાળા બિપીનભાઈ શેલાર સાવરકુંડલાથી કમલભાઈ શેલાર, લલિતભાઈ મૈસુરિયા, ભાવેશભાઈ પરમાર, ચલાલા વાળા ધીરૂભાઈ મકવાણા, લીલીયાથી ભરતભાઈ સરકત, અકાળા વાળા ભૂપતભાઈ મૈસુરિયા, બગસરાના ગોપાલભાઈ ભટ્ટી, બાબરાથી રાજેશભાઈ સલખના, કિશોરભાઈ ભટ્ટી, વાંકિયા વાળા, પંકજભાઈ ચૌહાણ, વીરનગર વાળા, પ્રફુલ્‍લભાઈ મકવાણા હિતના મહેમાનો તેમજ સ્‍થાનિક અગ્રણી લાખાભાઈ ભટ્ટી, બાબુભાઈ રાઠોડ, બાબુભાઈ સરવૈયા, સુધાબેન વગેરે ઉપસ્‍થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાસંત સ્‍વામી કરૂણાનંદ સેવા સમિતિ અમરેલીના પ્રમુખ શૈલેષભાઈ મૈસુરીયા, ઉપપ્રમુખ અરૂણભાઈ મૈસુરિયા, મંત્રી સુરેશભાઈ મૈસુરિયા, ખજાનચી ચંદુભાઈ મકવાણા સાથે સભ્‍યો ભાઈલાલભાઈ સરકત, રમેશભાઈ પરમાર, દિલીપભાઈ ડેરોતરા, અજયભાઈ નાગલા, રાજેશભાઈ બડમલિયા, કમલેશભાઈ પરમાર, તથા વિપુલ ભટ્ટીએ જહેમત ઉઠાવી હતી.


લોકસભાની ચૂંટણીમાં એક લાખ મતથી વિજય થવો જોઈએ : પરેશ ધાનાણી

ભાજપ સરકારથી જિલ્‍લાની જનતાને બચાવવા કામે લાગી જાઓ

લોકસભાની ચૂંટણીમાં એક લાખ મતથી વિજય થવો જોઈએ : પરેશ ધાનાણી

અમરેલીમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જિલ્‍લાભરનાં કોંગી આગેવાનોને શુરાતન ચડાવી દીધું

મોંઘવારી, ભ્રષ્‍ટાચારમાં ફસાયેલ જનતાની તમામ મદદ કરવા દરેક કોંગ્રેસ કાર્યકર દિવસ-રાત એક કરે

અમરેલી, 13

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની અઘ્‍યક્ષતામાં આજે અમરેલી ખાતે કોંગીજનોની મહત્‍વની બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનલક્ષી, જનતાલક્ષી અને ચૂંટણીલક્ષી કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.

આ તકે વિપક્ષી નેતાએ આક્રમક શૈલીમાં જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો, પશુપાલકો, બેરોજગાર યુવાનો, નાના-મોટા વેપારીઓ, મહિલાઓ સહિત સૌ કોઈ ભાજપ સરકારથી ત્રાહીમામ પોકારી ચુકયા છે. જિલ્‍લામાં અપુરતા વરસાદથી ચિંતાનો માહોલ ઉભો થયો હોય કોંગ્રેસપક્ષનો દરેક કાર્યકર જનતાનાં દુઃખનાં સમયમાં તેની બાજુમાં રહીને હિંમત અને હુંફ આપે.

વધુમાં જણાવ્‍યું હતું કે, દર અઠવાડીયે એક દિવસ એક ધારાસભ્‍ય અમરેલી ખાતે ફરજિયાત ઉપસ્‍થિત રહે અને જિલ્‍લાની જનતાનાં પ્રશ્‍ન સાંભળીને તેનું નિરાકરણ કરો અને પક્ષનાં સંગઠનને વધુમાં વધુ મજબુત કરવા માટે સૌએ ભેગા મળીને કાર્યકરવું પડશે.

વધુમાં જણાવ્‍યું હતું કે, આગામી 7 મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હોય જિલ્‍લાની જનતાની સંગાથે રહીને કોંગી ઉમેદવારને એક લાખ કરતાં પણ વધારે મતથી વિજયી બનાવવા સૌને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.

આ તકે લાઠી અને ધારીનાં ધારાસભ્‍ય, જિલ્‍લા અને તાલુકા પંચાયતનાં પ્રમુખ, ઉપપ્રમુખ, નગરસેકો, જિલ્‍લા પંચાયત અને તાલુકા પંચાયતોનાં સદસ્‍યો, તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ સહિત મોટી સંખ્‍યામાં કોંગીજનો ઉપસ્‍થિત રહૃાા હતા.


નારાજગી : થોરડીમાં ગટર બનાવવામાં ગેરરીતિની બદબુ : ગામજનોમાં રોષ

જિલ્‍લામાં ભ્રષ્‍ટાચાર હવે બની ગયો છે શિષ્‍ટાચાર

નારાજગી : થોરડીમાં ગટર બનાવવામાં ગેરરીતિની બદબુ : ગામજનોમાં રોષ

કોઈ તપાસ થતી ન હોવાથી ગેરરીતિનું પ્રમાણ વધી રહૃાું છે

અમરેલી, તા.13

સાવરકુંડલાના થોરડી ગામે ગામજનોનાં પરસેવાના પૈસાથી બનાવવામાં આવેલ ગટરનાં કાર્યમાં નીતિ નિયમોને નેવે મુકવામાં આવતાં ગટર નવી સુવિધા વધવાને બદલે દુવિધા વઘતાં ગામજનોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહયો છે.

જિલ્‍લાનાં લગભગ દરેક ગામોમાં થતાં વિકાસકાર્યોમાં ગેરરીતિની ફરિયાદ ઉભી જતી હોય છે. પરંતુ, તાલુકા વિકાસ અધિકારી કે અન્‍ય કોઈ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતી ન હોવાથી ભ્રષ્‍ટાચાર કરનારની હિંમતમાં વધારો થઈ રહયો છે. અને જનતા જનાર્દનનાં પરસેવાના પૈસાની લુંટ થઈ રહી હોય ઉચ્‍ચ અધિકારીઓ આ માટે ગંભીરતાથી કાર્યવાહી કરવી જોઈએ તેવું સૌ કોઈ ઈચ્‍છી રહયું છે.


સાવરકુંડલા પાલિકાનાં શાસકોની કામગીરી બની વિવાદાસ્‍પદ

પાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખે વર્તમાન શાસકો સામે કર્યા ગંભીર આક્ષેપો

સાવરકુંડલા પાલિકાનાં શાસકોની કામગીરી બની વિવાદાસ્‍પદ

આગામી દિવસોમાં પાલિકામાં ચાલતાં ભ્રષ્‍ટાચાર સામે જનઆંદોલનકરવાની ચીમકી

અમરેલી, તા. 13

આમ તો પાલિકાનાં શાસકોએ શહેરીજનોને પાણી, સ્‍ટ્રીટલાઈટ, માર્ગો અને સફાઈની સુવિધા આપવાની હોય છે. પરંતુ જિલ્‍લાની મોટાભાગની પાલિકાઓમાં શાસકો શહેરીજનોને સુવિધા આપવાનાં બદલે પોતાની મુડી વધારવામાં વધારે વ્‍યસ્‍ત જોવા મળે છે અને શહેરમાં ફેલાયેલ ગંદકી દુર કરતાં નથી.

દરમિયાનમાં સાવરકુંડલા પાલિકાનાં ભાજપી શાસકો ખુલ્‍લેઆમ નાણાકીય ગોલમાલ કરીને શહેરીજનોનાં પરસેવાનાં પૈસાની ઉઘાડી લૂંટ કરતાં હોવાનો આક્ષેપ કોંગી નગર સેવક અને પાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ નાસીર ચૌહાણે કર્યો છે.

તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, પાલિકાનાં ભાજપી શાસકો માત્ર કાગળ પર જ વિવિધ ચીજવસ્‍તુઓની ખરીદી કરે છે તેમજ હંગામી કર્મચારીઓની પણ કાગળ પર ભરતી કરીને પાલિકાની તિજોરીને જબ્‍બરૂ નુકશાન પહોંચાડી રહૃાા હોય કમિશનર ઘ્‍વારા તટસ્‍થ તપાસ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં જનઆંદોલન કરવાની ચીમકી અંતમાં આપેલ છે.


14-10-2018