Main Menu

Saturday, October 13th, 2018

 

અમરેલી જિલ્‍લામાં શાળા સલામતીનાં નિયમોનો ઉલાળીયો

મહત્‍વનાં અનેક નિયમોની ખુલ્‍લેઆમ ઐસીતૈસી

અમરેલી જિલ્‍લામાં શાળા સલામતીનાં નિયમોનો ઉલાળીયો

પ્રાથમિક શિક્ષણ નિયામકનાં પરિપત્રની અમલવારી કરવામાં ખુલ્‍લેઆમ ઠાગાઠૈયા

આગ લાગે ત્‍યારે કુવો ખોદવાને બદલે આગોતરી ચકાસણી કરવાની વાલીઓમાં માંગ થઈ રહી છે

અમરેલી, તા. 1ર

અમરેલી જિલ્‍લામાં બિલાડીનાં ટોપની જેમ ફુટી નીકળેલ ખાનગી પ્રાથમિક શાળામાં રાઈટ ટુ એજયુકેશન એકટ-ર009 અને સુપ્રિમ કોર્ટનાં આદેશની અવગણના કરવામાં આવી રહૃાાનું જાણવા મળેલ છે.

સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ રાજયનાં પ્રાથમિક શિક્ષણ નિયામકે ગત તા. 11 ઓકટોબર-ર017નાં જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીને એક પરિપત્ર પાઠવેલ છે.

પરિપત્રમાં જણાવેલ છે કે, તમામ શાળાનાં કર્મચારીઓનું પોલીસ સ્‍ટેશનમાં વેરીફીકેશન કરાવવું, તમામ કર્મચારીઓનું મનોવૈજ્ઞાનિક વિશ્‍લેષણ કરવું, શિક્ષણ અને બિન શિક્ષણ કર્મચારીઓનો ડટાબેઝ રાખવો, તમામને ઓળખપત્ર આપવા, બાળકો સાથે કેમ વ્‍યવહાર કરવો તેની તાલીમ આપવી, બાળકોની હેરફેર કરતાં વાહનોની ચકાસણી કરવી, જરૂરી ટોઈલેટ અને વોશરૂમની વ્‍યવસ્‍થા કરવી, શાળામાં સીસી ટીવી કેમેરા લગાવવા, બાળકોની સુરક્ષા માટે સમિતિની રચના કરવી, શાળાની દીવાલ 6 ફુટ રાખવી, શાળામાં તાત્‍કાલીક ફોન નંબર દર્શાવવો, શાળા નજીકકેમિકલ એકમો, ટેસ લીકેઝ ન હોય તેની કાળજી રાખવી, બાળકને માનસિક કે શારીરિક તકલીફ ન આપવી, શાળા નજીક તંબાકુનું વેચાણ બંધ કરાવવું સહિતનાં અનેક નિયમો જોવા મળે છે.

પરંતુ ઉપરોકત પ્રકારનાં નિયમોની અનેક શાળાઓનાં સંચાલકો ઘ્‍વારા ખુલ્‍લેઆમ ઐસી-તૈસી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ વાલીઓ અને શિક્ષણપ્રેમીઓમાં ઉભી થઈ હોય પ્રાથમિક શિક્ષણાધિકારીએ જિલ્‍લાની તમામ ખાનગી પ્રાથમિક શાળાઓની ચકાસણી કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ છે.


લ્‍યો બોલો : અમરેલીની સીટી સર્વે કચેરીમાં એકને ગોળને એકને ખોળની નીતિ-રીતિ ચાલે છે

મિલ્‍કતધારકનું નામ પ્રોપર્ટી કાર્ડમાં ચડાવવામાં ઠાગા-ઠૈયા

લ્‍યો બોલો : અમરેલીની સીટી સર્વે કચેરીમાં એકને ગોળને એકને ખોળની નીતિ-રીતિ ચાલે છે

મિલ્‍કત ધારકો બી.કે. ચૌહાણે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવ્‍યો

અમરેલી, તા.1ર

અમરેલીમાં વિવાદાસ્‍પદ ગણાતી સીટી સર્વે કચેરીમાં એકને ગોળને એકને ખોળની નીતિ-રીતિથી કામગીરી ચાલતી હોવાનો આક્ષેપ મિલ્‍કત ધારક બી.કે.ચૌહાણે કર્યો છે.

તેઓએ મુખ્‍યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, રે-સર્વે નં. 96/1 પૈકીની 80×36 નો પ્‍લોટ તેઓના નામે કરવામાં સીટી સર્વે કચેરી દ્વારા અવનવા બહાના કાઢવામાં આવે છે. જયારે, બાજુમાં આવેલ આજ સર્વેની અર્ધી જમીન 80×36 ની જમીન વિનુભાઈ જેઠવાના નામે કરવામાં આવેલ છે.

આમ, એક જજમીનમાં ર ભાગ થયેલ હોય એક જમીન ખરીદનારના નામે થાય છે. અને બાકીની જમીન બીજા ખરીદનારના નામે ન થાય તે કયાં નો ન્‍યાય, આ અંગે જરૂરી કાર્યવાહી કરવાની માંગ અંતમાં કરવામાં આવેલ છે.


બગસરામાં ગર્ભવતી મહિલાનું બ્‍લડપ્રેશર વધી જવાથી મૃત્‍યુ

બગસરામાં ગર્ભવતી મહિલાનું બ્‍લડપ્રેશર વધી જવાથી મૃત્‍યુ

સારવાર માટે દવાખાને ખસેડાયેલ હતા

અમરેલી, તા. 1ર

બગસરા ગામે આવેલ જીનપરામાં રહેતાં ચેતનાબેન નિકુંજભાઈ ખાંદેલ નામનાં 3ર વર્ષિય પરિણીતા ગર્ભવતી હોય, પરંતુ તેણીને બી.પી. તથા ડાયાબીટીસની બિમારી હોય, આજે સવારે અચાનક બી.પી. તથા ડાયાબીટીસ વધી જતાં તેણીને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું મૃત્‍યુ થયાનું બગસરા પોલીસમાં જાહેર થવા  પામેલ છે.


આલેલે : આદસંગની શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે સફાઈનું કાર્ય થાય છે

પ્રાથમિક શિક્ષણાધિકારીએ તટસ્‍થ તપાસ કરવી જરૂરી

આલેલે : આદસંગની શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે સફાઈનું કાર્ય થાય છે

શાળાનાં શિક્ષકોને વાલીઓ કે આગેવાનોનો ડર નથી

અમરેલી, તા. 1ર

સાવરકુંડલાનાં આદસંગ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કરતાં હોવાનાં ફોટોગ્રાફ કેમેરામાં કેદ થયા છે.

એક તરફ રાજય સરકાર શિક્ષણને ઉત્તેજન આપવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજી રહી છે અને બીજી તરફ શિક્ષકો શિક્ષણને બદલે વિદ્યાર્થીઓ પાસે સફાઈનું કાર્ય કરાવી રહૃાા છે.

ગામનાં આગેવાનો અને વાલીઓની નજર સામે જ સ્‍વચ્‍છતા કાર્ય કરવામાં આવતું હોય શિક્ષકોને કોઈનો ભય જોવા મળતો નથી. આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી ઘ્‍વારા તટસ્‍થ તપાસ થાય અને કસુરવાનો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શિક્ષણપ્રેમીઓમાં માંગ ઉભી થઈ છે.


જાફરાબાદ પંથકમાં ‘‘સાંસદ” કાર્યક્રમમાં અફડાતફડી

ભાજપમાંથી સસ્‍પેન્‍ડ કરાયેલ આગેવાનોની હાજરીને લઈને વિવાદ

જાફરાબાદ પંથકમાં ‘‘સાંસદ” કાર્યક્રમમાં અફડાતફડી

લોકસભાની ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહૃાો છે

ભાજપમાં આયાતીઆગેવાનોને જ વધારે મહત્‍વ મળતું હોવાનો કાર્યક્રરોમાં ચણભણાટ

અમરેલી, તા. 1ર

અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાએ તાજેતરમાં સમગ્ર મત વિસ્‍તારનો પ્રવાસ શરૂ કરીને જનતા અને કાર્યકરોની વેદના સાંભળવાનું શરૂ કરીને જનતા અને કાર્યકરોની વેદના સાંભળવાનું શરૂ કરીને લોકસભાની ચૂંટણીની પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે.

દરમિયનમાં આજે સાંસદની ઉપસ્‍થિતિમાં જાફરાબાદનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં પ્રવાસ શરૂ કર્યો હતો. જેમાં ભાજપમાં બળવો કરનાર અમુક આગેવાનોને સસ્‍પેન્‍ડ કરાયા બાદ તે આગેવાનો સાંસદની બગલમાં ઉપસ્‍થિત રહેતા ભાજપનાં વફાદાર આગેવાનો નારાજ બનીને કાર્યક્રમ છોડીને જતાં રહૃાાંની ચર્ચાએ ચકચાર જગાવી છે.

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહૃાો છે અને રાજકીય કાર્યકરો પણ આગેવાનોને ભીડવવાની તક ઝડપતાં જોવા મળી રહૃાા છે.


ઉંટવડ પાસે લકઝરી બસ ઉપરથી પડી જતા કલીનરનું મોત

બસ ઉપર બાંધેલ દોરી તૂટી જતા નીચે પટકાયા હતા

અમરેલી, તા.1ર

સુરેન્‍દ્રનગરના થાન ગામે રહેતા અને ખાનગી લકઝરી બસમાં કલીનર તરીકે કામ કરતા મેરૂભાઈ સોમલાભાઈ વાળા નામના પ3 વર્ષીય આધેડ ગઈકાલે સવારે બાબરાના ઉંટવડ નજીક આવેલ નંદીની હોટલના કમ્‍પાઉન્‍ડમાં બસ ઉભી હતી ત્‍યારે તેઓ બસ ઉપરબાંધેલ પ્‍લાસ્‍ટિકની દોરી છોડવા જતા દોરી તૂટી જતા તેઓ નીચે પડી જતા ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાતા તેઓનું મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


જાનબાઈની દેરડી-સરકારી પીપળવા ગામ વચ્‍ચે ચાલતુ જુગારધામ ઝડપાયું

અમરેલી, તા.1ર

અમરેલી એલ.સી.બી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ., ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ દ્વારા જુગાર અંગે ચોકકસ બાતમી મેળવી લાઠી પો.સ્‍ટે. વિસ્‍તારના જાનબાઈની દેરડી ગામથી સરકારી પીપળવા ગામ વચ્‍ચે આવેલ વાલાવેણ તળાવમાં જાહેરમાં જુગાર રમતાં. (1) રાજેન્‍દ્ર હીરાભાઈ જોષી, (ર) અશોક ભીખાભાઈ          બોળીયા, (3) દિલીપ હરીભાઈ મેર, (4) દિલીપ હરીભાઈ મેર, (પ) અશરફ હુસેનભાઈ હીંગોરા, (6) રફીક રજાકભાઈ મમદાણીને ઝડપી લીધેલ છે.

જયારે રેઈડ દરમ્‍યાન નાસી જનાર ઈસમ : (6) જેન્‍તીભાઈ હીંમતભાઈ રાઠોડ રે. જાનબાઈની દેરડીની શોધખોળ આદરી છે.

પોલીસે રોકડા રૂા. પ9,380 નો મુદામાલ કબ્‍જે કરેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીનાં ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે.વાઘેલા અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


પિપાવાવ પોર્ટનાંપટાંગણમાં એકી સાથે પાંચ સિંહોએ લટાર મારતાં ફેલાયો ફફડાટ

સિંહોની સુરક્ષાની ગુલબાંગોનાં વાતાવરણમાં

પિપાવાવ પોર્ટનાંપટાંગણમાં એકી સાથે પાંચ સિંહોએ લટાર મારતાં ફેલાયો ફફડાટ

જોકે તમામ સિંહો જતા રહેતા સૌ કોઈમાં હાશકારો

અમરેલી, તા. 1ર

એક તરફ વન વિભાગ ર્ેારા સિંહોની સુરક્ષા અંગે મસમોટા દાવાઓ કરવામાં આવી રહૃાા છે અને બીજી તરફ સિંહો માનવ અને ઉદ્યોગીક વસાહતમાં ચક્કર મારતાં જોવા મળી રહૃાા છે.

રાજુલાનાં દરિયાકાંઠે આવેલ પિપાવાવ પોર્ટનાં પટાંગણમાં એકી સાથે પાંચ પાંચ સિંહો આવી ચડતા સૌ કોઈમાં ફફડાટ ફેલાયો હતો. જોકે તમામ સિંહોએ ગણતરીની મિનિટોમાં જ ચાલતી પકડતાં હાશકારો ઉભો થયો હતો.


મંડળીમાંથી રૂા. 19.રપ લાખની ઉચાપત કરનારની આગોતરા જામીન અરજી નામંજૂર

વડીયા તાલુકાના મેઘા પીપરીયા ગામે આવેલ

મંડળીમાંથી રૂા. 19.રપ લાખની ઉચાપત કરનારની આગોતરા જામીન અરજી નામંજૂર

અમરેલી, તા.1ર

વડીયા તાલુકાના મેઘા પીપરીયા ગામે આવેલ મંડળીમાંથી ખાતર વેચી નાખી તે રકમ તથા રોકડ રકમ મળી કુલ રૂા. 19,રપ,948ની ઉચાપત કરનાર ગોવિંદભાઈ હીરજીભાઈ કાછડીયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા તેઓએ ધરપકડથી બચવા માટે થઈ અત્રેની સેશન્‍સ કોર્ટમાં અરજી કરતા એડી સેશન્‍સ કોર્ટના જજશ્રી એન.પી. ચૌધરીએ ગોવિંદભાઈ કાછડીયા આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.


દામનગરનાં યુવકે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત

અમરેલી, તા. 1ર

દામનગર ગામે રહેતાં વિજયભાઈ ધારકીયાભાઈ ભીલ નામનાં પૂખ્‍ત યુવાનેગત તા.ર0/9 નાં રોજ જીણાભાઈની વાડીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું ગઈકાલે સારવાર દરમિયાન મોત થયાનું દામનગર પોલીસમાં જાહેર થવા પામેલ છે.


રાજુલામાં બંધ રહેણાંક મકાનનાં તાળા તોડી રૂા. 34 હજારનાં મુદ્યામાલની ચોરી

નોકરીનાં કામે બહાર ગામ ગયા પાછળથી તસ્‍કરો કળા કરી ગયા

અમરેલી, તા.1ર

રાજુલા ગામે રહેતા પ્રેસનજીત સુકુમાર ધોષ ગત તા.4/10 થી તા.11/10 દરમિયાન પોતાની નોકરીના કામે બહારગામ ગયા હતા. દરમિયાન પાછળથી કોઈ અજાણ્‍યા તસ્‍કરો ફલેટનું તાળુ તોડી તેમાં રાખેલ લેપટોપ, જવેલરી, રોકડ રકમ તથા ડોંગલ વિગેરે મળી કુલ રૂા. 34 હજારની મતાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.


અમરેલી જિલ્‍લાને તાકીદે અછતગ્રસ્‍ત જાહેર કરી “મનરેગા” યોજના શરૂ કરો

જિલ્‍લા કોંગી પ્રમુખ અર્જુન સોસાએકલેકટરને પત્ર પાઠવ્‍યો

અમરેલી, તા. 1ર

અમરેલી જિલ્‍લા કોંગી પ્રમુખ અર્જુન સોસાએ કલેકટરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, ઓછા વરસાદને કારણે ખેડૂતોએ વાવેતર કરેલો પાક સુકાઈ ગયો છે. ચોમાસુ નિષ્‍ફળ ગયું છે, ખેડૂતોનું જીવન દુઃખદાયી બન્‍યું છે. પશુઓને બચાવવા પણ મુશ્‍કેલ છે, પાક નિષ્‍ફળ ગયો છે, ખેડૂતો દેવાદાર બન્‍યા છે, પોતાની રોજીરોટી પણ દુષ્‍કર બની છે, પશુપાલકો પોતાના પશુધનને બચાવવા માટે ઘાસચાર માટે આમતેમ ભટકી રહૃાા છે. તાત્‍કાલીક અસરથી અમરેલી જીલ્‍લાના સમગ્ર તાલુકાઓને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરી અછત મેન્‍યુઅલ પ્રમાણે ખેડૂતો અને પશુપાલકોને સહાય આપવી જરૂરી છે.

વધુમાં જણાવેલ છે કે, અમરેલી જીલ્‍લો ખેતી ઉપર નિર્ભર હોય ખેડૂતોની હાલત કફોડી હોય જીલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારના શ્રમીકો અને ખેત મજુરો હાલ બેરોજગાર છે. તેઓ પોતાનું જીવન દયનીય પરિસ્‍થિતિમાં વિતાવી રહૃાા છે. ગ્રામ્‍ય વિસ્‍તારના શ્રમીકો અને ખેતમજુરો ખેતીપાક નિષ્‍ફળ જવાથી બેરોજગાર બન્‍યા છે તો મનરેગા યોજના તાત્‍કાલીક શરૂ કરાવી ગ્રામ્‍ય વિસ્‍તારના શ્રમીકો અને ખેત મજુરોને આર્થિક મદદ મળી રહે તે માટે ખૂબ જ રાહતરૂપ મનરેગા યોજના સત્‍વરે ચાલું કરવા અંતમાં માંગ કરેલ છે.


ભૈવાહ :અઢી ફૂટનું ચીભડુ

બગસરા બાજુનાં શોભાવડલા ગામનાં હિંમતભાઈની વાડીમાં અઢી ફૂટનું ચીભડુ પાકયું


દામનગરમાં એસ.ટી. ડેપોનાં નામે દુકાનો બનાવવાનો કારસો ?

શહેરીજનોને એસ.ટી. સુવિધા આપવાનાં હેતુ પાછળ મલિન ઈરાદો

દામનગરમાં એસ.ટી. ડેપોનાં નામે દુકાનો બનાવવાનો કારસો ?

એસ.ટી. ડેપોમાં દુકાનો બનાવે છે કે દુકાનોની વચ્‍ચે એસ.ટી. ડેપો બને છે તે સમજાતું નથી

એસ.ટી.બસની આવન-જાવનની સંખ્‍યા ર6 અને દુકાનોની સંખ્‍યા તેનાથી વધારે

દામનગર, તા. 1ર

દામનગર ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમની કચેરીનાં ડી.સી. પાસે દામનગર શહેરી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારો માટે પૂરતા પ્રમાણમાં એસ.ટી. રૂટ દોડાવવાની માંગ કરવામાં આવી        રહી છે.

પછી અંતે કંટાળીને એક પ્રતિષ્ઠિત વેપારીએ એસ.ટી.પાસે આર.ટી.આઈ.થી માહિતી માંગી ત્‍યારે ખબર પડી કે ખોદયો ડુંગર ને નીકળ્‍યો ઉંદર જેવી સ્‍થિતિ બહાર આવી. દામનગર શહેરી અને ત્રીસથીવધુ ગ્રામ્‍ય વિસ્‍તારો માટે વાર વાર પરિવહન પૂરતા પ્રમાણમાં ફાળવવાની માંગ પછી પણ તંત્ર એસ.ટી. બસો કેમ નહિ ફાળવતું હોય ? દામનગર શહેરી સહિત ત્રીસથી વધુ ગ્રામ્‍ય વિસ્‍તાર માટે ર4 કલાક દરમ્‍યાન માત્ર ર6 એસ.ટી. બસ જ આવે છે. તેમાંમોટા ભાગની ઢસાથી ગારીયાધાર જતી શટલ બસો ચાલે છે. અહો વિચિત્રમ કહી શકાય તેવી વ્‍યવસ્‍થા.

દામનગર શહેરમાં કરોડોનાં ખર્ચે બનતા નવા એસ.ટી. ડેપોની કિંમતી જમીન એક રૂપિયાનાં ટોકન ભાડે 99 વર્ષનાં ભાડા પટ્ટાથી મેળવી લેનાર ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમે બગીચા પ્‍લોટમાં જવાના રસ્‍તા પર એક ઈંચ જગ્‍યા છોડવા તૈયાર નથી જે દામનગર શહેરમાંથી કરોડોની કિંમતની જમીન મળી તે શહેરી વિસ્‍તારને પરિવહન અને રસ્‍તા બંને રીતે હળહળતો અન્‍યાય કેમ ?

એસ.ટી. તંત્ર ર્ેારા મુસાફરોને અતિથિ દેવો ભવ માનવા લાંબા રૂટની એસ.ટી.નાં વચનો અનેક પ્રકારનાં રૂટની સુવિધાઓ આપવાનીવાતો પછી પાત્રીસ વર્ષમાં એસ.ટી. તંત્રએ દામનગર સહિત ગ્રામ્‍ય વિસ્‍તાર માટે એક પણ બાકડો છાપરું છાંયડો પીવાના પાણીની કોઈ પણ વ્‍યવસ્‍થા કેમ ન કરાય ?

દામનગર શહેરી તેમજ ગ્રામ્‍ય વિસ્‍તાર માટે ર4 કલાક દરમ્‍યાન ર6 એસ.ટી.બસનું જ પરિવહન અને બીજી બાજુ કરોડોનાં ખર્ચે નવો ડેપોનાં નામે શોપિંગ કોમ્‍પ્‍લેક્ષ ઉભુ કરી નાણાં નિપજાવી લેવાનો ઈરાદો ઉઘાડો પડી ગયો છે. ત્‍યારે દામનગર શહેર તેમજ ગ્રામ્‍ય વિસ્‍તાર માટે આવો હળહળતો અન્‍યાય કયાં સુધી      કરાશે ?

વર્ષ 1998માં જિલ્‍લા કલેકટર અમરેલીનાં હુકમ નં.44ર3/ર000 તા.30/1ર/ર000 ના રોજ ગુજરાત રાજય માર્ગ વાહનવ્‍યવહાર નિગમને દામનગર ગામતળમાં પ184 મીટર જમીન એક રૂપિયાનાં ટોકનથી 99 વર્ષનાં ભાડા પટ્ટાથી આપી તેમાંની અનેક શરતોનો ભંગ કરતું એસ.ટી. તંત્ર કરે તે લીલા અને પ્રજા કરે તે ખોટુંની યુકિત કેમ ? આ કિંમતી જમીન મેળવી માત્ર વાણિજય કોમ્‍પ્‍લેક્ષ બનાવી નાણાં ઉપજાવી લેવાનો એસ.ટી. તંત્રનો મલિન ઈરાદો દેખાઈ આવે છે. દામનગર શહેરની અતિ કિંમતી મોકાની જમીન એસ.ટી. બસ સ્‍ટેન્‍ડનાં રૂપાળા નામે વર્ષોથી વાર વાર શરત ભંગ થતી આવી છે. ત્‍યારે એસ.ટી. સુવિધા જ અપૂરતી છે. ત્‍યારે આવો મોટો ડેપો કેમ ? ર4 કલાક દરમ્‍યાન માત્ર ર6 આવતી જતી બંને તરફની એસ.ટી. બસો છે. લાંબા રૂટને કે લોકલ માત્ર ર4 કલાકની ર6 બસો આવતી જતી હોય તે અંગે ભારે અન્‍યાય પરિવહન માટે કોઈ સુવિધા નથી અને કિંમતી જમીન        મેળવી તેના પર જરૂરથી વધુ મોટું બાંધકામ કરી નાણાં મેળવી શોપિંગ સેન્‍ટર ઉભું કરવાની વાતની શહેરમાં ભારે ચર્ચા આવડો મોટો ડેપો બનાવી દામનગરની બગીચા પ્‍લોટનાં નામે ઓળખાતી જમીન પર બાંધકામ કરી જાહેર રસ્‍તાઓ લે આઉટ પ્‍લાનમાં દર્શાવ્‍યા પ્રમાણે કેમ નહિ? આવા અનેકો સવાલ સાથે શહેર ભરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલ એસ.ટી. તંત્રની ભેદી હિલચાલથી આશ્ચર્ય ફેલાયું છે.


અમરેલીનાં સુખનાથ ચોક ગરબી મંડળમાં સંઘાણી, કાછડીયાએ આરતીનો લાભ લીધો

શહેરમાં સૌથી વધુ ખેલૈયાઓ લાભ લઈ રહૃાા છેતે

અમરેલીનાં સુખનાથ ચોક ગરબી મંડળમાં સંઘાણી, કાછડીયાએ આરતીનો લાભ લીધો

અમરેલી, તા.1ર

અમરેલીના સુખનાથ ચોક ગરબી મંડળ દ્વારા નવલા નોરતામાં ભવ્‍ય રાસોત્‍સવનું આયોજન કરેલ છે. આ ગરબી મંડળમાં ગઈકાલ રાત્રીના સમયે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્‍વિન સાવલીયા, જિલ્‍લા ભાજપના મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધાર્મિકભાઈ રામાણી, ડેનીભાઈ રામાણી તથા ખેલૈયાઓ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં માતાજીની આરતી સાથે સ્‍તુતિથી પ્રારંભ કર્યો હતો.


દશેરાનાં તહેવારો નજીકમાં આવતા અમરેલી જિલ્‍લામાં મીઠાઈ અનેફરસાણમાં ગોલમાલ ?

દશેરાનાં તહેવારો નજીકમાં આવતા અમુક લાલચુ વેપારીઓ આવ્‍યા મેદાનમાં

અમરેલી જિલ્‍લામાં મીઠાઈ અનેફરસાણમાં ગોલમાલ ?

જનઆરોગ્‍ય માટે હાનીકારક દુધ અને ઘીની મીઠાઈઓ બનાવવાનું દિવસ-રાત ચાલી રહૃાું છે

જે ભાવે દુધ અને ઘીનું અને તેની મીઠાઈનું વેચાણ થઈ રહૃાું છે તે બાબત જ શંકાપ્રેરક બની છે

અમરેલી, તા. 1ર

અમરેલી જિલ્‍લામાં જેમ-જેમ દશેરાનાં તહેવારો નજીક આવી રહૃાા છે તેમ તેમ ભેળસેળીયા અને નફાખોર તત્‍વો મેદાનમાં આવી ગયા છે અને દિવસ-રાત અમુક વેપારીઓ બનાવટી દુધ, માવો અને ઘીનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં મીઠાઈ બનાવી રહૃાાનું જાણવા મળેલ છે.

અમરેલી જિલ્‍લામાં દશેરાનાં પર્વે આમ આદમીથી લઈને અમીર આદમી સુધી સૌ કોઈ મીઠાઈ અને ફરસાણની પુષ્‍કળ ખરીદી કરે છે જેનો લાભ લેવા અમુક લાલચુ વેપારીઓ મેદાનમાં આવી ગયા છે.

અમરેલી જિલ્‍લામાં બારે મહિના બનાવટી દુધ, તેલ, માવો અને ઘીનું વેચાણ ખુલ્‍લેઆમ થઈ રહૃાું છે અને બનાવટી ચીજવસ્‍તુઓનો ઉપયોગ કરીને લાલચુ વેપારીઓ મીઠાઈ અને ફરસાણ બનાવીને જનઆરોગ્‍ય સાથે ગંભીર ચેડા કરવા પ્રયત્‍નશીલ બન્‍યા હોય ફુડ, આરોગ્‍ય અને તોલમાપ વિભાગે તમામ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચકાસણી કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.


ચલાલા (દાનાભગત)માં દાનેવ પ્રવેર્શેારનું ખાતમુર્હુતકરાયું

               અંશાઅવતાર પૂ. દાનાભગતનાં ચલાલા શહેરમાં ચલાલા-અમરેલી રોડ પર રીલાયન્‍સ પેટ્રોલ પંપની બાજુમાં ભભશ્રી દાનેવ પ્રવેર્શેારભભનું શુભ ખાતમુર્હુત પૂજય વંદનીય શ્રી વલકુ બાપુનાં વરદ હસ્‍તે ધારાસભ્‍ય જે. વી. કાકડીયા, ન.પા.ના ઉપપ્રમુખ, ગાયત્રી પરિવારનાં પૂ. રતિદાદા, અનિરુઘ્‍ધભાઈ વાળા, ન.પા.નાં ચિફ પ્રશાંત ભીંડી, અમરેલી જીલ્‍લા સહકારી સંઘનાં ચેરમેન જયંતીભાઈ પાનસુરીયા અને પ્રવેર્શેારનાં દાતા કનુભાઈ પાઘડાળ પરિવારની ઉપસ્‍થિતિમાં કરાયું હતું. પ્રથમ શાસ્‍ત્રોકત વિધિથી ભૂમિ પૂજન કર્યાબાદ દાતા પરિવાર ર્ેારા પૂ. વલકુબાપુનું ફુલહારથી સન્‍માન કરાયું હતું. બાદમાં પૂ. વલકુબાપુએ આશીર્વચન આપતા જણાવ્‍યું હતું કે શહેરનાં સર્વાગી વિકાસનાં કામોમાં શહેરનાં આગેવાનોએ પક્ષાપાીથી દૂર રહી એક થઈ વિકાસ કામોમાં સહયોગ આપવો જરૂરી છે, આ તકે દાતા પરિવારને પણ ફુલહારથી સન્‍માનીત કરાયા હતા. આ તકે દાતા પરિવારે જણાવ્‍યું હતું કે માત્ર બેજ મહિનામાં કલાત્‍મક, સુંદર દાનેવ પ્રવેર્શેારની ચલાલા શહેરને ભેટ આપવામાં આવશે.


જુનાસાવર ખાતે આરોગ્‍ય મંત્રી કુમાર કાનાણી હસ્‍તે બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ

               સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામ ખાતે ગામના ભામાશા સ્‍વ. મનુભાઈ ડાયાભાઈ કાનાણીના સ્‍મરણાર્થે નવનિર્મિત બસ સ્‍ટેન્‍ડબનાવવામાં આવ્‍યું છે. જેનું લોકર્પણ ગુજરાત રાજયનાં આરોગ્‍ય તબીબી ઉચ્‍ચ શિક્ષણ મંત્રી કિશોરભાઈ કાનાણી (કુમાર) ના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ તકે સાંસદ કાછડિયા, જે.વી.કાકડીયા, જુનાસાવર સરપંચ કલ્‍પેશભાઈ કાનાણી, મનુભાઈ ડાવરા, જિલ્‍લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણી, જિલ્‍લા પંચાયતના ઉપપ્રમુખ હાર્દિક કાનાણી વગેરે ભાજપ કોંગ્રેસના અગ્રણી અને ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.


13-10-2018