Main Menu

Friday, October 12th, 2018

 

સુરતની પવિત્ર ભૂમિ પર ર મહાન સંતોનું મિલન  

બાબરા શ્રી તાપડીયા આશ્રમના મહંત શ્રી ઘનશ્‍યામદાસ મહારાજશ્રી સુરત તેમના સેવકને ત્‍યાં કાર્યક્રમ અંતર્ગત પધાર્યા હતા. ત્‍યારે મહંતશ્રી ઘનશ્‍યામદાસજી મહારાજશ્રીએ સુરતના પ્રખ્‍યાત સ્‍વામીનારાયણ મંદિર રૂસ્‍તમ બાગ ખાતે પધાર્યા હતા. જયાં સ્‍વામીનારાયણ મંદિર નવનિર્માણ થઈ રહયું હોય અને આગામી ઓકટોબરમાં પ્રતિષ્ઠા મહોત્‍સવ હોય તેને લઈ પૂજય ઘનશ્‍યામદાસજી મહારાજે રૂસ્‍તમ બાગથી સ્‍વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. ત્‍યારે રૂસ્‍તમ બાગ સ્‍વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. અને એક મહાન કથાકાર સંતશ્રી સ્‍વામીએ બાપુને આવકારી શાલ ઓઢાડી સ્‍વાગત કર્યું હતું. અને નવનિર્માણ થઈ રહેલ મંદિરની રૂપરેખા આપી હતી. અત્રે ઉલ્‍લેખનીય છે કે બાબરાથી તાપડીયા આશ્રમના મહંતશ્રી ઘનશ્‍યામદાસજી મહારાજ એક મહાન તપસ્‍વી સંત છે. જયારે સુરત રૂસ્‍તમ બાગના શ્રી સ્‍વામીનારાયણ મંદિરના સંતશ્રી સ્‍વામી એક મહાન કથાકાર અને સમાજ સુધારક છે. અત્રેઉલ્‍લેખનીય છે કે સંતશ્રી સ્‍વામીના શ્રીમુખે કથા સાંભળવી એ પણ એક જીવનના સૌભાગ્‍યની વાત છે. આ બન્‍ને મહાપુરૂષનું મિલન એક અલગ જ નજારો જોવા મળ્‍યો હતો.


લીલીયા બૃહદગીરની વયોવૃદ્ધ ગણાતી રાજમાતા સિંહણને ઈજાગ્રસ્‍ત હાલતમાં વડાળ એનીમલ કેર સેન્‍ટરમાં ખસેડાઈ

પાછલા આઠ-આઠ દિવસથી રાજમાતા સિંહણ કણસતી હતી

લીલીયા, તા. 11

લીલીયા બૃહદગીરની શાન ગણાતી વયોવૃઘ્‍ધ રાજમાતા સિંહણને પાછલા આઠેક દિવસથી પાછળ થાપાના ભાગે મોટુ ઘારૂ પડી ગયેલ જેની અસહૃા પીડાનાં કારણે રાજમાતા સિંહણ કણસતી હોવાનું સ્‍થાનિક લોકોને નજરે પડેલ. તેમ છતાં વનતંત્રનાં જવાબદાર અધિકારીઓની નજરે આ બાબત ચડી ન હતી. તેથી સ્‍થાનિક પર્યાવરણ પ્રેમીએ સ્‍પે. ટાસ્‍ક ફોર્સનાં અંશુમાન શર્માને ઈજાગ્રસ્‍ત રાજમાતા સિંહણે સારવાર આપવા રજૂઆત કરવામાં આવતા વનતંત્ર દોડી આવ્‍યું હતું. ગત રાત્રીનાં ક્રાંકચ નજીક ગાગડીયો નદીનાં કાઠે રાજમાતા સિંહણનું લોકેશન થતા મોટી રાત્રીનાં સમયે રેસ્‍કયુ કરી સ્‍થળ પર સારવાર આપી વધુ સારવાર માટે વડાળ એનીમલ કેર સેન્‍ટરમાં લઈ જવામાં આવી હતી. આ તકે પાંચ માસપહેલા રાજમાતા સિંહણે સિંહબાળને જન્‍મ આપ્‍યો હતો તેને વડાળ એનીમલ કેર સેન્‍ટરમાં સાથે મોકલવામાં આવ્‍યું કે કેમ ?તેવો સ્‍થાનિક પર્યાવરણ પ્રેમીઓ પ્રશ્‍ન વન વિભાગ સામે ઉઠવા પામ્‍યો છે. આ સમગ્ર ઘટના અંગે એ.સી.એફ. ગોજીયાનો સંપર્ક સાધતા તે અજાણ હોવાનું જણાવ્‍યું હતું.


વીજપડીની ગામ પંચાયતનાં શાસકોની નિષ્‍ક્રીયતાથી ગંદકીનો માહોલ

 

વીજપડી, તા.11

સાવરકુંડલાના સૌથી મોટા ગણાતા વીજપડી ગામમાં ગામ પંચાયતના શાસકોની નિષ્‍ક્રીયતાથી ગંદકીનો માહોલ છવાયો હોવાનો આક્ષેપ વોર્ડ નં.-11ના સદસ્‍ય કાળુભાઈ વાઘેલાએ કર્યો છે.

વધુમાં જણાવેલ છે કે નવા સરપંચનો કાર્યકાળ ર વર્ષનો થયો હોય તેઓ કયારેય પંચાયતમાં પધારતા નથી. તેમજ તલાટી મંત્રી પણ લગભગ ઘેર હાજર જોવા મળે છે. ધાર પાછળના વિસ્‍તારમાં બજારની વચોવચ ગટર ઉભરાઈ રહી છે. જેનાથી જન આરોગ્‍ય પર ગંભીર ખતરો ઉભો થયો હોય ઉચ્‍ચ અધિકારીઓએ શાસકોનો કાન આમળવો જોઈએ તેવી માંગ અંતમાં કરેલ છે.


બાબરામાંથી ભરબપોરે યુવકનું અપહરણ કરનાર પાંચ શખ્‍સોને પોલીસે દબોચી લીધા

પ્રેમ પ્રકરણને લઈને અપહરણ કરવામાં આવ્‍યું હતું

બાબરામાંથી ભરબપોરે યુવકનું અપહરણ કરનાર પાંચ શખ્‍સોને પોલીસે દબોચી લીધા

અમરેલી,તા.11

બાબરા શહેરમાં કરીયાણા રોડ ઉપરથી અલ્‍ટો કારમાં ભરબપોરે અપહરણ થયેલ હોય અમરેલી પોલીસઅધિક્ષક નિર્લિપ્‍ત રાય તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એમ.દેસાઈ તથા એલ.બી.મોણપરા ગુન્‍હાની ગંભીરતાને ઘ્‍યાને લઈ આ ગુન્‍હાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી અપહરણ થયેલ વ્‍યકિતને સહી-સલામત છોડાવવા ખાસ સુચના અને માર્ગદર્શન આપી રેપીડ એકશન પ્‍લાન તૈયાર કરેલ હોય જે મુજબ એલ.સી.બી. અમરેલી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી.કે.વાઘેલા તથા એસ.ઓ.જી. અમરેલી પો.સ.ઈ. આર.કે. કરમટા તથા બાબરા પો.સ.ઈ. એ.વી. સરવૈયાએ અલગ- અલગ ટીમો બનાવી આરોપીઓ અને અપહરણ થયેલ વ્‍યકિત અંગે સઘન તપાસ હાથ ધરી બાબરા તાલુકાના કીડી કરીયાણા ગામની સીમમાંથી અપહરણકારોને અલ્‍ટો કાર સથે પકડી પાડી જેનુ અપહરણ થયેલ હતું તે વ્‍યકિતને સહી-સલામત છોડાવેલ છે.

વિગત મળી છે કે, વિજયભાઈ ઉર્ફે લાલો બટુકભાઈ આખજા (પટેલ) રહે. બાબરા ધારપરા ચીતલ રોડ જાહેર કરેલ કે, પોતાનાભાઈ સંજયભાઈ બટુકભાઈ આખજાનું બપોરના પોણા બારેક વાગ્‍યાના અરસામાં આરેક જણા સફેદ કલરની અલ્‍ટો ગાડીમાં અપહરણ કરી લઈ ગયેલ હોવાની હકીકત પોલીસ સ્‍ટેશન ખાતે જાહેર કરેલ હતી. જે અન્‍વયે નીચે મુજબના આરોપીઓને અપહરણ કરવામાં ઉપયોગમાં લીધેલ અલ્‍ટો કાર સાથે ધરપકડ કરવામાં આવેલ છે.

આજથી દોઢેક વર્ષ પહેલા વિજયભાઈ બટુકભાઈ આખજાને કેરાળા ગામે રહેતાં રાજુભાઈ શેખ(કોળી)ની પત્‍ની કાજલ સાથે પ્રેમ સબંધ હોય જે ખબર પડી જતાં આ વિજય ઉર્ફે લાલાનું અપહરણ કરવા માટે આવેલ હોય પરંતુ વિજય ઉર્ફે લાલો તેની કરીયાણા રોડે આવેલ દુકાને હાજર ન હોય જેથી તેના ભાઈ સંજયભાઈ બટુકભાઈ આખજાનું અપહરણ કરવામાં આવેલ હતું.

પકડાયેલ આરોપીઓ (1) ઘનશ્‍યામ વલ્‍લભભાઈ ગોહિલ રહે. દેવધરી તા. વિછીંયા જિ. રાજકોટ (ર) નિકુલ બુધાભાઈ ગોહિલ રહે. દેવધરી તા. વિછીંયા જિ. રાજકોટ (3) રાજુ શંભુભાઈ શેખ રહે. કેરાળા તા. ગઢડા જિ. બોટાદ (4) નાનજી ઉર્ફે નનુ વશરામભાઈ શેખ રહે. કેરાળા તા. ગઢડા જિ. બોટાદ (પ) સુભાષ ભનુભાઈ જાપડીયા રહે. ઈશ્‍વરીયા તા. બાબરા જિ. અમરેલી

પકડવાના બાકી આરોપીઓ  (1) ભરત શેખ રહે. કેરાળા, તા. ગઢડા જિ. અમરેલી (ર) રાજુ ધરજીયા રહે. દેવધરી તા. વિછીંયા જિ. રાજકોટ

ઉપરોકત પાંચેય આરોપીઓએ અપહરણનો ગુન્‍હો કરવા ઉપયોગમાં લીધેલ અલ્‍ટો કાર રજી.નં. જીજે 03 જેઆર 7883ની સાથે પકડી પાડી બાબરા પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે. અને જેનુ અપહરણ થયેલ તે વ્‍યકિત સંજયભાઈ બટુકભાઈ આખજા રહે. બાબરા વાળાને સહી-સલામત છોડાવવામાં આવેલ છે.


ચાંદગઢ ગામેથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરનાર ર શખ્‍સોને ઝડપી લેવાયા

નાશી છુટેલ ર શખ્‍સોની શોધખોળ શરૂકરવામાં આવી

અમરેલી,તા.11

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્‍લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું અમરેલી જિલ્‍લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્‍વો રોયલ્‍ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય જે અન્‍વયે અમરેલી એસઓજી પોલીસ સબ ઈન્‍સ. આર.કે. કરમટા તથા ટીમ એસઓજીએ અમરેલી જિલ્‍લામાં શેત્રુજી નદીમાંથી રેતીચોરી કરી ચાંદગઢ ગામ તરફ કાચા રસ્‍તેથી  (1) મુકેશભાઈ બતુભાઈ ડામોર રહે. હાલ ગોખરવાળા મુળ વતન હોલાતલાય બીમ જિ. ધાર (મઘ્‍યપ્રદેશ) (ર) રાજુભાઈ મનજીભાઈ વઘેલા રહે. સાવરકુંડલાને ઝડપી લીધેલ છે. નશી છુટેલ આરોપી (1) રોહીતભાઈ દાદભાઈ ધાધલ રહે. ચાંદગઢ તા. જિ. અમરેલી (ર) સુરેશભાઈ મુળાભાઈ જાદવ રહે. ચાંદગઢ તા. જિ. અમરેલી ની શોધખોળ આદરી છે.

આરોપીઓ પાસેથી રેતીના ચોરી કરવા આવેલ ડમ્‍પર વાહનો 0ર કિંમત રૂા. 6,60,000/- ના મુદ્‌ામાલ કબ્‍જે કરી આગળની વધુ તપાસ થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતેગુન્‍હોરજીસ્‍ટર કરાવવામાં આવેલ છે. તેમજ સદરહું જગ્‍યાએથી રોહીતભાઈ ધાધલનું લોડર નાશી ગયેલ હોય તે લોડર કબ્‍જે કરવા તેમજ બન્‍ને ડમ્‍પરોના માલીકોની ધરપકડ કરવા સારૂ આગળની વધુ તપાસ થવા સારૂઅમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.


અમરેલી જિલ્‍લામાં દારૂનાં ર ધંધાર્થીઓને જેલમાં ધકેલાયા

અમરેલી, તા. 11

અમરેલી એસ.ઓ.જી. પો.સબ ઈન્‍સ. આર. કે. કરમટા તથા એલ.સી.બી./એસ.ઓ.જી. ટીમ ર્ેારા અમરેલી જીલ્‍લામાં પ્રોહિબીશન લગત ગુન્‍હાહિત પ્રવૃતિ કરતાં તેમજ માથાભારે ઈસમો અંગેની માહિતી એકઠી કરી તે પૈકીનાં (1) રાજુલા તાલુકાનાં કડીયાળી ગામે રહેતાં જાલમ ઉર્ફે જાલીમ ભગુભાઈ બારૈયા, ઉ.વ. 4પ, રહે. કડીયાળી, તા. રાજુલા તેમજ (ર) જયરાજ ઉર્ફે જશકુ બિચ્‍છુભાઈ વાળા, ઉ.વ. 36, રહે. રાજુલા, ગોકુલનગર-ર, તા. રાજુલા વિરૂઘ્‍ધ પૂરતા પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક મારફતે જીલ્‍લા મેજીસ્‍ટ્રેટનાઓ તરફ મોકલી આપતાં દારૂનાં ધંધાર્થીઓની પ્રોહિબીશન પ્રવૃતિને કારણે યુવાધન દારૂનાં સેવનની લતે ચડી આર્થિક અને શારીરિક પાયમાલી તરફ ધકેલાતું હોય અને આવી પ્રવૃતિથી સમાજનો વિનકાસ રૂંધાતો હોય તેની આવી સમાજ વિરોધી પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જીલ્‍લા મેજીસ્‍ટે્રટ અયુષ ઓકે બન્‍ને વિરૂઘ્‍ધ પાસાના વોરંટ ઈસ્‍યુ કરતાં પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ. ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી./એસ.ઓ.જી. ટીમે દારૂના બંનેધંધાર્થીઓને પાસા વોરંટની બજવણી કરી કુખ્‍યાત બુટલેગર જાલીમ ભગુભાઈ બારૈયા, હિંમતનગર જીલ્‍લા જેલ તથા જયરાજ ઉર્ફે જશકુ બિચ્‍છુભાઈ વાળાને પાલનપુર  જીલ્‍લા જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.


આનંદો : લાઠી-બાબરા પંથકનાં માર્ગો માટે કરોડો રૂપિયા મંજૂર

ધારાસભ્‍ય, સાંસદ સહિતનાં આગેવાનોની રજૂઆત સફળ રહી

આનંદો : લાઠી-બાબરા પંથકનાં માર્ગો માટે કરોડો રૂપિયા મંજૂર

8થી 10 વર્ષ પહેલા બનેલ અનેક માર્ગોનું નવીનીકરણ ટૂંક સમયમાં શરૂ થશે

અમરેલી, તા.11

રાજયનાં માર્ગ-મકાન મંત્રી નીતિન પટેલ, સ્‍થાનિક ધારાસભ્‍ય, સાંસદ સહિતના આગેવાનોની રજૂઆતને ઘ્‍યાને લઈને બાબરા- લાઠી પંથકના અંદાજિત 1પ માર્ગો માટે રૂપિયા 1પ કરોડ જેવી રકમ મંજૂર કરીને ટેન્‍ડરની કાર્યવાહી માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને કરતાં સમગ્ર પંથકની જનતામાં આનંદની લાગણી ફરી       વળી છે.

બાબરાનાં કિરાણા માર્ગ માટે રૂપિયા ર3પ લાખ, ત્રંબોડા- ઈશાપર માર્ગ માટે રૂપિયા 149 લાખ, ભીલડી- અડતાળા- ખીજડીયા માર્ગ માટે રૂપિયા રર3 લાખ, શીરવાણીયા- જામબરવાળા માર્ગ માટે રૂપિયા ર96 લાખ, પીપળવા- દેરડી માર્ગ માટે રૂપિયા 7ર લાખ, વાંડળીયા- લુણકી માર્ગ માટે 6પ લાખ, બળેલ પીપળીયા- ધરાઈ માર્ગ માટે રૂપિયા 46 લાખ, કાંચરડી- ઢસા માર્ગ માટે રૂપિયા 4પ લાખ, પાડરશીંગા એપ્રોચ માટે ર0લાખ, હરીપર- ઈંગોરાળા માટે 9પ લાખ, ચમારડી- કુંવરગઢ માટે 80 લાખ, ગરણી- ગુંદાળા માર્ગ માટે 34 લાખ, ગળકોટડી- ખાખરીયા માર્ગ માટે રૂપિયા 1 કરોડ, ઘુઘરાળા- મીયા ખીજડીયા માર્ગ માટે 48 લાખ તેમજ આગામી દિવસોમાં વધુ રૂપિયા 1પ કરોડની રકમ મંજૂર કરવામાં આવશે.


ભૈ વાહ : રાજુલાનાં મામલતદાર જમીન દબાણ દૂર કરવાને બદલે લાં…બી રજા પર જતા રહૃાા

પીપાવાવનાં ગામજનોને આપેલ લેખિત ખાત્રીનું સુરસુરીયું

ભૈ વાહ : રાજુલાનાં મામલતદાર જમીન દબાણ દૂર કરવાને બદલે લાં…બી રજા પર જતા રહૃાા

જીએચસીએલ કંપનીનું દબાણ દૂર કરવામાં મહેસુલી અધિકારીઓ ફફડી રહૃાા છે

પીપાવાવ, તા. 11

પીપાવાવધામનાં ગ્રામજનો દબાણ દૂર કરવા આપેલ બાહેંધરીનાં 6 દિવસ બાદ એક ઈંચ પણ દબાણ દૂર કરવામાં આવ્‍યું નહી. બાહેંધરી બાદ મામલતદાર રજા પર ચાલ્‍યા જતાં આશ્ચર્ય ફેલાયું છે.

રાજુલા તાલુકાનાં પીપાવાવધામનાં સરપંચ તથા ગ્રામજનો તથા આંદોલનકારીનીઓ સહિતનાં લોકોને જીએચસીએલ અને ભુમાફિયાઓનાં વિરુઘ્‍ધમાં રાજુલા પ્રાંત કચેરી સામે 76 દિવસનાં પ્રતિક ઉપવાસ આંદોલન બાદ આંદોલનકારીઓને રાજુલાનાં પ્રાંત અધિકારીએ લેખિત પત્ર ર્ેારા જણાવ્‍યું હતું કે માપણી પૂર્ણ થયા બાદ મામલતદાર માપણીસીટ મેળવી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવાની રહેશે. ત્‍યારબાદ પીપાવાવધામનાં માજી સરપંચ ભાણાભાઈ ગુજરીયા અને અજયભાઈ શિયાળ ર્ેારા મામલતદારને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી અને જણાવ્‍યું હતું કે ર007માં જીએચસીએલ કંપનીર્ેારા શેરેડર કરવામાં આવેલ 87 એકર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવે. મામલતદાર ર્ેારા ર9/08/ર018ના પત્ર ર્ેારા ભાણાભાઈ ગુજરીયાને બાહેધરી આપી હતી કે તા. પ/10/ર018 ના રોજ મામલતદાર કચેરીનાં અધિકારીઓ અને પોલીસ તંત્રને સાથે રાખી જીએચસીએલ કંપની તથા અન્‍ય ઈસમોનું દબાણ દૂર કરવામાં આવશે. પરંતુ આજે છ દિવસ જેટલા દિવસો વિતી જવા છતા મામલતદાર કચેરીનાં અધિકારીઓ ર્ેારા એક ઈંચ પણ દબાણ દૂર કરવામાં આવ્‍યું નથી. મામલતદાર પણ પોતાની જવાબદારીથી ભાગી રહૃાા હોય તેમ 10 દિવસની રજા મુકીને ચાલ્‍યા ગયા. જીલ્‍લા કલેકટર કચેરી કે પ્રાંત કચેરીનાં અધિકારીઓ ર્ેારા પણ આ અંગે કાર્યવાહી કરવાની તસ્‍દી લીધી નથી સરકારી અધિકારીઓનાં જીએચસીએલ કંપનીનાં અધિકારીઓ સાથે મિલિભગત હોવુ એવું અહિંયા સાબિત થઈ રહૃાું છે. પીપાવાવધામનાં સરપંચ હંસાબેન ભાણાભાઈ ગુજરીયા ર્ેારા એક અખબારી યાદીમાં જણાવ્‍યું હતું કે આગામી સમયમાં સ્‍થાનિક અધિકારીઓ ર્ેારા જીએચસીએલ કંપની વિરુઘ્‍ધ જો કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગ્રામજનો માટે ગાંધી ચિંઘ્‍યા માર્ગ અને જરૂર પડે કાયદાકીય લડત પણ લડીશું અને ગ્રામજનોને ન્‍યાય અપાવીશું તેમ અંતમાં જણાવ્‍યું હતું.


અમરેલી જિલ્‍લો અછતગ્રસ્‍ત જાહેર નહી થાય તો આંદોલન

ખેડૂત સમાજનાં આગેવાનોની જુદા-જુદા ગામોમાં બેઠકયોજાઈ

અમરેલી જિલ્‍લો અછતગ્રસ્‍ત જાહેર નહી થાય તો આંદોલન

ખેડૂતોને પાકવીમો, દેવામાફી અને કૃષિનીતિ બનાવવાની પણ માંગ કરવામાં આવી

જિલ્‍લાનાં ખેડૂતોને નીલગાય અને જંગલી ભૂંડનાં ત્રાસમાંથી મુકત કરાવવા માંગ થઈ

રાજુલા, તા. 11

ખેડૂત સમાજ ગુજરાતના ટ્રસ્‍ટીઓ સાગરભાઈ રબારી અને રમેશભાઈ વીરાણી, ખેડૂત સમાજ ભાવનગરનાં પ્રમુખ ભરતસિંહ વાળા સાવરકુંડલાના આંબરડી ગામે પહોંચ્‍યા હતા અને આંબરડી ખાતે સાગરભાઈનું કુંડલા પ્રમુખ મહેશભાઈ સોડવડીયાએ સૌરાષ્‍ટ્રની પરંપરાગત પાઘડી પહેરાવીને સ્‍વાગત કર્યુ હતું. સાગરભાઈએ આજુબાજુનાં ગામોના ખેડૂતોના ખેતરોની મુલાકાત કરી અને ત્‍યારબાદ આંબરડી ખાતે સંમેલનમાં હાજરી આપીને સૌરાષ્‍ટ્રના તમામ જિલ્‍લાની ખેડૂતો સાથે બેસને ચર્ચા કરી. તેમાં અમરેલી જિલ્‍લામાં રોજ ભૂંડનો ત્રાસ છે તેની કોઈ પીડા કહી શકાય એમ નથી અને ત્‍યારબાદ બગસરાના હાલરીયા ગામે પણ સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અને બંને સંમેલનમાં હજારો ખેડૂતો ભેગા થયા હતા. જિલ્‍લામાં મહિનામાં એકાદ વખત કોઈ પણ ગામની અંદર વન્‍ય પ્રાણીઓ ખેડૂતોના ઢોરનું મારણ કરે છે અને ખેડૂત કંઈ પણ કહી શકતો નથી. જો ખેડૂતનાં ખેતરમાં વન્‍ય પ્રાણી મરેલું હોય તો ખેડૂતને સરકારી દફતરમાંથી છુટકારો મેળવતાનેવાના પાણી મોભે ચડાવવા જેવું થાય છે. જયારે વનવિભાગ ઘ્‍વારા ર3 સિંહોનો ભોગ લેવાઈ ગયો ત્‍યારે વનવિભાગની સાથે સાથે સરકારે પણ પોતાનું મોઢું સીવી લીધું છે. ઓછા વરસાદને લીધે સૌરાષ્‍ટ્રભરમાં ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ફાંફા મારી રહૃાા છે. ત્‍યારે અમરેલી-ભાવનગરને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવામાં આવે અને સરકાર દરેક ચૂંટણી વખતે કલ્‍પસર યોજનાાનું નાળીયેર નાખતી આવી છે તે કલ્‍પસર સૌરાષ્‍ટ્રને કયારે મળશે ? અને પાકવીમો, ખેડૂતોના દેવા માફી અને કૃષિનીતિ વિશે આ તમામ મુદે આંબેરડી અને બગસરાના હાલરીયા ગામે મળેલા સંમેલનમાં ચર્ચા કરવામાં આવી અને આગામી સમયમાં સરકાર આ તમામ પ્રશ્‍નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારી તા. ર1 અને રર નાં રોજ ખેડૂત સમાજ ગુજરાતભરના પ્રમુખો, ઉપપ્રમુખો અને કમીટીના તમામ સભ્‍યો ભેગ      મળીને આગામી ર019ની ચૂંટણીને ઘ્‍યાનમાં રાખીને ખેડૂતોની દયનીય સ્‍થિતિની જવાબદાર સરકાર વિરૂઘ્‍ધ આંદોલનરૂપી પોગ્રામો રજુ કરશે.

અમરેલી જિલ્‍લાનાં આ બંને સંમેલનોમાં હજારોની સંખ્‍યામાં ખેડૂતો ઉપસ્‍થિત રહૃાા હતા. બગસરાના હાલરીયા ગામે અશ્‍વિનભાઈ કોરાટ, પારસભાઈ સોજીત્રા અને બકુલભાઈ કોરાટે ખેડૂત સમાજના સાગરભાઈ રબારી, રમેશભાઈ વીરાણી, ભાવનગરનાં પ્રમુખ ભરતસિંહ વાળા,મહેરભાઈ સોડવડીયા અને અમરેલીનાં મહામંત્રી કેતનભાઈ કસવાળાનું ભવ્‍ય સ્‍વાગત કર્યુ. અને આગામી સમયમાં જિલ્‍લાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવામાં નહી આવે આંદોલનની ચીમકી આપી છે. તેવું અમરેલી જિલ્‍લાનાં પ્રમુખ નરેશ વીરાણી તેમની યાદીમાં જણાવી            રહૃાાં છે.


અમરેલી લોકસભા બેઠક ભાજપ પાસેથી છીનવી લઈશું : કોંગ્રેસનાં નવનિયુકત પ્રમુખ અર્જુન સોસાનો ધ્રુજારો

જિલ્‍લાકોંગ્રેસનાં નવનિયુકત પ્રમુખ અર્જુન સોસાનો ધ્રુજારો

અમરેલી લોકસભા બેઠક ભાજપ પાસેથી છીનવી લઈશું

“અમરેલી એકસપ્રેસ” કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત દરમિયાન ભાજપની નિષ્‍ફળતાનું વર્ણન કર્યુ

અમરેલી, તા. 11

અમરેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કોઈપણ ઉમેદવાર આવે તેને ઘોર પરાજય આપીને તાલુકા પંચાયતો, જિલ્‍લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભામાંથી પણ ભાજપને રવાનાં કરી દેવામાં આવશે અને અમરેલી જિલ્‍લો ભાજપ મુકત બનાવી દઈશું તેવો ધ્રુજારો જિલ્‍લા કોંગ્રેસનાં નવનિયુકત પ્રમુખ અર્જુન સોસાએ દર્શાવ્‍યો હતો.

ભભઅમરેલી એકસપ્રેસભભ કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત દરમિયાન વધુમાં જણાવ્‍યું હતું કે, ભાજપ સરકાર દેશમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્‍ટાચાર, આતંકવાદ, નકસલવાદ ઘટાડવામાં સદંતર નિષ્‍ફળ નિવડી છે. દેશનાં કરોડો પરિવારોની હાલત અતિ દયનીય બની ચુકી છે. નોટબંધી, જીએસટીને લીધે દેશનું અર્થતંત્ર ડામાડોળ બની ગયું છે.

વધુમાં જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્‍લામાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી કે પાણી મળતા નથી. પાકવીમો, જમીન રી-સર્વે, પોષણક્ષમ ભાવો સહિતનાં અનેક પ્રશ્‍નો જોવા મળે છે. જિલ્‍લામાં હજારો યુવાનો બેરોજગાર બન્‍યા છે તો નાના-મોટા વેપાર-ધંધા પણ પડી ભાંગ્‍યા છે.

વધુમાંજણાવ્‍યું હતું કે, જિલ્‍લાની જનતા ભાજપ શાસનથી ત્રાહીમામ પોકારી ચુકી હોય જિલ્‍લાની જનતાનાં હિતમાં કોંગ્રેસપક્ષ કાર્ય કરવા મકકમ હોય અમરેલી જિલ્‍લામાં શરૂ થયેલ ભાજપ મુકત અભિયાનને લોકસભાની ચૂંટણીમાં વધારે ગતિ મળશે અને અમરેલીથી લઈને નવી દિલ્‍હી સુધી કોંગ્રેસનો વિજય થશે તેમ અંતમાં જણાવ્‍યું હતું.


અરેરાટી : પુંજાપાદર-ભેંસવડી ગામ વચ્‍ચે ગુડઝ ટ્રેને હડફેટે લેતા 3 થી વધુ ગાયનાં મોત

પશુપાલકોએ નિર્દોષ ગાયની કાળજી લેવી જરૂરી બની

અરેરાટી : પુંજાપાદર-ભેંસવડી ગામ વચ્‍ચે ગુડઝ ટ્રેને હડફેટે લેતા 3 થી વધુ ગાયનાં મોત

સમગ્ર પંથકનાં ગૌ પ્રેમીઓમાં નારાજગીનો માહોલ

અમરેલી, તા. 11

એક તરફ રાજકીય આગેવાનો ભભગાયભભનાં નામે રાજકીય રોટલા શેકી રહૃાા છે, અને બીજી તરફ ભભગાયભભ રેઢિયાળ બનીને કમોતે મોતને ભેટી રહેલ હોય આનાથી દુઃખદાયક પરિસ્‍થિતિ બીજી શી હોય શકે.

દરમિયાનમાં લીલીયાનાં પુંજાપાદર-ભેંસવડી વચ્‍ચે રેલ્‍વે ટ્રેક પર ચરતી 4 થી પ ગાયને ગુડઝ ટ્રેને હડફેટે લેતા 3 થી વધુ ગાયોનાં કમકમાટીભર્યા મોત નિપજયા છે, અને એક ગાયને ગંભીર ઈજાઓ થતાં ગૌ-પ્રેમીઓએ સમગ્ર ઘટના અંગે વિડીયો બનાવીને સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.

આ અંગે ગૌ પ્રેમીઓએ રોષ વ્‍યકત કરતાં જણાવ્‍યું હતું કે પશુપાલકો ભભગાયભભનું દૂધનો સ્‍વાર્થ જોઈ રહૃાા છે, દુઝણી ગાયને જ સાચવવામાં આવે છે, અને બાકીની ગાયને રેઢિયાળ હાલતમાં મૂકી દેતાં હોવાથી આવી ઘટના બને છે.


વિદ્યાસભા સ્‍કૂલ કેમ્‍પસમાં ઉજવાયો નવલો નવરાત્રિ મહોત્‍સવ

               ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક/ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા તેમજ ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા- ગુજરાતી તેમજ અંગ્રેજી માઘ્‍યમના સંયુકત ઉપક્રમે ભાતીગળ રાસ ગરબા મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

મૉં આદ્યાશકિતની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી ભારતીય સંસ્‍કૃતિએ તહેવારોની સંસ્‍કૃતિ છે. તહેવારો, ઉત્‍સવો આનંદ અને ખુશીઓ લાવે છે. સાથે-સાથે સમસ્‍ત માનવ મહેરામણમાં તાજગીનો સંચાર કરે છે. આવા ઉમદા હેતુને ઘ્‍યાનમાં લઈ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે ધાર્મિક તેમજ સાંસ્‍કૃતિક મહત્‍વ વધે તે માટે શાળા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત સંસ્‍થાના વ્‍યવસ્‍થાપકના વરદ્‌ હસ્‍તે માં જગદંબાની આરતી દ્વારા કરવામાં આવી હતી. આશરે ર000 વિદ્યાર્થીઓએ રાસ-ગરબા મહોત્‍સવમાં ભાગ લઈ સમગ્ર વાતાવરણનેઉલ્‍લાસમય બનાવ્‍યું હતું. પરંપરાગત પોશાકમાં રાસ ગરબાની રમઝટથી વાતાવરણ અલૌકિક બની ગયુ હતું. ગુજરાતના સાંસ્‍કૃતિક વારસાને જીવંત રમખવા માટે વિદ્યાસભા સ્‍કૂલ તમામ તહેવારોની આસ્‍થાભેર ઉજવણી કરી બાળકોને તહેવારના મહત્‍વ સમજાવી ઉત્‍સવ પ્રત્‍યે શ્રઘ્‍ધા,ભાવ નિર્માણ થાય તેવા સતત પ્રયાસો કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.


બાબરા માર્કેટીંગયાર્ડમાં સિઝનનો પ્રારંભ કરાવતા પૂજય ઘનશ્‍યામદાસબાપુ : પ્રારંભમાં કપાસની આઠ હજાર જેટલી આવક

સિઝનના પ્રારંભમાં કપાસની આઠ હજાર જેટલી આવક

બાબરા માર્કેટીંગયાર્ડમાં સિઝનનો પ્રારંભ કરાવતા પૂજય ઘનશ્‍યામદાસબાપુ

બાબરામાં માર્કેટીંગ યાર્ડમાં પૂજય ઘનશ્‍યામદાસ બાપુના વરદ હસ્‍તે સિઝન પ્રારંભ કરાયો હતો. આ તકે સ્‍થાનિક આગેવાનો અને ખેડૂતો ઉપસ્‍થિત રહયા હતા. બાબરામાં દર વર્ષે બીજા નોરતે યાર્ડની સિઝનનો પ્રારંભ કરવામાં આવે છે. અહીં શરૂઆતમાં કપાસની સારી આવક થાય છે તેમજ ભાવ પણ સારો રહે છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળે છે. બાબરામાં માર્કેટીંગયાર્ડમાં સિઝનનો પ્રારંભ કરવામાં આવ્‍યો. અહીં તાપડીયા આશ્રમના મહંત શ્રી ઘનશ્‍યામદાસ બાપુના વરદ હસ્‍તે પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ તકે યાર્ડના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ, વાઈસ ચેરમેન બીપીનભાઈ રાદડીયા, સેક્રેટરી અજયભાઈ પંડયા સહિતના સ્‍થાનિક વેપારીઓ અને ખેડૂતો ઉપસ્‍થિત રહયા હતા. બાબરા માર્કેટીંગયાર્ડમાં કપાસ, મગફળી, કઠોળ સહિતની ખેત પેદાશો આવે છે. જેમાં કપાસની પુષ્‍કળ આવક અહીં યાર્ડમાં આવે છે. ત્‍યારે આજે સિઝનના પ્રારંભમાં કપાસની આઠ હજાર જેટલી કપાસની આવક જોવા મળી હતી. તેમજ ભાવ પણ 1ર00 જેટલો ઉંચો રહેતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.


અમરેલી જિલ્‍લામાં 4પ હજાર ઉપરાંતનાં પરપ્રાંતીયો નિર્ભય બનીને કરે છે વસવાટ : દૂધમાં સાકર ભળે તેમ સૌ કોઈની સાથે હળીમળીને રહે છે

દૂધમાં સાકર ભળે તેમ સૌ કોઈની સાથે હળીમળીને રહે છે

અમરેલી જિલ્‍લામાં 4પ હજાર ઉપરાંતનાં પરપ્રાંતીયો નિર્ભય બનીને કરે છે વસવાટ

પોલીસ વિભાગે પરપ્રાંતીયો સુરક્ષિત હોવાનું જણાવ્‍યું

આંબરડી, તા.11

રાજયમાં હાલ અમુક વિસ્‍તારોમાં રાજકીય પ્રેરિત હોય તે રીતે પરપ્રાંતીય લોકો પર હુમલાઓ થઈ રહયા છે. એવામાં અમરેલી જિલ્‍લામાં 4પ હજારથી પણ વધુ પરપ્રાંતીય લોકો છે અને તેઓ પોતાનું ગુજરાન ચલાવવા અહીં મજુરીકામ કરે છે. જિલ્‍લાના ગામડાઓમાં હાલ ખેતીકામ આ પરપ્રાંતીય લોકોના આધારે જ ચાલે છે એમ કહીએ તો પણ કાંઈ ખોટુ નથી. આ પરપ્રાંતીય લોકો અમરેલી જિલ્‍લામાં સુરક્ષિત છે. તેમજ જિલ્‍લામાં હુમલાની કોઈપણ ઘટના કયાંય ઘટી નથી. એક સત્‍ય એવું પણ માની શકાય કે જિલ્‍લામાંથી ઉચાળા ભરીને પોતાના વતન તરફ જઈ રહયા છે તેનું મુખ્‍ય કારણ જિલ્‍લામાં અપૂરતો વરસાદના કારણે દુષ્‍કાળ જેવી સ્‍થિતિ પેદા થઈ રહી છે. તેમાંય ખાસ કરીનેસાવરકુંડલાના ગ્રામ્‍ય પંથકોમાં દુષ્‍કાળની સ્‍થિતિ જોઈ પરપ્રાંતીયો વતન તરફ પ્રયાણ કરી રહયા છે તે કામના અભાવે.

મુખ્‍ય વિગત પ્રમાણે રાજયના અમુક વિસ્‍તારોમાં રાજકીય પ્રેરિત હોય તે રીતે પરપ્રાંતીય લોકો ઉપર હુમલાઓ થઈ રહયા છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં તેની કોઈ ખાસ અસર નથી અને જિલ્‍લામાં પરપ્રાંતીય લોકો સુરક્ષિત હોવાનો અનુભવ કરી રહયા છે. 4પ હજારથી પણ વધુ પરપ્રાંતીય લોકો અમરેલી જિલ્‍લામાં કામ કરી રહયા છે. જિલ્‍લાના 900 ગામો છે. દરેક ગામ દીઠ સરેરાશ 60 થી 70 મજુરો ખેતીકામ કરે છે. આ મજુરો ખેતીની સિઝનમાં અમરેલીમાં ચાલી જાય છે અને ખેડૂતો સાથે ભાગીયુ રાખીને ખેતીકામ કરે છે. અમરેલી જિલ્‍લામાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રોજગારીના અભાવે હીરા કે અન્‍ય વ્‍યવસાયમાં જોડાયેલા યુવાનો સુરત, અમદાવાદ જેવા શહેરોમાં સ્‍થાયી થઈ ગયા છે અને ગામડાઓમાં માત્ર વડીલો જ રહયા છે. જિલ્‍લાના લગભગ તમામ ગામોની આ જ સ્‍થિતિ છે. વડીલ લોકો ખેતીકામ કરી શકતા નથી અને ખેતી વ્‍યવસાય ભાંગી ન પડે તે માટે પરપ્રાંતીય લોકોને ખેતીની જમીન ભાગીયા પેટે આપવાની સિસ્‍ટમ લગભગ એક દશકાથી શરૂ છે. આ મજુરોના આધારે જ અમરેલી જિલ્‍લામાં ખેતીનો વ્‍યવસાય ચાલી રહયો છે. બીજી તરફ વાત કરીએ તો રાજુલા અને જાફરાબાદ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાંજુદી જુદી કંપનીઓ આવેલી છે અને પીપાવાવ પોર્ટમાં દેશના અલગ અલગ રાજયોના સેંકડો લોકો અહીં રોજગારી માટે સ્‍થાયી થયા છે અને પરિવાર સાથે અહીં રહે છે. ઉપરાંત જુદી જુદી કચેરીઓમાં પણ પરપ્રાંતીય અધિકારીઓ છે. ખાસ તો કાઠીયાવાડની સંસ્‍કૃતિ મહેમાનોના સ્‍વાગત માટે વખણાય છે ત્‍યારે અમરેલી જિલ્‍લામાં પરપ્રાંતીય લોકો હળીમળીને રહી રહયા છે.

આ અંગેની વધુ વિગતો માટે રિપોર્ટર સુભાષ સોલંકીએ અમરેલી જિલ્‍લા ક્રાઈમ બ્રાંચ, સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપ તેમજ સાવરકુંડલા રૂરલ પોલીસના પીએસઆઈ બોરીસાગરનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે જિલ્‍લામાં તમામ પરપ્રાંતીય લોકો સલામત છે અને હુમલાની કોઈપણ ઘટના ઘટી નથી કે ડરના કારણે લોકો જિલ્‍લામાંથી સ્‍થળાંતર કરી રહયા હોય તેવું પણ કયાંય બન્‍યું નથી. તેમ છતાં પોલીસ દ્વારા દરેક વિસ્‍તારોમાં વિશેષ બંદોબસ્‍ત અને પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે.


સિંહોની સુરક્ષા માટે વધુ પ્રયત્‍નશીલ અને એલર્ટ રહો – કલેકટર ઓક : ધારી ખાતે ઉચ્‍ચ અધિકારીઓની બેઠક યોજાઈ

ધારી ખાતે ઉચ્‍ચ અધિકારીઓની બેઠક યોજાઈ

સિંહોની સુરક્ષા માટે વધુ પ્રયત્‍નશીલ અને એલર્ટ રહો : કલેકટર ઓક

વન વિસ્‍તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લદાશે

અમરેલી તા.11

અમરેલી જિલ્‍લા કલેકટર આયુષ ઓકના અઘ્‍યક્ષસ્‍થાને ધારી ખાતે વન વિભાગ સહિતના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.

કલેકટર ઓકે વન વિસ્‍તારમાંસરકાર નિયમો અને સૂચનાઓનું પાલન ચૂસ્‍તપણે કરવા ઉપરાત સિંહો અને તેમની સલામતી માટેની પૂરતી તકેદારી લેવા જણાવ્‍યું હતુ.

વન વિભાગને ઉપયોગી તમામ માહિતી એકઠી કરવા અને વન – પોલીસ વિભાગને સંયુક્‍તત રીતે ચેક પોસ્‍ટ ઉભી કરવા તેમણે કહ્યુ હતુ. વન વિસ્‍તારની આજુ બાજુના વિસ્‍તારોમાં સતત પેટ્રોલીંગ કરવા અને બહારથી અવર – જવર કરતા વાહનોનું સઘન ચેકીંગ કરવા સૂચના આપી હતી. ફરજોનું પાલન કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે જોવા અને સિંહોની સુરક્ષા માટે વધુ પ્રયત્‍ન શીલ અને એલર્ટ રહેવા કલેકટર ઓકે સૂચના આપી હતી.

વર્ષ – ર014માં ઇકો સેન્‍સેટીવ ઝોન જાહેર કરવામાં આવતા વન વિસ્‍તારમાં તૈયાર કરવામાં આવેલી યાદીઓ અને તેમાં થયેલા ફેરફાર મુજબ કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા સઘન પગલા લેવા જણાવ્‍યું હતુ.

ઓકટોબર થી ફેબ્રુઆરી દરમિયાન વન વિસ્‍તારમાં પ્રવાસીઓની સંખ્‍યામાં ધસારો થવાની સંભાવના રહે છે, સતત અને સઘન મોનીટીરંગ – ચેકીંગ તથા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓનું સંબંધિતોએ ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે, તેમ તેમણે ઉમેર્યુ હતુ.

રાજકોટ અને અમદાવાદ મહા નગરપાલિકાની ટીમ દ્વારા કૂતરાંઓને સ્‍ટરીલાઇઝ કરવામાં આવશે. અંદાજે ર1 દિવસમાં લગભગ 300 થી 3પ0કૂતરાઓને પકડીને સ્‍ટીેરીલાઇઝ કરવાની કામગીરી કરવામાં આવશે.

ઓકે ઉમેર્યુ કે, ફરજ પરના અધિકારી – કર્મચારીઓએ મર્યાદા – મુશ્‍કેલીઓ બાબતે ઘ્‍યાન દોરવાનું રહેશે.

જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડેએ કહ્યું કે, પશુઓના રસીકરણની કાર્યવાહી કરવામાં આવી છે. રસીકરણ ઝૂંબેશમાં તમામ પશુઓને આવરી લેવા માટેનું સુચારૂં આયોજન કરવામાં આવ્‍યું છે. આ માટે સંબંધિત ગામોના તલાટી મંત્રીઓની પણ મદદ લેવામાં આવશે. લક્ષ્યાંક મુજબ કામગીરી કરવામાં આવી રહી છે ત્‍યારે 10 ગામોમાં પશુ રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

વન સંરક્ષક પી. પ્રસન્નાએ કહ્યું કે, વન વિભાગ દ્વારા સખત પગલાઓ ધરવામાં આવશે. વન વિસ્‍તારની આજુબાજુના વિસ્‍તારોમાં વન અને પશુપાલન વિભાગ દ્વારા સંયુક્‍તત રીતે ઝૂંબેશ હાથ ધરીને નજીકના તમામ વિસ્‍તારોના પશુઓની વિગતો અપાવામાં આવશે.

નાયબ જિલ્‍લા પોલીસ અધિકારી દેસાઇએ જણાવ્‍યું હતુ કે, સિંહ – સિંહણના સંવર્ધન માટે નડતરરૂપ તત્‍વોની ઓળખ કરી તેમના સામે કાયદાકીય સખત પગલા લેવામાં આવશે. પ્રાંત અધિકારી આર.કે. ઓઝાએ સમગ્ર બેઠકનું સંચાલન કરી અત્‍યાર સુધી હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનો ચિત્તાર આપ્‍યા હતો.

ધારી સ્‍થિત પ્રાંત કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં વન સંરક્ષક ડો. પ્રિયંકાગેહલોત, એસીએફ વિનય ચૌધરી, સાવરકુંડલા નાયબ પોલીસ અધિકારી માવાણી, વન, પોલીસ, મહેસૂલ, પશુપાલન સહિતના વિભાગનો અધિકારી – કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


12-10-2018


11-10-2018