Main Menu

Wednesday, October 10th, 2018

 

સાવરકુંડલા પંથકમાં કોંગ્રેસપક્ષને વધુ એક લપડાક

અતિ મહત્‍વની પાલિકામાં શાસન ગુમાવ્‍યા બાદ

સાવરકુંડલા પંથકમાં કોંગ્રેસપક્ષને વધુ એક લપડાક

લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને આ વિસ્‍તારમાંથી જબ્‍બરૂ નુકશાન થવાનું લગભગ નકકી

અમરેલી, તા. 9

સાવરકુંડલા પંથકમાં છેલ્‍લા 6 મહિનાથી કોંગ્રેસપક્ષની હાલત દિનપ્રતિદિન કફોડી બની રહી છે. અગાઉ અતિ મહત્‍વની પાલિકામાં શાસન ગુમાવ્‍યા બાદ કોંગ્રેસ પક્ષની મીઠ્ઠી નજર તળેમાર્કેટયાર્ડની ચૂંટણી લડેલ તમામ ઉમેદવારોનો ઘોર પરાજય થયો અને આજે તાલુકા પંચાયતની ઘાંણલા બેઠક પર કોંગી ઉમેદવારનો પરાજય થયો છે.

સાવરકુંડલા પંથકમાં કોંગ્રેસની હાલત કથળી રહી છે તેની પાછળ સ્‍થાનિક કોંગી ધારાસભ્‍યની અણઆવડત, ઘમંડ અને જનતા જનાર્દન સાથે વિશ્‍વાસઘાત કરતી કાર્યશૈલી જવાબદાર હોવાનું સૌ કોઈ માની રહૃાું છે.

સાવરકુંડલા પંથકમાં ઘણા વર્ષો બાદ કોંગ્રેસની હાલત પાટીદારોનાં કારણે સુધરી રહી હતી અને છતાં પણ સ્‍થાનિક ધારાસભ્‍યને અભિમાન આવ્‍યું કે તેઓનાં કારણે વિધાનસભામાં સફળતા મળી છે. પરંતુ એવું કશું જ નથી.

કોંગ્રેસપક્ષનાં અતિ મહત્‍વનાં આગેવાન દીપક માલાણીએ કોંગ્રેસથી કિનારો કરી લીધા બાદ પક્ષની હાલત હાલ અતિ નાજુક તબકકામાં પહોંચી ગઈ છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં ગઢ સમા સાવરકુંડલા પંથકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 1પથી ર0 હજાર મતનું નુકશાન થવાની શકયતાઓ નિષ્‍પક્ષ રાજકીય નિરીક્ષકો નિહાળી રહૃાા છે. અને જો એ સત્‍ય સાબિત થશે તો સ્‍થાનિક ધારાસભ્‍યની સાથો સાથ વિપક્ષી નેતાનું રાજકીય ભાવિ પણ ધુંધળુ બની જશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.


અમરેલીમાં આવતીકાલે જિલ્‍લા બ્રહ્મસમાજનાં કાર્યાલયનો પ્રારંભ

સીનીયર એડવોકેટ અભય ભાર્રેાજનાં વરદ્ય હસ્‍તે

અમરેલીમાં આવતીકાલે જિલ્‍લા બ્રહ્મસમાજનાં કાર્યાલયનો પ્રારંભ

બ્રહ્મસમાજની વેબસાઈટનું લોન્‍ચીંગ પણ કરાશે

અમરેલી, તા. 9

અમરેલી જિલ્‍લા બ્રહ્મસમાજ, શહેર બ્રહ્મસમાજ તથા પરશુરામ મંદિર નિર્માણ સમિતિનાંકાર્યાલયનો શુભારંભ ગુરૂવારે સીનીયર એડવોકેટ અભય ભાર્રેાજનાં વરદ હસ્‍તે પંચવટી કોમ્‍પ્‍લેક્ષ, ભગિની છાત્રાલય નજીક સવારે 9/30 કલાકે કરવામાં આવશે.

આ તકે જિલ્‍લા શહેર બ્રહ્મસમાજનાં પૂર્વ પ્રમુખો અને પૂર્વ મહામંત્રીઓનું સન્‍માન કરવામાં આવશે. અને બ્રહ્મસમાજની વેબસાઈટનું લોન્‍ચીંગ કરવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા ઉદયન ત્રિવેદી, તુષાર જોષી, પરાગ ત્રિવેદી, ભગીરથ ત્રિવેદી, પાર્થ જોષી, મૌલિક ઉપાઘ્‍યાય, રાજન જાની સહિતનાં બ્રહ્મ આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહૃાા છે.

આ કાર્યક્રમમાં મુળશંકરભાઈ તેરૈયા અને ડી. જી. મહેતા મુખ્‍ય મહેમાન રહેશે. અને પૂજનવિધિ ડો. એસ. આર. દવે અને સરલાબહેન દવે ર્ેારા કરવામાં આવશે.

કાર્યક્રમમાં સમસ્‍ત બ્રહ્મસમાજને મોટીસંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરાયો છે.


અમરેલીમાં બિલાડીનાં ટોપની જેમ ફૂટી નીકળેલ હોસ્‍પિટલની ચકાસણી જરૂરી

મોટાભાગની હોસ્‍પિટલમાં આરોગ્‍યનાં નિયમોનો ઉલાળીયો

અમરેલીમાં બિલાડીનાં ટોપની જેમ ફૂટી નીકળેલ હોસ્‍પિટલની ચકાસણી જરૂરી

દર્દી નારાયણની સેવા કરવાના બદલે અમુક તબીબો મલાઈતારવવાનાં ધંધે ચડી ગયા છે

અમરેલી, તા.9

અમરેલી શહેરમાં બિલાડીનાં ટોપની જેમ જયાં ત્‍યાં શરૂ થઈ રહેલ હોસ્‍પિટલની ચકાસણી કરવાનો સમય આવી ચૂકયો છે. શહેરની મોટાભાગની હોસ્‍પિટલમાં આરોગ્‍ય વિભાગના નિયમોનો     ઉલાળીયો થઈ રહયાનું દર્દી નારાયણ જણાવી રહયા છે.

શહેરમાં દિ ઉગેને કોઈને કોઈ સ્‍થળે હોસ્‍પિટલ શરૂ થઈ રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે રહેણાંક વિસ્‍તારોમાં પણ આડેધડ હોસ્‍પિટલ શરૂ થતાં અડોશ-પડોશનાં સ્‍થાનિક વેપારીઓને ઘોંઘાટનો સામનો કરવો પડી રહયો છે.

તદ્‌ઉપરાંત, મોટાભાગના તબીબો નિદાન ફી કે ઓપરેશન ફીનાં નામે ઉઘાડી લૂંટ ચલાવી રહયા છે. તો રૂમ ચાર્જ, દવા અને લેબોરેટરીમાં પણ તગડું કમિશન મેળવી રહયા છે. મોટાભાગના તબીબો નિદાન ફીની કોઈ પહોંચ આપતા નથી અને દર વર્ષે બેઈમાનીથી લાખો રૂપિયાનું કાળુ ધન એકત્ર કરી રહયાની પણ ફરિયાદ ઉભી થઈ રહી છે.

તદ્‌ઉપરાંત, મેડિકલ વેસ્‍ટ, સ્‍ટાફને જરૂરી પગાર કે સવલત, દર્દી નારાયણનાં ખિસ્‍સા ખંખેરવાનાં ધંધા સહિત અનેક મામલે ફરિયાદનું પ્રમાણ વધી રહયું છે. તો ગર્ભ પરિક્ષણની ફરિયાદ ઉભી થઈ છે. તો બિનજરૂરી સોનોગ્રાફી, સીઝેરીયન મામલે પણ અનેક તબીબોની કામગીરી શંકાના દાયરામાં આવી  રહી છે.

શહેરમાં એક-બે નહીં બલ્‍કે અનેક હોસ્‍પિટલ આરોગ્‍ય અનેઆવકવેરા વિભાગના નિયમોનો ઉલાળીયો કરતી હોય કલેકટર દ્વારા ખાસ ટીમની રચના કરીને તબીબી વ્‍યવસાયને બદનામ કરતા અમુક લેભાગુ તબીબોની હોસ્‍પિટલની ચકાસણી કરવામાં આવે તેવી માંગ દર્દી નારાયણમાંથી ઉભી થવા પામી છે.


અમરેલી જિલ્‍લામાં કોંગો અને સ્‍વાઈનફલૂનો રોગ માથુ ઉંચકે તે પહેલા તંત્ર એલર્ટ

કેન્‍દ્ર સરકારનાં પ્રતિનિધિ ડો. કમલેશ ઉપાઘ્‍યાય દોડી આવ્‍યા

અમરેલી જિલ્‍લામાં કોંગો અને સ્‍વાઈનફલૂનો રોગ માથુ ઉંચકે તે પહેલા તંત્ર એલર્ટ

મેડિકલ એસોસીએશનની બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપેલ

અમરેલી, તા. 9

અત્‍યારે સમગ્ર ગુજરાતમાં સ્‍વાઈન ફલૂનો રોગચાળો ફાટી       નીકળેલ છે. અમરેલી જિલ્‍લો પણ તેમાંથી બાકાત નથી. આ રોગચાળો વિશે સંપૂર્ણ માહિતી સભર એક મીટીંગનું આયોજન અમરેલી મેડીકલ એસોસીએશન ર્ેારા તા. 6/10/18નાં રોજ થઈ ગયું. આ મીટીંગમાં ગુજરાત સરકારનાં વાઈરસ રોગોનાં નોડલ ઓફીસર તેમજ કેન્‍દ્ર સરકારનાં પ્રતિનિધિ ડો. કમલેશ ઉપાઘ્‍યાયે આ રોગો વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપ્‍યું. દિવસનાં ભાગે જિલ્‍લાની સરકારી હોસ્‍પિટલનાં ડોકટરોની એક મીટીંગ તેના ર્ેારા લેવામાં આવી. તેમણે સીવીલ હોસ્‍પીટલની પણ મુલાકાત લીધી અને સ્‍વાઈન ફલૂ માટે એક જુદો આઈસોલેશન વોર્ડ બનાવવાની પણ સૂચનાઆપી.

ડોકટરો સાથેની મીટીંગ દરમ્‍યાન સ્‍વાઈનફલૂ વિશે તો માર્ગદર્શન આપ્‍યું પરંતુ તે સિવાય કોંગો તાવ માટે પણ ખૂબ જ ઉંડાણપૂર્વક ચર્ચા કરી. તેમના કહૃાા મુજબ સમગ્ર એશિયામાં અમરેલી જિલ્‍લો કોંગો તાવ માટે સૌથી વધુ સંવેદનશીલ છે અને ગમે ત્‍યારે એ રોગચાળો અમરેલી જિલ્‍લામાં ફાટી નીકળવાની શકયતા છે. એટલે કે આ માટે અમરેલી જિલ્‍લાને કોંગો તાવનાં જવાળામુખી ઉપર બેઠેલો છે. આ કોંગો તાવ ભુતકાળમાં અમરેલી જિલ્‍લો બાબરા તાલુકાનાં કરીયાણા ગામે દેખાયો હતો અને તેનાથી તાત્‍કાલિક મૃત્‍યુ પણ થયા હતા.

ઉપરનાં બન્‍ને રોગો માટે સમગ્ર જિલ્‍લાનાં આરોગ્‍ય કર્મચારીઓ અને ડોકટરોને સાવચેત રહેવા અને તેને રોકવાનાં બધા જ પગલા લેવા તેમણે સૂચના આપી હતી.


અમરેલીમાં સ્‍વાઈન ફલૂથી ર વ્‍યકિતનાં મોત થયાની આશંકા : આરોગ્‍ય વિભાગ કહે છે એવું કશું નથી

ખાનગી હોસ્‍પિટલમાં અંતિમ શ્‍વાસ લીધાની ચર્ચા

અમરેલીમાં સ્‍વાઈન ફલૂથી ર વ્‍યકિતનાં મોત થયાની આશંકા

આરોગ્‍ય વિભાગ કહે છે એવું કશું નથી

અમરેલી, તા. 9

અમરેલીમાં બે દિવસનાં ગાળામાં શંકાસ્‍પદ સ્‍વાઈનફલૂની બિમારીથી બે વ્‍યકિતનાં મોત થતા     ખળભળાટ મચી ગયો છે. જો કે આરોગ્‍ય વિભાગે આ બન્‍ને મોત નકાર્યા હતા.

આ અંગેની વિગતો મુજબ અમરેલીનાં વિસ્‍તારમાં રહેતા બે વ્‍યકિતઓને સ્‍વાઈન ફલૂના લક્ષણો સાથે અમરેલીનીખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ આ બન્‍ને વયસ્‍ક વ્‍યકિતઓનાં સારવાર દરમિયાન સ્‍વાઈનફલૂનો રિપોર્ટ આવે તે પહેલા જ મોત થયા હતા અને આરોગ્‍ય વિભાગની ટીમ ર્ેારા તકેદારીનાં ભાગ રુપે ચેપી રોગ તેમના સગાઓને ન લાગે એ માટે બારોબાર અંતિમ સંસ્‍કારની વિધિ કરવામાં આવી હતી. આ મુદ્યે અમરેલીનાં એપ.ડેમિક ઓફિસર ડો. એ. કે. સિંહનો સંપર્ક સાધતા તેમણે આ વાત નકારી હતી અને સ્‍વાઈનફલૂથીએક અઠવાડિયામાં એક પણ મોત ન થયું હોવાનું જણાવ્‍યું હતું. અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલી જિલ્‍લામાં ચાલુ વર્ષે સત્તાવાર રીતે સ્‍વાઈનફલૂનાં 1પ કેસ નોંધાયેલા છે અને અગાઉ બે દર્દીઓનાં મોત થયાં છે.


બગસરા તાલુકાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું

કોંગી ધારાસભ્‍ય જે.વી. કાકડીયાની આગેવાની હેઠળ

બગસરા તાલુકાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું

મોદી હાય હાય, અમિત શાહ હાયનાં નારા સાથે જગતાતની વિશાળ રેલી નીકળી

બગસરા, તા. 9

બગસરા તાલુકાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવાની માંગ સાથે આજરોજ ધારાસભ્‍યની આગેવાની હેઠળ કોંગ્રેસ સમિતિ ર્ેારા મામલતદારને આવેદન પાઠવ્‍યું હતું.

વિગત અનુસાર બગસરા તાલુકામાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્‍ફળ જતા દુષ્‍કાળ ગ્રસ્‍ત જાહેર કરવા માટે પટેલ વાડી ગોકુળપરા ખાતે વિશાળ સંખ્‍યામાં ખેડૂતો ઉમટી પડયા હતા અને પટેલ વાડી ગોકુળપરાથી મામલતદારકચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલીમાં મોદી હાય હાય અમિત શાહ હાયનાં નારા સાથે ભાજપ સરકાર સામે રોષભેર મામલતદારને આવેદન પાઠવવામાં આવેલ.

છેલ્‍લા ત્રણેક વર્ષથી બગસરા તાલુકામાં અપૂરતો વરસાદ પડી રહૃાો છે, ત્‍યારે ગુજરાત સરકાર ર્ેારા જગતાતને બેંક લોન માફી, પોષણક્ષમ ભાવ, સમયસર વીજળી, તેમજ માલધારીઓનાં પશુઓને નિભાવવા ઘાસચારાની વ્‍યવસ્‍થા કરવા સહિત વિવિધ માંગણી સાથે યુરિયા તેમજ ડી.એ.પી. ખાતરનો ભાવ વધારો ખેંચવો તેમજ સેટેલાઈટ ર્ેારા થયેલ માપણી રદ કરવાની માંગણી કરવામાં આવેલ.

આવેદન પત્રનાં અંતમાં જણાવેલ કે અમારી માગણી રાજયપાલ સમક્ષ તાત્‍કાલીક ધોરણે પહોંચાડી ઘટતું કરવા માંગ કરેલ છે.


વીકટરના પત્રકારનાં પરિવારજનો પર હુમલો થતાં સ્‍થાનિક પોલીસદોડી

અમરેલી, તા.9

રાજુલાનાં વીકટર ગામનાં સ્‍થાનિક પત્રકારનો પરિવાર પર ગામનાં જ અમુક શખ્‍સોએ હુમલો કર્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.

વિગત એવા પ્રકારની છે કે પત્રકાર શાહીદ ભટ્ટીના ભાઈ અને પિતા પર અગાઉનાં મનદુઃખનાં કારણે તેજ ગામનો તનવીર ગાહા, જમીલા ગાહા, અને એક મહિલા સહિત 3 વ્‍યકિતએ પાઈપ અને છરી વડે હુમલો કરતાં પત્રકારના ભાઈ અને પિતાને ગંભીર અવસ્‍થામાં મહુવા ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે.

બનાવની જાણ જતા સ્‍થાનિક પોલીસે ઘટનાં સ્‍થળે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


સાવરકુંડલામાં રેલ્‍વે ટ્રેક ઉપરથી અજાણ્‍યા માનવનાં કંકાલ મળી આવ્‍યા

કુતુહલ અને ડરનાં માહોલ વચ્‍ચે

સાવરકુંડલામાં રેલ્‍વે ટ્રેક ઉપરથી અજાણ્‍યા માનવનાં કંકાલ મળી આવ્‍યા

અમરેલી, તા. 9

સાવરકુંડલા ગામે જેસર રોડ ઉપર રહેતાં અને રેલ્‍વેમાં નોકરી કરતાં રાજકુમાર સીતારામ વહેનાડા નામનાં ર9 વર્ષિય કર્મચારી ગઈકાલે સવારે 10/30 કલાકે રેલ્‍વે ટ્રેક ઉપર પેટ્રોલીંગમાં હતા ત્‍યારે પ1/9 કિ.મી.નાં પોલ પાસે રેલ્‍વે ટ્રેક ઉપર પાટાની વચ્‍ચે માનવ કંકાલ જોવા મળતાં આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર કરતાં પોલીસે આ કંકાલ કોના છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.


અમરેલી-સાવરકુંડલા માર્ગ પર કાર ચાલકે હડફેટે લેતા બાઈક સવાર યુવકનું કમકમાટી ભર્યુ મૃત્‍યુ

અમરેલી, તા.9

અમરેલી નજીક સાવરકુંડલા રોડ ઉપર અમરેલીનાં બાઈક ચાલકને એક કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા સાથે રાજકોટ દવાખાને ખસેડવામાં આવતાં રસ્‍તામાં જ પ્રાણપંખેરૂ ઉડી જતાં ભારે ગમગીની છવાયેલ હતી.

પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલીના કસ્‍બાવાડમાં રહેતો જાફરઅલી યાકુબઅલી બારૂની (ઉ.વ.3ર) નામનો યુવાન આજે બપોરનાં સમયે બાઈક લઈને સાવરકુંડલા તેમના સબંધીના ઘરે પ્રસંગમાં જઈ રહેલ હતો. ત્‍યારે અમરેલી નજીક ગોખરવાળા ગામ પાસે સામેથી આવી રહેલ એક ફન્‍ટીકાર નંબર જી.જે.ર આર ર961ના ચાલકે હડફેટે લેતાં ગંભીર ઈજા સાથે પ્રથમ અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ ન્નયાં હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ દવાખાને ખસેડાતા રસ્‍તામાં જ પ્રાણપંખેરૂ ઉડી ગયેલ હતું.


વીજપડી ગામે ડેલા પાસે બકરી ચરવા જતાં માલીકને માર પડયો

અમરેલી, તા. 9

સાવરકુંડલા તાલુકાનાં વીજપડી ગામે રહેતાં અને મજુરી કામ કરતાં રાકેશ કનુભાઈ પરમાર નામનાં ર0 વર્ષિય યુવકની બકરી ગત તા.7ના સાંજના સમયે તે જગામે રહેતાં અરવિંદભાઈ દેવાભાઈનાં ડેલા પાસે ગયેલ તે બાબતનું મનદુઃખ રાખી મેહુલ સોમાભાઈ સહિત 4 ઈસમોએ આ યુવકને લાકડી વડે માર મારી ઢસડી ઈજા કર્યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.


બાબરામાં ટોબેકોની દુકાનમાંથી રોકડ રૂા.1.રપ લાખની ચોરી

બાબરામાં ટોબેકોની દુકાનમાંથી રોકડ રૂા.1.રપ લાખની ચોરી

કામસર દુકાન ખુલ્‍લી મુકીને બાજુમાં જતા ંમાત્ર પાંચ મિનિટમાં તસ્‍કરો કળા કરી ગયા

અમરેલી, તા. 9

બાબરા-ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલ કરીયાણા ચોકડી પાસે ટોબેકોની હોલસેલ દુકાન ધરાવતાં અને ચમારડી ગામે રહેતાં પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ ધોળા નામનાં 38 વર્ષિય વેપારી ગત તા.ર/10 ના સવારે 11 કલાક આસપાસનાં સમયગાળા દરમિયાન પાંચ મિનિટ માટે થઈ પોતાની દુકાન ખુલ્‍લી મુકી બાજુની દુકાને ગયા હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા તસ્‍કરે દુકાનનાં ગલ્‍લાનાં નીચેનાં ખાનામાં વેપારનાં રાખેલ રોકડ રકમ રૂા.1.9પ લાખમાંથી રૂા.1.રપ લાખ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


રાજુલાનાં રાજપરડા ગામે સામસામે જીવલેણ હુમલા કરવા સબબ નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા. 9

રાજુલા તાલુકાનાં રાજપરડા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં ધીરૂભાઈ જાદવભાઈ મુંજપરા નામનાં 30 વર્ષિય યુવકનાં સુરત ખાતે રહેતા ભાઈ રાજુભાઈ હીરા ઘસવાનું કામ કરતાં હોય, જેમણે રાજપરડા ગામે રહેતાં જયેશભાઈ રૂખડભાઈનાં પત્‍નિ કિંજલબેનને ત્રણેક માસ પહેલાં ભગાડીને લઈ ગયેલ તે બાબતનું મનદુઃખ ચાલતું હોય, તે વાતની અદાવત રાખી ગઈકાલે સવારે રૂખડભાઈ બાલાભાઈ, જયેશભાઈ રૂખડભાઈ, દડુભાઈ બાલાભાઈ તથા જીણીબેન રૂખડભાઈએ ધીરૂભાઈને મારી નાંખવાનાં ઈરાદે લોખંડની ટી, લાકડી વડે આડેધડ માર મારી, જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ  નોંધાઈછે.

તો સામાપક્ષે જયેશભાઈ રૂખડભાઈ સોલંકીએ પણ આજ કારણોસર સામાવાળા ધીરૂભાઈ જાદવભાઈ મુંજપરા, રમેશભાઈ જાદવભાઈ મુંજપરા સામે મારી નાંખવાનાં ઈરાદે લોખંડનાં પાઈપ, લાકડી જેવા હથીયારોથી માર મારવા અંગે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ડુંગરનાં પી.એસ.આઈ. એચ. જી. ગોહિલે બનાવ અંગે તપાસ હાથ         ધરી છે.


કરીયાણા ગામે પિતાને બચાવવા જતાં પુત્રને પણ આડેધડ માર પડયો

તે જ ગામનાં ર શખ્‍સો સામે તરૂણે ફરિયાદનોંધાવી

અમરેલી, તા.9

બાબરા તાલુકાના કરીયાણા ગામે રહેતા લાલજીભાઈ વિરજીભાઈ રાઠોડ તે જ ગામે રહેતા આરોપી રાકેશ ચંદુભાઈ તથા નિકુંજ ચંદુભાઈના પિતા ચંદુભાઈને ખાવા-પીવાનું આપતા હોય, જેથી આ બન્‍ને શખ્‍સોને ગમતું ન હોય તેથી ગઈકાલે સાંજે આ બન્‍ને શખ્‍સોએ લાલજીભાઈને મારતા હોય, ત્‍યારે આ લાલજીભાઈનો તરૂણવયનો પુત્ર પ્રવિણ પોતાના પિતાને માર મારવામાં છોડાવા જતાં આરોપીએ તેમને              ઢીકાપાટુનો માર મારી ડાબી આંખમાં ઈજા કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


બાબરામાં તાલુકા કન્‍યાશાળામાં નવરાત્રી મહોત્‍સવની ઉજવણી

               બાબરામાં તાલુકા કન્‍યાશાળા ખાતે નવરાત્રી મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ર્ેારા પ્રાચીન અને અર્વાચીન રાસગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રીમાં રાજય સરકાર ર્ેારા રજા જાહેર કરવામાં આવતા પ્રાથમિક શાળાઓમાં એક દિવસ અગાવ નવરાત્રી મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્‍યારે અહીં બાબરામાં કન્‍યાશાળામાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ર્ેારા નવરાત્રિ મહોત્‍સવ નિમિતે પ્રાચીન અને અર્વાચીન રાસગરબાની રમઝટ બોલાવી નવરાત્રીનાં પર્વની ઉજવણી કરવામાં  આવી હતી શાળાનાં આચાર્ય અમિતભાઈ દસલાણીયા, ભાર્ગવભાઈ ત્રિવેદી, સ્‍વેતાબેન જોષી સહિતનાં શિક્ષકો ર્ેારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.


ધારીની તમામ બજારો સિંહોનાં મોતથી સજજડ બંધ

સામાજિક સંસ્‍થા બજરંગ ગૃપનાં એલાનને પ્રચંડ સમર્થન

ધારીની તમામ બજારો સિંહોનાં મોતથી સજજડ બંધ

સ્‍થાનિક વહીવટીતંત્ર દ્વારા પ્રતિક ધરણાની મંજુરી આપવામાં ન આવતાં નારાજગીનો માહોલ

ધારી, તા. 9

ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્‍જમાં વાયરસ, ઈન્‍ફેકશનથી આકસ્‍મીક મોતને ભેટેલા ર3-ર3 સિંહોને બે મિનીટનું મૌન    પાળી શ્રઘ્‍ધાંજલિ આપવામાં આવી હતો. તો ગામે સજજડ બંધ પાળી બજરંગ ગૃપને પ્રચંડ પ્રતિસાદ આપ્‍યો હતો અને ઉપવાસ તથા ધરણાની મંજુરી તંત્ર ઘ્‍વારા આપવામાં આવી નહોતી જેથી અનેક સવાલો ઉભા થયા હતા.

ધારીની સામાજિક સંસ્‍થા બજરંગ ગૃપ ઘ્‍વારા ર3-ર3 સિંહો મોતને ભેટયા હોય તેની તપાસ કરવા તથા ભવિષ્‍યમાં આવા બનાવો ન બને તેવી તકેદારીના ભાગરૂપે મંગળવારે ગામ બંધનું એલાન આપ્‍યું હતું. જેને હિરા ઉદ્યોગ એસોસીએશન, કટલેરી એસોસીએશન, કાપડ એસોસીએશન, માર્કેટયાર્ડ સહિતની સંસ્‍થાઓએ ટેકો જાહેર કર્યો હતો. જેના પગલે ધારી સજજડ બંધ રહૃાું હતું અને યોગીજી ચોક ખાતે મૃતક સિંહોને શ્રઘ્‍ધાંજલિ આપી મૌન પાળવામાં આવ્‍યું હતું. બંધ સાથે ઉપવાસ આંદોલન, ધરણા તથા આવેદનપત્રની પણ મંજુરી માંગવામાં આવી હતી. પરંતુ તંત્ર ઘ્‍વારા એકપણ મંજુરી આપવામાં આવી નહોતી. પરંતુ ગામલોકોએ પ્રચંડ પ્રતિસાદ આપી બંધપાળતા બંધની અસર થવા પામી હતી અને ગીરની શાન સમા સિંહોને ન્‍યાય મળે તેવી ભાવના સાાથે ભયંકર મંદીમાં પણ ગામલોકો, વેપારીઓ જોડાયા હતા.

એક તરફ ર3 સિંહોના મોત થયા હોય છતાં ઉપવારસ-ધરણાની મંજુર ન આપતાં તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહૃાા હતા. તો આ તકે કોંગ્રેસનાં ધારાસભ્‍ય જે.વી. કાકડીયા, ભીખુભાઈ બાટાવાળા સહિતનાં આગેવાનો સિંહને શ્રઘ્‍ધાંજલિ આપવા આવી પહોંચ્‍યા હતા. તેમજ બજરંગ ગૃપના પ્રમુખ પરેશભાઈ પટ્ટણીએ ઉપવાસની મંજુરી ન મળતા તંત્ર સામે રોષ ઠાલવ્‍યો હતો અને ભવિષ્‍યમાં આવા બનાવ બનતા અટકે તેવી માંગણી કરી હતી.


અમરેલી તાલુકા પંચાયતની 6 બેઠકોની ચૂંટણીમાં ફીફટી-ફીફટી

ભાજપને 3 બેઠકો કોંગ્રેસ પાસેથી ઝુંટવી લેવામાં સફળતા મળી

અમરેલી તાલુકા પંચાયતની 6 બેઠકોની ચૂંટણીમાં ફીફટી-ફીફટી

સામાન્‍ય ચૂંટણી વખતે તમામ બેઠકો પર કોંગી વિજેતા થયા હતા : કોંગ્રેસને 3 બેઠકનું નુકશાન

અમરેલી, તા. 9

અમરેલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ ગત રવિવારે યોજાય હતી. થયેલ મતદાનની આજે અત્રેના ડો. આંબેડકર ભવન ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવતાં 6 બેઠકો પૈકી ભાજપ અને કોંગ્રેસને 3-3 બેઠકો મળતાં બંને પક્ષોનાં જીતેલા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢી જીતની ઉજવણી કરી હતી.

અમરેલીતાલુકા પંચાયતની 6 બેઠકો પૈકી મોટા આંકડીયા બેઠક ઉપર કોંગ્રેસનાં છાયાબેન સોલંકીને 1307 મત મળ્‍યા હતા. જયારે તેમના નજીકનાં હરીફ અને ભાજપનાં ઉમેદવાર પારૂલબેન દેવમુરારીને 1111મત મળતાં કોંગ્રેસના ઉમેદવાર છાયાબેન 196 મતે વિજયી થયા હતા.

જયારે નાના આંકડીયા બેઠક ઉપર ભાજપનાં દેવજીભાઈ ભાસ્‍કરને 113પ મત, કોંગ્રેસનાં સંજયભાઈ ભાસ્‍કરને 770 મત મતા અપક્ષ ઉમેદવાર મુકેશભાઈ મહેતાને 19પ મત મળતાં ભાજપનાં દેવજીભાઈ ભાસ્‍કર 36પ મતે વિજયી જાહેર થયા હતા.

ગાવડકા બેઠક ઉપર કોંગ્રેસનાં નયનાબેન કસવાળાને 1494 મત મળ્‍યા જયારે ભાજપનાં રીનાબેન રીબડીયાને 1134 મત મળતાં કોંગ્રેસના નયનાબેન કસવાળા 360 મતે વિજયી થયા હતા.

જયારે જસવંતગઢ બેઠક ઉપર ભાજપનાં કંચનબેન દેસાઈને 13પ7 મત મળ્‍યા હતા. જયારે કોંગ્રેસનાં રસીલાબેન દેસાઈને 1119 મત મળતા ભાજપનાં કંચનબેન દેસાઈ ર38 મતે વિજયી જાહેર થયા હતા.

જયારે અમરેલીની નજીક આવેલ પ્રતાપપરા બેઠક ઉપર અમર ડેરીનાં ચેરમેન અશ્‍વિન સાવલીયાને ર048 મત મળ્‍યા હતા. જયારે કોંગ્રેસનાં ઉમેદવાર પ્રવિણભાઈ કમાણીને 97પ મત અને અપક્ષને માત્ર રપ મત મળતાં ભાજપનાં અશ્‍વિન સાવલીયા 1073 મતે વિજયી થયા હતા.

વડેરા બેઠક ઉપર તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્‍ય અને ભાજપનાં ઉમેદવારપ્રવિણભાઈ માંગરોળીયાને 1667 મત મળ્‍યા હતા. જયારે તેમની સામે વડેરા ગામનાં પૂર્વ સરપંચ કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ હપાણીને 1789 મત મળતાં કોંગ્રેસનાં ભરતભાઈ હપાણી 9ર મતે વિજયી થયેલ છે.

જયારે સાવરકુંડલા તાલુકા પંચાયતની એકમાત્ર ઘાણલા બેઠક ઉપર ભાજપનાં ઉમેદવાર નંદુબેન વાઘમશીનો વિજય થયો હતો.


અમરેલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમા વિપક્ષ નેતા ધાનાણીના ગઢના કાંગરા ખેડવતા અશ્‍વિન સાવલીયા

રૂપાલા-સંઘાણીનું માર્ગદર્શન અને કાછડીયા, ઉંધાડ, વેકરીયા, ત્રાપસીયાની મહેનત રંગ લાવી

અમરેલી, તા.9

અમરેલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીએ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢના કાંગરા હલબલાવી નાખ્‍યાનો ઘાટ ધડાયો છે. પેટા  ચૂંટણીમા કોંગ્રેસની નીતી-રીતીને  જાકારો આપી વિકાસ ઉપર શ્રઘ્‍ધા વ્‍યકત કરી હોય તેમ 6 સીટ માંથી ભાજપએ 3 સીટ ઉપર વિજય પ્રાપ્‍ત કર્યો છે. પેટા ચૂંટણીના પરિણામોથી પરેશભાઈની હોમ પીચ હચમચી ઉઠી છે. પંચાયતની પેટા ચૂંટણીમા ત્રણ સીટ પર ભાજપ વિજયી બનતા પંચાયતમા ભાજપનુ  સંખ્‍યાબળ પણ વઘ્‍યુ છે. કેન્‍દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા,ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીનુ માર્ગદર્શન અને સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન – ઉમેદવાર અશ્‍વિનભાઈ સાવલીયા, જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા, પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ધનશ્‍યામભાઈ ત્રાપસીયા જહેમત રંગ લાવી હતી. સફળતાને ભાજપ મોવડીઓએ આવકારી અભિનંદન સાથે સ્‍થાનીક કાર્યકરોને પણ બિરદાવ્‍યા હતા.

પ્રતાપપરા એ પરચો બતાવ્‍યો હોય તેમ આ સીટ ઉપર ચૂંટણી લડતા અશ્‍વિનભાઈ સાવલીયા ને વિક્રમી મતોથી જીત અપાવી છે જે નોંધનીય બાબત છે સાથોસાથ  એ પુરવાર કરે છે કે, લોકોને મોદી અને રૂપાણી સરકારની લોકપયોગી યોજનાઓ અને વિકાસમા અતૂટ વિશ્‍વાસ અને શ્રઘ્‍ધા છે.


માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં ટ્રસ્‍ટી દિનેશભાઈ વિઠ્ઠલાણીની પ્રથમ પૂણ્‍યતિથિની ઉજવણી

               અમરેલીની કન્‍યા કેળવણીમાં અગ્રસર સંસ્‍થા માતુશ્રી જીજીબેન ફોરવર્ડ ગર્લ્‍સ હાઈસ્‍કૂલમાં તા.03-10-ર018 ના રોજ ટ્રસ્‍ટી દિનેશભાઈ વિઠ્ઠલાણીની પ્રથમ પૂણ્‍યતિથિ ઉજવણીનાં ભાગરૂપે શૈક્ષણિક કાર્યક્રમ શાળાનાં પટાંગણમાં ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું. કાર્યક્રમનાં અઘ્‍યક્ષ સ્‍થાનેથી દિવ્‍યેશભાઈ સાકરિયા (વાઈસ ગવર્નર સૌરાષ્‍ટ્ર કચ્‍છ લાયન્‍સ કલબ ઈન્‍ટરનેશનલ) તેમને ભારતીય સમાજમાં મહિલાઓ સશકત છે તેને કોઈ મહિલા સશકિતકરણની જરૂર નથીભારતીય ઈતિહાસની વિરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, વિદૂષી ગાર્ગી, લોપામુદ્રા, જીજાબાઈ જેવા ઉત્‍કૃષ્‍ટ સન્‍નારીઓની ગૌરવ ગાથા વર્ણવી હતી. વિદ્યાર્થીઓને તેમના અંશો જીવનમાં ઉતારવાની હાંકલ કરી હતી. ડોકટર જીતુભાઈ વડેરા (સાવરકુંડલા) તથા અતિથિ વિશેષ સ્‍થાને અમરેલીનાં અગ્રણી માનનીય વસંતભાઈ મોવલીયા (પ્રમુખ લાયન્‍સ કલબ ઓફ રોયલ અમરેલીનાં  તથા ટ્રસ્‍ટી ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડ શાળાનાં વિકાસાર્થે ર1,000 દેણગી આપેલ હતી. આ સાથે સામાજિક અગ્રણી જિતુભાઈ ડેર, મેને. ટ્રસ્‍ટી રમેશભાઈ વિઠલાણી સૂ. ચંદાબેન વિઠલાણી, ટ્રસ્‍ટી પૂર્વીબેન વિઠલાણી, ઉર્મિલાબેન વડેરા, રાજુભાઈ વિઠલાણી, પિયુષભાઈ વિઠલાણી તથા શ્‍વેતાબેન વિઠલાણી, પૂર્વ પ્રિ. ડી. જી. મહેતા, રવજીભાઈ કાચા, સી. એન. જોષી તથા કૈલાસ માનસરોવર યાત્રી ભીખુભાઈ અગ્રાવત, દિલશાદભાઈ શેખ, નિકંુંજભાઈ માંડણકા (સરપંચ નવા ખિજડિયા) વિદ્યાસભાનાં એમ.એડ.નાં પ્રા. ભરતભાઈ પરમાર અને પ્રા. સરોજબેન દૂધરેજિયા ઉપસ્‍થિત રહૃાા હતા. વિદ્યાસભામાંથી બી.એડ.નાં ત્રીસ જેટલા તાલીમાર્થીઓ તથા વિશાળ સંખ્‍યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહૃાા હતા. કાર્યક્રમનો આરંભ પ્રકૃતિ પ્રાર્થનાથી કરવામાં આવ્‍યો અને શાળાનાં આચાર્યા ડો. ચંદ્રિકાબેન લાઠિયા ર્ેારા મહેમાનોનું શબ્‍દપુષ્‍પથી સ્‍વાગત કરવામાંઆવ્‍યું. શાળામાં નવા હાજર થયેલ રોહિતભાઈ મહેતાનાં શુભ હસ્‍તે મંગલદિપ પ્રાગટય કરવામાં આવ્‍યું. શાળાની દસ પ્રતિભા સંપન્‍ન બહેનોને મોમેન્‍ટોથી, ટ્રસ્‍ટી પૂર્વીબેન વિઠલાણી રાજકોટ ર્ેારા નિર્મીત મોમેન્‍ટોથી સન્‍માનિત કરવામાં આવી. આ તબક્કે ખેલ મહાકુંભમાં જિલ્‍લા કક્ષાએ પ્રથમ આવેલ સરવૈયા માનસી વિનુભાઈ કે જે ર00 મીટર દોડમાં પ્રથમ આવેલ તેમને મોમેન્‍ટો ર્ેારા સન્‍માનિત કરવામાં આવી. મહાત્‍મા ગાંધીજીનાં 1પ0મી જન્‍મ જયંતિનાં ભાગ સ્‍વરૂપે પૂ. બાપુનાં જીવન મૂલ્‍યો પર આધારિત નાટક ભભસ્‍વચ્‍છ ભારત બાપુકા સપનાભભ જિલ્‍લા કક્ષાએ વિજેતા થઈ ઝોન કક્ષાએ ભભગાંધી સ્‍વચ્‍છતા અભિયાનભભ રજૂ થયેલ. આ નાટયકૃતિનાં રચયિતા રીમાબેન અને ઈલાબેનને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં વકતૃત્‍વ સ્‍પર્ધા તથા કવીઝનંું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનું સંચાલન ઈલાબેન અને જસ્‍મિતાબેને કર્યુ તથા આભારવિધિ મુકેશભાઈ ગોહિલ ર્ેારા કરવામાં આવી તેમ શાળાનાં સુપરવાઈઝર વાસંતીબેન જાદવની યાદી જણાવે છે.


અવસાન નોંધ

અવસાન નોંધ

અમરેલી : ઔદિચ્‍ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિનાં મુકુંદરાય ગિરધરલાલ વ્‍યાસ (ઉ.વ. 76) તે કનૈયાલાલ વ્‍યાસ (અમદાવાદ) પૂર્વ પ્રમુખ ઔ.ગુ. બ્રાહ્મણ સમાજનાં નાનાભાઈ તેમજ સ્‍વ. બળવંતરાય વ્‍યાસનાં મોટાભાઈ તથા સંજયભાઈવ્‍યાસ (ભાવનગર), અજયભાઈ વ્‍યાસ, વિજયભાઈ વ્‍યાસનાં પિતાશ્રી તા. 8/10 ને સોમવારનાં રોજ અવસાન પામેલ છે, તેમણું બેસણું તા.11/10 ને ગુરૂવારનાં રોજ બપોરે 4 થી 6 લાઠી રોડ ભભગૌરીકૃપાભભ વૃંદાવનપાર્ક-ર અમરેલી ખાતે અમારા નિવાસ સ્‍થાને રાખેલ છે.

અમરેલી : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ યોગેશભાઈ ધીરજલાલ વ્‍યાસ (ઉ.વ. 76) તે ધીરજલાલ મોહનલાલ વ્‍યાસ (એડવોકેટ-ધારી)નાં પુત્ર તથા ડો. દેવેન વ્‍યાસનાં પિતાશ્રી તા. 7/10 ના રોજ અવસાન પામેલ છે, તેમનું બેસણું તા.11/10 ને ગુરૂવારે સાંજે 4 થી 6, સોની જ્ઞાતિ વાડી, કપોળ બોર્ડીગ સામે, અમરેલી ખાતે રાખેલ છે, મરણોતર ક્રિયાઓ રાખેલ નથી.


તુલસીશ્‍યામ રેન્‍જમાં વનવિભાગે બનાવેલ દીવાલનાં કામમાં દે ધનાધન

               ગીર પૂર્વનાં તુલસીશ્‍યામ રેન્‍જનાંરબારીકા રાઉન્‍ડના દલડી ગામે આવેલ વીડીનાં રક્ષણ માટે બે ર્વા પહેલા બાંધવામાં આવેલ દિવાલનાં કામમાં વ્‍યાપક પણે આચરવામાં આવેલ ભ્રષ્‍ટાચારથી બનાવવામાં આવેલ પાંચ ફૂટની દિવાલ બનાવવામાં પાયો ખોદયા કે પૂર્યા વગર દિવાલ બનાવવાથી અનેક જગ્‍યાએ દિવાલ પડી ગઈ છે. દિવાલ બાંધવામાં નામ માત્રની સીમેન્‍ટ માટીવાળી રેતી, માટીવાળી કપચીથી દિવાલ ઉપર બનાવવામાં આવેલ રીંગ, અનેક જગ્‍યાએથી તૂટી જવાથી ઘાસની વીડીમાં જવાનું પશુઓ માટે સરળ બનતા અનેક પશુઓ આ વીડીમાં ચરવા ઘુસી જતા હોવાથી વીડીનાં ઘાસને નુકશાન થવાથી સરકારને લાખો રૂપીયાનું નુકશાન થવા પામે છે. વન વિભાગમાં ઘર કરી ગયેલ વ્‍યાપક ભ્રષ્‍ટાચારની માહિતી આપવામાં આવતી નથી અને ભપ્રતિબંધીત વિસ્‍તારનું બહાનું બતાવી ભ્રષ્‍ટાચાર છુપાવી દેવામાં આવે છે. પરંતુ રબારીકા-જામકા રોડ ઉપરની દિવાલમાં પડેલ ગાબડા દેખાય છે,પરંતુ અંદરનાં ગાળે દિવાલમાં કેવો ભ્રષ્‍ટાચાર આચરાયો હશે તે તો વન વિભાગનાં અધિકારી / કર્મચારીઓ જ જાણતા હશે. ઉપરોકત બાબતની યોગ્‍ય તપાસ થાય તો વન વિભાગનાં ઘણાં અધિકારીઓ, કર્મચારીઓનાં તપેલા ચડી જાય તેમ ભીખુભાઈ       બાંટાવાળાએ જણાવેલ છે.


10-10-2018