Main Menu

Tuesday, October 9th, 2018

 

અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરો : પરેશ ધાનાણી

ભાજપ સરકાર જિલ્‍લાનાં ખેડૂતોને અન્‍યાય કરવાનું બંધ કરે

અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરો : પરેશ ધાનાણી

ઉત્‍પાદનમાં ઉણપ અને ખાતર, બિયારણનાં ભાવમાં ભડકાથી ખેડૂતો આત્‍મહત્‍યા કરવા મજબુર બન્‍યા છે

અમરેલી, તા. 8

ગુજરાત સરકાર અમરેલી જીલ્‍લા વિસ્‍તારના ખેડૂતો સાથે હળહળતો અન્‍યાય કરીને ખેડૂતોની કમર ભાંગી નાખેલ છે. આ વરસે ચોમાસામાં અપુરતો વરસાદ વરસવાને કારણે ખેડૂતોને મબલખ નુકશાન જવાનો સમય આવેલ છે. ખેડૂતો દર વરસે પાકવીમાનું પ્રિમીયમ ભરે છે અને છેલ્‍લા ત્રણેક વરસથી અપુરતો વરસાદ પડી રહેલ છે. ત્‍યારે ગુજરાત સરકાર જગતના તાત ખેડૂતોને બેંકના કરજામાંથી મુકત કરાવવા લોન માફી, ઉત્‍પાદન સમયે ટેકના પોષણક્ષમ ભાવો આપવા, સમયસર વીજળી આપવી, ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે પરંતુ તેની અમલવારી કરવામાં આવતી નથી.

યુરિયા તેમજ ડીએપી ખાતરોના ભાવોમાં ધરખમ વધારો, ખેડૂતોને રોજ, ભુંડની રંઝાડ અને અપુરતા વરસાદના લીધે ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે, બિન પિયત વિસ્‍તારમાં ઓછા વરસાદના લીધે તમામ પાક નિષ્‍ફળ ગયા જેનાથી જીલ્‍લાના ખેડૂતો, ગ્રામ્‍ય લોકો અને પશુધન બચાવવા ઘાસ ડેપો શરૂ કરી અને અછતની મેન્‍યુઅલ જોગવાઈ મુજબ વ્‍યવસ્‍થા કરવા અને ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુકત કરવા માટેવાડીએ વાડીએ પાણીના ટાંકા મંજુર કરાવવા, ખેડૂતોને ખેત ઓજારો ફ્રી માં ફાળવવામાં આવે, આધુનિક ખેતી કરીને ઉત્‍પાદનમાં વધારો લાવી શકે તે માટે જરૂરીયાત મુજબની સહાય મેળવવા, નિયમોને હળવા કરવા જેવા અનેક મુદે અમરેલી-કુંકાવાવ વિધાનસભા વિસ્‍તારના ધારાસભ્‍ય પરેશ ધાનાણી વિધાનસભા સત્ર દરમિયાન અનેક રજૂઆત કરેલી હતી. પરંતુ ગુજરાત સરકાર ઘ્‍વારા ખેડૂતોની યોગ્‍ય માંગણીઓ સંતોષવાને બદલે હળહળ્‍યો અન્‍યાય આચરવામાં વ્‍યસ્‍ત હોય તેવું લાગતા અમરેલી જીલ્‍લાના તમામ ખેડૂતોની વ્‍યાજબી માંગોને સરકાર સુધી પહોંચાડવા માટે પરેશ ધાનાણી મેદાનમાં આવેલા છે.


અરેરાટી : સાવરકુંડલામાં બેકારીથી કંટાળીને ર વ્‍યકિતએ આત્‍મહત્‍યા કરી લેતા શોકનો માહોલ

અચ્‍છે દિનની ગુલબાંગો વચ્‍ચેની વાસ્‍તવિકતા અતિ કરૂણ

અરેરાટી : સાવરકુંડલામાં બેકારીથી કંટાળીને ર વ્‍યકિતએ આત્‍મહત્‍યા કરી લેતા શોકનો માહોલ

કારમી મોંઘવારી અને મંદીનાં માહોલથી આમ આદમી ભારે પરેશાન

અમરેલી, તા. 8

સાવરકુંડલા ગામે જેસર રોડ ઉપર રહેતાં અશોકભાઈ મોહનભાઈ યાદવ નામનાં 40 વર્ષિય યુવકે ગઈકાલે બપોરે 1 વાગ્‍યાનાં સમયે પોતાનાં ઘરે છેલ્‍લા દસેક દિવસથી કોઈ કામધંધો મળતો ન હોય, જેથી કંટાળી જઈ પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મોત થયાનું સાવરકુંડલા ટાઉન પોલીસમાં જાહેર થયેલ છે.

જયારે બીજા બનાવમાં સાવરકુંડલા ગામે જયશ્રીટોકીઝ પાસે રહેતાં ભુપતભાઈ મધુભાઈ મોરવાડીયા નામનાં પ0 વર્ષિય આધેડ રત્‍ન કલાકારે હીરામાં મંદી હોવાથી ઘર ચલાવવા માટે પોતાની પાસે પૈસા ન હોય આર્થિક કંટાળી જઈ ગત તા.ર9 નાં રોજ બપોરે એસીડનો એક ઘુંટડો પી જતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.


ધારાસભ્‍યોનાં પગાર વધારાનાં વિરોધમાં અમદાવાદ ખાતે પ્રવિણ રામનાં પ્રતીક ધરણા

હજારોની સંખ્‍યામાં કર્મચારીઓ અને ખેડૂતો ઉમટયા

અમદાવાદ, તા. 8

ગુજરાતમાં મઘ્‍યાહન ભોજનનાં કર્મચારીઓને 1400, પ00 અને 300 માસિક વેતન, આશા ફેસિલિટરને ફકત માસિક 4000, ઓઉટસોર્સ કર્મચારીને પણ 4000 થી 6000 માસિક વેતન તેમજ આશા- આંગણવાડી બહેનોને 6000 માસિક વેતન અને કોન્‍ટ્રાકટ કર્મચારીને 6000 થી 8000 સુધીનાં માસિક વેતન તેમજ દુકાળનાં કારણે ખેડૂતોને આ વર્ષે આવકની જગ્‍યાએ નુકશાનીનો સામનો કરવો પડશે તેમજ પેટ્રોલ ડીઝલનાં ભાવોથી ગુજરાતની 6 કરોડની જનતા પીડાઈ રહી છે, આમ છતાં આ નાના કર્મચારીઓ, ખેડૂતો અને સામાન્‍ય જનતાની મોંઘવારીની ચિંતા કોઈ નહીં કરે પરંતુ ધારાસભ્‍યોનો માસિક 7પ000 પગાર હોવા છતાં પણ એમની મોંઘવારીની ચિંતા તમામ 18ર ધારાસભ્‍યોએ સાથે મળીને કરી ગુજરાતની 6 કરોડ જનતામાંખૂબ મોટો અસંતોષ ફેલાવી દીધો છે.

ત્‍યારે આંદોલનકારી પ્રવિણ રામે ધારાસભ્‍યોનાં પગાર વધારાનાં વિરોધમાં અને ગુજરાતની 6 કરોડ જનતાનાં હિતમાં અમદાવાદ કલેકટર કચેરી ખાતે ધરણા કરીને લડતનં રણશીંગુ ફૂંકતા હજારોની સંખ્‍યામાં મઘ્‍યાહન ભોજનનાં કર્મચારી, તેમજ બીજા નાના કર્મચારી, ખેડૂતો અને સામાન્‍ય જનતાએ ધરણા સ્‍થળે પ્રવિણ રામની મુલાકાત લીધી હતી અને પોતાની વેદના વ્‍યકત કરી હતી તેમજ આ લડતને મઘ્‍યાહન ભોજનનાં કર્મચારી સંગઠનો, બીજા કર્મચારી સંગઠનો, ગુજરાત બચાવો સમિતિ, વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટી તેમજ બીજા અનેક સંગઠનોએ લેખિતમાં સમર્થન આપ્‍યું હતું.

જનતા માંગે જવાબનાં ભાગરૂપે આંદોલનકારી પ્રવિણ રામે તમામ 18ર ધારાસભ્‍યો પાસેથીપગાર વધારાનો જવાબ માંગ્‍યો હતો તેમજ ધરણાંમાં તમામ 18ર ધારાસભ્‍યોને હાજરી આપી જનતાને જવાબ આપવા આમંત્રણ આપવામાં આવ્‍યું હતું પરંતુ 18ર માંથી વિપક્ષ નેતા સહિત અમુક ગણ્‍યા ગાંઠયા ધારાસભ્‍યોએ જવાબો આપ્‍યા હતા અને ધરણામાં હાજર રહૃાા હતા ત્‍યારે હાજર ના રહેનાર બાકીનાં ધારાસભ્‍યોને જનતા માટે કોઈ રસ નથી એવી વાતો વહેતી થઈ હતી.

ધારાસભ્‍યોએ એમના પગાર વધારા તો કરી લીધા પરંતુ હવે નાના કર્મચારી, ખેડૂતો અને જનતાનાં હિત માટે કયારે નિર્ણય લેવાશે એવા વેધક સવાલો કરીઆગામી દિવસોમાં હાજર ના રહેનાર ધારાસભ્‍યોની ઘેરાબંધી તેમજ વિધાનસભા ઘેરાવ જેવા ઉગ્ર પ્રોગ્રામોની ચીમકી પણ આંદોલનકારી પ્રવિણ રામ ર્ેારા ઉચ્‍ચારવામાં આવી હતી.


બગસરા તાલુકામાં વરસાદ ન થવાને કારણે દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરો : જે.વી. કાકડીયા

તાલુકાની મુલાકાતમાં ખેડૂતોની હાલાકી જોતા

બગસરા તાલુકામાં વરસાદ ન થવાને કારણે દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરો : જે.વી. કાકડીયા

કલેકટરને પત્ર પાઠવીને રજૂઆત કરી

અમરેલી, તા.8

ધારી, બગસરા, ખાંભા વિધાનસભાના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા સતત બગસરા તાલુકાના ખેડૂતોની મુલાકાત લઈ રહયા છે. ત્‍યારે સમગ્ર બગસરા તાલુકામાં આ વર્ષે ચોમાસાનો વરસાદ ન થતા ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. અને ખેડૂતોએ ધારાસભ્‍યને વરસાદ ન થવાને કારણે બગસરા તાલુકાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા માંગ કરી છે.

આ તકે ધારાસભ્‍યની આગેવાની હેઠળ સમગ્ર બગસરા તાલુકાના તમામ ખેડૂતો તા.9 ઓકટો.ના રોજ સવારના 10:30 કલાકે ગોકુળપરા પટેલ વાડીએ એકઠા થઈને મામલતદારને આવેદનપત્ર આપી રાજયપાલને આ આવેદન પહોંચાડવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને તમામ ખેડૂતોને આ કાર્યક્રમમાં ખાસ વિશેષ હાજરી આપવાનું જણાવવામાં આવેલ છે.

બગસરા તાલુકાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરો, ખેડૂતોનું દેવુ માફ કરો, સેટેલાઈટથી થયેલ ખેતરની માપણી રદ કરો સહિતનાખેડૂતોના હિતલક્ષી અનેક મુદાઓની માંગ સાથે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને આ આવેદનપત્ર આપવામાં બગસરા તાલુકાના તમામ ખેડૂતો ખાસ ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા બગસરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્‍વિનભાઈ ગઢીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ જયસુખભાઈ મેર, તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન કોરાટ, ખેડૂત સમાજના પ્રમુખો સહિતના નામી અનામી અનેક આગેવાનો મહેનત કરી રહયા છે.


અમરેલી જિલ્‍લાને તાકીદે અછતગ્રસ્‍ત જાહેર કરવા માંગ જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ વાઘેલા દ્વારા કલેકટરને પત્ર પાઠવીને રજૂઆત કરી

અમરેલી, તા.8

અમરેલી જિલ્‍લામાં ચોમાસા દરમિયાન છેલ્‍લો વરસાદ પડેલ નથી. તેમજ વરસાદ પણ ઓછો પડેલ છે. વરસાદ ઓછો થવાના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે. પાક નિષ્‍ફળ જવાથી આર્થિક સંકડામણના કારણે અને દેવા ચુકવી ન શકવાથી ખેડૂતો આત્‍મહત્‍યા કરી રહેલ છે. ગામડાઓમાં ખેત મજૂરોને ખેતરોમાં કામ મળતા ન હોય ગ્રામ્‍ય કક્ષાએ બેરોજગારીનો મોટો પ્રશ્‍ન ઉભો થયેલ છે. આગામી સમયમાં પીવાના પાણીનો મોટો પ્રશ્‍ન ઉપસ્‍થિત થવાની હોય તાત્‍કાલિક અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરવા જિલ્‍લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ માંગ કરી છે.


ગુજરાતનાં ગૌરવસમા સિંહોને બચાવવા માટે દરેક વ્‍યકિત મીડિયાની મદદ કરે

મોટા ભંડારીયાનાં ગણેશ ગૃપનો જનતાને અનુરોધ

મોટા ભંડારીયા, તા.8

એશિયાઈ પ્રકારના સિંહોનું એક માત્ર નિવાસસ્‍થાન ગીરનું જંગલ સૌરાષ્‍ટ્રમાં આવેલું છે. આ ભવ્‍ય રૂઆબદાર અને અત્‍યંત ઉમદા પ્રાણી અહીં વસે છે. 19મી સદી પહેલાના કાળમાં ભારતના ઘણા બધા ભાગોમાં એશિયાઈ સિંહોની વસ્‍તી હતી. પરંતુ આંધળા શિકાર શોખના કારણે સિંહોની નિર્દય રીતે કત્‍લ થતી રહી અને ધીરે ધીરે આ પ્રાણી માંડ અલ્‍પ સંખ્‍યામાં ગીરના જંગલમાં બચવા પામ્‍યા છે.

એક જમાનો હતો કે ગીર એટલે સૌરાષ્‍ટ્ર – બરડો એટલે પોરબંદર તેમજ ગોહિલવાડનો સોનગઢ- શિહોર તેમજ સુરેન્‍દ્રનગરના થાન, ચોટીલા, પાળીયાદ વિસ્‍તારમાં સિંહોનોવસવાટ હતો તે ઈતિહાસ બોલે છે. તેમજ આ વિસ્‍તાર ગીર જંગલો પણ હતા અને વનનો રાજા સિંહ સેંકડો ચોરસ માઈલના વિસ્‍તારમાં મોજથી ટહેલતો હતો. જેને મન ઘડંત વિજ્ઞાનીઓએ પોતાની તુમાખીથી મર્યાદિત વિસ્‍તારમાં મૂકી દીધેલ છે   અને જે લોકો સિંહને ચાહે છે તેમને દંડ કરે છે.

જૂનાગઢના નવાબે એ વખતેઆ પ્રાણીની રક્ષા માટે કાયદો ઘડયો હતો. વિશેષમાં ગીરમાં વસતા પ્રાણીઓ શાકાહારી હોવાથી તેઓ સિંહના ભોજન સમા પ્રાણીઓ જેવા કે સાબર, હરણ, નીલગાય, વગેરેનો શિકાર કરતા નહીં. એટલે સિંહોની વસ્‍તી અહીં ટકી શકી છે. પરંતુ વિસ્‍તાર વિસ્‍તૃત થતા સિંહની વસ્‍તી વધેલ છે અને માનવ વસ્‍તી વચ્‍ચે રહે છે.

પરંતુ સમય જતા સિંહના શિકારના સમાચારો અવાર-નવાર પ્રેસ પ્રસિઘ્‍ધિથી જાણવા મળે છે. તેમજ સિંહોના સ્‍થળનું સ્‍થળાંતર કરવામાં આવે છે. તેમજ વાહન સુવિધા વધવાથી ગમે ત્‍યાં સિંહોનું લોકેશન મેળવીને લોકો બાળકથી વૃઘ્‍ધ સુધીના માનવ વસ્‍તી ત્‍યાં પહોંચી જાય છે. પરંતુ લાંબા સમયે લોકોનું રક્ષણ સિંહોથી થાય છે. ચોર-લુંટારૂ ભયથી અમુક વિસ્‍તારમાં જતા નથી. જાન માલનું રક્ષણ            થાય છે.

ઘણી વખત પોતાના સ્‍વાર્થ ખાતર સિંહોનું નિકંદન કઢાવે છે. આંબરડી પાર્ક લોકોના પૈસાથી બનેલી રાષ્‍ટ્રીય ઉદ્યાન છે. પરંતુ આ રાષ્‍ટ્રીય ઉદ્યાનકેમ ખોરંભે પાડીને બંધ કરવું તેવું હિતશત્રુઓ કામ કરતા હોય છે. આપણા વિસ્‍તારનું ઘરેણું છે. આવા લેભાગુ લોકોથી આવા રાષ્‍ટ્રીય ઉદ્યાનને નુકશાન ન થાય અને પ્રજાના પૈસાનો સદઉપયોગ થાય તેવું વિચારી આપના વિસ્‍તારના સિંહોનું જતન કરો. મીડિયામાં સત્‍ય હકીકત જણાવો. પ્રાણીને ન્‍યાય અપાવો. જંગલ અને વન્‍ય પ્રાણીઓનું નિકંદન ન નીકળી જાય તે ઘ્‍યાન ઉપર સ્‍થાનિક પ્રજાએ લેવા વિનંતી છે. શેત્રુંજી નદી ઈકોઝોનમાં મુકી ખૂબ જ ઉમદા કામ થયેલ છે. તેમજ જાહેર જનતાને નમ્ર અપીલ છે કે દરેક માનવીએ વન્‍યપ્રાણી ઉપર ખૂબ જ દયાની દ્રષ્‍ટિએ નજર રાખી સિંહ બચાવો ઝુંબેશ કરવી. તેમ મોટા ભંડારીયાના ગણેશ ગૃપની અખબારી યાદીમાં જણાવાયું છે.


ટાટા મેજીકનાં ચાલકે પીજીવીસીએલનાં પોલને હડફેટે લઈ કર્યુ નુકશાન

અમરેલી, તા. 8

જાફરાબાદ ગામે રહેતાં અને ટાટા મેજીક નંબર જી.જે.8 ઝેડ 8407ને બેફીકરાઈથી ચલાવી પીજીવીસીએલનાં પોલ સાથે અથડાવી દઈ પોલને ભાંગી નાંખી રૂા.8 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ નાયબ ઈજનેર એમ. એન. નીનામાએ જાફરાબાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.


સાવરકુંડલામાં વિભાગીય પોલીસ અધિકારી ર્ેારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી તહેવારોને અનુલક્ષીને

સાવરકુંડલામાં વિભાગીય પોલીસ અધિકારી ર્ેારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ઈન્‍ચાર્જ પીઆઈ ચાવડાએ ભાઈચારો જાળવવા અનુરોધ કર્યો

સાવરકુંડલા, તા. 8

સાવરકુંડલા સીટી પોલીસ સ્‍ટેશન ર્ેારા ડી.વાય.એસ.પી. માવાણીનાં અઘ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની મીટીંગ બોલાવવામાં આવેલ હતી. આ મીટીંગમાં આવતાનવરાત્રીનો તહેવાર કોમી એકતા, ભાઈચારા અને શાંતિ રીતે યોજવા તેવુ પોલીસ ર્ેારા સૂચન કરવામાં આવેલ હતું. આ સૂચનને હાજર તમામ આગેવાનોએ આવકારી શહેરમાં આવતા તહેવારો કોમી એકતાનાં ઉત્‍સાહ સાથે યોજવા હીન્‍દુ મુસ્‍લીમ આગેવાનોએ પરસ્‍પર લાગણી વ્‍યકત કરેલ હતી. સીટી પોલીસ ઈન્‍ચાર્જ પી.આઈ. ચાવડાએ જણવેલ હતુ કે હીન્‍દુ કે મુસ્‍લીમનાં કોઈ પણ તહેવારો ઉત્‍સાહ સાથે યોજાઈ તે શહેરનાં હીત માટે ગણાય. પરંતુ તહેવારમાં કોઈ રોમીયોગીરી, લુખ્‍ખાગીરી કરે તે ન ચલાવી લેવાય ને હંમેશને માટે હીન્‍દુ અને મુસ્‍લીમોની પરસ્‍પર લાગણી વચ્‍ચે તહેવારો યોજાય તેવી અંતમાં આશા વ્‍યકત કરી હતી.


ડુંગરનાં પીએસઆઈ સહિતનાં સ્‍ટાફે રિંગણીયાળા ગામની મુલાકાત લીધી

રાજુલા તાલુકાનાડુંગર પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. એચ.જી. ગોહિલ તથા એન.એલ. ભટ્ટ, કાળુભાઈ ડાભી સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ડુંગર પોલીસ સ્‍ટેશન હેઠળ આવતા રિંગણીયાળા ગામની કાયદો અને વ્‍યવસ્‍થાના ભાગરૂપે મુલાકાત લીધી હતી. ગામમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પોલીસ તંત્રને લગતા વિવિધ પ્રશ્‍નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ પોલીસ તંત્રને લગતી કોઈ કામગીરી હોય તો તાત્‍કાલિક ધોરણે પોલીસ તંત્રને જાણ કરવી. આ બેઠકમાં રિંગણીયાળાના સરપંચ રવજી ભગત, ઉપસરપંચ મુકેશભાઈ લાડુમોર, કુંડલીયાળાના સરપંચ ગાગાભાઈ હડીયા, તથા અરવિંદભાઈ ડોબરીયા, ધીરૂભાઈ લાડુમોર, મંગાભાઈ, વિશાલભાઈ ડોબરીયા, રાકેશભાઈ લાડુમોર સહિતના ગામના જાગૃત નાગરિકો હાજર રહયા હતા. બેઠકના અંતે પીએસઆઈ ગોહિલ દ્વારા ગામના આગેવાનો સાથે રિંગણીયાળા ગામમાં આવેલ કિંજલ ગૃહ ઉદ્યોગની મુલાકાત લીધી હતી.


લીખાળા ગામે ફાચરીયાનાં ઉપસરપંચ સહિત ર શખ્‍સોને માર મારતાં ફરિયાદ

ઉપસરપંચે આંગણવાડીમાં બકરા ચારવાની ના પાડતા બન્‍યો હતો બનાવ

અમરેલી, તા. 8

સાવરકુંડલા તાલુકાનાં ફાચરીયા ગામે રહેતાં શીવાભાઈ લાલજીભાઈ રામાણી નામનાં 60 વર્ષિય ઉપસરપંચે તે જ ગામે રહેતાં કાળુભાઈને આંગણવાડીમાં બકરા ચરાવવાની ના પાડતાં અગાઉ મનદુઃખ થયેલ ત્‍યારે ગઈકાલે આ ઉપસરપંચ શીવાભાઈ તથા સુરાભાઈ લીખાળા ગામેથી આવતા હતા ત્‍યારે વંડા ગામે રહેતાં આરોપી ટીકુભાઈ મંગળાભાઈ મેવાડા, વાલાભાઈ હમીરભાઈ મેવાડા, મેપાભાઈ સુરાભાઈ મેવાડા તથા પાંચ જેટલા અજાણ્‍યા ઈસમોએ ગેરકાયદે મંડળી રચી લાકડી, કુવાડા જેવા હથીયારો વડે હુમલો કરી ઉપસરપંચ તથા તેમની સાથેરહેલ સુરાભાઈને ઈજા કર્યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


હદ થઈ : ધામેલની સગીરાનું અપહરણ કરીને દુષ્‍કર્મ કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર

અમરેલી, તા. 8

લાઠી તાલુકાનાં ધામેલ ગામની એક સગીરાને ગારીયાધાર ગામનાં યુવાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ દુષ્‍કર્મ આચર્યાની અને ચાર શખ્‍સોએ અપહરણમાં મદદગારી કર્યાની ઘટનાથી ભારે ચકચાર જાગેલ છે.

પ્રાપ્‍ત વિગત મુજબ ગારીયાધારનાં રાકેશ નિલેશ, નિલેશ પોપટ, બોઘા ભાકુ તેમજ ગારીયાધાર તાલુકાનાં નવાગામનાં મોહન કાના અને વલ્‍લભ મોહન સહિત પાંચ શખ્‍સોએગત તા.30નાં રોજ બપોરનાં બે વાગ્‍યે લાઠી તાલુકાનાં ધામેલ ગામની એક તરૂણીનું લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઈ ગયા બાદ રાકેશ નિલેશ નામનાં યુવાને સગીરા સાથે દુષ્‍કર્મ આચર્યાની ફરિયાદ દામનગર પોલીસમાં નોંધાતા પી.એસ.આઈ. વાય. પી. ગોહિલે તપાસ હાથ              ધરેલ છે.


વીકટરમાં યુવતિનું બાવડું પકડી મારી નાંખવા આપી ધમકી

અમરેલી, તા. 8

રાજુલા તાલુકાનાં વીકટર ગામે રહેતાં જમીલાબેન મીઠુભાઈ ગાહા નામની યુવતિને ત્રણેક વર્ષ પહેલાં તે જ ગામે રહેતાં સલીમ ઈબ્રાહીમભાઈ ભટ્ટી નામનાં ઈસમ સાથે મારામારી થયેલ ત્‍યારે તે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે તેણી પોતાના ઘર પાસે ઉભા હતા ત્‍યારે આરોપી સલીમ ઈબ્રાહીમભાઈએ આવી તારો ભાઈ કયાં છે તેમ કહી બદઈરાદે બાવડું પકડી કાઠલો પકડી ગાળો આપી ઢીકાપાટુનો માર મારેલ હોય આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


લ્‍યો બોલો : પીપાવાવ પોર્ટ વિસ્‍તારમાં પાર્ક કરેલ રૂા. પ.પ0 લાખનાં ટ્રકની ચોરી

અમરેલી, તા. 8

રાજુલાનાં ગોકુળનગર વિસ્‍તારમાં રહેતાં બાબુભાઈ વાઘાભાઈ વાવડીયાનો ગત તા.પનાં રોજ સાંજનાં સમયે પીપાવાવ પોર્ટ વિસ્‍તારમા શ્રી રામ પેટ્રોલ પંપપાસે પાર્ક કરેલ ટ્રક નં જી.જ.14 ટી 4617 કિંમત રૂા.પ.પ0 લાખનો કોઈ અજાણ્‍યો તસ્‍કર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસ સ્‍ટેશનમાં નોંધાતા પી.એસ.આઈ. આર.યુ.ધામા એ ટ્રકની શોધખોળ આદરી છે.


ખાંભા પંથકને અસરગ્રસ્‍ત જાહેર કરવા ખેડૂતોની માંગ

ધારાસભ્‍યની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

ખાંભા પંથકને અસરગ્રસ્‍ત જાહેર કરવા ખેડૂતોની માંગ

સમગ્ર પંથકમાં પીવાનાં પાણી, ઘાસચારાની મુશ્‍કેલી ઉભી થઈ હોય મદદ કરવા માંગ થઈ

ખાંભા, તા. 8

ખાંભા તાલુકાના તમામ ખેડૂતો ઘ્‍વારા આજરોજ ખાંભા તાલુકામાં વરસાદ ન થવાના કારણે દુષ્‍કાળ જાહેર કરવા તેમજ ખેડૂતોનું દેવું માફ કરવા ધારાસભ્‍ય તેમજ બહોળી સંખ્‍યામાં ખાંભા મામલતદારને આવેદનપત્રઆપવામાં આવ્‍યું.

ખાંભા તાલુકામાં ચાલું વર્ષ વરસાદ ઓછો થવાથી ખેડૂતો અને લોકોની હાલત કફોડી થઈ હોય અને ખેતીનો પાક વરસાદન ન થવાથી નિષ્‍ફળ ગયેલ છે. ત્‍યારે આજે ખાંભા તાલુકાના બહોળી સંખ્‍યામાં ખેડૂતો ભેગા થયા હતા અને ધારાસભ્‍યની આગેવાનીમાં તેમજ કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો ઘ્‍વારા ચાલું વર્ષ વરસાદ ન થવાથી દુષ્‍કાળ જાહેર કરવા તેમજ ખેડૂતોનાં દેવા માફ કરવા તેમજ ખેડૂત અને માલધારીને ઘાસચારાનું વિતરણ અને ખેડૂતોને સેટેલાઈટ ઘ્‍વારા માપણી કરવામાં આવી છે જેમાં ભુલો હોવાથી આ માપણી રદ કરવા સહિતનાં મુદા સાથે આજે ખેડૂતો ઘ્‍વારા ભભદેવા માફ કરોભ, ભદુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરોભના નારા સાથે ખાંભા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.


લીલીયાનાં કોંગી અગ્રણીએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો

               લીલીયામાં નીલકંઠ મહાદેવ મંદિર ખાતે મળેલી લીલીયા તાલુકા ભાજપની કારોબારી બેઠકમાં અમરેલી જિલ્‍લા કોંગ્રેસ આઈ.ટી. સેલના પૂર્વ મહામંત્રી હરેશ જોષી અને લીલીયા શહેર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોહિલ મકવાણાને કેસરીયો ધારણ કરાવતા અમરેલી જિલ્‍લાના સાંસદ નારણભાઈ કાછડીયા, ભુપેન્‍દ્રભાઈ બસીયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ કાકડીયા.


બગસરા પંથકની સહકારી મંડળીઓનાં કર્મચારીઓનો તાલીમવર્ગ યોજાયો

               ગુજરાત રાજય સહકારી સંઘ, અમદાવાદની સહકારી શિક્ષણ, તાલીમની યોજના અન્‍વયે અમરેલી જિલ્‍લા સહકારી સંઘનાં ઉપક્રમે બગસરા તાલુકાની સહકારી મંડળીઓનાં કર્મચારીઓ માટેનો ર8 દિવસીય સહકારી મંત્રી, મેનેજર તાલીમ વર્ગ યોજાઈ ગયેલ છે. આ તાલીમ વર્ગ તા.10/9ના રોજ બગસરા નાગરિક સહકારી બેંકના ચેરમેન, જિલ્‍લા સંઘના તેમજ મઘ્‍યસ્‍થ બેંકના અગ્રણી કનુભાઈ પટોળીયાના હસ્‍તે દીપ પ્રાગટય કરી ખુલ્‍લો મુકવામાં આવેલ હતો. જેમાં અમરેલી મઘ્‍યસ્‍થ બેંકના જનરલ મેનેજર કોઠીયા, ગોંડલીયા, અનિલભાઈ વેકરીયા, ડી.જી. મહેતા વિગેરે અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. આજે આ તાલીમ વર્ગની પૂર્ણાહુતિ સમારંભ અમરેલી જિલ્‍લા સહકારી ખરીદ વેચાણ સંઘના અઘ્‍યક્ષ જયંતિભાઈ પાનસુરીયાના અઘ્‍યક્ષસ્‍થાને યોજાયો હતો. આ પ્રસંગે બોલતા જયંતિભાઈએ જણાવેલ કે આગામી સમય સહકારી સંસ્‍થાઓ માટે કપરી કસોટી અને હરિફાઈનો છે. આ પરિસ્‍થિતિમાં સહકારી સંસ્‍થાઓના કર્મચારીઓ આધુનિક પ્રવાહો અને ટેકનોલોજીથી સુસજજ હોય તે ખૂબ જરૂરી છે અને આવા તાલીમ કાર્યક્રમો આબાબતમાં આપણને ખૂબ ઉપયોગી થઈ પડશે. આ પ્રસંગે બગસરા નાગરિક શરાફી મંડળીના ચેરમેન, જિલ્‍લા સંઘના ડિરેકટર એવા રશ્‍મિનભાઈ ડોડીઆએ જણાવ્‍યું હતું કે સહકારીતા એ ખૂબ સબળ માઘ્‍યમ છે. મેં તેના તમામ અંગો, નેતાગીરી, કર્મચારીઓ અને સભાસદો, જાગૃત નિષ્ઠાવાન તેમજ દીર્ધદ્રષ્‍ટિથી કાર્ય કરે તો આ સંસ્‍થાઓનું ભવિષ્‍ય ખૂબ ઉજજવળ છે. અમરેલી જિલ્‍લા સહકારી બેંકના જનરલ મેનેજર બી.એસ. કોઠીયાએ તેમની આગવી શૈલીમાં સહકારી પ્રવૃતિ, તેનું તત્‍વજ્ઞાન તેમજ સમાજ માટેની તેની ઉપયોગીતતા બાબતે ખૂબ વિગતવાર અને જ્ઞાનસભર પ્રવચન આપેલ હતું. આ તાલીમ વર્ગને સફળ બનાવવામાં અમરેલી જિલ્‍લા સહ. બેંકની બગસરા શાખા તેમજ બગસરા નાગરિક શરાફી મંડળીના કર્મચારીગણ ખૂબ જ સારો સહકાર અને જહેમત ઉઠાવેલ છે. આ તાલીમ વર્ગમાં વિવિધ શરાફી મંડળીના તેમજ સેવા સહકારી મંડળીઓના 49 તાલીમાર્થીએ ખૂબ સફળતાપૂર્વક તાલીમ મેળવેલ છે. આ તાલીમાર્થીઓને સહકારી કાયદો તેમજ હિસાબી પઘ્‍ધતિના વિષય પર ઉપયોગી બુકલેટસ, વાંચન સાહિત્‍ય પુરૂ પાડવામાં આવેલ છે. આ સમગ્ર તાલીમ વર્ગનું આયોજન, સંચાલન અમરેલી જિલ્‍લા સહકારી સંઘના સી.ઈ.આઈ. સંદિપભાઈ પી. ઠાકરે કરેલ હતું. અંતમાં આભારવિધિ બેંકના બ્રાન્‍ચ મેનેજર હરેશભાઈ કાછડીયાએ કરેલહતી.


અવસાન નોંધ

અવસાન નોંધ

અમરેલી : વડીયા તાલુકાના ભુખલી સાંથળી ગામના વતની અને હાલ બોપલ અમદાવાદ કમળાબેન નાનજીભાઈ તેરૈયા (ઉ.વ.81) તે દયાશંકરભાઈના માતુશ્રી, કુલદીપભાઈ, મિલનભાઈના દાદીમા, હિંમતભાઈ તેરૈયા (નિવૃત એ.એસ.આઈ.)ના ભાભી તેમજ નિવૃત પી.એસ.આઈ. બાલાભાઈ પાઠકના સાસુનું આજે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.11/10ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 સુધી ઝાંઝર બી-રપ, ભવ્‍યા પાર્ક, બોપલ, અમદાવાદ ખાતે રાખેલ છે.

સાવરકુંડલા :મહેબુબભાઈ કેશુભાઈ કુરેશી (ઉ.વ.પર) (જમાદાર ટેમ્‍પોવાળા) જે ગફારભાઈ કેશુભાઈ કુરેશી, ઈકબાલભાઈ કેશુભાઈ કુરેશી (એસ.ટી.), યુનુસભાઈ લાતીવાળા, અશરફભાઈ કુરેશી (પંચર)ના ભાઈ અને સરફરાજ મહેબુબભાઈ કુરેશી (સરજુ જમાદાર)ના પિતા થાય. જેમનું તા.7/10ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મરહુમની જીયારત તા.9/10ને મંગળવારના રોજ મદીના મસ્‍જિદ, આઝાદ ચોક, સાવરકુંડલા ખાતે સવારે 9:30 થી 10:30 રાખવામાં આવેલ છે. ઔરતોની જીયારત મરહુમના નિવાસસ્‍થાન જૂના બસ સ્‍ટેન્‍ડ, ભરવાડ શેરી, ઘંટીવાળા નાકામાં, સાવરકુંડલા ખાતે રાખવામાં આવેલ છે.

સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી, હાલ સુરત, વકીલ કેતન હરગોવિંદદાસ ધોળકીયા (ઉ.વ.પ1) તે સ્‍વ. હરગોવિંદદાસ વનમાળીદાસ      ધોળકીયાના પુત્ર સ્‍વ. જગન્‍નાથભાઈ વીરચંદભાઈ રાજપરા (ઈન્‍દોર)ના જમાઈ ડો. મુકેશ ધોળકીયા (મહુવા), રજનીશ ધોળકીયા (સુરત), હીરક ધોળકીયા (ભાવનગર), દિપ્‍તી રાજેશકુમાર ધ્રાંગધ્રીયા (ભાવનગર)ના ભાઈ સ્‍વ. સોની પ્રાણલાલ રતિલાલ લંગાળીયાના ભાણેજ, તરૂણાબેનના પતિ, મીત તથા એશાના પિતા તા.7/10ના રોજ સુરત મુકામે અવસાન પામેલ છે. તેમની સાદડી સાવરકુંડલા મુકામે સુરેશભાઈ ધીરજલાલ ધોળકીયાના નિવાસસ્‍થાન ભભઅંબિકા ભુવનભભ, હાથસણી રોડ, મીરા પાન સામે,તા.11/10ના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ છે.

રાજુલા : ઠા. શાંતિલાલ નાનાલાલ સોમૈયા (ખાંભાવાળા) (ઉ.વ.84) તે સ્‍વ. રતિભાઈના નાનાભાઈને શારદાબેન સવાણી (ખાંભા) તથા જસુબેન રાજા (મુંબઈ) તથા મનહરભાઈ તથા પ્રવિણભાઈના મોટાભાઈ તે દિલીપભાઈ તથા શોભનાબેન ઉનડકટ (ચલાલા) તથા નયનાબેન માધવાણી (સુરત), આશાબેન તન્‍ના (સુરત)ના પિતાજી ને મિલન તથા જયદીપના દાદા ને ઠા. ગીરધરલાલ વશરામભાઈ નગદીયા (ચલાલા)ના જમાઈ તા.7/10ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામ્‍યા છે. સદગતની પ્રાર્થના સભા બપોરે 3 કલાકે તથા તેમનું ઉઠમણું સાંજે પ કલાકે તા.11/10ને ગુરૂવારના રોજ આહિર સમાજની વાડી, કૃષ્‍ણનગર સોસાયટી, બસ સ્‍ટેશન પાસે, રાજુલા સિટી ખાતે રાખેલ છે.

અમરેલી : કાંતિલાલ બચુભાઈ જોટંગીયા (બીલખાવાળા – હાલ સુરત) તે ગીરધરભાઈ અમરેલીયાનાં જમાઈ તથા રમણીકભાઈ, હિંમતભાઈ તથા રજનીકાંતભાઈનાં બનેવીનું તા.પ/10 શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું સસરાપક્ષનું બેસણું તા.11/10 ને ગુરૂવારે સાંજે 4 થી 6, ચક્કરગઢ રોડ, રામપાર્ક, ગંગાનગર-1, મહાદેવનાં મંદિરે અમરેલી ખાતે રાખેલ છે.

અમરેલી : કેયુરી હરેશભાઈ વ્‍યાસ (ઉ.વ. 13) તે બજરંગ ઓટો વાળા હરેશભાઈ વ્‍યાસની પુત્રીનું તા.7/10 નાં રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.11/10 નાં રોજ માધવપાર્ક, ચક્કરગઢ રોડ ખાતે રાખેલ છે.


કલેકટર આયુષ ઓકના અઘ્‍યક્ષસ્‍થાને લાઠીના આંસોદર ખાતે રાત્રિસભા યોજાઇ

કલેકટર આયુષ ઓકના અઘ્‍યક્ષસ્‍થાને

લાઠીના આંસોદર ખાતે રાત્રિસભા યોજાઇ

અમરેલી, તા.8

કલેકટર આયુષ ઓકે લાઠી તાલુકાના આંસોદર ખાતે રાત્રિસભામાં વિશેષ ઉપસ્‍થિત રહી ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. કલેકટર ઓકે ગ્રામજનોને રાજય સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો જણાવી તે યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. રાજય સરકારના પારદર્શી વહીવટી અભિગમની ઝાંખી પણ આ કાર્યક્રમમાં જોવા મળી હતી. આંસોદર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં લાઠીના પ્રાંત અધિકારી બોડાણા અને સંબંધિત અધિકારી – કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા, તેમ લાઠી નાયબ કલેકટરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.


મોટા ગોખરવાળા ખાતે દારૂના દૈત્‍યનું દહન સાથે નશાબંધી સપ્તાહ કાર્યક્રમની પૂર્ણાહુતિ

જિલ્‍લામાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા

મોટા ગોખરવાળા ખાતે દારૂના દૈત્‍યનું દહન સાથે નશાબંધી સપ્તાહ કાર્યક્રમની પૂર્ણાહુતિ

અમરેલી તા.8

રાષ્ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની 1પ0મી જન્‍મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અમરેલી જિલ્‍લામાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. તા.8મીના રોજ મોટા     ગોખરવાળા ખાતે દારૂના દૈત્‍યનું દહન સાથે નશાબંધી સપ્તાહ ઉજવણીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

મોટા ગોખરવાળા સ્‍થિત જનતા વિદ્યાલય ખાતે કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક અને અમરેલી જિલ્‍લા નશાબંધી સમિતિના સભ્‍ય સચિવ વી.જી. જાડેજાએ દારૂના દૈત્‍યનું દહન કર્યુ હતુ. વિદ્યાર્થીગણે વ્‍યસનમુક્‍તત ગુજરાતના નારા લગાવ્‍યા હતા.

મયુરભાઇ બારડે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ.નશાબંધી સપ્તાહ ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલ તમામ કાર્યક્રમોની વિગતો – રૂપરેખા આપી તેમણે વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ અને તેની ઉજવણીના મહત્‍વ વિશે જણાવ્‍યું હતુ. કાર્યક્રમમાં શાળાના સર્વ ચેતનભાઇ જોષી, હિતુભાઇ ઠાકર, પ્રવીણભાઇ કથીરીયા, ઝાલા, કોન્‍સ્‍ટેબલ એ.પી. વાળા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.


અયોઘ્‍યા ખાતે સંત પરમહંસદાસજીની ધરપકડનો આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદે વિરોધ કર્યો

રામ મંદિર પ્રશ્‍ને આંદોલન ચલાવવા બદલ

અયોઘ્‍યા ખાતે સંત પરમહંસદાસજીની ધરપકડનો આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદે વિરોધ કર્યો

અમરેલી, તા. 8

અયોઘ્‍યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિર બનાવવાની માંગ સાથે અનશન કરનાર સંતશ્રી પીઠાધીશ્‍વર પરમહંસદાસજીની ઉત્તરપ્રદેશ પોલીસે ધરપકડ કરતાં તેનાં ઘેરા પ્રત્‍યાઘાતો હિન્‍દુવાદી સંસ્‍થાઓમાંપડયા છે.

અમરેલી ખાતે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ ર્ેારા ડો. જી. જે. ગજેરાની આગેવાનીમાં કલેકટર મારફત રાષ્‍ટ્રપતિને આવેદનપત્ર પાઠવીને ધરપકડ સામે નારાજગી વ્‍યકત કરવામાં આવી હતી.


09-10-2018