Main Menu

Sunday, October 7th, 2018

 

માત્ર 3 કિ.મી. ડાયવર્ઝનથી અમરેલી જિલ્‍લાને બ્રોડગેજ રેલ્‍વે સુવિધા મળી શકે તેમ છે : સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદે લડત શરૂ કરી

અમરેલી, તા.6

સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના મહામંત્રી દિલસાદ શેખના જણાવ્‍યા અનુસાર અમરેલીને બ્રોડગેજ રેલ્‍વે સુવિધા આપવા માટે ઘણા વર્ષોથી અમરેલી જિલ્‍લાની જનતા માંગણી કરી રહી છે. ભારત સરકાર ઢાસા, જેતલસર લાઈન બ્રોડગેજ રેલ્‍વેલાઈન મંજુર કરેલ છે. જેમાં ખીજડીયા, ચિતલ, લુણીધાર વગેરે ગામોનો સમાવેશ થાય છે.

અમરેલી જુનાગઢ ટ્રેનમાં વિસાવદર જંકશનમાં આવતા-જતા એન્‍જીન બદલાય છે. તેમ શેડુભારને અમરેલી રોડ જંકશન નામાકરણ કરી શેડુભારમાં ટ્રેનનું એન્‍જીન આવતા-જતા બદલાય અને ટ્રેન તેજ રૂટ ઉપર આગળ જાય જેથી જમીન સંપાદનનો પ્રશ્‍ન નથી વળતર ચુકવવાનો પ્રશ્‍ન જ નથી તેમજ રેલ્‍વેને કોઈ ખર્ચ થાય તેમ નથી. અને ર0 લાખની ગ્રામીણ પ્રજાને આ રેલ્‍વેની સવલતનો લાભ મળે અને રેલ્‍વેને આવકમાં વધારો થાય. ખીજડીયા જંકશનને ફલેગ સ્‍ટેશન કરી નાખે અને તેના સ્‍ટાડને શેડુભાર સ્‍ટેશનને કાર્યરત કરવાથી સ્‍ટાફનો પ્રશ્‍ન ઉપસ્‍થિત ન થાય, જેથી ખીજડીયા જંકશનનો સ્‍ટાફ શેડૂભાર સ્‍ટેશને કામગીરી કરે જેથી નવા સ્‍ટાફની ભરતી કરવાનો પણ કોઈ પ્રશ્‍ન ઉપસ્‍થિત થતો નથી. દિલશાદ શેખનાં વિશેષમાં જણાવ્‍યા અનુસાર માત્ર 3 કિલોમીટરનો ડાયવર્ઝન આપવામાં આવે તો અમરેલી શહેર બ્રોડગ્રેજથી જોડાઈ જશે તે અંગેનો તૈયાર કરેલ નકશો સામેલ છે. અમરેલી જિલ્‍લાના સાંસદ અને અમરેલી આગેવાનો આ બાબતે સત્‍વરે ભાવી સરકારને વહેલી તકે બ્રોડગેજ સુવિદ્યા મળે તે માટે રજુઆત કરવી જરૂરી છે.


બગસરા પંથકનાં ખેડૂતોની વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ કરો : ભારતીય કિસાન સંઘે કરી રજૂઆત

મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી, તા. 6

બગસરા કિસાન સંઘનાં આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવેલછે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, બગસરા તાલુકાનાં ચાલુ વર્ષમાં નહિવત વરસાદ પડયો છે. માટે તત્‍કાલ આ તાલુકાને અછતગ્રસ્‍ત જાહેર કરો તેમજ સને ર018-19નું ખેડૂતોએ લીધેલ ધિરાણ સંપૂર્ણ વ્‍યાજ સહિત માફ કરો અને ધિરાણ લીધા વગરના ખેડૂતોનો રી-સર્વે કરી તેમને પણ સહાય કરો.

વરસાદ ન પડવાથી ખેડૂતોનો ઉભો પાક સુકાઈ ગયો છે. તો તત્‍કાલ દરેક તાલુકાનાં વરસાદનાં આંકડા મેળવી અને તત્‍કાલ ક્રોપ કટીંગ કરો. સને ર018-19 માં વિમો જાહેર કરો અને ખેડૂતોને સહાય કરો.

પાલતુ પશુઓને ઘાસચારાની વ્‍યવસ્‍થા અને બગસરા તાલુકાની નદીઓ અને તળાવોને ભભસૌની યોજનાભભ સાથે જોડી પાણી આપવા વિનંતી. રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો દૂર કરવો અથવા સબસીડી વધારો આપવો તેમજ ખેડૂતોને રખડતા પશુઓથી બચવા ખેતરે રખોપુ રાખવા વન વિભાગ ર્ેારા ઉચા મેડા બનાવવા માંગણી છે.

વધુમાં જણાવે છે કે, હાલ ખેતીવાડીમાં પાવર પુરતો 10 કલાક આપવો તેમજ વારંવાર પાવર ફોલ્‍ટમાં જતો હોવાથી ખેડૂતોનાં સબમર્શીબલ પંપ અને કેબલ, મીટર બળી જાય છે. તે દૂર કરી જલ્‍દી પાવરનો પુરવઠો    મળી રહે તેવો પ્રબંધ કરવો તેમજ ખેતીવાડી વિજ મીટરનાં જે ખેડૂતો વપરાશ નથી કરતા કે નહિવત વપરાશ કરે છે, તેઓને દર માસે ફિકસચાર્જ ભરવો પડે છે. તે તત્‍કાલ રદકરવાની માંગણી છે.

ચાલુ વર્ષ વરસાદ ન પડવાથી ખેડૂતોનાં ઉભા પાક સુકાઈ ગયા છે. માટે ભવિષ્‍યમાં આવુ ન થાય તે માટે ખેડૂતોને ભભડ્રિપ ઈરીગેશનભભમાં સંપૂર્ણ જી.એસ.ટી. નાબુદ કરી 90% સબસીડી આપે તો થોડા ભુગર્ભ જળથી ઉભા પાકને રક્ષણ મળે.

ચાલુ વર્ષ ખેડૂતોને દરેક પાકનું નહિવત ઉત્‍પાદન થવાનું છે, ત્‍યારે પુરતા પોષણક્ષમ ભાવ મળી રહે તેવો પ્રયત્‍ન કરવા અંતમાં માંગ કરેલ છે.


અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો, વેપારીઓ સહિત સૌ કોઈ પરેશાન

અપુરતા વરસાદથી જિલ્‍લાનું સમગ્ર ચિત્ર ચિંતાજનક બની રહૃાું છે

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો, વેપારીઓ સહિત સૌ કોઈ પરેશાન

રોજગારી, પાણી, ઘાસચારા અને આર્થિક મદદ કરવા માટે સરકારેતત્‍પરતા દાખવવી પડશે

જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરવામાં નહી આવે તો સ્‍થળાંતરનું પ્રમાણ વધવાનાં એંધાણ જોવા મળે છે

અમરેલી, તા. 6

ભભજાયે તો જાયે કહાંભભ ધરતી પુત્રોની દારૂણ પરિસ્‍થિતિ થઈ રહી છે. કુદરતની ખફા મરજીથી દુકાળનાં દિવસો વસમા થઈ રહૃાાં છે. મોંઘુ બિયારણ, જંતુનાશક દવા, રાસાયણીક ખાતરથી વાવણી તો કરી પરંતુ ઈશ્‍વરે મોં ફેરવી લીધું. સઝનનો પાક કપાસ, મગફળી, બાજરો, જુવાર, તુવેર        બળીને ખાક થઈ ગયા. રે જગતનો તાત આકાશ સામે મીટ માંડીને ભગવાન કપરા દિવસો ઉગારે તેવી યાતના વ્‍યકત થઈ રહી છે. હવે તો સરકાર કંઈક કરે તો વસમા દિવસો પસાર થઈ શકે.

ગોપાલગ્રામ (ધારી તાલુકો) તેમજ આજુબાજુનાં વિસ્‍તારમાં દુષ્‍કાળનાં ડાકલા વાગી રહૃાા છે. મહામુલુ પશુધન વેચાઈ રહૃાું છે, નાશ થઈ રહૃાું છે, રોજગારીનાં ફાફા થઈ રહૃાા છે, ખેડૂતો, ખેતમજૂરો, નાના દુકાનદારો, પોતાનું માદરે વતન છોડીને શહેર તરફ પ્રયાણ થઈ રહૃાા છે. સરકારે ધરતી પુત્રોની વેદનાને ઘ્‍યાને લઈને આ વિસ્‍તારને ભભઅછતગ્રસ્‍તભભ જાહેર કરીને ગ્રામીણ પ્રજાને રાહત થઈ શકે તેવું આયોજન હાથ ધરવામાં આવે તેવી વ્‍યાપક લોક માંગણી થઈ રહી છે.

આ વિસ્‍તારમાં સિંચાઈની કોઈ સુવિધા ઉપલબ્‍ધ નથી તેમજ ભુગર્ભનાં જળ ખલાસ થવામાં છે. પરીણામે રવિપાકનીઆશા નથી. ભુગર્ભનાં જળમાં વધારો થઈ શકે તે માટે વારંવાર સરકારમાં રજુઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી કોઈ નકકર કાર્યવાહી થવામાં નથી. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનો અભિગમ ખેતીવાડીને પુરતું પ્રાધાન્‍ય આપવાનો રહૃાો છે પરંતુ તંત્રમાં બેઠેલા અધિકારીઓ યેનકેન પ્રકારે વાંધા વચકા ઘ્‍વારા આ વિસ્‍તારમાં ભુગર્ભમાં પાણીનો વધારો થઈ શકે તેવું આયોજન કરવામાં ઉણા ઉતરી રહૃાાં છે.

આ વિસ્‍તારમાં રાહતકાર્યો શરૂ કરવામાં આવે, લોન, સહાય આપવામાં આવે, નાના દુકાનદારો, મજુરો, ખેડૂતો ઈચ્‍છી રહૃાા છે કે સરકાર દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવામાં વિલંબ કરશે તો પોતાનાં કુટુંબનું ભરણપોષણ માટે મોટા શહેર તરફ પ્રયાણ કરવાનું રહેશે. ખેડૂતોને ચાલું વર્ષ નિષ્‍ફળ જવાથી પાક વીમાની રકમ મંજુર કરવામાં આવે તેવી આ વિસ્‍તારનાં લોકોની માંગણી રહી છે.


અમરેલી જિલ્‍લા સેલ્‍ફ ફાઈનાન્‍સ શાળા સંચાલકોની મિટીંગ મળી

અમરેલી,તા.6

અમરેલી જિલ્‍લા સેલ્‍ફ ફાઈનાન્‍સ શાળા સંચાલકોની મિટીંગ મળી હતી. મિટીંગમાં સેલ્‍ફ ફાઈનાન્‍સ શાળાઓના સંચાલન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી. ખાસ હાલમાં બહુ ચર્ચીત નવરાત્રી વેકેશન અંગે ગહન વિચારણા કરવામાં આવી જેમાં શાળા સંચાલકોએ વાલીઓ પાસેઆવેલ રજુઆત મુજબ નવરાત્રી વેકેશન ન રાખવા અને દિવાળી વેકેશન રાબેતા મુજબ રાખવા માટેની નોંધ લેવામાં આવી તેમજ વિદ્યાર્થીઓના અભ્‍યાસમાં ખલેલ પડવાની પણ ગહન ચર્ચા કરવામાં આવી જેમાં ખાસ બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડ એકઝામ માટે સમય ઓછો હોય જેમાં આ વેકેશન આપવાથી અભ્‍યાસીક વાતાવરત ડહોળાવાની શકતાઓ નકારી ન શકાય જેથી સર્વાનું મતે તમામ પાસાઓની ચર્ચા કર્યાબાદ નવરાત્રી વેકેશન ન રાખવા અને દિવાળી વેકેશન રાબેતા મુજબ રાખવા જાહેર કરવામાં આવ્‍યું. આ બાબતે સરકારમાં પોઝીટીવ રજુઆતો કરતા પત્રવ્‍યવહાર કરવમાં આવ્‍યો છે જે અંગે સરકાર આ અંગે ગંભીરતા લઈ વિદ્યાર્થીઓના હિતમાં આ રજુઆત પોઝીટીવ લેવા વિનંતી કરેલ છે. આ મિટીંગમાં સ્‍વનિર્ભ શાળા સંચાલક મંડળના પ્રમુખ-હસમુખ પટેલ, ઉપપ્રમુખ દિપક વઘાસીયા, તાલુકા કન્‍વીનરો તેમજ અમરેલી જિલ્‍લાના તમામ સ્‍વનિર્ભર શાળા સંચાલકો ઉપસ્‍થિત રહયા હતા.


અમરેલી અને સાવરકુંડલા તાલુકા પંચાયતની 7 બેઠકોની પેટા ચુંટણીનો ધમધમાટ

 

અમરેલી, તા.6

અમરેલી જિલ્‍લાના અમરેલી તાલુકા પંચાયતની 6 બેઠક તથા સાવરકુંડલા તાલુકા પંચાયતની એક બેઠક મળી કુલ 7 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે ખરાખરીનો જંગ શરૂ થઈ ગયો છે. ત્‍યારે આવતીકાલે તા.7/10 રવિવારના રોજ સવારે 8 થી સાંજના પ સુધી કુલ 38પર7 મતદારો મતદાન કરશે. અને તા.9/10ના રોજ અમરેલી તથા સાવરકુંડલાખાતે થયેલ મતદાનની મત ગણતરી હાથ ધરવામાં આવશે.

અમરેલી તાલુકા પંચાયત માટે મોટા આંકડીયા, નાના આંકડીયા, વડેરા, ગાવડકા, જસવંતગઢ તથા પ્રતાપપરા બેઠકની પેટા ચુંટણીઓ યોજાનાર છે. જયારે સાવરકુંડલા તાલુકા પંચાયતની ઘાંડલા બેઠક માટે પણ પેટા ચુંટણી આગામી તા.7 /10 ના રોજ યોજાશે.

અમરેલી તાલુકાની 6 બેઠકો માટે પુરૂષ મતદારો 169રપ, સ્‍ત્રી મતદારો1પ94ર મળી કુલ નોંધાયેલા 3ર867 મતદારો મતદાન કરશે. જયારે સાવરકુંડલા તાલુકા પંચાયતની ઘાંડલા બેઠક માટે પુરૂષ મતદાર ર9પ9, સ્‍ત્રીમતદારો ર701 મળી કુલ પ660 મતદારો મતદાન કરશે.

અમરેલી તાલુકા પંચાયતમાં વડેરા બેઠક ઉપર ભાજપનાં પ્રવિણભાઈ માંગરોળીયા જયારે ભરતભાઈ હપાણી કોંગ્રેસ તરફથી ચુંટણી લડી રહયા છે. તેવી જ રીતે પ્રતાપપરા બેઠક માટે ભાજપનાં અશ્‍વિનભાઈ સાવલીયા તથા કોંગ્રેસના પ્રવિણભાઈ કમાણી અને અપક્ષ તરીકે દિપકભાઈ ગોહિલ ચૂંટણી લડી રહયાં છે. જસવંતગઢ બેઠક માટે કંચનબેન દેસાઈ ભાજપ અને રસીલાબેન દેસાઈ કોગ્રેસ તરફથી લડી રહયાં છે. જયારે ગાવડકા બેઠક માટે નયનાબેન કસવાળા કોંગ્રેસ અને રીનાબેન રીબડીયા ભાજપ તરફથી ચુંટણી લડી રહયાં છે. નાના આંકડીયા માટે દેવજીભાઈ ભાષ્‍કર ભાજપ, સંજયભાઈ ભાષ્‍કર કોંગ્રેસ તથા મુકેશભાઈ મહેતા અપક્ષચુંટણી જંગમાં ઝંપલાવ્‍યું છે. મોટા આંકડીયા બેઠક માટે કોંગ્રેસ તરફથી છાયાબેન સોલંકી તથા ભાજપ તરફથી પારૂલબેન દેવમુરારી પેટા ચુંટણી લડી રહયા છે.

જયારે સાવરકુંડલા તાલુકા પંચાયતની ધાંડલા બેઠક ઉપર ભાજપ તરફથી નંદુબેન વાઘમશી તથા કોંગ્રેસ તરફથી વિલાસબેન ખોખર ચૂંટણી જંગમાં છે.

આમ આવતીકાલે તા.7/10ના રોજ અમરેલી તથા સાવરકુંડલા તાલુકા પંચાયત મળી કુલ 7 બેઠકો માટે 16 ઉમેદવારો ચુંટણી લડતાં હોય, જિલ્‍લાનાં રાજકારણમાં ભારે ગરમાવો આવી જવા પામી છે. 7 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્‍ચે ટકકર થશે.


રાજુલા ગામે પડોશીએ પડોશીને માથામાં પાઈપ મારી ગંભીર ઈજા કરી

રાજુલા ગામે પડોશીએ પડોશીને માથામાં પાઈપ મારી ગંભીર ઈજા કરી

અમરેલી, તા. 6

રાજુલા ગામે આવેલ બીડી કામદાર સોસાયટીમાં રહેતાં એહમદશા ઉમરશા કનોજીયાને બે માસ પહેલા રસ્‍તા ઉપર પાણી કાઢવા બાબતે આરોપી ઈમરાનભાઈ ગુલુભાઈ ઝાખરા સાથે માથાકૂટ થયેલ તે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ ગઈકાલે બપોરે એહમદભાઈને માથામાં લોખંડનો પાઈપ મારી પાંચ જેટલા ટાંકા આવેલ તેવી ગંભીર ઈજા કર્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં ઈજા પામનારનાં ભાઈ શબ્‍બીરશા ઉમરશાં કનોજીયાએ નોંધાવતાં પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ          ધરી છે.


સાજણટીંબા ગામે ગ્રાન્‍ટની માહિતી માંગવાનાં મનદુઃખે ખેડૂત યુવક પર હુમલો

 

અમરેલી, તા. 6

લીલીયા તાલુકાનાં સાંજણટીંબા ગામે  રહેતાં એ ખેતિકામ કરતાં જીજ્ઞેશભાઈ ઉર્ફે જગો અશોકભાઈ તોગડીયા નામનાં 38 વર્ષિય ખેડૂત યુવકે અગાઉ લીલીયા તાલુકા પંચાયત કચેરીમાં સાંજણટીંબા ગામે સને ર01ર થી ર018 સુધીનાં વર્ષગાળામાં આવેલ ગ્રાન્‍ટની માહીતી માંગેલ તે વાતનું મનદુઃખ રાખી તે જ ગામે રહેતાં જસાભાઈ વરદાનભાઈ ખુંગલા, વિપુલ ઉર્ફે દડુ ડાયાભાઈ ખુંગલા, દિલીપ ઉર્ફે ઘુઘો વિભાભાઈ ખુંગલાએ ગઈકાલે બપોરે સાંજણટીંબા અંટાળીયા રોડ વચ્‍ચે આવેલ ગાંગડીયા નદીનાં પુલ પાસે ખેડૂત યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ લીલીયા પોલીસમાં નોંધાઈ છે.


યુવતીને સગપણ તોડી નાખવાની ધમકી આપનાર રોમીયોને ઝડપી લેવાયો

યુવતીને સગપણ તોડી નાખવાની ધમકી આપનાર રોમીયોને ઝડપી લેવાયો

અમરેલી, તા. 6

અમરેલી તાલુકાના નાના માચીયાળા ગામનાી યુવતીએ ગઈ તા. 18/9/18નાં રોજ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં લખાવેલ કે પોતે આણંદ ખાતે અભ્‍યાસ કરતાં હતા તે વખતે જીતેન્‍દ્ર બચુભાઈ નાગેથા નામના એક યુવક સાથે પોતાને મિત્રતા થયેલ અને તે સમયે તેની સાથે પોતે વિતાવેલ અંતરંગ પળોના તેણે ફોટા પાડેલ અને વિડીયો ઉતારેલ હતા. અને પોતાનો અભ્‍યાસ પુરોથતાં પોતે પોતાના વતનમાં પરત આવતાં અને પોતાની સગાઈ અન્‍ય જગ્‍યાએ થતાં જે પોતાના મિત્રને નહી ગમતા તેણે પોતાની સગાઈ તોડી નહી નાંખે તો પોતાના ફોટા તથા વિડીયો સોશીયલ મિડીયામાં વાઈરલ કરી દેવાની ધમકીઓ આપતો હોય અને આ યુવક પોતાનું ભવિષ્‍ય ખરાબ કરશે તેવું જણાતા તેણીએ ઉપરોકત વિગતે ફરિયાદ આપતાં અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સે.ગુ.ર.નં. 64/ર018, ઈપીકો કલમ પ06 તથા આઈટી એકટ કલમ 67, 67(એ) મુજબ ગુન્‍હો રજી. થયેલ હતો.

જીતેન્‍દ્ર ઉર્ફે જીતુ બચુભાઈ નાગેથા (ઉ.વ. ર8) રહે. સુરત, પુણાગામ, સીતારામનગર વાળાને તા. 6/10/18નાં કલાક 16-30 વાગ્‍યે અટક કરી વધુ તપાસ અર્થે અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સોંપી    આપેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ એલસીબી અમરેલીના ઈન્‍ચાર્જ ઈન્‍સ્‍પેકટર ડી.કે. વાઘેલા અને એલસીબી ટીમ ઘ્‍વારા કરવામાં   આવેલ છે.


બાબરાનાં નીલવડા-વાંકીયા માર્ગ પર યુટીલીટી પલટી જતાં રપ ને ઈજા

બાબરાનાં નીલવડા-વાંકીયા માર્ગ પર યુટીલીટી પલટી જતાં રપ ને ઈજા

ઈજાગ્રસ્‍તોને સારવારમાં ખસેડાયા

અમરેલી, તા.6

બાબરા તાલુકાના         નિલવળા અને વાંકીયા માર્ગપર વહેલી સવારે રત્‍ન કલાકારો ભરેલ યુટીલીટી અચાનક પલટી મારી જતા જોરદાર અકસ્‍માત સર્જાયો હતો. રતન કલાકારની સિચોથી માર્ગ ગુંજી ઉઠયો હતો.

બાબરા તાલુકાના           નિલવળા ગામના રત્‍ન કલાકારને ભરીને જસદણ ખાતે જય રહેલ યુટીલીટી જીપ અચાનક વાંકીયા માર્ગ પર પલટી મારી જતાં જીપમાં સવાર રપ જેટલા રત્‍ન કલાકારોને નાની મોટી ઈજાઓ પામી હતી. ઈજાગ્રસ્‍ત તમામને 108 મારફત બાબરાના સરકારી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.


અમરેલી જિલ્‍લામાં સરકારી બાબુઓ પર કામનું ભારણ : કૌટુંબિક અને સામાજિક જીવનને અસર થઈ રહી છે

અપુરતા સ્‍ટાફ અને અનેકવિધ કાર્યક્રમો વચ્‍ચે રોજબરોજના કાર્યોનો નિકાલ થતો નથી

અમરેલી જિલ્‍લામાં સરકારી બાબુઓ પર કામનું ભારણ

કામના ભારણ અને લક્ષ્યાંકને સિઘ્‍ધ કરવામાં કૌટુંબિક અને સામાજિક જીવનને અસર થઈ રહી છે

અમરેલી, તા. 6

અમરેલી જિલ્‍લાનાં જુદા-જુદા સરકારી વિભાગોમાં ફરજ બજાવતાં કર્મચારીઓ અને અધિકારીઓ પર કામનું ભારણ વધી જતાં સરકારી બાબુઓ પરમાનસિક તણાવની અસર જોવા મળે છે. આ માટે રાજય સરકાર સરકારી બાબુઓનાં હિતનો પણ વિચાર કરવો જરૂરી    બન્‍યો છે.

જિલ્‍લાની લગભગ તમામ સરકારી કચેરીઓનાં અર્ધો અર્ધ કર્મચારીઓ અને અધિકારીઓની જગ્‍યા ખાલી જોવા મળે છે. એક-એક કર્મચારી પર એકથી વધારે ટેબલની જવાબદારી જોવા મળે છે.

પંચાયત, મહેસુલ, પોલીસ સહિતનાં વિભાગોને રોજિંદા કામો ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓનાં લક્ષ્યાંક સિઘ્‍ધ કરવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહૃાો છે. સતત કામનાં ભારણથી કર્મચારીઓ અને અધિકારીઓનાં આરોગ્‍ય પર અસર થતી હોય છે. તેમજ કૌટુંબિક અને સામાજિક જીવન પણ પ્રભાવિત થતું જોવા મળે છે.

સામાન્‍ય રીતે આમ આદમીમાં સરકારી બાબુઓ પ્રત્‍યે અણગમો જોવા મળતો હોય છે. પરંતુ સરકારી બાબુઓ પણ સભ્‍ય સમાજનો હિસ્‍સો છે તેઓને પણ પરિવાર અને આરામ સમયાનુસાર મળવો જોઈએ તે ન મળતાં તેઓ પણ ચિંતીત હોય છે અને તેની અસર રોજબરોજનાં કાર્યોમાં પડતી હોય છે. કામના ભારણથી આમ આદમીનાં કાર્યો સમયાનુસાર ઉકેલાતા ન હોવાથી વારંવાર તેઓને આમ આદમી સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે અને તેનાથી મુસીબત વધતી હોય રાજય સરકારે તમામ સરકારી વિભાગોમાં જરૂરીયાત કરતાં 10 ટકા કર્મચારીઓની વધારે ભરતી કરવા માટે ગંભીરતાથી વિચારવાનો સમયઆવી ચુકયો છે. નહિ તો સમગ્ર વહીવટીતંત્ર કડડભુસ થઈ જજતાં વાર નહી લાગે.


અમરેલીની ખાનગી હોસ્‍પિટલમાં લૂંટારૂઓનો આતંક

શહેર અને જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની કથળતી હાલત

અમરેલીની ખાનગી હોસ્‍પિટલમાં લૂંટારૂઓનો આતંક

કુહાડી, છરા જેવા જીવલેણ હથિયારો વડે લૂંટારૂઓએ હાહાકાર મચાવી દીધો

અમરેલી, તા. 6

અમરેલી જિલ્‍લામાં દુષ્‍કાળનાં ઓળા ઉતરી આવ્‍યા છે ત્‍યારે લૂંટારૂઓ, તસ્‍કરોની રંજાડ વધી રહી છે. ત્‍યારે રાત્રીનાં સમયે પોલીસ પેટ્રોલીંગ વધારવું જરૂરી બન્‍યું છે. ત્‍યારે આજે વહેલી સવારે એસ.ટી. ડેપો જેવા ભરચક વિસ્‍તારમાં આવેલ એક હોસ્‍પિટલમાં ત્રણ જેટલા અજાણ્‍યા શખ્‍સો લૂંટ કરવાના ઈરાદે ઘુસી આવ્‍યા હતા. જયાં રાત્રીના દાખલ થયેલા દર્દી તથા સ્‍ટાફને માર મારી રૂા. 1પ00 રોકડની લૂંટ ચલાવી નાશી ગયા હતા. જો કે આ બનાવ અંગે પોલીસમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવેલ નથી.

આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ અમરેલી એસ.ટી. ડેપો સામે આવેલ જીવનધારા હોસ્‍પિટલ નજીક આવેલ એક મેડિકલ સ્‍ટોર, ચશ્‍માની દુકાન તથા ઈલેકટ્રીક સ્‍ટોર્સમાં કોઈ ત્રણ અજાણ્‍યા શખ્‍સો આજે વહેલી સવારે ચોરી કરવાનાં ઈરાદે આવ્‍યા હતા. પરંતુ આ ત્રણેય દુકાનોનાં શટર નહીં તુટતાં આખરે આ ત્રણેય શખ્‍સો નજીકમાં જ આવેલ જીવનધારા હોસ્‍પિટલમાં ઘુસી ગયા હતા. આ શખ્‍સો પાસે હાથમાં કુહાડી તથા છરા જેવા હથિયારો હોય તેના વડે હોસ્‍પિટલનો મુખ્‍ય દરવાજાનો કાચ તોડીનાખી દવાખાનામાં ઘુસી આવ્‍યા હતા.

જીવનધારા મેડિકલ સ્‍ટોર્સમાં ઘુસી આવેલા આ ત્રણેય શખ્‍સોએ મેડિકલ સ્‍ટોર્સમાં ચોરી કરવાના ઈરાદે ઘુસી આવ્‍યા બાદ મેડિકલ સ્‍ટોર્સનું શટર તોડવાનો પ્રયાસ કર્યો હતો. અને આ હોસ્‍પિટલમાં ખાખાખોળા કર્યા. ચોરી કરવાનાં ઈરાદે આવેલા તસ્‍કરોની નજર હોસ્‍પ્‍ટિલમાં લગાવેલ સીસીટીવી કેમેરા ઉપર જતાં બે સીસી ટીવી કેમેરાને પણ તોડી નાખ્‍યા હતા.

આ બનાવ અંગે દવાખાનામાં રહેલા ત્રણ જેટલા યુવાનો જાગી જતાં આ તસ્‍કરોએ મેકિડલ સ્‍ટોર્સમાં યુવાનોને પુરી દઈ બહારથી લોક કરી દીધા હતા.

પરંતુ દવાખાનાનાં મેડિકલ સ્‍ટોર્સમાં પુરાયેલા યુવાનોએ પોતાના મોબાઈલ ફોન વડે મેડિકલ સ્‍ટોર્સના માલીકને તસ્‍કરો ઘુસી આવ્‍યાની જાણ કરતાં મેડિકલ સ્‍ટોર્સનાં માલીક આ હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતા અને હોસ્‍પિટલનો મુખ્‍ય દરવાજો ખુલ્‍લો હોય પાર્ટીશનનો કાચ તુટેલો હોય તેમાંથી દવાખાનામાં પ્રવેશતાં જ અંદર રહેલા આ ત્રણેય શખ્‍સોએ પોતાના હાથમાં રહેલી કુહાડીનો ઘા કરી મેડિકલ ર્સ્‍ટોનાં માલીકને ઈજા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદનસીબે તેઓ બચી ગયા હતા.

બાદમાં રાડારાડ થતાં આ ત્રણેય શખ્‍સો બાજુમાં આવેલ જીમખાનાથી વંડી ટપી અને નાશી ગયા હતા.

બાદમાં પ્રાથમિક તપાસ કરતાં રૂા. 1પ00 જેવી રકમ લૂંટારૂ કમ તસ્‍કરો લઈગયા હતા. જો કે આ બનાવ અંગે સીટી પોલીસમાં કોઈ જ ફરિયાદ નોંધાવવા પામેલ નથી.

આ બનાવની જાણ શહેરભરમાં ફેલાતા મેડિકલ એસોસીએશન, શહેરનાં નામાંકીત ડોકટર્સ તથા શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો છે.


આલેલે : અમરેલીની મહિલા કોલેજનાં માર્ગ પર અજાણ્‍યા શખ્‍સોએ ખોદકામ કરી નાખ્‍યું : ત્રણ-ત્રણ કોલેજનાં 1ર00 વિદ્યાર્થીઓ પરેશાન

તાલીમ ભવન, મહિલા કોલેજ અને લો-કોલેજનાં આચાર્યએ કરી ફરિયાદ

આલેલે : અમરેલીની મહિલા કોલેજનાં માર્ગ પર અજાણ્‍યા શખ્‍સોએ ખોદકામ કરી નાખ્‍યું

માર્ગ પર આવેલ ત્રણ-ત્રણ કોલેજનાં 1ર00 વિદ્યાર્થીઓ પરેશાન

અમરેલી, તા. 6

અમરેલીનાં ચિત્તલ માર્ગથી મહિલા કોલેજ, તાલીમ ભવન અને લો-કોલેજ તરફ જતાં માર્ગ પર કોઈ અજાણ્‍યા શખ્‍સોએ માર્ગ તોડી નાખતાં 1ર00 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને માર્ગ પરથી પસાર થવુ મુશ્‍કેલ બન્‍યુ હોય ત્રણેય કોલેજનાં આચાર્યએ કલેકટરને લેખિત ફરિયાદ કરેલ છે.

ફરિયાદમાં જણાવેલ છે કે, ચિતલ રોડ પર અંધશાળા તેમજ રાધિકા હોસ્‍પિટલ વચ્‍ચેથી પસાર થઈ આગળ આવેલ કોલેજ કેમ્‍પસ સુધીનાં જાહેર રસ્‍તાનું આશરે છ માસ પહેલા કોઈક અજાણ્‍યા શખ્‍સો ર્ેારા ગેરકાયદેસર રીતે આખા રોડ રસ્‍તાનું એકથી દોઢ ફૂટ સુધીનું ખોદકામ કરેલ છે અને આ અંગેનગરપાલિકા – અમરેલીનો રૂબરૂ સંપર્ક સાધતા આ રોડ રસ્‍તાનું ખોદકામ કરવા કે નવો બનાવવાની કોઈ પણ જાતની મંજુરી અપાયેલ નથી તેવું જાણવા મળેલ છે.

આ કેમ્‍પસમાં ત્રણ કોલેજો આવેલ છે. તેમાં આશરે 1ર00 વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે તેમને અવર જવરની અગવડતા અનુભવે છે. તેમજ વાહનો ચલાવવા અકસ્‍માત થવા સંભવ હોય તો આ બાબતે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.


અમરેલીમાં નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા જિલ્‍લા કક્ષાની વકતૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ : જિનલ રૂપારેલીયાએ સતત બીજી વખત પ્રથમ નંબર મેળવી માર્યુ મેદાન

તાલીમ ભવન ખાતે યોજાય હતી સ્‍પર્ધા

અમરેલીમાં નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા જિલ્‍લા કક્ષાની વકતૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

જિનલ રૂપારેલીયાએ સતત બીજી વખત પ્રથમ નંબર મેળવી માર્યુ મેદાન

અમરેલી,તા.6

ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નેહરૂ યુવા કેન્‍દ્ર, અમરેલી દ્વારા આયોજીત અને વિશ્‍વાસ યુવક મંડળ સંચાલીત અમરેલીના તાલીમ ભવન ખાતે જિલ્‍લા કક્ષાનો વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરાયુ હતું.

આ કાર્યક્રમમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના વિષય પર હિન્‍દી અથવા અંગ્રેજી ભાષામાં રાખેલી હતી જયારે મુખ્‍ય મહેમાન તરીકે પ્રાચાર્ય દક્ષાબેન તથા રાજેશભાઈ ઉપસ્‍થિત રભ હતા. જેવો દ્વારા બધા ભાગ લેનાર ભાઈ બહેનોને અભિનંદન આપ્‍યા હતા. અને જિલ્‍લા તેમજ સ્‍ટેટ લેવલે અમરેલી જિલ્‍લાનું નામ રોશન કરે તેવુ જણાવાયુ હતુ. જયારે જિલ્‍લાના 7 તાલુકાના પાર્ટીસીપેન્‍ટે ભાગ લીધો હતો.આ સ્‍પર્ધાના નિર્ણાયક તરીકે કાર્તિકભાઈ અને સ્‍નેહલબેને સેવા આપી હતી. જયારે જિલ્‍લામાં પ્રથમ સ્‍થાને અમરેલી તાલુકાના કુ. રૂપારેલીયા જીનલ મીલાપકુમાર મેદાન માર્યુ હતુ. જયારે બીજા સ્‍થાન પર ધારી તાલુકા ના કુ. નાહર રૂબીના દિલુભાઈ અને ત્રીજા ક્રમે બગસરા તાલુકાના કુ. બેલડીયા મયુરી જયંતિભાઈ વિજેતા થયા હતા.

જયારે પ્રથમ ત્રણ નંબર આવનારને રોકડ પુરષ્‍કાર આપી સનમાનીત કરવામાં આવ્‍યા હતા. જયારે દરેક ભાગ લેનાર યુવક-યુવતિઓને શર્ટીફીકેટ આપવામાં આવ્‍યા હતા. અને પ્રથમ નંબર આવનાર કુ. જીનલ રૂપારેલીયા ગાંધીનગર ખાતે યોજાનાર સ્‍ટેટ લેવલની વકતૃત્‍વ સ્‍પર્ધામાં ભાગ લેવા જશે તેવુ જણાવામાં આવ્‍યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નેહરૂ યુવા કેન્‍દ્ર, અમરેલીનો સ્‍ટાફ, તાલીમ ભવનો બી.એડ કોલેજનો સ્‍ટાફ તેમજ વિશ્‍વાસ યુવક મંડળ દ્વારા ભારે જહમતી ઉપાવાય હતી.


સાવરકુંડલામાં લલ્‍લુભાઈ આરોગ્‍ય મંદિર ખાતે પૂ. મોરારિબાપુનાં હસ્‍તે વૃક્ષારોપણ

               લલ્‍લુભાઈ આરોગ્‍ય મંદિરના નામે નિઃશૂલ્‍ક હોસ્‍પિટલ ચાલી રહયું છે. ત્‍યારે રેલવે ડિપાર્ટમેન્‍ટની આવેલ ખૂલી જગ્‍યા હોસ્‍પિટલને વૃક્ષો વાવવા માટે રેલવે દ્વારા ફાળવવામાં આવેલ છે. ત્‍યારે જંગલ ખાતાના સહયોગથી વૃક્ષો વાવવામાં આવેલ. પરમવંદનીય મોરારિબાપુના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. બાદમાં હોસ્‍પિટલમાં તમામ દર્દીઓના ખબર અંતર પૂછીને હોસ્‍પિટલની મુલાકાત કરી હતી. હોસ્‍પિટલના ટ્રસ્‍ટીઓ તેમજ હોસ્‍પિટલના સ્‍ટાફની સારી કામગીરીથી બાપુએ ખૂબ પ્રશંસા કરી હતી. આરોગ્‍ય મંદિરની સુવાસ સમગ્ર દેશ-વિદેશમાં ફેલાય તેવો ભાવ પ્રગટ કરેલો.


આંબરડીમાં નવતર પ્રકારનું પ્રાણી જોવા ગામજનોઉમટયા

સાવરકુંડલા, તા.6

સાવરકુંડલાના આંબરડી ગામે આજે એક અજીબો ગરીબ જંગલી પ્રાણીનું વિચિત્ર બચ્‍ચુ તેની માતાની જુદુ પડી જતા આંબરડી ગામની નદી કાંઠે બેસેલ જોવા મળેલ પ્રથમ દ્રષ્‍ટીએ સિંહ, દિપડા જેવું દેખાતા આ બચ્‍ચાને સ્‍કુલેથી છુટેલા બાળકોએ જોતા સિંહનું બચ્‍ચુ સમજી હોંશભેર રમાડવા લાગેલ અને બચ્‍ચુ પણ બાળકો સાથે મસ્‍તીથી રમવા લાગેલ. એવામાં અન્‍ય ગામ લોકોને જાણ થતા બચ્‍ચાને જોવા લોકો ઉમટી પડયા હતા. સૌ કોઈ બચ્‍ચાને જોઈ અચંબામાં પડી ગયા હતા. કે આ બચ્‍ચુ આખિર કયા પ્રાણીનું ? કલાકોનો વિચાર કર્યો બાદ અંતે વન વિભાગને જાણ કરતા મિતીયાળા રેન્‍જના આરએફઓ ડીડી. જોષીની સૂચનાથી વનકર્મી કટારાભાઈ દોડી આવી આ વિચિત્ર બચ્‍ચાનો કબ્‍જો લઈ ખાંભા ખાતે લઈ જવાયેલ જયાં એનિમલ એકસપટેને બચ્‍ચા વિશે જાણ કરતા અંતે આ બચ્‍ચાની સાચી ઓળખ થઈ શકી હતી સિંહ બાળ જેવું દેખાતું આ બચ્‍ચુ જંગલી વગડા બિલાડાનું હોવાનું સાબિત થતાં હાંશકારો થયો હતો. હાલ આ બચ્‍ચાને વનકર્મી કટારાભાઈ દ્વારા દુધ પાઈ માવજત કરાઈ રહી છે. તેવું વનકર્મી કટારાએ જણાવેલ.


લીલીયા તાલુકા ભાજપની કારોબારી બેઠક મળી ગઈ

               લીલીયા તાલુકા ભાજપની કારોબારી બેઠક તા.3/10ના રોજ લીલીયા નીલકંઠ મહાદેવ મંદિરે મળી હતી. આબેઠકમાં સાંસદ નારણભાઈ કાછડીયા, પ્રદેશ કિસાન મોરચાના સભ્‍ય અને પૂર્વ જિલ્‍લા પંચાયત ઉપપ્રમુખ ભુપેન્‍દ્રભાઈ બસીયા, જિલ્‍લા બેન્‍કના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહયા હતા અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્‍યું હતું. આ બેઠક બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત કાર્યકર્તાઓનું શાબ્‍દીક સ્‍વાગત તાલુકા ભાજપના પ્રમુખ ચતુરભાઈ કાકડીયાએ કરેલ હતું. તેમજ સંગઠનના આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી. આ બેઠકમાં શોક પ્રસ્‍તાવ, રાજકીય પ્રસ્‍તાવ, અભિનંદન પ્રસ્‍તાવ તેમજ જિલ્‍લામાં કેન્‍દ્ર અને રાજય સરકાર દ્વારા થયેલ વિકાસ કામો અંગે અભિનંદન આપતો ઠરાવ કરવામાં આવેલ હતો. આ બેઠકમાં કેતનભાઈ ઢાંકેચા, ભનુભાઈ ડાભી, વિજયભાઈ ગજેરા, રાશીભાઈ ડેર, ગૌતમભાઈ વીંછીયા, જીતુભાઈ લાઠીયા, બાલાભાઈ ભરવાડ, પી.પી. પાંચાણી, અરજણભાઈ ધામત, ભીખાભાઈ ધારૈયા, સુખાભાઈ પોલરા, ભરતભાઈ ઠુંમર, કિશોરભાઈ પરમાર, સવજીભાઈ ભડકોલીયા, નીતિનભાઈ ત્રિવેદી, બાબુભાઈ ધામત, જીજ્ઞેશભાઈ સાવજ, આનંદભાઈ ધાનાણી, ભીખાભાઈ ધોરાજીયા, ઘનશ્‍યામભાઈ રાદડીયા, ઈમરાન પઠાણ, ભુપતભાઈ બંધીયા, ઘનશ્‍યામભાઈ મેઘાણી, હસમુખભાઈ પોલરા, જાવેદભાઈ કાતીયા, હિતેશ પરમાર, દિલીપ ડાભી, વિજય અકબરી, હર્ષદ માદળીયા, ધર્મેશ દેસાઈ, વિપુલ પહાડા, સોહિલ મકવાણા, હરેશ જોષી, અશોક વિરાણી,જેરામભાઈ કાથરોટીયા, રમેશ બવાડીયા, મહેશ સીરોયા, ગોકળ ભરવાડ, ભીખાભાઈ, કાંતીગીરી ગોસાઈ, ભરતભાઈ હેલૈયા, હરેશભાઈ, મહેન્‍દ્રભાઈ, ભરતભાઈ દુધાત, જગાભાઈ ગંભીર, વિરજીભાઈ વાળા, અરવિંદભાઈ માળવીયા, ધીરૂભાઈ ખુમાણ, મધુભાઈ દુધાત, બટુકભાઈ ગરણીયા, વાસુરભાઈ ગરણીયા, દકુભાઈ દુધાત, મુકેશભાઈ આલગીયા, ગોવિંદભાઈ સાવલીયા, ગીરધરભાઈ ટીબડી, ભનુભાઈ પાનશેરીયા, ગોબરભાઈ, ભરતભાઈ કથીરીયા, વિશાલ કનાળા, ગોરધનભાઈ વેકરીયા, આણંદભાઈ સુસરા, રમેશભાઈ મકરૂતિયા, નનુભાઈ ભરવાડ, સુરેશભાઈ મકવાણા, ધીરૂભાઈ, રતિભાઈ તોગડીયા, નનુભાઈ ગલાણી, વિક્રમભાઈ ગરણીયા, લખુભાઈ ચાંદુ, કાનજીભાઈ નાકરાણી, ભલાભાઈ મુલાણી, ચિરાગ ધાનાણી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન ભાખાભાઈ ધારૈયાએ કરેલ હતું.


07-10-2018