Main Menu

Saturday, October 6th, 2018

 

હરખની હેલી : અમરેલીની વડી ઠેબી નદી પર રૂપિયા 14 કરોડનાં ખર્ચે પુલ બનાવાશે

પરેશ ધાનાણી સહિતના સ્‍થાનિક રાજકીય આગેવાનોની રજુઆતને મળી સફળતા

અમરેલી, પ

અમરેલી – કુંકાવાવ માર્ગ પર વડી ઠેબી નદી પરનો પુલ છેલ્‍લા એક દાયકાથી બિસ્‍માર બન્‍યો હોય વાહન ચાલકો તોબા પોકારી ચુકયા બાદ સ્‍થાનિક રાજકીય આગેવાનોની રજુઆત બાદ રાજય સરકારે પુલ માટે રૂપિયા 14 કરોડની રકમ મંજુર કરતા વાહન ચાલકોમાં હરખની હેલીનું વાતાવરણ જોવા મળી રહયું છે.

અમરેલીનાં રૂપમ ટોકીઝ માર્ગથી કુંકાવાવ માર્ગ પર જવા માટે વડી ઠેબી નદીનો પુલ પસાર કરવો પડે છે. અને બન્‍ને પુલ અતિ બિસ્‍માર બનતાં વાહનો ત્રાહીમામ પોકારી ચુકયા હતા.

દરમિયાન રાજય સરકારે ઠેબી નદીનો પુલમાટે રૂપિયા 8 કરોડ અને વડી નદીના પુલ માટે રૂપિયા 6 કરોડ મળી કુલ રૂપિયા 14 કરોડ મંજુર કરતાં વાહન ચાલકોમાં આનંદની લાગણી ફરી વળી છે.


અમરેલી જિલ્‍લામાં નવરાત્રી વેકેશનને મરજીયાત કરવા માટે શિક્ષણમંત્રીને રજુઆત

જિલ્‍લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા

અમરેલી જિલ્‍લામાં નવરાત્રી વેકેશનને મરજીયાત કરવા માટે શિક્ષણમંત્રીને રજુઆત

અમરેલી, તા. પ

અમરેલી જિલ્‍લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ હસમુખ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર પાઠવેલ છે.

પત્રમાંજણાવેલ છે કે, અમરેલી જિલ્‍લાની મોટાભાગની સ્‍વનિર્ભર શાળાઓ સરકાર ઘ્‍વારા લેવાયેલ નિર્ણય મુજબ ફી નિર્ધારણ કમિટી ઘ્‍વારા નકકી થયેલ ફીની મર્યાદામાં બાળકોની ફી લઈ સરકારને પુરતો સહયોગ આપે છે.

સરકારના શિક્ષણ વિભાગ ઘ્‍વારા દહભચતના અભ્‍યાસક્રમો ચાલુ વર્ષ દરમ્‍યાન સ્‍કુલમાં અમલી બનાવેલ છે જે અભ્‍યાસક્રમો સેન્‍ટ્રલ બોર્ડ મુજબના હોવાથી ઘણા લાંબા કોર્ષ છે જેથી આ મીની વેકેશનના કારણે અભ્‍યાસક્રમ પુર કરવામાં મુશ્‍કેલી પડે તેમ છે. તેમજ બાળકોને આ અભ્‍યાસક્રમ સમજાવવામાં ઘણો સમય પણ જરૂરી છે.

વધુમાં જણાવેલ છે કે, વરાત્રી વેકેશન એક અઠવાડીયાનું હોવાથી હોસ્‍ટેલ સાથેની શાળાઓમાં વિદ્યાર્થીઓને લેવા-મુકવા માટે આર્થિક તેમજ સમયનો વ્‍યય થાય તે સ્‍વાભાવિક છે. કારણ કે નવરાત્રી વેકેશન પૂર્ણ થયા બાદ તુરત જ છમાસિક પરીક્ષાઓ શરૂ થાય અને પરીક્ષા પહેલાના વેકેશનના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાની પુરતી તૈયારી પણ કરી શકે નહી જેથી અભ્‍યાસને પણ વેકેશનની અસર થાય.

એટલેક કે તા. 10/10/18થી 17/10/18 સુધીના વેકેશન સાથે તા. 18/10/18 દશેરા હોય તા. 19/10/18થી સ્‍કૂલો રેગ્‍યુલર થઈ શકે. તેમજ તા. પ/11/18થી 18/11/18 દિવાળી વેકેશન શરૂ થાય છે. આમ નવરાત્રી અને દિવાળી વેકેશન વચ્‍ચે પરીક્ષા માટે સમયગાળો ઓછો રહે છે. ધોરણ 10અને 1રનાં વિદ્યાર્થીના પરિણામમાં તો ખૂબ માઠી અસર પડી શકે છે.

પરંતુ ઉપરોકત કારણોસર તેમજ સ્‍કૂલના વિદ્યાર્થીના વાલીઓ ઘ્‍વારા પણ રજુઆત થાય છે કે નવરાત્રી વેકેશન કેન્‍સલ રાખવું જોઈએ. જેથી વિદ્યાર્થીઓના અભ્‍યાસને અસર ન થાય. તો અમો સ્‍વનિર્ભર શાળાઓના પ્રતિનિધિઓની પણ રજુઆત છે કે સ્‍વનિર્ભર શાળાઓને આમા છુટછાટ મળે. તો આ બાબતે અમારી માંગણીને ઘ્‍યાને લઈ યોગ્‍ય તે નિર્ણય લઈ નવરાત્રી વેકેશન મરજીયાત રહે તેવી અમારી માંગણી છે તેમ અંતમાં જણાવેલ છે.


અમરેલી પંથકનાં ખનીજ માફીયાઓને ગામજનો ઘેરી લેશે

જવાબદાર સરકારી વિભાગ ટેબલ નીચેથી ઉઘરાણા કરવામાં વ્‍યસ્‍ત હોવાથી

અમરેલી પંથકનાં ખનીજ માફીયાઓને ગામજનો ઘેરી લેશે

રાજસ્‍થળીનાં ગામજનો અને ખેડૂતોએ ઉચ્‍ચ અધિકારીને લેખિત જાણ કરી

અમરેલી, તા. પ

અમરેલી પંથકમાં ખુલ્‍લેઆમ તંત્રની મીઠ્ઠીનજર તળે રેતીચોરી થઈ રહી હોય રાજસ્‍થળીનાં ખેડૂતો અને ગામજનોએ હવે ખનીજ માફીયાઓ વિરૂઘ્‍ધ હલ્‍લાબોલ કરવાનો નિર્ણય કર્યો છે.

ગામજનોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, રાજસ્‍થળી ગામમાંથી શેત્રુંજી નદી તરફ જતા ખેતરાવ રસ્‍તે બેખોફ અને બેફામ રેતી ચોરોના વાહનો જેવા ટ્રેકટર, લોડર, ડમ્‍પર અને તોતીંગ લોડેડ વાહનો ઘ્‍વારા રેતી ચોરી થતી હોય અને ગામના ખેડૂતોને ખેતર જવાના માર્ગને લોડેડ વાહનો ઘ્‍વારા મિસ્‍માર હાલત કરી દીધેલ હોય તેમજ રેતી ચોરો માથાભારે હોય તેમજ ખાણ-ખનીજ ખાતાના અધિકારીઓ તેમજ પોલીસતંત્ર સાથે સાંઠ-ગાંઠવાળા હોય અને રાજસ્‍થળી ગામના પાદરમાં આવેલ બંગલાના મેદાનમાં રેતી ભરેલા વાહનો દાદાગીરી કરી છુપાવતા હોય તેમજ રેતી ચોરો ઘ્‍વારા ગોખરવાળાથી રાજસ્‍થળી ગામમાં પ્રવેશતાની સાથે જ એક નવું બંધાઈ રહેલ ડબલ માળનાં મકાન પાસે ચોરેલ રેતીનો સ્‍ટોક કરેલો હોયઅને રેતી ભરેલા જે તે વાહનોના ડ્રાઈવરો ઘ્‍વારા રાજસ્‍થળી ગામની અંદર પણ બેફામ અને બિલકુલ અસલામત રીતે વાહનો હંકારી      માલઢોર અથવા માનવ અકસ્‍માત સર્જાવવાની પૂરી ભીતિ હોય.

તંત્રને રેતી ચોરીની કોઈ આવક હોય તો પણ રેતી ચોરી રાજસ્‍થળી સિવાયના અન્‍ય માર્ગે ચાલું રાખી શકો છો અને રાજસ્‍થળી ગામના માર્ગોમાંથી રેતી ચોરી સદંતર બંધ કરવા જાહેર અપીલ કેમ કે શેત્રુંજી નદીમાંથી રેતી ખનન ગેરકાયદેસર હોય અને ગેરકાયદેસર ધંધા માથાભારે શખ્‍સો જ કરતા હોય અને ગેરકાયદેસર રેતી ખનનને કારણે પોલીસ તંત્ર કે ખાણ-ખનીજ વિભાગ રેઈડ કરવા આવે તો રેતી ચોરી માટે ગયેલ વાહનને મોબાઈલ ફોન ઘ્‍વારા તાત્‍કાલિક માહિતી પહોંચાડવા રેતી ચોરોના માથાભારે પાગીયા અવનવા માણસોનો ગામના પાદરમાં આવેલ નાળાની દીવાલ તેમજ ગામના પાદરમાં ગ્રામજનો માટે રખાયેલ બાંકડે પડયા પાથર્યા રહેવું અને ગામમાં ખોટી આઈટમો રેતી ચોરોનો પગ પેસારો ભવિષ્‍યમાં મોટી ઘટનાઓને અંજામ આપે વગેરે અનેક કારણો તેમજ રાજસ્‍થળી ગામના ખેડૂતોને કે જેમને શેત્રુંજી નદી બાજુની દિશામાં ખેતરો આવેલા છે તે માર્ગમાં રેતી ચોરો ઘ્‍વારા રેઈડ કરવા આવેલા સરકારી વાહનો ચાલી શકે નહી તેવા ઈરાદાથી જાડો વેકરો રસ્‍તામાં પાથરી રેઈડ કરનારના વાહનોને અડચણ ઉભું કરેલુંહોય અને તે અડચણ ખેડૂતોના વાહનો જેમ કે મોટર સાયકલ કે દેશી સનેડો અને બળદ ગાડા જેવા વાહનોને મુશ્‍કેલી ઉભી થઈ રહી હોય અને રેતી ચોરી ગેરકાયદેસર પ્રવૃતિ હોય એટલે આવી પ્રવૃતિ અમારા રાજસ્‍થળી ગામમાંથી સદંતર બંધ કરાવવા જાહેર અપીલ અને તેમ છતાં માથાભારે તત્‍વો ઘ્‍વારા રાજસ્‍થળી ગામના રસ્‍તે હવે પછી રેતી ચોરીની પ્રવૃતિ બંધ નહિ થાય અને પોલીસ કોઈ એકશન નહી લે તો ગ્રામજનો ઘ્‍વારા રેતીચોરોના વાહનો આડા મોટા પથ્‍થરો ગોઠવી દઈ અડચણ ઉભું કરી ગામમાં જ રોકી દરેક વ્‍હીલમાંથી હવા કાઢી નાખવામાં આવશે. અને તે માટે રેતીચોરો કે તેમના મળતીયા અને પાગીયાઓ ઘ્‍વારા પ્રત્‍યાઘાત આપવામાં આવે અને ગામના ગામના જુવાનીયાનું ટોળું રેતી ચોરો ઉપર કે તેના વાહનો ઉપર સ્‍વબચાવમાં કોઈપણ એકશન લે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્ર અને કાયદાના રક્ષકો અને જવાબદારોની અંગત રહેશે તેમ અંતમાં જણાવેલ છે.


આલે લે : શેત્રુંજી નદીમાંથી પાણી લેવામાં આવે તો ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે

ખેડૂતોએ કલેકટર સમક્ષ નારાજગી વ્‍યકત કરી

અમરેલી, તા.પ

અમરેલીના રાજસ્‍થળી ગામના ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, રાજસ્‍થળી કે અન્‍ય ઘણા ગામોના ખેડૂતોને શેત્રુંજી નદી કાંઠે વાડી-ખેતર આવેલા હોઈ પોતાની ખેત જણસોને વરસાદ પાણીની તંગી અનુભવાતી હોઈ ત્‍યારે કહેવાતા ઈકોજોનમાં ચારો ચરવા માટે વિચરતા પાળતુ તેમજ સરકારી પશુઓ માટે પણ હાલ પાણીની જોગવાઈ સરકાર કે તંત્ર દ્વારા કરાયેલ નથી. ઉભો પાક સુકાતો જોઈ ખેડૂતો આત્‍મહત્‍યા કરવા મજબુર હોય તેવા સંજોગોમાં શેત્રુંજી નદીમાં જે.સી.બી. કે કોઈ અન્‍ય સાધનો દ્વારા વીરડો કરી પાણીની જોગવાઈ ખેડૂતો પોત પોતાના ખર્ચે અને જોખમે કરતા હોય ત્‍યારે તે ખેડૂતો ઉપરઆવા કપરા કાળમાં તંત્ર દ્વારા રેઈડ કરી અને ભાડે લાવેલ જે.સી.બી. સીઝ કરી અને સરકારી કનડગત થતી હોય તે સદંતર બંધ કરવા સરકારી તંત્રને ખાસ અપીલ કેમકે હવા અને પાણી ઉપર કોઈ સરકાર કે રાષ્‍ટ્રનો અબાધીત અધિકાર નથી અને શેત્રુંજી નદીમાં સરકાર કે તંત્ર દ્વારા પીવાના પાણીને રિઝર્વમાં રાખવું એવો કોઈ ફતવો કે આયોજન પણ નથી તો જે પાણી સુકાઈ જ જવાનું છે અને કયાય કોઈને ઉપયોગમાં થવાનું નથી તે પાણીને આ કહેવાતા ખેતી પ્રધાન દેશના ખેડૂતો પોતાની મોલાત અને વિચરતા માલઢોરને જીવતદાન આપવા માટે કરે તો એમાં કોઈ પ્રકારની આપતિ કોઈને હોય શકે નહીં.અને વીરડો કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને ખેડૂતો કોઈપણ પ્રકારે ચોર કે તેના પર ચોરીનો આરોપ લગાવી પરેશાન કરવા કોઈ કાળે યોગ્‍ય અને વ્‍યાજબી નથી. તેથી તે બાબતે ખેડૂતોને ઈકોઝોનના બહાને કનડગત બંધ કરવી જોઈએ અને ઈકો જોન હોય તો સરકારી પ્રાણીઓ માટે જેમકે નીલગાય, રોઝ, ભૂંડ, સિંહ માટે ઈકોઝોનમાં સરકારે તો કોઈ વ્‍યવસ્‍થા કરેલી નથી તો ખેડૂતે બનાવેલા વીરડે સરકારી પશુઓ કે ગામના ચરવા આવતા અને માલધારીઓના પશુઓના પશુઓ પીવે એટલા માટે પણ પાણીના વીરડા કરવા છુટછાટ આપવી  જોઈએ અન્‍યથા ખેડૂતોની આત્‍મહત્‍યા અને સરકારી પ્રાણીઓના વધી રહેલમૃત્‍યુ માટેની નૈતિક જવાબદારીઓ આપ સૌએ સ્‍વીકારી લેવી જોઈએ તેમ અંતમાં જણાવેલ છે.


દામનગરમાં ‘‘દમવગર”નાં નેતાઓ હોવાથી શહેરીજનો પરેશાન

શહેરને દરેક બાબતમાં અન્‍યાય છતાં પણ કોઈ બોલતું નથી

દામનગરમાં ‘‘દમવગર”નાં નેતાઓ હોવાથી શહેરીજનો પરેશાન

શહેરમાં આમ તો અનેક વ્‍યકિતઓ ફોટોસેશન કરાવીને આગેવાન હોવાનો દંભ કરી રહૃાા છે

દામનગર, તા. પ

સ્‍વચ્‍છતાનો સંદેશો આપતા અને દેશના લોકોને મનની વાત કરતા નરેન્‍દ્રભાઈ મોદી દાવો કરે છે કે છેલ્‍લા 4 વર્ષમાં સફાઈની બાબતમાં 9પ ટકા સફળતા હાંસલ કરી છે. આ માત્ર બોલીને જાહેર કરવાનો આંકડો મનમાં ન ઉતરે.

હજુ ઘણા શહેરો ગંદકીથી ખદબદી રહૃાા છે. અરે ર0 હજારની આસપાસની વસ્‍તી ધરાવતા ગામોમાં સ્‍થાનિક સત્તાધીશોની ભ્રષ્‍ટ નીતિને કારણે તેમજ સફાઈ કામદારોની ઘટ અને સ્‍વયં જાગૃત્તિ ન હોવાને હિસાબે ગંદવાડ જોવા મળે છે.

જે સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં ભાજપનું શાસનહોય કે ન હોય મોટા કાર્યકર હોવાનું કહેતા લોકો સ્‍વચ્‍છતાનાં કેલા આગ્રહી છે.

જેમાં અમરેલી જીલ્‍લાનું દામનગર શહેર ર0 હજાર ઉપરાંતની વસ્‍તી ધરાવતું શહેર છે. ફોટા પડાવવામાં આગળ આવતા કાર્યકરો દુર્લક્ષ સેવે છે. નગરપાલિકા ધરાવતા આ ગામમાં છેલ્‍લા સાડા આઠ વર્ષમાં વિકાસનાં કામોમાં ઉંડાણપૂર્વક ભ્રષ્‍ટાચાર થયા છે. માત્ર ખુરશી અને મલાઈ તારવવામાં રસ ધરાવતા લોકો એ જાણતા હોય છે કે ફરી વખત ચૂંટાઈએ કે ન ચૂંટાઈએ ગજવા નહી થેલા ભરાય એટલા ભરી લઈએ.

અઢી વર્ષની મુદત પુરી થતાં બીજી મુદત માટે નિમાયેલ પ્રમુખ ગોબરભાઈ નાનજીભાઈ નારોલાએ અટકેલા કામો કરવા પડશે. પ્રમુખપદનો તાજ કાંટાળો કે મલાઈદાર ખુરશી આ બંનેમાંથી તાજ કાંટાળો નથી હોતો ફુલ વાળો હોય છે. દરેકને સાથે રાખીને સફાઈ કામદારોને કાયમી કરવા, રસ્‍તા પાકા કરવા, પેવર બ્‍લોકથી વંચિત વિસ્‍તારોને સમાવી લેવા, આરોગ્‍યલક્ષી કામગીરી કરવી, ટ્રાફીકનાં પ્રશ્‍નો હલ કરવા પોલીસની મદદ લેવી, નબળા થયેલા પેવર બ્‍લોકનાં કામ, બગીચા પ્રકરણ, ભુગર્ભ ગટરની ગુણવત્તા વિશે ઉઠેલા સવાલો, ઘરે-ઘરે બનાવેલ શૌચાલયમાં કથીત ભ્રષ્‍ટાચારની તપાસ કરાવરાવવી જેવી બાબતો સાથે અઢી વર્ષ દરમ્‍યાન આવતી ગ્રાન્‍ટનો શહેરનાં સર્વાંગી વિકાસ માટે ઉપયોગ થાય તેમ શહેરીજનો ઈચ્‍છી રહૃાાંછે.


હિટ એન્‍ડ રન : બાબરામાં અજાણ્‍યા કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા 1નું મોત

જિલ્‍લાનાં માર્ગો પર ધૂમ સ્‍ટાઈલથી દોડતા વાહનો બન્‍યા યમદૂત

હિટ એન્‍ડ રન : બાબરામાં અજાણ્‍યા કાર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા 1નું મોત

સ્‍થાનિક પોલીસે ગુન્‍હો નોંધી કાર ચાલકની શોધખોળ આદરી

બાબરા, તા.પ

બાબરામાં સવારે અમરાપરા ગામના માળી પરિવારના કૌટુંબિક કાકા ભત્રીજા પોતાનું બાઈક લઈને રાજકોટ તરફ જતા હતા ત્‍યારે અહીં આવેલ મારૂતિ હોટલ નજીક સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ મોટરકારના ચાલકે હડફેટે લઈ ગંભીર અકસ્‍માત સર્જી કાર લઈ નાસી છુટયો હતો. ઘટનાની જાણ થતા બાબરા પોલીસ ઘટના સ્‍થળે પહોંચી અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍તને 108 મારફત બાબરાના સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા અને કાર ચાલકને પકડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાબરા તાલુકાના અમરાપરા ગામમાં રહેતા કિશોરભાઈ જીવરાજભાઈ મીઠાપરા (માળી) તેમજ વિજયભાઈ પદુભાઈ ભારદીય પોતાનું બાઈક લઈ રાજકોટ તરફ કોઈ કામ સબબ જતા હતાત્‍યારે બાબરાથી ચાર કિલોમીટર દૂર મારૂતિ હોટલ નજીક સામેથી આવી રહેલ મોટરકારના ચાલકે જોરદાર ઠોકર મારી ગંભીર અકસ્‍માત સર્જી નાસી ગયો હતો. અહીં ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત કિશોરભાઈ તથા વિજયભાઈને તાત્‍કાલિક અસરથી પ્રથમ બાબરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. અહીં કિશોરભાઈ મીઠાપરાને બાબરા પોલીસ દ્વારા અકસ્‍માતનો ગુનો નોંધી કાર ચાલકને પકડવા માટે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


નાગેશ્રી બસ સ્‍ટેન્‍ડ પાસે એસ.ટી. બસની પાછળ ખાનગી બસ અથડાઈ

અમરેલી, તા. પ

અમદાવાદ ગામે રહેતાં અને એસ.ટી. બસમાં ચાલક તરીકે ફરજ બજાવતાં ખેમાભાઈ ધરમશીભાઈ રાઠોડ નામનાં 36 વર્ષિય યુવક ગઈકાલે સવારે 10 વાગ્‍યાનાં સુમારે જાફરાબાદતાલુકાનાં નાગેશ્રી ગામે બસ સ્‍ટેન્‍ડ પાસે પોતાના હવાલાવાળી એસ.ટી. બસ લઈને પસાર થતા હતા ત્‍યારે પાછળ આવી રહેલ ખાનગી લકઝરી બસ નં. જી.જે.પ બી.વી. 99પરનાં ચાલકે આગળ જતી એસ.ટી. બસની પાછળ ભટકાવી દઈ એસ.ટી.ને રૂા. 1પ હજારનું નૂકશાન કર્યાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાઈ છે.


ગીર વિસ્‍તારમાં સિંહોનો વાઈરસ ફેલાયો હોવાથી લીલીયા બૃહદ ગીરમાં સિંહોની તપાસણી કરવા માંગણી કરતા વન્‍ય મિત્ર

ગીર વિસ્‍તારમાં સિંહોનો વાઈરસ ફેલાયો હોવાથી

લીલીયા બૃહદ ગીરમાં સિંહોની તપાસણી કરવા માંગણી કરતા વન્‍ય મિત્ર

બૃહદગીરમાં આ વાઈરસને રોકવા આગોતરૂ આયોજન કરવું જરૂરી

લીલીયા, તા.પ

લીલીયા બૃહદ ગીરમાં 3પ જેટલા સિંહો કાયમી વસવાટ કરી રહયા છે. તેના ફેલાતા વાઈરસ રોકવા બૃહદગીરમાં સિંહોની તપાસણી કરી જરૂરી કાર્યવાહી કરવા સ્‍થાનિક પર્યાવરણ ક્ષેત્રમાં પાછલા ર0 વર્ષથી રાઉન્‍ડ ધ કલોક કામ કરતા મહેન્‍દ્રભાઈ ખુમાણે માંગણી કરી છે. વર્તમાન ચોમાસામાં અપુરતા વરસાદને કારણે સિંહો સહિતમાં વન્‍ય પ્રાણીઓને પીવાનું પાણી મેળવવું મુશ્‍કેલ બની રહયું છે. તેવા સમયે કૃત્રિમ પાણી પોઈન્‍ટ શરૂ કરવા પણ માંગણી કરવામાં આવી છે.


રાજુલા ગામે રહેતાં પરપ્રાંતિય યુવકને બારપટોળીનાં ર શખ્‍સોએ માર માર્યો

નોકરી ઉપર હાજર રહેવાનું કહેતાં

રાજુલા ગામે રહેતાં પરપ્રાંતિય યુવકને બારપટોળીનાં ર શખ્‍સોએ માર માર્યો

અમરેલી, તા.પ

રાજુલા ગામે રહેતાં અને મુળ આસામનાં વતની ઉત્‍પલ દુર્ગાઈ ગોસાઈ નામનાં 3પ વર્ષિય યુવકને ગાર્ડ ચેક કરવાની નોકરી હોય, જેથી તેઓ કામગીરી કરતાં હોય પરંતુ ગાર્ડ તરીકે કામ કરતાં બારપટોળી ગામે રહેતાં ઘનશ્‍યામ વણજર તથા પ્રતાપ લાખણોત્રા પોતાની નોકરી ઉપર હાજર ન રહેતાં હોય, જેથી આ બન્‍ને શખ્‍સોને નોકરી ઉપર હાજર રહેવાં સૂચના આપતા તેથી ઉશ્‍કેરાઈ જઈ અને પરપ્રાંતીય યુવકને ગાળો આપી મુંઢમાર મારી ઈજા કર્યાની ફરિયાદ પીપાવાવ પોલીસમાં નોંધાઈ છે.


ખાંભાનાં ચક્રાવાપરા ગામે આધેડ મહિલાને વાંસની લાકડી વડે માર મરાયો

અમરેલી, તા. પ

ખાંભા તાલુકાનાં ચક્રાવાપરા ગામે રહેતાં દેવબાઈબેન જીણાભાઈ સાંખટ નામનાં પ0 વર્ષિય મહિલા ગઈકાલે બપોરે પોતાના ઘરેહતા ત્‍યારે તે જ ગામે રહેતાં મુનાભાઈ કથડભાઈ ભમ્‍મર નામનાં આરોપી ત્‍યાં આવી ધણખૂંટની માંગણી કરતાં મહિલાએ ના પાડતાં આરોપીએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી વાંસની લાકડી વડે મહિલાને ઈજા કર્યાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાઈ છે.


વડીયાનાં ભુખલી સાંથળી ગામે વેપારી યુવકને રૂા. 9 લાખની ઉઘરાણી કરી ગાળો આપી

સુરત ગામેથી રૂા.19 લાખનું કાપડ ખરીદ્યુ હતું

અમરેલી, તા. પ

વડીયા તાલુકાનાં ભુખલી સાંથળી ગામનાં વતની અને હાલ સુરત ગામે રહેતાં કેતનભાઈ બાબુભાઈ વઘાસીયા નામનાં 3પ વર્ષિય વેપારીએ અગાઉ સુરત ગામે રહેતાં વિનોદભાઈ બેલડીયાનાં પુત્ર પાસેથી રૂા.19 લાખનું કાપડ ખરીદેલ હોય, જે પૈકી બાકી રહેલ રૂા.9 લાખની ઉઘરાણી અર્થે ગઈકાલે બપોરે ભુખલી સાંથળી ગામે આવી કનુભાઈ ધરમશીભાઈ માવાણી તથા વિનોદભાઈ બેલડીયા નામનાં બે શખ્‍સોએ ગાળો આપી, જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ વડીયા પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.


અમરેલીનાં ક્રિષ્‍ના પેટ્રોલ પંપ પાસે દારૂ પી જાહેરમાં છાકડાવેડા કરતાં ભાવનગરનાં પાંચ શખ્‍સો ઝડપાયા

એજયુકેટેડ વ્‍યકિતઓએ જાહેરમાં દારૂ પીધો હોય તે માનવું ભૂલ ભરેલું

અમરેલીનાં ક્રિષ્‍ના પેટ્રોલ પંપ પાસે દારૂ પી જાહેરમાં છાકડાવેડા કરતાં ભાવનગરનાં પાંચ શખ્‍સો ઝડપાયા

તમામ વ્‍યકિતએ કયાંથી દારૂ લીધો, કયાં પીધો તે તપાસનો વિષય

અમરેલી, તા.

અમરેલીનાં ક્રિષ્‍ના પેટ્રોલ પંપ નજીકથી પોલીસે પાંચ એજયુકેટેડ વ્‍યકિતઓને દારૂપીને જાહેરમાં છાકડાવેડા કરતાં ઝડપી લીધાની કામગીરી કરીને પ્રશંસાપાત્ર કાર્ય કર્યુ છે.

ઝડપાયેલ વ્‍યકિતઓમાં આશિષભાઈ સતીષભાઈ પડીયા, રે. લક્ષ્મીનગર, વૈભવભાઈ નિતીનભાઈ રે. જીઆઈડીસી ચિત્રા, ઉમેશભાઈ રજનીકાંતભાઈ કાછીયા રે. નીલ ઓર્ટમેન્‍ટ, નિરવભાઈ રમણીકલાલ ધાંગોધરીયા, રે. જગન્‍નાથ પાર્ક, અને તુષારભાઈ રસીકલાલ જોષીરે. અસ્‍ટ વિનાયક ફલેટ રે. તમામ ભાવનગર હોવાનું બહાર આવ્‍યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ ઉપરોકત તમામ શરાબીઓએ કોઈ એક જ સ્‍થળે સાથે બેસીને વિદેશી દારૂની મોજ માણી હતી. પરંતુ, કોઈ અકળ કારણોસર પોલીસે તમામ વ્‍યકિતને જાહેર માર્ગ પર દર્શાવતાં શહેરીજનોમાં વિવિધ અટકળોએ જોર પકડેલ છે.


બગસરાના પીએસઆઈ.ની બદલીનાં વિરોધમાં શહેર સજજડ બંધ

સમગ્ર બગસરા પંથકમાં કાયદો અને વ્‍યવસ્‍થા મજબુત બનાવનાર

બગસરાના પીએસઆઈ.ની બદલીનાં વિરોધમાં શહેર સજજડ બંધ

શહેરની અનેક સામાજિક અને સેવાકીય સંસ્‍થાઓ અને સરપંચો બંધમાં જોડાયા

પીએસઆઈ મોરીએ ટૂંકા દિવસોમાં જ બગસરાની જનતાનાં હૃદયમાં સ્‍થાન મેળવી લીધું

બગસરા,

બગસરામાં ટૂંક સમયમાં જ કથળી ગયેલ કાયદો વ્‍યવસ્‍થાને મજબુત બનાવી અસામાજિક તત્‍વો સામે લાલ આંખ કરી બગસરા વિસ્‍તારમાં લોકચાહનાં મેળવનાર પીએસઆઈની બદલી બંધ રખાવવા ગઈકાલે સરકીટ હાઉસ ખાતે મળેલ મીટીંગ બાદ આજે બગસરાએ બંધ પાળી બદલી રોકવા ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરવામાં    આવેલ છે.

વિગત અનુસાર ઘણા વર્ષો બાદ બગસરાને કડક અને નોન કરપ્‍ટેડની છાપ ધરાવતા પીએસઆઈ મોરીની નિમણૂંક થતાં જ અસામાજિક તત્‍વો ભો-ભીતર થઈ જતાં લોકોએ હાશકારો અનુભવેલ.

પરંતુ જિલ્‍લા પોલીસ વડા ઘ્‍વારા પીએસઆઈની આંતરીક બદલીનાં ઘાણવામાં બગસરાનાં પીએસઆઈનું નામ સંભળાતા શહેરની સામાજિક સંસ્‍થાઓ, ચેમ્‍બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, કિરાણા એસોસીએશન તેમજ આજુબાજુનાં ગ્રામ્‍ય વિસ્‍તારોનાં સરપંચોની બેઠક ગઈકાલે સરકીટ હાઉસ ખાતે મળેલ અને બદલી બંધ રાખવાની માંગ સાથે જિલ્‍લા પોલીસ વડાને લેખિત રજુઆત કરેલ. અને આજે આ તમામ સંસ્‍થાઓ તેમજઆગેવાનો બગસરા બંધમાં જોડાયેલ અને આવનારા નવરાત્રી તેમજ દિવાળીનાં પર્વ શાંતિથી પસાર થાય તે માટે બદલીનાં વિરોધ સાથે વેપારીઓએ પણ સ્‍વયંભુ બંધ પાળી સમર્થન આપેલ અને જણાવેલ કે જો બદલી બંધ નહી રહે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્‍ચારેલ.


અમરેલી પંથકમાં મીની વાવાઝોડા સાથે પડેલ વરસાદનાં કારણે અનેક જગ્‍યાએ વૃક્ષનો સોથ વળી ગયો

કડાકા-ભડાકાનાં કારણે વીજતંત્રને ભારે નુકશાન થયું

અમરેલી, તા. પ

અમરેલી તથા આજુબાજુનાં વિસ્‍તારમાં ગઈકાલે સાંજનાં સમયે વીજળીનાં કડાકા- ભડાકા અને પવન સાથે ખાબકેલા વરસાદનાં કારણે અમરેલી શહેર તથા આજુબાજુનાં વિસ્‍તારમાં અનેક જગ્‍યાએ પવન પતાની જેમ વૃક્ષોનો સોંથ નિકળી ગયો હતો. આવા વૃક્ષો વીજવાયર ઉપર પડતાં શહેરભરમાં વીજળી ગુલ થઈ જવા પામી હતી.પરંતુ વીજ કંપનીનાં અધિકારીઓ તથા કર્મચારીઓ મોડી રાત્રી સુધી સતત કામગીરી કરી શહેરભરનાં મોડી રાત્રીનાં વીજપુરવઠો પૂર્વવત કર્યો હતો.

અમરેલી શહેરનાં ચિતલ રોડ ઉપર અનેક વૃક્ષો, વરસડા રોડ ઉપરતથા કોલેજ કેમ્‍પસ તથા માચીયાળા ગામ નજીક નાના મોટા વૃક્ષો ભારે પવનનાં કારણે ધરાશયી થયા હતા.

જયારે પવન અને વરસાદનાં કારણે અનેક વાહન ચાલકો પાણીમાં ફસાયા હતા. તો નિંચાણ     વાળા વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો મુશ્‍કેલીમાં મુકાયા હતા.


અમરેલીમાં મતદાર યાદી ઝુંબેશરૂપે સાયકલ યાત્રા યોજાઈ

મોંઘવારીના યુગમાં સૌ કોઈને પોશાય તેવી સાયકલને પ્રોત્‍સાહન મળવુ શરૂ

અમરેલીમાં મતદાર યાદી ઝુંબેશરૂપે સાયકલ યાત્રા યોજાઈ

પેટ્રોલ-ડીઝલનાં ભાવો અને શરીરનાં અનેકવિધ રોગથી બચવા સાયકલીંગ શ્રેષ્ઠ વિકલ્‍પ

અમરેલી, તા. પ

ભારતનાં ચૂંટણીપંચ ર્ેારા મતદાર યાદીખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ-ર019 જાહેર કરવામાં         આવ્‍યો છે.

તાજેતરમાં મતદારયાદી ખાસ ઝૂંબેશ યોજવામાં આવી હતી. મતદાર જાગૃતિ ઝૂંબેશનાં ભાગરૂપે જિલ્‍લા ચૂંટણી અધિકારી ર્ેારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

નિવાસી અધિક કલેકટર, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, ચૂંટણી શાખા અને સંબંધિત કચેરીઓના અધિકારી-કર્મચારીઓ સહિત અમરેલી શહેરનાં 1પ0 સાયકલચાલકોએ રેલીમાં ભાગ લીધો હતો.

મતદાર જાગૃતિ સાયકલ રેલીમાં અવધ રેસીડન્‍સી યુથ કલબ-અમરેલીના ડોકટર્સ અને જેસીંગપરા સહિતના વિસ્‍તારોના નાગરિકોએ રેલીમાં ભાગ લઈ મતદારોને જાગૃત કરવા પ્રયાસો કર્યા હતા.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, તા.7 ઓકટોબર-ર018ના (રવિવાર)ના રોજ મતદારયાદીની ખાસ ઝૂંબેશ રાખવામાં આવી છે. તમામ મથકો પર બીએલઓ સવારે 10 થી સાંજે પ દરમિયાન હક્ક-દાવા (ફોર્મ નં.6, 7, 8 તથા 8-ક) સ્‍વીકારવામાં આવશે.

નિયત ફોર્મ રજૂ કરી પોતાનું નામ મતદાર યાદીમાં નોંધવવા અનુરોધ કરવામાં આવ્‍યો છે. લાયકાત ધરાવતા નાગરિકોએ આ કાર્યક્રમની નોંધ લેવા, તેમ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં     આવ્‍યું છે.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે આજના આધુનિક યુગમાં સૌ કોઈ સમયનીમારામારીમાં સાયકલને ભૂલીને ટુ-વ્‍હીલર અને કારમાં ફરી રહૃાા છે. જેથી, શરીરમાં કસરતનાં અભાવે અનેક રોગ ઘર કરી ચૂકયા છે, તેવા સમયે હવે સૌ સાયકલીંગ તરફ પાછા વળે તો ખિસ્‍સા અને શરીરને બન્‍નેમાં રાહત થઈ શકે તેમ છે. અને સાયકલ ચલાવી એ ગરીબી કે મજબુરીનું પ્રતિક નહી બલ્‍કે પ્રેરણાદાયી કાર્ય માનવું જરૂરી બન્‍યું છે. અને સાયકલ ચલાવી શકે તે વ્‍યકિત જ સાચો નાગરિક હોવાનું સૌ કોઈએ સ્‍વીકારવું પડશે તે સમયની માંગ છે.


રાજુલાનાં નેશનલ હાઈ-વે માટે આપેલ રૂપિયા કોણ જમી ગયું ? : સ્‍થાનિક આગેવાનોનો વેધક પ્રશ્‍ન

રાજુલા, તા. પ

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના ચારનાળાથી વિકટર સુધીનો રોડ એએપી કંપનીને કોન્‍ટ્રાકટ આપવામાં આવ્‍યો છે જયાં સુધી આ રોડ ન થાય ત્‍યાં સુધી મરામત માટે સાડા ત્રણ કરોડ ફાળવ્‍યા છે. પરંતુ આ કંની ર્ેારા હાલ માત્ર દસ ટકા કામ થયું છે. આ કંપની છેલ્‍લા ચાર મહિનાથી એક પણ રસ્‍તાનું રીપેરીંગ કર્યુ નથી જેને કારણે રાહદારીઓ મુશ્‍કેલીમાં મુકાય છે. રસ્‍તામાં ઠેર ઠેર ગાબડાઓ છે મોટા મોટા પથરાઓ પડયા છે.

આજથી ચાર માસ પહેલા આ કોન્‍ટ્રાકટરે ડાયવર્જન ન બતાવ્‍યો હોવાથી 9 ના મોત થયા હતા તેના કારણે આ કોન્‍ટ્રાકટર એક મહિનો જેલમાં રહૃાા હતા જેમાં આની ઘોર બેદરકારી હતી આજે આ પ્રશ્‍ને પટેલ સમાજનાં આગેવાન ડે. કલેકટરને પત્ર પાઠવી આ કોન્‍ટ્રાકટર સામે રસ્‍તો રીપેર ન કરે તો ખાતાકીય પગલા આ કામગીરી બ્‍લેક લિસ્‍ટમાં મુકવામા માંગણી કરી છે.

આ અંગે તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેન હાલ નેશનલ હાઈવેની કામગીરી ગોકળગતિએ છે તે શરુ નહિ કરાય તો રાજુલા તાલુકાનાં અનેક લોકો હેરાન પરેશાન થશે આ અંગે કિસાન સંઘ આગેવાને જણાવ્‍યું કે આ રોડ માટી નાખવાથી ચોમાસામાં ફૂટ ફૂટના ખાડાપડયા છે. જેના લીધે રાહદારીઓ વાહનચાલકો હેરાન પરેશાન છે, તેમજ આજુબાજુના ખેડૂતોને પાકમાં ભારે નુકશાની છે. ત્‍યારે આ વિસ્‍તારમાં ભાવનગરથી વેરાવળ સુધીનાં નેશનલ હાઈવેનાં કોન્‍ટ્રાકટની ઘોર બેદરકારીથી તેવો સવાલ આમ જન્‍મતામાંથી ઉઠયો છે. ટૂંક સમયમાં આ કંપની હીંડોરણાથી ફૂટ ફૂટના ખાડા નહિ બુરે તો સ્‍વયંભૂ આંદોલન કરવાની ચીમકી ટ્રાન્‍સપોર્ટ વાળા આપી રહૃાા છે.


લ્‍યો બોલો : વન વિભાગને સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં પણ વાંધો

ખાંભા, તા.પ

દલખાણીયા રેન્‍જમાં સિંહોના થયેલ મોત બાદ સિંહ પ્રેમીઓ દ્વારા સાસણ ખાતે રખાયેલ શ્રઘ્‍ધાંજલિ કાર્યક્રમમાં વન વિભાગે અટકાવતા રોષ ઉભો થયો.

વેરાવળના જાગૃત પ્રકૃતિ પ્રેમી રજાકભાઈ બ્‍લોચ દ્વારા ગીરમાં એકી સાથે ર3 સિંહોનામોત-કમોતના બનાવ બાદ સિંહોના આત્‍માની શાંતિ માટે અને સિંહોની સુરક્ષા માટે હિન્‍દુ વિધિ પ્રમાણે હવન તથા મુસ્‍લિમ વિધિ માટે કુરાનની આયાતનો કાર્યક્રમનું અગાઉથી વન વિભાગને જાણ કરતો પત્ર લખી તા.4/10ના રોજ આયોજન કરવામાં આવેલ.

જે અન્‍વયે સિંહ સદન નજીક મંડપ પણ નાખી દેવામાં આવેલ છતાં વન વિભાગે પોતાનું પાપ છુપાવવા રાતોરાત મંડપ કઢાવી નાખતા આયોજક દ્વારા સિંહના ફોટા સાથે વિસાવદરના ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયાની આગેવાનીમાં રામ ધૂન સાથે રેલી કાઢી જાહેર રોડ ઉપર સાસણ વન વિભાગની દિવાલ નજીક સિંહનો ફોટો રાખી મંત્રોચ્‍ચાર સાથે કુરાનની આયાત પઢી સિંહોના આત્‍માની શાંતિ માટે અને સુરક્ષા માટે કાર્યક્રમ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય ભગાભાઈ બારડ, ભીખુભાઈ બાંટાવાળા, રજાકભાઈ બ્‍લોચ, અફઝલ પટણી, ધર્મેશ જેઠવા, સુરેશ મકવાણા, ભરત રાઠોડ, મહેશ કામળીયા, પરશોતમ આંબલીયા સહિત વિશાળ સંખ્‍યામાં સ્‍થાનિક તથા બહારથી આવેલ સિંહ પ્રેમીઓ ઉપસ્‍થિત રહેલ.


ભાકોદર ગામમાંથી સ્‍વાન એલ.એન.જી. કંપની હટાવવા બેઠક યોજાઈ

               ભાકોદર ગામ માટે કોઈ પણ બાબતમાં ઉપયોગી નથી તેમ છતા ગામનું ગૌચરણ વાળીને ગામજનો સામે તંત્રનો બળ પ્રયોગ કરતી સ્‍વાન એલ.એન.જી. કંપનીને હટાવવા માટે છેલ્‍લા એક માસથી ચાલતા આંદોલનને ગુજરાત જનચેતના પાર્ટીના મનુભાઈ ચાવડાનું ખુલ્‍લુ સમર્થન હોઈ આ આંદોલનમાં પ્રતીક ધરણા યોજવા અનેક વાર મંજૂરી માટે લેખિત અરજી છતા તંત્ર કંપની તરફેણમાં મંજૂરી આપતું નથી. તેથી ગામજનોની હિંમત અને લડત મકકમ બને એ હેતુ જીજેપી રા. મહામંત્રી અશોકભાઈ ભાલીયા, સામાજિક અગ્રણી મુકેશભાઈ કાંબડ, જીજેપી અમરેલી જિલ્‍લા પ્રમુખ ભાણાભાઈ ગુજરીયા, યુવા અગ્રણી અજયભાઈ શિયાળ, વરાહ સ્‍વરૂપ પત્રકાર ભરતભાઈ સહિત ખૂબ મોટી સંખ્‍યામાં ગામજનોની મિટીંગ મળી હતી. અશોકભાઈ ભાલીયાએ ગામની એકતા, આંદોલનની તાકાત, ન્‍યાયની સંભાવના સાથે મકકમ મનોબળ રાખી આંદોલનનું નેતૃત્‍વ કરતાં આગેવાનો પર ભરોસો રાખી લડત મજબૂત રીતે ચાલુ રાખવા હાંકલ કરી હતી. વીકટરના અજયભાઈ શિયાળે આક્રોશ સાથે ભાકોદરની લડત યોગ્‍ય છે માટે લડતને સફળતા     મળવાનોગામજનોને આશાવાદ રાખવા જણાવ્‍યું હતું. ભરતભાઈએ જમીન સર્વે મુદે સરકારી તંત્રની પોલ છતી કરી. માજી સરપંચ મેઘાદાદા, પાંચાભાઈ, રામજીભાઈ, બચુભાઈ વગેરેએ લડત સંબંધી ગામહિતની વાત કરી. ખૂબ મોટી સંખ્‍યામાં ગામજનોએ ઉપસ્‍થિત રહી સ્‍વાન કંપની હટાવવા નિર્ધાર કર્યો હતો.


06-10-2018