Main Menu

Friday, October 5th, 2018

 

સિંહોનાં રહસ્‍યમય મોતની તપાસ સીબીઆઈને સોંપી દો : જિલ્‍લાનાં સિંહપ્રેમીઓમાં માંગ ઉભી થઈ

સમગ્ર જિલ્‍લાનાં સિંહપ્રેમીઓમાં માંગ ઉભી થઈ

સિંહોનાં રહસ્‍યમય મોતની તપાસ સીબીઆઈને સોંપી દો

ઈનફાઈટ અને વાયરસનું ગાણું ગાઈને સત્‍ય હકીકતોને છુપાવવાનો પ્રયાસ થઈ રહૃાો છે

મુખ્‍યમંત્રીએ તાકીદે સીબીઆઈ તપાસનો આદેશ કરવો જરૂરી

અમરેલી, તા. 4

પ્રાપ્‍ત વિગત અનુસાર ધારી ગીર પૂર્વના કરમદડી રાઉન્‍ડમાં ગત તા. 1ર/8/18થી સિંહોના રહસ્‍મય મોતનો સીલસીલો ચાલું થયો હતો તે આજદિન સુધી અટકવાનું નામ લેતાો નથી. અત્‍યાર સુધી એક જ રેન્‍જનાં વિસ્‍તારમાંથી ર3 જેટલા સિંહના મોત રહસ્‍મય સંજોગોમાં થયેલા છે. નવાઈની વાત તો એ છે કે, મોટાભાગના સિંહોના મૃતદેહો મારણ નાખેલ અને મારણ કરેલા પશુઓની બાજુમાંથી જ મળી આવ્‍યા હતા. તેમ છતાં એકેય મારણનો નમુનો એફએસએલ કે પુના ખાતેના લેબમાં મોકલાવેલ નથી. અને આટલા બધા સિંહો રહસ્‍મય રીતે મોતને ભેટયા છે છતાં હજુ સુધી આ બાબતે એકપણ એફઆઈઆર નોંધવામાં આવેલ નથી. આ બાબત જ ઘોરબેદરકારી દર્શાવે છે.

મારણનો નમૂનો જ એફએસએલમાં મોકલેલ નથી અને મારણને જ સગેવગે કરી નાખેલ છે. તો પછી સાચુંકારણ કેવી રીતે બહાર આવે ? ગત તા. 1ર/8/18થી સિંહોના મોતનો સીલસીલો શરૂ થયો ત્‍યારથી જ વનવિભાગ ઈનફાઈટ અને વારયસનું ગાણું ગાઈ રહેલ છે. શું એક જ કરમદડી રાઉન્‍ડમાં જ વાયરસ આવે તો બીજે કેમ ન આવે ? એક જ ગૃપના બીજા સિંહો તો તંદુરસ્‍ત છે તો એમને વાયરસ કેમ નહિ ? મારણ ખાદ્યા પછી જ વાયરસ કેમ આવ્‍યો ? મારણને સગેવગે કેમ કરી નાંખ્‍યા ? એફએસએલમાં મારણના નમૂના કેમ ન મોકલવામાં આવ્‍યા ? પુરાવાનો શા માટે નાશ કરવામાં આવ્‍યો ? આવા અનેક પ્રકારના સવાલો ગીર પંથકના પ્રજાજનો અને પ્રકૃતિપ્રેમીઓમાં .ભા થઈ રહૃાાં છે.

એક રીપોર્ટ મુજબ એવું કહેવામાં આવ્‍યું છે કે, આફ્રિકાના ટાન્‍ઝાનીયામાં 1994માં આવો વાયરસ જોવા મળ્‍યો હતો. તે વખતે 1000 જેટલા સિંહોના મોત થયા હતા. તે વાયરસ જંગલી કૂતરામાંથી આવ્‍યો હતો એવું કહેવાય હૃાું છે. પરંતુ કરમદડી રાઉન્‍ડમાં જે સિંહો મૃત્‍યુ પામ્‍યા છે ત્‍યાં તો કોઈપણ પ્રકારના જંગલી કૂતરા રહેતા નથી અને જે જગ્‍યાએ સિંહો વધુ મૃત્‍યુ પામ્‍યા છે ત્‍યાં જ વનવિભાગ ઘ્‍વારા બહારથી વાહનમાં ભરી ભરીને મારણ લઈને નાખતા હતા તો તેની તપાસ કેમ નહિ ?

સમગ્ર તપાસને વાયરસના એક જ એન્‍ગલથી શા માટે જોવામાં આવે છે ? સ્‍થાનિક વન વિભાગ અને લોકો વચ્‍ચે અવારનવાર ઘર્ષણના બનાવોબનવા પામેલા છે તે જગજાહેર છે. તો કોઈ વ્‍યકિતઓએ બદલો લેવાની ભાવનાથી પણ સિંહો સાથે દગો કર્યો હોય તે એન્‍ગલથી પણ તપાસ કરવી જોઈએ. ઘણાં ઝેર એવા હોય છે કે તેની લાંબાગાળે અસર થતી હોય છે અને રીપોર્ટમાં પણ તે સહેલાઈથી પકડાતું નથી. તો આ બાબત પણ વનવિભાગ ગંભરીતાથી કેમ લેતું નથી.

આ સમગ્ર મામલે ભીનું સંકેલવા અને આખી તપાસને અવળે માર્ગે દોરવા માટે, પાપને છુપાવવા માટે અમુક ખાસ અધિકારીઓની ટીમ બોલાવીને આખે આખો મામલો ઈનફાઈટ અને વાયરસનું કારણ આગળ ધરી દબાવી દેવાની પુરી કોશીષ થઈ રહી છે. સ્‍થાનિક અધિકારીના એક ખાસ મળતીયા ઉચ્‍ચ અધિકારીને બોલાવી એનીમલ કેર સેન્‍ટરમાં મોનીટરીંગમાં રાખવામાં આવેલ છે. તે જ શંકાના દાયરામાં આવે છે. સ્‍થાનિક અધિકારીને કોઈપણ પ્રકારના છાંટા ન ઉડે તેવા ભરપુર પ્રયાસો થઈ રહૃાા છે.

આ સમગ્ર મામલાની તપાસ સચોટ રીતે થાય અને સ્‍થાનિક અધિકારીના મળતીયાઓની ટીમ પાસેથી તપાસ લઈ લેવામાં આવે અને સીબીઆઈ ઘ્‍વારા નિષ્‍પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક પ્રકારના રહસ્‍યો બહાર આવે તેમ છે. એવી માંગ સિંહપ્રેમીઓમાં ઉઠવા પામેલ છે.


ધારીની બજારો આગામી મંગળવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો

બજરંગ ગૃપ ર્ેારા અપાયું બંધનું એલાન

ધારીની બજારો આગામી મંગળવારે બંધ રાખવાનો નિર્ણય કરાયો

સિંહોનાં મોત મામલે રોષનો માહોલ

ધારી, તા. 4

ધારી નજીકની સરસીયા વિડીમાં તથા અન્‍ય સ્‍થળોએ સિંહોનાં મોત થયા હતા જેના ઘેરા પડઘા પડયા છે. અને આ મામલે ધારીની સમાજ સેવી સંસ્‍થા મેદાને ઉતરી છે. મંગળવારે ગામ બંધનું એલાન તથા ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્‍જમાં ઈન્‍ફેકશન, વાયરસ સહિતનાં આકસ્‍મીક રીતે ર3-ર3 સિંહો મોતને ભેટયા હતા અને આજુ બાજુનાં પણ 30 જેટલા સિંહોને રેસ્‍કયુ કરી ઓબ્‍ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્‍યા છે. તેમજ અમેરિકાથી વેકસીન મંગાવવામાં આવી છે. જેસંભવત આજે આવવાની શકયતા છે

ધારી ગીરના જંગલમાં આટલા સિંહોના એક સાથે કયારેય મોત થયા નથી. ટપોટપ સિંહોના મોતથી ધારી સહિતનાં ગીરકાંઠાનાં ગામો તથા સમગ્ર રાજયનાં લોકો ભારે દુઃખી થયા છે અને હજુ પણ સિંહો પર મોનો ખતરો મંડરાઈ રહૃાો છે, ત્‍યારે આ મામલે ધારીની સમાજ સેવી સંસ્‍થા બજરંગ ગૃપ ર્ેારા યોગીજી ચોક ખાતે જાહેરમાં બોર્ડ લગાવી મંગળવારે ગામ બંધનું એલાન આપી સાથોસાથ પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવશે તેમ દર્શાવાયુ છે. બજરંગ ગૃપનાં પ્રમુખ પરેશભાઈ પટ્ટણીનાં જણાવ્‍યા અનુસાર ધારી નજીક ર3-ર3 સિંહોનાં મોત થયા હોય તેની આત્‍માની શાંતિ માટે તથા ભવિષ્‍યમાં આવા બનાવ બનતા અટકે તે જરૂરી છે. ધારી ગામની સાથે આજુ-બાજુનાં ગામો પણ બંધમાં જોડાશે તેમ તેઓએ જણાવ્‍યું હતું.


વન વિસ્‍તારમાં ચાલતા ગેરકાયદેસર લાયન શો પણ સિંહનાં મોત માટે જવાબદાર

વન વિસ્‍તારમાં ચાલતા ગેરકાયદેસર લાયન શો પણ સિંહનાં મોત માટે જવાબદાર

સિંહોનાં મોતની તપાસ યોગ્‍ય દિશામાં ચાલતી નથી

અમરેલી, તા.4

ગીર ધારી જંગલ વિસ્‍તારમાં વસતાં એશીયાટીક સિંહોએ ગુજરાતની ઓળખ અને ગૌરવ છે. સિંહોને માજવસર્જીત દુર્ઘટનામાં ગુમાવવા પડે તે વ્‍યાજબી નથી.છેલ્‍લાં એક માસમાં ર3થી વધુ સિંહોના મોત થયાં છે. મૃત્‍યુ પામેલા સિંહોમાં વયસ્‍ક સિંહો પણ હતા એટલે કે ઉંમરના લીધે મૃત્‍યુ થયાં નથી. વન વિભાગ આવા સિંહોના મૃત્‍યુનું મનઘડત કારણ ઈન ફાઈટ બતાવીને મૂળ કારણને રફેદફે કરવા માંગતુ હોઈ તેમ જણાય છે. સિંહોની રખેવાળી માટે જે કામગીરી થવી જાઈએ તે થઈ નથી કેમ કે સિંહોને જુદા-જુદા પ્રકારના વાઈરસ જેવા કે ફેનાઈન પરવો, કેનાઈન ડીસ્‍ટેમ્‍પર, ઈમ્‍યુનો ડીફેશ્‍ચ્‍નીશ વગેરેથી સિંહ સિંહણના શ્‍વાસ            નળી-ફેફસા અને લીવરને નુકશાન થતું હોવા છતાં વન તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કે પગલાં લેવામાં આવ્‍યા નથી.

સિંહોના મૃત્‍યુ કુદરતી પ્રક્રિયા સિવાય ન થાય તે માટે લગભગ વર્ષ ર007માં સિંહો પર એક સંશોધન કરવામાં આવ્‍યું હતું કે ભવિષ્‍યમાં સિંહોમાં કોઈ ગંભીર બિમારી આવે તો શું કરવું? પરંતુ તેમ છતાં આજદિન સુધી સિંહોને ડાયેરીયા, તાવ, લોહીવાળા ઝાડા થાય, શરદી, ભૂન ન લાગવી કે રોગ પ્રતિકારક શકિત ઘટી જવી વગેરે બિમારીઓ માટે વન વિભાગ પાસે આધુનિક ટેકનોલોજી અને સાધનોથી સજજ લેબ હોવી જોઈએ તે નથી. પરીણામે સમયસર નિદાનો થતાં નથી. યોગ્‍ય દેખરેખ રખાતી નથી અને તેના કારણે એકીસાથે મોટી સંખ્‍યામાં સિંહોના મૃત્‍યુ થયા છે.

સિંહોને ઉશ્‍કેરવામાં ન આવેતો કયારેય માનવજાત ઉપર હુમલો કરતા નથી. ગીર જંગલમાં નેસડામાં વસતાં માલધારીઓ સિંહોના પ્રોત્‍સાહક અને પાલક હતા તે માલધારીઓને અભ્‍યારણ્‍યની બહાર કરાયા છે તેના કારણે સિંહો ખોરાક-પાણીની શોધમાં જંગલ વિસ્‍તારની બહાર વિહાર કરતા થઈ ગયા છે. મુળ ગીરમાં સિંહોની સંખ્‍યા કરતાં ગીર બોર્ડરના બહારના રેવન્‍યુ વિસ્‍તારમાં સિંહોની સંખ્‍યા

વધારે છે.

બિનકાયદેસર સિંહ દર્શનનો એક મોટો વ્‍યવસાય ચાલે છે. જેમાં વન વિભાગ ખુદ સામેલ છે. સિંહ દર્શન માટે અપાતાં માંસાહાર વખતે તેમાં રસાયણો નાખીને સિંહોને અર્ધબેભાન અવસ્‍થામાં આવે તેવું કરવામાંઆવે છે તેના કારણે સિંહ દર્શન નજીકથી થઈ શકે અને તેના માટે એક વ્‍યકિતઓના ગૃપ દિઠ પ થી 10 હજાર રૂપિયા જેવી રકમ લેવામાં આવે છે. ભૂતકાળમાં સિંહોને રજાંડતા અને મુરઘી બતાવી પરેશાન કરતાં વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગના સત્તાધિશો હરકતમાં આવ્‍યા હતા.

વિશ્‍વમાં એશીયાઈ પ્રજાતિના સિંહોનુ છેલ્‍લું વતન ગીર છે. તે વન વિભાગની બેદરકારીથી લુપ્‍ત થઈ જાઈ તેવી ભીતિ સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને ગુજરાતીઓ સેવી રભ છે કેમ કે હું બહુ જ ગંભીરતાપૂર્વક માનું છું કે રાજય સરકાર દ્વારા સમયસર પગલાં લેવામાં આવ્‍યા હોત અને વન વિભાગ દ્વારા સિંહોની પરીસ્‍થિતીના સમયસર રીવ્‍યુલેવાયા હોત તો ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્‍ટ્રની ઓળખસમા સિંહોના મોટી સંખ્‍યામાં એકીસાથે મૃત્‍યુના મુખમાં જતા બચાવી શકાયા હોત.

સિંહોના અકુદરતી મૃત્‍યુ બાબતે, વન વિભાગની બેદરકારી બાબતે તેમજ ભવિષ્‍યમાં આવા બનાવ ન બને તે માટે વન્‍યજીવના નિષ્‍ણાંતોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરાવી બેજવાબદાર વન અધિકારીઓ સામે કડક પગલાં લેવા અને ગુજરાતના ગૌરવને બચાવી લેવા માટે જરૂરી કાર્યવાહી કરવા ઉનાનાં કોંગી ધારાસભ્‍ય પુંજાભાઈ વંશે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને માંગ કરી છે.


સમઢીયાળા ગામે ખુલ્‍લા મકાનમાંથી દાગીના, રોકડ મળી 1.76 લાખની ચોરી

ચોરીનો ભેદ ઉકેલવા પીપાવાવ પોલીસે તપાસ આદરી

અમરેલી, તા. 4

રાજુલા તાલુકાનાં સમઢીયાળા ગામે રહેતાં ભાવનાબેન નાગજીભાઈ સરવૈયા નામનાં 4પ વર્ષિય મહિલાનાં ખુલ્‍લા ઘરમાં ગત તા.3 નાં રોજ વહેલી સવારે 4 વાગ્‍યાનાં સુમારે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ પ્રવેશ કરી ડબ્‍બામાં રાખેલ સોનાની વીટી-પ, કિંમત રૂા.40 હજાર, સોનાનો ચેઈન-1 કિંમત રૂા.36હજાર, ચાંદીની ઝાંઝરી જોડી-6 કિંમત રૂા.60 હજાર, ચાંદીની સાંઢડી-1 કિંમત રૂા.રપ00 તથા રોકડ રકમ રૂા.30 હજાર, મોબાઈલ ફોન-1 કિંમત રૂા.7990 મળી કુલ રૂા.1.76,490નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાવતાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.


સાવરકુંડલા પંથકને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા માંગ : ધારાસભ્‍યની ગેરહાજરીમાં ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્‍યું

સ્‍થાનિક ધારાસભ્‍યની ગેરહાજરીમાં ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્‍યું

સાવરકુંડલા પંથકને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા માંગ

સમગ્ર પંથકમાં મગફળી, કપાસ, તલ વિગેરે પાક પાણી વિના નાશ પામતાં ખેડૂતો ચિંતાતુર

સહકારી અગ્રણી માલાણીની આગેવાનીમાં મોટી સંખ્‍યામાં ખેડૂતો અને સરપંચો ઉપસ્‍થિતરહૃાા

સાવરકુંડલા, તા. 4

વરસાદને અભાવે દુષ્‍કાળના ડાકલા અમરેલી જીલ્‍લામાં વાગી રહૃાા છે. ત્‍યારે સાવરકુંડલા તાલુકાના પ0 ઉપરાંતના ગામડાઓના સરપંચો અને પપ ગ્રામ્‍ય વિસ્‍તારની સહકારી મંડળીઓનાં પ્રમુખ, મંત્રીઓ ઘ્‍વારા સાવરકુંડલાના એપીએમસી ખાતે સહકારી આગેવાન દીપક માલાણીની આગેવાનીમાં સાવરકુંડલા તાલુકામાં ઓછા વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહૃાો છે. ઘાસચારાની તકલીફ ઉભી થઈ છે. ત્‍યારે સાવરકુંડલામાં ખેડૂતોએ લીધેલ દેવાઓ ભરવાની ક્ષમતા દુષ્‍કાળગ્રસ્‍ત હોવાને કારણે ખેડૂતોને મુશ્‍કેલી ઉભી થઈ હોવાથી ભાજપ-કોંગ્રેસનાં આગેવાનોએ જય જવાન જય કિસાનના નારા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રાજયની સરકાર સમક્ષ સાવરકુંડલા તાલુકાને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવાની માંગ ઉભી કરી છે.

કારણ કે જુલાઈ મહિનામાં એકી સાથે8-10 ઈંચ વરસાદના એક રાઉન્‍ડમાં બધો વરસાદ પડેલ છે અને વરસાદનો બીજો રાઉન્‍ડ આવેલ નથી. જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ ખરીફ પાક જેવો કે મગફળી, કપાસ, તલ વિગેરે નાશ પામેલ છે અને પ0 કરતા વધુ દિવસથી વરસાદ ન મળવાથી વાવેતર કરેલ પાકો વરસાદના અભાવે મુરઝાઈને નાશ પામેલ છે. અને હવે વરસાદ આવે તો પણ મુરઝાયેલ ખરીફ પાકમાં કોઈ ઉત્‍પાદન આવે તમ નથી. કારણ કે પાકનીકુદરતી અવસ્‍થાનો ક્રમ જતો રહૃાો છે. આના કારણે અત્‍યારે ખેડૂતો ઘાસચારો, પાણી અને આર્થિક મુશ્‍કેલી ભોગવી રહૃાા છે. જેથી તાત્‍કાલીક અસરથી આ તાલુકાને દુષ્‍કાળગ્રસ્‍ત (અસરગ્રસ્‍ત) જાહેર કરવા આવેદનપત્ર પાઠવીને માંગણી કરવામાં આવી હતી.

ગ્રામ્‍ય વિસ્‍તારને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવાની માંગ સ્‍થાનિક ધારાસભ્‍યની ગેરહાજરીમાં સહકારી આગેવાને કરી હતી. ત્‍યારે સહકારી આગેવાન દિપક માલાણીએ હૈયા વરાળ ઠાલવતા સ્‍થાનિક ધારાસભ્‍ય પર પણ પ્રહારો કર્યા હતા. સાથે ભાજપના પીઢ સહકારી અગ્રણી મનજીબાપા તલાવીયા, શિવરાજભાઈ ખુમાણ (સરપંચ હાથસણી), ચેતન માલાણી (સરપંચ ખડસલી), અરશીભાઈ શ્‍યોરા (સરપંચ ભેંકરા) સહિત 70 ગામના સરપંચો અને પપ સહકારી મંડળીઓના પ્રમુખોએ મામલતદારને દુષ્‍કાળ ગ્રસ્‍ત જાહેર કરવાની માંગ કરી હતી.


જિલ્‍લા પોલીસ વડા દ્વારા જિલ્‍લાનાં 8 જેટલા પોલીસ સબ ઈન્‍સ્‍પેકટરની કરી અરસ-પરસ બદલી

અમરેલી, તા.4

અમરેલી પોલીસ વડા નિર્લિપ્‍ત રાય દ્વારા સાંજે જિલ્‍લાના આઠ જેટલાં પી.એસ.આઈ.ની અરસ- પરસ બદલી કરવામાં આવી છે.

બગસરાના પી.એસ.આઈ. એમ.એ. મોરીને અમરેલી સીટીમાં, સાવરકુંડલા રૂરલ પી.એસ.આઈ. ડી.કે.  સરવૈયાને બગસરા ખાતે મુકાયા છે. ચલાલા પી.એસ.આઈ. બી.વી. બોરીસાગર સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન ખાતે, મરીન પીપાવાવના વી.એલ. પરમાર ચલાલા ખાતે, અમરેલી મહિલા પોલીસ સ્‍ટેશનનાં એમ.એસ. ગોહેલને સાવરકુંડલા ટાઉનમાં અને સીટી  પોલીસ સ્‍ટેશનના જે.એલ. ઝાલાને અમરેલી તાલુકા પોલીસમાં, જયારે તાલુકા પોલીસ સ્‍ટેશનના જે.પી. જાડેજાને જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેશનમાં તથા જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. આર.યુ.ધામાને મરીન પીપાવાવ પોલીસ સ્‍ટેશનમાં નિમણુંક કરવામાં આવેલ છે.


લાઠીમાં જાનબાઈ દેરડી ગામનાં દુષ્‍કર્મ કેસનાં આરોપીને 10 વર્ષની સજાનો હુકમ કરાયો : સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટે આકરી સજા ફટકારી

ભાઈને મારી નાંખવાની ધમકી આપી તરૂણી સાથે કર્યુ હતું દુષ્‍કર્મ

લાઠીમાં જાનબાઈ દેરડી ગામનાં દુષ્‍કર્મ કેસનાં આરોપીને 10 વર્ષની સજાનો હુકમ કરાયો

સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટે આકરી સજા ફટકારી

અમરેલી, તા. 4

લાઠી તાલુકાનાં જાનબાઈ દેરડી ગામે રહેતાં એક રત્‍ન કલાકારે દોઢેક વર્ષ પહેલાં રાત્રીનાં સમયે તરૂણીને તેના ભાઈને મારી નાંખવાની ધમકી આપી તેણીની ઈચ્‍છા વિરૂઘ્‍ધ શરીર સંબંધ બાંધી દુષ્‍કર્મ ગુજારવાનાં કેસમાં આરોપીને અત્રે સ્‍પે. પોકસો કોર્ટમાં 10 વર્ષની સજા અને રૂા.ર7 હજારનાં દંડની સજાનો હુકમ કર્યો હતો.

આ બનાવમાં લાઠી તાલુકાનાં જાનબાઈ દેરડી ગામે રહેતી એક તરૂણી ગતતા.16-4-17 નાં રોજ રાત્રીનાં સમયે પોતાના ઘરમાં સુતી હતી ત્‍યારે તે જ ગામે રહેતો અને હીરા ઘસવાનું કામ કરતો જગદીશ ભવાન ઉર્ફે ભલાભાઈ જાદવ નામનો શખ્‍સ તેણીનાં રૂમમાં ઘુસી આવ્‍યો હતો અને તેણીનાં મોઢે ડુચો દઈ ધમકી આપેલ કેતારા ભાઈને જીવતો જુઓ છે તો હું કહું તેમ કરી અને તારા કપડા કાઢી નાંખ આ તરૂણીનાં પિતા પણ ન હોય, જેથી ડરી જઈ આરોપીનાં કહેવા પ્રમાણે કરતાં તેણીની ઈચ્‍છા વિરૂઘ્‍ધ આરોપીએ બળાત્‍કાર કરી શરીર સંબંધ બાંધેલ હતો.

ત્‍યારે બાદ અવારનવાર તેણીનેઆરોપી હેરાન પરેશાન કરતો હોય અને તેણીની ઈચ્‍છા વિરૂઘ્‍ધ જબરજસ્‍તી પણ કરતો હોય, વળી આરોપીનાં પરિવારવાળા પણ પૈસે ટકે સુખી હોય, અને લાગવગ વાળા હોય, જેથી આ તરૂણી ડરી જવા પામેલ. આથી કંટાળી જઈ તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવ અંગેનો કેસ અત્રેની સ્‍પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સ્‍પે. જજ એન. પી. ચૌધરીએ સરકારી વકીલ એમ. બી. સોલંકીની દલીલો માન્‍ય રાખી આરોપી જગદીશને કસુરવાન ઠરાવી કલમ 376(ર) એન.માં 10 વર્ષની સખત કેદ અને રૂા.10 હજાર દંડ કલમ પ06(ર)માં ર વર્ષની સાદી કેદ તથા રૂા.ર હજારનો દંડ જયારે પોકસો-4માં 7 વર્ષની સખત કેદ અને રૂા.પ હજાર દંડ જયારે પોકસો-6માં 10 વર્ષની સખત કેદ અને રૂા.10 હજાર દંડની સજાનોહુકમ કર્યો હતો.


ચિત્તલની બજારમાંથી દુકાનની બારી તોડી રૂા. 71 હજારનાં મુદ્યામાલની ચોરી

અમરેલી, તા. 4

અમરેલી તાલુકાનાં ચિતલ ગામે રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતાં નિવ્‍યેશ અતુલભાઈ કુબાવત નામનાં વેપારીની દુકાનમાંથી ગત તા.રનાં રાત્રીનાં સમયે કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ દુકાનની બારી તોડી દુકાનમાં પ્રવેશ કરી નવા-જૂના મોબાઈલ ફોન નંગ-ર3 કિંમત રૂા.40પ3ર તથા લેપટોપ નંગ-1 કિંમત રૂા.30રપ0 મળી કુલ રૂા.7078રનાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ      ધરી છે.


હીરાણા ગામે ઝાડા ઉલ્‍ટી થવાથી પ0 વર્ષિય મહિલાનું મોત

અગાઉ વાડીએ પડી જતાં ફેકચર પણ થયું હતું

અમરેલી, તા. 4

લાઠી તાલુકાનાં હીરાણા ગામે રહેતાં ચંદ્રિકાબેન બાબુભાઈ ખુંટ નામનાં પ0 વર્ષિય મહિલા ચારેક દિવસ પહેલા પોતાની વાડીએ ધોરીયા ઠેકવા જતાં અને પગ લપસી જતાં ડાબા પગમાં ફેકચર થયેલ જેથી પોતાના ઘરે આરામ કરતાં હોય, અને તેમને ગત તા.3  ના રોજ સવારનાં ઝાડા ઉલ્‍ટીઓ થઈ જતાં સારવાર માટે દવાખાને ખસેડાતાં તેણીનું રસ્‍તામાં મોત થયાનું લાઠી પોલીસમાં જાહેર થવા પામેલછે.


ધારીનાં ગઢીયા ગામનાં યુવકની હત્‍યા કરી લાશ દાટી દીધી

મહુવાનાં ભાણવડ ગામનાં નવ શખ્‍સોએ હત્‍યા કર્યાનો આરોપ

ધારીનાં ગઢીયા ગામનાં યુવકની હત્‍યા કરી લાશ દાટી દીધી

પ્રેમ પ્રકરણને લઈને યુવકનું ર મહિના પહેલા અપહરણ કરવામાં આવ્‍યું હતું

ધારી પોલીસે હાલ 3 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે

અમરેલી, તા. 4

ધારી તાલુકાનાં ગઢિયા ગામનાં એક યુવાનનું બે માસ પહેલા પ્રેમ-પ્રકરણ બાબતે મહુવાના ભાણવડ ગામનાં નવ શખ્‍સોએ અપહરણ કરી લઈ જઈ યુવાનને જીવતો સળગાવી નાખ્‍યા બાદ માનવ કંકાલ મળીઆવતા પોલીસે હત્‍યાનો ગુન્‍હો નોંધી ત્રણ શખ્‍સોની અટકાયત કર્યાની બનેલ ઘટનાથી ભારે સનસનાટી મચી ગયેલ હતી.

પ્રાપ્‍ત વિગત મુજબ ધારી તાલુકાનાં ગઢિયા ગામનાં નિતેશ ભૂપતભાઈ પાટડીયા ઉ.વ. રર નામનાં યુવાનને મહુવા તાલુકાનાં ભાણવડ ગામની પન્‍ના મનુભાઈ ભુંકણ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે ગત તા.4/8/ર018 નાં રોજ સવારનાં 8/30 કલાકે (1) ભાવેશ ભુંકણ (ર) બાધુ ભુંકણ (3) ભયલુ ભુંકણ (4) ભોલા કામળીયા (પ) પ્રતાપ ભુંકણ (6) શેલાર ભુંકણ (7) ભરત ભુંકણ (8) હરેશ ભુંકણ (9) શકિત ભુંકણ તમામ રે. ભાણવડ તા.મહુવા તેમજ (10) સુરેશ વાળા રે. ગઢિયા તા.ધારી વાળા શખ્‍સોએ યુવાનને પન્‍ના સાથે લગ્ન કરી આપવાની લાલચ આપી અગાઉ કરેલ આયોજન મુજબ ભાણવડ બોલાવી મારમારી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ ભુપતભાઈ દાનાભાઈ પાટડીયાએ ગઈકાલે ધારી પોલીસમાં નોંધાવેલ હતી.

ઘટના અંગે ધારી પી.એસ.આઈ. કે.ડી. ગોહિલે ભાણવડ ગામે જઈ આરોપીઓની પુછપરછ હાથ ધરતા અપહરણ કરાયેલા નિતેશ પાટડીયાને જીવતો સળગાવી નાખ્‍યાની હકીકત ખુલેલ હતી. અને જીવતાં સળગાવવામાં આવેલ ઘટના સ્‍થળેથી પોલીસને માનવ કંકાલ (હાડપિંજર) હાથ લાગતાં તે કબ્‍જે લઈ ફોરેન્‍સીક લેબોરેટરીમાં રીપોર્ટ સાથે મોકલવામાં આવ્‍યા બાદ પોલીસે હત્‍યામાં સંડોવાયેલા દશ શખ્‍સોમાંથી (1) સુરેશ વાળા રે. ગઢિયા (ર)સેલાર આપા ભુંકણ રે. ભાણવડ અને (3) બાધુ ભુંકણ રે. ભાણવડ વાળા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવેલ હતીે.


અમરેલી જિલ્‍લાનાં આરોગ્‍ય વિભાગનાં 700 કર્મચારીઓ સામુહીકરૂપે રજા પર ઉતર્યા : આગામી સોમવારથી અચોકકસ મુદ્‌તની હડતાલ પાડશે

અમરેલી જિલ્‍લાનાં આરોગ્‍ય વિભાગનાં 700 કર્મચારીઓ સામુહીકરૂપે રજા પર ઉતર્યા

આગામી સોમવારથી અચોકકસ મુદ્‌તની હડતાલ પાડશે

અમરેલી, તા. 4

અમરેલી જિલ્‍લાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં જનઆરોગ્‍યની જાળવણીની કામગીરી કરનાર અંદાજિત 700 જેટલા કર્મચારીઓનાં કલેકટરનાં આદેશથી પગાર અટકાવી દેવાતા આજે તમામ કર્મચારીઓ સામુહીકરૂપે એક દિવસની રજા પર ઉતરી ગયા હતા અને આગામી સોમવારથી અચોકકસ મુદતની હડતાલ કરવા તૈયાર થયા છે.

આજે તમામ કર્મચારીઓ સાંસ્‍કૃતિ હોલમાં એકઠા થયા હતા. જયાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ આવી પહોંચ્‍યા હતા અને તેઓએ આરોગ્‍ય કર્મીઓને ન્‍યાય મળી રહે તે માટે રાજય સરકાર સમક્ષ રજુઆત કરવા ખાત્ર આપી હતી.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, આરોગ્‍ય વિભાગમાં કર્મચારીઓની અનેક જગ્‍યા ખાલી છે અને વિવિધ યોજનાઓનો કોઈ પર નથી. ઉચ્‍ચ અધિકારીઓ વાતાનુકુલીનકચેરીમાં પોતાનો લક્ષ્યાંક પુર્ણ કરી શકતા નથી અને તાબાનાં કર્મચારીઓને પુર્ણ ન થઈ શકે તેવો લક્ષ્યાંક આપી રહૃાાનું આરોગ્‍યકર્મીઓ ગુફતેગુ કરી રહૃાા હતા.


અમરેલી પંથકનાં ખેડૂતોને વડી સિંચાઈયોજનામાંથી પિયતનું પાણી આપવા માંગ : ખેડૂત હિત રક્ષક સમિતિએ ધોકો પછાડયો

સત્તાધારી પક્ષનાં આગેવાનોનાં ઈશારે અધિકારીઓ કામ કરતા હોવાનો આક્ષેપ

અમરેલી, તા.4

ચાલુ સાલ ભયંકર દુષ્‍કાળનો સામનો કરી રહેલ જગત તાતને પિયત પાણીની જરૂરિયાત હોય ત્‍યારે ભહિટલર શાસનભ સરકારના ભ્રષ્‍ટ બાબુઓ ખેડૂતોને ચકડોળે ચડાવવા હેરાન, પરેશાન કરવામાં કોઈ કચાશ છોડતા નથી. માંગવાપાળ ડેમ માત્ર ખેતી માટે પિયત પાણીઆપવાની યોજના છે. સરકાર પ્રેસ-મીડિયાના માઘ્‍યમથી મસ મોટી જાહેરાતો કરે છે. જે પાણી સંગ્રહ હોય તે સત્‍વરે ખેડૂતને પિયત માટે પાણી છોડાશે. સ્‍થાનિક બાબુઓ પાણી છોડવાની મંજૂરી સરકારમાંથી આવેલ નથી. ખેડૂતો ઈરીગેશન વિભાગમાં જાય તો કલેકટરની મંજૂરી નથી. કલેકટરમાં જાય તો ત્‍યાંથી પાણી છોડવાની જવાબદારી ઈરીગેશનની છે. માત્ર ફુટબોલની જેમ પિયત પાણી માટે વલખા મારતા જગત તાતને ફંગોળવા સિવાય કંઈ કરતા નથી. ખેડૂતોની હામી હોવાનો દંભ કરતી રાક્ષસી વિચારધારાની ભાજપ સરકારના સતા લાલચુ, લેભાગુ આગેવાનો, નેતા અને વચેટીયાના ઈશારે સરકારી બાબુઓ નાચે છે. આવા ગુમરાહ કરનાર ભ્રષ્‍ટ ભાજપના આગેવાનની મેલી મુરાદ હોવાથી ખેડૂતો પિયત પાણીની માંગ સાથે ગાંધી ચિંઘ્‍યા રાહે આંદોલનના ભાગરૂપે તાળાબંધી, નેતાઓને ઘેરાવ કરવા, રસ્‍તા રોકો, ઉપવાસ જેવા આંદોલનની જાહેરાત કરેલ. ત્‍યારેઈરીગેશનના જવાબદાર અધિકારીએ જણાવેલ કે તા.ર/10ના રોજ પાણી છોડવામાં આવશે. પરંતુ ભાજપના નેતા આગેવાનની પાણી નહીં છોડવાની સુચના મળતા તા.ર/10ના પિયત પાણી છોડવામાં નહીં આવવાથી આજે અમોને ઉપવાસમાં બેસવાની ફરજ પડેલ છે. પાણીનો ત્‍યાગ કરીશું. વિશેષ ખેડૂતની લાગણી છે કે સરકાર દ્વારા હાલ રહેલ પાણી જથ્‍થામાંથી પિયત માટે પાણી છોડી અને ભવિષ્‍યમાં પીવા માટે પાણીની ઘટ પડે તો ગૌરવવંતી સૌની યોજનામાંથી ડેમ ભરવામાં આવે તેવી અમોની લાગણી સહ રજૂઆત છે તેમ ખેડૂત હિત રક્ષકે સીએમને પત્ર પાઠવીને રજૂઆત કરેલ છે.


અર્વાચીન ગરબામાં નામ રોશન કર્યું : અમરેલી પટેલ સંકુલનીવિદ્યાર્થીનીઓ જિલ્‍લાકક્ષાની સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાને

અમરેલી, તા.4

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની એસ.વાય. એમ.એસ.સી. આઈ.ટી.ની વિદ્યાર્થીનીઓનો પ્રાચીન ગરબો જિલ્‍લા કક્ષાની સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવેલ છે. તેમજ યુ.બી. ભગત સાયન્‍સ કોલેજની વિદ્યાર્થીનીઓનો અર્વાચીન ગરબો જિલ્‍લા કક્ષાએ પ્રથમ સ્‍થાન મેળવી સંકુલનું ગૌરવ વધારેલ છે. રોયલ લાયન્‍સ કલબ અને જિલ્‍લા સાંસ્‍કૃતિક વિભાગ દ્વારા આયોજિત ઉપરોકત સ્‍પર્ધા યોજાયેલ. બંને ગરબા રાજય કક્ષાએ ભાગ લેવા ગયેલ છે. છેલ્‍લા સાત વરસથી ઉપરોકત નંબર મેળવેલ છે. મેનેજમેન્‍ટ તેમજ સ્‍થાનિક સંચાલકો અભિનંદન પાઠવે છે. તેમ સંસ્‍થાવતી વલ્‍લભભાઈ રામાણીની યાદીમાં જણાવાયું છે.


વિદ્યાસભા સ્‍કૂલમાં ‘વિશ્‍વ વન્‍યજીવન કલ્‍યાણ’ દિવસની ઉજવણી

               ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા તથા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ. માઘ્‍યમિક અને પ્રાથમિક શાળાના સંયુકત ઉપક્રમે ભવિશ્‍વ વન્‍યજીવન કલ્‍યાણભ દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં સંસ્‍થાનાવ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલના માર્ગદર્શનથી વન્‍ય પ્રાણી અને પક્ષીઓનાં પોર્ટ્રેટ સાથે અને તેમની માહિતી આપતું પ્રદર્શન ખુલ્‍લું મુકવામાં આવેલ, જેમાં વિદ્યાસભાનાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ વન્‍ય પ્રાણી અને પક્ષીઓના ચિત્રો અને તેમના વિશે માહિતી આપતાં બેનર્સ તૈયાર કર્યા હતા. જેમનું પ્રદર્શન આ દિને વિદ્યાર્થીઓ માટે ખુલ્‍લુ મુકવામાં આવેલ હતું. આ પ્રદર્શનને વિદ્યાર્થીઓએ ખૂબ આનંદભેર માણ્‍યુ હતું તેમજ વન્‍ય પક્ષી અને પ્રાણીઓ વિશેની માહિતી એકત્રીત કરી લુપ્‍ત થતા પક્ષી અને પ્રાણીઓનું વિદ્યાર્થીઓએ રક્ષણ માટે કાળજી લેવા અને ચકલીઓના રક્ષણ માટે માળા બનાવવાની જરૂરીયાત સમજાવવામાં આવી. પક્ષીઓ આ સૃષ્‍ટિનું અવિભાજય અંગ છે. તેનું રક્ષણ આપણે સૌએ સાથે મળીને કરવું જાઈએ તેની જાગૃતિની જરૂર સમજાવી હતી. પર્યાવરણને પ્રદુષણ, ઘોંઘાટ અને કેમીકલથી બચાવી નિસર્ગનું રક્ષણ કરીશુ તો જ માનવનું રક્ષણ થશે. તે તરફ બાળકોને જાગૃત કરવામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓએ જિજ્ઞાસાપૂર્વક આ પ્રદર્શન નિહાળી વન્‍ય પ્રાણી અને પક્ષીઓના રક્ષણ માટે શપથ લીધા હતા.


અભ્‍યાસ સાથે માર્ગ સલામતી સંબંધિત શિક્ષણને સાંકળી લેવામાં આવે તો પરિસ્‍થિતિમાં પરિવર્તન લાવી શકાય : કલેકટર આયુષ ઓક

અમરેલી તા.4

અમરેલી જિલ્‍લામાં માર્ગસલામતી મેળાના પ્રારંભ પ્રસંગે, કલેકટર આયુષ ઓકે જણાવ્‍યુ હતુ કે, કાયદાઓ હોય પણ તેની અમલવારીમાં ખામી હોય તો તેની અસરકારકતા રહેતી નથી તેવી રીતે માર્ગ સલામતી માટેના કાયદાઓ હોય પરંતુ તેના અમલ માટે નાગરિકોએ જાગૃત્ત રહેવાની જરૂરિયાત રહે છે.

પરંપરા અનુસાર કાર્યક્રમનો શુભારંભ દીપપ્રાગટયથી કર્યા બાદ કલેકટર આયુષ ઓકે તુલસી કયારે જળ અર્પણ કરી પ્રકૃત્તિ પૂજનનો સંદેશ આપ્‍યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં ઓકે કહ્યુ કે, વાહન ચલાવતા દરેક નાગરિકે વાહન ચલાવવા અંગેની તેમની ફરજો અને માર્ગ પરની સલામતી જાળવવી જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યુ કે, શાળાકક્ષાએ અભ્‍યાસની સાથે માર્ગ સલામતી સંબંધિત શિક્ષણને સાંકળી લેવામાં આવે તો પરિસ્‍થિતિમાં પરિવર્તન લાવી શકાય છે. માર્ગ સલામતી ઝૂંબેશ અને કાયદાકીય અમલવારી માટે રાતો રાત ફેરફાર ન આવી શકે. શાળા સ્‍તરે વારંવાર માર્ગ સલામતી જાગૃત્તિ કાર્યક્રમો યોજવામાં આવે તો તેની અસરો પણ લાંબા સમય સુધી રહે છે.

માર્ગ પરની સલામતીનું મહત્‍વ સમજાવતા ઓકે તેમના પ્રવચનમાં વિદ્યાર્થીઓને શીખ આપતા કહ્યું કે, કેટલા માર્કસ આવે એ કરતા કેટલા સારા નાગરિક બનીએ તે વધુ મહત્‍વનું છે.

આસિટન્‍ટ વાહન વ્‍યવહાર અધિકારી પી.આર. પઢિયારે માર્ગ સલામતી કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્‍યુંકે, માર્ગ સલામતીના પગલાઓનો અમલ કરવો સૌ નાગરિકોની ફરજ છે. તેમણે વાહન ચલાવતા સમયે હેલ્‍મેપટ અને સીટ બેલ્‍ટ પહેરવાની જરૂરિયાતને સમજાવી હતી. વાહનને શોખ નહિ પરંતુ જીવનની જરૂરિયાત સમજીને ચલાવવાની અપીલ પણ તેમણે કરી હતી.

કલેકટર આયુષ ઓકે માર્ગ સલામતી પ્રદર્શનીને ખુલ્‍લુ મૂકી તે પ્રદર્શની નિહાળી હતી. માર્ગ સલામતી માટે યોજાયેલ વિવિધ સ્‍પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને કલેકટરએ સન્‍માનિત કરી પ્રોત્‍સાહિત કર્યા હતા. કલેકટરએ માર્ગ સલામતી માટે રજૂ કરેલા વિચારો અને પ્રયોગો માટે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીને ઘ્‍યાને લઇ ઇતની સેફટી હમે દેના દાતા રચનાત્‍મક શબ્‍દોમાં પ્રાર્થના રજૂ કરી હતી. વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના ભાગરૂપે ટ્રેક નિદર્શન કર્યુ હતુ.પાઠક સ્‍કુલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સેજપાલ શિવાનીએ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમન પર વકતવ્‍ય આપ્‍યુ હતુ. કાર્યક્રમનું સંચાલન મનોજભાઇ પંડયાએ કર્યુ હતુ. સંસ્‍થાના ડાયરેકટર ભટ્ટે કલેકટર તથા મહાનુભાવોનું પુસ્‍તક અને પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યુ હતુ.

કાર્યક્રમમાં અમરેલી જિલ્‍લા સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી સોલંકી,  આસિસ્‍ટન્‍ટ વાહન વ્‍યવહાર અધિકારી સર્વ ઠુંમર, નાડોદા, કેવલ મહેતા, શાળાના શિક્ષકઓ અને વિદ્યાર્થીઓ તથા વાહન વ્‍યવહારકચેરીના અધિકારી – કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


05-10-2018