Main Menu

Thursday, October 4th, 2018

 

સાવરકુંડલાની તરૂણીનું અપહરણ કરનાર શખ્‍સની જામીન અરજી ફગાવાઈ

અમરેલી, તા.3

સાવરકુંડલા ગામે હાથસણી રોડ ઉપર રહેતા અને ચાની લારી ધરાવતા અંકિત વિનુભાઈ કંડોળીયા નામનો ર1 વર્ષીય યુવકે ગત તા.1/8ના રોજ એક તરૂણ વયની સગીરાને લલચાવી, ફોસલાવી તેણીના વાલી પાસેથી અપહરણ કરીને ભાગી જતા આ અંગે જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લઈ જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં મોકલી આપેલ. આથી તેમણે જામીન ઉપર મુકત થવા અત્રેની સેશન્‍સ કોર્ટમાં અરજી કરતા એડી. સેશન્‍સ જજ શ્રી એન.પી. ચૌધરીએ જામીન અરજી નામંજૂર કરી હતી.


યુવકનું લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરાયાની આશંકા

ધારી નજીક આવેલ ગઢીયા ગામના

યુવકનું લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરાયાની આશંકા

અમરેલી, તા.3

ધારી તાલુકાના ગઢીયા ગામે રહેતા ભુપતભાઈદાનાભાઈ પાટડીયા નામના શ્રમિક આધેડના પુત્ર નિલેશને મહુવા તાલુકાના ભાણવડ ગામે રહેતી કોઈ યુવતિ સાથે પ્રેમસંબંધ બંધાયો હોય, આથી તે ગામે રહેતા ભાવેશ વાલાભાઈ ભુંકણ, બાબુભાઈ રાણાભાઈ ભુંકણ વિગેરે-10 જેટલા ઈસમોએ આ યુવકને લગ્ન કરાવી આપવા અંગેની લાલચ આપી અને પોતાના ગામે બોલાવ્‍યા બાદ આ યુવકનો કોઈ પતો નહીં મળતા આ અંગે ભોગ બનનાર યુવકના પિતાએ ધારી પોલીસમાં મહુવા તાલુકાના ભાણવડ ગામના 10 જેટલા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગુમ થનાર યુવકની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.


ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલાઓ અને દીકરીઓ બળાત્‍કારનો ભોગ બની રહી છે

પ્રદેશ કોંગી પ્રવકતા ડો. મનીષ દોશીએ કર્યા શાબ્‍દિક પ્રહારો

અમરેલી, તા.3

ભભબેટી બચાવો, બેટી પઢાઓભભ અને મહિલા સુરક્ષાની માત્ર વાતો કરતી ભાજપ શાસનમાં મહિલા સુરક્ષા સમિતિના અઘ્‍યક્ષ તરીકે રાજયના મુખ્‍યમંત્રી હોવા છતાં બે વર્ષ જેટલો સમય વીતી ગયા હોવા છતાં મહિલા સુરક્ષા સમિતિની એક પણ બેઠક મળી નથી. ત્‍યારે ગુજરાતની મહિલા – દીકરીઓને સુરક્ષા આપવામાં નિષ્‍ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં છેલ્‍લા ર3 વર્ષથી શાસન કરનારા ભાજપ સરકાર મહિલા સુરક્ષામાં જે હદે બેદરકારી અને અસંવેદના દાખવી રહી છે. ત્‍યારે હિંમતનગર અને સુરતની ઘટના નાની બાળકીઓ પરના અત્‍યાચાર અંગે ભાજપ સરકાર જવાબ આપે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યોએ પુછેલા પ્રશ્‍ન સામે સરકારે આપેલે જવાબમાં ગુજરાતમાં છેલ્‍લા પાંચ વર્ષમાં 4394 બળાત્‍કારની ઘટનાઓ બની છે. એટલે કે ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલાઓ – બહેન – દીકરી અત્‍યાચારનો – બળાત્‍કારનો ભોગ બની રહી છે.માત્ર સુરતમાં છેલ્‍લા 9 મહિનામાં 11 માસુમ બાળકીઓ અત્‍યાચારની ભોગ બની છે. આ છે ભાજપ સરકારની મહિલા સુરક્ષા સલામતીના દાવાની અસલિયત…!

ભાજપા સરકારનો ગૃહ વિભાગ રાજયની મહિલાઓ – બહેન દીકરીઓની સુરક્ષા આપવામાં સરીઆમ નિષ્‍ફળ છે. તત્‍કાલીન ભાજપ સરકારના મુખ્‍યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીએ ગુજરાતની બહેન-દીકરીઓને એક પોસ્‍ટ કાર્ડ લખવાનું કહયું હતું કે આપનો ભાઈ ગાંધીનગરમાં બેઠો છે તમો એક દિવસ જાગો હું તમારા માટે પાંચ વર્ષ જાગીશ હવે ખબર નહિ કે ગુજરાતની બહેન – દીકરીઓની સુરક્ષા માટે ભાજપ સરકાર – ગૃહ વિભાગ કયારે જાગશે ? ભાજપે બહેન – દીકરીઓને સુરક્ષાની મોટી-મોટી ખાત્રી આપીને લાગણી જીતી સત્તા પ્રાપ્‍ત કરી પણ છેલ્‍લા ઘણા સમયથી જે રીતે ભાજપ સરકાર ગૃહ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં સુઈ ગયો છે. ત્‍યારે બહેન દીકરીઓને કયારે સુરક્ષા – ન્‍યાય મળશે ? સુરતની ડીંડોલી અને હિંમતનગરમાં માસુમ બાળકીને પીંખી નાખવાની ઘટના હૃદયગદ્રાવક અને કાળજુ કંપાવનારી છે. તેમ છતાં હજુ સુધી ગૃહ વિભાગે ઝડપી પગલાં ભરવા જોઈએ તેવા કોઈ પગલા ભર્યા નથી.


બાબરા નજીક આવેલ કાળુભાર નદીનાં પટ્ટમાંથી ગેરકાયદે રેતી સાથે 1 ઝડપાયો

ટે્રકટર, રેતી સહિતનો મુદ્યામાલ કબ્‍જે કરતી પોલીસ

અમરેલી, તા. 3

બાબરા નજીક આવેલ  કાળુભાર નદીમાંથી ગેરકાયદે અને વગર પાસ પરમીટે બાબરા ગામે રહેતાં દિનેશ અમરશીભાઈ ભીલ નામનાં શખ્‍સે પોતાનાં હવાલાવાળા ટ્રેકટર નંબર જી.જે.14 એકસ 1714માં સાડા ચાર ટન રેતી ભરીને નિકળતા બાબરા પી.એસ.આઈ.નિમાવતને બાતમી મળતાં આરોપીને ટ્રેકટર સહિત ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


જેજાદ ગામે અગમ્‍ય કારણોસર યુવતીએ અગ્નિસ્‍નાન કરી લેતા મોત

અમરેલી, તા. 3,

સાવરકુંડલા તાલુકાના જેજાદ ગામે રહેતી પૂનમબેન મગનભાઈ ડાભી નામની 19 વર્ષીય યુવતિએ ગત તા.ર3/9ના રોજ રાત્રીના સમયે જેજાદ ગામે વાડી વિસ્‍તારમાં પોતાની મેળે શરીર ઉપર કેરોસીન છાંટી દઈ અને દિવાસળી ચાંપી દીધી હતી. જેથી આખા શરીરે દાજી જતા ભાવનગર દવાખાને સારવાર માટે ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું વંડા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


બાંટવા-દેવળી ગામે પરપ્રાંતીયમહિલાએ સસરાનાં ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

અમરેલી, તા.3

વડીયા તાલુકાના બાંટવા દેવળી ગામે રહેતી અને મૂળ મઘ્‍યપ્રદેશના વતની રોશનીબેને ગત તા.11/9ના રોજ તેણીના સસરા સુવાલાલ નહારીયા બારેલાના અવાર- નવાર પજવણી કરી દુઃખત્રાસ આપતા તેણીને મરી જવા મજબૂર કરતા કૂવામાં પડી આપઘાત કરી લીધા સબબની ફરિયાદ મૃતક પરિણીતાના પિતાએ વડીયા પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


અમરેલીની સમસ્‍યા દુર કરવા માટે આંદોલન કરાશે

જિલ્‍લાકક્ષાનાં શહેરની હાલત ગ્રામ્‍ય વિસ્‍તાર કરતાં પણ વધુ ખરાબ બની ચુકી છે

અમરેલીની સમસ્‍યા દુર કરવા માટે આંદોલન કરાશે

પાણી વિતરણની અનિયમિતતા, ભુગર્ભ ગટર, બિસ્‍માર માર્ગો સહિતની અનેક સમસ્‍યાઓ વિકરાળ બની

શહેરનાં સુપ્રસિઘ્‍ધ તબીબ ભરત કાનાબારે આગામી દિવસોમાં નિષ્‍પક્ષીય આંદોલન કરવાની ચીમકી ઉચ્‍ચારી

અમરેલી, તા. 3

અમરેલી શહેર જીલ્‍લાનું વડુ મથક હોવા છતાં અમરેલી શહેરમાં કોઈ બહારનો માણસ દાખલ થયો તો તેને નવાઈ લાગે કે આ જીલ્‍લાનું મુખ્‍ય મથક છે કે પછી મોટુ ગામડુ ! ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રી ડો. જીવરાજ મહેતાએ પોતાના વતનનું ઋણ ચુકવવા માટે અમરેલી શહેરમાં અદ્યતન સિવિલ હોસ્‍પિટલ, શિક્ષણ માટે અમરેલી વિદાસભાના નેજા હેઠળ કોલેજો અને શૈક્ષણિક કેમ્‍પસ, એરપોર્ટ (જે અત્‍યારે અમરેલીને કામ લાગી રહૃાું છે) વિગેરે સુવિધા ઉભી કર્યા પછી આજ સુધી અમરેલીમાં અમર ડેરી, અદ્યત્તન નવું માર્કેયાર્ડ અને શિક્ષણક્ષેત્રે વસંતભાઈ ગજેરાના પ્રયાસોથી ઉભા થયેલ પટેલ સંકુલને બાદ કરતા નવી કોઈ સુવિદ્યા ઉભી થઈ નથી. ઉલ્‍ટાનું દિવસેને દિવસે અમરેલીની પ્રાથમિક સેવાઓ એટલી કથળતી જાય છે કે અમરેલીને શહેર કહેવું એ પણ અતિશયોકિત ગણાય.

પીવાનાં પાણીનું કોઈ ટાઈમટેબલ નગરપાલિકાનું તંત્ર ગોઠવી શકતી નથી. જેનો સૌથી વધુત્રાસ અમરેલીના બહેનોને વેઠવો પડે છે. ભુગર્ભ ગટર યોજના પર કોઈ સુરપવિઝન થતું નથી પરિણામે હજુ એ ચાલું થાય તે પહેલા કેટલીએ જગ્‍યાએ તેના ઢાંકણા તુટી ગયા છે. કામની ગુણવત્તા બાબતે પણ અનેક સવાલો લોકોના મનમાં ઉભા થયા છે. ગટર તથા અન્‍ય ખોદકામોને કારણે અમરેલીના રસ્‍તાઓ હવે માત્ર નકશા પર જ રહૃાા છે. આવા તુટેલા-ભાંગેલા રસ્‍તાઓ ઉપર વાહન ચલાવવામાં અકસ્‍માતનો ભય રહે છે. તુટી ગયેલ રસ્‍તાઓને કારણે ધૂળ એટલી બધી ઉડે છે કે સાંજે ધૂળની મોટી ડમરીઓ ઉડતી હોય તેવું વાતાવરણ થઈ જાય છે. કવિ રમેશ પારેખ જીવતા હોત તો ચોકકસ લખત કે, ભભમારી લીલીછમ વેલી અમરેલી બની ગઈ છે હવે ધૂળ નગરી.ભભ જાહેર શૌચાલયો સફાઈના અભાવે ગંધાય છે, સ્‍વચ્‍છતા મિશન માત્ર કાગળ પર રહૃાું છે, રસ્‍તાઓ ઉપર અને શેરીઓમાં કચરાના ગંજ ખડકાયા છે જે નગરપાલિકાનાં તંત્રને ઘ્‍યાનમાં આવતા નથી. અમરેલીની ભુગર્ભ ગટરને કારણે તુટી ગયેલ રસ્‍તાઓને રીપેર કરવાની જવાબદારી કોની છે તે મુદો સરકારી ફાઈલોમાં અટવાયો છે જેની પીડા અમરેલીની જનતા ભોગવી રહી છે.

અમરેલીના જાગૃત્ત મિડીયાએ પ્રજાની આ હાલાકીને વાચા આપવા માટે અનેકવાર તંત્રનો કાન આમળ્‍યો છે પરંતુ જડ વહીવટીતંત્રની ઉંઘ ઉડતી નથી. અમરેલીના લોકોની ધીરજ હવે ખુટવા આવી છે.વહીવટીતંત્ર લોકોને પડતી મુશ્‍કેલીઓ દૂર કરવા માટે કોઈ નકકર પગલાં નહી લે તો આગામી દિવસોમાં અમરેલીના વિવિધ સંગઠનો અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને સાથે રાખી બિન-પક્ષીય આંદોલન ઉભુ કરાશે તેવી ચીમકી ડો. ભરત કાનાબારે નિવેદનના અંતમાં આપી હતી.


ર3-ર3 સિંહોનાં મોત બાદ હજુ કોઈની જવાબદારી નકકી થતી નથી

તપાસનાં નાટક બંધ કરીને જવાબદાર કર્મીઓને કરો ઘરભેગા

મગફળીકાંડ દબાવી દેવાયું તેમ હવે સિંહનાં મોતનું પ્રકરણ દબાઈ જશે

અમરેલી, તા. 3

દલખાણીયા અને જસાધાર રેન્‍જમાં છેલ્‍લા એક મહિનામાં ર3-ર3 સિંહોનાં મૃત્‍યુ થઈ ગયા અને રાજય સરકાર તપાસ શરૂ છે કોઈને છોડવામાં નહી આવે તેવી ગુલબાંગો ફેંકી રહી છે.

વન વિસ્‍તારમાં ગેરકાયદેસર લાયન-શો બંધ કરાવવામાં વનમંત્રી સદંતર નિષ્‍ફળ નિવડયા છે અને ગેરકાયદેસર લાયન-શોનાં કારણે જ સિંહોનાં મોત થયાનું ચર્ચાઈ રહૃાું છે. જો કે હજુ સુધી સિંહોનાં મોતનું સાચું કારણ બહાર આવતું નથી.

આશ્ચર્યજનક બાબત એ છે કે, સિંહોની સુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહૃાો છે. વનકર્મીઓ અનેઅધિકારીઓને તગડો પગાર, તમામ સુખ-સુવિધા પાછળ જનતાનાં પરસેવાનાં પૈસા ખર્ચ કરવામાં આવે છે છતાં પણ સિંહોની સુરક્ષા ન થાય તો તમામ અધિકારીઓની જવાબદારી નકકી કરીને તેને ઘરભેગા કરવાને બદલે તેમનો વાળ પણ વાંકો થતો ન હોય સરકારની રમત સિંહપ્રેમીઓ     નિહાળી રહૃાાં છે.


રાજુલાનાં વેપારીની કાર અટકાવી લૂંટ કરનાર અજાણ્‍યા 3 લૂંટારૂઓની શોધખોળ શરૂ

ચોરી, લૂંટની ઘટનાથી જિલ્‍લાની જનતામાં ફેલાયો ફફડાટ

અમરેલી, તા. 3

અમરેલી જિલ્‍લાનાં રાજુલા-જાફરાબાદ વિસ્‍તારમાં ધમધમતાં ઉદ્યોગોનાં કારણે સતત ટ્રાફીકની અવર-જવર રહેતી હોય, તેવા વિસ્‍તારમાં ગઈકાલે રાત્રીનાં 9 થી 9/30 સુધીનાં સમયગાળા દરમિયાન ત્રણ અજાણ્‍યા લુંટારૂઓએ એક વેપારીની કારને આંતરી વેપારીની આંખમાં મરચાની ભૂંકી છાંટી દઈ અને વેપારીની કારમાં રૂા.ર.રપ લાખની રકમ થેલો, ચેક તથા પહોંચબુક લઈ લૂંટારૂઓ નાશી છૂટયા હતા. જયારે વેપારીને સારવાર માટેરાજુલા દવાખાને ખસેડવામાં આવેલ હતા. આ બનાવની જાણ વેપારી આલમમાં થતાં મોડી રાત્રીનાં સમયે વેપારીઓ દવાખાને દોડી આવ્‍યા હતા. આ બનાવ અંગે જાફરાબાદ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા રાત્રે જ નાકાબંધી કરી હોવા છતાં લૂંટારૂઓ નાશી જવામાં સફળ રહૃાા હતા.

આ બનાવમાં પોલીસસુત્રોમાંથીજાણવા મળતી વિગત મુજબ રાજુલા ગામે આવેલ જુની મામલતદાર કચેરી સામે રહેતાં અને મહેંદી એન્‍ટરપ્રાઈઝનામે તેલનો વ્‍યવસાયકરતાં અલીરજાકભાઈ અકબરઅલી લાખાણી નામનાં 4પ વર્ષિય વેપારી ગઈકાલે રાત્રે જાફરાબાદ ગામેથી પોતાના વ્‍યવસાયની ઉઘરાણીનું કામ કરી અને પોતાના હવાલાવાળી કાર નંબર જી.જે.01 એચ.જે. 98ર6 લઈ અને રાત્રીના સમયે પોતાના ઘરે આવવા જાફરાબાદથી રાજુલા જતાં હતા ત્‍યારે રાત્રીનાં 9-1પ થી 9-30 નાં સમયગાળામાં મીતીયાળા- લુણસાપુર ગામ વચ્‍ચેથી પસાર થતા હતા ત્‍યારે પાછળથી બે અલગ- અલગમોટર સાયકલ ચાલકોએ કારને ઓવરટેક કરી અને આ વેપારીની કારને આંતરી કાર રોકાવી દઈ મોટરસાયકલ સવાર 3 જેટલાં શખ્‍સોએ પોતાના મોં ઉપર બુકાની બાંધેલી હોય, તેઓ કાર પાસે આવી આ વેપારીને કારમાંથી નિચે ઉતારી અને આંખમાં મરચાની ભુકી છાંટી દેતાં વેપારી કંઈ સમજે તે પહેલા જ છરી બતાવી અને કાંઠલો પકડી માર મારી અને વેપારીની કારમાં રહેલ એક થેલામાં ઉઘરાણી કરેલ રકમ રૂા.ર,રપ,000 તથા રૂા.રપ હજારનાં ચેક, પહોંચબુક વિગેરે રાખેલ થેલો લઈ આરોપી અંધારાનો લાભ લઈ નાશી ગયા હતા.

બાદમાં ભોગ બનનાર વેપારીને કોઈએ રાજુલા દવાખાને ખસેડવામાં આવ્‍યા બાદ આ અંગેની જાણ રાજુલાનાં વેપારી આલમને થતાં વેપારી આગેવાનોહોસ્‍પીટલ ખાતે દોડી આવ્‍યા હતા.

આ બનાવ અંગે ભોગ બનનાર વેપારીએ જાફરાબાદ પોલીસ સ્‍ટેશનમાં ત્રણ અજાત્‍યા ઈસમો કે જેમની ઉંમર આશરે રપ થી 30નાં શખ્‍સો સામે નોંધાવતાં પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા માટે નાકાબંધી કરી હતી તેમ છતાં આ લૂંટારૂઓ હવામાં ઓગળી ગયા હોય, પોલીસને લૂંટારૂઓ અંગે કડી મળી નથી છતાં પણ પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


બાબરાનાં મિયાખીજડીયા ગામે મોડી રાત્રીએ ર પરિવારોવચ્‍ચે જુથ અથડામણ થતાં અફડાતફડી

મારા-મારીમાં બંને જુથનાં અર્ધો ડઝન વ્‍યકિત ઈજાગ્રસ્‍ત થયા

અમરેલી, તા.3

બાબરા તાલુકાના મિયાખીજડીયા ગામે ર પરિવારમાં કોઈ અગમ્‍ય કારણોસર મારા મારીનો બનાવ બનવા પામ્‍યો છે.

બાબરા સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં 6 લોકોને ગંભીર ઈજા સાથે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. જેમાં કનાળા પરિવારના ર સભ્‍યોને વધુ સારવાર માટે અમરેલી રીફર કરવાની પોલીસ દ્વારા તઝવીજ હાથ ધરવામાં આવી છે. અને પીલુકિયા પરિવારના સભ્‍યોને સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ એક પરિવાર દ્વારા અન્‍ય પરિવારના સંબંધીને ફોન કરી ગાળો આપવામાં આવેલી જે અંગે ઠપકો આપવા ગયા બાદ સામસામી મારા મારીનો બનાવ બનવા પામેલ હતો.

સ્‍થાનિક પી.એસ.આઈ. સરવૈયા દ્વારા બંન્‍ને પરિવારની ફરિયાદ નોંધવા ગતિવિધિ હાથ ધરી છે.

નાયબ પોલીસ અધિક્ષક બી.એલ. મોણપરાના માર્ગદર્શન મુજબ પોલીસ દ્વારા મિયાખીજડીયા ગામે ચુસ્‍ત બંદોબસ્‍ત જાળવવા ચક્રોગતિમાન કરાયાનું જાણવા મળે છે.

મારા મારીમાં ઈજા પામનારની યાદીમાં કાનજીભાઈ મનસુખભાઈ કનાળા-18 (રીફર અમરેલી) વિજયભાઈ માનસુરભાઈ કનાળા-ર3 (રીફર અમરેલી), ગોરધનભાઈ ભાણાભાઈ પીલુકિયા – પ0, રણછોડભાઈ વસરામભાઈ પીલુકિયા-ર8, રણજીતભાઈ રામજીભાઈ પીલુકિયા-4ર,મુન્‍નાભાઈ કરશનભાઈ પીલુકિયા-30


પૂ. મહંતસ્‍વામી મહારાજનો 8પમો જન્‍મ જયંતિ મહોત્‍સવ દિવ્‍યતાથી ઉજવાયો

               પ.પૂ. મહંતસ્‍વામી મહારાજનાં 8પમાં જનમોત્‍સવ પ્રસંગે અક્ષરવાડી ખાતે આવેલ બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર વહેલી સવારથી ભકતમેદનીથી છલકવા લાગ્‍યું હતું. સવારના પાંચ વાગ્‍યા પહેલા જ સમગ્ર મંદિર પરિસર અને મુખ્‍ય મહોત્‍સવ સ્‍થળ આકાર પામેલું વિશાળ સીડફાર્મ હયૈ હૈયું દળાય એવી રીતે વીરાટ ભકત મેદનીથી હકડેઠઠ ભરાઈ ચૂકયું હતું. આજે પરમપૂજય મહંતસ્‍વામી મહારાજને વધાવવા અને તેમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાનાં દેશ-વિદેશમાંથી 600 કરતા પણ વધારે સંતો પધાર્યા હતા. પાંચેય ખંડની ધરતી પરથી પોતાના ગુરુહરિનાં દર્શન માટે સેંકડો હરિભકતો તત્‍પર હતા. આજે વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં પ.પૂ. મહંતસ્‍વામી મહારાજે 8પમાં જન્‍મદિનનો પ્રારંભ અક્ષરવાડી ખાતે બીએપીએસસ્‍વામિનારાયણ મંદિર ભાવનગર ખાતે પરબ્રહ્મ ભગવાન શ્રી સ્‍વામીનારાયણ, અક્ષરપુરુષોત્તમ મહારાજની આરતી ર્ેારા કર્યો હતો. આરતી બાદ પ.પૂ.મહંતસ્‍વામી મહારાજ સૌ કોઈ સંતો-ભકતોને આશીર્વાદની કૃપા દ્રષ્‍ટિ કરી હતી. પ્રાતઃપૂજા દરમિયાન તેમના જીવનકાર્યને સંગીતમય રજૂઆત સાથે ખુબ સુંદર રીતે પ્રસ્‍તુત કરવામાં આવ્‍યા હતા. પ્રાતઃપૂજાને અંતે પ.પૂ. મહંતસ્‍વામી મહારાજે સૌને આશીર્વાદ આપતા જણાવ્‍યું કે ભગવાન આ પૃથ્‍વી પર જન્‍મ ધારણ કરી પધાર્યા અને સૌ ભકતો પર ખુબ મોટી કૃપા કરી છે. આપને ગમે તેટલા મહાન થઈએ પણ ભગવાન આગળ આપનું કાંઈ જ ચાલે તેનાથી ચાલકોમાં મનુષ્‍યને કોઈ સામાન્‍ય પ્રાપ્‍તિ થઈ હોય તો પણ કેફમાં રહે છે. તો ભગવાનની પ્રાપ્‍તિ સૌથી મોટી વાત છે. તેનો મહિમા સમજી હંમેશા કેફમાં રહેવું. વિશેષ વાત કરતા પ.પૂ. મહંતસ્‍વામી મહારાજે જણાવ્‍યું કે અનંત બ્રમાંન્‍દોનો રાજા હોય પણ તેને સત્‍સંગ ના હોય તો તેનું જીવન આલેખે છે. માટે સત્‍સંગ કરવો તેના ર્ેારા જ સારા વચારો આવે છે. અને બળ રહે છે. સત્‍સંગની સાચી સમજણથી સૌને દિવ્‍ય જાણીએ તો અંતરમાં અખંડ આનંદ રહે છે. માટે આઠેય પહોર જો આનંદમાં રહેવું હોય તો સૌને દિવ્‍ય સમજવા. બીએપીએસ સંસ્‍થાનાં વરિષ્ઠ સંતોએ પ.પૂ.મહંતસ્‍વામી મહારાજને પુષ્‍પહાર અર્પણ કરી જન્‍મદિનનાંઅભિનંદન પાઠવ્‍યા હતા. મહોત્‍સવનાં મુખ્‍ય કાર્યક્રમમાં ભગવાનની શાશ્‍વત પરમ્‍પરાનો અમર વારસો ગુણાતીતાનંદ સ્‍વામીથી લઈને આજ મહંતસ્‍વામી મહારાજ સુધી સૌ ગુરુવર્યોમાં તાત્‍વિક રીતે એક સમાન છે તેની અનુભૂતિ કરાવતા તેમના જીવનમાં નિયમધર્મ, પરાભકિત, ભકતવત્‍સલતા, અહમ્‍શુન્‍યતા અને પ્રભાવની દ્રષ્‍ટિ એ કેવી રીતે સામ્‍યતા છે. તેની પ્રેરક રજૂઆત બીએપીએસ સંસ્‍થાનાં વરિષ્ઠ સંતો પૂ. ડોકટર સ્‍વામી, પૂ. વિવેકસાગર સ્‍વામી, પૂ. આત્‍મસ્‍વરૂપ સ્‍વામી વગેરે સંતો કરી હતી. પરમ પૂજય મહન્‍ત સ્‍વામી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્‍યું કે બધું જ કાર્ય ભગવાન ઉપર છોડી દેવું તો મનમાં કઈ જ ભાર ન રહે, આપના ઉપર રાખીએ તો ભાર લાગે. પણ ભગવાન ઉપર ઢોળી દઈએ તો કાર્ય પણ પૂરું થાય અને જરાય ભાર ન લાગે, દરેક સારું કાર્ય સંપીને કરીએ તો તે કાર્યમાં ભગવાન ભળે અને તે સફળતાપૂર્વક પર પડે, માટે જીવનમાં સંપ ખુબ જરૂરી છે. વ્‍યકિતગત સંપથી પરિવાર મજબુત બને, અનેક પરિવારથી શેર મજબુત બને, શહેર ર્ેારા રાજય અને રાજય ર્ેારા દેશ મજબુત બને છે. અને આવી રીતે વૈશ્‍વિક એકતા કેળવી શકાય. પ.પૂ. મહંતસ્‍વામી મહારાજનાં આશીર્વાદથી સૌએ ધન્‍યતા અનુભવી. આ પ્રસંગે બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થા વડીલ સંતોએ પુષ્‍પમાળા ર્ેારા પ.પૂ. મહંતસ્‍વામી મહારાજનાંચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી હતી. અને હજારો દીવડા સમૂહ આરતીએ વાતાવરણને મંત્રમુગ્‍ધ બનવી દીધું હતું. સમગ્ર કાર્યક્રમને અંતે મંત્રપુષ્‍પાંજલિ ર્ેારા સૌ ભકતોએ પ.પૂ.મહંત સ્‍વામી મહારાજનાં ચરણોમાં ભકિતઅર્થે અર્પણ કર્યુ હતું. પ.પૂ.મહંત સ્‍વામી મહારાજનાં 8પમાં જન્‍મજયંતિ મહોત્‍સવ પ્રસંગે અક્ષરવાડી બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર ભાવનગર ખાતે રકતદાન કેમ્‍પનું વિશિષ્‍ટ આયોજન થયું હતું. આ રકતદાન કેમ્‍પમાં સેંકડો રકતદાતાઓએ રકતદાન ર્ેારા એક ઉમદા સમાજસેવી કાર્ય કર્યુ હતું.


અમરેલીની કોલેજ ઓફ ડેરી સાયન્‍સ ખાતે ‘સર્જન અને સંવાદ’ કાર્યક્રમ યોજાયો

              કામધેનુ યુનિવર્સિટી તથા કોલેજ ઓફ ડેરી સાયન્‍સ, અમરેલીના સંયુકત ઉપક્રમે ભારતના રાષ્‍ટ્રપિતા એવા ગાંધીજીની 1પ0મી જન્‍મ જંયતી નિમતે તા.0ર/10ના રોજ ઈન્‍ટર કોલેજીયેટ (યુ.જી. અને પી.જી.) અને ઈન્‍ટર પોલીટેકનીક ફાઈન આર્ટસ અને લીટરેરી ઈવેન્‍ટસ (સર્જન અને સંવાદ ર018-19) નું આયોજન કામધેનુ યુનિવર્સિટીની અંગભુત કોલેજ, કોલેજ ઓફ ડેરી સાયન્‍સ અને પોસ્‍ટ ગ્રેજયુએટ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ ડેરી એજયુકેશન એન્‍ડ રીર્સચ અમરેલી ખાતે યોજવામાં આવેલ. સર્જન અને સંવાદ ર018-19ની વિવિધ સ્‍પર્ધાઓમાં ગાંધીજીની 1પ0મી જન્‍મ જંયતીને ઘ્‍યાનમાં રાખી ગાંધી વિચારલક્ષી વિષયક પર સર્જન અંતર્ગતરંગોળી, પેપર કોલાજ, પોસ્‍ટર મેકિંગ, કલે મોડલીંગ અને કાર્ટુનિંગ તથા સંવાદ અંતર્ગત કિવઝ, વકૃત્‍વ સ્‍પર્ધા, શિધ્ર વકૃત્‍વ સ્‍પર્ધા અને ડીબેટ જેવી સ્‍પર્ધાઓ યોજાઈ હતી. આ સ્‍પર્ધાઓમાં કામધેનુ યુનિવર્સિટીની કોલજો અને પોલીટેકનીકમાંથી 83થી પણ વધારે વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમના અઘ્‍યક્ષસ્‍થાને કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ, ડો. પી.એચ. વાટલીયા તથા મુખ્‍ય મહેમાન તરીકે ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી, ગાંધીનગરના પૂર્વ કુલપતિ, હર્ષદભાઈ શાહ ખાસ ઉપસ્‍થિત રહેલ હતા. તદ્‌ઉપરાંત કામધેનુ યુનિવર્સિટીના નિયામક વિદ્યાર્થી કલ્‍યાણ પ્રવૃતિઓ, ડો. ભાવીક એન. પટેલ તથા વિવિધ કોલેજ/પોલીટેકનીકના ટીમ લીડર હાજર રહયા હતા. આ કાર્યક્રમના સમાપન સમારોહમાં કોલેજ ઓફ ડેરી સાયન્‍સ, અમરેલીના પ્રિન્‍સિપાલ અને ડીન, ડો. વિમલ રામાણી દ્વારા પધારેલ મહેમાનોનું શાબ્‍દીક તથા પુષ્‍પ ગુચ્‍છ આપીને સ્‍વાગત કરવામાં આવેલ હતું. ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી, ગાંધીનગરના પૂર્વ કુલપતિ, હર્ષદભાઈ શાહે આ પ્રંસગે લાલ બહાદુર શાસ્‍ત્રીને તેમની જન્‍મ જયંતી પર યાદ કરતા સાદગીનો સંદેશો આપ્‍યો હતો અને જીવનની સીધીનુ રહસ્‍ય મજબુત સંકલ્‍પમાં છે તેમ જણાવ્‍યું હતું. વધુમાં, યુવાનોને દેશની પ્રગતિના પંથે લઈ જવા સંકલ્‍પ કરવા પ્રેરણા આપી હતી. કામધેનુયુનિવર્સિટીના કુલપતિ, ડો. પી.એચ. વાટલીયાએ ગાંધીજીની 1પ0મી જન્‍મ જંયતી પર વિદ્યાર્થી પ્રવૃતિઓને વિવિધ સમાજલક્ષી સેવાઓ સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. તેમણે કામધેનુ યુનિવર્સિટીમાં ચર્તુસ્‍ષ્‍ટકીય સંપૂટ (સંવાદ, સર્જન, સંસ્‍કૃતી, સ્‍પદંન)ની સુચારુ વ્‍યવસ્‍થા વિદ્યાર્થીઓમાં જોમ અને જુસ્‍સો વધારવા પ્રોત્‍સાહન પૂરુ પાડયુ હતું. નિણાયકો દ્વારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓના નામ જાહેર કરી ઈનામ આપવામાં આવેલ હતા. બંન્‍ને આચાર્યોએ તમામ વિજેતા, સ્‍પર્ધક, ટીમ કોડીનેટર, અને પ્રેક્ષકોને અભિનંદન પાઠવ્‍યા હતા. આ કાર્યક્રમના અંતમાં કામધેનુ યુનિવર્સિટીના નિયામક વિદ્યાર્થી કલ્‍યાણ પ્રવૃતિઓ, ડો.ભાવીક એન. પટેલે પધારેલ મહેમાનો, નિર્ણાયક ગણ, સ્‍પર્ધકો, ટીમ મેનેજર તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેકના સહયોગ બદલ સૌનો આભાર માન્‍યો હતો. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ડો. વિમલ રામાણી દ્વારા કરવામાં આવેલ હતુ.


મેઘાણીની વાર્તાઓમાં છલકતું શેલ નદીનું સૌંદર્ય : પ્રકૃત્તિની સમીપ બુઢેશ્‍વર મહાદેવ

               રાષ્‍ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓમાં જેનો વખતો વખત ઉલ્‍લેખ થયો છે તેવા કાઠીયાવાડની આ ભૂમિ પર અનેક લોકવાર્તાઓએ પોતાનું અસ્‍તિત્‍વ જમાવી રાખ્‍યું છે. શુરવીરતા અને બહાદુરીની દંતકથાઓએ કાઠિયાવાડની જનતામાં વખતોવખત જોમ અને જુસ્‍સાનું સિંચન કર્યુ છે. વટ, વચન અને વેર માટે કાઠિયાવાડ અને સોરઠના લગભગ મોટાભાગના ગામડાઓમાં વીરતાની સાક્ષી પુરતી ખાંભીઓ-પાળીયા હજુ પણ મોજુદ છે. બીજી તરફ જોઈએ તો ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓમાં કલા, સંસ્‍કૃતિ અને સૌંદર્ય એટલું જ હર્યુભર્યુ નજરે પડે છે. મેઘાણીની લોકવાર્તાઓમાં અનેક પાત્રો નજર સમક્ષ તરવરતા રહે છે. આવી જ એક લોકવાર્તા ભભદીકરોભભ અને આ વાર્તાનું અદભુત પાત્ર ભભહીરબાઈભભ કે જેણે દુશ્‍મનના માથાને વાઢી તેના અંગના ટુકડે ટુકડા કરી પછેડીમાં બાંધી સવાયા દીકરા તરીકે પોતાના પિતાનું નામ રોશન કર્યુ હતું. આ લોકવાર્તા હાલના ધારી તાલુકાના લાખાપાદર નામે ગામમાં ગામધણી લાખા વાળાના સમયમાં બની હતી. શેલ નદીના ખળખળતા જળપ્રવાહની સાક્ષીએ નાની-મોટી થયેલી હીરબાઈએ તેવખતે મગરના મોંમાથી વાછરૂને બચાવ્‍યાની પણ લોકવાયકાઓ છે. હાલ જમાનો બદલાઈ ગયો છે. ગામનો ટીંબો મટી આજે થોડું સમૃઘ્‍ધ ગ્રામ્‍ય જીવન બન્‍યું છે. શેલ નદી પર પણ કેટલીક જગ્‍યાએ ચેકડેમ તો કયાંક મોટા ડેમ બની ગયા છે પરંતુ આ માટી અને નદીની રેતમાં વર્ષોથી ધરબાયેલ હીરબાઈની લોકવાયકા હજુ અકબંધ છે. શેલ નદીના કાંઠે આવેલ સ્‍વયંભૂ પ્રગટ એવા શ્રી બુઢેશ્‍વર મહાદેનું શિવાલય આવેલું છે. ડુંગરોની અડાબીડ ટેકરીઓ વચ્‍ચે આવેલ દેવાધિદેવ શ્રી બુઢેશ્‍વર મહાદેવ પ્રત્‍યેની અનેક લોકોની આસ્‍થા જોડાયેલી છે. પ્રકૃતિએ આ વિસ્‍તારને પર્વતીય ભલે બનાવેલ હોય પરંતુ ચોમાસાની ઋતુમાં નાના-નાના ઝરણાઓથી ખળખળતું સૌંદર્ય કુદરતની સમીપ લઈ જાય છે. સાવરકુંડલાથી લગભગ 38 કિલોમીટર દૂર આવેલા લાખાપાદર પ્રકૃતિપ્રેમીઓ માટે અનુપમ સ્‍થળ છે. આ સ્‍થળે જવા માટે અમરેલીથી વાયા ચલાલા-ખાંભા રોડ પર ધારગણી ગામથી લાખાપાદર તરફનો રસ્‍તો      વળે છે. ગીરના નાકા પર જ આવેલું અદભુત સૌંદર્ય પાથરતું લાખાપાદર ગામ અને ગ્રામ પરિવેશને જીવંત રાખતું નયનરમ્‍ય સ્‍થળ છે. શેલ નદીના કાંઠે બરાબર ગામને અડીને શ્રી શેલ હનુમાનજીનું પણ સુંદર મંદિર આવેલું છે. હાલ અવિરત વહેતો શુઘ્‍ધ જળ પ્રવાહ શ્રી હનુમાનજી અને શ્રી બુઢેશ્‍વર મહાદેવના પાવન ચરણોને પખાળેછે.


04-10-2018