Main Menu

Wednesday, October 3rd, 2018

 

બગસરાની શ્રી સમર્થ શરાફી સહકારી મંડળી લી.ની સાધારણ સભા યોજાઈ

બગસરાની શ્રી સમર્થ શરાફી સહકારી મંડળી લી.ની સામાન્‍યસભા તા. 30ને રવિવારના રોજ યોજાઈ. જેમાં બગસરા તાલુકાનું ગૌરવ વધારનારા વ્‍યકિતઓને પણ સન્‍માનીત કરવામાં આવ્‍યા. આ કાર્યક્રમમાં જિલ્‍લામાંથી અનેક સામાજીક અને સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. બગસરા સમર્થ સહકારી મંડળીની સામાન્‍યસભા યોજાઈ જેમાં બગસરા તાલુકાના 13 જેટલા વિદ્યાર્થીઓ જેમણે રાષ્‍ટ્રીય કક્ષાએ શહેરનું ગૌરવ વધારેલ છે તેમને સન્‍માનીત કરવામાં આવ્‍યા. આ ઉપરાંત બગસરાના સાહિત્‍યના ઘરેણા સમાન તેમજ અનેક સાહિત્‍યના એવોર્ડથી સન્‍માનીત થયેલ કવિ સ્‍નેહી પરમાર તથા હાલમાં જ એન.સી.સી. યુનિટ બગસરાના ટ્રેનિંગ પૂર્ણ કરેલ ઓફીસર વિનોદભાઈ જેઠવા, સીએની પરીક્ષા પાસ થનાર બગસરાના વિદ્યાર્થી તેમજ મોક્ષવાહીનીના દાતા સંજયભાઈ શિંગાળા સહિત અનેક લોકોને સન્‍માનીત કરવામાં આવ્‍યા. સમર્થ શરાફી હસકારી મંડળીની આઠમી સામાન્‍ય સભામાં ડી.કે. રૈયાણી, કૌશિકભાઈ વેકરીયા, સુખદેવભાઈ ધામેલીયા, મનસુખભાઈ ભુવા, મનીષભાઈ સંઘાણી, જય મસરાણી, કાંતીભાઈ સતાસીયા,રાજુભાઈ માંગરોળીયા, એ.વી. રીબડીયા તથા રશ્‍મિનભાઈ ડોડીયા, કનુભાઈ પટોળીયા, વિઠ્ઠલભાઈ ગઢીયા, ધીરૂભાઈ કોટડીયા, મહેશભાઈ વ્‍યાસ સહિતના સહકારી આગેવાનોએ ઉપસ્‍થિત રહી પ્રેરણા પુરી પાડી હતી. આ ઉપરાંત સમર્થ શરાફી સહકારી મંડળી ઘ્‍વારા દીકરીના જન્‍મને વધાવવા જે સભાસદોને ત્‍યાં દીકરીનો જન્‍મ થયો હોય તેઓને કીટ અને રૂા. 11000ના દરેકને બોન્‍ડ અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવ્‍યા. તેમજ આગામી દિવસોમાં મંડળીના સભાસદો અને વિસ્‍તાર માટે મંડળીના સ્‍થાપક ચેરમેન અનિલભાઈ વેકરીયા ઘ્‍વારા વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. એમ દિપકભાઈ આંબલીયા ઘ્‍વારા જણાવવામાં આવ્‍યું છે.


વંડા ખાદી કાર્યાલય ર્ેારા ગાંધી જયંતિ નિમિત્તે 8 કલાકમાં અઢી લાખ રૂપિયાનીખાદીનું વેચાણ

લોકોમાં ખાદી પ્રત્‍યે જાગૃતતા લાવવામાં આવી

સાવરકુંડલા, તા. ર

સાવરકુંડલા તાલુકાનાં વંડા ખાતે આવેલ સઘન ક્ષેત્ર યોજના ર્ેારા ભારતનાં રાષ્‍ટ્રપિતા અને ખાદી પ્રેમી મહાત્‍મા ગાંધીજીની 1પ0મી જન્‍મ જયંતી નિમિતે વંડા ખાદી કાર્યાલયમાં જ તૈયાર કરવામાં આવતી ખાદી પ્રત્‍યે લોકોમાં જાગૃતતા લાવવા અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનાં ખાદી પ્રત્‍યે સંદેશાને સમર્થન આપવા માટે ખાદીનાં વેચાણમાં પ0 ટકા વળતર આપવામાં આવ્‍યું હતું. વંડા ખાદી કાર્યાલય ર્ેારા ગાંધી જયંતી નિમિતે માત્ર 8 કલાકમાં અઢી લાખ કરતા પણ વધુ રૂપિયાની ખાદીનું વેચાણ કરવામાં આવ્‍યું હતું. સાવરકુંડલા તાલુકાનું નાનકડું એવું વંડા ગામમાં માત્ર છ હજાર લોકોની વસ્‍તી ધરાવતું હોવા છતાં સાવરકુંડલા પંથકમાં ખાદી પ્રત્‍યે લોકોમાં જાગૃતતા સંસ્‍થાનાં પ્રમુખ પ્‍યારભાઈ હાલાણી ર્ેારા લાવવામાં આવી હતી. વંડા ખાદી કાર્યાલય ખાતે હજુ પણ ખાદીનું પ0 ટકા વળતરથી વેચાણ ચાલુ રાખવામાં આવ્‍યું છે, જેની લોકો ર્ેારા ખરીદી કરવામાં આવે તેવી અપીલ કરવામાં          આવી છે.


અમરેલીમાં પાણીને બદલે ધુળનાં વરસાદથી સૌ ત્રાહીમામ

શહેરનાં તમામ રાજમાર્ગો પર ધુળની ડમરીથી રણ જેવો માહોલ

અમરેલીમાં પાણીને બદલે ધુળનાં વરસાદથી સૌ ત્રાહીમામ

ધુળની ડમરી શ્‍વાસ લેવાથી શરીરમાં જઈને શહેરીજનોને પરેશાન કરી રહી છે

અમરેલી, તા. ર

અમરેલી શહેર એટલે અધિકારીઓ અને પદાધિકારીઓ માટે અણમાનીતું શહેર હોય તેમ શહેરની દોઢ લાખની જનસંખ્‍યાને પરેશાન કરવાની હોડ જામી છે.

શહેરમાં છેલ્‍લા 3 વર્ષથી ચાલતા ભુગર્ભ ગટરનું કાર્ય હવે જાહેર માર્ગ પર આવી ચુકયું છે. શહેરનાં નાગનાથ ચોકથી ડો. જીવરાજ મહેતા ચોક અને ત્‍યાંથી ભીડભંજન ચોક સુધી થયેલ ખોદકામ બાદ તાત્‍કાલીક માર્ગ બનાવવામાં ન આવતાં અને હવે  શિયાળાનું આગમન થયું હોય સાંજના સમયે સતત ધુળનો વરસાદ થતો હોય શહેરીજનોનાં આરોગ્‍ય પર ગંભીર ખતરો ઉભો થયો છે.

આમ તો શહેરનાં તમામ માર્ગો પર યોગ્‍ય રીતે સફાઈ થતી ન હોય આખો દિવસ ધુળ ઉડતી હોવાથી સૌકોઈ ત્રાહીમામ પોકારી ચુકયા છે. શહેરમાં આમ તો ગલીએ-ગલીએ કહેવાતા આગેવાનો જોવા મળે છે પરંતુ જન સમસ્‍યાને વાચા આપે તેવા એકપણ આગેવાન જોવા મળતા ન હોય શહેરીજનોમાં શાસકો સામે ભયંકર નારાજગી જોવા મળી રહી છે.


અમરેલીનાં ચક્કરગઢ માર્ગ પર મિત્રનાં હાથે મિત્રની હત્‍યા કરવામાં આવતા ચકચાર

ર વ્‍યકિતએ પકડી રાખીને ત્રીજા વ્‍યકિતએ છરી ઝીંકી દીધી

અમરેલી, તા.ર

અમરેલીના ચકકરગઢ રોડ, દાનેવ પાન સામે ગઈકાલે મોડી રાત્રીના સમયે એક 30 વર્ષીય યુવાન સાથે ત્રણ સવારી બાઈક ઉપર આવેલા શખ્‍સોએ કોઈ કારણોસર બોલાચાલી કરી ઉશ્‍કેરાઈ જઈ છરીના આડેધડ ઘા મારી યુવકને ગંભીર ઈજા કરતા ઘવાયેલા યુવકને સારવાર માટે પ્રથમ અમરેલી અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવેલ. જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલીના બાયપાસ રોડ ઉપર આર.ટી.ઓ. ઓફિસ સામે રહેતા મહેશ રતિલાલ ઝાલા નામના 30 વર્ષીય યુવક ગઈકાલે રાત્રે અત્રેના ચકકરગઢ રોડ ઉપર આવેલ દાનેવ પાનના ગલ્‍લે ઉભા હતા ત્‍યારે અમરેલીના ચિરાગ ઠાકર તથા અન્‍ય બે અજાણ્‍યા ઈસમો ત્રણ સવારી મોટર સાયકલમાં ત્‍યાં આવેલ અને રાત્રે 11:4પ કલાકે કોઈ કારણોસર બોલાચાલી કરી, ચિરાગ ઠાકરે પોતાની પાસે રહેલ છરી વડે આ મહેશભાઈ ઉપર તૂટી પડી ગંભીર ઈજાઓ કરી હતી. જયારે બે અજાણ્‍યા શખ્‍સોએ પણ મદદગારી કરી હતી.

આ બનાવની જાણ મૃતક યુવકના પિતા રતિલાલ રામજીભાઈ ઝાલાને થતાં તેઓ તાત્‍કાલિક ઘટના સ્‍થળેપહોંચી લોહી લુહાણ હાલતમાં પડેલા પોતાના પુત્રને પ્રથમ અમરેલી અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાતા મૃતક મહેશભાઈનું રાજકોટ દવાખાને મોત થયું હતું.

આ બનાવ અંગે પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઈ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


ભૈ વાહ : સાવરકુંડલામાં સાંજે જોરદાર વરસાદી ઝાપટું પડી ગયું

ખેડૂતો, વેપારીઓમાં આશાનું કિરણ ઉભું થયું

સાવરકુંડલા, તા. ર

આજે બપોર બાદ એકદમ ગરમી-બફારામાં પ થી પ/30 0ાા કલાકમાં જોરદાર ઝાપટું પડી ગયેલ. રોડ ઉપર પાણી ફરી વળેલ. ખેડૂતો- વેપારીઓ જોરદાર વરસાદની રાહમાં છે.


અમરેલીની વરસડા બાયપાસ ચોકડી નજીકથી વિદેશી દારૂ સાથે ર ની ધરપકડ

એસપીની સૂચનાથી એસઓજીનો સપાટો

અમરેલીની વરસડા બાયપાસ ચોકડી નજીકથી વિદેશી દારૂ સાથે ર ની ધરપકડ

ટ્રક સહિત રૂપિયા 6.ર લાખનો મુદ્યામાલ કબ્‍જે

અમરેલી, તા. ર

અમરેલી પોલીસ અધિક્ષકે અમરેલી જિલ્‍લામાં ગેરકાયદેસર પરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઈસમો તેમજ જિલ્‍લાનાં પ્રોહીનાં લીસ્‍ટેડ બુટલેગર્સની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂનાં કેસો કરવા સૂચના આપેલ હોયજે અન્‍વયે એસ.ઓ.જીના પોલીસ સબ ઈન્‍સ. આર. કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી લાઠી બાયપાસ ચોકડી લાલાવાવ હનુમાન પાસેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂના જથ્‍થા સાથે (1) અકબર અલારખભાઈ દલ, ઉ.વ. ર4, ધંધો ડ્રાઈવીંગ, રહે. ગારીયાધાર, નવાગામ રોડ, મંત્રી સોસાયટી, મફતપરા (ર) હુશેન ઉર્ફે ભીખો કાળુખાન ભોજવાણી, ઉ.વ. ર1, ધંધો- ડ્રાઈવીંગ રહે. બાબરા કરિયાણા રોડ ટેલીફોન એક્ષચેન્‍જ ઓફીસને ભારતીય બનાવટનાં વિદેશીદારૂની ઓફીસર ચોઈલ કલાસીક વ્‍હીસ્‍કી 180 મી.લી.ની બોટલ નંગ-ર8 કુલ કિં.રૂા.રર1ર મોબાઈલ નંગ-01 કિ.રૂા.પ00 તથા અશોક લેલન્‍ડ ટોરસ ટ્રક કિ.રૂા.6,00,000 સાથે કુલ મુદ્યામાલ રૂા.6,0ર,71રનો મુદ્યામાલ મળી આવેલ છે. ઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ કોની પાસેથી લાવેલ છે, તે બાબતે આગળની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ ચલાવી રહેલ છે.


સાવરકુંડલાનાં મણીભાઈ ચોકમાં રહેણાંક મકાનમાં થઈ ચોરી

રૂપિયા 11પ00નાં મુદ્યામાલની ઉઠાંતરી

અમરેલી, તા. ર

સાવરકુંડલામાં આવેલ મણીભાઈ ચોક, ભજય ચામુંડા નિવાસભ મકાનમાં ગત તા.4/9 ના રોજ સાંજનાં સમયે કોઈ અજાણ્‍યા ઈસમોએ તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી, ડી.વી.ડી.નાં સ્‍ટેન્‍ડ ઉપર રાખેલ મોબાઈલ ફોન-1 કિંમત રૂા.10 હજાર, તથા રોકડ રકમ રૂા.1પ00 મળી કુલ રૂા.11પ00નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ આશિષભાઈ કાળુભાઈ ડોડીયાએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાવી છે.


તાઈવદર, કરજાળા, લોકી ગામેથી પોલીસે ગેરકાયદે રેતી ભરતાં શખ્‍સોને ઝડપી લીધા

પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની સૂચનાથી

તાઈવદર, કરજાળા, લોકી ગામેથી પોલીસે ગેરકાયદે રેતી ભરતાં શખ્‍સોને ઝડપી લીધા

રેતી તથા વાહન કબ્‍જે લઈ કાયદેસર કાર્યવાહી કરાઈ

અમરેલી, તા. ર

બાબરા તાલુકાનાં તાઈવદર ગામે રહેતાં ધીરૂભાઈ કનુભાઈ મજલાણી ગત રાત્રીનાં સમયે તાઈવદર ગામેથી ટ્રેકટર નં. જી.જે.8 8138માં રોયલ્‍ટી ભર્યા વગર રેતીનાં 11 જેટલા ફેરા કુલ પપ ટન રેતીની ચોરી કરતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે સાવરકુંડલા તાલુકાનાં ઓળીયા ગામે રહેતાં કલ્‍પેશ ભુરાભાઈ બગડા નામનાં ર4 વર્ષિય યુવક ગઈકાલે રાત્રે કરજાળા ગામની શેલ નદીમાંથી લીજ મેળવ્‍યા સિવાય ખોદકામ કરી પોતાના હવાલાવાળા ટ્રેકટર નંબર જી.જે.06 કે 8037માં ર ટન રેતી ભરીને નિકળતાં પોલીસે તેમને રૂા.1.પ0 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.

જયારે લીલીયા તાલુકાનાં પુંજાપાદર ગામે રહેતાં લાલજી ઉર્ફે લાલો કાળુભાઈ કનેજા નામનો ડ્રાયવર ગઈકાલે લોકી ગામથી નાના લીલીયા જવાનાં રસ્‍તે આવેલ શેત્રુંજીનદીમાંથી ગેરકાયદેસર ડમ્‍પરમાં રેતી ભરીને નિકળતાં પોલીસે રેતી તથા ડમ્‍પર મળી કુલ રૂા.ર,પપ,000નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


મેઘાપીપરીયા સહકારી મંડળીમાંથી ખાતર વેંચી રૂા. 19 લાખની ઉચાપત

અમરેલી, તા. ર

મેઘાપીપરીયા ગામે આવેલ સહકારી મંડળીનું ગત તા.1-4-16 થી તા.3-7-18 સુધીનાં સમયગાળા દરમિયાન વડિયા તાલુકાનાં ખજુરી ગામે રહેતાં પ્રદીપ રતિલાલ પુરોહીત તથા મેઘાપીપરીયા ગામે રહેતાં ગોવિંદ હીરજીભાઈ કાછડીયાએ મંડળીમાંથી અનુક્રમે રૂા. 1ર,49,970-66 તથા રૂા. 6,7પ,977-3રનું સહકારી  મંડળીમાંથી મેળવી બારોબાર વેચાણ કરી નાંખી મંડળીનાં કુલ રૂા. 19,રપ,947-88 ની રકમ મંડળીમાં જમા નહીકરાવી ઉચાપત કરી મંડળીનાં રેકર્ડ સાથે ચેડા કરી, ખોટા દસ્‍તાવેજ બનાવી ગુન્‍હા કર્યાની ફરિયાદ મંડળી વતી પ્રવિણભાઈ નાથાભાઈ હીરપરાએ વડીયા પોલીસમાં નોંધાવતા પી.એસ.આઈ. જી. ડી. આહીરે વધુ તપાસ હાથ ધરી છે.


નેસડી-રનાં યુવકનું ઝેરી અસર થતાં સારવાર દરમિયાન મોત

અમરેલી, તા. ર

ખાંભા તાલુકાનાં નેસડી-ર ગામે રહેતાં અને ખેતીકામ કરતાં મુકેશભાઈ રામજીભાઈ  વાળા નામનાં રપ વર્ષિય યુવક ખેડૂત ગત તા.ર6/9 ના રોજ પોતાએ રાખેલ ભાગવી વાડીમાં દવાનો છંટકાવ કરતાં હોય, અને તેમને ઝેરી અસર થઈ જતાં ભાવનગર દવાખાને સારવાર માટે ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું ખાંભા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


ધારી પંથકમાં હત્‍યા કેસનાં ગુન્‍હેગાર કેદીને જેલ હવાલે કરાયો

અમદાવાદ જેલમાંથી રજા પર છૂટીને 9 વર્ષથી ફરાર હતો

ધારી પંથકમાં હત્‍યા કેસનાં ગુન્‍હેગાર કેદીને જેલ હવાલે કરાયો

અમરેલી, તા. ર

પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીનાં પોલીસ સબ ઈન્‍સ. એસ.આર.શર્મા તથા એ.એસ.આઈ. બી.વી. પરમાર તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. સુરેશભાઈ દાફડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઈ પોપટાણી તથા પો.કોન્‍સ. જનકભાઈ કુવાડીયા એ રીતેનાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન અમદાવાદ મઘ્‍યસ્‍થ જેલનાં પાકા કેદીનં. એસ/9134 કેશાભાઈ ઉર્ફે પેથાભાઈ પાંચાભાઈ વાઘેલા (દેવીપુજક) ઉ.વ. 4પ રહે. ગોવિંદપુર ધારી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.0પ/ર003 આઈ.પી.સી.ક.30ર,147,148 વિ. મુજબના ગુન્‍હાનાં કામે એડી. સેસન્‍શ ફાસ્‍ટ ટ્રેક કોર્ટ અમરેલીનાં સેશન્‍સ કેસનં.10/ર003 આધારે તા.0ર/08/ર003 ના રોજ મજકુર કેદીને આજીવન કેદ તથા દંડની સજા થયેલ, જે કામે મજકુર કેદી મઘ્‍યસ્‍થ જેલ અમદાવાદ (સાબરમતી) ખાતે પાકા કામનાં કેદીતરીકે સજા કાપતો હોય અને મજકુર કેદી અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલોનાં ઈન્‍સ્‍પેકટર જનરલ ગુજરાત રાજય અમદાવાદનાં આદેશાનુસાર તા.03/03/ર009 થી ફર્લો રજા ઉપર છૂટેલ હોય અને મજકુર કેદીને તા.ર4/03/ર009નાં રોજ અમદાવાદ મઘ્‍યસ્‍થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી હાજર થયેલ નહી અને તા.ર4/03/ર009 થી ફર્લો રજા પરથી ફરાર થયેલો મજકુર કેદીને પૂર્વ બાતમી આધારે ધારી તાલુકાનાં કોટડા ગામે દેવીપુજક વાસમાંથી તા.0ર/10/ર018 ના પકડી પાડી અમદાવાદ મઘ્‍યસ્‍થ જેલ ખાતે બાકી રહેલ સજા ભોગવવા સોંપી આપવા તજવીજ કરેલ છે.

આમ પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીએ ફર્લો રજા પરથી ફરાર પાકા કામનાં કેદીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.


અમરેલી જિલ્‍લામાં દુષ્‍કાળનાં એંધાણથી ચિંતાનો માહોલ

જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરવાની ઠેર-ઠેર માંગ ઉભી થઈ

અમરેલી જિલ્‍લામાં દુષ્‍કાળનાં એંધાણથી ચિંતાનો માહોલ

અપુરતા વરસાદથી કપાસ, મગફળી, બાજરો, જુવાર તેમજ કઠોળનાં પાકને વ્‍યાપક નુકશાન

લાઠી, બાબરા, ધારી, સાવરકુંડલા, અમરેલી સહિત ઠેકઠેકાણેથી માંગ ઉભી થઈ રહી છે

અમરેલી, તા. ર

અમરેલી જિલ્‍લામાં અપુરતા વરસાદથી ખેતીપાકોને જબ્‍બરૂ નુકશાન થયું હોય જિલ્‍લાને તાત્‍કાલીક અછતગ્રસ્‍ત જાહેર કરીને ખેડૂતો, ખેતમજુરો, પશુપાલકોને તમામ મદદ કરવાની માંગ ઠેર-ઠેરથી ઉભી થઈ રહી છે.

લાઠી ખાતે ખેડૂતોએ પ્રાંત અધિકારી મારફત મુખ્‍યમંત્રીને આવેદનપત્ર પાઠવેલ છે. તો ગોપાલગ્રામનાં ખેડૂતોએ પણ અછતગ્રસ્‍તની જાહેરાત કરવાની માંગ કરી છે. તો સાવરકુંડલા પંથકનાં કોંગી આગેવાન લાલભાઈ મોર, બાબરા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ કિશોરભાઈ દેથોલીયા સહિતનાં આગેવાનોએ જિલ્‍લા માટે રોજગારી, પાણી,ઘાસચારાની તાકીદે વ્‍યવસ્‍થા કરવા માંગ કરી છે.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, જિલ્‍લાનાં સત્તાધારી પક્ષનાં અને ખેડૂતોનાં હિતેચ્‍છુ હોવાની ગુલબાંગો ફેંકતા નેતાઓ ખેડૂતની મદદમાં આવતા નથી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, અમરેલીનાં જ રૂપાલા કેન્‍દ્રમાં કૃષિમંત્રી હોવા છતાં જિલ્‍લાનાં કૃષિકારોની હાલત અતિદયનીય બનીછે.


અમરેલીમાં બનતાં બાયપાસ માર્ગમાં નિયમોનો ઉલાળીયો

અઢી દાયકા બાદમહામુસીબતે વરસડા બાયપાસથી માચીયાળા સુધીનો માર્ગ બનાવવામાં આવી રહૃાો છે

અમરેલીમાં બનતાં બાયપાસ માર્ગમાં નિયમોનો ઉલાળીયો

માર્ગનું કામ કયારે શરૂ થયું અને કયારે પુર્ણ થશે તે જણાવાયું નથી

કોઈ ફરિયાદ હોય તો સ્‍થાનિક અધિકારીને બદલે રાજકોટનાં અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું

અમરેલી, તા. ર

અમરેલી જિલ્‍લાનાં પંચાયત અને સ્‍ટેટ હસ્‍તકનાં માર્ગ-મકાનમાં બેફામ ભ્રષ્‍ટાચાર ચાલી રહૃાો છે. કોન્‍ટ્રાકટર, રાજકીય આગેવાનો અને અધિકારીઓની મિલીભગત જગજાહેર બની છે અને ટકાવારીનું પ્રમાણ રથી 10 ટકા જેટલું ચાલી રહૃાાનું જાણવા મળેલ છે.

દરમિયાનમાં અમરેલીનાં વરસડા બાયપાસ ચોકડીથી નાના માચીયાળા સુધીનાં બાયપાસનો માર્ગ રપ વર્ષ બાદ શરૂ કરવામાં આવ્‍યું છે. અને 4.પ કિ.મી.નાં માર્ગ માટે જનતા જનાર્દનનાં પરસેવાનાં રૂપિયા 16.49 કરોડનો ખર્ચ કરવામાં આવી રહૃાો છે.

નાના માચીયાળા નજીક કોન્‍ટ્રાકટર ઘ્‍વારા જાહેર જનતાની જાણકારી અર્થે જાહેર બોર્ડ લગાવવાનો ઉપકાર કરવામાં આવ્‍યો હોય તેમ માર્ગનું કામ કયારે શરૂ થયું અને કયારે પુર્ણ થશે તેની માહિતી છુપાવવામાં આવી છે.

તદઉપરાંત સ્‍થાનિક કાર્યપાલક ઈજનેરને ગેરરીતિ અંગે ફરિયાદ કરવાને બદલે રાજકોટ ખાતે બિરાજમાન અધિક્ષક ઈજનેરનો સંપર્ક કરવા જણાવાયું છે.પરંતુ તેમાં અધિકારીના મોબાઈલ કે લેન્‍ડલાઈન નંબર દર્શાવવામાં ન આવતાં આ માર્ગ બનાવવામાં કંઈક ગોલમાલ થઈ રહૃાાનું ચર્ચાઈ રહૃાું છે. તેમાં માર્ગ- મકાન વિભાગનાં અધિકારીઓની મીઠ્ઠીનજર હોવાનું સૌ માની રહૃાું હોય આ અંગે નિયમાનુસાર કામગીરી થાય તે માટે માર્ગ-મકાન મંત્રીને પણ રજુઆત થઈ રહૃાાનું જાણવા મળેલ છે.


મહાત્‍મા ગાંધીની જન્‍મજયંતિએ : અમરેલીમાં ડાયાબિટીસ ચેકઅપ કેમ્‍પ અને જનજાગૃતિ અભિયાન યોજાયુ

અમરેલી તા.ર

મહાત્‍મા ગાંધીજીની 1પ0મી જન્‍મ જયંતિની ઉજવણી નિમિત્તે લાયન્‍સએ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા અમરેલી સ્‍થિત સરદાર સર્કલ અને જેસીંગપરા ખાતે ડાયાબિટીસ મેડિકલ ચેકઅપ કેમ્‍પ અને જનજાગૃત્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.

જિલ્‍લાવિકાસ અધિકારી યોગેશ નિરગુડેએ દીપપ્રાગટય કરી કાર્યક્રમને ખૂલ્‍લો મૂકયો હતો. તેમણે જણાવ્‍યું કે, આરોગ્‍યક્ષેત્રે જાગૃત્તિ લાવવી જરૂરી છે. રાજય સરકાર દ્વારા કરવામાં આવતી આરોગ્‍યલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ વિશે તેમણે વિગતો આપી હતી. ગ્રામ્‍ય વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અને આરોગ્‍યલક્ષી જાગૃત્તિ કેળવાય તે જરૂરી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

નિરગુડેએ કહ્યું કે, સમય સાથે યોગ્‍ય માર્ગદર્શન અને સારવાર        મળી રહે તો રોગ કે માંદગીની ગંભીરતાને ઘટાડી શકાય છે, આથી આ પ્રકારે થતાં આરોગ્‍યલક્ષી કેમ્‍પ ઉપયોગી નિવડે છે. નિયમિત રીતે આરોગ્‍ય ચકાસણી કરાવવામાં આવે તે જરૂરી છે. સામાજિક જાગૃત્તિ માટે સહકાર આપવા અપીલ કરી હતી. મહાત્‍મા ગાંધીના દ્રષ્ટાંતો આપી તેમના સંસ્‍મરણોને તાજા કર્યા હતા.

મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. જયેશ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું કે, સ્‍વ્‍ચ્‍છતા અને આરોગ્‍ય એકબીજા સાથે સંકળાયેલા છે. સ્‍વ્‍ચ્‍છતા જાળવવાથી આરોગ્‍ય નિરોગી રહે છે. આરોગ્‍ય વિભાગની વિવિધ યોજનાઓ વિશે જણાવી તેમણે જરૂરિયાતમંદોને તેનો લાભ લેવા જણાવ્‍યું હતુ.

રોટરી કલબ ઓફ અમરેલી દ્વારા ટીબીના દર્દીઓને ન્‍યુટ્રિશ્‍યન કિટ વિતરણ કરવામાં આવેલ. આ તકે આરોગ્‍ય શાખા – અમરેલી દ્વારા પેમ્‍પલેટસ વિતરણ કરવામાં આવ્‍યું હતુ. મહાનુભાવોએ સફાઇ શ્રમદાન કરવામાંઆવ્‍યું હતુ.

કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારી ડી.એન. સતાણી, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવ, અમરેલી તાલુકા મામલતદાર, શિક્ષણ કચેરીના ડામોર, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના વાઢેર, આરોગ્‍ય શાખા – અમરેલી સહિતના અધિકારી, કર્મચારીઓ અને અમરેલીના નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા. શાબ્‍દિક સ્‍વાગત લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રમુખ વસંતભાઇ મોવલીયાએ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશ દેસાઇએ કર્યુ હતુ.


સાવરકુંડલામાં ધારાસભ્‍યોનાં પગાર વધારવા બાબતે રોષ : દીપક માલાણીએ ચાબખા માર્યા

સહકારી અગ્રણી દીપક માલાણીએ ચાબખા માર્યા

સાવરકુંડલામાં ધારાસભ્‍યોનાં પગાર વધારવા બાબતે રોષ

જનસેવા માટે પગાર, ભથ્‍થા લેવા હોય તો ધારાસભ્‍ય કરતાં વેપારી બની જવું જોઈએ

ધારાસભ્‍યોનાં પગાર વધારવાની બાબતમાં સત્તાપક્ષ અને વિપક્ષની મિલીભગતનો થયો આક્ષેપ

અમરેલી, તા. ર

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ડિરેકટર અને સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિપકભાઈ માલાણી દ્વારા તાજેતરમાં ગુજરાતના ધારાસભ્‍યોનો પગારમાં 4પ હજારનો માસિક વધારો કરી એક લાખ સોળ હજાર કરવામાં આવતા સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડ ખાતે ધારાસભ્‍યના પગાર વધારાના વિરોધમાં એક ખાસ જાહેર ચર્ચાનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. આ તકે સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્‍યામાં ખેડૂતો તથા અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. આતકે માલાણી જણાવયું હતું કે વિધાનસભામાં પગાર વધારામાં વિરોધપક્ષ દ્વારા કોઈપણ વિરોધની પ્રતિક્રિયા ન આપતા સમગ્ર રાજયની પ્રજામાં ભારે આશ્‍વર્ય પામ્‍યા હતા. ગુજરાતમાં હજારો યુવાનો કોન્‍ટ્રાકટ બેઝથી માત્ર ચાર આંકડાના પગારમાં વર્ષોથી નોકરી કરી રહયા છે. અને ધારાસભ્‍યો પગાર વધારો લઈ જલસા કરી રહયા છે. ધારાસભ્‍યોના પગાર વધારા સામેની જાહેર ચર્ચામાં સાવરકુંડલા સમગ્ર વિષયે સત્‍ય અને સાર ટુંકમાં કહેવો હોય તો ભભબધુ એક મગ ના બે ફાડા જેવું છે.ભભ બેમાં કોઈ ફરક નથી. ફરક એટલો જ છે કે એક પક્ષ સરકારમાં નથી એટલો જ. એક વ્‍યકિતને મહીને રૂા.4પ,000 પગાર વધારામાં કોણ રહયું પબ્‍લીક સાથે ? કે ગુજરાતની લાગણી સાથે ? બધા જ સદસ્‍યો સતાધારી પક્ષ બની ગયા. વિશેષમાં આ મુદાના વાજબીપણા અંગે જણાવતા કહેલ કે આપણે અહીં મળશું એટલે પગાર વધારો અટકી જશે તેવા ખ્‍યાલમાં નથી રહેવાનું પણ 181 (18ર માંથી 1 ખાલી છે.) ધારાસભ્‍યોએ તેના હાથમાં હતું તે કર્યુ. આપણાં હાથમાં જે જેટલું છે તે આપણે કરવાનું છે. મતલબ અહીથી રજુ થયેલ વિચારો, મંતવ્‍યો માઉથ ટુ માઉથ અથવા પત્રીકાઓના માઘ્‍યમથી વધુમાં વધુ લોકો સુધી લઈ જવાનો નાગરીક ધર્મ બજાવવો પડશે. તો જ આ ડીબેટમાં આવ્‍યાનો અર્થ સરશે. સાથે આશા રાખીએ અને સમગ્રગુજરાત જોગ વિનંતી કરીએ કે આવી ડીબેટ સમગ્ર રાજયમાં ઠેર-ઠેર થાય. ધારાસભ્‍યોનો પગાર વધારોએ જાણે ગુજરાતનો પ્રાણ પ્રશ્‍ન હોય તેમ ગઈ તા.19/9/ર018એ વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપ બધા એક થઈ ગયા. ભાજપ અને કોંગ્રેસ બધાજ સતાવાળાઓ (સમ ખાવા પુરતો પણ વિરોધપક્ષ ન રહયો) મળીને ધારાસભ્‍યોના પગારમાં રૂા.4પ,000 નો જંગી વધારો કરતું બીલ મંજુર કર્યુ. તેનાંથી રાજયની કે પ્રજાની તિજોરી ઉપર કેટલા કરોડ રૂપિયાનો બોજ પડશે ? તેનાથી વધારે ગંભીર વાત તો ફિસપોન્‍ડની પઘ્‍ધતીએ ચાલાકીભરી કાર્યવાહી કરીને પાછલા બારણેથી બીલ દાખલ કરેલ તે છે. સંસદીય પ્રણાલીકા અને ધારાસભાના નીતી – નિયમોનો લોપ કરીને જે સીસટમથી કર્યુ છે. તે નાણાંકીય બોજ કરતા પણ વધારે હાનીકારક મુદો જે પઘ્‍ધતીએ થયું તે છે.

સામાન્‍ય રીતે વિધાનસભામાં બોલવાનો કે પ્રશ્‍ન પુછવાનો વારો ન આવે કે કોઈ મુદે ચર્ચા ન આપે એટલે દેકીરાઓ અને વોકઆઉટ સુત્રોચારો કરતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યોએ એક સાથે એક વ્‍યકિતને રૂા.4પ,000 નો વધારો કરતું બીલ વિધાનસભામાં વિના ચર્ચા કે વિના એજન્‍ડા યુઘ્‍ધના ધોરણે પસાર થયું. તો તેનો કોઈ વિરોધ નહી. તેમાં કોઈ લોકશાહીને ગળાટુપાનું ન લાગ્‍યું કે હીટલરશાહી ન લાગી. બધુ સારૂ દેખાયું. કારણ માત્ર સ્‍વલાભ દેખાયો. તોઆ ધારાસભ્‍યોને આપણે પુછવાનો અધિકાર છે કે ભભસામાન્‍ય ફાલતું મુદામાં આ સરકારે લોકશાહીને ગળાટુપો દીધો છે, અમારો બોલવાનો હકક છીનવી લીધેલ છે.ભભ વિ. રાગ આલાપતા તમને આ કાર્યવાહીમાં તાનાશાહી કે બંધારણીય અધિકારો છીનવાયાનું કેમ ન લાગ્‍યું ? કે ભભનહી ચલેગી – નહી ચલેગી… તેરી તાનાશાહી નહી ચલેગી કે…. ભભ જેવા સુત્રો કોઈ માઈના લાલે કેમ ન પોકાર્યા.

રૂા. 4પ,000 ના જંગી પગાર વધારાના પોતાનાં કૃત્‍યના બચાવમાં સતાવાળાઓ દલીલો કરે છે. કે – આ સ્‍ટેટસનો સવાલ હતો. સરકારના ઉપસચીવ કક્ષાના અધિકારી કરતા ધારાસભ્‍યોનો પગાર ઓછો હતો. ભભજે દલીલ વાહીયાત છે. આવા લોકોએ ખ્‍યાલમાં રાખવું જોઈએ કે સરકારના કલાસ -1 કે તેથી ઉપરના કે નીચેના અધિકારીને અધિકારી બનવા માટે ચોકકસ શૈક્ષણીક લાયકાત અને ચોકકસ ઈન્‍ટરવ્‍યુંની પરીક્ષા પાસ કરવી પડે છે. તેને 1 થી પ ઓફીસ ટાઈમ સતત હાજરી આપવી પડે છે. જે દિવસે ગેર હાજર રહે તેની કપાત પગારની રજા ગણાય છે. ધારાસભ્‍ય બનવામાં કોઈ શૈક્ષણીક લાયકાત કે પસંદગીની કોઈ ચોકકસ પ્રક્રીયા ખરી ? આ 181 માંથી ગે્રજયુએટ કેટલા ? પોતાની ફરજમાં નીયમીતતા રાખે કે ન રાખે આનો પગાર કપાય છે ? શું બધાય ધારાસભ્‍યો બધાય દિવસ પ્રજાકીય કામ કે લોકસેવાનું કરે છે ? પોતાનુંવ્‍યવહારીક કે ધંધાકીય કામ કરતાં નથી ? એટલે અહીંથી સવાલ પુછું છું આને માટે કપાત પગારની જોગવાઈ કેમ નહી ? કેટલાક તો ગૃહમાં ખાલી સહીઓ કરીને હાજરી બતાવવાનું કરીને પાંચ વર્ષ પુરા કરે છે કે શોર – બકોર અને વોકઆઉટ કે સુત્રોચારમાં કાઢે છે. તો પણ પગાર કપાતો નથી. વિધાનસભા ચાલેએ દરમ્‍યાન ફુલ દિવસ હાજરી આપતા હોય તેવા કેટલા ? પેલા તેની તપાસ અને સિસ્‍ટમ તો દાખલ કરો… પછી પગાર વધારાને સરકારી અધિકારીઓના પગાર ધોરણની સાથે કે સ્‍ટેટસના નામે બચાવ કરો. આપણો અહીથી સવાલ છે કે, ધારાસભ્‍યોના પગાર- ભથ્‍થામાં કપાત પગાર રજાની જોગવાઈ કેમ નથી કરતા ? એક બીજી દલીલ એવી કરી કે બધા ધારાસભ્‍યોને આટલા પગારમાં પોસાય નહી. પુરૂ પડે નહી. વિ. એટલે પગાર વધારો જરૂરી છે. આ દલીલ પણ વાહીયાત અને પબ્‍લીક મશ્‍કરી સમાન છે. હકીકતે જેને પગાર કે આવક સીવાય કોઈ ધંધો ન હોય એવા ગરીબ માણસ કે લોકસેવકને ભાગ્‍યે જ ટીકીટ મળે છે. ટીકીટો જ પૈસા ખર્ચીશકે તેમ હોય તેવાને, માલ હોય તેવા ને જ મળે છે. ચુંટણીમાં પુશ્‍કળ પૈસા વાપરી શકે તે ક્રાઈટ એરીયા ટીકીટો માટેનો બની ગયો છે. મતલબ કે કોઈ ગરીબ કે ઓછી આવક વાળા ક્રાઈટ એરીયામાં ભાગ્‍યેજ આવે છે. તેનાંથી નાગરીકો અજાણ નથી. અહીંથી આપણે પુછવું જોઈએકે આપણાં સૌરાષ્‍ટ્રની જ વાત કરો તો સૌરાષ્‍ટ્રના કેટલા ધારાસભ્‍યો ગરીબ છે ? પગાર વધારો ન કરાય તો રજળી પડે એવા કેટલાં ? આમ છતાં કોઈ હોય તો સરકારે સર્વે કરીને જેમ સીમાંત ખેડૂતો અને નાના ખેડૂતોની યાદી બનાવે છે તેમ મર્યાદીત આવકવાળા ધારાસભ્‍યોની યાદી બનાવીને તેમના માટે ખાસ ભથ્‍થા કે સ્‍ટાઈપેન્‍ડનો પ્રબંધ કરતો નિર્ણય કરવો જોઈએ. આ તો ચુંટણીઓમાં કરોડો રૂપિયા ખર્ચે છે. કરોડો રૂપિયા આપીને ટીકીટો લઈ આવે છે. એ પણ ગરીબ અને પગાર વધારાને પાત્ર. બધા સમાન, અને ધારાસભ્‍યોને ન પોસાય તેવી દલીલ નીચે કરોડપતીઓ, અબજોપતીઓને સરખો લાભ. આ તો કેવી રીત ?  સંભળાય છે કે વિરોધપક્ષના નેતાએ જ સરકાર સાથે સમજુતી કરીને પગાર વધારાનો વિરોધ નહી કરવાનું વચન આપેલ. એ નિભાવવા માટે અમે સરકાર સાથે થઈ ગયા. આનાંથી દુઃખદ વાસ્‍તવિકતા ગુજરાતના પ8 વર્ષના ઈતિહાસમાં ભુતકાળમાં કદી સાંભળી નથી. પરેશભાઈ ધાનાણી… હવે ભલા થઈને આનાથી કપરી સમજુતી તમારા લાભ માટે સરકાર સાથે ન કરતા. તોય તમારી કોલેજો અને ધંધાઓ ચાલશે. શિક્ષણ કે અન્‍ય ધંધાઓ ચાલે કે નુકશાન થાય તેની પરવા ન કરતા. અને સમજુતી કરવી હોય તો પાક વિમા, તાર ફેન્‍સીંગ, પોષણક્ષમ ભાવ જેવા ખેડૂતોના પ્રાણ સાટે પ્રશ્‍ને કરજો. આ મુદો અમરેલીજિલ્‍લા માટે ખેદ જનક છે કેમ કે વિરોધપક્ષના નેતા પણ આપણા જિલ્‍લાના છે. આપણા સૌ માટે બીજી ખેદ જનક વાત એ થઈ કે જિલ્‍લાના બીજા એક ધારાસભ્‍યએ આ પગાર વધારાને આવકારીને કહયું કે – ભભબીજા રાજયમાં મળે છે. એટલો પગાર તો નથી થતો તો પણ… ભભ ગુજરાતમાં કોઈને પગાર વધારો ઓછો પડતો હોય તો તેમણે અહીંથી ચુંટણીઓ જ ન લડવી જોઈએ. તે સીવાય તમને ખ્‍યાલ હોવો જોઈએ કે આ રાજયનું ઉદઘાટન પુ. રવિશંકર મહારાજ જેવા મહર્ષિએ કર્યુ હતું. સરકાર આવા ધારાસભ્‍યોને પગાર વધારાની સાથે પુ. મહારાજનાં પ્રવચનની નકલ પણ પહોંચાડે તો સારૂ. વધુમાં આ ધારાસભ્‍ય ઠુંમરે બીજા રાજય કરતા ઓછુ મળે છે તેની સાથે એ પણ કહેવું જોઈએ કે ગુજરાત વાળાને ચુંટણી ફંડ મળે છે. એટલું બીજે કયાંય મળતુ નથી. ગુજરાતનો ઉમેદવાર ચુંટણી પછી જે ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કરી શકે છે. એટલુ બીજા કોઈ રાજયમાં કરી શકતો નથી. ચુંટણી ફંડની વાસ્‍તવીકતાનો એકરાર કરવો જોઈએ. અમરેલીવાળાએ તો ઉમેદવારો માટે પક્ષમાંથી મોકલાતા ફંડમાંથી કટકી કરવાનું અન્‍ય રાજયમાં કે જિલ્‍લામાં થાય છે કે કેમ ? તેનું આત્‍મનીરીક્ષણ પણ કરવું પડે તેમ છે. પ્રજાને કે પક્ષને ચુંટણી ફંડનો હિસાબ તમે આપ્‍યો છે ખરો ? જેના સંસ્‍કારમાં નૈતીકતા અને પ્રમાણીકતા હોય તેનેચુંટણીફંડ અને તેનો હિસાબ પક્ષ કે પ્રજાને પરત કરવો જોઈએ. આપણાં જ જિલ્‍લાના એક ધારાસભ્‍યને ર017ની ચુંટણી પછી આંગડીયા પેઢીમાં રૂપિયા એકત્રીસ કરોડ જેટલી રકમની બેલેન્‍સ રહી ગયેલ. નથી તેની જાણ પક્ષને કે પ્રજાને સત્‍ય માત્ર આંગણીયા પેઢી અને ચુંટણી ફંડ મેળવનાર પુરતુ સીમીત છે. એટલે સત્‍ય બહાર નહી આવે. તો ગુજરાતમાં અને બહારમાં કેટલો ફેર છે તે સાનમાં સમજી જવા જેવું છે. ધારાસભ્‍યો પ્રજા સેવક ગણાય એને પગાર અને આવક હોવી જોઈએ. તેવું આ 181 ધારાસભ્‍યો માનતા હોય તેનો વાંધો નથી પણ લેવલે કામ કરતા સરપંચઓ, તાલુકા અને જિલ્‍લા પંચાયતના સભ્‍યોઓ, વોર્ડવોર્ડ અને શેરીએ – શેરીએ કામ કરતા નગર પાલીકાના કાઉન્‍સેલરઓ પણ ચુંટાયેલ લોકપ્રતિનિધીઓ જ છે. આ બધા તો લોકોના રેશનકાર્ડ, આવક- જન્‍મના દાખલા, પાણી સ્‍ટ્રીટલાઈટ, વિજળી, અરજદારો સાથે કચેરીમાં જવું, વિ. પાયાના કામો કરે છે. તેઓ પણ પગાર હોવો જોઈએ તેવું કેમ માનતા નથી. સ્‍થાનીક લોકો વચ્‍ચે રહેવાનું અને ગ્રાસરૂટ લેવલે કામો કરવાનું તો આ પ્રતિનીધીઓ કરે છે. તેમને પગાર નહી. તેમને મફત એસ.ટી.નહી, તેમના મફત રેલવે નહી, તેમને મફત સારવાર નહી, કોઈ લાભો નહી. આ તે કેવો ભેદભાવ ? એટલે સરપંચઓ, તાલુકા અને જિલ્‍લા પંચાયતના સભ્‍યઓ,નગરપાલીકાના કાઉન્‍સેલરઓ પણ પગાર ભથ્‍થા અને અન્‍ય લાભો માંગવાનો સમય આવી ગયો છે. તેમ અંતમાં દિપકભાઈ માલાણીએ જણાવ્‍યું હતું.


વિદ્યાસભા સ્‍કૂલમાં ગાંધીજીની 1પ0મી જન્‍મજયંતિની ઉજવણી   

             ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ઉ.માઘ્‍યમિક, પ્રાથમિક તથાઅંગ્રેજી માઘ્‍યમ અને શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળાનાં સંયુકત ઉપક્રમે તા.0ર/10/ર018 ને મંગળવારનાં રોજ ગાંધી જયંતી દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમા સંસ્‍થાના ટ્રસ્‍ટી ચતુરભાઈ ખુંટ, નશાબંધી આબકારી વિભાગનાં અધિકારી વી. જે. જાડેજા તથા તમામ વિભાગનાં પ્રિન્‍સીપાલઓ ઉપસ્‍થિત રહૃાા હતા. કાર્યક્રમની શરૂઆત વૈષ્‍ણવજન તો ગાંધીજીનાં પ્રિય ભજનથી થઈ હતી. ત્‍યારબાદ મે. ટ્રસ્‍ટી ચતુરભાઈ ખુંટ, નશાબંધી અને આબકારી વિભાગનાં વી. જે. જાડેજા તથા આચાર્યઓ અને સ્‍ટાફગણે દીપ પ્રાગટય કરી ગાંધીજીને વંદન કર્યા હતા. ધો.11 ના વિદ્યાર્થીઓ આજનાં સમયમાં વ્‍યસનમુકિત અને સ્‍વચ્‍છતા વિશે ગાંધીજીનાં વિચારો વિશેવકતવ્‍ય આપ્‍યુ હતું. ધો. 9 અને 10નાં સ્‍ટુડન્‍ટે ગાંધીજીનાં જીવન અને કાર્ય તથા દેશની આઝાદી માટે કરેલા પ્રચંડ પ્રયત્‍નને ભાવપૂર્વક યાદ કર્યા હતા. મે. ટ્રસ્‍ટી ચતુરભાઈ ખુંટ તથા વી. જે. જાડેજાએ પ્રાસંગિક ઉદ્યબોધન કરી ગાંધીજીના જીવનમાંથી સદગુણોની પ્રેરણા લેવા સૌને શીખ આપી હતી. આજના આ મંગલ દિને ગાંધીજીના પ્રસંગો વિશે પ્રદર્શનીનું આયોજન કર્યુ હતું. જે વિદ્યાર્થીઓએ ખૂબ રસપૂર્વક માણ્‍યુ હતું અને તેમના જીવનનાં વિવિધ પ્રસંગોથી માહિતગાર થયા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક પૂર્ણ થયો હતો. વિદ્યાર્થીઓમાં ગાંધીજી પ્રત્‍યેસન્‍માનની ભાવ, સત્‍ય અને અહિંસા સિદ્ધાંતોથી શકિતથી દેશને આપેલ આઝાદી અને દેશપ્રેમની પ્રેરણા માટે હૃદયપૂર્વક નમસ્‍કાર કર્યા હતા.


મહાત્‍મા ગાંધીએ વર્ષ 19ર0માં એક દલિત બાળકીને લીધી હતી દત્તક

સમગ્ર વિશ્‍વને નાત-જાતથી દુર રહેવાનો સંદેશ આપનાર

મહાત્‍મા ગાંધીએ વર્ષ 19ર0માં એક દલિત બાળકીને લીધી હતી દત્તક

અમરેલી, તા.ર

ગાંધીજીએ એક દલિત બાળકીને 19ર0ના અરસામાં દત્તક લીધેલી એ બાળકી એટલે લક્ષ્મીબહેન દુદાભાઈ દાફડા દુદાભાઈને કુલ પાંચ દીકરીઓ હતી પાંચ દીકરી પછી એક દીકરો આવ્‍યો જેને દુદાભાઈ ગાંધીજીના આશીર્વાદ માનતા હતા એટલે તેમણે દીકરાનું નામ ગાંધીજીના જ માનમાં મોહન રાખી દીધું. મોહનભાઈ અમરેલી જિલ્‍લાના વડીયામાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત થયા તેમના બે દીકરાઓ છે અને એ પણ આજે વડિયામાંજ રહે છે. લક્ષ્મીબહેનના ભાઈ મોહનભાઈના દીકરાના દીકરાઓ આજે પણ તેમના પરદાદા અને ફાઈબાના નામે સમાજ માટે ઉપયોગી દાનપૂણ્‍યો કરે છે. અને ગર્વ અનુભવે છે.

ગાંધીજીએ એક દલિત બાળકીને 19ર0 ના અરસામાં દત્તક લીધેલીએ બાળકી એટલે લક્ષ્મીબહેન દુદાભાઈ દાફડા દુદાભાઈ અને તેમનું કુંટુંબ કોચરબ ખાતેસત્‍યાગ્રહ આશ્રમમાં વસનાર પહેલું અત્‍યંજ કુંટુંબ હતું. દુદાભાઈની સાથે પત્‍ની દાનીબહેન અને એક વર્ષની દીકરી લક્ષ્મી પણ હતા. સત્‍યાગ્રહ આશ્રમની સ્‍થાપનાના થોડાજ મહિનામાં ઠકકરબાપાની ભલામણથી તેઓ આશ્રમમાં આવ્‍યા હતા. મુંબઈમાં શિક્ષકનું કામ કરતા દુદાભાઈ આશ્રમમના નિયમોનું પાલન કરવા તૈયાર હતા એથી ગાંધીજીએ આશ્રમમાં લીધા આશ્રમમાં રહેતા દુદાભાઈએ આશ્રમમાં જન્‍મેલા દીકરાનું નામ મોહન પાડયું હતું. જેને દુદાભાઈ ગાંધીજીના આશીર્વાદ માનતા હતા. એટલે તેમણે દીકરાનું નામ ગાંધીજીના જ માનમાં મોહન રાખી દીધું એજ મોહનભાઈ અમરેલી જિલ્‍લાના વડિયાની તાલુકા પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતા તેમના પુત્રોનો પરિવાર આજે હાલમાં પરદાદા અને ફાઈબાના આશ્રમમાં ફોટા અને ગાંધીજીએ બનાવેલ કુરતો જોઈ ધન્‍યતા અનુભવે છે.

દુદાભાઈ દાફડા મુંબઈથી આવીને આશ્રમમાં વસ્‍યા હતા. એ પરિવાર દલિત હતો એટલે કસ્‍તુરબા સહિત ઘણાને તેમના પ્રત્‍યે થોડો અણગમો હતો. ગાંધીજીએ આ અણગમો દુર કરવા પોતાની સ્‍ટાઈલમાં ચોટડુટ ઉપાય શોધી કાઢયો હતો. અને દુદાભાઈની દીકરીને લક્ષ્મીને દત્તક લેવાનું નકકી કર્યુ જેથી એ આપોઆપ કસ્‍તુરબાની પણ દીકરી બને અને દત્તક દિકરી લક્ષ્મીબહેન જેમને ગાંધીજીને બકરીના દુધના પ્રયોગો શીખવ્‍યા હતા. કસ્‍તુરબા ગમે તેટલોઅણગમો હોવા છતાં લક્ષ્મીને દુર કરી શકે નહી એક તબક્કે ગાંધીજીએ કસ્‍તુરબાને કહી દીધેલું કે તારે જવું હોય તો જઈ શકે છે. પણ લક્ષ્મીતો અહીજ રહેશે ગાંધીજીએ એક દલિત બાળકીને 19ર0 ના અરસામાં દત્તક લીધેલીએ બાળકી એટલે લક્ષ્મીબહેન દુદાભાઈ દાફડા લક્ષ્મી બહેને પોતાના સંસ્‍મરનોમાં નોંઘ્‍યા પ્રમાણે દત્તક લીધા ત્‍યારે તેઓ સાબરમતી આશ્રમ આવી ગયેલા અને વર્ષ 19ર0-ર1 નું હતું દતક લેતી વખતે ગાંધીજીએ દુદાભાઈને કહેલું કે હવે આ દીકરી સંપુર્ણ પણે મારી છે. અને તેનું કન્‍યાદાન પણ હું કરાવીશ ગાંધીજીએ બાદમાં લક્ષ્મીના લગ્ન પણ ગાંધીજીએ કૃષ્‍ણાદાસ શર્મા નામના બિન ગુજરાતી બ્રાહ્મણ સાથે કરાવેલ લક્ષ્મીબહેનને બે સંતાનો એક દિકરી અને એક દીકરો હતા તેમના પરિવારજનો આજે પણ હયાત છે. અને ગાંધી ફેમિલીના વારસદાર હોવાની ઓળખ વગર પ્રસિદ્ધિથી દુર રહી જીવે છે.


અમરેલીમાં કોંગીજનોએ મહાત્‍મા ગાંધીને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરી

               રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતિ અવસરે જીલ્‍લા કોંગ્રેસ સમિતિ અમરેલી ઘ્‍વારા ગાંધીબાગ અમરેલી ખાતે મહાત્‍મા ગાંધીની પ્રતિમા સ્‍થળે પૂ. બાપુની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવેલ હતી. પૂ. બાપુના આદર્શો અનેઅહિંસાના સિઘ્‍ધાંતો પુરી દુનિયામાં સ્‍વીકૃતિ પામ્‍યા હોય ત્‍યારે પૂ. બાપુના સિઘ્‍ધાંતોને અનુસરવાની પ્રતિજ્ઞા સાથે જીલ્‍લા કોંગ્રેસ અગ્રણીઓએ પૂ. બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્‍પોથી ભાવાંજલિ આપવામાં આવેલ હતી. આ પ્રસંગે જીલ્‍લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ સોસા, શરદભાઈ ધાનાણી, જીલ્‍લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ લલિત ઠુંમર, જીલ્‍લા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટાયેલ કોંગ્રેસ પ્રતિનિધિઓ, કોંગ્રેસી અગ્રણી અરવિંદભાઈ સિતાપરા, નરેશ અઘ્‍યારૂ, સંદિપ પંડયા, જનક પંડયા, સંદિપ ધાનાણી, દિનેશ સાવલીયા, પ્રકાશ લાખાણી, હંસાબેન જોષી, માધવીબેન જોષી, વસંતભાઈ કાબરીયા તથા મોટી સંખ્‍યામાં કોંગીજનો હાજર રહેલ હતા.


03-10-2018