Main Menu

Tuesday, October 2nd, 2018

 

અમરેલી જિલ્‍લાનાં આરોગ્‍યકર્મીઓમાં રોષની આંધી : આગામી ગુરૂવારે એક દિવસ માટે 800 જેટલા કર્મીઓ એક દિવસની રજા પર જશે

અમરેલી, તા. 1

અમરેલી જિલ્‍લાનાં આરોગ્‍ય વિભાગમાં ફરજ બજાવતાં 800 જેટલા કર્મચારીઓમાં અનિયમિત પગાર સહિતનાં પ્રશ્‍ને નારાજગીનો માહોલ ઉભો થયો છે અને આગામી ગુરૂવારે તમામ કર્મચારીઓએ સામુહીકરૂપે એક દિવસની રજા પર જવાનો નિર્ણય કરેલ છે.

આ અંગે કર્મચારી યુનિયનનાં અગ્રણીએજણાવ્‍યું હતું કે, ગુરૂવારે એક દિવસની રજા બાદ પણ અમારી માંગ સંતોષવામાં નહી આવે તો આગામી સોમવારથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી જઈશું. અને આ અંગે આરોગ્‍ય અધિકારી અને જિલ્‍લા વિકાસ અધિકારીનું પણ ઘ્‍યાન દોરવામાં આવ્‍યું છે.

એક તરફ ગુજરાતમાં વિકાસની વાતો થાય છે અને બીજી તરફ ખેડૂતો, નાના-મોટા વેપારીઓ અને સરકારી કર્મચારીઓ પણ વિવિધ પ્રશ્‍ને આંદોલન કરતાં જોવા મળી  રહૃાા છે.


હીંડોરણા ચોકડી પાસેથી પાર્ક કરેલા ટ્રકમાંથી બે ટાયરની ચોરી

પાછળનાં જોડાની પ્‍લેટ સહિત 37 હજારનો મુદ્યામાલ ગયો

અમરેલી, તા. 1, રાજુલા તાલુકાનાં હીંડોરણા ચોકડી પાસે પાર્ક કરેલ રાજાભાઈ ઉકાભાઈ સોલંકીનાં ટ્રક નંબર જી.જે.1ર એ.યુ. 676પમાંથી ગત તા.30 ના રોજ કોઈ અજાણ્‍યા તસ્‍કરો ટ્રકનાં પાછળ, જોટામાંથી બે ટાયર પ્‍લેટ સાથે રૂા.37 હજારનો મુદ્યામાલ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.


વલારડી ગામની સીમમાં સૌની યોજનાનું કામ બંધ કરાવવા ડ્રાઈવરને માર

હીટાચી મશીન ઉપર છૂટાપથ્‍થરનો ઘા મારી નુકશાન કરાયું

અમરેલી, તા. 1

બાબરા તાલુકાનાં વલારડી ગામે રહેતાઅને મુળ મઘ્‍યપ્રદેશનાં વતની રાજકુમાર ઉદયરાજ પટેલ નામનાં ર0 વર્ષિય યુવક ગત તા.30નાં રોજ સવારે 9 કલાકે વલારડી ગામની સીમમાં પોતાના હવાલાવાળા હીટાચી મશીન ર્ેારા સરકારની સૌની યોજનાનું કામ ચાલુ હોય તે બંધ કરાવવા માટે તે જ ગામે રહેતાં ભરતભાઈ જયતાભાઈ વાળા નામનાં ઈસમે હીટાચીનાં ડ્રાયવર ઉપર હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી ગાળો આપી છૂટા પથ્‍થરનાં ઘા કરી મશીનનો કાચ તોડી નાંખી રૂા.10 હજારનું નુકશાન કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


અમરેલીમાં સરાજાહેર પતિને થપ્‍પડ મારનાર પત્‍નિ વિરૂદ્ધ ફરિયાદ

બહુમાળી ભવનનાં પટાંગણમાં બની ઘટના

અમરેલીમાં સરાજાહેર પતિને થપ્‍પડ મારનાર પત્‍નિ વિરૂદ્ધ ફરિયાદ

અમરેલી, તા.1

સુરત ગામે રહેતા સુરેશભાઈ મગનભાઈ મારૂ ગત તા.ર9/9ના રોજ અમરેલી કોર્ટ મુદતમાં આવેલ હોય, અને કોર્ટ કાર્યવાહી પૂર્ણ કરી રોડ ઉપર ફોનમાં વાત કરતા હતા ત્‍યારે તેમના પત્‍નિ ભાવનાબેને આવી સુરેશભાઈને લાફો મારી દીધો હતો. અને સાથે તેમના સાસુ ધનીબેન કરશનભાઈ તથા સસરા કરશનભાઈ મુળાભાઈ ડાભી રહે. રંગપુર વાળાએ તેને અહીંથી જતો રહે નહીંતર તને મારી નાખવો પડશે તેમ કહી ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.


બાબરામાં દેવીપૂજક સમાજનાં વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું

બાબરામાં જનશકિત દેવીપૂજક સેવા ટ્રસ્‍ટ દ્વારા દેવીપૂજક સમાજના 101, વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ ધોરણ-9 થી ઉચ્‍ચ અભ્‍યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનો સન્‍માન કાર્યક્રમ યોજાઈ ગયેલ. જેમાં જનશકિત દેવીપૂજક સેવા ટ્રસ્‍ટ બાબરા (અમરેલી) દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવેલ કે જેમાં દેવીપૂજક સમાજ જે શૈક્ષણિક પછાત હોય અને જેથી સમાજના અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્‍યાપ વધે અને દેવીપૂજક સમાજના દીકરા દીકરીઓમાં શિક્ષણ પ્રત્‍યે રૂચિ જાગે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં પૂ. ઘનશ્‍યામદાસ બાપુ તાપડીયા આશ્રમના મહંત દ્વારા દીપ પ્રગટાવી ઉદઘાટન કરવામાં આવેલ. જેમાં મહાનુભાવો તથા ઉચ્‍ચ હોદેદારો અરવિંદભાઈ પટણી, ના. કમિશનર સમાજ કલ્‍યાણ અધિકારી બી.ટી. ભાલાળા તથા પી.એસ.આઈ., તાલુકા વિકાસ અધિકારી તથા ભુપેન્‍દ્રભાઈબસીયા તથા ખીમજીભાઈ મારૂ તથા નગરપાલિકાના પ્રમુખ વનરાજભાઈ વાળા તથા ભરતભાઈ નાવડીયા, કાર્યકર તેમજ મુકેશભાઈ જી. દેવીપૂજક, પ્રકાશભાઈ તેમજ ધીરૂભાઈ, જનશકિત દેવીપૂજક ટ્રસ્‍ટ પ્રમુખ અમરેલી જિલ્‍લાના વિપુલ સાથળીયા, જી.ડી.એસ.ટી. જિલ્‍લા પ્રમુખ અમરેલી તથા ચુનિલાલ વાઘેલા (જી.ડી.એસ.ટી. પ્રમુખ) લાઠી તથા સુરેશભાઈ વાઘેલા (જી.ડી.એસ.ટી. પ્રમુખ) ધારી તેમજ તમામ અધિકારી, પદાધિકારી તેમજ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા અને જેઓએ પોતપોતાનું ઉદબોધન આપી અને દેવીપૂજક સમાજને એક નવો રાહ ચિંઘ્‍યો અને સમાજમાં શિક્ષણનો વ્‍યાપ વધે તે માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમજ બાબરા તાલુકાના જુદા-જુદા ગામેથી આવેલ તમામ દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓનું સન્‍માન ચોપડા, બોલપેનની કીટ તથા શિલ્‍ડ આપી સન્‍માનીત કરેલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા પધારેલ તમામ મહેમાનો તથા અધિકારી, પદાધિકારી તથા આગેવાનોને શિલ્‍ડ આપી સન્‍માન કરવામાં આવેલ અને આ કાર્યક્રમનું એનાઉસર ચેતનભાઈ સાથળીયા જે.ડી.એસ.ટી. અ.જિ. ઉપપ્રમુખ દ્વારા કરેલ હતું. તેમજ આ કાર્યક્રમના આયોજકો બાબરા તાલુકા જે.ડી.એસ.ટી. જનશકિત દેવીપૂજક સેવા ટ્રસ્‍ટ બાબરા ટીમના હોદેદાર પ્રમુખ સુરેશભાઈ એલ. કાવઠીયા તથા સંગઠનમંત્રી અરજભાઈ જે. કાવઠીયા તથા સામાજિક કાર્યકરોનરેન્‍દ્રભાઈ કે. કાવઠીયા, મહિપતભાઈ જે. કાવઠીયા, ભરતભાઈ એલ. કાવઠીયા, પ્રવિણભાઈ કે. કાવઠીયા, વિજયભાઈ પી. કાવઠીયા, દેવરાજભાઈ ખાવડીયા, વિજયભાઈ આર. રાજકોટીયા, અજયભાઈ કે. કાવઠીયા તથા બળવંતભાઈ પી. સોલંકીએ જહેમત ઉઠાવેલ જે પ્રકાશભાઈ જસાણીની યાદીમાં જણાવેલ છે.


ચાડીયા ગામે પૈસા બાબતનાં મનદુઃખે 4 ઈસમોએ મહિલાને માર માર્યો

અમરેલી, તા.1

અમરેલી તાલુકાના ચાડીયા ગામે રહેતી સંગીતાબેન લલીતભાઈ ચુડાસમા નામની પરિણીતા ગત તા.30ના રોજ પોતાના ઘરે હતા અને તેમની બહેન દિવાળીબેન પણ તેમની સાથે રહેતા હોય, તેણીને પૈસા બાબતે તે જ ગામે રહેતા ગીરધરભાઈ ભીમાભાઈ, વિગેરે 4 ઈસમોએ આવી સંગીતાબેનને લાકડી વડે તથા ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.


સાવરકુંડલાનાં હાથસણી માર્ગ પર ડીવાઈડર બનાવવામાં ગેરરીતિનો આક્ષેપ

સાવરકુંડલા, તા.1

સાવરકુંડલા શહેરના હાથસણી રોડથી રાધેશ્‍યામ સોસાયટી સુધીના રોડ ડીવાઈડરનું કામ નબળુ થયેલ છે. આ કામમાં વપરાયેલ મટીરીયલ્‍સ હલકી ગુણવતાનું છે. વળી આ કામ જે એજન્‍સીને સોંપવામાં આવેલ છે તેના પેટા કોન્‍ટ્રાકટર દ્વારા ખૂબ જ હલકી કક્ષાનું મટીરીયલ્‍સ વાપરી ટેન્‍ડર મુજબ કામ ન કરી સરકારના નાણાનો મોટાપાયેભ્રષ્‍ટાચાર કરેલ છે. આ કામ ટેન્‍ડર મુજબ નહીં પરંતુ કોન્‍ટ્રાકટરની મનમાની મુજબ કરવામાં આવેલ છે. તો આ અંગે ત્‍વરિત વિજીલન્‍સ તપાસ કરી આ કામનું પેમેન્‍ટ અટકાવી દોષીતો સામે પગલા લેવા બ્રહ્મસેનાના પ્રમુખ ઘનશ્‍યામભાઈ બોરીસાગરે માંગ          કરી છે.


વલારડી-મોટા દેવળીયા ગામે બેંકે મારેલા સીલ તોડી ઘરમાં પ્રવેશ કરી લીધો

અમરેલી, તા. 1,

બાબરા તાલુકાનાં વલારડી અને મોટા દેવળીયા ગામે રહેતાં 1પ જેટલાં ઈસમોએ અગાઉ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા પાસેથી લોન મેળવેલ હોય, અને યેનકેન પ્રકારે લોન ભરપાઈ નહી કરી શકવાનાં કારણે બેન્‍ક ર્ેારા લોન લેનારનાં મકાનને સીલ મારી દીધા હતા પરંતુ આવા 1પ જેટલા લોકોએ બેન્‍કે મારેલા મકાન ઉપરનાં સીલ તોડી નાંખી અને ઘરમાં પ્રવેશ કરી લેતાં આ અંગે બેન્‍કનાં અધિકારીએ બાબરા પોલીસાં ફરિયાદ નોંધાવી છે.


વડીસિંચાઈ યોજનામાંથી ખેતી માટે પાણી આપવા રજૂઆત : કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું

અમરેલી, તા.1

અમરેલી જિલ્‍લા ખેડૂત હિત રક્ષક સમિતિના કન્‍વીનર નંદલાલ ભડકણે કલેકટરને આવેદન પત્ર પાઠવેલ છે.

આવેદન પત્રમાં જણાવેલ છે કે,  ચાલુ સાલે અપૂરતા વરસાદના કારણે ખેડૂત ખાતેદારોને પોતાના વાવેલ પાકમાંથી ખેતીનો ખર્ચ પણ નીકળવાની શકયતા નથી. આવા સંજોગોમાં ખેત જણસોને પિયત પાણીની તાતી જરૂરિયાત હોય જેથી વડી સિંચાઈ યોજના માંગવાપાળ ડેમથી બે પિયત પાણી મળી શકે તેમ છે. જે વડી સિંચાઈ યોજના દ્વારા ખેડૂતોને જણાવેલ પિયત પાણી મેળવવા ઈચ્‍છતા ખેડૂતોએ નિયમોનુસાર ભરવાપાત્ર થતા રૂપિયા પણ ભરી આપેલ છે. છતાં પાણી છોડવામાં આવેલ નથી. ઈરીગેશન વિભાગમાંથી તેવું જાણવા મળેલ છે કે કલેકટરની મંજૂરી મળેલ નથી. કારણ કે હાલ ખેડૂત ખાતેદારો ભયંકર દુષ્‍કાળનો સામનો કરવાની ક્ષમતા ધરાવતા નથી. તેવા સંજોગોમાં પિયતનું પાણી ઓછુ-વધતું ઓકિસજન રૂપી મળી શકે તેમ છે. તે પણ તંત્રની ઉદાસીનતાના કારણે સમયસર પાણી ન મળે તો ખેડૂતોની કફોડી હાલત થાય તેમ છે. આવા સંજોગોમાં આવતીકાલથી જ પાણી છોડવા અમોની માંગ છે. પણ કદાચ વહીવટી તંત્ર કોઈના ઈશારે નાચતુ હશે અને ખેડૂત ખાતેદારોને માત્ર હેરાન કરવા આર્થિકકંગાળ બનાવવા માંગતું હશે તો તેવા અધિકારીઓ કે પદાધિકારીઓને તેમનું સ્‍થાન બતાવતા અમોને આવડે છે. ખેડૂત ખેતમજૂર કે નાના મોટા વેપારીઓ ભયંકર આર્થિક સંકડામણના કારણે આપઘાત કરે તેમાં સરકાર કે કહેવાતા નેતાઓને બીલકુલ રસ નથી. પોતપોતાના રાજકીય રોટલા શેકવા નીકળી પડયા છે તેમ અંતમાં જણાવેલ છે.


ડાયનેમિક ગૃપ તથા ઓકસફર્ડ સ્‍કૂલ ર્ેારા મહાત્‍મા ગાંધીનાં જીવન પર સેમિનાર યોજાયો  

              અમરેલીની યુવા પ્રવૃતિ સાથે સંકળાયેલ ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટિઝ – અમરેલી તથા ઓકસફર્ડ સ્‍કૂલ ર્ેારા રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની 1પ0મી જન્‍મ જયંતિ ઉજવણીનાં ભાગરૂપે પૂ. ગાંધીજીનાં જીવન-કવન વિષય પર સેમિનારનું આયોજન જિલ્‍લા માહિતી નિયામક ભરતભાઈ બસીયાનાં અઘ્‍યક્ષ સ્‍થાને તથા ડાયનેમિક ગૃપનાં પ્રમુખ હરેશ બાવીશીનાં મુખ્‍ય વકતા પદે યોજાયો હતો. સેમિનારનાં પ્રારંભે શબ્‍દોથી સ્‍વાગત ઓકસફર્ડ સ્‍કૂલનાં સ્‍વપ્‍નદ્રષ્‍ટા તથા પ્રિ. મયુરભાઈગજેરાએ કર્યુ હતું. સેમિનારનાં ઉદ્યઘાટક પદે લાયન્‍સ કલબ રોયલનાં પ્રમુખ વસંતભાઈ મોવલીયા તથા પટેલ સમાજનાં પ્રમુખ ડી. કે. રૈયાણી તથા મુખ્‍યમહેમાન તરીકે સમસ્‍ત બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી તથા સમસ્‍ત આહિર સમાજનાં પ્રમુખ જીતુભાઈ ડેર ઉપસ્‍થિત રહૃાાં હતા. આ તકે નાગરિક બેંકનાં ડાયરેકટર કાંતીભાઈ વઘાસિયા તથા અગ્રણી યુવા ઉદ્યોગપતિ હિરેનભાઈ બાંભરોલીયા વિશેષ ઉપસ્‍થિત હતા. સેમિનારમાં બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયન ત્રિવેદી તથા નાગરિક બેંકના ડાયરેકટર કાંતીભાઈ વઘાસિયાનું સન્‍માન કરાયું હતું. કાર્યક્રમમાં વસંતભાઈ મોવલીયા, ઉદયનભાઈ ત્રિવેદી, અઘ્‍યક્ષ ભરતભાઈ બસીયાએ પ્રાસંગિક ઉદ્યબોધન કરીને ગાંધીજીનાં જીવન-કવનને આપણા જીવનમાં સામેલ કરવા હાંકલ કરી હતી. વકતા પદેથી ડાયનેમિક ગૃપનાં પ્રમુખ હરેશ બાવીશીએ પૂ. મહાત્‍મા ગાંધીનાં જીવનનું વૈશ્‍વિક ફલક પર રહેલ મહત્‍વ સમજાવ્‍યું હતું. સેમિનારનાં અંતે આભાર દર્શન ડાયરેકટર નિલેષભાઈ ગજેરા તથા પ્રહલાદભાઈ વામજાએ કરાવીને વિદ્યાર્થીઓ પાસે સ્‍વચ્‍છતા મિશન અંતર્ગત સંકલ્‍પો લેવરાવ્‍યા હતા. કાર્યક્રમનું સુંદર તથા અસરકારક સંચાલન ઓકસફર્ડ સ્‍કૂલનાં શિક્ષિકા અદિતી જોષીએ કર્યુ હતું.


અમરેલીનાં પટેલ શૈક્ષણિક સંકુલમાં ‘ફાર્મસી-ડે’ની ઉજવણી

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે આવેલ ફાર્મસી કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા ફાર્મસી ડેની ઉજવણી કરવામાં આવેલ. વિશ્‍વ ફાર્મસી ડેની ઉજવણીમાં વિદ્યાર્થીનીઓએ પોતે તૈયાર કરેલ ચાર્ટ, કેપ્‍સ્‍યુલ, ટેબલેટ, ટયુબ જાતે બનાવી પ્રદર્શિત કરેલ. કોલેજની તમામવિદ્યાર્થીનીઓએ તમામ દર્શકોને વ્‍યવસ્‍થિત રીતે સમજાવેલ. પ્રદર્શનનું ઉદઘાટન હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણીએ કરેલ. સાથે નિયામક મનસુખભાઈ ધાનાણી, કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, પ્‍લાઝા ડાયરેકટર બ્રિજેશભાઈ પલસાણા, કોલેજના પ્રિન્‍સિપાલ તથા તમામ સ્‍ટાફ હાજર રહેલ. સંકુલની તમામ વિદ્યાર્થીનીઓ તેમજ સ્‍ટાફે સવારના 10 થી સાંજના પ સુધી પ્રદર્શન નિહાળેલ. વિદ્યાર્થીનીઓ અભ્‍યાસ કરતા કરતા પ્રેકટીકલ વર્ક રજૂ કરીને પોતાની શકિત રજૂ કરે તેમાંથી તેમને ઘણું શીખવાનું મળે છે. તમામ કાર્યક્રમમાં ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સંચાલન કરેલ તેમ સંસ્‍થા વતી વલ્‍લભભાઈ રામાણીની યાદીમાં જણાવાયું છે.


ભાડેરમાં લાઈફ સ્‍કીલ એજયુકેશન પ્રોગ્રામ તથા પર્યટન પર્વનો સમાપન સમારોહ યોજાયો

અમરેલી, તા.1

ભારત સરકારની જિલ્‍લા યુવા સંયોજક (વર્ગ-1)ની કચેરી, નહેરુ યુવા કેન્‍દ્ર, અમરેલીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, ભારત સરકારનાં યુવા કાર્ય અને રમત-ગમત મંત્રાલયની સીધી સૂચના અને માર્ગદર્શિકા મુજબ અમરેલી જિલ્‍લાનાં યુવક-યુવતીઓમાં જાગૃતિ આવે અને તરૂણાવસ્‍થામાં તેમને સાચી દિશાનું જ્ઞાન પ્રાપ્‍ત થાય તેમજ ભારતનાં વિવિધ પ્રવાસન/તિર્થધામોની મહત્‍વતા જળવાય, સ્‍વચ્‍છતા અને શાંતિ-ભાઈચારો બની રહે તે માટે ચાલુ વર્ષે ભલાઈફ સ્‍કીલ એજયુકેશન પ્રોગ્રામભ, એચ.પી. હાઈસ્‍કૂલ, મુ.પો. ભાડેર, તા. ધારી ખાતે તા.ર7/09/ર0ક્ષ્8 નાં રોજ મુખ્‍ય મહેમાન નરેન્‍દ્રભાઈ આચાર્ય, આચાર્ય ેએમ. પી. હાઈસ્‍કૂલ, ભાડેર તથા અતિથિવિશેષ તરીકે રમેશ આર. કપૂર, ડિસ્‍ટ્રીકટ યુથ કો-ઓર્ડિનેટર (વર્ગ-1), નહેરુ યુવા કેન્‍દ્ર, પોરબંદર/હિંમતનગર અને અમરેલીની ઉપસ્‍થિતિમાં અનેઅઘ્‍યક્ષસ્‍થાને અનિલકુમાર કૌશિક, રાજય નિયામક, નહેરુ યુવા કેન્‍દ્ર સંગઠન, ભારત સરકાર, ગાંધીનગરની અઘ્‍યક્ષતામાં ઉકત ત્રિસ્‍તરીય કાર્યક્રમો યોજાઈ ગયા. સદર કાર્યક્રમની સમગ્ર રૂપરેખા, શિબિરની વિગતો રમેશ આર. કપૂરે આપી હતી. જયારે અઘ્‍યક્ષસ્‍થાનેથી અનિલકુમાર કૌશિકે જણાવ્‍યું હતું કેભભારત દેશ એકવીસમી સદીમાં પ્રયાણ કરી રહૃાો છે, ત્‍યારે દેશનું યુવાધન વ્‍યસનો, મોબાઈલ અને સામાજીક જીવનની વિવિધ બદીઓમાં પોતાની શારીરિક ક્ષમતાને નષ્‍ટ ન કરે તે જરૂરી છે. આજના નવયુવકને સાચી દિશાનું માર્ગદર્શન મળી રહે તો સમાજમાં બનતા દુઃખદ બનાવો સરળતાથી અટકાવી    શકાય છે.

વધુમાં જણાવ્‍યું હતું કે – ભભારતમાં જેમ ગાય માતાનું જતન કરવામાં આવે છે તેમ આપણા પ્રવાસન અને તિર્થધામો એટલા જ સ્‍વચ્‍છ રહે તે જરૂરી છે. એટલા માટે જ ભારત સરકારે મહાત્‍મા ગાંધીની 1પ0મી જન્‍મજયંતિ ઉજવણીનાં ભાગ રૂપે ભસ્‍વચ્‍છતા હિ સેવાભ કાર્યક્રમ અમલમાં મૂકયો છે. આમ, જીવન જીવવાની કળાને શીખી લઈ આવતીકાલની નવી પેઢીનું સુંદર નિર્માણ થાય અને ભારત પ્રગતિશીલ દેશ બને તેવી શિબિરાર્થીઓને હાકલ કરી હતી.ભ

આ પ્રસંગે પ્રથમ, ર્ેિતીય અને તૃતીય આવનારને શિલ્‍ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા. તદઉપરાંત ભાડેર ગામનાં સરપંચ મુન્‍નાભાઈ ભાડેરની ઉપસ્‍થિતિમાંહવેલી ખાતે સ્‍વચ્‍છતાનો કાર્યક્રમ યોજવામાં અવ્‍યો હતો. તેમાં સંજયભાઈ ભાડેર, પ્રમુખ, ખેતીવાડી સેવા સહકારી મંડળી લી., ડો. નિકુંજભાઈ જોટંગીયા તથા રાજેશ જોષી, તાલુકા કો-ઓર્ડિનેટર, સ્‍વચ્‍છ ભારત મિશન-ધારીએ ઉપસ્‍થિત રહી પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ યાદીમાં વધુમાં જણાવાયું છે કે ધારી મુકામે આવેલા ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિમાં બજરંગ ગૃપ-ધારી આયોજીત વૃક્ષારોપણ અને ભભસ્‍વચ્‍છતા હિ સેવાભભ કાર્યક્રમ અંર્ગત મુન્‍નાભાઈ પટ્ટણી, પ્રમુખ અને દુર્ગેશભાઈ ઢોલરીયા, મંત્રી બજરંગ ગૃપ-ધારી અને શ્રીમતી ક્રિષ્‍નાબેન વગેરેએ સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આયોજન અને આભારવિધી ભાર્ગવભાઈ ત્રિવેદી, એકાઉન્‍ટન્‍ટ, નહેરૂ યુવા કેન્‍દ્ર, અમરેલીએ કરી હતી.


ખેતરોમાં વરસાદ અને વીજળીનાં વાંકે ઉભો પાક બળી રહૃાો હોય ખેડૂતોમાં રોષ ઉભો થયો છે

પીજીવીસીએલનાં અધિકારીઓ ઉડાઉ જવાબ આપતાં હોવાની રાવ

રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં ખેડૂતોમાં વીજપ્રશ્‍ને રોષ

ખેતરોમાં વરસાદ અને વીજળીનાં વાંકે ઉભો પાક બળી રહૃાો હોય ખેડૂતોમાં રોષ ઉભો થયો છે

જગતાત ગણાતા ખેડૂતો વીજળીની માંગ સાથે આમથી તેમ ભટકી રહૃાા છે

અમરેલી, તા. 1

એક તરફ સરકાર ખેડૂતો માટે સિંચાઈનું પાણી આપવાની વાતો કરે છે ત્‍યારે બીજી તરફ પુરતી      વીજળી ન મળવાથી ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ હલ્‍લાબોલ કરતી હોવાની ઘટના અમરેલી જીલ્‍લાનાં ખેડૂતોમાં જોવા મળી રહી છે. ખેડૂતોને ખેતીવાડીમાં વીજળી નહી     મળતા જાફરાબાદ તાલુકાનાં 3 ગામોનાં 100થી વધુ ખેડૂતો રાજુલા રૂરલ પીજીવીસીએલ કચેરીમાં પહોંચી હલ્‍લાબોલ મચાવી ઉગ્ર વિરોધ દર્શાવી રોષ વ્‍યકત કર્યો હતો. બાદ આજ ખેડૂતોને જાફરાબાદ પીજીવીસીએલ કચેરીખાતે હોબાળો કર્યો હતો.

અમરેલી જિલ્‍લામાં 10 દિવસથી પીજીવીસીએલ તંત્ર ખેડૂતોને બાનમાં લેતું હોય તેમ પ્રથમ ધારી ત્‍યારબાદ ખાંભા અને હવે જાફરાબાદ તાલુકાના સરોવડા, કાતર, બારપોળી સહિત ગામોનાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્‍યો છે. ખેતીવાડીની વીજળી નિયમીત નહીં મળતા ખેડૂતોનો પાક નિષ્‍ફળ જવાની શકયતાના કારણે ખેડૂતો ઉશ્‍કેરાય ગફા હતા અને પીજીવીસીએલ કચેરીમાં ઉગ્ર રજુઆત કરી હતી. જો કે આ ગામો રાજુલા-જાફરાબાદ તાલુકાની વચ્‍ચે આવેલા છે જેના કારણે અધિકારીઓ એકબીજાની ઓફીસ પર ખો આપતા હોય છે. જેના કારણે ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળ્‍યો હતો. ખેડૂતોએ રીતસર પીજીવીસીએલનાં ડેપ્‍યુટી ઈજનેરને વીજળી માટે તતડાવી નાખ્‍યા હતા. પીજીવીસીએલ તંત્રએ પણ વીજળી યોગ્‍ય રીતે મળવાની ફરત હૈયાધારણા આપતા ત્રણેય ગામના ખેડૂતો જાફરાબાદ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચીને ત્‍યાં પણ હલ્‍લાબોલ કર્યો હતો. જાફરાબાદ પીજીવીસીએલ કચેરીમાં ખેડૂતોએ ઉગ્ર રોષ વ્‍યકત કર્યો હતો. ત્‍યારબાદ પીજીવીસીએલના અધિકારીઓએ ર દિવસમાં અલગ ફીડરમાં લાઈન આપી યોગ્‍ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડયો છે. હજુ ર દિવસ બાદ પરિણામ નહીં આવે તો આ ખેડૂતોનો ઉભો પાક બળવાની સંભાવનાથી ખેડૂતો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શકયતામનાય રહી છે.

ખાંભા

ખાંભા તાલુકામાં પાછલા ઘણા સમયથી પીજીવીસીએલ ઘ્‍વારા અન્‍યાય કરવામાં આવતો હોય છે અને નાનુડી ફીડરમાં અવાર-નવાર વીજળી કાપી નાખવામાં આવતી હોય છે. ત્‍યારે નાનુડી ફીડર નીચે ભાડ, નાનુડી, વાંકીયા સહિત ગામના ચાર હજાર કરતા વધારે ખેડૂતના ખેતીવાડી વીજ કનેકશન આવેલા હોય ત્‍યારે છેલ્‍લા બે મહિનાથી પીજીવીસીએલ ઘ્‍વારા વીજ પુરવઠો આપવામાં હેરાનગતિ કરવામાં આવતી હોય છે અને સરકારના નિયમ પ્રમાણે 10 કલાકને બદલે પ કલાક જ વીજળી આપવામાં આવે છે. એ પણ અપુરતો અને ઝટકામાં આપવામાં આવે છે અને આમ વીજપુરવઠો ન મળવાથી ખેડૂતોનો ઉભો પાક સુકાઈ છે અને સિંગલ ફેઈઝમાં તો વીજળી આપવામાં આવતી નથી અને ખાંભા તાલુકા તદન ગીર જંગલની નજીક હોવાથી જંગલી જનાવરોના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અને પુરતો વીજપુરવઠો ન મળવાથી ખેડૂતોનો પાક સુકાઈ અને પુરતી નીપજ પણ આવતી નથી અને સરકાર ખેડૂતો માટે ખોટા બણગા ફૂંકે છે અને વરસાદ ન થતાં ખેડૂતોનો પાક સુકાઈ રહૃાો છે. ત્‍યારે પીજીવીસીએલ ઘ્‍વારા પુરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્‍યો છે અને એક તો પુરતા ભાવ પણ નથી મળતા. ત્‍યારે ખેડૂત ઘ્‍વારા ચીમકીઓ ઉચ્‍ચારી છે અને આવતા છેલ્‍લા 10 દિવસમાં ખેડૂતોનો પ્રશ્‍નહલ નહિ થાય અને વીજ પુરવઠો પુરતો નહી આપવામાં આવે તો આસપાસના તમામ ખેડૂતો ઘ્‍વારા મામલતદાર કચેરીનો ઘેરાવ કરી અને આત્‍મવિલોપન કરવા ફરજ પડશે તેમ આવેદનપત્રમાં જણાવેલ હતું.


અમરેલી પાલિકાનાં બંધ વોટર વર્કસમાં અજાણ્‍યા શખ્‍સોએ દારૂ છુપાવ્‍યો હતો

પાલિકા પાણી ભરતી ન હોય દારૂડીયાઓએ દારૂ ભર્યો

અમરેલી પાલિકાનાં બંધ વોટર વર્કસમાં અજાણ્‍યા શખ્‍સોએ દારૂ છુપાવ્‍યો હતો

અધિકારીઓ અને પદાધિકારીઓમાં આશ્ચર્ય ઉભુ થયું

અમરેલી, તા. 1

અમરેલીનાં સાવરકુંડલા રોડ ઉપર આવેલ પાલીકાનાં બંધ નવા વોટર વર્કસને શરૂ કરવા માટે થઈ સાંજનાં સમયે નવા બંધ વોટર વર્કસની મુલાકાતે ગયા હતા અને પાલીકા પાસે રહેલ ચાવીથી વોટર વર્કસનાં રૂમ ખોલવા જતાં એકપણ ચાવી તાળામાં નહી લાગતાં આખરે પાલીકા પ્રમુખ જેન્‍તીભાઈ રાણવા તથા અધિકારી ગણે તાળા તોડી અંદરપ્રવેશ કરતાં નગરપાલિકાની માલીકીનાં વોટર વર્કસમાં દેશી દારૂ ભરેલા આશરે 70 થી 7પ જેટલા ડબ્‍બાઓ કોઈ અજાણ્‍યા શખ્‍સોએ છુપાવી અને પાલીકાનાં           તાળાનાં બદલે દારૂનાં ધંધાર્થીનાં તાળા લગાવી દીધા હતા.

બાદમાં પાલીકાનાં સત્તાધીશોએ આજુબાજુનાં વિસ્‍તારમાં તપાસ કરતાં ખુલ્‍લી જગ્‍યામાં પણ કોઈ શખ્‍સોએ દેશી દારૂ બનાવવા માટે ભઠ્ઠીઓ કરી હોવાનું જાણમાં આવતાં તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ અંગે જેન્‍તીભાઈ રાણવાનાં જણાવ્‍યા અનુસાર અસામાજિક તત્‍વોએ વોટર વર્કસની મોટર, ઈલેકટ્રીક વાયરને પણ નુકશાન કર્યુ હોય, પોલીસ ફરિયાદ કરવા ચીફ ઓફીસરને સૂચના આપી હોવાનું અંતમાં જણાવ્‍યું હતું.


02-10-2018