Main Menu

October, 2018

 

સાવરકુંડલા માર્કેટયાર્ડના ચુંટાયેલા ડીરેકટરોનો અભિવાદન અને આભારદર્શનનો કાર્યક્રમ યોજાયો

તાલુકાનાં તમામ અગ્રણીઓ સાથે જિલ્‍લાનાં અગ્રણીઓએ પણ ખાસ ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો

સાવરકુંડલા, તા. ર9

તાજેતરમાં યોજાયેલ માર્કેટયાર્ડની ચુંટણીમાં વિજેતા થયેલ ડીરેકટરોનોઅભિવાદન કાર્યક્રમ અને સાથે મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ સાવરકુંડલા તાલુકાનાં અમૃતવેલ ગામ સ્‍થિત ભોજલ ભગવતી સેવા ટ્રસ્‍ટનાં મંદિરે યોજાયો. સાથે ભારત સરકારની નેશનલ એગ્રીકલ્‍ચર પોલીસી હેઠળ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં અમલમાં આવેલ નેશનલ એગ્રીકલ્‍ચર માર્કેટ (ઈ-નામ) ની ખેડૂતો તથા વેપારીઓની પ્રશિક્ષણ શિબીર પણ રાખવામાં આવી હતી. જેમાં નાગાર્જુન ફર્ટીલાઈઝર લી. ના સ્‍ટેટ ટ્રેનર સ્‍નેહલકુમાર એલ. પટેલ ખાસ ઉપસ્‍થિત રહી ખેડૂતો તથા વેપારીઓને ઈ-નામ અંગે વિસ્‍તૃત માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.

આ કાર્યક્રમની શરૂઆત ભોજલ ભગવતી સેવા ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટી જયુભાઈ સાવલીયાએ દિપ પ્રાગટય કરી આશિર્વચન પાઠવેલ અને જિલ્‍લા પંચાયત સભ્‍ય લાલાભાઈ મોરે આયોજકો વતી ઉપસ્‍થિત સૌનું શબ્‍દોથી સ્‍વાગત કરેલ. બાદમાં તાલુકા ભરમાંથી ઉપસ્‍થિત રહેલ સરકારી મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ, વ્‍ય.કમીટીનાં સભ્‍યો અને ગ્રામ પંચાયતનાં સરપંચો, ઉપસરપંચો, જિલ્‍લા અને તાલુકા પંચાયતના ચાલુ સદસ્‍યો, અને પૂર્વ સદસ્‍યો, તાલુકા સંઘના ડાયરેકટરોએ માર્કેટયાર્ડ સાવરકુંડલાની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં દિપકભાઈ માલાણીની પેનલનાં વિજેતા તમામ ડીરેકટરોનું અભિવાદન કર્યુ હતું. બાદમાં સાવરકુંડલા માર્કેટયાર્ડના ચુંટાયેલ બોર્ડ ઓફ ડીરેકટરો અને ચેરમેન દિપકભાઈમાલાણી અને વાઈસ ચેરમેન મનજીભાઈ તળાવીયાએ સૌ મતદારો, કાર્યકરોનું આભારદર્શન કરેલ.


અમરેલી વિદ્યાસભા ડીએલએસએસ દ્વારા વર્લ્‍ડ જુડો દિનની ઉજવણી

               ડૉ. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત ડિસ્‍ટ્રીકટ લેવલ સ્‍પોર્ટ સંકુલ અમરેલી દ્વારા તા.ર8/10/ર018 ના રોજ વર્લ્‍ડ જુડો ડેની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્‍પોર્ટસ હોલમાં વિદ્યાર્થીઓ, સ્‍પોર્ટસ સ્‍ટાફ તથા આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્‍થિત રહયા હતા. ઉપરાંત તજજ્ઞ રોહિતભાઈ મહેતા, મુખ્‍ય કોચ ઉપેન્‍દ્રભાઈ સિસોદિયાએ આજના દિવસે જાપાનના પ્રો. જીગારો કાનોનો જન્‍મદિવસ તા.ર8/10/1860થી જુડોમાં પ્રદાન બદલ ઉજવાય છે. સંસ્‍થાના ડાયરેકટરે જણાવ્‍યુ કે જુડોનું ઉદ્ગમ સ્‍થાન ભારત છે. જે બૌદ્ધ સાધુઓએ વિકસાવેલી કલા છે. જે સમય જતા ચીન, હોંગકોંગ, કોરીયા અને જાપાન સુધી પહોચી હતી. ત્‍યારબાદ જાપાને આ ક્ષેત્રે ખૂબ જ સફળ તા હાંસલ કરી હતી. હથિયાર વગર સ્‍વરક્ષણ માટે આ કલા ઉપયોગી છે. ખેલાડીની સ્‍ફુર્તિ, જુસ્‍સો, ટેકનીક વગેરેનું મહત્‍વ આ રમતમાં છે. મીકક અમરેલીના સ્‍ટુડન્‍ટ રાજયકક્ષાએ પણ મેડલ મેળવી અમરેલી જિલ્‍લાનું નામ રોશન કરે છે. તે બદલ અભિનંદન આપી ઉતરોતર પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી. આજના દિવસનું મહત્‍વ સમજી વિશેષ સફળતા પ્રાપ્‍ત કરવાપ્રેરિત કર્યા હતા.


30-10-2018


અમરેલીમાં આગામી મંગળવારે વિપક્ષી નેતા પરેશ ધાનાણી અસરગ્રસ્‍તની માંગ સાથે કરશે ધરણા

પક્ષાપક્ષીથી દૂર રહીને સહકાર આપવા સૌને અનુરોધ

અમરેલીમાં આગામી મંગળવારે વિપક્ષી નેતા પરેશ ધાનાણી અસરગ્રસ્‍તની માંગ સાથે કરશે ધરણા

જિલ્‍લાભરમાંથી  ખેડૂતો, સરપંચોને ઉપસ્‍થિત રહેવા હાંકલ કરી

અમરેલી, તા.ર7

હાલ અમરેલી જીલ્‍લામાં દુષ્‍કાળની પરિસ્‍થિતિ સર્જાણી છે ત્‍યારે ખેડૂતો, પશુપાલકો અને મજુરો ત્રાહીમામ પોકારી રહૃાા છે તેમ છતાં સરકાર આંખ આડા કાન કરી પોતાની જવાબદારીથી છટકી અમરેલી જીલ્‍લાને અછતગ્રસ્‍તની યાદીમાં સમાવેશ કરેલ નથી ત્‍યારે અમરેલી જીલ્‍લાનાં તમામ ચુંટાયેલા પ્રતિનિધિીઓ, ધારાસભ્‍યો, જીલ્‍લા પંચાયત સદસ્‍યો, તાલુકા પંચાયત સદસ્‍યો, ગ્રામ પંચાયતનાં સરપંચ તેમજ સામાજીક સંસ્‍થાનાં આગેવાનોને જાહેર અપીલ કરૂ છું કે આ આપણા પર આવી પડેલ આફતનો સામનો કરવા ખેડૂતો, પશુપાલકો અને મજુરોને પોતાનો હક્ક આપવા ખેડૂતોને દેવામાફી,પાક વિમો તેમજ પશુપાલકોને ઘાસચારો અને મજુરોને રોજગારી મળી રહે તે માટે આ સરકારને રૂઆત કરવા અને આ ગંભીર પ્રશ્‍નને રાજકીય મુદ્યો ન બનાવવા અને આવેલી આફત આપણો સૌનો પ્રશ્‍ન સમજી સરકારને રૂઆત કરવા કે અમરેલી જીલ્‍લાને અછતગ્રસ્‍તમાં જાહેર કરવા આગામી તા.30 ઓકટો.ના રોજ અમરેલી મુકામે સવારનાં 9 થી સાંજનાં પ સુધી ધરણાના કાર્યક્રમ રાખેલ હોય અને કાર્યક્રમ પૂર્ણ થયેલ કલેકટરને આવેદન આપવાનું હોય આપના વિસ્‍તારનાં લોકોની સાથે બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ અનુરોધ કર્યો છે.


હદ થઈ :અમરેલીની આરટીઓ કચેરીમાં 4 વર્ષમાં 14પ6 લકઝરી બસનું રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું

આરટીઆઈ એકટીવીસ્‍ટ સુખડીયાએ કમિશ્‍નરને પત્ર પાઠવ્‍યો

અમરેલી, તા. ર7

આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ રાજયનાં વાહનવ્‍યવહાર કમિશ્‍નરને પત્ર   પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લામાં આવેલ આર.ટી.ઓ. કચેરીમં વર્ષ ર014થી લઈ આજદિન સુધીમાં ખાનગી ટ્રાવેલ્‍સની બસો પાર્સિગ-રીપાર્સિગ માટે આ ઓફીસમાં અગાઉ ફરજ બજાવી ગયેલ ઈન્‍સ. જી. એમ. પટેલ અને ઈન્‍સ. જે. પી. મોદીનાં કાર્યકાળ દરમ્‍યાન તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ આ બંને અધિકારીઓએ આચરેલ જણાય છે. અમરેલી જિલ્‍લામાં 14પ6 જેટલી ખાનગી બસો પાર્સિગ તેમજ રિપાર્સિંગ થયેલ છે. જેમાં મોટા ભાગની બીજા જિલ્‍લાઓની અહી પાર્સિંગ-રીપાર્સિંગ આ બંને અધિકારીઓના કાર્યકાળમાં નાણાંકિય વ્‍યવહારથી આર.ટી.ઓ.નાં નિયમ નેવે મૂકી પાર્સિંગ-રીપાર્સિંગ કરી દેવામાં આવેલ છે. એકપણ ગાડીમં સ્‍પીડ ગવર્નર (સ્‍પીડ મીટર) લાગેલ ન હોવા છતાં સર્ટી. ઈસ્‍યુ કરેલ છે. તમામ બસોને માપ-સાઈઝમાં સીટીંગમાં આર્થિક વ્‍યવહારથી સાઈઝને ઘ્‍યાને લેવામાં આવેલ નથી અને નિયમ વિરૂઘ્‍ધ પાર્સિંગ-રિપાર્સિંગ કરી આપેલ છે. સેન્‍ટ્રલ મોટર વ્‍હીકલ એકટ-1989 ના રૂલ્‍સ 10પ-106 ને અનુસર્યા વગર હેડલાઈનો વિગેરે બાબતે પણ ઘ્‍યાને લેવાયેલ નથી અને અધિકારી ઈન્‍સ. જી. એમ. પટેલ (હાલ નિવૃત ડેલીકેટેડ કોંગ્રેસ પાર્ટી પ્રદેશ) અને ઈન્‍સ. જે. પી. મોદીનાં બસ ડીટેઈન કરી મેમાની બાબત પણ તપાસવામાં આવે તે જરૂરી છે. આ બંને અધિકારી સામે કાયદેસર કાર્યવાહી કરવા તપાસનાં કામે અગર મને બોલાવવામાં આવશે તો રૂબરૂમાં વધુ પુરાવા આપની સમક્ષ રજૂ કરીશ તેમ અંતમાં જણાવેલ છે.


ભૈવાહ : બાબરામાં પાલિકાની મંજુરી વગર માર્ગોને તોડી પાડનાર સામે લાલ આંખ

બાબરા, તા. ર7

બાબરાના નગરપાલિકાની પુર્વ મંજુરી વગર મોટાભાગનાવિસ્‍તારોમાં નળ કનેકશન અથવા તો ગટરના કનેકશન મેળવવા લોકો પાલીકા દ્વારા બનાવવામાં આવેલ રોડ રસ્‍તાઓનું બે ફામ ખોદકામ કરી નાખે છે. અહી રોડ રસ્‍તાઓનું ખોદ કામ કર્યા બાદ માર્ગો બિસ્‍માર બને છે.

ત્‍યારે અહી નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં સ્‍થાનિક રહીશ દ્વારા ગટરનું કનેકશન મેળવવા ર0 મીટરનો બ્‍લોગ રોગ નગરપાલિકાની પુર્વ મંજુરી વગર ખોદી નાખતા નગરપાલિકાના સતાધીશો હરકતમાં આવ્‍યા હતા.

પાલીકા પ્રમુખ વનરાજભાઈને વાતની જાણ થતા તેઓ ચીફ ઓફિસર, તેમજ એન્‍જીયનરને લય ઘટના સ્‍થળે દોડી ગયા હતા. જે સ્‍થાનિક રહીશો દ્વારા બ્‍લોગ રોડ ખોદવામાં આવ્‍યો છે. તે તમામ વિરૂઘ્‍ધ યોગ્‍ય કાર્યવાહી કરવાની સૂચના આપતા ચીફ ઓફિસર દ્વારા તાત્‍કાલિક અસરથી અહીં રહીશોને બ્‍લોગની નુકશાની પેટે અઢારનું નુકશાનની ભરપાઈ કરવાની નોટિસ પાઠવી છે. જો દિવસ બે પુરતો દંડ નહિ ભરવામાં આવે તો નગરપાલિકા દ્વારા સ્‍થાનિક રહીશો વિરૂઘ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસર એન.કે.પંડયા દ્વારા જણાવ્‍યું છે.

આ બાબતે નગરપાલિકાના પ્રમુખએ જણાવ્‍યું તું કે પાલિકાની હદમાં આવેલ કોઈપણ રોડ રસ્‍તાઓ નગરપાલિકાની પુર્વ મંજુરી વગર ખોદવામાં આવશે તો જરૂરી તમામ કડક કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકાની મંજુરી વગર પાણી કે ગટરના કોઈપણકનેકશન લેવામાં આવ્‍યા હશે તો તેને દુર કરી યોગ્‍ય કાર્યવાહી કરાશે.

પાલીકા પ્રમુખએ નગરજનોને પણ અપીલ કરતા જણાવ્‍યું છે કે આપણા વિસ્‍તારોમાં રોડ રસ્‍તાઓનું પાલીકાની મંજુરી વગર ખોદકામ કરવામાં આવતું હોય તો નગરપાલિકાની કચેરી અથવા તો પાલીકા પ્રમુખનું મદદ કાર્યાલયમાં જણાવવામાં જાહેર અનુરોધ કર્યો છે.


અમરેલીમાંથી ઝડપાયેલા રેશનીંગનાં ચોખાનાં બનાવમાં ર શખ્‍સો સામે નોંધાઈ ફરિયાદ

 

અમરેલી, તા. ર7

અમરેલીનાં વરસડા રોડ ઉપર ગત તા. 14/7 ના રોજ રાત્રે ગુજરાત નાગરિક પુરવઠા નિગમ-અમરેલીનાં ગોડાઉનમાંથી ટ્રક નંબર જી.જે. પ વાયવાય 6836માં પ0 કિલોગ્રામ રેશનીંગનાં ચોખા કટા નંગ-41 વજન ર0પ0 કિલોગ્રામ કિંમત રૂા.41000ની કિંમતનાં સરકારનાં જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળનાં સબસીડી વાળા આરોપી નવનીતભાઈ રેશનીંગની દુકાનમાંથી ટ્રાન્‍સપોર્ટર વાળાએ મિલાપીપણું કરી અંગત આર્થિક લાભ મેળવવા માટે ગેરકાયદેસર રીતે મેળવીસરકાર સાથે છેતરપીંડી તથા વિશ્‍વાસઘાત કરતા આ બનાવ અંગે સરકાર વતી આર. આર. પાદરીયાએ બન્‍ને સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્‍ને શખ્‍સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


મોણવેલ ગામે પંચાયતે કરેલા બ્‍લોક રોડને તોડી નાખતા ફરિયાદ

એક માસ પહેલાં જ બનાવેલ બ્‍લોક રોડ તોડી નાખ્‍યો

મોણવેલ ગામે પંચાયતે કરેલા બ્‍લોક રોડને તોડી નાખતા ફરિયાદ

અમરેલી, તા. ર7

ધારી તાલુકાનાં મોણવેલ ગામે 14માં નાણાં પંચનાં વર્ષ ર018-19 મુજબ મોણવેલ ગામે 1 માસ પહેલાં જ રસ્‍તાનાં બ્‍લોક પેવિંગનું કામ પૂર્ણ કરવામાં આવેલ. આ બ્‍લોકને અનઅધિકૃત રીતે તે જ ગામે રહેતાં જગદીશભાઈ આસોદરીયા, તેમના પત્‍નિ, ચેતનભાઈ આસોદરીયા તથા રમેશભાઈ આસોદરીયાએ તોડી નાંખી ગ્રામ પંચાયતની મિલ્‍કતને નુકશાન કર્યાની ફરિયાદ ગામનાં સરપંચ સવિતાબેન મનજીભાઈ ડાવરાએ ધારી પોલીસમાં નોંધાવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


લ્‍યો બોલો : જાફરાબાદનાં તૂર્કી મહોલ્‍લામાં બાઈક સળગી ઉઠયું

અમરેલી, તા. ર7, જાફરાબાદ ગામે તૂર્કી મહોલ્‍લામાં રહેતા ઈલ્‍યાસભાઈ રહીમભાઈ ખોખર નામના યુવકે પોતાના ઘર પાસે પાર્ક કરેલ મોટર સાયકલ રાત્રીના ર વાગ્‍યાના સમયે કોઈપણ કારણે સળગી ઉઠેલ જેમાં મોટર સાયકલનો પાછળનો ભાગ તથા સીટ સળગી ગયાનું જાફરાબાદ પોલીસમાં જાહેર થવા પામેલ છે.


બીમ તોડી રહેલા શ્રમિકને ઈલેકટ્રીક શોક લાગતા સારવારમાં

અમરેલી, તા.ર7

અમરેલીના રોકડીયાપરા વિસ્‍તારમાં રહેતા અને મજૂરી કામ કરતા કમલેશભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા નામના 40 વર્ષીય યુવક ગઈકાલે અમરેલી નજીક આવેલ લાઠી રોડ ઉપરની વસુંધરા પાર્ક સોસાયટીમાં બીમ તોડવાનું કામ કરતા હતા ત્‍યારે અકસ્‍માતે લોખંડનો સળીયો ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જતાતેમને ઈલેકટ્રીક શોક લાગતા સારવાર માટે અત્રેના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતા.


ધારેશ્‍વરનાં આશાસ્‍પદ યુવકે અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાધો

રાજુલા, તા.ર7

રાજુલા તાલુકાના ધારેશ્‍વર ગામના મુકેશભાઈ ભાણજીભાઈ વિંઝુડા (ઉ.વ.ર0) દ્વારા આજરોજ બપોરના એકાદ વાગે પોતાના ઘરે એકલા હોય આ એકલતાનો લાભ લઈ પોતાની મેળે મકાનના સ્‍લેબના હુકમાં દોરીથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલ છે. કયા કારણોસર આ પગલુ ભરેલ છે તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા તટસ્‍થ તપાસ થાય તેવી માંગણી રાજુલા તથા ધારેશ્‍વર દલિત સમાજ દ્વારા કરવામાં આવેલ છે. જાણવા મળતી માહિતી મુજબ મરનાર યુવાન મુંબઈ રહેતો હતો. બેથી ચાર દિવસ પૂર્વે જ ધારેશ્‍વર આવેલ હતો. તો કયા કારણોસર આ પગલુ ભરવામાં આવેલ છે તેની ઉંડી તપાસ જરૂરી હોવાનું લોકોનું માનવું છે. આ યુવાનના મૃત્‍યુથી ધારેશ્‍વર દલિત સમાજમાં શોકનું મોજુ ફરી વળેલ છે.


આનંદો : અમરેલીમાં પાસપોર્ટ સેવા કેન્‍દ્રનો પ્રારંભ : સરકારની અનમોલ ભેટ

એનડીએ સરકારની અમરેલી જિલ્‍લાની જનતાને અનમોલ ભેટ

આનંદો : અમરેલીમાં પાસપોર્ટ સેવા કેન્‍દ્રનો પ્રારંભ

એક સમયે પાસપોર્ટ મેળવવા અનેક પ્રકારની મુશ્‍કેલીઓ થતી હતી તે હવે દુર થઈ જશે

કેન્‍દ્રીયમંત્રી રૂપાલા, સાંસદ કાછડીયા અને પોસ્‍ટ વિભાગનાં અધિકારીઓ ઉપસ્‍થિત રહૃાા

અમરેલી, તા. ર7

કેન્‍દ્રીય કૃષિ, કૃષિ કલ્‍યાકણ અને પંચાયત રાજયમંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ અમરેલી પોસ્‍ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્‍દ્રનો પ્રારંભ કરાવ્‍યો હતો.

દીપપ્રાગટય કરી કેન્‍દ્રીય રાજયમંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્‍યું કે, પાસપોર્ટ એ રાષ્ટ્રીય દસ્‍તાવેજ છે. પાસપોર્ટ પ્રક્રિયા સરળ કરવા બદલ તેમણે ભારત સરકાર અને વિદેશ મંત્રાલયનો આભાર વ્‍યકત કર્યો હતો. પાસપોર્ટ માટેનું મહત્‍વ જણાવી તેમણે ઉમેર્યુ કે, લોકહિતને પ્રાથમિકતા આપતી પ્રજાભિમુખ કેન્‍દ્ર સરકારે સુવિધાલક્ષી કાર્યો કરી તે સુવિધાને ઘરઆંગણે પહોંચાડવાનું કાર્ય કર્યુ છે.

અમરેલી જિલ્‍લામાંથી વિદેશ જતા અને વસતા લોકો માટે પાસપોર્ટ સેવા કેન્‍દ્રની જરૂરિયાત વિશે પણ જણાવ્‍યું હતુ. તેમણે પોસ્‍ટ ઓફિસ સાથેના સંસ્‍મરણો તાજા કર્યાહતા. આયુષમાન ભારત અને ગેસ કનેકશન સહિતની યોજનાઓ વિશે માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

તેમણે તેમના પ્રવચનમાં શ્રી શ્‍યામજી કૃષ્‍ણ વર્મા, મહાત્‍માા ગાંધી, ડો. આંબેડકર, ડો. કલામ સહિતના વિભૂતિઓના સ્‍મારકો વિશે જણાવીને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી તથા એકતા યાત્રા વિશે જણાવ્‍યું હતુ.

સાસંદ નારણભાઇ કાછડીયાએ કહ્યું કે, કેન્‍દ્ર સરકાર દ્વારા પાસપોર્ટ માટેના નિયમો-પ્રક્રિયામાં સરળીકરણ કરવામાં આવ્‍યું છે. સરળ, પારદર્શી તથા ઝડપી પ્રક્રિયા થતાં લોકોને પાસપોર્ટ કઢાવવા માટે પડતી મુશ્‍કેલીઓનું નિવારણ થયું છે.

અમરેલીમાં પાસપોર્ટ સેવા કેન્‍દ્ર શરૂ થતાં પાસપોર્ટ મેળવવા માટેની અરજી કરનારને દૂર-દુર જવાની આવશ્‍યકતા રહેશે નહિ અને નાગરિકોના સમય, શકિત અને નાણાની બચત થશે. અમરેલીમાં શરૂ થયેલ પાસપોર્ટ સેવા ઉપરાંતના વિવિધ વિકાસ કાર્યો અને સેવાઓ વિશે પણ સાસંદ કાછડીયાએ જણાવ્‍યું હતુ.

પ્રાદેશિક પાસપોર્ટ સેવાના વડા નિલમ રાણીએ સ્‍વાગત પ્રવચન કરતા કહ્યું કે, પાસપોર્ટ એ એવો દસ્‍તાવેજ છે જે વિદેશ યાત્રા માટે આવશ્‍યક છે. સદીઓથી ગુજરાતમાંથી વિદેશમાં આવાગમન થતું રહે છે અને પ્રવર્તમાન સમયે અભ્‍યાસ, હરવા-ફરવા તેમજ મેડિકલ સુવિધાઓ સહિતના કારણોસર વિદેશમાં જવા લોકોને પાસપોર્ટની આવશ્‍યકતા રહેછે.

તેમણે વધુમાં કહ્યું કે, કેન્‍દ્ર સરકારે પાસપોર્ટ માટેના નિયમોમાં સરળતા ઉભી કરી છે. પાસપોર્ટ કામગીરી પારદર્શી અને ઝડપી બનતા જનસમુદાયને ઘણો ફાયદો થયો છે. પાસપોર્ટ સેવાના નવા 1ર કેન્‍દ્રો  શરૂ થતાં અંદાજે હજારથી વધુ અરજીઓ સ્‍વીકારવામાં આવી છે. તેમણે પાસપોર્ટ માટેની ઓનલાઇન પ્રક્રિયા અને તે માટે પોસ્‍ટ  દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે પણ જણાવ્‍યું હતુ.

આભારવિધી પાસપોર્ટ સેવા નાયબ નિયામક સૌમ્‍યા યાદવે કરી હતી.

કાર્યક્રમમાં કલેકટર આયુષ ઓક, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો. કાનાબાર, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, મદદનીશ ખેતી નિયામક નારોલા, અગ્રણી સર્વ કૌશિકભાઇ વેકરીયા, મનુભાઇ આદ્રોજા, રામભાઇ સાનેપરા, મંજુલાબેન જોષી, રિતેષ સોની, જીતુભાઇ ડેર, જયંતિભાઇ પાનસુરિયા, રેખાબેન માવદીયા, બાવાભાઇ મોવલીયા, શરદભાઇ લાખાણી, વસંતભાઇ મોવલીયા, દિનેશભાઇ પોપટ, પ્રેમજીભાઇ માધડ, પોસ્‍ટ ઓફિસના સર્વ ચુડાસમા, ગુપ્‍તા, માંગરોળીયા, આસિફ તેલી, કિશોરભાઇ ભટ્ટ, વાછાણી, બકરાણીયા, ટપાલ, મહેસુલ, પોલીસ અને સંબંધિત તમામ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ તેમજ અમરેલી શહેરના નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.


લીલીયા તાલુકાનાં ગામોમાં એકતાનાં સંદેશા સાથે ફરી

અમરેલી, તા. ર7

આજે સરદારએકતા યાત્રા અમરેલી જિલ્‍લાનાં લીલીયા તાલુકાનાં જાત્રોડા, સાંજણટીંબા, લીલીયા મોટા, પીપળવા, નાના લીલીયા, ભોરીંગડા, ક્રાંકચ,ઈંગોરાળા, ખારા, પાંચતલાવડા ગામોમાં રથ ફર્યો હતો, જેમાં કેન્‍દ્રીય કૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલા, સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ કૃષિ મંત્રી વી. વી. વઘાસીયા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, અમર ડેરીનાં ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, જિલ્‍લા મહામંત્રી કમલેશ કાનાણી, જિલ્‍લા ભાજપના ઉપપ્રમુખ મયુરભાઈ હીરપરા, લીલીયા તાલુકા ભાજપનાં પ્રમુખ ચતુરભાઈ કાકડીયા, મહામંત્રીઓ, વિજયભાઈ ગજેરા, ઘનશ્‍યામભાઈ સાવલીયા, ભનુભાઈ ડાભી, સાવરકુંડલા તાલુકા ભાજપના પ્રમુખ પુનાભાઈ ગજેરા, અતુલભાઈ રાદડીયા, પ્રતાપભાઈ ખુમાણ, ભીખાભાઈ ધોરાજીયા, અરુણભાઈ પટેલ, બાબુભાઈ ધામત, ભરતભાઈ ઠુંમર, કાંતીભાઈ શીંગાળા, ભીખાભાઈ ધારૈયા, તુષારભાઈ ધોરાજીયા, મગનભાઈ વિરાણી, દકુભાઈ બુટાણી, દિલીપભાઈ ડાભી, અરજણભાઈ ધામત, જીતુભાઈ લાઠીયા, યોગેશભાઈ દવે, જિજ્ઞેશભાઈ સાવજ, આનંદભાઈ ધાનાણી, ધર્મેશભાઈ દેસાઈ, હર્ષદભાઈ માંડળીયા, જયંતીભાઈ ધાનાણી, કાળુભાઈ ગેલાણી, વાસુરભાઈ બેરા, શુખાભાઈ પોલરા, ધનજીભાઈ ધાનાણી ભરતભાઈ વીરડીયા, મનુભાઈ કીકાણી, ગોવિંદભાઈ સાવલીયા, શોહીલ મકવાણા, હરેશભાઈ જોશી, સવજીભાઈ ભડકોલીયા, કીશોરભાઈપાઠક, કાંતીભાઈ ધામત, ધીરૂભાઈ ઉમરેઠીયા, હીતેશભાઈ પરમાર, બટુકભાઈ ગરણીયા, વિપુલભાઈ પહારડા, અનીલભાઈ પાનસેરીયા, રતીભાઈ તોગડીયા સહીત તમામ ગ્રામજનો હાજર રહૃાા હતા.


ફફડાટ : વડીયા પંથકમાં એકી સાથે 1ર જેટલા સિંહોએ દેખા દીધી

અરજણસુખની સીમમાં એક મારણ પણ કર્યુ

વડીયા, તા. ર7

વડીયા પંથકમાં એકી સાથે 1ર જેટલા સિંહોએ દેખા દેતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. વડીયાનાં અરજણસુખ ગામની સીમમાં વલ્‍લભભાઈ વાગડીયાનાં શેરડીનાં વાડમાં એકીસાથે 1ર જેટલા સિંહ પરિવાર સાથે ધામા નાખ્‍યાની વાત વાયુવેગે ફેલાતા વડીયા કુંકાવાવ રેન્‍જ ફોરેસ્‍ટ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા જયારે તપાસ કરતા સિંહ પરિવારે એક મારણ પણ કર્યુ હોવાનું જાણવા મળેલ છે. વડિયા તાલુકાનાં અરજણસુખ ગામની સીમ અને ખાખરીયા ગામની સીમ વિસ્‍તારમાં એક શેરડીના વાડમાં 1 સિંહણ ર સિંહ તેમજ એમના બચ્‍ચા મળીને કુલ 1ર જેટલા જનાવર આવી ચડેલ હોય જેને કારણે ખેડૂતોને રાત્રીનાં સમયે સીમમાં જવાની પણ બીક જોવા મળી રહી છે. જયારે આ અંગે ફોરેસ્‍ટ અધિકારી સાથે વાતચીત કરતા તેમણે એવું જણાવ્‍યું હતું કે આ સિંહ પરિવાર જંગલ વિસ્‍તારમાંથી ભુલા  પડેલા હોય અને અહીયા એક મારણ કરેલ હોય જેથી મારણ ખાધા બાદ આપમેળે સિંહ પરિવાર પરત જતો રહેશે. હાલ તો અહીયા કોઈને હેરાનગતિ ન થાય એટલા માટે અમોસાવચેતી રાખી છે.


સાવરકુંડલાશહેરમાં બાયપાસનાં અભાવે ભારે વાહનોની અવર-જવરથી પરેશાની

સાવરકુંડલા, તા.ર7

સાવરકુંડલા શહેરમાં આગામી દિવસોમાં દિવાળી તથા અન્‍ય તહેવારો હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી લોકો ખરીદી કરવા આવતા હોવાથી શહેરની મઘ્‍યમાંથી હાઈ-વે પ્રસાર થતો હોવાથી દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્‍યા વધતી જાય છે. સાવરકુંડલા શહેરના મેઈન બઝાર, હવેલી શેરી, નદી બજાર, રિઘ્‍ધિ-સિઘ્‍ધિ ચોક, ગાંધી ચોક, સંઘેડિયા બજાર, કંસાર બજાર વગેરે જેવા વિસ્‍તારોમાં સાંજે પ થી 7 સુધી ટ્રાફિકની ગંભીર જોવા મળી રહી છે. આ બાબતની વેપારીઓ દ્વારા પોલીસ દ્વારા યોજાતા લોકદરબાર અને શાંતિ સમિતિની બેઠકમાં વારંવાર રજુઆતો કરવામાં આવતા ટ્રાફિકના પ્રશ્‍નનું નિરાકરણ કરવામાં આવતું નથી. તથા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પોઈનટ પર હાજર ન રહેવાથી ટ્રાફિકની સમસ્‍યા ઉદભવી રહી છે. સાવરકુંડલા શહેરની મઘ્‍યમાંથી પ્રસાર થતો પીપાવાવ હાઈ-વે ની છેલ્‍લા ર વર્ષથી કામગીરી શરૂ કરવામાં આવી છે. જે તાત્‍કાલિક શરૂ કરી બાયપાસનું અધુરૂં કામ પુરૂ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્‍યા દુર થાય તેમ છે.


મહુવાનાં તલગાજરડા ખાતે પૂ. મોરારિબાપુનાં વ્‍યાસાસાને શ્રીરામ કથાનો પ્રારંભ થયો

સાવરકુંડલા, તા. ર7

વિશ્‍વભરનાં શ્રાવકો, ભાવકો, ભકતો, સંતો, મહંતો અને સર્વજનો જેની આતુરતાથી રાહ જોઈ રહૃાા હતા તે મંગળ ઘડી આવી પહોંચી. ર7 તારીખ શનિવારે બપોરે શ્રી ચિત્રકૂટધામથી પોથીયાત્રાનો પ્રારંભ થયો. હર્ષોલ્‍લાસ સાથે વિશાળ જનસમુહ પોથીયાત્રામાં જોડાયો. આ પ્રસંગે યજમાન હરિભાઈએ વિનમ્ર ભાવે કહૃાું કે બાપુકૃપાથી પોતે તો કથાનાં માત્ર નિમિત્ત બન્‍યા છે. ખરા અર્થમાં તો આ મંગલ મનોરથનાં આપ સૌ (શ્રોતાઓ, ભાવકો) મનોરથી છો. રાજુલાનાં અગ્રણી બાબુભાઈ રામ પોતાની સમગ્ર ટીમ અર્થે રાત દિવસ વ્‍યવસ્‍થા સંભાળી રહૃાા છે.

દરમ્‍યાન ગઈકાલે સંઘ્‍યાટાણે કથાસ્‍થળે મહુવા શહેર અને તાલુકાનાં સાધુ- બ્રહ્મ સમાજની ચોર્યાસીનું ભવ્‍ય આયોજન થયું. મહુવા ઉપરાંત તળાજા, રાજુલા, ઉના, ચલાળા વગેરે છ તાલુકાનાં સાધુ-બ્રાહ્મણોએમહાપ્રસાદનો લાભ લીધો. આ પ્રસંગે મંચ પરથી બ્રહ્મસમાજ તેમ જ સાધુ સમાજની ત્રણે શાખાઓનાં અગ્રણીઓએ યજમાનને સન્‍માનપત્ર અર્પણ કર્યુ અને પુષ્‍પમાળા તેમજ શાલથી તેમને સન્‍માનીત કરી, રૂડા આશીર્વાદ પાઠવ્‍યા.

પૂજય બાપુએ આ પ્રસંગે પોતાની અંગત ઉર્મિઓ વ્‍યકત કરતા જણાવ્‍યું કે ભભવ્‍યકિતગત મારા માટે અને મારા પરિવાર માટે હવે આ ગામ તલગાજરડા નથી પણ ભત્રિભુવન તીર્થભ છે. અહીં મારા દાદાનો ખૂણો છે, જે અક્ષયપાત્ર છે. આ ભૂમિમાંમે માંડવી વીણી છે. ત્‍યાંથી આપણે હવે હિરા વીણશું.ભભ

વિશ્‍વ વિક્રમી બની રહેનારી આ કથાથી રામાયણજીની આરતી વખતે વ્‍યાસપીઠ પરથી ઘંટનાદ થશે. બાપુ ઈચ્‍છે છે કે વ્‍યાસપીઠ પરથી રામજી મંદિરની માફક જ પૂર્ણરૂપે આરતી થાય. ભમાનસ-ત્રિભુવનભ થી આ પરંપરાનો પ્રારંભ થશે.

3-4પ કલાકે વ્‍યાસપીઠ પર પોથીજીની પધરામણી થઈ. વિશ્‍વ પ્રસિઘ્‍ધ ભાગવતાચાર્ય પૂજય શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના પાવન હસ્‍તે દીપ પ્રાકટય થયું ત્‍યારે સાથે યોગઋષિ પૂજય રામદેવબાબા, હરિૐ બાપુ, પૂજય ભારતીબાપુ તથા નકુમ પરિવારની નાનકડી દિકરી લક્ષ્મી તેમની સાથે જોડાયા.

આ ઉપરાંત કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પુરુષોતમભાઈ રૂપાલા, ગુજરાતનાં કેબીનેટ મંત્રી ભુપેન્‍દ્રભાઈ ચુડાસમા, વિરોધ પક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણી, સાંસદ નારણભાઈ કાછડિયાતથા અન્‍ય ધારાસભ્‍યો યજમાન પરિવારનાં રામજીદાદા, ઈંગ્‍લાંડના શ્રાવક રમેશભાઈ સચદેવ વગેરે મહાનુભાવો દીપ પ્રાકટયમાં ઉપસ્‍થિત રહૃાા. સૌના યથોચિત સન્‍માન બાદ પરેશભાઈ ધાનાણી તથા પુરુષોતમભાઈ રૂપાલાએ પ્રાસંગિક વંદન-અભિનંદન પાઠવ્‍યા.

મહંત શ્રી ભારતીબાપુએ જણાવ્‍યું કે રામકથા ર્ેારા પૂજય બાપુએ સમગ્ર રાષ્‍ટ્રને જીવનનો રાજમાર્ગ બતાવ્‍યો છે. બાબા રામદેવજીએ કહૃાું કે પોતે રાજયમંત્રીને કહીને રામકથાનાં સીધા પ્રસારણ પરનો પ્રતિબંધ દૂર કરાવ્‍યો છે. પૂજય ભાઈશ્રીએ કહૃાું કે અસ્‍તિત્‍વ આપણને કોઈ વસ્‍તુ નકામી આપે જ નહીં.ભ કથાથી આપણા કાનનાં માઘ્‍યમથી ભગવાન શબ્‍દબ્રહ્મનાં રૂપમાં આપણામાંપધારે છે. જે આપણા મનને નિર્મળ કરી દે છે. કથા ચાલે ત્‍યારે કૃષ્‍ણ આપણા હૃદયને ઝાડું લઈને સાફ કરે છે. ભગવાન ખુદ કથાનું રૂપ લઈ, આપણી પાસે આવ્‍યા છે એ આપણું સદભાગ્‍ય છે. તેમણે કહૃાું કે રામચરિત માનસમાં મારો પ્રવેશ થયો હોય તો તે માત્ર બાપુ થકી થયો છે. પૂજય ભાઈશ્રીએ કહૃાું કે આપણો નાનકડો સ્‍વાર્થ કયાંક સમાજને બહુ મોટું નુકશાન તો નથી કરી રહૃાોને એ આ કથા સાંભળ્‍યા પછી આપણે વિચારવું રહૃાું. દરમ્‍યાન કથા શ્રવણ માટે આજે સુરતનાં અગ્રણી ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા તથા સુરતનાં બાદશાહ ભામાશા જેવા લવજીભાઈ ઉપસ્‍થિત હતા. આહિર સમાજનાં દાતાડાહૃાાભાઈ ગુદરાસિયા તથા બાવળાના હરિભાઈ ભરવાડ અને રાજુલાની અલ્‍ટ્રાટેક સીમેન્‍ટ, સીન્‍ટેકસ લીમીટેડ, પીપાવાવ પોર્ટ, જીએચસીએલ વગેરે કંપનીઓનાં પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહૃાા હતા.


સાવરકુંડલા ખોડલધામ સમિતિ અને સમાધાનપંચ ર્ેારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ

               સાવરકુંડલા ખોડલધામ સમિતિ અને ખોડલધામ સમાધાનપંચ ર્ેારા પંચ ત્‍યાં પરમેશ્‍વરનાં સૂત્રને સાર્થક કરી પટેલ સમજમાં લગ્નજીવનનાં વિવાદો, જમીન-મિલકત વગેરે સમાજનાં અંદરોઅંદરનાં પ્રશ્‍નોનાં કુલ 13 જેટલા કેસોનું નિરાકરણ કર્યુ છે તથા ખોડલધામ સમાધાનપંચ ર્ેારા લલ્‍લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિર ખાતે ગાર્ડન બનાવી પર્યાવરણ જાળવણીની કામગીરી તથા ખોડલધામ સ્‍ટડી સેન્‍ટર ર્ેારા સમાજનાં વિદ્યાર્થીઓને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનું માર્ગદર્શન તથા જરૂરિયાત અને હોશિયાર વિદ્યાર્થીઓને આર્થિક સહાય, સરસ્‍વતી સન્‍માન સમારોહ, કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, વેવિશાળ સેતુ વગેરે સમાજને લગતી તમામ સેવાકીય પ્રવૃતિઓ સાવરકુંડલા તાલુકા ખોડલધામ સમિતિ તથા સમાધાન ર્ેારા કરવામાં આવી રહી છે.


28-10-2018