Main Menu

Saturday, September 29th, 2018

 

ભૈ વાહ : કુંકાવાવમાં ભુગર્ભગટરનું કાર્ય માત્ર કાગળ પર પુર્ણ

કોન્‍ટ્રાકટર, અધિકારીઓ અને પદાધિકારીઓની જબ્‍બરી હિંમત

ભૈ વાહ : કુંકાવાવમાં ભુગર્ભગટરનું કાર્ય માત્ર કાગળ પર પુર્ણ

ગામનાં સરપંચ સહિતનાં આગેવાનોએ 10 દિવસમાં તમામ સમસ્‍યા દુર કરવા માંગ કરી

કુંકાવાવ, તા. ર8

અમરેલી જિલ્‍લામાં ભુગર્ભ ગટરની મોકાણ ગામેગામ ઉભી થઈ છે. જનતા જનાર્દનનાં પરસેવાનાં કરોડો રૂપિયાનું આંધણ થઈ રહૃાું છે છતાં પણ એક પદાધિકારી કે અધિકારી ભુગર્ભ ગટરની ચુંગાલમાંથી જનતાને છોડાવવા ડોકાતા નથી.

અમરેલી, લીલીયા, ખાંભા, બગસરા તેમજ કુંકાવાવમાં ભુગર્ભ ગટરને લઈને વ્‍યાપક નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.

કુંકાવાવનાં સરપંચ, હિત રક્ષક સમિતિનાં આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને ભુગર્ભ ગટર અને બિસ્‍માર માર્ગોની સમસ્‍યા દુર કરવા 10 દિવસનું અલ્‍ટીમેટમ  આપેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, આશરે સાડા ચાર વર્ષથી ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવેલ છે. આ કામ હજુ પણ રપ થી 30% કામ અધુરૂ છે છતાં કોન્‍ટ્રાકટર અને પદાધિકારીઓની લિીભગત કરી અધિકારીઓ સાથે મળીને ફાઈનલ બિલ બનાવી નાખેલ છે. તો આ કામ પૂર્ણ થયેલ છે તેવું ગ્રામ પંચાયતનું સર્ટી મેળવેલ છે. કેમ ? અને જો મેળવેલ હોય તો આમા ભ્રષ્‍ટાચાર થયેલ છે. તો આ કામની તુરંત તપાસ કરી જવાબદારો સામે યોગ્‍યપગલા ભરી દિવસ 10માં અધુરૂ કામ પૂર્ણ કરવા જણાવેલ છે.

વધુમાં જણાવેલ છે કે, કુંકાવાવ મોટી ગામમાં દરેક રોડ ભુગર્ભ ગટરના લીધે તોડી નાખવામાં આવેલ છેી આ બધા રોડ આશરે 7000 મિટરના રસ્‍તાઓ ર.74 કરોડનાં ખર્ચે મંજુર થયેલ છે. આ કામના ટેન્‍ડર બહાર પડેલ છે અને 10 માસ પહેલા આ કામની જે તે એજન્‍સીને વર્કઓર્ડર આપવામાં આવેલ છે. આજ દિવસ સુધી કયાં કારણોસર આ કામ કરવામાં આવતું નથી. ગ્રામ પંચાયત ઘ્‍વારા લેખીત અને મૌખિક રજુઆત અનેક વખત કરવામાં આવે છે છતાં કોન્‍ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતને લીધે આ કામ શરૂ કરવામાં આવતું નથી. આથી દોઢ માસ પહેલા રૂબરૂ રજુઆત કરવામાં આવેલ ત્‍યારે કાર્યપાલક ઈજનેર ઘ્‍વારા કહેવામાં આવેલ કે એજન્‍સીને નોટીસ આપેલ છે અને 1પ દિવસના અંતરે 3 નોટીસ આપીને એજન્‍સીને બ્‍લેક લીસ્‍ટમાં મુકીને આ કામના ટેન્‍ડર યુઘ્‍ધના ધોરણે બહાર પાડી દોઢ માસમાં આપના ગામના રસ્‍તાઓનું કામ શરૂ કરવામાં આવશે. તો ગોળ-ગોળ જવાબ આપવામાં આવેલ છે.

વધુમાં જણાવેલ છે કે ઉપરોકત બંને કામો 10 દિવસમાં શરૂ કરવામાં નહી આવે તો કુંકાવાવ હિત રક્ષક સમિતિ તેમજ ગ્રામ પંચાયતનાં સરપંચ અને સભ્‍યો સહિત ઉપવાસ આંદોલન કરવામાં આવશે અને ગામ બંધ રાખવામાં આવશે. તેમ છતાં આ કામશરૂ કરવામાં નહી આવે તો સામુહિક આત્‍મવિલોપન કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.


લાઠીનાં સરકારી દવાખાનામાં ઈન્‍જેકશન આપતાં કાયમી ખોડ થઈ જતાં ફરિયાદ

6 માસ પહેલા બન્‍યો બનાવ

લાઠીનાં સરકારી દવાખાનામાં ઈન્‍જેકશન આપતાં કાયમી ખોડ થઈ જતાં ફરિયાદ

ડોકટરે ફરજ પરનાં નર્સને ઈન્‍જેકશન આપવા કહૃાું હતું

અમરેલી, તા. ર8

લાઠી તાલુકાનાં ભીંગરાડ ગામે રહેતા દિનેશભાઈ લાલજીભાઈ ચુડાસમાની 10 વર્ષીય કિશોરને શરદી-ઉધરસની તકલીફ થતાં ગત તા. 3/3/18નાં રોજ લાઠી સરકારી દવાખાને લઈ ગયા હતા. જયાં ફરજ પરનાં તબીબે આ કિશોરને તપાસી અને ફરજ પર રહેલ નર્સને ઈન્‍જેકશન આપવા જણાવેલ. જેથી આ નર્સ બહેને ઈન્‍જેકશન નસમાં આપી દેતા આ ભોગ બનનાર 10 વર્ષનાં કિશોરને કાયમી ખોટ આવી ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.


લાઠીનાં આધેડ સાથે લગ્ન કરીને દુલ્‍હન 1પ દિવસમાં ફરાર થઈ ગઈ

સોનાનાં દાગીના અને ટીવી લઈને ચાલતી પકડી

અમરેલી, તા. ર8

લાઠીનાં કેરીયા રોડ ઉપર આવેલ આલમગીરી હોટલ પાસે રહેતાં અને મિસ્‍ત્રી કામ કરતાં હસમુખભાઈ ઠાકરશીભાઈ મકવાણા નામનાં 4ર વર્ષિય આધેડ સાથે ગોંડલ તાલુકાનાં મોવૈયા ગામે રહેતી ગીતાબેન અરૂણભાઈ નિમાવત નામની મહિલાએ તેમને વિશ્‍વાસમાંલઈ લગ્ન કરી 1પ દિવસ સાથે રહી અને બાદમાં ગત તા.રપ/9 નાં રોજ તેણી આ મિસ્‍ત્રીનાંઘરમાંથી રૂા.64040ની કિંમતનાં સોનાનાં ઘરેણાં તથા ટીવી-1 લઈ અને અજાણ્‍યા ફોરવ્‍હીલ ચાલક સાથે નાશી જઈ વિશ્‍વાસઘાત છેતરપીંડી કર્યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.


બાબરા પાલિકાનાં પ્રમુખ પદે વનરાજભાઈ વાળા અને ઉપપ્રમુખ પદે જગદીશભાઈ કારેટિયાની વરણી

બાબરા, તા. ર8

બાબરા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ખીમજીભાઈ મારૂની મુદત તા. ર9/9નાં રોજ પૂર્ણ થતાં આજરોજ આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવા જિલ્‍લા કલેકટર ઘ્‍વારા જાહેરનામું પ્રસિઘ્‍ધ કર્યુ હતું.

જેના અનુસંધાને આજરો તા. ર8/9નાં રોજ સવારે 11 કલાકે અમરેલી જિલ્‍લા પ્રાંત અધિકારીના અઘ્‍યક્ષ સ્‍થાને પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે બાબરા પીએસઆઈ સરવૈયા સહિતના પોલીસ સ્‍ટાફ ઘ્‍વારા પુરતો બંદોબસ્‍ત જાળવ્‍યો હતો.

બાબરામાં નગરપાલિકાની કચેરીમાં સવારે 11 કલાકે અમરેલી પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર એન.કે. પંડયા, જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ ખર્જુનભાઈ સોસા, પાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂ સહિત કોંગ્રેસનાં તમામ 19 સભ્‍યોની ઉપસ્‍થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે અહીં અન્‍ય કોઈ દાવેદાર ઘ્‍વારા ફોર્મ રજુ નહી થતાં વનરાજભાઈ વાળાને પ્રમુખ તરીકે અને જગદીશભાઈકારેટિયાને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્‍યા હતા.

બાબરા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે ત્‍યારે આગામી અઢી વર્ષ સુધી ફરી નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે યુવાન બેલડી ચૂંટાઈ આવતા તાલુકાના અને શહેર કોંગ્રેસના આગેવાનો ઘ્‍વારા ઢોલ-નગાર વગાડી મોં મીઠા કરી ખુશી વ્‍યકત કરી હતી.

નગરપાલિકામાં નવનિયુકત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા વનરાજભાઈ વાળા જણાવ્‍યું હતું કે પ્રજાના કામ કરવા એ મારી પહેલી પ્રાથમિકતા રહેશે. પાલિકાના તમામ સભ્‍યો સાથે સંકલન સાધી શહેરના વિકાસના કાર્યો આગળ વધારશું.


અમરેલીમાં આજે ભાજપ દ્વારા રાહુલ ગાંધી વિરૂઘ્‍ધ ઉગ્ર દેખાવો

અમરેલી, તા.ર9

દેશનાં લોખંડી પુરૂષ અને એક ભારત અખંડ ભારત બનાવનાર શ્રી સરદાર વલ્‍લભભાઈ પટેલને કોંગ્રેસે હંમેશા અન્‍યાય કર્યો છે. સરદાર પટેલને દેશનાં પ્રથમ વડાપ્રધાન બન્‍યા દીધા હોત તો આજે અરાજકતા અને આંતકવાદ જેવી સમસ્‍યા દેશની જનતા સામે ન હોય, સરદાર વલ્‍લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જિર્ણોદ્વારા કરવાનો નિર્ણય કર્યો અને દેશનાં રાષ્‍ટ્રપતિને સોમનાથ ન આવવા દીધા એ પાપ પણ કોંગ્રેસે કર્યુ હતું. કોંગ્રેસ લાજવાને બદલે ગાજવાનું બંધ કરે તેમ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્‍યું છે.

કોંગ્રેસના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધી વિશ્‍વની સૌથી મોટી પ્રતિમાં એટલે સ્‍ટેચ્‍યું ઓફ યુનિટી જયારે આ પ્રતિમાં  તૈયાર થઈ ગઈ છે. ત્‍યારે ચાઈના સાથે સરખાવીને સરદાર પટેલની પ્રતિમાનું અપમાન કર્યુ છે. જેના વિરોધમાં અમરેલી રાજકમલ ચોક ખાતે બપોરે3:30 કલાકે ઉગ્ર દેખાવ કરીને રાહુલ ગાંધીના આવા નિમ્‍ન શબ્‍દોનો વિરોધ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સરદાર પ્રેમિ નાગરીકો અને કાર્યક્રર્તાઓ જોડાશે. તેમ જિલ્‍લા ભાજપના મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, અને કૌશીક વેકરીયાની યાદીમાં જણાવાયું છે.


વડી સિંચાઈ યોજનાનું પાણી પીવા માટે અનામત રાખો

ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને કરી રજુઆત

વડી સિંચાઈ યોજનાનું પાણી પીવા માટે અનામત રાખો

અમરેલી શહેર ઉપરાંત અનેક ગામો સુધી વડી સિંચાઈથી પાણી પહોંચી રહૃાું છે

અમરેલી, તા. ર8

અમરેલીનાં માંગવાપાળ ગામ નજીક આવે વડી સિંચાઈ યોજનાનું પાણી ખેતરો સુધી પહોંચી શકતું ન હોય પીવા માટે ફાળવવા માંગ કરવામાં આવી છે.

આજે મોટી સંખ્‍યામાં ખેડૂતોએ કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, વડી સિંચાઈ યોજનાની કેનાલમાંથી ખેતીની જમીન માટે કેનાલનું પાણી છોડવામાં આવે છે. પરંતુ હાલદુષ્‍કાળની સ્‍થિતિ હોય અને ડેમમાં પુરતી પાણીની સંગ્રહશકિત ખૂબ જ ઓછી હોવાથી ડેમમાં ફકત ર ફૂટ જેટલું પાણી હોય તો કેનાલમાંથી પાણી ન છોડવા માંગ           કરી છે.

વધુમાં જણાવેલ છે કે, જે ડેમના પાછળના ભાગે એરનું પાણી વરૂડી વોટર વર્કસમાં જતું હોય અને તે પાણી અમરેલીની જનતાને પીવા માટે આપવામાં આવતું હોય તેમજ વરૂડી/માંગવાપાળમાં મહીપરી યોજનાનું પાણી પણ આવતું ન હોય તેમજ અમરેલીમાં ગઢની રાંગ, ભાડપરા, જેશીંગપરા, ચાંપાથળ, ફતેપુર આ તમામ ગામોને તેમજ તમામ જનતાને આ પાણીનો લાભ મળતો હોય તો પાણીનો ખોટો બગાડ કે વેડાઈ ન જાય તે જોવા વિનંતી છે.

વધુમાં જણાવેલ છે કે, જે કેનાલમાં પાણી જાય તે કેનાલ સાફ-સફાઈ તેમજ કેનાલમાં કાંપ, માટી, ખડ, જાખરા તેમજ કેનાલ તુટેલી હાલતમાં હોય પાણી માત્ર કેનાલ પુરેપુરી ભરાયેલ તેટલું પાણી પણ ન હોય તેમજ ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચે તેમ ન હોય તો કેનાલમાંથી પાણી ન છોડવા અંતમાં માંગ              કરેલ છે.


જેશીંગપરા શિવાજી ચોકમાં એસ.ટી. અને ડમ્‍પર વચ્‍ચે થયો અકસ્‍માત

ચાલક ડમ્‍પર ઘટના સ્‍થળે મુકી નાશી ગયો

અમરેલી, તા. ર8

અમરેલીનાં મોટા આંકડીયા ગામે રહેતા અને એસ.ટી. બસમાં ચાલક તરીકે કામ કરતાં ભાવેશભાઈ ભોળાદાસદેવમુરારી નામના 30 વર્ષીય યુવા ગઈકાલે બપોરે પોતાના હવાલાવાળી એસ.ટી. બસ લઈ અમરેલીનાં જેશીંગપરાથી શિવાજી ચોક પાસેથી પસાર થતાં હતા ત્‍યારે ગોળાઈમાં સામેથી આવી રહેલ પીળા કલરનાં ડમ્‍પર નંબર જી.જે.-13-વાય 3663નાં ચાલકે એસ.ટી. સાથે ડમ્‍પર અથડાવી નાશી ગયાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.


નાનીકુંડળ ગામે યુવતિ સાથે ફોનમાં વાત કરવાનાં મનદુઃખે પાઈપ વડે માર માર્યો

અમરેલી, તા. ર8

બાબરા તાલુકાનાં નાની કુંડળ ગામે રહેતી દક્ષાબેન મહેશભાઈ ભાલીયા નામની ર1 વર્ષિય પરિણીતાનાં દીયર તે જ ગામે રહેતાં મનસુખ વાઘાભાઈનાં કુટુંબી દિકરી સાથે ફોનમાં વાત કરતાં હોય, તે વાતનું મનદુઃખ રાખી ગત તા.ર6નાં સાંજે આરોપી મનસુખભાઈ સહિત 4 ઈસમોએ તેણીનાં ઘરમાં ઘુસી તેણીની સાસુ તથા નણંદને માર મારી ઈજા કરી અને બાદમાં તેણીના ઘરનાં બારણા તોડી ઘરમાં પડેલ મોટર સાયકલને નુકશાન કરી જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.


બાબરાનાં આધેડની કાર અને રોકડા રૂપિયા લઈજઈ છેતરપીંડી

મોરબીનાં શખ્‍સનું કારસ્‍તાન

અમરેલી, તા.ર8

બાબરામાં ગામે આવેલ શ્રીજીનગરમાં રહેતા કમલેશગીરી હિંમતગીરી ગોસાઈ નામના 4ર વર્ષીય આધેડને મોરબી ગામે રહેતો જયભાઈ મુકેશભાઈ સેજપાલ નામનો ઈસમ ગત તા.ર6/7ના રોજ કારની કિંમત ઓછી કરી આપી વિશ્‍વાસ અને ભરોસો આપી રૂા. 90,000 રોકડા તથા 1,0પ,000 કાર નં. જી.જે.14 ઈ 3689 અસલ કાગળો સાથે લઈ જઈ રૂા. 1.9પ લાખની ઠગાઈ અને વિશ્‍વાસઘાત કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


ખાંભાનાં મોટા બારમણ ગામે દરરોજ સિંહોનું રાત્રી પેટ્રોલીંગ શરૂ થયું

ખાંભા, તા. ર8

ખાંભાનું મોટા બારમણ ગામ સિંહોનું કાયમી નિવાસ સ્‍થાન બની ગયું છે. અહી આવેલ પર્વતો અને ઘટાદાર વૃક્ષો તેમજ રાયડી ડેમ સિંહોને કાયમી વસવાટ માટે અનુકુળતાઓ બક્ષી રહૃાા છે. મોટા બારમણ તેમજ આસપાસના ગામોમાં 3-4 દિવસે વનરાજાઓ ગામમાં ચકકર લગાવે છે અને મોટા બારમણ ગામની મઘ્‍યમાં જ 6 ગાયોનું એક માસમાં મારણ કરવાનો આ ત્રીજો અને વર્ષમાં 10 કરતાં ઉપરાંત નો બનાવ હશે. સિંહોનું ગામમાં રાત્રી પેટ્રોલીંગ હવે ગામલોકો માટે સામાન્‍ય બની ગયું છે. ત્‍યારે ખાંભામાં પણ ભૂતવડલી વિસ્‍તારમાં સિંહો ઘ્‍વારા એક બળદનું મારણ કર્યુ હતું અને વન વિભાગના ફોરેસ્‍ટર સીડાએ સ્‍થળ તપાસ કરીહતી.

તાજેતરમાં જ બૃહદગીરમાં આપણા દેશની શાન સમા વનરાજાઓના ભેદી મોતના સિલસીલાએ પ્રકૃતિપ્રેમીઓમાં ખૂબ જ ચિંતાનું વાતાવરણ ઉભુ કર્યુ છે. ત્‍યારે ગીરની સીમાઓ ઉપરના આ ખાંભા તાલુકાના ગામડાઓમાં સિંહ પરિવારો ખૂબ જ તંદુરસ્‍ત અને વૃઘ્‍ધિમાં જોવા મળી રહૃાા છે.


નાનીકુંડળની યુવતિનું બાવડુ પકડનાર શખ્‍સ વિરૂદ્ધ ફરિયાદ

અમરેલી, તા.ર8

બાબરાના નાની કુંડળ ગામે રહેતા આશાબેન રામજીભાઈ રાઠોડ નામની 18 વર્ષીય યુવતિને તેજ ગામે રહેતા સાગર હિંમતભાઈ કોળી નામના યુવકે ભગાડી જવાના ઈરાદે બાવડુ પકડી, ચાલ ભાગી જવું છે તેમ કહી     ઢીકાપાટુનો માર મારી ઈજા કરી હતી. જયારે બાબુભાઈ ભીખાભાઈ તથા મુકેશ ભોપાભાઈ નામના ઈસમે મદદગારી કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


રાજયની પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગનો કાર્યક્રમ હાસ્‍યાસ્‍પદ : ધારાસભ્‍ય

માળખાકીય સુવિધાઓ ઉભી કરવાને બદલે

રાજયની પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગનો કાર્યક્રમ હાસ્‍યાસ્‍પદ : ધારાસભ્‍ય

શિક્ષકો પાસે શિક્ષણ સિવાયનું કામ લેવાનું બંધ કરો

અમરેલી, તા. ર8

રાજયનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ ર્ેારા ત્રણ દિવસ સુધી રાજયની પ્રાથમિક શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્‍યો છે તેને હાસ્‍યાસ્‍પદ લેખાવતાં ધારાસભ્‍યએ આજરોજ અત્રે એક નિવેદનમાં જણાવ્‍યું છે કે, રાજયનું શિક્ષણ વિભાગસરપ્રાઈઝ ચેકીંગનાં નામે શું સિઘ્‍ધ કરવા માંગે છે તે સમજાતું નથી. રાજયનાં શિક્ષણ વિભાગનાં જવાબદાર અધિકારીઓ શિક્ષણ વિભાગના બજેટને એક યા બીજી રીતે વેડફી નાંખે છે તેને બદલે તેમજ રાજયનું શિક્ષણ કંઈક કામગીરી કરી રહૃાું છે એવો દેખાડો કરવાનાં બદલે રાજયની અને દેશની ભાવિ પેઢીનાં ઉજજવળ ભવિષ્‍ય માટે બાળકોને અભ્‍યાસમાં રૂચિ વધે તેવું વાતાવરણ ઉભું કરવા, બાળકોને આધુનિક ટેકનોલોજી આધારિત યોગ્‍ય શૈક્ષણિક માળખાગત સુવિધાઓ જેવી કે રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણદીઠ વર્ગખંડોની સંખ્‍યા વધારવામાં આવે, રાજયની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ છે તે કઈ રીતે દૂર કરવામાં આવે, રાજયની મોટાભાગની પ્રાથમિક શાળાઓનાં ઓરડાઓ જર્જરીત થઈ ગયા છે તેને તોડી પાડી ખાનગી શાળાઓની સમકક્ષ આકર્ષક (મોર્ડન) ઓરડાંઓ બનાવવામાં આવે, શાળાઓને જોડતાં રસ્‍તાઓ બનાવવામાં આવે, પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતાં બાળકોને પીવાનાં શુઘ્‍ધ પાણીની તથા શૌચાલયની પુરતી સુવિધાઓ ઉભી કરવામાં આવે, પ્રાથમિક શાળાનાં બાળકોનાં શારીરિક વિકાસ માટે રમતનાં મેદાનની સુવિધા કરવામાં આવે, બાળકોનાં બૌઘ્‍ધિક વિકાસ માટે આધુનિક ઈનડોર ગેમ્‍સ રમાડવામાં આવે, બાળકો સલામતીપૂર્વક અને નિયત સમયે શાળાએ આવ-જાકરી શકે તે માટે એસ.ટી. બસોની પુરતી વ્‍યવસ્‍થા કરવામાં આવે તેમજ ખાનગી પ્રાથમિક શાળાઓનાં દુષણને દૂર કરવા ભ્રષ્‍ટાચાર ઉપરાંત બીજી કંઈ કંઈ બાબતો જવાબદાર છે તેનો સર્વગ્રાહી અભ્‍યાસ કરી જે કોઈ ઉણપો હોય તે ૂરી કરવી જોઈએ. સરકારી પ્રાથમિક શાળાઓમાં વિષયવાર શિક્ષકોની જે ઘટ છે તે દૂર કરવામાં આવે અને શિક્ષક પાસેથી શૈક્ષણિક કાર્ય સિવાય, રાજકીય ઈરાદાથી પ્રેરિત વધારાની જે કામગીરી લેવામાં આવે છે તેને બદલે માત્ર શૈક્ષણિક કાર્ય ઉપર જ ઘ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવે તો મને લાગે છે કે રાજયનાં શિક્ષણ વિભાગને સરપ્રાઈઝ ચેકીંગનાં            નામે બિનજરૂરી અને ખર્ચાળ      પ્રવાસ કાર્યક્રમો યોજવાની જરૂર નહી પડે તેમ લાઠીનાં ધારાસભ્‍યએ જણાવેલ છે.


ગળકોટડી પ્રાથમિક શાળા ર્ેારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ કાર્યક્રમની ઉજવણી

ગળકોટડી પ્રા.શાળા તથા રીલાયન્‍સ ફાઉન્‍ડેશન અને તાલુકા પંચાયત કચેરી બાબરાનાં સંયુકત ઉપક્રમે ભસ્‍વચ્‍છતા હી સેવાભ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. મહાત્‍મા ગાંધીજીની 1પ0મી જન્‍મ જયંતિની ઉજવણીનાં ભાગ રૂપે સમગ્ર ભારત દેશમાં સ્‍વચ્‍છતાને એક ઝૂંબેશ સ્‍વરૂપે કાર્યાન્‍વીત કરવામાં આવી છે ત્‍યારે તાલુકા પંચાયત બાબરા ર્ેારા ગળકોટડી પ્રા.શાળામાં આ દેશ વ્‍યાપી ઝૂંબેશને વહેતી કરવામાં આવી હતી, શાળાનાં બાળકો રેલી સ્‍વરૂપે સ્‍વચ્‍છતાનાં સંદેશને ઘર-ઘર સુધીપહોંચાડયો હતો. સાથે આ કાર્યક્રમ અંતર્ગત ધો.પ થી 8નાં બાળકોની ચિત્ર સ્‍પર્ધા પણ યોજવામાં આવી હતી. શાળાનાં બાળકોએ તેમાં હોંશભેર ભાગ લીધો હતો. વિજેતાઓને રીલાયન્‍સ ફાઉન્‍ડેશન અને તાલુકા પંચાયત કચેરી બાબરાનાંસંયુકત ઉપક્રમે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ સ્‍વચ્‍છતા ઝૂંબેશમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ વાસુરભાઈ ચૌહાણ તથા પંચાયતનાં અન્‍ય સદસ્‍યો, ગામનાં નાગરિકો, શાળા આચાર્ય દિપકભાઈ દવે તથા સમગ્ર શાળા પરિવાર જોડાયો હતો. શાળાનાં બાળકો તથા ગામનાં નાગરિકોને આ સ્‍વચ્‍છતા ઝુંબેશને વધાવી લેવા તથા તેમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.


અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરી ખેડૂતો, શ્રમજીવીઓ અને પશુપાલકોની મદદ કરો

પીવાનું પાણી, ઘાસચારો અને રોજગારીનું આગોતરૂ આયોજન જરૂરી

અમરેલી જિલ્‍લાને અછતગ્રસ્‍ત જાહેર કરી ખેડૂતો, શ્રમજીવીઓ અને પશુપાલકોની મદદ કરો

જિલ્‍લા ભાજપનાં પ્રમુખ હિરેન હિરપરાએ મુખ્‍યમંત્રીને કરી રજૂઆત

અમરેલી, તા. ર8

ચાલુ વર્ષે ચોમાસુ અનિયમિત અને ઓછા વરસાદનાં હિસાબે જિલ્‍લાનાં મોટા ભાગનાં તાલુકામાં ઓછો વરસાદ થવાથી ખેત ઉત્‍પાદનને સૌથી વધારે અસર થશે. ખેતિ આધારીત આ જિલ્‍લામાં ખેતિ અને પશુપાલન વ્‍યવસાય મુખ્‍યત્‍વે છે. ઓછા વરસાદનાં હિસાબે આગામી સમયમાં પીવાનાં પાણીની સમસ્‍યા ઉભી ન થાય તે માટે આગોતરૂ આયોજન કરવા અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરાએ રજૂઆત કરી છે.

ચાલુ વર્ષે ખેડૂતોએ વાવેતર કરેલ બિયારણો ઓછા વરસાદનાં હિસાબે નિષ્‍ફળ ગયેલ અને ત્‍યાર બાદ વાવણી થયેલ અને તેના વાવેતર થયેલ મગફળી, કપાસ, તેલીબીયા પાકો અનેઘાસચારાનાં પાકો મહંદ અંશે નિષ્‍ફળ રહેલ છે. જેના કારણે ખેડૂતો અને પશુપાલકોને ખેતિ ઉત્‍પાદન અને ઘાસચારાનાં ઉત્‍પાદનમાં ગંભીર ફટકો પડવાનો છે. ત્‍યારે ઉપરોકત બન્‍ને બાબતે સત્‍વરે સર્વે સહિતનાં આગોતરૂ આયોજન કરવા રાજયના કૃષિમંત્રી અને પ્રભારી મંત્રી આર.સી.ફળદુ અને રાજયનાં મહેસુલ મંત્રી કૌશીકભાઈ પટેલને અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરાએ રજૂઆત કરી છે.

અનિયમિત અને ઓછા વરસાદનાં હિસાબે જિલ્‍લાનાં મોટા ભાગનાં જળાશયો ખાલી છે. અમરેલી જિલ્‍લાનાં મોટા ભાગનાં શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તાર ભાજપ સરકાર ર્ેારા છેવાડાનાં ગામો સુધી પિવાનાં પાણી માટે બિછાવેલ પાઈપ લાઈનથી પાણી પુરૂ પાડવામાં આવી રહૃાું છે. ભાજપ સરકારનાં આ સફળ પાઈલોટ પ્રોજેકટનાં હિસાબે આજે પિવાનાં પાણીની સમસ્‍યા નથી ત્‍યારે આગામી ઉનાળામાં પિવાનાં પાણીની તંગીઉભી ન થાય તે માટે આગોતરૂ આયોજન કરવા તેમજ સૌની યોજનાની કામગીરી ઝડપથી બનાવવા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે. મનરેગા યોજના અંતર્ગત ખેત તલાવડી જળ સંચય પ્રવૃતિને લગતા કામોમાં મજુરોને રોજગારી આપવા જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હીરપરાએ રજૂઆત કરી છે.


અમરેલી, કુંકાવાવ, બાબરા સહિત જિલ્‍લાભરનાં મેડિકલ સ્‍ટોર સજજડ બંધ

દર્દીનારાયણનાં હિતમાં અમુક મેડિકલ સ્‍ટોર ખુલ્‍લા રખાયા

અમરેલી, તા. ર8

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં આજે દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્‍ટોર્સનાં માલીકો ર્ેારા ઈ-ફાર્મસીનાં વેચાણ સહિતનાં પ્રશ્‍ને બંધનું આપેલ એલાન મુજબ વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા ખાતર નક્કી કરાયેલા અમુક મેડિકલ સ્‍ટોર્સ સિવાયનાં તમામ મેડીકલ સ્‍ટોર્સ બંધ પાળી રોષ વ્‍યકત કરવામાં આવેલ છે. જે મેડિકલ સ્‍ટોર્સ બંધનાં એલાનને સફળતા મળી છે.

મેડિકલ એસોસીએશન ર્ેારા દવાનાં ઓનલાઈન વેચાણ વિરૂઘ્‍ધ સરકારને ઘણાં જ લાંબા સમયથી રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ આસરકારમાં સામાન્‍ય પ્રશ્‍ન પણ સંભળાતો ન હોય, અને આ અંગે કોઈ ન્‍યાયી પગલાં નહી ભરાતાં મેડિકલ એસોસીએશન સરકાર સામે રોષે ભરાતાં આજે દેશભરમાં મેડિકલ સ્‍ટોર્સ બંધ રાખવાનું એલાન આપવામાં આવેલ છે.

બિમાર દર્દીઓ દવા વગર પરેશાન ન થાય અને માનવતાં પ્રમાણે અમરેલી જિલ્‍લામાં કેટલાંક મેડિકલ સ્‍ટોર્સને ખુલ્‍લા રાખવા માટે મેડિકલ એસોસીએશને છૂટ આપી છે તેવા મેડિકલ સ્‍ટોર્સ સિવાયનાં અમરેલી જિલ્‍લાનાં તમામ મેડીકલ સ્‍ટોર્સ બંધમાં જોડાયા છે.

કુંકાવાવનાં તમામ મેડિકલ સ્‍ટોર સંચાલકો ર્ેારા ઈ ફાર્મસીનાં વેચાણનાં વિષયમાં રાજયભરનાં મેડિકલ સ્‍ટોર બંધમાં જોડાયા છે, ત્‍યારે કુંકાવાવનાં તમામ મેડિકલ સ્‍ટોર બંધ રહૃાા હતા અને જરૂરી દવા લેવા માટે ગ્રાહકોને તેમજ દર્દીને અગાઉ જાણ થાય તે માટે જાહેરાત કરવામાં આવી હતી જેથી આજે રાજયભરનાં મેડિકલ સ્‍ટોર બંધ છે, ત્‍યારે આ બંધનાં એલાનમાં કુંકાવાવનાં તમામ મેડીકલ સ્‍ટોર બંધ રહૃાા હતા.

બાબરા

અમરેલી જિલ્‍લા કેમિસ્‍ટ એન્‍ડ ડ્રગ એસોસીએશન ઘ્‍વારા વિવિધ મુદે એક દિવસ જિલ્‍લાનાં તમામ મેડિકલ સ્‍ટોરને હતડાળમાં જોડાવા આહવાન કરતા બાબરા સહિત જિલ્‍લાનાં તમામ મેડિકલ સ્‍ટોર સ્‍વયંભુ બંધ રહી હડતાળમાં જોડાયા હતા.

ઈ ફાર્મસીના વેચાણ સહિતના પ્રશ્‍નો બાબતે મેડિકલ સ્‍ટોર બંધરહી રોષ વ્‍યકત કર્યો હતો. મેડિકલ ધારકો ઘણા સમયથી દવાના ઓનલાઈન વેચાણ, વિદેહીકરણ સહિતના મુદે સરકાર સામે લડી રહૃાા છે. ત્‍યારે બાબરાના આસોપાલ, પટેલ, એબીસી સહિતના ર0 જેટલા મેડિકલ સ્‍ટોર સ્‍વયંભુ બંધ રહૃાા હતા.

વડીયા

ભારતભરમાં આજે મેડીકલ બંધમાં આજે વડીયાના તમામ મેડીકલ સ્‍ટોર પણ બંધ રહૃાા હતા. વડીયાના તમામ મેડીકલ ધારકો આજે બંધમાં જોડાયા હતા અને વિરોધ કરેલ હતો. જયારે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થારૂપે એક મેડીકલ સ્‍ટોરને ખુલ્‍લો રાખવામાં આવેલ હતો.


વન વિભાગની કચેરીમાં કુતરાઓનાં આંટાફેરા

સિંહની સુરક્ષા કરવામાં સદંતર નિષ્‍ફળ રહેલ

વન વિભાગની કચેરીમાં કુતરાઓનાં આંટાફેરા

હજુ પણ વન વિસ્‍તારમાં સિંહોની સુરક્ષા મામલે કોઈ ગંભીરતા જોવા મળતી નથી

અમરેલી, તા.ર8

ધારી ગીર પૂર્વના દલખાણીયા રેંજ સહીત હાલ 14 સિંહોના મોત કોઈ બીમારીથી અથવા ક્‍યાં કારણોસર નીપજયાં છે તે અંગે ધારી ગીર પૂર્વના ખાંભા રાઉન્‍ડ માં તપાસ કરી જંગલ વિસ્‍તાર સાથે રેવેન્‍યુ માં વસતા સિંહો પાછળ વનવિભાગ કેટલું લાપરવાહ છે કે ભાડ, નાનુડી, સહિતના વિસ્‍તારો માં સિંહોની સુરક્ષા પાછળ વનવિભાગની ઘોર બેદરકારી જ દેખાઈ રહી છે સિંહ બાળ સાથે વિહરતી સિંહણો અંગે વનવિભાગના અધિકારીઓ કર્મીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગતી જોવા મળી હતી.

સિંહો પાછળ સરકાર કરોડોનો ખર્ચો કરી રહી છે પણ સિંહો અંગે જાળવણી કરવાની જવાબદારી નિભાવતું વનવિભાગ જ સિંહોના મોતનું કારણ બની હોય તેવું ધારી ગીરના સ્‍થાનિક સિંહપ્રેમીઓ માની રહ્યા છે.

ધારી ગીર પૂર્વના દલખાણીયારેન્‍જમાં ચૌદ ચૌદ સિંહોના મોત સામે જવાબદાર બીટગાર્ડથી લઈને વનવિભાગના ઉચ્‍ચ અધિકારી સામે સરકારે શિક્ષાત્‍મક પગલા ભરવાની માંગણી સિંહપ્રેમીઓ કરી રહ્યા છે ત્‍યારે દલખાણીયા વિસ્‍તાર સહિતના હજુ સિંહોના વિસ્‍તારો રેઢા પાડ્‍યા છે ધારી ગીરના અમુક વનવિભાગના પોઈન્‍ટો પર વનકર્મી નજરે નથી પડતો અને હાલ ચૌદ ચૌદ સિંહોના મોત બાદ પણ સિંહોના જતનની જવાબદારી નિભાવતું વનવિભાગ આળસ મરડીને બેઠું નથી થતું ને સિંહોના રહેણાક વિસ્‍તારમાં જવાના નાકાઓ પર અલીગઢી તાળાઓ લટકી રહ્યા છે ત્‍યારે ખાંભા ગીર પંથકના સિંહોના આવનજાવનના ગામડાઓમાં હવે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવો ઘાટ સર્જીને સિંહો સુરક્ષાના બોર્ડ માર્યા જોવા મળ્‍યા હતા.

14-14 સિંહોના મોત બાદ વન વિભાગ આ અંગે મગનું નામ મરી નથી પાડી રહ્યો ત્‍યારે ધારી ગીર પૂર્વમાં ફરજ બજાવી ચુકેલા નિવૃત વનવિભાગના અધિકારીએ ધારી ગીરના વનતંત્રમાં હવે બધા સિંહોને સ્‍કેનીંગ કરવાની કામગીરીની ન કરીને જે ર0 સિંહના ટોળા માંથી 14 સિંહો બાદ વધેલા સિંહો અંગે વનવિભાગે કાર્યવાહી કરવાની વાત કરતા જણાવ્‍યું હતું કે, સિંહોના જતન ની જવાબદારી નિભાવતું વનતંત્ર હજુ પણ આળસ મરડીને બેઠું થતું નથી ત્‍યારે વનવિભાગના બીજા નિવૃત અધિકારીએ જેણે 36 વર્ષ સુધી આધારી ગીર માં ફરજ બજાવી છે તેવા વનવિભાગના જ અધિકારી અને કર્મીઓની નિષ્‍કાળજી અંગે જણાવ્‍યું હતું કે, વનવિભાગમાં 36 વર્ષ સુધી નોકરી કરતા નિવૃત અધિકારી સિંહો પાછળ સતત ફેરણા કરતા પણ હાલના વનવિભાગ દ્વારા સિંહો પાછળ તકેદારી રાખતાન હોય સાથે સિંહોને તૈયાર મારણ આપવામાં આવતું હોવાથી સિંહો મોતને ભેટ્‍યા હોવાનો ચોકાવનારો આક્ષેપ વનવિભાગના નિવૃત અધિકારીએ કર્યો હતો સાથે નિવૃત વન અધિકારીઓએ સિંહો ને બચવવા વનવિભાગનો સાથ આપવાની તૈયારી દર્શાવી હતી ત્‍યારે વનવિભાગ દ્વારા ગત રાત્રે સિંહો વનવિભાગે ટીમો બનાવીને સિંહોના સ્‍કેનીંગ કરવામાં આવ્‍યા હતા 460 સિંહોની તપાસણીમાં 7 સિંહો ઈજાગ્રસ્‍ત હાલતમાં વનવિભાગને મળ્‍યા હતા બાકીના 4પ3 સિંહો તંદુરસ્‍ત હોવાનો વનવિભાગના અધિકારીએ પત્ર દ્વારા જાહેર કર્યું હતું હાલ દલખાણીયા રેન્‍જમાં 3 સિંહ અને 3 સિંહણ અને 1 સિંહબાળ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્‍યું હોવાનું વનતંત્ર જણાવી રહી છે ત્‍યારે સિંહબાળના મોત મામલે વનતંત્રે સિંહબાળના નમુના વેટેરનરી કોલેજ જુનાગઢ ખાતે મોકલીને ક્‍યુલાર વાયરોલોજી પપ્રધતિથી ચકાસણી કરાવતા કેનાઇન ડીસ્‍ટમ્‍બર ન હોવાનો રીપોર્ટ વનવિભાગ જણાવી રહ્યું છે.

ત્‍યારે વનવિભાગના નિવૃત અધિકારી સાથે કરેલી સિંહોની સુરક્ષા સાથેની વિશેષ મુલાકાત માંજણાવ્‍યું હતું કે, દલખાણીયા રેન્‍જમાં પ્રથમ 3 સિંહો ને ઈન્‍ફાઈટ નું નામવનવિભાગ આપીને ઢાંકપીછોડો કરી રહી હોવાનું નિવૃત વનવિભાગના અધિકારી માની રહય છે અત્‍યાર સુધીના ઇતિહાસમાં આટલા સિંહો માર્યા તે શંકાસ્‍પદ વનવિભાગની ભૂમિકા હોવાનું જણાઈ છે ત્‍યારે સિંહોને મારણ માં સ્‍લો પોઈઝન આપ્‍યું હોવાનું નિવૃત વનવિભાગના અધિકારીઓ માની રહ્યા છે ત્‍યારે ર007/ર008માં મઘ્‍યપ્રદેશની ટોળકી દ્વારા સિંહોના પોઈઝન આપીને મારવાની ઘટના આગાઉ બની જ છે ત્‍યારે બાબરીયા રેન્‍જમાં પણ સિંહોને ઝેર આપવાની આગેની ઘટના બાદ આવી જગ્‍યાએથી મોર, નોળીયાના મૃતદેહો મળ્‍યા હતા તો તે અંગે પણ વનતંત્રે જીણવટભરી તપાસ કરવી જોઈએ તેવું સિંહના જાણકાર નિવૃત અધિકારી કહી રહ્યા છે.

વનવિભાગના નિવૃત અધિકારીના 36 વર્ષના અનુભવના આધારે આજદિન સુધી ઇનફાઈટમાં માર્યાનું  બન્‍યું નથી પણ વનવિભાગના અધિકારીઓ ફેરણું નથી કરતા અને જંગલ રેઢું રહેતું હોવાથી ચૌદ ચૌદ સિંહો મોતને ભેટ્‍યા છે જયારે સિંહોની સુરક્ષામાં ધારી ગીર પૂર્વના અધિકારીઓની નિષ્‍કાળજીનો સનસની આક્ષેપ નિવૃત અધિકારીએ કર્યો હતો સાથે વનવિભાગનો રોજે રોજનો ખાનગી ખેરીયત રીપોર્ટ પર નિવૃત અધિકારીએ પ્રથમવાર ચોખવટ કરતા જણાવ્‍યું હતું કે, સિંહો બચાવવા નિવૃત અધિકારી ધારીગીર પૂર્વના ડી.એફ.ઓ. સહિતના ઉચ્‍ચ અધિકારીઓને મદદ માટે ગયા ત્‍યારે જડ વનતંત્રના અધિકારીએ નિવૃત કર્મી સાથે તોછડું વર્તન કર્યાની ફરિયાદ પણ કરી હતી ત્‍યારે સિંહોની સુરક્ષા સાથે દરરોજ વનવિભાગની કચેરી દરેક રેન્‍જમાંથી ખેરીયત રીપોર્ટ આવતા હોય છે ત્‍યારે દલખાણીયા રેન્‍જમાં 14 સિંહો મર્યા ત્‍યારે ત્‍યાનો ખેરીયત રીપોર્ટ પર વનવિભાગ ઢાંકપીછોડો કરતી હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે તો ધારી વનવિભાગની કચેરીઓમાં સ્‍વાન આંટા મરી રહ્યા હતા જયારે વનવિભાગના ઉચ્‍ચ અધિકારીઓ કચેરીમાં સિંહોના મોત બાદ પણ કચેરીમાં જ આરામ ફરમાવતા હતા.


અમરેલીનાં 3 યુવાનો ઓછી મહેનતે વધુ રૂપિયા કમાવવા માટે મોબાઈલ ચોરીનાં ધંધે ચડી ગયા

ધવલ રાઠોડ, દર્શન રાઠોડ અને ગૌરાંગ ભુવા સહિતનાં

અમરેલીનાં 3 યુવાનો ઓછી મહેનતે વધુ રૂપિયા કમાવવા માટે મોબાઈલ ચોરીનાં ધંધે ચડી ગયા

અમરેલી, તા. ર8

અમરેલી સહિત દેશભરમાં કરોડો યુવાનોને રોજગારી મળતી નથી અને આધુનિકખર્ચ કરવા માટે અંતે અમુક યુવાનો બેનંબરનાં ધંધે ચડી જઈને તેમની જીંદગી બરબાદ કરી રહૃાાની ઘટના પ્રકાશમાં આવી છે.

વિગત એવા પ્રકારની છે કે, અમરેલી એલસીબીએ જેશીંગપરામાં રહેતાં ધવલ કિશોરભાઈ રાઠોડ (ઉ.વ. ર0)ની શંકાનાં આધારે અટકાયત કરતાં મોબાઈલ ચોરીની ઘટનાનો પર્દાફાશ થયો હતો.

ઝડપાયેલ યુવકે જણાવેલ કે, તે તેના નાનાભાઈ દર્શન રાઠોડ અને મિત્ર ગૌરાંગ ભુવા ઓછી મહેનતે વધુ રૂપિયા કમાવવાની લાલચમાં મોબાઈલ ચોરી કરી રહૃાા છીએ અને અત્‍યાર સુધીમાં સુળીયાટીંબા વિસ્‍તારમાંથી, માર્કેટયાર્ડ નજીક અંગ્રોની દુકાનમાંથી, લાઠી બાયપાસ નજીકથી, સાવરકુંડલા બાયપાસ અને જિલ્‍લા પંચાયત નજીકથી મળી કુલ પાંચ મોબાઈલની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર ડી.કે. વાઘેલા તથા એલસીબી સ્‍ટાફના ભરતબાપુ ગૌસ્‍વામી, પ્રફુલ્‍લભાઈ જાની, સંજયભાઈ મકવાણા, જીતેન્‍દ્રભાઈ મકવાણા, અજયભાઈ સોલંકી, હિંગળાજસિંહ ગોહિલ, મયુરભાઈ ગોહિલ, જાવીદભાઈ ચૌહાણ, અજયસિંહ ગોહિલ, હરેશભાઈ બાયલ, જગદીશભાઈ પોપટ, દિપકભાઈ વાળા, રાઘવેન્‍દ્રભાઈ ધાધલ, ભાવિનગીરી ગૌસ્‍વામી, પારસબેન ધડુક વિગેરેએ કરેલ છે.


અમરેલી જિલ્‍લામાં ‘બ્રોડગેજ’ રેલ્‍વે આપવામાં ઠાગાઠૈયા

યુપીએ બાદ એનડીએ સરકાર પણ કરી રહી છે અન્‍યાય

અમરેલી જિલ્‍લામાં ‘બ્રોડગેજ’ રેલ્‍વે આપવામાં ઠાગાઠૈયા

સત્તાધિકારી પક્ષનાં આગેવાનો બ્રોડગેજને બદલે હવે બુલેટ ટ્રેનનાં સપના બતાવે તો નવાઈ નહીં

જિલ્‍લાનાં મુખ્‍ય મથક અમરેલી અને રાજુલા શહેર કૂવા કાંઠે તરસ્‍યા બની રહૃાા છે

અમરેલી, તા.ર8

અમરેલી જિલ્‍લાની જનતા છેલ્‍લા ર0 વર્ષથી બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા ઝંખી રહી છે. પરંતુ, ભાજપ અને કોંગ્રેસના આગેવાનો કોઈ કામગીરીજ કરી શકતા નથી. અમરેલી અનેરાજુલા શહેરથી 1પ કિ.મી. દૂર બ્રોડગેજ રેલ્‍વે લાઈન પસાર થતી હોય છતાં પણ મુસાફર ટ્રેનની સુવિધા        મળતી નથી.

યુપીએના 10 વર્ષના શાસનમાં અમરેલીને બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા ન મળતા જિલ્‍લાની જનતાએ એનડીએ પર વિશ્‍વાસ મૂકીને વર્ષ-ર014ની ચૂંટણીમાં તેમની તરફેણ જબ્‍બરૂ મતદાન કરીને ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજેતા બનાવ્‍યા અને હવે તેમનો કાર્યકાળ પણ પૂર્ણ થવા આવતા હજુ સુધી બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા મળતી નથી.

ઔદ્યોગિક વિકાસથી ધમધમતા રાજુલા શહેરમાં રેલ્‍વે સ્‍ટેશન હોવા છતાં 1પ કિ.મી. દૂરથી રેલ્‍વેની આવન-જાવન થાય છે અને મોડી રાત્રીના રેલ્‍વે આવતી હોવાથી મુસાફર વર્ગને ભારે પરેશાની ભોગવવી પડે છે. અને સ્‍થાનિક સંસ્‍થાઓએ શહેર સુધી બ્રોડગેજની સુવિધા વધારવા માંગ કરી છે. છતાં પણ ન્‍યાય મળતો નથી.

તેવી જ રીતે અમરેલી શહેરથી 16 કિ.મી. દૂર લીલીયાથી બ્રોડગેજ રેલ્‍વે પસાર થાય છે અને અમરેલી શહેરને બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા આપવાની ગુલબાંગો એકાદ દાયકાથી ચાલી રહી છે.

જો કે અમરેલી જિલ્‍લાની જનતા ધીરજશીલ હોવાથી જનતાને ધારાસભ્‍ય કે સાંસદો સામે નારાજગી થતી ન હોવાથી ધારાસભ્‍યો કે સાંસદોને જિલ્‍લાની જનતા જનાર્દન માટે કશું કરવાની ઉતાવળ નથી તે પણ     હકીકતછે.


બગસરામાં સરદાર પટેલ સોશ્‍યલ ગૃપ ર્ેારા સન્‍માન સમારોહ યોજાયો

               બગસરા તાલુકાનાં લેઉવા પટેલ સમાજનાં સંગઠનનાં પ્રતિક સમાન બગસરા તાલુકા સંગઠન સરદાર પટેલ સોશ્‍યલ ગૃપ ર્ેારા લેઉવા પટેલ સમાજનાં તેજસ્‍વી તારલા સત્‍કાર સમારોહ યોજાઈ ગયો હતો. ર3માં તેજસ્‍વી તારલા સત્‍કાર સમારોહ, વિશિષ્‍ટ પ્રતિભા સત્‍કાર, ઉચ્‍ચસિઘ્‍ધી તથા લાયકાત પ્રતિભા, તથા ઉદ્યોગપ્રતિભા સન્‍માન કાર્યક્રમનાં અઘ્‍યક્ષસ્‍થાને ઉદ્યોગપતિ ગોપાલશેઠ, ઉદ્યઘાટકપદે લેઉવા પટેલ સમાજનાં અમરેલીનાં પ્રમુખ તથા ઉદ્યોગતિ ડી. કે. રૈયાણી, આસિ. કલેકટર જે. કે. ઠેસીયા, દકુભાઈ ભુવા, ઉદ્યોગપતિ દિનેશભાઈ નળિયાધરા તથા અતિથિ વિશેષ વસંતભાઈ મોવલિયા, કોકીલાબેન કાકડીયા, ઉકાભાઈ કિકાણી, હિરેનભાઈ હિરપરા, કૌશિક વેકરીયા, ઘુસા ભગત, પૂર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, બગસરા તા. પંચાયત પ્રમુખ, કાંતીભાઈ સતાસીયા, તાલુકા ખોડલધામ સમિતિનાં સભ્‍યો, બગસરા તાલુકાનાં સુરત-અમદાવાદ સ્‍થિત ઉદ્યોગપતિઓ, શહેરનાં આગેવાનો, વેપારીઓ, રાજસ્‍વી રત્‍નો તથા આસપાસનાં બે હજાર કરતાં પણ વધારે સભ્‍યો, આમંત્રિતો ઉપસ્‍થિત રહૃાાં હતા. કાર્યક્રમનાં પ્રારંભે શબ્‍દોથી સૌનું સ્‍વાગત સત્તર વર્ષથી પ્રમુખ તરીકે કાર્યરત અને ઉદ્યોગપતિ કિરિટભાઈ નળિયાધરાએ કર્યુ હતું અને વર્ષ ર019માં પટેલ સમાજનીસ્‍થાપનાનાં પચીસમાં વર્ષ થનાર રજત જયંતિ મહોત્‍સવ ઉજવણીની જાહેરાત કરી હતી. કોકિલાબેન કાકડીયા, હીરેનભાઈ હીરપરા, ઉકાભાઈ કીકાણી, જે. કે. ઠેસીયા, ગોપાલ શેઠ, હિતેષભાઈ વડાલવાળા વિ.એ શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉપપ્રમુખ, મંત્રી તથા કારોબારી સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી તથા સમારોહનું સફળ સંચાલન હરેશ બાવીશી અને આભારવિધિ મુકેશભાઈ ભુવાએ કરી હતી.


વિદ્યાસભા સ્‍કૂલમાં ‘શહીદ ભગતસિંહજન્‍મદિન’ની ઉજવણી

               ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ઉ.મા.શાળા તથા શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક તથા પ્રાથમિક અને અંગ્રેજી માઘ્‍યમ ર્ેારા શહીદ ભગતસિંહની જન્‍મદિનની યજવણી કરવામાં આવી હતી. તા. ર8/09/ર018 ને શુક્રવારનાં રોજ વિદ્યાસભાનાં ડાયરેકટર હસમુખભાઈ પટેલ ર્ેારા કોલેજ સર્કલે ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી નવયુવાનોને શહીદ ભગતસિંહનાં વિચારો જીવનમાં ઉતારી દેશ માટે પોતાના જીવનમાં કંઈક કરી છુટવાની શીખ આપી હતી. ભારત તો વીરોની ભૂમિ કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં. જેમનું નામ હતું ભગતસિંહ. ભગતસિંહ જેવા ન તો કોઈ પહેલા હતા કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્‍યકિત માટે એક જબરજસ્‍ત પ્રેરણારૂપ સમાન છે. જે ખૂબ ઓછું જીવ્‍યાં પણ એકદમ ખુમારીથી અને કોઈપણની ગુલામી વિના. તેઓ હાલ પણ દેશભકિતની એક જીવતી જાગતી મિશાલ છે. ભગતસિંહ કે જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું ઝનુન આવી જાય છે. તેઓ માત્ર ર3 વર્ષની ઉંમરે જ શહીદ થઈ ગયા. આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણુ બધું કર્યુ હતું. જેને સદીઓ સુધી ભૂલી શકીએ તેમ નથી. તેમનો જન્‍મ ર7 સપ્‍ટેમ્‍બર 1907માં લયલપુરના બંગા નામનાં ગામમાં થયો હતો. તેમનીમાતા વિદ્યાવતી અને પિતા કિશનસિંહ હતા. અંગ્રેજોને ભગાડવાના સાહસમાં ભગતસિંહની સાથે તેમના મિત્ર સુખદેવ અને રાજગુરૂ ભાગીદાર હતા. સાઈમન કમીશનનો વિરોધ કરવા લાલા લજપતરાયનાં નેતૃત્‍વ નીચે જબરજસ્‍ત વિરોધ કર્યો. તેમાં સોંડર્સે લાઠી ચાર્જ કર્યા જેમાં લાલા લજપતરાયનું મૃત્‍યુ થયું. તેનો બદલો લેવા ભગતસિંહના સાથીઓએ સોંડર્સની હત્‍યા કરી અને બ્રીટીશ સરકારને જગાડવા માટે ધારાસભામાં બોમ્‍બ ફેંકયો. જેથી ભગતસિંહની ધરપકડ કરી 19ર9ની 8 એપ્રિલે ત્રણેય મિત્રોને ફાંસી આપવામાં આવી. આમ, ર3 વર્ષની નાની વયમાં ઘણું બધું કરી ગયા. તેથી તેમને શહીદ ભગતસિંહ કહેવાય છે. આજે પણ તેમના જન્‍મદિન નિમિતે નવયુવાન કાંઈ સાહસનું કામ કરે તો તેને ભગતસિંહ સાથે સરખાવામાં આવે છે. આવા શહીદવીરને કારણે આપણને આઝાદી મળી અને આપણો દેશ આજે સુરક્ષીત છે. ધન્‍ય છે આવા જવાનોને અને ધન્‍ય છે તેની જનેતાને. ભારતમાં ક્રાંતીનો જુવાળ ઉભો કરનાર આ નરસપુતનાં જન્‍મદિને હૃદયપૂર્વક વંદન કરીએ અને જીવનમાંથીપ્રેરણા મેળવીએ.


29-09-2018