Main Menu

Friday, September 21st, 2018

 

રાજય સરકારે ખોદ્યો ડુંગર અને કાઢયો ઉંદર : ખેડૂતોનાં દેવા માફીની જાહેરાત થશે તેના પર થયું પાણીઢોળ

ખેડૂતોનાં દેવા માફીની જાહેરાત થશે તેના પર થયું પાણીઢોળ

રાજય સરકારે ખોદ્યો ડુંગર અને કાઢયો ઉંદર

ધારાસભ્‍યોનાં પગારમાં મિનિટોમાં વધારો કરનાર ભાજપ સરકાર ખેડૂતોની અપેક્ષા પુરી કરતી નથી

અમરેલી, તા.ર0

થોડાક દિવસ પહેલા સરકાર તરફથી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી કે અમે બે દિવસ પછી ખેડૂત લક્ષી જાહેરાત કરીશું અને ખેડૂતોને લાભ થઈ શકેએવી યોજનાઓ લઈને આવીશું પણ અફસોસ જેમ ખોદ્યો ડુંગર અને    નીકળે ઉંદર એવી જ રીતેખેડૂતલક્ષી જાહેરાતો થઈ છે. આ સરકારને જીવિત ખેડૂતો ઘ્‍યાનમાં આવતા નથી. મર્યા પછી તેમના પરિવાર દેખાતા નથી એમ અકસ્‍માત વીમો લાખના બે લાખ કર્યા પણ જે ખેડૂત આત્‍મહત્‍યા કરે છે તેમનું શું ?

ગાજયા મેઘ વર્ષ્‍યા નહીં જેમ વાત ધારાસભ્‍યોના પગાર વધારાની હતી ત્‍યારે બધા જ એક થઈ ગયા અને જયારે ચારે તરફથી ઘેરાયેલા ખેડૂતોને આપવાની વાત આવી ત્‍યારે ઓછામાં ઓછું કેવી રીતે આપી શકાય તેનો પૂરો વિચાર કરીને આપ્‍યું.

આજે ગુજરાતના હરએક ખેડૂતને અપેક્ષા હતી કે દેવા માફીની જાહેરાત થશે. પુરૂ નહીં તો આંશિક દેવું પણ માફ થશે. પણ ના થયું અને ખેડૂતોની ક્રૂર મજાક થઈ જે કયારેય માફ ના થઈ શકે. જે ખેડૂત સમાજ અમરેલી અને ગુજરાત તરફથી આગામી સમયમાં ખેડૂતોના દેવા માફીને લઈને આંદોલન ચાલુ જ રહેશે અને આગામી સમયમાં દેવા માફીને લઈને ગાંધીજીના વતન પોરબંદમાંથી ર ઓકટોબરના રોજ ખેડૂત સમાજના સાગરભા, નરેશ વિરાણી અને તેમની ટીમ ખેડૂતોના દેવા માફી અને કલ્‍પસર યોજનાને લઈને ખેડૂતોના ઘર ઘર સુધી જશે અને ખેડૂતોને રૂબરૂ મુલાકાતો કરશે અને કલ્‍પસર યોજના વિશે જાગૃત અભિયાન ચલાવશે તેમ એક યાદીમાં જણાવવામાં આવેલ છે.


અમરેલી જિલ્‍લામાં 13 હજાર યુવાનો બેરોજગાર

વિધાનસભા ગૃહમાં કોંગી ધારાસભ્‍યોને સત્તાવાર માહિતી મળી

અમરેલી જિલ્‍લામાં 13 હજાર યુવાનો બેરોજગાર

જિલ્‍લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્‍યા 1800 જેટલી હોવાનું બહાર આવ્‍યું

જિલ્‍લામાં ખનીજ ચોરી પેટે રૂપિયા 11 કરોડ જેવી રકમ વસુલવાની બાકી છે

અમરેલી, તા. ર0

અમરેલી જિલ્‍લાનાં બેરોજગાર યુવાનો, કુપોષીત બાળકો, ગૌચર જમીન, ઝડપાયેલ દેશી-વિદેશી દારૂ અને ખનીજ ચોરીની બાકી રકમ વસુલવા સહિતનાં પ્રશ્‍નોનો જવાબ રાજય સરકાર ઘ્‍વારા વિધાનસભા ગૃહમાં કોંગી ધારાસભ્‍યોને આપવામાં આવેલ છે.

સમગ્ર રાજયમાં પાંચ લાખ ઉપરાંતનાંયુવાનો બેરોજગારો છે અને ન નોંધાયેલ બેરોજગાર યુવાનોની સંખ્‍યા 40 લાખ હોવાનું કોંગી ધારાસભ્‍યોએ જણાવેલ છે.

અમરેલી જિલ્‍લામાં 1ર997 જેટલા યુવાનો બેરોજગાર હોવાનું સરકારે સ્‍વીકાર્યુ છે. તો જિલ્‍લામાં 179પ બાળકો કુપોષણથી પીડાતા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલ છે.

જિલ્‍લાનાં 7ર ગામોમાં ગૌચરની ઘટ અને 14 ગામોમાં બિલકુલ ગૌચર ન હોવાનું જણાવવામાં આવેલ છે. જયારે જિલ્‍લામાં છેલ્‍લા ર વર્ષમાં 46606 બોટલ વિદેશી દારૂની, 818 બોટલ બિયરની અને 3167પ લીટર દેશી દારૂ ઝડપી લેવામાં આવેલ છે. જિલ્‍લામાં એકપણ જગ્‍યાએથી ગાંજો ઝડપાયો નથી. તેમજ જિલ્‍લામાં ખનીજ ચોરી પેટે રૂપિયા 1098.રપ લાખ વસુલવાનાં બાકી હોવાનું જણાવવામાં આવેલ છે.


અલ્‍ટ્રાટેક સેન્‍ટર પર ‘‘હેલ્‍થ ફોર ઓલ” પ્રોજેકટનો શુભારંભ

સર્વ પ્રથમ કુપોષણ અને એનીમિયા નિયંત્રણ કરાશે

કોવાયા, તા. ર0

અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ લિમિટેડ, ગુજરાત સિમેન્‍ટવર્કસ, અને નર્મદા સિમેન્‍ટ વર્કસ જાફરાબાદનાં પસંદ કરેલા દસ ગામોમાં, કુપોષણ અને એનીમિયા નિયંત્રણ કરવા માટે ભભહેલ્‍થ ફોર ઓલભભ પરિયોજનાની શરૂઆત શાસન સ્‍વાસ્‍થ્‍ય વિભાગ સાથે મળીને કરવામાં આવી.

કાર્યક્રમનાં શુભારંભ અવસર પર અલ્‍ટ્રાટેક પ્‍લાન્‍ટનાં વરિષ્ઠ અધિકારી સીતારામ મૂળું એચ, વિવેક ખોશલા, પી. સદાનંદ, ભરત પટેલ, જયેશ પટેલ, વિનોદ શ્રીવાસ્‍તવ તથા શાસનનાં મુખ્‍ય રૂપથી ભેરાઈ પી.એસ.સી.ના ડો. મયુર ટાંક, ડો.ઉર્મિલાબેન કાતરીયા, આયુર્વેદિક ચિકિત્‍સક ડો. હેમાલીબેન રાઠોડ પણ ઉપસ્‍થિત હતા.

કાર્યક્રમમાં ભેરાઈ, બાબરકોટ અને નાગેશ્રી પી.એ.સી.ના ક્ષેત્રમાં આવેલા ગામોમાંથી આંગણવાડી કાર્યકર્તા, હેલ્‍થવર્કર, સુપરવાઈજર, મલ્‍ટીપર્પસ અને અન્‍ય શાસકીય અધિકારી પરિયોજના શુભારંભનાં અવસર પર હાજરી આપીને પોતપોતાના મંતવ્‍યો રજૂ કરી સહમતી દર્શાવી.

ડો. મયુરે પરિયોજનાને તબક્કાવાર સંચાલન કરવાના હેતુથી એમના સૂચનમાં કહૃાું કે શાસન, પ્‍લાન્‍ટ અને સમુદાયનાં સહકારથી જ પરિયોજનાની સફળતા નક્કી કરવામાં આવશે. પ્રબંધનનાં વરિષ્ઠ અધિકારી સીતારામમુળું.એચ, એ કુપોષણ અને એનીમિયાનાં ક્ષેત્રમા કામ કરવા માટે તત્‍પરતા દર્શાવી. સી.એસ.આર. હેડ વિનોદ શ્રીવાસ્‍તવએ કહૃાું કે પરિયોજના ક્ષેત્રના ગામોમાંથી કુપોષણ અને એનીમિયાનીસમસ્‍યાને દૂર થવાથી દુષ્‍પરિણામ પર રોક લગાવવામાં આવશે. કાર્યક્રમનાં સફળ આયોજન હેતુ ગુજરાત અને નર્મદા સિમેન્‍ટ સયંત્ર સી.એસ.આર ટીમમાંથી મનસુખ સાકરીયા, રાજેન્‍દ્ર કુશવાહા, ફાલ્‍ગુની પટેલ, ઈશા દેસાઈ, માંડલિયા પ્રિયંકા, રાહુલ ભટ્ટી, લાખણોત્રા લાભનો સારો એવો સહયોગ રહૃાો.


દામનગર પંથકનાં વિદ્યાર્થીઓને એસ.ટી. બસની સુવિધા મળતી નથી

વિભાગીય નિયામક મદદ કરે તેવી માંગ

દામનગર, તા. ર0, અમરેલી એસ.ટી. તંત્રનો વહિવટ દિન બ દિન ખાડે જઈ રહૃાો છે. કથળી રહેલા વહિવટને કારણે મુસાફર વર્ગને આર્થિક દ્રષ્‍ટિએ નૂકશાન થઈ રહૃાું છે. અમરેલી ડિવિઝનની ભાલવાવ- અમરેલી, દામનગર અમરેલી (પાડરશીંગ ાવાળી),ભાવનગર-ધારી, ધ્રુફણીયા લાઠી, દામનગર-જરખીયા આ તમામ વાયા ભુરખીયા (હનુમાનજી મંદિર), રામપર, તાજપરનો બપોર બાદનો ટાઈમ 3-4પ થી 4-4પ બાદ લાઠી- અમરેલી જવા માટે એકપણ બસ નથી. આ પંથકમાંથી દામનગર હાઈસ્‍કૂલમાં અભ્‍યાસ માટે વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ આવે છે. સ્‍કૂલમાંથી રજા પડવાનો સમય પાંચનો હોય છે. જેને કારણે પાસ હોવા છતાં ઘરે જવા માટે ખાનગી વાહનોમાં જીવન જોખમે જવું પડતું હોય, ઉપરોકત બસનાં સમય પત્રકમાં ફેરફાર કરી વિદ્યાર્થી વર્ગનાં હિતમાં નિર્ણય લેવાય તેવી માંગ ઉભી થઈ છે.


સાવરકુંડલા ગામે રહેતાં યુવકે બેકારીથી કંટાળી જઈ ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત

કામધંધો ન હોય, બેકારીથી કંટાળી જઈ પગલું ભર્યુ

અમરેલી, તા. ર0

સાવરકુંડલા ગામે રહેતાં ઉદયભાઈ જોરભાઈ ધાખડા નામનાં ર8 વર્ષિય યુવકે ગઈકાલે પોતાની     મેળે બેકારીથી કંટાળી જઈ તથા કોઈ હમણાં કામધંધો ચાલતો ના હોવાથી પોતાની મેળે ઝેરી દવા ગટગટાવી લેતાં પ્રથમ સાવરકુંડલા અને વધુ સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડાયેલ જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.


સાડા ત્રણ માસ પહેલાનાંબનાવમાં રાજકોટ-ભાવનગર હાઈવે ઉપરથી પકડાયેલ રેશનીંગનાં જથ્‍થાનાં બનાવમાં ફરિયાદ

લાઠી મામલતદારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ

અમરેલી, તા. ર0

લાઠી નજીક આવેલ ભાવનગર-રાજકોટ હાઈવે નવરંગ હોટલ પાસેથી ગત તા.31/પનાં રોજ ટ્રક નંબર જી.જે. 10 એકસ 6રપ8માં ગેરકાયદેસર રેશનીંગનાં રાહતદરે અપાતા ઘઉં 3પ00 કિલો કિંમત રૂા.પર,પ00, ચોખા 3રપ0 કિલો કિંમત રૂા.6પ હજાર ખાલી કોથળા નંગ-131 કિંમત 1310 તથા ટ્રક નંબર જી.જે.10 એકસ 6રપ8 કિંમત રૂા. 3 લાખ મળી કુલ રૂા. 4,18,810નો જથ્‍થો મળી આવેલ જે જથ્‍થામાં લાઠી મામલતદાર આર. કે. મનાતે લાઠીનાં સત્‍યેનસિંહ ઉદયસિંહ ડાભી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


અમરેલી શહેરમાં ગેરકાયદેસર પ્‍લાસ્‍ટિકનું વેચાણ કે ઉપયોગ કરનાર સામે દંડનાત્‍મક કાર્યવાહી કરાશે

રહેણાંક વિસ્‍તારમાં ઘાસચારાનું વિતરણ કરનાર સામે પણ થશે કાર્યવાહી

અમરેલી, તા.ર0

સરકારના સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત અને શહેરમાં પર્યાવરણ જાળવણી અંગે શહેરને પ્‍લાસ્‍ટિક મુકતબનાવવા માટે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ, વેચાણ કરતા સામે દંડનાત્‍મક કાર્યવાહી હાથ ધરાશે. સાથો સાથ ઘાસચારો જાહેર કરેલા સ્‍થળો સિવાય વેચાણ કરતાં સામે પણ દંડનાત્‍મક પગલા ભરાશે.

પર્યાવરણનો દુશ્‍મન પ્‍લાસ્‍ટિકનાં દૂષણને ડામી અમરેલી શહેરને પ્‍લાસ્‍ટિક મુકત બનાવવા માાટે અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતિભાઈ રાણવા તેમજ ચીફ ઓફિસર એલ.જી. હુણ દ્વારા સરકારના સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ રૂલ્‍સ મુજબ અમરેલી શહેરમાં પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનું વેચાણ કે ઉપયોગ કરનારાઓને અવાર-નવાર તાકીદ કરવા છતાં પણ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ કરનારા સામે સોમવારથી નગરપાલિકાની ટીમ દ્વારા દંડનાત્‍મક કાર્યવાહી હાથ ધરાશે. શહેરના તમામ વેપારીઓ, નગરજનોએ સ્‍વચ્‍છતા અને પર્યાવરણ

બચાવવા સ્‍વયં જાગૃતતા કેળવી પ્‍લાસ્‍ટિકના ઉપયોગને તિલાંજલી આપી પોતાની નૈતિક ફરજ બજાવી દંડનાત્‍મક કાર્યવાહીથી બચી શહેરમાં સ્‍વચ્‍છતા જાળવવામાં સહભાગી બનવા જાહેર અપીલ કરવામાં આવે છે. સાથો સાથ નગરપાલિકા દ્વારા જાહેરમાં ઘાસચારો વેચાણ કરવા માટે જાહેર કરવામાં આવેલ સ્‍થળો સિવાયના    સ્‍થળો કે સોસાયટી વિસ્‍તારોમાં કોઈપણ ઈસમ ઘાસચારાનું વેચાણ કરતાં જણાશે તો તેમની સામે પણ દંડનાત્‍મક કાર્યવાહી હાથ ધરાશે.


વીજપડી ગામે પરિણીતા ઉપર નિર્લજજ હુમલો કરવા સબબ 3 સામે ફરિયાદ

અમરેલી, તા. ર0

સાવરકુંડલા તાલુકાનાં વીજપડી ગામે રહેતાં દક્ષાબેન બળવંતભાઈ હડીયા નામનાં 30 વર્ષિય પરિણીતા, તેણીનાં પતિ તથા સસરા ગઈકાલે સવારે પોતાના ખેતરે નિરણ વાઢતા હતા ત્‍યારે તેમનાં શેઢા પડોશી શામજીભાઈ રાણાભાઈ, ગુણાભાઈ બાબુભાઈ તથા ધનાભાઈ બાવભાઈએ ત્‍યાં આવી તેણીનાં સસરા તથા પતિને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી લાકડીનો ઘા મારી દેતા તેણી વચ્‍ચે પડતાં ત્રણેય આરોપીએ તેણીની સાડી ખેંચી અને બ્‍લાઉઝ ફાડી નાખી ધક્કો મારી પછાડી દઈ લાકડી, પાઈપ વડે મુંઢ ઈજા કર્યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં        નોંધાઈ છે.


જાફરાબાદનાં લુણસાપુર ગામે બઘડાટી બોલી જતાં સામ સામી પોલીસ ફરિયાદ

અમરેલી, તા. ર0

જાફરાબાદ તાલુકાનાં લુણસાપુર ગામે રહેતાં અને ખેતિકામ કરતાં દીનેશભાઈ હકાભાઈ બાંભણીયા નામનાં ર3 વર્ષિય ખેડૂત યુવકનાં ભાઈ ગત તા.18 નાં રોજ રાત્રીનાં સમયે મોટર સાયકલ લઈ વાડીએ જતાં હતા ત્‍યારે તે જ ગામે રહેતાં રમેશ સામેથી રીક્ષા લઈને આવતો હોય, જે રીક્ષા તારવેલ નહી જેથીબન્‍ને વચ્‍ચે બોલાચાલી થયેલ તે વાતનું મનદુઃખ રાખીઆરોપી ગીગાભાઈ નાથાભાઈ ગોલેતર, બાલાભાઈ ખેતાભાઈ ગોલેતર, ગણપતભાઈ ગોકળભાઈ ગોલેતર તથા ગોકુળભાઈ દાનાભાઈ ગોલેતર વિગેરેએ ઉશ્‍કેરાઈ જઈ છૂટા દાંતરડા વડે માથાના ભાગે ઈજા કરી તથા લાકડી, મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધાઈ છે.

તો સામાપક્ષે પણ આ જબનાવમાં બાલાભાઈ ખેતાભાઈ ગોલેતરે તે જગામે રહેતાં રામજીભાઈ ઉકાભાઈ બાંભણીયા, દિનેશભાઈ ઉકાભાઈ બાંભણીયા, તથા બે અજાણ્‍યા માણસો મળી કુલ ચાર સામે કુહાડી, લાકડી, ઢીકાપાટુનો માર માર્યાની સામી ફરિયાદ      નોંધાવી છે.


મોટી કુંકાવાવ ખાતેથી ખેડૂતનો સોનાનો ચેઈન લૂંટી લેનાર આરોપીની જામીન અરજી નામંજૂર

મોટી કુંકાવાવ ખાતેથી ખેડૂતનો સોનાનો ચેઈન લૂંટી લેનાર આરોપીની જામીન અરજી નામંજૂર

અમરેલી, તા. ર0

રાજકોટ ગામે રહેતાં અરવિંદ ઉર્ફે અના ઉર્ફે અનિલ બાબુભાઈ માંગરોળીયા તથા પડધરી ગામે રહેતાં રાયધન ઉર્ફે ભુરી કાનાભાઈ રાઠોડ નામનાં બન્‍ને ઈસમો ગત તા. 14/6/18નાં રોજ સવારેવડીયા તાલુકાનાં મોટી કુંકાવાવ ગામે રેલ્‍વે ફાટક પાસે વાડી ધરાવતાં રામજીભાઈ જીવરાજભાઈ વેકરીયાની વાડીએ જઈ ઉપરનાં બન્‍ને શખ્‍સોએ રામાપીરનાં ભગત છીએ, રામા મંડળ રમે છે, પાણીની તરસ લાગેલ છે માટે પાણી પીવું છે તેમ કહી ખેડૂત પાસે પાણી માંગતાં આ રામજીભાઈ ખેડૂત પાણી ભરવા માટે ઉભા થતાં આરોપીએ પાછળથી પકડી લઈ અને બીજા આરોપીએ છરી કાઢી આ ખેડૂતનેબતાવી જે કાંઈ હોય તે બધુ આપી દે તેમ કહી ડરાવી ધમકાવી ખેડૂતનાં ગળામાંથી રૂા.60 હજારનાં ચેઈનની લૂંટ ચલાવી નાશી ગયા હતા.

આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ ગત તા. ર1-7-18 નાં બન્‍ને આરોપીને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા. આથી તેઓએ જામીન ઉપર મુકત થવા માટે થઈ અત્રેની સેશન્‍સ કોર્ટાં જામીન અરજી કરતાં સેશન્‍સ જજ શ્રી જે. આર. શાહે ઉપરનાં બન્‍ને આરોપીની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી.


લ્‍યો બોલો : વડીયાનાં અરજણસુખનાં ગ્રાહકો સાથે ગેસ સીલીન્‍ડરમાં થાય છે છેતરપીંડી

પેટ્રોલ-ડીઝલ બાદ હવે ગેસ સીલીન્‍ડરનાં વજનમાં પણ ગોલમાલ

લ્‍યો બોલો : વડીયાનાં અરજણસુખનાં ગ્રાહકો સાથે ગેસ સીલીન્‍ડરમાં થાય છે છેતરપીંડી

ગામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી કરી ફરિયાદ

વડીયા, તા. ર0

વડીયાનાં અરજણસુખ ગામનાં ગેસ ગ્રાહકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, અલખદિપ ગેસ એજન્‍સીનાં કાયદેસરના ગ્રાહકો છીએ પરંતુ આજ રોજ ગેસ બોટલની અરજણસુખ મુકામે ડીલેવરી માટે ગાડી આવેલ ત્‍યારે પહોંચમાં લખાયેલ રકમ કરતા વધારે રકમ વસુલ કરતા હોય તેમજ વજનકાંટો સાથે લાવતા ન હોય જેથી અનેક બોટલમાં વજન કરતા ઓછો ગેસ નીકળેલ છે. હાલની બજાર ભાવ કિંમત કરતા વધુ રકમ વસુલ કરેલ હોય. જેથી તેમના વિરૂઘ્‍ધ કાયદેસરની કાર્યવાહીકરવી.

વધુમાં જણાવવાનું કે, એજન્‍સીના સંચાલકો તરફથી ગેસ બોટલનું ઓનલાઈન બુકીંગ કરવાનું જણાવવામાં આવે છે. પરંતુ હાલની સ્‍થિતિએ ઓનલાઈન બુકીંગ થતું હોય જેના કારણે અમો ગ્રાહકોને રેગ્‍યુલર જરૂરીયાત મુજબ ગેસ બોટલ મળતી નથી.

આમ ઉપર મુજબની વિગતે અમોએ અગાઉ પણ અરજી આપેલ હોય તેમ છતાં આજ સુધી અલખદિપ ગેસ એજન્‍સી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેથી ગ્રાહકોને થતી પરેશાની દુર કરવા તાત્‍કાલીક ઘટતી કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.


દેવપરા-ભેરાઈનાં ખારામાં આવેલ જીંગા ફાર્મનાં મકાનમાંથી રૂા. 1.10 લાખનાં મુદ્યામાલની ચોરી

સી-વોટરપંપ, ગીયર બોકસ, પાણીની મોટર વિગેરેની ચોરી

અમરેલી, તા.

જાફરાબાદ ગામે આવેલ સાગર શાળા પાસે રહેતાં અને દેવપરામાં ભેરાઈનાં ખારામાં જીંગા ફાર્મનાં મકાન ધરાવતાં બિપીનભાઈ રાણાભાઈ બાંભણીયા નામનાં 48 વર્ષિય આધેડનાં મકાનમાં ગતતા.1ર/9 થી 18/9 સુધીનાં  સમયગાળા દરમિયાન કોઈ અજાણ્‍યા ઈસમે ગેરકાયદેસર પ્રવેશ કરી તેમાં પડેલ સી વોટર પંપ નંગ-ર કિંમત રૂા.પ6 હજાર, હવા માટેનાં પંખાનાં ગીયર બોક્ષ નંગ-ર કિંમત રૂા.4પ હજાર, પાણીની મોટર નંગ-1 કિંમત રૂા.પ હજાર તથા ગેસનાં સીલીન્‍ડરનાં રેગ્‍યુલેટર નંગ-ર કિંમત રૂા.4 હજાર મળી કુલ રૂા.1,10,000નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાતાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરીછે.


અમરેલીનાં આરોપી નગરસેવકોની અટકાયતની અફવાથી ચકચાર

સામાન્‍ય સભામાં બઘડાટી બાદ

અમરેલીનાં આરોપી નગરસેવકોની અટકાયતની અફવાથી ચકચાર

જોકે હજુ સુધી કોઈની અટકાયત થઈ નથી

અમરેલી, તા.

અમરેલીનગરપાલીકાની સાધારણ સભામાં બઘડાટી બોલ્‍યા બાદ બન્‍ને જુથની સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ બનાવ અંગે વિભાગીય પોલીસ વડા તપાસ ચલાવતા હોય ત્‍યારે ગઈકાલે રાત્રે આ ફરિયાદનાં આધારે તમામ આરોપી સદસ્‍યોની અટકાયત કરવામાં આવી હોવાની અફવા ફેલાતાં ચકચાર મચી જવા પામી હતી. જોકે આ બનાવમાં હજુ કોઈ જ અટકાયત કરવામાં ન આવી હોવાનું જાણવા મળ્‍યું હતું.

ગઈકાલે સાંજનાં કેટલાંક લોકો ર્ેારા પાલીકા સદસ્‍યોએ સામસામે એટ્રોસીટીની ફરિયાદ બાદ ધરપકડનો દોર શરૂ થયાની અફવાઓ વહેતી કરવામાં આવી હતી જેનાં પગલે રાજકારણ ગરમાયું હતું.

અત્રે ઉલ્‍લેખનીય છે કે બન્‍ને પક્ષો મળી કુલ 17 જેટલા ચૂંટાયેલા સદસ્‍યો તથા પાલીકાનાં ચીફ ઓફીસર સહિત 18 જેટલાં આરોપીઓ હોય, પોલીસ તપાસનાં અંતે તમામને હાજર રહેવા સમન્‍સ પાઠવ્‍યું હોવાનું પણ જાણવા મળેલ છે.


સરસીયાનાં જંગલમાં 10 દિવસમાં 11 સિંહોના મૃતદેહ મળી આવ્‍યા રેવન્‍ય વિસ્‍તાર મળી 1રના મૃત્‍યુ

એશિયાટીક ગૌરવસમા સિંહોનાં સતત મોતથી સિંહપ્રેમીઓમાં રોષ

સરસીયાનાં જંગલમાં 10 દિવસમાં 11 સિંહોના મૃતદેહ મળી આવ્‍યા રેવન્‍ય વિસ્‍તાર મળી 1રના મૃત્‍યુ

ધારી ગીર પૂર્વ વિભાગ તાબાનાં વન વિસ્‍તારમાંથી સતત મૃતદેહ મળી રહૃાા છે

કરોડો રૂપિયાનાં ખર્ચ બાદ પણ સિંહોની સુરક્ષા થઈ શકતી ન હોય મામલો અતિ ગંભીર

અમરેલી, તા.

ધારી ગીરપૂર્વેનાં દલખાણીયા રેન્‍જમાં 10 દિવસમાં 11 સિંહના મોત થયાનું જાણવા મળેલ છે. જયારે ગઈકાલે રાજુલાનાં રેવન્‍યુ વિસ્‍તારમાં પણ 1 સિંહણ મળી કુલ 1ર સિંહોના મોતથી વન્‍ય પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.આ અંગે વનવિભાગનાં અધિકારીઓએ 11 સિંહના મોત અંગે પુષ્‍ટી પણ કરી છે. હાલમાં વનવિભાગના ઉચ્‍ચ અધિધકારીનો કાફલો દલખાણીયા વિસ્‍તારમાં પહોંચી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ધારી નજીક સરસીયા પૂર્વ-પશ્ચિમ વીડીમાં બે દિવસથી અંદર ર સિંહણ, 1 સિંહના કોહવાય ગયેલા મૃતદેહ રાણીયા વિસ્‍તારમાંથી મળી આવ્‍યા હતા. તેમજ 1 સિંહબાળ અને સિંહણનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ પ દિવસ અગાઉ 3 સિંહબાળના ઈનફાઈટમાં મોત થયા હતા.

સરસીયા વીડીમાં 1પથી ર0 સિંહોનું ટોળુ વસવાટ કરતું હતું. જે કોઈ બીમાર પ્રાણીને જંગલ અથવા રેવન્‍યુ વિસ્‍તારમાંઆરોગતા પ્રથમ સિંહબાળ, સિંહણના સારવારમાં મોત નિપજયા બાદ ર સિંહણ, 1 સિંહના કોહવાય ગયેલા મૃતદેહ મળ્‍યા હતા. જેનું પીએમ કરતા ફેફસામાં ઈન્‍ફેકશન અથવા બીમારીનાં કારણે મોત થયાનું પ્રાથમિક રીતે જણાયું હતું. આ તમામ સિંહોના વિશેરા લઈ એફએસએલમાં મોકલી આપ્‍યા હતા. જે આવ્‍યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.

આ અંગે ડીએફઓ પી. પુરષોતમનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, સરસીયા વીડીમાં અલગ-અલગ સ્‍થળેથી અલગ-અલગ કારણોસર 8 સિંહોના મોત થાય છે. એફએસએલ રિપોર્ટ આવ્‍યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.

છેલ્‍લે મળતાં અહેવાલો મુજબ ધારી ગીરપૂર્વેનાં દલખાણીયા રેન્‍જમાં 10 દિવસમાં 11 સિંહના મોત થયાનું જાણવા મળેલ છે. આ અંગે વનવિભાગનાં અધિકારીઓએ 11 સિંહના મોત અંગે પુષ્‍ટી પણ કરી છે. હાલમાં વનવિભાગના ઉચ્‍ચ અધિધકારીનો કાફલો દલખાણીયા વિસ્‍તારમાં પહોંચી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જયારે ગઈકાલે રાજુલાનાં રેવન્‍યુ વિસ્‍તારમાં પણ 1 સિંહણ મળી કુલ 1ર સિંહોના મોતથી વન્‍ય પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.


અરે વાહ : અમરેલી શહેરમાં પાલિકાએ સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કર્યું

11 હજાર મિલકત ધારકોને લાભ આપવામાં આવ્‍યો

અરે વાહ : અમરેલી શહેરમાં પાલિકાએ સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કર્યું

30 સપ્‍ટેમ્‍બર સુધીમાં બાકી વેરો ભરે તેને વિનામૂલ્‍યે ડસ્‍ટબીન

અમરેલી, તા.ર0

સરકારના સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત અમરેલી શહેરના નાગરિકોમાં સ્‍વચ્‍છતા અંગેની જાગૃતતા કેળવવા માટે નગરપાલિકા દ્વારા નિઃશૂલ્‍ક ડસ્‍ટબીન વિતરણ કરવામાં આવેલ. જેમાં 11 હજાર જેટલા મિલકત ધારકોએ ચાલુ વર્ષનો વેરો ભરપાઈ કરી નિઃશૂલ્‍ક ડસ્‍ટબીનનો લાભ લીધેલ હતો.

અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતિભાઈ રાણવા તેમજ ચીફ ઓફિસર એલ.જી. હુણ દ્વારા સરકારના સ્‍વચ્‍છતા અભિયાનનેઅમરેલી શહેરમાં વધુમાં વધુ ઉજાગર કરી નગરજનોમાં સ્‍વચ્‍છતા અંગેની જાગૃતતા કેળવવા માટે તા.31/3/19 સુધીનો વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકને નિઃશૂલ્‍ક ડસ્‍ટબીન વિતરણ કાર્યક્રમનું આયોજન છેલ્‍લા બે માસથી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 હજાર જેટલા મિલકત ધારકોએ ચાલુ વર્ષનો વેરો ભરપાઈ કરી નિઃશૂલ્‍ક ડસ્‍ટબીનનો લાભ લીધેલ હતો. મિલકત ધાારકો દ્વાારા પોતાના ઘર દુકાનનો કચરો જાહેર રોડ ઉપર ફેંકવાના બદલે નિઃશૂલ્‍ક મેળવેલ ડસ્‍ટબીનમાં જ કચરો નાખી આ કચરો ડોર ટુ ડોર ડસ્‍ટબીનમાં જ કચરો નાખી આ કચરો ડોર ટુ ડોર કચરાના વાહનમાં નાખી શહેરની શેરીઓ, બજારો સ્‍વચ્‍છ રાખી સ્‍વચ્‍છતા અભિયાનને સફળ બનાવવું એ સૌની નૈતિક ફરજ છે. ત્‍યારે નગરપાલિકા દ્વારા તા.30/9/18 સુધી ડસ્‍ટબીન વિતરણ કરવામાં આવશે. ત્‍યાર બાદ વિતરણ બંધ કરવામાં આવશે. જેની નગરજનોએ નોંધ લેવી.


બૂરે દિન : નાના મુંજીયાસરમાં શિક્ષકોનાં અભાવે શાળાબંધી

શાળા પ્રવેશોત્‍સવ, વાંચે ગુજરાત, ભણે ગુજરાતની કડવી વાસ્‍તવિકતા

બૂરે દિન : નાના મુંજીયાસરમાં શિક્ષકોનાં અભાવે શાળાબંધી

શાળા શરૂ થયાને 100 દિવસ પસાર થયા છતાં પણ પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી

દેશનું ભવિષ્‍ય જયાં તૈયાર થતું હોય ત્‍યાં પણ નિષ્‍ક્રીયતા હોય ગંભીર હાલત

અમરેલી, તા.ર0

બગસરા નજીક આવેલ નાના મુંજીયાસરની પ્રાથમિક શાળામાં શિક્ષકોની 4 જગ્‍યા ખાલી હોવાથી ગામજનોએ શાળાબંધી કરી દેતા ભારે ચકચાર મચી ગઈ છે.

નાના મુંજીયાસર ગામનીપ્રાથમિક શાળામાં થોડા મહિના પહેલા 3 શિક્ષક નિવૃત થયા છે. હાલ શાળામાં શિક્ષકોની પાંચ જગ્‍યા છે. જેમાંથી 4 જગ્‍યા ખાલી હોવાથી બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. છેલ્‍લા ર દિવસથી સતત શિક્ષણ કાર્યમાં વિક્ષેપ ઉભો થઈ રહયો છે.

શાળામાં દાતાઓના સહયોગથી 10 ઉપરાંતના કોમ્‍પ્‍યુટર મૂકવામાં આવ્‍યા છે. પરંતુ, તેના કોઈ શિક્ષક ન હોવાથી તમામ કોમ્‍પ્‍યુટર શોભાના ગાંઠીયા સમાન બન્‍યા છે.

આ અંગે ગામજનોએ ચીમકી આપી છે કે જયાં સુધી શિક્ષકોની જગ્‍યા ભરવામાં નહીં આવે ત્‍યાં સુધી શાળાબંધી યથાવત રાખવામાં આવશે.

આશ્ચર્યજનક બાબત એ છે કે દેશનું ભવિષ્‍ય જયાં તૈયાર થવાનું છે તેવી શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી ન હોય વાંચે ગુજરાત, ભણે ગુજરાત જેવા સૂત્રોનો કોઈ મતલબ રહેતો નથી. રાજયના શિક્ષણ મંત્રી અને શિક્ષણ કમિશનરે આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવી જરૂરી બની છે.


વડીયામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું

               તા.1પ સપ્‍ટેમ્‍બર થી ર ઓગષ્‍ટનાં કાર્યક્રમનાં ભાગ રૂપે વડિયાની સુરગવાળા સાર્વજનીક હાઈસ્‍કૂલનાં બાળકો ર્ેારા વડીયા બસસ્‍ટેન્‍ડ પર સફાઈ અભિયાન કરી હતી જેમાં વડીયા સરપંચ પતિ છગનભાઈ ઢોલરીયા ઉપસરપંચ નિલેશભાઈ પરમાર, સદસ્‍ય ચેતન દાફડા, સુ.સા. હાઈસ્‍કૂલનાં આચાર્યા ડી. ડી. પાદરીયા, વ્‍યાયામ શિક્ષક એમ. જે. મોરી વડીયા બસ સ્‍ટેન્‍ડ પર જયાં ત્‍યાં ફેલાઈ રહેલ ગંદકી અને કચરાનાં ઢગલાને સાફ સફાઈ કર્યુ હતું.


અમરેલીનાં સેવાભાવી પેઈન્‍ટર ડી.જી. મહેતાનું પ્રેરણાદાયી કાર્ય

નાગનાથમંદિરમાં શુકન પૂરતું દૂધ ધરે છે

અમરેલી, તા.ર0

એક એવું જાણીતું નામ એટલે પેઈન્‍ટર ડી.જી. મહેતા જન્‍મ જાત કલાકાર તથા તેમનો અનોખો સેવાયજ્ઞ. અમરેલી શહેરમાં બિરાજતા દેવોના દેવ મહાદેવ નાગનાથ મંદિર અમરેલી દરેક સમાજનું આસ્‍થાનું કેન્‍દ્ર જેમના તાજેતરમાં ર00 વર્ષ પૂરા થયા.

નાગનાથ દાદાના ર00 વર્ષને ઘ્‍યાને લઈ ડી.જી. મહેતાએ અનોખી રીતે ઉજવણી કરવાનો સંકલ્‍પ લીધો. ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાના બદલે થોડુ શુકન પૂરતું દૂધ દાદાને માથે ચડાવી ર00 લીટર દૂધ ગરીબ, મઘ્‍યમવર્ગના બાળકો જે કુપોષણથી પીડાઈ રહયા હોય તેમને તે દૂધ પાઈને ખરા અર્થમાં શિવની પૂજા, ભકિત, ઉપાસનાને સાર્થક            કરેલ છે.

આવા અનેક સેવા કાર્ય માટે જાણીતા ડી.જી. મહેતા પેઈન્‍ટર પોતાના રમૂજ સ્‍વભાવથી તમામની સાથે સહજતાથી ભળી જનાર જિંદાદિલ વ્‍યકિતને સો સો સલામ.


વડીયામાં ‘શહીદ-એ-કરબલા’ મહેફીલેનું આયોજન

               વડીયામાં ભભશહીદ- એ-કરબલાભભ મહેફીલે મહોરમનું ઠેર ઠેર શાનદાર આયોજન શહીદોની યાદમાં દિવસ દરમિયાન શરબતો અને રાત્રી દરમિયાન ન્‍યાજ તકસીમ આવી રહી છે. ઈસ્‍લામ ધર્મના મહાન પયગમ્‍બર અને અવલ આખીર નબી એવા (સ.અ.વ.)ના પ્‍યારા નવાસા યે ઈમામ હુસૈન અને ઈમામ હસન તથા 7ર શહીદોની યાદમાં ઉજવાતો તહેવાર એટલે મહોરમ જેમાં વડીયા મસ્‍જિદના મૌલાના મહંમદ ગુલામ હુશેન અશરફીએ પોતાની મધુર શૈલીથી તકરીર સંભળાવી હતી.ઉલ હરમ નિમિતે વડીયામાં ઠેક ઠેકાણે શાનદાર આયોજન જુદી જુદી કમેટીઓ દ્વારા કરવામાં આવ્‍યું છે. નબીયે કરીમ (સ.અ.વ.)ના નવાસા અને 7ર સાર સાથીઓ કે જેમને પોતાના નાના જાનની ઉમ્‍મત અને ઈસ્‍લામ ધર્મને બચાવવા માટે થઈને મેદાને કરબલામાં દિવસ રાત ભૂખ્‍યા તરસ્‍યા રહીને શહીદી વ્‍હોરીને જેણે ઈસ્‍લામ ધર્મની શરતોનું પાલન કર્યું તે શોહદા યે કરબલાની યાદમાં વડીયામાં આવેલ કૃષ્‍ણપરા અને સુરગપરા સહિતના તમામ વિસ્‍તારો રોશનીથી શણગારીને તેમજ શબીલે હુસૈનમાં અવનવા રોજા બનાવીને મૂકવામાં આવ્‍યા છે. તેમજ દિવસ દરમિયાન માસુમ બાળકોને શરબતો, દૂધ કોલ્‍ડ્રીંક સહિત નિયાજો વિતરણ કરવામાં આવે છે અને મહિલાઓની મજલીસો કરવામાં આવે છે અને રાત્રી દરમિયાન બહારના મૌલાનાઓ દ્વારા મજલીસોમાં કરબલાના વાકિયાત બયાન કરવામાં આવી રહયા છે અને સલાતો સલામ પેશ કરીને સાંભળવામાં આવી રહયા છે અને બાદમાં ન્‍યાજ વિતરણ કરાય છે. ઉલ્‍લેખનીય છે કે મહોરમ નિમિતે કમિટીના વ્‍યકિતઓ, બાળકો પોતાની મહેનત તાજીયા બનાવવામાં રાત-દિવસ એક કરી નાખે છે. છેલ્‍લા બે-ત્રણ મહિના સુધી પોતપોતાની કલાઓ તાજીયામાં દર્શાવે છે.


વડીયામાં હિન્‍દુ-મુસ્‍લિમ દ્વારા સંયુકતપણે ગણેશોત્‍સવ

વડીયા શહેરમાં બાર વર્ષથી મેઈન બજારમાં હિન્‍દુ-મુસ્‍લિમ વેપારી ભાઈઓ દ્વારા ગણેશ સ્‍થાપના કરવામાં આવે છે. ત્‍યારે આ વર્ષ દરમિયાન બંને તહેવારો એકી સાથે આવ્‍યા અને આ બન્‍ને તહેવારોમાંવડીયા શહેરમાં મેઈન બજાર પેલેસ રોડ કા રાજા અને જીગર કમિટી દ્વારા સાથે હળીમળીને તહેવાર ઉજવી શકયા છે. અને દરરોજ સાંજે ગણેશજીની આરતી સમયે સાથે મળીને આમને સામને પ્રસાદીનો લાભ લે છે. ત્‍યારે વડીયા પેલેસમાં એક તરફ લીંબડાની ડાળીમાં પીપળાનો છોડ જોઈ લોકો જણાવે છે કે આ હિન્‍દુ મુસ્‍લિમ એકતાના દર્શન રૂપી વૃક્ષ છે. વડીયા શહેરમાં પેલેસ રોડ કા રાજા નામના ગણેશજીની સ્‍થાપના કરવામાં આવી ત્‍યારે પ્‍લાસ્‍ટિકના ગણેશજીની મૂર્તિની સ્‍થાપના કરવામાં આવી કારણ વાતાવરણ, પાણી, સ્‍વચ્‍છતા જળવાઈ રહે તેમજ વાતાવરણ, પાણી દૂષિત ના થાય આ મૂર્તિની સેવા પૂજા આખુ વર્ષ થાઈને દર વર્ષે આ મૂર્તિનો ઉપયોગ થાય અને દર વર્ષે મૂર્તિનો ખર્ચ બચી જાય. જેમાં સમસ્‍ત ગામના બાળકોનું બટુક ભોજન થાય તેવા હેતુથી અને સરકારની સૂચના મુજબ ગણેશજીની સ્‍થાપના થાય અને સ્‍વચ્‍છતા જળવાઈ રહે. આ ગણેશજીની સ્‍થાપનાની બાજુમાં ભારતમાતાની એ તસ્‍વીર રાખવામાં આવી છે. જેમાં રોજ ગણેશજીની સાથે સાથે ભારતમાતાની પૂજા અર્ચના થાય. વડીયા શહેરમાં સર્વે વેપારી ભાઈઓ દ્વારા પેલેસ રોડ કા રાજા નામના ગણેશજીની સ્‍થાપના બાર વર્ષથી કરવામાં આવી રહી છે. જે સરકારના નિયમાનુસાર પીઓપીની જગ્‍યાએ પ્‍લાસ્‍ટિકના ગણેશજીની સ્‍થાપના કરવામાં આવી છે. જે મૂર્તિનીઆખુ વર્ષ આરાધના થાય તેવા હેતુથી આ હિન્‍દુ મુસલમાન વેપારી ભાઈઓ દ્વારા વિચારધારા દર્શાઈ છે તેમજ એક તરફ ભારતમાતાની તસ્‍વીર રાખવામાં આવી છે. જે ગણેશજીની સ્‍થાપનામાં આજે સર્વે હિન્‍દુ મુસલમાન ભાઈઓ બંનેના તહેવારો એકીસાથે હળીમળીને ઉજવી રહયા છે. ત્‍યારે આજે સમસ્‍ત વડીયા શહેરના બાળકોનું બટુક ભોજનનું આયોજનમાં હિન્‍દુ મુસ્‍લિમ એકતાનું પ્રતીક દેખાયું જે બંને એકીસાથે તહેવારો હળીમળીને ઉજવી રહયા છે. ત્‍યારે ભગવાને પણ લીંબડાની ડાળીમાં પીપળાનું વૃક્ષ દેખાયું છે. ત્‍યારે ગણેશજીની અને છબીલની પ્રસાદીનો લાભ સમસ્‍ત વડીયા શહેરની જનતા લઈ રહી છે.


21-09-2018