Main Menu

Thursday, September 20th, 2018

 

જનતા પરેશાનીથી ત્રસ્‍ત, ધારાસભ્‍ય પગાર વધારામાં મસ્‍ત

લઉ પગાર પ0 હજાર લેને ભાઈ પાંચ લાખ જેવો માહોલ

જનતા પરેશાનીથી ત્રસ્‍ત, ધારાસભ્‍ય પગાર વધારામાં મસ્‍ત

કોંગી ધારાસભ્‍યોએ પગારવધારાનો વિરોધ કરવાનાં બદલે વહેતી ગંગામાં ડુબકી મારી લીધી

અમરેલી, તા. 19

એક તરફ રાજયની જનતા ગરીબી, મોંઘવારી અને બેરોજગારીની સમસ્‍યાથી ત્રસ્‍ત છે. ખેડૂતોદેવાનાં ડુંગર નીચે દબાયેલા છે. શ્રમજીવીઓ પણ પરેશાન છે તેવા જ સમયે આજે વિધાનસભાનાં ભાજપ અને કોંગ્રેસનાં તમામ ધારાસભ્‍યોએ દલા તરવાડીની જેમ પોતાના પગારમાં રપ ટકાનો તોતિંગ વધારો કરતાં રાજયની જનતામાં રોષનો માહોલ ઉભો થયો છે.

ગુજરાત સરકાર ઘ્‍વારા રાજયના મુખ્‍યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્‍યો વિરોધ પક્ષના નેતા તેમજ અઘ્‍યક્ષ અને ઉપાઘ્‍યક્ષ સહિત ધારાસભ્‍યોના પગારમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. ગુજરાત વિધાનસભામાં આજે એજન્‍ડા બહાર આ પગાર વધારા સુધારા વિદ્યેયક રજૂ કરવામાં આવ્‍યું હતું જેમાં મંત્રીઓને અત્‍યાર સુધી મળતા 707ર7ના બદલે હવે 116314 મળશે.

વિધાનસભામાં કાયદા રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા એક રજૂ કર્યુ હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ધારાસભ્‍યો, મંત્રીઓ વગેરેને જનસેવા કરવાની હોય છે. જેમાં પોતાની ગાડી લઈ ડ્રાઈવર સાથે ગમડે-ગામડે ફરવું પડતું હોય છે. આ ઉપરાંત કાર્યાલયો ચલાવવા સાથે સોશિયલ મીડિયામાં કાર્યરત રહેવાનો પણ ખર્ચ કરવો પડતો હોય છે. આ બાબતે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે વાતચીત થયા બાદ આ વિદ્યેયક રજૂ કરવામાં આવ્‍યું છે. તેમણે જણાવ્‍યું હતું કે, મંત્રીમંડળના સભ્‍યોને અત્‍યાર સુધી નાયબ સચિવ કક્ષાના પગાર પ્રમાણે પગર મળતો હતો. જયારે નવા પગાર વધારાથીઅગ્ર સચિવ કક્ષાના વર્ગ-1ના પગાર ધોરણ પ્રમાણે હવે પગાર મળશે. જેમાં મંત્રીઓને 707ર7ના બદલે હવે 1,16,314 જેટલો પગાર મળશે. તેમાં ટેલિફોન વધુ અંગત મદદનીશનો પગાર અને લેખન સાહિત્‍યના ખર્ચમાં વધારો કરવામાં આવ્‍યો છે. જેમાં મોંઘવારી ભથ્‍થું 4 હજારથી વધારીને પપ00, ટેલિફોન વધુ ચાર હજારથી વધારીને સાત હજાર તેમજ અંગત મદદનીશનો પગાર ત્રણ હજારથી વધારીને ર0 હજાર કરવામાં આવ્‍યો છે. આ વિદ્યેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્‍યું હતું.

આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્‍યો અને મંત્રીઓને એરીયસ પેટે તા. રર/1ર/17થી આપવાનો નિર્ણય કરવાની જાહેરાત રાજય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી છે. જેમાં એરીયર્સ પેટે કુલ રૂા. 6ઢપ0 કરોડની રકમ ચુકવવામાં આવશે.

આમ માસીક રૂા. 4,પપ,000નો પગાર વધારો થતાં હવે મંત્રીઓને માસીક રૂા. 1,36,000 પગાર મળશે. જયારે ધારાસભ્‍યોને રૂા. 1,16,000 જેટલો પગાર મળશે. મંત્રીઓને અત્‍યર સુધી રૂા. 707ર7 મળતા હતા. મોંઘવારી ભથ્‍થું 4 હજારથી વધારી પપ00 કરાયું છે. પી.એ.નો પગાર 3 હજારથી વધારીને ર0 હજાર કરાયો છે.


ગરીબો, ખેડૂતો અને શ્રમજીવીઓને કોંગ્રેસ ભુલી ગઈ : ધારાભ્‍યોનાં પગાર વધારાનો વિરોધ કોંગ્રેસે ન કર્યો

રાજયમાં કોંગ્રેસને શાસન ચલાવતાં તો ન આવડયું પરંતુ વિપક્ષની ફરજ બજાવવામાં પણ નિષ્‍ફળ

અમરેલી, તા. 19

એક તરફ રાજયની જનતા ગરીબી, મોંઘવારી, બેકારીનાં ભરડામાં સપડાઈ ચુકી છે. ખેડૂતો અને શ્રમજીવીઓ પર દેવાનાં ડુંગર ખડકાયા છે અને કોંગી ધારાસભ્‍યો ભાજપ સરકાર સામે જબ્‍બરો વિરોધ વ્‍યકત કરી રહૃાા છે. તેવા જ સમયે આજે મહત્‍વની ઘડી વેળા કોંગી ધારાસભ્‍યો પાણીમાં બેસી જતાં ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે કોઈ ફર્ક નથી તે સાબિત થયું

વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતનાં કોંગી ધારાસભ્‍યો આજે ભાજપ સરકારનાં ધારાસભ્‍યોનાં પગાર વધારાની ચાલમાં ફસાઈ ચુકયા છે અને હજારો રૂપિયાનો પગાર વધારો તમામ ધારાસભ્‍યોએ દલા તરવાડીની જેમ કરી લેતાં રાજયની જનતામાં તમામ ધારાસભ્‍યો સામે નારાજગીનો માહોલ જોવા મળી  રહૃાો છે.


અમરેલી પાલિકામાં છેલ્‍લા એક વર્ષમાં લાખો રૂપિયાનાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

આર.ટી.આઈ. એકટીવીસ્‍ટ સુખડીયાએ સીએસને ફરિયાદ કરી

અમરેલી પાલિકામાં છેલ્‍લા એક વર્ષમાં લાખો રૂપિયાનાં ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

જો કે તટસ્‍થ તપાસ થાય તો કડાકા-ભડાકાનાં એંધાણ

અમરેલી, તા.19

અમરેલી પાલિકામાં અગાઉ ભાજપીઓ ભ્રષ્‍ટાચાર કરતાં શહેરીજનોએ હોંશે – હોંશે કોંગીજનોને શાસન સુપ્રત કર્યૂ તો ત્‍યાં પણ ભ્રષ્‍ટાચાર થયો હોવાનો આક્ષેપ આરટીઆઈ એકટીવીસ્‍ટે કર્યો છે.

નાથાલાલ સુખડીયાએ ચીફ સેક્રેટરીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકા દ્વારા વર્ષ-ર017, ત.1/પ/17ના ગુજરાત રાજય સ્‍થાપના દિન ઉજવવ માટે પાલીકાના સામાન્‍ય સભા ઠરાવ નં. ર07/ર8-ર-17ના નકકી થયેલ મુજબ આયોજન કરવાની જવાબદારી સભાએ પ્રમુખને સોંપેલ અને રૂા. 10 લાખ સુધીનો ખર્ચ કરવા ઠરાવેલ તેમજ નિયમ મુજબ થવા ઠરાવેલ પરંતુ, પ્રમુખ અને અધિકારીઓ દ્વારા દૈનિકપત્રો કે જાહેરાત આપ્‍યા વગર કલાકાર પ્રફુલ દવે વિગેરે છાપકામ, આમંત્રણકાર્ડ, સ્‍ટીકરો, સમીયાણાઓ, સ્‍ટેજ,સન્‍માનની શાલો, ફુલહાર વિગેરે નીચે મુજબ ખર્ચ કરી કરાવેલ રકમ રૂા. 10 લાખથી વધુ રૂા. 11,9ર,પપ7 નો ખર્ચ કરી જનતા અને રાષ્‍ટ્રના નાણાનો દુર ઉપયોગ   કરેલ છે.

વધુમાં જણાવેલ છે કે, અમરેલી શહેરમાં તા.17/9/ર017ના રોજ માર્કેટયાર્ડ, અમરેલી તથા અમર ડેરી અમરેલી તેમજ સહકારી સંસ્‍થાઓ આયોજિત વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની સભાનું આયોજન થયેલ અને જેની મંજુરી જે તે આયોજનકર્તાના નામે લેવાયેલ જે કાર્યક્રમ તા. 17/10/17ના સમય ર થી 3:1પ બપોર પછીનો હતો. તો તેઓ દિવસ દરમ્‍યાન આવેલ અને જતા રહેલ તો નગરપાલિકાએ 14 મું નાણાપંચ યોજનાના વખતો વખતના ઠરાવો ગાઈડ લાઈનો વિગેરે અવગણી રૂા.4,ર6,000 નો શહેરમં રોશની ખર્ચના નામ, નાણાપંચ ગ્રાન્‍ટમાંથી કરેલ છે. તેમજ સભનું આયોજન જે તે સહકારી સંસ્‍થાનું હતું તેમં પ્રોટોકોલ મુજબ નગરપાલિકાએ જિલ્‍લા ભરની ફાયરની ગાડીઓ પાલીકાઓ પાસેથી મંગાવી 9 ગાડીઓ આપેલ હતી. તેમ છતાં ગોપાલ ફાયર એન્‍ડ સેફટી, ગોકુલ ગાર્ડન સોસાયટી-17, હનુમાનપરા, અમરેલીને રૂા.10,ર3,7પર નો ખર્ચ સ્‍વભંડોળમંથી ચુકવાયેલો તેમાં ત્રણ ભાવો માંગેલ બતાવે છે. તો આ પૈકી અમરેલીનું  એક જ એવી ગોપાલ ફાયર એન્‍ડ સેફટી વડાપ્રધાનને પુરૂ પાડે તેવી હેડ ઓફીસ છે.

આ બંને મળી કુલ રૂા.14,49,7પરનો ખર્ચ અમરેલી નગરપાલિકાએ સ્‍વભંડોળમાંથી ચુકવી ખોટો ખર્ચ કરેલ હોય, તેની તપાસ કરી તમામ જવાબદારો સામે પગલા લેવા અંતમાં માંગ કરેલ છે.


અમરેલી જિલ્‍લામાં વરસાદનાં અભાવે દુષ્‍કાળ ડોકીયા કરતો હોય આગોતરૂ આયોજન કરવુ જરૂરી

ભારતીય કિસાન સંઘે કલેકટરને આવેદન પત્ર પાઠવ્‍યું

અમરેલી જિલ્‍લામાં વરસાદનાં અભાવે દુષ્‍કાળ ડોકીયા કરતો હોય આગોતરૂ આયોજન કરવુ જરૂરી

વીજળી, પાકવીમા સહિતનાં મામલે રાહત આપવા માંગ કરી

અમરેલી, તા.19

ચાલુ વર્ષ દરમ્‍યાન સિઝનનો ખૂબ જ ઓછો વરસાદ એટલે કે માત્ર એક જ વરસાદ કુલ સિઝનનો 4 થી 10 ઇંચ જેટલો જ વરસાદ થયેલ છે. તેવા સંજોગોમાં હાલ દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતી નિર્માણ થઈ છે. રાજયનાં તેમજ અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોએ તેની પાસે રહેલ જમીનનાં પ્રમાણમાં પુરતુ એટલે કે ખાતર, બીયારણ, જંતુનાશક દવા ખેડ ખર્ચે બધુ જ પુરતુ ખર્ચે કરી નખેલ હોય હાલ દરેક પાક વરસાદ નહી હોવાથી તેમજ નહીવત વરસાદને હિસાબે તૈયાર પાક નિષ્‍ફળ જાય તેવી સ્‍થીતી છે. ખેડૂતોનાં મોઢામાં આવેલ કોળીયો ઝુટવાઈ ગયેલ હોય તેવા સંજોગોમાં ખેડૂત પુરતા પ્રમાણમાં આર્થીક મુશ્‍કેલીમાં મુકાય ગયેલ હોય હાલ ખેડૂત આત્‍મહત્‍યા જેવાબનાવ પણ બનવા લાગેલ હોય હવે વરસાદ થાય તો પણ વર્ષ ફેઈલ જાય તેવી સ્‍થીતી છે. હજુ કોઈપણ પ્રકારનું દુષ્‍કાળ માટે આગોતરૂ આયોજન થયેલ નથી.

વધુમાં જણાવે છે કે, ખેડૂત તેમજ માલધારી માટે અગાઉથી જ ઘાસચારાની વ્‍યવસ્‍થા તેમજ હજુ સૌરાષ્‍ટ્રનાં બધાજ ડેમો ખાલી છે પાણી નથી તો પીવાનાં પાણીની અગાઉથી વ્‍યવસ્‍થા કરવી. તેમજ સૌની યોજના મારફતે સૌરાષ્‍ટ્રનાં ખાલી ડેમો પાણીથી ભરવામાં આવે, મજુરો તેમજ ખેતી ઉપર નિર્ભર દરેક લોકો માટે તેમના નિર્વાહ માટે રાહત કામ વિગેરે અગાઉથી આયોજન કરવું.

વધુમાં જણાવેલ છે કે, ખેડૂતોએ લીધેલ દરેક બેંકો માંથી પાક ધીરાણ તેમજ ખેતી માંથી લીધેલ દરેક પ્રકારની લોન માફી આપવી. ખેત ઓજાર તેમજ બીયારણ, જંતુનાશક દવા, ખાતર તેમજ ખેતીમાં વપરાતા ટ્રેકટર, ટે્રઈલર વિગેરેને જી.એસ.ટી. તેમજ દરેક પ્રકારનાં ટેક્ષ માંથી કાયમી ધોરણે મુકતી આપવી. જે ખેડૂતોને કુવા દારમાં પાણી છે ત્‍યારે પાક બચાવવા સળંગ એક ધારી 10 કલાક વિજળી આપવી. નબળુ વર્ષ છે ત્‍યારે દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતીમાં ખેતી વીજ જોડાણ જે ખેડૂતોને છે તેને થ્રીફેઝ વીજ કનેશનમાં એક વર્ષ માટે વીજ બીલ માફી આપવી.

ડ્રીપ એરીગેશનમાં 100 ટકા સબસીડી આપવી. તેમજ ખેડૂતોએ સબસીડીમાં ખેત ઉપયોગમાં વપરાતા મોટાટ્રેકટરનાં ઓજારો, મીની ટ્રેકટર, ખેતરમાં પાઈપ લાઈન બેસાડવાની તેમજ ગોડાઉન વિગેરે વિગેરેની સબ સીડી ગ્રાન્‍ટનાં અભાવે અટકેલ છે તે તાત્‍કાલીક ખેડૂતનાં ખાતામાં જમા કરવી. ખેડૂતો માથે જે પી.જી.વી.સી.એલ. નાં 13પ જેવી કલમનાં કેસ તેમજ પી.ડી.સી. કનેકશન કેસ અન્‍ય કોઈ કેસ હોય તો તેમા યોગ્‍ય નિર્ણય લઈ ખેડૂતોને માફ કરી કાયમી ખેડૂતોને મુકત કરવા.

વધુમાં જણાવે છે કે, જે કોઈ ખેડૂત તેની બાજુની લાગુ સરકારી જમીન પડતર જમીનમાં દાર અથવા કુવો કરવા માંગણી કરે તો ખેડૂતને ખેતી કરવા તેમજ પાક બચાવવા માટે સરકારે યોગ્‍ય નિર્ણય કરી નીયમ અનુસાર જમીન ફાળવવામાં આવે. ખેડૂતોનાં ખેતરમાં હજુ પાક ઉભો છે ત્‍યાં ખેડૂતોનાં અતી મહત્‍વ પાક વિમામાં ઉપયોગી પાણી પત્રક તલાટી મારફત અગાઉથી વહેલી તકે કરવામાં આવે જેથી એકપણ ખેડૂત વીમા માંથી વંચીત રહે નહી.

ઉપરનાં મુદા ઘ્‍યાને લઈ તાત્‍કાલીક સરકારમાં રજુઆરત કરી યોગ્‍ય વહેલાસર નિર્ણય કરવા કિસાન સંઘે કલેકટરને પાઠવેલ આવેદનમાં માંગ કરી છે.


પાકવીમાની રકમ ખેડૂતોનાં લોન ખાતામાં જમા ન થવી જોઈએ

જિલ્‍લા ખેડૂત હિત રક્ષક સમિતિની માંગ

પાકવીમાની રકમ ખેડૂતોનાં લોન ખાતામાં જમા ન થવી જોઈએ

પાકવીમાની રકમ ખેડૂતોનાં બચત ખાતામાં જમા કરવી જરૂરી

અમરેલી, તા.19

ખેડૂત ખાતેદારોને ગત સાલના દુષ્‍કાળના કારણે ભોરીંગ ભરડાસમાન આર્થિક સંકડામણના કારણે પાક ધિરાણ કે મઘ્‍ય મુદતના હપ્‍તા મજબૂરીથી ભરી શકેલ ન હતા. ચાલુ વર્ષે પણ ભયંકર દુષ્‍કાળ ડોકીયા દઈ રહયો છે. તેવા સંજોગોમાં તાજેતરમાં નહીંવત ખેડૂત ખાતેદારોને પાક વીમાની રકમ મળેલ. તે રકમ પણ બેંકો અનેમંડળીઓએ પોતાની વસુલાતમાં જમા લીધેલ છે જે યોગ્‍ય નથી. ચડત લોન કન્‍વર્ઝન કરીને પણ બેંકોએ ખેડૂતોને રાહત આપવાના બદલે પોતાની વસુલાત કરી લીધેલ છે. આવા સંજોગોમાં કદાચ સરકાર દેવા માફીની જાહેરાત કરશે તો તેનો લાભ ખેડૂતોને મળશે નહીં. કારણ કે આર્થિક સંકડામણ ભોગવતા ખેડૂત ખાતેદારોના ચડત હપ્‍તા તો બેંકો કે મંડળીએ વસુલી લીધા છે એ પણ ખેડૂત ખાતેદારોની કોઈપણ સંમતિ વગર પાક વીમાની રકમ ડાયરેકટ લોન ખાતામાં જમા લઈ લીધેલ છે તે યોગ્‍ય નથી. નાના વેપારી, ધંધાર્થી કે ખેડૂત  ખાતેદાર, ખેત મજૂર પાસેથી વસુલાત માટે સરકાર અને બેંકો પ્રેશર કરવામાં ગમે તે હદ સુધી જાય છે. મોટા ઉદ્યોગોના ખરબો રૂપિયા માફ કરવામાં ભાજપ સરકાર કે બેંકોને બીલકુલ વાંધો નથી. જેથી અમોની માંગણી છે કે, કોઈ પ્રકારની ખેડૂત ખાતેદારોની સહમતી વગર લોન ખાતામાં જમા લીધેલ છે. પાક વીમાની રકમ ખેડૂતોના ખાતામાં જમા થવી જોઈએ. કારણ કે દેવામાં ડૂબેલા ખેડૂત ખાતેદારોના ચડત હપ્‍તા કે બાકી લોન પાક વીમાની રકમમાંથી વસુલ કરી લીધેલ છે. જેમના કારણે આવા ખેડૂતોને કદાચ સરકાર દેવા માફી આપશે તો પણ ખેડૂતોને લાભ મળશે નહીં. ઉપરોકત તમામ બાબતે ધરતી પુત્રોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્‍યો હોય જેમના કારણે પૃથ્‍વી લોકનો અન્‍નદાતા રોડ રસ્‍તા ઉપર ઉતરી આવે એ પહેલા તમામ રાજકીય પક્ષો રાજકીય આગેવાનો અરસ- પરસ આક્ષેપબાજી બંધ કરે ને વાસ્‍તવિકતા પૂર્વક ધરતીપુત્રોની તમામ સમસ્‍યાનું યોગ્‍ય નિરાકરણ લાવે તેમાં જ રાષ્‍ટ્રનું હિત જળવાશે તેમ અંતમાં ખેડૂત હિત રક્ષક સમિતિના નંદલાલ ભડકણે મુખ્‍યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે.


ગોપાલગ્રામ ગામે અગાઉનાં મનદુઃખે યુવતિને લોખંડનાં પાઈપ વડે માર માર્યો

તે જ ગામનાં 4 શખ્‍સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

અમરેલી, તા. 19

ધારી તાલુકાનાં ગોપાલગ્રામ ગામે રહેતાં શિલ્‍પાબેન ધનજીભાઈ પરમાર નામની યુવતિને અને તે જ ગામે રહેતાં જીણાભાઈ વશરામભાઈ પરમારને અરસપરસ અગાઉનું મનદુઃખ હોય તેથી તેણીને ધમકી આપવાનાં ઈરાદે ગત તા.1પનાં રોજ જીણાભાઈ વશરામભાઈ પરમાર તથા તેમનાં પુત્ર અનિલે આવી ગાળો આપી, લોખંડની પાઈપ વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.


પીપાવાવ મરીન પોલીસની બોટમાંથી વાયરલેસ સેટ-1, જીપીએલ સેટની થઈ ચોરી

રૂા.40 હજારનાં મુદ્યામાલની ચોરી અંગે ફરિયાદ

અમરેલી, તા. 19

પીપાવાવ ખાતે આવેલ રીલાયન્‍સ નેવલશીપ યાર્ડમાં રહેલ પીપાવાવ પોલીસ સ્‍ટેશનની બોટ રજી. નંબર 1ર03માંથી મેઈન વેઈટનું તાળુ તોડી બોટમાં લગાવેલવાયરલેસ સેટ-1, કિંમત રૂા.1પ હજાર તથા વાયરલેસ સેટ કમ જી.પી.એલ. સેટ નંગ-1 કિંમત રૂા.રપ હજાર મળી કુલ રૂા.40 હજારનાં મુદ્યામાલની ચોરી થયાની ફરિયાદ સબીરખાન અયુબખાન પઠાણે જાફરાબાદ મરીન પોલીસમાં નોંધાવતાં પી.એસ.આઈ. વી. એલ. પરમારે નોંધાવી છે.


નાના માચીયાળા ગામની યુવતિનાં ફોટા સોશ્‍યલ મીડીયામાં મુકી દેતાં ફરિયાદ

યુવતિની સગાઈ થઈ જતાં યુવકે બદનામ કરવા પગલું ભર્યુ

અમરેલી, તા. 19

અમરેલી નજીક આવેલ નાના માચીયાળા ગામે રહેતી દીપાલીબેન નામની ર4 વર્ષિય યુવતિને સુરત પુણા ગામ રોડ રહેતાં જિતેન્‍દ્ર બચુભાઈ નાગેથા નામનાં યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય, અને મોબાઈલ ફોનમાં વાત કરતાં હતા ત્‍યાર બાદ તેણીની સગાઈ થઈ જતાં તે જાણ તેમનાં પ્રેમી યુવકને થતાં તેણીનાં અંગતપળોનાં ફોટા તથા વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી અને બિભત્‍સ ફોટા – વિડીયો વોટસએમાં વાયરલ કરી ગુન્‍હો કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાતા ઈન્‍ચાર્જ સી.પી.આઈ આર. વી. દેસાઈએ વધુ તપાસ હાથ ધરી છે.


ભોરીંગડા ગામે લાઈટ રીપેર કરવા નહી આવતાં લાકડી વડે માર મરાયો

ચાલુ વરસાદે લાઈટ રીપેર કરવાની ના પાડતા બન્‍યો બનાવ

અમરેલી, તા. 19

લીલીયા તાલુકાનાં ભોરીંગડા ગામે રહેતાં રમેશભાઈ ભવાનભાઈ જીકાદ્રા નામનાં 3પ વર્ષિય યુવકને તે જ ગામે રહેતાં ધમાભાઈ  કાળુભાઈ ખુમાણે ગઈકાલે સાંજે ફોન કરી લાઈટ રીપેરીંગ કરવાનું કહેતાં રમેશભાઈએ ચાલુ વરસાદે લાઈટ રીપેર કરવાનું કહેતાં રમેશભાઈએ ચાલુ વરસાદે લાઈટ રીપેર કરવાની ના પાડતાં તે વાતનું મનદુઃખ રાખી ધમાભાઈએ તું લાઈટ રીપેર કરવા કેમ આવેલ નહીં તેમ કહી બડીકા વતી માર મારી ઈજા કર્યાની ફરિયાદ લીલીયા પોલીસમાં નોંધાઈ છે.


થોરખાણ અને નોંધણવદર વચ્‍ચેથી પોલીસે દેશીદારૂની ભઠ્ઠી ઝડપી લીધી

બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાન્‍ચનો દરોડો

થોરખાણ અને નોંધણવદર વચ્‍ચેથી પોલીસે દેશીદારૂની ભઠ્ઠી ઝડપી લીધી

રૂપિયા 1 લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો

અમરેલી, તા.19

અમરેલી એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકિકત મળેલ કે, થોરખાણઅને નોંઘણવદર ગામ વચ્‍ચે આવેલ તળાવનાં કાંઠે નોંઘણવદર ગામનો કનુ હુદડ તથા ત્રંબોડા ગામનો રામકુ વાળા એમ બંને જણા મળીને થોરખાણ ગામના હકુ બચુ, રમેશ બચુ અને કાળુ નાજા ચારોલીયા એમ ત્રણ જણાને મજુરીએ રાખી ગે.કા.દેશી દારૂ ગાળવની ભઠ્ઠી ચલાવે છે. તેવી ચોકકસ બાતમી મળતાં બાતમીવાળી જગ્‍યાએ રેઈડ કરતાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી શરૂ હોય દેશી દારૂ ગાળતાં ત્રણેય મજુરો નાસી ગયેલ. અને સદરહું જગ્‍યાએથી દેશી દારૂ લી.ર00, કેન સહિત કિ.રૂા.6ર80 તથા આથો લીટર ર000, પ્‍લાસ્‍ટીકના ટાંક સહિત કિ.રૂા.6,000 તથા તપેલા, ભુંગળી, ડીશ, ટીપણાં, ગેસના ચુલા, ગેસના બાટલાં, વિ.ભઠ્ઠીના સાધનો તથા દારૂની હેર-ફેર કરવા મટે ઉપયોગમાં લેવાતા બે મો.સા.કિ.રૂા.8પ,000 તથા મોબાઈલ ફોન – 1, કિ.રૂા.પ00 ની મળી કુલ કિ.રૂા.1,04,180 નો મુદામાલ મળી આવતાં આરોપીઓ 1) કનુ હુદડ, રહે. નોંઘણવદર, ર) રામકુ વાળા, રહે. ત્રંબોડ, 3) હકુ બચુ, 4) રમેશ બચુ તથા પ) કાળુ નાજ ચારોલીય, વિરૂઘ્‍ધ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી હાથ ધરી પકડાયેલ મુદ્‌ામાલ બાબરા પોલીસ સ્‍ટેશન હવાલે કરેલ છે. અને આરોપીઓને પકડી પાડવ તજવીજ હાથ ધરેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસઈન્‍સ.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્ધારા કરવામાં આવેલ છે.


ઉના પોલીસ સ્‍ટેશનનાં ગુન્‍હામાં ફરાર આરોપીને ઝડપી લેવાયો

અમરેલી, તા. 19

ઉના પો.સ્‍ટે. પ્રોહી ગુ.ર.નં. 60ર/16 પ્રોહી ક.66બી, 6પએઅઈ,116બી,98,99,81 વિ. મુજબનાં કામેનો છેલ્‍લા બે વર્ષથી નાસતો ફરતો અને પકડવાનો બાકી આરોપી શામજીભાઈ ઉર્ફે લુખ્‍ખો નારણભાઈ ચૌહાણ, રહે. કોળીવાડ, જાફરાબાદ, જી. અમરેલી વાળાને આજરોજ તા.19/9/18 નાં રોજ ચોક્કસ બાતમી આધારે જાફરાબાદ ટાઉન માંથી પકડી પાડી ગીરસોમનાથ જીલ્‍લાનાં ઉના પોલીસ સ્‍ટેશનને આરોપી સંભાળી લેવા જાણ કરી જાફરાબાદ ટાઉન પોલીસને આગળની ઘટતી કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.

આમ અમરેલી પેરોલ ફર્લો સ્‍કોર્ડ તથા જાફરાબાદ પોલીસે બહારનાં જીલ્‍લાનાં ઈંગ્‍લીશ દારૂનાં ગુન્‍હામાં છેલ્‍લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.


સાવરકુંડલામાંથી વિદેશી દારૂ સાથે ર શખ્‍સોની અટકાયત કરાઈ

રૂપિયા 40 હજારનો મુદ્યામાલ કબ્‍જે કરાયો

અમરેલી, તા. 19

એસ.ઓ.જીના પોલીસ સબ ઈન્‍સ. આર. કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલા ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરતાં મહુવાનાં બે ઈસમો (1) સોહીલ સાહીદભાઈ સૈયદ, રહે. મહુવા, મુનીવર સોસાયટી (ર) ફીરોજમહમદ યુસુફભાઈ કુરેશી રહે. મહુવા, રેલ્‍વે સ્‍ટેશન પાસેને હીરો હોન્‍ડા મોટર સાયકલ કિ.રૂા.રપ000 તથા અલગ-અલગ બ્રાન્‍ડની ભારતીય બનાવટનાં વિદેશી દારૂ બોટલ નંગ-08 (બે લીટરની) 7પ0 એમએમ.ની બોટલ નંગ-03 મળી કિ.રૂા.1પ400 સાથે મળી કુલ મુદ્યામાલ કિ.રૂા.40400 નો મુદ્યામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

ઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉનાખાતેથી ઈમરાન પાસેથી લાવેલાની હકીકત જણાવેલ હોય જેથી ઈમરાનની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલછે. અને સદરહું ગુન્‍હાની વધુ તપાસ રાજુલા પોલીસ ચલાવી રહેલ છે.


રોહીસા ગામે મહિલાની હત્‍યા કરવાનાં ઈરાદે બળજબરીથી ઝેરી દવા પીવડાવી દીધી

પતિ તથા સાસુ સામે હત્‍યાનાં પ્રયાસની નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા. 19

જાફરાબાદ તાલુકાનાં રોહીસા ગામે રહેતાંમુકતાબેન દિપકભાઈ નામની રપ વર્ષિય પરિણીતાને ગઈકાલે રાત્રીનાં સમયે તેણીનાં પતિ દિપક ગોવિંદભાઈ તથા સાસુ ગુંજીબેન ગોવિંદભાઈએ એકસંપ કરી તેણીની હત્‍યા કરવાનાં ઈરાદે મારકૂટ કરી, શારીરિક, માનસિક ત્રાસ આપી, બળજબરીપૂર્વક પકડી રાખી અને ઝેરી દવા પીવડાવી દેતાં તેણીને ઝેરી અસર થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ. જયાં ભોગ બનનાર મુકતાબેને તેણીનાં પતિ તથા સાસુ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


અરેરાટી : અમરેલીનાં કામનાથ તળાવમાં ડૂબી જવાથી યુવકનું મૃત્‍યુ

વ્‍હેલી સવારે શહેરીજનોનાં ટોળા ભેગા થયા

અમરેલી, તા.19

અમરેલીના ગજેરાપરા વિસ્‍તારમાં રહેતા વિપુલ નટુભાઈ નામના 3ર વર્ષીય યુવકે આજે સવારે કોઈ અગમ્‍ય કારણોસર કામનાથ સરોવરમાં પડી જવાના કારણે પાણીમાં ડૂબી જતાં તેમનું મોત      થયાનું સીટી પોલીસમાં જાહેર થવા પામેલ છે.


ભેરાઈ નજીકથી શંકાસ્‍પદ હાલતમાં સિંહણનો મૃતદેહ મળી આવ્‍યો

સમગ્ર પ્રકરણની તટસ્‍થ તપાસ કરવા માંગ થઈ

ભેરાઈ નજીકથી શંકાસ્‍પદ હાલતમાં સિંહણનો મૃતદેહ મળી આવ્‍યો

વન વિભાગની કાર્યશૈલી સામે અનેક શંકા

અમરેલી,તા.19

રાજુલા-ભેરાઈ વચ્‍ચે બાદલીયા, ખારમાં શંકાસ્‍પદ રીતે મોઢામાં ફીણ સાથે મોતને ભેટેલ સિંહણનો મૃત-દેહ મળી આવ્‍યો છે.

લાયન નેચર ફાઉન્‍ડેશનના ભીખુભાઈ બાટાવાળાને સવારમાં પહોરમાં જાણ થઈ કે રાજુલા-ભેરાઈ વચ્‍ચે બાદલીયા, ખારાની કાંટમાં શંકાસ્‍પદ રીતે મરણ પામેલ સિંહણનો મૃતદેહ પડયો હોવા જાણ થતા. સંસ્‍થા દ્વારા રાજુલા, વન વિભાગના ફોરેસ્‍ટર રાજયગુરૂભાઈને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્‍કાલીક ઘટના   સ્‍થળે પહોંચી સિંહણનો મૃતદેહ જોઈ ઉચ્‍ચ અધિકારીઓને જાણ કરતા ઉચ્‍ચ અધિકારીઓ તાબડતોબ ઘટના સ્‍થળે પહોંચી સિંહણના મૃતદેહને બાબરકોટ એનીમલ કેર સેન્‍ટરમાં પી.એમ. માટે ખસેડેલ.

અત્રે ઉલ્‍લેખનીય છે કે ટ્રેકર-ગાર્ડોની ફોઝ અને વન વિભાગના સ્‍ટાફની ફોઝ હોવા છતાં વન વિભગને પ્રથમ જાણ થવાના બદલે ભેરાઈથી 3પ કી.મી દુર ખાંભા ખાતે લાયન નેચર ફાઉન્‍ડેશનને પ્રથમ જાણ થાય અને સંસ્‍થા દ્વારા વન વિભાગને જાણ કરવામાં અવે તે વન વિભાગ માટે લાંછન રૂપ ગણાવું જોઈએ.

બુહૃદગીરમાં વન્‍ય પ્રાણીઓના રક્ષણ અને રેલ્‍વે ટ્રેક ઉપર સિંહો સહીતના વન્‍ય પ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગના સ્‍ટાફ સહિત કોન્‍ટ્રાકટ બેઝ ઉપર ટ્રેકર ગાર્ડોની ફોઝ ફીલ્‍ડના બદલે ઘેર હાજર રહેતા હોય તો જ વન વિભાગને જાણ થવાના બદલે સંસ્‍થાને પ્રથમ જાણ થઈ.

હજુ તોફેબ્રુઆરી માસમાં વીકટર – ડુંગર નજીક શંકાસ્‍પદ હાલતમાં મળેલા સિંહના મોતની શાહી સુકાણી નથી ત્‍યાં શંકસ્‍પદ રીતે મોતને ભેટેલ સિંહણનો મૃત દેહ મળી આવતા વન્‍ય પ્રાણી પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

લાયન નેચર ફાઉન્‍ડેશનના પ્રમુખ ભીખુભાઈ બાટાવાળાની માંગણી છે. કે સિંહ સહિત વન્‍ન પ્રાણીઓની સુરક્ષા માટે લાગવગથી ભરતી કરાયેલા ટ્રેકર ગાર્ડોની ફૌઝ ફરજ ઉપર રહેવાના બદલે ઘેર હાજર રહી વન્‍ય પ્રાણીઓની સુરક્ષીત રાખવામાં ધોર બેદરકારી દાખવી હોય સામાજિક વનીકરણ વિભાગના તમામ સ્‍ટાફની બદલી સાથે કોન્‍ટ્રાકટર બેઝ ઉપર ભરતી કરાયેલ અને ફીલ્‍ડમં ફરજ બજાવવાના બદલે ઘેર હાજર રહેવમાં માહીર ટ્રેકર ગાર્ડોને સસ્‍પેંન્‍ડ કરી ઘર ભેગા કરવામાં આવે અને ડુંગર -વીકટર રોડ ઉપરથી ફેબ્રુઆરીમાં શંકાસ્‍પદ મોતને ભેટેલ સિંહના મૃત દેહની તેમજ ભેરાઈ રાજુલા વચ્‍ચે આજે શંકસ્‍પદ રીતે મોઢામાં ફીણ સાથે મરણ પામેલ સિંહણના કમોતની તપાસ સી.આઈ.ડી. ક્રાઈમ પાસે કરાવવી.


સહકારી અગ્રણી દીપક માલાણીનાં તમામ 14 ઉમેદવાર વિજેતા થયા

ભૈ વાહ : સા.કુંડલા યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત પેનલનો સફાયો

પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઈ વીરાણીને મદદ કરનાર તમામ આગેવાનોને પણ મળી પછડાટ

ભાજપ પ્રેરિત પેનલને કોંગ્રેસનાં અનેક આગેવાનો પણ મદદ કરી રહૃાા હોવાનું બહાર આવ્‍યું

અમરેલી, તા. 19

સાવરકુંડલા માર્કેટયાર્ડની ખેડૂત વિભાગની 8 બેઠક અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ગઈકાલે મતદાન યોજાયું હતું. જેનું આજે પરિણામ જાહેર થતાં તમામ બેઠકો પર દીપક માલાણીની પેનલનાં તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય થયો છે. અને ભાજપ પ્રેરિત અને પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઈ વીરાણીનાં તમામ ઉમેદવારોનો પરાજય થયો છે.

સાવરકુંડલા માર્કેટયાર્ડની કુલ 14 બેઠકો છે. જેમાં અગઉ તેલીબીયા વિભાગની ર બેઠકો પર માલાણી જુથનાં ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા બાદ ગઈકાલે ખેડૂત વિભાગની 8 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે મતદાન થયા બાદ આજે મત ગણતરી યોજાઈ હતી. જેમાં દીપક માલાણી જુથનાં તમામ 1ર ઉમેદવારો વિજેતા થયા છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે, પૂર્વ ધારાસભ્‍ય વીરાણી પણ પરાજિત થયા છે. વીરાણી જુથનાં સમર્થનમાં કોંગ્રેસ પક્ષનાં પણ અનેક કદાવર આગેવાનો પ્રચાર કરી રહૃાા હતા.

વિજેતા જુથનાં દીપકમાલાણીએ ભાજપ પ્રેરિત પેનલને કોંગ્રેસનાં બબ્‍બે ધારાસભ્‍યો પણ મદદ કરતાં હોવાનું નિવેદન આપતાં ભારે ચકચાર મચી ગઈ છે.

આમ સાવરકુંડલા પંથકનાં સહકારી જગતમાં દીપક માલાણીએ ભાજપ અને કોંગ્રેસનાં અનેક મહત્‍વનાં આગેવાનોને પછડાટ આપીને પોતાની સર્વોપરીતા સાબિત કરી દીધી છે. સાથો સાથ હંમેશા ખેડૂતો, વેપારીઓનાં હિતમાં ખભેખભા મિલાવીને કામ કરતાં હોવાથી તેઓની પેનલનો વિજય થયો હોવાનું સાબિત કરી બતાવ્‍યું હોય. આલીશાન કારમાં ફરતાં અને હવા-હવાઈ રહેતાં આગેવાનો ગ્રાઉનડ ઝીરો પર ઝીરો સાબિત થયા છે.


આલેલે : બાબરામાં ભાજપીઓએ ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત ફોટોસેશન કરાવ્‍યું

કોંગ્રેસનાં આગેવાન અમિત જોગેલનો આક્ષેપ

આલેલે : બાબરામાં ભાજપીઓએ ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત ફોટોસેશન કરાવ્‍યું

ભાજપીઓ માત્ર સસ્‍તી પ્રસિઘ્‍ધિ મેળવતાં હોવાનો કર્યો આક્ષેપ

અમરેલી, તા. 19

ભારતનાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ર્ેારા સ્‍વચ્‍છ ભારતનાં મિશનરૂપે દેશભરમાં ચલાવવામાં આવેલી મુહીમનાં ભાગરૂપે વર્ષ ર018 અંતર્ગત બાબરા શહેર ખાતે તાલુકા અને શહેરી કક્ષાનાં ભાજપી આગેવાનો ર્ેારા તાજેતરમાં સુપ્રસિઘ્‍ધ નિલકંઠ મહાદેવ મંદિર નજીક સ્‍વચ્‍છતા અભિયાનની કામગીરી હાથ ધરવા પામી હતી અને સોશ્‍યલ મીડીયામાં સફાઈ કામ કરવા લાગેલા કહેવાતા આગેવાનોની તસ્‍વીર વાઈરલ થઈ હતી.

બાબરા તાલુકા અને લાઠી તાલુકા 96 વિધાનસભા સીટનાં કોંગ્રેસ મીડીયા કો.ઓડીનેટર અમીત જોગેલ ર્ેારા ગણતરીની કલાકોમાં સફાઈ સ્‍થળની મુલાકાત લેવામાં આવી હતી અને સ્‍થળ ઉપર કોઈ કામગીરી વગર માત્ર ને માત્ર સસ્‍તી પ્રસિઘ્‍ધિ માટે ફોટા વાઈરલ કરનારા ભાજપી આગેવાનોનો નકાબ ખુલ્‍લો કરવામાં આવ્‍યો છે.

ભારતનાં વડાપ્રધાન ર્ેારા આવકાર્ય ઝુંબેશ – સ્‍વચ્‍છતાની અગ્રતા આપવા જાહેર ભાષણો કરવામાં આવે છે અને બની બેઠેલા આગેવાનો સફાઈ ઝુંબેશનું ડીંડક ચલાવતા હોવાનાં આક્ષેપ સાથે ભાજપની ભવાઈ ગણાવી બાબરા તાલુકા શહેર ભાજપનાં ડીંડક મુદ્યે જીલ્‍લા ભા.જ.પ. પ્રભારીને પણ જાણ કરવામાં આવનાર હોવાનું જણાવ્‍યું છે.


સૌની યોજના અંતર્ગત ગાગડીયા નદીને પાણીથી ભરવા માંગ

ચેમ્‍બર ઓફ કોમર્સ અને કિસાન સંઘની નાયબ કલેકટરને રજુઆત

લાઠી શહેરની જનતા પીવાના પાણીની સમસ્‍યાનો સામનો કરી રહી છે અને બીજી તરફ પાણીનો વેડફાટ

સૌની યોજના અંતર્ગત ગાગડીયા નદીને પાણીથી ભરવા માંગ

લાઠી, તા.19

લાઠીમાં વરસાદ ઓછો પડવાને કારણે લાઠી શહેર અને આજુબાજુના વિસ્‍તારની જીવાદોરી સમાન ગાગડીયા નદીમાં દર વર્ષે નદીમાં આજ ચોમાસાના સમય ગાળા દરમિયાન ગાગડીયો નદી છાલો-છાલ ભરાઈ જતી હતી જેના કારણે આજુ બાજુના ગામોને પીવાનું પાણી તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને જમીનના તળ પણ ઉંચા આવી જતા હોય છે. પરંતુ કુદરત જાણે આ વર્ષે રિસાઈ ગયા હોય તેમ આ વર્ષેઆ નદી સાવ ખાલીખમ થઈ ગઈ છે. જેના કારણે લાઠી શહેરના લોકોને પણ આવનારા સમયમાં પાણીની મુશ્‍કેલીનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે લાઠી તેમજ આજુબાજુના વિસ્‍તારના ખેડૂતો, પશુપાલકો અને સામાન્‍ય જાણતા મુશ્‍કેલીમાં મુકાય છે. આગામી સમયમાં પાણીના કારણે મુશ્‍કેલી ન પડે તે માટે લાઠી ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા લાઠી મામલતદારને આવેદન પત્ર પાઠવી સૌની યોજના લાઠીના ગાગડિયાને તે સમયના મંત્રી દ્વારા સમાવેશ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે આ વર્ષે લાઠીના ગાગડીયા નદીને પાણી ન હોવાથી પાણીથી ભરવાની માંગ સાથે લાઠી મામલતદાર અને નાયબ કલેકટરને આવેદન પત્ર પાડવી લાઠી ગામને પાણીથી ભરવા લોકોએ રજુઆત કરી હતી.

લાઠી ચેમ્‍બર ઓફ કોમર્સની સાો-સાથ ભારતીય કિશાન સંઘ દ્વારા પણ સૌની યોજના અંતર્ગત લાઠી, અકાળા અને દુધાળાના ગાગડીયા નદીમાં થયેલા સરોવરોને ભભસૌની યોજનાભભ લિંક નંબર-4 પેકેજ-પ માં સમાવેશ થયેલ આ ગાગડીયા નદીનો સમાવેશ થયેલો હોવાથી મુકેલા વાલ્‍વ ચાલુ કરી ગાગડીયા નદીમાં તાત્‍કાલિક પાણી ચાલુ કરી આ સરોવરને વહેલી તકે પાણીથી ભરવા માંગ કરી હતી. આ આવેદન પત્રમાં મોટી સંખ્‍યામાં લાઠી તેમજ આજુબાજુના ગામના લોકો મોટી રેલી સ્‍વરૂપે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીએ પોહચી આવેદન પત્ર પાઠવ્‍યુંહતું. એક તરફ લાઠીમાં પાણી માટે લોકો પરેશાન છે તેવાજ સમયે લાઠીના મંગલપરા વિસ્‍તારમાં આવેલા પાણીના સંપમાંથી મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ સામે આવ્‍યો હતો. સ્‍થાનિકોનું માનીએ તો અવાર-નવાર આ સંપ છલકાઈ જતો હોવાને કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ અહીં જોવા મળે છે. સ્‍થાનિકોએ અનેક વાર આ પાણીના વેડફાટ અંગે પાણી પુરવઠા અને નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્‍યા નથી જેથી તંત્ર જાણી જોઈને આંખ આડા કાન કરી રભ્‍ું છે.


અમરેલીમાં રૂપાયતન સ્‍કૂલ દ્વારા ત્રિદલ ઉત્‍સવ યોજાયો  

            સ્‍વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્‍ટ રૂપાયતન અમરેલી દ્વારા ભત્રિદલ ઉત્‍સવભના અવસરનું અનોખું આયોજન કરવામાં આવ્‍યું. જેમાં કેન્‍દ્ર સરકારના ભનીતિ આયોગભ દ્વારા દીપક હાઈસ્‍કૂલને પ્રાપ્‍ત થયેલી અટલ ટોક રીંગ લેબોરેટરીનું ઉદઘાટન અને વિજ્ઞાન સેમિનાર રોટરી કલબ અમરેલી (મેઈન) પ્રેરિત ડો. વસંતભાઈ પરીખ વ્‍યાખ્‍યાન માળા મણકો-ર1 તથા પ્રેરણા પર્વ-પ જેવી પ્રવૃતિઓ સાંકળી લેવામાં આવી હતી. વિજ્ઞાનની વિશેષ સુવિધાના વધામણાના અવસરે વિશ્‍વ વિખ્‍યાત ખગોળ વિજ્ઞાની પ્રા. ડો. સંજયભાઈ ચૌધરી(એસોસિએટેડ ડીન- અમદાવાદ યુનિટ) ખાસ ઉપસ્‍થિત રહયા હતા. સૌ પ્રથમ સંસ્‍થાના મકાનમાં તૈયાર થયેલી લેબોરેટરીનું ઉદઘાટન બન્‍ને મહાનુભાવો દ્વારા કરવામાં આવ્‍યું. આ રોબોટીક લેબોરેટરીમાં તૈયાર થયેલા જુદા જુદા રોબોટસનું બાળકો દ્વારા નિદર્શન કરવામાં આવ્‍યું. તેઓએ રસપૂર્વક નિહાળ્‍યું. નકશા શિક્ષણના પ્રદર્શનમાં ઉંડાણપૂર્વક તેઓએ રસ લીધો. ત્‍યારબાદ હોટલ એન્‍જલ ખાતે યોજાયેલ સેમિનારમાં પ્રા. ડો. પંકજભાઈ જોષીએ ભભઆપણું બ્રહ્માંડ અને તારાઓનો જન્‍મ વિલયભ જેવા ગહન વિષયને એકદમ સરળ રીતે રજૂ કરતા જણાવ્‍યું કે આપણું અસ્‍તિત્‍વ બ્રહ્માંડની સરખામણીએ એક સૂક્ષ્મ કણ જેટલું પણ નથી. આપણે બ્રહ્માંડને અવગણી શકીએ નહીં. તેમણે ભભબ્‍લેક હોલભભ અને ભભફાયર બોલભભ થિયરીની સમજ આગવી શૈલીમાં રજૂ કરી. વિખ્‍યાત વૈજ્ઞાનિક સ્‍ટીફન હોકીન્‍સની પ્રેરણાદાયી વાત પણ કરી. પ્રા. ડો. સંજય રઘુવીરભાઈ ચૌધરીએ રોબોટસ અંગેની વૈવિઘ્‍યસભર રસપ્રદ માહિતી આપી હતી. રોબોટસ શું છે ? અને વિવિધ ક્ષેત્રમાં તેના ઉપયોગની ચર્ચા કરી હતી. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ સ્‍વાગત અને સંસ્‍થાગત નિવેદન કિશોરભાઈએ કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્‍યું હતું કે અમરેલી સદભાગી છે કે વિશ્‍વકક્ષાના આવા વૈજ્ઞાનિકોએ આ કાર્યક્રમમાંસ્‍વીકાર્યું. રોટરી કલબ અમરેલી (મેઈન)ના પદાધિકારીઓ ડો. પી.પી. પંચાલ, ચંદ્રેશ ધોળકીયા, સંજયભાઈ કયાડા, લાભમ શો-રૂમના બલરાજભાઈ ટીલવાણી, દીપક હાઈસ્‍કૂલના આચાર્ય ડો. અમિતભાઈ ઉપાઘ્‍યાય, શિક્ષકો અને ટ્રસ્‍ટીઓ દ્વારા પ્રા. ડો. પંકજ જોષી, પ્રા. ડો. સંજય ચૌધરી તથા ભીખેશ ભટ્ટનું સ્‍મૃતિ ચિહન, શાલ, પુસ્‍તક અને બુકેથી સ્‍વાગત કરવામાં આવ્‍યું. દીપક હાઈસ્‍કૂલના આચાર્ય ડો. અમિત ઉપાઘ્‍યાયે આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર કાર્યક્રમની ફલશ્રૃતિ એ જ કે યુવાન પ્રોફેસર, વિજ્ઞાન શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં બંને મહાનુભાવોએ એક સપનાનું આરોપણ કર્યું છે.


હાવતડમાં યોજાયેલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનથી સૌ કોઈ પ્રભાવિત  

              દામનગર હાવતડ ખાતે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી માર્ગદર્શીત અને બી.આર.સી. ભવન લાઠી આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્યઘાટન શાળાનાં બાળ વિજ્ઞાનિકનાં હસ્‍તે ખુલ્‍લું મુકાયું જેમાં લાઠી તાલુકાની 60 પ્રાથમિક શાળાઓની કૃતિઓ રજૂ કરાયેલ. આ તકે પ્રાંત અધિકારી લાઠી સહિત ઉચ્‍ચ અધિકારીઓની ઉપસ્‍થિતિમાં હજારો મુલાકાતીએ બાળ વિજ્ઞાનિકોની કૃતિઓ નિહાળી અનેક કૃતિઓ સંશોધન અને પ્રેરણાત્‍મકહતી. સિંક વોટર શુદ્ધિકરણ ઉર્જા ઉત્‍પાદન ઔષધીય આરોગ્‍ય ગૃહ વાટીકાઓ પર્યાવરણ પ્રકૃતિ વોટર બચાવો સંકેત વિવિધ ખાદ્ય દ્રવ્‍યોના ડિસલેશનથી આરોગ્‍ય વર્ધક ગૃહ ઉત્‍પાદનો નવી શોધ સંશોધનો રજૂ કરતા બાળ વિજ્ઞાનિકોની જિજ્ઞાસા વૃત્તિઓ આફરીન કરી જતી કૃતિ વિચાર પ્રેરક બાળ સંશોધકોની શોધથી સર્વ કોઈ ખૂબ પ્રભાવિત થયા હતા. લાઠી તાલુકાની સાઈઠ પ્રાથમિક શાળાઓની કૃતિઓનું વિશાળ પ્રદર્શન હાવતડની પ્રાથમિક ખાતે હજારોની મેદની તાલુકાભરમાીં શિક્ષકો, વિદ્યાર્થીઓ, સામાજિક અગ્રણીઓ, અધિકારીઓની વિશાળ ઉપસ્‍થિતિમાં ભવ્‍ય વિજ્ઞાન મેળો યોજાયો હતો.


સાવરકુંડલામાં સાંસદ કાછડીયા અને ઘનશ્‍યામ ડોબરીયાની બાઈક સવારી

જુના મિત્રોએ પુરાની યાદો વાગોળી

સા.કુંડલા, તા.19

રાજકીય સતા માટે દોસ્‍તોને દુશ્‍મન અને દુશ્‍મનને દોસ્‍ત બનાવવાની રાજનીતિ હાલનાં રાજકરણમાં ચાલી રહી છે. ત્‍યારે રાજકીય ક્ષેત્રમાં કાંઠુ કાઢનાર અમરેલીન 108 ગણાતા સાંસદ નારણ કાછડીયા પોતાના જુના સંબંધો અકબંધ રાખવામાં માહિર છે. એક સમયે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો સાંસદ કાછડીયા હજુ પણ જયારે જયારે જુના મિત્રો મળે ત્‍યારે જુના સ્‍મરણો વાગોળતા હોય છે. આવાજ સાંસદ કાછડીયાના જુના સંગાથી છે. ઘનશ્‍યામ ડોબરીયા.

પહેલા હીરા ઉદ્યોગ બાદ હવે બિલ્‍ડર અને ભાજપનાયુવા નેતા ઘનશ્‍યામ ડોબરીયાને સાંસદ કાછડીયા સા.કુંડલા ખાતે આકસ્‍મિક મુલાકાત થતા હીરા ઉદ્યોગની હાલની સ્‍થિતિ સાથે શહેરની નગરચર્ચા  સાથે જાત નિરીક્ષણ કરવા બન્‍ને જુગલ જોડી મિત્રોએ બુલેટની સવારી કરીને નીકળ્‍યા હતા. શહેરમાં બુલેટ લઈને સાંસદ કાછડીયા સંગ ડોબરીયા નીકળતા લોકો પણ અચરજ અનુભવતા હતા. સામાન્‍ય રીતે નેતાઓ ફોરવ્‍હીલ વાહનોમાંથી નીચે નથી ઉતરતા એકવાર ચૂંટાયા પછી પ્રજા શું ને પ્રજાના પ્રશ્‍નો શું તેની ચિંતાઓ નેતઓ નથી કરતા પણ સાંસદ કાછડીયા હંમેશા પ્રજાના કામોને પ્રજાના પ્રશ્‍નોએ જાગૃત હોવાથી અમરેલી જિલ્‍લામાં 108 ની ઉપમાંથી ઓળખાય છે. ત્‍યારે સાંસદના સંગાથી ડોબરીયા ગરીબોના બેલી તરીકેની છાપ ધરાવે છે. ત્‍યારે બુલેટ રાજા બનેલ સંગાથી સારથીએ એકબીજ સાથે જુન સ્‍મરણોની યાદો તાઝી કરી હતી.


અવસાન નોંધ 20-09-018

અવસાન નોંધ

સાવરકુંડલા : ગિરધરભાઈ રમણીકભાઈ ગોહીલના ધર્મપત્‍ની નભુબેન રમણીકલાલ ગોહીલ (ઉ.વ.78)નું તા.17/9ના રોજ પ્રભુ ચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.ર0/9ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 વાંઝા જ્ઞાતિ વાડી, પોસ્‍ટ ઓફિસ રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : પરશોતમભાઈ વઢવાણા (ખડકાળાવાળા)ના ધર્મપત્‍ની ગં.સ્‍વ. ગૌરીબેન પરશોતમભાઈ વઢવાણા (ઉ.વ.70)નું તા.18/9ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનુંબેસણું તા.ર0/9ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્‍થાન ગોકુળનગર, નેસડી રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : સ્‍વ. પ્રભુદાસ જેઠાલાલ પંડયાના દીકરી જયાબેન છબીલદાસ બોસમીયા (ઉ.વ.6પ)નું રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.ર0/9ને ગુરૂવારના રોજ સાંજના 4 થી 6 કલાકે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, નદીકાંઠે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : બાબુભાઈ વાઘજીભાઈ રાઠોડ (બાબુભાઈ ગાંઠીયા વાળા) (ઉ.વ.63)નું તા.16/9ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.ર0/9ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્‍થાન દેવળા ગેઈટ, બારશેરી, શેરી નં.-8, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : વિરજીભાઈ ખોડાભાઈ શેલાર (ઉ.વ.7પ)નું તા.17/9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.ર0/9ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન આઝાદ ચોક, ભુરા પટેલની શેરી, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : સ્‍વ. લાલજીભાઈ નાથાલાલ સોનપાલ  (વંડાવાળા)ના જમાઈ મહેશકુમાર નટવરલાલ ઠકરાર મુ. લીમડા (હનુભાના) (ઉ.વ.પપ)નું તા.14/9ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતની સસરાપક્ષની સાદડી તા.ર0/9ને ગુરૂવારના રોજ સાંજના 4 થી 6 કલાકે દેનાબેંકની બાજુમાં, ગામ વંડા મુકામે રાખેલ છે.

સાવરકુંડલા : દુર્લભજીભાઈ મોહનભાઈ ગોહિલ (ફુલજર વાળા)ના ધર્મપત્‍ની લલીતાબેન દુર્લભજીભાઈ ગોહિલ (ઉ.વ.7ર)નું તા.17/9ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.ર0/9ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્‍થાન નેસડી રોડ, કાનાણીનગર, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા :  મહેશકુમાર નટવરલાલ ઠકરાર (ઉ.વ.પપ) તે સ્‍વ. લાલજીભાઈ નાથલાલ સોનપાલનાં જમાઈ તથા ભાવેશભઈ, પરેશભાઈ, પ્રજ્ઞેશભાઈના બનેવીનું દુઃખદ અવસાન ત.14/9/18 શુક્રવરે થયેલ છ. તેમની સદડી વંડા મુકામે તા.ર0/9 ને ગુરૂવારે દેનાબેંકની બાજુમાં સાંજનાં 4 થી 6 રાખેલ છે.


20-09-2018