Main Menu

Wednesday, September 19th, 2018

 

આંગણવાડી અને મઘ્‍યાહૃન ભોજનમાં ભ્રષ્‍ટાચાર ?

જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની નિષ્‍ક્રીયતાથી

આંગણવાડી અને મઘ્‍યાહૃન ભોજનમાં ભ્રષ્‍ટાચાર ?

જિલ્‍લાનાં કોંગી ધારાસભ્‍યો પણ ચેકીંગ કરવામાં આળશ કરી રહૃાા હોય આશ્ચર્ય

અમરેલી, તા. 18

અમરેલી જિલ્‍લામાં નીતિ-નિયમોની અમલવારી કરવામાં ઉચ્‍ચ અધિકારીઓ અને પદાધિકારીઓમાં જરૂરી ગંભીરતાનો અભાવ હોવાથી આંગણવાડી કેન્‍દ્રો અને મઘ્‍યાહન ભોજન કેન્‍દ્રોમાં વ્‍યાપક પ્રમાણમાં ફરિયાદ ઉભી થઈ રહી છે અને નિર્દોષભુલકાઓનાં મોં એથી   કોળીયો છીનવનાર શખ્‍સો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

જાફરાબાદનાં પીપળીકાંઠા વિસ્‍તારમાં ચાલતી આંગણવાડી કેન્‍દ્રમાં ચાલતી ગેરરીતિ અંગે જાગૃત નાગરિક કિશોરભાઈએ ઉચ્‍ચ અધિકારને પત્ર પાઠવીને તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, જાફરાબાદની હનુમાન મંદિર        પીપળીકાંઠા વિસ્‍તારમાં આવેલ આંગણવાડી કેન્‍દ્ર નં. રપ માં ચાલતા ભ્રષ્‍ટાચારની તપાસ આજદિન સુધી કોઈપણ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવીલ નથી. આ અંગે અવાર નવાર રજુઆતો કરવા છતાં તે અંગે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ ન હોઈ અને આ અંગે અવાર નવાર રજુઆતો કરવા છતાં તેઓ વધારેને વધારે ભ્રષ્‍ટાચારનો અખેડો થયેલ છે. સીડીપીઓ તથા આંગણવાડી વર્કર આ સાથે બંને વ્‍યકિતઓ ભ્રષ્‍ટાચારમાં સામેલ તેઓ એક મિલાપી થઈને ભ્રષ્‍ટાચાર કરતા માલુમ પડેલ છે.

આ બાબતે આંગણવાડીના વર્કરને પુછતા તેઓ મેનુ રજી. આપની પાસે છે કે નહી ? છતાં તેઓ એમ પણ કહે છે કે તમારે મને પુછવાનો કોઈપણ જાતનો અધિકાર નથી. જેથી અમો નમુના નં. ક માં અમો માહિતી અધિકાર નિયમ હેઠળ માહિતી માંગવામાં આવેલ છતાં તેઓ આજદિન સુધી અમોને આ બાબતે કોઈપણ માહિતી આપવામાં આવેલ નથી. જેથી આંગણવાડી વર્કર એમ પણ કહેછે કે તમારે જયાં જવું હોય ત્‍યાં જાવ મારે સીડીપીઓ પણ મારી સાથે ભ્રષ્‍ટાચારમાં સામેલ છે. અને રાજકીય હું પુરેપુરી વગ ધરાવું છું. જેથી મારો વાળ પણ વાંકો થશે નહી. તમારે જયાં જવું હોય ત્‍યાં જાવ તેવી અમોને ધમકી પણ આપ્‍યા કરે છે. જેથી અમો તેમની પાસે રજીસ્‍ટરની માંગણી કરેલ હોઈ તેથી તેઓ રજીસ્‍ટર રફેદફે કરી નાખેલ છે. અને જેથી રજીસ્‍ટરમાં તેઓ મોટા પાયે છેડછાડ કરે તેમ લાગે છે.

વધુમાં જણાવેલ છે કે, આ બાબતે અવારનવાર રજુઆતો કરવા છતાં આજદિન સુધી તેમની ઉપર કોઈપણ જાતના પગલા લેવામાં આવતા નથી. અને તેઓ એમ પણ લોકોને કહે છે કે જેમને જયાં અરજી કરવી હોય ત્‍યાં કરે મારો વાળ પણ વાંકો થશે નહી. હું પોતે બાળકોનો માલ પણ વેચાણ કરી નાખીશ. અત્‍યાર સુધી બાળકોને માત્ર એક બિસ્‍કીટના પેકેટ તમામ બાળકોને આપે છે. જેથી સરકારના મેનુ મુજબ કોઈપણ ચીજવસ્‍તુઓ આપવામાં આવતી નથી. આ બાબતે અવારનવાર તાલુકા વિકાસ અધિકારી જાફરાબાદ તેમજ મામલતદાર જાફરાબાદ તેમજ સીડીપીઓને આ બાબતે મૌખિક તેમજ લેખિત રજુઆતો કરવા છતાં આજદિન સુધી વર્કને છાવરવાની કામગીરી કરે છે.

સરકારની યોજનાનો લાભ પુરેપુરો બાળકોને મળતો નથી માત્ર આવા વચેટીયા લોકો માલ પણ બારોબાર સગેવગે કરતા હોય છે. જેથી સરકારનીવાતો પણ મોટી મોટી કરીને બાળકો સુધી યોજનાનો લાભ મળતો નથી અને અનાજ પુરેપુરૂ તેડાઘર પાસે સાફ કરાવવામાં આવતું નથી. અને અનાજ હાલની તકે તેઓએ બારોબાર વેચાણ કરી નાખેલ છે. તો આ બાબતે વહેલી તકે પગલા લેવા અંતમાં માંગ કરેલ છે.


ખેડૂત વિરોધી ભાજપ સરકાર ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં નિષ્‍ફળ : ધાનાણી

‘લડશે ગુજરાત, જીતશે ગુજરાત’નો નારો આપશે કોંગ્રેસ

ખેડૂત વિરોધી ભાજપ સરકાર ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં નિષ્‍ફળ : ધાનાણી

ગાંધીનગર, તા.18

ખેડૂત વિરોધી ભાજપ સરકાર ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં નિષ્‍ફુળ નીવડી છે. પાક વીમા યોજનાનું ખાનગીકરણ કરીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા મળતિયાઓને લૂંટવાની છૂટ આપી છે. જમીન રી-સર્વેમાં સેટેલાઈટ માપણીથી ખેડૂતોની જમીનોના શેઢાના હદ નિશાન અને ક્ષેત્રફળમાં વિસંગતતા ઉભી કરવામાં આવી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાતા નથી, ખેડૂતોદેવાના બોજ નીચે દબાઈને આત્‍મહત્‍યા  કરી રહયા છે, ત્‍યારે ‘ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, નહીં તો ભાજપને સાફ કરવામાં આવે’ તેવા સંકલ્‍પ સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ વિધાનસભા ઘેરાવ માટે ‘ખેડૂત આક્રોશ રેલી’ના કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્‍યું  હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સમગ્ર ગુજરાતના પાયાના ખેડૂત આગેવાનોને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ અભિનંદન પાઠવ્‍યા હતા.

વધુમાં જણાવ્‍યું હતું કે, ભાજપે પોતાની નિષ્‍ફળતા છુપાવવા માટે આગેવાનો, કાર્યકર્તાઓ, ખેડૂત સમાજના પ્રતિનિધિઓને ઘરમાં નજરબંધ કર્યા, ગામમાં નજરબંધ કર્યા, વાહનમાં નજરબંધ કરીને ખેડૂતોના આક્રોશ અને એની વેદનાને રોકવાનો નિરર્થક પ્રયાસ કર્યો અને તેમ છતાં હજારો કાર્યકર્તાઓ ગાંધીનગરમાં ધસી આવ્‍યા અને વિધાનસભા ઘેરાવ તરફ આગળ વધતાં પોલીસના અમાનુષી અત્‍યાચારનો ભોગ બન્‍યા, જેમાં કોઈના હાથ તૂટયા, કોઈના પગ તૂટયા, કોઈના માથામાં ટાંકા આવ્‍યા તેવી સ્‍થિતિનું નિર્માણ ભાજપ સરકારે કર્યું છે ત્‍યારે મગફળીકાંડમાં મલાઈ કોણ તારવી ગયું ? એ સવાલનો જવાબ ભાજપ સરકાર આપવામાં નિષ્‍ફાળ નીવડી છે. આવતા દિવસોમાં ગરીબ ગામડા અને ખેડૂતોની સમસ્‍યાઓની લઈને ‘દિવસ થોડાઅને કૌભાંડ ઝાઝા’ કરનાર ભાજપ સરકારને સબક શીખવાડવા માટે વિધાનસભાની અંદર અને બહાર કોંગ્રેસ પક્ષ સત્તા અને સંગઠન સાથે   મળી લડતો રહેશે.

વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાતના ખેડૂતો, ખેડૂત આગેવાનોએ એની વેદનાને વાચા આપવા માટે ભાજપ સરકારે બિછાવેલ જાળને તોડીને ઘરની નજરબંધી હોય, ગામની નજરબંધી હોય, વાહનની નજરબંધી હોય તેની વચ્‍ચેથી બચી વિધાનસભા સુધી પહોંચવાનો સફળ પ્રયાસ કર્યો છે અને સફળતા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, સામાજીક આગેવાનો, રાજકીય અને ખેડૂત આગેવાનો અભિનંદનને પાત્ર છે. કોંગ્રેસ પક્ષ સહુ સાથે મળીને ‘લડશે ગુજરાત, જીતશે ગુજરાત’ એવા સંકલ્‍પ સાથે આવતા દિવસોમાં આગળ વધશે.

વિપક્ષી નેતાએ જણાવ્‍યું  હતું કે, વિધાનસભાની અંદર નિષ્‍ફળતાઓને છૂપાવવા માટે દિવસો ઘટાડનાર ભાજપ સરકાર પાસે વારંવારની માંગણી છતાં વિધાનસભાના દિવસો, કલાક સતત ઘટતા આવ્‍યા છે. આવતીકાલના એક દિવસમાં માત્ર બે સત્રની વચ્‍ચે ગુજરાતના લોકોની હાડમારી, શિક્ષણનું ખાનગીકરણ, આરોગ્‍યની કથળતી સેવા, યુવાનોને બેરોજગારીનો માર, ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયેલા છે અને દિવસ ઉગે અને સરકારી તિજોરીને લૂંટવા કૌભાંડ કરનારી ભાજપ સરકાર એ મગફળીકાંડમાં મલાઈ કોણ તારવી ગયું ? રાજયની રૂપાણી સરકાર કે કેન્‍દ્રનીમોદી સરકાર ? એ સવાલ લઈ અમે આવતીકાલે વિધાનસભામાં અમારી વાત રજૂ કરવાનો પ્રયાસ કરીશું.


ભૈ વાહ : સાવરકુંડલા માર્કેટયાર્ડની ચૂંટણીમાં સરેરાશ 9ર ટકા જેટલું મતદાન નોંધાયું

પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું

સાવરકુંડલા, તા.18

સાવરકુંડલા માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઈ. 9ર ટકા કરતા વધુમતદાનથયું. ખેડૂતો અને વેપારીઓ દ્વારા ઉત્‍સાહ પૂર્વક મતદાન કરવામાં આવ્‍યું.

સાવરકુંડલા માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બે ખેડૂત બુથ અને એક વેપારી બુથ કુલ ત્રણ બુથો બનાવવામાં આવ્‍યા હતા. જેમાં ખેડૂતોના કુલ 671માંથી 617 મત આપવામાં આવ્‍યા હતા. જેની મતદાનની ટકાવારી 91.9પ% અને વેપારીઓના 17રમાંથી 161 મત પડયા હતા. જેની ટકાવારી 93.60% થયું હતું. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઈ વિરાણી અને માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન દિપકભાઈ માલાણીની પેનલો સામે સામે ઉભા રહી ચૂંટણીનો જંગ ખેલ્‍યો હતો. અને ભાજપ-કોંગ્રેસની પેનલો સામે સામે ઉભી રહી મતદાન કર્યું હતું. મતદાન સ્‍થળ પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત પણ ગોઠવવામાં આવ્‍યો હતો.


લાખો રૂપિયાનાં રેશનિંગ કૌભાંડનું પ્રકરણ ભીનું સંકેલાયું ?

કોણ કહે છે કે ભાજપ સરકાર ભ્રષ્‍ટાચારીઓની મદદ કરતી નથી

લાખો રૂપિયાનાં રેશનિંગ કૌભાંડનું પ્રકરણ ભીનું સંકેલાયું ?

ગણ્‍યાગાંઠયા દુકાનધારકો સામે કહેવાતી કાર્યવાહી કરવાનું મસ્‍ત નાટક યોજાયું

પુરવઠા વિભાગનાં એકપણ કર્મચારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ન આવી

અમરેલી, તા. 18

અમરેલી જિલ્‍લામાં ભારે ચકચારી બનેલ રેશનિંગ કૌભાંડનું પ્રકરણ ભીનું સંકેલાયું હોય સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગ કરતો પત્ર આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયા અને અજય જાંગીડે મુખ્‍યમંત્રીને પાઠવેલ છે.

અમરેલી એક જ જિલ્‍લામાં વિવિધ તાલુકાની ર4થી વધુ રેશનિંગની દુકાન સામે 3પ0થી વધુ રેશનિંગની દુકાનથી ખોટા ફિંગર આપી બીજાના નામોથી માલ ઉપાડી ગયાની વિગતો પુરવઠા વિભાગ, અમરેલીને આપેલ જેને આજે આઠ માસ જેવો સમય થયો તે પૈકી માત્ર 11 દુકાનદારો સામે જ પોલીસ ફરિયાદ કરેલ અને તેમાં પણ 10 ફરિયાદમાં તપાસનીશ અધિકારી તેના રાઈટર અને પુરવઠાના અધિકારી, કર્મચારીઓએ ગોઠવણ કરી, ફરિયાદ દાખલ કરી સરકારનાં અને ગરીબોનાં રેશનિંગ ચોરો-કાળા બજારીયા અને જેનો સોફટવેરથી આ બધી કરોડોના રેશનિંગનાં સરકારનાં ઘઉં, ચોખા, ખાંડ, મીઠુ અને કેરોસીનનો જથ્‍થો બારોબાર વેંચી મારી રાજય સરકારની તિજોરીનેકરોડોનું નુકશાન પહોંચાડી સરકારની ગરીબલક્ષી યોજના રફે-દફે કરી નાખેલ છે. જે અમરેલીમાં રેશનિંગ સબબ પોલીસ ફરિયાદ દાખલ થયેલ તેવી જ સુરત પોલીસમાં 8 ફરિયાદ દાખલ થયેલ જેમાં હાલ સુધી કોઈ આરોપીને જામીન થયેલ નથી. તો એક જ રાજયનાં બે જિલ્‍લામાં આવી બાબત પાછળ તપાસમાં આર્થિક-નાણાંકીય કે રાજકીય દબાણ સિવાઈ શકય નથી.

વધુમાં જણાવેલ છે કે, (1) જે મૃતક લોકોનાં રેશનિંગ કાર્ડ ચાલું કરનાર મામ. પુરવઠા અને તલાટી અભિપ્રાય હોય તેની તપાસ થવી. રેશનકાર્ડ એ.પી.એલ.માંથી બી.પી.એલ. કે એ.એ.વાય. બન્‍યું તો તેના અભિપ્રાય કરનાર કર્મચારી અને મંજૂર કરનાર મામલતદારની તપાસ થવી. (ર) રેશનિંગની દુકાનો અગાઉ અનેકવાર માત્ર લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરી ભીનું સંકેલી દેવાયું છે તેની તપાસ થવી. (3) જે દુકાનમાં ખોટા કાર્ઠ કે લાભાર્થીની હાજરી વગર જથ્‍થો અપાયો હતો તેમાં 4થી 10 કાર્ડ ધારકના નામ-પુરાવા આપ્‍યા તેટલી જ તપાસ કેમ કરી ? આખી દુકાનમાં રહેલ તમામ કાર્ડની તપાસ કેમ ના કરી ? તેની તપાસ થવી. (4) અમરેલી જિલ્‍લાની પોલીસ ઘ્‍વારા પકડેલ સરકારનો રેશનિંગનો જથ્‍થો અમરેલી પુરવઠાના છેલ્‍લા ર વર્ષમાં લાખોનો પુરવઠાને ઘઉં, ચોખા, કેરોસીન વિગેરે સોંપેલ તેની તપાસમાં પોલીસ ફરિયાદ કેમ દાખલ ના કરાવી તેની તપાસથવી. (પ) અમરેલી તાલુકાનાં રીકડીયા ગામનાં રેશનિંગમાં તા. 31/7/17નાં ગેરરીતિ મળી તેમાં પોલીસ ફરિયાદ શા માટે દાખલ ના કરી ? તેની તપાસ થવી. (6) રેશનિંગની 10 પોલીસ ફરિયાદમાં એકપણ આરોપીની પોલીસે ધરપકડ ના કરી તેના કોર્ટમાં આગોતરા જામીન થવા દીધા અને આરોપીના જવાબોમાં ભભઅમોએ રેશનિંગ ચોરી કરી પણ પક્ષીને ચણ નાખી દેતાભભ તેવા જવાબ આપેલા. તેવા જવાબ છતાં પુરવઠાને ના ખુલાશો પુછાયો તેની તપાસ થવી. (7) સુરત કેસમાં આવી જ ફરિયાદમાં સોફટવેર વેંચનાર, તમામની ધરપકડ થઈ તો અમરેલીના કેસમાં કેમ પગલા નથી તેની તપાસ થવી. (8) અમરેલી જિલ્‍લામાં કરોડોની ચોરી રેશનિંગનાં જથ્‍થાની થઈ તો પુરવઠા અધિકારી-પુરવઠા ઈન્‍સ., પુરવઠા મામ., તાલુકા સામે કોઈ ખાતાકીય તપાસ કે પગલા નથી ભરાયા તેની તપાસ થવી. (9) અમરેલી પુરવઠા વિભાગમાં વર્ષોથી ઘણા અધિકારી, કર્મચારી ફરજ બજાવે છે તેની પણ તપાસ થવી અને જવાબદારી નકકી કરી પગલાં ભરવા અંતમાં માંગ કરેલ છે.


પેટ્રોલ-ડીઝલનાં ભાવોને લઈને રોષની આંધી

આગામી તહેવારોમાં ગરીબો અને મઘ્‍યવર્ગીય પરિવારો પરેશાન થશે

પેટ્રોલ-ડીઝલનાં ભાવોને લઈને રોષની આંધી

સોશ્‍યલ મીડિયામાં ભાજપ સરકાર પર ટીકાઓનો વરસાદ થઈ રહૃાો છે

અમરેલી, તા. 18

યુપીએ સરકારનાં શાસનમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનો પ્રબળ વિરોધ કરનાર ભાજપનાં આગેવાનો આજે શાસનમાં છે અને પેટ્રોલ-ડીઝલનાં ભાવો ઐતિહાસિક રીતે વધી રહૃાા હોય દેશની જનતામોંઘવારીમાં સપડાઈ ચુકી હોય છતાં પણ ભાજપનાં આગેવાનો હવે ભાવ વધારાનો લુલો બચાવ કરી રહૃાાં છે.

ભાજપ સરકારનાં પ્રધાનો કહે છે કે, પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા કે ઘટાડા પાછળ સરકારની કોઈ ભૂમિકા નથી. તો યુપીએનાં શાસનમાં શું કામ ભાવ વધારા સામે હંગામો મચાવવામાં આવતો હતો તેનો ખુલાશો કોઈ કરતું નથી.

પેટ્રોલ-ડીઝલનાં ભાવો સતત વધી રહૃાા હોય આગામી નવરાત્રી, દશેરા, દીવાળીનાં તહેવારોમાં મોંઘવારી ગરીબ અને મઘ્‍યમવર્ગીય પરિવારોની હાલત બગાડશે તેમાં શંકાને સ્‍થાન નથી.

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી ટ્રાન્‍સપોર્ટેશન ખર્ચ વધવાથી અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રુટ, સુકો મેવો, ડેકોરેશન, કપડા સહિતની જીવન જરૂરી ચીજવસ્‍તુઓનાં 10થી લઈને 30 ટકા વધારો થવાની સંભાવનાં જોવા મળી રહી છે.

એક તરફ મોંઘવારી બેકાબુ બની છે તો બીજી તરફ બેરોજગારીએ પણ ઉપાડો લીધો હોય ભાજપ સરકાર શું કરે છે તેની દેશની જનતાને ખબર પડતી નથી. અચ્‍છે દિનનાં સપનાઓ જનતા જનાર્દનનાં ચકનાચુર થઈ રહૃાા હોય તેવું સ્‍પષ્‍ટ જોવા મળી રહૃાું છે.

ભાજપ સરકાર જનતા જનાર્દનનાં હિતમાં નકકર કાર્યવાહી નહી કરે તો આગામી તમામ ચૂંટણીઓમાં જનતા ભાજપને પરાજયનો સ્‍વાદ ચખાડશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.


અમરેલીમાં લીલીયા માર્ગનીરેલ્‍વે ફાટકે ટ્રેન હડફેટે આવી જવાથી મહિલાનું મૃત્‍યુ

મૃતક મહિલા પરપ્રાંતીય હોવાનું બહાર આવ્‍યું

અમરેલી, તા.18

અમરેલી શહેરની મઘ્‍યમાં આવેલ લીલીયા રોડ રેલ્‍વે ફાટક નજીક આજે સવારે 7 વાગ્‍યાના સુમારે ભુરીબેન ભનુભાઈ નામની રપ વર્ષીય પરપ્રાંતીય મહિલાનું ટ્રેન હડફેટે આવી જતા ગંભીર ઈજાથી તેણીનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે અકસ્‍માત છે કે આત્‍મહત્‍યાનો તે અંગે રેલ્‍વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


લીલીયા મોટાનાં બુટલેગર ઘનશ્‍યામ ડેરની પાસા તળે અટકાયત કરાઈ

જિલ્‍લા મેજીસ્‍ટે્રટના હુકમનાં આધારે ભુજની પાલારા જેલમાં ધકેલી દેવાયો

અમરેલી, તા.18

લીલીયા મુકામે રહેતા ઘનશ્‍યામ ઉર્ફે ઘનો વિહાભાઈ ડેર, વિરૂઘ્‍ધ પુરતા પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી મારફતે જિલ્‍લા મેજીસ્‍ટેટ અમરેલી તરફ મોકલી આપતાં પ્રોહિબીશન પ્રવૃતિને કારણે યુવાધન દારૂના સેવનની લતે ચડી આર્થિક અને શારિરિક પાયમાલી તરફ ધકેલતું હોય અને અવી પ્રવૃતિથી સમાજનો વિકાસ રૂંધાતો હોય તેની આવી સમાજ વિરોધી પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જિલ્‍લા મેજીસ્‍ટે્રટ આયુષ ઓકએ ઘનશ્‍યામ ઉર્ફે ઘનો વિહાભાઈ ડેર, વિરૂઘ્‍ધ પાસાનું વોરંટ ઈસ્‍યુ કરતાં પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અમરેલીએલ.સી.બી. તથા એસ.ઓ.જી.ટીમે કુખ્‍યાત બુટલેગરને અમરેલી મુકામેથી પકડી પાડી પાસા વોરંટની બજવણી કરી, પુરતા પોલીસ જાપ્‍તા સાથે પાલાર (ભુજ) ખાસ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.

કુખ્‍યાત બુટલેટરનો ગુન્‍હાહિત ઈતિહાસ :- ઘનશ્‍યામભાઈ ઉર્ફે ઘનો વિહાભાઈ ઉર્ફે વિસાભાઈ ડેર, રહે.લીલીયા (મોટા) લાઠી રોડ, આદર્શ સોસાયટી, તા.લીલીયા, જિ. અમરેલી વાળા વિરૂઘ્‍ધમાં સને – ર01પ થી ર018 દરમ્‍યાન મોટા પાયે ભારતીય બનાવટના વિદેશી દારૂના કબ્‍જા તેમજ હેર-ફેર કરવા અંગેના સાત ગુન્‍હાઓ નોંધાયેલ છે. અને ઉલ્‍લેખનીય છે કે ઘનશ્‍યામ વિહાભાઈ ડેરને તેની આવી પ્રવૃતિના લીધે જ સને-ર016માં વડોદરા મઘ્‍યસ્‍થ જેલ ખાતે પાસામાં ધકેલાયો હતો. ત્‍યાંથી છુટયા બદ પણ તેની પ્રોહિબીશન લગત અસામાજીક પ્રવૃતિ બંધ નહી કરતા ફરી વખત પાસા તળે અટકાયતમાં લેવામાં આવેલ છે.

આમ, આવા માથાભારે અને પ્રોહિ પ્રવૃતિ કરતાં ઈસમો સામે પાસા તળે કાર્યવાહી કરી જેલ હવાલે કરી આવા અસામાજીક પ્રવૃતિ કરતાં ઈસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.


વીજપડી ગામે દવા પરત નહી લેતાં વેપારીને ગાળો અને મારી નાંખવાની ધમકી

તે જ ગામનાં રત્‍ન કલાકાર સામે નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા. 18

સાવરકુંડલા તાલુકાનાં વીજપડીગામે રહેતાં અને મેડીકલ સ્‍ટોર ચલાવતાં મનોજભાઈ રસીકલાલ નગદીયા નામનાં વેપારીની દુકાનેથી તે જ ગામે રહેતાં અને હીરા ઘસવાનો ધંધો કરતાં રહીમ ઉર્ફે ટીકુડો મહેબુબભાઈ બેલીમ નામનાં યુવકે દવાની બોટલ મંગાવેલ જે બોટલ પરત કરવા આવતાં પરંતુ દવાનું ઢાંકણું ખોલી દવાનો ઉપયોગ કરેલો હોવાથી વેપારીએ બોટલ બદલાવી આપવાની ના પાડતાં રત્‍ન કલાકાર ઈસમે ઉશ્‍કેરાઈ જઈ બીભત્‍સ ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં  નોંધાઈ છે.


ચલાલા, સાવરકુંડલા ગામેથી તરૂણીને ભગાડી જવાતા પોલીસમાં ફરિયાદ

અલગ અલગ બનેલા બનાવમાં પોલીસ તપાસ શરૂ

અમરેલી, તા. 18

ચલાલા ગામે રહેતી એક 1પ વર્ષની સગીરવયની તરૂણીને, ચલાલા ગામે આવેલ માર્કેટયાર્ડ સામે રહેતો વિપુલ લખુભાઈ નામનો શખ્‍સ ગત તા.4/9 નાં રોજ લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરિયાદ તરૂણીની માતાએ ચલાલા પોલીસમાં નોંધાવી છે. જયારે બીજા બનાવમાં સાવરકુંડલા ગામે રહેતી એક 17 વર્ષની તરૂણીને કોઈ અજાણ્‍યો ઈસમ ગત તા.1પનાં રોજ લલચાવી ફોસલાવી બદકામ કરવાનાં ઈરાદે ભગાડી ગયાની ફરિયાદસાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાઈ છે.


બાબરાનાં ખંભાળા ગામે વૃદ્ધાને 4 જેટલા શખ્‍સોએ ઈજા કરી

 

ફરિયાદ પરત ખેંચવા બાબતે બન્‍યો બનાવ

અમરેલી, તા. 18

બાબરા તાલુકાનાં ખંભાળા ગામે રહેતી રૈયાબેન કરશનભાઈ ચૌહાણ નામનાં 6ર વર્ષિય વૃઘ્‍ધાનાં ખેતરમાં અગાઉ તે જ ગામે રહેતાં સુરા મસાભાઈ નામનાં પશુપાલકનાં     માલઢોર ખેતરમાં ચરાવી નુકશાન કરેલ તે બાબતની ફરિયાદ કરેલ જે ફરિયાદ પાછી ખેંચી લેવા બાબતે આ વૃઘ્‍ધાને સુરા મસાભાઈ તથા ત્રણ અજાણ્‍યા ઈસમોએ ગત તા.1પનાં રાત્રે ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી જાનથી મારી નાંખવા ધમકી આપતાં આ અંગે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


રાજુલામાં તત્‍વજયોતિમાં દર્શન કરવા ગયેલા આધેડને છૂટા પથ્‍થર મારી ઈજા

એક વર્ષ અગાઉ થયેલા મનદુઃખનાં કારણે બન્‍યો બનાવ

અમરેલી, તા. 18

રાજુલામાં તત્‍વજયોતિમાં રહેતાં મનસુખભાઈ નાનજીભાઈ નામનાં 4ર વર્ષિય આધેડને એક વર્ષ અગાઉ ત્‍યાં જ રહેતાં ગોપાલભાઈ ભરતભાઈ    મળી સાથે માથાકૂટ થયેલ તે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે સાંજના સમયે મનસુખભાઈ તત્‍વજયોતિમાં પોતાનાં કુળદેવી માતાજીનાંમઢે દર્શન કરવા જતાં ગોપાલભાઈ સહિત 8 જેટલાં લોકોએ છૂટા પથ્‍થરનાં ઘા મારી માથાનાં ભાગે ઈજા કર્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.


રોષ : વડીયાનાં બસ સ્‍ટેન્‍ડમાં વિદ્યાર્થીઓએ એસ.ટી. બસને રોકી

વાંચે ગુજરાત, ભણે ગુજરાતની વાસ્‍તવિકતા

રોષ : વડીયાનાં બસ સ્‍ટેન્‍ડમાં વિદ્યાર્થીઓએ એસ.ટી. બસને રોકી

અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓ પરેશાન

વડીયા, તા. 18

ગોંડલ ડેપોની બસમાં ઢુંઢીયા પીપળીયાથી વડિયા અભ્‍યાસ કરવા આવતા વિદ્યાર્થીને દરરોજ મોડુ થતું હોય આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં એસ.ટી. બસ ટાઈમસર નહીં આવતા આજે વિદ્યાર્થીઓ ર્ેારા વડીયા બસ સ્‍ટેન્‍ડ પર થોડીવાર માટે ચક્કાજામ કરવામાં આવેલ હતું. બાદમાં વડીયા પોલીસે આવી મામલો થાળે પાડયો હતો. પોલીસે વિદ્યાર્થીને સમજાવી સ્‍કૂલે રવાના કરી હતી.


અમરેલી શહેરમાં ટાવર ચોકમાં પાણીની રેલમ છેલ

              અમરેલી શહેરમાં આજે સાંજના સમયે વગર વરસાદે પાણીની રેલમ છેલ થતાં લોકોમાં ભારે આશ્ચર્ય ઉભુ થવા પામ્‍યું હતું. અમરેલીના ટાવર ચોકમાં દાણા બજારમાં થોડા સમય પહેલા ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્‍યું હોય ત્‍યારે આ કામ દરમિયાન જ પીવાના પાણીની લાઈન ડેમેજ થઈ હોય, અને આ કારણોસર આજે બહારપરા વિસ્‍તારમાં પાલિકાએ પાણી વિતરણ શરૂ કરતા ડેમેજ થયેલી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ ઉપર વગર વરસાદે પાણીની રેલમ છેલ થતાં આવિસ્‍તારમાંથી પસાર થતા શહેરીજનો તથા વેપારીઓમાં આ બનાવને લઈ ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જો કે આ અંગેની જાણ નગરપાલિકાના વોટર વર્કસને કરવામાં આવતા પાણી વિતરણ બંધ કરી દેવામાં આવ્‍યું હતું.


લીલીયા બૃહદગીરમાં ગુમ થયેલ બાળ સિંહ શોધવામાં વનતંત્ર નિષ્‍ફળ

વન અધિકારીને જાણ કરવામાં આવી હતી છતાં

લીલીયા બૃહદગીરમાં ગુમ થયેલ બાળ સિંહ શોધવામાં વનતંત્ર નિષ્‍ફળ

પર્યાવરણ અને સિંહ પ્રેમીઓમાં રોષ

લીલીયા, તા.18

લીલીયા બ્રહૃદગીરની વયોવૃઘ્‍ધ અને ગૌરવ શાળી ગણાતી રાજમાતા સિંહણે પાંચ માસ પુર્વે બ્રહૃદગીરી વિસ્‍તારમાં સિંહ બાળને જન્‍મ્‍ આપ્‍યો હતો. જેને લઈ ગ્રીન એમ્‍બેસેડર જીતેન્‍દ્રભાઈ તળાવીયા, પર્યાવરણક્ષેત્રે કામગીરી કરતા કાર્યકર્તાઓ અને સ્‍થાનિક લોકો આનંદનીલાગણી છવાય જવા પામેલ પરંતુ થોડા દિવસો બાદ રાજમાતા  સિંહણે સાથે ખેલકુદ કરતું સિંહબાળ નજરે ન પડતું હોવાની ચર્ચાઓ જોર પકડયું હતું. જેથી સ્‍થાનિક પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મનોજ જોષીએ તા.17/7/ર018ના રોજ જિલ્‍લા વન અધિકારીને પત્ર લખી રાજમાતા સિંહણનાં નાનકડા સિંહબાળની હયાતીની ખરાઈ કરવા માંગણી કરેલ આ રજુઆત બાદ જવાબદાર તંત્ર હરકતમાં આવી આઠ થી દસ દિવસ સિંહબાળનું લોકેશન મેળવવા પ્રયાસો કરી સિંહબાળનું લોકેશન ન મળતા પ્રયાસો બંધ કરી દીધેલ આ અંગે જવબદાર અધિકારીને રૂબરૂ મળી સિંહબાળની હયાતી અંગે પુછતા આજદિન સુધી સિંહબાળનું લોકેશન મળેલ ન હોવાનું જણાવેલ તેવ સમયે વન તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહયા.


વીજપડીનાં આરોગ્‍ય કેન્‍દ્રમાં રાત્રીનાં સમયે સ્‍ટાફની ગેરહાજરીથી રોષ

જવાબદાર અધિકારીઓ યોગ્‍ય કરે તેવી માંગ

વીજપડી, તા. 18

સાવરકુંડલા તાલુકાનાં વીજપડી ગામમાં પ્રાઈમરી હેલ્‍થ સેન્‍ટર ર4×7 હોવા છતાં પણ છેલ્‍લા કેટલા સમયથી રાત્રી દરમ્‍યાન કોઈ સ્‍ટાફ હાજર ન રહેવાથી હેરાન થાય છે. હેલ્‍થ સેન્‍ટરમાં સાંજનાં 6 થી સવારનાં 8 વાગ્‍યા કોઈ પણ ડોકટર હાજર હોતા નથી જાણે તાળા લાગી ગયા હોય તેવું લાગે છે. અમુક ગરીબ દર્દી પાસે કોઈ ફોન કોન્‍ટેક કે કોઈ સગવડ ન હોય તેવા દર્દીઓએ ભગવાન ભરોસે રહેવું પડે છે, તેમને કોઈ તકલીફ થાય તો તેમની જવાબદારી કોની ? તેવા પ્રશ્‍નો ઉભા થાય છે. અમુક આગેવાનોએ અનેકવાર રજૂઆત કરવા છતાં આ લોકોનાં પેટનુંપાણી હલતું નથી અને કોઈ પણ પગલા લેવામાં આવતા નથી તો વીજપડી તેમજ વિસ્‍તારનાં લોકોની માંગણી છે કે વીજપડી પી.એ.સી.માં પૂરતો સ્‍ટાફ આપવામાં આવે તેમજ જે હાલાકી પડે છે, તે માટે લાગતા    વળગતા અધિકારીએ યોગ્‍ય પગલા લેવા અને તેનું નિરાકરણ લાવવું તેમજ આરોગ્‍ય સમીતી દરમહીને મીટીંગ પણ બોલાવતી નથી માહીતી પણ માંગેલ તે પણ આપેલ નથી. કમીટીનાં સભ્‍યો પોતપોતાની મનમાની ચલાવે છે. તેને મુડ આવે ત્‍યારે પોતાની રીતે પ્રમુખ બદલાવી નાખે છે. આરોગ્‍ય સમિતિ ઘણાં સમયથી ગેરરીતિ ચલાવે છે. તો જવાબદાર અધિકારીઓ આમાં રસ લઈ જરૂરી પગલા લેવા વીજપડીનાં રહેવાસી ર્ેારા જણાવવામાં આવે છે.


લીલીયા ગ્રામ્‍ય લક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની સામાન્‍ય સભા મળી

મોટી સંખ્‍યામાં સભાસદોની ઉપસ્‍થિતિમાં

લીલીયા ગ્રામ્‍ય લક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની સામાન્‍ય સભા મળી

સહકારી આગેવાન અરૂણભાઈ પટેલ, મગનભાઈ વિરાણી, બાબુભાઈ ધામત સહિતનાં આગેવાનો હાજર રહૃાા

લીલીયા, તા.18

લીલીયામાં અમરેલી માર્ગ પર આવેલ સુપ્રસિઘ્‍ધ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે ગ્રામ્‍ય લક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની ર4મી સામાન્‍ય સભા મંડળીના પ્રમુખ હિતેશભાઈ કારીયાની અઘ્‍યક્ષતામાં    મળી હતી. આ તકે સૌ પ્રથમ મંડળીના એમ.ડી. દિનેશભાઈ ભટ્ટ અને ઉપસ્‍થિત સૌ મહાનુભાવોનું શાબ્‍દીક સન્‍માન કરી આવકાર્યા હતા. ત્‍યારબાદ સામાન્‍ય સભામાં એજન્‍ડાનું વાંચન કરવામાં આવેલ. ત્‍યારબાદ મંડળીના પ્રમુખ હિતેશભાઈ કારીયાએ સહકારી આગેવાન અરૂણભાઈ પટેલ સહિતના આગેવાનનું પુષ્‍પગુચ્‍છથી સન્‍માન કરી સૌને આવકાર્યા હતા. અરૂણભાઈ પટેલ, મગનભાઈ વિરાણી, બાબુભાઈ ધામત, કિશોરભાઈ પાઠક, કેહુરભાઈ ભેડા, જીવરાજ પરમાર સહિતના આગેવાનોએ મંડળીની કામગીરીને બિરદાવી હતી. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ કાકડીયા, કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા, મગનભાઈદુધાત, ચોથાભાઈ કાસોટીયા, બાલાભાઈ ભરવાડ સહિતના આગેવાનો, અગ્રણીઓ ખાસ ઉપસ્‍થિત રહેલ. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંડળીના ઉપપ્રમુખ હરેશભાઈ સેજપાલ સહિતના ડાયરેકટરો અને       મંડળીના કર્મચારી અમીતભાઈ જોષી, દિપકભાઈ દવે, મહેશભાઈ દવે, મનીષભાઈ દવેએ જહેમત ઉઠાવી હતી.


અરે વાહ : બાબરા પંથકની પ્રાથમિક શાળાની શિક્ષણ ચેરમેનની ઓચિંતી મુલાકાત

ગુટલીબાજ શિક્ષકોમાં ફફડાટ ફેલાવતી ઘટના

અરે વાહ : બાબરા પંથકની પ્રાથમિક શાળાની શિક્ષણ ચેરમેનની ઓચિંતી મુલાકાત

જોકે શિક્ષકોની ગેરહાજરી બહાર ન આવી

બાબરા, તા.18

અમરેલી જિલ્‍લાના શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા બાબરા તાલુકાની પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત કરી શિક્ષણની ગુણવતા અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

બાબરા તાલુકાના કોટડાપીઠા બેઠકના જિલ્‍લા પંચાયતના સભ્‍ય અને નવ નિયુકત જિલ્‍લા શિક્ષણ સમિતિનાચેરમેનનો ચાર્જ સંભાળ્‍યા બાદ જિલ્‍લાની પ્રાથમિક શાળાઓમાં ઓચિંતી મુલાકાત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવતા ગુટલીબાજ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.

ત્‍યારે બાબરાની તાલુકા કન્‍યા શાળાની ચેરમેન દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરતા અહીં અંગ્રેજી માઘ્‍યમની ચાલતી તાલીમમાં પાંચ જે શિક્ષકો ગેરહાજર રહેતા ચેરમેન દ્વારા આ બારાની પૂછતાછ કરતા અહીં હાજર સીઆરસી મનોજભાઈ રાઠોડ દ્વારા જણાવ્‍યું હતું કે અંગ્રેજી વિષયની અહીં કન્‍યા શાળામાં ચાલતી તાલીમમાં ગેરહાજર શિક્ષકોને વાવડી ખાતે આયોજિત તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાની કામગીરીમાં મૂકવામાં આવેલ હોય જેથી ગેરહાજર રહયા છે.

જિલ્‍લા શિક્ષણ સમિતિ ચેરમેન દ્વારા અહીં કન્‍યા શાળાની શિક્ષણ અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કરી સંતોષ વ્‍યકત કર્યો હતો.

જિલ્‍લા શિક્ષણ સમિતિ ચેરમેન મીનાબેન કોઠીવાળની શાળા મુલાકાત દરમિયાન જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ, સીઆરસી મનોજભાઈ રાઠોડ,       શાળાના આચાર્યા દક્ષાબેન સરવાળીયા ઉપસ્‍થિત રહી ચેરમેનનું સ્‍વાગત કર્યું હતું.


રાજુલામાં ‘‘શહીદ-એ-કરબલા” મહેફિલે મહોરમનું ઠેર ઠેર શાનદાર આયોજન

               ઈસ્‍લામ ધર્મનાં મહાન પયગમ્‍બર અને અવલ આખિર નબી એવા (સ.અ.વ.)ના પ્‍યારા નવાસા યે ઈમામ હુસૈન અને ઈમામ હસન ત્‍થા 7ર શહીદોની યાદમાં ઉજવાતો તહેવાર એટલે મહોરમ ઉલ હરમ નિમિતે રાજુલામાં ઠેકઠેકાણે કે જયાં મુસ્‍લિમ વિસ્‍તારો આવેલા છે ત્‍યાં શાનદાર આયોજન જુદી જુદી કમેટીઓ ર્ેારા કરવામાં આવ્‍યું છે. નબીયે કરીમ (સ.અ.વ.)ના નવાસા અને 7રજાની સાર સાથીઓ કે જેમને પોતાના નાના જાનની ઉમ્‍મત અને ઈસ્‍લામ ધર્મને બચાવવા માટે થઈને મેદાને કરબલામાં દિવસ રાત ભૂખ્‍યા તરસ્‍યા રહીને શહીદી વ્‍હોરીને જેણે ઈસ્‍લામ ધર્મની શરતોનું પાલન કર્યુ તે શોહદા યે કરબલાની યાદમાં રાજુલામાં આવેલ મુસ્‍લિમ વિસ્‍તાર જેવાકે ડોલીનો પટ, બીડી કામદાર, તવકલનગર, સલાટવાડા સહિતનાં તમામ વિસ્‍તારો રોશનીથી શણગારીને તેમજ શબીલે હુસૈનમાં અવનવા રોજા(ફલોટસ) બનાવીને મૂકવામાં આવ્‍યા છે. તેમજ દિવસ દરમિયાન માસૂમ બાળકોનેશરબતો, દૂધ કોલ્‍ડ્રીંક સહિત નિયાજો તકસીમ (વિતરણ) કરવામાં આવે છે. અને મહિલાઓની મજલીસો કરવામાં આવે છે. અને રાત્રિ દરમિયાન બહારનાં (મુકરીરો) મૌલાનાઓ ર્ેારા મજલીસોમાં કરબલાનાં વાકિયાત બયાન કરવામાં આવી રહૃાા છે. અને સલાતો સલામ પેશ કરીને સાંભળવામાં આવી રહૃાા છે.અને બાદમાં નીયાજ તકસીમ કરાય છે. અને વિવિધ વિસ્‍તાર જેમકે મહંમદ અલી રોડ પર ગરીબ નવાજ ગ્રુપ બીડી કામદારમાં રજા ગ્રુપ અને હુસેની કમેટી ડોલી પટ વિસ્‍તાર હુસેની ગ્રુપ તેમજ તવકલનગરનું તાજિયા ગ્રુપ સહિતનાં જુદા જુદા ગ્રુપનાં મેમ્‍બરો દિવસ રાત જહેમત ઉઠાવી રહૃાા છે, ત્‍યારે આ પ્રોગ્રામોમાં ખાસ ઉપસ્‍થિત એવા પીર ઈકબાલ બાપુ, સાબિર બાપુ કાતર વાળા, જાકિર બાપુ, ભીખુ બાપુ, મહમદભાઈ ગાહા(ઓલ મુ.સ.પ્ર.) સહિત સમાજનાં અનેક આગેવાનો તેમજ સ્‍થાનિકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહે છે.


સત્તાધાર ધામની સ્‍વચ્‍છતા કરતાં બાપા સીતારામ ટ્રસ્‍ટનાં યુવાનો  

             અમદાવાદ સ્‍થિત યુવાનો હોલીડે- રજાના દિવસનો સુંદર ઉપયોગ કરી ગુજરાત ભરના ધર્મસ્‍થાનોની સફાઈ સેવા માટે પ્રસિઘ્‍ધ છે. દર રવિવારે કોઈ પણ એક દેવસ્‍થાન પસંદ કરી પોતાના સ્‍વ ખર્ચે પહોંચી જાય છે. પદ, પ્રતિષ્ઠા કે પ્રસિઘ્‍ધિની કોઈ પણ અપેક્ષા વગર ધર્મસ્‍થાનો ખૂણે ખૂણો ચકચકિત કરી દે છે. દિવસેપોતાનો વેપાર ધંધો, કામ, બિઝનેસ કરે છે અને રવિવારે ગુજરાતના કોઈ પણ એક ધર્મસ્‍થાનમાં સંપૂર્ણ સંકુલમાં પોતાના સ્‍વખર્ચે કચરા પોતા, સાવરણી, સાવરણા, સુપડા, ફીનાઈલ, એસીડ, ડસ્‍ટબીન સાથે મિલિટરી માફક વહેલી સવારે બસમાંથી ઉતરી ધર્મસ્‍થાનને એકદમ સ્‍વચ્‍છ અરીસા જેવું બનાવી દે છે. આ યુવાનોની વંદનીય સેવા ઉડીને આંખે વળગે તેવી છે. ગુજરાત ભરના ધર્મસ્‍થાનોમાં બગદાણા, અરણેજ, સોમનાથ, ભૂરખીયા, દ્વારકા સહિત દરેક ધર્મસ્‍થાનમાં રવિવારે સુંદર સેવા કરી રહયા છે.


19-09-2018