Main Menu

Tuesday, September 18th, 2018

 

અમરેલી જિલ્‍લામાં 30 સપ્‍ટે. અને 4 ઓકટોમ્‍બરે યોજાશે ખાસ ઝુંબેશ

અમરેલી, તા.17

ભારતના ચૂંટણી પંચ-નવી દિલ્‍હી દ્વારા તા.1 જાન્‍યુઆરી- ર019ની લાયકાતની તારીખનાં સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.

મતદાર યાદી સંબંધેના હકક-દાવા અને વાંધા રજુ કરવાનો સમયગાળો તા.1 સપ્‍ટેમ્‍બર-ર018 થી તા.1પ ઓકટોમ્‍બર-ર018 રાખવામાં આવેલછે.

તા.1 જાન્‍યુઆરી- ર019ના રોજ જે નાગરિકોની વય 18 વર્ષ કે તેથી વધુ હોય તે ફોર્મ નં.6 ભરી તેમનું નામ મતદારયાદીમાં દાખલ કરાવી શકશે. મતદારયાદીમાં મરણ થવાથી. સ્‍થાળાંતર થવાથી કે લગ્ન થવા જેવા કારણોસર કમી કરાવવા માટે ફોર્મ નં.7 ભરવાનું રહેશે. તેમજ જો કોઈ મતદાર તે જ વિધાનસભા મતદાર વિભાગમાં અન્‍ય સ્‍થળે સ્‍થાળાંતર કરાવેલ હોય તો તેઓએ ફોર્મ નં.8-ક ભરવાનું રહેશે.

આ માટે સંબંધિત મતદાન મંથકોએ હકક – દાવા અને વાંધા સ્‍વીકારવા માટેની ખાસ ઝુંબેશની તા.30 સપ્‍ટેમ્‍બર-ર018 (રવિવાર), તા.14 ઓકટોમ્‍બર- ર018 (રવિવાર) નિયત કરવામાં આવેલ છે.

જે તારીખોએ મતદાર તેમના મતદાન મથક ખાતે જઈ, બી.એલ.ઓ. મારફતે ફોર્મ રજુ કરી શકશે. તે સિવાય મતદાર ફોર્મ ભરવા ઈચ્‍છે તો તેના વિસ્‍તારમાં આવેલ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી કે કલેકટર કચેરી ખાતે ફોર્મ રજુ કરવા, જિલ્‍લા ચુંટણી અધિકારી અને કલેકટર કચેરી- અમરેલીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.


બગસરા તાલુકામાં પાછોતરા વરસાદનાં અભાવે જગતાત ચિંતામાં

મુંજીયાસર ડેમમાંથી પાણીછોડવા માંગ

બગસરા,તા.17

બગસરા વિસ્‍તારમાં વાવણીનાં અલ્‍પ વરસાદનાં લીધે ખેડૂતોને બબ્‍બે બખત વાવણી કરવી પડતાં શરૂથી જ મોઘા ભાવનાં બિયારણનાં માર પડેલ.

ત્‍યાર બાદ બે સારા વરસાદથી મુંજીયાસર ડેમમાં 16 ફુટ જેટલું પાણી આવતા ખેડૂતોમાં હરખ સમાતો ન હતો પરંતુ છેલ્‍લો વરસાદ ખેચાતા હાલ કપાસનો ઉભો પાક મુરજાઈ રભે છે જો આઠ દિવસમાં વરસાદ કે પિયત નહી મળે તો પાક નિષ્‍ફળ જતા ખેડૂતો 8 વર્ષ ભારે દેણામાં ડુબી જશે અને આખુ વરસ કાઢવુ મેશ્‍કેલ થઈ પડે તેવી સ્‍થિતિ આવી પડશે.

હાલમાં મુંજીયાસર પાણી ડેમમાં 14 ફુટ જેટલું પાણી છે. મુંજીયાસર ડેમનું પાણી ફકત સિંચાઈ માટે જ વપરાય છે ત્‍યારે તંગ દ્વારા યુઘ્‍ધનાં ધોરણે નિર્ણય લઈ કેનાલ દ્વારા પાણી છોડવામાં આવે તે જરૂરી થઈ પડયું છે. વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે.


વીજપડીનાં રાજકીય આગેવાન ખોટા દસ્‍તાવેજોનાં આધારે ખેડૂત બન્‍યા

તટસ્‍થ તપાસ થાય તો કડાકા-ભડાકાનાં એંધાણ

વીજપડી, તા.17

સાવરકુંડલાના વીજપડી ગામની સર્વે નંબરની ખાંભાના આર.ટી.આઈ. કાર્યકર ભીખુભાઈ બાટાવાળાએ સાવરકુંડલા મામલતદાર કચેરીના ઈ-ધરા શાખામાં માહિતી માંગતા ઈ-ધરા શાખા દ્વારા માહિતી આપવામાં ગલ્‍લા-તલ્‍લા કરાઈ રહયા છે.

વીજપડી ગામના રાજકીય ઓથ ધરાવતા શખ્‍સે ખોટા દસ્‍તાવેજથી ખેડૂત ખાતેદાર બની પરિવારોના તમામ શખ્‍સોને ખેડૂત ખાતેદાર બનાવી કરોડો રૂપિયાની જમીનના માલીક બની બિલ્‍ડીંગો સહિત ફાર્મ હાઉસ બનાવવાની જાણ થતા ખાંભાના આર.ટી.આઈ. કાર્યકરે ઉપરોકત સર્વે નંબરની માહિતી માંગતા રાજકીય ઓથ ધરાવતા શખ્‍સે સાવરકુંડલા મામલતદાર કચેરીની ઈ-ધરા શાખામાં વહીવટ કરી માહિતી ન આપવાની ગોઠવણ કરી લેતા ઈ-ધરા શાખા દ્વારા માહિતી આપવામાં ગલ્‍લા-તલ્‍લા કરાતા આર.ટી.આઈ. કાર્યકર ભીખુભાઈ બાટાવાળા દ્વારા સાવરકુંડલા પ્રાંત કચેરીમાં અપીલ કરતા વીજપડીમાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે.


જાફરાબાદનાં લોઠપુર ગામે સગા બે ભાઈઓ વચ્‍ચે મારામારી થતાં મામલો પોલીસમાં

અમરેલી, તા. 17

જાફરાબાદ તાલુકાનાં લોઠપુર ગામે રહેતાં અને ખેતિકામ કરતાં હાથીભાઈબચુભાઈ ધાખડા નામનાં 43 વર્ષિય ખેડૂતને પોતાનાં જ ભાઈ એવા કશુભાઈ બચુભાઈ ધાખડા સાથે મકાનની દીવાલ બાબતે મનદુઃખ ચાલતું હોય, જેથી ગત તા.1પનાં રાત્રીનાં સમયે કશુભાઈ તથા તેમની પત્‍નિ પ્રવિણાબેને ઉશ્‍કેરાઈ જઈ હાથીભાઈને લોખંડની ટી વડે તથા છૂટા પથ્‍થરોનાં ઘાકરી ઈજા કરી, ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ જાફરાબાદ પોલીસ સ્‍ટેશનમાં    નોંધાઈ છે.


સાવરકુંડલા ડેમપાસે વાડી વિસ્‍તારમાંથી અજગર પકડાયો

સાવરકુંડલા, તા.17

સાવરકુંડલા શહેરનાં સુકનેરા ડેમના પાળા પાસે બોધરીયાણી રોડ છેવાડાના વાડી વિસ્‍તારમાં અજગર જોવા મળતા ભયનું વાતાવરણ ફેલાયું હતું. અને વાડી વાળા ભાવેશભાઈ ભોળાભાઈ રબારીએ મયુરભાઈ ભેડાને ફોન કરતા તુરંત તેઓ વાડીમાં પહોંચી ગયા હતા. અને વન વિભાગને આ અંગેની જાણ કરી હતી. અને વન વિભાગની સાથે રહી ખુબ જ જહેમત બાદ અજગરને પકડી પાડયો હતો. આ અજગર 7 ફુટ 9 ઈંચ લાંબો હતો. અને વજન 11 કિલો હતું. આ અજગરને પકડવામાં મયુરભાઈની સાથે મુનાફભાઈ બેલીમ તથા ધૃવભાઈ કિલાવતે એમને સાથ આપ્‍યો હતો. અને આ અજગરને સુરક્ષીત રીતે પકડીને સાવરકુંડલા નોર્મલ રેન્‍જની ઓફીસે આર.એફ.ઓ. ભાટીયાને સોંપી દેવાયો હતો.


જાફરાબાદનાં લોઠપુર ગામે સગા બે ભાઈઓ વચ્‍ચે મારામારી થતાં મામલો પોલીસમાં

ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી

અમરેલી, તા. 17

જાફરાબાદ તાલુકાનાં લોઠપુર ગામે રહેતાં અને ખેતિકામ કરતાં હાથીભાઈબચુભાઈ ધાખડા નામનાં 43 વર્ષિય ખેડૂતને પોતાનાં જ ભાઈ એવા કશુભાઈ બચુભાઈ ધાખડા સાથે મકાનની દીવાલ બાબતે મનદુઃખ ચાલતું હોય, જેથી ગત તા.1પનાં રાત્રીનાં સમયે કશુભાઈ તથા તેમની પત્‍નિ પ્રવિણાબેને ઉશ્‍કેરાઈ જઈ હાથીભાઈને લોખંડની ટી વડે તથા છૂટા પથ્‍થરોનાં ઘા કરી ઈજા કરી, ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ જાફરાબાદ પોલીસ સ્‍ટેશનમાં    નોંધાઈ છે.


લાઠીમાં પિતા-પુત્ર પર છરી વડે હુમલો કરતાં ચકચાર

 

રાજકોટ, તા. 17

લાઠીનાં ખોડિયારનગરમાં રહેતાં મનિષ રમેશભાઈ ગોહેલ (ઉ.વ. ર1) અને તેના પિતા રમેશભાઈ ભાદાભાઈ ગોહેલ (ઉ.વ. 4ર) પર ગામનાં જ ભૂપત મકવાણા નામનાં શખ્‍સે છરીથી હુમલો કરી બંનેને પડખા, શરીરે છરીના ઘા ઝીંકી દેતાં લાઠી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

મનિષ બે ભાઈમાં નાનો છે. તેના કહેવા મુજબ તે હીરા ઘસવાનું કામ કરે છે,અને તેના પિતા રમેશભાઈ સેન્‍ટીંગ કામ કરે છે. પોતે ગઈકાલે સાંજે પડોશમાં સિમંત પ્રસંગ હોઈ ત્‍યાં પરિવારજનો સાથે હાજર હતો. આ વખતે ભૂપતે મશ્‍કરીમાં ગાળો દેતાં તેને ગાળો દેવાની ના પાડતાં પોતાને બટકુ ભરી લેતાં લોહી નીકળ્‍યા હતાં. આ વખતે પિતા રમેશભાઈ દોડી આવ્‍યા હતા અને ભૂપતને ઠપકો આપી પોતાને દવાખાને લઈ જવા નીકળ્‍યા ત્‍યાં ભૂપત ફરીથી છરી લઈને આવ્‍યો હતો અને પોતાને તથા પિતા રમેશભાઈને ઘા ઝીંકી દીધા હતાં.

હોસ્‍પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે લાઠી પોલીસને જાણ કરી હતી.


ધારીનાં હરીપરા ગામે ખેડૂત આધેડને 3 શખ્‍સોએ લાકડી વડે માર માર્યો

અમરેલી, તા. 17

ધારી નજીક આવેલ હરીપરા ગામે રહેતાં અને ખેતિ કામ કરતાં ભરતભાઈ વલ્‍લભભાઈ અંટાળા નામનાં 46 વર્ષિય ખેડૂત ગત તા.14 નાં રોજ બપોરે પોતાનાં ખેતરમાં પાણી વાળતાં હતા ત્‍યારે આરોપી જીતેન્‍દ્ર માવજીભાઈ તથા ચેતનભાઈ સહિત ત્રણેયે ત્‍યાં આવી જીતેન્‍દ્રએ મોટરનો ફયુઝ કાઢી લેતાં જેથી ખેડૂતે તેમને પૂછેલ કે મોટર કેમ બંધ કરી, જેથી આ ત્રણેય શખ્‍સોએ ઉશ્‍કેરાઈ જઈ ખેડૂત આધેડને લાકડી અને ઢીકાપાટુનો માર મારી ઈજા કર્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.


બાબરા ગામે પતિને પત્‍નિએ માથામાં ઈંટ મારી ઈજા કરી

 

પત્‍નિ અન્‍ય યુવક સાથે ઘરમાંથી નિકળતાં બન્‍યો બનાવ

અમરેલી, તા. 17

બાબરાનાં કરીયાણા રોડ ઉપર રહેતાં અજયભઈ ઉર્ફે અરજણભાઈ ગોરાભાઈ ખુમાણને તથા તેમના પરિવારને તેમનાં પત્‍નિ રેખાબેન ઉપરનાં ચારિત્ર્ય અંગે શંકા જતાં ગઈકાલે ઘરનું બારણું ખોલતાં તેમાંથી તેમની પત્‍નિ રેખાબેન તથા દિપુ નરેશભાઈ નામનાં ઈસમ સાથે નિકળતાં જેથી ઉશ્‍કેરાઈ જઈ પત્‍નિ રેખાબેનતથા આ દિપુ નરેશભાઈએ અજયભાઈને માથામાં ઈંટ મારી દીધી હતી જયારે અન્‍ય આરોપીએ બચકુ ભરી ઈજા કર્યાની ફીરયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


અમરેલી જિલ્‍લાનાં બિન અનામત વર્ગનાં લાભાર્થીઓને વિવિધ લોન સહાય મળશે

વધુ વિગત માટે બહુમાળી ભવન ખાતેની કચેરીનો સંપર્ક કરો

અમરેલી, તા.17

બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજયના વતની હોય તેવા બિન અનામત વર્ગના લાભાર્થીઓ માટે તા.1/4/18ની અસરથી લોન/સહાયની યોજનાઓનો અમલ કરવાનું સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા નકકી કરવામાં આવ્‍યું છે. જેમાં (1) શૈક્ષણિક અભ્‍યાસ યોજના (ર) વિદેશ અભ્‍યાસ યોજના (3) ટયૂશન સહાય (4) જી, ગુજકેટ, નીટ માટે પરીક્ષા કોચીંગ સહાય (પ) સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે તાલીમ સહાય (6) સ્‍વરોજગારલક્ષી યોજનાઓ (7) સ્‍નાતક તબીબ, વકીલ, ટેકનીકલ સ્‍નાતક માટે બેંકલોન પર વ્‍યાજ સહાયનો સમાવેશ થાય છે.

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમદ્વારા અમલમાં મૂકેલ આ યોજનાઓની વિસ્‍તૃત વિગતો તેમજ યોજનાના ફોર્મ નિગમની વેબસાઈટ ઘ્‍ઘ્‍ઘ્‍ઈ ન્‍ગ્‍ભ્‍ભ્‍મ્‍ભઈ ન્‍ગ્‍વ્‍બ્‍ચ્‍બ્‍ત્‍ઈ ન્‍:-ઈ ય્‍દ્યમાં ઉપલબ્‍ધ છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્‍છુક ઉમેદવારોએ નિગમની આ વેબસાઈટ પર જઈ કભઝભ્‍?ભ્‍ળમઃઘ્‍દ્યઃિબ્‍મ્‍ ):ચ્‍? ઓપન કરવાથી જુદી જુદી યોજનાઓ જોઈ શકાશે. તેમજ જે યોજનાઓનો લાભ મેળવવા ઈચ્‍છતા હોય તેની પર કલીક કરવાથી તે યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. જે ફોર્મની પ્રિન્‍ટ મેળવી ભરેલું ફોર્મ જરૂરી દસ્‍તાવેજો સહિત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, અમરેલી બહુમાળી ભવન, ત્રીજા માળે, સી-બ્‍લોક, 310, અમરેલી કચેરીમાં રજૂ કરવાનું રહેશે.

આ અંગેની માહિતી ગાંધીનગર કચેરીના હેલ્‍પલાઈન ફોન નંબર 079ર3ર- પ8684 અને અમરેલી જિલ્‍લા કચેરીના ફોન નંબર 0ર79ર- રર3ર9ર છે.


ઉજજડ જગ્‍યાએ એક મંદિર પાસે લઈ બાંધી દઈ મોબાઈલ લુંટી લીધો

બગસરાનાં યુવકને જામકા ગામનો શખ્‍સ અપહરણ કરી લઈ ગયો

ઉજજડ જગ્‍યાએ એક મંદિર પાસે લઈ બાંધી દઈ મોબાઈલ લુંટી લીધો

અમરેલી, તા. 17

બગસરા ગામે રહેતાં યુસુફભાઈ ઈબ્રાહીમભાઈ ચૌહાણ નામનાં 3પ વર્ષિય યુવકને બગસરા તાલુકાનાં જામકા ગામે રહેતાં હકુભાઈ કહોર નામનાં ઈસમે રૂા.ર હજાર ઉછીનાં પેટે આપેલા જે પૈકી રૂા.1 હજાર પરત આપી દેવાયા બાદ ગઈકાલે બપોરે આરોપી હકુભાઈકહોરે આ રૂપિયા 1 હજારની ઉઘરાણી કરતાં ભોગ બનનાર યુસુફભાઈએ હાલ પૈસા ન હોય, મહોરમનાં તહેવાર પછી આપી દેવાનું કહેતાં આરોપીએ પોતાના મોટર સાયકલમાં યુવકને બેસાડી દઈ ગાળો આપી જામકા ગામ પાસે એક ઉજજડ જગ્‍યાએ આવેલ એક મંદિર પાસે લઈ જઈ હાથ-પગ બાંધી દઈ તથા લોખંડનાં પાઈપ વતી માર મારી મોબાઈલ ફોન સીમકાર્ડ કાઢી લઈ ગયાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાવી છે.


ધરા અષ્‍ટમી નિમિત્તે ધરાનાં દર્શન

              અમરેલીનાં ચિત્તલ રોડ ઉપર આવેલ સિઘ્‍ધી વિનાયક સોસાયટીમાં આવેલ ભગવાન ગણેશજીનાં મંદિરમાં ગણેશોત્‍સવ ચાલી રહયો છે જયાં દરરોજ અલગ અલગ પ્રકારેભગવાન ગણેશજીને શ્રૃંગાર કરવામાં આવે છે ત્‍યારે ગઈકાલે ધરા અષ્ઠમી નિમિત્તે ખાસ ધરાનો શૃંગાર કરવામાં આવેલ હતો. આજનાં આ દર્શન કરવા માટે આજુબાજુની સોસાયટીનાં લોકો દર્શન માટે ઉમટી પડયા હતા.


અમરેલીની પાઠક સ્‍કૂલમાં ‘‘ગણેશોત્‍સવ”ની આસ્‍થાભેર ઉજવણી

              અમરેલીમાં આવેલી પાઠક સ્‍કૂલમાં ધોરણ પ થી 9 ના વિદ્યાર્થીઓ ર્ેારા વિઘ્‍નહર્તા, શિવ પાર્વતીનાં પુત્ર, ને રિદ્ધિ-સિદ્ધિનાં સ્‍વામી ગજાનન ગણેશજી પૂજન, અર્ચના કરવામાં આવી ને વિદ્યાર્થીઓ ર્ેારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું. જેમાં અનિલભાઈ ભટ્ટ, બલભદ્રસિંહ પરમાર, અવંતિકાબેનનાં માર્ગદર્શન આપવામાં આવેલ હતું.


ધારીમાં એડી.સેશન્‍સ કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્‍યો

            ધારીમાં સેશન્‍સ કોર્ટનો આરંભ કરવામાં આવ્‍યો હતો. એડી. સેશન્‍સ જજ, હાઈકોર્ટના જજ, વકીલો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. તેમજ ધારી વિસ્‍તારના પત્રકારોને હવે સેશન્‍સ કોર્ટ માટે રાજુલા જવાની ઝંઝટમાંથી મુકિતમળશે. ધારીમાં ર016માં નવા કોર્ટ બિલ્‍ડીંગની શરૂઆત બાદ બે વર્ષના ટૂંકા ગાળામાં સેશન્‍સ કોર્ટનો પ્રારંભ થતા રાજુલા કોર્ટમાં પેન્‍ડીંગ 1100 જેટલા કેસો ધારી ટ્રાન્‍સફર થશે. આ તકે ઉપસ્‍થિત એડી. સેશન્‍સ જજ શ્રી શાહે પોતાના વકતવ્‍યમાં જણાવ્‍યું હતું કે, ઝડપી ન્‍યાય આપવો અને કોર્ટ કેસનો ભરાવો ઓછો કરવો મોટી ચેલેન્‍જ છે. સરકાર તથા હાઈકોર્ટના ઝડપી ન્‍યાય આપવાના અભિયાન રૂપે જિલ્‍લા તથા તાલુકા કક્ષાએ ઝડપી ન્‍યાય મળી રહે તે હેતુથી નવી કોર્ટ બનાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ધારીમાં સેશન્‍સ કોર્ટનો આરંભ કરવામાં આવ્‍યો છે. આ તકે સેકન્‍ડ એડીશનલ જજ ધારી એસ.એમ. ટાંકે જણાવ્‍યું હતું કે લોકોને સ્‍થાનિક કક્ષાએથી ન્‍યાય મળી રહે તેવા હેતુથી અહીં સેશન્‍સ કોર્ટ ચાલુ કરવામાં આવી છે. ભભજસ્‍ટીસ એટ યોર ડોર સ્‍ટેપભભના અભિયાનના ભાગરૂપે આ કોર્ટ કાર્યરત કરવામાં આવી છે. જેમાં બગસરા, ખાંભા અને ધારીના લોકોને આ કોર્ટનો લાભ મળશે. બંધારણમાં પણ લોકોને ઝડપી ન્‍યાયનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે. તો વકીલોએ પણ પત્રકારોને જલ્‍દી ન્‍યાય મળે તેવો હકારાત્‍મક અભિગમ અપનાવવો જોઈએ. આ તકે સમગ્ર જિલ્‍લામાંથી વકીલો ઉપસ્‍થિત રહયા હતા. તેમજ ધારી બાર એસોસિએશનના પ્રમુખ વી.એ. વાળાએ આભારવિધિ કરી હતી. તેમજ ધારીના વકીલદિલીપભાઈ મુછાળા, રાહુલભાઈ જોષી, કબીરભાઈ ચાવડા, દિવ્‍યાંગભાઈ રામાણી, શેર મહમદભાઈ જામ, સી.ડી. દવે, રવિ જોષી, રવિભાઈ વાળા, ફારૂકભાઈ સૈયદ, આનંદ ચાવડા, દુર્ગેશ ઢોલરીયા, સરોજબેન જોષી, ઈમરાનભાઈ ગગનીયા સહિતના વકીલો, સરપંચ, ગામજનો, આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. ધારીમાં સેશન્‍સ કોર્ટનો આરંભ કરવામાં મહત્‍વપૂર્ણ ફાળો આપનાર હાઈકોર્ટના જજ બી.એન. કારીયા ખાસ ઉપસ્‍થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વકીલ આનંદભાઈ ચાવડાએ કર્યું હતું.


અવસાન નોંધ

અવસાન નોંધ

વીજપડી : મુસ્‍લીમ (સિપાઈ મરણ) : મરહુમ હુસેનભાઈ નનુભાઈ ખોખરનાં ઔરત મેરૂનબેન હુસેનભાઈ ખોખર (ઉ.વ. 60) તા.16/9 ને રવિવારે ખુદાની રેહમતમાં પહોચી ગયેલ છે. મરહુમા મેરૂનબેન તે ઈકબાલભાઈ હુસેનભાઈ (પંચરવાળા) તેમજ ભીખુભાઈ હુસેનભાઈ ખોખર (ગુજરાત પાન) વાળાનાં વાલીદા થાય છે. તેમજ હાજી અકબરભાઈ, ફીરોજભાઈ શેખ, અનવર (જાકુભાઈ શેખ) ઈનુસભાઈ શેખ વિજપડીનાં મામી થાય છે. તેમની જીયારત તા.18/9 મંગળવાર (આજરોજ) સવારે 10 વાગ્‍યે જુમા મસ્‍જીદે તેમજ ઔરતોની તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

સાવરકુંડલા : ગં. સ્‍વ. ભાનુબેન જગજીવનદાસ પડીયા (ઉ.વ. 80) તે ખુશાલભાઈ જયસુખભાઈ, અરવિંદભાઈના માતુશ્રી તથા સ્‍વ. ભુપતભાઈ જમનાદાસ છાટબાર, ધીરજલાલ જમનાદાસ છાટબારનાં બેન, દેવાંગ, ચીરાગ, સાગરનાં દાદી તા. 13/9 નાં રોજ અવસાન પામેલ છે.

સાવરકુંડલા : (મેમણ મરણ) મર્હુમ હાજી સલીમભાઈ અ.સતારભાઈ પોપટીયા તે રફીકભાઈ, ફારૂકભાઈ તથા અશરફભાઈ પોપટીયા ભંગારવાળાના નાનાભાઈનું  તા.16/9/18ના રોજ સાવરકુંડલા મુકામે દુઃખદ અવસાન થયેલ છે.

મર્હુમની જિયારત તા.19/9 ને બુધવારે સવારે 10 થી11 વાગ્‍યા સુધી મદીના મસ્‍જિદ સાવરકુંડલા ખાતે રાખેલ છે. ઔરતોની જિયારત તેમના નિવાસસ્‍થાને પઠાનફળી સાવરકુંડલા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : ( પટેલ મરણ ) ભીખુભાઈ ભીમજીભાઈ રાદડિયા (લીખાળા વાળા, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ, પુર્વ માર્કેટિંગ યાર્ડ પ્રમુખ,      લિખાળા સેવા સહકારી મંડળીના પ્રમુખ, જ્ઞાતિ તેમજ સામાજિક અગ્રણી) (ઉ.વ.78) નું તા.16/9/18 ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

કુંકાવાવ મોટી : મોટી કુંકાવાવ નિવાસી દામજીભાઈ જીવરાજભાઈ પાંચાળા (ભાણાભાઈ) (ઉ.વ.78) તે ભરતભાઈ, પ્રવિણભાઈ તથા જીવતીબેનના પિતાજી તેમજ ધીરૂભાઈ પ્રફુલભાઈ મેર (નવાગઢ જેતપુર)ના સસરાનું તા.1ર/9ના રોજ અવસાન થયેલ છે.

ગારીયાધાર :  ઠક્કર શિવલાલ મોહનલાલ જોબનપુત્રા (ઉ.વ.78) તે સ્‍વ. ડાયાભાઈ, સ્‍વ. નંદલાલભાઈ સ્‍વ.ચુનીભાઈ ત્‍થા હિંમતભાઈ, સ્‍વ.મનસુખભાઈના નાનાભાઈ તથા રતીભાઈ અને હંસાબેન હરજીવનદાસ કકકડ (રાજકોટ) ના મોટાભાઈ તેમજ ચિ.ઉમેશભાઈના તથા જાગૃતિબેન મહેન્‍દ્રકુમાર (સુરત)ના તથા વંદનાબેન મયુરકુમાર (અમરેલી)ના પિતાશ્રી તા.17/9/ર018ને સોમવારે શ્રીજીચરણ પામ્‍યા છે. તેમનું ઉઠમણું (સાદડી) તા. ર0/9/ર018ને ગુરૂવારે બપોર પછી 4 થી 6 હરિઓમ હોલ શંભુ શેરી, ગારીયાધાર ખાતે રાખેલ છે.


વાંકીયાસ્‍વામિનારાયણ વિદ્યાલય ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

               ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર, જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્‍લા શિક્ષણાધિકારીની કચેરી તથા સ્‍વામિનારાયણ વિદ્યાલય વાંકીયાના સંયુકત ઉપક્રમે વલ્‍લભી શાળા વિકાસ સંકુલ અમરેલીનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન-ર018/19 સ્‍વામિનારાયણ વિદ્યાલય વાંકીયા ખાતે યોજાયું હતું. એસ.વી.એસ. કક્ષા ગણિત વિજ્ઞાન પ્રદર્શન-18/19માં માઘ્‍યમિક તથા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાના બાળવિજ્ઞાનીઓને પ્રોત્‍સાહન આપવા વાંકીયા ગામ કેળવણી મંડળના પ્રમુખ તથા ઔદ્યોગિક રત્‍ન બાબુભાઈ પેથાણી તથા જિલ્‍લા શિક્ષણાધિકારી જાદવે ઉપસ્‍થિત રહીને દીપ પ્રાગટય કરી પ્રદર્શનને ખુલ્‍લુ મૂકયું હતું. કાર્યક્રમના પ્રારંભે શબ્‍દોથી સૌનું સ્‍વાગત પ્રિન્‍સિપાલ સી.પી. ગોંડલીયાએ કર્ર્યુ હતું. તથા વિજ્ઞાન શાખામાં કારકિર્દી ઘડતરમાં આવા પ્રદર્શનનું મહત્‍વ સમજાવીને તાલુકા ભરમાંથી આવેલ બાળવિજ્ઞાનીઓને ઉપસ્‍થિત પ્રમુખ બાબુભાઈ પેથાણી તથા જાદવે અભિનંદન આપીને શુભેચ્‍છા પાઠવી હતી. સ્‍વામિનારાયણ વિદ્યાલય વાંકીયા ખાતે આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન-18/19માં તાલુકા પંચાયતના પ્રમુખ નિરજભાઈ અકબરી, કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ અકબરી, તા.પં. પૂર્વ સભ્‍ય દિલુભાઈ વાળા, સહકારી મંડળીના પ્રમુખ ચતુરભાઈ રાદડીયા,તાલુકાની માઘ્‍યમિક તથા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાના આચાર્યો, સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા ગ્રામજનો શિક્ષક ભાઈ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડે કચ્‍છ વિસ્‍તારની મુલાકાત લીધી

           બાવકુભાઈ ઉંઘાડે ખારેકની ખેતી કરતા ખેડૂતો સાથે વાતચીત કરી અલગ અલગ ખારેકની જાત વિશે જાણકારી મેળવેલ. તેમજ ખારેકના પાકમાં કયુ કયુ ખાતરનો ઉપયોગ થાય છે તે અંગે ખેડૂતો પાસેથી માહિતી મેળવી હતી. તેમજ કચ્‍છની ખારેક મીઠી કેમ અને કયા સમયે થાય છે તે અંગેની જાણકારી પણ ખેડૂતો પાસેથી મેળવી હતી. તેમજ કચ્‍છમાં જયાં ખારેક થાય છે તે વિસ્‍તારની મુલાકાત લઈ ખારેક વિશે જરૂરી માહિતી મેળવી અને ખારેકનું ઉત્‍પાદન, વેચાણ ખર્ચ તેમજ ખારેક ગુજરાત સિવાય બીજા કયા રાજયોમાં અને વિદેશમાં નિકાસ કરાય છે. તેમજ ખારેકની કેટલી જાતો હોય છે અને વધુ વેચાણ કઈ ખારેકનું થાય છે. તેમજ બાવકુભાઈએ મીઠી મધુરી ખારેકનો સ્‍વાદ તેમના મિત્રો સાથે માણ્‍યો હતો. સાથે સાથે કચ્‍છના રણ વિસ્‍તારમાં રહેતા લોકો સાથે પણ વાતચીત કરી હતી અને સરહદ પર પણ મુલાકાત કરેલ હતી.


સાવરકુંડલામાં શ્રી કૃષ્‍ણ ગૌશાળા દેવળાગેઈટનાં નવા ગૌસદનનું ભૂમિપૂજન તેમજ ખાતમુર્હૂત

               સાવરકુંડલાના દેવળાગેઈટ ખાતે આવેલ શ્રી કૃષ્‍ણ ગૌશાળામાં નવા ગૌસદનનું ભૂમિપૂજન તેમજ ખાતમુર્હૂત કરવામાં આવ્‍યું. આ ગૌસદનનો સંપૂર્ણ ખર્ચ ગૌપ્રેમી જયોતિબેન કનૈયાલાલ દોશી ઉના વાળા હાલ અમેરિકા દ્વારા ઉઠાવેલ છે. આ દાન લાવવા માટે ત્રંબકલાલ દોશી પરિવાર નિમિત બન્‍યા. પૂજા વિધિમાં અરવિંદભાઈ સલોત બેઠા હતા. તેમણે સંસ્‍થાને કાયમી તિથિ યોજના હેઠળ રૂપિયા અગિયાર હજાર એકસો અગિયારનું દાન આપ્‍યું. આ ગૌસેવા કાર્યમાં વરિષ્ઠ પત્રકાર પ્રદિપભાઈ દોશી, જયંતિભાઈ વાટલીયા, કમલેશભાઈ મગીયા, હરેનભાઈ ઉપાઘ્‍યાય સાવરકુંડલા ન.પા. ઉપપ્રમુખ ભાવેશભાઈ હિંગુ, એ.બી. યાદવ, ભદ્રેશભાઈ દોશી, રવિન્‍દ્રભાઈધંધુકીયા તેમજ કૃષ્‍ણ ગૌશાળાના પ્રમુખ અને કારોબારી તેમજ દેવળાગેઈટના ગૌપ્રેમીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. ગૌસદનની માહિતી ગૌશાળાનો પરિચય તેમજ આભાર વિધિ શ્રી કૃષ્‍ણ ગૌશાળાના મંત્રી બળવંતભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ.


18-09-2018