Main Menu

Sunday, September 16th, 2018

 

અમરેલીની સાયન્‍સ અને આર્ટસ કોલેજ ખાતે હિન્‍દી-વિભાગ ર્ેારા હિન્‍દી દિવસની ઉજવણી

ગુજરાતનાં મુખ્‍યમંત્રી જીવરાજ મહેતા ર્ેારા સ્‍થાપિતસંસ્‍થા ભભવિદ્યાસભાભભ ર્ેારા સંચાલિત કમાણી સાયન્‍સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે હિન્‍દી-વિભાગનાં વિદ્યાર્થીઓ ર્ેારા આજરોજ સંસ્‍થામાં હિન્‍દી દિવસનાં કાર્યક્રમનું આયોજન થયું હતું. સર્વ પ્રથમ હિન્‍દી વિભાગનાં અઘ્‍યક્ષ ડો. આર.એમ. રાઠોડે હિન્‍દી દિવસનાં મહત્‍વ વિશે વિસ્‍તારથી વાત કરી હતી. હિન્‍દી ભાષા રાષ્‍ટ્રની એકતાનો આધાર છે. કોઈ પણ દેશ રાષ્‍ટ્રભાષા વગર પાંગળો ગણાય આજના હિન્‍દી દિવસનાં અવસરે વકૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન થયું હતું. વકૃત્‍વ સ્‍પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ હતા જોષી દેવાંગ, દેવમુરારી રઘુવીર, ચૌહાણ મહેબૂબા અને નાગલા સેજલ આજનાં કાર્યક્રમનું આયોજન કરવામાં તથા સફળ બનાવવામાં મહેનત કરનાર વિદ્યાર્થીઓ હતા- સોલંકી બકુલ, મોરે મયુર, હિરાણી નૈતિક, તથા હર્ષદ વગેરે.


લાઠી-લીલીયા પંથકની ‘‘ગાગડીયો” નદીમાં પાણી ભરો

સૌની યોજના અંતર્ગત પાણી ભરવા માંગ

લાઠી-લીલીયા પંથકની ‘‘ગાગડીયો” નદીમાં પાણી ભરો

ગાગડીયા નદી અને તળાવોમાં પાણી ભરવામાં આવે તો અનેક ગામોને ફાયદો થઈ શકે તેમ છે

અમરેલી, તા. 1પ

લીલીયાનાં જાગૃત્ત નાગરિક મનજો જોષીએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જીલ્‍લાનાં લાઠી-બાબરા-લીલીયા તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી પસાર થતી ગાગડીયો નદીનો સૌની યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. તેની અમલવારી કરી ગાગડીયો નદીમાં તાકીદે સૌની યોજનામાંથી પાણી ભરવામાં આવે તેવી સમગ્ર વિસ્‍તારનાં લોકોની માંગ છે.

વધુમાં જણાવેલ છે કે, હરીકૃષ્‍ણ એક્ષ્પોર્ટના માલીક સવજીભાઈ ધોળકીયાએ સમગ્ર અમરેલી જીલ્‍લાની પ્રજા માટે પોતાના આર્થિક સહયોગ અને પુરૂષાર્થથી નમુનેદાર રીવરફ્રંટ ગાગડીયો નદી પર બનાવી અમારા જીલ્‍લાની પ્રજાને નવું પ્રવાસન સ્‍થળ આપેલ છે. જેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહૃાા છે. તેવા સમયે બાબરા-લાઠી વિસ્‍તારમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ પડેલ છે. જેને લઈ એકપણ વાર ગાગડીયો નદીમાં વહેણમાં એકપણ વાર વરસાદી પાણી જથી આવ્‍યા. જેને લઈ સવજીભાઈ ધોળકીયાએ બનાવેલ તમામ સરોવરો ખાલી પડયાછે. તેવા સમયે દાતા પરિવાર ઘ્‍વારા બનાવવામાં આવેલ ગાગડીયો નદી પરના તમામ સરોવરોમાં સૌની યોજનામાંથી યુઘ્‍ધના ધોરણે પહોંચાડી જળ સંગ્રહ કરવામાં આવે તો લાઠી, અકાળા, દુધાળા, પ્રતાપગઢ, ટોડા, મતીરાળા, કૃષ્‍ણગઢ, લુવારીયા સહિતના ર0 જેટલા ગામોનાં પાણીથી મોટો ફાયદો થાય તેમ છે. જેને લઈ સમગ્ર પંથકમાં લોકોને પીવાના પાણી અને ખેડૂતોને ખેતી પાકમાં મોટો ફાયદો થાય તેમ છે. તો તાકીદે સૌની યોજનાની અમલવારી કરી આપના સ્‍થાનેથી યોગ્‍ય કાર્યવાહી કરી ગાગડીયો નદીના વહેણ અને સરોવરોમાં સૌની યોજનામાંથી પાણી પહોંચાડવામાં આવે તો હરીકૃષ્‍ણ એક્ષ્પોર્ટના માલીક સવજીભાઈ ધોળકીયાની સરોવર બનાવવાની લાગણી અને આપની કામગીરીની યશકલગીમાં વધારો થશે અને લોકોની સમસ્‍યા હલ થશે.

તો તાકીદે યોગ્‍ય કાર્યવાહી કરી અમરેલી જીલ્‍લાની ગાગડીયો નદીમાં સૌની યોજના તળે પાણી પહોંચાડો તેવી સમગ્ર વિસ્‍તારના લોકો વતી માંગ કરે છે.


આંબા ગામ નજીક શેત્રુંજી નદીમાંથી રેતીની ચોરી કરતો ઈસમ ઝડપાયો

રૂા. પોણા બે લાખ ઉપરાંતનો મુદ્યામાલ કબ્‍જે લીધો

અમરેલી, તા.1પ

લીલીયા ગામે રહેતા સાગર તુલસીભાઈ ડાભી નામનો ર4 વર્ષીય યુવક ગઈકાલે પોતાના હવાલાવાળા ટ્રેકટરમાં આંબા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાંથી વગર લીઝ અને પાસ પરમીટ વગર રેતી ટન-3 ભરતો હોય, પોલીસે રૂા. 1,76,પ00ના મુદામાલ સાથે તેમને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


સાવરકુંડલાની નાવલી નદીનાં પુલ નીચે જુગાર રમતાં 4 શખ્‍સો ઝડપાયા

અર્ધા લાખ ઉપરાંતનો મુદ્યામાલ કબ્‍જે લેવાયો

અમરેલી, તા. 1પ

સાવરકુંડલા ગામે રહેતાં ઉસ્‍માનભાઈ કાસમભાઈ ચૌહાણ, ઈકબાલભાઈ અમીભાઈ ગોલ, ભુપતભાઈ ઉગાભાઈ મોરી, તથા બાબુભાઈ સાજીભાઈ કાજીનામનાં ચારેય ઈસમો ગઈકાલે સાંજનાં સમયે સાવરકુંડલા ગામે નાવલી નદીનાં પુલ નિચે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોય, પોલીસને બાતમી મળતાં દરોડો પાડી રોકડ રકમ રૂા.10380 તથા મોટર સાયકલ-1 મળી કુલ રૂપિયા પ0,380નાં મુદ્યામાલ સાથેઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ચાવંડથી લાઠી માર્ગ ઉપર વિદેશી દારૂનો જથ્‍થો પોલીસે ઝડપી લીધો

વાડીએ આરોપી હાજર ન હોય શોધખોળ આદરી

અમરેલી, તા. 1પ

લાઠી તાલુકાનાં ચાવંડ ગામે રહેતાં મહેશ ઉર્ફ લાલો ગોરખભાઈ વાણીયાની લાઠી રોડ ઉપર આવેલ વાડીમાં વિદેશી દારૂ છુપાવ્‍યો હોવાની બાતમી લાઠી પોલીસને મળતાં પોલીસે દરોડો કરી વાડીની ઓરડીમાં છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 96 કિંમત રૂા.ર8800નો ઝડપી લીધો હતો જયારે આરોપી મહેશ ઉર્ફે લાલો હાજર મળી આવેલ ના હોય, તેમની શોધખોળ આદરી છે.


જાફરાબાદની વીજ કચેરીમાં નાણાકીય ગોલમાલ કરનાર કર્મચારીને ઝડપી લેવાયો

પોલીસે બાતમીનાં આધારે રૂપિયા 97 હજારની રકમની ઉચાપત કરનારને દબોચી લીધો

જાફરાબાદ, તા. 1પ

જાફરાબાદ ટાઉન પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.ર.નં.08/ર018 આઈ.પી.સી. ક.406, 409, 4ર0 મુજબનો ગુન્‍હો તા.19/03/ર018 ના રોજ ગુન્‍હો રજી. થયેલ હોય અને આ કામનો આરોપી રામભાઈ ભીમાભાઈ કટારીયા, રહે. વેરાવળ-જાફરાબાદ મુકામે પી.જી.વી.સી.એલ. કચેરીમાં સીનીયર આસીસ્‍ટન્‍ટ (કેશ) તરીકે ફરજ બજાવતા હોય તેમની ફરજ દરમ્‍યાન તા.ર8/0ર/ર018 ના રોજ ગ્રાહકનાં વીજ બીલની રકમ કર્મચારીઓ ર્ેારા વસુલ કરવામાં આવેલ છે. જે 96 રસીદની રકમ રોકડ રૂપિયા 97,740ની બેન્‍કમાં જમા કરાવવાનાં બદલે પોતાના અંગત ઉપયોગ માટે રકમ જમા નહી કરાવી પોતાના અંગત ઉપયોગમાં લઈ બારોબાર જતા રહી રકમની ઉચાપત કરીસરકારી નાણા ઓળવી જઈ ગુન્‍હો કરી આજદિન સુધી નાસતો ફરતો હોય જેને પૂર્વ બાતમી આધારે આજરોજ પકડી પાડી કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં જાફરાબાદ પો.સ્‍ટે.નાં પોલીસ ઈન્‍સ્‍પેકટર આર. ટી. ચનુરાની સૂચનાથી પીએસઆઈ આર.યુ.ધામા તથા પીએસઆઈ કે. જે. વાળા તથા અના.હેડ.કોન્‍સ. આઈ. એલ. ગોહીલ તથા પો.કોન્‍સ. અજયભાઈ વાઘેલા તથા પ્રવિણભાઈ મકવાણા જોડાયેલ હતા.


લીલીયાનાં સનાળીયામાં રહેણાંક મકાનમાંથી દીપડાને ઝડપી લેવાયો

પાડીનું મારણ કરતા વનકર્મીઓ દોડી ગયા

લીલીયાનાં સનાળીયામાં રહેણાંક મકાનમાંથી દીપડાને ઝડપી લેવાયો

લીલીયા મોટા, તા.1પ

લીલીયા તાલુકાનાં      સનાળીયા ગામની સીમમાં પાછલા કેટલાક દિવસોથી દિપડો માલધારીઓ અને ખેડૂતોને સતાવી રહયો હતો. જેને લઈ પાછલા કેટલાક દિવસોથી વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવા કવાયત હાથધરી હતી. ગત રાત્રીના સ્‍થાનિક અરજણભાઈ વાડદોરીયાના રહેણાંક મકાનમાં પાછળના ભાગે પાડીનું મારણ કરતા વન વિભાગનો જાણ કરતા સ્‍થાનિક ફોરેસ્‍ટર ખાંભલા, ટ્રેકટર અમજદભાઈ કુરેશી, રાજુભાઈ ખુમાણ, નારણભાઈ કાસોટીયા, રાજુભાઈ બેરા સહિતના સ્‍ટાફ કર્મચારીઓ ઘટના સ્‍થળે દોડી આવી દિપડાને પાજરે પુરી ગીર અભ્‍યારણમાં છુટો કરવા લઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્‍યું હતું.


ભીંગરાડ ગામે ખેતિકામ કરતી મહિલાને ઝેરી વીંછીએ દંશ મારતા મોત

અમરેલી, તા. 1પ

લાઠી તાલુકાનાં ભીંગરાડ ગામે રહેતી જાખબાઈ મુન્‍નાભાઈ ચૌહાણ ગઈકાલે બપોરે ભાગીયું રાખેલ, વાડીમાં કપાસ વાવેલો હોય, અને તેમાં ઘાસનું નિંદવાનું કામ કરતાં હતાત્‍યારે અચાનક જ ઝેરી વિંછીએ તેણીને દંશ મારતાં તેણીને ઝેરી અસર થતાં સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડાયેલ, જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.


બલાણામાં પાણીમાં ડૂબી જવાથી 3 તરૂણીઓનાં મૃત્‍યુ : મૃતકમાં બે સગ્‍ગી બહેન હોવાથી પરિવારજનો પર આભ તુટી પડયું

જાફરાબાદ પંથકમાં અરેરાટી ઉભી કરતી ઘટના

બલાણામાં પાણીમાં ડૂબી જવાથી 3 તરૂણીઓનાં મૃત્‍યુ

મૃતકમાં બે સગ્‍ગી બહેન હોવાથી પરિવારજનો પર આભ તુટી પડયું

અમરેલી, તા. 1પ

જાફરાબાદ તાલુકાનાં બલાણા ગામે રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતાં મોહનભાઈ સોમાતભાઈ પરમારની બે પુત્રીઓ દીપીકાબેન (ઉ.વ. 1ર), નાનીબેન (ઉ.વ. 9) તથા તેમની સાથે મંજુલાબેન લાખાભાઈ બાંભણીયા (ઉ.વ. 9) આજે બપોરે બલાણા ગામે આવેલ તળાવમાં ન્‍હાવા માટે ગયેલ ત્‍યારે અકસ્‍માતે આ ત્રણેય તરૂણીઓ ઉંડા પાણીમાં ગરક થઈ જતાં અને આ બનાવની જાણ મામલતદારને કરાતાં સરપંચ તથા ગામનાં તરવૈયા ઘ્‍વારા આ ત્રણેયની પાણીમાં શોધખોળ આદરી હતી. લોકોએ મહા મહેનતે આ ત્રણેય તરૂણીઓનાં મૃતદેહને પાણીની બહાર કાઢયા હતા જેમને જાફરાબાદ 108 ઘ્‍વારા પીએમ માટે ખસેડાયા હતા.

મૃતક તરૂણીઓમાં બે સગ્‍ગી બહેનોનો સમાવેશ થતો હોય ખોબા જેવડા બલાણા ગામમાં આ બનાવથી શોકનો માહોલ છવાયો હતો.


બાબરામાં સમસ્‍ત બ્રહ્મસમાજ ર્ેારા આયોજિત ગણપતિ મહોત્‍સવમાં બ્રહ્મસમાજનાં આગેવાનોએ દર્શનનો લાભ લીધો  

              બાબરામાં ગાયત્રી મંદિર ખાતે સમસ્‍ત બ્રહ્મસમાજ ર્ેારા ગણપતિ મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જેનો બાબરા સમસ્‍ત બ્રહ્મસમાજનાં લોકો દર્શન અને આરતીનો લાભ મોટી સંખ્‍યામાં લાભ મેળવી રહૃાા છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાનાં નવ નિયુકત બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી તુષારભાઈ જોષી, રોહિતભાઈ મહેતા અને રજનીકાંત રાવલ સહિતનાં આગેવાનો ગણેશ ઉત્‍સવમાં પધારી ગણપતિ દાદાનાં દર્શન કરી પૂજન અર્ચન કરવામાં આવ્‍યું હતું.આ તકે બાબરા સમસ્‍ત બ્રહ્મસમાજનાં યુવા અગ્રણીઓ ર્ેારા તમામ આગેવાનોનું ભવ્‍યસ્‍વાગત કરી સન્‍માન કર્યુ હતું. બાબરા તાલુકાનાં ધરાઈ ગામનાં બાલમુકુંદજીના મુખ્‍યાજી મિતુલભાઈ જોશી અને જનકભાઈ જોષી વિશેષ ઉપસ્‍થિત રહૃાાં હતાં અને તમામ આગેવાનોનું સન્‍માન કર્યુ હતું. આ તકે અમરેલી જીલ્‍લાનાં સમસ્‍ત બ્રહ્મસમાજનાં પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી ર્ેારા બાબરા સમસ્‍ત બ્રહ્મસમાજની કામગીરી અને કાર્યક્રમને આવકારી અભિનંદન પાઠવ્‍યા હતા. આ તકે બ્રહ્મસમાજનાં અગ્રણી નરૂભાઈ ત્રિવેદી, મનોજભાઈ કનૈયા, હિરેનભાઈ દવે, કનુભાઈ જોશી, વસંતભાઈ તેરૈયા, નરેશભાઈ ઉપાઘ્‍યાય, વિપુલભાઈ ત્રિવેદી, પી. પી. જોશી,નરેન્‍દ્રભાઈ રાવળ, પંકજભાઈ ઈન્‍દ્રોડિયા, કુલદિપભાઈ ભટ્ટ, જગદીશભાઈ મહેતા, મૌલિકભાઈ, રમેશભાઈ, બોનીભાઈ સહિતનાં સ્‍થાનિક યુવાનો ઉપસ્‍થિત રહૃાા હતા.


અમરેલી જિલ્‍લામાં અપુરતા વરસાદથી જગતાત ચિંતામાં

કપાસનો પાક નિષ્‍ફળજવાની દહેશત ઉભી થઈ

અમરેલી જિલ્‍લામાં અપુરતા વરસાદથી જગતાત ચિંતામાં

મોંઘવારી, બેરોજગારી અને દુષ્‍કાળ જેવી હાલતથી સૌ કોઈ પરેશાન થઈ રહૃાા છે

સાવરકુંડલા, તા. 1પ

સાવરકુંડલા પંથકમાં કપાસના પાકનો પુરતો વિકાસ નહી થતાં ખેડૂતોની સારા પાકની આશા પર પાણી ફરી વળી રહેલ હોવાનું વર્તાઈ રહૃાું છે.

ચાલું વર્ષ દરમિયાન અમરેલી જીલ્‍લામાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડતા વરસાદના અભાવે કપાસ, મગફળી સહિતના પાકને લઈ જગતનો તાત નિરાશા અનુભવી રહૃાો છે. સૌરાષ્‍ટ્રમાં સૌથી વધુ કપાસનું વાવેતર અમરેલી જીલ્‍લામાં થાય છે. અમરેલી જીલ્‍લામાં ચાલું વર્ષે કપાસ સહિત મગફળી, બાજરી, તલ, શાકભાજી, ઘાસચારો મળી કુલ પ,પ6, 46ર હેકટરમાં વાવેતર થયું છે.

જીલ્‍લામાં તાલુકા વાઈઝ થયેલ વાવેતર જોઈએ તો સાવરકુંડલામાં 8ર,3પ0, રાજુલામાં 46,146, લાઠીમાં પ3પ70, ધારીમાં 696પ7માં કપાસનું વાવેતર થયું છે. પ લાખથી વધુ હેકટરમાં થયેલ વાવેતરમાં સૌથી વધુ વાવેતર કપાસનું 37પ179, મગફળીનું 1ર6ર73, બાજરીનું ર708, તલનું 4411, શાકભાજીનું 4394 અને ઘાસચારો 33477 હેકટરમાં વાવેતર થયેલ છે. પરંતુ પાણીના અભાવે સૌથી વધુ નુકશાન કપાસના પાકને થઈ રહૃાું છે. ઓછા વરસાદના કારણે હાલ તમામ પાકને સારા વરસાદની તાતીજરૂરીયાત વર્તાઈ રહી છે. સાવરકુંડલાના આંબરડી ગામના ખેતરોના કુવાઓમાં જયાં સુધી પાણી હતું ત્‍યાં સુધી જરૂરીયાત પ્રમાણે પાકને પાણ અપાતા. હવે કુવાઓ પણ ખાલી થઈ રહૃાા છે. એક બાજુ ઈંધણ મોંઘુ થઈ રહૃાું છે સાથે ખેતી પણ મોંઘી થઈ છે તો બીજી તરફ સિંચાઈનું પણ પાણી નહી મળતા પાકને નુકશાન થઈ રહૃાું છે. સતત નિષ્‍ફળ જતાં પાકને બચાવવા સરકાર સકારાત્‍મક અભિગમ અપનાવે તેવી આંબરડીના ખેડૂત અગ્રણી જયસુખભાઈ           કસવાળા, બાવચંદભાઈ ચોડવડીયા, ગોરધનભાઈ શેલડીયા સહિત ખેડૂતો ઘ્‍વારા માંગ કરાઈ રહી છે.


સાવરકુંડલા પંથકમાં પડેલા વરસાદથી મુરઝાતી મૌલાતને નવજીવન મળ્‍યું

અમરેલી, તા. 1પ

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા કેટલાંય દિવસોથી લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહૃાાં છે ત્‍યારે આ મેઘો પણ ચોમાસાની વિદાયની તૈયારીઓ કરતોહોય તેવું વાતાવરણ ઉભું થતાં લોકો નિરાશ થયા છે, ત્‍યારે આજે સાંજનાં સમયે અચાનક વાતાવરણમાં પલટો આવી જતાં સાવરકુંડલા શહેર તથા આજુબાજુનાં વિસ્‍તારોમાં વરસાદ પડતાં જગતાતમાં આશાનું કિરણ જોવા મળી રહૃાું છે.

અમરેલી જિલ્‍લામાં વરસાદની ભારે ખેંચ ઉભી થતાં અને આગામી દિવસોમાં પીવાનાં પાી તથા ખેતરોમાં ઉભા પાકને નિષ્‍ફળ જવાની દહેશત વચ્‍ચે લોકો તથા જગતાત ચિંતામાં ગરક થયા હતા. તેવા સમયે સાવરકુંડલા શહેર તથા આજુબાજુનાં ગાધકડા, લીખાળા, વડાળ, ભેંકરા અને વંડા સહિતનાં ગામો તથા સીમ વિસ્‍તારમાં વરસાદ પડતાં ખેડૂતોમાં તથા લોકોમાં વધુ વરસાદ પડશે અને મુરઝાતી મૌલાત અને પીવાનાં પાણીનો પ્રશ્‍ન હલ થઈ જશે તેવી આશા બંધાય છે. આજના પડેલા વરસાદથી મુરઝાતી મૌલાતને હાલ તુરંત નવજીવન મળ્‍યાનું પણ જાણવા મળી રહૃાું છે.


અમરેલીનાં કેરિયા રોડ પર સાંસદ કાછડીયા સહિતનાં ભાજપીઓએ સ્‍વચ્‍છતાનું કાર્ય કર્યુ

સ્‍વચ્‍છતા હી સેવા” કહેવતને સાર્થક કરવાં માટે

અમરેલીનાં કેરિયા રોડ પર સાંસદ કાછડીયા સહિતનાં ભાજપીઓએ સ્‍વચ્‍છતાનું કાર્ય કર્યુ

અમરેલી, તા. 1પ

અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાની આગેવાનીમાં આજે શહેરનાં કેરીયા રોડ ઉપર સ્‍વચ્‍છતાં અભિયાનને આગળ ધપાવવા માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભજપનાં આગેવાનો કાર્યકર્તાઓએ માર્ગની સફાઈ કરીહતી.

અમરેલીનાં કેરીયા રોડ ઉપર આજે ભાજપનાં આગેવાનો ર્ેારા સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં સાંસદે નારણભાઈ કાછડીયા, અમર ડેરીનાં ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, ધીરુભાઈ ગઢીયા, રેખાબેન માવદીયા, પ્રેમજીભાઈ માધડ, હીરાભાઈ પડાયા સહિતનાં ભાજપી આગેવાનો જોડયા હતા અને માર્ગ ઉપરથી પડેલ કચરાને એકત્રીત કરી પાલીકાનાં ટ્રેકટરમાં ભરી ગંદકી દૂર કરી હતી.


અખિલ ગુજરાત લોહાણા સમાજનાં તેજસ્‍વી તારલાઓને સન્‍માનવાનો કાર્યક્રમ સંપન્‍ન

અમરેલી જિલ્‍લાનાં અનેક તારલાઓએ પણ મેદાન મારી ગૌરવ વધાર્યુ

અમરેલી, તા. 1પ

અખિલ ગુજરાત લોહાણા સમાજ ર્ેારા સુરત ખાતે સમસ્‍ત રઘુવંશી પરિવારનાં તેજસ્‍વી તારલાઓને સન્‍માનવા માટેનો એક ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રઘુવંશી સમાજનાં ગુજરાતભરમાંથી વિશિષ્‍ટ રીતે ઉચ્‍ચતર ગુણ મેળવી રઘુવંશી સમાજનું ગૌરવ વધારનાર રઘુકુળનાં સંતાનોએ તેજસ્‍વીનો ચમકારો બતાવેલ. તેમનુંભવ્‍યાતિભવ્‍ય સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતભરનાં રઘુકુળનાં પરિવારો સાથે અમરેલી જિલ્‍લાનાં પણ રઘુવંશી આગેવાનો ઉપસ્‍થિત રહૃાાં હતા.

ગુજરાતભરમાંથી 1000થી પણ રઘુકુળનાં સંતાનો સાથે અમરેલી જિલ્‍લામાંથી પણ અનેક તેજસ્‍વી તારલાનું પણ ત્‍યાં સન્‍માન કરવામાં આવેલ. જેમાં વિશિષ્‍ટ રીતે 10થી પણ વધુ રઘુકુળ સંતાનોનું વિશિષ્‍ટ સન્‍માન કરવામાં આવેલ. જેમાં અમરેલીનાં પત્રકાર મિલાપ રૂપારેલનાં પુત્રી જિનલબેન, સુધીરભાઈ રંગપરીયાનાં પુત્રી પિનલ તથા પુત્ર આદર્શ, ઉપરાંત રાયચા હેમાલીબેન હીતેશભાઈ, સાવરકુંડલા ગામનાં મિલન ઉલ્‍લાસભાઈ ઓંધીયા, હાર્દિક અજિતભાઈ સોઢા, અમરેલીનાં પોપટ ઘ્‍વનિ સંજયભાઈ, ઠક્કર પ્રણવ જીતેન્‍દ્રભાઈ તથા લીલીયા ગામનાં પરિતા ભાવેશભાઈ નાગ્રેચા, સેજપાલ શ્‍વેતા કીરીટભાઈ સહિત અનેક તેજસ્‍વી તારલાઓનું સન્‍માન મેળવી ગૌરવ વધાર્યુ હતું.


અમરેલીનાં ચિતલ રોડ પર સિઘ્‍ધી વિનાયક મંદિરમાં ગણપતિનાં અલૌકિક દર્શન

મોટી સંખ્‍યામાં ભકતજનો દર્શન માટે ઉમટી રહૃાા છે

અમરેલી, તા. 1પ

અમરેલીનાં ચિતલ રોડ ઉપર આવેલ સિઘ્‍ધિ વિનાયક મંદિર સોસાયટીનાં ગણેશજીનાં મંદિરમાં રિઘ્‍ધિ, સિઘ્‍ધિ, લાભ, શુભ સાથે ભગવાન ગણેશજી બિરાજતાં હોય ત્‍યાં ગણેશોત્‍સવ દરમિયાન દરરોજ અલગ અલગ અલૌકિક દર્શનની ઝાંખીકરવામાં આવેલ છે. ત્‍યારે ગઈકાલે આ ગણેશજીનાં મંદિરમાં ભગવાન ગણેશજીને ચોકલેટ ધરાઈ અને દર્શનની ઝાંખી કરાવી હતી જે તસ્‍વીરમાં દ્રશ્‍યમાન થાય છે.


16-09-2018