Main Menu

Friday, September 14th, 2018

 

રાજુલા પંથકમાં ઘેટા-બકરામાં ખરીનાં રોગથી પશુપાલકો ચિંતિત : મુખ્‍યમંત્રીને પત્ર પાઠવ્‍યો

દવાનો જથ્‍થો ન હોવાનું ચિકિત્‍સકનું ગાણું

રાજુલા પંથકમાં ઘેટા-બકરામાં ખરીનાં રોગથી પશુપાલકો ચિંતિત

જાગૃત પશુપાલકે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવ્‍યો

રાજુલા, તા.13

રાજુલા પંથકના જાગૃત પશુપાલક કનુભાઈ દુધરેજીયાએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, હાલ ચોમાસુ ચાલે છે. પશુને સામાન્‍ય રીતે ખરીના રોગ થતા હોય છે. જેના કારણે પશુ લુલા થાય છે અને આ રોગ શરૂ થયો છે. રાજુલા વિસ્‍તારમાં તુરંત રસીકરણ કરવામાં આવે. કાતર મુકામે આવેલ કેન્‍દ્રના પશુ ચિકિત્‍સકને મૌખિક તેમજ સેવાભાવી કાર્યકરોએ ટપાલ પણ લખેલ. પરંતુ ડોકટરને ટપાલનો જવાબ આપવાની ફુરસદ ન હોય તેવું લાગે છે. રજૂઆત કરીએ છીએતો એમ કહે છે કે સરકાર પાસે દવાનો બિલકુલ સ્‍ટોક નથી. કહેતા હોવ તો હું એકલો આવું આમ જવાબ મળે છે. તો ખરેખર લાંબા સમયથી દવા ન હોય તો સરકારમાં રજૂઆત કરવી કે સ્‍ટોક જાણકારી આપવી એ અધિકારીની જવાબદારી હોય કે નહીં ? અમો અભણ અને અશિક્ષિત હોવાથી અન્‍યાય સહન કરીએ છીએ. આ બાબતે ઉંડો રસ લઈ પશુને તુરંત સારવાર અને રસીકરણ કરવામાં આવે. જેથી આ વિસ્‍તારના પશુપાલકો સેવાથી વંચિત ના રહે. પુરતી સારવાર ન મળવાથી પશુ મરણ પામે છે. તો તુરત સારવાર આપવા અંતમાં માંગ કરેલ છે.


અમરેલીમાં પાલિકાનાં શાસકો નિયમિત પાણી વિતરણ કરતા નથી

પાણી વિતરણનો સમય કોઈ નકકી ન હોવાથી ગૃહિણીઓ પરેશાન

કયાં દિવસે અને કયાં સમયે પાણી આવશે તેની કોઈને ખબર પડતી નથી

અમરેલી, તા. 13

આઝાદીના 7 દાયકા બાદ પણ જિલ્‍લાનાં મુખ્‍ય મથક અમરેલી શહેરમાં નિયમ સમયે પીવાનું પાણી પાલિકાનાં શાસકો વિતરણ કરી શકતા ન હોય શહેરભરની ગૃહિણીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

અમરેલી શહેરમાં એક સમયેમહિનામાં ર વખત પાણી આપવામાં આવતું હતું અને હવે મહિનામાં પ થી 6 વખત પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ કયાં દિવસે અને કયાં સમયે પાણી વિતરણ થશે તેની કોઈને ખબર પડતી નથી.

શહેરમાં પાણીદાર નેતાઓનો સ્‍પષ્‍ટ અભાવ જોવા મળી રહૃાો છે. શહેરમાં નિયમિત પુરતા પ્રમાણમાં પીવાનું પાણી વિતરણ થાય તે માટે કરોડો રૂપિયાનાં ખર્ચે ઓવરહેન્‍ડ ટેન્‍ક, સમ્‍પ બનાવવામાં આવેલ હોવા છતાં પણ ઈચ્‍છાશકિતનો અભાવ અને નેતાઓની નિષ્‍ક્રીયતાનો ભોગ શહેરની ગૃહિણીઓ બની                રહી છે.

શહેરનાં સાવરકુંડલા માર્ગ પર લાખો રૂપિયાનાં ખર્ચે ઓવરહેન્‍ડ ટેન્‍ક અને સમ્‍પ બનાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ ન કરાતાં ટેન્‍ક અને સમ્‍પ બિસ્‍માર બની ગયા છે અને અસામાજિક પ્રવૃત્તિઓ પણ ત્‍યાં થતી હોવાનું જાણવા મળેલ છે.

અમરેલીનાં ધારાસભ્‍ય અને સાંસદ અલગ-અલગ રાજકીય પક્ષોનાં હોવાથી શહેરની દોઢ લાખની જનસંખ્‍યા સુડી વચ્‍ચે સોપારી જેવી હાલતમાં જોવા મળી રહી છે. ત્‍યારે રાજય સરકારે શહેરની ગૃહિણીઓની ચિંતા દુર કરવી જરૂરી બની છે તે કહેવું અસ્‍થાને નથી.


અમરેલીનાં કથિત માર્ગ કૌભાંડનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્‍યો

આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયા દ્વારા

અમરેલીનાં કથિત માર્ગ કૌભાંડનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્‍યો

આગામી દિવસોમાં માર્ગ કૌભાંડને લઈને કડાકા ભડાકા થાય તો નવાઈપામવા જેવું નહીં રહે

અમરેલી, તા.13

અમરેલી પાલિકાના કથિત માર્ગ કૌભાંડનો મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચી જતા કૌભાંડીઓના પગ નીચેથી જમીન સરકી જવા પામી છે. અને આગામી દિવસોમાં માર્ગ કૌભાંડના છાંટા અનેક આગેવાનો પર ઉડે તો નવાઈ પામવા જેવું નહીં રહે.

અમરેલી પાલિકા દ્વારા છેલ્‍લા અઢી વર્ષમાં શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે માર્ગો બનાવવામાં આવ્‍યા છે. જેમાં જે વિસ્‍તારમાં માર્ગની જરૂરિયાત હતી તેને બદલે અન્‍ય ખાનગી રહેણાંક વિસ્‍તારમાં તેમજ જયાં માનવ વસવાટ નથી અને શહેરની હદ બહાર માર્ગો બનાવી નાખ્‍યાનો આક્ષેપ આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કર્યો હતો. અને આ અંગે ઉચ્‍ચ અધિકારી સમક્ષ સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગ કરેલ. પરંતુ, કોઈ તપાસ કરવામાં ન આવતા અંતે સમગ્ર પ્રકરણ હવે હાઈકોર્ટ સુધી પહોંચતા આગામી દિવસોમાં કડાકા- ભડાકાના એંધાણ જોવા મળી રહયા છે.


અમરેલી જિલ્‍લામાં ખેડૂતોનાં આરાઘ્‍યદેવ પ્રભુ બલરામની જન્‍મજયંતિની ઉજવણી કરાશે

આગામી શનિવારે આસ્‍થા અને ઉત્‍સાહભેર

અમરેલી જિલ્‍લામાં ખેડૂતોનાં આરાઘ્‍યદેવ પ્રભુ બલરામની જન્‍મજયંતિની ઉજવણી કરાશે

ગ્રામ સફાઈ, પ્રભાતફેરી, ધુન સહિતનાં કાર્યક્રમો યોજાશે

અમરેલી, તા. 13

જગતનાં તાતની પ્રવર્તમાન સમયની દશા અને દિશા જોતા આજે માનવસૃષ્‍ટિનું અસ્‍તિત્‍વ ટકાવી રાખવા, નશામુકત માનવ, ઝેરમુકતખેતર, સ્‍વસ્‍થ જીવન જેવા વિચારોથી સમર્થ ગામથી સમર્થ ભારતનું સ્‍વપ્‍ન સાકાર કરવાની જહેમત સાથે કિસાનો ભભસો હાથથી શ્રમ કરીને કોટી-કોટી લોકોને ધાન્‍ય આપે છે. ત્‍યારે સમગ્ર માનવસૃષ્‍ટિને ભભધર્મકૃષિ – કર્મકૃષિ, માનવતા કા મર્મકૃષિભભ માં સૌ સાથે મળી દેશને આવતા સમયમાં પ્રગતિનાં પંથે વધવા આપ બધાનાં મનમાં ભભહર કિસાન હમારા નેતા હૈભભ ને સાર્થક કરો અને ગામથી દેશ સુધી સામાજિક સમરસતા અને દેશ બંધુતા સાથે ભા.કિ.સંઘ- ગુજરાત પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા, પ્રદેશ મહામંત્રી બી.કે. પટેલ, પ્રદેશ સંગઠનમંત્રી અશોકભાઈ પટેલ, અમરેલી ઝોન પ્રમુખ દેવરાજભાઈ ઈસામલીયા, પ્રદેશ મંત્રી સામતભાઈ, જિ. પ્રમુખ વસંતભાઈ, જિ. મંત્રી રાજેશભાઈ પાનસુરીયા, જિ. કોષાઘ્‍યક્ષ મજબુતભાઈનાં આદેશથી અમરેલી ભા.કિ.સંઘની કાર્યપ્રણાલી મુજબ કિસાનોનાં આરાઘ્‍યદેવ પ્રભુશ્રી બલરામ જયંતિ (કિસાન દિવસ) ભાદરવા સુદ છઠ તા.1પ-9-ર018નાં દિવસે અમરેલીનાં સમગ્ર ગામમાં ધામધૂમથી ઉજવણી કરવા આહવાન કરેલ છે.

અમરેલી જિલ્‍લાનાં અંદાજે 380 ગામોમાં આ કાર્યક્રમની ઉજવણી એકીસાથે દરેક ગામનાં મંદિરે કિસાન ભાઈ-બહેનો એકત્ર થઈ બલરામજીનો ફોટો મુકી, આરતીપૂજન, ઘંટારવ, સુત્રોચ્‍ચાર, કિસાનગીત, બલરામ ચરિત્ર વાંચન કરશે. ધરતી પર રાક્ષસોનાં નાશ કરવા અને ધર્મનીસ્‍થાપના કરવા બલરામજી અવતર્યા. દરેક કિસાનો પોતાના ઘરમાં ભભહળષષ્‍ટીભભનો તહેવાર ઉજવશે. તેમજ આ દિવસે દરેક ગામમાં ગ્રામસફાઈ, પ્રભાતફેરી, સમુહ ભજન અને ભોજન અને તેજસ્‍વી વિદ્યાર્થીઓ, સારા અધિકારીઓ અને નારીશકિતનું બહુમાન કરવા પણ આહવાન કરેલ છે.

આ દિવસે દરેક ગ્રામ સમિતિનાં કાર્યકર્તાઓએ પ્રસાદમાં ચણા, મગ, મઠ, કળથી પલાળીને વધારી ભગવાનને પ્રસાદ ધરવો. ટેકટરો, સનેડા, બળદ, દેશીગાય કે સજીવ ખેતી કરનાર વ્‍યકિત, વગેરેની નામ સાથે એડ્રેસવાળી યાદી તૈયાર કરવી અને દરેક તાલુકા સાથે સંકલન રાખી ભા.કિ.સંઘ-અમરેલીનાં કાર્યાલયે પહોંચાડવી.

સમગ્ર અમરેલી જિલ્‍લામાં કિસાન દિવસની ઉજવણી કર્યા બાદ અમરેલી જિ.ભા.કિ. સંઘ ર્ેારા બાબરા તાલુકાનાં પ8 ગામોને આવતા સમયમાં અને હાલ સક્રિય ગ્રામસમિતિ માસ પ્રમાણે બેઠક, સર્વાંગીણ વિકાસનાં કામો, પરિવાર ભાવનાનાં પ્રોગ્રામો, અભણ નાદુરસ્‍ત કિસાનોને મદદરૂપ થવાનાં પ્રોગ્રામ થઈ રહૃાા છે. ત્‍યારે વધારેમાં વધારે ગામોમાં ભભશકિતકેન્‍દ્રોભભ બનાવી જિલ્‍લાનો વધારે ભભશકિતકેન્‍દ્રોભભ વાળો તાલુકો બનવા જઈ રહૃાો છે. ત્‍યારે બાબરા તાલુકાનાં પ8 ગામમં અને જિલ્‍લાનાં તમામ ગામમાં કિસાન દિવસની ઉજવણી કર્યા બાદ ભા.કિ.સંઘ-બાબરા તાલુકા ર્ેારા તા. પ્રમુખ લાલજીભાઈ વસ્‍તરપરા અને મંત્રી ભાનુભાઈપાનશેરીયા અને યુવા પ્રમુખ પરેશભાઈ અને સંગઠીત કાર્યકર્તાઓ ર્ેારા આજ દિવસે તા.1પ-9-ર018ને શનિવારે સમય સાંજે પ-00 કલાકે, સ્‍થળ બાપાસીતારામની મઢુલી પાસે પ્‍લોટમાં, મુ. ચમારડી, તાલુકો બાબરા, જી. અમરેલીમાં ધામધૂમથી ધર્મસભા, સજીવખેતી અને ગાય માતા અને કિસાન ગાથા, સુત્રોચ્‍ચાર, પ્રતિષ્ઠિત વ્‍યકિત સન્‍માન, પ્રસાદ જેવા ધામધૂમથી ભભબલરામ જયંતિનીભભ ઉજવણી કરવા જિલ્‍લાનાં ખેડૂતપુત્રોને પધારવા નિમંત્રણ છે. અને આખા અમરેલી જિલ્‍લાભરમાં એકસુત્રતાથી ઉપરોકત મુજબ કાર્યક્રમ ઉજવાય તેવું આહવાન ભારતીય કિ.સંઘનાં મંત્રી રાજેશભાઈ એન. પાનસુરીયાની યાદી જણાવે છે.


સાવરકુંડલા : રિક્ષામાં જઈ રહેલી મહિલાનો સોનાનો ચેઈન સાથેના પેસેન્‍જરે તફડાવી લીધો

તસ્‍કરો, ચીલઝડપકરનારાઓ બેખૌફ બન્‍યાં

સાવરકુંડલા : રિક્ષામાં જઈ રહેલી મહિલાનો સોનાનો ચેઈન સાથેના પેસેન્‍જરે તફડાવી લીધો

સાવરકુંડલા, તા.13

સાવરકુંડલા ખાતે મહુવા રોડ ઉપર લોહાણા વિદ્યાર્થી ભુવન સામે રહેતા નિર્મળાબેન ભીખાલાલ કોટેચા નામની મહિલા ગત તા.ર8/8 ના સવારે સાડા દસેક વાગ્‍યાના સમયે મંદિરેથી દર્શન કરી ઘરે ચાલીને જઈ રહયા હતા. ત્‍યારે એક રીક્ષા ચાલકે આવી હું તમને ઓળખું છું. બેસી જાવ રિક્ષામાં તેમ કહી રિક્ષામાં બેસાડી દીધેલ બાદ રિક્ષામાં અગાઉથી જ બેઠેલા સફેદ શર્ટ ધારક છોકરો અને બે અજાણી મહિલાએ નિર્મળાબેને પહેરેલ 3 તોલા સોનાનો ચેઈન કિંમત રૂા.3પ000 હજારનો સેરવી લેતા તેની ફરિયાદ શહેર પોલીસ મંથકમાં આપી છે. ફરિયાદ નોંધી આગળની તપાસ એ.એસ.આઈ., ડી.બી.પરમાર ચલાવી રહયા છે.


લાપાળીયા ગામે પતિ-પત્‍નિને લાકડાનાં ધોકા વડે માર મારી ઈજા

બાઈક લઈ આવેલ બે શખ્‍સો સામે ફરિયાદ

અમરેલી, તા. 13

અમરેલી તાલુકાનાં  લાપાળીયા ગામે રહેતાં બેનાબેન લાલજીભાઈ અઘેરા નામની રપ વર્ષિય પરિણીતા પોતાના પતિ સાથે ગઈકાલે સવારે ઘરે હતા ત્‍યારે સાવરકુંડલા ગામે રહેતાં બાબુભાઈ બચુભાઈ વડેચા તથા એક અજાણ્‍યા ઈસમ સાથે આવી તેણીનાં ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી તેણીનું બાવડું પકડી, તારી ઈજજત લેવી છે, તેમ કહી લાકડાનાં ધોકા વડે પતિ-પત્‍નિને માર મારી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં          નોંધાઈ છે.


માણેકવાડા ગામે રીક્ષા ચલાવવાનાં મનદુઃખે યુવકને 4 શખ્‍સોએ માર્યો માર

સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ

અમરેલી, તા. 13

બગસરા તાલુકાનાં માણેકવાડા ગામે રહેતાંવિજયભાઈ અરજણભાઈ વાળા નામનાં ર9 વર્ષિય યુવક ગત તા.11નાં રોજ પોતાની વાડીએ જતાં હતા ત્‍યારે સામેવાળા સંજયભાઈ મેઘાભાઈ પોતાની થ્રી વ્‍હીલ રીક્ષા લઈ સામેથી આવતાં તે બાબતે ઠપકો આપતાં આ સંજયભાઈ, મેઘજીભાઈ સોમાભાઈ, મુકેશભાઈ મેઘાભાઈ તથા રમેશભાઈ ગોવિંદભાએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી લાકડા વડે માર મારી ઈજા કરી હતી. તો સામાપક્ષે પણ સંજયભાઈ મેઘાભાઈ વાળાએ પણ આજ બનાવમાં લાલજીભાઈ ગોબરભાઈ વાળા, અરજણભાઈ ગોબરભાઈ વાળા, વિજય અરજણભાઈ તથા ભરતભાઈ અરજણભાઈ વાળાએ લાકડી, લોખંડનાં પાઈપ વડે માર માર્યાની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


ગુંદરણ ગામે વાડીએ આવવાની ના પાડતાં કુહાડીનાં હાથા વડે માર્યો માર

અમરેલી, તા. 13

લીલીયા તાલુકાનાં ગુંદરણ ગામે રહેતાં કેશુભાઈ મુળજીભાઈ ખૂંટ નામનાં 68 વર્ષિય વૃઘ્‍ધ ખેડૂતે રપ દિવસ પહેલાં તે જ ગામે રહેતાં છનાભાઈ ઉર્ફ ટીણા બચુભાઈ પરમારને પોતાની વાડીએ આવવાની ના પાડેલ જેથી તે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે વૃઘ્‍ધ ખેડૂતને ગાળો આપી કુહાડીનાં હાથા વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ લીલીયા પોલીસમાં નોંધાઈ છે.


કમીગઢ ગામે આવેલ દુકાનમાંથી રૂા. 1પપ00નાં મુદ્યામાલની ચોરી

આખા ઘરનાંઆધારકાર્ડ, ચૂંટણી કાર્ડ વિગેરે પણ ઉઠાવી ગયા

અમરેલી, તા. 13

અમરેલી તાલુકાનાં કમીગઢ ગામે રહેતાં અને ખેતીકામ કરતાં ઘનશ્‍યામભાઈ કરશનભાઈ સોરઠીયા નામનાં 47 વર્ષિય ખેડૂત પોતાના હવાલાવાળી દુકાન સાંજે બંધ કરીને ઘરે ગયા બાદ ગઈકાલે વહેલી સવારે દુકાન ખોલતાં દુકાનમાં પડેલ ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂા.1પ000 તથા મોબાઈલ ફોન-1 રૂા.પ00 તથા ઘરનાં તમામ સભ્‍યોનાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ તથા એટીએમ કાર્ડની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.


અમરેલીનાં રોકડીયાપરામાં રહેતાં યુવકે માનસિક ચિંતાનાં કારણે આપઘાતની કરી કોશીષ

અમરેલી, તા. 13,

અમરેલીનાં રોકડીયા પરામાં રહેતાં કરણભાઈ શંકરનાથ નામનાં ર4 વર્ષિય યુવકને 1 માસથી મગજનો દુઃખાવો રહેતો હોય, અને માનસિક ટેન્‍શનમાં ગુમસુમ રહેતો હોય ત્‍યારે ગત તા.10 નાં રોજ સાંજે પોતાની મેળે ઈસ્‍ત્રીનાં વાયર વડે પંખે લટકી જતાં ઈજા થવાથી સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડવામાં આવેલ છે.


અમરેલીનાં એસપીનાં સમર્થનમાં પોસ્‍ટ મૂકનારને ધમકી આપનાર ઝડપાયા

સીટી પીએસઆઈએ સપાટો બોલાવ્‍યો

અમરેલી, તા.13

ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ, બોટાદ ખાતે ફરજ બજાવતા અને અમરેલીમાં ધરતીપાર્ક-1, હનુમાનપરા મેઈન રોડ પાસે રહેતા વિપુલભાઈ બાબુભાઈ ભટ્ટીએ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ લખાવેલ કે, પોતે પોલીસ અધિક્ષકના સમર્થનમાં સોશ્‍યલ મીડિયા પર પોસ્‍ટ મૂકતા પોતાના મોબાઈલમાં રામભાઈ ચંદુભાઈ ગોસાઈએ ફોન કરી કહેલ કે તમે એસ.પી.ના  સમર્થનમાં પોસ્‍ટ કેમ મૂકી છે ? તમારા સગા થાય છે ? તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરિયાદ કરતાં અમરેલી સીટી પો.સ્‍ટે.માં સે.ગુ.ર.નં. 07/ર018, ઈ.પી.કો. કલમ પ04, પ07 મુજબ ગુન્‍હો રજી. થયેલ. જેની તપાસ અમરેલી સીટી પો.સ્‍ટે.ના પો.સ.ઈ. જે.એલ. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવેલ.

ઉપરોકત આરોપીને તપાસકરનાર અધિકારી દ્વારાઅટક કરી આરોપીની પૂછપરછ સહિતની તપાસ તજવીજ હાથ ધરવામાં     આવેલ છે.


વાવડી ફીડરમાં વીજવાયર ખેંચી રહેલાં શ્રમિક યુવકનું ઈલેકટ્રીક શોર્ટ લાગતા મોત

કોઈ કારણોસર અચાનક વીજપ્રવાહ શરૂ થઈ જતા બન્‍યો બનાવ

અમરેલી, તા. 13

જાફરાબાદ તાલુકાનાં મિતીયાળા ગામે રહેતાં અને વીજવાયર ખેંચવાની મજુરી કામ કરતાં ચંદુભાઈ મોહનભાઈ શિયાળ નામનાં રર વર્ષિય યુવક આજે રાજુલા નજીક આવેલ વાવડી ફીડરમાં વીજપ્રવાહ બંધ કરી તાર ખેંચવાની કામગીરી કરતા હતા ત્‍યારે અચાનક જ કોઈ કારણોસર વિજ પ્રવાહ શરૂ થઈ જતાંકામ કરી રહેલા શ્રમિકનું ઈલેકટ્રીક શોક લાગવાનાં કારણે મોત થયાનું જાફરાબાદ તાલુકાનાં મીતીયાળા ગામેરહેતાં ચંદુભાઈ વેલાભાઈ વાજાએ રાજુલા પોલીસમાં જાહેર કરતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


વીજપડી નજીક બાઈક સામસામે અથડાતા પત્‍નિની નજર સામે પતિનું નિધન

ખાંભાનાં તાતણીયા ગામનું દંપતિ ખંડિત થયું

વીજપડી નજીક બાઈક સામસામે અથડાતા પત્‍નિની નજર સામે પતિનું નિધન

અમરેલી, તા. 13

ખાંભા તાલુકાનાં તાતણીયા ગામે રહેતાં ગભાભાઈ ભમર તથા તેમનાં પત્‍નિ મોંઘીબેન આજે સવારે મોટર સાયકલ ઉપર વીજપડી પાસેથી પસાર થતાં હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા મોટર સાયકલ ચાલકે આ ડબલ સવારી મોટર સાયકલને હડફેટે લેતાં ગભાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. જયારે મોંઘીબેનને નાની-મોટી ઈજાઓ થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. આ બનાવમાં અજાણ્‍યા મોટર સાયકલ ચાલક સામે ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.


શહેરમાં ગણપતિ હોલ અને સિનિયર સીટીઝન પાર્કનાં ગણપતિએ જબ્‍બરૂ આકર્ષણ ઉભું કર્યુ

અમરેલી જિલ્‍લામાં ‘‘ગણેશોત્‍સવ”નો આસ્‍થાભેર પ્રારંભ

શહેરમાં ગણપતિ હોલ અને સિનિયર સીટીઝન પાર્કનાં ગણપતિએ જબ્‍બરૂ આકર્ષણ ઉભું કર્યુ

અમરેલી, તા. 13

અમરેલી જિલ્‍લામાં આજે ભભગણેશોત્‍સવભભનો આસ્‍થા અને ઉત્‍સાહભેર પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જિલ્‍લાનાં અંતરિયાળ વિસ્‍તારથી લઈને મુખ્‍ય મથક સુધી ગણપતિની આજે ભવ્‍ય શોભાયાત્રા સાથે સ્‍થાપના કરવામાં આવી હતી. અમરેલી, સાવરકુંડલા, રાજુલા, બાબરા સહિતનાં શહેરો ઉપરાંત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ આસ્‍થાભેર ગણપતિની શોભાયાત્રા કાઢવામાં આવ્‍યા બાદ ધાર્મિક વિધિ સાથે ગણપતિની સ્‍થાપના કરવામાં આવી હતી.

અમરેલી શહેરમાંગણપતિ હોલ ખાતે નાગનાથ યુવક મંડળ ઘ્‍વારા અને સિનિયર સીટીઝન પાર્કમાં રોટરી કલબ (સીટી) આયોજિત ગણેશોત્‍સવે જબ્‍બરૂ આકર્ષણ .ભુ કરેલ છે.

આગામી 10 દિવસ સુધી ગણેશોત્‍સવ દરમિયાન અનેકવિધ ધાર્મિક અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોય સમગ્ર જિલ્‍લાની ગણપતિમય બની ગઈ છે.


અમરેલી શહેરમાં મા.મ. વિભાગ દ્વારા માર્ગની મરામત થતી નથી

ભુગર્ભ ગટરનાં કારણે માર્ગોની હાલત અતિ બિસ્‍માર બની છે

અમરેલી શહેરમાં મા.મ. વિભાગ દ્વારા માર્ગની મરામત થતી નથી

3 વર્ષ પહેલા રૂપિયા જમા થઈ ગયા છતાં પણ માર્ગની મરામત કરાતી નથીઅમરેલી, તા. 13

અમરેલી શહેરનાં ગૌરવસમા અને માર્ગ-મકાન વિભાગનાં હસ્‍તકનાં માર્ગો ભુગર્ભ ગટરની કામગીરી બાદ અતિ બિસ્‍માર બની ગયા હોય છતાં પણ માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા માર્ગોની મરામત કરવામાં આવતી ન હોય શહેરીજનોમાં વ્‍યાપક રોષ ઉભો થવા પામેલ છે.

અમરેલી શહેરનાં વરસડા બાયપાસથી શરૂ કરીને સરદાર સર્કલ ત્‍યાંથી ગર્લ્‍સ હાઈસ્‍કુલ ચોક અને રૂપમ ટોકીઝ થઈને વાયા જેશીંગપરા થઈને રાધેશ્‍યામ હોટેલ તેમજ ઠેબી જળાશયથી સરદાર સર્કલ સુધીનો માર્ગ તેમજ કુંકાવાવ માર્ગથી જેશીંગપરા સુધી, કેરિયા રોડ, રંગપુર, ટાંકાધાર માર્ગની મરામત માટે ભુગર્ભ ગટર કોન્‍ટ્રાકટર ઘ્‍વારા માર્ગ-મકાન વિભાગને 30 નવેમ્‍બર ર01પ રૂપિયા 1 કરોડ 17 લાખ 79 હજાર અને ર9પ તેમજ રૂપિયા 4 કરોડ 81 લાખ ર6 હજાર મળી અંદાજિત રૂપિયા 6 કરોડ જેવી રકમ જમા કરાવી દેવામાં આવી હોવા છતાં પણ માર્ગ-મકાન વિભાગ ઘ્‍વારા માર્ગોની મરામત શરૂ કરવામાં ન આવતાં શહેરીજનો વારંવાર અકસ્‍માતનો ભોગ બની રહૃાા હોય જિલ્‍લાનાં નેતાઓ આ મામલે અધિકારીઓનો ખુલાશો પુછીને ફરજમાંબેદરકારી બદલ કસુરવાન અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવે તેવી માંગ શહેરીજનો કરી રહૃાાં છે.


ફફડાટ : સાવરકુંડલાનાં આંબરડી ખાતે એકી સાથે 14 સિંહોનું ટોળું આવી ચડતાં સિંહપ્રેમીઓ ગેલમાં

સિંહોનાં ટોળા ન હોય તે કહેવત ખોટી સાબિત થઈ રહી છે

ફફડાટ : સાવરકુંડલાનાં આંબરડી ખાતે એકી સાથે 14 સિંહોનું ટોળું આવી ચડતાં સિંહપ્રેમીઓ ગેલમાં

સાવરકુંડલા, તા. 13

ગીરકાંઠા નજીક વસેલા ગામોનાં રેવન્‍યું વિસ્‍તારોમાં સિંહો ઘ્‍વારા વારંવાર કરાતા શિકાર કે સિંહોના આંટાફેરા યા સિંહોની ઉભી બજારે લટાર મારતા હોવાના બનાવો હવે સામાન્‍ય બની ગયા છે. પરંતુ એક સાથે સિંહોનું ટોળું જોવું સિંહપ્રેમીઓ માટે અહોભાગ્‍યની વાત છે.

સિંહોના ટોળા ન હોય એ કહેવત અહીં આજે સાવરકુંડલાના આંબરડી ગામે ખોટી સાબિત થઈ હતી. જી હા એક સાથે 14-14 સિંહો આજે વહેલી સવારે સાવરકુંડલાના આંબરડી ગામે આવેલ બીડ વિસ્‍તારમાં એક ખેડૂતની નજરે પડતા ખેડૂત બેબાકળા બની ગયા હતા. બીડમાં આવેલ વાડી માલિક કરશનભાઈ ધડુક વહેલી સવરે ખેતરે હતા. સિંહોની એક પછી એક ગર્જનાઓથી ખેડૂત હેબતાઈ જઈ ઘરે આવવા મજબુર બની ગયા હતા અને વનરાજોની ત્રાડોથી જાણે બીડ વિસ્‍તાર ગુંજી ઉઠયો હતો. ખેડૂતે ગામમાંઆવી સિંહની વાત કરતા વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને જોતજોતામાં સિંહનું ટોળું જોવા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ને એક સાથે 14 સિંહ દર્શનનો શાંતિપૂર્વક આનંદ માણ્‍યો હતો. સવારથી બપોર સુધી લીલી ઝાડી, જાંખરામાં સિંહોનું ઝુંડ ત્‍યાં એક જ જગ્‍યાએ પોતાની મસ્‍તીમાં અડો જમાવીને આરામ ફરમાવ્‍યો હતો. સાંજના સમયે ફરી પાછા એજ વનરાજો બીડમાંથી શિકારની શોધમાં બહાર નીકળતા નજરે ચડયા હતા.

દિવસભર ધામા નાખી બેઠેલા સિંહોથી ખેતી કામ કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વનવિભાગને જાણ થતાં વનકર્મી એસ.પી. કટારા આવી પહોંચેલ.


અરે વાહ : સાવરકુંડલા શહેરનાં કોંગી પૂર્વ પ્રમુખનાં આંગણે ભાજપી આગેવાનોનો જમાવડો થયો

લોકસભાની ચૂંટણી નજીક હોય નવા-જુનીનાં એંધાણ જોવા મળે છે

અરે વાહ : સાવરકુંડલા શહેરનાં કોંગી પૂર્વ પ્રમુખનાં આંગણે ભાજપી આગેવાનોનો જમાવડો થયો

સાવરકુંડલા પંથકમાં કોંગ્રેસની પરિસ્‍થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે

સાવરકુંડલા, તા. 13

ર019ની ચૂંટણીના પડઘમ વાગી રહૃાા છે ત્‍યારે રાજકારણ સક્રિય થઈ ગયું છે. સાવરકુંડલા શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખનાં આંગણે ભાજપના દિગ્‍ગજ નેતાઓ મુલાકાત લેતા કોંગ્રેસનાં આંતરકલહ સામે ભાજપનાં નેતાઓની ઓચિંતી મુલાકાત નવા સમીકરણો તેઝ થઈ ગયાની ચર્ચા સંભળાઈ રહી છે.

રાજકારણમાં કાયમી કોઈ શત્રુ નથી કે કાયમી કોઈ દોસ્‍ત નથી તે કહેવત સાવરકુંડલામાં સાકાર થઈ છે. સાવરકુંડલા શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને રઘુવંશી સમાજમાં આદરભર્યુ સ્‍થાન ધરાવતા હસુભાઈ સૂચકનાં ઘરે આજે ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપ સંઘાણી, અમરેલીના 108 ગણાતા સાંસદ નારણ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી વી. વી. વઘાસિયા, અમર ડેરીનાં ચેરમેન અશ્‍વિન સાવલીયા સાથે ભાજપનાં મોવડી મંડળનાં અગ્રણીઓની મુલાકાત કાઈજ નવાજ સમીકરણો સાકાર થઈ રહૃાાની ગતિવિધિ જણાઈ છે. ર019ની લોકસભાની ચૂંટણી નજીક છે ત્‍યારે કોંગ્રેસનાંઅગ્રણી હસુભાઈ સૂચકનાં આંગણે કોંગ્રેસનાં ચાણકય ગણાતા નવીનચંદ્ર રવાણીનાં પુત્ર અને કોંગ્રેસનાં રાજકોટનાં નિરીક્ષક ચંદ્રેશ રવાણી,બ્રહ્મ સમાજનાં અગ્રણી ગીરીશદાદા રાજયગુરુ સહિતના કોંગ્રેસનાં આગેવાનો સાથે ગુપ્‍ત થયેલી બેઠકમાં દિલીપ સંઘાણી અને સાંસદ નારણ કાછડીયા સહિતનાં ભાજપી નેતાઓએ નાસ્‍તા પાણી કરતા નવા જુનીનાં એંધાણો સાકાર થઈ રહૃાાની પ્રતીતિ જોવા મળતી હતી. હસુ સૂચકનાં ઘર આંગણે નાગરિક બેંકના ચેરમેન અને અમરેલી જિલ્‍લા બ્રહ્મ સમાજનાં ઉપપ્રમુખ પરાગ ત્રિવેદી, નાગરિક બેંકના વાઈસ ચેરમેન અશ્‍વિન ઉપાઘ્‍યાય, પાલિકાના પૂર્વ પ્રમુખ કેશુભાઈ વાઘેલા, ઉદ્યોગપતિ ઘનશ્‍યામ ડોબરીયા, અરવિંદ માંગુકીયા, સગર સમાજનાં મોભી હરિકાકા સગર, વીરદાદા જસરાજ સેનાનાં પ્રમુખ હિતેષ સરૈયા, પાલિકાનાં સદસ્‍ય ભરત પથ્‍થર સમાજનાં પ્રમુખ બટુક ઉનાવા મુસ્‍લિમ સમાજનાં આગેવાન મુસ્‍તાક જાદવ સહિતનાં ભાજપ કોંગ્રેસનાં આગેવાનો આ ખાનગી મીટીંગમાં ખાસ ઉપસ્‍થિત રહૃાા હતા ત્‍યારે અંદરખાને કાઈક રંધાઈ રહૃાું હોવાની વાતો વહેતી થઈ છે ત્‍યારે શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ હસુભાઈ સુચકે કુટુંબી સંબંધોનાં નાતે સંઘાણી અને સાંસદ પધાર્યાનું જણાવ્‍યું હતું. અંદર ખાને મળતી માહિતી મુજબ ભાજપનાં નેતાઓએ સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસનાંઆગેવાનો નેતાઓ વચ્‍ચે આંતરકલહ વઘ્‍યો હોવાનો ફાયદો ભાજપ ઉઠાવીને આગામી ર019 માટેની રણનીતી હોવાનું ચર્ચાઈ રહૃાું છે, ત્‍યારે ભાજપી નેતાઓની મુલાકાત એક કાંકરે બે પક્ષી મારીને કોંગ્રેસને પછડાટ આપવાની રાજનીતિ છે કે પછી કોંગ્રેસનાં નેતા હસુ સૂચક અને ચંદ્રેશ રવાણીની કાંઈક અલગ જ રાજ રમત છે તે તો સમય જ કહેશે.


રાજુલા પંથકનાં ચાંચ, ખેરા, પટવા સહિતનાં 7 ગામોમાં દેશી દારૂની નદીઓ વહી રહી છે : ધારાસભ્‍યની ચીમકી

ધારાસભ્‍યએ પોલીસ કાંઈ નહીં કરે તો જનતા રેડની ચીમકી ઉચ્‍ચારી

રાજુલા પંથકનાં ચાંચ, ખેરા, પટવા સહિતનાં 7 ગામોમાં દેશી દારૂની નદીઓ વહી રહી છે

રોષે ભરાયેલ મહિલાઓએ ધારાસભ્‍યને કરી રજૂઆત

રાજુલા, તા.13

રાજુલાનાં દરિયાકાંઠે આવેલા ચાંચ, ખેરા, પટવા,  સમઢીયાળા, વીકટર, વાવેરા અને જાફરાબાદના શિયાળબેટ આ સાત ગામની ર00થી વધુ મહિલાઓએ આજે રજૂઆત કરી હતી કે અમારા ગામમાં છડેચોક વિના રોક ટોક દેશી દારૂનું વેચાણ થાય છે. અમે ગરીબ પરિવારમાંથી આવીએ છીએ. અમારા પરિવારના પુરૂષો સાથે અમે પણ        કાળી મજૂરી કરી રોજગારી મેળવીએ છીએ. અમે સાંજના સમયે અમારા પુરૂષો સાથે ઘરે આવીએ છીએ ત્‍યારે અમારા પુરૂષો, યુવાનો છડેચોક વેચાતા દેશી દારૂના અડ્ડાઓમાં જઈ ફુલ દારૂ ઢીંચીને ઘરે આવે છે. અમારા પુરૂષો કે યુવાનો એટલી હદે દારૂનાનશામાં હોય છે કે અમારૂ રાંધેલુ ધાન ખાવાના બદલે ઢોળી નાખે છે અને અપશબ્‍દોનો વરસાદ વરસાવે છે. આવું રોજે રોજ બનતું હોય અમારા પરસેવાની કમાણી દારૂના દૂષણમાં જતી રહે છે. અને અમારી આર્થિક સ્‍થિતિ પણ વેર વિખેર થઈ જાય છે. અને અમારે નાછૂટકે ઉધાર ઉછીના કરવા પડે છે. સાત ગામથી ર00થી વધુ મહિલાઓએ અશ્રુભીની આંખે આવી ચોંકાવનારી રજૂઆત કરતા ધારાસભ્‍ય ચોંકી ગયા હતા અને તેમણે રજૂઆત કર્તાઓને કહયું હતું કે હું તમારી તકલીફ અંગે પોલીસનું ઘ્‍યાન દોરૂ છું અને જો સમયસર પગલા પોલીસ લઈને દારૂના હાટડાઓ બંધ નહીં કરાવે તો હું તમારા ગામે આવી તમોને સાથે લઈ આવા અડ્ડાઓ ઉપર જનતા રેઈડ કરીશ.


ભાંકોદરમાં ખાનગી કંપનીને હટાવવાની માંગ સાથે આંદોલન શરૂ

               જાફરાબાદ તાલુકાના ભાંકોદર ગામમાં ફરી આંદોલન શરૂ થયું છે. ગ્રામજનોની સંખ્‍યાબંધ રજુઆતો છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ગામના લોકોની ધરપકડ, આંદોલનની મંજુરી ના મળવી મંજુરી માટે કંપની અને તંત્રની મીલીભગતથી મંજુરી ના આપવી વગેરે પ્રયાસો કરી આ લોકશાહી દેશમાં આંદોલનને દબાવવાની કોશિશ કરેલ, છતાં પણ ગ્રામજનોનાઉત્‍સાહ અને અન્‍યાય સામે મકકમ મનોબળને કારણે અંતે તંત્ર દ્વારા ચાર દિવસની મંજુરી આપવામાં આવી છે. ત્રણ મહિના અથવા ન્‍યાય મળે ત્‍યાં સુધીની મંજુરી માંગવા છતાં પણ તંત્ર દ્વારા માત્ર ચાર દિવસની જ મંજુરી આપવામાં આવી હતી.જેમાં ફરીથી ગ્રામજનો મકકમ મનોબળ અને અન્‍યાય સામે લડવા તૈયાર થઈ અને ફરીથી આંદોલન છાવણીમાં સવારે સાડા દસ વાગ્‍યાથી બેઠેલા હતા. આંદોલનમાં ઉપસ્‍થિત ગામનાં આગેવાનો માજી સરપંચ મેઘાભાઈ બારૈયા, સોંડાભાઈ ચાવડા, બચુભાઈ સાંખટ, ઉપસરપંચ લાલાભાઈ શિયાળ, બાબુભાઈ બારૈયા, અરજનભાઈ કવાડ, મોહનભાઈ સાંખટ, પુંજાભાઈ ચાવડા, મોહનભાઈ ચાવડા, ધારાબેન ધુંધળવા તથા છાવણીમાં શ્‍વાન હટાવો સમિતિ, ગામના ભાઈઓ અને બહેનો તથા યુવાનો બહોળી સંખ્‍યામાં હાજર            રહયા છે.


અમરેલીનાં પટેલ સંકુલમાં શિક્ષક અભિવાદન તથા શિક્ષક દિન ઉજવાયો

               અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત સંચાલિત પટેલ સંકુલ અમરેલી દ્વારા ચાલુ સાલના શિક્ષક દિન ઉજવણી તથા વિશિષ્‍ટ શિક્ષક અભિવાદન સમારોહ યોજાયો હતો. સંસ્‍થાના નિયામક મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ તથા પૂર્વમામલતદાર એસ.આર. ધાનાણી, ડો. જયદીપકુમાર સાવલીયાની ઉપસ્‍થિતિમાં પટેલ સંકુલ અમરેલી દ્વારા કુલ 3ર શિક્ષકોને વિવિધ વિભાગોમાં ઉત્‍કૃષ્ઠ દેખાવ બદલ અભિવાદન કરીને સન્‍માનવામાં આવ્‍યા હતા. સાથે સાથે પટેલ સંકુલ અમરેલીમાં પ્રાયમરીથી અનુસ્‍નાતકમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓએ એક દિવસ શિક્ષકની ભૂમિકા ભજવીને સમગ્ર માહોલ ઉત્‍સાહસભર બનાવ્‍યો હતો. આ તકે નિયામક મનસુખભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે શ્રેષ્ઠ શિક્ષકને પુરસ્‍કૃત કરીને એક દિવસ સંપૂર્ણ સતા વિદ્યાર્થીનીઓને આપીને ભવિષ્‍યમાં સમગ્ર સમાજને ઉતમ શિક્ષકો મળે તેવા આશયે પરિણામલક્ષી શિક્ષક દિન ઉજવીએ છીએ. આ તકે પટેલ સંકુલ વિવિધ સમિતિઓનો સભ્‍ય મનસુખભાઈ બોદર, ડાયાભાઈ ગજેરા, કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણી, પ્‍લાઝા ડાયરેકટર બ્રિજેશભાઈ પલસાણા, તમામ  વિભાગના ડાયરેકટરો, આચાર્યો, ઉપાચાર્યો, પ્રાઘ્‍યાપકો, શિક્ષક ભાઈ-બહેનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. સમગ્ર સમારોહને સફળ બનાવવા માટે લાઈટ એન્‍ડ સાઉન્‍ડ વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી.


14-09-2018