Main Menu

Thursday, September 13th, 2018

 

અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે ‘‘સબ ભૂમિ ગોપાલકી”

મહાકાય કંપનીઓ અને માથાભારે શખ્‍સોએ કર્યુ દબાણ

અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે ‘‘સબ ભૂમિ ગોપાલકી”

ગરીબ પરિવારોને પ0 ચો.મી જમીન મળતી નથી ને કંપનીઓ લાખો ચો.મી. જમીન કરે છે હડપ

અમરેલી, તા. 1ર

અમરેલી જિલ્‍લામાં સરકારી જમીનોમાં વ્‍યાપક પ્રમાણમાં દબાણ થયું છે અને થઈ રહૃાું છે. અને મહેસુલી વિભાગ પાસે સરકારી જમીન પરનું દબાણ દુર કરવાની અનુકુળતા જોવા મળતી નથી. મહેસુલી વિભાગ માત્ર હાકલા-પડકારા કરીને કામગીરી કર્યાનો સંતોષ માને છે.

જિલ્‍લામાં સૌથી વધુ જમીન દબાણ રાજુલા-જાફરાબાદ પંથકમાં થયું છે. કારણ કે તે વિસ્‍તારમાં ઔદ્યોગિક વિકાસે હરણફાળ ભરતાં જમીનનાં ભાવો આસમાને પહોંચી ગયા છે.

મહાકાય કંપનીઓએ પણ સરકારી જમીનમાં વ્‍યાપક દબાણ કર્યુ છે. તો સિમેન્‍ટ કંપનીએ જમીનને નીચોવી નાખીને બાદમાં માટી પુરાણ કે વૃક્ષારોપણ કરવાની ચિંતા કરી નથી. છતાં પણ મહેસુલ વિભાગ કંપનીની લાજ કાઢતું જોવા મળી     રહૃાું છે.

જમીનોનાં ભાવો આસમાને પહોંચતા ભુમાફીયાઓ પણ મેદાનમાં આવ્‍યા છે. અને તેઓ ઘ્‍વારાસરકારી પડતર કે ગૌચર ઉપરાંત અનેક કિસ્‍સામાં ખાનગી માલીકીની જમીન પર કબ્‍જો કરવામાં આવયો છે. છતાં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી ન હોય જનતા જનાર્દનમાં મહેસુલ વિભાગની કામગીરી સામે શંકા-કુશંકા થઈ રહી છે.

અમરેલી જિલ્‍લામાં ગરીબ પરિવારને નાનકડું મકાન બનાવવા માટે પ0 ચો.મી. જમીન મળતી નથી અને લાખો ચો.મી. જમીન પર દબાણ કરે છતાં પણ કાર્યવાહી ન થતાં આશ્ચર્ય ફેલાયું છે.


લ્‍યો બોલો : જાફરાબાદનાં ખાડીનાં પુલ નીચે દબાણ થતાં નારાજગી

જમીન, જંગલ અને હવે દરિયામાં પણ દબાણ

જાફરાબાદ, તા. 1ર

જાફરાબાદ બંદરેથી અનેક બોટો માછીમારી કરવા માટેદરિયામાં જાય છે. અહી શહેર બે ભાગમાં વહેંચાયેલુ છે. જેમા પીપળીકાંઠા અને મુખ્‍ય શહેર જાફરાબાદને જોડતા ખાડી પરનો પુલ બાંધવામાં આવ્‍યો છે. પુલનીનીચે નાની હોડીઓ લાંગરવામાં આવે છે. જો કે અહી કેટલાક શખ્‍સો ર્ેારા દબાણ કરવામાં આવતું હોય તેની યોગ્‍ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જાફરાબાદમાં ખાડી પરના પુલ હેઠળ નાના માછીમારો પોતાની હોડીઓ લાંગરતા હોય છે અને હોડીઓનું સમારકામ પણ અહી કરતા હોય છે. પરંતુ આ જગ્‍યામાં પણ અમુક તત્‍વો ર્ેારા દબાણ કરવામાં આવી રહૃાું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે માછીમારોને પારાવાર મુશ્‍કેલી પડી રહી છે.

ચોમાસા દરમિયાન નાના માછીમારો આ પુલ નીચે પોતાની બોટો લાંગરી સમારકામ કરતા હોય છે. ત્‍યારે હાલ અહી દબાણ થવા લાગતામાછીમારો મુશ્‍કેલીમાં મુકાયા છે. ત્‍યારે આ પ્રશ્‍ને ફિશરીઝ કે મેરીટાઈમ બોર્ડ તેમજ કસ્‍ટમ સહિતનાં વિભાગો ર્ેારા તપાસ કરી યોગ્‍ય કરવામાં આવે તેવું માછીમારો ઈચ્‍છી રહૃાાં છે.


લાઠી શહેરમાંથી સગીરાને ભગાડી જવાનાં ગુન્‍હામાં આરોપીને 10 વર્ષની સજાનો હુકમ

સગીરાને લલચાવીને અપહરણ કરનારાઓમાં ફેલાયો ફફડાટ

લાઠી શહેરમાંથી સગીરાને ભગાડી જવાનાં ગુન્‍હામાં આરોપીને 10 વર્ષની સજાનો હુકમ

14 મહિનામાં જ કોર્ટ ર્ેારા ચુકાદો જાહેર કરવામાં આવ્‍યો

અમરેલી, તા. 1ર

લાઠી ગામે રહેતી એક 13 વર્ષની સગીરાને આજથી 14 માસ પહેલાં બોટાદ ગામનો એક શખ્‍સ લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાનાં ઈરાદે ભગાડી ગયો હતો, આ અંગેની ફરિયાદ જે તે સમયે લાઠી પોલીસમાં નોંધાવી હતી. આ અંગેનો કેસ અત્રેની સ્‍પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં આરોપીને કસુરવાન ઠરાવી અલગ અલગ કલમ નિચે જેલની સજા અને દંડનો હુકમ કરવામાં આવ્‍યો હતો.

આ બનાવમાં લાઠી ગામમાં રહેતાં અને મજુરી કામકરતાં એક પરિવારની 13 વર્ષની તરૂણીને બોટાદ ગામે રહેતો જયંતી ઉર્ફે કાળુ ગોરધન સોલંકી નામનો ર0 વર્ષિય યુવક ગત તા.ર6-6-17નાં રોજ લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાનાં ઈરાદે પોતાની સાથે ભગાડી લઈ ગયેલ હતો. આ અંગે ભોગ બનનારનાં પિતાએ જે તે સમયે લાઠી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેનો કેસ અત્રેની સ્‍પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં ન્‍યાયધીશ શ્રી એન. પી. ચૌધરીએ આ બનાવનાં આરોપી જયંતિ ઉર્ફે કાળુ સોલંકીને કલમ 363માં ર વર્ષની કેદ અને રૂા.ર હજારનો દંડ કલમ 366માં પ વર્ષની કેદ તથા રૂા.પ હજારનો દંડ, કલમ 376માં 10 વર્ષની કેદ અને રૂા.10 હજારનો દંડ તથા પોકસો કલમ 4 માં 10 વર્ષની કેદ અને રૂા.10 હજારનો દંડ તથા પોકસો કલમ 8 માં 4 વર્ષની કેદ તથા રૂા.પ હજાર તથા પોકસો-18માં પ વર્ષની કેદ તથા રૂા.પ હજારનો દંડ    મળી કુલ રૂા.37 હજારનાં દંડનો હુકમ કર્યો હતો.


અમરેલીનાં જસવંતગઢની સીમમાં ખેડૂતને અને રાજુલાનાં વાવેરા ખાતે વૃદ્ધ દંપત્તિને લૂંટી લેવાયા

જિલ્‍લામાં લૂંટની ર ઘટના બનતાભારે ખળભળાટ

અમરેલી, તા. 1ર

અમરેલી નજીક આવેલ જસવંતગઢની સીમમાં તથા રાજુલા તાલુકાનાં વાવેરા ગામે ગઈકાલે લૂંટનાં બે અલગ અલગ બનાવો બનતાં અમરેલી જિલ્‍લામાં ચકચાર મચી જવા પામી છે. ત્‍યારે પોલીસે લુંટારૂઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.

પ્રથમ બનાવમાં અમરેલી તાલુકાનાં ચિતલ ગામ નજીક આવેલ જસવંતગઢ ગામનીસીમમાં રાંઢીયા જવાના માર્ગ ઉપર આવેલ વાડીમાં ગત તા.10/9 નાં રોજ રાત્રીનાં સમયે વાડી માલીક સાગરભાઈ અરવિંદભાઈ માંગરોળીયા નામનાં રપ વર્ષિય ખેડૂત પોતાની વાડીમાં વાવેલા કપાસમાં પાણી વાળવા માટે ગયેલા તે દરમિયાન 4 જેટલા અજાણ્‍યા ઈસમો હાથમાં ત્રિકમ, કોદાળી તથા લાકડી, પાઈપ જેવા હથીયારો સાથે આવી ખેડૂત યુવકને માથાનાં ભાગે તથા ડાબા હાથે ઈજા કરી, આડેધડ માર મારી ખેડૂતનાં મોબાઈલ ફોન નંગ-રની લૂંટ કરી અંધારામાં નાશી ગયા હતા. બાદમાં ઘવાયેલા ખેડૂતને સારવાર માટે દવાખાને ખસેડાતાં માથાનાં ભાગે તથા જમણા હાથનાં ભાગે ફેકચર થતાં આ અંગે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જયારે બીજા બનાવમાં રાજુલા તાલુકાનાં વાવેરા ગામે રહેતાં નાનીબેન નકાભાઈ કાછડ નામનાં 70 વર્ષિય વૃઘ્‍ધા તથા તેમનાં પતિ ગઈકાલે પોતાના ઘરમાં સુતા હતા ત્‍યારે 1ર/30 થી 1 વાગ્‍યાનાં સમયદરમિયાન કોઈ એક અજાણ્‍યા ઈસમે ઘરમાં પ્રવેશ કરી આ વૃઘ્‍ધાનાં ઘરમાં ઘુસી આવી છરી બતાવી વૃઘ્‍ધાએ પોતાના કાનમા પહેરેલા સોનાનાં વેઢલા નંગ-6 કિંમત રૂા.90 હજારનાં લૂંટી લઈ નાશી ગયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.

હજુ તો શિયાળાની શરૂઆત પણ નથી થઈ ત્‍યારે દુષ્‍કાળનાં ઓછાયા નિચે ચોરી, લૂંટ જેવા બનાવોને લઈ લોકોમાં ચિંતા જોવા    મળી રહી છે.


બાબરા પંથકમાં દેશીદારૂની રેલમછેલ કરનાર 3 મહિલા સહિત 4 ને જિલ્‍લા બહાર કરી દેવાયા

જુનાગઢ અને શિહોર ખાતે સંબંધીને ત્‍યાં મોકલી દેવાયા

અમરેલી, તા.1ર

પોલીસ અધિક્ષકની સૂચના મુજબ તેમજ ના.પો.અધિક્ષક એલ.બી.મોણપરાના માર્ગદર્શન હેઠળ તડીપાર કરવા માટે સૂચના મળતા બાબરા પો.સ્‍ટેના પો.સ.ઈ.દ્વારા બાબરા વિસ્‍તારમાં દારૂની પ્રવૃતિ કરતા અને અવાર-નવાર દારૂ વેચાણ / કબ્‍જાના કેસોમાં પડકાયેલ – 1) મુકતાબેન વા/ઓ વિરજીભાઈ બાલાભાઈ ખટાણા, રહે.ગળકોટડી, ર) ગનુબેન વા/ઓ પોપટભાઈ વાલજીભાઈ વાઘેલા, રહે.              ગળકોટડી, 3) દિપકભાઈ મધુભાઈ કાવઠીયા, રહે. બાબરા, 4) પ્રભાબેન વા/ઓ  ધીરૂભાઈ ચુનીભાઈ કાવઠીયા, રહે. બાબરાના વિરૂઘ્‍ધમાં એસ.ડી.એમ. લાઠી સમક્ષ દરખાસ્‍ત કરવામાં આવેલ જે હદપારી કેસના ગુણદોષના આધારે સદરહું દરખાસ્‍ત માન્‍ય રાખી હદપાર કરવાનો હુકમ કરેલ જે હુકમની સામાવાળાને બજવણી કરતા -1) મુકતાબેન વા/ઓ વિરજીભાઈ બાલાભાઈ ખટાણાને ત્રણ મહીના માટે અમરેલી, બોટાદ, રાજકોટની હદમાંથી હદપાર કરવા હુકમ કરેલ તેમજ – ર) ગનુબેન વા/ઓપોપટભાઈ વાલજીભાઈ વાઘેલા ને છ મહિના માટે અમરેલી, બોટાદ, રાજકોટની હદમાંથી હદપાર કરવા હુકમ કરેલ તેમજ – 3) દિપકભાઈ મધુભાઈકાવઠીયાને એક વર્ષ માટે અમરેલી, બોટાદ, રાજકોટની હદમાંથી હદપાર કરવા હુકમ કરેલ તેમજ – 4) પ્રભાબેન વા/ઓ ધીરૂભાઈ ચુનીભાઈ કાવઠીયાને છ મહિના માટે અમરેલી, બોટાદ, રાજકોટની હદમાંથી હદપાર કરવા હુકમ કરેલ જે હુકમ આધારે પો.સ.ઈન્‍સ. એ.વી. સરવૈયા તેમજ પો.સ.ઈન્‍સ. એસ.એચ.નીમાવત તથા બાબરા પો.સ્‍ટેના પોલીસ સ્‍ટાફના માણસોએ તાત્‍કાલીક યોગ્‍ય કાર્યવાહી કરી ઉપરોકત જણાવ્‍યા નામો પૈકી નં.(1) તેમજ (ર) નાઓ ભાવનગરના શિહોર ખાતે તેમના સંબંધીને ત્‍યાં રહેવા માંગતા હોય જેથી તેઓને ગઈ તા.11/9 ના રોજ ભાવનગરના શિહોર પો.સ્‍ટે. ખાતે સોંપી આપેલ છે. તેમજ નં.(3) તેમજ (4) નાઓને તા.1ર/9/ર018ના રોજ જુનાગઢ ખાતે તેમના સંબંધીને ત્‍યાં રહેવા માંગતા હોય જેથી તેઓને જુનાગઢ ખાતે હદપાર કરેલ છે.


અમરેલીનાં રોકડીયાપરામાં ગેસ સીલીન્‍ડર લીકેજ થતાં 3 વ્‍યકિત ઘાયલ

રસોઈ બનાવતી વેળા દુર્ઘટના ઘટી

અમરેલી, તા. 1ર

અમરેલીનાં ચક્કરગઢ રોડ, રોકડીયાપરામાં રહેતાં રણજીતભાઈ પાનસીંગભાઈ ગોહિલ, દિપુભાઈ રામવીરભાઈ ગોહિલ તથા બન્‍ટીભાઈ ગૌતમભાઈ ગોહિલ ગત તા.10નાં રાત્રીનાં 8વાગ્‍યાનાં સમયે પોતાના ભાડાનાં મકાનમાં સાંજની રસોઈ બનાવતાં હતા ત્‍યારે અકસ્‍માતે પ લીટર એલ.પી.જી. સીલીન્‍ડર બાટલાની નળી લીકેજ થતાં અને અચાનક જ ભડકો થતાં તમામ હાથ-પગે તથા શરીરે દાજી જતાં ત્રણેયને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.


અરેરાટી : અમરેલીનાં ચાંદગઢ ગામે આર્થિક સંકડામણથી ઝેરી દવા પીનાર ખેડૂત પત્‍નિનું નિધન

થોડા દિવસો પહેલા ખેડૂતનું પણ નિધન થયું હતું

ખેડૂત દંપત્તિએ અઠવાડીયા પહેલા ઝેરી દવા પીધી હતી

અમરેલી, તા. 1ર

અમરેલી તાલુકાનાં ચાંદગઢ ગામનાં ખેડૂત દંપતિએ એક અઠવાડીયા પહેલા ઝેરી દવા ગટગટાવી લેતાં પતિ-પત્‍નિને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. બાદમાં ખેડૂતનું સારવાર દરમિયાન મોત થયા બાદ ગઈકાલે તેમનાં પત્‍નિનું પણ મોત થયાનું તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ચાંદગઢ ગામે રહેતાં લાભુબેન ભરતભાઈ ખુમાણ નામનાં 4ર વર્ષિય મહિલાનાં પતિએ ઝેરી દવા પી લેતાં પતિનું મૃત્‍યુ થયું હતું. જે બાબતે લાગી આવતાં લાભુબેને પણ પોતાની મેળે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લેતાં તેમનું પણ સારવાર દરમિયાન મોત થયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


ભુવા ગામે ઘરકંકાસનાં કારણે યુવકે ઝેરી દવા પી અંતિમવાટપકડી

અમરેલી, તા. 1ર

સાવરકુંડલા તાલુકાનાં ભુવા ગામે રહેતાં સુરેશભાઈ ગોબરભાઈ વાઘેલા નામનાં 3ર વર્ષિય યુવકે ગત તા.10નાં રોજ ભુવા ગામે ઘરકંકાસનાં કારણે મજુરી કામે ગયેલ ત્‍યાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેમનું મોત થયાનું સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર થવા પામેલ છે.


આંબરડી ખાતે કુવામાં શિડયુલ-1નાં અજગરે દેખા દીધી

વન વિભાગે અજગરને સલામત સ્‍થળે ખસેડયો

સા.કુંડલા, તા.1ર

સાવરકુંડલાના આંબરડી ગામનાં ખેડૂત પ્રાગજીભાઈ ગેવરીયાની વાડીમાં આજે સવારે પાણી ભરેલા કુવામાં અવાજ આવતા વાડીમાં કામ કરી રહેલ મજુરે કુવામાં નજર કરતા મહાકાય અજગર નજરે પડતા મજુરના હોંશ ઉંડી ગયા હતા. અજગર શીડયુલ-1 માં આવતું સરીસૂપ પ્રાણી છે. અજગરનું રહેઠાંણ જંગલ સહિત મોટા ભાગે રેવન્‍યું વિસ્‍તારોમાં તળાવ, કુવા જેવા પાણી વાળા વિસ્‍તારોની ભેખડોમાં વસવાટ કરતા હોય છે. શિડયુલ-1 માં આવતા અજગરને બહાર કાઢવા બાજુના વાડી માલિક દકુભાઈ માલાણીએ વનવિભાગને જાણ કરતા તુરંત વન વિભાગના એસ.પી. કટારા આવી પહોંચયા હતા. 70 ફુટ ઉંડા કુવામાંથી અજગરને સલામત બહાર કાઢવો મુશ્‍કેલ અને જોખમ ભર્યુ કામ હતું. પરંતુ ફોરેસ્‍ટના એસ.પી. કટારા માટે આ કામ આસાન હતું. વન વિભાગનીરેસ્‍કયુ ટીમના હુસેન લલિયા સાથે કટારાએ દોરડા વડે કુવામાં ઉતરી એક કલાકની સટોસટીની જહેમત બાદઅજગરને પકડી પાડી સલામત રીતે કુવામાંથી બહાર કાઢી કોથળામાં પુરી દઈ મિતીયાળા અભ્‍યારણ્‍યમાં મુકત કરવામાં આવેલ.


ચાંચ ગામે યુવકને પ જેટલા ઈસમોએ માર મારી માથુ ફાડી નાંખ્‍યું

પાવડો, લોખંડનાં સળીયા વડે આડેધડ માર્યો માર

અમરેલી, તા. 1ર

રાજુલા તાલુકાનાં ચાંચ બંદર ગામે રહેતાં રમેશભાઈ જગુભાઈ શિયાળ નામનાં 3પ વર્ષિય યુવકને ગત તા.10 નાં રોજ ચાંચ ગામે રહેતાં છગનભાઈ ભાણાભાઈ ચૌહાણે વગર કોઈ કારણે ગાળો આપી જતાં રહૃાા બાદ તે જ ગામે રહેતાં સંજય છગનભાઈ, નાનજી છગનભાઈ, ભરત વીરાભાઈ તથા લાલજી વીરાભાઈ પાવડો, લોખંડનાં સળીયા વડે યુવકને માર મારી માથામાં ગંભીર ઈજા કર્યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સામાપક્ષે લાલજીભાઈ વીરાભાઈ શિયાળે પણ આરોપી રમેશ જગુભાઈ શિયાળ, વિઠ્ઠલ જગુભાઈ શિયાળ, બહાદુર જગુભાઈ, મંજુબેન રમેશભાઈ તથા ચોથીબેન વિઠ્ઠલભાઈ સામે લોખંડનાં સળીયા વડે માર માર્યાની સામીફરિયાદ નોંધાવી છે.


રાજુલાનાં કુંડલીયાળા ગામે ચુલા ઉપર ચા બનાવતી તરૂણી દાજી જતાં સારવારમાં

ચુલામાં કેરોસીન નાંખવા જતાં ભડકો થતાં બન્‍યો બનાવ

અમરેલી, તા. 1ર

રાજુલા તાલુકાનાં કુંડલીયાળા ગામે રહેતી હર્ષાબેન નામની 1પ વર્ષિય તરૂણી ગત તા.9નાં રોજ બપોરનાં સમયે પોતાના ઘરે ચુલા ઉપર ચા બનાવતી હોય, અને ચુલો સળગાવવા માટે થઈચુલામાં કેરોસીન ડબલા વડે નાંખવા જતાં અકસ્‍માતે કેરોસીન ભરેલ ડબલુ ચુલામાં ઉંધુ વળી જતા એકદમ ભડકો થતાં તેણીએ પહેરેલ કપડાને ઝાળ લાગી જતાં તેણી સખત દાજી જતાં પ્રથમ રાજુલા અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ છે.


અમરેલીમાં પત્‍નિને થપ્‍પડ મારી છરી વડે ઈજા કરનાર પતિ વિરૂદ્ધ ફરિયાદ

પારકા કામ બાબતે પતિ-પત્‍નિ વચ્‍ચે માથાકૂટ

અમરેલી, તા. 1ર

અમરેલીનાં ગાયત્રી મંદિર પાછળનાં ભાગે રહેતાં વનિતાબેન મહેશભાઈ વાળા નામની ર8 વર્ષિય પરિણીતા પોતાના પિયરમાં હોય, ત્‍યારે આજે સવારે તેણીનાં પતિ મહેશ ઉમેદભાઈ વાળાએ સર્વોદય સોસાયટીમાં આવી પારકા કામ કરવા બાબતે ના પાડી ઉશ્‍કેરાઈ જઈ તેણીને ઝાપટ મારી તથા છરી વડે પગનાં ભાગે ઈજા કર્યાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાવી છે.


હાશકારો : ગુવારરૂપી શાકમાં ભાવ ગગડતા ગૃહિણો ખુશ

કાળઝાળ મોંઘવારીમાં મહત્‍વનાં શાકનો ભાવ તળિયે પહોંચ્‍યો

હાશકારો : ગુવારરૂપી શાકમાં ભાવ ગગડતા ગૃહિણો ખુશ

એક મહિના પહેલા રૂપિયા 100નો ભાવ હતો હવે ભાવ માત્ર રૂપિયા ર0 થઈ ગયો

બાબરાનાં માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં 1ર00 મણ ગુવારની આવક થવા પામી

બાબરા, તા. 1ર

બાબરામાં માર્કેટીંગયાર્ડ લીલા ગુવારથી છલકાયું હતું. એક જ દિવસમાં 1ર00 મણ જેટલી અધધધ આવક થતાં ગુવારનો ભાવ ગગડતા ખેડૂતોમાં ચિંતાની લાગણી છવાઈ તો ગૃહિણીમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

બાબરા પંથકમાં ગુવારનું પુષ્‍કળ ઉત્‍પાદન થતાં અહી બાબરા માર્કેટીંગયાર્ડમાં આવેલ શાકમાર્કેટ ગુવારથી છલોછલ જોવા મળી હતી. જયાં નજર નાખો ત્‍યાં બસ ગુવારના મસમોટા ઢગલા જોવા મળી રહૃાાં હતા. પુષ્‍કળ પ્રમાણમાં ગુવારની આવકના કારણે વેપારીઓ અને યાર્ડના સત્તાધીશોમાં આશ્ચર્ય જોવા મળ્‍યું હતું. જો કે બાબરા પંથકમાં પાણીવાળા ખેતરોમાં શાકભાજીનું વિપુલ પ્રમાણમાં ઉતપાદન થયું છે જેમાં ગુવાર મુખ્‍ય છે. શાકભાજીમાં ગુવારની ખરીદી વધુ લોકો કરતા હોય છે. એક માસ પહેલા ગુવારનો ભાવ 100 રૂપિયે કિલો હતો જો કે હાલ ગુવારની આવક બમણી થતાં ભાવ ર0થી રપ રૂપિયા આવી ગયો છે. જેના કારણે લોકોમાં             રાહત છે.

યાર્ડના કર્મચારી અરૂણભાઈ ભાયાણીના જણાવ્‍યા અનુસાર આ વર્ષે ગુવારની આવક યાર્ડના ઈતિહાસમાં પ્રથમવાર છે. આટલી મોટી આવક માર્કેટીંગયાર્ડના શાકમાર્કેટમાં કયારેય નોંધાય નથી.

અહીં શાકમાર્કેટના વેપારીઓના જણાવ્‍યા પ્રમાણે બાબરા પંથકમાં ગામડાઓ પાણી ધરાવતા ખેડૂતોમાં ગુવારનું મોટા પ્રમાણમા વાવેતર કરવામાં આવ્‍યું છે. જેના કારણે મોટી આવક જોવા મળી છે. બાબરા માર્કેટીંગયાર્ડમાં ગુવારની પુષ્‍કળ આવકના કારણે ગુવારનો ભાવ જે 600થી 800 હતો તે આજે 3પ0 થી 400 સુધી પહોંચી ગયો છે. વેપારીના જણાવ્‍યા અનુસાર ગુવારનો ભાવ નીચે રહેતા ખેડૂતોને પરવડે તેમ નથી પણ ઉત્‍પાદનમાં વધારો હોવાથી ખેડૂતો ના છૂટકે ગુવારનું વેચાણ કરી રહૃાા છે.

બાબરા માર્કેટીંગયાર્ડમાં કરીયાણા, ખંભાળા, નિલવડા, કીડી, શિરવાણીયા સહિતના બાબરા પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી ગુવારની પુષ્‍કળ આવક આવે છે. ગુવારનું પુષ્‍કળ ઉત્‍પાદનના કારણે ભાવ પણ તળીયે ગયા છે. જેના કારણે ખેડૂતોની મુશ્‍કેલીમાં વધારો થયો છે. ખેડૂતોના જણાવ્‍યા અનુસાર ગુવારના વર્તમાન બજારના કારણે મજૂરી પણ માંડ નીકળશે તો બીજી તરફ શાકાભાજીમાં મહત્‍વ ધરાવતો ગુવાર બજારમાં સસ્‍તો થતાં ગૃહિણીમાંખુશીની લાગણી જોવા        મળી છે.

અહીં બાબરા માર્કેટીંગયાર્ડમાં વર્ષોથી શાકભાજીની દલાલી કરતા વેપારી મુનાભાઈએ જણાવ્‍યું હતું કે, અહીં હરરાજીમાં આવતો ગુવાર અહીંના સ્‍થાનિક વેપારીઓ પીઠે ખરીદી કરી અન્‍ય જિલ્‍લા અને તાલુકામાં નિકાસ કરવામાં આવે છે. બાબરાનો ગુવાર સુરત, ભાવનગર, અમદાવાદ, બોટાદ, પાલીતાણા સહિતના અન્‍ય જિલ્‍લાઓમાં જાય છે.


‘‘દેવા ઓ દેવા ગણપતિ દેવા તુમસે બઢકર કોન” : અમરેલી જિલ્‍લામાં આજથી ‘‘ગણેશોત્‍સવ”નો પ્રારંભ

‘‘દેવા ઓ દેવા ગણપતિ દેવા તુમસે બઢકર કોન”

અમરેલી જિલ્‍લામાં આજથી ‘‘ગણેશોત્‍સવ”નો પ્રારંભ

અમરેલી શહેરમાં ગણપતિ હોલ, સિનિયર સીટીઝન પાર્ક સહિતનાં સ્‍થળોએ ગણપતિ સ્‍થાપન કરાશે

અમરેલી, તા. 1ર

અમરેલી જિલ્‍લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભભગણેશોત્‍સવભભનો આવતીકાલ ગુરૂવારથી આસ્‍થા અને ઉત્‍સાહભેર પ્રારંભ થઈ રહૃાો હોય ગણેશ ભકતોમાં જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે.

જિલ્‍લાનાં અંતરિયાળ વિસ્‍તારથી લઈને મુખ્‍ય મથક સુધી વિવિધ સંગઠનો અને ધાર્મિક સંસ્‍થાઓ ઘ્‍વારા ગણપતિનું સ્‍થાપન 10 દિવસ માટે કરીને અનેકવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

અમરેલી શહેરમાં સૌથી જુના નાગનાથ યુવક મંડળ ઘ્‍વારા ગણપતિ હોલમાં ગણપતિની સ્‍થાપના કરવામાં આવશે. તેમજ સરકારવાડા, સિનિયર સિટીઝન પાર્ક સહિત શહેરમાં સેંકડો સ્‍થળોએ ગણપતિની સ્‍થાપના કરવામાં આવી રહી છે.

તદઉપરાંત જિલ્‍લામાં સાવરકુંડલા, રાજુલા, ખાંભા, ધારી, બગસરા, બાબરા, દામનગર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાં તેમજ જિલ્‍લામાં હજારો ઘરમાં પણ ગણપતિની સ્‍થાપના કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.


અમરેલીમાં લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તેજસ્‍વી તારલાઓનું સન્‍માન  

              તા. ર/8ના રોજ પટેલ સંકુલમાં લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અમરેલી દ્વારા અગિયારમો તેજસ્‍વી તારલાઓ તેમજ સમાજની ગૌરન્‍વિત પ્રતિભાઓનું ભવ્‍યાતિ ભવ્‍ય સન્‍માન સમારોહ યોજાયેલ. આ કાર્યક્રમના દીપ પ્રાગટય અગ્રણી મનુભાઈ કાકડીયા, ઉદ્યોગપતિ અશોકભાઈ ગજેરા, ગોરધનભાઈઅકબરી, ભકિતરામ બાપુ, લવજી બાપુ તેમજ લેઉવા પટેલ સમાજના મોભીઓ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના મુખ્‍ય અઘ્‍યક્ષ વકતા ઘનશ્‍યામભાઈ લાખાણી તેમજ કનુભાઈ કરકરે પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શૈક્ષણિક સંગઠન તેમજ એકતાની ભાવના રૂપે વકતવ્‍ય આપેલ. તેમજ પ્રમુખ ડી.કે. રૈયાણીએ સ્‍વાગત પ્રવચન કરેલ. તેમજ ઉદ્‌ઘોષક તરીકે હરેશ બાવીશીએ કરેલ. આભારવિધિ સંજય રામાણીએ કરેલ. કાર્યક્રમનું સંચાલન ભીખુ કાબરીયાએ કરેલ. સેવાકીય કાર્ય શૈક્ષણિક કાર્ય, સંગઠન કાર્યક્રમ બાબતે જે કોઈ ભવિષ્‍યમાં જરૂર પડે તેમાં અમારો સંપૂર્ણ સહકાર રહેશે. સમાજ તમામ અગ્રણીઓએ ખાતરી આપેલ. ઉપરોકત કાર્યક્રમમાં ધોરણ 1 થી 1રના વિદ્યાર્થી સમાજની પ્રતિભા જેવી કે ડોકટર, પી.એચ.ડી., એન્‍જિનિયરીંગ તમામ ફેકલ્‍ટી તથા ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરે તેવા તમામ દીકરા-દીકરીઓનું ટ્રાવેલિંગ બેગ, મોમેન્‍ટો, શિલ્‍ડ તેમજ સન્‍માનપત્રથી સમાજના મોભીઓ દ્વારા સન્‍માન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સમાજના લોકો બહોળી સંખ્‍યામાં હાજર રહયા હતા. જીજ્ઞેશ કયાડા જે કે બેગ સારો સહકાર આપેલ. આ સન્‍માન સમારોહમાં ઉપસ્‍થિત રાજસ્‍વી રતનો નારણભાઈ કાછડીયા, વીરજીભાઈ ઠુંમર, કોકીલાબેન કાકડીયા, જનક તળાવીયા, હિરેન હિરપરા, હાર્દિક કાનાણી, પ્રદિપ કોટડીયા, શંભુભાઈધાનાણી, વિપુલ શેલડીયા, સમાજ અગ્રણી તેમજ ઉદ્યોગપતિ દાતા કાળુભાઈ ભંડેરી,     કાળુભાઈ તારપરા, વસંત મોવલીયા, દિનેશભાઈ બાંભરોલીયા, પ્રેમજીભાઈ ડોબરીયા, દકુભાઈ ભુવા, એમ.કે. સાવલીયા, કેયુર રૈયાણી, એ.બી. કોઠીયા, કાંતિભાઈ વઘાસીયા, રીધેશ નાકરાણી, આર.કે. રૈયાણી, કાળુભાઈ રૈયાણી, ઘનશ્‍યામ રૈયાણી, પંકજ ધાનાણી, ચંદુભાઈ સાવલીયા, ગોરધનભાઈ માદલીયા, ભરતભાઈ ચક્રાણી, મનુભાઈ દેસાઈ, કાળુભાઈ સુહાગીયા, ચતુરભાઈ ખુંટ, વલ્‍લભભાઈ રામાણી, મનસુખભાઈ ધાનાણી, બ્રિજેશ પલસાણા, મગનભાઈ વસોયા, નિલેશ દેસાઈ, નંદલાલ ભડકણ, નિમેષ બાંભરોલીયા, જગદીશ તળાવીયા, તમામ સભ્‍ય, વાલીઓ, વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ સફળ બનાવવામાં અરજણભાઈ કોરાટ, રમેશ બાબરીયા, નિલેશ મુલાણી, કેતન કાબરીયા, કૌશલ ભીમાણી, રાહુલ ઘાડીયા, સુરેશ દેસાઈ, ઘનશ્‍યામ રૈયાણી, જયંતિ કાબરીયા, ભરત પાનસુરીયા તેમજ સમાજની ટીચર ટીમ ભરત બાવીશી, પંકજ કાબરીયા, કલ્‍પેશ કાબરીયા, મહેશ રામોલીયા, મુકેશ સોરઠીયા, ગોટી પ્રદિપ, સાવલીયા રાકેશ, એ.બી. સાકરીયા, સી.પી. ગોંડલીયા, ભાવેશ ભાલીયા, જયેશ સાવલીયા, કાકડીયા અલ્‍પેશ, ચંદ્રેશ સાવલીયા, વિરલ કાનાણી, હિમાંશુ ભીમાણી, જીતુ બુહા, ચેતન રૈયાણી, વિપુલ બાલધા, ચંદુ સાવલીયા, મુકેશ વડાલીયા, ધીરૂભાઈ, દીપકકાનાણી, જયસુખ સોરઠીયા, મીનીશેઠ વિમલ દેવાણી, મહેશ રામોલીયા, ધીરૂભાઈ ઠુંમર, અલ્‍પેશ કાછડીયા, ભરત સોજીત્રા, ભૂપતભાઈ ઉંઘાડ, પ્રણવ માલવીયા, ચિરાગ ઠુંમર, સી.કે. રામાણી, પી. ચીમનભાઈ સોજીત્રા સંજય માલવીયા, જયસુખભાઈ સોરઠીયા, દિપક ધાનાણી, ચકકરગઢ રોડના તમામ શિક્ષક ટીમ, ગ્રાફી સાધના સ્‍ટુડિયો ફ્રીમાં કરેલ. સંસ્‍થા તમામ સભ્‍યો તેમજ પટેલ સંકુલનો કાર્યક્રમમાં કેમ્‍પસનો ઉપયોગ કરવા બદલ સંસ્‍થાએ પટેલ સંકુલનો આભાર વ્‍યકત કરેલ. લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટને તમામ સભ્‍યોનો સહકાર        મળેલ હતો તેમ સંજય રામાણીની યાદી જણાવે છે.


આલે લે : નાની ગરમલીનાં ધો. 6 અને ધો. 7નાંવિદ્યાર્થીઓને અભ્‍યાસ અર્થે મોટી ગરમલી જવું પડશે

રાન્નય સરકાર નાના બાળકોને પણ મુશ્‍કેલી આપી રહી છે

આલે લે : નાની ગરમલીનાં ધો. 6 અને ધો. 7નાંવિદ્યાર્થીઓને અભ્‍યાસ અર્થે મોટી ગરમલી જવું પડશે

સરપંચ સહિતનાં આગેવાનોની રજુઆત ઘ્‍યાને ન લેવાતાં શાળાને તાળા બંધી

ધારી, તા.1ર

ધારી તાલુકાના નાના ગરમલીમાં ધોરણ 6 અને 7 નાં વિદ્યાર્થીઓને અભ્‍યાસ અર્થે દોઢ કિલોમીટર દુર મોટી ગરમલી ગામે ખસેડવાનો નિર્ણય થતા ગ્રામજનોએ શાળાને તાળા બંધી કરી હતી.

આ અંગેની વિગત અનુસાર ધારીના નાની ગરમલી ગામનાં ધો.6 અને 7 નાં વિદ્યાર્થીઓને ગામથી દુર મોટી ગરમલી ગામમાં અભ્‍યાસ અર્થે જવાનો નિર્ણય કરવામાં આવતા આગેવાનો, ગ્રામજનો અને વાલીઓ દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષણનો બહિષ્‍કાર કરી તાળા બંધી કરી હતી.

આ અંગે ગામનાં સરપંચ હરપાલભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે, નાની ગરમલીના 38 વિદ્યાર્થીઓને દોઢ કિ.મી. દુર મોટી ગરમલી અભ્‍યાસ કરવા જવા નિર્ણય કરાયો છે. આ અંગે જિલ્‍લા તથા તાલુકા પંચાયતમાં અનેકવાર રજુઆત કરવા છતા યોગ્‍ય ન થતા તાળા બંધી કરી હતી.


અમરેલી જિલ્‍લામાં ઉગી નીકળેલ ‘‘ઘાસ” જોખમી : પર્યાવરણ અને પશુઓ માટે પણ ઘાતક ગણાતાં ઘાસ અંગે ગંભીરતાથી વિચારવું જરૂરી

જે લીલુ હોય તે બધુ સારૂ હોય એ માનવું ભુલ ભરેલું છે

અમરેલી જિલ્‍લામાં ઉગી નીકળેલ ‘‘ઘાસ” જોખમી

કૃષિ વૈજ્ઞાનિકો જણાવી રહૃાા છે કે આ પ્રકારના ઘાસમાં પારથેનિન નામક ઝેરી રસાયણ હોય છે

પર્યાવરણ અને પશુઓ માટે પણ ઘાતક ગણાતાં ઘાસ અંગે ગંભીરતાથી વિચારવું જરૂરી

અમરેલી, તા. 1ર

અમરેલી જિલ્‍લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા બાદ જયાં ત્‍યાં ઉગી નીકળતાં ઘાસમાં પારથેનિન નામક ઝેરી રસાયણ હોવાનું કૃષિ વૈજ્ઞાનિકો જણાવી રહૃાા છે અને આ પ્રકારનાં ઘાસથી ચામડીનાં રોગો અને તેની ગંધથી પણ રોગ થવાની સંભાવનાં હોય સરકાર અને સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓએ આ ઘાસની ઓળખ કરીને તેને દુર કરીને પર્યાવરણ અને પશુઓ પર થતું જોખમ દુર કરવું જોઈએ તેવી માંગ ઉભી થઈ છે. અમરેલી જિલ્‍લામાં હજારો ચો.મી. જમીન પર એકદમ લીલું દેખાતું ઘાસ દુરથીસૌને પસંદ આવી રહૃાું છે. અને ધરતી પર લીલી જાજમ બિછાવી હોય તેવું લાગે છે. પરંતુ આ ઘાસ અતિ હાનીકારક હોય નુકશાનકારક ઘાસ દુર કરવું જરૂરી છે.


જાફરાબાદનાં ભાકોદર ગામે કાર્યરત સ્‍વાન કંપનીને હટાવવા ગામજનોની ઉગ્ર રજૂઆત

ગામજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી

અમરેલી, તા. 1ર

જાફરાબાદનાં ભાકોદર ગામની સ્‍વાન કંપનીને હટાવવાની માંગ સાથે સ્‍વાન કંપની હટાવો આંદોલન સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છ કે, જાફરાબાદ તાલુકાનાં ભાકોદર ગામે સ્‍વાન એલ.એન.જી. કંપની ર્ેારા ભાકોદર ગામે જેટી બનાવી ગેસ આયાત કરવાનું કામ ચાલુ કરવાની છે. આ પ્રા.લી.કંપની ર્ેારા જેટી બનાવી, ગેસ આયાત કરવાનું કામ કરવાની હોય તેવું જાણવા મળેલ છે. તો ભાકોદર ગામની સરકારી જમીન પડતર જમીન, ખરાબાની જમીન, ખારલેન્‍ડની જમીન, ગૌચરણની જમીન, ખાનગી માલિકીની જમીન ઉપર ગેરકાયદેસર રીતે જમીન હડપ કરી છે અને ગામની જમીન ગામની જ છે. ગામ જ માલિક છે. ગામની સરકારી જમીન, પડતર જમીન, ખરાબાની જમીન, ખારલેન્‍ડની જમીન, ગૌચરણની જમીનનાં માલિક સરકાર હરગીજ નથી. આ તમામ જમીનનો માલિક ગ્રામસભા છે. ગ્રામ સભાને તમામ પ્રકારની સત્તા છે. છતાં પણ આ વિસ્‍તારનાં ગરીબ વર્ગના, પછાત વર્ગના, અભણ અને કાયદાનાં અજ્ઞાન લોકો ઉપર સત્તાનો, પોલિસનો, સરકારી અધિકારીઓનો, સરકારી તંત્રનો દુરૂપયોગ કરીને, કાયદાનો ડર બતાવીનેનીતિ-નિયમોને નેવે મુકીને આ પ્રા.લી. કંપનીએ પોતાનું કામ શરૂ રાખેલ છે. આ પ્રા.લી. કંપની સામે ગામનાં લોકો, માતાઓ, બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓ ર્ેારા રસ્‍તા રોકો આંદોલન, સત્‍યાગ્રહ, ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે. છતાં પણ આ સરકારી તંત્ર ર્ેારા પોલિસ અને કાયદાનો દુરૂપયોગ કરીને ગામનાં બાળકો, માતાઓ, વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ મળીનુ કુલ 400 થી પ00 જણાની ધરપકડ કરીને ખાંભા, સાવરકુંડલા, ટીંબી, રાજુલા, જાફરાબાદ લઈ જઈને કાયદાનો ડર બતાવીને કાયદાનો કોરડો વીંધીને રાત્રીના મોડે-મોડે કાયદાની અલગ અલગ ખોટી ખોટી કલમો લગાડીને લોકોને ડર બતાવે છે. લોકોને ધાકધમકી, ધરપકડ કરી, લોકશાહીમાં સત્‍યાગ્રહ આંદોલનને દાબી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ અંગે જાતે જ સ્‍થળ ઉપર આવીને લોકશાહીનું ખુન થતા અટકાવવા લોકશાહીને સરમુખત્‍યારશાહી તરફ જતી અટકાવવા અંતમાં માંગ કરેલ છે.

 

 

ભાકોદર ગામના લોકોની માંગણી છે કે

અમરેલી, તા. 1ર

(1) સ્‍વાન એલ.એન.જી. કંપની પ્રા.લી. કંપનીએ જેટી બનાવવાનું કામ શરૂ કરેલ છે. આ જમીન તમમ પ્રકારની જમીન, ભાકોદર ગામની જ છે. ભાકોદર ગામના જ સર્વે નંબરો છે. છતાં પણ દુનિયાનાં લોકોને ઉઠા ભણાવીને, લોકોને ઉંધા ચશ્‍મા પહેરાવીને દેશની 130 કરોડ જનતાને મુર્ખ બનાવવાનુંકામ કર્યુ છે. જયાં ભાકોદર ગામનું નામ જ ગાયબકરી દેવામાં આવેલ છે.

(ર) આ કંપની ગેસ આયાત કરવાનું કામ કરવાની છે. આ ગેસ ખુબ જ જોખમી છે. આ અમારા ગામમાંથી પસાર થવાનો છે. આ ગામની વસ્‍તી રપ00 થી 3000 ની વસ્‍તી આવેલી છે. જયાં શાળા છે. શાળામાં બાળકો 400 બાળકો અભ્‍યાસ કરે છે. આ સ્‍વાન એલ.એન.જી. કંપનીએ તમામ નીતિ, નિયમો, કાયદાઓ, પ્રદુષણ નિયંત્રણ ખેડ કે ગ્રીન ટ્રીબ્‍યુનલ, લોક સુનાવણીમાં પણ તેમના લોકોએ વિરોધ કરેલ છે. છતાં પણ આ અધિકારીઓએ આ ગંભીર બાબતો ઉપર વિચાર કરેલ નથી.


13-09-2018