Main Menu

Wednesday, September 12th, 2018

 

અમરેલી એસ.ટી. વિભાગમાં અનિયમિતતાનું ચક્ર ફરે છે

મહત્‍વનાં અનેક રૂટ બંધ કરી દેવાતા મુસાફરવર્ગમાં નારાજગી

અમરેલી એસ.ટી. વિભાગમાં અનિયમિતતાનું ચક્ર ફરે છે

પેધી ગયેલ કર્મચારીઓ સામે શિક્ષાત્‍મક પગલા લેવાને બદલે ઉચ્‍ચ અધિકારીઓ મુસાફરોને કરે છે અન્‍યાય

અમરેલી, તા.

સરકાર ઘ્‍વારા કરોડો રૂપિયાનાં ખોટનાં ખાડામાં ડૂબી રહેલ ગુજરાત એસ.ટી. બસનું ખાનગીકરણ કરવાનાં બદલે મુસાફરોની સવલત અર્થે અંતરીયાળ ગામોમાં પણ એસ.ટી. બસો ચાલું રાખેલ છે. પરંતુ અમરેલી એસ.ટી. ડિવીઝન અધિકારી ઘ્‍વારા એસ.ટી. બસની સુવિધા વધારવાના બદલે વરસોથી ચાલું રૂટો એકાએક બંધ કરી મુસાફરોની દુવિદ્યામાં વધારો કરતાં ભારે રોષની લાગણી છવાયેલ છે.

પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી એસ.ટી. તંત્રના અધિકારી પોતાનીમનમાની ચલાવી વરસોથી સવારે સાડા સાતે ઉપડતી અમરેલી-ઉના બસ બંધ કરી દેવામાં આવતા કાયમી અપડાઉન કરતાં મુસફરો ભારે મુશ્‍કેલીમાં સપાડયેલ છે. સાથો સાથ આ રૂટનાં ખાંભા, ડેડાણ, નાગેશ્રી સહિતના અનેક ગામોનાં મુસાફરોને મળતો આ બસનો લાભ એસ.ટી.ના અધિકારીનાં તઘલખી નિર્ણયથી છીનવાઈ ગયેલ છે.

અમરેલી એસ.ટી. તંત્રના કથળેલ વહિવટનાં કારણે એસ.ટી.નાં ડ્રાઈવર-કંડકટર પણ સમયસર ફરજ પર આવતાં ન હોવાનાં કારણે આવા કર્મચારીઓ સામે અધિકારી ઘ્‍વારા શિક્ષાત્‍મક પગલા ભરવાનાં બદલે બસનાં રૂટ કેન્‍સલ કરી મુસાફરોને બાનમાં લેવામાં આવતાં હોવાની ફરિયાદો ઉઠેલ છે. જેમાં સવારે અમરેલી ડેપોમાંથી ઉપડતી અમરેલી-જુનાગઢ, અમરેલી-            સાળીંગપુર સહિતની બસો અનિયમિત તેમજ એસ.ટી. તંત્રની મનસુફી  મુજબ જ ઉપડતી હોવાથી આ           રૂટનાં મુસાફરો મુશ્‍કેલીમાં સપડાઈ રહેલ છે.


આલે લે : જાફરાબાદનાં ભાંકોદરનાં ગામજનોને ખાનગી કંપની સામે આંદોલન કરવામાં અનેક વિક્ષેપો

લોકશાહી શાસનમાં શાંતિપૂર્ણ આંદોલન કરવું એ સૌનો અધિકાર છે

આલે લે : જાફરાબાદનાં ભાંકોદરનાં ગામજનોને ખાનગી કંપની સામે આંદોલન કરવામાં અનેક વિક્ષેપો

જવાબદાર તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ઠાગાઠૈયાથી નારાજગી

અમરેલી, તા.

જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારના ભાંકોદર ગામે સ્‍વાન એલ.એન.જી. નામની કંપની આવેલ છે. આ અહીંયા જેટી બનાવવાનું કામ કરી રહી છે. પરંતુ ગામના ખેડૂતો અને બેરોજગારોની ફરિયાદો છે કંપની ગામના ખેડૂતોને વળતર પણ ચૂકવતી નથી. તેમજ ગામના બેરોજગારોને ધંધા રોજગાર પણ આપતી નથી. બીજી તરફ કંપની આ ગામમાં બે વર્ષથી કામ ચાલુ કર્યું છતાં પણ ગામમાં એક વિકાસનું કામ કર્યું નથી. તેના કારણે આ કંપની સામે ગામના બેરોજગારો અને ખેડૂતોએ મોરચો માંડયો છે. અગાઉ તંત્ર દ્વારા ફકત બે દિવસ 4 અને પ સપ્‍ટેમ્‍બર માટે ઉપવાસ આંદોલનની મંજૂરી આપવામાં આવી હતી. ત્‍યારબાદ ગામજનોની માંગણી પૂરી ના થતા ફરી પ્રતીક ઉપવાસ આંદોલન કરવા માટે રાજુલા પ્રાંત કચેરીમાં અરજી કરી હતી પરંતુ પોલીસ તંત્ર દ્વારા 144ના જાહેરનામાનાં કારણે મંજૂરી આપી ના હતી. ગામજનોએ પોતાની માલિકીની જગ્‍યામાં પણ આંદોલન કરવા માટે મંજૂરીમાંગી હતી તો પણ નામંજૂર કરવામાં આવી હતી. ત્‍યારબાદ જાહેરનામા પુરૂ થઈ જતાં ગામના ઉપસરપંચ લાલાભાઈ શિયાળ દ્વારા ફરી આંદોલનની મંજૂરી માંગી હતી પરંતુ હજુ સુધી તેમને આંદોલન માટે મંજૂરી મળી નથી. ભારતીય બંધારણ મુજબ આ દેશના દરેક નાગરિકને બંધારણ મુજબ આંદોલન કરવાનો અને પોતાના હકક અધિકાર માટે લડવાનો અધિકાર આપવામાં આવ્‍યો છે. પરંતુ તંત્ર અને કંપનીઓની મિલીભગતથી આ આંદોલનકારીઓને ઉપવાસ કરવાની મંજૂરી નથી મળતી તેવું લાગી રહયું છે.


પીપાવાવધામની સરકારી જમીનમાં ભૂમાફીયાઓ ર્ેારા હજુ પણ ઝીંગા ઉછેર કેન્‍દ્રનો ધમધમાટ

પીપાવાવનાં સરપંચે કલેકટરને કાર્યવાહી કરવા પત્ર પાઠવ્‍યો

પીપાવાવધામની સરકારી જમીનમાં ભૂમાફીયાઓ ર્ેારા હજુ પણ ઝીંગા ઉછેર કેન્‍દ્રનો ધમધમાટ

સેંકડો દિવસોનાં આંદોલન બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નહી

અમરેલી, તા.

રાજુલા તાલુકાનાં દરિયાકાંઠા વિસ્‍તારના પીપાવાવધામ કે જે ગામનાં ગ્રામજનોએ જીએચસીએલ કંપની અને ભૂમાફિયાઓનાં કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે 76 દિવસ ઉપવાસ આંદોલન તથા 3પ જેટલા દિવસ પાંચ લોકોએ આમરણાંત ઉપવાસ કર્યા હતા ત્‍યારબાદ તંત્ર ર્ેારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જીએચસીએલ કંપની અંગે લેખિત બાંહેધરી આપવામાં આવી હતી ત્‍યારબાદ ગ્રામજનોએ પારણાં કર્યા હતા પરંતુ કંપનીની માપણી પણ પૂર્ણ થઈ ગઈ છે તેમજ આંદોલન દરમિયાન 8 જેટલા દબાણો સાબિત થઈ ગયા હતા મામલતદારર્ેારા ત્‍યાં નોટિસો પણ લગાવી હતી કે આ જમીન સરકારી પડતર જમીન છે, આ જમીનોમાં કોઈએ પેશકદમી કરવી નહીં. આવી નોટિસો લગાવામાં આવી હોવા છતાં હજુ પણ અમુક તળાવોમાં બિનકાયદેસર ઝીંગા ઉછેર કેન્‍દ્ર ચાલી રહૃાા છે તેવું પીપાવાવ ધામનાં માજી સરપંચ ભાણાભાઈ ગુજરીયા ર્ેારા જણાવાયું હતું. તેમજ પીપાવાવ ધામનાં સરપંચ હંસાબેન ગુજરીયા ર્ેારા જીલ્‍લા કલેકટરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે 7/7/18ના રોજ રાજુલા પ્રાંત અધિકારી ર્ેારા આપવામાં આવેલી બાંહેધરી મુજબ પીપાવાવ ધામનાં સર્વે નંબરોની સરકારી પડતર જમીનમાંથી બાકી રહી ગયેલા જીએચસીએલ કંપની તથા અન્‍ય બિન કાયદેસર દબાણો દૂર કરવામાં આવે, જો આ દબાણો દૂર કરવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં અમારા ગ્રામજનોને ફરી ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. અહીંયા પ્રશ્‍નો એ ઉદભવી રહૃાા છે કે જે સરકારી પડતર જમીનોનું રક્ષણ સરકારી અધિકારીઓએ કરવાનું હોય છે તે જમીનો પર બિનકાયદેસર દબાણો હોય તો દૂર કરવાની જવાબદારી સરકાર બાબુઓની હોય પરંતુ અહીંયા તો ગામનાં સરપંચ તથા ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરવામાં આવે છે કે આ જગ્‍યા પર દબાણો છે છતાં પણ નઘરોળ તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી ઉપવાસ આંદોલન કરવા છતાં હજું પણ જીએચસીએલ કંપનીર્ેારા કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં આવ્‍યા નથી.


બાબરા પંથકનાં પ્રૌઢનો સ્‍વાઈનફલુનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સાવચેતીનાં પગલા

થોડા દિવસોમાં વધુ એક કિસ્‍સો બહાર આવ્‍યો

બાબરા પંથકનાં પ્રૌઢનો સ્‍વાઈનફલુનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સાવચેતીનાં પગલા

આરોગ્‍ય વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ થઈ

અમરેલી, તા.

બાબરા તાલુકામાં સ્‍વાઈન ફલુના કારણે તાલુકાનું આરોગ્‍ય વિભાગ ભારે હરકતમાં આવ્‍યું અને તાલુકામાં સામુહિક આરોગ્‍ય કામગીરી હાથ ધરવામાં આવે છે અને લોકોને પુરતી સ્‍વચ્‍છતા જાળવવા અનુરોધ કરવામાં આવી રહૃાો છે.

બાબરા તાલુકાના કીડી ગામમાં થોડા દિવસો પહેલા કોંગોના કારણે એક કોળી યુવાનનું મોત નિપજયું હતું. તેમજ ઘુઘરાળામાં દલિત યુવકનું સ્‍વાઈનફલુના કારણે મોત નિપજયું હતું. તાલુકામાં બે વ્‍યકિતનું જીવલેણ રોગના કારણે મોત થતાં તાલુકાનું આરોગ્‍ય વિભાગ ભારે હરકતમાં આવ્‍યું છે.

ત્‍યારે બાબરા તાલુકાના અમરાપરા ગામમાં એક પટેલ પ્રૌઢનો સ્‍વાઈનફલુ કેસ પોઝીટીવ આવતા આરોગ્‍ય વિભાગ હરકતમાં આવ્‍યું હતું. અહીં અમરાપરા ગામમાં રહેતા એકપટેલ પ્રૌઢ હાલ ચાર દિવસ પહેલા શરદી, ઉધરસ અને તાવની ફરિયાદ કરતા પ્રથમ અમરેલી અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્‍યા. ત્‍યાં તેમનો રિપોર્ટ કરવામાં આવતાં સ્‍વાઈનફલુનો રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્‍લા આરોગ્‍ય વિભાગ ઘ્‍વારા તાત્‍કાલીક અસરથી રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

બાબરા તાલુકા બ્‍લોક હેલ્‍થ ઓફિસર વિરાટ અગ્રાવતનાં જણાવ્‍યા અનુસાર હાલ પટેલ પ્રૌઢની તબીયત સારી અને સુધારા પર છે. તેમજ અમરાપરા ગામમાં તેમના પરિવારના દરેક સભ્‍યની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે અને ગામમાં આરોગ્‍યલક્ષી અને સ્‍વચ્‍છતા સંબંધિત જરૂરી તમામ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ ચાર જેટલી ટીમો ઘ્‍વારા કામગીરી કરવામાં આવી રહી હોવાનું તાલુકા બ્‍લોક હેલ્‍થ ઓફિસર ઘ્‍વારા જણાવ્‍યું હતું.


દરીયાકાંઠે મચ્‍છી પકડવા ગયેલ યુવકનું અકસ્‍માતે પડી જતાં મોત

જાફરાબાદ ખાતે બન્‍યો બનાવ

દરીયાકાંઠે મચ્‍છી પકડવા ગયેલ યુવકનું અકસ્‍માતે પડી જતાં મોત

પગ લપસી જતાં માથાનાં ભાગે ઈજા થતાં બન્‍યો બનાવ

અમરેલી, તા.

જાફરાબાદ ગામે આવેલ મોચીવાડ વિસ્‍તારમાં રહેતાં જાદવભાઈ ભીમાભાઈ બારૈયા નામનાં 40 વર્ષિય યુવક ગત તા.4/8 નાં રોજ સવારે 11 કલાકે જાફરાબાદનાં દરીયાકાંઠે રાઈના ભાઠોડે મચ્‍છીપકડવા ગયેલ ત્‍યારે તેમનો પગ લપસી જતાં પાછળની બાજુ પડી જતાં માથાનાં ભાગે ઈજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાયેલ જયાં તેઓનું સારવાર દરમિયાન મોત થયાનું જાફરાબાદ પોલીસમાં જાહેર થવા પામેલ છે.


જીલ્‍લા પંચાયત રોડ ઉપરથી વિદેશી દારૂની બોટલ સાથે ર આરોપી ઝડપાયા

રૂા.31પ0ની કિંમતનો દારૂ પણ ઝડપી લેવાયો

અમરેલી, તા.

અમરેલી ખાતે આવેલ એસ.ટી. ડેપો પાસે જીલ્‍લા પંચાયત માર્ગ ઉપરથી ગઈકાલે સાંજના સમયે અમરેલીમાં રહેતાં વિજય મનસુખભાઈ સોલંકી તથા તેજસ ઉર્ફ તેજો કાબાભાઈ નામનાં બે ઈસમો પરપ્રાંતનો દારૂ બોટલ નંગ-9 કિંમત રૂા.31પ0 તથા થેલો મળી કુલ રૂા.3ર00નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી સીટી પોલીસે હાથ ધરી છે.


લાઠીનાં સેતા પાર્ટી પ્‍લોટમાં સામાન્‍ય બાબતને લઈને બઘડાટી

અમરેલી, તા. 11

લાઠી ગામે બોલેરો કાર પાછળ લેવા બાબતે ઠપકો આપવાનાં સામાન્‍ય બનાવને લઈ સેતાપાર્ટીમાં રહેતાં 11 જેટલા ઈસમોએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી બનાવી તલવાર, લોખંડના પાઈપ, લાકડી, કુહાડી જેવા ઘાતક હથીયારો ધારણ કરી હુમલો કરી જીવલેણ હુમલો કરી દીધાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આબનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર લાઠી ગામે આવેલ શિવાજી ચોકમાં રહેતાં અને હીરા ઘસવાનું કામ રતાં ભરતભાઈ બાબુભાઈ બના નામનાં રર વર્ષિય યુવક ગઈકાલે રાત્રીનાં સવા આઠેક વાગ્‍યાનાં સમયે પોતાના ઘરે હતા ત્‍યારે તેમની બાજુમાં રહેતા મામાનાં દિકરા સુરેશ ઉર્ફે મુન્‍નો દાનાભાઈ ડાંગર સાથે આરોપી મોહસીન સલીમભાઈને છોકરા રમતાં હોય જેથી તેમને પાછળ જોઈને લેજે તેમ કહેતાં આરોપી મોહસીન સલીમભાઈ, સદામ, ટીણો, સફલો, સોહીલ, ટપી, મોઈનુદીન, મહમદ, શાહરૂખ, મુજલો તથા સલીમભાઈ મળી કુલ 11 જેટલા શખ્‍સોએ તલવાર, લોખંડનાં પાઈપ, લાકડી, કુહાડી જેવા હથીયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી ભરતભાઈ તથા તેમના મામાનાં દિકરા સુરેશ ઉર્ફેમુન્‍ના, અશોકભાઈ, દયાબેન સુરેશભાઈ તથા દયાબેન અમરૂભાઈ વિગેરે નાની મોટી ઈજા કરી હતી જયારે સુરેશ ઉર્ફ મુન્‍નાને માથાનાં ભાગે જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાતા પોલીસે 307, 143, 147, 148, 149, 188, પ04, પ06(ર) હથીયારબંધી 13પ મુજબ ગુન્‍હો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. તુવર ચલાવી રહૃાાં છે.

તો સામાપક્ષે નિશાર ઉર્ફે ટીનો ઉસ્‍માનભાઈ સેતાએ પણ આવા જ કારણોસર આરોપી સુરેશ ઉર્ફ મુન્‍ના ડાંગર, કાળુભાઈ મીઠાભાઈ, જગુભાઈ કલાભાઈ, પ્રવિણભાઈ ડાંગર, તથાઅશોક મળી કુલ 6 ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચી લોખંડનાં પાઈપ, લાકડા વડે આડેધડ માર મારી, ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની સામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.


ફાચરીયાની આંગણવાડીમાં ઘેટા-બકરા ઘુસી જતાં યુવકને પડયો માર

અમરેલી, તા. 11

સાવરકુંડલા તાલુકાનાં વંડા ગામે રહેતાં અને ઘેટા-બકરા ચરાવવાનો વ્‍યવસાય કરતાં કાળુભાઈ લખમણભાઈ મેવાડા નામનાં 3પ વર્ષિય યુવક ગઈકાલે સવારે ઘેટા-બકરા ચરાવવા જતાં હોય, અને ફાચરીયા ગામ આવતાં આ ઘેટા- બકરા ગામની આંગણવાડીમાં જતાં ફાચરીયા ગામે રહેતાં શિવાભાઈએ આ બાબતે પશુપાલકને ગાળો આપી અને લાકડી આંચકી લઈ આડેધડ માર માર્યાની ફરિયાદ વંડા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


કોટડાપીઠા આઉટ પોસ્‍ટનું મકાન બનાવવાનાં કામની ઝડપ વધારો

પોલીસ અધિક્ષક દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવે તેવી માંગ

કોટડાપીઠા, તા.11

બાબરા તાલુકાના કોટડાપીઠા ખાતે આવેલ આઉટ પોસ્‍ટ પોલીસ સ્‍ટેશન ઘણા વરસોથી જર્જરીત હાલતમાં હતું તે બાબત વરસો પહેલા આવેલા જૂનાગઢ આઈ.જી. તથા જિલ્‍લા એસ.પી.ની પોલીસ સ્‍ટેશનની મુલાકાત દરમિયાન આ બાબતે ગામ લોકોએ તથા આગેવાનોએ રજૂઆત કરી હતી. તેથી તંત્રએ પોલીસ સ્‍ટેશન તથા કવાર્ટરપાડવાની શરૂઆત કરેલ છે. કાટમાળ ઉતારવાની શરૂઆત કરેલ છે. જેના ભીંતડા હજુ ઉભા છે. જેનો લોકો કુદરતી હાજતે જવા માટે ઉપયોગ કરે છે. કવાર્ટર ન હોવાથી પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફને બાબરાથી અપડાઉન કરવું પડે છે. કોટડાપીઠા અમરેલી જિલ્‍લાનું છેલ્‍લું ગામ હોવાથી પોલીસ સ્‍ટેશન કાર્યરત રહે તે જરૂરી છે. તો આ બાબતે અમરેલી એસ.પી. તાત્‍કાલિક પોલીસ સ્‍ટેશન તથા કવાર્ટરનું કામ શરૂ કરાવે તેવી ગામલોકોની માંગણી છે.


એસ.ટી. ડેપો પાસે મુસાફરોને લઈ બે રીક્ષા ચાલકો વચ્‍ચે થઈ માથાકૂટ

 

રીક્ષાચાલકે રીક્ષાચાલકને પાઈપ મારી દીધો

અમરેલી, તા. 11

અમરેલીમાં રહેતાં અને રીક્ષા ચલાવતાં અનીલભાઈ હરગોવિંદભાઈ પંડયા નામનાં રીક્ષાચાલક પોતાના હવાલાવાળી રીક્ષા નંબર જી.જે.14 બી. 8ર76માં પેસેન્‍જરને બેસાડી બસ સ્‍ટેન્‍ડ ઉપર મુકવા ગયા ત્‍યારે બટારવાડીમાં રહેતાં અમીન ઓસમાણભાઈ નામનાં રીક્ષા ચાલકે મુસાફરને બેસાડવા બાબતે ઝગડો કરી પાઈપ મારી ઈજા કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.


અમરેલીની યુવતિએ હરિયાણાવાસી સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી

અમરેલી, તા. 11

અમરેલીની યુવતિનાં લગ્ન આંધ્રપ્રદેશનાં વતની અને હાલ હરીયાણાનાં કરનાલ ગામનાં ઈસમ સાથે થયા બાદ લગ્ન પછી તુરંત જ તેણીનાં પતિ સહિતના લોકોએ તેણીને ઢીકાપાટુનો માર મારી, સ્‍ત્રીધન ઓળવી જઈ તથા હોસ્‍પીટલ બનાવવા માટે થઈ રૂા.1 કરોડની દહેજની માંગણી કરી તેણીનાં પિયરમાં મુકી થઈ ફોન ઉપર ધમકી આપતાં હોવાની ફરિયાદ સીટી પોલીસમાંનોંધાવતાં પી.એસ.આઈ. જેતપરીયાએ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર અમરેલીમાં આવેલ હાઉસીંગ બોર્ડ સોસાયટીમં રહેતી કોમલબેન ભીમજીભાઈ ડાભીનાં લગ્ન હરીયાણામાં આવેલ કરનાલ ગામે પાર્ક હોસ્‍પીટલમાં ફરજ બજાવતાં રાજર્શી ક્રિષ્‍નાપ્રસાદ મની સાથે થયા હતા.

લગ્નનાં એકાદ માસ પછી જ તેણીનાં પતિ તથા સસરા ક્રિષ્‍નાપ્રસાદ મની સાસુ શ્રીદેવી મની અવારનવાર અભદ્ર ભાષામાં મેણા ટોણા મારી ગાળો આપી, ઢીકાપાટુનો માર મારતાં હતા અને તેણીને વિશ્‍વાસમાં લઈ આ પતિ તથા સાસુ, સસરાએ તેણીની નોકરી પણ મુકાવી દઈ લગ્નમાં મળેલ સોના-ચાંદીના દાગીનાં પણ લઈ જઈ અને માંગવા છતાં પરત નહી આપી તથા તેણીને પિયરમાં સારવાર કરવાનાં બહાને તેણીની મરજી વિરૂઘ્‍ધ મેડીકલ ટ્રીટમેન્‍ટ કરાવી હતી અને આ બન્‍ને ઈસમોએ હોસ્‍પીટલ બનાવવા માટે થઈ રૂા.1 કરોડની દહેજની પણ માંગણી, દુઃખત્રાસ આપ્‍યાની ફરિયાદ તેણીનાં પતિ, સાસુ તથા સસરા સામે નોંધાવતા પોલીસે બનાવ અંગે ધોરણસર કાર્યવાહી હાથ           ધરી છે.


પૂ. હરીરામબાપાની જન્‍મ જયંતિએ સુંદરકાંડનાં પાઠ યોજાયા

               પરમ પૂજય સંતશ્રી હરીરામબાપાની 8પમી જન્‍મ જયંતી નિમિતે તા.7/9/18 ના રોજ પીપળેશ્‍વર મહાદેવનાં મહંત પૂજય જયકિશનદાસબાપુ ર્ેારા પૂજય હરીરામબાપાને પ્રિય એવા સુંદરકાંડનું આયોજન સંતશ્રી હરીરામબાપા સેવા ટ્રસ્‍ટ ર્ેારા પૂ. હરીરામબાપા ચોક ખાતે રાખવામાં આવેલ હતું. પીપળેશ્‍વર મહાદેવનાં મહંત પૂજય જયકિશનદાસબાપુ ર્ેારા સતત અઢી કલાક સુધી સંગીતમય શૈલીમાં સુંદરકાંડ વિવિધ રાગ-રાગીનીમાં ગાય હરીરામબાપાના ભકતોને જન્‍મ દિવસ નિમિતે આનંદ કરાવેલ હતો. આ કાર્યક્રમમાં પરમ પૂજય સંત હરીરામબાપા સેવા ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટીઓ જીતુભાઈ ગોળવાળા, જગદીશભાઈ સેલાણી, પૂજય હરીરામબાપા સેવા સંચાલીત કાયમી તથા વિતરણ પ્રોજેકટનાં ઈન્‍ચાર્જ અશોકભાઈ મજીડીયા તથા હરીરામબાપાનાુ અનુયાયીઓ હાજર રહેલ હતા. સુંદરકાંડની સમાપ્‍તી બાદ પુજય હરીરામબાપાનીપ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવેલ હતું.


અમરેલી જિલ્‍લામાં અપુરતા વરસાદથી ચિંતાના વાદળો ઘેરાયા

હવામાન વિભાગની સારા વરસાદની આગાહી પોકળ સાબિત થઈ

અમરેલી જિલ્‍લામાં અપુરતા વરસાદથી ચિંતાના વાદળો ઘેરાયા

એક તરફ કૃષિકારોની સંખ્‍યા ઘટી રહી છે અને બીજી તરફ કૃષિક્ષેત્ર અતિ જોખમી બની રહૃાું છે

અમરેલી, તા.

સૌરાષ્‍ટ્રમાં ખેંચાતા વરસાદને હિસાબે જગતના તાત, પશુપાલકો તેમજ સામાન્‍ય માનવીઓના ચહેરા ઉપર ચિંતાની લકીર ખેંચાઈ ગઈ છે. પાક, પાણી અને ઘાસચારાનું સ્‍વરૂપ બિહામણું બની ગયું છે.

સરકાર ઘ્‍વારા વરસાદની જ આગાહીઓ કરવામાં આવતી હહતી અને જે સપનાઓ દેખાડવામાં આવતા હતા તેનાથી વિપરીત છેલ્‍લા 1પ દિવસ વરસાદ વગરનાં જવાથી જગતનો તાત ચિંતાતુર બનીને સપનાના સોદાગર સરકાર વિરૂઘ્‍ધ પોતાનો રોષ ઠાવલી રહૃાો છે. અને આગામી સમયમાં સરકાર ઘ્‍વારા કોઈ નકકર પગલાં ભરવામાં આવે છે કે નહીં તેની અપેક્ષા સેવીને બેઠો છે. કદાચ સરકર ઘ્‍વારા કૃત્રિમ વરસાદની અપેક્ષા અથવા તો જે ઝાપટા પડવાથી અને કોઈ નકલી બિયારણ થકી જે કંઈ ખેડૂતોનું ચાલું મૌસમમાં નુકશાન થયું છે તેની સરકાર ઘ્‍વારા ભરપાઈ કરે એવી અપેક્ષા સેવીને જગતનો તાત બેઠો છે. આખા સૌરાષ્‍ટ્રમાં ગયા વર્ષની ધારણાએ આ વર્ષે હજી સુધી માત્ર ર7 ટકા વરસાદના અહેવાલો મળ્‍યા છે. તે આગામી સમયમાં સરકાર માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે.તેમાં પણ અમુક વિસ્‍તારોમાં વાવણીના વરસાદ પછીનો બીજી વખતનો વરસાદ નહીં પડતા તે વાવણીનું પણ બાળમરણ થઈ ગયું છે. જે સરકાર માથે લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્‍ચે પણ ખેતીપ્રધાન દેશના ખેડૂતોની હાલત કફોડી થશે તો ર019ની ચૂંટણીમાં ભાજપની હાલત પણ કફોડી જ દેખાઈ છે.


ભૈ વાહ : સિવિલ હોસ્‍પિટલનું સંચાલન હવે ગજેરા ટ્રસ્‍ટ કરશે

આગામી દિવસોમાં દર્દીનારાયણને ઉત્તમ આરોગ્‍ય સેવા મળી રહેશે

ભૈ વાહ : સિવિલ હોસ્‍પિટલનું સંચાલન હવે ગજેરા ટ્રસ્‍ટ કરશે

જિલ્‍લાનાં કેળવણીકાર અને ડાયમંડ કિંગ વસંત ગજેરા દ્વારા મેડિકલ કોલેજ શરૂ કરવાની તૈયારી

અમરેલી, તા.

અગીયાર તાલુકાના તથા નગરોના વર્ષોથી સેવાયેલ આરોગ્‍યલક્ષી સંકલ્‍પ તથા સપનાઓને વાચા આપનાર અમરેલીના પનોતા પુત્ર, વતનના રતન તથાકેળવણીકાર વસંતભાઈ ગજેરાના ગજેરા ટ્રસ્‍ટ ઘ્‍વારા પોતાના માદરે વતન અમરેલીમાં શાંતાબા મેડિકલ કોલેજ તથા જનરલ હોસ્‍પિટલના માઘ્‍યમથી જિલ્‍લાના લોકોની આરોગ્‍યલક્ષી સેવા તથા સુવિધા ઉપલબ્‍ધ કરાવવા ગુજરાત રાજય સરકાર સાથે પીપીપી મોડથી સંકલન કરીને જિલ્‍લાના લોકો તથા દર્દીનારાયણના આશિર્વાદ લેવાનું પવિત્ર કાર્ય કર્યુ છે. ત્‍યારે સરકાર સાથેના કરાર મુજબ શાંતાબા મેડિકલ કોલેજના ડીન ડો. પી.ડી. વિઠ્ઠલાણીની ઉપસ્‍થિતિમાં ગજેરા ટ્રસ્‍ટ ઘ્‍વારા સિવિલ હોસ્‍પિટલ અમરેલીનો વિધિવત વહીવટીય ચાર્જ સંભાળી લીધો છે.

આ તકે સિવિલ સર્જન ડો. રાઠોડ, આરએમઓ ડો. ડાભી, ડો. શોભનાબેન મહેતા, ડો. જી.જે. ગજેરા વિગેરેએ હોસ્‍પિટલનાં સંચાલન તથા વહીવટ માટે ગજેરા ટ્રસ્‍ટના વહીવટીય પ્રતિનિધિઓને પ્રવેશ કરાવીને વિવિધ વિભાગોની પ્રાથમિક માહિતી આપી હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલીના સેવારત્‍ન વસંતભાઈ ગજેરાની સખાવત તથા સરકારની પ્રજાલક્ષી તથા આરોગ્‍યલક્ષી નીતિથી જિલ્‍લાના દર્દીઓને રાજકોટ, અમદાવાદ, વડોદરા સુધી મળતી સારવાર હવે અમરેલીમાં જ ઉપલબ્‍ધ થઈ છે. ત્‍યારે આ તકે શાંતાબા મેડિકલ કોલેજના સ્‍થાપક, સેવારત્‍ન વસંતભાઈ ગજેરાએ જણાવ્‍યું હતું કે, સરકારનો વિદ્યાયક પ્રતિસાદ તથા સમગ્ર જિલ્‍લાના સર્વ જ્ઞાતિના આગેવાનોના સહકારથી હું મારીજન્‍મભૂમિ અમરેલીમાં મેડિકલ કોલેજ તથા સુવિધા સંપન્‍ન આરોગ્‍યલક્ષી સેવા ઉપલબ્‍ધ કરાવી શકયો છું જેનો મને આનંદ અને ખુશી છે. વહીવટી ચાર્જ સંભાળતા જ ગજેરા ટ્રસ્‍ટને આવકારવા ડો. ગાંધી, ડો. સતાણી, ડો. કોલડીયા, ડો. બઢિયા, ડો. દેશાણી, ડો. વાઢેર, ડો. વિવેક જોષી, સ્‍થાનિક સંચાલકો મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખૂંટ, પીન્‍ટુભાઈ ધાનાણી તથા દર્દીઓના સહાયકો ઉપસ્‍થિત રહૃાાં હતાં.


રાજુલા શહેરને બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા આપવા માંગ

ઔદ્યોગિક વિકાસથી ધમધમતા વિસ્‍તારને અન્‍યાય ન થવો જોઈએ

રાજુલા શહેરને બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા આપવા માંગ

1પ0 ઉપરાંતનાં ગામો તેમજ ઉના અને દીવ જેવા શહેરને પણ ફાયદો મળી શકે તેમ છે

અમરેલી,તા. 11

અમરેલી જિલ્‍લામાં જયાં સૌથી વધુ ઔદ્યોગિક વિકાસ થયો છે તેવા રાજુલા પંથકને બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા આપવા માટે જાગૃત નાગરિક કનુભાઈ દુધરેજિયાએ રેલ્‍વે વિભાગનાં ડીઆરએમને રજૂઆત કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, રાજુલા સિટી રેલવે સ્‍ટેશનથી રાજુલા જંકશન 14 કિ.મી. થાય છે. પ્રાઈવેટ ભાડાની ટેક્ષી વાળા 800 થી 900 રૂપિયા જંકશન સુધીના જવાના લે છે. રીક્ષાઓ વાળા પેસેન્‍જર દીઠ રુપિયા 100 થી ર00 લે છે. જે સામાન્‍ય વર્ગને પોસાતું નથી. અહીં પાંચ થી છ હેવી ઈન્‍ડસ્‍ટ્રીઝ છે. જેમાં રાજય બહારના ઓફિસર્સ કામદારો કામ કરે છે. ઉપરાંત રાજુલા, જાફરાબાદ, ખાંભા, ઉના તાલુકો અને દીવનાં પેસેન્‍જરને પણ રાજુલા સિટીથી અવર જવર માટે અનુકૂળ થશે. આ વિસ્‍તારનાં ર00 ગામડાઓનાં લોકોને આ રાજુલા સિટી જંકશન ઉપયોગી થશે.

રાજુલા સિટી (મફતપરા)થી રેલવે શરુ કરવાથી ટ્રાફિક પૂરતા પ્રમાણમાં મળી રહેશે. કેમકે ઔદ્યોગિક વિસ્‍તારનું રાજુલા એ મુખ્‍ય સિટી છે. ઈન્‍ડસ્‍ટ્રીઝ અલ્‍ટ્રાટેક, જી.એસ.પી.સી. પાવર પ્‍લાન્‍ટ, સિન્‍ટેકસ યાર્ન, પીપાવાવ પોર્ટ, રિલાયન્‍સ ડિંફસ વગેરે અને સ્‍થાનિક સંસ્‍થાઓ ચેમ્‍બર ઓફ કોમર્સ વગેરેએ આ માટે ડિમાન્‍ડ મુકેલી છે તેને ઘણો સમય થયેલ છે. રાજુલા સિટી સુધી બ્રોડ ગેજ અને રેલવે સ્‍ટેશન છેએટલે નવું કોઈ કરવાનું થતું નથી. રાજુલા જંકશનથી રાજુલા સિટી સ્‍ટેશન રેલવે ટ્રેકનું અંતર 8 થી 10 કી.મી. થાય છે. નવા ઔદ્યોગિક વિસ્‍તારો પણ વિકસી રહેલ છે. આ વિસ્‍તારનાં ઘણા લોકો સુરતમાં સ્‍થાયી થયેલ છે. જેથી ટ્રાફિક મળી રહેશે. લોકોની પ્રાથમિક સગવડતાઓ પુરી પાડવી એ તંત્ર અને પ્રસાસનની ફરજ છે. રાજુલા સિટી રેલ્‍વે સ્‍ટેશનને વિકસાવવા ત્‍યાં પૂરતી જમીન વગેરે છે. ગરીબ માણસોને જંકશન (બર્બટાણા) સુધી રીક્ષામાં આવવા જવાનું આર્થિક રીતે પરવળે તેમ નથી. જેથી અત્‍યારે ટ્રાફિકમાં ઘટાડો છે. આ વિસ્‍તારનાં રસ્‍તાઓ ખરાબ છે જેથી રેલવે પૂરતો ટ્રાફિક મળે એમ છે. આ નવી અમલવારી શરુ કરવામાં આર્થિક રીતે કોઈ વધુ મુશ્‍કેલી રહેશે નહિ.

વધુમાં જણાવે છે કે રાજુલા તાલુકામાં 7ર ગામો છે. જાફરાબાદ તાલુકામાં 4ર ગામો છે. ખાંભા તાલુકાનાં 48 ગામો છે. ઉના શહેર 80,000ની વસ્‍તીનું ગામ છે. દીવ પ્રવાસન સ્‍થળ છે. આ બધાંનો ટ્રાફિક રાજુલા સિટી રેલવે સ્‍ટેશનને મળે એમ છે. કેમ કે ઉનાથી સીધી જ કોઈ અમદાવાદની રેલવે લાઈન નથી. રાજુલા સિટીથી દરેક ટ્રેનની અવર જવર કરવાથી અહીંના ગરીબ, મઘ્‍યમ વર્ગને આર્થિક ફાયદો થશે. જંકશન રેલવે સ્‍ટેશન (બર્બટાણા) એ નાના ગામડામાં આવેલું છે. જયાં સારું રેસ્‍ટોરન્‍ટ કે એવી અન્‍યકોઈ ઉપયોગી ફેસિલિટી નથી.

વધુમાં જણાવે છે કે, સરકાર અને રેલવે વિભાગ લોકો પાસેથી પૂરતો ટેક્ષ લે છે. જેથી લોકો ઉપયોગી પગલાં ભરવાની સગવડતા આપવાની રેલવે વિભાગ અને સરકારની ફરજ છે. આનાથી જમીન સંપાદનનો પ્રશ્‍ન નથી. તથા રેલવેને કોઈ ખર્ચ થાય તેમ નથી અને 1પ0 જેટલા ગામને રેલવે સુવિધા પ્રાપ્‍ત થાય એમ છે અને રેલવેની આવકમાં વધારો થાય એમ છે. જંકશન (બર્બટાણા)નાં સ્‍ટાફને રાજુલા સિટી રેલવે સ્‍ટેશનમાં કામગીરીમાં મૂકી શકાય એમ છે. એટલે સ્‍ટાફનો કોઈ પ્રશ્‍ન નથી. આ બાબતેની રજૂઆત સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદ, ચેમ્‍બર ઓફ કોમર્સ, સ્‍થાનિક સંસ્‍થાઓ વગેરેએ અગાઉ પણ કરેલ છે. આ બાબતે સાંસદ ભારત સરકારને યોગ્‍ય મુદ્યાઓ સાથે રજૂઆત કરે એવી માંગ અંતમાં કરેલ છે.


અમરેલીની આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં રાષ્‍ટ્રીય ખેલ દિવસની ઉજવણી

               શ્રી અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલીત કમાણી સાયન્‍સ કોલેજ અને પ્રતાપરાય આર્ટ્‌સ કોલેજના સ્‍પોર્ટ્‌સ વિભાગના ઉપક્રમે અને પ્રિ. એ.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ મેજર ઘ્‍યાનચંદ્ર જન્‍મ જયંતિ અંતર્ગત ભભરાષ્‍ટ્રીય ખેલ દિવસભભ તથા શ્રી અમરેલી જિલ્‍લા વિદ્યાસભાના સ્‍થાપક અમરેલીના સપુતને ભસમતાના મેરભ એવા ર્ડા. જીવરાજ મહેતાની જન્‍મ જયંતિની ઉજવણી કરેલ. કાર્યક્રમના પ્રારંભે આમંત્રીત મહેમાનો રૂપે પધારેલા ઓલ ઈન્‍ડીયા એથલેટિકસ ચેમ્‍પીયન કાસમભાઈ કુરેશી તથા રાધીકાહોસ્‍પીટલના મેડીકલ ઓફીસર ર્ડા. પરવાડીયાના હસ્‍તે કોલેજ પરિવારની ઉપસ્‍થિતિમાં ર્ડા. જીવરાજ મહેતા અને મેજર ઘ્‍યાનચંદ્રની પ્રતિમાઓને પુષ્‍પહાર કરી કાર્યક્રમને ખુલ્‍લો મુકેલ. રાષ્‍ટ્રીય ખેલ દિવસ નિમિતે વિદ્યાર્થી ભાઈ-બહેનોએ વકતવ્‍ય, દેશભકિત ગીત, લઘુનાટક, એરોબીક નૃત્‍યની પ્રસંશનીય પ્રસ્‍તુતી કરેલ. પ્રિ. એ.એચ. પટેલે મહેમાનોનું સ્‍વાગત કરી શાલથી સન્‍માન કરેલ. વાઈસ પ્રિન્‍સિપાલ ર્ડા. એ.જે. ચંદ્રવાડીયાએ જીવનમાં ખેલનું મહત્‍વ સમજાવતું પ્રેરક ઉદબોધન કરેલ. કાસમભાઈ કુરેશીએ તમામ અગવડતા વચ્‍ચે ઉતમ એથલેટ બન્‍યા સુધીના પોતાના અનુભવો વાગોળી વિદ્યાર્થીઓને મોટીવેટ કરેલ. ર્ડા. પરવાડીયાએ તંદુરસ્‍તીને ફીટનેશ માટે પાયાની ટીપ્‍સ આપેલ. કોલેજના પી.ટી.આઈ. ર્ડા. એ.જી. કુરેશીએ મહેમાનોનો પરીચય આપી કાર્યક્રમની ભૂમિકા બાંધેલ. કાર્યક્રમનું સુચારૂ સંચાલન સાંસ્‍કૃતિ વિભાગના સંયોજક ર્ડા. એસ.ડી. દવેએ સુંદર અને સાહિત્‍યક રીતે કરેલ. કોલેજના અઘ્‍યાપક ભાઈઓ, બહેનો, વહીવટી કર્મચારીઓ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને દીપાવેલ.


અમૂલ મિલ્‍ક ફેડરેશનની બેઠકમાં પશુપાલકોનાં હિતમાં જરૂરી સૂચનો કરતાં સાવલિયા  

              આણંદ ખાતે અમુલ મિલ્‍ક ફેડરેશનની બેઠકમાં કેન્‍દ્રીય કૃષિમંત્રી રાધામોહનસિંહજી તથા રાજયમંત્રી રૂપાલાની ખાસ ઉપસ્‍થિતિમાં મળી જેમાં ફેડરેશનનાં ચેરમેન, એમ.ડી.દ્વારા દુધ સંઘો વતી રજુઆત કરવામાં આવી જયારે અમરડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલિયાએ સૌરાષ્‍ટ્રની ડેરીઓ વતી દેશી નશલની ગીરગાય અને જાફરાબાદી ભેંસના સંવર્ધન દ્વારા અને માવજત માટે ડેરીઓને જરૂરી સહાય કરવા, સૌરાષ્‍ટ્રમાં પશુદાણમાં સબસીડી કે સહાય કરવા, ડેરી દ્વારા જિલ્‍લાના પશુપાલકોના દુધમાંથી બનતા ઘી મા જીએસટી ઘટાડી ડેરીઓનું ભારણ ઘટાડી સૌરાષ્‍ટ્રનાં ખેડૂતો, પશુપાલકોના હિતમાંકેન્‍દ્ર સરકાર, રાજય સરકાર દ્વારા શકય તમામ મદદ કરી સૌરાષ્‍ટ્રના ડેરી ઉદ્યોગ અને પશુપાલન વ્‍યવસાયને સક્ષમ અને કાર્યક્ષમ બનાવવા સ્‍પેશ્‍યિલ પેકેજ આપવા મુદ્‌ાસર ધારદાર રજુઆત અશ્‍વિનભાઈ સાવલિયા દ્વારા કરવામાં આવી જેને સૌરાષ્‍ટ્રના અન્‍ય સંઘના ચેરમેનઓએ સુરપુરાવી ટેકો આપ્‍યો હતો.


અમરેલીની વિદ્યાસભામાં દેશભકિત દિનની ઉત્‍સાહભેર ઉજવણી

              ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ.માઘ્‍યમિક શાળા તથા માઘ્‍યમિક અને પ્રાથમિક શાળાનાં સંયુકત ઉપક્રમે તા.11/9/ર018નાં રોજ સાયન્‍સ તથા સામાન્‍ય પ્રવાહ વિભાગમાં દેશભકિત દિવસની ઉજવણી કરવામાં આવી. જેના અનુસંધાને આઝાદી પૂર્વેના ફોટોગ્રાફસનું પ્રદર્શન તથા ડોકયુમેન્‍ટરી મુવીનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં દેશભકિતની ભાવના પ્રગટે તેવા વિચારો પણ રજૂ કરવામાં આવ્‍યા હતા. જેમાં સરહદ પરનાં જવાનોની તથા ક્રાંતિકારીઓની તસ્‍વીરો દર્શાવી વિદ્યાર્થીઓમાં પણ શૌર્ય અને ખુમારીનાં ગુણોનો વિકાસ થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવેલુ છે. ઉપરાંત નાના વિદ્યાર્થીઓ પણ મહાન ક્રાંતિવીરો તથા દેશભકતોનાં વેશભુષાથી પોતાના હૃદયભાવના વ્‍યકત કરી હતી. તેમના વિચારો, સૂત્રોને યાદ કરી દેશની મહાનપરંપરાને જીવંત રાખવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો હતો. આ સંસ્‍થામાં આવા વિવિધ કાર્યક્રમો ર્ેારા ભારતનાં ભાવિ નાગરિકોનાં ઘડતર માટે સત્‍નિષ્‍ટ પ્રયત્‍ન કરવામાં આવે છે અને દેશના સપૂતોનાં જીવન અને કવનથી વિદ્યાર્થીઓને વાકેફ કરી દેશ ભાવનાનાં પાઠો શીખવવામાં આવે છે.


12-09-2018