Main Menu

Tuesday, September 11th, 2018

 

ખાંભાની મામલતદાર કચેરીમાં તાકીદે સીસીટીવી કેમેરાલગાવવા જરૂરી

અમરેલી, તા. 10

ખાંભાનાં આરટીઆઈ એકટીવીસ્‍ટ બાંટાવાળાએ કલેકટરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, ખાંભા મામલતદાર ઓફીસમાં જવાબદાર અધિકારીઓની આંખ નીચે અને નાયબ મામલતદારના નાક નીચે તેમનો નીચેનો સ્‍ટાફ કચેરીનાં સમય દરમિયાન આખો દીવસ મોબાઈલમાં વ્‍યસ્‍ત રહેતો હોવાનાં કારણે વિવિધ કામસર ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી આવતા અરજદારોનાં કામ ટલ્‍લે ચડી રહૃાા છે.

વધુમાં જણાવે છે કે, સરકારની વિવિધ યોજનાઓનાં લાભ તેમજ ક્રમીલયર-સોગંધનામા સહીતનાં કામો ઝડપથી અને ઓછા ખર્ચે સરળતાથી બને તેવા ઉમદા આશયથી સરકાર ર્ેારા ભભજન સેવા કેન્‍દ્રભભની સુવિધા કરવામાં આવી છે. પરંતુ ખાંભા તાલુકા મામલતદાર કચેરીમાં જન સેવા કેન્‍દ્ર જાણે કે નામની હોય અને પેધી ગયેલા કોન્‍ટ્રાકટ બેજનાં કર્મચારીઓએ જાણે કે જન સેવા કેન્‍દ્રને ધન લેવા કેન્‍દ્ર બનાવી દીધી હોય તેમ આખો દિવસ મોબાઈલમાં વ્‍યસ્‍ત રહેવાના કારણે સાથે સરકારી કચેરીઓમાં પ્રતિબંધીત એવા માવા- ગુટકા- ધુમ્રપાન કરતા જોવા મળે છે. મોબાઈલમાં વ્‍યસ્‍ત રહેવાનાં કારણે સવારથી આવેલા ગ્રામ્‍ય વિસ્‍તારનાં પ7 ગામોનાં અરજદારોની લાંબી કતાર લાગતી હોય સવારના આવેલાનો સાંજે ક્રમ ન આવે તો બીજા દીવસે વારો આવે તેમજ નેટ ચાલુ હોવા છતાં અરજદારોને નેટ બંધહોવાનું જણાવી પોતે પોતાના મોબાઈલમાં તીનપત્તી ગેમ નેટ ઉપર રમતા જોવા મળે છે.

વધુમાં જણાવે છે કે અરજદારને વિના મૂલ્‍યે આપવાના થતા વિવિધ ફોર્મ જન સેવા કેન્‍દ્રમાંથી આપવામાં આવતા નથી. અને સ્‍ટાફનાં મળતીયા ચોક્કસ ઝેરોક્ષવાળાને ત્‍યાંથી મેળવી લેવાનું કહી દેવામાં આવે છે. આવા વિવિધ ફોર્મ કે જે મફતમાં આપવાના હોય છે તેવા ફોર્મના ઝેરોક્ષવાળા 10-10 રૂપીયા પડાવે છે. ગ્રામ્‍ય વિસ્‍તારનાં અરજદારો માટે જન સેવા કેન્‍દ્રમાં સોગંધનામાની સુવિધા હોવા છતાં મોંઘા ભાવે બહાર સોગંધનામા કરાવવા સાથે અરજદારોને પડતી તકલીફો રોકવા સરકાર ર્ેારા ખાંભા મામલતદાર કચેરીમાં સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરાવવામાં આવેલ જે સી.સી.ટી.વી. કેમેરા ઓફીસોમાં વ્‍યુહાત્‍મક સ્‍થળે ફીટ કરવાનાં બદલે લોબી-દરવાજા- દાદરમાં ફીટ કરી/કરાવી ભ્રષ્‍ટાચારને મોકળુ મેદાન આપવામાં આવેલ હોવાથી ખાંભા મામલતદાર ઓફીસમાં થતી ગોલમાલ છુપાવાઈ રહી હોવાથી છેલ્‍લા છ માસ દરમિયાન ખાંભા મામલતદાર કચેરીમાં વ્‍યુહાત્‍મક જરૂરી અને ભ્રષ્‍ટાચાર થવાની શકયતા વાળી ઓફીસોમાં સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરાવવાની અમારી રજૂઆતો સંદર્ભે રાજય સરકાર વિપક્ષનાં નેતા અને આપની ઓફીસમાંથી મામલતદાર કચેરી ખાંભાની તમામ શાખામાં સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરવાનાઆદેશોને ખાંભા મામલતદાર કચેરીનાં જવાબદારો ઘોળીને પી ગયા હોય તેમ એક પણ વિભાગમાં કેમેરા ફીટ કરેલ ન હોવાથી અરજદારોને પડતી હાલાકી-ભ્રષ્‍ટાચાર સહીત ખાંભા મામલતદાર ઓફીસની તમામ શાખાઓમાં પડયા પાથર્યા રહેતા વચેટીયાઓ-દલાલોને મોજ મોજ થઈ ગઈ હોય, સી.સી.ટી.વી. ફીટ ભલે ન કરેલ હોય પણ જાગૃત અરજદારે જન સેવા કેન્‍દ્રમાં મોબાઈલમાં કરાતી- ચેટીંગ-રમાતી ગેમનો વીડીઓ ઉતારી મામલતદાર કચેરીનાં તમામ વિભાગોમાં બબ્‍બે કેમેરા ફીટ કરવા અંતમાં માંગ              કરેલ છે.


સરકાર ઈચ્‍છે તો ખેડૂતોનાં દેવા માફ થઈ શકે તેમ છે : ખેડૂત સમાજનાં નરેશ વીરાણી અને સાગરભાઈ રબારીનો આશાવાદ

ખેડૂત સમાજનાં નરેશ વીરાણી અને સાગરભાઈ રબારીનો આશાવાદ

સરકાર ઈચ્‍છે તો ખેડૂતોનાં દેવા માફ થઈ શકે તેમ છે

મહામુલી જમીન પાણીનાં ભાવે ઉદ્યોગપતિઓને દેવાનું બંધ કરવું જોઈએ

અમરેલી, તા. 10

ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી શકાય ? મન માળવે હોઈ તો ખેડૂતોનું દેવું માફ થાય. હાર્દિક પટેલની માંગણીઓને લઈને જેમ સરકાર હરકતમાં આવી ગઈ છે ત્‍યારે ખેડૂત સમાજના સાગરભાઈ રબારી અને અમરેલી જિલ્‍લા પ્રમુખ નરેશ વિરાણી સાથેની ચર્ચા વિચારણા બાદ તેમની ટીમ પણ ખેડૂતોના દેવા માફીને લઈને ઉદભવતા પ્રશ્‍નો સામે પોતાની બાયો ચડાવવા તૈયાર થઈ ગઈ છે. કાલના ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયાનો અહેવાલ છે કે, રાજસ્‍તરની બેન્‍ક સમિતિના છેલ્‍લા આંકડાઓ પ્રમાણે ગુજરાતના ખેડૂતો માથે પાક ધિરાણના 4પ,607 કરોડ અને લાંબાગાળાનું ધિરાણ (જમીન લેવલીંગ, બોરવેલ, ટ્રેકટર વગેરે માટે લીધેલી લોન) 36,468 કરોડ રૂપિયા મળી કુલ 8ર,07પ કરોડ રૂપિયાનું દેવું છે. આ આંકડો જ બતાવે છે કે ગુજરાતનો (ખેડૂતોનો)કેટલો વિકાસ થયો છે, સાચો વિકાસ થયો છે કે ખોટો થયો છે ?

નિષ્‍ણાતો કહે છે કે, (1) રાજયના બજેટના 4પ% જેટલી રકમ છે કેવી રીતે માફ કરીએ ? આટલા બધા પૈસા કયાંથી આવશે ? (ર) આટલી રકમ ઉભી કરવા માટે વેરો વધારવો પડે જે જીએસટીને કારણ હવે શકય નથી.

પણ ખેડૂત સમાજના સાગરભાઈ અને નરેશ વિરાણીએ સરકાર સામે પોતાનો પ્રસ્‍તાવ રાખ્‍યો છે અને કહે છે કે ખેડૂતોનું દેવું માફ કરવું હોય તો સરકારે હવે જો પોતાના કર્મો તરફ નજર કરે તો જવાબ મળી જાય તેમ છે અને અમુક અમારો સવાલોના જવાબ દેવાની હિંમત દાખવે તો સારૂં કહેવાય.

(1) એક નેનો માટે 3ર હજાર કરોડ આપ્‍યા તો બજેટ કેમ ના ખોરવાયું ? () છેલ્‍લા કેગ અહેવાલ પ્રમાણે જંતરીના ભાવો ના વધારવાથી રાજયને રપ હજાર કરોડનું નુકશાન ગયું છે. આવા નુકશાન નહીં કરવાના એટલે રકમ મળી જાય. (3) અદાણીને એકથી રપ રૂપિયાના (સરેરાશ 11 રૂપિયાના) ભાવે જમીન ના વેચીએ તો કેટલી રકમ ઉભી થાય ? ખેડૂતોનું બધુ દેવું માફી થઈ જાય એટલી રકમ મળે. બીજા કોને કોને શું ભાવે જમીન આપી અને કેટલું નુકશાન કર્યુ એ ના કરો એટલે ખેડૂતોનું દેવું માફ કરવા જેટલા પૈસા મળી જાય. (4) સરકાર અદાણી અને ટાટાના પાવર પ્‍લાન્‍ટોને સુપ્રીમ કોર્ટે ના પાડવા છતાં કેમ ભાવોવધારી આપવાની છે ? એ રકમ બચાવો તો કેટલી બચે એનો તો જવાબ આપો ? સરવાળે ખેડૂનાં દેવાની રકમ એમાંથી જ નીકળી જશે. (પ) ગુજરાત સરકાર આવનારા વાઈબ્રન્‍ટમાં કેટલી રકમ ખર્ચવાની છે એ તો કહો ? એ રકમ બચાવી લો. (6) અત્‍યાર સુધી વાઈબ્રન્‍ટના તાયફાઓમાં કેટલા રૂપિયા ગુજરાતની જનતાના ઉડાડયા અને કેટલા યુવાનોને કાયમી નોકરી આપી એનો તો હિસાબ આપો એટલે રકમ મળી જશે. (7) સરકાર હવે સરકારી અર્થશાસ્‍ત્રીઓ (અનર્થશાસ્‍ત્રીઓ)ને મેદાનમાં લાવીને ગુજરાતની જનતાને ખેડૂત વિરૂઘ્‍ધ બિન-ખેડૂત બનાવીને લડાવવા જઈ રહી છે, જનતા સાવધાન રહે. (8) ગુજરાત સરકાર ખેડૂતો માટેની યોજનાઓ જેનો લાભ એમના મળતીયા અને ઉદ્યોગો લઈ જાય છે. ગણાવવાને બદલે છેલ્‍લા 1પ વર્ષમાં ગુજરાતમાં ઉદોગોને કેટલી રકમ આપી અને ખેડૂતોને કેટલી રકમ આપી એની વિગત આપે એટલે જવાબ જડી જશે.

ખેડૂત સમાજના સાગરભાઈ અને નરેશ વિરાણીના કહેવા મુજબ ખેડૂતોના દેવામાફી કરીને આ પ્રશ્‍નોનું કોઈ નિરાકરણ આવે તેમ નથી. પણ જો સરકાર ધારે તો તેમનો કાયમી ઉકેલ પણ આવી શકે છે. ખેડૂતોને માત્ર દેવામાફી નહીં, કુલ આટલું આપો તો જ કાયમી ઉકેલ આવશે. (1) હાલનું દેવું તમામ, લાંબા અને ટૂંકાગાળાનું માફ કરો, (ર) સી-ર+પ0% નફો ધણીને ટેકાના ભાવઆપો, (3) મહારાષ્‍ટ્રની ભાજપ સરકારે કર્યુ એમ ટેકાના ભાવથી નીચા ભાવે ખેડૂત પાસેથી ખરીદીને સજા અને દંડપાત્ર ગુનો ગણતો કાયદો કરો, (4) ખેતી માટે જરૂરી માળખાકીય સગવડો, સિંચાઈ, ર4 કલાક વીજળી, જંગલી જાનવરોના ત્રાસથી મુકિત આપો, કુદરતી હોનારતો વખતે સહાયની નીતિ બનાવો, (પ) ખેતીને નામે ઉદ્યોગો કરોડોના ધિરાણ લઈ જાય છે તે બંધ કરો, (6) ખેડૂતોને સીધા ગ્રાહક સાથે જોડવાની વ્‍યવસ્‍થા ઉભી કરો.

નરેશ વિરાણી અને સાગરભાઈના કહેવા પ્રમાણે આટલું થાય તો ખેડૂતનાં મુદાનો કાયમી ઉકેલ આવશે નહિતર આભ ફાટે ને થીગડા મારીએ એવી દશા થશે.


બગસરાની મુખ્‍ય બજારોમાં બે દુકાનમાંથી રૂા.30 હજારનાં મુદ્યામાલની ચોરી

અમરેલી, તા. 10

બગસરા ગામે રહેતાં અને પાનની દુકાન ધરાવતાં પ્રફુલભાઈ છગનભાઈ બાબરીયા નામનાં વેપારીની દુકાનમાં ગત રાત્રીથી આજે સવાર સુધીનાં સમયગાળા દરમિયાન કોઈ અજાણ્‍યા ઈસમે તાળુ તોડી દુકાનમાં પ્રવેશ કરી પાનનાં ગલ્‍લાનાં કાઉન્‍ટરમાં રાખેલરોકડ રકમ રૂા.30 હજાર તથા અન્‍યસાહેદની જથ્‍થાબંધની દુકાનમાંથી ખાંડ પ0 કિલોગ્રામની બોરી તથા બિસ્‍કીટ વિગેરે મળી રૂા.30 હજારની ચોરી તથા અન્‍ય દુકાનમાં પણ ચોરીનો નિષ્‍ફળ પ્રયાસ કર્યાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાઈ છે.


બાબરા, સાવરકુંડલા સહિતનાં તલાટી મંત્રીઓએ વિવિધ માંગને લઈને આવેદનપત્ર પાઠવ્‍યું

બાબરા, તા. 10

બાબરા અને સાવરકુંડલામાં તાલુકા તલાટી કમ મંત્રી મંડળ ર્ેારા વિવિધ પડતર પ્રશ્‍નોનાં નિકાલ માટે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરીહતી.

બાબરામાં તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ મિલનભાઈ ગઢવીની આગેવાની હેઠળ તાલુકાનાં તમામ ગ્રામપંચાયતનાં મંત્રીઓ ર્ેારા કાળી પટ્ટી ધારણ કરી તાલુકા વિકાસ અધિકારી, અને મામલતદારને વિવિધ માંગણીઓ મુદ્યે આવેદનપત્ર આપ્‍યું હતું.

ગ્રામપંચાયતમાં મંત્રી તરીકેની ફરજ બજાવતા મંત્રીઓનાં જણાવ્‍યા અનુસાર રાજય સરકાર ર્ેારા બઢતી, જૂની પેન્‍શનર સ્‍કીમ શરૂ કરવી તેમજ ફિકસ ભરતીવાળા મંત્રીઓને થતો અન્‍યાય દૂર કરવા સહિતનાં અન્‍ય પડતર પ્રશ્‍નો બાબતે આજે તાલુકા તલાટી મંત્રી મંડળ ર્ેારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્‍યું હતું. તમામ મંત્રીઓ ર્ેારા જણાવ્‍યું હતું કે આજે આખો દિવસ દરેક મંત્રી કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે અને જો રાજય સરકાર પડતર પ્રશ્‍નો બાબતે યોગ્‍ય ઉકેલ નહિ લાવે તો આગામી દિવસોમાં તમામ મંત્રીઓ માસ સિએલ પર પણ ઉતરશે તેમ અંતમાં તલાટી મંત્રી મંડળ ર્ેારા જણાવ્‍યું હતું.


અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસનાં બંધનો ફિયાસ્‍કો : હિરેન હિરપરા

અમરેલી, તા. 10

ભારત બંધનાં એલાન આપીને કોંગ્રેસ સહિતનાં વિપક્ષી પક્ષો વિકાસની રાજનિતિને અવરોધવાનો પ્રયત્‍ન કરી રહૃાા છે. પરંતુ દેશની જાગૃત જનતા કોંગ્રેસનાં આવા ખેલથી માહીતગાર છે. તેમ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખે જણાવ્‍યું છે.

પેટ્રોલ અને ડિઝલના ભાવો જે વધ ઘટ થઈ રહી છે તે આંતરરાષ્‍ટ્રીય કિંમતો ઉપર નિર્ભર છે. વર્તમાન કેન્‍દ્રની ભાજપ સરકારઅને યુ.પી.એ.ના સમયની કેન્‍દ્ર સરકારનાં શાસનની તુલના કરવામાં આવે તો બેફામ ભાવ વધારો અને ભ્રષ્‍ટાચારે માજા મુકી હતી તે જનતા ભૂલી નથી. આજે અમરેલી જિલ્‍લામાં કોંગ્રેસ ર્ેારા શહેરોમાં દુકાનો બંધ કરાવવાની ઘટનાને જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરપરાએ વખોડી કાઢી છે. અને જણાવ્‍યું છે કે કોંગ્રેસનાં બંધને જનતાને સમર્થન કરેલ નથી બંધનું એલાન આપીને બંધ કરાવવા કોંગ્રેસ નિકળે તે જ સરેઆમ નિષ્‍ફળતા છે.


કુખ્‍યાત બુટલેગર કાળુ ઉર્ફે જેશીંગ રાઠોડે હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી

અમરેલી, તા.10

પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા જાફરાબાદ મરીન પો.સ્‍ટે.ના  પ્રોહી. ગુ.ર.નં. 49/ર017 પ્રોહી કલમ 66 બી, 6પ એ, ઈ, 116 બી વિગેરે ગુન્‍હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્‍થાના સપ્‍લાયર કાળુ ઉર્ફે જેસીંગ છગનભાઈ ઉર્ફે ખુમાભાઈ રાઠોડ રહે. ધંધુકાને તા.ર7/7ના રોજ ધંધુકા મુકામેથી પકડી પાડી જાફરાબાદ મરીન પો.સ્‍ટે.ના ગુન્‍હામાં અટક કરવામાં આવેલ અને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ તરફથી મજકુરને જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં જેલ હવાલે મોકલી આપવામાં આવેલ.

જેલમાં રહેલ પ્રોહી બુટલેગર કાળુ ઉર્ફે જેસીંગ છગનભાઈ રાઠોડએ પોતાના જામીન મંજૂર થવા એડી સેશન્‍સ કોર્ટ, રાજુલા ખાતે અરજી કરેલ પરંતુ સેશન્‍સ કોર્ટ રાજુલા દ્વારા આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવેલ.

ત્‍યારબાદ આરોપીએ જામીન મળવા ગુજરાત હાઈકોર્ટ ખાતે અરજી કરેલ હોય પરંતુ તપાસ કરનારઅધિકારીએ આ ગુન્‍હાની સઘન તપાસ કરેલ હોય અને તપાસ દરમ્‍યાન આરોપી જે ગુજરાત રાજયનો ચોથા નંબરનો સૌથી મોટો પ્રોહી બુટલેગર છે અને તેની સામે પ્રોહીબીશનના ઘણા ગુન્‍હાઓ નોંધાયેલ છે. તેમજ આરોપી હરિયાણા, રાજસ્‍થાન, સુરત, વડોદરા વિગેરે જગ્‍યાએથી ઈંગ્‍લીશ દારૂ મંગાવવાનું અને સપ્‍લાય કરવાનું મોટુ નેટવર્ક ધરાવે છે અને આ નેટવર્કમાં અન્‍ય પ્રોહી બુટલેગરો સાથે પણ આરોપી સતત સંપર્કમાં હોવાના પુરાવાઓ મેળવેલ અને આરોપીએ દારૂના ધંધામાંથી મેળવેલ ખૂબ જ કિંમતી મિલ્‍કત વસાવેલ હોવાના આધારે મેળવેલ હોય આમ જીણવટ ભરી તપાસ કરી સજજડ પુરાવાઓ મેળવવામાં આવેલ હોય જેથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી નામંજૂર કરવાની ટકોર કરતા આરોપીના વકીલે જામીન અરજી પરત ખેંચી લીધેલ છે.


શેડૂભાર અને નાળ ગામે વૃદ્ધા સહિત ર વ્‍યકિતનાં અપમૃત્‍યુ

અમરેલી, તા. 10

અમરેલી તાલુકાનાં શેડૂભાર ગામે રહેતાં જમનાબેન ભીમજીભાઈ સાકરીયા નામનાં 70 વર્ષિય વૃઘ્‍ધાએ ગત તા.4/9નાં રોજ હૃદયરોગની બીમારીથી કંટાળી જઈ પોતાની મેળે કપાસમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતાં પ્રથમ અમરેલી વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાયેલ જયાં તેમનું મોત થયું હતું.

જયારે સાવરકુંડલા તાલુકાનાંનાળ ગામે રહેતાં પાચાભાઈ લાખાભાઈ બગડા નામનાં 3પ વર્ષિય યુવકે ગઈકાલે સવારે પોતાની મેળે ઝેરી દવા ગટગટાવી લેતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.


અમરેલીનાં ઈશ્‍વરીયા ખાતે જુગાર રમતા 8 પતા પ્રેમીઓ ઝડપાયા

રૂપિયા દોઢ લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કર્યો

અમરેલી, તા.10

અમરેલી તાલુકા પો.સ્‍ટે.ના પો.સ.ઈ.એચ.એચ.સેગલીયા તથા પો.સબ. ઈન્‍સ.જી.પી. જાડેજા તથા પો. સ્‍ટાફે તા.9/9 ના કલાક-રરઃ10 વાગ્‍યાથી પેટ્રોલીંગમાં હતા. દરમ્‍યાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, અમુક ઈસમો અમરેલી-ઈશ્‍વરીયા ગામે જાહેર જગ્‍યામાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડે છે. જેથી સ્‍ટાફ સાથે બાતમીવાળી જગ્‍યાએ જઈ રેઈડ કરતા આરોપી 1) ધર્મેશભાઈ શંભુભાઈ કુંડાળીયા, ર) બીપીનભાઈ નાથાભાઈ વામજા, 3) અમીતભાઈ જગદીશભાઈ વામજા, 4) રાજેશભાઈ મનુભાઈ આખજા, પ) પ્રકાશભાઈ જનકભાઈ ગોસાઈ, 6) સુરેશભાઈ ધીરૂભાઈ પટેલ, 7) સુરેશભાઈ ધીરૂભાઈ વામજા, 8) ધર્મેન્‍દ્રભાઈ ધીરૂભાઈ વામજાને રોકડ રૂા.પર,880 તથા મોબાઈલ નંગ -10 કિ.રૂા. 17,000 તથા મોટર સાયકલ નંગ 4 કિ.રૂા.80,000 મળી કુલ મુદામાલ કિંમત રૂા.1,49,880 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


તાતણીયામાં ખેડૂતે વીજકરંટ મૂકતા નીલગાયનું મોત થયું

ખાંભા, તા.10

ખાંભા તાલુકાના તાતણીયા ગામે વાડી વિસ્‍તારમાં ખેડૂત નરેશભાઈ નાજાભાઈ પીપળીયાએ શોર્ટ મૂકવાથી એક નીલગાયનું મોત નિપજયાની વન વિભાગના રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર પરિમલ પટેલને બાતમી મળતા વન વિભાગ સ્‍ટાફ બાતમીના આધારે ઘટના સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને ખેડૂત નરેશભાઈ નાજાભાઈ પીપળીયા પાસેથી વન વિભાગ દ્વારા રૂા. 1પ હજારનો દંડ વસુલ કરવામાં આવ્‍યો હતો. બાદ વનવિભાગ દ્વારા નીલગાયના મૃતદેહને રેન્‍જ ઓફિસ ખાતે પી.એમ. કરી દફનાવી દેવામાં આવ્‍યાનું જાણવા મળેલ હતું.


ભૈ વાહ : રાજુલા અને ખાંભા પંથકનાં અનેક ગામોમાં એકથી દોઢ ઈંચ વરસાદ

ર0 દિવસનાં વિરામ બાદ મેઘાની પૂનઃ પધરામણી

ભૈ વાહ : રાજુલા અને ખાંભા પંથકનાં અનેક ગામોમાં એકથી દોઢ ઈંચ વરસાદ

આકસ્‍મીક વરસાદથીખેતીપાકોને ફાયદો થતાં ખેડૂતો ખુશ

ખાંભા, તા. 10

રાજુલાનાં મોટા આગરીયા, ધુડિયા આગરીયા, નવા આગરીયા, વાવડી તેમજ ખાંભા સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાં લાંબા સમય બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી અને ખાંભા તાલુકાનાં રાયડી, પાટી, કોદિયા, સરાકડીયા, નેસડી સહિતનાં ગામોમાં એકથી બે ઈંચ વરસાદ પડયો હતો અને ખાંભા સહિત નાનુડી, ભાડ, વાંકીયા, પીપળવા, લાસા સહિતનાં ગામોમાં જોરદાર વરસાદી ઝાપટા પડયા હતા અને વીસ દિવસથી વધારે વરસાદે લાંબા વિરામ લીધા બાદ આજે ખાંભા પંથકમાં વરસાદ પડતાં લોકો અને ખેડૂતો ખુશાલ જોવા મળ્‍યા હતા અને જેના કારણે કપાસ,  મગફળી સહિતની મુંજાતી મોલાત અને પાકને જીવનદાન મળ્‍યું હતું અને ખેડૂતોનાં જીવમાં નવો જોમ જોવા મળ્‍યો હતો.


રાજુલા નજીક નીલગાય આડી ઉતરતા બાઈક સવારનું કમકમાટીભર્યુ મોત

પીપાવાવ પોર્ટથી પરત ફરતી વેળા બનાવ બન્‍યો

અમરેલી, તા. 10

રાજુલા ગામે રહેતાં ધ્રુમીતપરી કનુપરી ગોસાઈનાં ભાઈ દેવેન્‍દ્રપુરી ગત તા.પ નાં રોજ સાંજે પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.4 એ.સી. 7930 લઈ પીપાવાવ પોર્ટથી પોતાની નોકરી પૂરી કરી પોતાના ઘર તરફ આવતાં હતા ત્‍યારે લીલાપીરની ધાર પાસે પહોંચતાં અચાનક જ રોઝડું આડું પડતાં મોટર સાયકલ ચાલકે સ્‍ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં અને તેની સાથે અથડાઈ જતાં તેમનું ગંભીર ઈજા થવાનાં કારણે સારવાર દરમિયાન મોત થતાં રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


અમરેલી જિલ્‍લામાં બંધને મિશ્ર પ્રતિસાદ : પેટ્રોલ-ડીઝલ અને ગેસ સીલીન્‍ડરનાં ભાવમાં વધારો થતાં જનતામાં રોષનો માહોલ જોવા મળ્‍યો

કોંગી નેતા પરેશ ધાનાણીએ વેપારીઓનો માન્‍યો આભાર

અમરેલી જિલ્‍લામાં બંધને મિશ્ર પ્રતિસાદ

પેટ્રોલ-ડીઝલ અને ગેસ સીલીન્‍ડરનાં ભાવમાં વધારો થતાં જનતામાં રોષનો માહોલ જોવા મળ્‍યો

અમરેલી, તા. 10

અમરેલી જિલ્‍લામાં આજે કોંગ્રેસપક્ષ ઘ્‍વારા પેટ્રોલ-ડીઝલ-ગેસ સીલીન્‍ડરનાં ભાવ વધારાનાં વિરોધમાં અપાયેલ બંધને મિશ્ર પ્રતિસાદ મળેલ હતો. જો કે જિલ્‍લાની જનતામાં ઈંધણનાં ભાવ વધારાને લઈને રોષનો માહોલ જોવા મળ્‍યો હતો. પોલીસ વિભાગ ઘ્‍વારા ચાંપતો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણીનાં ગઢ સમાન અમરેલી જિલ્‍લામાં બંધને સફળતા મળતાં તેઓએ જિલ્‍લાનાં તમામ વેપારીઓ અને શૈક્ષણિક સંગઠનો, જુદી-જુદી સંસ્‍થાઓ અને જનતા જનાર્દનનો જાહેર આભાર માનેલ હતો.

અમરેલી, લાઠી, બાબરામાં બંધને જબ્‍બરી સફળતા  મળી હતી. જયારે બાકીનાં શહેરોમાં મિશ્ર પ્રતિસાદ મળ્‍યો હતો.

 

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં માર્ગદર્શન તળે

અમરેલી જિલ્‍લામાં બંધનાં એલાનને લઈને ચાંપતો બંદોબસ્‍ત

અમરેલી, તા.10

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ દ્વારા આજે બંધના એલાનનાં પગલે વહીવટી તંત્ર તથા કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે પોલીસ વિભાગે સીટી પી.આઈ. આર.વી. દેસાઈ, એસ.ઓ.જી. પી.એસ.આઈ.તથા સ્‍ટાફ તેમજએસ.આર.પી.નો કડક બંદોબસ્‍ત ગોઠવી દીધો છે.

અમરેલી શહેરમાં બંધના પગલે એસ.ટી. ડેપો, ડો. જીવરાજ મહેતા ચોક, કોલેજ સર્કલ, નાના બસસ્‍ટેન્‍ડ, જેશીંગપરા સહિત 16 જેટલા પોઈન્‍ટ બનાવી અને કુલ 70થી પણ વધુ પોલીસ અધિકારી, કર્મચારીઓને ગોઠવી દીધા છે.

હાલમાં અમરેલી જિલ્‍લામાં 144મી કલમ અમલમાં હોય, ચાર કે તેથી વધુ લોકોને એકઠા થવા ઉપર પણ પ્રતિબંધ ચાલે છે.


લીલીયા ક્રેડીટ કો.ઓ. સોસાયટી ર્ેારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

               લીલીયાની લેઉવા પટેલ વાડી ખાતે લીલીયા ક્રેડીટ કો.ઓ. સોસાયટીની વાર્ષિક સાધારણ સભા તથા લીલીયા તાલુકા સહકારી સંઘની 13મી વાર્ષિક સાધારણ સભા નાફસ્‍કોબનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીનાં અઘ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવેલ. જેમાં લીલીયા ક્રેડીટ કો. સોસાયટીએ રૂા.7પ લાખ જેવો માતબર નફો કરી સભાસદોને રૂા.એક હજારની કિંમતની ભેટ અને 10 ટકા ડીવીડન્‍ડ આપવાની જાહેરાત કરેલ. તથા લીલીયા તાલુકા સહકારી સંઘે રૂા.4 લાખનો નફો કરી સભાસદને એક ભેટ 1ર ટકા ડીવીડન્‍ડ આપવાની જાહેરાત કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ મગનભાઈ વિરાણી, બાબુભાઈ ધામત, અરૂણભાઈ પટેલ, ધીરૂભાઈ ઉમરેઠીયા, માવજીભાઈલહેરી તથા ડીરેકટર બોર્ડ સદસ્‍યોએ સફળતા પૂર્વક કાર્યક્રમનું આયોજન કરેલ અને ક્રેડીટ સોસાયટી તરફથી 100 જેટલા ભજળસેવકોભને સ્‍મૃતિ ભેટ આપી તેના કાર્યને બિરદાવવામાં આવેલ. આ કાર્યક્રમનું સફળ સંચાલન અમૃતબા વિદ્યાલયનાં વર્િેાન શિક્ષક ઉપાઘ્‍યાય તથા ઠુમ્‍મર ર્ેારા કરવામાં આવ્‍યું. જેમાં વકીલ કિશોરભાઈ પાઠકે આભાર વિધી કરેલ હતી.


અંટાળીયા મહાદેવ મંદિરે સાંસદ કાછડીયા દ્વારા થાળ પ્રસાદ યોજાયો

               શ્રાવણ માસના અંતિમ દિવસ નિમિતે અને અંટાળીયા મહાદેવ પ્રતયેની શ્રઘ્‍ધા થકી ગત તા. 9/9/18ને રવિારનાં રોજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ અમરેલી જિલ્‍લાના લીલીયા તાલુકાના અંટાળીયા મહાદેવ મંદિર ખાતે થાળનું આયોજન કરેલ હતું. જેમાં 10 હજાર જેટલું માનવ મહેરામણ ઉમટયું હતું અને દાદાના દર્શન કરી પ્રસાદ લીધેલ હતો અને જેના લીધે અંટાળીયા મહાદેવ મંદિરે અદભુત દ્રશ્‍યો જોવા મળેલ હતા. અંટાળીયા મહાદેવમંદિરના ટ્રસ્‍ટીઓ અને સંચાલકોએ સાંસદ નારણભાઈને અભિનંદન આપતા જણાવેલ હતું કે, મંદિરના ઈતિહાસમાં એક સાથે આટલા મોટા માનવ મહેરામણની સેવાનો પ્રથમ મોકો સાંસદ થકી મળેલ છે. આ તકે રાજયનાં કૃષિમંત્રી આર.સી. ફળદુએ પણ વિશેષ હાજરી આપી પ્રસાદ ગ્રહણ કરેલ હતો. આ પ્રસંગે ગુજકોમાસોલના ચેરમેન અને ઈફકોના ડીરેકટર દિલીપભાઈ સંઘાણી, ગારીયાધારના ધારાસભ્‍ય કેશુભાઈ નાકરાણી, પૂર્વ ધારાસભ્‍યો બાવકુભાઈ ઉંઘાડ, વી.વી. વઘાસીયા, વાલજીભાઈ ખોખરીયા, જીલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, મહામંત્રીઓ રવુભાઈ ખુમાણ, કમલેશભાઈ કાનાણી, કૌશિકભાઈ વેકરીયા સહિત જીલ્‍લા ભાજપ ટીમ, પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબાર અને દિનેશભાઈ પોપટ, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, અમરેલી સંસદીય વિસ્‍તારના તમામ તાલુકા અને શહેર ભાજપ પ્રમુખો, મહામંત્રી અને તેમની ટીમ, વિવિધ સેલના કન્‍વીનર/સહકન્‍વીનરો તથા વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ તથા તમામ પ્રકલ્‍પોના હોદેદારો ઉપસ્‍થિત રહૃાા હતા. ઉપરાંત આ તકે વેપારી મંડળ, ચેમ્‍બર ઓફ કોમર્સ, ઓઈલ મીલ અને જીનીંગ મીલ ધારકો, માર્કેટીંગયાર્ડના ડીરેકટરો, સહકારી સંસ્‍થાઓના ડીરેકટરો, ડોકટરો, વકીલો સહિતના વિવિધ સામાજિક આગેવાનો અને સહકારી આગેવાનો પણ ઉપસ્‍થિત રહૃાા હતા.ભારતીય જનતા પાર્ટીમાં વિખવાદ છે તેવા ખોટા સંદેશાઓને ફોક સાબિત કરી સાંસદ ઘ્‍વારા આયોજીત થાળમાં ભારતીય જનતા પાર્ટીના તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી આવનાર તમામ દર્શનાર્થીઓનો આદર સત્‍કાર કરેલ હતો. વિશેષમાં આ તકે મહિલા મોરચાની બહેનો ઉપરાંત સમગ્ર સંસદીય વિસ્‍તારમાં વસવાટ કરતા બહેનો તથા પ્રિન્‍ટ અને ઈલેકટ્રોનીક પ્રેસ મીડીયાના મિત્રો વિશેષ ઉપસ્‍થિત રહૃાા હતા.


વડીયામાં બંધને એલાન સંદર્ભે વિપક્ષી નેતા પરેશ ધાનાણીની અટકાયત

કોંગી આગેવાનો અને અન્‍ય આગેવાનો વચ્‍ચે ઘર્ષણ

વડીયામાં બંધને એલાન સંદર્ભે વિપક્ષી નેતા પરેશ ધાનાણીની અટકાયત

પોલીસે મામલો થાળે પાડીને રાહત અનુભવી

વડીયા, તા.10

આજે ભારત બંધના પગલે વડિયા શહેર દિવસભર ખુલ્‍લુ રહેલ અને વેપારીઓ બંધ એલાનમાં ન જોડાયા આજ સવારથી જ લોકોએ પોતાના વેપાર ધંધા રાબેતા મુજબ શરૂ કરેલ હતા. તેવા સમયે કોંગ્રેસ કાર્યકર્તાઓ ગામ બંધ કરાવવા       નીકળેલા બાદમાં વડિયા સરપંચ પતિ છગન ઢોલરીયા અને ચેમ્‍બર્સ ઓફ કોમર્સ પ્રમુખ મિતુલ ગણાત્રા ઉપસરપંચ નિલેશ પરમાર સહિતના આગેવાનો ગામને ખુલ્‍લું કરાવવા માટે નિકલ્‍યા હતા. તે સમયે બન્‍ને વચ્‍ચે જાહેર રોડ પર ચકમક જરી લોકોના ટોળા એકઠ્ઠા થયેલ બાદમાં વડિયા પોલીસનો મોટો કાફલો ઘટના સ્‍થળે પહોંચી કોંગ્રેસ કાર્યકર્તા ધર્મેન્‍દ્રપાનસુરિયા, હિતેશ વોરા અને સરપંચપતિ છગનભાઈ ઢોલરીયાની પોલીસે અટકાયત કરી બાદમાં વડિયા શહેર સ્‍વયંભુ ખુલ્‍લુ જ રહયું ત્‍યાર બાદ બપોરે 1રઃ30 કલાકે ખુદ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને અમરેલીથી દોડી આવવું પડયું જે લોકોને બે હાથ જોડી અરજ કરી કે અમારૂ માન જળવાઈ રહે અને પેટ્રોલ – ડીઝલના ભાવમાં ફેરફાર થાય તો સારૂં રહે તે સમયે સામેથી વળતો જવાબમાં વેપારીઓએ જણાવેલ કે કોંગ્રેસના રાજમાં પણ પેટ્રોલ, ડીઝલના ભાવ ભડકે બળતા હતા તેમ કહી વેપારીઓએ જમવાના સમયે ક્ષણિક સટર ખેંચ્‍યા બાદ ખુલ્‍લા કર્યા બાદમાં પરેશ ધાનાણી પોલીસ કાફલા સાથે ગ્રામપંચાયત સંચાલિત સુરગવાળા સાર્વજનિક હાઈસ્‍કૂલ બંધ કરવા ગયેલ તે સમયે ચેમ્‍બર્સ ઓફ કોમર્સ સરપંચપતિ અને ઉપસરપંચ સાથે ચકમક જરી હતી અને સરપંચપતિએ કહી દીધેલ કે સ્‍કૂલ બંધ નહીં થાય તમે સ્‍કૂલ બહાર નીકળો બાદ પોલીસ કાફલાને કાર્યવાહી કરવા રજુઆત કરી બાદમાં પોલીસે પરેશ ધાનાણીની કાર્ય કર્તાઓ સહિત અટકાયત કરેલ અને માત્ર મિનિટોમાં જ પોલીસે મુકત કરેલ.


અમરેલી જિલ્‍લા સમસ્‍ત બ્રહ્મ સમાજનાં હોદ્યેદારોની વરણી

               અમરેલી જિલ્‍લા સમસ્‍ત બ્રહ્મ સમાજ એક આગવી ઓળખ ધરાવે છે. અમરેલી ખાતે તા.9/9/ર018 ને રવિવારનાં રોજ જિલ્‍લા બ્રહ્મસમાજનાં હોદેદારોની વરણી માટેમુળશંકરભાઈ તેરૈયાનાં અઘ્‍યક્ષ સ્‍થાને અને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજનાં નિરીક્ષકો ડી. જી. મહેતા, છેલભાઈ જોશી, ચેતનભાઈ પંચોલી તેમજ સૌરાષ્‍ટ્ર-કચ્‍છનાં પ્રવર્તમાન કારોબારી સદસ્‍ય ગીરીશભાઈ રાજયગુરૂની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાયેલ જેમાં નવી ટર્મ માટે અમરેલી જિલ્‍લા સમસ્‍ત બ્રહ્મ સમાજનાં પ્રમુખ તરીકે ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી તરીકે તુષારભાઈ જોશી, ઉપ પ્રમુખ તરીકે પરાગભાઈ ત્રિવેદી તેમજ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજનાં કારોબારી સભય તરીકે અશ્‍વિનભાઈ ત્રિવેદી તેમજ અશ્‍વિનભાઈ મહેતાની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્‍લા બ્રહ્મ સમાજનાં પૂર્વ પ્રમુખ પરેશભાઈ આચાર્યએ શુભેચ્‍છા પાઠવી હતી અને જિલ્‍લાભરનાં તમામ મંડલના પ્રમુખો, મંત્રીઓ તેમની ટીમ સાથે તેમજ જિલ્‍લાનાં બ્રહ્મ શ્રેષ્ઠિઓ અને જિલ્‍લાભરના બ્રહ્મ યુવાનો આ તકે ઉપસ્‍થિત રહૃાા હતા અને નવનિયુકત ટીમને અભિનંદન પાઠવેલ. નવનિયુકત પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદીએ જણાવેલ કે, સમાજને સંગઠીત કરી સમાજ માટે રચનાત્‍મક કાર્યો સમગ્ર બ્રહ્મ સમાજ સાથે મળી કરવાની નેમ આ તકે વ્‍યકત કરી હતી અને ત્‍યાર બાદ અમરેલી શહેર મઘ્‍યે નિર્માણાધિન ભગવાન પરશુરામનાં મંદિરની રજ મસ્‍તકે ચડાવી ત્‍યાર બાદ નાગનાથ મહાદેવનાં મંદિરે આશિર્વાદ લેવા જિલ્‍લામાંથી પધારેલા બ્રહ્મ બંધુઓ ગયા હતા તેમ સમસ્‍તબ્રહ્મ સમાજ અમરેલીનાં પૂર્વ મહામંત્રી દિલીપ મહેતાની યાદીમાં જણાવાયેલ છે.


અમરેલીનાં વઘાસિયા પરિવાર ર્ેારા કોલડા ખાતે ગરીબોને કિટવિતરણ  

             અમરેલીનાં જાણીતા ઔદ્યોગિક રત્‍ન, ઓઈલ મીલર તથા સૌરાષ્‍ટ્રઓઈલ મિલ એસોસિએશનનાં કારોબારી સભ્‍ય એવા લેઉવા પટેલ સમાજનાં આગેવાન કાંતીભાઈ વઘાસિયા પરિવાર ર્ેારા પોતાના વતન કોલડા મુકામે જન્‍માષ્‍ટમી પર્વ પર ગામનાં ર00 (બસો) ગરીબ પરિવારોને તેલ, ગોળ, લોટ વિ.ની સામગ્રી સહિતની કિટ વિતરણ કરીને જન્‍માષ્‍ટમી ઉજવણી કરીને સમગ્ર જિલ્‍લાનાં ઉદ્યોગપતિઓ તથા જિલ્‍લા લેઉવા પટેલ સમાજને ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે. લાયન્‍સ કલબ ઓફ મેઈનનાં માઘ્‍યમથી વિધવિધ સેવા પ્રવૃતિ કરતા લાયન કાંતીભાઈ વઘાસિયા પરિવાર ર્ેારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્‍યમહેમાન તરીકે લાયન્‍સ કલબ ઓફ મેઈનનાં પ્રમુખ લાયન પ્રકાશભાઈ સેંજલીયા, સેક્રેટરી લા. ગોરધનભાઈ માંદલીયા, લા. પરીખ, લાયન્‍સ કલબ મેઈનનાં તમામ પદાધિકારીઓ, કોલડા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ વઘાસિયા, ઉદ્યોગપતિ વશરામભાઈ વઘાસિયા, હસમુખભાઈ સોરઠીયા, ઉકાભાઈ સોરઠીયા, ઘનશ્‍યામભાઈ કીકાણી તથા ગોવિંદભાઈ સોરઠીયા તથા મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહૃાાં હતા. આ તકે મુખ્‍યદાતા કાંતીભાઈ વઘાસિયાએ જણાવ્‍યું હતું કે અમારા ર્ેારા છેલ્‍લા રપ (પચીસ)વર્ષથી અમારા વતન કોલડામાં ગરીબોને મીઠાઈ બનાવવાની  કીટ વિતરણ કરીને જ જન્‍માષ્‍ટમી ઉજવીએ છીએ જેનું અમોને ખૂબજ ગૌરવ તથા ખુશી છે.


11-09-2018