Main Menu

Sunday, September 9th, 2018

 

કુખ્‍યાત બુટલેગર યોગેશ ખેરનાં સેશન્‍સ કોર્ટ ર્ેારા પાંચદિ’નાં પોલીસ રિમાન્‍ડ મંજૂર

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય મુળ સુધી પહોંચવા મક્કમ

અમરેલી, તા. 8

અમરેલી પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ટીમ ર્ેારા જાફરાબાદ મરીન પો.સ્‍ટે.ના પ્રોહી ગુ.ર.નં. 49/ર017, પ્રોહિ કલમ 66 બી, 6પ એ, ઈ, 116 બી વિ. મુજબનાં ગુન્‍હાનાં કામે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્‍થાના સપ્‍લાયર આરોપી યોગેશ બટુક ખેર, તા.ર1/07/ર018 ના કલાક ર3/30 વાગ્‍યે રોજ પકડી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટ તરફથી મજકુર આરોપીને જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં જેલ હવાલે મોકલી આપવામાં આવેલ.

બાદ આ ગુન્‍હાની સઘન તપાસ હાથ ધરવામાં આવતાં આરોપી યોગેશ બટુક ખેર, તથા અન્‍ય સહઆરોપીઓ વિદેશી દારૂના ધંધાર્થીઓ હોય અને તમામ આરોપીઓ સામે પ્રોહિબીશનનાં ઘણા ગુન્‍હાઓ નોંધાયેલ હોવાનું તેમજ આરોપીઓ હરિયાણા, રાજસ્‍થાન, સુરત, વડોદરા વિગેરે જગ્‍યાએથી ઈંગ્‍લીશ દારૂ મંગાવવાનું અને સપ્‍લાય કરવાનું મોટું નેટવર્ક ધરાવતા હોવાનું જણાઈ આવેલ. આ નેટવર્કમાં અન્‍ય પ્રોહી બુટલેગરો સાથે આરોપી યોગેશ બટુક ખેર સતત સંપર્કમાં હોવાના પુરાવાઓ મળી આવેલ અને યોગેશ બટુક ખેર, દારૂના ધંધામાંથી મેળવેલ ખૂબ જ કિંમતી મિલ્‍કત વસાવેલ હોવાનું અને આ તમામ આરોપીઓ દારૂના સપ્‍લાયર અનેધંધાર્થીઓ હોય એકબીજાની નાણાકીય ભાગીદારીમાં પોતાના આર્થિક લાભ મેળવવાનાં હેતુથી ગુજરાત રાજયમાં પરપ્રાન્‍તીય વિદેશી દારૂનું પરિવહન કરાવતા હોવાનું તપાસ દરમ્‍યાન જણાઈ આવેલ. યોગેશ બટુક ખેર પોતાના ભાગીદારો સાથે મળી દીવનાં લાયસન્‍સ ધારકોનાં નામે દારૂનો જથ્‍થો મંગાવી, અમરેલી જીલ્‍લાના રાજુલા અને આજુબાજુના વિસ્‍તારોમાં દારૂનું કટીંગ કરાવી નાના બુટલેગરોને સપ્‍લાય કરતાં હોય અને તેમના એકાઉન્‍ટમાં મોટા પ્રમાણમાં આર્થિક વ્‍યવહારો નોંધાયેલ હોય તેમજ મિલકત અંગેનાં આધારો પણ તપાસનાં કામે મેળવવામાં આવેલ. અને આરોપી યોગેશ બટુક ખેરની વધુ પુછપરછ કરવાથી આ ગુન્‍હાનાં કામે વધુ પુરાવાઓ મળે તેમ હોય અને રાજયનાં જુદા જુદા વિસ્‍તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પહોંચાડવાના રેકેટનો પર્દાફાશ થાય તેમ હોય જેથી જયુડી. કોર્ટ, જાફરાબાદમાં આરોપી યોગેશ બટુક ખેર, ફરી વખત વધુ પોલીસ રીમાન્‍ડ મળવા અરજી કરતાં જયુડી.કોર્ટ, જાફરાબાદ ર્ેારા આ અરજી નામંજુર કરવામાં આવેલ. જેથી પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ તપાસ કરનાર આર. યુ. ધામા, ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ.જાફરાબાદ મરીન પો.સ્‍ટે.નાઓએ તપાસ દરમ્‍યાન મેળવેલ પુરાવાઓ સહિત સેશન્‍સ કોર્ટ, રાજુલા ખાતે વધુ તપાસ માટે ફરીવાર આરોપી યોગેશ બટુક ખેર, પોલીસરીમાન્‍ડ મળવા અપીલ કરતાં અને સરકારી વકીલ રાજુલા તથા તપાસ કરનાર અધિકારીએ સેશન્‍સ કોર્ટમાં ધારદાર દલીલ કરતાં જે દલીલ આધારે સેશન્‍સ કોર્ટ રાજુલા ર્ેારા આરોપી યોગેશ બટુક ખેરનાં વધુ પાંચ દિવસના ફરી વખત પોલીસ રીમાન્‍ડ મંજુર કરવામાં આવેલ છે.


પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનાં ભાવ વધારાનાં વિરોધમાં : અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે જિલ્‍લાબંધનું એલાન અપાયું

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે જિલ્‍લાબંધનું એલાન અપાયું

પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનાં ભાવ વધારાનાં વિરોધમાં

અમરેલી, તા. 8

આંત્તરાષ્‍ટ્રીય કિંમતો ઓછી હોવા છતાં પેટ્રોલ-ડીઝલ તથા ગેસના ભાવમાં કમરતોડ વધારો થતાં તા. 10/9/18નાં રોજ અમરેલી બંધનું એલાન જિલ્‍લા કોંગ્રેસ પરિવાર ઘ્‍વારા આપેલ છે.

અમરેલી જિલ્‍લામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવો પ્રતિ લીટર રૂપિયા 80ને પહોંચી ગયા હોય. જિલ્‍લાની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. થોડા સમયમાં અનાજ, કઠોળ, દુધ, શાકભાજી, ફ્રુટ, દવા, સાબુ સહિતની જીવન જરૂરી ચીજવસ્‍તુઓમાં પણ પ થી 10 ટકાનો વધરો થવાનાં ભયથી આમ આદમી પરેશાન થઈ ચુકયો છે.

કૃષિ આધારિત જિલ્‍લામાં અપુરતા અને અતિ વરસાદથી કૃષિની હાલત કફોડી બની છે. હીરા ઉદ્યોગ પણ મંદીમાં સપડાયો છે, જિલ્‍લામાં હજારો યુવાનો બેરોજગાર ફરી રહૃાા હોય જેની અસર વેપાર જગત પર પડી છે, બજારોમાં ઘરાકીનો અભાવ જોવા    મળી રહૃાોછે.

પેટ્રોલ-ડીઝલનાં ભાવો સતત વધી રહૃાા છતાં પણ અચ્‍છે દિનની ગુલબાંગો ફેંકતી ભાજપ સરકારનાં કોઈપણ પ્રતિનિધિઓ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા અંગે કશું બોલતા નથી. આથી તા. 10/9/18નાં રોજ અમરેલી બંધનું એલાન જિલ્‍લા કોંગ્રેસ પરિવર ઘ્‍વારા આપવામાં આવેલ છે.


અમરેલી પાલિકાનાં પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચિફ ઓફીસર વિરૂઘ્‍ધ ફરિયાદ

એક તરફ શહેરની હાલત કફોડી અને બીજી તરફ પાલિકાનાં શાસકો મારામારીમાં વ્‍યસ્‍ત બન્‍યા છે

અમરેલી પાલિકાનાં પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચિફ ઓફીસર વિરૂઘ્‍ધ ફરિયાદ

પાલિકાનાં કોંગી અને અસંતુષ્ઠ નગરસેવકો વચ્‍ચે ચાલતી લડાઈ હવે પોલીસ સુધી પહોંચી

અમરેલી, તા. 8

અમરેલી નગરપાલિકાની ગઈકાલે મળેલ સામાન્‍યસભામાં કોંગ્રેસનાં નિશાન પર ચૂંટાયેલા સદસ્‍યો ઘ્‍વારા સામસામે ખુરશી ફેંકવા, ગાળો આપવા સહિતની ઘટના બાદ આખો દિવસ રાજકારણ ગરમાયેલું રહૃાું હતું. ત્‍યારે આઘટનામાં જ સામસામે પોલીસ ફરિયાદ નોંધાતા કોંગ્રેસ પક્ષની આબરૂનું લીલામ થતાં લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્‍યારે ભાજપ પક્ષ આ ઘટના અંગે મુંછમાં હસી રહૃાું હોય તેવો ઘાટ જોવા મળી રહૃાો છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ નગરપાલિકાનાં પ્રમુખનાં અઘ્‍યક્ષ સ્‍થાને ગઈકાલે સવારે 11 કલાકે અમરેલી પાલિકાનાં સભાખંડમાં ચૂંટાયેલા સદસ્‍યોની સામાન્‍ય સભાની બેઠક યોજવામાં આવી હતી. ત્‍યારે કોઈ કારણોસર પાલિકાનાં સદસ્‍યો વચ્‍ચે એજન્‍ડાની ચર્ચા બાબતે ગરમાગરમી થયા બાદ હાથાપાયી અને ખુરશીઓ ઉલળીઓ હતી અને કેટલાંક સદસ્‍યા ઈજા થતાં સારવાર માટે દવાખાને પણ દોડી ગયા બાદ દિવસભર શહેરમાં આ મુદે ચકચાર મચી હતી.

ત્‍યારે સાંજના સમયે અમરેલી નગરપાલિકાના પ્રમુખ જયંતિભાઈ રાણવાએ ઉપરોકત બનાવ બાબતે પાલિકાનાં સદસ્‍યો સંદિપ ધાનાણી, હંસાબેન જોષી, પતાંજલ કાબરીયા, ઈકબાલ બીલખીયા, માધવીબેન જોષી, ચંદ્રીકાબેન સોળીયા, પ્રકાશ લાખાણી તથા નાનભાઈ બિલખીયા તથા દાદાગીરી અને પ્રમુખને જ્ઞાતિ અંગે હડધુત કરી પાલિકાના પ્રમુખને મારવા દોડી અને કાયદેસરના સરકારી કામમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અને અમરેલી નગરપાલિકાની પાંચ-સાત ખુરશીઓ તથા ટેબલ તોડી નાખી સરકારી મિલ્‍કતને રૂા. 10 હજારનુંનુકશાન કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાવતા પોલીસે પાલિકાનાં કોંગીના 8 સદસ્‍યો સામે 3ર3, પ04, પ06(ર), 4ર7, 114, ડેમેજ પ્રોપર્ટી એકટ કલમ-3 તથા એટ્રોસીટીની કલમ નીચે ફરિયાદ નોંધી હતી.

તો સામાપક્ષે આજ સમયે અને આજ કારણોસર અમરેલી નગરપાલિકાના સદસ્‍યા બાલુબેન દિનેશભાઈ પરમારે પણ ગઈકાલે મોડી રાત્રીનાં કોંગ્રેસનાં નિશાન ઉપર ચૂંટાયેલા જયશ્રીબેન ડાબસરા, અલ્‍કાબેન ગોંડલીયા (પૂર્વ પાલિકા પ્રમુખ), પદમાબેન ગોસાઈ, નટુભાઈ સોજીત્રા, પંકજભાઈ રાઠોડ, હિરેનભાઈ સોજીત્રા, મૌલીકભાઈ ઉપાઘ્‍યાય, શકિલબાપુ સૈયદ (ઉપપ્રમુખ), પ્રકાશભાઈ કાબરીયા, માધવીબેન જાની તથા અમરેલી પાલિકાનાં ચીફ ઓફીસર સામે ખુરશીઓ વડે માર મારી ગાળો આપી બાલુબેન તથા સાહેદ રમેશભાઈ ભાભરને જ્ઞાતિ પ્રત્‍યે હડકુત કરી અપમાનીત કરી અને ફરિયાદ મહિલા તથા અન્‍ય મહિલાઓના કપડા ફાડી નાખવા સબબ સામી ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવમાં પણ 3ર3, પ04, 114 તથા એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધી હતી.

આ બંને અંગે અમરેલી પોલીસ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.એમ. દેસાઈએ વધુ તપાસ હાથ ધરી છે.


સાવરકુંડલામાં કારખાના માલીક વિરૂદ્ધ વેરા બાબતે ફરિયાદ

રાજયવેરા અધિકારીએ કરી ફરિયાદ

સાવરકુંડલા, તા. 8

સાવરકુંડલા ગામે રહેતાંઅને શ્રીરામ સ્‍ટીલ વર્કસ નામનું કારખાનું ધરાવતાં અશોકભાઈ ભીમજીભાઈ ચૌહાણએ પોતાના કારખાનાનો નોંધણી દાખલો રદ થયેલ હોય, અને રાજયવેરા અધિકારીની વસુલાત અંગે આકરણી આદેશ તથા માંગણીની નોટીસ અવાર-નવાર આપવા છતાં બાકીની રકમ રૂા.1,39,8પ,ર48 ચડત વ્‍યાજ સાથે ભરપાઈ કરતાં ના હોય, જેથી રાજયવેરા અધિકારી આર. કે. મુનીયાએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


લાઠીનાં મેથળી ખાતે કોલસા પાડવાની મજૂરી બાબતે બઘડાટી

લાઠીનાં મેથળી ખાતે કોલસા પાડવાની મજૂરી બાબતે બઘડાટી

પિત્રાઈ ભાઈઓ વચ્‍ચે માથાકૂટ

અમરેલી, તા.8

લાઠી તાલુકાના મેથળી ગામે કોલસા પાડવાની મજૂરી કામ કરતા પિત્રાઈ ભાઈઓ વચ્‍ચે સામાન્‍ય બાબતે ચાલતા મનદુઃખના કારણે ગઈકાલે બપોરે મેથળી ગામની સીમમાં સગા બે ભાઈઓએ મળી પિત્રાઈ ભાઈ ઉપર ધારીયા વડે માથાના ભાગે જીવલેણ હુમલો કરતા ઘવાયેલા ભાઈને પ્રથમ દામનગર, વધુ સારવાર માટે અમરેલી અને રાજકોટ દવાખાને ખસેડાયેલ છે. પોલીસે આ બનાવ અંગે જીવલેણ હુમલો કરવા સબબની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ કચ્‍છ જિલ્‍લાના રાપર તાલુકાના ત્રંબો ગામના રમેશભાઈ જેમલભાઈ એવરીયાને તેમના જ પિત્રાઈ ભાઈઓ વિષ્‍ણુ દેવાભાઈ એવરીયા તથા સુરજ દેવાભાઈ એવરીયા સાથે ખોટી શંકા કરવા અને શેઠને કેમ ખોટા ફોન કરે છે તેમ કહી માથાકૂટ કરતાં હતા ત્‍યારે ગઈકાલે બપોરના સમયે વિષ્‍ણુ દેવાભાઈ તથા સુરજ દેવાભાઈએ ઉશ્‍કેરાઈ જઈ અનેપોતાના જ પિત્રાઈ ભાઈ રમેશભાઈ ઉપર ધારીયાથી માથાના ભાગે તથા હાથે-પગે જીવલેણ હુમલો કરી ઈજા કર્યાની ફરિયાદ દામનગર પોલીસમાં નોંધાતા પી.એસ.આઈ. વી.વી. પંડયાએ વધુ તપાસ હાથ ધરી છે.


લ્‍યો બોલો : સાવરકુંડલાની એકમાત્ર પોસ્‍ટ ઓફીસનાં તમામ કર્મચારીઓ તાલીમમાં ગયા

અચ્‍છે દિનની ગુલબાંગો વચ્‍ચે કડવી વાસ્‍તવિકતા

લ્‍યો બોલો : સાવરકુંડલાની એકમાત્ર પોસ્‍ટ ઓફીસનાં તમામ કર્મચારીઓ તાલીમમાં ગયા

શરમ રાખ્‍યા વગર જાહેર જનતાને જાણકારી માટે બોર્ડ પણ લગાવ્‍યું

અમરેલી, તા. 8

સાવરકુંડલાની એકમાત્ર પોસ્‍ટ ઓફીસમાં તમામ કર્મચારીઓને ટ્રેનીંગમાં મોકલી દઈ પોસ્‍ટ ઓફીસને અલીગઢી તાળુ મારી દેવામાં આવતાં દુર ગામડેથી આવતા અરજદારોને પારાવાર મુશ્‍કેલી સહન કરવી પડેલ હતી. સાથો સાથ સિનીય સીટીઝનોને પણ ધરમનાં ધકકા થયેલ હતા.

પ્રાપ્‍ત વિગત મુજબ આજે બેંકોમાં થતાં કૌભાંડોનાં કારણે લોકોનો બેંકોનાં કથળેલા વહિવટથી વિશ્‍વાસ ઉડતો જાય છે. તેથી મરણ મુડી સમાન પૈસાનું રોકાણ બેંકમાં કરવાનાં બદલે સૌથી સલામત ભારતીય પોસ્‍ટમાં પબ્‍લીક પ્રવાહ વધી રહેલ છે. ત્‍યારે ઘણી પોસ્‍ટ ઓફીસનાં કર્મચારીઓ પણ પોતાની મનમાની ચલાવતા હોવાની ફરિયાદો ઉઠેલ છે. તગડો પગાર મેળવતાં આવા કર્મચારીઓ ગ્રાહકોને યોગ્‍ય ઉત્તર પણ આપતા નથી. આવી પરિસ્‍થિતિમાં આજે સાવરકુંડલાની પોસ્‍ટ ઓફીસમાં કર્મચારીઓનેવારાફરતી ટ્રેનીંગમાં મોકલવાનાં બદલે એકસાથે તમામ કર્મચારીઓને મોકલી દેવામાં આવતાં પોસ્‍ટ ઓફીસને તાળા લાગી ગયેલ હતા. સાથો સાથ પોસ્‍ટ તંત્ર ઘ્‍વારા તમામ સ્‍ટાફ ટ્રેનીંગમાં ગયેલ હોવાથી તમામ કામકાજ બંધ રહેશેનું જાહેર બોર્ડ પણ લગાવી દેવામાં આવતા પોસ્‍ટનાં અરજદારો-ગ્રાહકોને ધરમના ધકકા સાથે પારાવાર મુશ્‍કેલી સહન કરવી પડેલ હતી.


મોટી કુંકાવાવમાં ખેડૂતનાં મકાનમાંથી દાગીના રોકડ મળી રૂા. 1.ર7 લાખની ચોરી

મોટી કુંકાવાવમાં ખેડૂતનાં મકાનમાંથી દાગીના રોકડ મળી રૂા. 1.ર7 લાખની ચોરી

પરિવાર ખેતરે ગયા બાદ પાછળથી બન્‍યો બનાવ

અમરેલી, તા. 8

વડિયા તાલુકાનાં મોટી કુંકાવાવ ગામે રહેતાં અને ખેતિકામ કરતાં હીંમતભાઈ લાલજીભાઈ ગેવરીયા પોતાના પરિવાર સાથે પોતાના ખેતરે ખેતિ કામ કરવા ગયેલા અને તેમની પુત્રી હવેલીએ દર્શન કરવા ગયા બાદ કોઈ અજાણ્‍યા તસ્‍કરે તેમના રહેણાંક મકાનની વંડી ટપી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોનાનું મંગળસુત્ર કિંમત રૂા.8પ હજાર તથા રોકડા રૂા.3પ હજાર ટીવીવાળા રૂમમાંથી રોકડ રૂા.7 હજાર મળી કુલ રૂા.1,ર7,000નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ વડીયા પોલીસમાં નોંધાવતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા છે.


ખાખરીયામાં રહેતી પરિણીતાને પતિ સહિતનાંઓએ દુઃખ ત્રાસ આપતા ફરિયાદ

અમરેલી, તા. 8,

વડિયા તાલુકાનાં ખાખરીયા ગામેરહેતાં દયાબેન બાવકુભાઈ બોરીચા નામનાં 3ર વર્ષિય પરિણીતાને છેલ્‍લા દશ વર્ષથી પતિ બાવકુભાઈ સહિત ત્રણ ઈસમો અવારનવાર માનસિક, શારીરીક ત્રાસ આપતાં હોય, જાનથી મારી નાંખવા સામે એક મહિલા સહિત ત્રણ સામે વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


રાજુલાની પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા ફરિયાદ

અમરેલી, તા. 8, રાજુલા ગામે રહેતાં વનિતાબેન અતુલભાઈ મકવાણા નામની પરિણીતાને તેણીનાં પતિ અતુલભાઈ સહિત ચાર ઈસમોએ કરીયાવર બાબતે તથા ઘરકામ બાબતે મેણાટોણા મારી શારીરીક-માનસિક ત્રાસ આપી પીતએ ગાળો આપી,  ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.


અમરેલી-જાફરાબાદ-કોડીનાર રૂટની બસ બંધ કરાતાં રોષ : સેંકડોવિદ્યાર્થીઓને મુશ્‍કેલી થઈ રહી છે

ખાંભા, તા. 8

ખાંભા તથા રાજુલા-જાફરાબાદ તાલુકાનાં પચાસેક જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ અમરેલી ખાતે બી.કોમ. તથા બી.એસ.સી., બી.એ., ડીપ્‍લોમા, આઈ.ટી.આઈ., સ્‍પોકન કલાસીસ સહીતનાં અભ્‍યાસક્રમોમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓની અમરેલીથી-ખાંભા-જાફરાબાદ-રાજુલાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિદ્યાભ્‍યાસ બાદ બપોરનાં ર કલાકે ઉપડતી કોડીનાર ડેપોની અમરેલી-કોડીનાર વાયા જાફરાબાદ એસ.ટી.બસ બંધ કરાતા વિદ્યાર્થીઓ ભારે હેરાન પરેશાન થઈ રહૃાા છે.

વધુમાં જણાવે છે કે બપોર બાદ 1ર થી 4 વાગ્‍યા વચ્‍ચે ખાંભા બાજુ આવવાની એકસપ્રેસ બસો ઉડપે છે. લોકલ બસ ઉપડતી ન હોવાથી 1ર-30 કલાકે સ્‍કૂલમાંથી છુટેલા વિદ્યાર્થીઓને ના છુટકે ચાર વાગ્‍યા સુધી ભુખ્‍યા તરશ્‍યા અમરેલીમાં ભટકવું પડતું હોય, ટ્રાફીકથી ભરચક આવક વાળી કોડીનાર-ડેપોને કોડીનાર-જાફરાબાદ-અમરેલી બસ કે જે કારણ વગર બંધ કરી મુસાફરો અને વિદ્યાર્થીઓની સુવિધા જુટવી લીધેલ છે.

વધુમાં જણાવે છે કે સાવરકુંડલા ડેપોમાંથી ઉપડતી તમામ એસ.ટી. બસો કે જે નાના બસ સ્‍ટેન્‍ડ થઈને વરસોથી ખાંભા આવતી તે તમામ બસો સાવરકુંડલા ડેપોનાં મનનાં તરંગ પ્રમાણે વહીવટ કરનારા એવા ખાનગી વાહનો અને રીક્ષાવાળાઓનાં લાભાર્થી નાના બસ સ્‍ટેન્‍ડે થઈનેખાંભા આવતી તમામ બસોને સીધી એસ.ટી. ડેપો ઉપરથી બસ ઉપાડતી હોવાથી મુસાફરોને કુંડલાથી ખાંભા આવવાનાં ર4 રૂા. એસ.ટી. ભાડુ તો ચુકવવાનું થાય સાથે સામાન સાથે નાના બસ સ્‍ટેન્‍ડથી સા.કું. એસ.ટી. ડેપોયે પહોંચવાના રૂા.ર0નો ડામ પડતો હોય લોકહીતની બન્‍ને રજૂઆત સંદર્ભે યોગ્‍ય કરવા આર.ટી.આઈ. એકટીવીસ્‍ટ ભીખુભાઈએ ડીસીને પાઠવેલ પત્રમાં માંગ કરેલ છે.


કલેકટર આયુષ ઓક અને પ્રાંત અધિકારી બોડાણાએ લુણકી ખાતે સેવા સેતુ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

અમરેલી તા.8

બાબરા તાલુકાના લુણકી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. કલેકટર આયુષ ઓક અને પ્રાંત અધિકારી બોડાણાએ લુણકી ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. બોડાણાએ લાભાર્થીઓને ગેસ કિટનું વિતરણ કર્યુ હતુ. પ્રજાની વ્‍યક્‍તિતલક્ષી રજૂઆતો અને તેમના પ્રશ્‍નોનો ઉકેલ ઝડપી તેમજ તાત્‍કાલિક આવે તે હેતુથી રાજય સરકારે પારદર્શી અને ગતિશીલ નિર્ણયો લઇ યોજનાઓ અને કાર્યક્રમો અમલી કર્યા છે.

સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત પ્રજાજનોના વ્‍યક્‍તિતગત પ્રશ્‍નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્‍થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવે છે.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર નોંધણી, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામરૂ સહાય યોજના, ઇન્‍દિરા ગાંધી રાષ્ટ્રીય વૃઘ્‍ધ સહાય, વિધવા સહાય, દિવ્‍યાંગ પ્રમાણપત્ર, મા વાત્‍સલ્‍ય કાર્ડ, માઅમૃત્તમ કાર્ડ, ઘરેલું નવા વીજ જોડાણ, જનધન યોજના બેંક એકાઉન્‍ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના ( ગ્રામ્‍ય ) – મંજૂરીપત્ર, જન્‍મ મરણ પ્રમાણપત્ર, ઉજ્જવલા યોજના – ગેસ કિટ – જોડાણ, આઇસીડીએસ – ટેબ્‍લેટ આધાર નોંધણી, ચૂંટણી કાર્ડ સુધારા વધારા સહિતની વિવિધ સુવિધા – સેવાઓ એક જ સ્‍થળે ઉપલબ્‍ધ કરવામાં આવે છે.

બાબરા તાલુકાના લુણકી ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં ગળકોટડી, અમરાપર, વાંડળીયા, લુણકી, ખાખરીયા અને હાથીગઢ સહિતના ગામોના લાભાર્થીને પણ સાંકળી લેવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં બાબરા તાલુકાના વિવિધ કચેરીઓના અધિકારી, કર્મચારીગણ ઉપરાંત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.


ખાંભા પંથકમાં વૃક્ષછેદનનું મહાકાય કૌભાંડ ઝડપાયું

છેલ્‍લા એક વર્ષમાં લાખો રૂપિયાનું કૌભાંડ કરાયાની ચર્ચાઓ

ખાંભા પંથકમાં વૃક્ષછેદનનું મહાકાય કૌભાંડ ઝડપાયું

મોટા જથ્‍થામાં લાકડા રાજકોટ તરફ લઈ જવામાં આવતાં હોવાનું બહાર આવ્‍યું

આરએફઓ પરિમલ પટેલ દ્વારા લાકડા ભરેલ ત્રણ ટ્રક ઝડપી લેવાયા

ખાંભા, તા. 8

ખાંભા તેમજ આસપામાં છેલ્‍લા એક વર્ષથી લાકડા કટીંગનું કૌભાંડ ચાલતું હોય. ત્‍યારે આજે ખાંભાના નયનિયુકત આરએફઓ પરિમલ પટેલ ઘ્‍વારા લીલાવૃષનાં લાકડા કટીંગનો પર્દાફાશ કર્યો હતો અને ત્રણ જેટલા લાકડા ભરેલ ટ્રકને ઝડપી પાડયા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્‍યારે ખાંભા અને સાવરકુંડલાના માથાભારે દલાલો અને વનવિભાગના સ્‍થાનિક કર્મચારીની સાંઠગાંઠથી હજારો ટન લીલા લાકડાનો એક વર્ષમાં કટીંગ કરી સોથ વાળી દેવામાં આવ્‍યો છે. અને જેમાં ખાંભા તેમજ પીપળવા, કોટડા, ઈંગોરાળા ભાડ, વિસાવદર, ભાવરડી સહિતના ગામોમાં હજારો લીલા ઘટાદાર વૃક્ષોને કટકા કરી લાકડાનું કટીંગ એમપીના મજુરો ઘ્‍વારા કરવામાં આવતું હતું અને આ લાકડા ખાંભાથી મોડી રાત્રીના ટ્રક ભરીને રાજકોટ લઈ જવામાં આવતા હતા. ત્‍યારે ખાંભા વનવિભાગ ઘ્‍વારા ત્રણ જેટલા લાકડા ભરેલ ટ્રક ઝડપી પાડી અને આ લાકડા કયાંથી કાપવામાં આવ્‍યા અને કયાં લઈ જવામાં આવતા તેદિશામાં તપાસ હાથ ધરેલ છે.

ખાંભા તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારમાં લાકડાના દલાલો ઘ્‍વારા હજારો ટન લાકડાનું કટીંગ કરવામાં આવ્‍યું હતું અને આ દલાલો ઘ્‍વારા ખેડૂત અને પાર્ટીને વાડી કે ડુંગરમાંથી લીલા વૃક્ષ અને વૃક્ષના કટીંગ કરી ટ્રકમાં ભરી અને પાર્ટીને વગર મજૂરી કે મહેનતે એક ટ્રકના રૂા. 3000 જેવી રકમ ચૂકવવામાં આવતી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ હતું. અને એક ટ્રકમાં ર00 થી 300 મણ લાકડા ભરાતા હોય છે અને આ લાકડા ટ્રકમાં ભરી મોડી રાત્રીના રાજકોટ લઈ જવામાં આવતા હતા.

ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જના આરએફઓ પરિમલ પટેલે જણાવ્‍યું હતું કે, અમો રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન હોય અને બાતમીના આધારે પહેલા એક ટ્રક અને ગત રાત્રીના બે ટ્રક લીલા લાકડા ભરેલ હોય અને મીતીયાળા અભ્‍યારણ તરફથી આવતા હોય અને પુછપરછ કરતા આ ટ્રકના ડ્રાઈવર પાસે લાકડા લઈ જવા માટેના કોઈ આધાર-પુરાવા ન હોવાથી બંને ટ્રકને પકડી રેન્‍જ ઓફિસ પર લઈ આવેલ હતા. અને આ લાકડા કયાંથી કપાતા હતા અને કયાં લઈ જવામાં આવતા હતા તે દિશામાં તપાસ કરી અને જે લોકો ઘ્‍વારા લાકડાનું કટીંગ કરાવવામાં આવતું હશે તેની સામે કાયદેસરની કાર્યવહી કરી કોઈને છોડવામાં આવશે નહીં.


તેલીબીયાની ર બેઠક પર માલાણી જુથનો બિનહરીફ વિજય થતાં સાવરકુંડલા માર્કેટયાર્ડનાં 1ર ડાયરેકટરની ચૂંટણી માટે ર4 ઉમેદવારીપત્રક માન્‍ય રહૃાા

 

તેલીબીયાની ર બેઠક પર માલાણી જુથનો બિનહરીફ વિજય થતાં

સાવરકુંડલા માર્કેટયાર્ડનાં 1ર ડાયરેકટરની ચૂંટણી માટે ર4 ઉમેદવારીપત્રક માન્‍ય રહૃાા

પૂર્વ ધારાસભ્‍ય વીરાણી અને દિપક માલાણીની પેનલ વચ્‍ચે ટક્કર

સાવરકુંડલા, તા. 8

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું આજે ચિત્ર સ્‍પષ્‍ટ થતા કુલ ર4 ઉમેદવારો મેદાનમાં રહૃાા છે. તેમાં યાર્ડનાં વર્તમાન ચેરમેન સહીત 11 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયેલ છે. આ ચૂંટણી જંગ દીપકભાઈ માલાણી અને કાળુભાઈ વિરાણી વચ્‍ચે જામશે અને બે ડીરેકટરો બીન હરીફ થવા પામેલ છે.

આ અંગેનાં મળતા અહેવાલ એવા છે કે આગામી તારીખ 18/9/ર018 નાં રોજ યોજનારી માર્કેટયાર્ડની ચૂંટણી માટે ખેડૂત પેનલની 8 સીટ માટે કુલ ર0 ફોર્મ ભરાયા હતા અને વેપારી વિભાગની 4 બેઠકમાટે 1પ ફોર્મ ભરાયા હતા અને ખરીદ વેચાણ સંઘની ર સીટ માટે માત્ર ર ફોર્મ ભરાતા તે બન્‍ને સીટ બીનહરીફ થવા પામેલ છે. અને આજે ફોર્મ ખેંચવાનાં અંતીમ દિવસે ખેડૂત વિભાગ માંથી માર્કેટયાર્ડનાં વર્તમાન ચેરમેન બાબુભાઈ પાટીદાર, મહેશભાઈ જપાણી, રમેશભાઈ જયાણી દેવજીભાઈ સોડવડીયા, વેપારી પેનલ માંથી આરીફ મીઠાણી, કીશોર નથવાણી, મનુભાઈ પોપટ, સહીતનાં 6 વ્‍યકિત ફોર્મ ખેંચતા આજે ચૂંટણી ચિત્ર સ્‍પષ્‍ટ થવા પામેલ છે. એટલે દીપકભાઈ માલાણી જુથનાં ખેડૂત વિભાગ માંથી 8 અને વેપારી વિભાગ માંથી 4 એવી જ રીતે કાળુભાઈ વિરાણીની પેનલમાંથી ખેડૂત વિભાગ 8 અને વેપારી વિભાગ માંથી 4 તેમ ર4 ઉમેદવાર વચ્‍ચે ચૂંટણી જંગ જામવાની વાત નિશ્ચિત પણે જણાય રહી છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે માર્કેટયાર્ડનાં ચેરમેન તરીકે ર0 વર્ષ સુધી રહેલા અને વર્તમાન ચેરમેન બાબુભાઈ પાટીદારને કોઈ પેનલમાં સમાવેશ કરવામાં ન આવ્‍યો. તેમજ પોતે પણ પેનલ ન બનાવી શકતા અને અપક્ષ ભરેલ ફોર્મ પરત ખેંચી લેતા રાજકારણમાં ઘણી આર્શ્ચયજનક અને નવીનતા પામવા જેવી વાત ગણાય. દીપકભાઈ માલાણી અને કાળુભાઈ વિરાણી વચ્‍ચેનો આ ચૂંટણી જંગ ત્રીજી વખત જામશે. અગાઉની માર્કેટયાર્ડની ચૂંટણીમાં દીપકભાઈ માલાણી અને કાળુભાઈ વિરાણી વચ્‍ચે ખેલાયેલ. તેવી જ રીતે ર007માં વિરાણીઅને માલાણીની વચ્‍ચે વિધાનસભાની ચૂંટણી પણ સામસામે લડયા હતા. તેઓ ચૂંટણી લડવાનો ફરી માલાણી અને વિરાણી એમ વચ્‍ચે માર્કેટયાર્ડની ચૂંટણી જંગ ખેલાવાની વાત નિશ્ચિત જણાય છે. આ ચૂંટણી જંગમાં કોણ તે તો આવતા દીવસોમાં જ ખબર પડશે.


અમરેલીમાં હાલો ગણપતિ દાદા લઈ જાવને ઉત્‍સવ ઉજવો

અમરેલીમાં હાલો ગણપતિ દાદા લઈ જાવને ઉત્‍સવ ઉજવો

અમરેલીની ગણેશ સોસાયટીના આગળના ભાગે ડોકટર હાઉસથી ફાટક સુધી લાઠી રોડ ઉપરના વિશાળ રોડની બન્‍ને બાજુએ ભભગણપતિ નગરભભ જેવું ભવ્‍ય દ્રશ્‍ય ખડું થયું છે. મારવાડી અટકના અસંખ્‍ય પરિવારો જેઓ જન્‍મજાત કલાકારો ગણપતિની વિરાટકાય પ્રતિમાઓથી માંડી સાવ નાનકડા ગણેશની મૂર્તિઓ કલાત્‍મક બનાવી રહયા છે. તેમની કલાકૃતિ નિહાળતા માહિતી મળ્‍યા મુજબ આખા વરસમાં ચાર માસના પુરૂષાર્થથી આખા વર્ષ માટે પરિવારની આજીવિકા મેળવાય છે. નગરપાલિકાના સતાધારીઓ તરફ આભારવશ થઈ છગનભાઈ ભીમભાઈ મારવાડી, તુલસીભાઈ મારવાડી (મૂર્તિવાળા)એ જણાવ્‍યું કે આવા મુખ્‍ય રોડ ઉપર નિઃશૂલ્‍ક ભાડાથી જગ્‍યા  ફાળવી ઘણી રાહત આપી છે. મૂર્તિઓ રપ,000 રૂપિયાથી 1પ0 રૂપિયા સુધીની કિંમતમાં લોકો ખરીદી અમારી કલાકૃતિને માણે છે. અમારો નિર્વાહ તેમાં ચાલે છે. ગણેશચતુર્થીની ભવ્‍ય ઉજવણી માટે ગ્રામ વિસ્‍તાર અને શહેરીજનો મૂર્તિ ખરીદવાપડાપડી કરે છે તે સહુનો આભાર.


ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં જન્‍માષ્‍ટમી પર્વની ઉજવણી

               ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ભભગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયભભમાં જન્‍માષ્‍ટમી (કૃષ્‍ણજન્‍મ) પર્વની શાનદાર ઉજવણી કરાઈ. જેમાં ધોરણ એલ.કે.જી. થી ધોરણ-4ના વિદ્યાર્થીઓ કાનૂડાના ડ્રેસ પહેરીને આવ્‍યા હતા. અને તેમાંથી બેસ્‍ટ ડ્રેસને નંબર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ શાળાના આચાર્યા શીતલબેન, દરેક વિદ્યાર્થીઓ તથા સર્વે શિક્ષકોએ નંદ ઘેર આનંદ ભયો ના નાદ સાથે કૃષ્‍ણ જન્‍મની શાનદાર ઉજવણી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના રતિદાદા, મહેશભાઈ મહેતા, શાળાના આચાર્યા શીતલબેન મહેતા, મંજુબા તથા સમગ્ર સ્‍ટાફગણે ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.


સાવરકુંડલાની સરકારી હોસ્‍પિટલમાં 101 જગ્‍યા ખાલી

સ્‍થાનિક વતની આરોગ્‍યમંત્રી તરીકે ફરજ બજાવી રહૃાા છે ત્‍યારે

સાવરકુંડલાની સરકારી હોસ્‍પિટલમાં 101 જગ્‍યા ખાલી

ર વર્ષ પહેલા કેન્‍દ્રીય મંત્રીનાં વરદ્‌હસ્‍તે લોકાર્પણ થયેલ હોસ્‍પિટલ લોકઉપયોગી થઈ શકી નથી

સાવરકુંડલા, તા. 8

સરકાર ઘ્‍વારા પ્રજાના આરોગ્‍ય માટે કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે છતાં પ્રજાની હાલાકી ઓછી નથી થઈ. સાવરકુંડલાની 84 ગામડા અને શહેર વચ્‍ચે એકમાત્ર સરકારી હોસ્‍પિટલમાં ડોકટરો સહિતની 101 ખાલી જગ્‍યાઓથી પ્રજા પારાવાર પરેશાન છે.

સાવરકુંડલાની આજથી આશરે 60 વર્ષ પહેલા બનેલી આ હોસ્‍પિટલની બાજુમાં જ આ કમ્‍પાઉન્‍ડમાં કરોડોના ખર્ચે બનેલી આ છે નવી સિવિલ હોસ્‍પિટલ. જેનું લોકાર્પણ તા. 19/10/17નાં રોજ કેન્‍દ્રના પરિવહન મંત્રી મનસુખમાંડવીયાએ કર્યુ  હતું. સાવરકુંડલા શહેર સાથે 84 ગામડાનો આધાર એવી સાવરકુંડલાની સિવિલ હોસ્‍પિટલ અને બાજુમાં બનેલી નવી હોસ્‍પિટલમાં માત્ર ઓપીડી શરૂ કરવામાં આવી છે અને બે ડોકટરો જ કામ કરી રહૃાાં છે. હોસ્‍પિટલમાં પ્રવેશતા જ કચરાના ઢગલા જોવા મળ્‍યા. હોસ્‍પિટલમાં શ્‍વાનો પણ આરામ કરે છે અને સફાઈના નામે તો મીંડુ જ છે. આટલીસ સરસ કરોડોના ખર્ચે અઘ્‍યતન હોસ્‍પિટલમાં કયાય સફાઈ નથી. ઉપરના માળે તો હજુ આ વિભાગો બંધ જ પડયા છે. અહિયા તમામ વિભાગોની કેબીનો જોવા મળે છે પરંતુ તાળા લટકે છે. ત્‍યારે સારવારમાં આવતા દર્દીઓ અને દર્દીઓના સગાઓ સિવિલ હોસ્‍પિટલથી પરેશાન છે.

સાવરકુંડલાની સિવિલ હોસ્‍પિટલમાં મોટાભાગની જગ્‍યાઓ ખાલી હોવાથી દર્દીઓને બહાર ધકેલાઈ રહૃાા છે. હોસ્‍પિટલમાં મોટાભાગના લાઈટના સ્‍વીચબોર્ડ તુટલી હાલતમાં છે, પુરૂ ફર્નિચર પણ વોર્ડમાં નથી. ત્‍યારે આ કરોડોના ખર્ચે લોકાર્પણ કરાયેલ હોસ્‍પિટલની કોઈજ કાળજી અહિનાં મેનેજમેન્‍ટે લીધી નથી. આવી ઘોર બેદરકારી સામે સરકારે પણ લોકાર્પણ કરી પાછુવાળી જોયું નથી ને કુલ 163 જેટલી સિવિલ હોસ્‍પિટલની જગ્‍યા સામે ફકત 6ર કર્મચારીઓ વર્ગ 1 થી વર્ગ 4નાં જ છે.

અમરેલી જિલ્‍લાનો સૌથી મોટો તાલુકો સાવરકુંડલા છે પણ 84 ગામડાની પ્રજા સિવિલ હોસ્‍પિટલમાંએનેથેસીયા, ઓર્થોપેડીક, પીડયાટ્રીશયન જેવી મહત્‍વની ટોટલ 101 ખાલી જગ્‍યાઓ છે. ત્‍યારે સાવરકુંડલા સિવિલ હોસ્‍પિટલના સુપ્રીટેન્‍ડ જે.જે. પંડિતે જણાવ્‍યું હતું કે, સાવરકુંડલાની સિવિલ હોસ્‍પિટલમાં 101 ખાલી જગ્‍યાનો સ્‍વીકાર કર્યો હતો. પણ અમરેલીમાં મેડિકલ કોલેજ ચાલું થયા બાદ નવા ડોકટરો મુકાઈ તેવી આશાઓ હોસ્‍પિટલ અધિક્ષકે વ્‍યકત કરી છે. ત્‍યારે રાજયના આરોગ્‍યમંત્રી સાવરકુંડલા તાલુકાના હોય ત્‍યારે હોસ્‍પિટલને કારણે 84 ગામડાની હાલાકી આરોગ્‍ય મંત્રી વહેલી તકે ઉકેલશે કે કેમ તે તો સમય જ કહેશે.


અમરેલી તાલુકાનાં વાંકિયા ગામે ધામધૂમ પૂર્વકકૃષ્‍ણ-જન્‍મોત્‍સવ ઉજવવામાં આવ્‍યો

              અમરેલી તાલુકાનાં વાંકિયા ગામે એંસી (80) ગામનાં ગત-ગંગાનાં આસ્‍થા સમાન આવેલ રામદેવજી મંદિર ખાતે રામદેવ મંડળ ર્ેારા ભગવાન શ્રીકૃષ્‍ણનો જન્‍મોત્‍સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્‍યો હતો. રામદેવજી મંદિર ટ્રસ્‍ટ-વાંકિયાનાં સંચાલકો નનુભાઈ પેથાણી, વાલજીભાઈ કથીરીયા, મનુભાઈ પેથાણી, પરશોતમભાઈ કથીરીયાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કૃષ્‍ણજન્‍મોત્‍સવમાં રામદેવમંડળનાં ભજન કલાકારો મુળજીભાઈ પરમાર, સુધીર લુણાગરીયા, દેવશીભાઈ પેથાણી વિ.એ બાબા રામદેવજીના ભજન, કિર્તન, ધૂનની રમઝટ બોલાવીને નંદ ઘેર આનંદ ભયોના સંગીતમય તાલે કૃષ્‍ણજન્‍મનાં વધામણા કરાવ્‍યા હતા. આ પ્રસંગે મંદિરનાં પૂજારીએ પૂજન-અર્ચન તથા ભાવિક ગત-ગંગાએ ચોકલેટની પ્રસાદીની લ્‍હાણી કરાવીને ધાર્મિક તથા આઘ્‍યાત્‍મિક માહોલમાં કૃષ્‍ણ-ભકિતનાં દર્શન કરાવ્‍યા હતા. અત્રે ઉલ્‍લેખનીય છે કે રામદેવજી મંદિર-વાંકિયા ર્ેારા વર્ષ દરમિયાન રામદેવ નવરાત્રિ, જળ-જીલણી મહોત્‍સવ, કૃષ્‍ણ જન્‍મોત્‍સવ, અષાઢી બીજ મહોત્‍સવ એમ વિવિધ ઉત્‍સવો ઉજવીને બાર-બીજનાં ધણીની જયોત જલતી રાખવામાં આવે છે. સમગ્ર મહોત્‍સવને સફળ બનાવવા વિઠ્ઠલભાઈ કથિરીયા, વિપુલ પેથાણી, બાલુભાઈ પેથાણી, ભરત કથિરીયા, રામદેવજી યુવક મંડળ તથા રામદેવ મહિલા સત્‍સંગ મંડળ ઉત્‍સાહપૂર્વક ભારે જહેમત ઉઠાવેછે.


અવસાન નોંધ

અવસાન નોંધ

બગસરા : નટવરનગર નિવાસી રામાનંદી સાધુ બાવનદાસ રામકૃષ્‍ણદાસ કુબાવત (ઉ.વ.8પ) તે નટુભાઈ (અવધ ઈલેકટ્રોનીકસ), ગણપતભાઈ (મારૂતિ પાન), ધનસુખભાઈ (રઘુવીર ટાયર), અશોકભાઈ (જાનકી પાન)નાં પિતા તેમજ ગૌરાંગ, દેવાંગ તથા નિલેશના દાદાનું તા.8ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.10ને સોમવારના રોજ સાંજના 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન રામજી મંદિર પાસે, નટવરનગર, બગસરા ખાતે રાખેલ છે.

રાજુલા : દેવેન્‍દ્રપરી કનુપરી ગોસાઈ (ઉ.વ. રપ)નું તા. 8/9/18ને શનિવારે કૈલાસગમન થયેલ છે. તેમની સમાધી વિધી મુ. મોટા આસરાણા તા. મહુવા, જી. ભાવનગર મુકામે રાખેલ છે. તેઓ કનુપરી હેમપરી ગોસાઈ (મોટા આસરાણાવાળા) હાલ રાજુલાના નાના દિકરા તેમજ જસુપરી હેમપરી, અશોકપરી હેમપરીનાં ભત્રીજા તેમજ ધ્રુમીતપરી કનુપરીના નાના ભાઈ તેમજ ગીરીશભારથી રામભારથી ગોસ્‍વામી રાજુલા તથા કૈલાસભારથી ગોસ્‍વામીના ભાણેજ થાય છે. તેમનું શકિત પૂંજન ભાદરવા સુદ સતામને રવિવારને તા. 16/9/18નાં રોજ મોટા આસરાણા મુકામે રાખેલ છે.

વડિયા : વડિયા નિવાસી ચંદ્રાબેન જીલુભાઈ વાળાતે જીલુભાઈ દેશાવાળાના પત્‍ની તથા વિજયભાઈના માતૃશ્રીનું તા. 07/09/ર018 રોજ અવસાન થયેલ છે. તેમની ઉતર ક્રિયા તા. 17/09/ર018ને સોમવારેસુરગપરા તેમના નિવાસસ્‍થાને વડિયા મુકામે રાખેલ છે.


અમરેલીની કોમર્સ કોલેજમાં સ્‍વયં શિક્ષકદિનની ઉજવણી

અમરેલીની કોમર્સ કોલેજમાં સ્‍વયં શિક્ષકદિનની ઉજવણી

અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજમાં સ્‍વયં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. પ્રિન્‍સિપાલથી       પટ્ટાવાળાની ભૂમિકા વિદ્યાર્થીઓએ નિભાવી હતી. 4પ મિનિટના એક એવા પાંચ તાસનું ટાઈમ ટેબલ પણ બનાવવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓમાંથી સાવલીયા હેમાંશી, સાવલીયા રૂચિતા, નિમ્‍બાર્ક સ્‍વાતિ, ભંડેરી ધ્રુવી, વાજા પૂજા, દેવાણી નિરાલી, બસીયા ગુલાબ વગેરેએ વહીવટી વિભાગ સંભાળ્‍યો હતો. જયારે ધ્રુવીલ વેકરીયા, ટાંક ચિરાગ, કાલેણા નિકુંજ, કાલાવાડીયા ઉર્વશી, કુંભાણી પ્રિયાંશી, અમીપરા નૈતિકા, બોઘાણી જાનવી, શેલડીયા ભાવિકા, ગોંડલીયા વિજય, ખેરાળા સાગર,   ગઢીયા મીત, ટાંક મેઘા, માલવીયા ધ્રુવીશા, ટીલાવત નંદીની, મકવાણા ભૂમિ, માલવીયા રૂતા, મકવાણા અંકિતા, શેલડીયા ચેતના, દેવાણી ક્રિષ્‍ના, ગોહિલ હિતેષ, હિરપરા ખુશાલ, કપાસી સકીના, વિરાણી શૈફાલી, બાસોપીયા જયદીપ, રાઠોડ ગોપી, ચૌહાણ વિશાલ, ગોહિલ કાનજી, કાનપરીયા કિંજલ, હાડકરડા બિજલ વગેરેએ શૈક્ષણિક કાર્ય કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન પ્રા. મહેશ પટેલેકર્યું હતું. પ્રિન્‍સિપાલ ડો. એચ.એમ. શાહ, પ્રા. એમ.એમ. પટેલ, પ્રા. જે.એમ.    તળાવીયા, પ્રા. એ.જી. પટેલ અને સમગ્ર સ્‍ટાફે વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી અને ધન્‍યવાદ પાઠવ્‍યા હતા. તેમ પ્રા. જે.એમ. તળાવીયાની યાદીમાં જણાવ્‍યું હતું.


09-09-2018