Main Menu

Saturday, September 8th, 2018

 

અમરેલીનાં જેશીંગપરા પાસે કોઈ ટીખલખોરે જાહેર માર્ગ ઉપર ટાયર સળગાવ્‍યું

ગણતરીનાં સમયમાં સીટી પોલીસ દોડી ગઈ હતી

અમરેલી, તા. 7

અમરેલીનાં જેશીંગપરા નજીક કોઈ અજાણ્‍યા ટીખલખોરે જાહેર માર્ગ ઉપરટાયર સળગાવી શહેરની શાંતિ ડહોળવાનો નિમ્‍ન પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ વડાની સૂચના સીટી પી.આઈ. આર. વી. દેસાઈ સહિતનાં સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયા હતા. પરંતુ ત્‍યાં કોઈ હાજર નહી મળી આવતા ટાયર ઉપર તથા ટીખલખોરનાં ઈરાદા ઉપર ઠંડુ પાણી રેડી દીધું હતું.


ધારીનાં દેવળાખાતેનાં રેશનિંગ દુકાનધારક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતાં ખળભળાટ

ધારી, તા. 7

ધારી તાલુકાનાં દેવળા મુકામે સંચાલક અમરઅલી બદરૂદીન લાલાણીની પુરવઠા ટીમ ર્ેારા તપાસ કરતાં દેવળા, માધુપુર તથા ડાભાણી ગામોએ કેમ્‍પ કરતાં કુલ ર3પ રેશનકાર્ડ બોગસ જણાયાં, જેઓ ગામે રહેતા ન હોય અને તેનું અવસાન થયું હોય આ બોગસ કાર્ડધારકોનાં નામે નિયમિત બિલો બનેલ છે. અને બોગસ કાર્ડ ધારકોનાં નામે ખોટા બીલો બનાવી નવેમ્‍બર-17થી એપ્રિલ-18ની તપાસણી કરતાં ઘઉં 18619.પ કિ.ગ્રા., ચોખા 10411 કિ.ગ્રા., ખાંડ 1411.9પ કિ.ગ્રા. તથા કેરોસીન 7740 કેરોસીનનો જથ્‍થો વેચાણ દર્શાવી અનધિકૃત રીતે વગે કરેલ છે. પરવાનેદારએ સરકારની જાહેર વિતરણ વ્‍યવસ્‍થાને બાધકરૂપ ગેરકાયદેસર રીતે પ્રવૃતિ આચરી ગુજરાત આવશ્‍યક ચીજવસ્‍તુનો હુકમ-ર004, પીડીએસ કંટ્રોલ ઓર્ડર-ર001ની જોગવાઈ તથા પરવાનાની શરતોનો ભંગ કરેલ હોવાથી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અને કલેકટર અમરેલી ર્ેારા આવશ્‍યક ચીજવસ્‍તુ અધિનિયમ-19પપની કલમ-3ની જોગવાઈનાં ભંગ બદલ કલમ-7 હેઠળ દેવળા ગામનાં સંચાલક અમરઅલી બદરૂદીન લાલાણી સામે પગલાં લેવા મામલતદાર ધારીને પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કરેલ છે. જેનાં પગલે મામલતદાર ધારીએ સબબ પરવાનેદાર સામે પોલીસ સ્‍ટેશન ધારીમાં પોલીસ ફરિયાદદાખલ કરેલ છે અને પરવાનેદાર અમરઅલી બદરૂદીન લાલાણીની અટકાયત કરવામાં આવેલ છે.


પેટ્રોલ-ડીઝલનાં ભાવો આસમાને પહોંચતા હાહાકાર

આગામી કલાકોમાં જીવનજરૂરી ચીજવસ્‍તુઓનાં ભાવમાં વધારો થશે

પેટ્રોલ-ડીઝલનાં ભાવો આસમાને પહોંચતા હાહાકાર

કરોડો પરિવારોનાં ઘરનું ગુજરાન ચલાવવાનાં બજેટ વેરવિખેર થઈ રહૃાાં છે

અમરેલી, તા. 7

અમરેલી જિલ્‍લામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવો પ્રતિ લિટર રૂપિયા 80 ને પહોંચી રહૃાા હોય જિલ્‍લાની જનતામાં હાહાકાર મચી ગયો છે અને આગામી કલાકોમાં અનાજ, કઠોળ, દુધ, શાકભાજી, ફ્રુટ, દવા, સાબુ સહિતની જીવન જરૂરી ચીજવસ્‍તુઓમાં પણ પ થી 10 ટકાનો વધારો થવાનાં ભયથી આમ આદમી પરેશાન થઈ ચુકયો છે.

કૃષિ આધારિત જિલ્‍લામાં અપુરતા અને અતિ વરસાદથી કૃષિની હાલત કફોડી બની છે. ખેડૂતોમાં પાકવીમાને લઈને પણ નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે. હીરા ઉદ્યોગ પણ મંદીમાં સપડાયો છે. જિલ્‍લામાં હજારો યુવાનો બેરોજગાર ફરી રહૃાા હોય જેની સીધી અસર વેપાર જગત પર પડી છે. બજારોમાં ઘરાકીનો અભાવ જોવા મળી રહૃાો છે.

બીજી તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવો સતત વધી રહૃાા હોય છતાં પણ અચ્‍છે દિનની ગુલબાંગો ફેંકતી ભાજપ સરકારનાં પ્રવકતાઓ પેટ્રોલ-ડીઝલનાં ભાવો ઘટાડવા અંગે કશુંબોલતા નથી.

વર્ષ ર013-14માં જયારે પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં વધારો થતો હતો ત્‍યારે ભાજપનાં તમામ આગેવાનો યુપીએ સરકાર પર પ્રહારો કરતાં હતા અને હવે જયારે તેમના શાસનમાં ભાવ વધે છે ત્‍યારે ચુપ થઈ જાય છે. આથી જનતા જનાર્દનમાં આશ્ચર્ય ફેલાયું છે.


પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં લીલીયા મોટા ક્રેડીટ કો.ઓ. સોસાયટીની આજે સાધારણ સભા યોજાશે

પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં

લીલીયા મોટા ક્રેડીટ કો.ઓ. સોસાયટીની આજે સાધારણ સભા યોજાશે

જળક્રાંતિનાં પ્રણેતા જે.પી. ઠેસીયાનું સન્‍માન કરાશે

અમરેલી, તા.7

લીલીયા મોટા ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી.ની વાર્ષિક સાધારણ સભા આવતીકાલ શનિવારે 10 કલાકે પટેલ વાડી, લીલીયા મોટા ખાતે યોજાશે.

સાધારણ સભામાં પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી ઉપસ્‍થિત રહેશે. અને જળક્રાંતિના પ્રણેતા જે.પી. ઠેસીયા, શ્રીમતિ જયાબેન ઠેસીયા અને બીપીનભાઈને સન્‍માનીતકરવામાં આવશે.

આ તકે સાંસદ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્‍વિન સાવલીયા, કૌશિક વેકરીયા, ચતુરભાઈ કાકડીયા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા સોસાયટીના ચેરમેન અરૂણભાઈ પટેલ, વાઈસ ચેરમેન બાબુભાઈ ધામત અને એમ.ડી. મગનભાઈ વિરાણીએ અનુરોધ કર્યો છે.


બાબાપુર ગામનાં શખ્‍સની છેડતીનાં બનાવમાં જામીન અરજી નામંજૂર

અમરેલી, તા. 7

અમરેલી નજીક આવેલ બાબાપુર ગામે રહેતાં અને અભ્‍યાસકરતો હીરેન ઉર્ફે સદામ નાનજીભાઈ ચાવડા નામનાં ઈસમે ગત તા.ર7/8ના રોજ સાંજે તે જ ગામે રહેતી એક તરૂણી ઉપર નિર્લજજ હુમલો કરેલ અને આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ શખ્‍સની અટકાયત કરી જયુડીશીયલ કસ્‍ટડીમાં મોકલી આપેલ હતો. આથી આ સદામે અત્રેની કોર્ટમાં જામીન ઉપર મુકત થવા અરજી કરતાં સ્‍પે. પોકસો કોર્ટનાં જજ શ્રી એન.પી. ચૌધરીએ આરોપી જામીન અરજી નામંજૂર કરી હતી.


રાજુલાનાં લોખંડનાં સ્‍ક્રેપનાં વેપારીએ સરકારને વેરાની રકમ નહી ભરતા ફરિયાદ

રૂા.1.પ8 કરોડનો બાકી વેરો વસુલવા પોલીસમાં ફરિયાદ

અમરેલી, તા. 7

રાજુલા ગામે રહેતાં મહેંદીહસન ઈનાયતઅલી ઓવન નામનાં વેપારીએ પોતાની એસ.એસ. એન્‍ટરપ્રાઈઝની દુકાને વેપાર કરી સરકારનો થતો વેરો રકમ રૂા.1,48,89,746 વ્‍યાજની રકમ રૂા.3પ,ર0,617 અને તેનો દંડની રકમ રૂા.73,44,719 મળી કુલ રકમ રૂા.1,પ7,પ4,98ર ભરેલ ન હોય, અને તે રકમ ભરવા નોટીસ આપવા છતાં સરકારનો વેરો ભરવા ઈન્‍કાર કરતાં આ વેપારી સામે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


વાવેરા ગામે બનેવીને માર મારી હાથ ભાંગી નાંખનાર સાળા સામે ફરિયાદ

અમરેલી, તા.7

રાજુલા તાલુકાનાં વાવેરા ગામે રહેતાં ભરતભાઈ નાનજીભાઈ સરવૈયાને પોતાની પત્‍નિ સાથે પૈસા બાબતે બોલાચાલી થતાં તેમના ઘરની બાજુમાં રહેતાં તેમના સાળા નાગજીભાઈ માવજીભાઈ સોલંકીએ ગત તા.પનાં રોજ બપોરે ગાળો આપી અને લાકડી વડે માર મારી ડાબા હાથે ફેકચર કરી દીધું હતું. અને જાનથી મારી નાંખવા ધમકી આપી હતી જયારે બીજા સાળા પ્રવિણભાઈ માવજીભાઈ સોલંકીએ પણ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.


બાબરામાં આરોગ્‍ય વિભાગ દ્વારા તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં દવાનો છંટકાવ

તાલુકામાં બે વ્‍યકિતઓનાં જીવલેણ રોગનાં કારણે મોત નિપજતા

બાબરામાં આરોગ્‍ય વિભાગ દ્વારા તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં દવાનો છંટકાવ

બાબરા, તા.7

બાબરા તાલુકાના    ઘુઘરાળા ગામમાં સ્‍વાઈન ફલુના કારણે એક યુવાન તેમજ કીડી ગામમાં કોંગો ફીવરના કારણે એક યુવાન કુલ બે યુવાનના મોત નિપજતા આરોગ્‍ય વિભાગ હરકતમાં આવી કામે લાગ્‍યું હતું.

બાબરા બ્‍લોક હેલ્‍થ ઓફિસર ડો. વિરાટ અગ્રાવતના માર્ગદર્શન હેઠળ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં મેડિકલ ટીમ કાર્યરત છે. હાલ ઘુઘરાળા, કીડીમાં 14 જેટલી ટીમો દ્વારા જરૂરી કામ કરવામાં આવી રહયું છે.

ત્‍યારે બાબરા શહેર સહિત તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં આરોગ્‍ય વિભાગ દ્વારા જરૂરી દવાનો છંટકાવ ગામની જાહેર જગ્‍યાઓમાં કરવામાં આવી રહયા છે. તેમજ લોકોના ઘરમાં ફોગીંગ મશીન ચલાવવામાં આવી રહયા છે. આ સિવાય લોકોના ઘરના અન્‍ય ઉપયોગમાં આવતા પાણીના જરૂરી દવાનું વિતરણ કરવામાં આવ્‍યું છે. તેમજ લોકોને પુરતી સ્‍વચ્‍છતા રાખવા પણ જણાવાયું છે.


અમરેલીમાં હાર્દિક પટેલનાં સમર્થનમાં શાળા-કોલેજો બંધ કરાવવાનો પ્રયાસ

અમરેલી, તા. 7

પાસનાં આગેવાન હાર્દિક પટેલ ર્ેારા ઉપવાસ આંદોલન ચાલી રહૃાું છે, ત્‍યારે આજે અમરેલી ખાતે હાર્દિક પટેલનાં સમર્થનમાં અમરેલીની શાળા કોલેજોને બંધ કરાવવા માટે કેટલાંક પાટીદાર યુવાનોએ રોડ ઉપર આવી ગયા હતા અને શહેરની કેટલીક શાળા-કોલેજોબંધ કરાવી દીધી હતી. જોકે પાટીદારની ગણાતી વિદ્યાસભા અને સંકુલ રાબેતા મુજબ ચાલુ રહૃાાં હતા.

શાળા કોલેજો બંધ કરાવવા માટે નિકળેલા યુવાનો અંગેની માહિતીજિલ્‍લા પોલીસવડા નિર્લિપ્‍ત રાયને થતાં તેઓ પોતે કોલેજ રોડ ઉપર દોડી ગયા હતા અને શાળા કોલેજો બંધ કરાવતાં કેટલાંક યુવાનોને ડીટેઈન કર્યા હતા અને બાદમાં તમામને મુકત કરી દીધાનું પણ જાણવા મળેલ છે.


કોટડાપીઠા ગામની સીમમાંથી રૂા.30 હજારની કિંમતની ભેંસની ચોરી

અમરેલી, તા. 7

બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામે રહેતાં અને ખેતી કરતાં ગગજીભાઈ લીંબાભાઈ ખૂંટ નામનાં 60 વર્ષિય વૃઘ્‍ધની રૂા.30 હજારની કિંમતની ભેંસ ગઈકાલે સાંજે કોટડાપીઠા ગામની સીમમાંથી ચિતલ ગામે રહેતાં ભાવેશ રાજાભાઈ આજરા, ભરત મનજીભાઈ તથા કોટડાપીઠા ગામે રહેતાં બચુભાઈનો છોકરો પોતાના હવાલાવાળા બોલેરો નંબર જી.જે.4 વાય. 3379માં ઘાસચારા કે પાણીની વ્‍યવસ્‍થા કર્યા વિના ક્રૂરતાપૂર્વક બાંધી ચોરી કરી લઈ ગયાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


જિલ્‍લા ભાજપનાં આગેવાન ડો. ભરત કાનાબારની રજુઆત રંગ લાવી

પરિણામ સ્‍વરૂપે કરજાળા, દિતલા, નવા ચરખા સહિતનાં ગામોમાં રેતીની લીઝ આપવાનો નિર્ણય થયો

અમરેલી પંથકની રેતીની સમસ્‍યાનો નિકાલ થયો

અમરેલી, તા. 7

જીલ્‍લામાં ઈકોઝોનની જોગવાઈઓમાં હાઈકોર્ટના આદેશોને કારણેબાંધકામની રેતીની મોટી સમસ્‍યા ઉભી થઈ હતી. બાંધકામમાં વપરાતી રેતી ભાદર અને ભોગાવો નદીના રૂટના વિસ્‍તારમાંથી મંગાવવી પડતી હોઈ રેતીના ભાવો આસ્‍માને પહોંચ્‍યા હતાં. રેતીની આ તંગીનો લાભ લઈ કેટલાંક લોકોએ ખાણ ખનિજ અને પોલીસ ખાતાની મીઠી નજર તળે રેતીના કાળાબજાર કરવાનું શરૂ કરેલ. બાંધકામની પ્રવૃત્તિ બંધ પડવાથી અમરેલીમાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલ હજારો કારીગરો અને મજુરો બેરોજગાર બન્‍યા હતાં.

આ પ્રશ્‍ન અંગે અમરેલી જીલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરતભાઈ કાનાબારની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે રજુઆત કરી હતી. મુખ્‍યમંત્રીએ પ્રશ્‍નની ગંભીરતા સમજી સી.એમ. ઓફિસના મુખ્‍યમંત્રીના ખાસ અધિકારી કૈલાસ નાથજી તથા ખાણ ખનિજ ખાતાના રાજયના વડા રૂપવંતસિંઘને ડો. કાનાબાર સાથે બેસાડયા હતાં. આ મીટીંગના અનુસંધાને અમરેલી જીલ્‍લાના રેતીના 13 બ્‍લોકસની લીઝ આપવાની કાર્યવાહી કરવા આાગળ વધારવામાં આવી. આ 13 બ્‍લોક પૈકી સાવરકુંડલા તાલુકાના કુલ પ બ્‍લોક (કરજાળા ખાતે 4 અને નેસડી ગામે 1 બ્‍લોક) તથા ધારી તાલુકાના 8 બ્‍લોક (દિતલા ગામે 3, નવા ચરખા ખાતે 4 અને ખંભાળીયા ખાતે 1 બ્‍લોક) બનાવવાના ચક્રો ગતિમાન થયા. આ બ્‍લોકની લીઝ માટે માપણી કરવા નાગપુરથી કેન્‍દ્ર દ્ધારાઆઉટ સોર્સીંગ કરાયેલ ટીમ અમરેલી આવી પણ એ સમયગાળામાં અમરેલી જીલ્‍લામાં વ્‍યાપક વરસાદ હોવાથી આ માપણીનું કામ અધુરૂં રહેલ.

લીઝના બ્‍લોક બનાવવામાં અને તેની ઓનલાઈન હરરાજી કરી, માંગણી ધારકોને આપવાની વિધિમાં 4-6 મહિના પસાર થઈ જાય તેમ હોવાથી ડો. કાનાબારે ફરીવાર ખાણ ખનિજ ખાતાના સ્‍ટેટના મુખ્‍ય અધિકારી રૂપવંતસિંઘ પાસે રજુઆત કરી. આ રજુઆતના અંતે સરકાર જયાં સુધી રેતીના નવા બ્‍લોકની લીઝની હરરાજીનું કામ પૂર્ણ ન થાય ત્‍યાં સુધી સરકારી કોન્‍ટ્રાકટરો તથા અંગત ઉપયોગ માટે જીલ્‍લાના નાગરિકોને રેતીની પરમીટ આપવી તેવો નિર્ણય કર્યો છે.

આ નિર્ણયના અનુસંધાને જેમને જરૂરિયાત હોય તે લોકો, ખાણ ખનિજ ખાતામાં તેમને કેટલી જરૂરિયાત છે તે દર્શાવતી ઓનલાઈન અરજી ખાણ ખનિજ વિભાગને કરશે. આ અરજીના 1પ દિવસમાં જ માંગણીદારને પરમીટ અપાશે તેવી ખાત્રી ખાણ ખનિજના અમરેલીના અધિકારી વાય.સી. પટેલે આપી છે.

આમ, રેતીના પ્રશ્‍ને ડો. કાનાબાર સતત રજુઆત કરી આગામી દિવસોમાં કોન્‍ટ્રાકટરો અને વપરાશકારોને રેતી વ્‍યાજબી ભાવે મળી શકે તે પ્રકારની સરકારમાંથી નીતિ નકકી કરવામાં સફળ થયા છે. જેના પરિણામે આગામી દિવસોમાં રેતી લોકોને વ્‍યાજબી ભાવે મળતી થાય તેવા સંજોગો ઉભા થયા છે.


સામાન્‍યસભા દરમિયાન ખુરશીઓ ઉલળતા અફડાતફડી અમરેલી પાલિકામાં કોંગી નગરસેવકોનું હલ્‍લાબોલ

ચીફ ઓફિસર જીવ બચાવીને સભાખંડની બહાર દોડી જતાં નાશભાગ મચી

સભાખંડની બઘડાટી બાદ પાલિકાનાં કર્મચારીઓએ વીજળીક હડતાલ પાડી

અમરેલી, તા. 7

લોકશાહીનાં ચિરહરણ સમાન ઘટનામાં આજે અમરેલી નગરપાલિકા કચેરીમાં યોજાયેલ બોર્ડની સામાન્‍ય સભામાં કોંગ્રેસનાં સદસ્‍યો ગુંડાશાહી ઉપર ઉતરી આવતાં સામાન્‍યસભા પુરી થતાં જ સભાખંડમાં જ ચિફ ઓફિસર ઉપર હિચકારો હુમલો કરી ખુરશીઓની ફેંકાફેંકી કરતાં ચાર મહિલા સદસ્‍યાઓને ઈજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ હતી. ચિફ ઓફિસર પર થયેલ હુમલાથી પાલિકાનાં તમામ કર્મચારીઓ      વિજળીક હડતાળ પર ઉતરી જઈ ગુંડાશાહીમાં સલામતીની ખાતરી અર્થે પ્રાંત અધિકારીને આવેદપત્ર આપવામાં આવેલ હતી. ઘટના અંગે પ્રમુખ ઘ્‍વારા મોડી સાંજે વિરોધપક્ષમાં સદસ્‍યો વિરૂઘ્‍ધ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરેલ હતી.

પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસનાં બળવાખરોએ આગામી અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખનાં સત્તાનાં સુર સંભાળ્‍યા બાદ આજે પાલિકાની તાલુકા શાળામાં આવેલ કચેરીમાં પ્રમુખ ચેમ્‍બરમાં પ્રમુખ જયંતિભાઈ રાણવાનાં અઘ્‍યક્ષ સ્‍થાને પ્રથમ સામાન્‍યસભા મળેલ હતી. જેમાં એજન્‍ડામાંલેવામાં આવેલ 93 મુદાઓ અંગે સામાન્‍ય સભા ર4 સદસ્‍યો વિરૂઘ્‍ધ 18 મતે પસાર થઈ જતાં પ્રમુખ ઘ્‍વારા કોઈને તકરાર હોય તો વાંધા અંગે લેખિત આપવાનું કહી સભા બહુમતીથી પૂર્ણ થયાનું જાહેર કર્યા બાદ કોંગ્રેસમાં જ વિરોધપક્ષમાં બેઠેલ સદસ્‍યોએ    હોબાળો મચાવી પાણી વેરા વધારા સહિતનાં ઠરાવો અંગે ચર્ચાની માંગણી કરી ચિફ ઓફિસર તેમજ પ્રમુખ ઉપર હલ્‍લાબોલ મચાવી ખુરશીઓનાં છુટા ઘા કરતાં ચિફ ઓફિસર ચેમ્‍બર બહાર નિકળી જતાં વધુ હુમલાથી બચેલ હતા. ખુરશીની ફેંકા-ફેંકીમાં ચાર મહિલા સદસ્‍યાએ (1) જશુબેન ચંદુભાઈ બારૈયા (ર) બાલુબેન દિનેશભાઈ પરમાર (3) સમીનાબેન અલ્‍તાફભાઈ સંધાર (4) રીટાબેન કૌશિકભાઈ ટાંકને સામાન્‍ય ઈજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ હતા.

આજની સામાન્‍ય સભામાં હંગામાની દહેશત અગાઉથીજ હોવા છતાં પણ પોલીસ બંદોબસ્‍ત જોવા     મળેલ ન હતો. સભાનું અઘ્‍યક્ષ સ્‍થાન અને સંચાલન પ્રમુખ પાસે હોવા છતાં પણ વિરોધપક્ષનાં સદસ્‍યોદ ગુંડાગર્દી ઉપર ઉતરી આવી ચિફ ઓફિસર એલ.જી. હુણને નિશાન બનાવી ખુરશી વાળી કરતાં તમામ કર્મચારીઓમાં પણ ગુંડાગર્દી સામે ભયનો માહોલ છવાતાં અસલામતિની ભાવનામાં અને ચિફ ઓફિસરનાં સમર્થનમાં આવશ્‍યક સેવા સિવાયનાં તમામ અધિકારીઓ-કર્મચારીઓ વિજળીક હડતાલ ઉપરઉતરી જતા પાલિકાનું તમામ કામકાજ ઠપ્‍પ થઈ જતાં અરજદારોને ધરમનાં ધક્કા સાથે પારાવાર મુશ્‍કેલી સહન કરવી પડેલ હતી.

વિજળીક હડતાલ બાદ તમામ કર્મચારીઓએ સલામતિની માંગણીની ખાતરી અંગે પ્રાંત ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવેલ હતું.

પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવાની આગેવાની હેઠળ તમામ સદસ્‍યો ભભગુંડાગર્દીભભ બંધ કરોનાં નારા સાથે સીટી પોલીસ સ્‍ટેશને ધસી ગયેલ હતા. જયાં મોડે સુધી સમાધાનની વાટાઘાટો કારગત નિવડેલ ન હોવાથી પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવાએ સાંજનાં વિરોધપક્ષનાં સદસ્‍યો (1) સંદિપ ધાનાણી (ર) હંસાબેન જોષી (3) પતાંજલ કાબરીયા (4) ઈકબાલભાઈ બિલખીયા (પ) માધવીબેન જોષી (6) ચંદ્રિકાબેન સોળીયા તેમજ અન્‍ય વિરોધ પક્ષનાં સભ્‍યો સહિતનાએ એકસંપ કરી કાયદો હાથમાં લઈ ફરજમાં રૂકાવટ કરી જ્ઞાતિ પ્રત્‍યે હડધૂત કરી ગુંડાગર્દી આચરી ખુરશીઓનાં છુટા ઘા કરી એક મહિલા સદસ્‍ય ઉપર પણ હૂમલો કરી ભયનું વાતાવરણ ઉભુ કરેલ હોય જે અંગે ગુન્‍હો દાખલ કરવાં સીટી પી.આઈ.ને અરજી આપવામાં આવેલ હતી.


અંતે પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવાએ 8 કોંગી નગરસેવકો વિરૂઘ્‍ધ ફરિયાદ દાખલ કરી

એટ્રોસીટી, પાલિકામાં નુકશાન કરવા બાબતે નોંધાઈ ફરિયાદ

અમરેલી, તા.7

અમરેલી નગરપાલીકાનાં ચૂંટાયેલા સદસ્‍યોની આજે સવારે 11 કલાકે નગરપાલિકાનાં સભાખંડમાં સામાન્‍ય સભા મળી હતી. ત્‍યારે પ્રમુખ તથા ચીફ ઓફિસર ઉપર હુમલો કરવાનાં બનાવ અંગે પાલીકાનાં પ્રમુખ જેન્‍તીભાઈ રાણવાએ કોંગ્રેસના ચૂંટાયેલા 8 જેટલા સદસ્‍યો સામે જ્ઞાતિ અંગે હડધુત કરવા, જાનથી મારી નાંખવા અને પાલીકાના સભાખંડમાં રૂા.10 હજારનું નુકશાન કરવા સબબ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ જેન્‍તીભાઈ રાણવાનાં અઘ્‍યક્ષ સ્‍થાને સામાન્‍ય સભા મળી હતી. જેમાં ચાલુ સભાએ કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટાયેલા સંદિપ ધાનાણી, હંસાબેન જોષી, પતાંજલ કાબરીયા, ઈકબાલભાઈ બિલખીયા, માધવીબેન જોષી, ચંદ્રિકાબેન સોળીયા,પ્રકાશભાઈ લાખાણી, તથા નાનભાઈ બિલખીયા વિગેરે ઉશ્‍કેરાઈ જઈ પાલીકાનાં પ્રમુખ અને સભાના અઘ્‍યક્ષ જેન્‍તીભાઈ રાણવાને જ્ઞાતિ અંગે હડધુત કરી, જાનથી મારી નાંખવાની ધમકી અને પાલીકાને રૂા.10 હજારનું નુકશાન કરવા અંગેની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલી નગરપાલિકામાં ગત સામાન્‍ય ચૂંટણી દરમીયાન કોંગ્રેસને સ્‍પષ્‍ટ બહુમતી સાથે પાલીકાનું શાસન સોંપાવ્‍યું હતું. પરંતુ અઢી વર્ષથી પ્રથમ પ્રમુખ – ઉપપ્રમુખની સમય મર્યાદા પૂર્ણ થતાં નવા પ્રમુખ – ઉપપ્રમુખ બનવા માટે કોંગ્રેસમાં યાદવાસ્‍થળ  થતાં અંતે કોંગ્રેસના જ નિશાન ઉપર ચૂંટાયેલ જેન્‍તીભાઈ રાણવા પ્રમુખ બનતાં કોંગ્રેસમાં  ભડકો થયો હતો. અને છેલ્‍લા ત્રણ-ચાર માસથી કોંગ્રેસનાં ચૂંટાયેલા સદસ્‍યોએ સામસામી બાયો ચડાવી આંદોલન ચલાવતા હતા. ત્‍યારે આજે પાલીકાની સામાન્‍ય સભામાં મારામારી અને તોડફોડનાં દ્રશ્‍યો સર્જાયા હતા.


અમરેલીમાં ‘‘વેરો ભરો, નિઃશૂલ્‍ક ડસ્‍ટબીન મેળવો” અભિયાન સાર્થક

મોટી સંખ્‍યામાં શહેરીજનોએ ડસ્‍ટબીનનો લાભ લીધો

અમરેલી, તા. 7

સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત અમરેલી નગરપાલિકા ર્ેારા ભભવેરો ભરો નિઃશુલ્‍ક ડસ્‍ટબિન મેળવોભભ યોજના અંતર્ગત શહેરીજનો ર્ેારા વેરો ભરવામાં લાંબી કતારો લગાડી સ્‍વચ્‍છતા અભિયાનને સાર્થક કરવા કતારો લગાવી નિઃશુલ્‍ક ડસ્‍ટબીન મેળવી   રહેલ છે.

અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ જયંતિભાઈ રાણવા તેમજ ચીફ ઓફિસર એલ.જી. હુણ ર્ેારા સરકારનાં સ્‍વચ્‍છતાં અભિયાનને વેગવંતુ બનાવવા અને કચરો જાહેરમાં ન ફેકવા નગરજનોમાં જાગૃતતા લાવવા માટે 31/3/19 સુધીનો વેરો ભરપાઈ કરનારને નિઃશુલ્‍ક ડસ્‍ટબીન વિતરણ યોજના અંતર્ગત ડસ્‍ટબીન મેળવવા શહેરીજનો ર્ેારા વેરો ભરપાઈ કરવાં નગપાલિકા કચેરીની વેરા શાખામાં કતારો લગાડેલ છે. વેરો ભરપાઈ કર્યાની પહોંચ રજુ કરનારને તુરંત જ આરોગ્‍ય શાખામાંથી નિઃશુલ્‍ક ડસ્‍ટબીન આપવામાં આવે છે. નિઃશુલ્‍ક ડસ્‍ટબીન મેળવવાં શહેરીજનોમાં ભારે ઉત્‍સાહ છવાયેલ છે. જેમાંઆજે શહેરનાં વિશ્‍વાસ એપાર્ટમેન્‍ટનાં માલિકે એકી સાથે 131 ફલેટનો વેરો એકી સાથે ભરપાઈ કરતાં ચીફ ઓફિસર તેમજ પ્રમુખ ર્ેારા તેઓનું સન્‍માન કરી 131 ડસ્‍ટબીન આપવામાં આવેલ હતા. દરરોજ 300 જેટલા શહેરીજનો વેરો ભરપાઈ કરી ડસ્‍ટબીન મેળવી રહેલ છે. આજ દિન સુધીમાં નગરપાલિકા ર્ેારા 8પ00 ડસ્‍ટબીનનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવેલ હતું.


અમરેલીનાં અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા ગરીબ દર્દીઓને ફ્રુટ વિતરણ

             અમરેલી તથા સમગ્ર ગુજરાતમાં સામાજિક, શૈક્ષણિક તથા સેવા પ્રવૃતિ કરતા શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરતના ટ્રસ્‍ટી તથા અગ્રણી લક્ષ્મી ડાયમંડ કાું. પ્રા.લી. મુંબઈના એમ.ડી. ડાયમંડ કિંગ અશોકભાઈ ગજેરાએ શાંતાબા મેડિકલ કોલેજ તથા હોસ્‍પિટલની મુલાકાત લઈને ગરીબ દર્દીઓના ખબર અંતર પૂછીને ફ્રુટ વિતરણ કરીને જન્‍માષ્‍ટમી પર્વ ઉજવ્‍યું હતું. તથા ગરીબ દર્દીઓને મળીને શાંતાબા મેકિડલ કોલેજના ટ્રસ્‍ટી અશોકભાઈ ગજેરાએ જણાવ્‍યું હતું કે ગરીબ દર્દીઓના આશિર્વાદ એ જ મારા માટે જન્‍માષ્‍ટમીની સાચી ઉજવણી છે. અશોકભાઈ ગજેરાના આ ફ્રુટ વિતરણ તથા મુલાકાત દરમિયાન ખોડલધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા, પટેલ સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણી, જિલ્‍લા બિલ્‍ડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઈ બાંભરોલીયા, જિલ્‍લા ખોડલધામ સમિતિના સહકન્‍વીનર સુરેશ દેસાઈ, હોસ્‍પિટલ તથા શાંતાબા મેડિકલકોલેજના સ્‍થાનિક વ્‍યવસ્‍થાપકો ચતુરભાઈ ખુંટ, પીન્‍ટુભાઈ ધાનાણી, અરજણભાઈ કોરાટ, ભીખાભાઈ કાબરીયા, નિમેષ બાંભરોલીયા, વલ્‍લભભાઈ રામાણી વિગેરે આગેવાનો જોડાયા હતા તથા અશોકભાઈ ગજેરાની આ સેવા પ્રવૃતિને બિરદાવી હતી.


અમરેલીની આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજ સાયકલિંગ સ્‍પર્ધામાં ચેમ્‍પિયન

               સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ફાસ્‍ટ સાયકલિંગ સ્‍પર્ધા જામનગર મુકામે 16/8/ર018 નાં રોજ યોજાઈ હતી. જેમાં કમાણી સાયન્‍સ કોલેજ અને પ્રતાપરાય આર્ટ્‌સ કોલેજ, અમરેલીની ભાઈઓની ટીમ યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કરી ચેમ્‍પિયન બનેલ તથા બહેનોની ટીમે પણ યુનિવર્સિટી કક્ષાએ તૃતીય સ્‍થાન પ્રાપ્‍ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. ભાઈઓની ટીમમાં ચુડાસમા મહેશ, વાળા કુલદિપ, ચુડાસમા આશિષ અને બારૈયા જિજ્ઞેશે તથા બહેનોની ટીમમાં રાઠોડ હર્ષા, પરમાર રંજન, જાદવ સપના તથા આખજા ધારાએ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. આ ખેલાડીઓને પી.ટી.આઈ. ડો. એ.જી. કુરેશી દ્વારા કોચિંગ આપવામાં આવ્‍યું હતું. આ તકે વિદ્યાસંસ્‍થાના પ્રિન્‍સિપાલ ડો. અતુલભાઈ પટેલ, વાઈસ પ્રિન્‍સિપાલ ડો. એ.જે. ચંદ્રવાડીયા તથા તમામ અઘ્‍યાપકોએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.


કદાવર નેતાઓનાં શહેરમાં સમસ્‍યાઓ પણ બની કદાવર

સ્‍વ. ડો. જીવરાજ મહેતાનાં સ્‍વપ્‍નસમી નગરી અમરેલીની હાલત અતિ બદતર

કદાવર નેતાઓનાં શહેરમાં સમસ્‍યાઓ પણ બની કદાવર

શહેરમાં બેફામગંદકી, ભયાનક શૌચાલયો અને રખડતા પશુઓથી શહેરીજનો પરેશાન

અમરેલી, તા.7

ગુજરાતને પ્રથમ મુખ્‍યમંત્રીની ભેટ આપનાર અને સ્‍વ. ડો. જીવરાજ મહેતાના સ્‍વપ્‍નસમી અમરવેલી એવી અમરેલી નગરી આજે ચોધાર આંસુએ રડી રહી છે. પવિત્ર ભૂમિ પર બેફામ ગંદકી, બિસ્‍માર માર્ગો, રખડતા પશુઓ અને ધૂળના ઢગલાએ હદ વટાવી દીધી છે.

અમરેલી શહેર આમ તો જિલ્‍લાનું મુખ્‍ય મથક છે. પરંતુ, અત્‍યારે શહેરની હાલત ગ્રામ્‍ય વિસ્‍તાર કરતા પણ વધારે ભયજનક બની છે. શહેરના લગભગ તમામ માર્ગો હાડકાતોડ બન્‍યા છે. ગંદકીએ શહેર ફરતે ભરડો લીધો છે. જાહેર શૌચાલયની હાલત અતિ કફોડી બની છે. રખડતા પશુઓ, બંધ સ્‍ટ્રીટ લાઈટ અને વિકરાળ ટ્રાફિક સમસ્‍યાથી શહેરીજનો તોબા પોકારી ચૂકયા છે.

શહેરના જેશીંગપરાથી સ્‍વામી મંદિર, સોમનાથ મંદિર, રૂપમ ટોકીઝ, કપોળ બોર્ડિંગ થઈને ચિતલ રોડ કે વરસડા રોડ પર જવું એટલે ચક્રવ્‍યૂહમાંથી પસાર થવા જેવું મુશ્‍કેલ બન્‍યું છે.

તદ્‌ ઉપરાંત, ભાજપ કાર્યાલય રોડ, સ્‍ટેશન રોડ, લાયબ્રેરી રોડ, નાગનાથ મંદિર પાછળનો રોડ, પોસ્‍ટ ઓફિસ પાછળનો રોડ, હાઉસીંગ બોર્ડ, બ્રાહ્મણ સોસાયટી સહિતના વિસ્‍તારોમાં તમામ માર્ગો હાડકાતોડ બન્‍યા છે. ગંદકીએ ઉપાડો લીધો છે.

અમરેલી શહેરમાં એન.આર.એ. ગણાતા નેતાઓ સરકાર બનાવી અને ઉથલાવીશકવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ, તેઓ શહેરની કદાવર સમસ્‍યાઓ સામે વામણા પુરવાર થઈ રહયા છે. ચીફ ઓફિસરથી લઈને ચીફ મિનિસ્‍ટર સુધી રજૂઆતો કરો તો કોઈ પરિણામ મળતું નથી.

પાલિકાના શાસકોમાં ઈચ્‍છા શકિતનો સ્‍પષ્‍ટ અભાવ જોવા મળી રહયો છે. નગરસેવકો ખુરશી ઉલાળવામાંથી નવરા પડતા નથી અને અધિકારીઓને ઘર ભરવામાંથી ફુરસદ મળતી નથી.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે શહેરમાં આગેવાનોની સંખ્‍યામાં વધારો થઈ રહયો છે. સાથોસાથ સેવાભાવી સંસ્‍થાઓમાં પણ ઉતરોતર વધારો થઈ રહયો હોય શહેરની સમસ્‍યા ઘટવાને બદલે તેમાં પણ વધારો થઈ રહયો હોય શહેરની દોઢ લાખની જનસંખ્‍યા હવે કોઈ સુપરમેન આવે તો જ સમસ્‍યા દૂર થઈ શકે તેમ છે. તેવું મનોમન વિચારી રહી છે.


અમરેલી જિલ્‍લાકોંગ્રેસ સમિતિ દ્વારા ઉપવાસ કરાયા

અમરેલી, તા.7

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવેલ છે કે, અમરેલી જીવરાજ મહેતા ચોક ખાતે અમરેલી જિલ્‍લા કોંગ્રેસ પક્ષના ધારાસભ્‍યઓ, જિલ્‍લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્‍યઓ ખેડૂતોની વિવિધ માંગણી માટે આજરોજ તા.7/9 ના રોજ બપોરના 1ર કલાકથી ધારાસભ્‍યઓ તેમજ જિલ્‍લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્‍યો, પ્રમુખઓ તેમજ અનેક કાર્યકરો એક દિવસના પ્રતિક ઉપવાસમાં જોડાયા છે. સારાય પ્રદેશ કોંગ્રેસના સૂચનો મુજબ ગુજરાતના તમામ જિલ્‍લા મથકો ઉપર ખેડૂતોની વિવિધ માંગણીઓ જેવી કે, કૃષિ બજેટમાં વધારો કરવાની, કૃષિ સબસિડીમાં વધારો કરવાની, વયોવૃઘ્‍ધ ખેડૂતોને પેન્‍શન આપવું, સરળતાથી સસ્‍તુ ધિરાણ આપવા, રોઝ – ભુંડના ત્રાસથી ખેતી બચાવો, સેટેલાઈ જમીન માપણી રદ કરો, કૃષિ ઓજારને કરવેરા મુકત કરવાની, પાકવીમાનું ખાનગીકરણ બંધ કરવા, સસ્‍તી અને પુરતી વિજળી આપવા, કૃષિ ઉપજને જીએસટી મુકત કરવા, સિંચાઈના પાણીની વ્‍યવસ્‍થા કરવા, કૃષિપાકનાં પોષણક્ષમ ભાવો આપવા, નાના ખેડૂતને બીપીએલ કાર્ડ આપવા, મગફળીકાંડની તટસ્‍થ તપાસ કરવા માટે આજનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.


08-09-2018