Main Menu

Friday, September 7th, 2018

 

અમરેલીનાં ચાંદગઢ ગામનાં ખેડૂત દંપતિએ દેવાનાં ટેન્‍શનમાં ઝેરી દવા પી લેતાં અરેરાટી

અમરેલી, તા.6

ગાંધીનગર ખાતે હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફકરવાને લઈ છેલ્‍લા 13 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહયા છે. ત્‍યારે ખેડૂતોએ લીધેલ લોન ભરપાઈ નહીં કરી શકવાના કારણે આત્‍મહત્‍યા કરી રહયા છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાના ચાંદગઢ ગામે રહેતા એક ખેડૂતના કપાસનો પાક નિષ્‍ફળ જવાના કારણે અને લીધેલ લોન ભરપાઈ થઈ શકે તેમ ના હોવાના કારણે ગઈકાલે આપઘાત કરી લીધો હતો. જયારે તેમના પત્‍નિએ પણ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા છે.

આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા ભરતભાઈ ધીરૂભાઈ ખુમાણ નામના 48 વર્ષીય ખેડૂતે પોતાના ખેતીના કામ માટે થઈ વિવિધ લોન લીધી હોય, અને પાક સારો આવશે એટલે ભરપાઈ કરી દેશું તેવી આશા હતી. ત્‍યારે પોતાની ખેતીમાં વાવેલ કપાસનો પાક નિષ્‍ફળ જતા અને હવે પોતાએ લીધેલ લોન ભરપાઈ કરી શકે તેમ ન હોય, જેથી તેમણે ગઈકાલે પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અત્રેના ખાનગી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. સાથોસાથ તેમના પત્‍નિ લાભુબેને પણ ઝેરી દવા પી લેતા તેમને પણ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા છે. આ અંગે અમરેલી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરીછે.


વીરડી ગામનાં 60 વર્ષિય વૃદ્ધ પર સામાન્‍ય બાબતે હુમલો કરાયો

અમરેલી, તા. 6

સાવરકુંડલા તાલુકાનાં વિરડી ગામે સામાન્‍ય બાબતે અગાઉનાં મનદુઃખનાં કારણે એક 60 વર્ષિય વૃદ્ધને નવ જેટલા લોકોએ ગેરકાયદેસર મંડળી બનાવી, લાકડી, ધારીયું, પાઈપ જેવા અથીયારો લઈ આડેધડ માર મારી હાથ-પગમાં ફેકચર કરી દેતાં આ અંગે વંડા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઈ. કણસાગરાએ વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાનાં વિરડી ગામે રહેતાં અને  ખેતીકામ કરતાં સુરેશભાઈ લાખાભાઈ ચાવડા નામનાં 60 વર્ષિય વૃઘ્‍ધ ત્રણેક વર્ષ પહેલા સામાવાળાની દીકરીને એક શેલણા ગામનાં યુવક સાથે જોયેલા અને આ અંગે જે તે વખતે તેમણે તે જ ગામે રહેતાં મથુરભાઈ પાંચાભાઈ ચાવડાને જાણ કરેલ હતી તે વાતનું મનદુઃખ રાખી ગત તા.4/9 ના બપોરનાં સમયે વીરડી ગામે મથુરભાઈ પાંચાભાઈ ચાવડા સહિત 9 જેટલા ઈસમોએ લાકડી, ધારીયુ,પાઈપ જેવા હથીયારો વડે આ વૃઘ્‍ધને માર મારી હાથ-પગમાં ફેકચર કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.


તાઈવદર ગામે 6 વર્ષ પહેલાનાં હત્‍યા કેસમાં એકને આજીવન કેદ : 1ર વ્‍યકિતને ર-ર વર્ષની સજાનો હુકમ

તાઈવદર ગામે 6 વર્ષ પહેલાનાં હત્‍યા કેસમાં એકને આજીવન કેદ

1ર વ્‍યકિતને ર-ર વર્ષની સજાનો હુકમ

અમરેલી, તા. 6

બાબરા તાલુકાનાં તાઈવદર ગામે આશરે 6 વર્ષ પહેલાં બનેલા મારામારી તથા હત્‍યાનાં બનાવનો કેસ અત્રેનીસેશન્‍સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બન્‍ને પક્ષોનાં આરોપીઓને કસુરવાન ઠરાવી અને 1 ને આજીવન કેદ તથા 1ર જેટલા લોકોને અલગ અલગ ભારતિય દંડ સંહિતાી કલમ નીચે ર ર્વાની સખત કેદ તથા તમામને રૂા.પ-પ હજાર રૂપિયાની સજાનો હુકમ કર્યો હતો.

આ બનાવમાં બાબરા તાલુકાનાં તાઈવદરગામે રહેતાં ભગીરથભાઈ ધીરૂભાઈ ખાચરે ગત તા.18/11/1રનાં સાંજના સમયે તે જ ગામે રહેતાં હબીબખા અલારખખાં જલવાણી તથા તેમનાં પરિવાર વચ્‍ચે વાડીનાં રસ્‍તા બાબતે ઝગડો ચાલતો હોવાના કારણે આરોપી સુલતાનખા અલીખા ભોજવાણી, હબીબખા અલારખખા જલવાણી, તાજખા સાકરખા જલવાણી, ઈકબાલ મીરખા જલવાણી, મુરાદખા મીરખા જલવાણી તથા કરીમખા બસલખા ભોજવાણી વિગેરેએ ગેરકાયદે મંડળી રચી ધારીયા જેવા હથીયાર ધારણ કરી ગાળો બોલતાં હોય જેથી આ ભગીરથભાઈ આરોપીને સમજાવવા જતાં આરોપી તાજખાએ ધારીયાનો ઘા કરી તેમને ઈજા કરી હતી.

જયારે તેમના કાકા પ્રતાપભાઈ તથા ભાભલુભાઈને પણ ધારીયા વડે ઈજા કરાતાં આ બન્‍નેને સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયા હતા જયાં તા.7/1ર/1રના રોજ પ્રતાપભાઈ મોતીભાઈ ખાચરનું મોત થતાં બનાવ હત્‍યામાં પલટાયો હતો.

આ અંગેનો કેસ અત્રેની સેશન્‍સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની દલીલોને સેશન્‍સ જજ શ્રી જે. આર. શાહે માન્‍ય રાખી આરોપી હબીબખા અલારખખા જલવાણીને ભારતિય દંડ સહિતાની કલમ 30રમાં કસુરવાન ઠરાવી આજીવન કેદનો હુકમ કર્યો હતો. જયારે અન્‍ય પ આરોપીને કલમ 143માં 4 માસની સખત કેદ અને રૂા.1 હજાર દંડ, કલમ 148માં ર વર્ષની સખત કેદ અને રૂા.ર હજાર દંડ તથા કલમ 3ર4માં ર વર્ષનીસખત કેદ અને રૂા.ર હજાર દંડની સજાનો હુકમ કર્યો હતો.

આમ આ બનાવમાં 1 આરોપીને આજીવન કેદ તથા રૂા.પ હજાર દંડ તથા પાંચ આરોપીને ર વર્ષની સખત કેદ તથા રૂા.પ-પ હજારનાં દંડની સજાનો હુકમ કર્યો હતો.

જયારે આ જ બનાવમાં સામાપક્ષે બસીરખા હબીબખાં જલવાણીએ પણ આરોપી ધીરૂભાઈ મોતીભાઈ ખાચર, ભાભલુભાઈ મોતીભાઈ ખાચર, તખુભાઈ બાવકુભાઈ બસીયા, કનુભાઈ મોતીભાઈ ખાચર, ભગીરથભાઈ ધીરૂભાઈ ખાચર, દિલીપભાઈ ધીરૂભાઈ ખાચર તથા હીતુ ઉર્ફ હીતેશભાઈ અનકભાઈ ખાચર સામે આ જ કારણોસર લાકડી, તલવાર, પાઈપ જેવા હથીયારો સાથે ગેરકાયદેસર મંડળી રચી આડેધડ માર મારવાની ફરિયાદ નોંધાવી હતી.

તે અંગેનો કેસ અત્રેની સેસન્‍સ કોર્ટમાં ચાલી જતા અને સરકારી વકિલ મગનભાઈ સોલંકીની દલીલોને માન્‍ય રાખી ભારતિય દંડ સહિતાની કલમ 143માં 4 માસની સખત કેદ તથા રૂા.1-1 હજાર દંડ, કલમ 148માં ર વર્ષની સખત કેદ તથા રૂા.ર-ર હજાર દંડ, કલમ 3ર4માં ર વર્ષની સખત કેદની સજાનો હુકમ સેશન્‍સ જજ શ્રી જે.આર.શાહે કર્યો હતો.

આમ એક જ બનાવમાં બન્‍ને પક્ષોને સજાનો હુકમ કર્યો હતો.


ભાંકોદર ગામનાં ખેડૂતોએ સ્‍વાન એલએનજી સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું

ગામજનો અને ખેડૂતોને પરેશાન કરાતા હોવાની રાવ

જાફરાબાદ, તા.6

જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા વિસ્‍તારનાં પીપાવાવ ધામના જાન દેંગે જમીન નહીં દેંગે આંદોલન હજુ થોડા દિવસો પહેલા જ પૂર્ણ થયું. ત્‍યારે જાફરાબાદ દરિયાકાંઠા વિસ્‍તારના ભાંકોદર ગામના ખેડૂતો તથા ગામજનો દ્વારા થોડા દિવસો પહેલા જ આંદોલન કર્યું હતું. ત્‍યારે પોલીસ તંત્ર દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી અને ત્‍યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ ગામના ઉપસરપંચ લાલાભાઈ શિયાળ દ્વારા પ્રાંત અધિકારી પાસેથી મંજૂરી લઈ ફરીથી ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્‍યું. ગામજનો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે તેમના ગામના દરિયાકાંઠાવિસ્‍તારમાં આવેલી સ્‍વાન એલ.એન.જી. કંપની ગામજનોને રોજગારી આપતી નથી. ખેડૂતોની જમીન પર તંત્રના જોરે કબ્‍જો જમાવે છે. તેમજ ગામના ખેડૂતો પર ખોટા કેસો કરી હેરાન કરે છે. આંદોલનના પ્રથમ દિવસે રાજુલાના પૂર્વ ધારાસભ્‍ય હિરાભાઈ સોલંકી     કોળી સમાજના આગેવાન તથા ગુજરાત જન ચેતના પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક મનુભાઈ ચાવડા, અશોકભાઈ ભાલીયા, મુકેશભાઈ કામ્‍બડ, અજયભાઈ શિયાળ, ગામના ઉપસરપંચ લાલાભાઈ શિયાળ, પાચાભાઈ ધુંધળવા, પૂર્વ સરપંચ મેઘાભાઈ બારૈયા, બચુભાઈ સોડાભાઈ ચાવડા, કમલેશભાઈ કવાડ, રામજીભાઈ સાંખટ, મધુભાઈ સાંખટ સહિતના આગેવાનો તથા બહોળી સંખ્‍યામાં ખેડૂતો તથા ગ્રામજનો ઉપવાસ આંદોલન છાવણીમાં બેસ્‍યા હતા.


સાવરકુંડલા પાલિકાનાં પૂર્વ પ્રમુખ ડી.કે. પટેલને મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી

માર્ગ બનાવવાને લઈને હુમલો થયાનું બહાર આવ્‍યું

અમરેલી, તા. 6

સાવરકુંડલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ને રોડનાં કામ બાબતે એક શખ્‍સે ગાળો દઈ મુંઢમાર મારી જાનથી મારી નાખવાની બનેલ ઘટનાથી ભારે ચકચાર જાગેલ છે.

પ્રાપ્‍તવિગત મુજબ સાવરકુંડલા નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ ડી. કે. જીયાણી (પટેલ) ઉ.વ. પ7નું સાવર સામા પાદર પાસે બાયપાસ રોડનું કામ ચાલુ હોય જે રોડનાં કામ બાબતે કરશન મંગા સોડીયા નામનાં શખ્‍સે બોલાચાલી કરી બિભત્‍સ ગાળો દઈ મુંઢમાર મારી, મારી નાખવાની આપેલ ધમકીની ફરિયાદ સાવરકુંડલા તાલુકા પોલીસમાં નોંધાતા પાલિકાનાં પૂર્વ પ્રમુખ ઉપર થયેલ હિચકારા હુમલાથી ભારે ચકચાર જાગેલ છે.


મેરીયાણા ગામનાં પશુપાલકનું ભેંસે પછાડી દેતા મૃત્‍યુ થયું

અમરેલી, તા. 6

રાજુલા તાલુકાનાં મેરીયાણા ગામે રહેતાં ચાંપરાજભાઈ રાવતભાઈ ભુકણ ગત તા.4ના રોજ રાત્રે પોતાની વાડીએ ભેંસને નિરણ નાંખતા હોય, અને અચાનક જ એક ભેંસે તેમને ધક્કો મારી દેતા તેઓ નિચે પડી જવાના કારણે માથાનાં ભાગે હેમરેજ થઈ જવાનાં કારણે દવાખાને સારવાર માટે ખસેડાયેલ જયાં તેમનું મોત થયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


અમરેલી જિલ્‍લામાં અકસ્‍માતનાં 3 બનાવોમાં 4 વ્‍યકિતનાં મૃત્‍યુ થયા

અમરેલી, તા. 6

અમરેલી જિલ્‍લામાં ગઈકાલે અકસ્‍માતનાં 3 બનાવો બનતાં આ ત્રણેય અકસ્‍માતમાં 4 લોકોનાં મોત થયાનું પોલીસ ચોપડે જાહેર થતાં પોલીસે આ અલગ અલગ બનેલા બનાવોની તપાસ હાથ ધરી છે.

અમરેલી તાલુકાનાં        દેવળીયા ગામે રહેતાં મોહનભાઈ રવજીભાઈ સોલંકીનાં ભત્રીજા ચીરાગભાઈ તથા તે જ ગામે રહેતાં અલ્‍પેશભાઈ ભુપતભાઈ કંડોળીયા ગઈકાલે પોતાના હવાલાવાળુ મોટર સાયકલ નંબર જી.જે.14 એચ.જે. ર313 લઈ અને દેવળીયાથી અમરેલી ખાતે યોજાયેલ મેળો જોવા જતાં હતા ત્‍યારે તેઓ સાવરકુંડલા-અમરેલી રોડ વચ્‍ચે અમરેલી માર્કેટયાર્ડ પાસે પહોંચ્‍યા હતા ત્‍યારે એક સફેદ કલરની એમ્‍બ્‍યુલન્‍સ નં. જી.જે.18 જી 803રનાં ચાલકે આ મોટર સાયકલને હડફેટેલઈ બન્‍ને જણાને ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવ્‍યાનીફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

જયારે બીજા બનાવમાં મુળ મઘ્‍યપ્રદેશનાં વતની અને હાલ ચાવંડ ગામની સીમમાં રહેતાં લાલાભાઈ કરશનભાઈ રાઠોડનો પુત્ર અજય તથા તેમના સંબંધી મદનભા કલસીંગભાઈનો પુત્ર પીન્‍ટુ ગઈકાલે સાંજનાં સમયે વાડીએથી સાયકલ લઈ અને ચાવંડ ગામે હટાણું કરવા જાં હતા ત્‍યારે રોડ ઉપર પહોંચતા જ ચાવંડ તરફથી આવી રહેલ ટ્રક નં.જી.જે.14ટી. 4360નાં ચાલકે આ બન્‍નેને હડફેટે લઈ ગંભીર ઈજાઓ કરી અજયભાઈનું મોત નિપજાવ્‍યાની ફરિયાદ લાઠી પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ છે.

જયારે ત્રીજા બનાવમાં બગસરા ગામે રહેતાં અજાણ્‍યા ભિક્ષુક ગઈકાલે સવારે બગસરા આઈ.ટી.આઈ. રોડ ઉપરથી પસાર થતા હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા ચાલકે તેમને હડફેટે લઈ શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી નાશી ગયાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાઈ છે.


આજ સવારથી કાલ સવાર સુધી કોંગી ધારાસભ્યો પણ અમરેલી ખાતે પ્રતિક ધરણા કરશે : અમરેલી જિલ્‍લામાં ‘‘હાર્દિક પટેલ”ને વ્‍યાપક સમર્થન

“પાસ”નાં યુવા કન્‍વીનરને અપેક્ષા કરતાં પણ વધુ સમર્થન મળી રહૃાું છે

અમરેલી, તા. 6

અમરેલી  જિલ્‍લામાં પાટીદાર અનામત આંદોલન સમિતિનાં યુવા કન્‍વીનર “હાર્દિક પટેલ”ને જબરદસ્‍ત સમર્થન મળી રહૃાું છે. અને જિલ્‍લાનાં અનેક શહેરો અને ગામોમાં અખંડ રામધુન, પ્રતિક ધરણા સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા અને આગામી દિવસોમાં પણ સમર્થન વધી શકે         તેમ છે.

અમરેલીમાં ગઈકાલે ખેડૂત હિત રક્ષક સમિતિએ પ્રતિક ધરણા કર્યા હતા. તો રાજુલા, કુંકાવાવ, બાબરા, ઢુંઢીયા પીપરીયા, ભાયાવદર, અનિડા, ચલાલા, વાંકીયા, ધામેલ, વીરપુર, સીમરણ, ચમારડી, ચરખા, કોટડાપીઠા, ધરાઈ, વલારડી, બળેલ પીપળીયા, આંસોદર, ભીંગરાડ, છભાડીયા, પ્રતાપગઢ, હજુરાધાર, ભાલવાવ સહિતનાં ગામોમાં ભારે સમર્થન મળી રહૃાું છે.

તદઉપરાંત આવતીકાલ શુક્રવાર સવારથી શનિવાર સવાર સુધી કોંગી ધારાસભ્‍યો સમર્થકો સાથે અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં હાર્દિક પટેલનાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ કરશે.

 

બાબરામાં સમસ્‍ત પાટીદાર સમાજ દ્વારા રામધૂન બોલાવી હાર્દિક પટેલને સમર્થન

બાબરા, તા.6

પાટીદાર આંદોલન સમિતિના કન્‍વીનરહાર્દિક પટેલ છેલ્‍લા અગિયાર દિવસથી ખેડૂતોના દેવામાફી અને અનામતની માંગ તેમજ અલ્‍પેશ કથીયરાની જેલ મુકિતની માંગ સાથે અનશન ઉપર બેઠા છે. ત્‍યારે રાજયના પાટીદાર સમાજના લોકો ભારે વિરોધ પ્રદર્શન કરી હાર્દિક પટેલના અનશનને સમર્થન આપી રહયા છે.

અમરેલી જિલ્‍લામાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર સમાજ બહાર  આવી રહયો છે. જિલ્‍લાના તાલુકામાં વિવિધ કાર્યક્રમો થકી પાટીદાર સમાજ હાર્દિક પટેલને સમર્થન આપી રહયા છે.

બાબરા તાલુકાના ચરખા ગામમાં બે દિવસ પહેલા પાટીદાર સમાજના મહિલાઓ અને પુરૂષો દ્વારા રામધૂન બોલાવી હાર્દિક પટેલને સમર્થન આપ્‍યું હતું. ત્‍યારે આજે બાબરામાં અહીં કારેટીયા સમાજની વાડી ખાતે મોટી સંખ્‍યામાં પાટીદાર સમાજના મહિલાઓ અને પુરૂષો એકઠા થયા હતા તેમજ નગરપાલિકાના કોંગ્રેસના સભ્‍યો અને તાલુકા જિલ્‍લા કોંગ્રેસના આગેવાનો પણ અહીં પાટીદાર સમાજ દ્વારા આયોજિત રામધૂનમાં જોડાયા હતા.

બાબરા પાટીદાર સમાજના અગ્રણી બાબુભાઈ કારેટીયા, મનસુખભાઈ પલસાણા, જસમતભાઈ ચોવટીયા, નટુભાઈ જાસલીયા, ઈકબાલભાઈ ગોગદા, પાસ અગ્રણી શૈલેષભાઈ રાસડીયા સહિતના અન્‍ય સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહી સરકાર વિરૂઘ્‍ધ નારા લગાવી હાર્દિકની માંગને વ્‍યાજબી ગણાવી હતી.

 

જિલ્‍લા ખેડૂત હિત રક્ષક સમિતિએરજુઆત કરી

અમરેલી જિલ્‍લા સહિત દેશભરનાં ખેડૂતોનાં દેવા માફ કરવા માંગ

અમરેલી, તા.6

કૃષિ પ્રધાન ભારત દેશમાં દિન-પ્રતિદિન ખેતી અને ખેડૂત ખાતેદાર સરકારશ્રીના પાપે ખતમ થતા જાય છે. કારણ કે ખેડૂતની આજીવીકા માત્ર ઈશ્‍વર આધિન હોય છે. જેમનાં કારણે ખેતીની જરૂરીયાત સમયે વરસાદની અનિયમીતતા, અતિવૃતિ થાય કે ખેત જણસોમાં રોગચાળો આવે, ખેતી, ખેત જણસોને બચાવવા ખેડૂત ખાતેદાર ઉછીના ઉધારા કે વ્‍યાજે નાણા મેળવી પોતાની આજીવીકા જણસોને બચાવવા તમામ પ્રયત્‍ન કરવા છતાં પાક નિષ્‍ફળ જાય છે. તેવી જ રીતે તૈયાર ખેત જણસોને રોજ, ભુંડ, હરણ જેવા રાની પશુઓ, રેઢીયાળ ગાયોના કારણે પારાવાર નુકશાની થતી હોય આવા અનેક કારણોસર પાક ફેઈલ થતો હોય ત્‍યારે ધરતી પુત્રોએ ભરેલા વિમા પ્રિમીયમનાં અધિકારરૂપે પાક વિમો મેળવવા માંગતા હોય પણ ભ્રષ્‍ટ સરકારશ્રી અને વિમા કંપનીની મીલીભગતનાં કારણે ખેડૂતોને પાક વિમો મેળવવા પણ ગાંધી ચિંઘ્‍યા રાહે આંદોલન કરવા ફરજ પડતી હોય છે. તેવી જ રીતે ખેડૂતોને દેવા માફીની વાત આવે ત્‍યારે ભ્રષ્‍ટ સરકાર અને સરકારમાં પ્રતિનિધિત્‍વ કરનારાના પેટમાં તેલ શું કામ રેડાય છે. ઉદ્યોગપતિઓ કે અધિકારીઓ ભ્રષ્‍ટ પદાધિકારીઓ અજબો રૂપિયા ચાવ કરી જાય તેમાં ભાજપ સરકારને જરા પણ વાંધો નથી. ખેતીપ્રધાન ભારત દેશનાં અર્થતંત્રની કરોડરન્નજુ સમાન ખેતી છે. ખેતી સાથે સંકળાયેલ દરેક જ્ઞાતિ ખેડૂત કહેવાય. ખેડૂત એટલે માત્ર પાટીદાર સમાજ નહી ભાજપ સરકારને પાટીદાર સમાજની સાથે રાગદ્વેષ રાખવાનું પાર્ટી બંધારણની ગળથુંથીમાં પાયેલ હોય તેવું સ્‍પષ્‍ટ સાબીત થાય છે. કારણ કે ખેડૂતોને સતાવતા પ્રશ્‍નો સરકારમાં રજુઆત કરવાનો અધિકાર પણ કાયદાકીય આંટી ઘુંટીથી છીનવી લેવાનો હિન પ્રયાસ થઈ રહયો છે. અમોની માંગણી છે કે, 1) ખેડૂત ખાતેદારને સંપૂર્ણ દેવા માફી આપવી. ર) પાક વિમામાં વંચીત રહેલ ખેડૂત ખાતેદારોને સત્‍વરે પાક વિમો ચુકવવો. 3) થયેલ જમીન માપણી રિસર્વે રદ કરવો.

ઉપરોકત અમોની માંગણી આવતા દિવસોમાં નહી સ્‍વિકારાય તો ગાંધી ચિંઘ્‍યા રાહે અહિંસક આંદોલન કરવા અમોની ફરજ પડશે. જેમની સંપુર્ણ જવાબદારી સરકારની અંગત રહેશે. તેમ જિલ્‍લા ખેડૂત હિત રક્ષક સમિતિએ મુખ્‍યમંત્રીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ છે.


અમરેલીનાં જુના માર્કેટયાર્ડ નજીકથી એક યુવકનું અપહરણ કરાતા ચકચાર

સ્‍થાનિક પોલીસે અપહરણકર્તાની ભાળ મેળવી લીધી

અમરેલી, તા.6

અમરેલી ખાતે આવેલ જુના માર્કેટયાર્ડ ખાતે અમરેલીનાં એક યુવકને ફોન કરી મળવા બોલાવી અને બાદમાં આ યુવકને લાફા મારી અને કારમાં ગેરકાયદેસર રીતે અટકાયતકરી નાશી જતાં આ બનાવની જાણ અમરેલી સીટી પોલીસમાં થતાં અપહરણકારોને ઝડપી લેવા પોલીસે નાકાબંધી કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આરોપી સાવરકુંડલા વિજપડી વચ્‍ચે હોવાનું લોકેશન મળતાં પોલીસે દોડી ગઈ હતી.

આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીમાં રહેતાં દિનેશભાઈ માધાભાઈ કાકરેચા નામનાં યુવકને છોકરી બાબતે ચાલતાં મનદુઃખનાં કારણે આજે બપોરે આરોપી દિપક મધુભાઈ મોરી, રે. સાવરકુંડલાવાળાએ બપોરે અત્રેના જુના માર્કેટયાર્ડ ખાતે બોલાવી અને બાદમાં આ દિનેશભાઈને લાફાવાળી કરી આરોપી દિપક તથા ચાર જેટલા અજાણ્‍યા શખ્‍સોએ ગેરકાયદેસર અટકાયત કરવા કાર નં.જીજે-03, ડી.જી.6116માં બેસાડી નાશી ગયા હતા.

આ અંગે પ્રવિણભાઈ માધાભાઈ કાકરેચાએ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીટી પી.આઈ., આર.વી. દેસાઈ, પી.એસ.આઈ., ઝાલા સહિતનાએ નાકાબંધી કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.

આ બનાવનાં આરોપી હાથવેંતમાં હોય, ગણતરીની કલાકોમાં ઝડપી લેવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.


બાબરા પંથકમાં સ્‍વાઈન ફલુ અને કોંગો ફીવરથી આશાસ્‍પદ ર યુવકોનાં મૃત્‍યુ થતાં ફફડાટ

આરોગ્‍ય વિભાગ ર્ેારા સાવચેતીનાં પગલા શરૂ કરાયા

બાબરા, તા. 6

બાબરા તાલુકાનાંકીડી ગામે એક યુવાનનું કોંગો ફીવરનાં કારણે મોત થયું છે. તેમજ ઘૂઘરાળા ગામમાં સ્‍વાઈનફલૂનાં કારણે એક યુવાનનું મોત થતા બાબરાનું આરોગ્‍ય વિભાગ હરકતમાં આવી જરૂરી કામે લાગ્‍યું છે.

બાબરા બ્‍લોક હેલ્‍થ ઓફિસર વિરાટ અગ્રાવતનાં માર્ગદર્શન હેઠળ 14 જેટલી તાલુકાની આરોગ્‍ય વિભાગની ટીમો કામે લાગી છે અહીં બંને ગામોમાં આરોગ્‍ય વિભાગની ટીમ ર્ેારા સર્વે હાથ ધરવામાં આવી રહૃાો છે અને લોકોને આ જીવલેણ રોગથી સાવચેત રહેવા પરતી કાળજી લેવા અનુરોધ કરવામાં આવી રહૃાો છે.

ડો. વિરાટ અગ્રાવત ર્ેારા વધુમાં જણાવ્‍યું હતું કે બાબરા તાલુકાનાં કીડી ગામમાં કોંગો ફીવરનાં કારણે એક યુવાનનું મોત નીપજયું છે. તેમજ ઘુઘરાળા ગામમાં સ્‍વાઈનફલૂનાં કારણે પણ એક યુવાનનું મોત નીપજયું છે.

ત્‍યારે બાબરા આરોગ્‍ય વિભાગ ર્ેારા કીડી ગામમાં પાંચ જેટલી ટીમો અને ઘૂઘરાળા ગામમાં નવ જેટલી આરોગ્‍ય વિભાગની ટીમ ર્ેારા સર્વે હાથ ધરવામાં આવી રહૃાો છે. બંને ગામમાં આરોગ્‍ય વિભાગની ટીમ ર્ેારા શાળાઓ અને ગામમાં લોકોનાં ઘરે ઘરે આ રોગ વિશે પૂરતી જાણકારી જરૂરી માર્ગદર્શન આપી રહી છે. તેમજ ગામમાં જરૂરી દવાઓનો છંટકાવ અને લોકોનાં પીવાના પાણીમાં કલોરીનની દવા આપવામાં આવી રહી છે. તેમજ ભીડભાળવાળી જગ્‍યાઓ પર બને ત્‍યાંસુધી જવાનું ટાળવું, માસ્‍ક પહેરવો તેમજ ગામમાં અને ઘરની આસપાસ પૂરતી સ્‍વચ્‍છતા જાળવવા લોકોને અનુરોધ કરવામાં આવી રહૃાો છે તેમજ શરદી ઉધરસ અને તાવનાં લક્ષણ જણાય તો તાત્‍કાલિક અસરથી સ્‍થાનિક આરોગ્‍ય વિભાગનાં કર્મચારીનો સંપર્ક કરવા જણાવાયું છે.


બાબરાનાં સરકારી દવાખાનામાં આરોગ્‍ય સેવા કથળી   

                            બાબરામાં સરકારી દવાખાનામાં આરોગ્‍ય સેવા દિનપ્રતિદિન કથળતી જાય છે. માત્ર એક તબીબ ફરજ બજાવે છે. જેના કારણે સારવાર લેવા માટે આવતા દર્દીઓને પારાવાર મુશ્‍કેલીઓનો સામનો કરવાની ફરજ પડી રહી છે. અહીં સરકારી દવાખાનામાં નિયમિત 400 જેટલી ઓપીડી હોય છે. વહેલી સવાર સાંજ સુધી દર્દીઓની લાંબી લાઈનો લાગે છે. સારવાર લેવા માટે તાલુકાનાં પ8 જેટલા ગામના લોકો સારવાર મેળવી રહયા છે પણ રાજયનાં આરોગ્‍ય વિભાગ દ્વારા પુરતી સુવિદ્યાઓ નહિ આપવામાં આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે.અહીં સરકારી દવાખાનામાં પાંચ ડોકટરોની સામે માત્ર એક ડોકટર ફરજ બજાવે છે. અહી સ્‍ત્રી રોગ નિષ્‍ણાંત બાળકોના નિષ્‍ણાંત, હાડકાના નિષ્‍ણાંત, તેમજ મેડિકલ ઓફિસર બે આમ કુલ પાંચ તબીબોની જગ્‍યા બાર વરસથી ખાલી છે. અહીં માત્ર એક ડોકટર સકીર વ્‍હોરા ફરજ બજાવે છે. જેના કારણે ઈમરજન્‍સી વેળાએ ભારેમુશ્‍કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહયો છે. અહીં લેબ ટેકિનશયન, એકસ-રે ટેકિનશયન, તેમજ ફાર્મસીટની પણ જગ્‍યા ઘણા સમયથી ખાલી છે. વળી અહીં દવાખાનામાં આવેલ એમ્‍બ્‍યુન્‍સ પણ ભંગાર હાલતમાં છે. રાજયના આરોગ્‍ય વિભાગ દ્વારા પુરતી સુવિદ્યા ઉપલબ્‍ધ નહી કરાવતા લોકોમાં ભારે રોષ છે અહીં સ્‍થાનિક લોકો દ્વારા અનેકવાર તેમજ અહીં દવાખાનાના તબીબ ડો. સાકીર વ્‍હોરા દ્વારા પણ અનેકવાર રજુઆત કરવામાં આવી છે. પણ તંત્ર દ્વારા પૂરતું ઘ્‍યાન આપવામાં આવતું નથી. ત્‍યારે રાજયનાં આરોગ્‍ય વિભાગ દ્વારા અહી દવાખાનામાં તાત્‍કાલિક અસરથી લોકોના આરોગ્‍ય સેવા અર્થે જરૂરી સ્‍ટાફ અને મેડિકલ સાધનો ફાળવે તેવી માંગ લોકો અને દર્દીઓ દ્વારા કરવામાં આવી રહી છે.


લીલીયા દિવ્‍ય ચેતના આશ્રમમાં પૂ. મોરારિબાપુનું આગમન

લીલીયા, તા.6

લીલીયા ખાતે આવેલ પૂ. વસંતદીદી પ્રેરિત દિવ્‍ય ચેતના આશ્રમે પૂ. મોરારિબાપુ પધાર્યા હતા. આ તકે તપસ્‍વીની પૂ. વસંતદીદીએ પૂ. મોરારિબાપુને આવકારી સન્‍માનીત કરેલ. આ તકે મૌન સાધના કરી રહેલ પૂ. વસંતદીદી અને પૂ. મોરારિબાપુએ સ્‍લેટ-પેનની મદદથી વિચારો વ્‍યકત કર્યા હતા. આ તકે માયાભાઈ આહિર, રાજભા ગઢવી સહિતના લોકો હાજર રહયા હતા. તમામ વ્‍યવસ્‍થા પૂ. મીરાદીદીએ કરી હતી.


વાંકીયાનાં લેખક રોહિત ગોંડલીયા લિખીત પુસ્‍તકનું પૂ. મોરારિબાપુએ કર્યું વિમોચન

‘સોનેરી શિખર’ પુસ્‍તક પ્રેરણાદાયી બન્‍યું છે

અમરેલી, તા.6

વ્‍યવસાયે શિક્ષક એવા રોહિત ગોંડલીયા દ્વારા સંપાદિત ભભસોનેરી શિખરભભ તેમનું બીજુ પુસ્‍તક છે. પ્રથમ પુસ્‍તક ભભસોનેરી પ્રેરક પ્રસંગોભભ હતું.

માનવતાની મહેંક પ્રસરાવતી દેશ-વિદેશની હૃદયસ્‍પર્શી કથાઓ ભભસોનેરી શિખરભભમાં સંપાદિત છે. કુલ 46 પ્રેરક પ્રસંગોમાં અહીં મૂળ રીતે માનવતાની વાત કરવામાં આવી છે. જેવી રીતે બરફથીછવાયેલા પર્વતના શિખરો પર સવારના કિરણો પડે ત્‍યારે એ શિખરો સોનાના હોય તેવો આભાસ થાય છે. તેવી જ રીતે માનવ જીવનમાં પણ જયારે સમય અને સમજણનું સાયુજય રચાય ત્‍યારે એ ક્ષણોમાં માનવ અલૌકિક લાગે છે. આવી અલૌકિક ક્ષણોના પ્રત્‍યક્ષ કે પરોક્ષ પ્રસંગો અહીં સંપાદિત કરવામાં આવ્‍યા છે.

પૂ. મોરારિબાપુના કરકમળો દ્વારા તલગાજરડા ચિત્રકુટ ધામ ખાતે તેનું વિમોચન કરવામાં આવ્‍યું હતું. એક રીતે કહીએ તો સાધુના હાથે સાદુ વિમોચન કરવામાં આવ્‍યું છે. ભભસોનેરી શિખરભભ શબ્‍દલોક પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્‍યું છે.


07-09-2018