Main Menu

Sunday, September 2nd, 2018

 

જરખીયામાં જિલ્‍લા બેન્‍ક દ્વારા નાબાર્ડનાં સહયોગથી ખેડૂતલક્ષીકાર્યક્રમ યોજાયો

નાબાર્ડ અને અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક -જરખીયાશાખા  સંયુક્‍તત ઉપક્રમે શ્રી ટોડા સેવા સહકારી મંડળી લી.ના જરખીયા ગામે રાજપરા પ્‍લોટ વિસ્‍તારમાં આગામી પ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાના ભારત સરકારના પ્રયાસના ફળ સ્‍વરૂપે ખેડૂત ઉત્‍પાદક સંગઠન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ટોડા મંડળીના પ્રમુખ ભીખુભાઈ હેરમા, ઉપ પ્રમુખ રમેશભાઈ બરવાળીયા, કમીટી સભ્‍ય કંચનબેન કરશનભાઈ બરવાળીયા, મંત્રી સંજયભાઈ મહેતા, દુધ મંડળીના ગગજીભાઈ આલગોતર લાઠી તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને મારૂતિ નંદન જીનીંગના ભાગીદાર ભરતભાઈ સુતરીયા, વિલાસબેન માંગરોળીયા, મનીષાબેન ભુવા, દયાબેન ચોવટીયા, સંગીતાબેન ગોરસીયા તેમજ મોટી સંખ્‍યામાં ખેડૂત પરિવારના ભાઈ અને બહેનો હાજર રહયા હતા. નાબાર્ડ અભિયાન-18 અન્‍વયે જરખીયા ગામના ખેડૂતોને આગામી પ વર્ષમાં પોતાની આવક બમણી કરવાના ભારત સરકારના ઉમદા હેતુને પાર પાડવા ખેડૂતોને પોતાના ખેતરમાં ઉપ્‍તાદન કરેલ કાચા માલને જેમ તેમ સ્‍થિતિમાં બજારમાં નહિ વેચતા કાચા માલનું યોગ્‍ય ગ્રેડીંગ કરી પછી જ માલનું વેચાણ કરવું જોઇએ. જેથી બજારમાં સારા માલના ભાવ મેળવી શકાય છે. તેમજ ખેતિ કામમાં પણ વધારાના બીન જરૂરી ખર્ચા ઘટાડી ઉત્‍પાદન ખર્ચ નીચો લાવી આવકમાં વધારો કરીશકાય છે. આ તકે મારૂતિ નંદન જીનીંગના ભાગીદાર અને લાઠી તાલુકા પંચાયતના માજી પ્રમુખ ભરતભાઈ સુતરીયાએ કપાસના ઉત્‍પાદન કરતાં ખેડૂતોને મંડળી દ્વારા કાચા માલનું જીનીંગ કરાવી રૂ અને કપાસીયાનું અલગ અલગ વેચાણ કરવા માહિતી આપી હતી. કપાસમાંથી સમયસર રૂ અને કપાસીયા અલગ કરવામાં આવે તો રૂમાં પીળાશ આવતી નથી જેથી આવા રૂની કિમંત પણ રનીંગ બજાર કરતાં વધારે આવે છે. સહકારી મંડળી દ્વારા ખેડૂતોના કાચા માલને એકત્રીત કરી ખૂબ જ મોટા જથ્‍થામાં બજારમાં વેચાણ કરવામાં આવે ત્‍યારે વેપારીઓ અને ખેડૂતોની વચ્‍ચે કમીશન એજન્‍ટો અને દલાલ ન રહેતાં ખેડૂતોને ભાવમાં સારો એવો ફાયદો થઇ શકે છે. ઘઉં, ચણા, જીરૂ, મગફળી જેવા ઉપ્‍તાદનોનું સોર્ટીંગ કરાવી આકર્ષક પેકિંગમાં મેગા સીટીમાં મોલમાં આ માલનું વેચાણ કરવામાં આવે તો પણ ખેડૂતોને બજારની નફાકારતાનો લાભ મળી શકે તેમ થઈ શકે. આ ઉપરાંત સહકારી મંડળી દ્વારા પોતાની બ્રાન્‍ડ બનાવી ખેડૂતોના માલની વૈશ્‍વિક બજારમાં નિકાસ કરી ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિક લાભ અપાવી શકાય તેમ છે. જેનું ઉતમ ઉદાહરણ અમૂલ દૂધ છે. જે એક સહકારી મંડળીનું જ માળખું છે. અમરેલી જીલ્‍લાના ખેડૂતો વિવિધતા ભર્યા ખેત ઉત્‍પાદનો કરે છે. જેમાં મુખ્‍યત્‍વે કપાસ, મગફળી, ચણા, તુવેર, કેરી,કેળાં, ઘઉં, બાજરો, જુવાર, લસણ, અને ગરીબોની કસ્‍તુરી એવી ડુંગળી  જેવા અનેક ઉપયોગી પાકોનું ઉપ્‍તાદન કરે છે. જે ખુલ્‍લા બજારમાં વેચાણ કરે ત્‍યારે ઓછા જથ્‍થાને લીધે અથવા માલને યોગ્‍ય રીતે ગ્રેડીંગ કરેલ ન હોય વેચાણમાં ખેડૂત થાપ ખાય છે. આવા પાકોનું મુલ્‍યવર્ધન પ્રક્રિયા કરી આજની આધુનિક વેચાણ પઘ્‍ધતીથી માલનું વેચાણ કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય તેમ છે. આ ખેડૂત ઉત્‍પાદન સંગઠનમાં માહિતી આપતાં અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી. જરખીયા શાખાના મેનેજર માંગરોળીયાએ ખૂબ જીણવટથી ખેડૂતોને માહિતી આપતાં જણાવ્‍યું હતું કે ખેડૂતો સંગઠીત બની સહકારી મંડળીના સથવારે વૈશ્‍વિક બજારમાં સિઘ્‍ધો ભાગ લેતો થાય તે માટે આજની ભારત સરકાર અને ગુજરાત રાજય સરકાર સતત પ્રયત્‍ન કરી રહી છે. ત્‍યારે હરીત ક્રાંતી અને શ્‍વેત ક્રાંતીની જેમ આજના સમયમાં ખેડૂતનોની વિશ્‍વ બજારમાં ઉડાન ક્રાંતીનાપગરણ થઈ રહયાં છે. ત્‍યારે અમરેલીના પનોતા પુત્ર અને સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણીના નેતૃત્‍વમાં નાબાર્ડ અભિયાન – ર018 ખેડૂતોને આગામી સમયમાં ખૂબ ઉપયોગી બની અને જીવન ધોરણ સુધારવામાં સહભાગી બનશે. આ મીટીંગને સફળ બનાવવા અમરેલી જીલ્‍લા મઘ્‍યસ્‍થ સહકારી બેંક લી. જરખીયાના એકાઉન્‍ટન્‍ટશ્રી દેસાઈ, કામદાર, વ્‍યાસ અને ટોડા સેવાસહકારી મંડળી લી.ના મંત્રી સંજયભાઈ મહેતાએ જવાબદારી ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.


અમરેલીમાં યોજાયેલ લોકમેળામાં રાઈડ્‍સનાં ભાવનું બાંધણું કરો

અમરેલી, તા. 1

અમરેલીનાં હિન્‍દુ વિચાર મંચ, વૃંદાવન ગૌ-સેવા ટ્રસ્‍ટ, ઠાકોરસેના, સેર્વોાર અને જલારામ ધૂન મંડળે કલેકટરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરમાં દર વર્ષે બે મેળા હોય છે. પરંતુ આ વર્ષેએક જ મેળો થઈ રહૃાો હોવાથી રાઈડસનાં માલિક ધારકો મનફાવે તેમ દર વર્ષે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાથી આજે આ મેળાની અંદર ગરીબ વર્ગ અને સામાન્‍ય વર્ગ પણ આવતો હોય છે. જે તેનું ગુજરાન પાંચથી સાત હજારમાં ગમે તેમ કરીને ચલાવતો વ્‍યકિત આજે મેળામાં તેના પરિવાર સાથે આવે તો એક રાઈડસમાં બેસવા માટે રાઈડસનાં માલિકો રૂા.પ0, 60, 70 જેવી લૂંટો ચલાવે છે. હવે એક વ્‍યકિતના ઘરમાં સંતાનો થઈ એક જ પરિવારાંથી છ વ્‍યકિતઓ આવે તો એક રાઈડસમાં બેસવાના રૂા.પ0 લેખે રૂા.300 ચૂકવવા પડે અને તે સામાન્‍ય વ્‍યકિતને પોસાય એવો સમય નથી. કારણ કે અત્‍યારે વૈશ્‍વિક મંદીનાં લીધે માણસ આર્થિક રીતે તૂટી ગયો છે. આ કારણના હિસાબે આડુ અવળુ પગલું ભરી ઘણા પરિવારો નોંધારા થયા છે. આ મેળામાં કોઈપણ રાઈડસ હોય તો તેમના ભાવ ફીકસ રખાવો. જેથી કરી સામાન્‍ય અને ગરીબ પરિવારનાં લોકો પણ આવનારા મેળાનો લાભ લઈ શકે અને તેમને આર્થિક રીતે પણ કોઈ તકલીફ ન પડે તેમ અંતમાં જણાવેલ છે.


ચિત્તલથી વાયા શેડૂભાર થઈને ખીજડીયા સુધીની બ્રોડગેજ લાઈન થઈ શકે તેમ છે

અમરેલી,તા.1

સૌરાષ્‍ટ્ર વિકાસ પરિષદના મહામંત્રી દિલશાદ શેખના જણાવ્‍યા અનુસાર અમરેલીને બ્રોડગેજ રેલ્‍વે સુવિદ્યા આપવા માટે ઘણા વર્ષોથી અમરેલી જિલ્‍લાની જનતા માંગણી કરી રહી છે. ભારત સરકાર ઢસા, જેતલસર લાઈન બ્રોડગેજ રેલ્‍વે લાઈન મંજુર કરેલ છે. જેમાં ખીજડીયા, ચિત્તલ, લુણીધાર વગેરે ગામોનો સમાવેશ થાય છે.

અમરેલી જુનાગઢ ટ્રેનમાં વિસાવદર જંકશનમાં આવતા – જતા એન્‍જિન બદલાય છે. તેમ શેડૂભારને અમરેલી રોડ જંકશન નામાકરણ કરી શેડૂભારમાં ટ્રેનનું એન્‍જીન આવતા-જતા બદલાય અને ટ્રેન તેજ રૂટ ઉપર આગળ જાય જેથી જમીન સંપાદનનો પ્રશ્‍ન નથી વળતર ચુકવવાનો પ્રશ્‍ન જ નથી તેમજ રેલ્‍વેને કોઈ ખર્ચ થાય તેમ પણ નથી. અને ર0 લાખની ગ્રામીણ પ્રજાને આ રેલ્‍વેની સવલતનો લાભ મળે અને રેલ્‍વેને આવકમાં વધારો થાય. ખીજડીયા જંકશનને ફલેગ સ્‍ટેશન કરી નાખે અને તેના સ્‍ટાડને શેડૂભાર સ્‍ટેશનને કાર્યરત કરવાથી સ્‍ટાફનો પ્રશ્‍ન ઉપસ્‍થિત ન થાય. જેથી ખીજડીયા જંકશનનો સ્‍ટાફ શેડૂભાર સ્‍ટેશને કામગીરી કરે જેથી નવા સ્‍ટાફની ભરતી કરવાનો પ્રશ્‍ન ઉપસ્‍થિત થતો નથી.

દિલશાદ શેખના વિશેષમાં જણાવ્‍યા અનુસાર માત્ર 3 કિલોમીટરનો ડાયવર્ઝન આપવામાં આવે તો અમરેલી શહેર બ્રોડગ્રેજથી જોડાઈ જશે તે અંગેનો તૈયાર કરેલ નકશો સામેલ છે. અમરેલી જિલ્‍લાના સાંસદ અનેઅમરેલી આગેવાનો આ બાબતે સત્‍વરે ભારત સરકારને વહેલી તકે બ્રોડગેજ સુવિદ્યા મળે તે માટે રજુઆત કરવી જરૂરી છે.


બાબરામાં પ્રાન્‍ત અધિકારીનાં અઘ્‍યક્ષ સ્‍થાને તાલુકા સંકલનની મીટીંગ યોજાઈ

બાબરા, તા. 1

બાબરામાં લાઠી પ્રાન્‍ત અધિકારીનાં અઘ્‍યક્ષ સ્‍થાને અને ધારાસભ્‍યની ઉપસ્‍થિતિમાં અહીં બીઆરસી ભવન ખાતે તાલુકા સંકલનની મીટીંગ યોજાય હતી. જેમાં મામલતદાર એન. કે. ખીમાણી, તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ ભાયાણી, પાલીકા ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ વહાણી, સભ્‍ય કુલદીપભાઈ બસિયા સહિત અન્‍ય સરકારી વિભાગનાં અધિકારીઓ ઉપસ્‍થિત રહૃાા હતા. આ બેઠકમાં કુલ ર3 જેટલા પ્રશ્‍નો આવ્‍યા હતા. જેમાં મોટાભાગનાં પ્રશ્‍નોનો અધિકારીઓ અને ધારાસભ્‍ય ર્ેારા નિકાલ કરવામાં આવ્‍યો હતો.

બાબરામાં દર માસે પ્રથમ શનિવારે તાલુકા સંકલનની મીટીંગ યોજાય છે, જેમાં તાલુકાનાં રોડ, રસ્‍તા, વન વિભાગ,પીજીવીસીએલ, શિક્ષણ, એસ.ટી., પંચાયત વિભાગ સહિતનાં વિવિધ પ્રશ્‍ન અરજદારો ર્ેારા રજૂ કરવામાં આવતા હોય છે. જેનો જે તે વિભાગનાં અધિકારીની ઉપસ્‍થિતિમાં નિકાલ કરવામાં આવતો હોય છે.

ત્‍યારે આજે બીઆરસી ભવન ખાતે મળેલ તાલુકા સંકલનની મીટીંગમાં કુલ ર3 જેટલા પ્રશ્‍નો આવેલા જેમાં 18 પ્રશ્‍નો ધારાસભ્‍ય ર્ેારા રજૂ કરવામાં આવ્‍યા હતા. જેમાંથી એસ.ટી., પીજીવીસીએલ, રોડ રસ્‍તા જેવા આશરે દસ જેટલા પ્રશ્‍નોનો સ્‍થળ પર નિકાલ થતાં અરજદારો ર્ેારા રાહતની લાગણી સાથે ખુશી વ્‍યકત કરી હતી.


ચલાલા ગાયત્રી સંસ્‍કાર કેન્‍દ્રમાં સોમનાથ મહાદેવને દરરોજ થતી શિવ મહાપૂજા

ચલાલા ગાયત્રી સંસ્‍કાર કેન્‍દ્ર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને દરરોજ શિવ મહાપૂજા કરવામાં આવે છે. આ મહાપૂજાનો લાભ સંસ્‍થાના વડા રતિદાદા, મંજુબા, ચલાલા, પી.એસ.આઈ. બોરીસાગર, પીજીવીસીએલ નાં ડેપયુટી ઈજનેર પરમાર, મહેશભાઈ તથા શિતલબેન તથા સંસ્‍થાના સ્‍ટાફગણે લીધો હતો. આ મહાપૂજા શાસ્‍ત્રી સનતદાદા દ્વારા કરાવવામાં આવે છે.


વડીયાનાં દેવગામમાં જુગાર રમતાં 8 શખ્‍સો રૂા. પ હજારની મત્તા સાથે ઝડપાયા

અમરેલી, તા. 1

વડિયા તાલુકાનાં દેવગામ ગામે રહેતાં જયસુખભાઈ બાવાભાઈ મેર સહિત 8 ઈસમો ગઈકાલે વહેલી સવારે દેવગામમાં જાહેરમાં પેસાની હાર-જીતનો જુગાર રમતાં હોય, વડિયા પોલીસે દરોડો પાડી રોકડ રકમ રૂા.4960ની મતા સાથે ઝડપી લીધાહતા.


ચલાલામાં ગેરકાયદેસર રેતીભરી નીકળેલ ટ્રેકટર ઝડપાયું

અમરેલી, તા. 1

ધારી તાલુકાનાં ઢોલરવા ગામે રહેતાં રણજીતભાઈ વિક્રમભાઈ કામળીયા તથા સુરગભાઈ ભીખાભાઈ ધાધલ નામનાં ર ઈસમો ગઈકાલે પોતાના હવાલાવાળા ટ્રેકટરમાં ગેરકાયદેસર રીતે રેતી ભરીને નિકળતાં પોલીસે રૂા.ર.પ6 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.


ઓળીયા ગામે વાડામાં બાંધેલ રૂા.40 હજારની ભેંસની ચોરી

અમરેલી, તા. 1

સાવરકુંડલા તાલુકાનાં ઓળીયા ગામે રહેતાં દિનેશભાઈ ઝવેરભાઈ રાદડીયા નામનાં પપ વર્ષિય ખેડૂતનાં પશુ બાંધવાનાં વાડામાં કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ વાડાનો દરવાજો તોડી વાડીમાં પ્રવેશ કરી તેમાં બાંધેલ પશુ પૈકી રૂા.40 હજારની કિંમતની ભેંસ નંગ-ર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં   નોંધાઈ છે.


ચલાલામાંસ્‍લેબ ઉપરથી પડી જતાં બગસરાનાં યુવકનું ઈજાથી મોત

સ્‍લેબ ઉપર વીજ તારમાં ભડાકા થતાં બન્‍યો બનાવ

અમરેલી, તા. 1

બગસરા ગામે રહેતાં વિનોદ શામજીભાઈ કારીયા નામનાં રપ વર્ષિય યુવક ગત તા.30નાં સાંજે ચલાલા ગામે નાગરીક સહકારી મંડળીનાં મકાનનાં બીજા માળે સ્‍લેબનું કામ કરતાં હોય, ત્‍યારે નજીકમાંથી ઈલેવન ઈલેકટ્રીક લાઈન પસાર થતી હોય, તેમાં ધડાકો થતાં ડરનાં કારણે તે સ્‍લેબ ઉપરથી નિચે પડી જતાં તેમને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયાનું ચલાલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


ખાંભળીયા પાસે બાઈક ભેંસ સાથે અથડાતા ચાલકનું ગંભીર ઈજાથી મોત

અમરેલી, તા. 1

રાજુલા ગામે રહેતાં આબીદભાઈ ઈબાભાઈ ગત તા.રપનાં રોજ સાંજનાં પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર જી.જે.14 કે પર9રમાં વેવિશાળનું કામ પૂર્ણ કરી રાજુલા પરત આવી રહૃાાં હતા ત્‍યારે રાજુલા તાલુકાનાં ખાંભળીયા ગામ નજીક મોટર સાયકલ ભેંસ સાથે અથડાવી દઈ ચાલકનું ગંભીર ઈજા થતાં મોત થયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


સાવરકુંડલામાં વાહનમાંથી રૂા. 3ર00ની કિંમતની બેટરીની ચોરી

અમરેલી, તા. 1

સાવરકુંડલા ગામે આવેલ હાથસણી રોડ પર રહેતાં ભોળાભાઈ રામભાઈ બાર નામનાં 43 વર્ષિય આધેડે સાવરકુંડલા ગામે આવેલ શેઠ હાઈસ્‍કૂલ સામે ખુલ્‍લા પ્‍લોટમાં પાર્ક કરેલ વાહન નં.જી.જે.14 ટી 36પ8માંથી કોઈ અજાણ્‍યા ઈસમો બેટરી કિંમત રૂા.3ર00ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા પોલીસમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આવતીકાલે સુપ્રસિઘ્‍ધ દ્વારકાધામ ખાતે ભવ્‍યાતીભવ્‍ય કાન્‍હા જન્‍મોત્‍સવની ઉજવણી

અમરેલી, તા.1

ભગવાનશ્રી કૃષ્‍ણની કર્મભૂમિ દ્વારકાધામ ખાતે સોમવારે કાન્‍હા જન્‍મોત્‍સવની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થવાની છે. જેમાં ભારતભરમાંથી યાદવ (આહીર) સમાજનાં આગેવાનો ઉપસ્‍થિત રહેવાના છે. આ ભવ્‍યાતિભવ્‍ય જન્‍મોત્‍સવમાં આહીર સમાજને     બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા જિલ્‍લા આહીર સમાજનાં પ્રમુખ જીતુભાઈ ડેર, મંત્રી પ્રભાતભાઈ કોઠીવાળ અને શહેર પ્રમુખ કમલેશભાઈ ગરાણીયા, શહેરમંત્રી શેલારભાઈ આહીરે અનુરોધ કર્યો છે.


ખાંભા ખાતે ‘‘હાર્દિક પટેલ”નાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ

અમરેલી જિલ્‍લાનાં પાટીદારો આળશ મરડીને આવ્‍યા સમર્થનમાં

ખાંભા ખાતે ‘‘હાર્દિક પટેલ”નાં સમર્થનમાં પ્રતિક ઉપવાસ

અનામત, ખેડૂતોનાં દેવા માફી, અલ્‍પેશ કથીરીયાની જેલમુકિત સહિતની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્‍યું

ખાંભા, તા. 1

ખાંભા ખાતે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સંમર્થનમાં એક દિવસના પ્રતિક ઉપવાસનું આયોજન થયેલ હતું. જેમાં સમગ્ર ખાંભા તાલુકાના 34 ગામમાંથી ખુબ બહોળી સંખ્‍યામાં અંદાજીત 1પ00 થી ર000 પાટીદાર, આગેવાનો, રાજકીય આગેવાનો કોકીલાબેન કાકડીયા, ઉમાબેન વિપુલભાઈ શેલડીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન હરીભાઈ હિરપરા, પ્રેમજીભાઈ સેંજલીયા, ભરતભાઈ સખવાલા, શાંતિભાઈ ઠુંમર, વિઠ્ઠલભાઈ બોરડ, નવનીતભાઈ અકબરી, ભુપતભાઈ શેલડીયા, લક્ષ્મણભાઈ સાવલીયા, રતિભાઈ બોડા, રામભાઈ ધામેલીયા, સુરેશભાઈ નસીત, પરશોત્તમભાઈ ધામેલીયા, મનિષભાઈ બોડા વગેરે તેમજ પાસ કન્‍વિનર દિલીપ સાબવા, અશ્‍વિન પેથાણી અને પાટીદાર ભાઈઓ-બહેનો હાજર રહયા હતા. આ પ્રતિક ઉપવાસ સવારના 8 થી સાંજના પ વાગ્‍યા સુધી ચાલુ રહયા હતા. જેને અન્‍ય તમામ સમાજનાં લોકોનું પણ સમર્થન મળ્‍યું હતું. તેમજ કાલથી તાલુકાના તમામ ગામમાં પ્રતિક ઉપવાસ પણ શરૂ કરવાનું આયોજન કરેલ છે. તથા બહેરી અને નિભંર સરકાર સમક્ષ પાટીદારોની અનામત માંગ,ખેડૂતોની દેવા માફી અને પાટીદાર યુવાન અલ્‍પેશ કથીરીયાની જેલ મુકિત, વિવિધ પાટીદાર યુવાનો પર કરેલા ખોટા કેસો પાછા ખેંચવા જેવા મુદ્‌ાઓ મુદ્‌ે આવેદનપત્ર પાઠવેલ હતું. તેમ પાસ કન્‍વિનર અશ્‍વિન પેથાણી જણાવે છે.

 

વડીયા પંથકમાં પાટીદાર સમાજ ર્ેારા ‘‘હાર્દિક પટેલ”નાં સમર્થનમાં યોજાઈ રામધૂન

વડીયા, તા. 1

છેલ્‍લા 8 દિવસથી પાટીદાર અનામત અને ખેડૂતોનાં દેવા માફ કરવા માટે ઉપવાસ કરી રહેલ હાર્દિક પટેલનાં સારા સ્‍વાસ્‍થ્‍ય અને સરકારને સદ્યબુઘ્‍ધિ આપે તે માટે વડીયા તાલુકાનાં ગામોમાંથી પાટીદારોએ રામધૂનનું આયોજન કરેલ. પોતાના સરમુખત્‍યારશાહીથી આ ભા.જ.પ. સરકાર 144ની કલમ લાગુ કરેલ છે. તેમજ લોકશાહીનાં લોકોનાં અધિકારોનું હનન કરે છે. તેથી પાટીદારોએ વડીયાનાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ શીંગાળાનાં નિવાસે રામધૂન રાખેલ. આ પ્રસંગે જીલ્‍લા આરોગ્‍ય સમિતિનાં પૂર્વ ચેરમેન ધર્મેન્‍દ્રભાઈ પાનસુરીયા તેમજ હનુમાન ખીજડીયાનાં સરપંચ સત્‍યમભાઈ મકાણી તેમજ ઢું.પીપળીયાનાં વિઠલભાઈ રાદડીયા, બિછુભાઈ બસીયા, શામજીભાઈ ચુડાસમા તેમજ ખડખડનાં ચંદુભાઈ સોરઠીયા, હંસરાજભાઈ હીરપરા, રાજુભાઈ જોગાણી, જસમતભાઈ વઘાસીયા, લવજીભાઈ ભેસાણીયા, બરવાળા બાવળથી વલ્‍લભભાઈ ખાખરીયાથી રતિભાઈ ગોરસીયા, અરવિંદભાઈ દેશાઈ,ખજુરી પીપળીયાથી દિનેશભાઈ હિરપરા, છગનભાઈ હીરપરા,વડીયાનાં આગેવાન જેન્‍તીભાઈ વેકરીયા, ભરતભાઈ ઘડીયાળી તેમજ વિપુલભાઈ લોકડીયા, રાજુભાઈ ઓટો મોબાઈલ વાળા સહીત વિશાળ સંખ્‍યામાં ખેડૂતો હાજર રહૃાાં હતાં અને એક અવાજે સરકારનાં ખેડૂત વિરોધી વલણની ટીકા કરી હતી.


સાવરકુંડલામાં ટ્રાફીક સમસ્‍યાથી શહેરીજનો ત્રાહીમામ

ટ્રાફીક પોલીસની નિષ્‍ક્રીયતાથી સમસ્‍યા વિકરાળ બની હોવાનો આક્ષેપ

સાવરકુંડલામાં ટ્રાફીક સમસ્‍યાથી શહેરીજનો ત્રાહીમામ

ગીચ વિસ્‍તારમાં ટ્રાફીક પોલીસની ગેરહાજરીથી વધારે મુશ્‍કેલી થાય છે

સાવરકુંડલા, તા. 1

સાવરકુંડલા શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફીકની સમસ્‍યા વધતી જતી હોવાથી વાહનચાલકો અને રાહદારીઓમાં મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે. શહેરમાં ટ્રાફીક સમસ્‍યા ન સર્જાય તે માટે ટ્રાફીક બ્રિગેડનાં જવાનો અને પોલીસનાં પોઈન્‍ટ હોવા છતાં ઘ્‍યાન આપવામાં ન આવતા ટ્રાફીકની સમસ્‍યા વધતી જાય છે. શહેરની મઘ્‍યમાં આવેલ નાવલી નદીમાં શાકમાર્કેટ અને મેઈન બજારમાં ખરીદી કરવા આવતા વૃઘ્‍ધો, મહિલાઓ, ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી હટાણું કરવાઆવતા લોકો ટ્રાફીકનો ભોગ બને છે. સાવરકુંડલા શહેરની મઘ્‍યમાંથી પસાર થતો હાઈવેને તાત્‍કાલીક બાયપાસ બનાવી જોડવામાં આવે તેવી લોકો અને વેપારીઓ માંગ કરી રહૃાા છે.

સાવરકુંડલા શહેરમાં મેઈન બજાર, નદી બજાર, હવેલી શેરી, રિઘ્‍ધિ સિઘ્‍ધિ ચોક, રજકાપીઠ, સંઘેડીયા બજારનો પુલ વગેરે વિસ્‍તારોમાં હંમેશા ટ્રાફીક રહેતો હોવાથી તથા ફરજ પર રહેતા ટ્રાફીક બ્રિગેડ અને પોલીસ જવાનો ગેરહાજર રહેતા હોવાથી ટ્રાફીક સમસ્‍યા વધતી જાય છે અને લારી તથા રીક્ષા ચાલકો કોઈપણ સ્‍થળ પર રાખી દેતા હોવાથી ટ્રાફીક સમસ્‍યા વધતી જાય છે. અમરેલી જિલ્‍લામાં નવનિયુકત પોલીસ અધિક્ષક ઘ્‍વારા સાવરકુંડલા શહેરમાં ટ્રાફીક સમસ્‍યા સામે નજર નાખવામાં આવે તો તાત્‍કાલીક ટ્રાફીક સમસ્‍યાનો પ્રશ્‍ન હલ થઈ જાય તેમ છે.


અંતે પાલિકાનાં સદસ્‍યોએ પારણા કરી લીધાઅંતે પાલિકાનાં સદસ્‍યોએ પારણા કરી લીધા

અમરેલી પાલિકામાં ચાલતા કથિત ભ્રષ્‍ટાચાર સહિતનાં પ્રશ્‍નો માટે કરતા હતા આંદોલન

અંતે પાલિકાનાં સદસ્‍યોએ પારણા કરી લીધા

જન્‍માષ્‍ટમીનાં પર્વને લઈને નગરસેવકો પણ આંદોલન પુર્ણ કરવા તૈયાર થયા

અમરેલી, તા. 1

અમરેલી નગરપાલિકાનાં કોંગી સદસ્‍યો છેલ્‍લા ત્રણેક દિવસથી અત્રેનાં ડો. જીવરાજ મહેતા ચોક ખાતે નગરપાલિકાનાં ચીફ ઓફીસરની બદલી, માર્ગો સહિતનાં પ્રશ્‍નને લઈ પ્રતિક ઉપવાસ કરી રહૃાા હતા.

ત્‍યારે આજે અમરેલી પ્રાંત અધિકારી ઘ્‍વારા પાલિકાનાં સદસ્‍યો પાસેથી વિગતો મેળવી અને યોગ્‍ય કરવાની લેખીત ખાત્રી આપતાં કોંગ્રેસનાં સદસ્‍યોએ સાંજથી આંદોલન પૂર્ણ થયાનું જાહેર કરેલ છે.

પ્રાંત અધિકારીએ લાગતા વળગતા તંત્રોને પાલિકાના સદસ્‍યોની માંગણી મુજબ તાત્‍કાલીક પ્રત્‍યુત્તર પાઠવવામાં પણ હુકમ કરેલ હતો.


સાવરકુંડલામાં લોહાણામહાજન ટ્રસ્‍ટ દ્વારા અમૃતમ કાર્ડનો કેમ્‍પ યોજાયો

               ગુજરાત સરકારની વરદાન રૂપી યોજના જેમાં 1 વ્‍યકિતને 3 લાખ સુધી અતિથી અતિ ગંભીર બીમારી કેશલેસ સારવાર મળે છે. સાવરકુંડલામાં લોહાણા મહાજન ટ્રસ્‍ટ દ્વારા કેમ્‍પનુંઆયોજન કરવામાં આવ્‍યું આ કેમ્‍પના દાતા સ્‍વ. સુરેશભાઈ એન. નાગ્રેચાને શ્રઘ્‍ધાંજલીના ભાગ રૂપે આ કેમ્‍પ કરવામાં આવ્‍યો હતો આ કેમ્‍પનો લોહાણા જ્ઞાતિના 184 પરિવાર અને 9ર0 વ્‍યકિતઓએ લાભ લીધો હતો. આવા સુંદર કાર્યક્રમના આયોજન બદલ સ્‍વ. સુરેશભાઈ નાગ્રેચાના સુપુત્ર રાજુભાઈ નાગ્રેચાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પ માટે સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા સરકારમાં ભલામણ કરવામાં આવી હતી. આ કેમ્‍પમાં જલારામ મંદિરના સંત રમુદાદા તથા અમરેલી જિલ્‍લાનાં સાંસદ નારણભાઈ કાછડીયા, જ્ઞાતિ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, લોહાણા મહાજનના પ્રમુખ હસુભાઈ વડેરા, વિજયભાઈ વસાણી, કીર્તીભાઈ રૂપારેલ, બાધાભાઈ સૂચક, જીતુભાઈ મશરૂ, જગદીશભાઈ માધવાણી, રમભાઈ માનસેતા, અરવિંદભાઈ ખીમાણી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રભ હતા. આ કેમ્‍પને સફળ બનાવવામાં પી.સી.વણજારા, રાજેશ નાગ્રેચા, પ્રણવ વસાણી, ભરત ભપતાણી, કેતન નાગ્રેચા, પીયુશભાઈ મશરૂ, નરેન્‍દ્રભાઈ વણજારા, શ્‍યામ રૂપારેલ, હર્ષવર્ધનભાઈ ચોલેરા, હીતેશભાઈ કારીયા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અને આ આગેવાનોની મહેનત ખુબજ રંગ લાવી હતી. આ કેમ્‍પ ગુજરાત સરકારના સહયોગથી માં અમૃતમ કાર્ડયોજનાનો મેગા કેમ્‍પ થયો હતો.


અમેરિકામાં દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં ‘ચલો ઈન્‍ડિયા-ર018′ કોન્‍કવેલનો પ્રારંભ

               ભારે હર્ષોલ્‍લાસ અને આનંદની અભિવ્‍યકિત સાથે ન્‍યુજર્સી (અમેરીકા)  વિશ્‍વ ગુજરાતી કોન્‍કવેલ ભભચલો ઈન્‍ડિયા-ર018ભભ કાર્યક્રમનો શુભારંભ થયો જેમાં ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપ સંઘાણી સહિત આમંત્રીત મહાનુભાવો ઉપસ્‍થિત રહૃાા હતા. વિદેશની ભૂમિ પર દર વર્ષે  ઉજવાતો આ કાર્યક્રમ એક અવસરમાં પરિવર્તિત થયો છે. એશોશીએસન ઓફ ઈન્‍ડીયન એન્‍ડ અમેરીકન ધ નોર્થ અમેરીકા ર્ેારા આયોજીત કાર્યક્રમથી ગુજરાતની અસ્‍મિતા અને ઈતિહાસની નવી ઓળખ ઉભી કરવાનું પર્વ બની ચૂકયો છે. કાર્યક્રમનાં પ્રારંભીક પ્રવચનમાં સંઘાણીએ આવા પ્રકારના કાર્યક્રમો વિવિધ દેશોનાં નાગરિકો અને સંસ્‍કૃતિને આત્‍મીયતા-સમરસતા તરફ દોરી જનારા બની રહેશે. વિવિધ પર્વો, તહેવારો અને પ્રણાલીકાને આગવી ઓળખ આપનાર બની રહેશે તેવા વિશ્‍વાસ સાથે આયોજન સંસ્‍થા-ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા. અત્રે ઉલ્‍લેખનિય છે કે, દિલીપ સંઘાી સાથે ગુજરાત મહિલા ક્રેડીટ કો.-ઓપ. સોસાયટીનાં પ્રમુખ શ્રીમતિ ગીતાબેન સંઘાણી, યુવા આગેવાન મનિષ સંઘાણી પણ કાર્યક્રમમાં જોડાયેલ છે.


02-09-2018