Main Menu

Saturday, September 1st, 2018

 

અમરેલી ખાતે અભયમ્‌ મહિલા સુરક્ષા સંમેલન યોજાયું

અમરેલી તા.31

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષાના સંકલ્‍પ  સાથે મહિલા સુરક્ષા સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. અમરેલી સ્‍થિત સંઘાણી હોલ ખાતે આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ તબીબી શિક્ષણ રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીએ દીપપ્રાગટ્‍ય કરી જિલ્‍લા કક્ષાના અભયમ મહિલા સુરક્ષા સંમેલન કાર્યક્રમને ખૂલ્‍લો મૂકયો હતો.

આરોગ્‍ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું કે, રાજય સરકારના સકારાત્‍મક વલણને લીધે છેવાડાની મહિલાઓનો ઉત્‍કર્ષ થયો છે. મહિલા સ્‍વાવલંબનની પ્રવૃત્તિઓ માટે રાજય સરકાર પ્રતિબઘ્‍ધો છે. રાજય સરકારના દીર્ઘદ્રષ્ટિભર્યા આયોજનને લીધે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અમલી છે. જેના કારણે મહિલાઓ વધુ સક્ષમ બની શકે તેવી સ્‍થિતિનું         સર્જનથયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્જવલા યોજનાએ મહિલાઓ માટે ઘણી ઉપયોગી નિવડેલી યોજનાઓ છે.

મંત્રીએ વધુમાં કહ્યું કે, મહિલાઓ માટે રાજય સરકારે આરોગ્‍ય, શિક્ષણ, સામાજિક, સુરક્ષા, સ્‍વાવલંબન એમ સર્વગ્રાહી પાસાઓને ઘ્‍યાને લઇ યોજનાઓનું અમલીકરણ કર્યુ છે. ભરતીમાં પણ મહિલાઓને અનામત આપવામાં આપવામાં આવે છે.

સાસંદ નારણભાઇ કાછડીયાએ જણાવ્‍યું કે, સામાજિક જાગૃત્તિ આવે અને કુરિવાજોનું નિર્મૂલન થાય તે માટે પ્રતિબઘ્‍ધ થવું જરૂરી છે. સમાજમાં નારીઓનું સન્‍માન જળવાય રહે અને તેમની સુરક્ષા થાય તે માટે જાગૃત્તિ આવે તે આવશ્‍યક છે. મહિલાઓના ઉત્‍કર્ષ માટે રાજય સરકારે અનેકવિધ કાર્યક્રમો અમલી કર્યા છે. તેમણે બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલાઓને સ્‍વનિર્ભર બનવા મદદરૂપ બનતી યોજનાઓ વિશે પણ જણાવ્‍યું હતુ.

દહેજ પ્રતિબંધક અધિકારી રમેશ જાંખણીયાએ શાબ્‍દિક સ્‍વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે મહિલા સુરક્ષા માટેની યોજનાકીય વિગતો વિશે જણાવ્‍યું હતુ.

કાર્યક્રમમાં મહિલા સુરક્ષાલક્ષી યોજનાઓ અંગેનું માર્ગદર્શન તથા જરૂરી વિગતો આપવામાં આવી હતી. મહિલા સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. આ ઉપરાંત મહિલા ખેલાડીઓને પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવેલ.રૂબિનાબેન બ્‍લોચે 181 અભયમ પરિચય અને તેની કામગીરી વિશે જણાવ્‍યું હતુ. તેમણે 181 અભયમ મોબાઇલ એપ્‍લિકેશનની વિગતો પણ જણાવી હતી.

કાર્યક્રમમાં 181 અભયમ, આરોગ્‍ય, ઉજ્જવલા યોજના, મિશન મંગલમ, આધાર કાર્ડ નોંધણી સહિતના સ્‍ટોલ્‍સ ગોઠવવામાં આવ્‍યા હતા.

કાર્યક્રમમાં કલેકટર આયુષ ઓક, જિલ્‍લા વિકાસ અધિકારી યોગેશ નિરગુડે, નાયબ જિલ્‍લા પોલીસ વડા દેસાઇ, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક ડોબરીયા, પ્રાંત અધિકારી સતાણી, જિલ્‍લા ખેતીવાડી અધિકારી પટેલ, મુખ્‍યો જિલ્‍લા આરોગ્‍ય અધિકારી પટેલ, જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવ, જિલ્‍લા રમતગમત અધિકારી વસાવા, ડો. સિંઘ, સિવિલ સર્જન ડો. રાઠોડ, જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, અગ્રણી સર્વ મયુરભાઇ હિરપરા,  કમલેશભાઇ કાનાણી, કૌશિકભાઇ વેકરીયા, ભરતભાઇ વેકરીયા, મધુબેન જોષી, કિરણબેન, જિલ્‍લા કો-ઓર્ડિનેટર યોગેશભાઇ જાની, જયોતિબેન પાનસુરિયા સહિતના પદાધિકારીઓ, આગેવાન – અગ્રણીઓ, મહાનુભાવો અને મહિલા બાળ વિકાસ, પંચાયત, ગ્રામ વિકાસ, શિક્ષણ, પોલીસ, આરોગ્‍ય સહિત વિભાગોના મહિલા સદસ્‍યો, અગ્રણીઓ – પદાધિકારીઓ, અધિકારી – કર્મચારીઓ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ભાવનાબેને કર્યુ હતુ.


થોરડીમાં રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્‍મજયંતિની ઉજવણી  

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 1રરમી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી નિવાસી અંધ શાળા અને લોક વિદ્યામંદિર થોરડી ખાતે થઈ હતી. જેમાં મુખ્‍ય અતિથિ અને વકતા મેઘાણીની કલમે અને કદમે કરનાર અને સંશોધક એવા પાલીતાણાના રણછોડભાઈ મારૂ હતા. સાથો સાથ સાવરકુંડલાથી મેઘાણી ભકત ગુજરાતી શિક્ષક ખદડીયાભાઈ તથા રમણીકભાઈ સોલંકી અને ભાણજીભાઈ ખુમાણ પણ હાજર રહયા હતા. રણછોડભાઈ મારૂએ મેઘાણીના જીવન કવનની તલસ્‍પર્શી માહિતી આપી હતી અને ટૂંક સમયમાં જ ભભકાઠીયાવાડી કોતરમાંભભ મેઘાણીની કલમે અને કદમે પુસ્‍તકનું વિમોચન અપાશે તે વિશે વાત કરી હતી. તો ઉપસ્‍થિત શિક્ષકોએ મેઘાણીની કવિતા અનેગીતોની રમઝટથી વાતાવરણ મેઘાણીમય બનાવી દીધું હતું. તો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ વેશભૂષાનો કાર્યક્રમ પણ રજૂ થયો હતો.આમ સમગ્ર કાર્યક્રમ ભભકસુંબીનો રંગભભ શાળાના બધા જ શિક્ષકનો મહેનતથી સફળ રહયો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન શાળાની વિદ્યાર્થીની ગુજરીયા અસ્‍મિતા દ્વારા કરવામાં આવ્‍યું હતું.


રાજુલાનાં ભાસ્‍કરભાઈ ભટ્ટ ઘરે-ઘરે બિલ્‍વીપત્ર પહોંચતા કરે છે

 

રાજુલા, તા. 31

રાજુલા શહેરમાં ભાસ્‍કરભાઈ ભટ્ટ અનોખી રીતે શિવની આરાધના કરે છે. આ ભાઈ સવારનાં છાપાઓ વિતરણની કામગીરી કરીને બપોરનાં ર કલાક બાદ બિલ્‍વપત્રનાં ઝાડ પર ચડી બિલ્‍વપત્રનાં પેકેટ, કોથળી,પડીકાઓ બનાવીને સાઈકલ પર ઘરે ઘરે અને દુકાને દુકાને જે જે લોકોને બિલ્‍વ પત્રની જરૂર હોય તેને ફ્રી ચાર્જ ફકત શિવજીની પૂજા થાય તેવા આશયથી આ સેવા પૂરો શ્રાવણ માસ પૂરી પાડે છે. તેઓ આ સેવા છેલ્‍લા 30 (ત્રીસ) વર્ષથી શ્રાવણ માસ દરમ્‍યાન આ સેવા અવિરત રીતે પૂરી પાડે છે. તેઓ ર્ેારા આજરોજ નિવૃત્ત ડીવાય.એસ.પી. જે.એમ.ઠાકરને આ બિલ્‍વપત્ર અર્પણ કરી રહૃાા છે. આમ શિવજીની અનોી રીતે આરાધના બિલ્‍વપત્રની સેવા પુરી પાડીને ભાસ્‍કરભાઈ ભટ્ટ એક અનોખી શિવભકિત કરી રહૃાા છે.


આજે સુપ્રસિઘ્‍ધ સોમનાથ મંદિરમાં શિવ પાર્વતી વિવાહની ઉજવણી થશે

કવિ કાલીદાસનાં કુમાર સંભવ મહાકાવ્‍યની નૃત્‍ય દ્વારા પ્રસ્‍તૃતી

સોમનાથ, તા.31

શ્રી સોમનાથ ટ્રસ્‍ટ સંસ્‍કૃત અને સંસ્‍કૃતિને સંરક્ષણ અને સંવર્ધન માટે કટીબઘ્‍ધ છે. પવિત્રશ્રાવણમાસમાં દક્ષ પ્રજાપતીને ત્‍યાં યજ્ઞકુંડમાં આહૂતિ આપેલા સતિનો પુનઃજન્‍મ પર્વતરાજ હિમાલય અને મેનાને ત્‍યાં થયો ઉમા અને પાર્વતી નામે ઓળખાયા.

તારકાસુર નામના રાક્ષસનો ત્રણે લોકમાં આતંક ફેલાયો હતો, ત્‍યારે બ્રહ્માએ દેવોને માર્ગદર્શન આપ્‍યું કે તારકાસુરનો વધ માત્રને માત્ર શિવનો અંશ જ કરી શકે આ માટે શિવ અને પાર્વતીના વિવાહ જરૂરી છે. સતિની આહુતિ બાદ સમાધિમાં બેસી ગયેલા શંકર ભગવાનને જાગૃત કરવા પાર્વતીજી સેવા કરતા હતા. દેવોએ કામદેવ અને વસંતને બોલાવીને માદક માયાજાળ રચી શિવનો સમાધિ ભંગ થતા કામદેવે સંમોહન નામનું બાણ માર્યુ આથી શિવે ક્રોધિત થઈ ત્રિજુનેત્ર ખોલી કામદેવને ભસ્‍મ કર્યો તેમની પત્‍ની રતીએ વિલાપ કર્યો પાર્વતીજી નિરાશ થયા પણ તેમણે કઠોરમાં કઠોર તપ દ્વારા શિવને રિજવવાનો સંકલ્‍પ કર્યો. શ્રાવણ માસમાં અતિ ઉગ્ર તપસ્‍યા કરી એક દિવસ બ્રહ્મચારીએ આવીને તેને તપ છોડવાની સલાહ આપી અને શંકર ભગવાનના પરિવેશ બાબત ટીકાઓ કરી પાર્વતીએ તેનો ઉત્તમ જવાબ આપ્‍યો કે સૃષ્‍ટીમાં સર્વથી શ્રેષ્ઠ મહાદેવ જ છે. ત્‍યારે બ્રહ્મચારીએ આવીને તેને તપ છોડવાની સલાહ આપી અને શંકર ભગવાનના પરિવેશ બાબત ટીકાઓ કરી પાર્વતીએ તેનો ઉત્તમ જવાબ આપ્‍યો કે સૃષ્‍ટીમાં સર્વથી શ્રેષ્ઠ મહાદેવ જ છે. ત્‍યારે બ્રહ્મચારી જતા રહેલા, શિવભગવાન પ્રગટ થયા શિવ પાર્વતીનું મીલન થયું અને શિવ વિવાહ રચાયો. અમદાવાદની શિવાજંલિ ડાન્‍સ ઈન્‍સ્‍ટીટયુટના કલાકાર બહેનો આ કથા ભભકુમાર સંભવભભ નાં સંસ્‍કૃત શ્‍લોકના અને સંગીતના સથવારે નયનરમ્‍ય નૃત્‍યો સાથે રજુ કરશે. શ્રાવણ માસમાં પાર્વતીની તપસ્‍યા અને શિવ પાર્વતીના વિવાહ માણવા સૌ શિવભકતોને હાર્દિક નિમંત્રણ છે. આ કાર્યક્રમ તા.1/9 ને શનિવારે રાત્રે 8 કલાકે શ્રી સોમનાથ મંદિરની સામેના ભાગે આવેલ પથિકાશ્રમ ડોમમાં યોજાશે.


વિપક્ષી નેતા પરેશ ધાનાણી એકલવીર બનીને ભાજપને પડકારે છે

કોંગ્રેસપક્ષનાં મહત્‍વનાં અનેક આગેવાનો દીલથી સહકાર આપતા નથી

હાઈકમાન્‍ડ મુકપ્રેક્ષક બનીને તમાશો જોયા કરશે તો આગામી ચૂંટણીમાં જબ્‍બરૂ નુકશાન થવાની શકયતાઓ

અમરેલી, તા. 31

અમરેલીનાં યુવા ધારાસભ્‍ય અને રાહુલ ગાંધીની ગુડબુકમાં સ્‍થાન પામેલ પરેશ ધાનાણીને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષનાં નેતાની તોતિંગ જવાબદારી સોંપવામાં આવી છે. અને તેઓ વિપક્ષી નેતાની ભૂમિકા પણ સારી રીતે ભજવી રહૃાા છે અને   મગફળીકાંડને લઈને ભાજપ સરકાર પર જબ્‍બરી ભીંસ વધારી દીધી છે તે હકીકત છે.

બીજી તરફ પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડા સાથે મતભેદ હોવાનું હવે સૌ કોઈ માની રહૃાું છે. અને બન્‍ને આગેવાનો વચ્‍ચે એકસુત્રતા બંધાતી ન હોય તેમજ ગુજરાત કોંગ્રેસનાં મહત્‍વનાં અનેક આગેવાનો પણ વિપક્ષી નેતાની કાર્યશૈલીથી નારાજ હોવાનું સ્‍પષ્‍ટ જણાઈ આવતાં હાલ તો વિપક્ષી નેતાને કહેવા પુરતું મહત્‍વનાં આગેવાનો સમર્થન આપી રહૃાા છે.

વિપક્ષી નેતા અને પ્રદેશ પ્રમુખ વચ્‍ચે ચાલતાં શીતયુઘ્‍ધ અંગે કોંગી હાઈકમાન્‍ડ પણ માહિતગાર હોવા છતાં પણ હાઈકમાન્‍ડ મુકપ્રેક્ષક હોવાથી લોકસભાનીચૂંટણીમાં કોંગ્રેસપક્ષને નુકશાની સહન કરવી પડે તો નવાઈ પામવા જેવું નહી રહે.

જો કે વિપક્ષી નેતા નાની વયમાં એકલવીર બનીને ભાજપ સરકાર સામે જબ્‍બરી લડત ચલાવી રહૃાા છે. ત્‍યારે તેઓ લોકસભાની ચૂંટણી સુધી સક્રીય રહી શકશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.


ગળકોટડી ગામની જમીનનાં રેકર્ડમાં ચેડા કરનાર તલાટી-કમ-મંત્રીનાં આગોતરા નામંજૂર

ધરપકડથી બચવા માટે સેશન્‍સ કોર્ટમાં કરી હતી અરજી

અમરેલી, તા.31

બાબરા ગામે રહેતાં અને શેખપીપરીયા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં ચતુરભાઈ ગાંડુભાઈ કૈલાએ સને ર004-0પમાં જમીનનાં રેકર્ડમાં ચેડા કરવા સબબ બાબરા મામલતદારે તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ધરપકડથી બચવા માટે ચતુરભાઈએ અત્રેની સેશન્‍સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

આ અંગેની દલીલોનાં અંતે સેશન્‍સ જજ જે. આર. શાહે ચતુરભાઈ કૈલાની આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી.


લીલીયાનાં ભોરીંગડા ગામે લૂંટ અને હત્‍યાનાં આરોપમાં ર નો નિર્દોષ છૂટકારો

અમરેલી, તા. 31

ગારીયાધાર તાલુકાનાં મોરબા ગામે રહેતાં જયસુખભાઈ ઉર્ફે જયસી લાખાભાઈ તથા નરેશ ઉર્ફ બદીયો  હીરાભાઈ વાઘેલા સામે ગત તા.1-6-14 નાં રાત્રીનાં સમયે લીલીયા તાલુકાનાં ભોરીંગડા ગામે રહેતાં ધીરૂભાઈ રામજીભાઈની હત્‍યા નિપજાવવા સબબ પોલીસે ધરપકડ કરેલ હતી આ અંગેનો કેસ અત્રેની સેશન્‍સ કોર્ટમાં ચાલી જતાં એડવોકેટ વી.એલ.મકવાણા તથા એ.પી. પંડયાની દલીલોને માન્‍ય રાખી ફરિયાદ પક્ષ આરોપી સામે પુરાવા રજૂ કરવામાં નિષ્‍ફળ જતાં સેશન્‍સ જજશ્રી જે. આર. શાહે બન્‍ને આરોપીને નિર્દોષ છોડી મુકવા માટે હુકમ કર્યો હતો.


શેખપીપરીયા ગામની જમીન અંગેનાં કેસમાં વૃઘ્‍ધની રેગ્‍યુલર જામીન અરજી રદ

અમરેલી, તા. 31

ચાવંડ ગામે રહેતાં બાબુભાઈ બચુભાઈ તલસાણીયા નામનાં 70 વર્ષીયવૃઘ્‍ધ સામે બાબરા તાલુકાનાં શેખ પીપરીયા ગામે જમીન અંગે બાબરા મામલતદારે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ તે બનાવમાં પોલીસે તેમની અટકાયત કરી ગત તા. 14/8નાં રોજ જયુડીશીયલ કસ્‍ટડીમાં મોકલી દીધા હતા.

આથી તેઓએ જામીન ઉપર મુકત થવા માટે અત્રેની સેશન્‍સ કોર્ટમાં જામીન અરજી કરતાં સેશન્‍સ જજશ્રી જે.આર. શાહે બાબુભાઈની જામીન અરજી રદ કરી હતી.


પીઠવડી ગામેથી તસ્‍કરોએ રૂા.3900નાં મુદ્યામાલ ચોરી કરી

અમરેલી, તા. 31

સાવરકુંડલા તાલુકાનાં પીઠવડી ગામે રહેતાં લાભુબેન ટપુભા ચાવડા નામનાં 70 વર્ષિય વૃઘ્‍ધાનાં મકાનનાં દરવાજાનો નકુચો તોડી રોકડ રકમ રૂા.1પ00, સાયકલ-1, ઈલેકટ્રીક પંખો-1, રૂ તથા કાપડનાં ગોદડા મળી કુલ રૂા.3900નો મુદ્યામાલ કોઈ તસ્‍કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.


અમરેલીનાં સેવાભાવી યુવકને ફોન ઉપર જાનથી મારી નાખવા ધમકી

એસ.પી.નાં સમર્થનમાં સોશ્‍યલ મીડિયામાં પોસ્‍ટ મુકતા બનાવ બન્‍યો

અમરેલી, તા. 31

અમરેલીમાં રહેતા અને વિવિધ સેવાકીય સંસ્‍થા સાથે સંકળાયેલા વિપુલભાઈ ભટ્ટીને ગત તા.રપના રોજ અમરેલીમાં રહેતા રામભાઈ ચંદુભાઈ ગોસાઈએ ફોન કરી જણાવેલ કે તમોએ અમરેલીના એસ.પી.ના સમર્થનમાં સોશ્‍યલ મીડિયામાં કેમ પોસ્‍ટ કરી છે તે તમારા સગા થાય છે તેમ કહી ફોન ઉપર ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપ્‍યાની ફરિયાદ વિપુલભાઈ ભટ્ટીએ સીટી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે.


લાઠીમાં કપાસમાં નાખવાની ઝેરી દવા પી ફરજમાં રૂકાવટ કરતાં ફરિયાદ

સામે પક્ષે પ ઈસમો સામે પણ ફરિયાદ નોંધાવાય

અમરેલી, તા. 31

લાઠી તાલુકાનાં ધ્રુફણીયા ગામે રહેતાં ખીમજીભાઈ ભીમાભાઈ ગોહિલે ગઈકાલે સવારે 11:પપ કલાકે લાઠી મામલતદાર કચેરીએ આવી જમીન અંગેની ફરિયાદ પોલીસ દાખલ કરતી ન હોય તેવી રજુઆત કરી પોતાની મેળે જ પોતાની પાસે રહેલ કપાસમાં નાખવાની ઝેરી દવા પી લઈ આપઘાત કરવાની કોશિષ કરી સરકારી કામગીરીમાં અડચણ તથા રૂકાવટ કરી જમીન વિવાદ કેસને સદંતર નબળો પાડી દેવા માટેના ખોટા અને સઘન પ્રયાશો કરતાં આ અંગે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

તો સામાપક્ષે ખીમજીભાઈ ગોહિલે પણ સાંથણીમાં મળેલ જમીનમાં હાલ કપાસ, જુવાર, બાજરી વાવેલ હોય તેમાં તેજ ગામે રહેતાં તળશીભાઈ અરજણભાઈ કાત્રોડીયા સહિત પ જેટલા ઈસમો 60 થી 70 ગાયોને ચરાવી ભેલાણ કરી જમીન બાબતે વિવાદ ચાલતો હોય જેથી તેમની સાથે ગામનાં કોઈએ કોઈ વ્‍યવહાર નહી કરવા, સામાજિક બહિષ્‍કાર કરવા ચડામણી કરી ધમકીઓ આપી જાહેરમાં ઉતારી પાડવા અપમાનકરવા સબબ સામી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


લાઠીનાં મેથળી ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

અમરેલી, તા. 31

લાઠી તાલુકાનાં મેથળી ગામે રહેતાં દિનેશભાઈ મનુભાઈ સરવૈયાએ ગત તા.ર9નાં રાત્રીનાં સમયેપોતાની પત્‍નિ કિરણબેનને સૂઈ જવાનું કહેતા તેણીને લાગી આવતાં પોતાની મેળે રૂમમાં પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ જતાં તેમનું મોત થયાનું દામનગર પોલીસમાં જાહેર થયેલ છે.


બાબરા નજીક ઠંડાપીણા ભરેલ ટાયર ફાટતા મીની ટ્રક પલટી

ઠંડાપીણાની રોડ પર રેલમછેલ : સ્‍થાનિક લોકો આવ્‍યા મદદે

બાબરા, તા31

બાબરામાં આજે રાજકોટ તરફથી આવી રહેલ ઠંડા પીણા ભરેલ મીની ટ્રક બાબરામાં સેલિંગ કરવામાં આવતો હતો ત્‍યારે અહીં શહેરના રામનગર નજીક સ્‍ટેટ હાઈવે રોડ પર અચાનક મીની ટ્રકનું ટાયર ફાટતા ટ્રક પલટી મારી ગયો હતો. જેના કારણે ટ્રકમાંથી ઠંડા પીણાની રોડ પર રેલમ છેલમ થઈ હતી. કાચની બોટલ રોડ પર ફુટતા અહીં રોડ પર કાચના ટૂકડા ઉડયા હતા.

જોકે અહીં રામનગરના સ્‍થાનિક રહીશો અને દુકાનદારો દોડી આવ્‍યા હતા અને તમામ બોટલ અને બોક્ષ ભેગા કરવામાં પુરતી મદદ કરી હતી.

આ અકસ્‍માતમાં ટ્રક ચાલક સહિત અન્‍ય વ્‍યકિતઓનો ચમત્‍કારિક બચાવ થયો હતો અને કોઈપણ જાતની જાન હાની થઈ ન હતી.


કુંભારીયા ગામે સરપંચે મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

અમરેલી, તા. 31

રાજુલા તાલુકાનાં કુંભારીયા ગામે રહેતાં માવજીભાઈ હરજીભાઈ ચૌહાણે સરપંચ મગનભાઈ લાડુમોર સામે પોલીસ તથા મામલતદાર સમક્ષ ફરિયાદ કરેલ તે વાતનું મનદુઃખ રાખી સરપંચ તથા સભ્‍ય જીતુભાઈ કાળુભાઈએ ગતતા.ર9નાં રોજ સવારે લોખંડની ટી લઈ આવી માવજીભાઈને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી, ગાળો આપી, જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાવતા વિભાગીય પોલીસ વડા આર. એલ. માવાણીએ વધુ તપાસ હાથ ધરી છે.


થોરડી ગામનાં રસ્‍તે બાઈક ઉપરથી પડી જતાં મહિલાનું મોત

અમરેલી, તા. 31

ખાંભા તાલુકાનાં તાતણીયા ગામે રહેતાં સુરેશભાઈ પ્રાગજીભાઈ કાકલોતરની બા ગઈકાલે સવારે તેમના પિત્રાઈ ભાઈ કનુભાઈ લાલજીભાઈ કાકલોતરનાં મોટર સાયકલ નંબર જી.જે-પ બી.ઈ. 906માં બેસી તાતણીયાથી વિકટર જતાં હતા ત્‍યારે થોરડી-રાજુલા વચ્‍ચે મોટર સાયકલ ઉપરથી પડી જતાં સમજુબેનને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયાનું સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર થવા પામેલ છે.


બાબરાનાં મોટા દેવળીયા ખાતે ચાલતા જુગારધામમાં પોલીસ ત્રાટકી

અમરેલી, તા. 31

બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે શોપીંગ સેન્‍ટર પાસે જાહેરમાં સ્‍ટ્રીટ લાઈટનાં અજવાળે જુગાર રમતાં ઈસમો ઉપર રેઈડ કરી (1) કેતન ઉર્ફ મુન્‍નો મગનભાઈ જાગાણી (ઉ.વ. 33) ધંધો વેપાર રહે. મોટા દેવળીયા તા.બાબરા (ર) વિજય હકાભાઈ રાછડીયા (ઉ.વ. 37) ધંધો ખેતી રહે. મોટા દેવળીયા તા.બાબરાની અટકાયત કરી છે.

જયારે રેઈડ દરમ્‍યાન નાસી જનાર આરોપીઓ (1) વનરાજ કંધુભાઈ વાળા રહે. ફુલઝર તા.બાબરા (ર) કમલેશ ધીરૂભાઈ વાઢેર રહે. મોટા દેવળીયા તા. બાબરા (3) પીન્‍ટુ હકાભાઈ રાછડીયા રહે. મોટા દેવળીયા તા. બાબરા વાળા અને બે અજાણ્‍યા માણસોની શોધખોળ શરૂ કરી છે. રોકડા રૂા.10,1ર0 તથા મોબાઈલ ફોન નંગ-ર, કિં.રૂા.3પ00 તથા ગંજી પત્તાના પાના નંગ-પર કિં.રૂા.00 મળી કુલ કિં.રૂા.13,6ર0 નો મુદ્યામાલ કબ્‍જે કરેલ છે.

આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબએલ.સી.બી. અમરેલીનાં ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. ડી. કે. વાઘેલા અને એલ.સી.બી. ટીમનાં પ્રફુલ્‍લભાઈ જાની, કિરીટભાઈ રેવર, હિંગરાજસિંહ ગોહિલ, મયુરભાઈ જીકીયાળી, સંજયભાઈ મકવાણા, જીતેન્‍દ્રભાઈ મકવાણા, મહેશભાઈ મહેરા, જાવેદભાઈ ચૌહાણ, અજયભાઈ સોલંકી, હરેશભાઈ બાયલ, અજયસિંહ ગોહિલ, જગદીશભાઈ પોપટ, રાઘવેન્‍દ્રભાઈ ધાધલ, દિપકભાઈ વાળા, ભાવિનગીરી ગૌસ્‍વામી, ધવલભાઈ મકવાણા, પારસબેન ધડુક વિ.એ કરેલ છે.


સાવરકુંડલા ખાતે પૂ. હરિરામબાપાની 8પમી જન્‍મજયંતિની ઉજવણી કરાશે

સાવરકુંડલા, તા. 31

સાવરકુંડલા ખાતે પૂજય શ્રી હરિરામબાપાની 8પમી જન્‍મજયંતિ તા.7/9/18 નાં શુક્રવારનાં રોજ જલારામ સત્‍સંગ મંડળ ર્ેારા ભાવપૂર્વક ઉજવાશે. આ આલૌકિક પ્રસંગે સવારનાં 8 કલાકે શ્રી જલારામ મંદિર ખાતે પૂ. હરીરામબાપાની પ્રતિમાનું પૂજન અર્ચન બપોરે બાર કલાકે રાજભોગ આરતી યોજાશે. ત્‍યારબાદ બપોરે એક કલાકથી લોહાણા મહાજન વાડી ખાતે હિંમતલાલ ખીમજીભાઈ ગઢિયા (તાતણીયાવાળા) પરિવાર તરફથી સમસ્‍ત રઘુવંશી સમાજનું સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ દરેક પ્રસંગે સર્વો જ્ઞાતિબંધુઓ અને પૂજય બાપાના શ્રઘ્‍ધાળુઓને પધારવા શ્રી જલારામ સત્‍સંગ મંડળ અને હિંમતભાઈ ગઢિયા પરિવાર તરફથી નિમંત્રણ પાઠવાયા છે.


અમરેલી જિલ્‍લામાં જન્‍માષ્‍ટમીનો જબ્‍બરો ઉત્‍સાહ

કાનુડાનાં જન્‍મોત્‍સવને ઉજવવા તડામાર તૈયારીઓ

અમરેલી જિલ્‍લામાં જન્‍માષ્‍ટમીનો જબ્‍બરો ઉત્‍સાહ

જિલ્‍લાની તમામ હવેલીઓમાં બાલકૃષ્‍ણનાં જન્‍મોત્‍સવની તડામાર તૈયારીઓ

અમરેલી, તા. 31

અમરેલી જિલ્‍લામાં આજે નાગપંચમીથી જન્‍માષ્‍ટમી પર્વનો ઉત્‍સાહ પ્રારંભ થયેલ છે. આજે અમરેલી અને સાવરકુંડલા ખાતે લોકમેળાનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવેલ છે.

અમરેલીમાં આજે નુતન હાઈસ્‍કૂલનાં પટાંગણમાં લાયનસ કલબ ઘ્‍વારા મેળાનો પ્રારંભ કરવામાં આવેલ છે. તો જન્‍માષ્‍ટમીનાં પર્વને લઈને આંત્તરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ ઘ્‍વારા ડો. જીવરાજ મહેતા ચોકમાં આકર્ષક ફલોટ ઉભા કરવામાં આવેલ છે.

તદઉપરાંત ધારી, રાજુલા સહિતનાં તાલુકા મથકોએ પણ લોકમેળાનું આયોજન થયેલ છે. તેમજ જિલ્‍લાની તમામ હવેલીઓમાં પણ બાલકૃષ્‍ણનાં જન્‍મોત્‍સવને લઈને ઉતસાહ જોવા મળી રહૃાો છે.

સાવરકુંડલા

સાવરકુંડલા ખાતે આંખની હોસ્‍પિટલ ગ્રાઉન્‍ડમાં ભવ્‍ય ઉદઘાટન પૂ. ભકિતબાપુના હસ્‍તે દિપ પ્રાગટય કરવામાં આવ્‍યું હતું. તેમજ સાંસદ નારણભાઈ કાછડીયાનાં વરદ હસ્‍તે લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારે આ લોકમેળાનાં ઉદઘાટન પ્રસંગે વી.વી. વઘાસીયા, હિરેન હિરપરા, કમલેશ કાનાણી, કેશુભાઈ વાઘેલા, પરાગ ત્રિવેદી, કૌશિક વેકરીયા, માનાભાઈ બોરીચા તથા કોંગ્રેસનાંતાલુકા પ્રમુખ રાઘવભાઈ સાવલીયા, પાલિકા પ્રમુખ વિપુલ ઉનાવા, ઉપપ્રમુખ ભાવેશ હિંગુ હાજર રહૃાા હતા. આ તમામનું પુષ્‍પગુચ્‍છ ઘ્‍વારા આયોજકો પ્રવિણ કોટીલા અને બટુકભાઈ આહિર ઘ્‍વારા સ્‍વાગત કરાયું હતું. જયારે આ કાર્યક્રમનું સંચાલન પ્રો. રવિયાએ કર્યુ હતું.


અમરેલી જિલ્‍લા સહિત રાજયભરમાંથી ‘‘હાર્દિક પટેલ”ને સમર્થન

સતત 7 દિવસથી અનામત અને ખેડૂતોનાં પ્રશ્‍ને અનશન ચાલે છે

અમરેલી જિલ્‍લા સહિત રાજયભરમાંથી ‘‘હાર્દિક પટેલ”ને સમર્થન

યુવા નેતાની તબિયત ક્રમશઃ કથળી રહી હોય પાટીદાર સહિતનાં સમાજમાં ચિંતાનો માહોલ

અમરેલી, તા. 31

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં કન્‍વીનર હાર્દિક પટેલ છેલ્‍લા 7 દિવસથી અનામત અને ખેડૂતોનાં પ્રશ્‍ને અનશન આંદોલન કરી રહૃાો હોય અમરેલી તેમજ દેશભરમાંથી તેમને જબ્‍બરૂ સમર્થન મળી રહૃાું છે.

પાટીદાર અનામતની માંગણી સાથે તથા રાજયના ખેડૂતોના દેવા માફ કરવાની જોરદાર માંગણી સાથે છેલ્‍લા સાત દિવસથી ઉપવાસ પર બેઠેલા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની તબિયત ઉતરોતર કથળતી જાય છે. જેના કારણે રાજય સરકાર સહિત સમગ્ર પાટીદાર સમાજમાં ચિંતાનું મોજુ ફરી વળ્‍યું છે પાટીદાર યુવાનોમાં આ અંગે હવે ધીરે ધીરે આક્રોશ ફેલાઈ રભે છે હાર્દિક પટેલ તેમના અમદાવાદના વૈષ્‍ણોદેવી સર્કલ પાસે આવેલા નિવાસ્‍થાને આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. અને તેમણે અન્‍નની સાથે ગઈકાલથી જળનો પણ ત્‍યાગ કરતા સ્‍થિતિ વધુ ચિંતાજનક બની છે.હાર્દિક પટેલના સમર્થનમાં ધીરે-ધીરે સમગ્ર પાટીદાર સમાજ બહાર આવી રભે છે અને રાજયના જુદા-જુદા જિલ્‍લા અને તાલુકાઓમાં પણ પ્રતીક ઉપવાસના કાર્યક્રમો શરૂ થયા છે જે આખરે ઉગ્ર આંદોલનમાં પરિવર્તે તેવી શકયતાઓ દેખાઈ રહી છે રાજય સરકાર દ્વારા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને હજુ પણ        હળવાશથી લેવામાં આવી રભ્‍ું હોવાથી રાજયભરના પાટીદાર તથા અને સમાજમાં પણ તેના ઉગ્ર પ્રત્‍યાઘાતો ફરી રભ છે. અને સરકાર આગ સાથે રમી રહી છે. તેવા પણ સરકાર વિરૂઘ્‍ધ આક્ષેપો થઈ રભ છે. હાર્દિક પટેલના ઉપવાસને અનુમોદન આપવા તેમના નિવાસસ્‍થાન સુધી જવાનો પ્રયાસ કરતા અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે અને હાર્દિક પટેલના નિવાસસ્‍થાનની આપસપાસના વિસ્‍તારમાં પણ 144મી કલમ લાગુ કરી દઈ તેનો ચૂસ્‍તપણે અમલ કરવામાં આવી રભે છે પાટીદાર યુવાનો દ્વારા હાર્દિક પટેલનો મળવા નહીં દેવાતા ઉગ્ર આક્રોશ વ્‍યકત થઈ રભે છે. અને આ આંદોલન હવે ધીરે ધીરે સરકાર સામેની સીધી અથડામણમાં ફેરવાઈ જશે તેવા સંકેતો પણ મળી રભ છે જોકે બીજી તરફ રાજય સરકારે પણ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ અને દિનપ્રતિદિન તેની લથડતી જતી તબિયત ને કારણે રાજયમાં અશાંતિ ન સર્જાય તે માટે કેવી વ્‍યૂહરચના અપનાવી તેની ઉપર પણ ગંભીર વિચારણા શરૂ કરી છે એટલુંજ નહીં પરંતુ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસની રજેરજ માહિતીથી ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ અમિત શાહ તથા સી.એમ.ઓ ને વાકેફ કરવામાં પણ આવી રભ હોવાનું જાણવા મળે છે.


રાજા સ્‍કૂલ ઓફ આર્ટ દ્વારા હરિઓમ ડેરીનાં સહયોગથી કૂકીંગ સ્‍પર્ધા યોજાઈ

              ગત શનિવારે તા.રપ/8ના રોજ નવીનચંદ્ર રતનશીભાઈ રાજા સ્‍કૂલ ઓફ આર્ટ દ્વારા હરિઓમ ડેરી ફાર્મના સહયોગથી દિનેશભાઈ વિઠલાણીની સ્‍મૃતિમાં કૂકીંગ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવેલ. આ કોમ્‍પિટિશનના ન્‍યુટ્રિશિયન અને ડ્રિન્‍ક વિભાગ, સ્‍વીટસ વિભાગ અને સેન્‍ડવીચ વિભાગ માટેની સ્‍પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં 4પ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધાનું આયોજન કૂકીંગ ડિપાર્ટમેન્‍ટના શ્‍વેતાબેન વિઠલાણી અને ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં જજ ઉમાબેન ઉનડકટ, મીનાબેન ઘોડાસરા અને આશાબેન દવેએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે સંસ્‍થાના મેન ટ્રસ્‍ટી રમેશભાઈ વિઠલાણી, સોનલબેન બાંભરોલીયા, સંગીતાબેન જીવાણી, આરતીબેનવિઠલાણી, વનીતાબેન વિઠલાણી, રીટાબેન કાનાબાર, પિયુષભાઈ વિઠલાણી, બારડ, ગીરીશભાઈ અટારા ઉપસ્‍થિત રહયા હતા. સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ પૂર્વીબેન વિઠલાણી, હિરેનભાઈ વિઠલાણી, મહેશભાઈ રાજા, રમેશભાઈ વિઠલાણીના સહયોગથી આ સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં હરિઓમ ડેરી ફાર્મનો સહકાર પ્રાપ્‍ત થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોહિતભાઈ જીવાણી, સુધીરભાઈ જોશી, મિલાન ડાબસરાએ જહેમત ઉઠાવી હતી.


ગીર પંથકમાં આવેલ સુપ્રસિઘ્‍ધ તુલસીશ્‍યામમાં શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવને લઈને અનેરો ઉત્‍સાહ

તુલસીશ્‍યામ, તા. 31

ભગવાન સુંદર શ્‍યામના સ્‍વયંભુ તિર્થધામ તુલસીશ્‍યામ મંદિરે જન્‍માષ્‍ટમી ઉતસવની ભાવભેર ભવ્‍ય ઉજવણી થશે. ગોકુલ આઠમ તા. 3 સપ્‍ટેમ્‍બરે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજા, આરતી ઈત્‍યાદી યોજાશે. જયારે રાત્રે બારના ટકોરે ભારે હર્ષોલ્‍લાસ સાથે ભગવાન શ્‍યામના જન્‍મોત્‍સવના વધામણા થશે. આ તકે હજારો ભાવિકો ઉપસ્‍થિત રહેશે અને પ્રભુ શ્‍યામના રંગે રંગાશે.

તુલસીશ્‍યામમાં જન્‍માષ્‍ટમી ઉત્‍સવનો ભારે થનગનાટ જોવા મળી રહૃાો છે અને અત્‍યારથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ વહી રહૃાો છે. ગીર સોમનાથ જિલ્‍લામાં ગીરના જંગલમાં આવેલ આ તીર્થધામ ભગવાન સુંદર શ્‍યામનું સ્‍વયંભુ સ્‍થાન છે. આથી આ તીર્થ સ્‍થાનનું ધાર્મિક દ્રષ્‍ટિએ ગોકુલ મથુરાજેટલું જ ભાવિકોને મન મહત્‍વ રહેલું છે. શ્‍યામ ભકતોમાં જન્‍માષ્‍ટમી ઉત્‍સવ ઉજવવાનો હરખ ચરમસીમાએ છે અને શ્‍યામ પરિવાર ઘ્‍વારા તૈયારીઓ હાથ ધરાઈ છે. અહિં સાતમ-આઠમના પર્વોમાં સરેરાશ એકથી સવા લાખ દર્શનાર્થીઓની આવન-જાવન રહેશે. ગાંડી ગીરમાં આહલાદક વાતાવરણ વચ્‍ચે પ્રકૃતિ અને પરમેશ્‍વરનો અહિ સંયોગ માણવા મળે છે. આ તીર્થધામ ગરમ પાણીના પવિત્ર કુંડ માટે પણ જાણીતું છે. યાત્રા પ્રવાસ માટે અહી લોકોનો અવિરત પ્રવાહ શ્રાવણ માસની શરૂઆતથી જ વહી રહૃાો છે. સાતમ-આઠમના દિવસોમાં અહી માનવમેળો જામશે. તુલસીશ્‍યામ મંદિર ટ્રસ્‍ટ ઘ્‍વારા યાત્રીઓની સેવા-સુવિધા માટે તૈયારીઓ ચાલી રહી છે. તુલસીશ્‍યામ મંદિર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પ્રતાપભાઈ વરૂ (પૂર્વ ધારાસભ્‍ય)એ જણાવ્‍યું હતું કે, ભગવાન શ્‍યામ સુંદરના જન્‍મના વધામણાની તુલસીશ્‍યામમાં વિશિષ્‍ટ પરંપરા રહેલી છે. વિશાળ શ્‍યામ પરિવાર અને ભકતજનો પ્રતિવર્ષ ભગવાન શ્‍યામના જન્‍મોતસવમાં સામેલ થાય છે. તમામ ભાવિકો માટે પ્રસાદ ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ટ્રસ્‍ટગણ પણ ખાસ ઉપસ્‍થિત રહી યાત્રિકોની સેવા-સુવિધા અને વ્‍યવસ્‍થાના સુચારૂ આયોજનનો ખ્‍યાલ રાખે છે. જન્‍માષ્‍ટમીના પર્વે સવારથી ધાર્મિક કાર્યક્રમો શરૂ થશે અને રાત્રે 1રના ટકોરે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ ઉજવાશે. ભાવિક ભકતજનોને જન્‍માષ્‍ટમીઉત્‍સવમાં સામેલ થવા તુલસીશ્‍યામ મંદિર ટ્રસ્‍ટ ઘ્‍વારા નિમંત્રણ અપાયું છે.


દામનગર શહેર ભાજપની ટીમની શુભેચ્‍છા મુલાકાતે પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ

દામનગર, તા31

દામનગર શહેરની શુભેચ્‍છા મુલાકાત દરમિયાન પ્રદેશ કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના મંત્રી ભુપતભાઈ મેલગિયા બાવકુભાઈની હાજરીમાં ભાજપમાં જોડાયા અને પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડે દામનગર પાલિકાના ભ્રષ્‍ટાચારની માહિતી મેળવી દામનગર નગરપાલિકાના ભ્રષ્‍ટાચારની ઉચ્‍ચકક્ષાએ રજૂઆતો કરી ભ્રષ્‍ટાચારને ખુલ્‍લો પાડવાની બાહેધરી આપી હતી.


અવસાન નોંધ

અવસાન નોંધ

સાવરકુંડલા : દુધાત અંબાબેન સવજીભાઈ (ઉ.વ.8પ)નું તા.31/8ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.ર/9ને રવિવારના રોજ તેમના નિવાસ સ્‍થાન મોટા જીંજુડા ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : પાનસુરીયા દિવાળીબેન પોપટભાઈ (ઉ.વ.7પ)નું તા.ર7/8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1/9ને શનિવારના રોજ 3 થી 6 તેમના નિવાસ સ્‍થાન ગ્રીન રેસીડેન્‍સી, શિવાજીનગર ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : જયાણી પરશોતમભાઈ કાનજીભાઈ (ઉ.વ.90)નું તા.31/8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1/9ને શનિવારના રોજ સવારના 7 થી સાંજના પ સુધી પટેલ વાડી, શિવાજીનગર ખાતે રાખેલ છે.

સાવરકુંડલા : સુહાગીયા મુકેશભાઈ ભગવાનભાઈ (ઉ.વ.4પ)નું સુરત મુકામે તા.30/8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.ર/9ને રવિવારના રોજ તેમના નિવાસ સ્‍થાન પીઠવડી મુકામે રાખેલ છે.

જુનાગઢ : (જુનાગઢ નિવાસી)હાલ અમદાવાદ સ્‍થિત સંઘવી ભરતકુમાર તલકચંદના ધર્મપત્‍ની હંસાબેન (ઉ.વ.68) તે જયકુમારના માતુશ્રી, પ્રિયંકાના સાસુ, ચિ.પાર્શ્‍વના દાદીમાં તથા મેંદરડા નિવાસી રજનીકાંત કાંતિલાલ દોશીના બહેન તા.31/8, શુક્રવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ઉઠમણું : તા.1/9 , શનિવારે સવારે 10:30 કલાકે તથા પ્રાર્થનાસભા સવારે 11 કલાકે જૈનભુવન, જગમાલ ચોક, જુનાગઢ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.


01-09-2018