Main Menu

September, 2018

 

અમરેલીમાં મહાત્‍મા ગાંધીની 1પ0મી જન્‍મજયંતિની ઉજવણી થશે

જિલ્‍લાનાં અધિકારીઓની બેઠકમાં કાર્યક્રમ નકકી કરાયો

અમરેલીમાં મહાત્‍મા ગાંધીની 1પ0મી જન્‍મજયંતિની ઉજવણી થશે

મંગળવારે સવારે 7થી 8 પ્રભાતફેરી, સર્વધર્મ પ્રાર્થના, સ્‍વચ્‍છતા અભિયાન કરાશે

સાંજે 6થી 8 સીનીયર સીટીઝન પાર્ક ખાતે જિલ્‍લાકક્ષાની સંગીત સંઘ્‍યા યોજાશે

અમરેલી, તા. 30

મહાત્‍મા ગાંધીજીની 1પ0મી જન્‍મજયંતિ નિમિત્તે ઉજવણી કાર્યક્રમનું આયોજન જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્‍યું છે. અમરેલી પ્રાંત અધિકારી ડી.એન. સતાણીના અઘ્‍યક્ષસ્‍થાને આ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઇ હતી.

મહાત્‍મા ગાંધીજીના આદર્શો, વિચારો અને મૂલ્‍યો યુવાનોમાં અને આવનાર પેઢીમાં સંસ્‍કારોનું અસરકારક રીતે સિંચન થાય તે ઉદ્‌ેશ્‍ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

તા. ર ઓકટોબર- ર018ને મંગળવારના રોજ સાંજે 6 થી 8 વાગ્‍યા દરમિયાન સીનિયર સીટીઝન પાર્ક-અમરેલી ખાતે જિલ્‍લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ અંતર્ગત સંઘ્‍યા કાર્યક્રમ અંતર્ગત મહાત્‍મા ગાંધીને પ્રિય ભજનો અને સંગીતસંઘ્‍યા  અંતર્ગત કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્‍તુતિ કરવામાં આવશે. જિલ્‍લા માહિતી કચેરી-અમરેલી દ્વારા પસંદ કરવામાં આવેલા કલાકારો ભજનો પ્રસ્‍તુત કરી મહાત્‍મા ગાંધીના સંસ્‍મરણો તાજા કરાવશે.

તા. ર ઓકટોબર- ર018ને મંગળવારના રોજ સવારે 7 થી 8 વાગ્‍યાદરમિયાન ગામ અને શહેરોમાં પ્રભાત ફેરી યોજવામાં આવશે. સવારે 8થી 9 વાગ્‍યા દરમિયાન સર્વધર્મ પ્રાર્થનાના કાર્યક્રમો યોજાશે. 9 થી 9-30 કલાક દરમિયાન મહાત્‍મા ગાંધીજીના વિચારોનું વાંચન કરવામાં આવશે. 9-30 થી 10-30 વાગ્‍યા દરમિયાન સ્‍વચ્‍છતા સફાઇ અંગે મહાનુભાવો દ્વારા સ્‍વચ્‍છતા સંદેશ આપવામાં આવશે.

બેઠકમાં જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવ, નગરપાલિકા ચીફ ઓફિસર હુણ, શિક્ષણના ડામોર, મામલતદારો , નાયબ મામલતદાર ભીમાણી, પોલીસ, પંચાયત અને સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


નર્મદા જળાશયનાં દરવાજા ચડી ગયા છતાં પણ ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી

ગુજરાતની પાણીની સમસ્‍યા કયારેય ભૂતકાળ બનતી જ નથી

નર્મદા જળાશયનાં દરવાજા ચડી ગયા છતાં પણ ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી

ભાજપ-કોંગ્રેસની લડાઈમાં ખેડૂતોનો ખો નીકળી રહૃાો છે

અમરેલી, તા.ર9

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી સરદાર સરોવર યોજના પૂર્ણ થઈ ગઈ અને તેનું વાજતે-ગાજતે લોકાર્પણ કરવામાં આવ્‍યું અને ભાજપીઓ હોંશે હોંશે કહેતા હતા કે ગુજરાતની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્‍યા હવે ભૂતકાળ બની જશે તેવું ખરા અર્થમાં થયું નથી.

અમરેલી સહિત રાજયના અનેક વિસ્‍તારોમાં અપૂરતો વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે. ખેતરો સુધી સરદાર સરોવરનું પાણી પહોંચતું નથી. અને સૌની યોજનાનું લશ્‍કર કયાં લડે છે તેની કોઈને ખબર નથી. ભાજપ- કોંગ્રેસ વચ્‍ચે માત્ર ખોટી દલીલો કરીને ખેડૂતો સહિત રાજયની જનતાને મૂર્ખ બનાવવામાં આવી રહી છે.


હાશકારો : પીપાવાવ પંથકમાં થયેલ જમીન દબાણ દૂર કરાશે

પીપાવાવનાં સરપંચ અને આંદોલનકારીઓને ખાત્રી આપતા મામલતદાર

હાશકારો : પીપાવાવ પંથકમાં થયેલ જમીન દબાણ દૂર કરાશે

આગામી શુક્રવારે પોલીસ બંદોબસ્‍ત સાથે દબાણ દૂર કરવામાં આવશે

રાજકીય દબાણ આવે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે

રાજુલા, તા.ર9

રાજુલા તાલુકાના પીપાવાવ ધામની સરકારી પડતર જમીન પર રાજકીય વગ ધરાવતા ભૂમાફીયાઓ અને જીએચસીએલ કંપની દ્વારા બિનકાયદેસર દબાણો કરી કબજો જમાવ્‍યો હતો. આથી સરપંચ હંસાબેન ગુજરીયા તથા ગામજનો અને અન્‍ય આંદોલનકારીઓ દ્વારા 76 દિવસ સુધી રાજુલા પ્રાંત કચેરી સામે ગુજરાત હેવી કેમીકલ લિમિટેડ કંપની વીકટર અને અન્‍ય ઈસમો વિરૂઘ્‍ધ ઉપવાસ આંદોલન ચલાવ્‍યું હતું. ત્‍યારબાદ રાજુલા પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા બિનકાયદેસર ઝીંગા ફાર્મના દબાણો દૂર કરવામાં આવ્‍યા હતા અને બાકી રહી ગયેલા દબાણો તથા જીએચસીએલ કંપની દ્વારા કરવામાં આવેલ દબાણો ડીઆરએલઆઈ દ્વારા માપણી થયા બાદ એક અઠવાડિયામાં દબાણો દૂર કરવામાં આવશે તેવી લેખિત બાંહેધરી તા.7/7/18ના રોજ આપી હતી. ત્‍યારબાદ માપણી પૂર્ણ થતા આજે મામલતદાર દ્વારા પીપાવાવ ધામના માજી સરપંચ ભાણાભાઈ ગુજરીયાને લેખિત બાંહેધરી આપતા જણાવ્‍યું હતું કે પીપાવાવ ધામ ગામના સરકારીપડતર જમીનોમાંથી જીએચસીએલ કંપની વીકટર તથા અન્‍ય ઈસમોનું બિનકાયદેસર દબાણ તા.પ/9/18ના રોજ રાજુલા કચેરીના અધિકારી તથા પોલીસ સ્‍ટાફને સાથે રાખીને બિનકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે તેવું લેખિત બાંહેધરી આપી જણાવ્‍યું હતું.


નારાજગી : ખાંભા પંથકમાં અનિયમિત વીજળી

વેપારીઓ, હીરાનાં કારખાનાધારક સહિત સૌ કોઈમાં ભારે નારાજગી

ખાંભા, તા. ર9

ખાંભા તાલુકા પીજીવીસીએલ ઘ્‍વારા અગમ્‍ય કારણોસર ખાંભા શહેરમાં દિવસમાં અનેક વખત પાવર કટનાં કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

ખાંભા તાલુકામાં દર શનિવારે પાવર કાપ રાખવાનો હોવા છતાં જાણે કે અઠવાડીયાનાં સાત દિવસ કાપ હોય તેમ દિવસભર ઝબુક      વીજળીની જેમ લાઈટ ચાલી જતી હોવાથી વેપારીઓ, હિરાના કારખાનમાં કામ કરતાં કારીગરો અને માલીકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

છેલ્‍લા 1પ દિવસથી ખાંભાના પ7 ગામોના ખેડૂતો ઘ્‍વારા પીજીવીસીએલની ઓફીસે દરરોજ હલ્‍લાબોલ મચતો હોય, આવેદનપત્ર ખેડૂતો ઘ્‍વારા આપી જંગલ વિસ્‍તાર નજીકના પ7 ગામોમાં સિંહ, દીપડા સહિતના વન્‍ય પ્રાણીનાં રહેણાંક વિસ્‍તાર નજીક આવેલી વાડીઓમાં ચોમાસુ નબળુ જતાં મોલાત સુકાતી બચાવવાખેડૂતો ઘ્‍વારા રાત્રીના સમયે મળતા પાવરથી પાણી પાવા જતાં હોય પણ રાત્રીના 6 કલાક નિયમીત પાવર મળતો ન હોય તેમ 6 કલાક અપાતો પાવર પણ 1ર વખત જતો રહેતો હોય ખેડૂતો ઘ્‍વારા નિયમીત પાવર મળે તેવી રજુઆતો બહેરા તંત્રના કાને અથડાઈ રહી છે.

જાણકાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પ7 ગામોની જયોતિ ગ્રામ યોજના અને ખેતીવાડીની લાઈનો વ્‍યવસ્‍થિત અને ફોલ્‍ટ ઉભો ન થાય તેવી છે પરંતુ ખાટલે મોટી ખોટ કે ખાંભા તાલુકાનાં તમામ 66 કેવી સબ સ્‍ટેશનોમાં ફોલ્‍ટ ઉભો થવાના કારણે અને રર0 કેવી લાઈનોમાંથી મળતો વીજ પુરવઠો નિયમીતપણે અનિયમીત રહેવાના કારણે ખાંભા તાલુકાનાં પ7 ગામોનાં લોકો વીજ પુરવઠો મેળવવામાં હાલાકી ભોગવી રહૃાાં છે.


વિસળીયાની ટીમનો ખો-ખો સ્‍પર્ધામાં ઉત્તમ દેખાવ

રાજુલા તાલુકા કક્ષાનું ખેલમહાકુંભ બાલકૃષ્‍ણ વિદ્યાપીઠ રાજુલા ખાતે યોજાયો હતો તેમાં તાલુકા કક્ષાની વિવિધ શાળાઓ જુનિયર કેટેગરીમાં તથા અન્‍ય વિવિધ ખેલાડીઓએ ઓપન કેટેગિરીમાં ભાગ લીધો હતો. તેમાં ખો-ખો સ્‍પર્ધામાં રાજુલા તાલુકાના વિસળિયા ગામની બે ટીમો એ ભાગ લીધો હતો તેમાં વિસળિયા યુવા ના કેપ્‍ટન બારૈયા મનસુખ, ભાલીયા પ્રકાશ, શિયાળ ટીના, હરેશ શિયાળ, ભાવેશ શિયાળ, મહિપત શિયાળ, ભરત શિયાળ, ભાવેશ બાંણિયા, ધરમશી બાંભણિયા, પરેશ ભાલિયા, મનુ સરવૈયા, ભાલીયા શૈલેશ અને વિસળિયા બોટા ટીમના કેપ્‍ટન શિયાળ ભાવેશ, શિયાળ મુન્‍ના, શિયાળ જગદીશ, શિયાળ વિજય, શિયાળ મયુર, શિયાળ, તુષાર, શિયાળ બુધા, જોળીયા રાજેશ, સરવૈયા અમરશી, બાંભણિયા રાકેશ, શિયાળ જગદીશ, સહિતના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને બંને ટીમો વચ્‍ચે ફાઈનલ મેચમાં ટક્કર થઈ હતી તેમાં કેપ્‍ટનભાવેશ શિયાળની ટીમ વિસળિયા બોય તાલુકા કક્ષાએ વિજેતા બન્‍યા હતા જયારે કેપ્‍ટન મનસુખ બારૈયાની ટીમ વિસળિયા યુવા રન અપ થઈ હતી આ બંને ટીમમાં આગામી 3 ઓકટોબરના રોજ અમરેલી જિલ્‍લા કક્ષાનો યોજાનારો ખેલમહાકુંભમાં રાજુલા તાલુકા તરફથી ખો-ખો સ્‍પર્ધામાં ભાગ લેશે અને વિસળિયા ગામ તથા રાજુલા તાલુકાનું ગૌરવ વધારશે.


રામપર-નાના રાજકોટ વચ્‍ચે પોલ સાથે બાઈક અથડાતા ચાલકનું મોત

અમરેલી, તા. ર9

લાઠી તાલુકાનાં છભાડીયા ગામે રહેતાં વિશાલ ભરતભાઈ બાહોપીયા તથા કાનજીભાઈ હીંમતભાઈ પુનતીયા ગઈકાલે રાત્રીનાં સમયે મોટર સાયકલ નંબર જી.જે.3 ઈએફ-37રર લઈ બાબરા ગામે ગયા હતા ત્‍યારે આજે વહેલી સવારે કોઈપણ સમયે બાબરાથી પરત આવી રહૃાાં હતા ત્‍યારે લાઠી તાલુકાનાં રામપર અને નાના રાજકોટ ગામ વચ્‍ચે આવેલ રેલ્‍વે ફાટક પાસેથી પસાર થતાં હતા ત્‍યારે મોટર સાયકલ ચાલક વિશાલભાઈએ સ્‍ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં રેલ્‍વે ફાટક પાસેનાં લોખંડનાં પોલ સાથે અથડાવી દેતાં ચાલકનું ગીંર ઈજાથી મોત થયું હતું. જયારે પાછળ બેઠેલાં કાનજીભાઈને ઈજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાયા છે


નેસડી ગામે યુવતિને ભગાડી જવાનાં મનદુઃખે લોખંડનાં પાઈપ વડે માર માર્યો

અમરેલી, તા. ર9

રાજુલા તાલુકાનાં નેસડી ગામે રહેતાં રવિભાઈ કાલીદાસ હરેયાણી નામનાં યુવકને અગાઉ મહુવા તાલુકાનાં બેડા ગામે રહેતાં જેન્‍તીભાઈ જીણાભાઈ ગોંડલીયાની બેહન જે નવી માંડરડી ગામે સાસરે હોય ત્‍યાંથી એકાદ મહિના પહેલા પ્રેમ સંબંધ હોય જેથી ભગાડી ગયેલ અને બાદમાં ઘરમેળે સમાધાનથયેલ તે વાતનું મનદુઃખ રાખી ગત તા.ર7 નાં રાત્રે જેન્‍તીભાઈએ યુવકને લોખંડનો પાઈપ મારી જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ ડુંગર પોલીસમાં નોંધાઈ છે.


અમરેલી જિલ્‍લામાં અસામાજિક પ્રવૃતિઓની બાતમી આપનાર પર હુમલાઓનું પ્રમાણ વધી ગયુ

છાશવારે મારા-મારી અને હુમલાની ઘટના પ્રકાશમાં આવે છે

અમરેલી જિલ્‍લામાં અસામાજિક પ્રવૃતિઓની બાતમી આપનાર પર હુમલાઓનું પ્રમાણ વધી ગયુ

અસામાજિક પ્રવૃત્તિઓની બાતમી આપનારને સુરક્ષા આપવી જરૂરી

અમરેલી, તા.ર9

અમરેલી જિલ્‍લાનાં જુદા-જુદા પોલીસ સ્‍ટેશનમાં એક નવતર પ્રકારની ફરિયાદ થઈ રહી છે. જેમાં પોલીસ વિભાગને કોઈ વ્‍યકિત અસામાજિક પ્રવૃતિ અંગે બાતમી આપનારની ધોલાઈ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલછે.

અમરેલીના પોલીસ અધિક્ષક તરીકે કડક મિજાજી અને નિષ્ઠાવાન અધિકારી ફરજ બજાવતા હોવાથી જિલ્‍લાનાં જાગૃત નાગરિકો દારૂ, જુગાર જેવી પ્રવૃતિ અંગે પોલીસને બાતમી આપતાં હોય છે. પરંતુ, બાતમીદારને બાદમાં રોષનો ભોગ બનવું પડે છે. આ પ્રકારની ફરિયાદનું પ્રમાણ વધી રહયું હોય બાતમીદારને સુરક્ષા આપવી જરૂરી બની છે.

 

હળીયાદ ગામે જુગારની બાતમીની શંકા રાખી રત્‍ન કલાકારને પથ્‍થર માર્યો

અમરેલી, તા. ર9

બગસરા તાલુકાનાં ઘંટીયાળ ગામે રહેતાં ભરતભાઈ રામજીભાઈએ હળીયાદ ગામનાં રત્‍ન કલાકાર પ્રફુલભાઈ કનુભાઈ દાફડાને કહેલ કે થોડા દિવસ પહેલાં ખોડાભાઈ મનજીભાઈ દાફડાને ત્‍યાં જુગાર અંગે દરોડો પડેલ તેમાં તે બાતમી આપેલ તેમ કહી આ રત્‍ન કલાકારને ગાળો આપી માથાનાં ભાગે પથ્‍થર મારી ઈજા કર્યાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાઈ છે.


અમરેલીમાંથી એસઓજીએ સુરતથી ચોરાયેલ બાઈક સાથે 1ને ઝડપી લીધો

અમરેલી, તા.ર9

અમરેલી સાવરકુંડલા ચોકડી પાસેથી જીગ્નેશભાઈ હિંમતભાઈ સોજીત્રા રહે. સુરત નાના વરાછા મુળ સીમરણ તા. સાવરકુંડલા વાળા પાસેથી શંકાસ્‍પદ મોટર સાયકલ સાથે રોકી ચેક કરતા તેની પાસેથી મોટર સાયકલના કોઈઆધાર પુરાવાઓ ન હોય જેથી તેની યુકિત પ્રયુકિતથી પૂછપરછ કરતા આ મોટર સાયકલ તેને સુરત મુકામે મોટા વરાછામાંથી મૌલીકભાઈ ગેરેજ વાળા પાસેથી લીધેલ હોય આ અંગે સુરત ખાતે તપાસ કરતા સદરહુ મોટર સાયકલ સુરતથી ચોરાયેલ હોય જેથી મજકુર ઈસમ જીગ્નેશભાઈ હિંમતભાઈ સોજીત્રા રહે. સુરત વાળાની સી.આર.પી.સી. કલમ 41(1) ડી મુજબ  ધરપકડ કરી મોટર સાયકલ સાથે અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. આગળની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ ચલાવી રહી છે. પકડાયેલ આરોપી જીગ્નેશભાઈ હિંમતભાઈ સોજીત્રા રહે.નાના વરાછા મુળ સીમરણ તા. સાવરકુંડલા. આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને સુરતથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા             મળેલ છે.


બાબરા ગામે જીવલેણ હુમલો કરવા સબબ બે આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ

અમરેલી, તા. ર9

બાબરા ગામે ગત તા.1-6-18 નાં રોજ જીવલેણ હુમલો કરવા સબબ નોંધાયેલ ફરિયાદ અનુસંધાને પોલીસે બાબરા ગામે રહેતાં ચાંપરાજભાઈ હાથીભાઈ વાળાએ વચગાળાની જામીન અરજી તથા સહ આરોપી અશોકભાઈ ઉર્ફે મુન્‍ના મુળુભાઈ ગરણીયાએ પણ જામીન અરજી અત્રેની સેસન્‍સ કોર્ટમાં કરતાં સેશન્‍સ જજ શ્રી આર. જે.શાહે આ બન્‍નેની જામીન અરજી નામંજૂર કરી હતી.


વડેરા ગામે ભૂલથી ઝેરી દવા પી લેતાં યુવતિનું સારવાર દરમિયાન મોત

અમરેલી, તા. ર9,

અમરેલી તાલુકાનાં વડેરા ગામે રહેતી શિલ્‍પાબેન ખીમજીભાઈ બારૈયા નામની ર6 વર્ષિય યુવતિને છેલ્‍લા 1પ માસથી માથાનો દુઃખાવો થતો હોય, જેઓ માથાનાં દુઃખાવાની ટીકડી લેવા જતાં ભૂલથી બાજુમાં પડેલ ઘઉંના ઝેરી ટીકડા હાથમાં આવી જતાં અને તે પી લેતાં પ્રથમ અમરેલી અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયેલ જયાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું અમરેલી તાલુકા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


રાજુલાનાં બારપટોળી ખાતેથી વિદેશી દારૂની 64 બોટલ સાથે 1 ઝડપાયો

અમરેલી, તા. ર9

એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ. આર. કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ રાજુલા તાલુકાનાં બારપડોડી ગામેથી રવિભાઈમધુભાઈ મરમલ, ઉ.વ. ર4 ધંધો મજુરી, રહે. બારપટોડીને અલગ-અલગ બ્રાન્‍ડની ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-64 કિ.રૂા.19400 નો મુદ્યામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

ઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ કોની પાસેથી લાવેલ છે. તે બાબતે આગળની વધુ તપાસ રાજુલા પોલીસ ચલાવી રહેલ છે.


અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં ભાજપીઓ દ્વારા કોંગી આગેવાનો વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચાર

કોંગીજનો દ્વારા સરદાર પટેલનું અપમાન કરવાનાં વિરોધમાં

અમરેલીનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં ભાજપીઓ દ્વારા કોંગી આગેવાનો વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચાર

વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતનાં કોંગીજનો માફી માંગે : હિરપરા

અમરેલી, તા. ર9

દેશની એકતા અને અખંડીતતાના શીલ્‍પી એવા સરદાર વલ્‍લ્‍ભભાઈ પટેલનું વૈશ્‍વિક ઓળખ ધરાવતું સ્‍મારક નર્મદા ડેમ પાસે સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી જે વિશ્‍વનું સૌથી ઉંચુ સ્‍મારક બનશે. તેના વિશે કોંગ્રેસનાં રાષ્‍ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ઘ્‍વારા સ્‍ટેચ્‍યુને મેઈડ ઈન ચાઈના ગણાવી રાહુલ ગાંધીએ સરદાર વલ્‍લભભાઈ પટેલનું અપમાન કર્યું છે. સાથો સાથ દરેક ગુજરાતીનું પણ અપમાન કર્યું છે. વારંવાર સરદાર વલ્‍લભભાઈ પટેલનું અપમાનકરવા ટેવાયેલી કોંગ્રેસે વધુ એક વાર અપમાન કર્યું છે. ત્‍યારે ગુજરાતની જનતા કોંગ્રેસને કયારેય માફ નહી કરે.

વૈશ્‍વિક ઓળખ બનવા જઈ રહેલ સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી 18ર મીટર ઉંચાઈનું હશે. સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટીનું નિર્માણ એટલે વિશ્‍વમાં એકતા અને અખંડીતતાનો સંદેશ આપવાની સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારતનાં મંત્રની પ્રતિતી કરાવશે. વિશ્‍વના સહેલાણીઓ માટે સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી સૌથી મોટુ પર્યટન સ્‍થળ હશે. જેમાં હાઈસ્‍પીડ લીફટની સુવિધા, નૌકા વિહારનો અનન્‍ય આનંદ જેમાં લગભગ 3 કીમીથી વધારે નૌકા વિહાર સાથે વિશ્‍વના પર્યટકો પ્રતિમાને    નિહાળી શકશે.

કોંગ્રેસના રાહુલ ગાંધીનાં બફાટ નિવેદનો સામે અમરેલી જિલ્‍લા ભાજપ ઘ્‍વારા જિલ્‍લાભરના કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ. જેમાં જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમમાં જિલ્‍લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશભાઈ કાનાણી, જિલ્‍લા ભાજપ ઉપપ્રમુખ રીતેષભાઈ સોની, મયુરભાઈ હિરપરા, જીતુભાઈ ડેર, જિલ્‍લા ભાજપ મંત્રી ભરત વેકરીયા, જિલ્‍લા ભાજપ પૂર્વ પ્રમુખ ડો. કાનાબાર, શરદભાઈ લાખાણી, અમર ડેરીનાં ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, પુર્વ મહામંત્રી રામભાઈ સાનેપરા, કીસાન મોરચાના પ્રમુખ ઘનશ્‍યાયભાઈ સાવલીયા, અમરેલીથી રેખાબેન માવદીયા, કીરણબેન વામજા,મેહુલ ધોરાજીયા, દીગંત ભટૃ, ચંદુ રામાણી, મુકેશ તેરૈયા, મનીષ ધરજીયા, રશીક પાથર, મુકુંદભાઈ મહેતા, લીલીયાથી કેતનભાઈ ઢાંકેચા, ચતુર કાકડીયા, ભનુભાઈ ડાભી, વિજય ગજેરા, બાબરાથી નીતીન રાઠોડ, મહેશ ભયાણી, મધુભાઈ ગેલાણી, અમરેલી તાલુકામાંથી ઘનશ્‍યામ ત્રાપસીયા, દીલીપ સાવલીયા, કુંકાવાવથી ગોપાલભાઈ અંટાળા, નિલેશ ખોયાણી, સાવરકુંડલાથી મયુરભાઈ ઠાકર, ભાવેશ હીંગુ, પીયુષભાઈ મશરૂ, અનીરુઘ્‍ધસિંહ રાઠોડ, રાજુભાઈ માલવી, દીપક મોરી, દામનગરથી પ્રીતેશ નારોલા, ધર્મેન્‍દ્ર જાડેજા, બગસરા તાલુકાથી ધીરૂભાઈ માયાણી, વિપુલ ભેસાણીયા, અશ્‍વિભાઈ જોટંગીયા, ખોડુભાઈ સાવલીયા, ચલાલાથી મનસુખભાઈ ગેડીયા, પ્રકાશ કારીયા, નગરપાલીકા પ્રમુખ હિંમત દોંગા, ઉપપ્રમુખ અનિરુઘ્‍ધસિંહ વાળા, પુનાભાઈ રબારી, રાજુલાથી વનરાજભાઈ વરૂ, કનુભાઈ વરૂ, કૌશીક સતાસીયા, ઘનશ્‍યાભાઈ કાથરોટીયા, હીતેષભાઈ જોગાણી, સંદીપભાઈ રાદડીયા, હારુનભાઈ મેતર, વાલજીભાઈ મેવાડા, અશ્‍વિનભાઈ શેતા, સુરેશભાઈ, હરેશ જોશી સહિતનાં આગેવાનો જોડાયા હતા.


દલખાણીયા રેન્‍જમાં 14 સિંહોનો મોતનો મામલો : વનમંત્રી ગણપત વસાવા ઘટના સ્‍થળે દોડી આવ્‍યા

દલખાણીયા રેન્‍જમાં 14 સિંહોનો મોતનો મામલો

વનમંત્રી ગણપત વસાવા ઘટના સ્‍થળે દોડી આવ્‍યા

વનવિભાગની વધુ એક કચેરી ખોલીને સ્‍ટાફ વધારવાનું આશ્‍વાસન અપાયું

4થી પ સિંહો સારવારમાં અને 100 જેટલી ટીમ દ્વારા સિંહનું ચેકીંગ કરાયું

ધારી, તા. ર9

ધારી નજીક 14-14 સિંહોના મોતની ઘટના બાદદિલ્‍હી, દહેરાદુન વનતંત્રની ટીમો ઘટના સ્‍થળની મુલાકાત લઈ સિંહોનાં મોતનું કારણ જાણવા મથામણ કરી હતી. જે અંતર્ગત રાજયનાં વનમંત્રી ધારી નજીક સિંહોના મોતના સ્‍થળની મુલાકાત લેવા આવ્‍યા હતા અને લોક સંપર્કના અનુસંધાને ગીરકાંઠાના ગામોના સરપંચો, આગેવાનો સાથે સંવાદ યોજવામાં આવ્‍યો હતો. વનવિભાગના રોજમદારો ઘ્‍વારા પણ પોતાનાં પ્રશ્‍નો વનમંત્રી સમક્ષ મુકયા હતા.

વિગતો અનુસાર ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્‍જની સરસીયા વીટીમાં પ્રથમ 11 સિંહો બાદમાં 3 સિંહો મળી 14 જેટલા સિંહ, સિંહણ, સિંહબાળ બીમારી (ઈન્‍ફેશન) અને ઈનફાઈટમાં મોતને ભેટયા હતા. જે અંગે અમુક સિંહોના એફએસએલ રિપોર્ટ પુનાની લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્‍યા છે.

સમગ્ર ઘટનાને લઈને વનમંત્રી ગણપત વસાવા સિંહોના મોત થયા તે સરસીયા વીડી (પૂર્વ-પશ્ચિમ)ની મુલાકાત લીધી હતી અને લોકસંપર્ક વધારવા ગીરકાંઠાનાં ગામોના સરપંચો, આગેવાનો સાથે સીધો સંવાદ યોજાયો હતો. જેથી સિંહોના મોત થાય, સિંહ બીમાર હોય, ઈજાગ્રસ્‍ત હોય તો વનતંત્રને માહિતી મળી જાય. અગાઉના સમયમાં લોકો, માલધારીઓ વનવિભાગને સિંહોની ઈજા વગેરેની જાણ કરતા જેથી સિંહો બીમાર હોય તો વનતંત્રને બાતમી મળતી હતી. પરંતુ થોડા સમયથી વનવિભાગે લોકોથી દુરી બનાવી હતી. તાજેતરમાં જ ધારીડીસીએફ ઘ્‍વારા એક નિવૃત વનકર્મીની મદદ લેવાનું પણ ટાળ્‍યું હતું અને તેમનું અપમાન કર્યુ હતું. અને સમગ્ર નિવૃત કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી અને ઉચ્‍ચકક્ષાએ ફરિયાદ કરી હતી. જેથી આજે ખુદ વનમંત્રીએ લોકસંપર્ક વધારવા લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. અને વનમિત્ર વધારવા પર ભાર મુકયો હતો. તેમજ સૌરાષ્‍ટ્રમાં વધુ એક ડિવીઝન ફાળવવા, સ્‍ટાફ વધારવા, વાહનોની સંખ્‍યા વધારાશે તેમ જણાવ્‍યું હતું તે 14 સિંહોના જયાં મોત થયા તે ઘટના સ્‍થળની મુલાકાત લીધી હતી અને સિંહોના મોત બીમારી તથા ઈનફાઈટમાં થયાનું જણાવ્‍યું હતું. તેમ છતાં પૂનાની લેબોરેટરીનો એફએસએલ રિપોર્ટ આવ્‍યા બાદ મોતનું કારણ સામે આવે તેમ જણાવ્‍યું હતું. તો રોજમદાર કર્મીઓને કાયમી અંગેના પ્રશ્‍નોની રજુઆત રોજમદાર કર્મીઓએ કરી યોગ્‍ય કરવા માંગ કરી હતી.


કંડલા પ્‍લાન્‍ટની મુલાકાતે દિલીપ સંઘાણી સહીત ડેલીગેશન

             ખેતી પાકોના ઉત્‍પાદનમાં સક્રિય ભૂમિકા ભજવતા રાસાયણીક ખાતરો સમગ્ર દેશમાં પુરા પાડતી સહકારી સંસ્‍થા ઈફકોનાં કંડલા પ્‍લાન્‍ટની આજે દિલીપ સંઘાણી સહિતનાં ડેલીગેશને મુલાકાત લઈ પ્‍લાન્‍ટની વિવિધ કામગીરી નિહાળી હતી. કચ્‍છનાકંડલા ખાતે વિશાળ પરિસરમાં પથરાયેલ આ પ્‍લાન્‍ટની વિવિધ જાણકારી મેળવી પ્‍લાન્‍ટની કાર્યક્ષમતા અને આધુનિકતામાં વધારો કરવા માટેના સલાહ – સૂચનો મેળવ્‍યા હતા. પ્‍લાન્‍ટ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા સંઘાણી સહિતના ડેલીગેશનનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તેમ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.


‘‘સેવાસેતુ” કાર્યક્રમમાં જનતાજનાર્દનને ન્‍યાય ન મળ્‍યો

રાજુલાનાં રાભડા ગામે મોટા ઉપાડે જાહેરાત બાદ કરવામાં આવેલ

‘‘સેવાસેતુ” કાર્યક્રમમાં જનતાજનાર્દનને ન્‍યાય ન મળ્‍યો

સેવાસેતુ કાર્યક્રમ ઔપચારિક બની રહેતાં અરજદારોમાં નારાજગીનો માહોલ

રાજુલા, તા. ર9

સરકારનાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન રાભડા ગામે નેસડી-1, સાજણાવાવ, જીંઝકા, ડુંગર ને આવરી લઈ કરવામાં આવેલ હતું. જે કાર્યક્રમ અધિકારીઓનાં મોડા આવવાને કારણે 9 ના બદલે 10 પછી ચાલુ કરવામાં આવેલ હતો. પરંતુ આ કાર્યક્રમમાં લાભ લેવા આવેલ લાભાર્થીઓને ડોકયુમેન્‍ટહોવા છતાં ગામમાં ઝેરોક્ષની સુવિધા ઉપલબ્‍ધ ન હોઈ લોકોએ ભાડે વાહનની વ્‍યવસ્‍થા કરી ડુંગર તેમજ દાતરડી જેવા ગામોમાં જવું પડેલ હતું, પરંતુ આ ગામોમાં પણ લાઈટની અવરજવરને કારણે લોકો અઢીથી ત્રણનાં ગાળામાં ઝેરોક્ષ કરાવી પરત ફરતા, અધિકારીઓ ર્ેારા કાર્યક્રમ સમાપ્‍તની જાહેરાત કરવામાં આવેલ હોય લોકોએ ધરમનાં ધક્કા ખાવા પડેલ હતા અને છેવટે તમારે લોકોએ રાજુલા આવવું પડશે તેવાં જવાબો સાંભળવા પડેલ હતા. જોકે આ કાર્યક્રમનો સમય કાયદેસર 9 થી સાંજના પ કલાકનો હોઈ બપોરનાં 3 કલાકે સમેી લેવામાં આવેલ હોય એક જનતા સાથે મશ્‍કરી થતી હોઈ તેવું જણાઈ રહૃાું હતું.

આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા માટે હોશે-હોશે પધારેલા ગરીબ અને મઘ્‍યમવર્ગીય લોકો એક તો પોતાની મજુરી (દાડી) પાડી ઉપરથી વાહન ભાડાઓ ખર્ચી હેરાન થવા છતાં નિરાશ થઈ પરત ફતા આક્રોશ જોવા મળી રહૃાો હતો. નેસડી ગામનાં સપંચ તેમજ ગ્રામજનોનાં જણાવ્‍યા પ્રમાણે સેવાસેતુ કાર્યક્રમમાં સરકાર ર્ેારા ઝેરોક્ષની સુવિધા હોવી જરૂરી છે. જો સરકાર ર્ેારા લાખો રૂપીયા ખર્ચી જો આવા પંચાવન (પપ) મુદ્યાઓનાં કાર્યક્રમ કરવામાં આવતો હોઈ તો શું આ કાર્યક્રમ ફકત અધિકારીઓને ફરવા તેમજ તેની સગવડ સાચવવા પુરતો જ કરવામાં આવે છે કે શું તેવો એક પ્રશ્‍ન ઉઠવા પામેલછે.


બગસરા પાલિકા દ્વારા ‘સર્જીકલ સ્‍ટ્રાઈક ડે’ની ભવ્‍ય ઉજવણી કરાઈ

દેશ અને દુનિયામાં ભારતની સેનાએ સર્જીકલ સ્‍ટ્રાઈક કરી એક ઈતિહાસ રચેલ એ શુભ દિને બગસરા નગરપાલિકા દ્વારા મામલતદાર, તલાટના અઘ્‍યક્ષ સ્‍થાને અને કાર્યક્રમના ઉદઘાટક રશ્‍વિનભાઈ ડોડીઆની ઉપસ્‍થિતિમાં સર્જીકલ સ્‍ટ્રાઈક ડેની ભવ્‍ય ઉજવણી અત્રેની મેઘાણી હાઈસ્‍કૂલ ખાતે એન.સી.સી., નેવી સહિતના કેડેટોએ પરેડ સાથે સલામી આપી કાર્યક્રમની ભવ્‍ય ઉજવણી કરવામાં આવેલ. આ ઉજવણી સાથે બગસરા પંથકના સેનામાં શહીદ થનાર મેજબ ઋષિકેશ રામાણી પરિવાર, ભાવેશ રાખસીયા પરિવાર, યુસુફ સૈયદ પરિવારનું સન્‍માનપત્ર સહિતથી ભવ્‍ય સન્‍માન કરવામાં આવેલ. આ સાથે સેનામાં નિવૃત થનાર ફોજીને પણ સન્‍માનીત કરવામાં આવેલ. આ તકે મામલતદારે દેશના જવાનોને યાદ કરી વીરતાને અભિનંદન પાઠવેલ. રશ્‍વિનભાઈ ડોડીઆએ દેશના સૈનિકોની તાકાત અને હિંમતને બિરદાવી ભારત મહાસતા તરફ જઈ રહયું છે. તેની પ્રગતિ દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વમાં દેશ આગળ જઈરહયો છે તેમ જણાવેલ. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ચંપાબેન                   બઢીયા, ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડીઆ, પૂર્વ પ્રમુખ એ.વી. રીબડીયા, હરેશભાઈ પટોળીયા, રેખાબેન પરમાર, જીતેન્‍દ્રભાઈ બોરીચા, અલ્‍પેશભાઈ ગોહિલ, મહેશભાઈ બોરીચા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમની શરૂઆતમાં સ્‍વાગત પ્રવચન શેખવાએ કરેલ. જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્‍નેહી પરમારે કરેલ.


અવસાન નોંધ

અવસાન નોંધ

અમરેલી : રાજગોર બ્રાહ્મણ ગં.સ્‍વ. સમજુબેન બાબુભાઈ બોરીસાગર (ઉ.વ. 88) તે મગનભાઈ, ઘનશ્‍યામભાઈ, સ્‍વ. પરશોતમભાઈ, રમણીકભાઈ, દેવશંકરભાઈ, પ્રવિણભાઈ તથા ધનસુખભાઈનાં માતુશ્રી તા.ર8/9 નાં રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.1/10 ને સોમવારનાં રોજ સાંજે 4 થી 6 દત્તમંદિર હોલ, ચિતલ રોડ, અમરેલી ખાતે રાખેલ છે. તેમજ ઉતરક્રિયા તા.8/10 ને સોમવારે અમરેલી ખાતે રાખેલ છે.

અમરેલી : રાજગોર બ્રાહ્મણ ગં.સ્‍વ. સમજુબેન બાબુભાઈ બોરીસાગર (ઉ.વ.88) તે મગનભાઈ, ઘનશ્‍યામભાઈ, સ્‍વ. પરશોતમભાઈ, રમણીકભાઈ, દેવશંકરભાઈ, પ્રવિણભાઈ, ધનસુખભાઈના માતુશ્રીનું તા.ર8/9ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1/10ને સોમવારના રોજ ચિતલ રોડ, દતમંદિર હોલ, અમરેલી ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે અને ઉત્તરક્રિયા તા.8/10ને સોમવારના રોજ અમરેલીમુકામે રાખેલ છે.

બગસરા : બગસરા નિવાસી સૌરાષ્‍ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુંદનબેન કલ્‍યાણજીભાઈ પંડયા (ઉ.વ.86) તે જયંતિભાઈ જયકૃષ્‍ણભાઈ તથા રોહિતભાઈના ભાભી તેમજ ચંદ્રકાંતભાઈ, નંદલાલભાઈ, કિરીટભાઈ તથા નિરૂબેનના માતુશ્રી તે રાજુભાઈ, મનિષભાઈ, રવિભાઈના ભાભુનું તા.ર9ના રોજ અવસાન થયેલ છે.


વડીયામાં જી.એસ.એફ.સી ફર્ટીલાઈઝર્સ ડેપો નિદર્શન સભાઓ યોજાઈ

               ગુજરાત સ્‍ટે. ફર્ટી એન્‍ડ કેમી.લી. નાં વડીયા તથા કુંકાવાવ ખાતેના ફર્ટીલાઈઝર્સ ડેપો દ્વારા નિદર્શન સભાઓનું આયોજન કરવામાં આવેલ. આ પાક વિદર્શન સભાઓ બરવાળા બાવીશી મુકામે વિનુભાઈ કુંભાણી અને ખાન ખીજડીયા મુકામે કાળુભાઈ આહીર (ગાધે)ની વાડી પર કપાસના ઉભા પાકમાં યોજવામાં આવી હતી. આ સભામાં જી.એસ.એફ.સી. એડિશનલ રીઝનલ બિઝનેસ હેડ, રાજકોટ, વી.જે. વાછાણી, સિનિયર એરિયા બીઝનેસ હેડ, જુનાગઢ, એચ.ડી. જેઠવા, ડેપો સંચાલક કુંકાવાવ એ.યુ. ડાભી, ગ્રામ સેવક, કુંકાવાવ (વડીયા), પોલિસીલ કંપની, એરિયા મેનેજર, એગ્રોનોમિસ્‍ટ, વીમોક્ષ કંપનીના અધિકારી તથા ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્‍થિત રભ હતા. આ સભાના આયોજક વડીયા ખાતેના ડેપો ઈન્‍ચાર્જ એચ.ડી. જોષીએ પ્રાસંગિક પ્રવચન કરેલ. તેમણે નિદર્શન પ્‍લોટની સંપૂર્ણ માહિતી ઉપરાંત તેમાંઉપયોગમાં લેવાયેલ કંપનીના સેંદ્રિય તેમજ એગ્રો ઈનપુટ ખાતરોના કપાસના પાકમાં દેખાયેલ ફાયદાકારક પરિણામો ઉપર ખેડૂતભાઈઓનું ઘ્‍યાન કેન્‍દ્રિત કર્યુ હતું. ત્‍યારબાદ અગલ અલગ શાખાના કૃષિ નિષ્‍ણાંતોએ કંપનીના વિવિધ પ્રોજેકટ, એગ્રો ઈનપુટ તથા સુધારેલ બિયારણ તેમજ પાણીની અછતમાં ટપક પદ્વતિની જરૂરિયાત વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત જૈવિક, છાણિયા, સેન્‍દ્રીય, કમ્‍પોસ્‍ટ, જીપ્‍સમ જેવા ખાતરોનો મહત્તમ ઉપયોગ અને જમીન ફળદ્રુપતા જાળવી રાખવામાં તથા વધારવામાં તેની ઉપયોગિતા, વધુમાં જમીન તથા પાણીની ચકાસણીની જરૂરિયાત તથા ફાયદાઓથી સૌને માહિતગાર કર્યા હતા. વધુમાં બદલતા જતાં વાતાવરણની ખેતી પર અસરોને ઘ્‍યાનમાં લેતા આગોતરા આયોજન સાથે ખેતીમાં આગળ વધવા અને આધુનિક ખેતીની જરૂરિયાત ઉપર ભાર મૂકયો હતો. અંતમાં જીએસએફસી એરિયા મેનેજરે ડીબીટી  યોજના અંતર્ગત પીઓએસ (પોઈંટ ઓફ સેલ) મશીનની (આધારકાર્ડ અને ફિંગરપ્રિન્‍ટ દ્વારા) રાસાયણીક ખાતરની ખરીદીમાં જરૂરિયાત પર શ્રોતાઓને માહિતગાર કર્યા બાદ ડેપો ઈન્‍ચાર્જે અધિકારીઓ તથા ખેડૂતભાઈઓને આ સભામાં મોટી સંખ્‍યામાં હાજરી આપી લાભ લેવા બદલ આભારવિધિ કરી હતી.


30-09-2018


ભૈ વાહ : કુંકાવાવમાં ભુગર્ભગટરનું કાર્ય માત્ર કાગળ પર પુર્ણ

કોન્‍ટ્રાકટર, અધિકારીઓ અને પદાધિકારીઓની જબ્‍બરી હિંમત

ભૈ વાહ : કુંકાવાવમાં ભુગર્ભગટરનું કાર્ય માત્ર કાગળ પર પુર્ણ

ગામનાં સરપંચ સહિતનાં આગેવાનોએ 10 દિવસમાં તમામ સમસ્‍યા દુર કરવા માંગ કરી

કુંકાવાવ, તા. ર8

અમરેલી જિલ્‍લામાં ભુગર્ભ ગટરની મોકાણ ગામેગામ ઉભી થઈ છે. જનતા જનાર્દનનાં પરસેવાનાં કરોડો રૂપિયાનું આંધણ થઈ રહૃાું છે છતાં પણ એક પદાધિકારી કે અધિકારી ભુગર્ભ ગટરની ચુંગાલમાંથી જનતાને છોડાવવા ડોકાતા નથી.

અમરેલી, લીલીયા, ખાંભા, બગસરા તેમજ કુંકાવાવમાં ભુગર્ભ ગટરને લઈને વ્‍યાપક નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.

કુંકાવાવનાં સરપંચ, હિત રક્ષક સમિતિનાં આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને ભુગર્ભ ગટર અને બિસ્‍માર માર્ગોની સમસ્‍યા દુર કરવા 10 દિવસનું અલ્‍ટીમેટમ  આપેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, આશરે સાડા ચાર વર્ષથી ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવેલ છે. આ કામ હજુ પણ રપ થી 30% કામ અધુરૂ છે છતાં કોન્‍ટ્રાકટર અને પદાધિકારીઓની લિીભગત કરી અધિકારીઓ સાથે મળીને ફાઈનલ બિલ બનાવી નાખેલ છે. તો આ કામ પૂર્ણ થયેલ છે તેવું ગ્રામ પંચાયતનું સર્ટી મેળવેલ છે. કેમ ? અને જો મેળવેલ હોય તો આમા ભ્રષ્‍ટાચાર થયેલ છે. તો આ કામની તુરંત તપાસ કરી જવાબદારો સામે યોગ્‍યપગલા ભરી દિવસ 10માં અધુરૂ કામ પૂર્ણ કરવા જણાવેલ છે.

વધુમાં જણાવેલ છે કે, કુંકાવાવ મોટી ગામમાં દરેક રોડ ભુગર્ભ ગટરના લીધે તોડી નાખવામાં આવેલ છેી આ બધા રોડ આશરે 7000 મિટરના રસ્‍તાઓ ર.74 કરોડનાં ખર્ચે મંજુર થયેલ છે. આ કામના ટેન્‍ડર બહાર પડેલ છે અને 10 માસ પહેલા આ કામની જે તે એજન્‍સીને વર્કઓર્ડર આપવામાં આવેલ છે. આજ દિવસ સુધી કયાં કારણોસર આ કામ કરવામાં આવતું નથી. ગ્રામ પંચાયત ઘ્‍વારા લેખીત અને મૌખિક રજુઆત અનેક વખત કરવામાં આવે છે છતાં કોન્‍ટ્રાકટર અને અધિકારીઓની મિલીભગતને લીધે આ કામ શરૂ કરવામાં આવતું નથી. આથી દોઢ માસ પહેલા રૂબરૂ રજુઆત કરવામાં આવેલ ત્‍યારે કાર્યપાલક ઈજનેર ઘ્‍વારા કહેવામાં આવેલ કે એજન્‍સીને નોટીસ આપેલ છે અને 1પ દિવસના અંતરે 3 નોટીસ આપીને એજન્‍સીને બ્‍લેક લીસ્‍ટમાં મુકીને આ કામના ટેન્‍ડર યુઘ્‍ધના ધોરણે બહાર પાડી દોઢ માસમાં આપના ગામના રસ્‍તાઓનું કામ શરૂ કરવામાં આવશે. તો ગોળ-ગોળ જવાબ આપવામાં આવેલ છે.

વધુમાં જણાવેલ છે કે ઉપરોકત બંને કામો 10 દિવસમાં શરૂ કરવામાં નહી આવે તો કુંકાવાવ હિત રક્ષક સમિતિ તેમજ ગ્રામ પંચાયતનાં સરપંચ અને સભ્‍યો સહિત ઉપવાસ આંદોલન કરવામાં આવશે અને ગામ બંધ રાખવામાં આવશે. તેમ છતાં આ કામશરૂ કરવામાં નહી આવે તો સામુહિક આત્‍મવિલોપન કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.


લાઠીનાં સરકારી દવાખાનામાં ઈન્‍જેકશન આપતાં કાયમી ખોડ થઈ જતાં ફરિયાદ

6 માસ પહેલા બન્‍યો બનાવ

લાઠીનાં સરકારી દવાખાનામાં ઈન્‍જેકશન આપતાં કાયમી ખોડ થઈ જતાં ફરિયાદ

ડોકટરે ફરજ પરનાં નર્સને ઈન્‍જેકશન આપવા કહૃાું હતું

અમરેલી, તા. ર8

લાઠી તાલુકાનાં ભીંગરાડ ગામે રહેતા દિનેશભાઈ લાલજીભાઈ ચુડાસમાની 10 વર્ષીય કિશોરને શરદી-ઉધરસની તકલીફ થતાં ગત તા. 3/3/18નાં રોજ લાઠી સરકારી દવાખાને લઈ ગયા હતા. જયાં ફરજ પરનાં તબીબે આ કિશોરને તપાસી અને ફરજ પર રહેલ નર્સને ઈન્‍જેકશન આપવા જણાવેલ. જેથી આ નર્સ બહેને ઈન્‍જેકશન નસમાં આપી દેતા આ ભોગ બનનાર 10 વર્ષનાં કિશોરને કાયમી ખોટ આવી ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.


લાઠીનાં આધેડ સાથે લગ્ન કરીને દુલ્‍હન 1પ દિવસમાં ફરાર થઈ ગઈ

સોનાનાં દાગીના અને ટીવી લઈને ચાલતી પકડી

અમરેલી, તા. ર8

લાઠીનાં કેરીયા રોડ ઉપર આવેલ આલમગીરી હોટલ પાસે રહેતાં અને મિસ્‍ત્રી કામ કરતાં હસમુખભાઈ ઠાકરશીભાઈ મકવાણા નામનાં 4ર વર્ષિય આધેડ સાથે ગોંડલ તાલુકાનાં મોવૈયા ગામે રહેતી ગીતાબેન અરૂણભાઈ નિમાવત નામની મહિલાએ તેમને વિશ્‍વાસમાંલઈ લગ્ન કરી 1પ દિવસ સાથે રહી અને બાદમાં ગત તા.રપ/9 નાં રોજ તેણી આ મિસ્‍ત્રીનાંઘરમાંથી રૂા.64040ની કિંમતનાં સોનાનાં ઘરેણાં તથા ટીવી-1 લઈ અને અજાણ્‍યા ફોરવ્‍હીલ ચાલક સાથે નાશી જઈ વિશ્‍વાસઘાત છેતરપીંડી કર્યાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાઈ છે.


બાબરા પાલિકાનાં પ્રમુખ પદે વનરાજભાઈ વાળા અને ઉપપ્રમુખ પદે જગદીશભાઈ કારેટિયાની વરણી

બાબરા, તા. ર8

બાબરા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ખીમજીભાઈ મારૂની મુદત તા. ર9/9નાં રોજ પૂર્ણ થતાં આજરોજ આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવા જિલ્‍લા કલેકટર ઘ્‍વારા જાહેરનામું પ્રસિઘ્‍ધ કર્યુ હતું.

જેના અનુસંધાને આજરો તા. ર8/9નાં રોજ સવારે 11 કલાકે અમરેલી જિલ્‍લા પ્રાંત અધિકારીના અઘ્‍યક્ષ સ્‍થાને પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે બાબરા પીએસઆઈ સરવૈયા સહિતના પોલીસ સ્‍ટાફ ઘ્‍વારા પુરતો બંદોબસ્‍ત જાળવ્‍યો હતો.

બાબરામાં નગરપાલિકાની કચેરીમાં સવારે 11 કલાકે અમરેલી પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર એન.કે. પંડયા, જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ ખર્જુનભાઈ સોસા, પાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂ સહિત કોંગ્રેસનાં તમામ 19 સભ્‍યોની ઉપસ્‍થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે અહીં અન્‍ય કોઈ દાવેદાર ઘ્‍વારા ફોર્મ રજુ નહી થતાં વનરાજભાઈ વાળાને પ્રમુખ તરીકે અને જગદીશભાઈકારેટિયાને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્‍યા હતા.

બાબરા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે ત્‍યારે આગામી અઢી વર્ષ સુધી ફરી નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે યુવાન બેલડી ચૂંટાઈ આવતા તાલુકાના અને શહેર કોંગ્રેસના આગેવાનો ઘ્‍વારા ઢોલ-નગાર વગાડી મોં મીઠા કરી ખુશી વ્‍યકત કરી હતી.

નગરપાલિકામાં નવનિયુકત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા વનરાજભાઈ વાળા જણાવ્‍યું હતું કે પ્રજાના કામ કરવા એ મારી પહેલી પ્રાથમિકતા રહેશે. પાલિકાના તમામ સભ્‍યો સાથે સંકલન સાધી શહેરના વિકાસના કાર્યો આગળ વધારશું.


અમરેલીમાં આજે ભાજપ દ્વારા રાહુલ ગાંધી વિરૂઘ્‍ધ ઉગ્ર દેખાવો

અમરેલી, તા.ર9

દેશનાં લોખંડી પુરૂષ અને એક ભારત અખંડ ભારત બનાવનાર શ્રી સરદાર વલ્‍લભભાઈ પટેલને કોંગ્રેસે હંમેશા અન્‍યાય કર્યો છે. સરદાર પટેલને દેશનાં પ્રથમ વડાપ્રધાન બન્‍યા દીધા હોત તો આજે અરાજકતા અને આંતકવાદ જેવી સમસ્‍યા દેશની જનતા સામે ન હોય, સરદાર વલ્‍લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જિર્ણોદ્વારા કરવાનો નિર્ણય કર્યો અને દેશનાં રાષ્‍ટ્રપતિને સોમનાથ ન આવવા દીધા એ પાપ પણ કોંગ્રેસે કર્યુ હતું. કોંગ્રેસ લાજવાને બદલે ગાજવાનું બંધ કરે તેમ અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાએ જણાવ્‍યું છે.

કોંગ્રેસના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધી વિશ્‍વની સૌથી મોટી પ્રતિમાં એટલે સ્‍ટેચ્‍યું ઓફ યુનિટી જયારે આ પ્રતિમાં  તૈયાર થઈ ગઈ છે. ત્‍યારે ચાઈના સાથે સરખાવીને સરદાર પટેલની પ્રતિમાનું અપમાન કર્યુ છે. જેના વિરોધમાં અમરેલી રાજકમલ ચોક ખાતે બપોરે3:30 કલાકે ઉગ્ર દેખાવ કરીને રાહુલ ગાંધીના આવા નિમ્‍ન શબ્‍દોનો વિરોધ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સરદાર પ્રેમિ નાગરીકો અને કાર્યક્રર્તાઓ જોડાશે. તેમ જિલ્‍લા ભાજપના મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશ કાનાણી, અને કૌશીક વેકરીયાની યાદીમાં જણાવાયું છે.


વડી સિંચાઈ યોજનાનું પાણી પીવા માટે અનામત રાખો

ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને કરી રજુઆત

વડી સિંચાઈ યોજનાનું પાણી પીવા માટે અનામત રાખો

અમરેલી શહેર ઉપરાંત અનેક ગામો સુધી વડી સિંચાઈથી પાણી પહોંચી રહૃાું છે

અમરેલી, તા. ર8

અમરેલીનાં માંગવાપાળ ગામ નજીક આવે વડી સિંચાઈ યોજનાનું પાણી ખેતરો સુધી પહોંચી શકતું ન હોય પીવા માટે ફાળવવા માંગ કરવામાં આવી છે.

આજે મોટી સંખ્‍યામાં ખેડૂતોએ કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, વડી સિંચાઈ યોજનાની કેનાલમાંથી ખેતીની જમીન માટે કેનાલનું પાણી છોડવામાં આવે છે. પરંતુ હાલદુષ્‍કાળની સ્‍થિતિ હોય અને ડેમમાં પુરતી પાણીની સંગ્રહશકિત ખૂબ જ ઓછી હોવાથી ડેમમાં ફકત ર ફૂટ જેટલું પાણી હોય તો કેનાલમાંથી પાણી ન છોડવા માંગ           કરી છે.

વધુમાં જણાવેલ છે કે, જે ડેમના પાછળના ભાગે એરનું પાણી વરૂડી વોટર વર્કસમાં જતું હોય અને તે પાણી અમરેલીની જનતાને પીવા માટે આપવામાં આવતું હોય તેમજ વરૂડી/માંગવાપાળમાં મહીપરી યોજનાનું પાણી પણ આવતું ન હોય તેમજ અમરેલીમાં ગઢની રાંગ, ભાડપરા, જેશીંગપરા, ચાંપાથળ, ફતેપુર આ તમામ ગામોને તેમજ તમામ જનતાને આ પાણીનો લાભ મળતો હોય તો પાણીનો ખોટો બગાડ કે વેડાઈ ન જાય તે જોવા વિનંતી છે.

વધુમાં જણાવેલ છે કે, જે કેનાલમાં પાણી જાય તે કેનાલ સાફ-સફાઈ તેમજ કેનાલમાં કાંપ, માટી, ખડ, જાખરા તેમજ કેનાલ તુટેલી હાલતમાં હોય પાણી માત્ર કેનાલ પુરેપુરી ભરાયેલ તેટલું પાણી પણ ન હોય તેમજ ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચે તેમ ન હોય તો કેનાલમાંથી પાણી ન છોડવા અંતમાં માંગ              કરેલ છે.


જેશીંગપરા શિવાજી ચોકમાં એસ.ટી. અને ડમ્‍પર વચ્‍ચે થયો અકસ્‍માત

ચાલક ડમ્‍પર ઘટના સ્‍થળે મુકી નાશી ગયો

અમરેલી, તા. ર8

અમરેલીનાં મોટા આંકડીયા ગામે રહેતા અને એસ.ટી. બસમાં ચાલક તરીકે કામ કરતાં ભાવેશભાઈ ભોળાદાસદેવમુરારી નામના 30 વર્ષીય યુવા ગઈકાલે બપોરે પોતાના હવાલાવાળી એસ.ટી. બસ લઈ અમરેલીનાં જેશીંગપરાથી શિવાજી ચોક પાસેથી પસાર થતાં હતા ત્‍યારે ગોળાઈમાં સામેથી આવી રહેલ પીળા કલરનાં ડમ્‍પર નંબર જી.જે.-13-વાય 3663નાં ચાલકે એસ.ટી. સાથે ડમ્‍પર અથડાવી નાશી ગયાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.


નાનીકુંડળ ગામે યુવતિ સાથે ફોનમાં વાત કરવાનાં મનદુઃખે પાઈપ વડે માર માર્યો

અમરેલી, તા. ર8

બાબરા તાલુકાનાં નાની કુંડળ ગામે રહેતી દક્ષાબેન મહેશભાઈ ભાલીયા નામની ર1 વર્ષિય પરિણીતાનાં દીયર તે જ ગામે રહેતાં મનસુખ વાઘાભાઈનાં કુટુંબી દિકરી સાથે ફોનમાં વાત કરતાં હોય, તે વાતનું મનદુઃખ રાખી ગત તા.ર6નાં સાંજે આરોપી મનસુખભાઈ સહિત 4 ઈસમોએ તેણીનાં ઘરમાં ઘુસી તેણીની સાસુ તથા નણંદને માર મારી ઈજા કરી અને બાદમાં તેણીના ઘરનાં બારણા તોડી ઘરમાં પડેલ મોટર સાયકલને નુકશાન કરી જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.


બાબરાનાં આધેડની કાર અને રોકડા રૂપિયા લઈજઈ છેતરપીંડી

મોરબીનાં શખ્‍સનું કારસ્‍તાન

અમરેલી, તા.ર8

બાબરામાં ગામે આવેલ શ્રીજીનગરમાં રહેતા કમલેશગીરી હિંમતગીરી ગોસાઈ નામના 4ર વર્ષીય આધેડને મોરબી ગામે રહેતો જયભાઈ મુકેશભાઈ સેજપાલ નામનો ઈસમ ગત તા.ર6/7ના રોજ કારની કિંમત ઓછી કરી આપી વિશ્‍વાસ અને ભરોસો આપી રૂા. 90,000 રોકડા તથા 1,0પ,000 કાર નં. જી.જે.14 ઈ 3689 અસલ કાગળો સાથે લઈ જઈ રૂા. 1.9પ લાખની ઠગાઈ અને વિશ્‍વાસઘાત કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


ખાંભાનાં મોટા બારમણ ગામે દરરોજ સિંહોનું રાત્રી પેટ્રોલીંગ શરૂ થયું

ખાંભા, તા. ર8

ખાંભાનું મોટા બારમણ ગામ સિંહોનું કાયમી નિવાસ સ્‍થાન બની ગયું છે. અહી આવેલ પર્વતો અને ઘટાદાર વૃક્ષો તેમજ રાયડી ડેમ સિંહોને કાયમી વસવાટ માટે અનુકુળતાઓ બક્ષી રહૃાા છે. મોટા બારમણ તેમજ આસપાસના ગામોમાં 3-4 દિવસે વનરાજાઓ ગામમાં ચકકર લગાવે છે અને મોટા બારમણ ગામની મઘ્‍યમાં જ 6 ગાયોનું એક માસમાં મારણ કરવાનો આ ત્રીજો અને વર્ષમાં 10 કરતાં ઉપરાંત નો બનાવ હશે. સિંહોનું ગામમાં રાત્રી પેટ્રોલીંગ હવે ગામલોકો માટે સામાન્‍ય બની ગયું છે. ત્‍યારે ખાંભામાં પણ ભૂતવડલી વિસ્‍તારમાં સિંહો ઘ્‍વારા એક બળદનું મારણ કર્યુ હતું અને વન વિભાગના ફોરેસ્‍ટર સીડાએ સ્‍થળ તપાસ કરીહતી.

તાજેતરમાં જ બૃહદગીરમાં આપણા દેશની શાન સમા વનરાજાઓના ભેદી મોતના સિલસીલાએ પ્રકૃતિપ્રેમીઓમાં ખૂબ જ ચિંતાનું વાતાવરણ ઉભુ કર્યુ છે. ત્‍યારે ગીરની સીમાઓ ઉપરના આ ખાંભા તાલુકાના ગામડાઓમાં સિંહ પરિવારો ખૂબ જ તંદુરસ્‍ત અને વૃઘ્‍ધિમાં જોવા મળી રહૃાા છે.