Main Menu

Sunday, August 19th, 2018

 

અમરેલી પાલિકા પ્રમુખ જયંતિભાઈ રાણવા દ્વારા ઘ્‍વજવંદન કરાયુ

પાલિકાના સદસ્‍યો તથા કર્મચારીઓ ઉપસ્‍થિત રહૃાાં

અમરેલી, તા.18

અમરેલી નગરપાલિકા દ્વારા 7રમાં સ્‍વાતંત્ર્ય પર્વ નિમિતે ઘ્‍વજવંદનનો કાર્યક્રમ નગરપાલિકા કચેરીમાં આયોજિત કરવામાં આવેલ હતો. નગરપાલિકાનાં પ્રમુખ જયંતિભાઈ રાણવા દ્વારા ઘ્‍વજવંદન કરવામાં આવેલ હતું. આ તબકકે પ્રમુખ દ્વારા પધારેલા તમામ મહાનુભાવો, નગરપાલિકાના સદસ્‍યઓ, કર્મચારીગણ તેમજ નગરજનોને સ્‍વાતંત્ર પર્વની શુભેચ્‍છા પાઠવેલ હતી.

તેમજ આ પ્રસંગે અમરેલી નગરપાલિકાને સરકાર દ્વારા સ્‍વચ્‍છ ભારત મીશન અંતર્ગત ડોર ટુ ડોર કચરા કલેકશન માટે  1પ વાહનોની ફાળવણી કરવામાં આવેલ હતી. તેનો લોકપર્ણ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવેલ હતો. આ બન્‍ને પ્રસંગોમાં નગરપાલિકાના પુર્વ પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયા વર્તમાન ઉપપ્રમુખ શકીલભાઈ સૈયદ, પુર્વ ઉપપ્રમુખ નટુભાઈ સોજીત્રા, સભ્‍યઓ મૌલીકભાઈ ઉપાઘ્‍યાય, કોમલબેન રામાણી, જયશ્રીબેન ડાબસરા, નવાબભાઈ ગોરી, અમીનભાઈ હોત, હીરેનભાઈ સોજીત્રા, પંકજભાઈ રોકડ, જયશ્રીબેનતળાવીયા, દલપતભાઈ ચાવડા, ગાયત્રીબેન ડાભી, પ્રિતીબેન રૂપારેલ, કીરણબેન વામજા, સમીરભાઈ જાની, હરપાલભાઈ ધાધલ, ભાવનાબેન રાઠોડ, પ્રકાશભાઈ કાબરીયા, માધવીબેન જાની, પ્રવિણભાઈ માંડાણી, કંચનબેન વાઘેલા, પદમાબેન ગોસાઈ તેમજ નગરપાલિકા અધિકારીઓ તથા કર્મચારીગણે હાજરી આપેલ હતી.


બિસ્‍માર માર્ગો,રખડતા પશુઓ અને બેફામ ગંદકીએ ઉપાડો લીધો છે

અમરેલી, તા. 18

રાજયને સૌ પ્રથમ મુખ્‍યમંત્રીની ભેટ આપનાર અમરેલી શહેર આજે નેતાગીરીનાં અભાવથી અનાથ બની ગયું છે. શહેરમાં અગણિત સમસ્‍યાઓ હોવા છતાં પણ ધારાસભ્‍ય કે સાંસદ તો ઠીક નગરસેવકો પણ એકપણ શબ્‍દ બોલતા નથી.

શહેરમાં ભુગર્ભ ગટરનાં પાપે અનેક માર્ગો અતિ બિસ્‍માર બની ગયા છે. થોડો વરસાદ પડે તો મુશ્‍કેલીમાં વધારો થાય છે. શહેરનાં હાર્દસમા ચિતલ રોડ, વરસડા રોડ, સ્‍ટેશન રોડ સહિતનાં વિસ્‍તારમાં પસાર થવું એટલે તોબા તોબા.

શહેરનાં માયકાંગલા નેતાઓ અધિકારીઓનો કાન આમળતા નથી અને અધિકારીઓને સ્‍વાભાવિક રીતે જનતા જનાર્દનની કાંઈ પડી નથી.

જનતા જનાર્દન દર વર્ષે કરોડો રૂપિયાનાં કરવેરા ભરે છતાં પણ પ્રાથમિક સુવિધા મેળવી શકતી નથી અને રાજકીય કાર્યકરો અને આગેવાનો શહેરમાં જયાં ત્‍યાં હોર્ડિંગમાં ફોટા લગાવીને શહેરનાં નેતા હોવાનો ઢોંગ કરી રહૃાા છે.

શહેરમાં બિસ્‍માર માર્ગો ઉપરાંત રખડતા પશુઓ, બેફામ ગંદકી અને ટ્રાફીક સમસ્‍યાનો કોઈ ઉકેલ લાવી શકતા નથી. કાર્યકરો નેતાઓ સાથે અને નેતાઓ મોટા નેતાઓ સાથે ફોટોસેશન કરાવવામાંથી નવરા પડતાં નથી.

આમ તો શહેરમાં સમસ્‍યા કરતાં હજાર ગણા રાજકીય કાર્યકરો વિવિધ પ્રકારનાં હોદાઓ લઈનેસીનસપાટા કરી રહૃાા છે પરંતુ એક પણ કાર્યકર કે નેતાને શહેરની સમસ્‍યા દુર કરવાની ઉતાવળ ન હોય શહેરની દોઢ લાખની જનસંખ્‍યા આજે સ્‍વ. ડો. જીવરાજ મહેતા, સ્‍વ. ખોડીદાસ ઠકકરને યાદ કરી રહી છે.


અમરેલી જિલ્‍લા બેન્‍કનાં એમડી ચંદુભાઈ સંઘાણીની ખબર-અંતર પુછતી બાળાઓ

મહિલા વિકાસગૃહનાં સંચાલકે શુભેચ્‍છા પાઠવી

અમરેલી, તા. 18

આંખોની સારવાર બાદ આરામ કરી રહેલ જિલ્‍લા બેન્‍કનાં એમડી અને સેવા ટ્રસ્‍ટના પ્રમુખ ચંદુભાઈ સંઘાણીની ખબર-અંતર પુછવા આજરોજ મહિલા વિકાસગૃહની બાળાઓ તેમના નિવાસસ્‍થાને પહોંચી કાલીઘેલી ભાષામાં જલ્‍દી સાજા થવાની શુભેચ્‍છા પાઠવી હતી.

આ તકે મહિલા વિકાસ ગૃહના પદાધિકારી અને કર્મચારીઓ પણ મહિલા વિકાસ ગૃહની સેવાા પ્રવૃત્તિમાં જોડાયેલા ચંદુભાઈના ખબર-અંતર પુછીને વ્‍હેલાસર સાજા નરવા થવાની શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ઉલ્‍લેખનીય છે કે, મહિલા વિકાસ ગૃહની બાળાઓના જન્‍મ દિવસ નિયમીત અનેવિશિષ્‍ટરૂપે ઉજવાય તે અંગેના આગવા આયોજનના પ્રરેણારૂપ પરિબળ ચંદુભાઈ સંઘાણી છે તેમ મહિલા વિકાસ ગૃહ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.


પૂર્વ ચેરમેન સુરેશ કોટડીયાને પરાજિત કરીને ધારી માર્કેટયાર્ડનાં ચેરમેનપદે ભાજપનાં મનસુખ ભુવાનો વિજય

ધારી, તા. 18

ધારી માર્કેટીંગયાર્ડની ચૂંટણીનાં પરિણામો ભાજપનાં ફેવરમાં આવ્‍યા બાદ આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના સુકાનીઓએ બાજી મારી લીધી હતી અને આઝાદી બાદ પ્રથમ વાર સ્‍પષ્‍ટ રીતે યાર્ડને પોતાના હસ્‍તક કરી લીધું છે.

ધારી માર્કેટીંગયાર્ડનીચૂંટણીનાં પરિણામો ભાજપના ફેવરમાં આવ્‍યા બાદ આજે ચેરમેન અને વાઈસચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ તરફથી પૂર્વ ચેરમેન સુરેશભાઈ કોટડીયાએ નવરચિત બોર્ડીના હોદ્યે બીરાજવા જંપલાવ્‍યું હતું. કોટડીયાની સીધી ટક્કર ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્‍ય મનસુખભાઈ ભુવા સાથે થતા કોટડીયાને પછાડી ભૂવા ચેરમેનની આ હરિફાઈ જીતી ગયા હતા બીજી તરફ વાઈસ ચેરમેન પદ માટે કોંગ્રેસ ર્ેારા કોઈ ઉમેદવાર મેદાનમાં ન ઉતારવામાં આવતા ભાજપનાં સુભાષભાઈ ગજેરા બીનહરિફ ચૂંટાઈ આવ્‍યા હતા.

યાર્ડના બંધ હોલમાં યોજાયેલ ચૂંટણી જીતી બહાર આવનાર નવનિયુકત ચેરમેન અને વાઈસ ચેરમેનને અતુલભાઈ કાનાણી, હિતેશભાઈ જોશી, જીતુભાઈ જોશી, નરેશભાઈ ભૂવા, જીજ્ઞેશગિરિ ગોસાઈ, મુકેશભાઈ રૂપારેલીયા અને કેતનભાઈ સોની સહિતનાં ભાજપીઓએ ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા.

નવનિયુકત ચેરમેન મનસુખભાઈ ભૂવાએ જણાવ્‍યું હતું કે આજ સુધી યાર્ડનો વિકાસ જ થયો નથી અહીં માત્ર મીટીંગ કરી ગાંઠીયા જ ખવાયા છે, હવે ભાજપનાં નેજા હેઠળ યાર્ડ વિકાસની ક્ષિતિજો સર કરશે.

ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપના એક મેમ્‍બરે ભાજપને દગો કર્યો હતો. મનસુખ ભૂવાને કુલ 11 મતનાં બદલે 10 મત જ મળ્‍યા હતા. આ ગુપ્‍ત મતદાનમાં ભાજપનાએ બાગી ડીરેકટરેકોંગ્રેસનાં સુરેશ કોટડીયાને મત આપ્‍યો હતો. અત્રે ઉલ્‍લેખનીય છે કે આવી રમતમાં કોંગ્રેસ ભાજપથી હોશિયાર છે. ગઈ ટર્મમાં તેમણે આવું સફળ ઓપરેશન પાર પાડી ભાજપના મોમાં આવેલો      કોળીયો છીનવી લીધો હતો અને સત્તા હાંસલ કરેલ. પણ આ વખતે બહુમતીનાં જોરે ભાજપ સત્તારૂઢ બન્‍યો છે.

આઝાદી બાદ પ્રથમવાર સ્‍પષ્‍ટ રીતે યાર્ડને પોતાના હસ્‍તક કરી ભાજપ વિકાસનાં દાવા જરૂર કરી રહૃાું છે પણ હવે જોવાનું રહૃાું કે આવતા દિવસોમાં યાર્ડ માટે કેટલો વિકાસ નવા સુકાનીઓ સાધી શકે છે.


બાબરાનાં કરીયાણા ગામે વૃદ્ધને આડેધડ માર મારી ફેકચર કરી દીધું

અમરેલી, તા. 18

બાબરા તાલુકાનાં કરીયાણા ગામે રહેતાં સોમાભાઈ નાગજીભાઈ ઝાપડીયા નામનાં 60 વર્ષિય વૃઘ્‍ધને તે જ ગામે રહેતાં મુન્‍ના વશરામભાઈ મકવાણા તથા તેમનો સાળો હીતેશ નામનાં ઈસમોએ આ વૃઘ્‍ધ પોલીસને દારૂ વેંચતા હોવાની બાતમી આપતા હોવાની શંકા રાખી હાથનાં પોંચા ઉપર તથા આંગળીઓ ઉપર માર મારી ફેકચર કરી દીધાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.


બાબરામાં જાહેર માર્ગ પર જુગાર રમતાં 4 પત્તાપ્રેમી ઝડપાયા

સ્‍થાનિક પોલીસે જુગાર સામે કરી લાલ આંખ

અમરેલી, તા. 18

બાબરા ગામે આવેલ કરીયાણાગામે આજે સાંજના સમયે હીતેશ કાળાભાઈ સરવૈયા, રફીક અલારખભાઈ મેતર, સંજય મંછાભાઈ વાઘેલા સહિત 4 ઈસમો જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોય, બાબરા પોલીસને બાતમી મળતાં દરોડો કરી ચારેય ઈસમોને રોકડ રકમ રૂા.3પ00ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


અમદાવાદમાં રપમી ઓગષ્‍ટથી “હાર્દિક પટેલ”નાં ઉપવાસ શરૂ થશે

અમરેલી, તા. 18

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા એવા હાર્દિક પટેલે રપ ઓગષ્‍ટનાં રોજ વિજય આમરણાંત ઉપવાસની જાહેરાતના પગલે સરકાર જાણે હચમચી ગઈ હોય તેમ નિકોલના જે મેદાનની મંજૂરી સાથે માંગણી કરવામાં આવી હતી તે તેના સિવાયના બીજા પાંચ મેદાનોને રાતોરાત પાર્કિંગ ઝોનમાં ફેરવીને મેદાન ઉપર એએમસી તંત્રએ પોતાના બોર્ડ લગાવી દીધા છે. જે સરકારની કિન્‍નાખોરી જોઈને આંદોલનકારીઓમાં રોષ ભભુકી રહૃાો છે અને તે રોષને લઈને આંદોલનકારીઓ તા. 19 ઓગષ્‍ટના રોજ પાર્કિંગ ઝોનમાં ફેરવેલ પાર્કિંગમાં ગાડીઓ પાર્ક કરીને ગાડી ઉપર જ એક દિવસીય ઉપવાસ કરીને સરકાર સામે બંડ પોકારશે. અને આ એક દિવસીય ઉપવાસના દંગલમાં સૌરાષ્‍ટ્ર ઝોન તરફથી નરેશ વિરાણી અને મહેશ કેવડીયાની ટીમો હાજરી આપીને એક દિવસીય ઉપવાસ કરશે. અને જયારે ભારત રત્‍ન એવા સ્‍વ. અટલજીના અવસાનને લઈને સરકાર ઘ્‍વારા જે સાત દિવસનાં રાષ્‍ટ્રીયશોકની જાહેરાત કરવામાં આવે છે તે રાષ્‍ટ્રીય શોકનું સન્‍માન કરીને સૌ પ્રથમ તેમને શ્રઘ્‍ધાંજલિ અર્પિત કરશે. અને ત્‍યારબાદ તેમના સન્‍માન ખાત મોઢા ઉપર કાળી પટ્ટી બાંધીને એક દિવસીય ઉપવાસ કરશે.

બીજી તરફ જાણે મેદાનની પરમીશન મળે કે ના મળે પણ બિન અનામત વર્ગ માટે અનામતની માંગણી અને ખેડૂતોના દેવા માફીની હાર્દિકની જીદને જોઈને આંદોલનકારીઓ પોતાની આર યા પારની લડાઈના મૂડમાં આવી ગયા હોય તેમ આખા અમદાવાદ શહેરને રપ ઓગષ્‍ટના બેનરોથી સજાવી દીધું છે. અને હાર્દિકે રપ ઓગષ્‍ટના આમરણાંત ઉપવાસનો અગીયાર દિવસનો કાર્યક્રમ જાહેર કરી આપ્‍યો છે. જેમાં હર એક દિવસ જિલ્‍લા અને તાલુકાની ટીમો ઉપવાસ આંદોલનમાં જોડાશે. તેમાં અમરેલી જિલ્‍લાને 31 ઓગષ્‍ટને શુક્રવાર ફાળવવામાં આવેલ છે. ત્‍યારે અમરેલી જિલ્‍લા ખેડૂત સમાજ પ્રમુખ વતી જિલ્‍લાના તમામ ખેડૂત ભાઈઓને આહવાન કરૂ છું કે આપણે આપણું દેવું માફ કરવા માટેના હાર્દિકનાં આમરણાંત ઉપવાસમાં આપણે પણ એક દિવસના પ્રતિક ઉપવાસમાં જોડાઈને તેમને સમર્થન આપવાનું છે. તેમ નરેશ વિરાણીની યાદીમાં જણાવાયું છે.


કડીયાળીનાં યુવકે ઝેરી દવા ગટગટાવી અંતિમવાટ પકડી

અમરેલી, તા. 18

જાફરાબાદ તાલુકાનાં કડીયાળી ગામે રહેતાં ભાવેશભાઈ નાનજીભાઈ વાઢેર નામનાં 30 વર્ષિય યુવકનાં પત્‍નિનું ત્રણેક વર્ષ પહેલાં બિમારી સબબ અવસાનથયેલ હોય, જેથી આ યુવક પોતાની પત્‍નિનાં વિચારોમાં ગુમસુધા રહેતાં હોય, જેથી તેમણે ગત તા.16નાં રોજ રાત્રીનાં સમયે કડીયાળી ગામે પોતાની મેળે ઝેરી દવા પી લેતાં તેમનું મોત થયાનું જાફરાબાદ પોલીસમાં જાહેર થવા પામેલ છે.


દલખાણીયા ગામનાં પશુપાલક યુવાનને વનવિભાગનાં અધિકારીએ માર માર્યો

જંગલખાતાની વંડી પાડી નાંખવાનાં બહાને પકડી

દલખાણીયા ગામનાં પશુપાલક યુવાનને વનવિભાગનાં અધિકારીએ માર માર્યો

અમરેલી, તા. 18

ધારી તાલુકાનાં દલખાણીયા ગામે રહેતાં હારૂનભાઈ વલીભાઈ બ્‍લોચ નામનાં 30 વર્ષિય યુવકને આર.એફ.ઓ. ફોરેસ્‍ટ ગાર્ડ ચૌહાણભાઈ તથા ટ્રેકર અશરફભાઈ વિગેરેએ જંગલ ખાતાની વંડી પાડી નાંખેલ તેવા બહાને યુવકને પકડી લપાટ મારી, ભુતબંગલે લાવી લાકડી વડે માર મારી કોર્ટમાં રજુ કરવા જતાં કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાવી છે.


જીરા ગામનાં પાટીયા પાસેથી રેતી ભરેલ ટ્રેકટર પોલીસે ઝડપીલીધુ

અમરેલી, તા. 18

ધારીના ભુરાપરા વિસ્‍તારમાં રહેતાં જયંતિ ઉર્ફે સુરેશ ઘુઘાભાઈ ગાગડીયા તથા સંજય ઘુસાભાઈ ડેડાણીયા ગઈકાલે સવારે ધારી તાલુકાનાં ખીચા ગામ પાસેની નદીનાં વોકળામાંથી પોતાના હવાલાવાળા ટે્રકટર નંબર જી.જે.14 ડી 3043માં 3 ટન રેતી ભરીને જીરા ગામનાં પાટીયા પાસેથી નીકળતાં ધારી પોલીસે આ બન્‍ને ઈસમોને રૂા.ર,01,પ00નાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.


પીપાવાવ સ્‍થિત યઈોઈહઈકંપની પ્રદુષણ ફેલાવતી હોવાની રાવ

તાત્‍કાલીક નિયમાનુસાર કાર્યવાહી કરવા માંગ કરી

રાજુલા, તા. 18

રાજુલા તાલુકાના પીપાવાવ સ્‍થિત આવેલ આઈએમસી કંપની જાહેરમાં પ્રદુષણ ફેલાવી રહેલ હોય આ પ્રદુષણને કારણે આજુબાજુના વિસ્‍તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી ફેલાવવામાં આવતી હોય જેથી તેની આજુબાજુમાં રહેતા લોકોના આરોગ્‍ય ઉપર ખતરો ઉભો થયેલ છે. તેમજ કેમીકલ યુકત કચરો હોવાને કારણે લોકો ઉપર ખૂબ જ મોટો ખતરો છે. આ આઈએમસી કંપની ઘ્‍વારા પર્યાવરણીય કાયદાઓનો ભંગ કરી રહેલ છે.

આ આઈએમસી કંપની ઘ્‍વારા સરકારની સ્‍વચ્‍છતા અભિયાનની ઝુંબેશનો પણ ઉલાળીયો કરતી હોય તેમજ આ આઈએમસી કંપની તેમજ ગલ્‍ફ પેટ્રોલીયમ તેમજ એજીસનો ગેસ અને કેમીકલ હવામાં ફેલાતા ખૂબ જ પ્રદુષણ ફેલાતું હોય. ગામના લોકોને શ્‍વાસ લેવામાં તકલીફો ઉભી થઈ રહી છે.

આઈએમસી લી., ગલ્‍ફ પેટ્રોલીયમ અને એજીસ ગેસ કંપની ઘ્‍વારા અત્‍યંત જવલનશીલ પેટ્રોલીયમોનો જથ્‍થો રાખતા જેથી ગમે ત્‍યારે અકસ્‍માત થાય તેમ હોય અને જાનહાની પણ થાય તેમ હોય અને આ કંપની ઘ્‍વારા પુરતી સેફટી રાખવામાં આવતી ન હોય તેની પણ તપાસ કરવા ભુપતભાઈ વાઘે કલેકટર સમક્ષ માંગ કરી છે.


મગફળીના ‘‘કહેવાતાં કૌભાંડ”માં કાગનો વાઘ કરવામાં આવ્‍યો છે : ડો. ભરત કાનાબાર

જિલ્‍લા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારનો આત્‍મવિશ્‍વાસ

મગફળીના ‘‘કહેવાતાં કૌભાંડ”માં કાગનો વાઘ કરવામાં આવ્‍યો છે

ર019ની ચૂંટણીઓ આવી રહી હોવાથી ભાજપ સરકારને બદનામ કરવાના મલિન ઈરાદા સાથે આક્ષેપો વિરોધપક્ષના નેતા કરી રહૃાા છે

અમરેલી, તા. 18

ખરીફ ર016માં રાજયમાં ખેડુતોના અથાગ પરિશ્રમના કારણે મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્‍પાદન થયું હતું. ભારત સરકારે રૂા. 4રર0/- પ્રતિ કિવન્‍ટલ મગફળીનો ટેકાનો ભાવ જાહેર કરેલ હતો. ટેકાના ભાવે ભારત સરકારની આ માટેની નોડલ એજન્‍સી નાફેડે ખરીદી શરૂ કરી હતી. વર્ષ ર016માં ર8 લાખ મે.ટન ઉત્‍પાદિત મગફળી પૈકી ર.10 લાખ મે.ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જેની કિંમત રૂા. 889/- કરોડ થાય છે. ખરીફ ર017માં 3ર લાખ મે.ટનથી પણ વધુ મગફળીનું ઉત્‍પાદન થયેલ હતું. જેથી રાજયના ખેડુતોને પોષણક્ષમ અને વ્‍યાજબી ભાવ મળી રહે તે ઉદેશથી આગોતરૂં આયોજન કરી ભારત સરકારને ટેકાના ભાવ વધારવા તથા સમયસર ખરીદી કરવા તા. રર/9/ર017ના રોજ દરખાસ્‍ત કરાયેલ. તા. 17/10/ર017ના રોજ રૂા. 44પ0/- પ્રતિ કિવન્‍ટલના ટેકાના ભાવે ખરીદી કરવા નાફેડને મંજુરી આપેલ હતી. રાજય સરકાર દ્ધારા પણ રૂા. પ0/- પ્રતિ કિવન્‍ટલ બોનસ પોતાના ફંડમાંથી જાહેર કરેલ હતું. આમ,રૂા. 4પ00/- નો ટેકાનો ભાવ ખેડુતોને મળેલ છે.

વર્ષ ર014માં રૂા. 4000/-, વર્ષ ર013માં રૂા. 4000/- અને વર્ષ ર01રમાં રૂા.3700/- પ્રતિ કિવન્‍ટલ ટેકાના ભાવ જાહેર થયા હતાં. રાજયમાં વ્‍યાપક વિસ્‍તારમાં મગફળીનું વાવેતર થતું હોઈ એક કે બે સ્‍ટેટ લેવલ એજન્‍સી આ કામગીરી સમયમર્યાદામાં પુર્ણ ન કરી શકે અને ઘણાં બધા ખેડુતો આ લાભ મેળવવાથી વંચિત રહી જાય, અને ટેકાના ભાવની યોજનાનો હેતુ બર ન આવે. તેથી આ બધી બાબતો ઘ્‍યાને રાખીને એક કરતાં વધુ સ્‍ટેટ લેવલ એજન્‍સીઓ સાથે નાફેડ દ્ધારા કરાર કરવામાં આવ્‍યાં હતાં. જેમાં ગુજકોમાસોલ, ગુજકોટ, ગુજપ્રો, સાબર ડેરી અને બનાસ ડેરીને કામગીરીમાં સામેલ કરવામાં આવેલ હતી.

વર્ષ ર016-17માં નાફેડ દ્ધારા ખરીદાયેલ ર.10 લાખ મે.ટન મગફળી અને 1.6પ લાખ મે.ટન તુવેરનો જથ્‍થો રાજયના વિવિધ ગોડાઉનોમાં સંગ્રહાયેલ હતો જેનો નિકાલ નાફેડ દ્ધારા ર017ના વર્ષની મગફળીની ખરીદી શરૂ કરવાના સમયે પણ થયેલ ન હતો. ખરીદ કરેલ જથ્‍થો યોગ્‍ય જગ્‍યાએ સંગ્રહ થાય અને સારી વ્‍યવસ્‍થા જળવાય તે માટે નાફેડ વતી વેરહાઉસીંગ કોર્પોરેશનને ગોડાઉનોની વ્‍યવસ્‍થા કરવાની કામગીરી સુપ્રત કરવામાં આવેલ હતી. સામાન્‍ય રીતે ઘઉં જેવી જણસીની સાપેક્ષે મગફળી ત્રણ ગણી જગ્‍યા રોકતી હોય છે. દા.ત. 1 મે.ટન ઘઉંનાસંગ્રહ માટે જેટલી જગ્‍યા જોઈએ તેનાથી ત્રણ ગણી વધુ જગ્‍યા 1 મે.ટન મગફળી માટે જોઈએ. તા. રપ/10/ર017થી સમયસર મગફળીની ખરીદી નાફેડ દ્ધારા શરૂ કરવામાં આવેલ હતી. રાજયમાં મગફળી ખરીદી માટે ર3 જિલ્‍લાઓમાં જરૂરિયાત મુજબ અને તબકકાવાર વધારીને કુલ રપ4 કેન્‍દ્રો શરૂ કરવામાં આવેલ હતાં. જે પૈકી ર36 કેન્‍દ્રોમાં ખરીદી થયેલ હતી.

ભારત સરકાર દ્ધારા પ્રથમ તબકકે 3.પ0 લાખ મે.ટનની ટેકાના ભાવે ખરીદીની મંજુરી આપેલ હતી. રાજયના ખેડુતોનો વ્‍યાપક પ્રતિભાવ અને બજાર ભાવની સ્‍થિતિ જોતાં વધારે જથ્‍થામાં મગફળી ખરીદવાની જરૂરિયાત ઉપસ્‍થિત થયેલ હતી. તા. 17/11/ર017થી ખરીદીનો જથ્‍થો વધારવાની દરખાસ્‍ત કરેલ હતી. જે પરત્‍વે ભારત સરકારે ત્‍વરિત સાનુકુળ પ્રતિભાવ પાઠવીને તા. 30/11/ર017 થી 8.00 લાખ મે.ટન વધુ જથ્‍થો ખરીદવાની મંજુરી આપેલ હતી. ખરીદીના દિવસો 90 દિવસથી વધારીને 1પ8 દિવસો એટલે કે તા. 31/3/ર018 સુધી કરવા દરખાસ્‍ત કરવામાં આવેલ.

તા. રપ/10/ર017 થી તા. 9/3/ર018 સુધીમાં 8.30 લાખ મે.ટન એટલે કે 83 લાખ કિવન્‍ટલ મગફળીનો જથ્‍થો નાફેડ દ્ધારા ખરીદાયેલ હતો. જેની કિંમત રૂા. 373પ.ર6 કરોડ થાય. આ ખરીદીનો લાભ રાજયના અંદાજીત 4.36 લાખથી વધુ ખેડુતોએ લીધેલ છે. રાજયના ખેડુતોને સમયસર પેમેન્‍ટ મળી રહે તે માટેરાજય સરકારે રૂા. 416 કરોડ રીવોલ્‍વીંગ ફંડ અને બોનસ પેટે પુરા પાડેલ હતાં.

નાફેડ દ્ધારા રાજયમાં પાછલા બે વર્ષોમાં 10 લાખ મે.ટનથી વધારે જથ્‍થો ખરીદાયેલ છે અને તે પૈકી ઓનલાઈન એકશનથી 4.66 લાખ મે.ટન મગફળીનો નિકાલ કરેલ છે અને અત્‍યારે પણ ઓનલાઈન એકશનથી મગફળી જથ્‍થાના નિકાલની આ કાર્યવાહી ચાલું જ છે. નાફેડના આ જથ્‍થાનો ઝડપી નિકાલ થાય તે માટે રાજય સરકારે પ્રોએકટીવ પગલાં લીધેલ છે અને ગોંડલ ખાતે તા. રપ/પ/ર018ના રોજ સૌરાષ્‍ટ્ર ઓઈલ મીલર્સ એસોસીએશન (સોમા), મગફળી દાણા ખરીદદારો, નાફેડના ચેરમેન અને અધિકારીઓની મંત્રી, કૃષિની ઉપસ્‍થિતિમાં એક બેઠકની વ્‍યવસ્‍થા કરાવી આપેલ હતી. આગામી વર્ષમાં ટેકાના ભાવે ખરીદીની પરિસ્‍થિતિ ઉભી થાય તો સંગ્રહ માટે ગોડાઉનો ઉપલબ્‍ધ થઈ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે નાફેડને જથ્‍થાના નિકાલ માટે રાજય સરકારે જરૂરી સુચનાઓ આપી હતી.

રાજય સરકારે ખેડુતોના માલ સમયસર ટેકાના ભાવે ખરીદી થાય તે માટે આવું આગોતરૂં આયોજન કર્યુ અને ખરીદી બને તેટલી પારદર્શક થાય તેનું જડબેસલાક આયોજન કર્યુ હતું. ખેડુતોની પડખે ઉભા રહેવાની ભાજપની ગુજરાત સરકારની પ્રતિબઘ્‍ધતાને કારણે, રાજયમાં મગફળીની વિક્રમજનક માત્રામાં ખરીદી થઈ હતી. કોઈ કોઈ કેન્‍દ્રો પરકેટલાંક લાલચું વ્‍યવસ્‍થાપકો અને સબંધિત અધિકારીઓની મિલિભગતથી ગેરરીતિઓ થઈ હોય શકે, આમ છતાં, અત્‍યાર સુધીમાં માત્ર પેઢલા ખાતેના ગોડાઉન નં. 1માં મગફળીમાં ભેળસેળ હોવાનું માલુમ પડેલ છે. આ ગોડાઉનમાં કુલ 31000 ગુણી મગફળી એટલે કે લગભગ 108પ ટન મગફળીનો સંગ્રહ થયેલ. છેલ્‍લા બે વર્ષમાં સરકારની કુલ 10 લાખ 46 હજાર ટન મગફળીની ખરીદી થઈ છે. આમ કુલ ખરીદીના 0.0001% એટલે કે, 1000માં ભાગ કરતાં પણ ઓછી મગફળી ભેળસેળવાળી માલુમ પડી છે.

રાજય સરકારે તમામ જવાબદાર લોકો સામે, કડક કાયદાકીય કાર્યવાહી કરી છે. પરંતુ, આ ઘટનાનો રાજકીય લાભ ઉઠાવવા અને રાજય સરકારે આટલી મોટી માત્રામાં મગફળી ખરીદ કરી, ખેડુતોની પડખે ઉભા રહેવાનું જે સુંદર કામ કર્યુ છે તેનાથી અકળાઈને, વિરોધ પક્ષના નેતા છેલ્‍લા કેટલાંક દિવસોથી ગુજરાતમાં અલગ અલગ સ્‍થળોએ ઘરણા – ઉપવાસના નાટકો ચાલું કર્યા છે. જયારે રાજય સરકાર આવી ગેરરીતિ કરનાર સામે ગંભીર હોય ત્‍યારે મોઘમ કે ઉભડક આક્ષેપોને બદલે, કોંગ્રેસી આગેવાનો ચોકકસ માહિતિ સરકારને આપે તો અન્‍ય કોઈપણ જગ્‍યાએ આવું કરનાર સામે સરકાર પગલાં લઈ શકે. આમ કરવાને બદલે પરેશ ધાનાણી તપાસ કરાવવાનો રાગ આલાપે છે. આ કોઈ કોંગ્રેસના આચરેલાં ×નઢઘન કૌભાંડ જેવું કેકોલસાની ખાણની હરરાજીના કૌભાંડ જેવી અટપટી બાબત નથી. માહિતી આપે એટલે સરકાર જે તે ગોડાઉનના માલની તપાસ કરાવે એટલે ભભદુધનું દુધ અને પાણીનું પાણીભભ થઈ જાય. પણ આવું કોંગ્રેસને કરવું નથી કારણ કે તેમને ખબર છે કે, કુલ ખરીદીના 4પ% જેટલોં માલ તો વેપારીઓએ ખરીદ કરી લીધો છે. વેપારીનો દીકરો પૈસા ખરચી નબળો માલ લે ખરો ?

આ બધી બાબતો કોંગ્રેસના આગેવાનોની દાનત ભભખોરી શીંગભભ જેવી છે તે પુરવાર કરે છે. કૃષિમંત્રી ફળદુ પર કાદવ ઉછાળવાનો પ્રયાસ કર્યા પણ અંતે તેમની માફી માંગવી પડી. પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઈ સાપરીયા પર પણ તથ્‍યહીન આરોપો લગાવ્‍યાં પણ આ આક્ષેપોને સાબિત કરવાની ચિમનભાઈની ચેલેન્‍જને સ્‍વીકારી નહીં. ગાયને વારંવાર બકરૂં કહી, ભોળા બ્રાહમણ પાસેથી ગાય પડાવી લેનાર ધુતારાઓની વાર્તા જેમ, મગફળી બાબતમાં કોંગ્રેસીઓ ઉભડક આક્ષેપોની વાત વારંવાર દોહરાવી રહયા છે. પણ તેમને ખબર નથી કે, જયારે માલ વેચનાર ખેડુતોને પુરી રકમ ચુકવાય ગઈ છે ત્‍યારે ખેડુતોના હિતની વાતો કરી, ગુજરાતના ખેડુતોને અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાના તેમના આ પ્રયત્‍નો બૂમરેગ થશે તેમાં કોઈ શંકા નથી. તેમ અંતમાં ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે જણાવેલ છે.


સંઘાણી પરિવારના મોભી નનુબાપા સંઘાણી સતાધાર દર્શને મહંતશ્રી જીવરાજબાપુના દર્શન અને તબીયતની પૃચ્‍છા કરી ધન્‍યતા અનુભવી

જૈફ વયે પણ અનેરી સ્‍ફુર્તિ સાથે સત અને સંતની ચરણ વંદના કરતા

સંઘાણી પરિવારના મોભી નનુબાપા સંઘાણી સતાધાર દર્શને

મહંતશ્રી જીવરાજબાપુના દર્શન અને તબીયતની પૃચ્‍છા કરી ધન્‍યતા અનુભવી

અમરેલી, તા. 18

દાન મહારાજના અનન્‍ય ભકત-સેવક એવા સંઘાણી પરિવારના મોભી અને પૂર્વકૃષિમંત્રી- નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના પિતા નનુભાઈ સંઘાણી    જૈફ વયે પણ અનેરી ધાર્મિક શ્રઘ્‍ધા ધરાવે છે.

પવિત્ર શ્રાવણ માસના સાનિઘ્‍યે સત અને સંતની પવિત્ર ધરા એવા સતાધાર દર્શને પહોંચીને ધર્મભકિત સાથે મહંત શ્રી જીવરાજબાપુ અને લઘુમહંત વિજયબાપુના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. પૂ. જીવરાજબાપુની નાદુરસ્‍ત તબીયતની પૃચ્‍છા કરી હતી. આ દર્શનયાત્રામાં પરશોતમભાઈ રામાણી, વાલાભાઈ રામાણી, ભયલુભાઈ રામાણી, કમલેશભાઈ સંઘાણી સહિતના લોકો સાથે જોડાયા હતા.


બગસરા શરાફી મંડળીની અમદાવાદ શાખાનું ભવ્‍ય ઉદ્યઘાટન

         બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની અમદાવાદ મુકામે છઠ્ઠી શાખાનું ઉદઘાટન કરવામાં આવેલ. જેમાં કેન્‍દ્રીય કૃષિમંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાના અઘ્‍યક્ષ સ્‍થાને અને ઉદઘાટક પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણી સહિતના મહાનુભાવોની હાજરીમાં ભવ્‍ય ઉદઘાટન સમારોહ યોજાયેલ. આ કાર્યક્રમના અઘ્‍યક્ષ પુરૂષોતમભાઈ રૂપાલાએ મંડળીની પ્રગતિને બિરદાવી અને ચેરમેન રશ્‍વિનભાઈ ડોડીઆની સાફ નિયત અને પુરૂષાર્થથી સંસ્‍થાને વટવૃક્ષ બનાવી છે જે તેમને અભિનંદન આપી અમદાવાદ શાખા ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્‍છાઓ પાઠવેલ. શાખાના ઉદઘાટક પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણીએ અમરેલી જિલ્‍લાથી અમદાવાદમાં સહકારીપ્રવૃતિનો વ્‍યાપ વધારવા આ સંસ્‍થા જરૂરિયાતમંદોને ઉપયોગી થાય અને સહકારથી સેવાના અભિગમથી મંડળી આગળ વધે અને બેંક જેવી સવલતો આ સંસ્‍થા પુરી પાડે છે તે સરાહનીય છે. આ તકે અમદાવાદના ધારાસભ્‍ય વલ્‍લભભાઈ કાકડીયા, નિકોલના જગદીશભાઈ પંચાલ, અસારવાના પ્રદીપભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્‍યો બાલુભાઈ તંતી, મનસુખભાઈ ભુવા, બાપુનગર કોરર્પોરેટર અશ્‍વિનભાઈ પેથાણી, શરદભાઈ લાખાણી, બાબુભાઈ વોરા, મગનભાઈ રામાણી, એ.ડી. રૂપારેલ, ડાયાભાઈ દરજી, ચંદ્રેશભાઈ દવે, ભાનુભાઈ આમરસેડા સહિતના વિવિધ સમાજના આગેવાનો તથા સહકારી સંસ્‍થાઓના વડાઓ ઉપસ્‍થિત રહી મંગળી પ્રગતિ કરે તેવી શુભેચ્‍છાઓ પાઠવેલ અને વિશાળ સંખ્‍યામાં સભાસદો તથા આમંત્રિત લોકોની હાજરીમાં આ ભવ્‍ય ઉદઘાટન સમારોહ યોજાયેલ. આ કાર્યક્રમનું સંચાલન સ્‍નેહી પરમારે કરેલ. જયારે આભારવિધિ મંડળીના એમ.ડી. નિતેષ ડોડીઆએ કરેલ તેમ મંડળીના જનરલ સેક્રેટરી ડી.જી. મહેતાની યાદી જણાવે છે.


અમરેલીની આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી

  અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્‍સ કોલેજ અને પ્રતાપરાય આર્ટસ કોલેજમાં 7રમાં સ્‍વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમીતે ઘ્‍વંજવંદન અને એન.સી.સી. પરેડનું આયોજન કરવામાં આવ્‍ું હતું. પ્રમુખ વસંતભાઈ ગજેરાનાં હસ્‍તે ઘ્‍વજવંદન રાખવામાં આવ્‍યું હતું.તેમણે વિદ્યાર્થીઓને દેશનાં ઉજજવળ ભવિષ્‍યનાં નિર્માણ માટે દ્રઢ સંકલ્‍પ કરી પોતાનું યોગદાન આપવાનું આહવાન કર્યુ હતું. પ્રિન્‍સિપાલ ડો. અતુલભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આનિમીતે અમરેલી જિલ્‍લા વિદ્યાસભાનાં સંસ્‍થાપક અને યુગદ્રષ્‍ટા ડો. જીવરાજ મહેતાની પુષ્‍પહાર પહેરાવી, શ્રઘ્‍ધાસુમન અર્પણ કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં વિદ્યાસંસ્‍થાનો તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્‍ટાફ, એન.સી.સી. કેડેટસ, સ્‍પોર્ટસ, સાંસ્‍કૃતિક અન એન.એસ.એસ.નાં છાત્રો ઉપસ્‍થિત રહૃાા હતા. આ તકે પ્રા. એન. એન. દોંગા, પ્રા. એસ. ડી. દવે, પ્રા. એ. જી. કુરેશી, પ્રા. જે. વી. કરંગીયા, પ્રા. એસ. એમ. મકવાણા, પ્રા. વિપુલ બાલધા વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


અમરેલી જિલ્‍લા નારી અદાલત દ્વારા મહિલા સશક્‍તિતકરણ પખવાડિયા અંતર્ગત મહિલા કાનુની દિવસની ઉજવણી

 

         ગુજરાત રાજય મહિલા આયોગ અને મહિલા સામખ્‍ય સંચાલિત અમરેલી જિલ્‍લા નારી અદાલત ઓફિસ ખાતે મહિલા સશકિતકરણ પંખવાડીયા અંતર્ગત મહિલા કાનુની દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ તકે સમગ્ર જિલ્‍લામાંથી મોટી સંખ્‍યામાં મહિલાઓ ઉપસ્‍થિત રહયા હતા. જિલ્‍લા નારી અદાલતના જિલ્‍લા હેડ જસુબેન ભંડેરી દ્વારા મહિલાઓને સરકાર દ્વારા મળતી કાનુની સુવિદ્યા અને કાયદાકીય માહિતી આપી હતી તથા મહિલા વિકાસમાંથી મનીષાબેન ત્રિવેદી દ્વારા મહિલા સશકિતકરણની તથા મહિલાઓને લગતી હેલ્‍પલાઈન અને ટોલ ફ્રી નંબરોની વિગત આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નારી અદાલતના જિલ્‍લાના તમામ કોડીનેટર તથા એન.જી.ઓ.ના મહિલા અગ્રણી ઉપસ્‍થિત રહયા હતા.


કુંકાવાવની વ્રજ વિદ્યાલય ખાતે સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી

         “એક સલામ દિકરીને નામ” સૂત્રને સાર્થક કરતાં સ્‍વાતંત્ર્ય પર્વનું ઘ્‍વજવંદન શાળાની પ્રતિભાવંત વિદ્યાર્થીની બંસી કુનડીયા, તથા વ્રજ વિદ્યાલયના ટ્રસ્‍ટી અને અમરેલી લાયન્‍સ કલબ ઓફ (રોયલ)ના પ્રમુખ વસંતભાઈ મોવલીયાના વરદ હસ્‍તે થયેલ હતું. શાળામાં સૌ પ્રથમ વખત 100 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ – વાલીઓ, મહાનુભાવોની હાજરીમાં આ પર્વ ભવ્‍ય રીતે ઉજવાયું હતું. વસંતભાઈ મોવલીયાએ થોમસ આલ્‍વા એડીસનની પ્રેરક વાત સાથે માતા-પિતાની બાળક તરફની ભૂમિકા અને આઝાદ દેશમાં હાલની સમસ્‍યાઓ સામે લડવા રાષ્‍ટ્રવાદ ઉભો કરવા સબંધે પ્રેરક ઉદ્‌બોધન કર્યુ હતું. સાથે સાથે કુંકાવાવનું ગૌરવ ફૌજી ચેતન આંબલીયાનું પણ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. સાથે સાથે સીએચસી કુંકાવાવને શ્રેષ્ઠ સ્‍વચ્‍છતા એવોર્ડ મળતા મેડીકલ ઓફિસર ડો.સાવલીયાનું પણ શાલ મોમેન્‍ટોથી સન્‍માન કર્યુ હતું. શાળાના ધો. કે.જી. થી ધો.11સુધી તમામ બાળકોએ અભૂતપુર્વ સુંદર રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કરીને લોકોની દાદ મેળવી હતી. આ તકે લાયન્‍સ કવેસ્‍ટ અંતર્ગત વિદ્યાર્થી વાલી તથા શિક્ષકોને ખાસ માર્ગદર્શન આપતાં પુસ્‍તકોનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. ટ્રસ્‍ટી મોવલીયાએ જાતે વર્ગવાઈઝ જઈ વાલી મીટીંગમાં હાજરી આપી લોકોના પોતાના બાળકો માટેના પ્રશ્‍નો શાળાની કામગીરી વિગેરેથી માહિતગાર થયા હતા. કાર્યક્રમનું સુંદર આયોજન – સંકલન, શાળા આચાર્ય હિતેષભાઈ આગોલા, શાળા સમગ્ર સ્‍ટાફ તથા કેમ્‍પસ ડાયરેકટર ઉદયભાઈ દેસાઈએ કર્યુ હતું. બંસી મોવલીયા તથા હિરલ શીંગાળાએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યુ હતું.


19-08-2018