Main Menu

Saturday, August 18th, 2018

 

અમરેલીનાં જે. પી. ગોળવાળા પરિવાર ર્ેારા સુંદરકાંડનાં પાઠ યોજાયા

અમરેલીનાં જીતુભાઈ ગોળવાળા તથા સોમૈયા પરિવાર ર્ેારા પૂ. સંત શ્રી હરીરામબાપાનાં આશીર્વાદથી શ્રાવણ માસનાં પ્રથમ દિવસે રવિવારનાં રોજ પૂ. ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સુંદરકાંડ, તથા પૂ. દાદાને થાળ સહિતનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે પૂ. ઉમામૈયા, સહિતનાં સંતો મહંતો ઉપસ્‍થિત રહૃાા હતા. આ પ્રસંગે અમરેલી, સાવરકુંડલા સહીતનાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, વિવિધ સંસ્‍થાનાં આગેવાનો ઉપસ્‍થિત રહૃાાં હતા. આ પ્રસંગે ઉપસ્‍થિત આગેવાનો ર્ેારા જીતુભાઈ ગોળવાળા તથા સોમૈયા પરિવારનું સન્‍માન કરેલ હતું.

વાહન વ્‍યવહાર કચેરીમાં અવ્‍યવસ્‍થાનો માહોલ

અનિયમિતતા, નિષ્‍ક્રીયતા અને ભ્રષ્‍ટાચારની બોલબાલાની ચર્ચા
વાહન વ્‍યવહાર કચેરીમાં અવ્‍યવસ્‍થાનો માહોલ
અગાઉ પણ વાહન વ્‍યવહાર કચેરીની અનિયમિતતા પ્રકાશમાં આવી ચુકી છે
અમરેલી, તા. 17
આમ તો લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં લોકો એટલે જનતા જનાર્દન જ સર્વોપરી હોવી જોઈએ કારણ કે જનતાનાં પરસેવાનાં પૈસાથી દેશનો વહીવટ અને વિકાસ ચાલતો હોય છે અને કોઈપણ સરકારી કર્મચારી એ જનતાનો સેવક હોય છે. અને જનતા તેની માલીક હોય છે. પરંતુ આજે સરકારે કર્મચારીઓ માલીક થઈ ગયા છે અને નિર્દોષ જનતા સેવકહોય તેવો માહોલ જોવા મળી રહૃાો છે અને તેના માટે જવાબદાર છે જનતાનાં માયકાંગલા પ્રતિનિધિઓિ.
વિગત એવા પ્રકારની છે કે, અમરેલી ખાતે આવેલ અને હંમેશા વિવાદીત ગણાતી વાહન વ્‍યવહાર વિભાગની કચેરીમાં લાયસન્‍સ સહિતની કામગીરી માટે આવતી જનતાને પરેશાન કરવામાં આવી રહૃાાની ફરિયાદ ઉભી થઈ છે.
આ કચેરીનાં મોટાભાગનાં અધિકારીઓ તેમને મળતો ગૌરવપ્રદ યુનિફોર્મ પહેરવાની પણ તસ્‍દી લેતા નથી. નિયત સમયે ફરજ બજાવતા નથી અને નિયત કામગીરી કરવામાં પણ ઠાગાઠૈયા કરતાં હોવાની ફરિયાદ ઉભી થઈ છે.
અમરેલી જિલ્‍લાનાં પ્રભારી મંત્રી આર.સી. ફળદુ પાસે જ વાહન વ્‍યવહાર વિભાગ હોય ત્‍યારે તેના જિલ્‍લામાં આવેલ તેમના વિભાગની કચેરીમાં સર્વશ્રેષ્ઠ કામગીરી થવાને બદલે અધિકારીઓને બદલે કર્મચારીઓ અધિકારી બનીને કામ કરી રહૃાા છે. અનિયમિતતા, નિષ્‍ક્રીયતા અને ભ્રષ્‍ટાચારની પણ બોલબાલા જોવા મળતી હોય જિલ્‍લાનાં ધારાસભ્‍યો અને સાંસદે માયકાંગલાપણું છોડીને આ વિભાગની આકસ્‍મીક મુલાકાત લેવી જોઈએ તેવી માંગ જનતા જનાર્દનમાંથી ઉભી થઈ રહી છે.

અમરેલી જિલ્‍લામાં મેઘરાજાની પુનઃ પધરામણી મુરઝાતી મૌલાતને જબ્‍બરો ફાયદો : જગતાત ખુશ

અમરેલી, તા.17
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં આજે સવારથી જ ધીમીધારે વરસાદ શરૂથયો હતો અને રાત્રે 8 વાગ્‍યા સુધીમાં 30 મી.મી.વરસાદ પડયો હતો. સવારે 9 કલાકે શરૂ થયેલ વરસાદ બપોર સુધી શરૂ રહેતા, શહેર માર્ગો ઉપરથી વરસાદના પાણી વહી રભ હતા.
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લા છેલ્‍લા એકાદ માસથી વરસાદે વિરામ લીધો હતો. અને ખેતીના પાકને પણ હવે વરસાદની જરૂરીયાત હોય, લોકો વરસાદની રાહ જોઈ રભ હોય, પરંતુ વરસાદ વરસતો ના હોવાના કારણે માત્ર ખેતિ ઉપર નિર્ભર આ અમરેલી જિલ્‍લાના લોકોના શ્‍વાસ પણ અઘ્‍ધર ચડી ગયા હતા, ત્‍યારે શ્રાવણ માસમાં આજે વરસવાનું શરૂ કરતા લોકો જગતાતને હવે રાહત થવા પામી છે.
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં છેલ્‍લા કેટલાંક સમયથી વરસાદી ડોળ થતો હતો પણ વરસાદી પડતો ન હતો ત્‍યારે ગઈકાલે પવનની ગતિ ધીમી થતાં અને આકાશમાં વાદળાઓ ઘેરાવા લાગ્‍યા હતા, આજે સવારે સાતેક વાગ્‍યાના સુમારે પ્રથમ ઝરમર વરસાદ શરૂ થયો હતો અને બાદમાં ધીમીધારે વરસાદ વરસવા લાગતા રાત્રે 8 વાગ્‍યા સુધીમાં 30મીમી પડયો હોવાનો મનાઈ રભ્‍ું છે, અને હજુ વધુ વરસાદની શકયતા જોવાઈ રહી છે.
આજે રાત્રે 8 સુધીમાં અમરેલીમાં 30 મીમી, બાબરા ર6, બગસરામાં 9, ધારી પ, જાફરાબાદ 4, ખાંભા પ, લાઠી રપ, લીલીયા 18, સાવરકુંડલા પ, રાજુલા 4 અને વડીયામાં 1ર મીમી વરસાદ નોંધાયો છે.

લ્‍યો બોલો : ખનીજ માફીયાઓ આળશ મરડીને ઉભા થયા

મોડીરાત્રીથી વ્‍હેલી સવાર અને રજાનાં દિવસોમાં કરે છે રેતીચોરી
લ્‍યો બોલો : ખનીજ માફીયાઓ આળશ મરડીને ઉભા થયા
એક ટ્રેકટર રેતીનો ભાવ રૂપિયા 4પ00 અને ડમ્‍પરનો ભાવ રૂપિયા 8 હજાર વસુલી રહૃાાની ચર્ચા
લીલીયા, તા. 17
અમરેલી જીલ્‍લા પોલીસ અધિકારી નિર્લિપ્‍ત રાયએ ચાર્જ સંભાળ્‍યા બાદ પોલીસતંત્રએ ભુમાફીયાઓ સામે કાયદાનો સંકજો કસ્‍યો હોવા છતાં તાલુકાના મોટા કણકોટથી લઈ ઈંગોરાળા (ડાંડા) સુધીનાં ગામો નજીકથી પસાર થતી શેત્રુંજી નદીના પટ્ટમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક ભુમાફીયાઓ ખાણ-ખનીજ વિભાગ, પોલીસતંત્ર, વન વિભાગની આંખોમાં ધુળ નાખવા મોટાભાગે રેતી ચોરી જાહેર રજાના દિવસો અને મોડી રાત્રીથી લઈ વહેલી સવાર સુધી કરી રેતી જરૂરીયાતમંદોને ટ્રેકટરનાં રૂા. 4પ00 અને ડમ્‍પરના રૂા. 8000નાં ભાવે વેંચી મારે છે. તેવા સમયે જવાબદાર તંત્ર ઘ્‍વારા ભુમાફીયાઓ સામે પગલા ભરવામાં આવે તેવું સ્‍થાનિક લોકોમાં ચર્ચાઈ રહૃાું છે. લીલીયા પંથકમાં લાઠી, ગારીયાધાર, સાવરકુંડલા, અમરેલીમાં રેતી ચોરી મોકલાઈ રહી હોવાનું મનાઈ રહૃાું છે.

હદ થઈ : રાજુલા-વીજપડી માર્ગ બનાવવાની ગતિથી ગોકળગાયને પણ શરમ આવી રહી છે

મહાસત્તા બનવાની દિશામાં આગળ કેમ વધવું તેવો પ્રશ્‍ન
હદ થઈ : રાજુલા-વીજપડી માર્ગ બનાવવાની ગતિથી ગોકળગાયને પણ શરમ આવી રહી છે
ર1 કિમીનો માર્ગ બનાવવામાં 1ર મહિનાપસાર થયા
અમરેલી, તા.17
એક તરફ દેશના નેતાઓ ભારતને મહાસતા બનાવવાના સપના જોઈ રહયા છે અને બીજી તરફ નેતાઓની અણઆવડતથી વિકાસ કાર્યોની ગતિ ગોકળગાયને પણ શરમાવે તેવી છે. રાજુલા-વીજપડી વચ્‍ચેનો ર1 કિલોમીટર માર્ગ માટે માર્ગ-મકાન વિભાગે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે અને ર મહિના થાય ચાલે અને 3 મહિના કામ બંધ થાય છે. અને માર્ગ પર વાયરના ઢગલાથી વાહન ચાલકો પરેશાન થઈ રહયા હોય જવાબદાર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે.

અમરેલીના બહારપરામાં ચોરી કરનાર શખ્‍સને દબોચી લેવાયો

ઝડપાયેલ શખ્‍સે અગાઉ પણ ચોરી કરી હોવાનું ખુલ્‍યું
અમરેલી, તા.17
અમરેલી બહારપરામાં ભંગારના ડેલામાં ચોરી કરી સી.સી. ટીવી તથા તેની સ્‍કીન તોડી નાખનાર ઈસમને એસ.ઓ.જી.ટીમે ઝડપી લીધો હતો.
બનાવની હકિકત એવી છે કે ગઈ તા.14/8/ર018ના રોજ રાત્રીના સમયે એક ઈસમ બહારપરામાં આવેલ હાજીભાઈ મુસાભાઈ શેખાણીના ભંગારના ડેલામાં ગે.કા.પ્રવેશ કરી રૂા.4000 જેટલી પરચુરણની ચોરી કરેલ તેમજ ભંગારના ડેલામાં લગાવેલ સી.સી.ટીવી કેમેરા તોડી નાખી અને સી.સી. ટીવીના મોનીટર તોડી આશરે રૂા.1પ000 નું નુકશાન કરેલાની અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાયેલ હોય જે અંગેના સી.સી. ટીવીચેક કરતા આ ચોરી એજાજ ઉર્ફે ઈમુડી અલ્‍તાફદિન કાકાસાહેબ, રહે. અમરેલી વાળાએ કરેલ હોવાનું જણાય આવેલ હોય જેથી ઉપરોકત ઈસમને ચોકકસ બાતમી આધારે ઝડપી પાડેલ છે.

મોટા આંકડીયા ગામે દારૂની ટેવ ધરાવતાં યુવકે ઝેરી દવા ગટગટાવી

દારૂની લતથી કંટાળી જઈ કર્યો આપઘાત
અમરેલી, તા. 17
અમરેલી તાલુકાનાં મોટા આંકડીયા ગામે રહેતાં દિનેશભાઈ ભાયાભાઈ ચૌહાણ નામનાં 36 વર્ષિય યુવકને દારૂ પીવાની ટેવ હોય, અને આ લતનાં કારણે કંટાળી જઈ પોતાની મેળે ગત તા.1પનાં રોજ સાંજના સમયે કોઈ ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે અત્રેનાં દવાખાને ખસેડાયેલ જયાંતેમનું મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સાવરકુંડલામાં દેવળા ગેઈટ પોલીસ ચોકી સામેની દુકાનમાંથી મોબાઈલની ઉઠાંતરી

સાવરકુંડલા, તા. 17
સાવરકુંડલા શહેરની મઘ્‍યમાં આવેલ દેવળા ગેઈટ પોલીસ ચોકી સામે આવેલ શ્રી સહજાનંદ મોબાઈલ નામની દુકાનમાંથી અજાણ્‍યા શખ્‍સો ઘ્‍વારા દુકાનના તાળા તોડીને ચાર મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 41 હજારની ચોરી થવા પામી હતી. દેવળા ગેઈટ પોલીસ ચોકીની સામે આવેલ દુકાનમાં ચોરી થવાથી લોકોમાં ભારે ચર્ચાઓ થવા પામી હતી. સાવરકુંડલા શહેરમાં રાત્રીના સમયે પોલીસ અને હોમગાર્ડની ડયુટી હોય છે છતાં રાત્રે ચોરો સક્રીય થવા પામ્‍યા છે. છેલ્‍લા થોડા દિવસોમાં સાવરકુંડલામાં ઘરફોડ ચોરી અને બાઈક ચોરીમાં બનાવો સામે આવ્‍યા છે.

બહુરૂપીએ હીરા ઘસવાની કલા અજમાવી

અમરેલી શહેરમાં બહુરૂપી દરરોજ અલગ અલગ રૂપ ધરી અને લોકોને મનોરંજન પુરૂ પાડે છે. ત્‍યારે આ બહુરૂપી હાલમાં ચાલતા શ્રાવણ માસમાં ભોળાનાથનો વેશ ધારણ કરી અત્રેના એક હીરા ઘસવાના કારખાને પહોંચી ગયા હતા અને ત્‍યાં રત્‍ન કલાકારો સાથે હીરા ઘસવાની કલા અજમાવી રહયા હતા ત્‍યારે અમારા ફોટોગ્રાફરે બહુરૂપી ઝટાધારીને કેમેરામાં કેદ કરી લીધા હતા.

બાબરામાં નગરપાલિકા દ્વારા 7રમાં સ્‍વાતંત્ર્ય પર્વનીઉજવણી કરાઈ

બાબરામાં નગરપાલિકા દ્વારા 1પમી ઓગષ્‍ટની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં પાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂ દ્વારા ઘ્‍વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. તેમજ હોમગાર્ડઝના જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી અને શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ તકે પાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂ, ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા, ચીફ ઓફિસર એન.કે. ખીમાણી, માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલીયા, નીતિનભાઈ રાઠોડ, બાબુભાઈ કારેટીયા, અરવિંદભાઈ મેવાડા, ધર્મેશભાઈ વાવડીયા, જગુભાઈ ખાદા, બાવકુભાઈ બસીયા, રાજુભાઈ છાંટબાર, બાવકુભાઈ ત્રિવેદી, સુરેશભાઈ ભાલાળા, ભુપતભાઈ બસીયા, રમજાનભાઈ જીવાણી, બાવાલાલ હિરપરા, અમિતભાઈ જોગેલ, મૌલિકભાઈ મારૂ, ઈકબાલભાઈ ગોગદા સહિતના પાલિકા સભ્‍યો અને સ્‍થાનિક આગેવાનો, સરકારી શાળાના તમામ આચાર્ય અને કર્મચારીઓ તેમજ સ્‍થાનિક આગેવાનો અને બહોળી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહયા હતા. બાબરા ખાતે સરકારી કચેરી કમ્‍પાઉન્‍ડમાં 7રમાં સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં નગરપાલિકા દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેમાં માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા સહિત વિશિષ્‍ટ વ્‍યકિતઓ, સેવાભાવી યુવાનો અને પત્રકારોને પાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂ,ઉપપ્રમુખ વનરાજભાઈ વાળાના વરદ હસ્‍તે શિલ્‍ડ અને મોમેન્‍ટ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

બાપા સીતારામ ગૃપનાં પ્રમુખ અશોકસિંહ તલાટીયાનો સીએમને વેદનાસભર પત્ર

ચલાલામાં પશુ ચિકિત્‍સકનાં અભાવથી પશુઓ પરેશાન
ચલાલા, તા. 17
અમરેલી જીલ્‍લાના હાર્દસમુ ચલાલા શહેર તેમજ આજુબાજુના અંદાજે 30 ગામો મોટા ઉદ્યોગો, આરોગ્‍ય, રોડ-રસ્‍તા, રેલ્‍વે, સુરક્ષા, શિક્ષણ, સિંચાઈ સહિત દરેક ક્ષેત્રે અતિઅલ્‍પ વિકસિત તથા અતિપછાત છે. ત્‍યારે અહીના લાખો લોકો ખેતી, ખેતમજુરી તથા પશુપાલન વ્‍યવસાય પર નિર્ભર છે.
જયારે આ વિસ્‍તારના લોકોની આજીવિકા માત્રને માત્ર પશુઓ જ છે. ત્‍યારે ચલાલા તેમજ આજુબાજુના અનેક ગામોના પશુપાલકોના પશુઓના આરોગ્‍ય તથા ભાવિ આરોગ્‍ય માટે જયા સારવાર મળે છે તેવા પશુ દવાખાનામાં છેલ્‍લા કેટલાય સમયથી પશુ ચિકિત્‍સકની જગ્‍યા ખાલી હોવાથી હાલ ખાંભાનાં ડોકટર ચાર્જ સંભાળી રહૃાા હોય. ત્‍યારે કાયમી પશુ ડોકટરની જગ્‍યા ખાલી હોવાથી હાલ ચોમાસાની સિઝનમાં માખી-મચ્‍છરનો ઉપદ્રવ તથા લીલો ચારો વધુ ખાવાથી તેમજ વાયરલ ઈન્‍ફેકશન થવાથી પશુઓમાં તાવ, ગળસુંઢો, ખરવા, સાંકરડો, ફલુ જેવા ભયંકર રોગોનો ઉપદ્રવ વઘ્‍યો છે. ત્‍યારે ચોમાસાની સિઝનમાં ઘેંટા, બકરાઓ જીવલેણ બીમારીમાં સપડાયા છે. ત્‍યારે આવી ગંભીરપરિસ્‍થિતિમાં પશુપાલકોની રોજીરોટી સમા મુલ્‍યવાન અબોલ પશુઓ એક ડોકટરના અભાવે પશુપાલકોની નજર સામે અનેક પ્રકારની વેદના સહન કરે છે. તેટલું જ નહી ઘણીવાર પશુઓ ડોકટરના અભાવે મોતના મુખમાં ધકેલાય છે તેવી અતિ ગંભીર પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે.
વધુમાં જણાવેલ છે કે, જયારે માનીની સારવારમાં તે સરકારી તથા ખાનગી અતિઆધુનિક સગવડતા સભર હોસ્‍પિટલો કાર્યરત છે. તેમજ દર્દીઓને સારવાર માટે લઈ જવા પણ અનેક સવલતો છે. ત્‍યારે પશુઓને માત્રને માત્ર એક ડોકટરની હાજરીથી સારવાર તથા નવજીવન મળે છે. ત્‍યારે આવા અબોલ પશુઓ તથા પશુપાલકોની વિવશતા ઘ્‍યાને લઈ આત્‍મા સો પરમાત્‍માનાં મંત્રને સાર્થક કરવા તાકિદે કાયમી પશુચિકિત્‍સકની નિમણૂંક કરવા બાપા સીતારામ ગૃપનાં અશોકસિંહ તલાટીયાએ મુખ્‍યમંત્રીને પાઠવેલ પત્રમાં માંગ કરેલ છે.

કુંકાવાવનાં સરકારી દવાખાનાને જિલ્‍લા પ્રશાસન દ્વારા સ્‍વચ્‍છતા એવોર્ડ એનાયત

કુંકાવાવ, તા.17
કુંકાવાવની સરકારી હોસ્‍પિટલની કામગીરી અને સ્‍વચ્‍છતાની નોંધ રાજય કક્ષાએ લેવાતા કુંકાવાવની તાલુકા કક્ષાની સિવિલ હોસ્‍પિટલને રાજય કક્ષાનો સ્‍વચ્‍છતાનો એવોર્ડ તેમજ સન્‍માન પત્ર ભારત સરકારના જાહેર આરોગ્‍ય ક્ષેત્ર કાર્યાલય પ્રોગ્રામ અંતર્ગત ગુણવતા યુકત અને સ્‍વચ્‍છતા લક્ષી સરકારી દવાખાનાની ઉત્‍કૃષ્ઠકામગીરીને ઘ્‍યાને લઈ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા કુંકાવાવના સરકારી દવાખાનાને 1પમી ઓગષ્‍ટના જિલ્‍લા કક્ષાના કાર્યક્રમ લીલીયા ખાતે કલેકટર, સાંસદ, જિલ્‍લા વિકાસ અધિકારી અને પોલીસ વડા દ્વારા એવોર્ડ અને મોમેન્‍ટ મહેશભાઈ બોરડને અર્પણ કરવામાં આવ્‍યા હતા. આ અંગે સંસ્‍થાના અધિક્ષક ડો. નિલમબેને જણાવ્‍યું હતું કે હોસ્‍પિટલની સારી કામગીરી, સ્‍વચ્‍છતા અને નિયમિતતાને ઘ્‍યાને લઈને રાજય સરકાર દ્વારા મળેલ એવોર્ડથી ખૂબ આનંદ થયો. જયારે આ હોસ્‍પિટલમાં કામ કરતા તમામ કર્મચારીઓની પ્રમાણિકતા ભરી કામગીરી અને મહેનતનું આ પરિણામ છે. સારી સેવાઓ અને સ્‍વચ્‍છતા ભરી કામગીરી માટે ઉતમ મેનેજમેન્‍ટ જરૂરી છે. તે માટે બહુમાનમાં તમામ સ્‍ટાફનો ફાળો છે જ પરંતુ આ અંગેની તમામ જવાબદારી નિષ્ઠાથી સંભાળતા ઈન્‍ચાર્જ મહેશ બોરડનું વિશેષ યોગદાન રહે છે. ત્‍યારે લોકો માટે કુંકાવાવની હોસ્‍પિટલ ગરીબ મજૂર વર્ગના લોકો માટે આશિર્વાદ સમાન કામ કરતી હોય તેનું બહુમાન અને સન્‍માન કરવામાં આવતા કુંકાવાવ તાલુકાના સૌ કોઈએ સારા કામની કદર કરવાની કામગીરીને આવકારી હતી.

અમરેલીની એસ.બી.આઈ.માં કોઈ રૂા. 46 હજારની જાલી નોટ ભરી ગયું

અમરેલી, તા. 17
અમરેલીમાં આવેલ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાની મુખ્‍ય શાખામાં કોઈ અજાણ્‍યોઈસમ ગત તા. 6/1ર/16નાં રોજ બેન્‍કનાં ભરણામાં રૂા.પ00ના દરની 9ર નકલી નોટ ભરી જઈ આ બેન્‍ક સાથે વિશ્‍વાસઘાત, છેતરપીંડી કર્યાની ફરિયાદ બેન્‍ક કર્મી પરેશભાઈ લલીતચંદભાઈએ અમરેલી સીટી પોલીસમાં નોંધાવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજુલાનાં પટવા ગામે યુવકને 10 શખ્‍સોએ ઢીકાપાટુનો માર્યો માર

અમરેલી, તા. 17
રાજુલાનાં પટવા ગામે રહેતાં ધનજીભાઈ ગોવિંદભાઈ ચૌહાણનાં ભત્રીજા અશોક તથા તે જ ગામે રહેતાં બીજલભાઈ ભગવાનભાઈ બારૈયાનાં દિકરા વિપુલ સાથે ગત તા.14નાં મોટર સાયકલ અથડાવવા બાબતે બોલાચાલી થયેલ તેનું મનદુઃખ રાખી આ બીજલ ભગવાનભાઈ બારૈયા સહિત 10 જેટલાં લોકોએ ગત તા.1પનાં સાંજે પટવા ગામે આ યુવકને તથા અન્‍ય લોકોને ઢીકાપાટુનો માર મારી ઈજા કર્યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસમાં નોંધાઈ છે.

લુણકી ગામની સીમમાં દારમાંથી પાણીના ફુવારા છૂટયા

ચાર ફુટ ઉંચા પાણીના ફુવારા છૂટતા ખેડૂતોમાં ભારે કુતૂહલ
બાબરા, તા.17
બાબરા તાલુકાના લુણકી ગામમાં હસમુખભાઈ ખોડાભાઈ કુંભાણી પોતાની વાડીમાં રાત્રે મોટર બંધ કરી પાણી વાળતા હતા અને શાહનું નાકુ વાળતા હતા ત્‍યારે વાડીમાં એકાએક રાતે દારમાં પાણીના ફુવારા છૂટવા લાગતા ખેડૂત અચંબામાં મુકાઈ ગયો હતો. અનેપાણીના ફુવારાના અવાજથી આસપાસના ખેડૂતો વાડી ખાતે દોડી આવ્‍યા હતા. તેમજ આ વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા મોટી સંખ્‍યામાં ખેડૂતો અને ગામલોકો સીમમાં દોડી આવ્‍યા હતા અને દારમાંથી પાણીના ચાર ફુટ ઉંચા ફુવારા જોતા કુતૂહલ પામ્‍યા હતા.

નાગેશ્રી ગામની યુવતિને લગ્ન ન કરવા હોય ગળાફાંસો ખાઈ લીધો

અમરેલી, તા. 17
જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી ગામે રહેતી ર0 વર્ષિય યુવતિ એકતાબેન હીતેશભાઈ ગોરડીયાને એકલું રહેવું હોય, લગ્ન ન કરવા હોય, જેનાં કારણે તેણીએ ગઈકાલે સાંજે નાગેશ્રી ગામે પોતાની મેળે ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું નાગેશ્રી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલીનાં ગંગાનગરમાંથી યુવકનું અપહરણ કરી છરી બતાવી માર માર્યો

અમરેલી, તા. 17
અમરેલીનાં ગંગાનગર વિસ્‍તારમાં રહેતાં જયદીપ હસમુખભાઈ ધંધુકીયાને ગઈકાલે બપોરે તે જ વિસ્‍તારમાં રહેતાં અનીકેત ભાવેશભાઈ નામનાં ઈસમે કહેલ કે તું મારી બહેન સામે કેમ જુએ છે તેમ કહી ભાવેશભાઈ અને હીનાબેન વિગેરે આ યુવકને ગાળો આપી અપહરણ કરી તેના ઘર પાસે લઈજઈ અને યુવતિ આવી જતાં આ યુવકને અનીકેતે છરી બતાવી, ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

18-08-2018