Main Menu

Wednesday, August 15th, 2018

 

પક્ષનાં સત્તાવાર ઉમેદવાર મયુર આસોદરીયાનો પરાજય

જિલ્‍લા પંચાયતની બાંધકામ સમિતિનાં ચેરમેનપદે શંભુભાઈધાનાણી
વિપક્ષી નેતાનાં વતનમાં બળવો થતાં તેની દુરોગામી અસર થવાની શકયતાઓ
અમરેલી, તા.14
અમરેલી જિલ્‍લા પંચાયતની વિવિધ સમિતિનાં ચેરમેનની વરણીમાં કડાકા-ભડાકા થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
જિલ્‍લા પંચાયતની કારોબારી સમિતિનાં ચેરમેનપદે શ્રીમતિ ઉમાબેન શેલડીયા, શિક્ષણ સમિતિના ચેરમેનપદે મીનાબેન કોઠીવાળ, આરોગ્‍ય ચેરમેનપદે પ્રદિપ કોટડીયા, સિંચાઈમાં ભરતભાઈ ગીડા, સામાજિક ન્‍યાય સમિતિના ચેરમેનપદે ચંપાબેનની વરણી થઈ છે.
અમરેલી જિલ્‍લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવા માટે આજે બેઠકો યોજાય હતી. જેમાં બાંધકામ સમિતિ સિવાય તમામ કમિટીઓમાં પક્ષ દ્વારા નકકી કરાયેલા સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જયારે બાંધકામ સમિતિના ચેરમેનપદ માટે બળવો થયો હતો. જેને લઈ પક્ષમાં ભડકો થવા પામેલ છે.
આજે જિલ્‍લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેનની વરણી માટે પક્ષના સતાવાર ઉમેદવાર તરીકે મયુરભાઈ આસોદરીયાનું નામ નિશ્ચિત હતું પરંતુ જયારે બાંધકામ સમિતિની બેઠક મળતાં ચેરમેન પદ માટે મયુરભાઈ આસોદરીયાના બદલે કોંગ્રેસના જ શંભુભાઈ ધાનાણીએ ઉમેદવારી કરતા કોંગ્રેસના બન્‍ને ઉમેદવારોમાં મતદાન થતા શંભુભાઈ ધાનાણી બાંધકામ સમિતિના ચેરમેનપદે વિજેતા થયા હતા.
બાદમાંમયુરભાઈ આસોદરીયા દ્વારા બાંધકામ સમિતિના સદસ્‍યો ટીકુભાઈ વરૂ, કેહુરભાઈ ભુડા, સાધનાબેન તથા શંભુભાઈ ધાનાણીએ છેલ્‍લી ઘડીએ બળવો કરતા આ તમામ સામે શિસ્‍ત ભંગના પગલા ભરવા માંગ કરતા અમરેલી જિલ્‍લા કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે હજુ થોડા સમય પહેલા જિલ્‍લાની ત્રણેય નગરપાલિકામાં બળવો કરનાર કોંગી સદસ્‍યોને પક્ષમાંથી હાંકી કાઢયા બાદ તાલુકા પંચાયત, જિલ્‍લા પંચાયતમાં થાળે પડયા બાદ આજે બાંધકામ સમિતિમાં મયુરભાઈ આસોદરીયાના સ્‍થાને શંભુભાઈ ધાનાણીનો વિજય થયો છે. ત્‍યારે આગામી દિવસોમાં વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીનાં જ જિલ્‍લામાં કોંગ્રેસ પક્ષમાં ફરી ભડકો થતાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે.

ગમગીની : અમરેલીનાં વડેરા ગામનાં ખેડૂતોને પાક વીમામાં અન્‍યાય થતાં શોકમય વાતાવરણ

પૂર્વ સરપંચ ભરત હપાણીએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવ્‍યો
ગમગીની : અમરેલીનાં વડેરા ગામનાં ખેડૂતોને પાક વીમામાં અન્‍યાય થતાં શોકમય વાતાવરણ
માત્ર 7 ટકા વીમો મંજૂર થતાં ખેડૂતો નાશીપાસ થયા
અમરેલી, તા. 14
અમરેલી તાલુકાનાં વડેરા ગામ સહિત અન્‍ય રર જેટલા ગામોને વર્ષ ર017-18ના પાકવિમાથી વંચીત રાખેલ છે અથવા નહિવત પાક વિમો મળેલ છે. જયારે આ રર (બાવીસ) ગામોનાં આજુબાજુનાં 3 (ત્રણ) કિ.મી. વિસ્‍તારનાં ગામોમાં જયારે 40% થી 78% જેટલો પાક વિમો મંજુર થયેલ હોય તો આ રર ગામોનાં ખેડૂતોને પાક વિમા પ્રશ્‍ને જાકારો શા માટે આપવામાં આવેલ છે. ખરેખર વર્ષ ર017-18માં ખેડૂતોને દવા બિયારણના રૂપીયા પણ ઉપજેલ નથી તેમજ વડેરા ગામે ખેડૂતોની હાલત કફોડી બની ચૂકી છે. જો આવી જ રીતે ખેતીમાં આવા ખાડા પડતા રહેશે તો નાછૂટકે ખેડૂતોએ આત્‍મહત્‍યા કરવા મજબુર બની રહેશે. એકબાજુ પોતાના દિકરા દિકરીનાં અભ્‍યાસનો ખર્ચ, લગ્નનો ખર્ચ, ઘર પરિવારનું ગુજરાનચલાવવાનો ખર્ચ ઉપરાંત ચાલી રહેલી મોંઘવારીનો સામનો અને તેમાંય પણ આવા કપરા વર્ષ જવાથી ખેડૂતોને ખાવા પીવાનાં પણ સાંસા પડતા હોય ત્‍યારે પાક વિમા અંગે વડેરા ગામને માત્ર 7% વિમો આપી જાકારો દેવામાં આવતો હોય ત્‍યારે ખેડૂતોને પુરતી પ્રીમીયમ અને વ્‍યાજની રકમ પણ મળેલ નથી. જયારે વડેરા ગામની ર કિ.મી.ની ત્રીજયામાં આવેલા ગામોને પ0% થી 78% જેટલો વિમો મંજુર થયેલ છે. તો અમારા વડેરા ગામનાં ખેડૂતોને આવો અન્‍યાય શા માટે ? જે બાબત બહુ ગંભીર અને અતિસંવેદનશીલ હોય જયારથી વિમો મંજુર થયેલ છે, ત્‍યારથી વડેરા ગામે જાણે કુદરતી મોટી આફત આવી પડેલ હોય તેમ ગામ ગમગીન અને શોકમય બની ગયેલ હોય જેથી રહેમરાહે ખેડૂતો પર સંવેદના દાખવી દયાની દૃષ્‍ટીએ વડેરા ગામ અને અમરેલી તાલુકાનાં અન્‍ય રર ગામોને પાકવિમા પ્રશ્‍ને સંવેદના દાખવી ફેરવિચારણા કરવા આગળની કાર્યવાહી કરવા પૂર્વ સરપંચ ભરત હપાણીએ મુખ્‍યમંત્રીને પાઠવેલ પત્રમાં માંગ કરી છે.

અમરેલી પાલિકાનાં ર00 ઉપરાંતનાં કર્મીઓને છુટા કરાશે

ફીકસ પગાર અને કોન્‍ટ્રાકટ આધારિત ફરજ બજાવતાં
અમરેલી પાલિકાનાં ર00 ઉપરાંતનાં કર્મીઓને છુટા કરાશે
પ્રાદેશિક કમિશનરે ચીફ ઓફીસરને આદેશ કર્યાની ચર્ચાથી કર્મીઓમાં ફફડાટ
સ્‍વાતંત્ર્ય દિનનાં પર્વે જ ર00 ઉપરાંતનાં કર્મચારીઓ પર આફતનાં એંધાણ
અમરેલી, તા. 14
અમરેલી પાલિકામાં ફીકસ પગાર અને કોન્‍ટ્રાકટ આધારિત ફરજ બજાવતાં ર00 ઉપરાંતનાં કર્મીઓને છુટા કરવાનો આદેશ પ્રાદેશિક કમિશનરે પાલિકાનાં ચીફ ઓફીસરને કર્યો હોવાની ચર્ચાથી કર્મીઓમાં ફફડાટ ફેલાયેલ છે.
એવું પણ ચર્ચાઈ રહૃાું છે કે, કર્મચારી મહામંડળનાં પ્રમુખ દિપક ગલથિયાની રજુઆત બાદ કમિશનરે નિર્ણય કર્યો હોય શકે તેમ છે. કમિશનરનાં આદેશથી 3ર જેટલા કલેરીકલ કર્મચારીઓ અને 170 ઉપરાંતનાં સફાઈ કર્મીઓને છુટા કરવામાં આવે તેવું જાણવા મળેલ છે.
અમરેલી પાલિકાનાં ચીફ ઓફીસર ઘ્‍વારા પ્રાદેશિક કમિશનરનાં આદેશ મુજબ કયારે કાર્યવાહી                  થાય છે તેના પર સૌની નજર    મંડાયેલી છે.

બુટલેગર કાળુ ઉર્ફે જેસીંગ છગનભાઈ રાઠોડની જામીન અરજી નામંજુર

સમગ્ર રાજયમાં વિદેશીદારૂની જાળ બિછાવનાર
બુટલેગર કાળુ ઉર્ફે જેસીંગ છગનભાઈ રાઠોડની જામીન અરજી નામંજુર
અમરેલી, તા. 14
અમરેલી પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી ટીમ ઘ્‍વારા જાફરાબાદ મરીન પોલીસસ્‍ટેશનનાં પ્રોહી ગુ.ર.નં. 49/ર017, પ્રોહી કલમ-66 બી, 6પ એ, ઈ, 166 બી વિગેરે મુજબના ગુન્‍હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાશતા ફરતાં આરોપી વિદેશી દારૂના જથ્‍થાના સપ્‍લાયર કાળુ ઉર્ફે જેસીંગ છગનભાઈ ઉર્ફે ખુમાભાઈ રાઠોડ (ઉ.વ. પર) રહે. ધંધુકા, શ્રી નાથ સોસાયટી, તા. ધંધુકા, જી. અમદાવાદવાળાને તા. ર7/7/18નાં રોજ ધંધુકા મુકામેથી પકડી પાડી જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેશનના ગુન્‍હામાં અટક કરવામાં આવેલ અને કોર્ટમાં રજુ કરવામાં આવતાં કોર્ટ તરફથી મજકુરને જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં જેલ હવાલે મોકલી આપવામાં આવેલ.
જેલમાં રહેલ આરોપી કાળુ ઉર્ફે જેસીંગ છગનભાઈ રાઠોડ (મારવાડી) રહે. ધંધુકાવાળાએ પોતાના જામીન મંજુર થવા એડી. સેશન્‍સ કોર્ટ રાજુલા ખાતે અરજી કરેલ. જે અરજીના જવાબમાં તપાસ કરનાર અધિકારીએ તપાસ દરમિયાન મેળવેલ સજજડ પુરાવાઓ કોર્ટમાં રજુ કરેલ અને આરોપી ગુજરાત રાજયનો ચોથા નંબરનો સૌથી મોટો પ્રોહી બુટલેગર છે અને આરોપી સામે પ્રોહીબિશનના ઘણા ગુન્‍હાઓ નોંધાયેલ છે તેમજ આરોપી હરિયાણા, રાજસ્‍થાન, સુરત, વડોદરા વિગેરે જગ્‍યાએથી ઈંગ્‍લીશ દારૂ મંગાવવાનું અને સપ્‍લાય કરવાનું મોટું નેટવર્ક ધરાવે છે અને નેટવર્કમાં અન્‍ય પ્રોહી બુટલેગરો સાથે પણ આરોપી સતત સંપર્કમાં હોવાનાપુરાવાઓ રજુ કરેલ અને આરોપીએ દારૂના ધંધામાંથી મેળવેલ ખુબ જ કિંમતી મિલ્‍કત વસાવેલ અને એવી રજુઆત કરવામાં આવેલ કે આ ગુન્‍હાના આરોપીઓ ગુજરાત રાજયના લીસ્‍ટેડ પ્રોહિ બુટલેગરો હોય અને એકબીજાની નાણાકીય ભાગીદારીમાં પોતાના આર્થિક લાભ મેળવવાના હેતુથી ગુજરાત રાજયમાં પરપ્રાંતીય વિદેશી દારૂનું પરિવહન કરાવેલ છે અને આરોપી પોતાના ભાગીદારો સાથે મળી દીવના લાયસન્‍સ ધારકોના નામે દારૂનો જથ્‍થો મંગાવી અમરેલી જીલ્‍લાના રાજુલા અને આજુબાજુનાં વિસ્‍તારોમાં દારૂનું કટીંગ કરાવી નાના બુટલેગરોને સપ્‍લાય કરેલ છે અને આરોપીના એકાઉન્‍ટમાં મોટા પ્રમાણમાં આર્થિક વ્‍યવહારો નોંધાયેલ હોય તેમજ મિલકત અંગેના આધારો પણ તપાસના કામે રજુ કરવામાં આવેલ અને આરોપીને જામીન મુકત કરવામાં આવે તો તપાસને ગંભીર અસર પડે મેત હોવાનું વિગતવાર સોગંદનામુ કોર્ટમાં રજુ કરેલ અને સરકારી વકલી રાજુલા તથા તપાસ કરનાર અધિકારીએ સેશન્‍સ કોર્ટમાં ધારદાર દલીલ કરતાં જે દલીલ આધારે સેશન્‍સ કોર્ટ રાજુલા ઘ્‍વારા આરોપી કાળુભાઈ ઉર્ફે જેસીંગભાઈ છગનભાઈ રાઠોડ (મારવાડી) રહે. ધંધુકાવાળાની જામીન અરજી નામંજુર કરવામાં આવેલ.

ગરણી તથા સુખપુર ગામ નજીક ચિત્રો ઉપર ઘુઘી નામનો જુગાર રમતાં પ ઝડપાયા

અલગ અલગ બેબનાવમાં રૂા. 30 હજારની મત્તા કબ્‍જે લીધી
અમરેલી, તા. 14
વિછીંયા ગામે રહેતાં જેન્‍તીભાઈ ડુંગરભાઈ જતાપરા, સુરેશ દાનાભાઈ ઓળકીયા, રાજુ બાબુભાઈ વાલાણી, મુળી એભલભાઈ તથા બાખલવડ ગામે રહેતાં જયંતી કરશનભાઈ ડાંગર વિગેરે ગઈ કાલે સાંજે સુખપુર ગામ નજીક જાહેરમાં ચિત્રો ઉપર પૈસા લગાવી ઘુઘી નામનો જુગાર રમતાં હોય, બાબરા પોલીસે બાતમીનાં આધારે દરોડો કરી રોકડ રકમ રૂા.ર4810 મતા સાથે 4ને ઝડપી લીધા હતા. જયારે 1 નાશી છૂટયો હતો.
જયારે બીજા બનાવમાં કરીયાણા ગામે રહેતાં વિકુલ ઉર્ફે નાનો મોહનભાઈ સાકરીયા નામનો યુવક ગઈકાલે બપોરે ગરણી ગામે ઘુઘી નામનો જુગાર રમાડતાં રૂા.41ર0ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભમ્‍મર ગામે પોલીસ પકડવા આવતાં બે ઈસમોએ ખેલ નાંખી ફરજમાં રૂકાવટ કરી

અમરેલી, તા. 14
સાવરકુંડલા તાલુકાનાં ભમ્‍મર ગામે રહેતાં વિનુ ભીમાભાઈ ખીમસુરીયા જાહેરમાં કેફીપીણુંથી લથડીયા ખાતો અને બડબટાટ કરતો હોય,સાવરકુંડલા રૂરલ પોલીસ તેમને પકડવા આવતાં પોતાની       મેળે પથ્‍થર વડે ચહેરા ઉપર મારવા લાગી તથા કપડા કાઢી નગ્ન હાલતમાં થઈ ગયો હતો. જયારે પ્રવિણ ઉર્ફે પરેશે પણ આડા    અવળા ધમપછાડા કરી પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

મીઠાપુર નકકી ગામની સીમમાં શ્રમિક મહિલાને સિંહણે બટકુ ભરી લેતા સારવારમાં

મહિલાને બચાવવા પુત્ર-પતિએ હાકલા પડકારા કર્યા
અમરેલી, તા.14
ધારી તાલુકાના દલખાણીયા ગામે રહેતા અને મીઠાપુર નકકી ગામે સીમમાં ઝુપડામાં રહેતા ગુલાબબેન પોપટભાઈ વાઘેલા નામના4પ વર્ષીય મહિલા આજે વહેલી સવારે ઝુપડામાં સૂતા હતા ત્‍યારે અચાનક જ સિંહણે આવી આ મહિલાને ડાબા હાથે બટકુ ભરી ઘસડવા લાગતા મહિલાએ રાડારાડ કરવા લાગતા તે જ ઝુપડામાં સૂતેલા તેણીના પુત્ર તથા પતિએ હાકલા પડકારા કરતા સિંહણ નાશી ગઈ હતી. જયારે ઘવાયેલ મહિલાને પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ હતી.

રાજુલામાં હત્‍યા કરવાનાં ઈરાદે કાર ચડાવી દેવાનો કરાયો પ્રયાસ

જુબાનીનાં કારણે કોર્ટમાં થઈ હતી સજા
અમરેલી, તા. 14
રાજુલા ગામે રહેતાં પ્રદિપભાઈ ભીખાભાઈ ટાંક નામનાં ઈસમે તે જ ગામે રહેતાં ધનજીભાઈ શામજીભાઈ ગેડીયા વિરૂઘ્‍ધ એક કેસમાં નજરે જોનાર મહત્‍વનાં સાક્ષી તરીકે કોર્ટમાં જુબાની આપતાં આ બનાવમાં આરોપી ધનજીભાઈને કોર્ટે સજા કરેલ હતી, તે વાતનું મનદુઃખ રાખી ગઈકાલે બપોરે રાજુલા ગામે પ્રદિપભાઈની હત્‍યા કરવાનાં ઈરાદે તેમની ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરેલ. જેમાં આરોપી સફળ નહી થતાં લાકડી લઈ પાછળ દોડી આજે તો તેને પતાવી દેવો છે તેમ કહી હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરવા સબબની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાવી છે.

રાજસ્‍થળી તથા વેણીવદર નજીકથી વિદેશી દારૂ સાથે 4 શખ્‍સો ઝડપાયા

અમરેલી તાલુકા પોલીસનો સપાટો
રાજસ્‍થળી તથા વેણીવદર નજીકથી વિદેશી દારૂ સાથે 4 શખ્‍સો ઝડપાયા
કાર, મોબાઈલ સહિત રૂા.9પ હજારનો મુદ્યામાલ કબ્‍જે લીધો
અમરેલી, તા. 14
અમરેલી તાલુકા પોલીસે ગઈકાલે મોડી રાત્રીનાં સમયે બે અલગ અલગ જગ્‍યાએ વોચ ગોઠવી અલગ અલગ બે બનાવોમાં પોલીસે દારૂની હેરફેર કરતાં 4 ઈસમોને કાર, મોબાઈલ સહિત રૂા.9પ હજારનાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.
પ્રથમ બનાવમાં અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનનાં પી.એસ.આઈ. એચ. એચ. સેગલીયા તથા જી.પી. જાડેજાને મળેલ બાતમીનાં આધારે ગઈકાલે મોડી રાત્રીનાં સમયે અમરેલી તાલુકાનાં રાજસ્‍થળી-ચાંપાથળ માર્ગમાં વોચ ગોઠવી, ત્‍યાંથી પસાર થતી કાર રોકી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-રપ કિંમત રૂા.87પ0 તથા કાર-રૂ, મોબાઈલ ફોન મળી કુલ રૂા.917પ0નાં મુદ્યામાલ સાથે આરોપી ચાંપાથળ ગામે રહેતાં મહેશ હરદાસભાઈ બગડા, સૈયદઅલી હુસેનઅલી બુખારી, રે. રાજસ્‍થળી તથા સોહિલ હમાતભાઈ શેખને ઝડપી લીધા હતા.
જયારે બીજા બનાવમાં વેણીવદર ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ-6 કિંમત રૂા.ર100 તથા મોબાઈલ ફોન મળી કુલ રૂા.ર600નાં મુદ્યામાલ સાથે આરોપી દીલીપ મીઠાભાઈ મકવાણાને ઝડપી લેવામાં અમરેલી તાલુકા પોલીસ સ્‍ટાફે રાતભર કામગીરી કરી હતી.

બગસરા પોલીસ સ્‍ટેશનનાં ગુન્‍હાનાં કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

અમરેલી, તા. 14
પોલીસ અધિક્ષક અમરેલી તથા પેરોલ સ્‍કોર્ડના પો.સબ ઈન્‍સ. એસ.આર. શર્માનાં માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોર્ડનાં એ.એસ.આઈ. બલરામભાઈ વાલજીભાઈ પરમાર તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ. સુરેશભાઈ દાફડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. દિક્ષીતભાઈ રામાણી  એરીતે નાઓ ર્ેારા બગસરા પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.-80/ર008આઈ.પી.સી. કલમ- 363, 366 વિ. મુજબના ગુન્‍હાના કામે નાસતો ફરો આરોપી ઉમેશભાઈ નાજાભાઈ સાગઠીયા (સોંદરવા) ઉ.વ. 3ર રહે. ભાડેર તા. ધારી જી. અમરેલી વાળાને આજરોજ તા.14/08/ર018 ના રોજ ચોક્કસ બાતમી આધારે બગસરાથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવા બગસરા પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે.

ચલાલાની ગાયત્રી વિદ્યાલયમાં બાળકોની દ્રષ્‍ટિ તપાસ કાર્યક્રમ યોજાયો

ચલાલાની યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયમાં આરોગ્‍ય તપાસ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં જિલ્‍લા અંધત્‍વ નિવારણ સમિતિ, સિવિલ હોસ્‍પિટલ, અમરેલી દ્વારા શાળામાં અભ્‍યાસ કરતા 730 બાળકોને આંખની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 63 બાળકોને દ્રષ્‍ટિ ખામી હતી. તેમને ધારીના આંખના સર્જન ડો. વાઘેલા દ્વારા ચશ્‍માના નંબર કાઢી આપવામાં આવ્‍યા હતા. અને બધા બાળકોને વિનામૂલ્‍યે ચશ્‍મા પુરા પાડવામાં આવશે. શાળા વતી મહેશભાઈ મહેતા દ્વારા તમામ વ્‍યવસ્‍થા ગોઠવી આપવામાં આવી હતી.

અમરેલી જિલ્‍લા પંચાયતની આરોગ્‍ય શાખામાં ભરતી કરવામાં ઠાગાઠૈયા

બેરોજગારોનાં હિતમાં નિર્ણય કરવા માંગ
અમરેલી, તા. 14
અમરેલી જીલ્‍લા પંચાયત આરોગ્‍ય શાખા ર્ેારા એપ્રિલ માસમાં જાહેરાત પ્રસિઘ્‍ધ કરી, એફ.એચ.ડબલ્‍યુ, ફાર્માસીસ્‍ટ, એસટીએસ, લેબ ટેકનીશ્‍યન, એસટીએલએસ જેવી જીલ્‍લાનાં વિવિધ તાલુકામાં ઘટતી જગ્‍યાઓ ભરવા માટે દિન-7માં અરજીઓ મંગાવવામાં આવી હતી. ત્‍યાર બાદ બે માસનાં લાંબા સમયગાળા બાદ ઈન્‍ટરવ્‍યુ માટે બોલાવવામાં આવેલ. જે બાબતને આજ બે માસ પછી આજ દિન સુધી પણ કોઈ મેરીટ લિસ્‍ટ બહાર પાડવામાં આવેલ નથી કે, કોઈ ઓર્ડર ફાળવવામાં આવેલ નથી. હાલ ચોમાસાની સિઝન શરૂ હોઈ ડેંગ્‍ય્‍ુ, ચિકનગુનિયા, મેલેરીયા, ટી.બી. જેવાગંભીર રોગો વકરવાની શકયતા હોઈ તેવા સમયે આ બાબતે યોગ્‍ય નિર્ણય તાત્‍કાલીક લઈ ઓર્ડર ફાળવી ભરતી કરવી જરૂરી હોય ત્‍યારે અધિકાીઓ ર્ેારા ઢીલી નીતી રાખી લોકોનાં આરોગ્‍ય સાથે ચેડા કરવામાં આવે છે. આ ઉપરાંત ભરતીમાં આવેલ તમામ ઉમેદવારો ર્ેારા ભરતીમાં શું અધિકારીઓ ઓર્ડર ફાળવવા માટે કોઈ ઓફર કે લાગવગની રાહમાં હશે તેવી અફવાઓ ફેલાઈ રહી છે. ત્‍યારે ઉપરોકત બાબતે લાગતા અધિકારીઓ ર્ેારા તાત્‍કાલીક યોગ્‍ય નિર્ણય કરવામાં આવે જેથી કરીને અમરેલી જીલ્‍લાનાં લોકોનું આરોગ્‍ય જળવાઈ રહે સાથે-સાથે યોગ્‍ય ઉમેદવારોને રોજગાર મળી રહે.

સ્‍વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્‍યાએ અમરેલી ખાતે ત્રિરંગા યાત્રા… યાદ કરો કુરબાની કાર્યક્રમ સંપન્‍ન

 

મશાલ પ્રજ્જવલ્‍લિત કરી શહીદોને યાદ કરવામાં આવ્‍યા

અમરેલી શહેરના મુખ્‍ય માર્ગો પર રેલી

અમરેલી તા.૧૪

રાષ્‍ટ્રભરમાં રાષ્‍ટ્રધ્‍વજ પ્રત્‍યે સન્‍માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્‍યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે ૭૨મા સ્‍વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્‍યાએ, આજરોજ તા.૧૪ ઓગષ્‍ટના રોજ અમરેલી ખાતે ત્રિરંગા યાત્રા યાદ કરો કુરબાની કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અને કલેકટરશ્રી આયુષ ઓકે લીલી ઝંડી ફરકાવી ત્રિરંગા યાત્રા યાદ કરો કુરબાનીનો પ્રારંભ કરાવ્‍યો હતો. તેમના સાથે જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી યોગેશ નિરગુડે, જિલ્‍લા પોલીસ અધિકારીશ્રી નિર્લિપ્‍ત રાય પણ જોડાયા હતા.

ત્રિરંગા યાત્રાનો શુભારંભ પોલીસ એસ્‍કોર્ટીંગ સાથે કરવામાં આવ્‍યો હતો. ત્રિરંગા યાત્રા રેલીમાં બાઇક સવારો અમરેલી નગરના મુખ્‍ય માર્ગો સરદાર સર્કલથી બસ સ્‍ટેશન, રેલ્‍વે સ્‍ટેશન, કોલેજ સર્કલ, ફોરવર્ડ સર્કલ થી સરદાર સર્કલ પર ફર્યા હતા. બાળકો પણ ઉત્‍સાહપૂર્વક આ રેલીમાં જોડાયા હતા.

સરદાર સર્કલ ખાતે ત્રિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી ડી.એન. સતાણી અને નાયબ જિલ્‍લા પોલીસ અધિકારીશ્રી દેસાઇએ મશાલ પ્રજ્જવલ્‍લિત કરી આઝાદી માટે શહીદ થયેલા શહીદોને યાદ કર્યા હતા.

અમરેલી શહેરના નાગરિકોએ રાષ્‍ટ્રભક્તિની પ્રતિજ્ઞા અને સમર્પણના સંકલ્‍પ લીધા હતા. કાર્યક્રમના સ્‍થળે દેશભક્તિના ગીતોએ આઝાદીના લડવૈયાઓના રાષ્‍ટ્ર પ્રત્‍યેના સમર્પણભાવની ઝાંખી રજૂ કરી હતી.

કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી હુણ, અગ્રણી શ્રી કૌશિકભાઇ વેકરીયા, ફરજ પરના શ્રી ખોરાસીયા, શ્રી પાઠક, શ્રી જાની, શ્રી ડામોર સહિત નગરપાલિકા, મામલતદાર કચેરી, શિક્ષણ, પોલીસ અને વિવિધ કચેરીઓના ફરજ પરના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.


અમરેલીનાં કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રની મુલાકાત લેતા કેન્‍દ્રીય કૃષિમંત્રી રૂપાલા

અમરેલી, તા.14
કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર, અમરેલીની મુલાકાત લીધી હતી. તેમણે કૃષિલક્ષી પ્રશ્નોના ઉકેલ સ્‍વરૂપે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે કૃષિલક્ષી પ્રશ્નો માટે કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવવા જણાવ્‍યું હતુ. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના ફાર્મનું પણ નિરીક્ષણ કર્યુ હતુ.
આ પ્રસંગે સાસંદ નારણભાઇ કાછડીયા, ગુજકોમાસોલ અને નાસકોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, જુનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ એ.આર. પાઠક, સંશોધન નિયામક ડો. વી.પી. ચોવટીયા, ઇફકોના માર્કેટિંગ ડિરેકટર યોગેન્‍દ્રકુમાર, તેમજ અમરેલી જિલ્લાના વિવિધ કચેરીના તેમજ આત્‍મા પ્રોજેકટ, અમરેલીના અધિકારી, કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં વિસ્‍તરરણ શિક્ષણ નિયામક ડો. એ.એમ. પારખીયાએ શાબ્‍દિક સ્‍વાગત કર્યુ હતુ. વરિષ્ઠઅધિકારી ડો. એન.એસ. જોષીએ આભારવિધી કરી હતી, તેમ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર, અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું  છે.

અમરેલી પોલીસે રૂપિયા પ0 હજાર અને મોબાઈલ મુળમાલીકને પરત કરવાનું ઉમદા કાર્ય કર્યુ

સમીરાબેન પંજવાણીનાં હાથમાંથી પર્સ પડી જતાં
અમરેલી પોલીસે રૂપિયા પ0 હજાર અને મોબાઈલ મુળમાલીકને પરત કરવાનું ઉમદા કાર્ય કર્યુ
પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચનાથી પોલીસે જહેમત ઉઠાવી
અમરેલી, તા. 14
ગઈ તા. પ/8/18નાં રોજ અમરેલી મણીનગરમાં રહેતા સમીરાબેન રહીમભાઈ પંજવાણી સવારના અગીયારેક વાગ્‍યે અમરેલી શહેરમાં કામ અર્થે નીકળેલ ત્‍યારે તેમનું રૂા. પ0,300 તથા નોકીયા કંપનીનો કાળા રંગનો મોબાઈલ ફોન કિંમત રૂા.નો તથા અન્‍ય ચીજવસ્‍તુઓ ભરેલ પાકટીબજારમાં કોઈ જગ્‍યાએ પડી ગયેલ હોય જે અંગે તેણીએ ગઈ તા. પ/8નાં રોજ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં જાહેરાત આપતાં જાણવા જોગ રજીસ્‍ટર થયેલ હતી. જેની તપાસ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનનાં હેડ કોન્‍સ્‍ટેબલને આપેલ હતી.
આ દરમિયાન સદરહું બાબતે તપાસ કરનારે પર્સ ખોવાયેલ તે રૂટ ઉપર તપાસ કરેલ તેમજ બાતમીદારો તથા રૂટ ઉપર આવતી દુકાનો તથા મકાનના માલિકોની પણ પુછપરછ કરવામાં આવેલ તેમજ ટેકનીકલ રીતે પણ તપાસ કરવામાં આવેલ હતી.
પોલીસ અધિક્ષકે સદરહું પર્સના રૂપિયા તથા મોબાઈલ તથા ચીજવસ્‍તુઓ મુળ માલિકને પરત મળે તે માટેના સઘન તપાસ કરવા સુચનાઓ કરેલ હોય જે અન્‍વયે અમરેલી એલસીબીના પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા તથા એલસીબી અમરેલી ટીમે બાતમીદારો તથા ટેકનીકલ રીતે તપાસ કરતાં જાણવા મળેલ કે સદરહું ખોવાયેલ પર્સ ગોંડલ ગામે રહેતાં આરતીબેન વા/ઓ ધર્મેશભાઈ ઉર્ફે ધમો કાળાભાઈ મકવાણા તથા ભાવુબેન વા/ઓ જઈસ જેન્‍તીભાઈ સોલંકીનાઓ અમરેલીમાં રવિવારીમાં ગુજરીના કપડાની ખરીદી કરવા આવેલ ત્‍યારે તેમને આ પાકીટ મળેલ હોય અને તેઓને મુળ માલીકની ખબર ન હોય તેઓ મોબાઈલ ફોનમાં મુલ માલિકનો ફોન આવે તેની રાહ જોતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ હોય આજરોજ આ બંને બહેનોએ રૂા. પ0 હજારતથા નોકીયા મોબાઈલ ફોન અમરેલી એલસીબી પોલીસને પરત આપેલ જેથી સદરહું રૂા. પ0 હજાર તથા નોકીયા મોબાઈલ ફોન વિગેરે મુળ માલિક સમીરાબેન રહીમભાઈ પંજવાણી રહે. અમરેલીવાળાને પરત અપાવેલ હતા.
આમ અમરેલી એલસીબી ટીમે રૂા. પ0 હજાર તથા નોકીયા મોબાઈલ ફોન ભરેલ પર્સ મુળ માલીકને શોધી આપી તમામ વસ્‍તુઓ પરત અપાવેલ છે. જેથી સમીરાબેન રહીમભાઈ પંજવાણીએ અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રનો આભાર માનેલ છે.

સાવરકુંડલામાં પાટીદાર સમાજ દ્વારા તેજસ્‍વી તારલાઓનું સન્‍માન

સાવરકુંડલા ખોડલધામ સમિતિ અને ખોડલધામ સમાધાન પંચના સહિયારા પ્રયાસથી સાવરકુંડલા ભોજલરામ વાડી વજલપરામાં સાવરકુંડલા તાલુકાના પાટીદાર સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીનો સન્‍માન સમારોહ યોજવામાં આવ્‍યો. જેમાં સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી મોટી સંખ્‍યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્‍થિત રહયા અને સાથે સાથે સમગ્ર તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્‍થિત રહયા. જેમાં સાવરકુંડલાના ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત, માજી કૃષિમંત્રી વી.વી. વઘાસીયા, અમરેલી જિલ્‍લા પંચાયતના ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી, તાલુકા પંચાયત પ્રમુખ રાઘવભાઈ સાવલીયા, માજી ધારાસભ્‍ય કાળુભાઈ વિરાણી, દીપકભાઈ માલાણી, મનુભાઈ દાવર, પ્રતીક નાકરાણી, સાવરકુંડલા ખોડલધામ સમિતિના પ્રમુખ ધીરૂભાઈ વઘાસીયા, ખોડલધામ સમાધાન પંચના પ્રમુખ દેવચંદભાઈ કાપોપરા, ખોડલધામ સમાધાનપંચના ઉપપ્રમુખ કરશનભાઈ ડોબરીયા ઉપસ્‍થિત રહયા અને પાટીદાર સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્‍સાહિત કરવામાંઆવ્‍યા.

બાબરામાં નગરપાલિકા સંચાલિત સ્‍વ. જૈતાભાઈ રાણીંગભાઈ વાળા ઉદ્યાનનું લોકાર્પણ કરતા કેન્‍દ્રનાં રાજય કૃષિ મંત્રી રૂપાલા

બાબરામાં સ્‍વ. જૈતાભાઈ રાણીંગભાઈ વાળા ઉદ્યાનનું કેન્‍દ્રનાં રાજય કૃષિમંત્રી પરષોતમભાઈ રૂપાલાનાં વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું. આ તકે સાધુ સંતો અને અમરેલી જિલ્‍લા અને બાબરા તાલુકાનાં ભાજપ અગ્રણીઓ અને સ્‍થાનિક આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. બાબરામાં નગરપાલિકા ર્ેારા રાજય સરકારની સ્‍વર્ણિમ યોજનાની ગ્રાન્‍ટમાં બગીચાનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું. નગરપાલિકા ર્ેારા નવ નિર્મિત બગીચામાં રાજકોટ સ્‍થિત અનેબાબરાનાં વતની એવા દશરથભાઈ વાળા તરફથી 14 લાખનું આર્થિક યોગદાન આપવામાં આવતા બગીચાનું નામ સ્‍વ. જૈતાભાઈ રાણીંગભાઈ વાળા રાખવામાં આવ્‍યું હતું તેમજ બગીચાની અંદર સ્‍વ. જૈતાભાઈની પ્રતિમા પણ મુકવામાં આવી હતી જેનું અનાવરણ પણ મંત્રી પુરુષોતમભાઈ રૂાલા ર્ેારા કરવામાં આવ્‍યું. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, માજી કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણી જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા, અમરડેરીનાં ચેરમેન અશ્‍વિનભાઈ સાવલિયા, તાપડીયા આશ્રમના મહંત શ્રી ઘનશ્‍યામદાસ બાપુ, માજી ધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયા, જસદણના સ્‍ટેટ દરબાર શિવકુમાર ખાચર, તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ, શહેર પ્રમુખ લલિતભાઈ આંબલિયા, ભનુભાઈ માંજરીયા, ભુપેન્‍દ્રભાઈ બસિયા, ગોવાભાઈ મારુ, સોમાભાઈ મારુ, અનકભાઈ વાળા, રાજુભાઈ બસિયા, દશરથભાઈ વાળા, માણસિયા ભાઈ, નિર્મળભાઈ વાળા, ભરતભાઈ વાળા, ભીખુભાઈ વાળા, સહિત ક્ષત્રિય સમાજનાં આગેવાનો સહિત મોટી સંખ્‍યામાં ગામના દરેક સમાજનાં આગેવાનો અને નગરજનો ઉપસ્‍થિત રહૃાા હતા. સ્‍વ. જૈતાભાઈ રાણીંગભાઈ ઉદ્યાનનાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્‍થિત કેન્‍દ્રનાં રાજય કૃષિમંત્રી પુરષોતમ રૂપાલાનું ભવ્‍ય સન્‍માન પણ વાળા પરિવાર ર્ેારા કરવામાં આવ્‍યું હતું. આ તકે રૂપાલાએ જણાવ્‍યું હતું કે બગીચો એ પ્રજાી સુખાકારી સુવિધાછે તેની જાળવણી કરવી તે આપણી નૈતિક ફરજ છે માટે દરેક નાગરિક બગીચાનો સદઉપયોગ કરી તેની પૂરતી જાળવણી કરે.

અમરેલી એલસીબીએ બાઈક ચોરી કરનાર ર શખ્‍સોને ઝડપી લીધા

8 બાઈક કબ્‍જે કરી તપાસ શરૂ કરી
અમરેલી, તા.14
અમરેલી એલ.સી.બી. ટીમે ખાનગી બાતમી આધારે પેટ્રોલીંગ દરમ્‍યાન સાવરકુંડલા શહેરમાં બે અલગ અલગ જગ્‍યાએથી ર આરોપીઓને ચોરીના કુલ મોટર સાયકલો સાથે ઝડપી પાડેલ છે. અને બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ કુલ 8 મોટર સાયકલો રીકવર કરેલ છે. જે પૈકી- (1) પકડાયેલ આરોપીઃ- કાળુભાઇ ઉર્ફે ગાંડીયો આતુભાઇ મકવાણા ઉવ.30 ધંધો.મજુરી રહે. કળમોદર તા-મહુવા જી.ભાવનગર આરોપી પાસેથી મળી આવેલ મુદામાલઃ- (1) હિરો કંપનીનું કાળા કલરનુ જાંબલી પટ્ટા વાળુ એચ.એફ ડિલક્‍સ મો.સા. જેના રજી.નં.જી.જે.04-બી.એન.8693 જેના ચેસીસ નં. ોખીજબક્ષ્ડ બોમજભક્ષ્×ક્ષ્×ક્ષ્  તથા એન્‍જીન નં.જબક્ષ્ક્ષ્ભામઠહફપક્ષ્ડક્ષ્ જે મોટર સાયકલ અઠવાડીયા પહેલા ભાવનગર ભરતનગર ખાતેથી ચોરીની કબુલાત આપેલ.
(ર)હિરો હોન્‍ડો કંપનીનુ કાળા કલરનુ જાંબલી પટ્ટા વાળું સીડી ડોન મો.સા. હોય જેના રજી.નં. જી.જે.18-કે-6708 તથા ચેસીસ નં. 03કર71ર06ર4 તથા એન્‍જીન નં. ડઘી×જ્ઞક્ષ્×ડણ×,નું છે. જે મોટર સાયકલ આજથી એકાદ માસ પહેલા ગારીયાધારથીચોરી કરેલની કબુલાત આપેલ છે.
(3) બજાજ કંપનીનુ કાળા કલરનુ વાદળી પટ્ટા વાળુ ડિસ્‍કરવર મો.સા. હોય જેના રજી.નં. જી.જે.04-એ.બી.-9ર9ર ના હોય અને મો.સા.ના ચેસીસ નંબર તથા એન્‍જીન નંબર જોવામા આવતા ન હોય જે આધાર પુરાવા વગરનુ હોય અને આ મો.સા. પોતે ત્રણેક માસ પહેલા પાલિતાણા મુકામેથી ચોરી કરેલ
આ ઉપરાંત આજથી ચાર પાંચ દિવસ પહેલા કાત્રોડી ગામના પાટીયા પાસે રોડ ઉપર એક મો.સા. ચોરી કરવા ગયેલ જે મો.સા. ડાયરેક્‍ટ કરી લઇ જતા સ્‍થાનિક માણસો જોઇ જતા મો.સા. મુકી જતા નાસી ગયેલ હોવાની પુછપરછ દરમ્‍યાાન આરોપીએ કબુલાત આપેલ છે.
  ઉપરોકત આરોપી કાળુભાઇ ઉર્ફે ગાંડીયો આતુભાઇ મકવાણા પાસેથી ત્રણ ચોરીના મોટર સાયકલ કિ.રૂા.60,000/- નો મુદામાલ કબ્‍જેમ કરી આગળની વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન ખાતે સોપી આપવામાં આવેલ છે.
(ર) પકડાયેલ આરોપીઃ- લાલજી ઉર્ફે લાલો બુધાભાઇ સોલંકી, ઉં.વ.ર7, રહે.સાવરકુંડલા, હાથસણી રોડ, વિદ્યુતનગર. શેરી નં.01 આરોપી પાસેથી મળી આવેલ મુદામાલઃ-  (1) હિરો કંપનીનું કાળા કલરનુ સિલ્‍વર પટ્ટા વાળુ મો.સા. જેના રજી.નં.જી.જે.14.સી.7ર94 જેના ચેસીસ નં. ોખીજબક્ષ્ડ બોમજભક્ષ્×ક્ષ્×ક્ષ્ તથા એન્‍જીન નં. જબક્ષ્ડભયમજભજ્ઞ×ક્ષ્ઘણ કિં.રૂ.રપ,000/- (ર) હિરો કંપનીનુકાળા કલરનુ સિલ્‍વર પટ્ટા વાળું સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. હોય રજી.નં. જી.જે.01-સી.એમ.ર377 તથા ચેસીસ નં. જબક્ષ્ડભવભજભ પપજ્ઞટ× તથા એન્‍જીન નં. જબક્ષ્ડઘવહક્ષ્,પઠણ કિ.રૂા. ર0,000/- (3) હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્‍વર પટ્ટા વાળું સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. જેના રજી.નં. જી.જે.14-એ.બી.187પ તથા ચેસીસ નં. ોખીજબક્ષ્ડ બોહજનજ્ઞ,પડક્ષ્ તથા એન્‍જીન નં. જબક્ષ્ડભવહક્ષ્,પઠણ કિ.રૂ.ર0,000/- (4)  હિરો કંપનીનુ લાલ કલરનુ હંક મો.સા. હોય જેના રજી.નં. જી.જે.11- એમ.એમ.3698 તથા એન્‍જીન નં. છહક્ષ્ઘભનનજનફક્ષ્પઠટ કિ.રૂા.40,000/-
ઉપરોક્‍તત ચારેય મો.સા. પોતાને હરેશભાઇ કેશુભાઇ સોલંકી, રહે. રસુલપરા, તા. ગીરગઢડા વાળાએ ચોરી કરી પોતાને વેચવા માટે આપેલ હોવાની પકડાયેલ આરોપીએ તપાસ દરમ્‍યાન કબુલાત આપેલ છે. આ ઉપરાંત
(પ) હિરો કંપનીનુ કાળા કલરનુ સિલ્‍વર પટ્ટા વાળું સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. જેના રજી.નં. જી.જે.01- ડી.જે.3997 તથા ચેસીસ નં. હઘવ×ફાફણ×જ્ઞ તથા એન્‍જીયન નં. ડઘક્ષ્વક્ષ્ટઘફપણઘક્ષ્ કિ.રૂ. ર0,000/-
ઉપરોક્‍તત મો.સા. પોતાને સંજય જીતુભાઇ સોલંકી, રહે.ખાંભા વાળાએ ચોરી કરી પોતાને વેચવા માટે આપેલ હોવાની પકડાયેલ આરોપીએ તપાસ દરમ્‍યા્ન કબુલાત આપેલ છે.
ઉપરોકત આરોપી લાલજી ઉર્ફે લાલો બુધાભાઇ સોલંકી પાસેથી ચોરીના પાંચ મોટર સાયકલ કુલકિ.રૂા.1,રપ,000/- નો મુદામાલ કબ્‍જેર કરી આગળની વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન ખાતે સોપી આપવામાં આવેલ છે.
ઉપરોક્‍તત વિગતે પકડાયેલ બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ કુલ 8 મોટર સાયકલ, જેની કુલ કિં.રૂા. 1,8પ,000/-નો મુદ્‌ામાલ રીકવર કરી મો.સા. ચોરીના અનડીટેક્‍ટ ગુન્‍હાઓ ડીટેક્‍ટ કરવામાં અમરેલી એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
આમ, અમરેલી જીલ્લાની જનતા પોતાનાં મકાન, દુકાન, વિગેરે માલમિલ્‍કુતની સુરક્ષા બાબતે ચિંતિત ન રહે તે હેતુથી, અને જીલ્લાપમાં બનતા ચોરીના ગુન્‍હાકઓ ઉપર અંકુશ આવે તે બાબતે જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ આ કામગીરી અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે. કરમટા તથા એલ.સી.બી. સ્‍ટાફનાં ભરતબાપુ ગૌસ્‍વામી, કે.સી. રેવર, અજયભાઇ સોલંકી, હિંગરાજસિંહ ગોહિલ, મયુરભાઇ જીકીયાળી, સંજયભાઇ મકવાણા, જાવેદભાઇ ચૌહાણ, જીતુભાઇ મકવાણા, મહેશભાઇ મહેરા, હરેશભાઇ બાયલ, તુષારભાઇ પાંચાણી, જગદીશભાઇ પોપટ, દીપકભાઇ વાળા, અજયસિંહ ગોહિલ, રાઘવેન્‍દ્રભાઇ ધાધલ, ભાવિનગીરી ગૌસ્‍વામી વિગેરેએ કરેલ છે.

અવસાન નોંધ

અવસાન નોંધ
બગસરા : મોણવેલ નિવાસી રાજગોર બ્રાહ્મણ ધનબાઈબેન ગોરધનભાઈ શીલુ (હાલ અમરેલી) તે સુરેશભાઈ કિશોરભાઈ, વિજયભાઈ, મહેશભાઈ (લાલો) તથાકિસનભાઈનાં દાદીમાં તેમજ વજુભાઈ (વિસાવદર) રમણીકભાઈ (જુનાગઢ) પ્રભાશંકરભાઈ, ધીરૂભાઈ તથા બાબુભાઈનાં ભાભી તેમજ ધીરૂભાઈ ભરાડ (જેતલવડ) ભરતભાઈ દવે (અમરેલી) તથા રમેશભાઈ ભરાડ બીલખાનાં સાસુનું તા.13 નાં અવસાન થયેલ છે. બેસણું તા.17 સાંજનાં 4 થી 6 રાજગોર સમાજવાડી હનુમાનપરા રોડ, અમરેલી ખાતે રાખેલ છે.
ચલાલા : ચલાલા નિવાસી સાધુ કમળાબેન શાંતિરામ દેશાણી (ઉ.વ. 6ર) તે ભાવેશભાઈ (પૂજારી રામજી મંદિર-ચલાલા)નાં માતુશ્રી તા.11/8 શનિવારનાં રામચરણ પામ્‍યા છે.

15-08-2018