Main Menu

Sunday, August 12th, 2018

 

આજથી પવિત્ર શ્રાવણ માસનો આસ્‍થાભેર પ્રારંભ

શિવશંકર કો જીસને પૂજા, ઉસકા હી ઉઘ્‍ધાર હુઆ, અંતકાલ કો ભવસાગરમેં ઉસકા બેડા પાર હુઆ
આજથી પવિત્ર શ્રાવણ માસનો આસ્‍થાભેર પ્રારંભ
સમગ્ર મહિનો અતિ પવિત્ર હોવાથી શિવભકતો માટે ધાર્મિકકાર્યો કરવાની અનેરી તક
અમરેલી, તા. 11
આવતીકાલ રવિવારથી શિવભકતો જેની 11 મહિનાથી ચાતક નજરે રાહ જોઈ રહૃાા છે તેવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહૃાો હોય શિવભકતોમાં આસ્‍થાનાં ઘોડાપુર ઉમટયા છે.
અમરેલીનાં સુપ્રસિઘ્‍ધ સ્‍વયંભુ નાગનાથ મંદિર, કામનાથ મંદિર, ભીડભંજન મંદિર, જીવન મુકતેશ્‍વર, ભીમનાથ સહિતનાં શિવાલયોમાં સમગ્ર માસ દરમિયાન શિવભકતોનાં ઘોડાપુર ઉમટશે. જલાભિષેક, દુધાભિષેક, બિલ્‍વીપત્ર ઘ્‍વારા ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયાશ થશે. તદઉપરાંત સાવરકુંડલા, રાજુલા, ખાંભા, ધારી, ચલાલા, બગસરા, કુંકાવાવ, વડીયા, ચિતલ, લાઠી, લીલીયા, દામનગર, બાબરા તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ ભગવાન શિવનાં અતિ પ્‍યારા શ્રાવણ માસને લઈને જબ્‍બરો ઉત્‍સાહ જોવા મળી રહૃાો છે.

આદસંગમાં ઈજાગ્રસ્‍ત હાલતમાં સિંહણ ફરતી હોવાનું અનુમાન

ખાંભા, તા.11
ખાંભા નજીક આવેલ આદસંગમાં એક સિંહણ આગળના જમણા પગ ઈજા થયેલ હોય અને ચાલી ન શકિત ન હોય અને છેલ્‍લા ચારથી પાંચ દિવસથી આ સિંહણ ચાલી શકિત ન હોવાથી મુશ્‍કેલીમાં મુકાઈ છે.અને કોઈ શિકાર પણ ન કરી શકતી હોય અને આ સિંહણ વન વિભાગ દ્વારા વહેલી તકે સારવાર આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્‍યારે મિતીયાળા અભ્‍યારણમાં પણ એક સિંહ પીઠના ભાગે ગંભીર ઈજા થયેલ છે. અને આ ઘાયલ સિંહ મળતો ન હોય ત્‍યારે વન વિભાગને આ સિંહને ગંભીર રીતે ઘવાયેલ હોવાનું ચાર ચાર દિવસથી ખબર હોવા છતાં વન વિભાગ આ નરસિંહનું લોકેશન મેળવી સારવાર આપવામાં નિષ્‍ફળ નીવડયું છે. ત્‍યારે હાલ ચોમાસાનો સમય હોય અને સિંહો વરસાદના કારણે આ સિંહો ઈજા વધતી જાય છે. અને આ ઘાયલ સિંહણ અને સિંહને પણ સમયાંતરે સારવાર નહિ મળે તો ઈજામાં વધારો થાશે તો વનવિભાગ રેસ્‍કયુ કરી સારવાર આપે તેવી પ્રેમી પાસે જાણવા મળેલ છે.

પાણી-પુરવઠા વિભાગનાં બિસ્‍માર રૂમને જમીનદોસ્‍ત કરો

નાના બાળકો રમત-ગમતમાં રૂમમાં આવન-જાવન કરતાં હોય
પાણી-પુરવઠા વિભાગનાં બિસ્‍માર રૂમને જમીનદોસ્‍ત કરો
તાલુકા પંચાયતમાં એક વર્ષ પહેલા લેખિત રજુઆત થઈ હોવા છતાં પણ કોઈને ચિંતા નથી
અમરેલી, તા. 11
ગીર કાંઠાનાં ખાંભા તાલુકાના બોરાળા ગામે 30 વર્ષ પહેલા પાણી પુરવઠા ઘ્‍વારા બનાવાયેલ રૂમ હાલ ખંઢેર હાલતમાં ઉભો છે.
પાણી પુરવઠા ઘ્‍વારા આ રૂમ બનાવી સ્‍થાનિક ગ્રામ પંચાયતને સોંપી સંતોષ માનેલ હોય તેમ રપ વર્ષના વાણા વાયા સમયગાળામાં તંત્ર ઘ્‍વારા જાળવણી નકરાતા ખંઢેર હાલતમાં રહેલા આ રૂમ પડુ પડુ થઈ ગયો હોય અને દરવાજા કે બારી વગરના ખંઢેર રૂમનો સ્‍લેબ પણ જીવલેણ અકસ્‍માત સર્જવા ઉભો હોય.
આ ખંઢેર રૂમમાં ગામના ભુલકાઓ રમી રહૃાા હોય રોડ કાંઠે ઉભેલો ખંઢેર રૂમ ગમે ત્‍યારે પડે અને જીવલેણ અકસ્‍માત સર્જાઈ તેવી ચેતવણી સાથે રૂમને પાડી નાખવા ખાંભા તાલુકા પંચાયતને વરસ દિવસ પહેલા લેખીતમાં રજુઆત કરી હોવા છતાં સરકારી બાબુઓ અકસ્‍માતની રાહમાં હોય તેમ કોઈ પગલાં લીધા નથી.
અવાવરૂ અને ખંઢેર એવા બારી-દરવાજા વગરના આ રૂમમાં રાત્રીના સમયે દીપડા સહિતનાં વન્‍ય પ્રાણીઓ વાસ કરતા હોય કોઈ માનવી ઉપર હુમલો કરે કે ખંઢેર રૂમ અકસ્‍માત સર્જે તે પહેલા પાણી પૂરવઠાનો રૂમ પાડી નાખવા ગ્રામજનોમાં માંગણી ઉઠી છે.

ભય : બગસરામાં જાહેર માર્ગો પર ઠેર-ઠેર ગૌ-માતાના અડિંગાથી પરેશાની

પાલિકામાં ભાજપનું શાસન છતાં પણ ગૌ-માતા દુઃખી
બગસરા, તા. 11
બગસરા શહેરનાં વોર્ડ નં. 1નાં નટવરનગર વિસ્‍તારમાં રેઢીયાળ ઢોરનાં રસ્‍તા પરનાં અડીંગાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. તેમ છતાં તંત્ર ઘ્‍વારા આંખ આડા કાન થતાં હોવાથી લોકરોષ જોવા મળી રહૃાો છે.
વિગત અનુસાર એક બાજુ આપણે ગાયોને માતા કહી રહૃાાં છીએ તેવી ગૌ માતા રસ્‍તા પર રઝળી રહી છે. ગાયનાંમાલિકો (પશુપાલકો કે ખેડૂતો) ગાયોને દૂધ દોહીને ઘર બહાર કાઢી મુકે છે. જેથી આવા માલીકીનાં ગૌ વંશ ઠે-ઠેર ઉકરડા ફંફોડતી જોવા મળે છે. અને રોડ પર કબજો જમાવી બેસી રહે છે. જેના કારણે છાણ, મુત્રથી ગંદકી તેમજ ચિકાસ થવાથી લોકો તથા ચાલકો અવાર-નવાર લપસી પડતા નાની-મોટી ઈજાઓ થઈ રહી છે. તેમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાય રહૃાું છે.
માલીકીની ગાયો માટે શિંગ પર ઓળખનું નિશાન બનાવવામાં આવે તે જરૂરી થઈ પડયું છે. અને કયારે આવી ગાયો રસ્‍તે રઝળતી જોવા મળે ત્‍યારે માલિકો પર કડક કાર્યવાહી કરવામાં આવે તો મહદઅંશે રેઢીયાળ ઢોરનો પ્રશ્‍ન હલ થઈ શકે તેમ છે. પરંતુ આ બાબતે તંત્ર જાગશે ખરૂ ?

મરીન પીપાવાવ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ગુન્‍હાનાં આરોપીને ઝડપી લેવાયો

અમરેલી, તા. 11
અમરેલી જીલ્‍લા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય તેમજ ના.પો. અધિકારી આર.એલ. માવાણીની સુચના અનુસાર મરી પીપાવાવ પોલીસ સ્‍ટેશન ફર્સ્‍ટ ગુ.ર.નં. 30/18 ઈપીકો કલમ-394, 3ર3, પ06(ર), 4ર7, જીપી એકટ કલમ-1ઘપ મુજબનાં કામે આરોપી મેહુલ ઉર્ફે દુડી મથુરભાઈ વાઘેલા (ઉ.વ. ર0) રે. ભેરાઈ દેવપરા વાળો ગુન્‍હો કર્યા બાદ ઘણા સમયથી નાશતો ફરતો હોય અને બાતમી રાહે હકીકત મળેલ કે ઉપરોકત આરોપી ફોર વ્‍હીલ કાર રજી.નં. જી.જે.-14-ઈ 609પ સાથે ફોર વે રોડ પર નીકળનાર છે. વોચમાં રહી ઉપરોકત આરોપીને ફોર વે રોડ શ્રીજી પાર્કીંગ પાસે આવતા રોડ પરથી પકડી પાડેલ છે. મજકુરને તા. 10/8/18નાં રોજ 19 વાગ્‍યે ગુન્‍હાનાં કામે ધોરણસર અટક કરેલ છે. આ કામગીરી મરીન પીપાવાવ પોલીસ સ્‍ટેશનનાં પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર વી.એલ. પરમાર તથા પોલીસ સ્‍ટાફ ઘ્‍વારા કરવામાં આવેલ છે.

અમરેલીમાંથી વિદેશીદારૂની 1પ બોટલ સાથે મહિલા ઝડપાઈ

અમરેલી, તા. 11
અમરેલીનાં ઓસવાલ પા વિસ્‍તારમાં રહેતાં શહેનાઝબેન હુસેનભાઈ ચૌહાણના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે વિદેશી દારૂની બોટલ નંગ-1પ ગેરકાયદેસર રાખી હોય સીટી પોલીસે બાતમીનાં આધારે દરોડો કરી રૂા. 4પ00નો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જયારે હુસેન અલારખભાઈ તથા ઈરફાન ઉર્ફે ટાલકી હાજર નહી મળી આવતાં તેમની શોધખોળ આદરી છે.

ચિત્તલ રોડ ઉપર અજાણ્‍યા શખ્‍સે વૃદ્ધાને હડફેટે લઈ ઈજા કરી

અમરેલી, તા. 11
અમરેલીમાં જયોતિરાવનગરમાં રહેતાં જયાબેન દિનેશભાઈ બઢીયા નામનાં 70 વર્ષિય વૃઘ્‍ધા ગઈકાલે સાંજે ચિતલ રોડ, દત મંદિર પાસેથી પસાર થતાં હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા મોટર સાયકલ ચાલકે પાછળથી મોટર સાયકલ અથડાવી દઈ પગમાં ફેકચર કરી તથા શરીરે ઈજા કરી નાશી જતાં આ અંગે પોલીસમાંફરિયાદ નોંધાઈ છે.

હિંડોળા દર્શનનો લાભ લેતા વૈષ્‍ણવો

દામનગર શ્રી મદનમોહનલાલ જુની હવેલીમાં હિંડોળાનાં દર્શનનો લાભ વૈષ્‍ણવજનો લઈ રહૃાા છે.

ધારીમાં ખેડૂતોએ પાકવીમાની રકમ ચૂકવવા માંગ કરી

અમરેલી જિલ્‍લામાં રૂપિયા ર18 કરોડ પાકવીમા માટે મંજુર કરવામાં આવતા તેમા ધારીનાંપર ગામડાઓની બાદબાકી થતાં ધારી ખાતે ધારાસભ્‍ય જે. વી. કાકડીયાની ઉપસ્‍થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું હતું અને બાદમાં પ્રાંત અધિકારી મારફત રાજયપાલને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. અને અન્‍યાય દૂર નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

અમરેલી એલસીબીએ મોબાઈલ ચોરી કરનાર શખ્‍સને ઝડપી લીધો

રૂપિયા ર7 હજારનો મુદ્યામાલ કબ્‍જે કર્યો
અમરેલી, તા. 11
અમરેલી પોલીસ અધિક્ષકે જીલ્‍લામાં મિલ્‍કત સંબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય અને તેમાં અમરેલી જિલ્‍લાનાં નાગરીકોની મિલકત ચોરાયેલ હોય અને આવા ગુન્‍હાઓ વણ શોધાયેલ હોય તેવા ગુન્‍હાઓનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી તેના મુળ માલીકને તેની ચોરીમાં ગયેલ મિલકત પાછી મળે તે માટેનાં સઘળા પ્રયત્‍નો કરવા અને આવા વણશોધાયેલ અનડીટેકટ ગુન્‍હાઓનાં ભેદ ઉકેલવા આપેલ ખાસ સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ટીમે ખાનગી બાતમી આધારે પેટ્રોલીંગ દરમ્‍યાન રાજુલા ખાતેથી એક ઈસમને ચોરીનાં મુદ્યામાલ સાથે પકડી પાડી, મરીન પીપાવાવ પો.સ્‍ટે.નાં કોવાયા ગામે નીલકંઠ નામની મોબાઈલની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલેલ છે.
અમરેલી જીલ્‍લાનાં મરીન પીપાવાવ પો.સ્‍ટે. વિસ્‍તારનાં કોવાયા ગામે ગઈ તા.રપ/08/17 ના કલાક રર/00 થી તા.ર6/08/17 નાકલાક 6/00 દરમ્‍યાન નીલકંઠ નામની મોબાઈલની દુકાનમાંથી જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન તથા લેપટોપ તથા અન્‍ય એસેસરીઝ વિ. મળી કુલ કિ.રૂા.48,000 ની ચોરી કરી, કોઈ અજાણ્‍યા ચોર ઈસમ લઈ ગયેલ વિ. મતલબેની ફરિયાદ આધારે મરીન પીપાવાવ પો.સ્‍ટે.માં ફ.ગુ.ર.નં. 31/ર017, ઈ.પી.કો. કલમ 4પ7, 380 મુજબનો ગુન્‍હો તા.ર1/1ર/17 ના રોજ દાખલ થયેલ હતો. જે ગુન્‍હો આજદિન સુધી અનડીટેકટ રહેવા પામેલ હતો.
આ ચોરીનાં ગુન્‍હાને અંજામ આપનાર રાજુભાઈ સોન્‍ડાભાઈ પરમાર ઉ.વ. ર7 રહે. રામપરા-ર તા. રાજુલા જી. અમરેલી વાળાને ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પો.ઈન્‍સ. આર. કે. કરમટા તથા એલ.સી.બી. ટીમ ર્ેારા આજરોજ તા.11/08/ર018નાં કલાક 17/00 વાગ્‍યે રાજુલા માર્કેટયાર્ડ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્યામાલ સાથે પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપી રાજુભાઈ સોન્‍ડાભાઈ પરમાર રાજુલા તાલુકાનાં રામપરા-ર ગામનો વતની છે. અને પોતે ખેતમજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. અને ખેતીની જમીન ભાગવી રાખી વાવેતર કરી વાડી વિસ્‍તારમાં રોકાતો અને રાત્રિ દરમ્‍યાન પોતે ચોરી કરતો હતો.
આરોપી પાસેથી મળી આવેલ ચોરીનો મુદ્યામાલ : (1) એક લેનોવો કંપનીનું કાળા કલરનું લેપટોપ જેની ઉપર જી-પ70 લખેલ છે તે કિ.રૂા.18પ00 (ર) એક ઈન્‍ટેક્ષકંપનીનો કાળા કલરનો મોબાઈલ ફોન જેના ઉપર એસ-7 લખેલ છે, તેની કિ.રૂા.1000 (3) એક કાર્બન કંપનીનો સિલ્‍વર કાળા કલરનો મોબાઈલ ફોન જેની ઉપર કે-10 પ્‍લસ લખેલ છે જેની કિ.રૂા.1000 (4) એક સેમસંગ કંપનીનો સાદો મોબાઈલ ફોન જેની કિ.રૂા.1000 (પ) એક ઈન્‍ટેક્ષ કંપનીનો સફેદ કલરનો મોબાઈલ ફોન છે જેની કિ.રૂા.1000 (6) એક લાવા કંપનીનો કાળા-વાદળી કલરનો મોબાઈલ ફોન જેના ઉપર 40 પાવર પ્‍લસ લખેલ છે જેની કિ.રૂા.1000 (7)  એક લાવા કંપનીનો કાળા કલરનો મોબાઈલ ફોન જેના ઉપર એ.આર.સી.101 લખેલ છે જેની કિ.રૂા.1000 (8) એક લાવા કંપનીનો કાળા કલરનો મોબાઈલ ફોન જેના ઉપર જમ્‍બો ર લખેલ છે જેની કિ.રૂા.1000 (9) એક લાવા કંપનીનો ગોલ્‍ડન કલરનો મોબાઈલ ફોન જેના ઉપર પર્લ લખેલ છે. જેની કિ.રૂા.1000 (10) તેમજ મોબાઈલ ફોનનાં ચાર્જર નંગ 3 કિ.રૂા.1પ0 (11) તેમજ ટર્બો ચાર્જર નંગ ર કિ.રૂા.100 (1ર) એક મોબાઈલ ફોનની હેન્‍ડઝ ફ્રી કિ.રૂા.પ0 (13) તેમજ બે કાળા કલરનાં કાર્ડ રિડર કિ.રૂા.100 (14) એક કાળા કલરનું લેપટોપનું એડેપ્‍ટર કિરૂા.1000.
ઉપરોકત વિગતે ચોરીમાં ગયેલ લેપટોપ, જુદી જુદી કંપનીનાં મોબાઈલ ફોન, એસેસરીઝ મળી કુલ કિ.રૂા.ર7,900 નો મુદ્યામાલ રીકવર કરવામાં આવેલ છે.
આમ, અમરેલી જીલ્‍લાની જનતા પોતાનાં મકાન,દુકાન, વિગેરે માલ મિલ્‍કતની સુરક્ષા બાબતે ચિંતિત ન રહે તે હેતુથી, અને જીલ્‍લામાં બનતા ચોરીનાં ગુન્‍હાઓ ઉપર અંકુશ આવે તે બાબતે જીલ્‍લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ આ કામગીરી અમરેલી એલ.સી.બી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. આર. કે. કરમટા તથા એલ.સી.બી. સ્‍ટાફનાં ભરતબાપુ ગૌસ્‍વામી, કે.સી.રેવર, અજયભાઈ સોલંકી, હિંગરાજસિંહ ગોહિલ, મયુરભાઈ ગોહિલ, સંજયભાઈ મકવાણા, જાવેદભાઈ ચૌહાણ, જીતુભાઈ મકવાણા, મહેશભાઈ મહેરા, હરેશભાઈ બાયલ, તુષારભાઈ પાંચાણી, દીપકભાઈ     વાળા, અજયસિંહ ગોહિલ, રાઘવેન્‍દ્રભાઈ ધાધલ, ભાવિનગીરી ગૌસ્‍વામી વિ. એ કરેલ છે.

ચાંચ ગામેથી દેશીદારૂ સાથે નીકળેલ 3 બુટલેગરોને ઝડપી લેવાયા

અમરેલી, તા. 11
ચાંચ ગામેથી દેશી દારૂ લીટર 84 સાથે ત્રણ ઈસમોને ત્રણ મોટરસાયકલ સહિત કુલ કિંમત રૂા. 7રપર0 નાં મુદામાલ સાથે પીપાવાવ મરીન પોલીસે પકડી પાડેલ છે.
અમરેલી જીલ્‍લામાં પ્રોહી/જુગાર અંગેના કેસો શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય તથા નાયબ પોલીસ અધિક્ષક આર.એલ. માવાણીની મળેલ સુચના અને માર્ગદર્શન મુજબ મરીન પીપાવાવ પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર વી.એલ. પરમાર તથા પોલીસ સ્‍ટાફના માણસો એઅસઆઈ મનસુખભાઈ સોલંકી તથા હેડ કોન્‍સ્‍ટેબલ રાણાભાઈ વરૂ તથાપોલીસ કોન્‍સ્‍ટેબલ અતુલભાઈ મકવાણા તથા એલઆરડી જેરામભાઈ શિયાળ તથા પોલીસ કોન્‍સ્‍ટેબલ મહેશભાઈ બારૈયા વિગેરે પોલીસ સ્‍ટાફના માણસોએ તા. 11/8/18નાં વહેલી સવારના ખેરા ગામેથી આરોપી (1) ગોબરભાઈ બીજલભાઈ શિયાળ (ઉ.વ. 41), (ર) કિશન મનસુખભાઈ ગુજરીયા (ઉ.વ ર1), (3) હરીભાઈ ખાટાભાઈ ગુજરીયા (ઉ.વ. 3પ), (4) અરવિંદ મંગળ ગુજરાયા, (પ) ધીરૂ જોરૂ ગુજરીયા રહે. તમામ ચાંચ તા. રાજુલાવાળાઓ મહુવા તાલુકાના ડોળીયા ગામેથી મોટરસાયકલ ઉપર પ્‍લાસ્‍ટીકના બાચકામા દેશી પીવાનો દારૂ ભરી ચાંચ ગામે વેચવા માટે લઈ જતા હોય રેઈડ દરમ્‍યાન ત્રણ મોટરસાયકલ તથા 84 લીટર દારૂ જેમા દારૂની કિંમત રૂા. રપર0 તથા ત્રણ મોટરસાયકલ કિંમત રૂા. 70000   મળી કુલ કિંમત રૂા. 7રપર0નો મુદામાલ પકડી પાડેલ છે. જેમાં આરોપી અરવિંદ મંગળ તથા ધીરૂ જોરૂ મુદામાલ મુકી નાશી ગયેલ છે. જયારે બાકીના ત્રણ આરોપીઓને ઝડપી લીધેલ છે. અને પ્રોહિ. ધારા તળે ગુન્‍હા નોંધી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

બાબરા પોલીસે એક મહિલા સહિત 4 ભુમાફીયાઓને ઝડપી લીધા

બાબરા, તા. 11
બાબરા તાલુકામાં બાબરા ટાઉનમાં જામબરવાળા રોડ ઉપર આવેલ અતિ મોકાની સરકારી જમીનની ખોટી ચતુસીમા દર્શાવી સરકારી જમીનનું બનાવટી દસ્‍તાવેજથી ખરીદ વેચાણ કરનાર ત્રણ આરોપીજેમાં આરોપી નં.(1) હિંમતભાઈ મુળજીભાઈ ધોળકીયા તથા આરોપી નં.(ર) લખમણભાઈ મોહનભાઈ ભાતીયા તથા આરોપી નં.(3) શારદાબેન વા/ઓ હિંમતભાઈ મુળજીભાઈ ધોળકીયા રહે. તમામ ખાખરીયા તા. બાબરા જી. અમરેલીવાળાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
બાબરા તાલુકામાં ગળકોટડી ગામે ર004 ની સાલમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ર્ેારા સરકારી જમીનને સરકારી રેકર્ડ સાથે ચેડા કરી આરોપી બચુભાઈ ભવાનભાઈ તલસાણીયાનાં નામે કરી અને સરકાર સાથે છેતરપીંડી તથા વિશ્‍વાસઘાત કરી બાદમાં આ જમીનનું વેચાણ કરનારમાંનાં આરોપીઓ પૈકી આરોપી બાબુભાઈ બચુભાઈ તલસાણીયા રહે. ચાવંડ તા. લાઠી જી. અમરેલીવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ અમરેલી જીલ્‍લાનાં ભુમાફીયાઓ ર્ેારા થતાં સરકારી જમીનનાં ગેરકાયદેસરનાં દબાણ દૂર કરવાનાં હેતુથી જીલ્‍લા પોલીસ અધિક્ષકની સૂચના તેમજ ના.પો.અધિ. અમરેલી વિભાગનાંઓ તથા સર્કલ પો.ઈન્‍સ. બાબરાનાં માર્ગદર્શન હેઠળ કામગીરી બાબરા પો.સ્‍ટે.નાં પો.સ.ઈ. એ. વી. સરવૈયા તથા એસ.એચ. નીમાવત તથા બાબરા પોલીસ સ્‍ટાફે જીલ્‍લાની વિવિધ શાખાઓનાં સહયોગથી કરેલ છે.

ધજડી ગામની સીમમાંથી જુગાર રમતાં 4 શખ્‍સો ઝડપાયા

અમરેલી, તા. 11
સાવરકુંડલા ગામે રહેતાંમયુર શાંતીભાઈ વાઘેલા, જયસુખ મનુભાઈ, અશોક રામજીભાઈ તથા જહાંગીર યુસુફ કુરેશી વિગેરે 4 ઈસમો ગઈકાલે સાંજે ધજડી ગામની સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોય, અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળતાં દરોડોકરી તમામને રોકડ રકમ રૂા.4130ની મતા સાથે ઝડપી લીધા હતા.

બાબરામાં ચાની કેબીન પાસેથી વરલી મટકાનો જુગાર ઝડપાયો

રોકડ તથા બાઈક મળી 11400નો મુદ્યામાલ કબ્‍જે
અમરેલી, તા. 11
બાબરાનાં અમરાપરામાં રહેતાં મનુભાઈ કાળુભાઈ ડાભી ગઈકાલે સાંજે પોતાની માલીકીની અમરેલી રોડ સર્કલ પાસે આવેલ ચાની લારી પાસે પોતાનાં મોટરસાયકલ ઉપર વરલી મટકાનો જુગાર રમતો હોય, પોલીસે રોકડ રકમ રૂા.1400 તથા મોટર સાયકલ મળી કુલ રૂા.11400નાં મુદ્યામાલ સાથે ઝડપી લીધો હતો.

12-08-2018