Main Menu

Saturday, August 11th, 2018

 

વડીયા પંથકમાં એસ.ટી બસની અપૂરતી સુવિધાઓથી વિદ્યાર્થીનીઓ પરેશાન

શાળા પ્રવેશોત્‍સવ, ભણે ગુજરાત, બેટી પઢાઓ અને મિશન વિદ્યાનાં માહોલમાં
વડીયા પંથકમાં એસ.ટી બસની અપૂરતી સુવિધાઓથી વિદ્યાર્થીનીઓ પરેશાન
વડીયા, તા. 10
વડીયા પંથકની બગલમાં આવતા ગામડાઓમાં આવતી જતી બીમાર બસો થાકી જાઈ છે ત્‍યારે વડીયા તાલુકાનાં વિદ્યાર્થીનાં ફેરાની બસનો રૂટ હાલતા બંધ થઈ જાય છે. જો રેગ્‍યુલર શરૂ રહે તો રપ થી 30 કન્‍યાઓને ઉચ્‍ચ શિક્ષણનો યોગ્‍ય લાભ મળી શકે તેમ છે. બસનાં અભાવનાં લીધે અધૂરા પિરિયડ છોડી બસ પકડવા દોડવું પડે છે ને બસ થાકીને ગમે ત્‍યાં રોકાઈ ગઈ હોઈ છે અને આ અંગે ડેપો મેનેજર સહિત એસ.ટી. વિભાગીય નિયામકને અનેક વખત ઘ્‍યાન દોરવામાં આવ્‍યું હોવાનું વિદ્યાર્થીનીઓએ જણાવ્‍યું છે. ટેલિફોનિક ડેપો મેનેજરનાં જણાવ્‍યા મુજબ એસ.ટી. બસો દોઢ લાખ કિલોમીટર ઉપર ચાલી જવાનાં લીધે બસો કંડમ થઈ ૂકી છે. કંડમ બસો હોવાના લીધે ઉભી રહી જાય અથવા ગમે ત્‍યા બ્રેક ડાઉન થાય જેથી અકસ્‍માત ન બને તે માટે લાંબા રૂટમાં નવી જ બસ હોઈ તોજ મોકલવામાં આવે છે નહીંતર કાપ મુકવામાં આવે જેના લીધે દુર્ઘટના ન સર્જાય તે માટેથી વિદ્યાર્થીઓને છકડો રીક્ષાનો સહારો લેવો પડે છે, ત્‍યારે છકડો રિક્ષા વડીયા પંથકનાં વિદ્યાર્થીઓ માટે જીવનાં જાખમે આશિર્વાદ રૂપ બની રહે છે. વડીયા નજીકના સાકરોલા,ઢોળવા, મોરવાડા, ખાખરીયા ગામનાં પ0થી વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસનો લાભ મળતો નથી જેને લઈને વિદ્યાર્થીનીઓએ આજે વડીયા એસ.ટી.ડેપોએથી ઉગ્ર રોષ સાથે વડિયા ચેમ્‍બર્સ ઓફ કોમર્સને ધારદાર રજૂઆતો કરી અને વડિયા વિદ્યાર્થીઓ માટે બસનો કોઈ નિવેડો લાવો નહીંતર સ્‍કૂલનો ટાઈમ ફેરફાર કરાવો. વિદ્યાર્થીનીઓને જીવનાં જાખમે અડધી રાતે છકડો રિક્ષામાં બેસી જવું પડે છે ને માતા પિતાને ચિંતા ઉભી થાય છે. એસ.ટી. બસોની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓની હાલત એસ.ટી. ડોે પાસે રખડતા આખલા જેવી થાય છે. જો આ બાબતે વિદ્યાર્થીઓનાં પ્રશ્‍નો વિધાન સભામાં ઉઠાવે અમરેલીનાં ધારાસભ્‍ય અને વિરોપક્ષનાં નેતા તો વિદ્યાર્થીઓનું શિક્ષણ ડોળાતું અટકશે અને વિદ્યાર્થીઓનાં સપનાઓ સાકાર બનશે. વિરોધ પક્ષનાં નેતા ગાંધીનગર બેઠા બેઠા થોડું ઘણું અમરેલી જિલ્‍લાની પબ્‍લિકને થતી હાલાકી વિશે હવે તો વિચારે તો સારું તેમ પબ્‍લિકની હૈયાવરાળ માંથી જણાઈ રહૃાું છે.

“અમરેલી એકસપ્રેસ”માં સતત અહેવાલો પ્રસિઘ્‍ધ થયા બાદ અંતે ભુમાફીયાઓ વિરૂઘ્‍ધ કાર્યવાહી શરૂ

બાબરા, ગળકોટડી, ચરખામાં જુદા-જુદા સર્વે નં. નીજમીનને લઈને ફરિયાદ દાખલ કરાતાં ચકચાર
અમરેલી, તા. 10
અમરેલી જિલ્‍લામાં સરકારી અને ગૌચર જમીનમાં વ્‍યાપક પ્રમાણમાં દબાણ થયું હોય “અમરેલી એકસપ્રેસ” દૈનિક ઘણા વર્ષોથી ભૃમાફીયાઓ વિરૂઘ્‍ધ કાર્યવાહી કરવાની માંગ સાથે અહેવાલ પ્રસિઘ્‍ધ કરી રહયું હોય અંતે સૌ પ્રથમ બાબરાનાં મામલતદાર એન.કે. ખીમાણીએ જુદી-જુદી 3 ફરિયાદ સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનમાં આપેલ છે.
પ્રથમ બનાવમાં બાબરાનાં ગળકોટડી ગામનાં બચુભાઈનાં વારસો સમજુબેન બચુભાઈ તલસાણીયા, નારણભાઈ બચુભાઈ તલસાણીયા, રવજીભાઈ બચુભાઈ તલસાણીયા, બાબુભાઈ બચુભાઈ તલસાણીયા, મધુબેન બચુભાઈ તલસાણીયા, હંસાબેન બચુભાઈ તલસાણીયા તેમજ મદદગારીમાં મેર મુંજાજી વેજાજી ઓડેદરા, ચાંપરાજભાઈ હાથીભાઈ વાળા, શિવરાજભાઈ હાથીભાઈ વાળાએ મદદ કરી હોય તમામ વિરૂઘ્‍ધ ફરિયાદ આપેલ છે.
બીજા બનાવમાં બાબરાની સાંથણીથી ફાળવવામાં આવેલ સરકારી જમીન જે જગ્‍યાએ ફાળવવામાં આવેલ છે. તે જમીનના બદલે રોડને લાગું અતિ મોકાની સરકારી જમીનની ખોટી ચતુઃસીમા દર્શાવીને, સરકારી જમીનનું દસ્‍તાવેજથી વેચાણ કરેલ હોય, દસ્‍તાવેજ કરનાર (1)કાનજીભાઈ ભાણાભાઈ મારૂ, (ર) વશરામભાઈ પાલાભાઈ મારૂ, (3) હિરૂબેન પાલાભાઈ મારૂ, (4) સોનીબેન પાલાભાઈ મારૂ, (પ) દુધીબેન પાલાભાઈ મારૂ, (6) લક્ષ્મીબેન પાલાભાઈ મારૂ, (7) રવજીભાઈ પાલાભાઈ મારૂ, (8) જયાબેન પાલાભાઈ મારૂ તથા આ જમીન ખરીદ કરનાર (1) ભગવાનભાઈ મોહનભાઈ ભાતીયા, (ર) હિંમતભાઈ મુળજીભાઈ ધોળકીયા, (3) લખમણભાઈ મોહનભાઈ ભાતીયા, (4) શારદાબેન હિંમતલાલ ધોળકીયા, (પ) હસમુખભાઈ લખમણભાઈ ભાતીયા, (6) હરેશભાઈ માવજીભાઈ ભાતીયા તથા તપાસ દરમ્‍યાન જે નામ ખુલે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા જણાવેલ છે.
જયારે ત્રીજા બનાવમાં બાબરાનાં ચરખા ગામનાં શારદાબેન લાભશંકરભાઈ મહેતાએ ખોટું સોગંદનામું કરેલ હોય તમામ વિરૂઘ્‍ધ ફરિયાદ દાખલ કરવા માંગ કરેલ છે.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, બાબરાનાં તાપડીયા આશ્રમથી લઈને માર્કેટયાર્ડ માર્ગ પર અનેક માથાઓએ સરકારી જમીન પર દબાણ કરેલ હોવાનું ચર્ચાઈ રહૃાું હોય મહેસુલ વિભાગ ઘ્‍વારા તટસ્‍થ તપાસ થાય તો અનેકનાં પગ નીચેથી જમીન સરકી જશે તેવું લાગી રહૃાું છે.

અમરેલીનાં નાયબ મામલતદારને લાંચ કેસમાં 3 વર્ષની કેદ અને 7 હજારનો દંડ

જિલ્‍લાનાં લાંચીયા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો
અમરેલી, તા.
બાબરા ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજબજાવતાં વર્ગ-3નાં એક કર્મચારીએ ખેડૂત ખાતેદાર હોવા અંગેનો અભિપ્રાય આપવા માટે રૂા.4પ00ની લાંચ લેતા ઝડપાય ગયા હતા. આ અંગેનો કેસ અત્રેની એ.સી.બી. સ્‍પે. કોર્ટમાં ચાલી જતાં નાયબ મામલતદારનેત્રણ વર્ષની સાદી કેદ અને રૂા. 7 હજારનાં દંડની સજાનો હુકમ કર્યો હતો.
આ બનાવમાં બાબરા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તીકે ફરજ બજાવતાં અશોકભાઈ બચુભાઈ ગોહિલે ગત તા.રપ/4/11 નાં રોજ સુરત જિલ્‍લાનાં કામરેજ તાલુકાનાં મોરથાણ ગામે ગીતાબેન ચતુરભાઈ વેકરીયાએ જુદી-જુદી બે ખેતીની જમીન વેચાણ દસ્‍તાવેજથી રાખેલ હોય, અને તેણી ખેડૂત ખાતેદાર હોવા અંગે બાબરા તાલુકાનાં ભીલડી ગામે હોવાના પુરાવા કામરેજ ખાતે રજુ કરેલ હતા.
આ પુરાવારૂપે રજુ કરેલા દસ્‍તાવેજોની ચકાસણી કરવા માટેનું પ્રકરણ બાબરા મામલતદાર કચેરીમાં આવતાં તે કામ આરોપી એ. બી. ગોહિલ સંભાળતા હોય, જેથી તેમણે આ ગીતાબેન ખેડૂત ખાતેદાર છે તે મતલબનો અભિપ્રાય આપવા માટે રૂા.4પ00 લાંચ માંગેલ હતી અને આ અંગે જે તે સમયે અમરેલી લાંચ રૂશ્‍વત પ્રતિબંધક કચેરીને જાણ કરાતાં છટકું ગોઠવી તેમને રંગે હાથ ઝડપી લીધા હતા.
આ અંગેનો કેસ અત્રેની એ.સી.બી. સ્‍પે. કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલ એમ. બી. સોલંકીની ધારદાર દલીલને માન્‍ય રાખીભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમ 1988 કલમ-7 અન્‍વયે તકસીરવાન ઠરાવી ર વર્ષની સાદી કેદ અને રૂા.ર હજારનો દંડ તથા કલમ 13(1)ઘ 13(ર)માં 3 વર્ષની સાદી કેદ અને રૂા.પ હજારનાં દંડની સજાનો હુકમ સ્‍પે. જજ એન. પી. ચૌધરીએ કર્યો હતો.

મોતીસર ગામમાં દીપડો ઘૂસી જતાં ગામજનોમાં ભયનો માહોલ

ખાંભા-તુલસીશ્‍યામ રેન્‍જમાં આવતાં
મોતીસર ગામમાં દીપડો ઘૂસી જતાં ગામજનોમાં ભયનો માહોલ
અમરેલી, તા.
ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં મોતીસર ગામમાં શુક્રવારનાં રાત્રીનાં એક દીપડો ઘુસી જતાં ગામ લોકોમાં અફડા તફડી ફેલાય હતી ત્‍યારે મોતીસર ગામનાં સરપંચ ર્ેારા વન વિભાગનાં ફોરેસ્‍ટ જાલાને જાણ કરતાં વનવિભાગનાં આર.એફ.ઓ. પરિમલ પટેલ સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળ પર પહોંચી ગયેલ હતો બાદમાં દીપડો મોતીસર  ગામની શેરીઓમાં આમથી તેમ ઘુમવા લાગ્‍યો હતો અને લોકોનાં ટોળેટોળા દીપડાને જોવા એકઠા થઈ ગયેલ હતા. બાદમાં લોકોને શાંત રહેવા વન વિભાગ ર્ેારા અપીલ પણ કરવામાં આવી હતી. જેથી કરી દીપડાને ગામની બહાર કાઢવામાં સહેલુ પડે. પરંતુ વન વિભાગ ર્ેારા અથાગ પ્રયત્‍નો કરવા છતાં દીપડો ગામની બહાર નીકળતો ન હતો. બાદ સાંજનાં 9 થી સવારે પ વાગ્‍યા સુધી આમ સાત કલાક સુધી વન વિભાગનું ગામમાં રેસ્‍કયુ ચાલ્‍યું હતું અને મોતીસર ગામ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. ત્‍યારબાદ આ દીપડાનેસારવાર અર્થ જસાધાર એનિમલ કેર ખાતે લઈ જવામાં આવ્‍યો હતો. બાદ દીપડાને ડોકટર ર્ેારા તપાસ કરતાં કોઈ ઈજા ન હોવાથીછોડી મોકલવામાં આવ્‍યો હોવાનું જાણવા   મળેલ હતું.

સાવરકુંડલાનાં લીખાળા ગામે આધેડને ફોનમાં ટાંટીયા ભાંગી નાંખવા ધમકી

મની લેન્‍ડર્સ એકટ નીચે પોલીસ ફરિયાદ નોંધાઈ
અમરેલી, તા.
સાવરકુંડલા તાલુકાનાં લીખાળા ગામે રહેતાં ધીરૂભાઈ હીરાભાઈ કાનાણી નામનાં પ1 વર્ષિય આધેડનાં પુત્ર ભાવેશભાઈએ રાજુભાઈ ધીરૂભાઈ ગોરાસીયાને તે જ ગામે રહેતાં રહીમભાઈ ભોળાભાઈ ગાહા પાસેથી રૂા.4 લાખ વ્‍યાજેઅપાવેલ જે પૈસા આ રાજુભાઈએ ન આપતાં આરોપી રહીમભાઈએ ગઈકાલે સાંજે ફોન કરી ધીરૂભાઈને રૂા.7 લાખની ઉઘરાણી કરી અને નહી આપે તો ટાંટીયા ભાંગી નાંખવા તથા જાનથી મારી નાંખવા ધમકી આપવાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.

સીમરણ ગામેથી ગેરકાયદેસર રીતે 4 ડમ્‍પર રેતી ભરીને નિકળતા ઝડપાયા

રેતી ડમ્‍પર સહિત રૂા. 10.18 લાખનો મુદ્યામાલ કબ્‍જે લીધો
અમરેલી, તા.
અમરેલી તાલુકાનાં ચાંદગઢ ગામે રહેતાં સુરેશભાઈ મુળજીભાઈ જાદવ, ચેતન જીણાભાઈ થળેસા, સંજય પ્રેમજીભાઈ જાદવ તથા જગદિશ કાળુભાઈ જાદવ ગઈકાલે સવારે સીમરણ ગામેથી પોતાના હવાલાવાળા ડમ્‍પર નંગ-4માં 36 ટન રેતી વગર પાસ પરમીટે તથા રોયલ્‍ટી વગરની ભરીને નિકળતાં સાવરકુંડલા પોલીસે તેમને અટકાવી ડમ્‍પર, રેતી સહિત રૂા.10,18,000 નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બહારપરામાં પ જેટલી મહિલાઓ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં ઝડપાઈ

અમરેલી, તા.
અમરેલીમાં રહેતી હંસાબેન મનસુખભાઈ ડાબસરા, અનિતાબેન જયેશભાઈ, સોનલબેન નિતિનભાઈ, હંસાબેન બાબુભાઈ તથા રમાબેન કાળુભાઈ વિગેરે પ મહિલાઓ ગઈકાલે રાત્રે બહારપરા વિસ્‍તારમાં તીનપતીનાં પૈસાની હારજીતનો જુગાર રમતાં હોય, સીટી પોલીસ બાતમીનાં આધારે દરોડોપાડી રોકડ રકમ રૂા.1ર1ર0ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોટા આંકડીયા ગામે નળ કનેકશન તોડવાનાં મનદુઃખે લાકડી વડે માર માર્યો

અમરેલી, તા.
અમરેલી તાલુકાનાં મોટા આંકડીયા ગામે રહેતાં ધર્મેન્‍દ્રભાઈ નાનજીભાઈ કારેલીયા ગત તા.8નાં રોજ સાંજે પોતાનું પાણીનું કનેકશન લેતાં હોય, અને ખાડો ગાળતાં હોય ત્‍યારે બાજુમાં રહેતાં અલ્‍પેશ ભીમજીભાઈ બાવીસી, મમતાબેન, હંસાબેન, તથા ઘનશ્‍યામભાઈ સહિતનાઓએ કહેલ કે, અમારું કનેકશન શું કામ તોડી નાંખેલ છે, તેમ કહી ઉશ્‍કેરાઈ જઈ લાકડી વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

અમરેલીનાં સિઘ્‍ધી વિનાયક સોસાયટીમાં યુવકને દાંતરડુ મારી ઈજા

પિતાએ ફરિયાદ નોંધાવેલ તે વાતનું મનદુઃખ રાખી બન્‍યો બનાવ
અમરેલી, તા.
અમરેલીનાં ચિતલ રોડ ઉપર આવેલ સિઘ્‍ધી વિનાયક સોસાયટીમાં રહેતાં અને ફોટોગ્રાફીનો વ્‍યવસાય કરતાં જીતેશભાઈ ભીખુભાઈ સોલંકીનાં પિતાએ અગાઉ તે જ વિસ્‍તારમાં રહેતાં ભૂમિકાબેન ખોડાભાઈ સરવૈયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ તે વાતનું મનદુઃખ રાખી આ મહિલાએ જીજ્ઞેશભાઈને દાતરડા વડે ગળાનાં ભાગે ઈજા કરી ઈજા કર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.

ગાળો આપવાની ના પાડતા 4 શખ્‍સોએ આડેધડ માર મારી ઈજા કરી

અમરેલી, તા.
રાજુલા ગામે રહેતાં બોઘાભાઈ નાનજીભાઈ બાંભણીયા ગઈકાલે સવારે પોતાના બાપુજીના ઘરે જતાં ત્‍યારે ત્‍યાં તે જ ગામે રહેતાં જીવરાજ જગાભાઈ શિયાળ સહિત 4 ઈસમો તેમનાં બાપુજીને ગાળો આપતાં હોય, જેથી આ બોઘાભાઈ સમજાવવાજતાં સામાવાળા ચારેય ઈસમોએ ઉશ્‍કેરાઈ જઈ કુહાડી, લાકડી વડે આડેધડ માર મારી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાને 4 શખ્‍સોએ લાકડી વડે માર મારી ગાળો આપતાં ફરિયાદ

દેરાણીને સમજાવવા જતાં બન્‍યો બનાવ
અમરેલી, તા.
રાજુલા ગામે રહેતાં જીવુબેન રમેશભાઈ શિયાળનાં દીયર મંગળભાઈનાં પત્‍નિ જયાબેન છેલ્‍લા સાતેક વર્ષથી રીસામણે હોય, જેથી ગઈકાલે સવારે જીવુબેન તેમની દેરાણીનાં પિતાનાં ઘરે સમજાવવા જતાં દેરાણીનાં પિતા નાનજીભાઈ લાખાભાઈ બાંભણીયા સહિતનાં 4 ઈસમોએ જીવુબેન તથા તેમના પરિવારને લાકડી વડે માર માર્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાવી છે.

અમરેલી-વેરાવળ રૂટની રેલ્‍વેનો સમય રાબેતા મુજબ કરવો જરૂરી

અમરેલી, તા.
અમરેલીને બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા આપવામાં નિષ્‍ફળ રહેલ રાજકીય આગેવાનો મીટરગેજ રેલ્‍વેનો સમય રાબેતા મુજબ કરાવી શકતા ન હોય રેલ્‍વે યાત્રીઓમાં નારાજગીનો માહોલ જોવા મળી રહયો છે.
અમરેલીથી હજારો શ્રઘ્‍ધાળુઓ સુપ્રસિઘ્‍ધ સોમનાથ મંદિરે સવારે જઈને સાંજે પરત આવી શકતા હતા. પરંતુ, રેલ્‍વે વિભાગે અમરેલી વેરાવળ રૂટની રેલ્‍વેનાં સમયમાં ફેરફાર કરતા યાત્રીઓને ભારે પરેશાની થઈ રહીહોય નેતાઓ રાબેતા મુજબનું સમય પત્રક કરાવે તેવી માંગ ઉભી થઈ છે.

અમરેલી અને સાવરકુંડલામાં પાકવીમા પ્રશ્‍ને રોષની આંધી

ખેડૂતોએ રેલી સ્‍વરૂપે આવેદનપત્ર પાઠવી નારાજગી વ્‍યકત કરી
અમરેલી અને સાવરકુંડલામાં પાકવીમા પ્રશ્‍ને રોષની આંધી
પાકવીમાની સહાય કરવામાં નહી આવે તો લોકસભાની ચૂંટણીનાં બહિષ્‍કારની પણ ચીમકી
બાજુ-બાજુમાં ખેતર હોય અને એકમાં પાકવીમો મંજુર અને બાજુનાં ખેતરમાં ઠેંગો
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને ગત વર્ષ ખરીફ ર017માં પાક નિષ્‍ફળ જતાંવીમા કંપની ઘ્‍વારા રૂપિયા ર18 જેવી રકમ આપવામાં આવતાં તેમાં જિલ્‍લાનાં ર00 કરતા વધુ ગામનાં ખેડૂતોને અન્‍યાય થતાં ખેડૂતોએ આજે અમરેલી અને સાવરકુંડલામાં રોષભેર રેલી સ્‍વરૂપે આવેદનપત્ર પાઠવીને અન્‍યાય દુર કરવાની માંગ કરી છે.
અમરેલીમાં અપાયેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, અમરેલી તાલુકાના 7ર ગામડાઓ પૈકી ઉપરોકત ગામનાં ખેડૂતોને પાકવીમામાં હળાહળ અન્‍યાય થયેલ છે. જે ગામો અસરગ્રસ્‍તમાં આવવા છતાં પાકવીમાથી વંચિત રાખેલ છે અથવા બિલકુલ નહિવત મળેલ છે. કારણ કે વાત કરીએ તો અમરેલી તાલુકાનું નાના ગોખરવાળા, મોટા ગોખરવાળા, ચાંદગઢ, લાપાળીયા, સોનારીયા આ ગામોને બિલકુલ નહિવત રકમ મંજુર કરેલ છે. તેમજ વીમા કલેઈમમાં વર્ષ ર017-18નો રેશીયો દર્શાવેલ નથી. તેમજ ક્રોપ કટીંગ પણ દર્શાવેલ નથી. જયારે આ પાંચેય ગામોએ વીમા કંપનીને નિયમ મુજબ કપાસનું પ% તેમજ મગફળીનું ર% લેખે કાયદેસર પ્રીમીયમ ભરેલ હોવા છતાં ક્રોપ કટીંગ અધિકારી તથા વીમા કંપની ઘ્‍વારા આવી ગંભીર પ્રકારની ભુલ કરવામાં આવેલ છે જે બિલકુલ ફેરવિચારણાને પાત્ર છે. જેથી આ પાંચ ગામ સબબ અમારી માગણી છે કે આ પાંચેય ગામનું ક્રોપ કટીંગમાં ફેર વિચારણા કરી યોગ્‍ય કરવું.
સાવરકુંડલા ખાતે અપાયેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે,તાજેતરમાં ખરીફ પાક વર્ષ ર017ના અમરેલી જીલ્‍લાનાં ખેડૂતોના કપાસ અને મગફળી પાકના ભભપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાભભ અંતર્ગત મંજુર કરેલ પાકવીમાના દાવાઓ જાહેર થયેલ છે. જેમાં આ તાલુકાના કુલ 13 ગામોને દાવા પેટે ઝીરો નાણા મળેલ છે અને 16 ગામોને નગણ્‍ય નાણામાં દાવા મંજુર થયા છે. આ એટલી નાની નાણાકીય રકમ છે કે ખેડૂતને લાભાર્થીની વ્‍યાખ્‍યામાં ગણી ન શકાય.
પરિણામે આ બધા ગામોના હજારો ખેડૂતો વંચિત રહૃાા છે. જેનાથી હજારો ખેડૂતો અન્‍યાય, રોષ અને નારાજગીની લાગણી અનુભવે છે. કારણ ગયા વર્ષે કપાસ અને મગફળીના પાકની ઉપજમાં નુકશાની તમામ ગામોમાં એકસરખી હતી છતાં બે અલગ-અલગ ગામોના ખેડૂતો શેઢા (બોર્ડર)થી એક સાથે જોડાયેલ ખેતરો હોવા છતાં એક ખેડૂતનો દાવો મંજુર થાય છે. બાજુમાં એક કે બે ફુટના અંતરે ખેતર ધરાવતા ખેડૂત અલગ ગામના કારણે દાવામથી વંચિત થયા છે. જે કોઈપણ રીતે વ્‍યાજબી કે ન્‍યાયોચીત નથી. વીમા કંપનીની નુકશાની આકારણી કે આકારણીની સમગ્ર પ્રક્રીયા જ વિવાદાસ્‍પદ અને અવૈજ્ઞાનિક હોય તો જ આવું બને તે નિર્વિવાદ હકીકત છે.

ફફડાટ : ખાંભાનાં ધુંધવાણામાં યુવક પર દીપડાએ હુમલો કર્યો

યુવકને સારવારમાં ખસેડવામાં આવ્‍યો
અમરેલી, તા.
ખાંભા તાલુકામાં દીપડા દ્વારા છાસવારે હુમલાના બનાવ બનતા હોય છે. ત્‍યારે ગત રાત્રી ફરી એક ખાંભાના ધુંધવાણા ગામે વાડીએ સૂતેલ હાર્દિકભાઈ મેસુરભાઈ ભુવા ઉપર રાત્રીના બે વાગે એક દીપડાએ અચાનક હુમલો કરતા હાર્દિકભાઈને માથા અને કાનના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે 108ની મદદથી ખાંભા હોસ્‍પિટલ ખસેડાયા હતા. ત્‍યારે આ દીપડો છેલ્‍લા ત્રણ દિવસથી હેરાન કરતો હોય અને દીપડાને પકડવા વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરી છે. અને એક પાંજરૂ પણ મુકવામાં આવેલ છે તેવું વન વિભાગ પાસે જાણવા મળેલ હતું.

ચિંતા : બાબરા પંથકમાં વરસાદની અછતથી જગતાત ગણાતા ખેડૂતો પરેશાન

સમગ્ર પંથકની નદીઓ અને તળાવો ખાલીખમ્‍મ
ચિંતા : બાબરા પંથકમાં વરસાદની અછતથી જગતાત ગણાતા ખેડૂતો પરેશાન
ગણતરીની કલાકોમાં વરસાદ નહીંથાય તો દુષ્‍કાળનાં એંધાણ
અમરેલી, તા.
બાબરા તાલુકામાં વરસાદે ખેડૂતોમાં મુશ્‍કેલીનો વધારો કર્યો છે. અહીં તાલુકામાં ઓછા વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તેમજ તાલુકાના જીવાદોરી સમાન જળાશયો પણ ખાલી રહેતા વહીવટી તંત્ર ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. છેલ્‍લા એક માસથી વરસાદ નહીં વરસતા ખેતરમાં ઉભા પાક પર સંકટ ઉભુ થયાની લાગણી ખેડૂતો દ્વારા વ્‍યકત કરવામાં આવી રહી છે.
બાબરા તાલુકામાં કપાસ અને મગફળી મુખ્‍ય બે પાકોનું વાવેતર કરવામાં આવે છે. ત્‍યારે અહીં ઓછા વરસાદના કારણે આ બંને પાકો પર ભારે સંકટ છવાયું છે. કારણે જો સમય મર્યાદામાં વરસાદ નહીં પડે તો પાકને વ્‍યાપક પ્રમાણમાં નુકશાન થાય તેવી ભીતિ ખેડૂતો દર્શાવી રહયા છે.
બાબરા તાલુકામાં અત્‍યાર સુધીમાં કુલ દસ ઈંચ વરસાદ પડયો છે. જે ખૂબ જ ઓછો વરસાદ છે. શરૂઆતમાં વાવણીમાં જે વરસાદના રાઉન્‍ડ આવ્‍યા તે આવ્‍યા ત્‍યારબાદ એકપણ વરસાદ નહીં પડતા ભારે મુશ્‍કેલીનો સામનો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહયો છે.
ઓછા વરસાદના કારણે બાબરાની કાળુભાર નદીમાં પણ પુર નથી આવ્‍યા. નદી કોરી સુમસામ ભાસી રહી છે. તો વળી જીવાદોરી સમાન ડેમ કરીયાના ડેમ, રામપરા ડેમ, મેલડીમાં તળાવમાં કોઈ નવા નીરનહીં આવતા ખાલી ખમ છે. જેના કારણે વાડી, ખેતરોમાં આવેલ બોર કે કુવાના પાણીના તળ ચડયા નથી. પાકને પુરતું પિયત કરવામાં ખેડૂતોને ભારે ચિંતા સતાવી રહી છે.
કુવા અને બોરની સગવડતા ખેડૂતો પાક માટે ફુવારા સિસ્‍ટમ અને ટપક પઘ્‍ધતિ અપનાવી મુરજાતા મોલાતને જાળવી રાખવા મથામણ કરી રહયા છે.
બાબરા મામલતદાર એન.કે. ખીમાણી દ્વારા પણ ઓછા વરસાદને ચિંતા વ્‍યકત કરવામાં આવી હતી. તેઓ દ્વારા જણાવ્‍યું હતું કે તાલુકામાં અત્‍યાર સુધીમાં કુલ ર64 મીલી વરસાદ પડયો છે. જે ગત સાલની સરખામણીમાં ઘણો જ ઓછો છે.
જયારે ખેતીવાડીના ગ્રામસેવક કચ્‍છીભાઈ દ્વારા જણાવ્‍યું હતું કે ઓછા વરસાદના કારણે ખેતરમાં પાક નિષ્‍ફળ જાય તેવી શકયતા છે. ત્‍યારે જો સમયસર વરસાદ વરસી જાય તો મુરજાતા પાકને જીવતદાન મળે અને ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળે.
હાલ બાબરા પંથકમાં અછતનો ઓછાયો મંડરાય રહયો હોય તેવી લાગણી ખેડૂતો સહિત સૌ કોઈ વ્‍યકત કરી રહયા છે ત્‍યારે ઈશ્‍વરની કૃપા થાય અને સારો વરસાદ વરસે તેવી આશા જગતના તાત રાખી રહયા છે.

દિલીપ સંઘાણી સાથે મોરેશીયસ પ્રધાનમંત્રી પ્રવિણકુમાર જગનાથ, સહકાર મંત્રી સુમાલીદુથ ભોલાહ ઉપસ્‍થિત રહૃાા

દિલીપ સંઘાણી સાથે મોરેશીયસ પ્રધાનમંત્રી પ્રવિણકુમાર જગનાથ, સહકાર મંત્રી સુમાલીદુથ ભોલાહ ઉપસ્‍થિત રહૃાા
અમરેલી, તા.
અમો ગુજરાત-ભારતની સહકારી પ્રવૃતિ અને તેના વિકાસથી આકર્ષિત છીએ અને સહકારી ક્ષેત્રમાં હજુ આગળ વધવા સાથે મળીને કામ કરીએ તેવો ભાવ મોરેસીયસનાં પ્રવાસે ગયેલા ભારતનાં પ્રતિનિધિ મંડળની સંયુકત બેઠકમાં વડાપ્રધાન પ્રવિણકુમાર જગનાથએ જણાવેલ. ખાંડનું પ્રાચિન નામ મોરસ, આ નામનું ઉદગમ સ્‍થાન ધરાવતો દેશ એટલે મોરેશીયસ. શેરડીનો મુખ્‍ય પાક અને ખાંડ ઉત્‍પાદકમાં મુખ્‍ય દેશ તરીકે ઉભરી આવેલ આ દેશ સહકારી પ્રવૃતિમાં પણ એટલો જ આગળ છે. ભારતનું પ્રતિનિધિ મંડળ નાફસ્‍કોબનાં ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં હાલ મોરેશીયસનાં પ્રવાસે છે.
મોરેશીયસનાં પ્રવાસે રહેલ પ્રતિનિધિ મંડળ સાથે સંયુકતપણે યોજાયેલ બેઠકમાં મોરેશીયસનાં વડાપ્રધાન પ્રવિણકુમાર જગનાથ, સહકાર મંત્રી સુમાલીદુથ ભોલા, સહિત રાષ્‍ટ્રિય સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહેલ. દેશમાં ચાલતા ફીશરીઝ ફાર્મ, શુગર ફાર્મ, ડેરી ફાર્મ સહિત સ્‍થાનિક સહકારી પ્રવૃતિઓ નિહાળી હતી. ફીશરીઝ ફાર્મની મુલાકાત વેળામાછલીઓની વિવિધ જાત અને તેનીવિશિષ્‍ટતા દિલીપ સંઘાણીએ ઓળખી બતાવતા આ તકે મોરેશીયસનાં પૂર્વ ફીશરીઝ મંત્રી, અધિકારીઓ, પ્રતિનિધિ મંડળ અને ઉપસ્‍થિત સૌ આશ્ચર્યચકિત અને સ્‍તબ્‍ધ બની ગયા હતા. મોરેશીયસ વડાપ્રધાન સાથેની સંઘાણીની સહકારી પ્રવૃતિ અંતર્ગત મહત્‍વપૂર્ણ ચર્ચા-વિચારણા ફળદાયી રહી તેમ કાર્યાલયની યાદીમાં જણાવાયેલછે.

કોંગી આગેવાનોનાં દરોડામાં મગફળીમાં ભેળસેળ જોવા મળી

કોંગી આગેવાનોનાં દરોડામાં મગફળીમાં ભેળસેળ જોવા મળી
ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષમાં ટેકાના ભાવે 8.30 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી હોવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્‍યું છે. સરકાર દ્વારા ખરીદાયેલી ટેકાના ભાવની મગફળી ગુજરાતના અલગ અલગ 400 કરતાં વધારે સ્‍થળોએ ખાનગી/અર્ધખાનગી અને સરકારી ગોડાઉન કે વેર હાઉસમાં રાખવામાં આવી છે. મગફળી ખરીદી અને ગોડાઉનમાં સંગ્રહ કરેલા મગફળીના જથ્‍થામાં રૂા. 4000 કરોડના કૌભાંડ અંગે ન્‍યાયિક તપાસની માંગ સાથે કોંગ્રેસ આંદોલન કરી રહી છે. મગફળીના ટેકાના ભાવે ખરીદી ચાલતી હતી ત્‍યારે જ ગુજરાત કોંગ્રેસ, ખેડૂત સંગઠનોએ અનેક વખત ભ્રષ્ટાચાર થઈ રહ્યાની ફરિયાદો સરકાર સમક્ષ કરી હતી. પરંતુ સરકાર પોતે જાણે આ ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોય તેમ તેમના વિરોધની વાત સાંભળવા તૈયાર ન હતી, ઉપરથી સરકાર જ ટેકાના કેન્‍દ્ર સંચાલકોની માન્‍યતાની કાયદેસરતા ચેક કર્યા વિના માત્રભાજપના કાર્યકર હોય એટલે એમણે ટેકાના કેન્‍દ્ર ચલાવવાની મંજુરી આપી દેવામાં આવી. મગફળીની ખરીદી સમયથી ઉઠેલા અવાજને સરકાર આંખ આડા કાન કરતી રહી અને ભ્રષ્ટાચારીઓ મલાઈ તારવતા રહ્યા. અંતે પાપનો ઘડો ફૂટ્‍યો, ઢાંક પીછોડ કરવા ગોડાઉન સળગાવ્‍યા, બારદાન સળગાવ્‍યા પણ ગુજરાતના જાગૃત મીડીયાએ સરકારનો ભ્રષ્ટાચાર ઉજાગરકર્યો. પોરબંદર સ્‍થિત સુભાષનગરમાં આવેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડના ગોડાઉન/વેર હાઉસમાં પણ આ ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો સ્‍ટોક રાખવામાં આવ્‍યો હોય, આ ગોડાઉનમાં ખરેખર કેવી મગફળી છે તે બાબતે તપાસ કરવા પોરબંદરના મીડિયાને સાથે રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા આ ગોડાઉન પર જનતા રેડ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી. ગોડાઉનમાં આગળ દરવાજામાં તાળું છે, ચોકીદાર છે પરંતુ પાછળના ભાગે ચોર દરવાજો ખુલ્લો રાખવામાં આવ્‍યો છે  ગોડાઉન ઉપરથી તૂટેલો છે, વરસાદનું પાણી ગોડાઉનમાં ઉતરે છે ગોડાઉનમાં લુઝ/છૂટી મગફળીના ઢગલા મળ્‍યા, નિયમ અનુસાર ટેકાના કેન્‍દ્ર પરથી જ મગફળી બારદાન / ગુણીમાં ફરજીયાત ભરવાની હોય છે, તો ગોડાઉનમાં લુઝ/છૂટી મગફળીના ઢગલા કેમ પડ્‍યા છે ? ગોડાઉનમાં ખાલી બારદાનના ઢગલા મળી આવ્‍યા આ ખાલી બારદાન અનેક સવાલ ઉભા કરે છે.બારદાન ખાલી કેમ ?  કોના બારદાન પડ્‍યા છે ?  શું પાછલા બારણેથી મગફળીમાં હેરાફેરી કરવા ખાલી બારદાનના ઢગલા પડ્‍યા છે? મગફળી સાથે ધૂળ – રેતી મળી આવી સારી ગુણવત્તાની જગ્‍યાએ નબળી  ગુણવત્તાવાળી મગફળી મળી આવી. જનતા રેડમાં ચોંકાવનારી હકીકત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે, સરકાર મગફળીના સ્‍ટોક માટે ગોડાઉન પસંદ કરે છે ત્‍યારે ઘણી બધી સિક્‍યુરીટી અને સેફટીની બાબતો વિચાર્યા પછી જ ગોડાઉન પસંદ કરે છે તો ઉપરથી અર્ધ તૂટેલ – ફૂટેલ એવું ગોડાઉન શા માટે પસંદ કરવામાં આવ્‍યું? જો પાછળ ચોર દરવાજો હોય તો આગળ ચોકીદારને બેસાડવાની શું જરૂરિયાત છે ? છૂટી પડેલી મગફળીના ઢગલા અને ખાલી બારદાનના ઢગલા સરકારની સિસ્‍ટમ પર હજારો સવાલ ઉભા કરે છે. આ તો પોરબંદરના એક ગોડાઉનની વાત થઈ રાજયના મગફળીનો જથ્‍થો સંગ્રહ કરેલ અનેક ગોડાઉનમાં ગેરરીતિઓ સામે આવે છે, ત્‍યારે સરકાર ન્‍યાયિક તપાસ કરે.

11-08-2018