Main Menu

Friday, August 10th, 2018

 

મિતિયાળા અભ્‍યારણમાં નર સિંહ ઈજાગ્રસ્‍ત હાલતમાં હોય સારવાર જરૂરી

અમરેલી, તા.
ખાંભા નજીક આવેલ મિતિયાળા અભ્‍યારણમાં આઠ થી દસ સિંહો વસવાટ કરે છે. ત્‍યારે જેમાં એક ડાલ્‍લા મથ્‍થો સિંહ ઘાયલ હોવાનું વન વિભાગને જાણવા મળેલ છે અને આ સિંહને પીઠનાં ભાગમાં ગંભીર ઈજા થયેલ હોવાનું જણાઈ આવેલ છે. અને આ ઘાઠલ સિંહ મળતો ન હોય ત્‍યારે વન વિભાગને આ સિંહને ગંભીર રીતે ઘવાયેલ હોવાનું ચાર ચાર દિવસથી ખબર હોવા છતાં વન વિભાગ આ નર સિંહનું લોકેશન મેળવી સારવાર આપવામાં નિષ્‍ફળ નીવડયુંછે ત્‍યારે આ જ મિતિયાળા અભ્‍યારણ છ દિવસ પહેલા જ એક કોલર સિંહણ કોહવાયેલી હાલતમાં મોત ભેટી ચૂકી છે અને આ ઘાયલ સિંહને પણ સમયાંતરે સારવાર નહિ મળે તો મોતને ભેટવાનો વારો આવશે. ત્‍યારે વનવિભાગ ર્ેારા આ ગંભીર રીતે ઘવાયેલા નર સિંહને રેસ્‍કયુ કરી વહેલી તકે સારવાર આપે તેવંું પર્યાવરણ પ્રેમી પાસે જાણવા મળેલ છે.

મિતીયાળાનાં વન વિસ્‍તારમાં સિંહણનો મૃતદેહ મળ્‍યા બાદ બાળસિંહ મળતુ નથી

આજે વિશ્‍વ સિંહ દિવસ
મિતીયાળાનાં વન વિસ્‍તારમાં સિંહણનો મૃતદેહ મળ્‍યા બાદ બાળસિંહ મળતુ નથી
વન વિભાગે યુદ્ધનાં ધોરણે બાળસિંહને શોધવું જરૂરી
અમરેલી, તા.
ધારી ગીર પુર્વમાં સિંહ અને દીપડાના મોતનો સિલસિલો યથાવત છે. ત્‍યારે પહેલા ધારી સરસિયા રેન્‍જમાં એકકી સાથે ત્રણ દિપડાનાં મૃતદેહ મળી આવ્‍યા હતા. ત્‍યારે બાદબે સિંહણના મૃત દેહ મળી આવ્‍યા હતા. જેમ હડાળા રેન્‍જમાંથી એક સિંહણનું સ્‍વાસમાં તકલીફના કારણે મોત નિપજયા હતું ત્‍યારે અન્‍ય એક સિંહણનું મિતિયાળા અભિયારણના માંડણ કુવા વિસ્‍તારમાંથી એક કોલર આઈડી સિંહણનો દસથી પંદર દિવસનો કોહવાયલ હાલતમાં મૃતદેહ વન વિભાગને મળી આવ્‍યો હતો આ કોલર આઈડી સિંહણને એક બચ્‍ચું પણ હતું તેની વન વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ પાંચ – પાંચ દિવસ વિતવા છતાં વન વિભાગને આ સિંહ બાળનો કોઈ પતો નથી લાગ્‍યો અને સા.કુંડલા રેન્‍જ અને મિતિયાળા અભ્‍યારણના વન અધિકારીની બેદરકારી સામે આવી છે. ત્‍યારે વધુ જાણવા પ્રમાણે કોલર આઈડી સિંહણ મરી ગઈ એ વન વિભાગને પંદર દિવસ જેવો સમય વીત્‍યા બાદ સિંહણનો ગળે બાંધેલ પટ્ટો વન વિભાગ મળ્‍યો ત્‍યારે ખબર પડી કે કોલર આઈડી સિંહણ મૃત્‍યું પામી છે આમ વન કર્મચારીઓ જંગલમાં જતા જ નહિ હોય તેવા સવાલ પણ સામે આવ્‍યા છે. ત્‍યારે વન્‍ય પ્રેમીઓમાં સવાલ ઉઠવા પામ્‍યા છે કે જો સિંહણનો મૃતદેહ પંદર દિવસ વીતવા પછી વન વિભાગને ખબર પડતી હોય કે સિંહણનું મોત થયું છે તો આ જ સિંહણનું બચ્‍ચું પણ પંદર દિવસ સિંહણ મૃત્‍યું પામીએ અને બીજા પાંચ દિવસ આમ કુલ વિસ દિવસ કરતા વધારે સમય વીતી ગયાથી લાપતા છે. છતાં વન વિભાગને સિંહબાળનોભાર કે પતો લાગ્‍યો નથી. ત્‍યારે આ કોલર સિંહણ મિતિયાળા અભ્‍યારણ અને રેવન્‍યુનાં ભાડ, વાંકીયા અને નાનુડીમાં વસવાટ કરતી હતી ત્‍યારે વન વિભાગની ઘોર બેદરકારીના કારણે આ સિંહણનો પંદર દિવસ પહેલા મોત થયેલ કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્‍યા બાદ સિંહબાળ વન વિભાગને મળી ન આવતા સિંહપ્રેમીમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્‍યારે આ કોલર સિંહણનું બચ્‍ચા કયાં હશે ? તે જીવિત હશે કે મૃત્‍યું પામ્‍યું હશે ? તેવા સવાલ વન્‍ય પ્રેમીમાં થવા પામ્‍યાં છે. ત્‍યારે વન વિભાગ દ્વારા આ સિંહબાળની શોધ ખોળ શરૂ કર્યાના પાંચ દિવસ જેવો સમય વીતવા છતાં સિંહ બાળ મળતું નથી તો આ સિંહ બાળનું મોત થઈ ચુકયું નહિ હોય ને તેવા સવાલ ઉભા થયેલ છે.

રાજુલા ખાતે યોજાયેલ લોક સુનાવણીમાં વિરોધ : નકશામાં અનેક ખામીઓ હોવાથી સુનાવણી મોકુફ રાખવા માંગ

જિલ્‍લામાં જમીનધારોકને કોઈને કોઈ મુસીબત આવે છે
રાજુલા ખાતે યોજાયેલ લોક સુનાવણીમાં વિરોધ
નકશામાં અનેક ખામીઓ હોવાથી સુનાવણી મોકુફ રાખવા માંગ
આગામી દિવસોમાં કાનુની લડત માટે સમિતિની રચના કરવાનું નકકી કરાયું
અમરેલી, તા.
રાજુલા ખાતે કલેકટર આયુષ ઓકની અઘ્‍યક્ષતામાં લોક સુનાવણી યોજાઈ હતી. આ લોક સુનાવણી કોસ્‍ટલ રેગ્‍યુલેશન ઝોન નોટીફીકેશન ર011ની જોગવાઈઓના અનુસંધાને અને ગ્રીન ટ્રીબ્‍યુનલના આદેશ મુજબ દરિયાકાંઠાના ગામોના નકશાઓ સરકારે તૈયાર કરેલ હતા. જે મુજબ ર વર્ષમાં સમગ્ર ગુજરાત અને ભારતદેશના દરિયાકાંઠાના સીઆરઝેડ એરિયાના નકશાઓ તૈયાર કરવાના હતા જેથી કોર્ટના દબાણ વશ અધુરા અને અધકચરા અને અનેક ખામીઓ જોવા મળી હતી. જેનો દરિયાકાંઠાના ર9 ગામના લોકોએ, સ્‍થાનિક સંગઠનોએ, ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેરે વિગેરેએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને લોક સુનાવણી મોકુફ રાખવા જોરદાર અને ઉગ્ર રજુઆતો થઈ હતી.
રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશ ડેરે વાંધાઓ લીધા હતા કે આ સુનાવણી મોકુફ રાખી લોકોને નકશાઓ પુરા પાડી, લોકોને પુરી જાણકારી આપી અને લોકો વાંધાઓ રજુ કરી શકે તે રીતે સુનાવણી કરવા માંગ કરી હતી.
ચેતનભાઈ વ્‍યાસે લોક સુનાવણી રદ કરી ફરી વખતકરવા આ મુજબ વાંધાઓ લીધા હતા. (1) ગામોની અંદર હરો.અંગેની વિગતો આપવામાં આવી હતી જે ફકત અહેવાલ અને જમીનના સર્વે નંબરો જ હતા. પરંતુ મુળ પાયાની વસ્‍તુ જે ગામનો નકશો હોય જેથી સુનાવણી રદ કરો જેવા તમામ મુદે રજુઆત કરી સુનાવણી રદ કરી લોકોને પુરતી માહિતી આપી, પંચાયતો, ગામના લોકો સુધી તમામ વિગતો જાહેર કરી પાછી હરો.નકશા મંજુર કરવા માંગણી કરી હતી.
તેમજ પ્રતાપભાઈ જે. વરૂએ પણ જોરદાર રજુઆત કરી નકશાનો વિરોધ કર્યો અને ફરીવાર લોક સુનાવણી યોજવા માંગણી કરી હતી.
તેમજ સામાજીક ન્‍યાય કેનદ્ર અમદાવાદના ધવલભાઈ ચોપડા, પર્યાવરણ મિત્રના મહેશભાઈ પરમાર વિગેરેએ સુનાવણીમાં કાનૂની રીતે રજૂઆત કરવા માર્ગદર્શન આપ્‍યું હતું. તથા ભેરાઈના સરપંચ બાવભાઈ રામ તથા રામપરાના સરપંચ સનાભાઈ વાઘ તથા કથીવદરના સરપંચ અરજણભાઈ વાઘ તથા પીપાવાવના ભાણાભાઈ, વિકટરના વારાહ સ્‍વરૂપના ભરતભાઈ વિગેરેએ હરો.ની ખામીઓ સામે જોરદાર વિરોધ કરેલ હતો.
સુનાવણીનાં અંતે અસરગ્રસ્‍ત લોકો અને સ્‍થાનિક સંગઠનોએ હરો. લડત સમિતિની રચના કરેલ છે. જેમાં ગુજરાત રાજયના હરો.ની ગોલમાલ મુદે લડત ચલાવાશે. જેમાં ગુજરાતમાં માછીમારો, દરિયાકાંઠાના ગામોના લોકોને જોડવા અને આગળની કાનૂની લડત ચલાવવા સમિતિની રચના થયેલછે. જેમાં જોડવા દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્‍દ્ર રાજુલાનાં અરવિંદભાઈ ખુમાણ મો. 81ર83 ર1ર91 તથા ગૌરક્ષક અને પર્યાવરણ બચાવ ટ્રસ્‍ટ રાજુલાનાં ચેતનભાઈ વ્‍યાસ મો. 7પ671 17ર01 તથા યુવા આગેવાન અજયભાઈ શિયાળ મો. 76ર10 પ48ર4 ઉપર ગુજરાતના રસ ધરાવતા લોકોએ જોડાવા હાંકલ કરેલ છે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ફાલ્‍ગુન મોદીએ પણ સ્‍વીકાર્યુ અને કહૃાું કે નકશાઓ કોઈપણ ગામના આપવામાં આવેલ નથી. અધુરી વિગત હોવાને કારણે આ સુનાવણી મોકુફ રાખવા માંગણી કરેલ હતી. વધુમાં એવી પણ અરજી કરી કે હરો.માં આ વિસ્‍તાર દર્શાવ્‍યા નથી તથા દરિયાકાંઠાના વિસ્‍તારમાં કોસ્‍ટો હોવાનો અહેવાલમાં ઉલ્‍લેખ કરવામાં આવેલ છે જેનો વિરોધ કર્યો હતો.
તેમજ અરવિંદ ખુમાણે દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્‍દ્રનાએ હરો. મુદે નીચે મુજબના વાંધાઓ લઈ સુનાવણી રદ કરવા માંગણી કરી કહૃાું હતું કે (1) હરો.ના જે નકશાઓ નેટ પર મુકવામાં આવ્‍યા છે અને સુનાવણીમાં જે નકશાઓ અલગ છે આ રીતે લોકોને સુનાવણીમાં પણ ખોટી વિગતો બતાવવામાં આવી છે જેથી સુનાવણી રદ કરો. (ર) હરો. ના જે નકશાઓ નેટ પર છે તે ટુકડાઓમાં છે જેથી કોઈ ગામનો પુરો નકશો નેટ પર ના હોય લોકો નકશાઓ સમજી શકયા નથી તેમજ ગ્રામ પંચાયતોને પણનકશાઓ આપેલ નથી જેથી સુનાવણી રદ કરો (3) નકશામાં માછીમારોની બોટો લાંગરવાના સ્‍થળ, માછલીઓ સુકવવાના સ્‍થળ, જેટી, માછીમારી ગામો દર્શાવેલ નથી જેથી સુનાવણી રદ કરો (4) દરિયાકાંઠાના મેન્‍ગૃઝના જંગલો જે છે તેને કરતા ઓછા બતાવેલ છે જેથી સુનાવણી રદ કરો (પ) નકશામાં દરેક ગામના સર્વે નંબર નથી બતાવ્‍યા, ગામના નામ નથી બતાવ્‍યા જેથી લોકો પોતાના ગામની જમીનને ઓળખી શકતા નથી અને વાંધા લઈ શકતા નથી જેથી સુનાવણી રદ કરો (6) હરો. નોટીફીકેશન ર018 હજી ફાઈનલ થયેલ નથી છતાં મેપ ઉતાવળે અને શંકાસ્‍પદ રીતે તૈયાર કરેલ હોય જેથી સુનાવણી રદ કરો જેવા તમામ મુદે રજુઆત કરી સુનાવણી રદ કરી લોકોને પુરતી માહિતી આપી પંચાયતો, ગામના લોકો સુધી તમામ વિગતો જાહેર કરી પછી હરો. નકશા મંજુર કરવા માંગણી કરી હતી.
તેમજ પ્રતાપભાઈ જે. વરૂએ પણ જોરદાર રજુઆત કરી નકશાનો વિરોધ કર્યો અને ફરીવાર લોક સુનાવણી યોજવા માંગણી કરી હતી.

ખાંભામાં પાકવીમાનાં પ્રશ્‍ને ખેડૂત સંમેલન યોજાયું

ર1 જેટલા ગામોની બાદબાકી થતાં નારાજગીનો માહોલ
ખાંભામાં પાકવીમાનાં પ્રશ્‍ને ખેડૂત સંમેલન યોજાયું
સંમેલન બાદ ખેડૂતોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું
ધારાસભ્‍ય જે.વી. કાકડીયા અને અંબરીશ ડેર ખેડૂતોની મદદે આવ્‍યા
અમરેલી, તા.
ખાંભામાં પાકવીમા પ્રશ્‍ને ખેડૂતોને અન્‍યાય થતાં માર્કેટીંગ યાર્ડ ખાંભા ખાતે ખેડૂત સંમેલન યોજાયું હતું અને વિશાળ રેલી યોજી ખાંભા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.
ખાંભા તાલુકામાં સરકાર ઘ્‍વારા પાકવીમામાં અન્‍યાય થતો આવ્‍યો છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાનાં 10 તાલુકાઓમાં ર017-18નાંપાકવીમાની રકમ ખેડૂતોને સરકાર, વીમા કંપની ઘ્‍વારા ફાળવવામાં આવી છે જેમાં ખાંભા તાલુકામાં સરકાર ઘ્‍વારા અન્‍યાય કરવામાં આવ્‍યો છે. અને ખાંભા તાલુકાના ર1 ગામને પાકવીમાથી બાકાત રાખવામાં આવ્‍યા છે. અને ખાંભાના પીપળીયા ગામમાં એક ટકા વીમો આપી અપમાનીત કરેલ છે. ખેડૂતોને ભારોભાર અન્‍યાય કરવામાં આવ્‍યો છે અને ખાંભા તાલુકાના અન્‍ય પ ગામને 1થી 10 ટકા જ પાકવીમાની જાહેરાત કરી છે. ત્‍યારે ખાંભાના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા અને રાજુલાનાં ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર સહિત બહોળી સંખ્‍યામાં પાકવીમા પ્રશ્‍ને ન્‍યાય અપાવવા આજે સવારે 10:30 કલાકે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને પાકવીમા પ્રશ્‍ને અન્‍યાય સામેનું સંમેલન યોજાયું હતું. અને સંમેલન પૂર્ણ થયા બાદ ખેડૂતોની બહોળી સંખ્‍યામાં રેલી કાઢી ખાંભા મામલતદારને પાકવીમા પ્રશ્‍ને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું અને ધારાસભ્‍ય જે.વી. કાકડીયા ઘ્‍વારા ખાંભા તાલુકાના ખેડૂતોને પાકવીમાનું પુરૂ વળતર મળે તે માટે મામલતદારને રજુઆત થઈ હતી.

અમરેલી જિલ્‍લામાં બનાવટી દૂધ બનાવનાર મિલ્‍ક માફીયાઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ

બુટલેગરો, જુગારીઓ, ખનીજમાફીયાઓ બાદ
અમરેલી જિલ્‍લામાં બનાવટી દૂધ બનાવનાર મિલ્‍ક માફીયાઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ
33 સ્‍થળોથી ફુડ વિભાગે નમૂના લઈને પરીક્ષણ માટે મોકલ્‍યા
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લામાં ગઈકાલે રાજયના ફુડ વિભાગે અલગ-અલગ ટીમો બનાવી જિલ્‍લાના ધારી, કુંકાવાવ, બગસરા, બાબરા પંથકમાં દૂધના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરતા મિલ્‍ક માફીયાઓમાં વ્‍યાપક ફફડાટ ફેલાયો હતો. અમરેલી જિલ્‍લામાંથી કુલ 33 જેટલા શંકાસ્‍પદ દૂધના નમૂના લઈ પૃથ્‍થકરણ માટે મોકલાયાનું જાણવા મળેલ છે.
આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્‍લામાંથી દૂધમાં મિલાવટની ફરિયાદ સરકાર સુધી પહોંચતા રાજયના ફુડ વિભાગે આજે ખાસ મિલ્‍ક ડ્રાઈવ ગોઠવી હતી. જેમાં ગાંધીનગર, પોરબંદર, આણંદ અને અમરેલીના ફુડ વિભાગની અલગ ટીમો બનાવી સવારથી જ દૂધના વાહનોને રસ્‍તામાં રોકી દૂધના નમૂના લેવાયા હતા.
ધારી તાલુકાનાં ચાંચઈ અને દલખાણીયા ગામે દૂધ ભરીને નીકળતા તથા પશુપાલકોને ત્‍યાં જઈ દૂધની તપાસ હાથ ધરવામાં આવી હતી.
જયારે બાબરા ગામે આવેલ જી.આઈ.ડી.સી.માં પણ ફુડ વિભાગની એક ટીમ ત્રાટકી અને દૂધની ચકાસણી હાથ ધરી હતી.
કુંકાવાવ તાલુકાના ભૂખલી , ખજૂરી ગામે પણ દૂધનો વેપાર કરતા વેપારીને ત્‍યાં આ ફુડ વિભાગની ટીમોએ તપાસણી હાથ ધરી અને શંકાસ્‍પદ લાગતા કેટલાક દૂધના નમૂનાઓ લેવાયા હતા.
આમ અમરેલી જિલ્‍લાના 3 તાલુકામાં ફુડ વિભાગે દૂધની તપાસણી કરી 33 જેટલા શંકાસ્‍પદ દૂધનાનમૂનાઓ લઈ પૃથ્‍થકરણ માટે મોકલ્‍યાનું જાણવા મળેલ છે.

અમરેલી એસઓજીએ નાશતાં ફરતાં આરોપીને ઝડપી લીધો

અપહરણનાં ગુન્‍હામાં 6 વર્ષથી ફરાર હતો
અમરેલી, તા.
પોલીસ અધિક્ષકે ગુમ તથા અપહરણના ગુન્‍હાઓ નાસતા-ફરતાં આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શનઆપવામાં આવેલ અને વધુમાં વધુ ગુમ થયેલ બાળકો તથા સગીર દિકરા-દિકરીઓ મળે તેવા પ્રયત્‍નો કરવા સુચના કરેલ હોય જે અન્‍વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ. આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ અપહરણ ગુન્‍હામાં છેલ્‍લા છ વર્ષથી નાસતો-ફરતા આરોપી જયુસખભાઈ બાલાભાઈ ચુડાસમા રહે. ધોબા વાળાને ગઈકાલે સાવરકુંડલા ખાતેથી ઝડપી પાડેલ હતો.
ઝડપાયેલ આરોપીએ સને. ર01રના વર્ષમાં છાપરી ગામમાંથી સગીર વયની દિકરીનું અપહરણ કરેલ હતું. આ અંગે દિકરીના પિતાએ સા.કુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન ખાતે અપહરણની ફરીયાદ કરેલ હતી. તે દિવસથી આરોપી જયસુખભાઈ બાલાભાઈ ચુડાસમા નાસતો – ફરતો હતો. જે એસ.ઓ.જી. ટીમએ પુર્વ બાતમી આધારે સા.કુંડલા ખાતેથી ઝડપી પાડેલ છે. અને અપહરણ કરાયેલ દિકરી પણ મળી આવેલ હોય તેને સા.કુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

અમરેલી નજીક શેત્રુંજી નદીમાંથી રેતીચોરી કરનાર અર્ધો ડઝન શખ્‍સોને ઝડપી લેવાયા

પોલીસ ખનીજ માફીયાઓને ઝડપવા મકકમ
અમરેલી નજીક શેત્રુંજી નદીમાંથી રેતીચોરી કરનાર અર્ધો ડઝન શખ્‍સોને ઝડપી લેવાયા
રૂપિયા 10.76 લાખનો મુદ્‌ામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો
અમરેલી, તા.
પોલીસ અધિક્ષકે અમરેલી જિલ્‍લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્‍લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજચોરી કરતાં તત્‍વો રોયલ્‍ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ. જે અન્‍વયે એસઓજીના પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા તથા ટીમ એસઓજીએ અમરેલી જિલ્‍લામાં શેલ ખંભાળીયા નજીક શેત્રુંજી નદીમાં રેતી ચોરી કરતા હરેશભાઈ જેઠાભાઈ પરમાર રે. દેવગામ, મિથુનભાઈ મોહનભાઈ દાફડા (ઉ.વ. ર4) ધંધો ડ્રાઈવીંગ રહે. વિઠ્ઠલપુર ખંભાળીયા, તા.જી. અમરેલી. (3)  વાલજીભાઈ હિરાભાઈ મકવાણા રહે. વિઠ્ઠલપુર ખંભાળીયા, ભરતભાઈ ઉર્ફે ભગત રમેશભાઈ ભટ્ટ કુંકાવાવ જકાતનાકા પાસે, અંબિકાનગર. અમરેલી, રાયસીંગભાઈ ચીમનભાઈ સોઢા કુંકાવાવ જકાતનાકા અમરેલી, જીતેશભાઈ ગોપીભાઈ રાઠોડ પાસે વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.
 તેમની પાસેથી રેતી તથા ટ્રેકટર ટ્રોલી સાથેના વાહનો 4 વાહનો તથા એક લોડર મળી કુલ કિંમત રૂા. 10,76,000ના મુદામાલ કબ્‍જે કરી આગળની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસે શરૂ કરવામાં આવેલ છે.

રાજુલા પંથકમાં વિવિધ ગુન્‍હાઓ કરનાર શિવા ધાખડા જેલહવાલે

રાજુલા પંથકમાં વિવિધ ગુન્‍હાઓ કરનાર શિવા ધાખડા જેલહવાલે
પાસા હેઠળ ગોધરા જેલમાં ધકેલાયો
અમરેલી, તા.
અમરેલી પોલીસ અધિક્ષક ઘ્‍વારા જીલ્‍લામાં અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઈસમો ઉપર કડક હાથે કાર્યવહી કરવા તેમજ શરીર-સબંધી ગુનહાોઅ કરવાની ટેવવાળા અને ઘાતક અથિયારો સાથે નિર્દોષ નાગરીકો ઉપરદાદાગીર કરનાર તથા ધાક-ધમકી આપી ઈજાઓ કરી જાહેર વ્‍યવસ્‍થા ખોરવતા અને ભયનું સામ્રાજય ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઈસમો સામે પાસા-તડીપાર જેવા સખ્‍ત પગલા લઈ ગુન્‍હેગારોને કાયદાનું ભાન થાય અને અમરેલી જિલ્‍લાના નાગરીકોને સુખ શાંતિનો અહેસાસ થાય અને નિર્ભયપણે રહી શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા તથા એલસીબી ટીમ ઘ્‍વારા અમરેલી જીલ્‍લામાં આવી ગુન્‍હાહિત તથા હિંસાત્‍મક પ્રવૃત્તિ કરતાં માથાભારે અને ભયજનક ઈસમો અંગેની માહિતી એકઠી કરી તે પૈકીના રાજુલામાં રહેતા શિવરાજ ઉર્ફે શિવા વાલાભાઈ ધાખડા વિરૂઘ્‍ધ પુરતા પુરાવાઓ એકઠા કરી પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી મારફતે જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ અમરેલીનાઓ તરફ મોકલી આપતાં આવા ભયજનક વ્‍યકિતની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ અમરેલીનાઓએ શિવરાજ ઉર્ફે શિવા વાલાભાઈ ધાખડા રહે. રાજુલાવાળા વિરૂઘ્‍ધ પાસાનું વોરંટ ઈસ્‍યુ કરતાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સુચના મુજબ એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા તથા એલસીબી સ્‍ટાફે શિવરાજ ઉર્ફે શિવા વાલાભાઈ ધાખડા રહે.રાજુલાવાળાને અમરેલી મુકામેથી પકડી પાડી વોરંટની બજવણી કરી પુરતા પોલીસ જાપ્‍તા સાથે ગોધરા સબ જેલ ખાતે અટકાયતમાં રહેવા સારૂ મોકલી આપવા તજવીજ કરેલ છે.
કુખ્‍યાત આરોપી શિવરાજ ઉર્ફે શિવા વાલાભાઈ ધાખડાનો ગુન્‍હાહિત ઈતિહાસ
(1) રાજુલા ફટાકડાની દુકાનમાંથી રોકડ રકમ તથા વીંટીની લુંટ (ર) રાજુલામાં છેડતી તથા મારા-મારી (3) રાજુલામાં ખુનની કોશિષ તથા ગુનાહિત ધમકી (4) સાવરકુંડલાથી અમરેલી રોડ ઉપર ફાયરીંગ તથા ખુનની કોશિષ.
આમ પોતાની દાદાગીરી, ધાક-ધમકી, હથિયારો બતાવી હિંસાત્‍મક પ્રવૃત્તિ કરતાં અને ગુન્‍હાહિત ઈતિહાસ ધરાવતા ઈસમ સામે પાસા તળે કાર્યવાહી કરી જેલ હવાલે કરી અને આવા અસામાજીક પ્રવૃત્તિ કરતાં ઈસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.
ઉપરોકત કામગીરી અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા તથા એલસીબી સ્‍ટાફ ઘ્‍વારા કરવામાં આવેલ છે.

દરેડ, તોરી અને ચલાલામાં અપમૃત્‍યુની ઘટના સામે આવી

જિલ્‍લામાં અકુદરતી મોત વધી રહૃાા છે
દરેડ, તોરી અને ચલાલામાં અપમૃત્‍યુની ઘટના સામે આવી
ર એ બીમારીથી કંટાળીને અંતિમવાટ પકડી
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લાનાં દરેડ, તોરી અને ચલાલા ગામે અલગ અલગ બનેલા ત્રણ જેટલા બનાવ પોલીસ ચોપડે જાહેર થતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં બાબરા તાલુકાનાં દરેડ ગામે રહેતાં હંસાબેન મુકેશભાઈ નામની 36 વર્ષિય પરિણીતાને મગજની બિમારી હોય, અને બિમારીથી કંટાળી જઈ ગઈકાલે પોતાની મેળે ઝેરી દવા પી લેતાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
જયારે બીજા બનાવમાં અમરેલી તાલુકાનાં મોટા ભંડારીયા ગામની પરિણીતા શાંતાબેન કાંતીભાઈ પરમાર નામની 40 વર્ષિય પરિણીતાને છેલ્‍લા 10 વર્ષથીમગજની બિમારી હોય, અને વડિયા તાલુકાનાં તોરી ગામે પિયરમાં આવેલ ત્‍યારે તોરી ગામે આવેલ પાણાખાણમાં પડી જતાં તેમનું મોત થયાનું વડીયા પોલીસમાં જાહેર થયું છે.
ત્રીજા બનાવમાં ખાંભા ગામે સાસરે હોય, અને ચલાલા ગામે પોતાના ભાઈનાં ઘરે આવેલા મંગુબેન કલ્‍યાણભાઈએ ચલાલા ગામે શ્‍વાસ અને ઉધરસની બિમારીનાં કારણે કંટાળી જઈ પોતાની મેળે દાજી જતાં તેમનું મોત થયાનું ચલાલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ઝર ગામે ડીશ કેબલનું કામ કરતાં યુવકને ઈલેકટ્રીક શોક લાગતા મોત

અમરેલી, તા.
ધારી તાલુકાનાં ઝર ગામે રહેતાં ગોવિંદભાઈ પુંજાભાઈ દાફડા નામનાં 40 વર્ષિય યુવક ગઈકાલે સાંજે ઝર ગામે ડીશ કેબલનું કામ કરતાં હોય, ત્‍યારે અચાનક જ તેમને ઈલેકટ્રીક શોક લાગતાં ધારી દવાખાને ખસેડાયેલ જયાં ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કર્યાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

ડી.જી. ટાવરમાં અજાણ્‍યા શખ્‍સે તોડફોડ સાથે કોપર વાયરની ચોરી કરી

અમરેલી, તા. 9,
જાફરાબાદ ગામે આવેલ નર્મદા કંપનીનાં માઈન્‍સ નોર્થ બ્‍લોકમાં ડી.જી. ટાવરમાંથી ગત તા.8નાં રોજ સાંજનાં સમયે કોઈ અજાણ્‍યા શખ્‍સે આવી ઈલેકટ્રીક પેનલ બોર્ડમાં તોડફોડ કરી કોપર વાયર 10 મીટર કિંમત રૂા.1પ00નાં મુદ્યામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ જાફરાબાદ પોલીસમાં ડી. ડી. છાયાએ જાફરાબાદ પોલીસમાં નોંધાવી છે.

અમરેલીની ભાગોળે રેતી ચોરી કરીને નીકળેલ શખ્‍સને ઝડપી લેવાયો

અમરેલી, તા.
અમરેલીનાં રોકડીયાપરામાં રહેતાં અશોક બચુભાઈ ચૌહાણ ગઈકાલે સાંજે પોતાના હવાલાવાળા ટ્રેકટરમાં બાયપાસ રોડ ઉપર વગર પરમીટે રેતી ટન-4 લઈ નિકળતાં પોલીસે તેમને અટકાવી પુછપરછ કરતાં રોયલ્‍ટી ભર્યા વગર રેતી શેત્રુંજીમાંથી ભર્યાની કબુલાત આપતાં ટે્રકટર નં. જી.જે.13 બી 3738 મળી કુલ રૂા.ર.પરલાખનાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગાધકડા ગામે વેલા તોડવાની ના પાડતાં પિતાને માર મારતો પુત્ર

અમરેલી, તા.
સાવરકુંડલા તાલુકાનાં ગાધકડા ગામે રહેતાં રાજુભાઈ ભીખાભાઈ મકવાણાનાં આગલા ઘરનો દિકરો આકાશ રાજુભાઈ કંટોલાનાં વેલા તોડતો હોય જેથી તેમને ના પાડતાં આ આકાશ તથા ભીખાભાઈ ભીમાભાઈએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી, કુવાડાનાં હાથા વડે તથા પાવડાનાં હાથા વડે માર મારી, મકાન ખાલી કરીને જતાં રહેવા માટે થઈ જાનથી મારી નાંખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઈ છે.

મોટા ઝીંઝુડાનાં વીજગ્રાહકને વીજ ચોરીનાં કેસમાં એક માસની સાદી જેલ

એડીશ્‍નલ સિવિલ જજે ચુકાદો જાહેર કર્યો
મોટા ઝીંઝુડાનાં વીજગ્રાહકને વીજ ચોરીનાં કેસમાં એક માસની સાદી જેલ
અમરેલી, તા.
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામના રહીશ વિનુભાઈ સોમાભાઈ કોળીને પીજીવીસીએલસાવરકુંડલા રૂરલ કચેરી દ્વારા પાવરચોરી કેસમાં પકડેલ. પાવરચોરીની રકમ રૂા. 44000નું બીલ આપતા આ રકમ ભરી નહીં હોવાથી કોર્ટમાં દાવો દાખલ કરતા કોર્ટે હુકમનામુ કરી આપેલ. સદરહું હુકમનામાની બજવણી પીજીવીસીએલ સાવરકુંડલાએ તેમના એડવોકેટ વિજયભાઈ અજમેરા મારફત સાવરકુંડલા કોર્ટમાં દાખલ કરતા સાવરકુંડલા કોર્ટના એડી. પ્રિન્‍સિપાલ સિવિલ જજ સી.પી. શર્માના હુકમનામાની રકમ વસુલ આપવાનો ઈન્‍કાર કરતા વિનુભાઈ સોમાભાઈને એક માસની સિવિલ જેલની સજા ફટકારેલ છે. અને એવી પણ તાકીદ કરી છે કે જો એક માસમાં પૈસા ન ભરે તો વધુ સજા કરવાની પણ ચીમકી આપેલ છે. આમ, પાવરચોરી કરી બીલની રકમ ન ભરી શકતા ઈસમોમાં ફફડાટ ફેલાવેલ છે.

હનુમાનપરામાંથી તરૂણીને લલચાવી ફોસલાવી અજાણ્‍યો શખ્‍સ ભગાડી ગયો

અમરેલી, તા.
અમરેલી શહેરમાં આવેલ હનુમાનપરા વિસ્‍તારમાં રહેતાં એક આધેડની સગીર વયની પુત્રીને ગત તા.6 નાં રોજ સવારે કોઈ અજાણ્‍યો શખ્‍સ લલચાવી, ફોસલાવી, ભગાડી, અપહરણ કરી લઈ જતાં આ અંગે ભોગ બનનાર તરૂણીનાં પિતાએ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અવસાન નોંધ

સાવરકુંડલા : દિનેશભાઈ મોહનભાઈ જોશી (ઉ.વ.પપ)નું રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.10/8ને શુક્રવારના રોજ 3થી 6 કલાકે તેમના નિવાસસ્‍થાને બાઢડા મુકામે રાખેલ છે.
અમરેલી : શાંતાબેન કાનજીભાઈ બોરડ (ઉ.વ.8ર) તે ધીરૂભાઈ કાનજીભાઈ બોરડ તેમજ મુકેશ (મટકો) કાનજીભાઈ બોરડના માતૃશ્રી તેમજ સાગર ધિરૂભાઈ બોરડ તથા જયેશ ધીરૂભાઈ બોરડના દાદીનું તા.9/8/18, ગુરૂવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.11/8/ર018, શનિવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્‍થાન, માણેકપરા શેરી નં.7 અમરેલી ખાતે રાખેલ છે.
લાઠી : લાઠી નિવાસી બાલુબેન ભીખુભાઈ ડેર (ઉ.વ.81) સંવત ર074 અષાઢ વદ આઠને રવિવારે તા.પ/8/ર018ના રોજ રામચરણ પામેલ છે. તે કનુભાઈ ભીખાભાઈ ડેર, બાલાભાઈ ભીખાભાઈ ડેર શંભુભાઈ ભીખાભાઈ ડેર અને રાજુભાઈ ભીખાભાઈ ડેરના માતુશ્રી થાય તેમની દશા શ્રાવણ સુદ એકને રવિવારે તા.1ર/8 /ર018ના રોજ તેમજ તેમની ઉત્તરક્રિયા શ્રાવણ સુદ રને સોમવારે તા.13/8/ર018ના રોજ રાખેલ છે.

10-08-2018