Main Menu

Thursday, August 9th, 2018

 

આવતીકાલે અમરેલી તાલુકાનાં ર0 જેટલા ગામનાં ખેડૂતો કલેકટરને આવેદનપત્ર પાઠવશે

ર017-18નાં પાક વીમામાં થયેલ અન્‍યાય સામે લડત શરૂ
તાજેતરમાં સને ર017/18 નાં વર્ષનાં પાક વીમામાં અમરેલી તાલુકાનાં ર0 જેટલા ગામનાં ખેડૂતોને અન્‍યાય થતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. જેને લઈ આગામી તા.ર0 નાં રોજ બપોરે અત્રેનાં જેશીંગપરા ખાતે ખેડૂતો ટ્રેકટર, ફોરવ્‍હીલ અને બાઈક ર્ેારા રેલી કાઢી શહેરનાં રાજમાર્ગો ઉપર ફરી સાંજે 4 વાગ્‍યે કલેકટર કચેરીએ પહોંચશે જયાં એક આવેદનપત્ર કલેકટરને પાઠવવામાં આવશે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ અમરેલી પંથકનાં ખેડૂતોને સને ર017/18 નાં વર્ષનાં પાક વિમામાં ભારે અન્‍યાય થયેલો છે. ત્‍યારે ખેડૂતો આ અન્‍યાય સામે ગાંધી ચીંઘ્‍યા માર્ગે આંદોલન ચલાવી રહૃાાં છે. ત્‍યારે આગામી તા.10નાં બપોરે અમરેલીનાં જેશીંગપરા ખાતે રપ0 જેટલા ખેડૂત ભાઈ-બહેનો એકઠા થઈ રેલી યોજી અને સરકારને આવેદનપત્ર પાઠવી અમરેલી પંથકનાં ખેડૂતોને પાક-વિમા પ્રશ્‍ને થયેલ અન્‍યાય અંગે કાયદેસર કાર્યવાહી કરવા જણાવશે.
આ રેલીમાંહરીભાઈ સાંગાણી સહિતનાં ખેડૂત આગેવાનો પણ જોડાશે તેમ જાણવા મળેલ છે.

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં પાકવીમાને લઈને નારાજગી

ર36 ગામોમાં પાકવીમા પેટે ફુટીકોડી પણ મળી નથી
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોમાં પાકવીમાને લઈને નારાજગી
આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા રાજકીય આગેવાનોનાં ગામ પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી
ખેડૂત સમાજનાં પ્રમુખ નરેશ વીરાણીએ પાકવીમાને લઈને આંદોલનની ચીમકી ઉચ્‍ચારી
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લાને ગત વર્ષના પાકવીમાની થોડા દિવસ પહેલા સત્તા પક્ષનાં નેતાઓ ઘ્‍વારા જાહેરાત કરી દેવાઈ છે. જિલ્‍લાનાં ખેડૂતોને પાકવીમા પેટે ર18 કરોડની ફાળવણી કરવામાં આવી છે પરંતુ જિલ્‍લાના મોટાભાગના વિસ્‍તારના ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહૃાો છે. રાજુલા, જાફરાબાદ, લાઠી, બાબરા પંથકનાં અનેક ગામો પૈકી ર36 ગામોને પાકવીમા પેટે એક રૂપિયો પણ આપ્‍યો નથી. રાજુલા તાલુકાના એકપણ ગામને પાકવીમો નહીં, જાફરાબાદ તાલુકાના 31, ખાંભા તાલુકાનાં ર0, સાવરકુંડલા તાલુકાના 10 ગામો, બાબરા તાલુકાના 4પ ગામો, લાઠી તાલુકાના 40 ગામોને પાકવીમો મળ્‍યો નથી. અને આ વિસ્‍તારના ગામોમાંથી પાકવીમાના પ્રિમીયમ પેટે કરોડો રૂપિયાનું ઉઘરાણું કર્યુ છે. પણ બાજુના ગામમાં જાણે સારો એવો વરસાદ પડયો હોય તેમ એકને ખોળ અને એકને ગોળની નીતિ અપનાવીને કંપનીએ અને સત્તા પક્ષના નેતાઓએ ખેડૂતોની મશ્‍કરી કરી છે. અને જે ગામોમાંપાકવીમો મળવાનો છે તેમાંથી એવા પણ અનેક ગામો છે જેને કાં તો માત્ર મગફળીનો પાકવીમો મળશે કાં તો માત્ર કપાસનો પાકવીમો મળશે. અનેક ગામો એવા પણ છે કે તે ગામના ખેડૂતોને જાણે ભીખ આપી હોય તેમ માત્ર 3ર રૂપિયા જેવી રકમ ફાળવીને ખેડૂતો સાથે ક્રુર મજાક કરી છે. આવો પાકવીમો ફાળવીને અમરેલીના નેતાઓ જાણે જશ ખાટવા લાઈનો લગાવી દીધી છે. પણ તેઓ ભૂલી રહૃાા છે કે તેઓ જેની મશ્‍કરી કરી રહૃાા છે તેઓ જગતના તાત છે અને જે તાતના ગામોમાં વીમો નથી મળ્‍યો તે ગામોના તાતને ખેડૂત સમાજ પ્રમુખ નરેશ વીરાણી આહવાન કરે છે કે જે કોઈ નેતાઓ જશ ખાટવા નીકળ્‍યા છે તેમને જો વીમો નહીં મળે તો ગામમાં આવવા માટે પ્રતિબંધ મુકવો અને આગામી લોકસભાની ચૂંટણીમાં આપણે આપણા મતની તાકાતનો પરચો બતાવીને પાકવીમો નહીં દેવાનો આ નેતાઓને અફસોસ કરાવીશું. અને આગામી સમયમાં આ બબતે જિલ્‍લાનાં તમામ ખેડૂત સમાજના તાલુકા પ્રમુખ સાથે મિટીંગનું આયોજન કરીને આગામી રણનીતિ બનાવીશું તેમ અંતમાં જણાવેલ છે.
ખાંભામાં પાક વીમા પ્રશ્‍ને અન્‍યાય થતા આજે માર્કેટિંગ યાર્ડ ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાશે
અમરેલી જિલ્‍લામાં સરકાર દ્વારા પાક વીમામાં અન્‍યાય થતો આવ્‍યો છે. ત્‍યારે અમરેલી જિલ્‍લાનાં 10 તાલુકાઓમાં ર017-18 નાપાક વીમાની રકમ ખેડૂતોને સરકાર વીમા કંપની દ્વારા ફાળવવામાં આવી છે. જેમાં ખાંભા તાલુકામાં સરકાર દ્વારા અન્‍યાય કરવામાં આવ્‍યો છે. અને ખાંભા તાલુકાના ર1 ગામને પાક વીમાથી બાકાત રાખવામાં આવ્‍યા છે. અને ખેડૂતોને ભારો ભાર અન્‍યાય કરવામાં આવ્‍યો છે. જે બાબતે ખાંભા તાલુકા પંચાયત સદસ્‍ય રમેશ કરસરિયા દ્વારા સરકારને રજુઆત કરેલ હતી. અને ખાંભા તાલુકાના અન્‍ય પાંચ ગામને 1 થી 10 ટકા જ પાક વીમાની જાહેરાત કરી છે. ત્‍યારે ખાંભાના ધારાસભ્‍ય જે.વી. કાકડીયા અને અંબરીશભાઈ ડેર દ્વારા ખેડૂતોને આ પ્રશ્‍ને ન્‍યાય અપાવવા બીડુ ઝડપ્‍યું છે. અને આવતી કાલે તા.9ના રોજ સવારે 10:30 કલાકે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોની અન્‍યાય સામેની સભા યોજાશે અને સભાપુર્ણ થયા બાદ ખાંભા મામલતદારને પાક વીમા પ્રશ્‍ને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને ખાંભા તાલુકાના ખેડૂતોને પાક વીમાનું પુરૂં વળતર મળે તે માટે ચર્ચા કરવામાં આવશે તેમ અશ્‍વિનભાઈ પેથાણીની યાદીમાં જણાવેલ હતું.
ધારીમાં આવતી કાલે ખેડૂતોનું સંમેલન
અમરેલી જિલ્‍લામાં ર00 ઉપરાંતના ગામોનાં ખેડૂતોને પાકવીમામાં અન્‍યાય થતાં જિલ્‍લાના ખેડૂતોમાં રોષનો માહોલ ઉભો થયો છે. દરમિયાન ધારાસભ્‍ય જે.વી. કાકડીયાની આગેવાનીમાં ગુરૂવારે ખાંભામાં સવારે અને શુક્રવારેધારી ખાતે બપોરે ખેડૂત સંમેલન બોલાવી રેલી સ્‍વરૂપે મામલતદાર મારફત રાજયપાલને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ખેડૂત સંમેલનમાં મોટી સંખ્‍યામાં ખેડૂતો ઉપસ્‍થિત રહેશે.

રાજુલાની ધાતરવડી નદીમાંથી કરોડો રૂપિયાની રેતી ચોરી કરનાર 9 આરોપીની જામીન અરજી નામંજૂર

જિલ્‍લામાં રેતી ચોરી કરનાર શખ્‍સોમાં ફફડાટ ફેલાવતી ઘટના
રાજુલાની ધાતરવડી નદીમાંથી કરોડો રૂપિયાની રેતી ચોરી કરનાર 9 આરોપીની જામીન અરજી નામંજૂર
અગાઉ નીચેની કોર્ટ બાદ એડિ. સેશન્‍સ કોર્ટ ર્ેારા
અમરેલી, તા.
રાજુલા પો.સ્‍ટે. ફર્સ્‍ટ ગુ.ર.નં.69/ર018 ઈ.પી.કો. કલમ 379.114 એમએમડીઆર એકટ 19પ7 ની કલમ 4(એ) 1 તથા ગુજરાત ખનિજ (પ્રિવેનશન ઓફ અનલીગલ માઈનીંગસ્‍ટોજ વહન) ર017નાં નિયમ ર1(ર) તથા પબ્‍લીક પ્રોપર્ટી ડેમેજ એકટ 3.7 મુજબનાં કામનાં આરોપીઓ ધીરૂભાઈ દડુભાઈ ધાખડા, મનુભાઈ ખીમાભાઈ ડાભી, મનુભાઈ સુખાભાઈ ભીલ, સુભાઈ સેલારભાઈ ધાખડા, વિરમભાઈ કાળાભાઈ ઓડેદરા, કિરણભાઈ વિરાભાઈ ધાખડા, દાનુભાઈ મધુભાઈ ધાખડા, ગોપાલભાઈ બચુભાઈ સાંખટ, ઉલ્‍લાસભાઈ લાભુભાઈ બાબરીયાએ ધાતરવડી નદીમાંથી ગે.કા. કુલ ર1,6પ,940 મેટ્રીક ટન સાદી રેતી કિ. રૂા. પ1,98,00,000 (અંકે એકાવન કરોડ અઠાણુ લાખ)થી વધુની ચોરીમાં કુલ 9 આરોપીઓને અટક કરવામાં આવે છે. તેઓની જામીન અરજી નીચેની કોર્ટમાં નામંજૂર થતા એડી.સેશન્‍સ કોર્ટ રાજુલામાં જામીન અરજી કરતા કોર્ટ તરફથી કેસને ગંભીરતાથી લઈને જામીન અરજી નામંજૂર કરેલ છે.

દેશી-વિદેશી દારૂ બંધ થતાં મેડિકલ સ્‍ટોરમાં કોલાવોટરનું વેચાણ વઘ્‍યું

રાજુલા પોલીસે બિનકાયદેસર રીતે વેચાણ થતાં નશાકારક પીણા સાથે એકને ઝડપી લીધો
તટસ્‍થ તપાસ થાય તો મહાકાય કૌભાંડ ઝડપાઈ શકે તેમ છે
અમરેલી, તા.
અમરેલી જીલ્‍લામાં પોલીસે દારૂબંધી સામે લાલ આંખ કરતાં નશાખોરો રઘવાયા બનતા મેડીકલોમાં મળતી નશાયુકત કોલાવોટરનું રાજુલા પંથકમાં દૂષણ વધતા રાજુલા પોલીસે આજે આવી બિનકાયદેસર 10 બોટલ સાથે એક દુકાનદારની ધરપકડ કરવામાંઆવતાં બિનઅધિકૃત નશાયુકત પ્રવાહી વેચનારાઓમાં ફફડાટ ફેલાયેલ હતો.
પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી જીલ્‍લાનાં નવનિયુકત એસપી નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા જીલ્‍લાનાં બુટલેગરો સામે લાલ આંખ કરતા જયાં દારૂની નદીઓ વહેતી હતી તેવા અમરેલી જીલ્‍લામાં આજે બુટલેગરો ભુગર્ભમાં ઉતરી જતાં નશાખોરો દારૂનાં નશા માટે બેબાકડા બનતા જે દવા (શરદી- ઉધરસ)ની ડોકટરની સલાહ મુજબ લેવામાં આવતી તેવી તેવી દવા કોલાવોટર કે જેમાં નશાયુકત પ્રવાહી આવતું હોવાથી આવી કોલાવોટરનું રાજુલા પંથકમાં બેફામ વેચાણ શરૂ થતાં મહિલાઓમાં પણ ભારે રોષની લાગણી છવાયેલ હતી. આજે રાજુલાનાં પીઆઈ યુ.ડી. જાડેજાએ જાફરાબાદ રોડ ઉપર ભભજય રાજપુતાનાભભ નામની દુકાનમાં રેડ પાડી આવી કોલાવોટર બોટલ નંગ-10 સાથે વિનુ હામુ બાબરીયા (ઉ.વ. ર1) નામના વડનગરનાં યુવાનની રૂા. 61040નાં મુદામાલ સાથે અટકાયત કરવામાં આવેલ હતી. અને સાથો સાથ દુકાનનાં માલિક નરેન્‍દ્ર બચુ ધાખડા રે. રાજુલાવાળા સામે પણ ગુન્‍હો નોંધવામાં આવેલ હતો.

બોરડીમાં સર્પદંશથી આશાસ્‍પદ યુવકનું મોત

નાના એવા ગામમાં અરેરાટીનો માહોલ
અમરેલી, તા.
દાહોદ જિલ્‍લાનાં ગઢરા ગામનાં વતની અને હાલ ધારી તાલુકાનાં બોરડી ગામે રહેતા દિપકભાઈ મનજીભાઈ પારઘી નામનાં ર1વર્ષીય યુવક ગત તા. 1પ/7નાં રાત્રીનાં સમયે વાડીમાં સુતા હતા ત્‍યારે ડાબા હાથની આંગળીમાં સાપ કરડી જતાં સારવાર ખાતે રાજકોટ દવાખાને ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મોત થયાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

અમરેલીનાં એસ.ટી. ડેપોમાં વધુ એક રોમિયોએ વિદ્યાર્થીનીની પજવણી કરતા પોલીસ ફરિયાદ

છેલબટાઉ યુવાનોની જાહેરમાં સરભરા કરવાની જરૂર
અમરેલીનાં એસ.ટી. ડેપોમાં વધુ એક રોમિયોએ વિદ્યાર્થીનીની પજવણી કરતા પોલીસ ફરિયાદ
‘બેટી બચાવો, બેટી પઢાઓ’નાં માહોલમાં બેટી અસલામત
અમરેલી, તા.
અમરેલી એસ.ટી. ડેપોમાં આવારા તત્‍વો અડ્ડા જમાવી બેસી રહે છે અને શાળા કોલેજોમાં અભ્‍યાસ કરવા માટે આવતી વિદ્યાર્થીની બહેનોને પરેશાન કરી પોતાની મર્દાનગી બતાવતા હોય છે. ત્‍યારે આવા અસામાજિક તત્‍વોને પોલીસે પાઠ ભણાવવા હવે ઠેર ઠેર માંગ ઉઠી છે. ત્‍યારે અમરેલીમાં વધુ એક વિદ્યાર્થીની અમરેલી એસ.ટી. ડેપોમાં આવારા તત્‍વોનો ભોગ બની છે.
આ બનાવમાં વડીયા ગામે રહેતી અને અમરેલીમાં અભ્‍યાસ કરવા માટે અપ-ડાઉન કરતી ક્રિષ્‍નાબેન રાજુભાઈ કારીયા નામની યુવતિ ગઈકાલે બપોરે પોતાનો અભ્‍યાસ કરી વડીયા જવા માટે થઈ અમરેલી એસ.ટી. ડેપોમાં બસમાં બેસવા આવેલ ત્‍યારે કોઈ અજાણ્‍યા શખ્‍સે તેમનો પીછો કરી હેરાન પરેશાન કરવા અંગે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મઢડાગામે જાહેરમાં જુગટું રમતાં 4 ખેલૈયાઓને પોલીસે ઝડપી લીધા

રોકડ રકમ રૂા.810પની મત્તા પણ કબ્‍જે લીધી
અમરેલી, તા.
સાવરકુંડલા તાલુકાનાં મઢડા ગામે રહેતાં જાહીદ કાયુભાઈ દલ, સહિત 4 જેટલાં ઈસમો મઢડા ગામે ગઈકાલે સાંજે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોય, સાવરકુંડલા રૂરલે બાતમીનાં આધારે દરોડો પાડી રોકડ રકમ રૂા.810પની મતા સાથે ચારેભય ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માલસિકા-વિસાવદર માર્ગ ઉપરથી વિદેશી દારૂ સાથે ર શખ્‍સો ઝડપાયા

બાઈક સહિત રૂા. 1પ,પ00નો મુદ્યામાલ કબ્‍જે
અમરેલી, તા.
વિસાવદર તાલુકાના કાલસરી ગામે રહેતા કિશોર ઉકાભાઈ સાંગાણી તથા સાગર ગોરધનભાઈ રૈયાણી ગઈકાલે વહેલી સવારે પોતાના હવાલા વાળા મોટર સાયકલ નંબર જી.જે.11 એ.ઈ. 38પપમાં વિદેશી દારૂની પ્‍લાસ્‍ટિક બોટલ નંગ-1 કિંમત રૂા. પ00ની લઈ નીકળતા પોલીસે મોટર સાયકલ સહિત રૂા. 1પ,પ00ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

રાજુલામાં સરાજાહેર જુગાર રમતાં 4 ખેલૈયાઓ ઝડપાયા

અમરેલી, તા.
રાજુલા ગામે રહેતા ધનજી રવજીભાઈ બારૈયા, ગૌતમ રાજાભાઈ ગુજરીયા, ભરત રામજીભાઈ ગુજારીયા તથા ગોપાલ છાતાભાઈ શિયાળ વગેરે ગઈકાલે સાંજના સમયે રાજુલા ગામે પૈસા વડે હારજીતનોજુગાર રમતા પોલીસે બાતમીના આધારે દરોડો કરી રોકડા રૂા. 10ર30ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીમાં સામાન્‍ય બાબતને લઈને પાઈપ વડે હુમલો કરાયો

અમરેલી, તા.
અમરેલીનાં મોટા કસ્‍બાવાડમાં રહેતાં અને ઓનલાઈન બીઝનેશ કરતાં સનીલ ફીરોજભાઈ હસનાણી નામનાં ર8 વર્ષિય યુવકનાં ઘર સામે તે જ વિસ્‍તારમાં રહેતાં અજુભાઈ ઉર્ફ રજાકભાઈ જાનુભાઈ ચૌહાણે પોતાનું મોટર સાયકલ તથા રેકડી અડચણરૂપ થાય તેમ રાખેલ હોય, જેથી આ યુવક ગઈકાલે સાંજે તેમને સમજાવા જતાં આ અજુભાઈએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી લોખંડનાં પાઈપ વડે ગંભીર રીતે માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે.

વાઘાપરા વિસ્‍તારમાંથી તરૂણીને કોઈ અજાણ્‍યો ઈસમ ભગાડી ગયો

અમરેલી, તા.
ધારી ગામે આવેલ વાઘાપરા વિસ્‍તારમાં રહેતી એક 17 વર્ષીય તરૂણીને કોઈ અજાણ્‍યો ઈસમ ગઈકાલે લલચાવી, ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી જતાં આ ભોગ બનનારની માતાએ અજાણ્‍યા ઈસમ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાફરાબાદમાં છરી વડે હુમલો કરી બાળકીને ઈજા કર્યાની ફરિયાદ

મહિલાનાં પતિએ જાનથી મારી નાંખવા આપી ધમકી
અમરેલી, તા.
જાફરાબાદ ગામે રહેતાં અફસાનાબેનહુસેનભાઈ કુંડલીયા નામની રપ વર્ષિય પરિણીતાનાં પતિ પોલીસને બાતમી આપતાં હોય, જેનું મનદુઃખ રાખીગત તા.6 નાં રાત્રે તે જ ગામે રહેતાં સુલેમાન ભરચ ઈસા સુલેમાનભાઈ ભરચ તથા સાદિક સુલેમાનભાઈ ભરચ તેણીનાં ઘરે આવી, ગાળો આપી છરી વડે મારવાની કોશીષ કરતાં તેણી છટકી જતાં તેનાં ખોળામાં રહેલ પુત્રીને ઈજા થવા પામી હતી અને તેણીનાં પતિને જાનથી મારી નાંખવા ધમકી આપ્‍યાની ફરિયાદ જાફરાબાદ પોલીસમાં નોંધાઈ છે.

ચિત્રાસર ગામે સસરાએ જમાઈ ઉપર પથ્‍થરનો છૂટો ઘા કરતા ઈજા

અમરેલી, તા.
જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ બાંભણીયા નામના ર8 વર્ષીય યુવક ગઈકાલે સાંજના સમયે ચિત્રાસર ગામે બાલ-દાઢી કરાવવા માટે ગયેલ ત્‍યાં તેમના સસરા દેવશીભાઈ પીઠાભાઈ ગઢીયા મળી જતા આ યુવકની પત્‍નિ રીસામણે હોય તે વાતનું મનદુઃખ રાખી છૂટા પથ્‍થરનો ઘા મારી ગંભીર ઈજા કરી ચાર ટાંકા આવતા સારવાર માટે દવાખાને ખસેડાયા છે.

અમરેલીનાં રંગપુર માર્ગ પરથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લીધો

રૂપિયા ર.પપ લાખનાં મુદ્યામાલ સાથે 1 ઝડપાયો
અમરેલી, તા.
અમરેલી નજીક આવેલ રંગપુર રોડ ઉપરથી એક તુફાન કાર તથા મોટર સાયકલમાં વિદેશી દારૂનો જથ્‍થો આવી રહૃાાંની બાતમી પોલીસ વડાને મળતાં અમરેલી તાલુકા પોલીસનાં પીએસઆઈ એચ.એચ. સેગલીયા તથા સ્‍ટાફે વોચ ગોઠવી ત્‍યાંથી પસાર થતી એક તુફાન કાર તથા મોટર સાયકલને રોકી તપાસ હાથ ધરતાં આ બન્‍ને વાહનોમાંથી અલગ અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂની બોટલ નંગ 64 કિંમત રૂા. રપર80, મોટર સાયકલ- 1 તથા તુફાન કાર મળી કુલ રૂા.ર,પપ,ર80નાં મુદ્યામાલ સાથે જેશીંગપરા વિસ્‍તારમાં રહેતાં આલમશીંગ મહમદીયાને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીમાં પટેલ વૃદ્ધાનું નિધન થતા પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરાયું

ચક્ષુદાનને લઈને જનજાગૃતિ ઉભી થઈ રહી છે
અમરેલીમાં પટેલ વૃદ્ધાનું નિધન થતા પરિવારજનો દ્વારા ચક્ષુદાન કરાયું
સંવેદન ગૃપ અને રેડક્રોસ સોસાયટીનું ઉમદા કાર્ય
અમરેલી, તા.
અમરેલી નિવાસી ગોમતીબેન ગોરધનભાઈ ભડકણ (ઉ.વ.8ર)નું ઉંમરના કારણે તા.6/8ને સોમવારના રોજ અવસાન થતા તેમની અંતિમ ઈચ્‍છા અનુસાર તેમના વારસદાર પુત્રો ઉમેશભાઈ તથા પ્રકાશભાઈ ભડકણ (રાધેશ્‍યામ મંડપ સર્વિસ વાળા) દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્‍યું. આ ચક્ષુદાન સ્‍વીકારવા માટે ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્‍યાસ, સુરેશભાઈ ઠાકર, સંવેદન ગૃપ અમરેલીના વિપુલ ભટ્ટી, દિલીપ રંગપરા તથા અશોક પાટણવાળાએ સેવા આપી હતી. ગૃપના ટ્રસ્‍ટી દિલીપભાઈ રંગપરાનો જન્‍મદિવસ હોવાથી રાત્રે પરિવારમાં ઉજવણીરાખેલ તે છોડીને તેઓ નેત્રદાન સ્‍વીકારવામાં સામેલ થયા હતા અને આ સેવાને પ્રાથમિકતા આપી પોતાની કટિબઘ્‍ધતા વ્‍યકત કરી હતી. ભડકણ પરિવારની જાગૃતિથી બે અંધજનોના જીવનમાં રોશની આવશે. 47મું નેત્રદાન લેતા સંવેદન ગૃપ સ્‍વર્ગસ્‍થ ચક્ષુદાતા ગોમતીબેનને સાદર શ્રઘ્‍ધાંજલિ સહ તેમના પરિવારના પ્રેરણાદાયી કાર્ય બદલ ધન્‍યવાદ પાઠવ્‍યા હતા. તેમ મંત્રી મેહુલ વાઝાએ જણાવ્‍યું છે.

બરવાળા બાવળ ગામમાં 4 દિવસથી મઘ્‍યાહૃન ભોજન બંધ

આમા કુપોષીત બાળકોની સંખ્‍યા ઘટે કયાંથી તેવો વેધક પ્રશ્‍ન
બરવાળા બાવળ ગામમાં 4 દિવસથી મઘ્‍યાહૃન ભોજન બંધ
100 ઉપરાંતનાં બાળકો છેલ્‍લા 4 દિવસથી ભોજન વિનાનાં રહેતા આશ્ચર્ય
અમરેલી, તા.
વડીયાનાં બરવાળા બાવળ ગામની શાળામાં છેલ્‍લા 4 દિવસથી મઘ્‍યાહન ભોજન યોજના બંધ થતા ગરીબ બાળકોને ભૂખ્‍યા સૂવાનો વારો આવ્‍યો હોવાનું જાણવા મળેલ છે.
એક તરફ ગુજરાતમાં હજારો બાળકો કુપોષિત હોવાનું સામે આવી રહયું છે અને બીજી તરફ મઘ્‍યાહન ભોજન યોજનામાં દે ધનાધન કરાતી હોવાની ફરિયાદ સામે આવેલ છે.
બરવાળ બાવળ ગમની સરકારી શાળામાં 10પ બાળકો આમ તો નિયમિત ભોજન લેતા હતા. પરંતુ, છેલ્‍લા 4 દિવસથી રસોયા, આચાર્ય અને મામલતદારના સંકલનના અભાવથી મઘ્‍યાહન ભોજન યોજના બંધ હોય વિકાસની ગુલબાંગો ફેંકતા નેતાઓ બાળકોની મદદ કરે તે જરૂરીછે.

ભાજપ કાર્યાલય ખાતે લોકસભાનાં પ્રભારીઓની બેઠક યોજાઈ

અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરાના અઘ્‍યક્ષ સ્‍થાને સરકાર દ્રારા અમરેલી જિલ્‍લાની લોકસભા સીટના પ્રભારીઓ અમરેલી વિધાનસભા અને અને બાબરા માર્કેટીંગ યાર્ડમાં લાઠી વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રત્‍યેક કાર્યકર્તાઓ પાસેથી પોતાના બુથનું રીવ્‍યું લેવામાં આવ્‍યું હતું. તેમજ આ બેઠકમાં લોકસભાના પ્રભારી જયંતીભાઈ કવાડીયા, પૂર્વ મંત્રી રાજય સરકાર, જનકભાઈ બગદાણા, વિનોદભાઈ સોલંકી, જિલ્‍લા ભાજપ પ્રભારી ભરતભાઈ ગાજીપરા, જિલ્‍લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, ભાવનગર જિલ્‍લા કીસાન મોરચાના પ્રભારી શરદભાઈ લાખાણી, જિલ્‍લા ભાજપ મહામંત્રી કૌશીક વેકરીયા, જિલ્‍લા ભાજપના હોદેદારો, અમરેલી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્‍યામભાઈ સાવલીયા, કુંકાવાવ તાલુકા ભાજપના પ્રમુખ વિનુભાઈ રાદડીયા, તેમજ તમામ મંડલનાહોદદારો, જિલ્‍લા પ્રભારી, જિલ્‍લામાં રહેતા પ્રદેશ દ્રારા નિયુકત કરેલ બીજા જિલ્‍લાના પ્રભારી, મંડલમાં રહેતા રાષ્‍ટ્રીય, પ્રદેશ અને જિલ્‍લાના હોદેદારો અને કારોબારી સભ્‍યો, સંસદ સભ્‍ય અને ધારાસભ્‍યો (વર્તમાન અને અત્‍યાર સુધીના તમામ પૂર્વ), બોર્ડ નિગમના ચેરમેન વાઈસ ચેરમેન અને ડીરેકટર, રાષ્‍ટ્રીય પરીષદના સભ્‍યો અને પ્રાદેશિક પ્રતિનિધી, મંડલ સંકલન સમીતીના સભ્‍યો, ગ્રામીણ તેમજ શહેરી મંડલ પક્ષનાં હોદેદારો, વિવિધ મોરચાના જિલ્‍લાના પદાધિકારીઓ. મોરચાના મંડલના પ્રમુખ, મહામંત્રીઓ, પ્રદેશ જિલ્‍લા અને તાલુકા સ્‍તરની સહકારી ક્ષેત્રની સંસ્‍થાના ચેરમેન, વાઈસ ચેરમેન, જિલ્‍લા પંચાયતનાં સભ્‍યો, તાલુકા પંચાયત અને નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, વિપક્ષ નેતા, કિત કેન્‍દ્રનાં ઈન્‍ચાર્જો, ગત ટર્મના તાલુકા પંચાયત અને નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન, ગત ટર્મનાં મંડલના પક્ષના પ્રમુખ, મહામંત્રીઓ, મંડલના સીનીયર અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્‍થિત રહીને માર્ગદર્શન મેળવેલ. તેમ જિલ્‍લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયું છે.

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ દ્વારા સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયો

શાંતાબા મેડીકલ કોલેજ દ્વારા ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટના સહયોગથી શ્રી ગાયત્રી શકિત્તપીઠ અમરેલી ખાતેસર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયો શાંતાબા મેડીકલ કોલેજ અને હોસ્‍પિટલ – અમરેલી દ્વારા શ્રી ગાયત્રી શકિત્તપીઠ, અમરેલી ખાતે તા. 08/08ને બુધવારના રોજ સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. કેમ્‍પનું દિપપ્રાગટય શ્રી ગાયત્રી શકિત્તપીઠ પરિવાર ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી બાબુભાઈ વી. રાજયગુરૂ, ટ્રસ્‍ટી જે. વી. આચાર્ય, હંસરાજભાઈ સાકરીયા, મંદિરના મહંત ચંદ્રેશભાઈ એસ. જોષી અને મેડીકલ કોલેજના તમામ તબીબી નિષ્‍ણાંતો દ્વારા કરવામાં આવ્‍યું હતું. કેમ્‍પમાં હૃદય રોગ, ડાયાબિટિસ, કાન-નાક-ગળાના રોગ, પગ અને કમ્‍મરના દુખાવા, માનસિક રોગ, વિગેરે રોગોના 1પ0 જેટલા દર્દીઓને સારવાર પુરી પાડવામાં આવેલ. આ ઉપરાંત જરૂરીયાત મંદના એકસ-રે, કાર્ડિયોગ્રામ, ઈ.સી.જી., લેબોરેટરી, વિગેરે તપાસ કરવામાં આવેલ અને તમામને  વિનામુલ્‍યે દવાઓ આપવામાં આવેલ. આ કેમ્‍પમાં ફિઝીશ્‍યન ડો. જી.જે. ગજેરા, જનરલ સર્જન ડો. આર.સી. બઢીયા, ઈ.એન.ટી. સર્જન ડો. રવિન્‍દ્ર કોલડીયા, માનસિક રોગના નિષ્‍ણાંત ડો. વિવેક જોષી, ડો. કે.બી. દેશાણી, ડો. એચ.કે. ગોંડલીયા, ડો. ડી.આર. ભરાડ અને મેડીકલ કોલેજની ટીમે સેવાઓ આપેલ. સિવિલ હોસ્‍પિટલ, અમરેલી ખાતે લોકભાગીદારીથી નવી મેડીકલ કોલેજની સ્‍થાપના માટે સંસ્‍થા દ્વારા હોસ્‍પિટલમાં સુધારા-વધારા સાથેનવીનિકરણની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેથી આવનારા દિવસોમાં  સિવિલ હોસ્‍પિટલ, અમરેલી ખાતે ઉપલ્‍બધ થનાર નવી સુવિધાઓ વિશે લોકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ અને લોકોને સિવિલ હોસ્‍પિટલ, અમરેલી ખાતે સારવાર લેવા અનુરોધ કરવામાં આવેલ. કેમ્‍પમાં શ્રી ગાયત્રી શકિત્તપીઠના આગેવાન ગોવિંદભાઈ ગોંડલીયા, સવજીભાઈ આર. પટેલ, હસમુખભાઈ એલ. વ્‍યાસ, ઉમેશભાઈ એસ. પાઠક, જનકરાય જે. ઠાકર, ભીખાભાઈ એમ. ઠકરાર, શિવશંકરભાઈ દવે, ગોવિંદભાઈ એ. ગોસાઈ ઉપસ્‍થિત રહેલ. આ કેમ્‍પની સંપૂર્ણ વ્‍યવસ્‍થા ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ, શ્રી ગાયત્રી શકિત્તપીઠ દ્વારા કરવામાં આવેલ.

શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા  સ્‍પોર્ટસ સંકુલનાં વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પરિણામ

અમરેલી, તા.8
અમરેલી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા મીકક સ્‍પોર્ટ્‍ સંકુલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ સિઘ્‍ધી હાંસલ કરી, વિદ્યાસભા સંસ્‍થાનું નામ રોશન કરેલ છે.
કુસ્‍તી ગઢક્ષ્ઠ માં નાકરાણી ઓમ ,× છન, પટેલ જય ,ણ છન, કાનાણી અક્ષય પડ છન, માલાણી મિત ણડ છન, દુમાદ્રા રવિ ણણ છન, રૂપાપરા સાહિલ જ્ઞ, છન અને સાવલિયા વૈદિક ક્ષ્×ડ છનમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત કરી જિલ્‍લામાં ઉત્‍કૃષ્‍ટ સ્‍થાન મેળવ્‍યુ હતું. ચાલુ શૈક્ષણિક વર્ષે જ સંસ્‍થામાં મીકક ફાળવવામાં આવ્‍યુ હોય ત્‍યારે ખૂબ જ ટુંકા સમયમાં શ્રેષ્ઠકોચ અને ટ્રેનરો દ્વારા અપાતી ટ્રેનીંગનું પરિણામ સૌ કોઈ સામે છે. ત્‍યારે સંસ્‍થાના મંત્રી ચતુરભાઈ ખુંટ અને કેમ્‍પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલે સ્‍ટાફ અને ખેલાડીઓને અભિનંદન પાઠવેલ હતા.

09-08-2018