Main Menu

Wednesday, August 8th, 2018

 

બૂરે દિન : લીલીયામાં ભુગર્ભ ગટરને લઈને અરાજકતાનો માહોલ ઉભો થયો

અમરેલી, તા.7
લીલીયામોટાનો સરપંચ હીરાબેન ધામતે પાણી-પુરવઠા મંત્રી બાવળીયાને મીઠી ભાષામાં પત્ર લખીને ગામમાં ભૂગર્ભ ગટરને લઈને ઉભી થયેલ સમસ્‍યા દૂર કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, લીલીયા ગામમાં ભૂગર્ભ ગટરનો પ્રોજેકટ આપવામાં આવેલ હતો. આ પ્રોજેકટ ર8-1ર-ર014 નાં લોકાર્પણ થતાની સાથે જ અનેક સમસ્‍યાનો જનક બનેલ છે.
ભૂગર્ભ ગટરનું સિવિલ તેમજ ટેકનીકલ ખુબજ નબળું થયેલ હોય અને તેનું નિયમિત ઓપરેશન અને મેઈન્‍ટેન્‍સ કામ ન થવાથી પ્રોજેકટ લોકાર્પણ થતાની સાથે જ બંધ પડેલ છે. જેનો કોઈ વિકલ્‍પ ઉભો ન થતા ગટર ચોક અપ થઈ અને તેના દુર્ગંધ મારતા પાણી શેરી-ગલીઓમાં ઉભરાવા લાગ્‍યા છે.
વધુમાં જણાવે છે કે, આ પ્રશ્‍નના ંઉકેલ માટે ડી.ડી.ઓ.નાં અઘ્‍યક્ષપણા નીચે કમીટી બનાવી તેમજ પાંચ વર્ષનાં નિભાવણી માટે રપ લાખની રકમ ફાળવી કાર્યપાલક ઈજનેર – અમરેલી જિ.પં. ર્ેારા ગટરનાં સંચાલન અને નિભાવણીનાં ટેન્‍ડર પ્રક્રિયા કરી કોન્‍ટ્રાકટ આપવામાં આવેલ જેઓએ પ્રથમ નંદિશ કોર્પોરેશનને કામ મળેલ જેણે કામગીરી અધુરી છોડી જતા રહેતા ત્રણ-ત્રણ વર્ષથી આ પ્રોજેકટ બંધ સ્‍થિતિમાં હોવાથી ગટરની સમસ્‍યા દિવસે દિવસે ગંભીર બનતી જાય છે અને લોકોના આરોગ્‍ય ઉપર જોખમ ઉભુ થતું જાય છે.
અમારા સર્વે અને નિષ્‍ણાંતોના અભિપ્રાયપ્રમાણે આ કામગીરી કરવા માટે જેટીંગ-કંપ્રેસર – ડીસીલ્‍ટ મશીન જેવા સાધનોની જરૂર પડે.
વધુમાં જણાવે છે કે ભૂગર્ભ ગટરનાં ઓપરેશન માટે તમામ નગરપાલિકાઓને જરૂરી સાધનો સરકાર ર્ેારા પુરા પાડવામાં આવેલ છે. જયારે ગ્રામ પંચાયતોને આવા સાધનો આપેલ નથી. લીલીયા ગામે અગાઉ નગરપાલિકા હતી ગામનો વિસ્‍તાર ખુબજ મોટો છે અને ભુગર્ભ ગટરની કામગીરી આવા સાધનો વગર અશકય છે અને મેન્‍યુલી કરવી તે જોખમી છે તેમજ સરકાર ર્ેારા પણ મનાઈ ફરમાવેલ છે. ગટરની રખરખાવટ દરમ્‍યાન ઘણી વખતે ઝેરી ગેસ નિકળે છે અને જાનહાની થવાની દહેશત રહે છે.
વધુમાં જણાવે છે કે, ભૂગર્ભ ગટરનાં કારણે ખુલ્‍લી ગટરો અને વ્‍યકિતગત સંડાસનાં સોસ ખાડાઓ ટુટી ગયા છે તેમજ ગંદા પાણીનાં નિકલનો કોઈ વિકલ્‍પ બચ્‍યો નથી. ગામને ગટરની ગંદકી સહન કરવી પડે છે.
ભૂગર્ભ ગટરના કારણે સમગ્ર ગામનાં તમામ રસ્‍તાઓ બિસ્‍માર બની ગયા છે. ભૂગર્ભ ગટરનાં કારણે તૂટેલા રસ્‍તાઓ રિકારપેટ થવા જોઈએ.
આ ભૂગર્ભ ગટરના કારણે શહેરને પાણી પુરૂ પાડતી ભૂગર્ભ પાઈપ લાઈનો તુટી જવાથી પાણી વિતરણની પણ વિકરાળ સમસ્‍યા ઉભી થઈ છે.
ભૂગર્ભ ગટરનાં પંપીંગ સ્‍ટેશનની મશીનરી વ્‍યવસ્‍થિત કામ કરતી નથી.
ઉપરોકત સમસ્‍યા થોડા દિવસોની નથી ગટર કામગીરી તા. ર8-1ર-ર014 ના રોજ લોકાર્પણ થઈતેને આજે ત્રણ-ત્રણ વર્ષ ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં કોઈપણ સમસ્‍યાનું નિરાકરણ થયેલ નથી. ગામના લોકોએ- વેપારીઓએ અનેક વખત આંદોલનો આવેદન પત્રો પણ આપેલ છે. અધિકારી લેવલે એકબીજા પર પત્ર લખી જવાબદારીની ફેકાફેક સિવાય કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવેલ નથી. હવે આ પ્રશ્‍ન કોઈ ગંભીર સ્‍વરૂપ ધારણ કરે તે પહેલા તેનો ઝડપી ઉકેલ લાવવા અંતમાં માંગ કરેલ છે.

બાઢડા રોડ ઉપર મીની ટ્રકમાં રેતી ભરીને નીકળતા પોલીસે ઝડપી લીધી

રૂા. 1.પ1 લાખનાં મુદ્યામાલ કબ્‍જે લઈ કરી કાર્યવાહી
અમરેલી, તા.7
સાવરકુંડલા ગામે રહેતા ગુલાબસિંહ ગીરીશભાઈ વસાવા નામના 3પ વર્ષીય યુવક ગઈકાલે સાંજે બાઢડા રોડ ઉપર પોતાના હવાલાવાળા ટાટા 407માં વગર પાસ પરમીટે નદીના પટમાંથી રેતી 3 થી 4 ટન ભરીને નીકળતા પોલીસે તેમને ઝડપી લઈ રૂા. 1,પ1,પ00ના મુદામાલ જપ્‍ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સાવરકુંડલાનાં પીઠવડીમાં કળીયુગી પુત્રએ જમીન માટે માતાને માર માર્યો

જર, જમીન અને જોરૂ એ ત્રણેય કજીયાનાં છોરૂ
સાવરકુંડલા, તા.7
સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે રહેતા ઉજીબેન બોઘાભાઈ વેકરીયા(ઉ.વ.80)ને પોતાના સગ્‍ગા પુત્ર કનુભાઈ બોઘાભાઈ વેકરીયા (ઉ.વ.પપ) રહે. હાલ સુરત દ્વારા પોતાની માતા ઉજીબેન તેમના નાના દીકરા દેવચંદભાઈ વેકરીયાના ઘરે પીઠવડી મુકામે રહે છે. અને તેમનો એક દીકરા ધીરૂભાઈનું અવસાન થયેલ છે. જયારે મોટો દીકરો કનુભાઈ સુરતથી પોતાની માતા પાસે રહેલ જમીનની માંગણી કરેલ પણ માતાએ કીધું કે મારા અવસાન બાદ ત્રણે ભાઈઓ જમીનના સરખા ભાગ કરી વહેંચી લેજો. આ બાબત સારી ના લાગતા સુરત સ્‍થિત લખપતિ પુત્ર કનુભાઈ વેકરીયાએ તેમની 80 વર્ષની વયોવૃઘ્‍ધ માતાને ગંભીર રીતે માર મારતા ઉજીબેનને પીઠવડીથી સાવરકુંડલા સિવિલ હોસ્‍પિટલ ખાતે દાખલ કરવામા આવ્‍યા હતા.

ધારીનાં તત્‍કાલીન મામલતદારે ખોટી માહિતી આપી

રાજયનાં માહિતી કમિશનરે ગંભીર નોંધ લેતા ચકચાર
ધારીનાં તત્‍કાલીન મામલતદારે ખોટી માહિતી આપી
માહિતી અધિકાર અધિનિયમની કલમ-ર0 મુજબ દંડનીય કાર્યવાહી કેમ ન કરવી ? તેનો ખુલાશો પુછાયો
અમરેલી, તા. 7
અમરેલી જિલ્‍લાનાં અનેક જાહેર માહિતી અધિકારીઓ ભભપેન માસ્‍ટરભભ બનીને માહિતી માંગનારને અધુરી અને અટપટી માહિતી આપીને હોંશિયારી દર્શાવી રહૃાા છે અને જો કોઈ તેની સામે લડત કરે તો બાદમાં જાહેર માહિતી અધિકારીની રાતની ઊંઘ પણ ઉડી જતી હોય છે. આવો જ એક કિસ્‍સો પ્રકાશમાં આવેલ છે.
સાવરકુંડલાનાં કમલેશ યાદવ નામનાં યુવકની ધારીનાં દલખાણીયા ગામે આવેલ વડિલો પાર્જિત જમીન તેમના કુટુંબી ભાઈઓએ નકલી દસ્‍તાવેજનાં આધારે પચાવી પાડી હોય આ યુવક છેલ્‍લા 3 વર્ષથી મહેસુલ વિભાગ સમક્ષ આજીજી કરી ન્‍યાય માંગી રહૃાો છે.
પરંતુ ધારીનાં તત્‍કાલીન મામલતદાર જે.સી. ગરાસીયા, સર્કલ ઓફિસર સી.બી. સોરઠીયા અને જીરા ગૃપનાં રેવન્‍યુ તલાટી આર.એમ. ધાંધલીયા સમક્ષ યુવકે માહિતી અધિકાર અધિનિયમ મુજબ જરૂરી માહિતી માંગતા ઉપરોકત ત્રણેય અધિકારીઓએ માહિતી અધુરી આપતાં તે યુવકે માહિતી કમિશનર સમક્ષ અપિલ કરી છે.
જે અંતર્ગત માહિતી કમિશનરે આદેશ કરેલ છે કે, જે તે વખતના તલાટી, સર્કલ ઓફિસર અને મામલતદારઆ બાબતમાં કસુરવાર છે તેમણે જાણી જોઈને સાચી માહિતી આપી નથી તે પ્રથમ દ્રષ્‍ટિએ જણાય છે અને તેને કારણે વિવાદીને તા. 3/પ/17નાં પત્રથી તત્‍કાલીન જાહેર માહિતી અધિકારી અને મામલતદાર ધારી ઘ્‍વારા ખોટી માહિતી વિવાદીને આપવામાં આવેલ હતી. આ સંજોગોમાં આયોગ નીચે મુજબનો બીજો વચગાળાનો હુકમ કરે છે.
વધુમાં જણાવેલ છે કે, જાહેર માહિતી અધિકારી ઘ્‍વારા વિવાદીની તા. 1/ર/16ની નમૂના ભકભની અરજીમાં મુદા નં. 1માં નોંધ નં. ર411માં તકરારી વાંધાની વિગતો છૂપાવવા માટે તેમજ તા. 3/પ/17નાં જાહેર માહિતી અધિકારી અને મામલતદાર, ધારીના માહિતી પુરી પાડતા પત્રમાં આ બાબત છુપાવીને માહિતી અધિકારી અધિનિયમની કલમ-ર0નો ભંગ કરવામાં આવેલ છે તેવું આયોગ પ્રથમ દ્રષ્‍ટિએ માને છે. તેથી આયોગ તત્‍કાલીન જાહેર માહિતી અધિકારી અને મામલતદાર ધારી કે જેઓ હાલ મામલતદાર થરાદ તરીકે ફરજ બજાવે છે તે જે.સી. ગરાસીયાને વિવાદીને માહિતી અધિકાર અધિનિયમની કલમ-ર0 હેઠળ ખોટી માહિતી પૂરી પાડવા બદલ તેમની વિરૂઘ્‍ધ દંડનીય કાર્યવાહી કેમ ન કરવી ? તેની સ્‍પષ્‍ટતા દિન-1પ માં કારણદર્શક નોટીસ આપે છે અને આગામી સુનાવણીમાં તેમને જાતે આયોગ સમક્ષ અચૂક હાજર રહેવા હુકમ કરે છે.
વધુમાં જણાવેલ છે કે, આયોગ, રેવન્‍યુ તલાટી,જીરા ગૃપ, આર.એમ. ધાંધલીયાને હુકમ કરે છે કે નોંધ નં. ર411માં તકરારી વાંધા અરજીની વિગતો છૂપાવવાથી વિવાદીને સાચી માહિતી મળી શકેલ નથી તેથી તેમને ડિમ્‍ડ જાહેર માહિતી અધિકારી ગણીને માહિતી અધિકાર અધિનિયમની કલમ-ર0 હેઠળ ખોટી માહિતી પૂરી પાડવા બદલ તેમની વિરૂઘ્‍ધ દંડનીય કાર્યવાહી કેમ ન કરવી ? તેની સ્‍પષ્‍ટતા દિન-1પમાં કરવી અને આગામી સુનાવણીમાં તેમણે જાતે આયોગ સમક્ષ અચૂક હાજર રહેવું.
વધુમાં જણાવેલ છે કે, આયોગ, સર્કલ ઓફિસર (રેવન્‍યુ)ઘ ધારી સી.બી. સોરઠીયાને હુકમ કરે છે કે, નોંધ નં. ર411માં વાંધા અરજી હોવા છતાં તેમણે ખોટી રીતે જાતે નોંધ નામંજૂર કરેલ છે અને વાંધા અરજીના રેકર્ડમાં ફેરફાર કરેલ છે અને તેને કારણે વિવાદીને સાચી માહિતી આપી શકાયેલ નથી. તેથી તેમને ડિમ્‍ડ જાહેર માહિતી અધિકારી ગણીને માહિતી અધિકાર અધિનિયમની કલમ-ર0 હેઠળ તેમની વિરૂઘ્‍ધ દંડનીય કાર્યવાહી કેમ ન કરવી ? તેની સ્‍પષ્‍ટતા દિન-1પમાં કરવી અને આગામી સુનાવણીમાં જાતે અચૂક હાજર રહેવું.

સોનારીયા સહિતનાં પાંચ ગામોને પાકવીમામાં અન્‍યાય

ખેડૂતોએ બેઠક કરીને પાકવીમો મંજુર કરવા માંગ કરી
સોનારીયા સહિતનાં પાંચ ગામોને પાકવીમામાં અન્‍યાય
મોટા-નાના ગોખરવાળા, ચાંદગઢ અને લાપાળીયાને પણ અન્‍યાય
ન્‍યાય નહી મળે તો રસ્‍તારોકો આંદોલન અને હાઈકોર્ટમાં જવાની તૈયારી
અમરેલી, તા. 7
તાજેતરમાં રાજય સરકારે ગત વર્ષનાં ખરીફ પાકવીમા માટે રૂપિયા ર18 કરોડ જેવી રકમ મંજુ્રર કરી છે. જેમાં રાજુલા તાલુકાનાં એકપણ ખેડૂતને પાકવીમાની રકમ મંજુર નથી. તેવા જ સમયે અમરેલી તાલુકાનાં સોનારીયા, નાના-મોટા ગોખરવાળા, ચાંદગઢ અને લાપાળીયાનાં ખેડૂતોને ફુટી કોડી પણ ન આપવામાં ખેડૂતોમાં રોષ  ફેલાયો છે.
આજે ખેડૂતોનીબેઠક યોજાઈ હતી જેમાં જો રાજય સરકાર અને વીમા કંપની ઉપરોકત પાંચ ગામોનાં ખેડૂતોને પાકવીમાની રકમ નહી આપે તો આગામી દિવસોમાં રસ્‍તા રોકો આંદોલન અને હાઈકોર્ટમાં જવાની તૈયારી પણ ખેડૂત ઘ્‍વારા કરવામાં આવી છે.

અમરેલીના મહિલા કોંગી અગ્રણી નવી દિલ્‍હી ખાતે મહાસંમેલનમાં ઉપસ્‍થિત રહૃાા

નવી દિલ્‍હી ખાતે ઓલ ઈન્‍ડિયા મહિલા અધિકાર સંમેલન યોજાયું હતું. જેમાં મહિલાઓને અધિકારો આપવામાં નહી આવે તો છીનવી લેવા પડશે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં અમરેલી જિલ્‍લા પંચાયતનાં પૂર્વ અઘ્‍યક્ષ જેનીબેન ઠુંમર, કોકીલાબેન કાકડીયા સહિતનાં મહિલા આગેવાનો ઉપસ્‍થિત રહૃાાં હતા.

અંતે કુંકાવાવમાં ભુગર્ભ ગટરની સફાઈ શરૂ

હજારો નિરાશા વચ્‍ચે ગામજનોમાં આશાનું કિરણ
અંતે કુંકાવાવમાં ભુગર્ભ ગટરની સફાઈ શરૂ
સ્‍થાનિક ગામ પંચાયતે ઉધાર-ઉછીના સાધનો વડે સફાઈકાર્ય શરૂ કરાવ્‍યું
કુંકાવાવ, તા. 7
કુંકાવાવમાં ભુગર્ભ ગટર હવે એક સમસ્‍યાબની રહી છે. ત્‍યારે તો કામચલાઉ સફાઈ અભિયાન ગ્રામ પંચાયત ઘ્‍વારા બહારથી મશીન મંગાવીને ચાલું કરવામાં આવ્‍યું છે. તે પણ આઠ દિવસ માંગ્‍યું મળ્‍યું છે જેથી શહેરની અનેક જગ્‍યાએ જામ થયેલી કુંડીઓની સફાઈ હાલમાં ગ્રામ પંચાયત ઘ્‍વારા કરવામાં આવી રહી છે. પણ આ સમસ્‍યા બાબતે સરકારમાં અનેકવાર આગેવાનો, સંસ્‍થાઓ, ગ્રામ પંચાયત ઘ્‍વારા લેખીત રજુઆત, આંદોલનો કરવા પડયા છે છતાં કોઈ ઉકેલ આજદિન સુધી આવેલ નથી. જયારે ત્રણ માસ પહેલા પ્રભારી મંત્રી આર.સી. ફળદુ ઘ્‍વારા સફાઈનાં સાધનો અને મશીનરી આપવાની જાહેરાત સરકાર ઘ્‍વારા કરવામાં આવેલ તેમા કુંકાવાવનો સમાવેસ હતો. પણ આ જાહેરાતને ત્રણ માસ જેવો સમય પસાર થવા છતાં હજુ કોઈ નકકર કાર્યવાહી થયેલ નથી તેવું જાણકારો જણાવી રહૃાા છે. ત્‍યારે શહેર આખા માટે માથાનો દુઃખાવો બનેલ આ ભુગર્ભ ગટર કોઈ કામમાં તો આવતી નથી માત્ર સમસ્‍યાઓ પેદા કરી રહી છે અને ગંદકીમાં વધારો કરીને લોકોનું આરોગ્‍ય બગાડી રહી છે. ત્‍યારે સુવિધા હવે સમસ્‍યા બનતા ગ્રામ પંચાયત ઘ્‍વારા કામ ચલાઉ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. પણ તેમાં કોઈ સમસ્‍યાનો હલ થાય તેવું લાગતું નથી. જેથી રાજય સરકાર પ્રજાના હિતમાં ભાજપ-કોંગ્રેસ ભુલીને ગટરનાં સાધનો તેમજ મશીન વહેલીતકે ફાળવે તેવી લોકોમાંગ કરી રહૃાા છે. ત્‍યારે હાલમાં સરપંચ સુભાષભાઈ ભગત, ગોપાલભાઈ  અંટાળા સહિત ગ્રામ પંચાયત દિવસ-રાત માગેલા સાધનોની મદદથી ગટરની ટાંકીઓ સાફ કરી રહી છે અને ગામમાં ગંદકીમાં થોડી રાહત થાય તેવું કામ કરીને લોકોની મુશ્‍કેલીનું નિવારણ કામ ચલાઉ અભિયાન હાથ ધર્યુ છે. ત્‍યારે ભુગર્ભ ગટરની સમસ્‍યામાંથી કુંકાવાવ શહેર કયારે મુકત થશે.

આંગણવાડીનું મકાન બનાવવા માટે સરપંચે કરી રજૂઆત

રાજુલા, તા. 7
રાજુલા તાલુકાનાં પીપાવાવ ધામમાં આઝાદીથી આજદિન સુધી આંગણવાડી માટે ઓરડા ફાળવવામાં આવ્‍યા જ નથી. આંગણવાડીનાં અભાવે હાલમાં પીપાવાવ ધામનાં બાળકો સરપંચનાં ઘરે અભ્‍યાસ કરે છે. આથી પીપાવાવ ધામનાં સરપંચ હંસાબેન ભાણાભાઈ ગુજરીયા ર્ેારા ગુજરાત રાજયનાં સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્‍વરભાઈ પરમારને પત્ર લખીને રજૂઆત કરવા જણાવ્‍યું હતું કે પીપાવાવ ધામ ગામમાં આંગણવાડીનાં અભાવે બાળકો અમારે ઘરે અભ્‍યાસ કરી રહૃાાં છે. આથી પીપાવાવ ધામ ગ્રામ પંચાયતમાં વહેલી તકે આંગણ વાડીનાં ઓરડા માટે ગ્રાન્‍ટ ફાળવવામાં આવે જેથી બાળકો સારી રીતે અભ્‍યાસ કરી શકે.

સાવરકુંડલામાં માર્ગ અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલનાં આત્‍માની શાંતિ માટે સુંદરકાંડનાં પાઠ યોજાયા

સાવરકુંડલા-ઉંજા બસ અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પવિત્ર આત્‍માની શાંતિ માટે જીવન દર્પણ સુંદરકાંડ પરિવાર- સાવરકુંડલા ર્ેારા કબીર ટેકરી આશ્રમે શ્રઘ્‍ધાંજલિ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં હનુમાન કથાનાં યુવા વકતા ઉમંગ બાપુનાં મુખે સંગીતમય શૈલીમાં સુંદરકાંડ પાઠનું ગાન કરવામાં આવ્‍યું હતું. આ તકેઘનશ્‍યામદાસ બાપુ, નારાયણદાસ, ગીરી બાપુ (કુંડળપુર હનુમાન) કે. એન. જાની (રાષ્‍ટ્રીય મહામીં, બ્રહ્મસમાજ) વગેરે મહેમાનો ઉપસ્‍થિત રહૃાાં હતા.

08-08-2018