Main Menu

Tuesday, August 7th, 2018

 

ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જનાં રાવલ ડેમમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળી આવ્‍યો

છેલ્‍લા દોઢ માસમાં પાંચ મગરનાં પાણીનાં વહેણમાં આવી અથડાઈને મોત નિપજયા
ખાંભા, તા.6
ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્‍યામ રેન્‍જના કોઠારીયા રાઉન્‍ડમાં રાવલ ડેમ મગરનું ઉછેર કેન્‍દ્ર છે અને આ રાવલ ડેમ ગીર જંગલમાં બહોળી સંખ્‍યામાં ફેલાયેલો છે. ત્‍યારે આ રાવલ ડેમમાં અંદાજિત બસોથી વધારે મગર બહોળી સંખ્‍યામાં વસવાટ છે. જેથી આજેવન વિભાગને વધુ એક મગરનો મૃતદેહ મળી આવ્‍યો હતો. અને આમ છેલ્‍લા દોઢ માસમાં પાંચ મગરના મોત થયા છે. ત્‍યારે વન વિભાગના જણાવ્‍યા અનુસાર મગરના મોત ડેમમાં એક દરવાજા જયારે ખોલવામાં આવે છે ત્‍યારે મગર પાણીના વહેણ સાથે આવી જાય છે અને દરવાજામાં સલવાઈ અને ડેમની બહાર ટપકી અને ડેમની દીવાલ સાથે અથડાયને મોતને ભેટે છે.વન વિભાગ દ્વારા મગરના મોત અટકાવવા ડેમના દરવાજામાં કેવી રીતે ફસાઈ છે અને તેમજ  પાણીના કેટલા વહેણ મગર આવી જાય છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. ત્‍યારે છેલ્‍લા દોઢ માસમાં રાવલ ડેમમાં પાંચ મગરના મોત થવાથી વન્‍ય પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ત્‍યારે રાવલ ડેમમાં મગરની વસ્‍તી બહોળી સંખ્‍યામાં હોવાથી મગર ડેમની બહાર આવી જતી હોય છે. અને અવાર નવાર અકસ્‍માત રીતે મગરના મોત નીપજે છે. ત્‍યારે વન વિભાગના આર.એફ.ઓ. પરિમલ પટેલ દ્વારા 40થી 4પ વર્ષીય મગરના મૃતદેહનું પી.એમ. કરી સ્‍થળ પર જ અગ્નિદાહ આપવામાં આવ્‍યો હતો.

અમરેલીથી વેરાવળ (સોમનાથ) ટ્રેન આગામી પાંચ દિવસમાં ચાલુ થશે

સાંસદ નારણભાઈ કાછડીયાનાં પ્રયાસથી
અમરેલીથી વેરાવળ (સોમનાથ) ટ્રેન આગામી પાંચ દિવસમાં ચાલુ થશે
રેલ્‍વે મંત્રીએ રેલ્‍વે બોર્ડનાં અધિકારીને સાંસદની રૂબરૂમાં જ ટ્રેન ચાલુ કરવા સૂચના આપી
અમરેલી, તા.6
પ્રાપ્‍ત વિગતો અનુસાર, અમરેલીથી વેરાવળ (સોમનાથ) ચાલતી ટ્રેનના મેન્‍ટેનન્‍સના લીધે છેલ્‍લા ઘણા સમયથી ટ્રેન બંધ કરી દેવામાં આવેલ હતી. જેના લીધે મુસાફરો તેમજ સોમનાથ મંદિરે દશને જતા         યાત્રાળુઓ અને દશનાર્થીઓને ખુબ જ મુશ્‍કેલીઓ પડી રહી હતી. જે બાબતે અમરેલીના જાગ્રુત અને સરકારમાં અમરેલીની જનતા માટે અવાર નવાર રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયાએ આજ રોજ કેન્‍દ્રીયરેલ્‍વે મંત્રી પિયુષ ગોયલને મળી આ ટ્રેન બંધ હોવાને લીધે મુસાફરો અને            યાત્રાળુઓને પડતી મુશ્‍કેલીઓ બાબતે વાકેફ કરાવી સદરહુ ટ્રેન તાત્‍કાલિક ચાલુ કરવા રજૂઆત કરેલ હતી.
સાંસદની રજૂઆત અન્‍વયે રેલ્‍વે મંત્રીએ હકારાત્‍મક અભિગમ દાખવી અમરેલીથી વેરાવળ (સોમનાથ) ચાલતી ટ્રેનને આગામી પાંચ દિવસમાં ચાલુ કરવા રેલ્‍વે બોડના અધિકારીને સાંસદની હાજરીમાં જ સુચના આપેલ હતી અને વધુમાં મંત્રીએ જણાવેલ હતુ કે, તાલાળા તથા દેલવાડામાં પડેલ અતિ વરસાદને લીધે રેલ્‍વે લાઈનને  નુકશાન થયેલ હોવાથી જયા ૃસુધી તેનું મરામત કામ ન થાય ત્‍યા સુધી અમરેલી-વેરાવળ (સોમનાથ) ટ્રેન તાલાળા અને દેલવાડાને છોડીને ચાલશે.

અમરેલીનાં ઉચ્‍ચ અધિકારીની સઘળી વિગતો મંગાતા ચકચાર

જામનગરનાં કિશોરભાઈ નથવાણી દ્વારા આરટીઆઈ અંતર્ગત
અમરેલીનાં ઉચ્‍ચ અધિકારીની સઘળી વિગતો મંગાતા ચકચાર
જાહેર માહિતી અધિકારી દ્વારા વિગતો આપવામાં આવે બાદ કડાકા-ભડાકાનાં એંધાણ
ફરજકાળ, વિદેશ પ્રવાસ, સંપત્તિ સહિતની વિગતો મંગાતા નવા-જુનીનાં એંધાણ
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીનાં નિયામક પ્રકાશ ડોબરીયાનેલગત માહિતી જામનગરનાં કિશોરભાઈ નથવાણીએ જિલ્‍લા વિકાસ અધિકારી અને જાહેર માહિતી અધિકારી પાસે માંગતા પંચાયત વર્તુળોમાં ચકચાર મચી છે.
જિલ્‍લા વિકાસ અધિકારી પાસે માંગવામાં આવેલ છે કે, આપના તાબા હેઠળની આરડીએમાં ફરજ બજાવતા અધિકારી પ્રકાશ ડોબરીયા જયારથી સરકારી ફરજ પર જોઈન્‍ટ થયા ત્‍યારથી હાલ જયાં ફરજ બજાવે છે ત્‍યાં સુધીમાં કયા કયા કુલ કેટલો સમય ફરજ બજાવેલ છે.
પ્રકાશ ડોબરીયા વિરૂઘ્‍ધમાં આજદિન સુધીમાં કુલ કેટલી અરજીઓ તેમજ ખાતાકીય તપાસો થયેલ છે તેની વિગતો. જયારથી સરકારી ફરજ પર જોઈન્‍ટ થયા ત્‍યારથી હાલની એટલે કે આજદિન સુધીની તમામ માહિતી આપવી.
પ્રકાશ ડોબરીયાએ જો વિદેશ પ્રવાસ કરેલ છે તો તે કયા અધિકારીની મંજુરીથી વિદેશ પ્રવાસ કરેલ છે તે મંજુરી પત્રની ખરી નકલ આપવા વિંનતી છે.
પ્રકાશ ડોબરીયા હાલમાં ડીઆરડીએમાં પોતાની ફરજ બજાવે છે તે દરમ્‍યાન તેમના પોતાના સમયમાં કુલ કેટલી ગ્રાન્‍ટ કયા કયા ખર્ચ કરવામાં આવેલ છે તેની તમામ વિગતોની માહિતી ખર્ચવાઈઝ આપવી અને તે પોતે જે સરકારી વાહનનો ઉપયોગ કરે છે તે વાહનની લોગબુકની ખરી નકલ પણ આપવી.
અમરેલી ડીઆરડીએમાં ફરજ બજાવતા પ્રકાશ ડોબરીયા ઘ્‍વારા જયારથી ફરજ પર જોઈન્‍ટ થયા ત્‍યારથી આજદિન સુધીમાં કુલ કેટલીમિલ્‍કતો પોતાના નામે અને તેમના પત્‍ની પરિવારના નામે ખરીદ કરેલ છે તેમજ વેચાણ કરેલ છે અને તે કયા અધિકારીની મંજુરીથી લે-વેચ કરેલ છે તેની વિગતોની માહિતી ખરી નકલમાં આપવા વિનંતી છે. તેમ અંતમાં જણાવેલ છે.

કાગવદર ગામનાં પાટીયા પાસે કાર-ટ્રક વચ્‍ચે અકસ્‍માત : 9 ને ઈજા

અમરેલી, તા.
મહિસાગર જિલ્‍લાનાં ગધનપુર ગામે રહેતાં મનુભાઈ સોમાભાઈ નામનાં પ0 વર્ષિય ખેડૂત ગત તા.4 નાં રાત્રે રાજુલા-ઉના રોડ ઉપર આવેલ કાગવદર ગામ પાસેથી પોતાના હવાલાવાળી કાર નંબર જી.જે. ર3 એ.એન. 7363 લઈને જતાં હતા ત્‍યારે સામેથી આવી રહેલ ટ્રક નંબર જી.જે.18 ટી 0પ90નાં ચાલકે કાર સાથે અથડાવી દેતાં 9 લોકોને નાની-મોટી ઈજા કરી નાશી ગયાની ફરિયાદ નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે.

વરસડા ગામેથી બે બહેનોને પરપ્રાંતિય શખ્‍સો અપહરણ કરી લઈ ગયા

તરૂણીનાં પિતાએ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવી ફરિયાદ
અમરેલી, તા.
અમરેલી તાલુકાનાં વરસડા ગામે રહેતાં અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાનચલાવતાં એક પિતાની બે-બે સગીરવયની પુત્રીઓ મુળ ઓરીસ્‍સાનો વતની સુનાકર ઉર્ફે શકિત પ્રષદી તથા સોનું છોટુંલાલ કુશવાડ રે. ઉત્તરપ્રદેશવાળો ગત તા. 4/8 નાં સાંજનાં લલચાવી- ફોસલાવી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાતાં સીપીઆઈ આઈ. વી. રબારીએ વધુ તપાસ હાથ ધરી છે.

મોટા આંકડીયા રોડ ઉપર ધોળીયા કુવા પાસે કાર ચાલકને ઝોકુ આવી જતાં અકસ્‍માત

કાર ચાલક અકસ્‍માત કરી નાશી ગયાની ફરિયાદ
અમરેલી, તા.
સાવરકુંડલા ગામે રહેતાં યાસીનભાઈ મુસ્‍તફાભાઈ કુરેશીનાં પિતા ગઈકાલે સવારે કાર નંબર જી.જે.14 એ.કે. 4164માં બેસીને જતાં હતા ત્‍યારે આ કારનાં ચાલક મકસુદભાઈ ચૌહાણને અમરેલી મોટા આંકડીયા રોડ ઉપર ધોળીયા કુવા પાસે ચાલુ કારમાં ઝોકુ આવી જતાં કાર ઉપરના સ્‍ટેરીંગનો કાબુ ગુમાવી દેતાં રોડ સાઈડનાં ઝાડ સાથે અથડાવી દેતાં કારમાં બેઠેલા લોકોને ઈજા થયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

ધારાસભ્‍ય વિરજી ઠુંમરનાં કુટુંબી ભત્રીજાનીમિલ્‍કત કોર્ટનાં આદેશથી જપ્‍ત કરાતાં ચકચાર

ગોંડલ પંથકનાં 144 ખેડૂતોએ કોર્ટમાં ફરિયાદ કરી હતી
ધારાસભ્‍ય વિરજી ઠુંમરનાં કુટુંબી ભત્રીજાનીમિલ્‍કત કોર્ટનાં આદેશથી જપ્‍ત કરાતાં ચકચાર
10 વર્ષ પહેલા સૌરાષ્‍ટ્ર કિસાન વિકાસ ટ્રસ્‍ટ વિરૂઘ્‍ધ ફરિયાદ થઈ હતી
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લામાં આજથી 10 વર્ષ પહેલા ભારે ચર્ચાસ્‍પદ બનેલ કિસાન વિકાસ ટ્રસ્‍ટનાં પિડીત ખેડૂતોને ન્‍યાય મળવાની તક કોર્ટનાં આદેશ બાદ જોવા મળી રહી છે. કોર્ટનાં આદેશથી ધારાસભ્‍ય વિરજી ઠુંમરનાં કુટુંબી ભત્રીજાની મિલ્‍કત જપ્‍ત કરવામાં આવતાં રાજકારણમાં હડકં મચી   ગયો છે.
વિગત એવા પ્રકારની છે કે આજથી 10-1ર વર્ષ પહેલા તે સમયનાં સાંસદ અને હાલનાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરનાં કુંટુંબી ભાઈ દિનેશ રતીલાલ ઠુંમર અને કુંટુંબી ભત્રીજા જયેશભાઈ બાબુભાઈ ઠુંમરે કિસાનોને રાહત દરે ખેત ઓજારો આપવા માટે સૌરાષ્‍ટ્ર કિસાન વિકાસ ટ્રસ્‍ટની સ્‍થાપના કરી હતી.
સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી હજારો ખેડૂતોએ રાહત દરે ખેત ઓજારો મેળવવા અરજી કરીને જરૂરી રકમ ભરી હતી. બાદમાં અનેક ખેડૂતોને ખેત ઓજારો મળ્‍યા ન હતા અને જમા કરેલ રકમ પણ પરત મળી ન હતી અને તે સમયે કોર્ટમાં પણ ફરિયાદ થઈ હતી. તે સમયનાં સાંસદ વિરજી ઠુંમરની પણ પોલીસે અટકાયત કરી હતી. બાદમાં તેઓ મુકત થયા હતા.
દરમિયાનમાં ગોંડલનાં મોવિયા ગામનાં નિતેશભાઈ ભાલાળાએ ગોંડલ કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ બન્‍ને પક્ષોનીદલિલો બાદ ગોંડલ કોર્ટ અને અમરેલી કોર્ટનાં આદેશથી સૌરાષ્‍ટ્ર કિસાન વિકાસ ટ્રસ્‍ટનાં ભયુભાઈ ઠુંમર પાસેથી ખેડૂતોનાં રૂપિયા 6 લાખ 19 હજાર 9ર1 વસુલવા તેમની મિલકતનો કબ્‍જો મેળવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવતાં રાજકારણમાં ગરમાવો આવી ચુકયો છે.

હાર્દિક પટેલના નિવાસસ્‍થાને પાટીદાર સમિતિની બેઠક યોજાઈ

અમરેલી, તા.
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલના નિવાસસ્‍થાને આમરણાંત ઉપવાસની રણનીતિ ઘડવા માટે ગુજરાતભરના આંદોલનકારીઓની બેઠક યોજાઈ. એક બાજુ ગુજરાતના પાટીદારો અનામત માટે આખરી લડાઈ લડવાના મૂડમાં આવી ગયા હોય તેમ રવિવારની બેઠકમાં હજારો યુવા આંદોલનકારીઓ હાર્દિક પટેલના નિવાસસ્‍થાને બેઠકમાં હાજરી આપી હતી અને બીજી તરફ સરકાર પણ આર્થિક અનામત આપવાની ચર્ચા વિચારણામાં પડી હોય ત્‍યારે હાર્દિકે પણ પોતાની બેઠકમાં આમરણાંત ઉપવાસમાં સરકાર આર્થિક અનામતની થાળી પીરસે તો આંદોલન બંધ કરવું કે નહીં તેની ચર્ચાએ જોર પકડયું છે. અને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. એક તરફ ખેડૂતોના દેવા માફી માટે હાર્દિક ગુજરાતભરના ખેડૂત સંગઠનોને પત્ર દ્વારા આમરણાંત ઉપવાસનું આમંત્રણ પાઠવવાની વાતો કરે છે, તો આર્થિક અનામત મળે તો આંદોલન સમેટી લેવાની વાતો સાથે ખેડૂતોના દેવામાફીની વાત ભૂલી રહયો છે. આમરણાંત ઉપવાસમાં કોંગ્રેસ ભાજપના તમામ ધારાસભ્‍યોને પણ પત્ર દ્વારા આમંત્રણ પાઠવ્‍યું છે. અને તેમણે કહયું છે કે આમરણાંત ઉપવાસ નિકોલ ખાતેની મંજૂરી માંગવામાં આવી છે. જો સરકાર મંજૂરી નહીં આપે તો તેઓ હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવશે. અને કોઈ પણ સંજોગે આમરણાંત ઉપવાસ ચાલુ કરશે. કારણ કે રપ તારીખે તેમની વિસનગર વાળા કેસની હાઈકોર્ટમાં તારીખ હોવાથી જો જેલની સજા પડશે તો તેઓ જેલમાં પણ ઉપવાસ ચાલુ રાખશે, એટલે જ તેઓ કહે છે આ લડાઈ આરપારની લડાઈ છે, લડીશું તો જીતીશું.

શ્‍વાનનો શિકાર કર્યો એટલે દીપડાને મોતને ઘાટ ઉતાર્યા

ધારીનાં લીંબડીયા નહેરામાં થયેલ દીપડાની હત્‍યાનું રહસ્‍ય ખુલ્‍યું
શ્‍વાનનો શિકાર કર્યો એટલે દીપડાને મોતને ઘાટ ઉતાર્યા
વનવિભાગે ઝડપેલ આરોપી ભુપત રવજીની ચોંકાવનારી કબુલાત
માનીતા શ્‍વાનને 3 દીપડાએ મોતને ઘાટ ઉતારતાં માલીકે બદલો લીધો
અમરેલી, તા.
ધારી-અમરેલી રોડ પર લિંબડીયાનાં નહેરા નજીક 1 દીપડો, ર દીપડીના શ્‍વાનના મારણમાં ઝેર ભેળવી ત્રણેયને મોતને ઘાટ ઉતારાયા હતા. આ મામલે વનતંત્રએ રિમાન્‍ડ પર મેળવેલ આરોપીએ જણાવ્‍યું હતું કે, પોતાના શ્‍વાનને દીપડાએ મોતને ઘાટ ઉતારયા બાદ તેણે મારણમાં પ્રવાહી ઝેરી ભેળવી બદલો લીધો હતો.
પ્રાપ્‍ત વિગત મુજબ ચારેક દિવસ અગાઉ ધારી-અમરેલી રોડ પર 3 દીપડાને મારણમાં પ્રવાહી ઝેર ભેળવી મોતને ઘાટ ઉતારાયા હતા. જે અંગે વનતંત્રએ ભુપત રવજી માથાસુળીયાની ધરપકડ કરી 3 દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા હતા. રિમાન્‍ડ દરમિયાન આ શખ્‍સે એવી કબુલાત આપી હતી કે પોતાના માનીતા શ્‍વાનનું દીપડાએ મારણ કર્યુ હતુ જેથી બદલો લેવા શ્‍વાનનાં મૃતદેહમાં ઝેર ભેળવી દીધું હતું. જે દીપડાએ આરોગતા મોતને ભેટયા હતા તેમ તપાસનીસ આરએફઓએ જણાવ્‍યું હતું.

વડીયામાં બેકાબુ બનેલ ‘‘આખલા”થી ભયનો માહોલ

મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્‍ટાચારથી પીડિત જનતાને નવી ઉપાધી
વડીયામાં બેકાબુ બનેલ ‘‘આખલા”થી ભયનો માહોલ
શાકમાર્કેટ, એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ સહિતનાં વિસ્‍તારોમાં વધારે મુશ્‍કેલી
અમરેલી, તા.
વડીયા પંથકની મઘ્‍ય શેરી, મુખ્‍ય માર્ગો, એસ.ટી. ડેપોમાં રખડતા ભટકતા ઢોર-આખલાઓરોજબરોજ ઘુસી જઈ ત્રાસ અને નુકસાન કરતા અટકાવવા સાથે સૌની સલામતી અર્થે તંત્ર ઘ્‍વારા પગલાંઓ લેવામાં આવે તેવું લોકો ઈચ્‍છી રહૃાાં છે. ત્‍યારે વડીયા શહેરમાં લાયબ્રેરી, એસ.ટી. ડેપો, મેઈન બજારો પાસે, શાકમાર્કેટમાં શહેરમાં રખડતા ભટકતા ઢોરો- આખલાઓ, ગાયો અવારનવાર બળજબરીથી ઘુસી જઈ તોફાનો મચાવતા નુકસાન કરી રહૃાા છે. ધંધા-રોજગાર કરનાર સાથે શાકભાજી ખરીદ કરવા આવતાઓને ત્રાસરૂપ થઈ રહૃાા છે. આ અંગે અગાઉ ચારણીયા રોડ પાસે રખડતા ભટકતા આખલાએ ગાયને માથુ મારી જીવ લીધેલ હતો. ત્‍યારે કોઈ વ્‍યકિતને ઈજા પહોંચાડે કે જીવલેણ અકસ્‍માતો થાય તે પહેલા માનવ જીવનની રક્ષા માટે અને એસ.ટી. ડેપોમાં સ્‍ટેન્‍ડ પર આખલાઓ અડીંગો જમાવી બેઠા હોય છે જે આખલાઓના મહાયુઘ્‍ધમાં કોઈ મુસાફર ઝપટે ચડશે તો મુખ્‍ય રોડ-રસ્‍તાઓ આવવા-જવા માટે મેઈન બજારમાં લોકો અને વિદ્યાર્થીઓને આખલાઓ બાધારૂપી ખડેપગે હોય છે. અને આ અંગે તંત્ર ઘ્‍વારા આ આખલાઓને ડબ્‍બે પુરવા અથવા ઘ્‍યાન આપે તેવી લોકમાંગ ઉઠી છે.

ગીરમાં વન્‍યપ્રાણીઓના હુમલા વચ્‍ચે ખેડૂત અને માલધારીઓ દ્વારા પશુઓના આત્‍મરક્ષણનો સંઘર્ષ

વન વિભાગની નિષ્‍ક્રીયતા વચ્‍ચે
ગીરમાં વન્‍યપ્રાણીઓના હુમલા વચ્‍ચે ખેડૂત અને માલધારીઓ દ્વારા પશુઓના આત્‍મરક્ષણનો સંઘર્ષ
પશુઓના રક્ષણ માટે ચકલુ પણ ન ફરકી શકે તેવા માચડા
અમરેલી, તા.6
અમરેલી જિલ્‍લાના ગીર અને બૃહદ ગીર વિસ્‍તારમાં સિંહ, દીપડા જેવા રાની પશુઓ દ્વારા હુમલા અને પશુઓને ફાડી ખવાની ઘટાનાની હારમાળા વચ્‍ચે લોકો, ખેડૂતો અને માલધારીઓ રાની પશુઓથી રક્ષણ મેળવવા માટે અવનવા ઉપાયો અજમાવે છે. લોકોના જીવન ઉપર વન્‍યપ્રાણીઓની ઉંડી અસર જોવા     મળી રહી છે.
ગીરનાંજંગલમાં ખોરાક, પીવાના પાણીની સમસ્‍યા અને બીજા કારણોથી આજથી 18:ર0 વર્ષ પહેલા એશિયાટિક સિંહોએ જુનાગઢ, ગિરનાર વિસ્‍તારમાંથી કુદરતી રીતે સ્‍થળાંતર કરીને અમરેલી જિલ્‍લામાં ધારી અને ખાંભા ગીર અને અમરેલી, લીલીયા, રાજુલાના બૃહદગીર તરીકે ઓળખાતા વિસ્‍તારમાં પોતાનું નવું ઘર વસાવ્‍યું હતું. સિંહ, દીપડા જેવા રાની પશુઓના આગમન બાદ આ વિસ્‍તારના લોકોના જીવનધોરણમાં અનેક ફેરફારો આવ્‍યા છે. લોકો પશુઓથી રક્ષણ કેવી રીતે મેળવે છે. તેની વિગત આપતા ખાંભાના ખેડૂત જીગાભાઈ ઉનાગર જણાવ્‍યું હતું કે અહીં સિંહો ગામમાં અવેડામાં પાણી પીવા આવે છે. અને રાત્રીના ગામમાં આવીને પશુઓના શિકાર કરે છે. અને રાત્રીના ખેતરમાં દીપડા પરેશાન કરે છે. અને કોદિયામાં ખેડૂત પર હુમલા કરવાની ઘટના પણ બની છે. અને પાકના રક્ષણ માટે ખેતરમાં જ રોકાવું પડે છે. અને જંગલી પશુઓથી રક્ષણ મેળવવા માટે ખેતરમાં જમીનથી ઉંચે માચડા બનાવીને તેમાં સુઈ ને પાકનું રક્ષણ કરીએ છીએ, આખી રાત આગ જલતી રાખવી પડે છે. અને દિવસે પણ બળદો ખેતરમાં બાંધી શકાતા નથી. અને કયારેક ઘરમાં પણ દીપડા ઘુસી જાય છે. તેથી પશુઓને બાંધવા માટે ચકલું પણ ફરકી ન શકે તેવા વાડા અને માચડા બનાવવા પડે છે. અને સિંહની ત્રાડ સાંભળાઈ તો ઉંઘપણ આવની નથી.

રાજુલાની સરકારી કુમાર છાત્રાલયમાંથી અનેક ગેરરીતી ઝડપાતા ચકચાર

ડુંગર રોડ ઉપર સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી છાત્રાલયની રાજુલા એન.એસ.યુ.આઈ. ર્ેારા ઓચિંતી મુલાકાત લેતા પીવાનાં પાણીનું ફિલ્‍ટર છેલ્‍લા ઘણા સમયથી બંધ હોવાનું જાણવા મળેલ અને બંધ ફિલ્‍ટરને કારણે હોસ્‍ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ટાંકાનું પાણી બાથરૂમના નળમાંથી પીવા મજબૂર બન્‍યા છે અને છાત્રાલયનાં રસોડામાં તપાસ કરતા ઈયળ વાળા શાકભાજી જોવા મળ્‍યા અને અગાઉ ઘણીવાર શાકમાં પણ ઈયળ નીકળેલ. જેની વિદ્યાર્થીઓ ર્ેારા સંચાલકને જાણ કરતાં સંચાલક ર્ેારા ઉદ્ધતાઈથી એવું કહેવામાં આવ્‍યું કે ભભતમે છાત્રાલયમાં ભણવા આવો છો નહીં કે સારું જમવાભભ તો તંત્ર ર્ેારા આવા ગેરજવાબદાર સરકારી બાબુઓને ઘરભેગા કરવા જરૂરી છે અને વિદ્યાર્થીઓના રૂમના દરવાજા તૂટેલા છે અને અમુક રૂમમાં દરવાજા છે જ નહીં. અને છાત્રાલયમાં ગંદગીનાં થર જામ્‍યા છે અને છાત્રાલયમાં એટલી દુર્ગંધ આવે છેકે અંદર ઉભું રહેવું પણ મુશ્‍કેલ છે અને વિદ્યાર્થીઓની રૂમમાં દરવાજાનાં અભાવે રખડતા કૂતરા એમના પલંગ પર સુતા જોવા મળે છે અને છાત્રાલય રખડતા કૂતરાઓનો અડ્ડો બની ગયો છે. અને વિદ્યાર્થીઓનું બહાર આવવા જવાનું રજીસ્‍ટર પણ પાળવામાં આવતું નથી. જો આ બધીસમસ્‍યાનું તંત્ર ર્ેારા ટૂંક સમયમાં કોઈ ઉકેલ લાવવામાં આવશે નહીં તો એન.એસ.યુ.આઈ. ર્ેારા વિદ્યાર્થીઓનાં હિત માટે આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરી આંદોલન કરવામાં આવશે અને તેની બધી જવાબદારી સરકારી તંત્રની રહેશે. અને આ ઓચિંતી મુલાકાતમાં અમરેલી જિલ્‍લા એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી  રોહન ગોસ્‍વામી, રાજુલા નગરપાલિકનાં આરોગ્‍ય સમિતિનાં ચેરમેન રાહુલભાઈ ધાખડા, સૌરાષ્‍ટ્ર ઝોન એન.એસ.યુ.આઈ.ના પ્રવકતા યોગેશ ગોસ્‍વામી, રાજુલા તાલુકા એન.એસ.યુ.આઈ. પ્રમુખ કરણ કોટડીયા, શહેર પ્રમુખ રવિરાજભાઈ ધાખડા, ઉપપ્રમુખ રમેશ લાખણોત્રા, હિતેશ સોલંકી,અને કાનાદાદા પંડિયાએ મુલાકાત લઈને વિદ્યાર્થીઓની સમસ્‍યાઓ સાંભળી અને રૂબરૂ જોઈને વિદ્યાર્થીઓને સાથે રાખી જોરદાર લડત આપીશું એવી ખાતરી આપી.

રોટરી કલબ ઓફ અમરેલીના હોદે્‌દારોનો શપથગ્રહણ સમારોહ યોજાયો

અમરેલી ખાતે રોટરી કલબ સીટીનો શપથગ્રહણ સમારંભ તા.પ ઓગષ્‍ટને રવિવારના રોજ યોજવામાં આવ્‍યો હતો. જેમાં પ્રમુખ તરીકે શીતલ આઈસ્‍ક્રીમના સંજયભાઈ ભુવા અને સકે્રેટરી તરીકે અનિલભાઈ આડતીયાએ શપથલીધા હતા. ઈન્‍સ્‍ટોલીંગ ઓફિસર તરીકે દેવલ ઝાલાએ કામગીરી બજાવી હતી. પ્રમુખ સંજયભાઈ ભુવાનું શહેરની વિવિધ સંસ્‍થા ટાવર ચોક, વેપારી મંડ, લાયન્‍સ કલબ અમરેલી અને રોટરી કલબ ઓફ અમરેલી દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં લાયન્‍સ કલબ અમરેલી (સીટી)ના પ્રમુખ અશ્‍વિનભાઈ ડોડીયા, રોટરી કલબ અમરેલી (મેઈન)ના પ્રમુખ ચંદ્રેશભાઈ ધોળકીયા ઉપસ્‍થિત રહયા હતા. જયારે શહેરના વિવિધ અગ્રણીઓ હાજર રહયા હતા.

07-08-2018