Main Menu

Sunday, August 5th, 2018

 

મહિલા સાથે દુષ્‍કર્મ કરનાર અગ્રણી બિલ્‍ડર ર દિવસનાં પોલીસ રીમાન્‍ડ પર

લીવ ઈન રીલેશનશીપમાં રહીને
મહિલા સાથે દુષ્‍કર્મ કરનાર અગ્રણી બિલ્‍ડર ર દિવસનાં પોલીસ રીમાન્‍ડ પર
અમરેલી, તા. 4
અમરેલી તાલુકાનાં ગોખરવાળા ગામે રહેતાં અને મુંબઈનાં અગ્રણી બિલ્‍ડર્સ દિપક બાલાભાઈ કથીરીયા નામનાં પર વર્ષિય આધેડે છેલ્‍લા 10 વર્ષથી એક મહિલા સાથે લીવ ઈન રીલેશનશીપનો કરાર કરી પોતાની પત્‍નિને છૂટાછેડા નહીં આપી તેણી સાથે છેતરપીંડી કરી અને તેણીની ઈચ્‍છા વિરુઘ્‍ધ શરીર સંબંધ બાંધી, સૃષ્‍ટિ વિરૂઘ્‍ધનું કૃત્‍ય કરવા સબબ અમરેલી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ વિભાગીય પોલીસ વડા એલ. વી. મોણપરાએ ગત તા.3/8 નાં રોજ દિપક કથીરીયાની અટક કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આગામી તા. 6/8 સાંજે 4 વાગ્‍યા સુધીનાં રીમાન્‍ડ મંજુર કરતા હુકમ કર્યો હતો.

ચમારડી ગામે વિના કારણે આધેડને લોખંડની ટી માથામાં મારી

અમરેલી, તા.4
બાબરા તાલુકાના ચમારડી ગામે રહેતા કિર્તીભાઈ નાજાભાઈ જીંજરીયા નામના 4પ વર્ષીય આધેડ તથા ભરતભાઈ બન્‍ને ગત તા.ર/8ના રોજ રાત્રે 8 વાગે પોતાના ઘરનાઓટલા પાસે બેઠા હતા ત્‍યારે વિના કારણે તે જ ગામે રહેતા ભાવેશ વિનુભાઈ મકવાણા તથા હરેશ વિનુભાઈ મકવાણા નામના બે ઈસમો લોખંડની ટી વડે માથામાં ઈજા કર્યાની ફરિયાદ બાબરા પોલીસમાં નોંધાઈ છે.

અમરેલી જિલ્‍લામાં કરોડો રૂપિયાનો ખર્ચ બાંકડા પાછળ થયો

માર્ગો, પાણી, શિક્ષણ અને આરોગ્‍ય સેવા કથળી છે અને
અમરેલી જિલ્‍લામાં કરોડો રૂપિયાનો ખર્ચ બાંકડા પાછળ થયો
મગફળીકાંડની તપાસ માંગનાર પરેશ ધાનાણીએ બાંકડાકાંડ સામે પણ આંદોલન કરવાની જરૂર
અમરેલી, તા. 4
અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા પાંચેક વર્ષમાં જનતા જનાર્દનનાં પરસેવાનાં રૂપિયા 10 કરોડનો ખર્ચ બિનજરૂરી ગણાતા બાંકડા પાછળ થતાં જિલ્‍લાનાં બુઘ્‍ધિજીવીઓમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે અને કરોડો રૂપિયાનાં બાંકડા ફાળવવા પાછળ મહાકાય કૌભાંડની બદબુ આવી રહી હોય તટસ્‍થ તપાસ થવી જરૂરી બની છે.
ધારાસભ્‍યોને દર વર્ષે પોતાના મત વિસ્‍તાર માટે અગાઉ રૂપિયા 1 કરોડ અને હવે રૂપિયા દોઢ કરોડ અને સાંસદને દર વર્ષે પોતાના મત વિસ્‍તારનાં વિકાસ માટે રૂપિયા પાંચ કરોડની રકમ ફાળવવામાં આવે છે.અને ધારાસભ્‍યો અને સાંસદની ભલામણનાં આધારે કલેકટર ઘ્‍વારા આયોજન અધિકારીને તે ખર્ચ કરવાનો આદેશ કરે છે.
અમરેલી જિલ્‍લામાં આઝાદીનાં 71 વર્ષ બાદ અનેક ગામોમાં પીવાનાં પાણી, શિક્ષણ, આરોગ્‍ય અને માર્ગોની સુવિધા નથી તેમજ સ્‍મશાન, શાળા અને આંગણવાડીનાં ઓરડા નથી તેના માટે નાણા ફાળવવાને બદલે લગભગ તમામ ધારાસભ્‍યો અને સાંસદ વધારેમાં વધારે રકમ બાંકડા માટે ફાળવતા આશ્ચર્ય ફેલાયું છે.
એવું પણ જાણવા મળેલ છે કે, અમરેલીનાં ધારાસભ્‍ય ઘ્‍વારા જે બાંકડા ફાળવવામાં આવેલ છે તેની કિંમત સૌથી ઓછી માત્ર રૂપિયા 17પ0 છે. તો ભાજપનાં ધારાસભ્‍યો અને સાંસદે ફાળવેલ એ જ બાંકડાની કિંમત રૂપિયા 3000થી લઈને રૂપિયા ર0 હજાર સુધીની હોય. બાંકડા ફાળવવા પાછળ ધારાસભ્‍યો કે સાંસદે કોઈ કમિશન તો લીધું નથી ને તેવો વેધક પ્રશ્‍ન ઉભો થયો હોય મગફળીકાંડની તપાસ માંગનાર વિપક્ષી નેતાએ બાંકડાકાંડની તપાસ માંગવી જોઈએ તેવી માંગ જિલ્‍લાભરમાંથી ઉભી થઈ છે.

મગફળી કૌભાંડની હાઈકોર્ટનાં સીટીંગ જજ, વિપક્ષ અને મીડિયાની હાજરીમાં તપાસ કરાવવા માંગ

અસલી આરોપીઓને સ્‍થાને ફરિયાદીને આરોપી બનાવવાનો કારસો
ગાંધીનગર, તા.4
ભાજપ સરકારે આચરેલાં રૂ. 4000 કરોડના મગફળી કાંડમાં ‘‘મગફળી માટી ભેળવી છે કે માટીમાં મગફળી ?ની તટસ્‍થ તપાસ હાઈકોર્ટના સિટીંગ જજના નેતૃત્‍વમાં કરવાની માગ સાથે વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ સરકારે ખરીદેલી મગફળીના ખાનગી અને સરકારી ગોડાઉનોમાં મગફળી ભરેલાં કોથળાઓની તપાસ જજ, વિપક્ષ અને મીડિયાની હાજરીમાં કરવાનો સરકારને પડકાર ફેંક્‍યો છે. ગોંડલના રામરાજય ગોડાઉન ખાતે બીજા દિવસે ઉપવાસ- ધરણાંમાં વિરોધપક્ષના નેતાએ   મગફળી કાંડના મુળિયા છેકમુખ્‍યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલાં હોવાનું જણાવીને ખેડૂત અને કોંગ્રેસના દબાણને કારણે પોલીસે શરૂ કરેલી ધરપકડમાં ભાજપના મોટા માથાંઓને બચાવવા સરકારના પપેટ બનીને અસલ આરોપીને સ્‍થાને મૂળ ફરિયાદીઓને આરોપી બનાવવાનો કારસો ઘડ્‍યો હોવાનો આરોપ કર્યો હતો.
વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ગોંડલમાં જણાવ્‍યું હતું કે અત્‍યાર સુધી ગુજરાતની જનતાને લાગતું હતું કે, મગફળીની અંદર માટી અને પથ્‍થર ભેળવવામાં આવ્‍યા છે પણ પેઢલામાં જયારે મગફળીના કોથળાઓ તપાસવામાં આવ્‍યા તો માટીની અંદર મગફળી ભેળવવામાં આવી હોય એવી સ્‍થિતિનો ખુલાસો થયો છે, ત્‍યારે ભાજપ સરકાર આ સત્‍યને છૂપાવવા માટે ક્‍યાંક ફરિયાદ કરનાર ફરિયાદીઓને જ આરોપી બનાવીને કઠેડામાં પુરવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે તેવું મને લાગે છે. કારણ કે પોલીસે આજે કરેલી ધરપકડમાં મોટી ધણો જ સહકારી મંડળીના મૂળ ફરિયાદી અને નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાના ભાણેજની ધરપકડ કરી છે. અગાઉ પણ રામરાજય ગોડાઉનમાં આગ લાગી ત્‍યારે વેલ્‍ડીંગ કરનારા મજૂરોની ધરપકડ કરવામાં આવી હતી. મારી જાણકારી મુજબ આ મજૂરોએ ક્‍યારેય વેલ્‍ડીંગનું કામ જ કર્યું નથી. આ રીતે સરકાર અસલી આરોપી એવા ભાજપના મોટા માથાંઓને બચાવીને ફરિયાદીઓને જેલમાં ધકેલીનેબીજા ફરિયાદીઓને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
વીતેલા વર્ષોમાં ભય વગર ભ્રષ્ટાચાર આચરનાર ભાજપનું મોડેલ જેણે ગુજરાતને ખોખલું બનાવ્‍યું છે તેનું સત્‍ય હવે ધીમેધીમે ઉજાગર થઈ રહ્યું છે. મગફળી કાંડથી સરકાર છેલ્લા 10 મહિનાથી વાકેફ હોવા છતાં તેની તપાસ કરી શકી નહીં ત્‍યારે જનતાની વેદનાને વાચા આપવા અને ગુજરાતીઓના મનમાં ભ્રષ્ટાચાર અંગે જે સવાલો છે તેને વાચા આપવા આ પ્રતીક ઉપવાસ -ધરણાં શરૂ કર્યા છે. ભાજપ સરકાર ચૂંટણી પહેલા ખેડૂતોને ભરમાવવા, લલચાવવા અને રાજકીય રોટલા શેકવા માટે ‘અમે આ ખરીદી શરૂ કરી છે’ તેવો જોરશોરથી પ્રચાર શરૂ કર્યો હતો. હવે જયારે આ ખરીદીનો ભ્રષ્ટાચાર ઉજાગર થઈ રહ્યો છે ત્‍યારે પોતે કરેલ ભ્રષ્ટાચારના કારનામાઓના અન્‍ય ઉપર આરોપ લગાડવાનો ભાજપ નિરર્થક પ્રયાસ કરી રહી છે. ગુજરાતની જનતા જાણી ગઈ છે કે આમાં વાડ જ ચીભડાં ગળી રહી છે. મગફળી કાંડમાં પહેલાં એવું હતું કે, દાળમાં ક્‍યાંક કાળું છે પરંતુ હવે તો આખી દાળ જ કાળી હોય તેમ માટીની અંદર મગફળી ભેળવીને સરકારે ગોડાઉનોમાં ખડકી છે તે સત્‍યને ઉજાગર કરવા અમે આ લડાઈ ચાલુ રાખવાના છીએ.
સરકારે આ ભ્રષ્ટાચારના પુરાવાઓનો નાશ કરવા માટે પહેલા આગ લગાડી, આગથી સમગ્ર ગુજરાતની પ્રજામાં ભાજપ સરકારનીઆબરૂ ઓછી થતી હતી ત્‍યારે આવા માલના નિકાલ માટે વેપારીઓને પાછલા બારણેથી સસ્‍તા ભાવે માલ વેચવાની ફરજ પાડી. સરકાર એ વાત સ્‍વીકારે છે કે, 40% જેટલો માલ એણે પાછલા બારણે ખાનગી વેપારીઓ ઉપર દબાણ ઉભું કરીને સસ્‍તા ભાવે વેચી નાંખ્‍યો છે. આ મગફળીકાંડમાં રૂા. 900 પ્રતિ મણ મગફળી ખરીદી અને રૂા. 400 જેટલો અંદાજીત અન્‍ય ખર્ચો એટલે રૂા. 1,300- 1,3પ0 પ્રતિ મણના ભાવની મગફળી રૂા. 700- 7પ0 પ્રતિ મણના ભાવે વેચીને ભ્રષ્ટાચારને છૂપાવવા માટે સરકારી તિજોરીને મોટો માર આપ્‍યો છે. ત્‍યારે સરકારે સ્‍પષ્ટતા કરવી જોઈએ કે, કેટલા રૂપિયે મણ મગફળી ખરીદી કરી હતી, તેના પર પ્રતિ મણ કેટલો ખર્ચો કર્યો, કયા ભાવે મગફળી વેચી, કોને વેચી, અને આવી મગફળીમાં મગફળી હતી કે માટી ? ભ્રષ્ટાચારના પુરાવાઓનો નાશ કરવા માટે ખાનગી વેપારીઓને દબાણપૂર્વક મગફળી પાછલા બારણે વેચવાનું સરકારનું ષડયંત્ર હતું, જે અંગે અમે ગત માર્ચમાં મીડીયાના મિત્રો સમક્ષ વાત કરી હતી.
આજે સરકાર પણ એ વાત સ્‍વીકારતી થઈ કે, મગફળી કાંડમાં ભ્રષ્ટાચાર થયો છે તો આ ભ્રષ્ટાચારીઓ કોણ છે ? આ મગફળી કાંડમાં રાજય સરકારની કઈ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને નોડેલ એજન્‍સી તરીકે ખરીદીનું કામ આપ્‍યું ? તેણે સમગ્ર ગુજરાતમાં કઈ સહકારી સંસ્‍થાઓને આવી ખરીદી કરવા માટેથઈને અધિકૃત કરી હતી ? કઈ મંડળી મારફત કેટલી ખરીદી કરવામાં આવી ? ગુણવત્તા જાળવવામાં આવી છે કે કેમ ? અને આ દરેક સહકારી મંડળી જેને મગફળી ખરીદવા અધિકૃત કરવામાં આવી હતી તેના પ્રતિનિધિઓ રાજકીય રીતે કોની સાથે જોડાયેલા છે ? તેનું સત્‍ય રાજકારણથી પર ઉઠીને ગુજરાતની સમક્ષ આવવું જોઈએ. ગુજરાતના ખેડૂતો અને જગતના તાતની લાગણીઓ સાથે ખેલનાર ભ્રષ્ટાચારીઓને જેલમાં પૂરવાનો સવાલ છે ત્‍યારે જે કોઈ ભ્રષ્ટાચારી હોય તેને જનતા સમક્ષ ખુલ્લા પાડવામાં આવે એની સામે કાયદાકીય પગલાં ભરીને જેલમાં પૂરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે.
મુખ્‍યમંત્રી કટાક્ષ કરે છે, વિરોધપક્ષે મહિના દિવસ પહેલાં રાજકોટના ત્રિકોણ બાગ સર્કલ ખાતે મુખ્‍યમંત્રીને પણ સવાલો કર્યા હતા. મુખ્‍યમંત્રી અને ભાજપ સરકાર આ રૂા. 4,000 કરોડના મગફળીકાંડમાં જો ખરેખર દૂધે ધોયેલા હોય તો તેમણે ન્‍યાયિક તપાસની માંગણી સ્‍વીકારવી જોઈએ અને જે કાંઈ સત્‍ય હોય, ભ્રષ્ટાચારીઓ હોય તેને ખુલ્લા કરવા જોઈએ. વિરોધપક્ષે ઉઠાવેલા ર4 જેટલા સવાલો સાથે રાજયપાલને આપેલ આવેદનો આજે ત્રણ મહિના વીત્‍યા પછી પણ જવાબ આપવાની મુખ્‍યમંત્રી અને ભાજપ સરકારે દરકાર રાખી નથી ત્‍યારે સીધી કે આડકતરી રીતે ગુજરાતના લોકોના મનમાં એ સવાલ થાય છે કે, આ મગફળી કાંડમાંમુખ્‍યમંત્રી કાર્યાલય તો સંડોવાયેલું નથી ને ? તેવા ઉભા થયેલ સવાલનો જવાબ આપવો જોઈએ.
વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી આવતીકાલ તા. પ-8-ર018ને રવિવારના રોજ નેશનલ કોટન ગોડાઉન, પાલ ઓટો નજીક, શાપર- વેરાવળ, જિ. રાજકોટ ખાતે મોટી સંખ્‍યામાં કોંગ્રેસી કાર્યકરો, આગેવાનો અને પ્રજાજનો સાથે મગફળી કાંડની ઉચ્‍ચ ન્‍યાય પાલિકાના સીટીંગ જજ દ્વારા તપાસ કરવાની માંગણી સાથે ગાંધીચિંઘ્‍યા માર્ગે પ્રતીક ઉપવાસ, ધરણાં કરશે.

ધારીનાં જીરા ગામે રપ વીઘા જમીનમાં લહેરાતી મગફળીની મૌલાતનો ભૂંડે દાટવાળી દીધો

સિંહ જેવા આગેવાનો ભૂંડ અને નીલગાયની સમસ્‍યા દૂર કરતાં નથી
ધારીનાં જીરા ગામે રપ વીઘા જમીનમાં લહેરાતી મગફળીની મૌલાતનો ભૂંડે દાટવાળી દીધો
એક જ રાતમાં ભૂંડે હાહાકાર મચાવતા ખેડૂત પાયમાલ
ધારી, તા. 4
ગીર જંગલના કાંઠે આવેલ ધારી પંથકનાં ખેડૂતોને રોજ, હરણ અને સુવરનો ત્રાસ પહેલેથી જ ચરમસીમાએ છે જેની પ્રતીતિ આપતો બનાવ તાલુકાના જીરા (ડાભાળી)ના ખેડૂત સાથે બન્‍યો છે. પોતાની વાડીમાં વાવેતર કરેલ મગફળીનો આખોય પાક એક જ રાતમાં ત્રાટકેલ ભૂંડના જુંડે સફાચટ કરી નાંખતા ખેડૂત દયનીય તેમજ કફોડી હાલતમાં મુકાઈ ગયો હતો.
તુલસીશ્‍યામ રોડ પરના જીરા(ડાભાળી)ગામનાં રહીશ અને મુંજાણીયા રોડ પર ગામથી અડધા જ કીલોમીટરે વાડી ધરાવતા પટેલ ખેડૂત વિનુભાઈ મનુભાઈ ગોંડલીયાએ પોતાની ખેતીલાયક ફળદ્રુપ જમીન પર રપ વીઘાનાં પડમાં છ મણ માંડવીનું બિયારણ બજારમાંથીલઈ વાવેતર કર્યુ હતું જે વાવણીને વરસાદ સ્‍પર્શી જતા મગફળીની મૌલાત લહેરાવા માંડેલ. કુલ પાંચ-પાંચ ઈંચની મગફળીના પાકને જાણે કુદરતની નજર લાગી ગઈ હોય તેવો બનાવ આ ખેડૂત વિનુભાઈ ગોંડલિયા સાથે ઘટયોહતો.
પોતાની મહેનત અને વરસાદનાં સંગાથને જોઈ હરખાઈ રહેલા ખેડૂત વિનુભાઈની વાડી અને વાવેતર પર કહેર બની જંગલી ભૂડનું 80 જનાવરનું જુંડ ત્રાટકી ગયું અને એક રાતમાં જ સામટી રપ વીઘા  મગફળીને પોતાના નાક અને મોઢા મારી બીયારણ સમેત છોડવાયે સફાચટ કરી ખેડૂતની દશા બેસાડી ગયા હતા.
વહેલી પરોઢે વાડીએ પહોંચેલ ખેડૂત વિનુભાઈ રડવા માંડેલ પોતાની મહેનતનો કચરઘાણ       નીકળેલો જોઈ હતપ્રત બની ગયેલા આ ખેડૂતો ફરી સાહસ કરી 9 વિઘા જમીન પર તલનો પાક વાવ્‍યો છે.

અમરેલીનાં જાહેર શૌચાલયો ગંદકી ઉછેર કેન્‍દ્ર બન્‍યા

પ્રધાનમંત્રીનાં સ્‍વચ્‍છતા અભિયાનની ઐસી-તૈસી
અમરેલીનાં જાહેર શૌચાલયો ગંદકી ઉછેર કેન્‍દ્ર બન્‍યા
શહેરમાં જાહેર માર્ગો પર ગંદકી અને ધૂળનાં ઢગથી શહેરીજનો ત્રાહીમામ
અમરેલી, તા.4
એક તરફ સરકાર ઘર ઘર શૌચાલયો બનાવવા અભિયાન આદર્યા છે તો અમરેલીમાં આખી ઉલટી ગંગા જોવા મળી રહી છે. સવા લાખની વસ્‍તી ધરાવતા અમરેલીમાં ર0 જાહેર શૌચાલયો અડધા બંધ છે તો અડધા શૌચાલયો ગંદકીથી        તરબતર છે.
અમરેલીમાં સવા લાખની જનતા વચ્‍ચે પાલિકાના સહયોગ વડે સરકાર દ્વારા ર0 જેટલાશૌચાલયો અલગ અલગ વિસ્‍તારોમાં બનાવવામાં આવ્‍યા છે પણ આ શૌચાલયોની હાલત ખૂબ જ કફોડી જોવા મળી રહી છે. અમરેલીના કુલ ર0 શૌચાલયો પૈકીના 11 શૌચાલયો પર અલીગઢી તાળા જોવા મળે છે. તો શૌચાલયો બહાર ગંદકીના ગંજ ખડકાયા છે. અમુક જગ્‍યાએ તો શૌચાલયો બહાર જ ભૂગર્ભ ગટર ખુલ્‍લી પડી છે. વેપારી વિસ્‍તારમાં બનાવવામાં આવેલા જાહેર શૌચાલયો સફાઈના અભાવે દુર્ગંધથી શૌચાલય નજીકના વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
અમરેલીના હાર્દ સમા રાજકમલ ચોક નજીક આવેલ ઈન્‍દિરા માર્કેટનું જાહેર શૌચાલય કયારેય સફાઈ જ નથી થયું. મચ્‍છર, માખીઓથી બણબણતું શૌચાલય વેપારીઓને મુશ્‍કેલ સ્‍થિતિમાં મુકી રહયું છે. મહિલાઓ જાહેર શૌચાલયમાં આવી શકતી નથી. ત્‍યારે પાલિકાના વિપક્ષના નેતા સંદીપ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અમરેલી નગરપાલિકા પાસે હાલ 330 જેટલા સફાઈ કર્મીઓ હોવા છતાં સરકારના ઉદેશને સાર્થક કરવા પાલિકા તંત્ર નિષ્‍ફળ નિવડયું હોવાનો ચોંકાવનારો આક્ષેપ જિલ્‍લા ભાજપના મહામંત્રી કૌશિક વેકરીયાએ કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદી દ્વારા ઘર ઘર શૌચાલય અભિયાન આદરીને સ્‍વચ્‍છતા અભિયાન તેજ કરવા કમર કસે છે પણ કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સતાધિશોની અણઆવડત કે પછી કેન્‍દ્રની સરકારની કાર્ય પઘ્‍ધતિને અપનાવવી નથી. જેનાકારણે અમરેલીના પપ% જાહેર શૌચાલયો બંધ છે તો જે ચાલુ છે તેમાં ગંદકીના થર જામ્‍યા છે. તો અમુક જાહેર શૌચાલયોમાં દેશી દારૂની   કોથળીઓ પણ પડી છે તેવી વરવી વાસ્‍તવિકતા એ.બી.પી. અસ્‍મિતાના કેમેરામાં કેદ થઈ હતી. ત્‍યારે અમરેલીમાં કયા વિસ્‍તારોમાં કયા કયા જાહેર શૌચાલયો આવ્‍યા તેના પર નજર નાખીએ તો વોર્ડ નં.-1 સંધી સોસાયટી, વોર્ડ નં.-3 એસ.ટી. ડેપો રોડ, વોર્ડ નં.-પ રોકડીયાપરા બાયપાસ, વોર્ડ નં.-6 નગરપાલિકા બિલ્‍ડીંગ, વોર્ડ નં.-7 ગઢની રાંગ, વોર્ડ નં.-7 બાજીશાહના દરવાજા, વોર્ડ નં.-7 ફ્રુટ માર્કેટ, વોર્ડ નં.-10 કુંભારવાડા, વોર્ડ નં.-10 બાલમંદિર પાસે, વોર્ડ નં.-10 બટારવાડી, વોર્ડ નં.-10 સુળીયા ટીંબો આ રીતે અમરેલીની સવા લાખની વસ્‍તી વચ્‍ચે ર0 શૌચાલયો કાર્યરત છે પણ મોટેભાગે બંધ હાલતમાં હોય ત્‍યારે કોંગી શાસકના પ્રમુખ જણાવે છે કે, અમરેલી જાહેર શૌચાલયો બંધ હોવાની વાતનો સ્‍વીકાર પાલિકા પ્રમુખે કર્યો હતો. બાદ અમુક જગ્‍યાએ શૌચ માટેના રૂપિયા 10 ઉઘરાવતા હોવાની ફરિયાદની જાત તપાસ ખુદ પાલિકા પ્રમુખે કરી હતી. જેમાં શૌચાલય સંચાલક ઝડપાઈ જતા પાલિકા પ્રમુખે સંચાલકને ખખડાવી નાખ્‍યો હતો. સાથે પાલિકા દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયો એન.જી.ઓ.ને આપીને ચલાવવા આપ્‍યા છે. સાથે જનતા પણજાહેર શૌચાલયનો સદ્‌ ઉપયોગ કરતા ન હોવાને કારણે જાહેર શૌચાલયો બંધ પડયા છે તે વાસ્‍તવિકતા અમરેલીમાં જોવા મળી રહી છે.

મણીનગરમાંથી તરૂણીને લલચાવી ફોસલાવી અપહરણ કરી જતાં ફરિયાદ

અમરેલી, તા. 4
સાવરકુંડલા ગામે રહેતી એક સગીર વયની તરૂણીને તે જ ગામે રહેતાં અફજલ યુનુસભાઈ કુરેશી નામનો ઈસમ ગઈકાલે લલચાવી ફોસલાવી બદકામ કરવાનાં ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરી લઈ જતાં ભોગ બનનાર તરૂણીનાં પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ધારી ગીર પૂર્વમાં ર સિંહણનાં મોતથી સિંહપ્રેમીઓમાં નારાજગી

વન વિભાગની નિષ્‍ક્રીયતાની તપાસ જરૂરી
ધારી ગીર પૂર્વમાં ર સિંહણનાં મોતથી સિંહપ્રેમીઓમાં નારાજગી
3 દીપડા બાદ વધુ ર સિંહણ કાળનો કોળિયો બની
અમરેલી, તા.4
ધારી પંથકમાં ર દિવસ પહેલા 3 દીપડાનાં કમોત થયાની ઘટનાના અહેવાલની શાહી સૂકાઈ નથી. ત્‍યાં આજે ર સિંહણના શંકાસ્‍પદ મોત થતા વન વિભાગની નિષ્‍ક્રીયતા પ્રકાશમાં આવ છે.
હડાળા રેન્‍જમાં 9 વર્ષની સિંહણનું વાયરસથી અને મિતીયાળા અભ્‍યારણમાં 1પ વર્ષની કોલર આઈડી સિંહણનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સિંહ પ્રેમીઓમાં રોષ ઉભો થયો છે. સીસીએફ, ડીસીએલ અને એસીએફ દ્વારા અલગ-અલગ જવાબથી આશ્ચર્ય ફેલાયું છે. કરોડો રૂપિયાનો ખર્ચ વન્‍ય પ્રાણીઓની સુરક્ષા પાછળ કરવામાં આવી રહયો હોય છતાં પણ પ્રાણીઓની સુરક્ષા થતી નથી તે હકીકત છે.

અમરેલીને બ્રોડગેજ રેલ્‍વે સુવિધા આપવામાં ઠાગાઠૈયા

તત્‍કાલીન પ્રધાનમંત્રી નરસિંહરાવથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી મોદી સહિત કોઈ દ્વારા
અમરેલીને બ્રોડગેજ રેલ્‍વે સુવિધા આપવામાં ઠાગાઠૈયા
બ્રોડગેજ તો ઠીક મીટરગેજ રેલ્‍વેની સુવિધા પણ હાલ તો છીનવાઈ ગઈ છે
અમરેલી, તા. 4
અમરેલી પંથકની જનતા છેલ્‍લા રપ વર્ષથી બ્રોડગેજ રેલ્‍વેની સુવિધા ઝંખી રહી છે. પરંતુ તત્‍કાલીન પ્રધાનમંત્રી નરસિંહરાવથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સહિત તમામ રાજકીય આગેવાનો અમરેલી શહેરને રપ વર્ષમાં બ્રોડગે રેલ્‍વેની સુવિધા અપાવી શકયા નથી.
મહામુસીબતે મહુવા- લીલીયા-મુંબઈ વચ્‍ચે અઠવાડીયામાં 3 દિવસ શરૂ થયેલ રેલ્‍વેને દૈનિક કરવામાં પણ રેલ્‍વે વિભાગને કોઈ ઉતાવળ નથી. અમરેલી જિલ્‍લાને ભાજપ, કોંગ્રસે સહિત તમામ પક્ષોની સરકારે અન્‍યાય જ કર્યો છે.
અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયા છેલ્‍લા પ0 મહિનાથી જુદા-જુદા રેલ્‍વે મંત્રી સાથે ફોટો સેશન કરાવી રહૃાાં છે પરંતુ રેલ્‍વેની સુવિધા મળતી  નથી.
આશ્ચર્યજનક બાબત એ છે કે, અમરેલી-વેરાવળ વચ્‍ચે દોડતી મીટરગેજ રેલ્‍વેની સુવિધામાં પણ વધારો કરવાને બદલે ક્રમશઃ ઘટાડો કરવામાં આવી રહૃાો હોય માયકાંગલી નેતાગીરીનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે.

દામનગરમાં પાણી-પુરવઠા વિભાગનો સમ્‍પ ધડાકાભેર તુટી પડયા

નાણાનાં અભાવે સમ્‍પ અને ટેન્‍કનું રીનોવેશન થતું નથી
દામનગરમાં પાણી-પુરવઠા વિભાગનો સમ્‍પ ધડાકાભેર તુટી પડયા
બાજુમાં રહેલ ઓવરહેન્‍ડ ટેન્‍ક પણ પડવાનાં વાંકે ઉભી છે
દામનગર, તા. 4
દામનગર શહેરના પાણી પુરવઠા બોર્ડની કચેરી કમ્‍પાન્‍ડમાં આવેલ ત્રણ સંપ પૈકી એક નંબરનો સંપ બપોરના 3-1પ કલાકે ધડાકાભેર તૂટી પડયો. 9 લાખ લીટર પાણી શુઘ્‍ધ કરવાની ક્ષમતા ધરાવતો સંપ અચાનક તૂટી પડવાનું કારણ શું ? કાળુભાર પાણી પુરવઠા યોજના હેઠળની વિશાળ સંકુલ ધરાવતી કચેરીમાં એક એક લાખલીટરની સંગ્રહશકિત ધરાવતા ઓવરહેડ પણ પડવાની રાહમાં છે. બાજુમાં મોટી રહેણાંક વસાહત માટે ખતરારૂપ ઓવરહેડ પણ પડુ પડું થઈ રહૃાા છે.
ત્‍યારે આજે બપોરનાં સમયે અચાનક 9 લાખ લીટર પાણી શુઘ્‍ધ કરવાની ક્ષમતા ધરાવતો સંપ ધડાકાભેર તૂટતા અફડાતફડી જોવા  મળી. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પણ આ સંપ અને ઓવરહેડ એકદમ રેઢી અવસ્‍થામાં આટલી મોટી પાણી પુરવઠા બોર્ડ કચેરીને કોઈ કમ્‍પાઉન્‍ડ નથી, કોઈ દેખરેખ નહિ. દામનગર સહિત ર0થી વધુ ગામને પાણી પુરવઠો પહોંચાડતી કચેરી સંપૂર્ણ રેઢી રહે છે. સમગ્ર કચેરીમાં દરેક ઈમારત જોખમી દેખરેખ અભાવે મોટી દુર્ઘટના પહેલા તંત્ર જાગે તે જરૂરી છે.
દામનગર સહિત ખારાપાડ વિસ્‍તાર સુધી પાણી પહોંચાડતી કાળુભાઈ યોજના 70 કિ.મી. કરતા વધુ વિસ્‍તારમાં લાઈનો મારફતે મહી પરીએજ યોજનાનું પાણી વહન કરે છે. એટલા મોટા વિસ્‍તારમાં પાણી વિતરણ વ્‍યવસ્‍થા સંપૂર્ણ રેઢી, કચેરીને કોઈ જવાબદારી વગર અઠેગઠે ચાલે છે જે અનેક જોખમ ઉભા કરી શકે તેવી બેજવાબદાર ભર્યો વ્‍યવહાર કેમ ? કચેરીમાં કોઈપણ કવાર્ટર રહેવા લાયક નથી. એક લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતા બંને ઓવરહેડ પડવાની તૈયારીમાં છે. તંત્ર કોઈ મોટી દુર્ધટનાની રાહે છે કે કેમ ? વિશાળ કચેરી સંકુલમાં કોઈ દેખરેખ નહિ, કમ્‍પાઉન્‍ડ હોલ વગરભારે ઉપદ્રવ ધરાવતી પાણી પુરવઠા બોર્ડની કચેરીનો સંપ તુટવાનું કારણ શું ? આ સંપ તૂટયો કે તોડવામાં આવ્‍યો ? દુર્ઘટના સમયે કોઈ કર્મચારી હતા કે કેમ ? અતિ જીર્ણ અવસ્‍થાની કાળુભાર પાણી પુરવઠા કાળો કારોભાર ચાલતો હોવાની ગંધ અનેક વખત ચર્ચાઓમાં સાંભળવા મળે છે. મોટાભાગના યાંત્રીક સાધનો પગ કરી સ્‍લિકી સમાન સગેવગે કર્યાની ઘટનાઓ આ કચેરીમાં સામાન્‍ય બાબત છે. ત્‍યારે આ સંપ તૂંટવા પાછળ પણ આવું કારણ તો નથી ને ?

અમરેલીના ચિતલ રોડ અને વરસડા રોડ નર્કાગારની સ્‍થિતિમાં

શહેરીજનો લાખો રૂપિયાનો ટેક્ષ ભરે છતાં પણ સુવિધા મળતી નથી
અમરેલીના ચિતલ રોડ અને વરસડા રોડ નર્કાગારની સ્‍થિતિમાં
સોમનાથ મંદિરથી એરપોર્ટ અને વરસડા બાયપાસ સુધીનો એકબાજુનો માર્ગ અતિભયજનક
અમરેલી, તા. 4
અમરેલી શહેરની દોઢ લાખની જનસંખ્‍યામાં આજે પદાધિકારીઓ અને અધિકારીઓ સામે નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે. શહેરમાં ગંદકી, રખડતાપશુઓ, બેકાબુ ટ્રાફીક સમસ્‍યા અને બિસ્‍માર માર્ગને લઈને રોષનું વાતાવરણ જોવા મળી રહૃાું છે.
અમરેલી શહેરની એક સમયે રોનક ગણાતા ચિતલ રોડ અને વરસડા રોડની હાલત સામાન્‍ય વરસાદથી ભયજનક બની ચુકી છે. શહેરીજનો છેલ્‍લા એક મહિનાથી બિસ્‍માર માર્ગ પરથી પસાર થતી વેળા તોબા પોકારી જાય છે.
બીજી તરફ ઉપરોકત બન્‍ને માર્ગ ધણીધોરી વગરનાં બન્‍યા છે. પાલિકા માર્ગ સ્‍વીકારવા તૈયાર નથી અને માર્ગ-મકાન વિભાગે બન્‍ને માર્ગ પાલિકાને સોંપી દીધા છે આથી કોઈ વિભાગ માર્ગનાં ધણી નથી.
અમરેલીનાં ધારાસભ્‍ય અને સાંસદને સમય નથી અને ઉચ્‍ચ અધિકારીઓ વાતાનુકુલીન કચેરીમાં બેઠા-બેઠા જનસમસ્‍યાને ગંભીર ચર્ચાઓમાં વ્‍યસ્‍ત જોવા મળી રહૃાા છે.

અમરેલીનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયને બિરદાવતું સંવેદન ગૃપ

અમરેલી, તા. 4
માનવ સેવા અને રાષ્‍ટ્ર ધર્મને વરેલ અમરેલીની સેવાભાવી સંસ્‍થા સંવેદન ગૃપ ર્ેારા અમરેલીમાં કાયદાનાં શાસનનોઅહેસાસ કરાવનાર એસ.પી. નિર્લિપ્‍ત રાયને ભારતમાતાની તસવીર આપી શુભેચ્‍છા પાઠવી હતી.
અમરેલીના ઈતિહાસમાં પહેલી વાર સૌથી વધુ નિષ્ઠાવાન પોલીસ અધિકારી આવ્‍યા હોય,સજજનો, વેપારીઓ સહિત જન સામાન્‍યને સરક્ષિતતા અને શાંતિનો અનુભવ થયો છે. અસામાજિક પ્રવૃતિ કરતાં તત્‍વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને જીલ્‍લાભરમાં પોલીસ સ્‍ટાફ પણ એલર્ટ થઈગયો છે. પોલીસવાળાનીછાપ અને કામગીરીનો અરજદારોને જે અનુભવ હોય છે તેનાથી બિલકુલ અલગ વાતાવરણ હાલ નિર્માણ થયુંછે. સરકારનાં કોઈપણ વિભાગમાં યોગ્‍ય જગ્‍યાએ ફકત એક પ્રામાણિક તથા જાગૃત અધિકારી શું કરી શકે એનું ઉતમ ઉદાહરણ એટલે નિર્લિપ્‍ત રાય.
સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટી, ટ્રસ્‍ટીઝ દિલીપ રંગપરા, મેહુલ વાઝા, મૂકેશ મંડોરા, અશોક પાટણવાળા તથા ધર્મેન્‍દ્ર લલાડિયાએ પુષ્‍પ ગુચ્‍છ આપીરિયલ સિંઘમ પ્રત્‍યે દિલથી ધન્‍યવાદ વ્‍યકત કર્યો હતો. કડક હાથે કામ કરતાં હોવા છતાં જીલ્‍લા પોલીસ વડાએ સેવાભાવી સંસ્‍થા સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીને શહેરની સ્‍વચ્‍છતા પ્રત્‍યે વધુકંઈક કરવા સૂચન કર્યુહતું તેમજ લોકની સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની મુશ્‍કેલી હોય તો તેઓને બેધડક જણાવવા કહૃાું હતું. લોકશાહીમાં નિષ્ઠા પૂર્વક કાર્ય કરતા અધિકારીને મળીનેગૃપનાં સભ્‍યોએ ગૌરવસહ આભારનીલાગણી વ્‍યકત કરી હતી તેમ મંત્રી મેહુલ વાઝાએ જણાવ્‍યું છે.

પટેલ સંકુલમાં સાંસ્‍કૃતિક દિનની ગૌરવભેર ઉજવણી

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત સંચાલિત પટેલ સંકુલ અમરેલી દ્વારા સતત સ્‍થાપનાના ર1માં વર્ષે પણ શૈક્ષણિક વર્ષ-18/19ના સાંસ્‍કૃતિક દિન મહોત્‍સવ યોજાયો હતો. પટેલ સંકુલના નિયામક મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ અવિસ્‍મરણીય કાર્યક્રમમાં પ્રાથમિકથી માંડી માઘ્‍યમિક, ઉ. માઘ્‍યમિક, વિનિયન, વાણિજય, વિજ્ઞાન શાખાની કોલેજો સહિતમાં અભ્‍યાસ કરતી 3000 કરતા પણ વધારે વિદ્યાર્થીનીઓએ પ્રાચીન, અર્વાચીન રાસ-ગરબા, મરાઠી, પંજાબી, રાજસ્‍થાની નૃત્‍ય, માઈમ, બામ્‍બુ, એકાંકી, લઘુનાટક, એકપાત્રીય અભિનય સહિત આશરે જુદી જુદી 17 કૃતિઓની પ્રસ્‍તુતિ કરીને સૌને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. આ તકે નિયામકમનસુખભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે છેલ્‍લા વીસ વર્ષની સફળતા બાદ એકવીસમાં વર્ષે સરકારના યુવક સેવા સાંસ્‍કૃતિક વિભાગ તથા યુનિ. યુથ ફેસ્‍ટીવલની ગાઈડ લાઈન મુજબ વિદ્યાર્થીની બહેનોને અમો તાલીમ આપીને કાર્યક્રમ યોજીએ છીએ. જેના પરિણામે અમારા સ્‍પર્ધકોને તાલુકા, જિલ્‍લા, રાજય તથા પ્રાદેશિક યુવા મહોત્‍સવમાં સ્‍થાન મળે છે. જેનું અમોને ગૌરવ છે. શૈક્ષણિક વર્ષ-18/19ના સાંસ્‍કૃતિક મહોત્‍સવને 7000 કરતા પણ વધારે વિદ્યાર્થીનીઓએ મન મૂકીને માણ્‍યો હતો. સંસ્‍થાને ગૌરવ અપાવવા બદલ સ્‍થાપક પ્રમુખ, કેળવણીકાર તથા વતનના રતન વસંતભાઈ ગજેરા, પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી, સેક્રેટરી બાબુભાઈ સાકરીયા, કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, વલ્‍લભભાઈ રામાણી વિગેરેએ અભિનંદન આપ્‍યા હતા. મહોત્‍સવને સફળ બનાવવા પ્‍લાઝા ડાયરેકટર બ્રિજેશભાઈ પલસાણા તથા લાઈટ, સાઉન્‍ડ અને સંગીત વિભાગે જહેમત ઉઠાવી હતી.

બાબરા ખાતે યોજાયેલ વિકાસલક્ષી બેઠકમાં કોંગી આગેવાનોએ હલ્‍લાબોલ કર્યો

પ્રાંત અધિકારીએ કોંગીજનોને બહાર જવાનું કહેતાં દેકારો
બાબરા, તા. 4
બાબરામાં બીઆરસી ભવન ખાતે પ્રાન્‍ત અધિકારીનાં અઘ્‍યક્ષ સ્‍થાને અને ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરની ઉપસ્‍થિતિમાં તાલુકાની સંકલન બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તાલુકાનાંવિવિધ પ્રકારનાં લોકપ્રશ્‍નો રજૂ થતા હોય છે અને તેનો સ્‍થળ પર નિકાલ કરવામાં આવતો હોય છે.
આ સંકલન બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સહિત દરેક સરકારી કચેરીનાં વડા સહિત તાલુકાનાં અપેક્ષિત આગેવાનો અને અરજદારો ઉપસ્‍થિત રહેતા હોય છે. ત્‍યારે આજનીઆ બેઠકમાં લાઠી પ્રાન્‍ત અધિકારી વી. સી. બોડાણા ર્ેારા કોંગ્રેસનાં જીલ્‍લા પંચાયત શિક્ષણ સમિતિનાં ચેરમેન સહિત તાલુકાનાં અગ્રણી આગેવાનો અને સરપંચોને મિટિંગ બહાર જવાનું કહેતા તાલુકા કોંગ્રેસનાં આગેવાનોમાં રોષ ફેલાયો હતો.
અને સંકલન સમિતિની બેઠકમાં લોક પ્રશ્‍નો સાંભળવામાં નહી આવતા હોવાનો આક્ષેપ પણ સ્‍થાનિક કોંગ્રેસનાં આગેવાનો ર્ેારા કરવામાં આવ્‍યો હતો. તાલુકા પંચાયતનાં પ્રમુખ ધીરુભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા, જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ, પાલીકા ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા સહિત તાલુકા પંચાયત સભ્‍યો નગરપાલિકાનાં સભ્‍યો કોંગ્રેસનાં અગ્રણીઓ અને સરપંચો બહાર નીકળી પ્રાન્‍ત અધિકારીનાં નિર્ણયને ગેરવ્‍યાજબીગણાવી સત્તાધારી પક્ષનાં તરફેણમાં કામ કરતા હોવાનું જણાવ્‍યું હતું.
જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ ર્ેારા જણાવ્‍યું હતું કે તંત્રને સંકલનના અર્થની ખબર નથી માત્ર સત્તાધારી પક્ષનાં આદેશ અનુસાર કામ કરવામાં આવીરહૃાું છે. જયારે આ બેઠકમાં ઉપસ્‍થિત ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર ર્ેારા પણ દુઃખ વ્‍યકત કરી આવતી સંકલન બેઠકમાં જવાબદાર કોંગ્રેસનાં આગેવાનોને ઉપસ્‍થિત રાખવા જરૂરી સૂચના આપી હતી.

05-08-2018