Main Menu

Saturday, August 4th, 2018

 

ભાજપ સરકારનાંરાજમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર ખતરો : કોંગ્રેસ જિલ્‍લા મહિલા કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું

ભાજપ સરકારનાંરાજમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર ખતરો : કોંગ્રેસ
જિલ્‍લા મહિલા કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર પાઠવ્‍યું
અમરેલી, તા. 3
અમરેલી જિલ્‍લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ હીનાબેન ત્રિવેદી, હંસાબેન જોષી, માધવીબેન જોષી, સુનિતાબેન વાળા સહિતનીમહિલા અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, તાજેતરમાં બનેલ બળાત્‍કારની ઘટના એ સમગ્ર ગુજરાતીઓનું માથુ શરમથી ઝૂકાવી દીધું છે. કારણકે જાહેર જીવનમાં જે વ્‍યકિતઓ હોય છે. તેની જવાબદારી પ્રજાની જાનમાલ તથા હિતોનું રક્ષણ કરવાનું હોય છે. પરંતુ દુઃખની વાત એ છે કે અત્‍યારે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન ચાલી રહૃાું છે. ત્‍યારે ભારતીય જનતા પાર્ટીના એક પ્રદેશનાં નેતા જયંતિ ભાનુશાળી ઉપર ગંભીર પ્રકારના એટલેકે બળાત્‍કાર જેવા ગુનાની કાયદેસરની ફરિયાદ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી છે.
વધુમાં જણાવે છે કે, આમ તો સરકાર મહિલા સશકિતકરણની વાતો કરે છે. મહિલાઓને અધિકાર આપવાનીવાતો કરે છે. નારી સન્‍માનની વાતો કરે છે. પરંતુ ભાજપની હકીકત જુદી છે. જયારે પોતાની પાર્ટીના કોઈ નેતા કોઈની દીકરીને હોદ્ય આપવાની લાલચ આપીને બળાત્‍કાર જેવી ઘટનાને અંજામ આપે છે ત્‍યારે તે નેતા ઉપર પગલાં ભરવાની જગ્‍યાએ અત્‍યારેતેને બચાવવા માટે સમગ્ર ગુજરાત અને ભારતીય જનતાપાર્ટીનાં તમામ સંગઠન કામે લાગ્‍યું હોય તેવું સ્‍પષ્‍ટ જણાય આવે છે. ફરિયાદી દીકરીને ધમકીઓ મળવી. તેના પરિવારને ધમકીઓ મળવી આ ભાજપની શરમજનક વિચારધારાનો પર્દાફાસ કરે છે. અત્‍યારે જે પ્રમાણે ઘટનાઓ બની રહી છે તે જોતા બીજેપીનું નામ ભારતીય જનતા પાર્ટીની જગ્‍યાએ બળાત્‍કારી ભાજપનાં નેતા જયંતિ ભાનુશાળીની ધરપકડ થાય તેવી લાગણી સાથે માંગણી વ્‍યકત કરીએ છીએ. જો ખૂબ ઝડપથી આ દિશામાં કાર્યવાહી નહીં થાય તો ભવિષ્‍યમાં આનાથી પણ જલદ કાર્યક્રમ આપવાની ફરજ પડશે તેવી ચીમકી અંતમાં આપેલ છે.

અમરેલી એસ.ટી.નાં કર્મચારીઓએ ઈજાગ્રસ્‍તની યુદ્ધનાં ધોરણે મદદ કરી

અમરેલી, તા. 3
ગઈકાલે લાઠી રોડ, કેરાળા ગામનાં પાટીયા પાસે એસ.ટી.ની સા.કુંડલાથી ઉંઝા જતી બસ સાથે સામેથી આવી રહેલ ટ્રક સાથે અકસ્‍માત થવા પામતા એસ.ટી. અમરેલી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી અરવિંદભાઈ સરખેદી, ગંભીરભાઈવાળાનેઅકસ્‍માતની જાણ થતા તાત્‍કાલીક અકસ્‍માત સ્‍થળે પહોચી અકસ્‍માતમાં ઘવાયેલા પ્રવાસીઓ તેમજ બસમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢી તાત્‍કાલીક સારવાર માટે અમરેલી ખાતે રવાના કરવાની માનવતાની રૂએ ઉમદા કામગીરી કરવામાં આવી હતી તેમજ આ અકસ્‍માતની જાણ થતા અમદાવાદ ખાતે આયોજીત મીટીંગમાં ભાગ લેવા જતા રમેશભાઈ માલવીયા /નરેન્‍દ્રભાઈ કાબરીયા, નરેશ વેકરીયા, તેમજ અન્‍યને અરવિંદભાઈ સરખેદી ર્ેારા જાણ કરવામાં આવતા અમદાવાદ ખાતેની મીટીંગમાં જવાનો કાર્યક્રમ ટુંકાવીને ઘાયલ થયેલા પ્રવાસીઓ તેમજ બસમાં મુસાફરી કરતા એસ.ટી. અમરેલીવિભાગનાં કર્મચારીઓને તાત્‍કાલીક સારવાર માટેની કામગીરી સારૂ અમરેલી સીવીલ હોસ્‍પિટલમાં હાજર રહી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડેલ છે. જે બદલ એસ.ટી. ભારતીય મઝદુર સંઘ અમરેલીના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલ ર્ેારા આવી માનવતાની કામગીરીને બિરદાવવામાં આવેલ છે.

અધુરામાં પુરૂ : અમરેલી જિલ્‍લા સહિત રાજયભરનાં એસ.ટી. કર્મચારીઓ આગામી દિવસોમાં કરશે આંદોલન

અચ્‍છે દિનનાં માહોલમાં આંદોલનનું પ્રમાણ વધી રહૃાું છે
અધુરામાં પુરૂ : અમરેલી જિલ્‍લા સહિત રાજયભરનાં એસ.ટી. કર્મચારીઓ આગામી દિવસોમાં કરશે આંદોલન
એસ.ટી. યુનિયને વિભાગીય નિયામકને આવેદનપત્ર પાઠવ્‍યું
અમરેલી, તા. 3
અમરેલીનાં વિભાગીય નિયામકને મજુર મહાજન, એસ.ટી. કર્મચારી મંડળ અને ભારતીય મઝદુર સંઘ ઘ્‍વારા વિવિધ પ્રશ્‍ને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, એસ.ટી. નિગમના માન્‍યત્રણેય સંગઠનો ઘ્‍વારા નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્‍નો/ માંગણીઓ બાબતે વારંવાર લેખિત તેમજ મૌખીક રજુઆતો રાજય સરકાર અને નિગમના મેનેજમેન્‍ટ સમક્ષ કરવા છતાં નિંદ્રાધિન મેનેજમેન્‍ટ ઘ્‍વારા આજદીન સુધી એકપણ પ્રશ્‍નનો ઉકેલ લાવવા કે તે બાબતેની કોઈ હાકારાત્‍મક કાર્યવાહી આજદીન સુધી હાથ ધરવામાં આવેલ નથી. જેથી ના છુટકે નિગમના ત્રણેય માન્‍ય સંગઠનો અને ઓફીસર્સ એસોસીએશનની બનેલ સંકલન સમિતિ ઘ્‍વારા આંદોલન આપવા આહવાન કરેલ છે.
વધુમાં જણાવેલ છે કે, કર્મચારીઓના પડતર પ્રશ્‍નો / માંગણીઓ અને નિગમના વિકાસના મુદાઓને ઘ્‍યાને લઈ સંકલન સમિતિ ઘ્‍વારા આપવામાં આવેલ આ આંદોલનમાં અમો વિભાગીય સંગઠનો પણ જોડાઈએ છીએ અને સંકલન સમિતિના આહવાન મુજબ કામદારોના પડતર પ્રશ્‍નો / માંગણીઓને વાચા આપવા ગાંધી ચિંઘ્‍યા રાહે માર્ગે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવાના છીએ તેમ અંતમાં જણાવેલ છે.

સાવરકુંડલા તાલુકા પંચાયતનાં એક કર્મચારીએ વેપાર શરૂકર્યો

પાઈપ, બ્‍લોક સહિતની સાધન સામગ્રી વેચવાનું શરૂ કર્યુ
સાવરકુંડલા તાલુકા પંચાયતનાં એક કર્મચારીએ વેપાર શરૂકર્યો
સરપંચ કે કોન્‍ટ્રાકટર માલ ન ખરીદે તો બિલ પાસ કરવામાં કરે છે ઠાગાઠૈયા
જિલ્‍લા વિકાસ અધિકારીએ આ કર્મચારીને વેપાર કરવા માટે ફરજમુકત કરવા જોઈએ તેવી માંગ
અમરેલી, તા. 3
આમ તો સરકારી કર્મચારીઓ અન્‍ય કોઈ વેપાર-ધંધા કરી શકતા નથી અને કરતાં હોય તો ઉચ્‍ચ અધિકારીને જાણ કરવી જોઈએ. પરંતુ હોંશિયાર કર્મચારીઓ પત્‍નિ, બાળકો કે અન્‍ય કોઈનાં નામે હોદાનો દુરૂપયોગ કરીને વેપાર શરૂ કરીને તેનો લાભ પણ મેળવતાં હોય તેવું ઘણી વખત બહાર આવતું હોય છે.
આવો જ એક કિસ્‍સો સાવરકુંડલા તાલુકા પંચાયતમાંથી પ્રકાશમાં આવેલ છે. જયાં એક મહત્‍વની એક શાખામાં વર્ષોથી ફરજ બજાવતાં એક કર્મચારીની બદલી અન્‍યત્ર થઈ ગઈ પરંતુ ધમપછાડા કરીને તે કર્મચારી પુનઃ તેના ટેબલે પરત આવી ગયા છે.
આ વિવાદાસ્‍પદ બનેલ કર્મચારી ગ્રામ્‍ય વિસ્‍તારમાં ચાલતા વિકાસ કાર્યો માટે જરૂરી પાઈપલાઈન, બ્‍લોક સહિતની ચીજવસ્‍તુઓ તેમની દુકાનેથી ખરીદવાનો દુરાગ્રહ રાખી રહૃાાં છે અને કોઈ સરપંચ કે કોન્‍ટ્રાકટર માલ સામાન ના ખરીદે તો આ કર્મચારી તેમનું બિલ પાસ કરવામાં ઠાગાઠૈયા કરતો હોવાનું ચર્ચાઈ રહૃાું છે.
આ પેધી ગયેલ કર્મચારીનાં ભયથી કોઈ સરપંચ કે કોન્‍ટ્રાકટર ઉચ્‍ચ અધિકારીને રજુઆત કરી શકતાં ન હોય જિલ્‍લા વિકાસ અધિકારીએ આકર્મચારીને નોકરી કરતાં વેપારમાં વધારે રસ હોવાથી તે કર્મચારીને વેપાર કરવા માટે તાલુકા પંચાયતમાંથી ફરજ મુકત કરવા જોઈએ તેવી માંગ સમગ્ર પંથકમાંથી ઉભી થવા પામી છે.

અમરેલી જિલ્‍લામાં ‘હાર્દિક પટેલ’નાં આંદોલનને લઈને તૈયારીઓ શરૂ

રપ ઓગષ્‍ટે પુનઃ પાટીદાર આંદોલન શરૂ થઈ રહૃાું હોય ધમધમાટ
અમરેલી જિલ્‍લામાં ‘હાર્દિક પટેલ’નાં આંદોલનને લઈને તૈયારીઓ શરૂ
અનામત તેમજ ખેડૂતોનાં દેવા માફીને લઈને પણ જાગૃતતા ઉભી કરાશે : નરેશ વીરાણી
અમરેલી, તા.3
પાટીદાર અનામત આંદોલનને આવતી રપ ઓગષ્‍ટના રોજ ત્રણ વર્ષ પુરા થશે. ત્‍યારે આ લડાઈહવે આવતી રપ તારીખથી આરપારની લડાઈ થવાના એંધાણ વર્તાઈ રહયા છે. કારણ કે આવતી રપ ઓગષ્‍ટના રોજ પાટીદાર નેતા હાર્દિક પટેલ અનામતના મુદે અને ખેડૂતોના દેવા માફીને લઈને આમરણ ઉપવાસ કરવા જઈ રહયા છે. ત્‍યારે પાટીદાર જિલ્‍લા તરીકેઓળખાતો અમરેલી જિલ્‍લામાં પણ મિટીંગોનો દોર ચાલુ થઈ ગયો છે. અને આગામી આ આરપારની લડાઈમાં જોડાવા માટે અમરેલી જિલ્‍લાની ચારેય દિશામાંથી પાટીદારો પોતપોતાના વિસ્‍તારોમાં સળવળાટ ચાલુ કરી રહયા છે. લાઠી તાલુકાના ભાલવાવમાંથી મનજીભાઈ વિરાણી, હસમુખભાઈ વિરાણી, બાલાભાઈ જસાણી, દામનગર શહેરમાંથી જેન્‍તીભાઈ નારોલા અને ભીમજીભાઈ વાવડીયા, બગસરામાંથી પારસભાઈ સોજીત્રા (કાકા), સાવરકુંડલામાંથી મહેશ છોડવડીયા, બાબરામાંથી સુનિલ ખોખરીયા અને શૈલેષ પટેલ, અમરેલીમાંથી કેતન કસવાળા, ખાંભામાંથી અશ્‍વિનભાઈ જેવા અસંખ્‍ય અગ્રણીઓ પોતપોતાની ફરજ સમજીને ફરી એક વખત અમરેલી જિલ્‍લાને ક્રાંતિમય બનાવવા માટે ગામડે ગામડે દોડવા લાગી ગયા છે. અને જાણે આઝાદીની ચળવળની લડાઈ હોય તેવું વાતાવરણ જામ્‍યું છે. હરકોઈના હૃદયમાં બસ એક જ વાત લડીશું તો જીતીશુંના સ્‍લોગન ઉપર બસ સરકાર સાથે બાથ ભીડવા અને જેલમાં જવાની તૈયારીના ભાગરૂપે પોતપોતાની ઝુંબેશ આગળ ધપાવી રહયા છે. પાટીદાર યુવા એવા હાર્દિક પટેલના આમરણ ઉપવાસ પહેલા અમદાવાદ ખાતે પ તારીખના રોજ મિટીંગનું આયોજન કર્યું છે. ત્‍યારે ગુજરાતના તમામ આંદોલનકારીઓ આ મિટીંગમાં ભાગ લેવા માટે આંદોલનકારીઓમાં થનગનાટ અને જુસ્‍સો જોવા મળી રહયો છે. આ જોમ અનેજુસ્‍સાનો રંગ આ વખતે કંઈક અલગ પ્રકારનો દેખાઈ આવે છે. જાણે સોશ્‍યલ મીડિયામાં હરકોઈ પોતાની વાત રજૂ કરે છે તેમાં બસ એક જ વાત ઉપર ભાર દઈ રહયા છે કે જાણે આ આખરી લડાઈ હોઈ તેમ ખેડૂત સમાજના પ્રમુખ નરેશ વીરાણીએ પણ પોતાની સોશ્‍યલ મીડિયા ઉપર લાઈવ થઈને ખેડૂતોના દેવા માફ કરવાના મુદે હાર્દિક પટેલને સમર્થન કરવા માટે જિલ્‍લાના તમામ ખેડૂતોને આહવાન કરેલ છે. અને રપ તારીખના રોજ ઉપવાસ કાર્યક્રમમાં જઈને નરેશ વીરાણી અને ખેડૂત સમાજની ટીમ હાર્દિક પટેલ સાથે આમરણ ઉપવાસ કરશે.

લ્‍યો બોલો : મોટા ઉપાડે શરૂ થયેલ ઉજજવલ યોજના અંતર્ગત લેમ્‍પનું વેચાણ બંધ કરાયું

અમરેલી શહેરનાં ગ્રાહકોમાં નારાજગીનો માહોલ
લ્‍યો બોલો : મોટા ઉપાડે શરૂ થયેલ ઉજજવલ યોજના અંતર્ગત લેમ્‍પનું વેચાણ બંધ કરાયું
ગેરેન્‍ટી પીરીયડમાં લેમ્‍પ ઉડી જતાં બદલી આપવાનું બંધ
અમરેલી, તા. 3
સરકાર ઘ્‍વારા ભભઉજાલાભભ યોજનાના નામે મોટી-મોટી ગુલબાંગો ફેંકી અમરેલી શહેરમાં છેલ્‍લા બે માસથી ઉજાલા સ્‍ટોર્સને તાળા લાગી જતાં ગ્રાહકો મુશ્‍કેલીમાં સપડાયેલ છે.
પ્રાપ્‍ત વિગત મુજબ સરકાર ઘ્‍વારા ગ્રાહકોને સસ્‍તાદરે લેમ્‍પ, ટયુબલાઈટ તેમજ સીલીંગ ફેન મળી રહે તેવા હેતુસર દરેક વીજ કંપનીની કચેરીઓમાં ભભઉજાલા સ્‍ટોર્સભભ ખોલવામાં આવેલ. જેમાં ગ્રાહકોને વેચાણકર્તા એજન્‍સી ઘ્‍વારા બિલ સાથે લેમ્‍પ-ટયુબલાઈટમાં 3 વર્ષની પીસ ટુ પીસ ગેરંટી આપવામાં આવતાં અમરેલી શહેરનાં નાગરીકોએ લેમ્‍પ ખરીદારીમાં વીજ કંપની ઓફિસ ઉપરની ઉજાલા સ્‍ટોર્સ ઉપર કતારો લગાવેલ હતી.
હાલ છેલ્‍લા બે માસથી અમરેલી પશ્ચિમ ગુજરાત વીજ કાું.ની ગાંધીબાગ પાસે આવેલી કચેરીમાં ભભઉજાલા સ્‍ટોર્સભભને તાળા લાગી જતાં લેમ્‍પ રીપ્‍લેશમેન્‍ટ ગ્રાહકો તેમજ નવા ગ્રાહકોને ધરમનાં ધકકા થઈ રહેલ છે. નવા ગ્રાહકો તો લેમ્‍પ ગામની દુકાનો ઉપરથી ખરીદી કરી રહેલ છે પરંતુ ગેરંટીપીરીયડમાં લેમ્‍પ બંધ થઈ જનારા ગ્રાહકો ભારે મુશ્‍કેલીમાં સપડાયેલા છે. આ અંગે વીજ કાું.નાં ઈજનેરનો સંપર્ક કરતાં જણાવેલ હતું કે જે એજન્‍સી ઘ્‍વારા વિતરણ કરવામાં આવતું હતું તે એજન્‍સીનો કોન્‍ટ્રાકટ પુરો થતાં સરકાર ઘ્‍વારા હજુ સુધી નવી એજન્‍સી સાથે કરાર કરેલ ન હોવાથી ઉજાલા સ્‍ટોર્સ બંધ કરવામાં આવેલ છે.

ધારી પંથકમાં ત્રણ દીપડાનાં  મોતની તપાસનો ધમધમાટ

મીડિયા જગતમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ
ધારી પંથકમાં ત્રણ દીપડાનાં  મોતની તપાસનો ધમધમાટ
ર શકમંદોની અટકાયત કરવામાં આવી
ધારી, તા.3
ધારી અમરેલી રોડ પર લીંબડીયાના નહેરા નજીક એક દીપડો, બે દીપડીના મારણમાં ઝેર ભેળવી મોતને ઘાટ ઉતારાયા હતા.જે મામલે વન તંત્રએ બે શખ્‍સોની શંકાના આધારે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છેપરંતુ હજુ કોઈ સતાવાર ધરપકડ કરવામાં આવી નથી.
આ અંગેની વિગત મુજબ ધારી અમરેલી રોડ પર આવેલ લીંબડીયાના નહેરા નજીક ગઈકાલે 1 દીપડો, ર દીપડીને શ્‍વાનના મૃતદેહમાં ઝેર નાખી તે આરોગતા એક બાદ એક મોતને ભેટયા હતા. જે મામલે વન વિભાગે આ જ વિસ્‍તારના બે શખ્‍સોને શંકાના આધારે અટકાયત કરી હતી. આ અંગે સરસીયા રેન્‍જના આર.એફ.ઓ. ઓડેદરાનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે બે શખ્‍સોની પૂછપરછ ચાલી રહી છે. સતાવાર કોઈ ધરપકડ કરવામાં આવી નથી. તપાસ ચાલુ છે તેમ જણાવ્‍યું હતું.

અમરેલીનાં જેસીંગપરામાં પતિ સાથે સામાન્‍ય બાબતે બોલાચાલી થતાં પતિએ કરી આત્‍મહત્‍યા

અમરેલી, તા.3
અમરેલીના જેસીંગપરા વિસ્‍તારમાં આવેલ રામપરા શેરી નં.-પમાં રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા એક યુવાને પોતાની પત્‍નિને મજૂરી કામે નહીં જવા દેવા બાબતે પતિ-પત્‍નિ વચ્‍ચે થયેલ સામાન્‍ય બોલાચાલી બાદ યુવકને લાગી આવતા પોતાની મેળે આજે વહેલી સવારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાય જવા  પામી છે.
આ બનાવમાંપ્રાપ્‍ત વિગતો અનુસાર અમરેલીના જેસીંગપરા વિસ્‍તારમાં આવેલ રામપરા શેરી નં-પમાં રહેતા અને મજૂરી કામ કરતા હીરેન ભગવાનદાસ ગોંડલીયા નામના 36 વર્ષીય યુવકને ગઈકાલે રાત્રે પોતાની પત્‍નિ જયાં મજૂરી કામે જતી હોય, ત્‍યાં તેણીને જવાની ના પાડતા પતિ-પત્‍નિ વચ્‍ચે સામાન્‍ય બોલાચાલી થયા બાદ રાત્રે સૂઈ ગયા બાદ મરણ જનાર હીરેન ભગવાનદાસ ગોંડલીયાએ પોતાના ઘરની ઓસરીમાં જઈ ગરમ પાળા વડે ઓસરીના ઠેલ સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
બાદમાં મૃતકના પત્‍નિ જાગી જતાં અને બહાર આવી તપાસ કરતા તેણીના પતિ નીચે પડેલા હોય, તાત્‍કાલિક પરિવારજનોને બોલાવી અત્રેના સરકારી દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે આ યુવકને મૃત જાહેર કર્યો હતો.

સા.કુંડલાની એડીશ્‍નલ કોર્ટમાં સાહેદની જગ્‍યાએ અન્‍યને ઉભા રાખી છેતરપીંડી કરાતાં ફરિયાદ

કોર્ટને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
અમરેલી, તા. 3
સાવરકુંડલા ગામે રહેતાં કમલેશભાઈ ચંપકલાલ કોટકે સાવરકુંડલા એડીશ્‍નલ કોર્ટમાં ગઈકાલે બપોરે સાહેદ અલ્‍પેશભાઈ અરવિંદભાઈને સાહેદ ભાવેશભાઈ અરવિંદભાઈની જગ્‍યાએ ઉભો રખાવી નામ. કોર્ટ સમક્ષ બીજાનું નામ ધારણ કરી છેતરપીંડી કરતાં આ અંગે આર.સી.ચાવડાએ સાવરકુંડલા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં હેડ કોન્‍સ્‍ટેબલ જે.વી.અમરેલીયાએ તપાસ હાથ ધરી છે.

અરેરાટી : ધારીનાં વાઘવડી ગામનાં ખેડૂતે મગફળીનો પાક નિષ્‍ફળ જતાં આત્‍મહત્‍યા કરી લેતા શોકનો માહોલ

જગતાત ગણાતા ખેડૂતને પોતાનું પેટ ભરવું મુશ્‍કેલ બન્‍યું
અમરેલી, તા. 3
એક તરફ સરકાર ખેડૂતોનાં હિત માટે કરોડો રૂપિયાની સહાય આપવાની ગુલબાંગો ફેંકી રહી છે, તો બીજી તરફ ખેડૂતો પાક નિષ્‍ફળ જતાં આત્‍મહત્‍યા કરી રહૃાા હોય સરકારે કૃષિક્ષેત્ર અંગે વધારે ગંભીર બનવાની જરૂર છે.
ધારી તાલુકાનાં વાઘવડી ગામે રહેતાં અને ખેતિ કામ કરતાં        કાળુભાઈ રામજીભાઈ દાફડાએ ગત તા.1 ના રોજ સવારે પોતાનાં ખેતરમાં વાવેલ મગફળીનો પાક નિષ્‍ફળ જવાનાં કારણે ચિંતામાં આવી જઈ પોતાની   મેળે ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયા હતા જયાં તેમનું સારવાર દરમીયાન મોત થયાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સા.કુંડલાનાં ગાધકડા માર્ગ પરથી વિદેશી દારૂની 91 બોટલ ઝડપાઈ

જિલ્‍લામાં દારૂબંધીની કડક અમલવારી
સા.કુંડલાનાં ગાધકડા માર્ગ પરથી વિદેશી દારૂની 91 બોટલ ઝડપાઈ
નાશી છૂટેલ બુટલેગરની શોધખોળ શરૂ
અમરેલી, તા. 3
સાવરકુંડલાનાં ગાધકડા ગામે જવાનાં જુના માર્ગ ઉપર આવેલ કિશોર પ્રેમજીભાઈ મારૂ તથા ભાવેશ પ્રેમજીભાઈ મારૂનાં ભોગવટાવાળા મકાનમાં છુપાવેલા વિદેશી દારૂની બોટલ નંગ-91 કિંમત રૂા. 36400ની પોલીસે ઝડપી લીધી હતી. દરોડા દરમીયાન આરોપી હાજર ન હોય પોલીસે તેમની શોધખોળ આદરી છે.

સા.કુંડલાનાં રેંકડીધારક શ્રમજીવીને કારચાલકે હડફેટે લેતાં ઈજા

ગરીબોને ચારે દિશાઓમાંથી મુશ્‍કેલી
સા.કુંડલાનાં રેંકડીધારક શ્રમજીવીને કારચાલકે હડફેટે લેતાં ઈજા
અમરેલી, તા. 3
સાવરકુંડલા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં શબ્‍બીરભાઈ હાસમભાઈ બાવનકા નામના પપ વર્ષિય આધેડ ગઈકાલે બપોરે સાવરકુંડલા ગામે આઈ.સી.આઈ.સી.આઈ. બેન્‍ક પાસેથી પસાર થતા હતા ત્‍યારે કોઈ અજાણ્‍યા ફોરવ્‍હીલ ચાલકે તેમને પાછળથી ભટકાવતાં આધેડનેગંભીર ઈજાઓ કરતાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા.

વડીયાનાં નવા બાદલપુર ગામે ઈલે. પોલનાં તાણીયા હટાવવા બાબતે કુહાડી જીકી

વડીયાનાં નવા બાદલપુર ગામે ઈલે. પોલનાં તાણીયા હટાવવા બાબતે કુહાડી જીકી
સામસામી પોલીસ ફરિયાદ નોંધાય
અમરેલી, તા. 3
વડિયા તાલુકાનાં બાદલપુર ગામે રહેતાં પરેશભાઈ સવજીભાઈ રૈયાણી તથા તેમનાં શેઢા પડોશી ભાવેશ કમળશીભાઈ બાબરીયાનાં ખેતરમાં ઈલેકટ્રીક પોલનાં તાણીયા એકબીજાનાં ખેતરમાં પડતાં હોય, તે તાણીયા હટાવી લેવા બાબતે સામાવાળા ભાવેશ કમળશીભાઈ બાબરીયા, કમળશીભાઈ ભુરાભાઈ બાબરીયા તથા રીનાબેન ભાવેશભાઈ કાબરીયાએ બોલાચાલી કરી અને ઉશ્‍કેરાઈ જઈ પરેશભાઈ રૈયાણીને માથામાં કુહાડી મારી દઈ, તથા લાકડી વડે માર મારી, ગંભીર ઈજા કર્યાની ફરિયાદ વડીયા પોલીસમાં નોંધાઈ છે.
તો સામાપક્ષે આ જ કારણોસર સવજીભાઈ ભીમજીભાઈ રૈયાણી, પરેશ સવજીભાઈ રૈયાણી તથા કલ્‍પેશ સવજીભાઈ રૈયાણીએ બડીયા વડે માર મારી ગાળો આપતા તેમની સામે રીનાબેન ભાવેશભાઈ બાબરીયાએ સામી પોલીસ ફરિયાદનોંધાવી છે.

ફીફાદ ગામેથી ગેરકાયદેસર રીતે રેતીની હેરાફેરી કરતાં ર ઝડપાયા

ફીફાદ ગામેથી ગેરકાયદેસર રીતે રેતીની હેરાફેરી કરતાં ર ઝડપાયા
પોલીસે રૂા. ર.3ર લાખનો મુદ્યામાલ કબ્‍જે લીધો
અમરેલી, તા. 3
ગારીયાધાર તાલુકાનાં ખોડવદરી ગામે રહેતાં પરેશ ભુપતભાઈ પંચાસરા તથા લાલજી ઓઘડભાઈ ટોડા નામનાં બે ઈસમો ગઈકાલે સાંજના સમયે પોતાના હવાલાવાળા ટે્રકટરમાં ફીફાદ ગામ પાસેથી શેત્રુંજી નદીમાંથી રેતીની ચોરી કરી લીઝ વગર અને પાસ પરમીટ વિનાં તથા ટ્રેકટરનાં આર.ટી.ઓ. લગત સાધનિક કાગળો વિના હેરાફેરી કરતાં નિકળતાં વંડા પોલીસે રેતી 4 ટન તથા ટ્રેકટર સહિત કુલ રૂા.ર.3ર લાખનાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.

અમરેલીનાં એસ.ટી. ડેપોમાં અંધાધુંધીનો માહોલ

કાદવ કિચડ, પાગલોનો ત્રાસ, પંખાઓ બંધ સહિત અનેક સમસ્‍યા
અમરેલીનાં એસ.ટી. ડેપોમાં અંધાધુંધીનો માહોલ
એસ.ટી. બસ પણ મનફાવે તે રીતે પાર્ક કરવામાં આવતાં મુસાફરો પરેશાન
અમરેલી, તા. 3
મુસાફરોની સુવિધા વધારવાનાં બદલે દુવિધાનાં ઢગલારૂપ અમરેલી બસ સ્‍ટેશનમાં કાદવ-કિચડ, ગાંડાનો ત્રાસ, પંખાઓ બંધ, એનાઉન્‍સ માઈક બંધ તેમજ રોગચાળાને નોતરી રહેલ શૌચાલયનો ખુલ્‍લા મળનાં ખાડાથી ત્રાહીમામ પોકારી ઉઠેલ મુસાફરો બસ સ્‍ટેશનમાં આવતાની સાથે જ નર્કાગારનો અહેસાસ કરી રહેલ છે.
અમરેલી એસ.ટી. વિભાગીય નિયામક એસી ચેમ્‍બરમાં આરામ ફરમાવી રહેલ છે. જયારે અમરેલી બસ સ્‍ટેશનની હાલત એટલી હદે કફોડી થઈ ચૂકેલ છે કે મુસાફરોને બસ સ્‍ટેશનમાં પ્રવેશ કરવો મુશ્‍કેલ બનેલ છે. વિભાગીય નિયામક તેમજ ડેપો મેનેજર ઘ્‍વારા મુસાફરોની સુવિધા વધારવાનાં બદલે દુવિધા વધારવાનું બિડુ ઝડપેલ હોય તેમ ડેપોમાં પ્રવેશતા જ મુસાફરોને ખુલ્‍લા શૌચાલયની દુર્ગંધ મારતા મળનાં ખાડાનો સામનો કરવો પડે છે. ત્‍યાંથી આગળ જતાં કાદવ-કિચડ અને રબડીરાજનો સામનો કર્યા બાદ બસ સ્‍ટેશનમાં ઉભા રહેતા પંખા બંધ હાલતમાં હોવાથી મુસાફરો પરસેવાથી રેમજેબ થઈ જાય છે. આટલેથી સમસ્‍યા અટકતી નથી. બસ સ્‍ટેશન મુસાફરોનાં બદલે ગાંડાનો અડો બની ગયેલ હોયતેમ ગાંડાઓ બિભત્‍સ ગાળો બોલતાં મુસાફરો-મહિલાઓનાં હાથ પણ પકડી લેતા મુસાફરોમાં ભારે ડરના માહોલ વચ્‍ચે એસ.ટી. તંત્રની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશની લાગણી છવાયેલ છે.
ગાંડાનાં ત્રાસથી બસ સ્‍ટેશનમાં અફડાતફડી મચી જવા છતાં પણ એસ.ટી. તંત્ર ઘ્‍વારા મુસાફરોની સલામતી માટે પગલા ભરવાનાં બદલે મુશ્‍કેલીમાં સબડતા છોડી દેવા સામે મહિલાઓમાં ભારે આક્રોશ છવાયેલ છે.
વિભાગીય નિયામક તેમજ ડેપો મેનેજર ઘ્‍વારા મુસાફરોની મુશ્‍કેલીમાં મુક પ્રેક્ષક બની રહેવાનાં બદલે ડેપોમાં સર્જાયલ અંધાધુંધીનાં માહોલ સામે મુસાફરોને સુવિધા યુકત માહોલ રચવા પગલા ભરવા માંગણી ઉઠેલ છે. સાથો સાથ એસ.ટી. બસો જે તે પ્‍લેટફોર્મ ઉપર જ ઉભી રાખવા માંગણી ઉઠેલ છે.

આલેલે : અમરેલીમાં ભાજપ સરકાર વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચારમાં ભાજપ અગ્રણી પણ જોડાતા ચકચાર

ભાજપ સરકારની કાર્યશૈલી સામે ભાજપનાં આગેવાન નારાજ
આલેલે : અમરેલીમાં ભાજપ સરકાર વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચારમાં ભાજપ અગ્રણી પણ જોડાતા ચકચાર
ટીંબી ભાજપનાં અગ્રણી મનુભાઈ વાજાએ કર્યા સુત્રોચ્‍ચાર
અમરેલી, તા. 3
અમરેલીમાં આજે જાફરાબાદ પંથકનાં કોળી સમાજનાં આગેવાનોએ વિવિધ પ્રશ્‍ને કલેકટર કચેરીમાં ભાજપ સરકાર વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચાર કર્યા હતા. જેમાં જાફરાબાદ તાલુકા પંચાયતનાં ભાજપનાં સદસ્‍ય મનુભાઈ વાજાએ પણ સહયોગ આપતાં ભારે ચકચાર મચી ગઈ છે.
વિગત એવા પ્રકારની છે કે, ભાડા ગામનાં નિર્દોષ યુવકને સ્‍થાનિક પોલીસે ઢોર માર્યાનાં આક્ષેપ સાથે     કોળી સમાજનાં આગેવાનોએ રેલી સ્‍વરૂપે કલેકટર અને એસપીને તટસ્‍થતપાસ કરવા આવેદનપત્ર પાઠવ્‍યું હતું અને ભાજપ સરકાર વિરૂઘ્‍ધ સુત્રોચ્‍ચાર કર્યા હતા.
આ તકે જાફરાબાદ તાલુકા પંચાયતનાં ભાજપી સદસ્‍ય મનુભાઈ વાજા પણ સુત્રોચ્‍ચાર કરતાં નજરે ચડતાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. આ દ્રશ્‍યથી કોંગી આગેવાનો ટીપ્‍પણી કરવા લાગ્‍યા છે કે જો ભાજપ સરકારથી તેમના જ પક્ષનાં આગેવાનો નારાજ છે.

જાફરાબાદનાં ભાડા ગામનાં કોળી યુવકને માર મારવાની ઘટનાની તટસ્‍થ તપાસ કરો

જાફરાબાદનાં ભાડા ગામનાં કોળી યુવકને માર મારવાની ઘટનાની તટસ્‍થ તપાસ કરો
કોળી સમાજનાં આગેવાનોએ કલેકટરને રજુઆત કરી
અમરેલી, તા. 3
જાફરાબાદનાં ભાડા ગામનાં કોળી યુવકને પોલીસે ખોટી રીતે માર માર્યાનાં આક્ષેપ સાથે કોળી સમાજનાં આગેવાનો મનુભાઈ ચાવડા અને મનુભાઈ વાજાની આગેવાનીમાં આજે કલેકટર અને એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, ભાડા ગામના કોળી રમેશભાઈ કુશાભાઈ ડાભીને તા. ર9/7/18ને રવિવારનાં રોજ સાંજે ચોરીમાં શક હોવાના આધારે નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં પીએસઆઈ પટેલે ગામના સરપંચ મારફત બોલાવેલ. બોલાવ્‍યા પછી તેમને ઢોર માર મારવામાં આવેલ અને દિવાલ સાથે માથું ભટકાવી માથાનાં ભાગે ઈજા કરવામાં આવેલ જે કાયદા વિરૂઘ્‍ધનું પીએસઆઈ પટેલ તથા અન્‍ય બે પોલીસકર્મી મારફત કરવામાં આવેલ કૃત્‍ય છે. નિર્દોષ આ યુવાનને ઢોર માર મારી, દિવાલમાં માથુ ભટકાવી માથાના ભાગે ઈજા કરાવી રાત્રે આશરે 9 કલાકે જયારે સરપંચ નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં જમવા માટે ટીફીન આપવાગયા ત્‍યારે રમેશભાઈ પડી જવાથી માથામાં ટાઈલ્‍સની કોર વાગવાના કારણે ઈજા થયેલ છે અને અમોએ ડોકટર પાસે સારવાર પણ કરેલ છે તેવું ખોટુ બોલી તેમને ઘરે લઈ જવા અને કાલે સાંજ સુધી આ શખ્‍સને વાડીએ જ રાખવો, ગામમાં કે જાહેરમાં આવવા નહી દેવો અન્‍યથા મારે ફરી ભાડા ગામે આવી ધરપકડ કરવી પડશે તેવું જણાવતા સરપંચ તેમની સાથે ઘેર લઈ આવી વાડીએ રાત્રે સુવડાવી દીધેલ. ઢોર માર તેમજ માથામાં થયેલ ઈજાના કારણે રમેશભાઈને દુઃખાવો થતાં શરૂઆતમાં ઉના સરકારી દવાખાને તેમજ ત્‍યાંથી હાલમાં જુનાગઢ સરકારી દવાખાને દાખલ કરવામાં આવેલ છે.
વધુમાં જણાવેલ છે કે, પીએસઆઈ નાગેશ્રીએ અગાઉ પણ તેમના નિવાસસ્‍થાને અને વાડીએ મુદામાલ માટે સરપંચને સાથે રાખી તપાસ કરેલ પણ કોઈ પણ જાતનો મુદામાલ મળેલ ન હતો. સરપંચે જયારે રમેશભાઈને નાગેશ્રી પોલીસ સ્‍ટેશને હાજર કરેલ ત્‍યારે પણ પીએસઆઈએ જણાવેલ કે આ ચોરીમાં નહિ હોય છતાં અમારે પુછપરછ માટે બોલાવવા પડે છે. તમો કાલે જાફરાબાદ કોર્ટમાં જામીન લઈ આવી જજો એટલે છુટી જશે તેવું જણાવેલ. સરપંચના ગયા પછી કોઈ પણ જાતની પુછપરછ કર્યા સિવાય પીએસઆઈ અને બીજા બે પોલીસે ઢોર માર મારેલ તેમજ માથાના ભાગે ઈજા કરેલ. આમ આ કાયદા વિરૂઘ્‍ધ નિર્દોષ વ્‍યકિત સાથે થયેલકૃત્‍ય છે. રમેશભાઈના પરિવારમાં બીજા ત્રણ ભાઈઓમાં એક શિક્ષક તરીકે નોકરી કરે છે, એક કરીયાણાના વેપારી છે અને બે ભાઈઓ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ કુટુંબ પાસે 180 વિઘા જેટલી જમીન તથા બે ટ્રેકટરથી ખેતીકામ કરે છે. તેમજ તેમના પિતાજી સ્‍વ. કુશાભાઈ ડાભી પૂર્વ તાલુકા પંચાયત સદસ્‍ય પણ રહી ચુકયા હતા. તેમની વિરૂઘ્‍ધમાં આજ સુધીમાં કયારેય કોઈપણ પ્રકારના ચોરીના કે અન્‍ય ગંભીર પ્રકારના ગુના પણ દાખલ થયેલ નથી વગેરે હકીકત જોયા-જાણ્‍યા સિવાય કોર્ટમાં રીમાન્‍ડ માગ્‍યા સિવાય ઢોર માર મારવાનું અને માથાના ભાગે ઈજા પહોંચાડવામાં આવેલ કૃત્‍ય નિંદનીય તેમજ માફ ન કરી શકાય તેવું છે. સંપૂર્ણ બનાવની તપાસ થવા અને જવાબદારો સામે પગલા લેવા અંતમાં માંગ કરેલ છે.

મગફળીકાંડને લઈને વિપક્ષી નેતા ધાનાણીનાં ધરણા

ભાજપ સરકાર સત્‍યને છુપાવવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ
મગફળીકાંડને લઈને વિપક્ષી નેતા ધાનાણીનાં ધરણા
ન્‍યાયપાલિકાનાં સીટીંગ જજ મારફત તપાસ નહી થાય તો આંદોલનની ચીમકી
ગાંધીનગર, તા. 3
તાજેતરમાં પેઢલા ગામે મોટી ધણેજ સેવા સહકારી મંડળી મારફત સંગ્રહાયેલી મગફળી વેપારીઓએ લેવાની ના પાડતા આ કોથળાઓની તપાસદરમ્‍યાન તેમાંથી મોટા પ્રમાણમાં માટી-ધૂળ-ઢેફા-રેતી મળી છે, તેવી જ રીતે ટેકાના ભાવે ખરીદાયેલ રૂા. 3પ00 કરોડની મગફળી કે જે ગોડાઉનોમાં સંગ્રહીત છે તે તમામ મગફળીના કોથળાઓમાં માટી-ધૂળ-ઢેફા-રેતી ભરેલા છે. જેથી તે તમામ કોથળાઓ સરકારી તંત્ર, વિપક્ષ, ખેડૂત સમાજના પ્રતિનિધિઓ અને મીડીયાના મિત્રોની હાજરીમાં ઊંધા ઠાલવીને મગફળીની ગુણવત્તા ચકાસવા અને ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના નામદાર ન્‍યાયાધીશોની અઘ્‍યક્ષતામાં સમગ્ર પ્રકરણની નિષ્‍પક્ષ અને ન્‍યાયી તપાસ કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા ગઈકાલ તા. ર/8/ર018ના રોજ મુખ્‍યમંત્રીને પત્ર લખી વિનંતી કરેલ છે અને જો ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા આ મગફળીકાંડની તપાસની માંગણી નહીં સ્‍વીકારાય તો ગાંધી ચિંઘ્‍યા માર્ગે વિવિધ જગ્‍યાએ ધરણાં-ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી વિરોધપક્ષના નેતાએ ઉચ્‍ચારી હતી.
વિરોધપક્ષના નેતાના પત્ર બાદ પણ રાજય સરકાર તરફથી તપાસની માગણીનો સ્‍વીકાર નહીં થવાથી આજરોજ તા. 3/8/ર018, શુક્રવારના રોજ રાજકોટ જિલ્‍લાના જેતપુર તાલુકાના પેઢલા મુકામે વિરોધપક્ષના નેતા, મોટી સંખ્‍યામાં કોંગ્રેસી કાર્યકરો-આગેવાનો, પ્રજાજનો સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે તેમજ આવતીકાલ તા. 4/8/ર018, શનિવારના રોજ રામરાજય ગોડાઉન, ઉમરાળા રોડ, મુ. તા.ગોંડલ, જિ. રાજકોટ ખાતે મગફળી કાંડની ઉચ્‍ચ ન્‍યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા તપાસ કરવાની માંગણી સાથે ગાંધી ચિંઘ્‍યા માર્ગે પ્રતીક ઉપવાસ-ધરણાં કરશે. વિરોધપક્ષના નેતાએ સરકારના આ વલણને ભ્રષ્ટાચાર છાવરવાનું પગલું ગણાવી આંદોલન કરવા માટે મંજૂરી ન આપવાના તંત્રના વલણ સામે પણ ભારે રોષ વ્‍યક્‍તત કર્યો છે. વિરોધપક્ષના નેતાએ જણાવ્‍યું છે કે, આંદોલનથી આઝાદ થયેલ ગરવા ગુજરાતમાં મગફળી કાંડની ન્‍યાયિક તપાસ માટે ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની મંજૂરી નહીં આપીને ભાજપ સરકાર સત્‍યને છૂપાવવાના અને ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો કરી રહી છે.
વિપક્ષી નેતાએ જણાવ્‍યું હતું કે, રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કર્મચારી અને ગોડાઉન વિહોણી એવી ભગુજકોટભ સંસ્‍થાને પ.30 લાખ ટન મગફળી ખરીદવાનું કામ સોંપવામાં આવેલ. બનાસ-સાબર ડેરી સહિત ગુજપ્રો સંસ્‍થા દ્વારા 87 હજાર ટન મગફળી ખરીદીનું કામ થયેલ. માલિકના બદલે વચેટીયાઓ પાસેથી સરકાર દ્વારા ગોડાઉન ભાડે રખાયા હતા. સરકારી મગફળીને મિલોમાં પીલીને સરકારના મળતિયાઓ માલામાલ થયા ત્‍યારબાદ નબળી ગુણવત્તાની મગફળી અને માટીના ઢેફાથી ભરાયેલ ગોડાઉનોમાં આગ લગાડીને મગફળી ખરીદીમાં ગેરરીતિના પુરાવાઓનો નાશ કરવામાં આવેલ. આ ગોડાઉનોમાં વીજળીના કનેકશન નહોવા છતાં ગાંધીધામ, ગોંડલ, રાજકોટ યાર્ડ, જામનગર (હાપા) અને રાજકોટ (શાપર)ના ગોડાઉનોમાં આગ લાગવાની રીત એકસરખી હતી, જે બાબત શંકા ઉપજાવે છે. અગાઉ પણ ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ બન્‍યા બાદ પણ સરકારે આ ગોડાઉનોમાં સીસીટીવી કેમેરા રાખવાની સાવચેતી લીધી નહોતી, જે પણ શંકાસ્‍પદ છે તેમ અંતમાં જણાવેલ છે.

વડાલનાં ‘વિશ્‍વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલ’માં સંતો દ્વારા માર્ગદર્શન

વડાલ નજીક આવેલ ભભવિશ્‍વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલભભમાં બીએપીએસ સ્‍વામીનારાયણ મંદિરના સંતો હરિનારાયણ સ્‍વામી તથા નિત્‍યમંગલ સ્‍વામી દ્વારા ધોરણ-9 થી 1રના વિદ્યાર્થીઓને જીવનમાં એક આદર્શ વિદ્યાર્થી કઈ રીતે બની કઈ રીતે મહેનત કરી માત્ર વિદ્યાર્થી તરીકે જ નહીં પરંતુ એક સામાજિક આદર્શ વ્‍યકિત તરીકે તમારામાં કેવા ગુણો હોવા જોઈએ તથા જીવનમાં કઈ રીતે સંઘર્ષ કરી કોઈ પણ વિપરીત પરિસ્‍થિતિમાં ટકી રહી અથાગ પ્રયત્‍નો કરી આગળ આવવું અને આદર્શ વ્‍યકિત તરીકે સમાજમાં તમારી છાપ કેવી રીતે ઉપસાવવી આ અંગે આશીર્વાદ આપેલા. જે અંતર્ગત સંચાલક અનિલભાઈ કાવાણી તથા ટ્રસ્‍ટી છગનભાઈ રાખોલીયા તથા શાળાના આચાર્ય તેમજ સ્‍ટાફગણ તેમજ છાત્રાલય સ્‍ટાફે હાજરી આપી સંતોના આશીર્વચનનો લાભ લીધો હતો.

અમરેલી તાલુકા પોલીસે ગુમ થયેલ ર બાળકો શોધી કાઢયા

અમરેલી તાલુકા પોલીસે ગુમ થયેલ ર બાળકો શોધી કાઢયા
અમરેલી, તા.3
અમરેલી જિલ્‍લામાં હાલ ગુમ થયેલ બાળકોને શોધવા માટેની ખાસ ઢડ્રાઈવ રાખી શોધી કાઢવા માટે અમરેલી પોલીસ અધિક્ષકની મળેલ સુચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનના પો.સ.ઈ. એચ.એચ. સેગલીયા તથા પો.સ.ઈ. જી.પી. જાડેજા તથા પોલીસ સ્‍ટાફના માણસો સાથે મળી ગત તા.4/1ર/14ના ગુમ થયેલ બાળક કૃણાલ અતુલભાઈ ધનજીભાઈ ડાબસરા (ઉ.વ.3) રહે. ચિતલ તેમજ ર016માં ગુમ રજી. નં.1/ર016, તા.6/1/16ના ગુમ થયેલ બાળક ધાર્મિક નરેશપુરી રેવાપરી ગોસાઈ (ઉ.વ.દોઢ) રહે. ચિતલ વાળા બન્‍ને બાળકોનેતા.3/8/18ના અમરેલી તાલુકા પોલીસે ચિતલ ખાતેથી હકીકત આધારે શોધી કાઢેલ અને તેઓના વાલીને પરત સોંપી આપેલ છે.

04-08-2018