Main Menu

Friday, August 3rd, 2018

 

સાવરકુંડલામાંપુરવઠા વિભાગે બાયોડિઝલનો જથ્‍થો ઝડપી લીધો

રૂપિયા 1ર.73 લાખનો જથ્‍થો સ્‍થગિત
અમરેલી, તા.
સાવરકુંડલામાં અમરેલી રોડ ઉપર આવેલ બાયોડિઝલ પંપ ઉપર પૂરવઠા તંત્રએ રેડ પાડતાં બિનઅધિકૃત રીતે રાખવામાં આવેલ બાયોડિઝલ લીટર ર0400 કિ.રૂા.1ર.73 લાખનો જથ્‍થો સીજ કરવામાં આવતાં બિન અધિકૃત ધમધમતાં બાયોડિઝલ હાટડાચાલકોમાં ફફડાટ ફેલાયેલ છે.
પ્રાપ્‍ત વિગત મુજબ સાવરકુંડલામાં થોડા સમયથી બેનંબરી બાયોડિઝલનો કાળો કારોબાર વધુમાં વધુ વકરી રહેલ છે. ત્‍યારે આજે સાવરકુંડલા મામલતદાર એમ. વી. પમાર તેમજ પૂરવઠા તંત્ર ર્ેારા સાવરકુંડલા શહેરનાં અમરેલી રોડ ઉપર આવેલ શ્રીરામ બાયોડિઝલ પંપ ઉપર દરોડો પાડતાં પંપમાં બિનઅધિકૃત રાખવામાં આવેલ બાયોડિઝલ લીટર ર0400 કિરૂા.11.6પ લાખ અને પંપની મોટર-સાધનો સહિત કુલ રૂા.1ર.73 લાખનો જથ્‍થો જપ્‍ત કરી સીજ કરી પંપ સંચાલક ભાવિક જે. કોટેચા સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

અમરેલીનાં તત્‍કાલીન કલેકટર પી.આર. સોમપુરા સહિત 7 સામે ચીફ કોર્ટ ર્ેારા સમન્‍સ ઈસ્‍યુ

જીતેન્‍દ્રકુમાર મોદીએ કોર્ટમાં ફરિયાદ કર્યા બાદ
અમરેલીનાં તત્‍કાલીન કલેકટર પી.આર. સોમપુરા સહિત 7 સામે ચીફ કોર્ટ ર્ેારા સમન્‍સ ઈસ્‍યુ
ગાવડકા ગામની જમીનમાં ગોલમાલ થયાની આશંકાએ ફરિયાદ કરી હતી
અમરેલી, તા. ર
અમરેલીનાં તત્‍કાલીન કલેકટર, તત્‍કાલીન તાલુકા વિકાસઅધિકારી સહિત 7 વ્‍યકિત સામે ચીફ કોર્ટ ર્ેારા સમન્‍સ ઈસ્‍યુ કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે.
વિગત એવા પ્રકારની છે કે મુળ અમરેલી અને હાલ મુંબઈ સ્‍થિત જીતેન્‍દ્રકુમાર મોદીએ અમરેલીની ચીફ કોર્ટમાં આરોપી નં.1, કનુભાઈ કાળીયાર, રે. ગાવડકા આરોપી નં.ર, હિંમતભાઈ ઉર્ફે વીરાભાઈ વાળા, રે. ત્રંબકપુર, આરોપી નં.3, અરૂણાબેન સારીખડા રે. ત્રંબકપુર આરોપી નં.4 નિવૃત કલેકટર પી.આર.સોમપુરા, આરોપી નં.પ તત્‍કાલીન તાલુકા વિકાસ અધિકારી, આરોપી નં.6 અને આરોપી 7 જે તે સમયનાં ગાવડકાનાં તલાટી મંત્રી વિરૂઘ્‍ધ નોંધાયેલ ફરિયાદમાં જણાવેલ છે કે, સને 1994માં તા.ર4-8-94 ના અરસામાં અમો જયોતિ કેમીકલ્‍સનાં નામે એક સુરગભાઈ રાવતભાઈ કાળીયાર રહે. ગાવડકાવાળા પાસેથી તેઓની માલિકી કબજા ભોગવટાની ગાવડકા ગામના ખાતાની સર્વે નં.ર04ની અ-વિભાગની બિન ખેતી અને તે પણ વોશીંગ પાઉડર બનાવવાના ઉદ્યોગ માટેની ઔદ્યોગિક હેતુથી બીન ખેતી થયેલ જમીન 1ર,140-60 ચો.મી. જમીન રજીસ્‍ટર્ડ દસ્‍તાવેજથી અવેજની રકમ ચૂકવી ખરીદી હતી. જે અવેજનાં રૂા.પ0,000 અમોએ ડ્રાફટથી અને ચેકથી ચુકવેલા. આમ તા.ર4-8-94 ના રોજ અમોએ દસ્‍તાવેજ નં.1430/94 થી તેઓ પાસેથી અઘાટ વેચાણ લેખ સબ રજીસ્‍ટ્રાર અમરેલી સમક્ષ નોંધાવી તેઓની સહીથી અને તેમનાપુત્ર આરોપી નં.1 ની સાક્ષીએ અને તેમના પરીવારજનોની સહી  સંમતીથી ખરીદ કરી અમો કાયદેસરનાં માલીક અને કબજે ભોગવટેદાર બનેલ છીએ.
વધુમાં જણાવે છે કે, આ કામનાં આરોપી નં.1નાં એ પોતાની સાક્ષી તરીકે અમો ફરિયાદી જોગ ગુજરનાર સુરગભાઈ રાવતભાઈ    કાળીયાર આરોપી નં.1 ના પિતા થાય છે. તેઓની હૈયાતી અને હાજરીમાં ગાવડકાની સર્વે નં.ર04 ની વિભાગ-અ બીનખેતીમાં ફેરવાયેલ 1ર,140-60 ચો.મી.જમીનનો રજીસ્‍ટર્ડ દસ્‍તાવેજ નં.1430/94 નો તા. ર4-8-1994 ના રોજ નોંધાવી આપી સહી કરી આપેલ હોવા છતાં અને તે દસ્‍તાવેજ કરતી વખતે, અવેજ સ્‍વિકારતી વખતે, અને વેચાણનો વ્‍યવહાર કરતી વખતે આરોપી નં.1 હાજર હોવા છતા અને સદર સંપુર્ણ વ્‍યવહાર તેઓનાં જ્ઞાન અને જાણમાં હોવા છતાં આરોપી નં.4ના સમક્ષ સદર જમીનને બીનખેતીમાંથી પુનઃ ખેતીમાં પરીવર્તીત કરવા માટે તા.7-8-ર009 ના રોજ તથા ત્‍યાર બાદ તા.7-1-ર010, ર3-ર- ર010 તથા 8-3-ર010 અને ર3-4-ર010 ના રોજ માંગણી કરતી અરજ કરેલ છે. જેનો ઉલ્‍લેખ આરોપી નં.4 નાએ તા.ર0-7- ર010 ના હુકમમાં પણ કરેલ છે.
વધુમાં જણાવે છે કે, આમ આરોપી નં.1 સારી રીતે જાણતા હતાં કે તેઓના પિતાશ્રી સુરગભાઈ પાસેથી તેમની હૈયાતીમાં અને આરોપીની હાજરીમાં અને સાક્ષીમાં અમોફરિયાદીએ વોશીંગ પાઉડરનાં ઉદ્યોગ માટે તેઓની જમીન કાયદેસર અવેજ ચુકવી ખરીદેલ હતી,અને મુળભુત રીતે ખેતીમાંથી બીનખેતી કરાવવા માટે પણ અમો ફરિયાદીએ તેઓ પાસેથી કાર્યવાહી કરાવેલ. કારણ કે અમો ફરીયાદી ખેડૂત ખાતેદાર બની શકીએ નહી એટલે કે જયોતિ કેમીકલ્‍સ નામની પેઢી ખેડૂત ખાતેદાર બની શકે નહીં તેથીસુરગભાઈની માલીકી કબજા ભોગવટાની જમીન સર્વે નં.ર04 ને બીનખેતીમાં ફેરવાવી વિભાગ-અ ની જમીન અમોએ ખરીદેલ જયારે વિભાગ-બ ની જમીન અમારી જેમ સપના કેમીકલ્‍સનાં પ્રોપરાઈટર શોભાબેન જીતેન્‍દ્રભાઈ મોદીએ ખરીદેલ છે. તેમ છતા આરોપી નં.1 નાએ ગુજરનાર સુરગભાઈનાં નામે સદર જમીન પુનઃ ખેતીમાં પરીવર્તીત કરાવવા આરોપીનં.4 ની મદદગારીમાં કેટલાક ખોટા અરજ, અહેવાલ, સોગંદનામુ વિગેરે દસ્‍તાવેજો બનાવટી ઉભા કરી ખેતીમાં પરીવર્તન કરાવવાનો હુકમ આરોપી નં.1 અને 4 નાએ ભેગા મળી કોઈ ચોક્કસ ઈરાદો પાર પાડવા ખોટો પુરાવો રજુ કરી અને આરોપી નં.4નાએ ખોટા પુરાવાને સ્‍વીકારી આરોપી નં.4ના એ જાહેર નોકરની હૈસીયતથી કલેકટર દરજજે તેઓ સમક્ષ ચાલતી કાર્યવાહીમાં તેવા ખોટા પુરાવાઓ અને ખોટી નોંધનાં આધારે અભિપ્રાય બાંધી પરીણામ સ્‍વરૂપે તા.ર0-7-10નો હુકમ કરી અને તેઓ ખોટો પુરાવો હોવાનું જાણવા છતાં તેનો પુરાવાતરીકે ઉપયોગ કરી-કરાવીને આરોપી નં.1 અને આરોપી નં.4 નાએ બીનખેતીમાંથી ખેતીમાં પરીવર્તન કરવાનો હુકમ કરેલ છે. જેથી આરોપી નં.4 નાએ ભારતીય દંડ સંહિતાના પ્રકરણ-11 અન્‍વયેની કાયદાની જોગવાઈઓના પ્રબંધો અનુસાર ગુન્‍હો કરેલ હોય અને તે પણ અમો ફરીયાદીને અને અમારા હક્ક હીતોને હાની પહોંચાડવાના ઈરાદાથી કાનુની મર્યાદાઓને જાણી બુઝીને અવગણીને અમો ફરીયાદીને સાંભળ્‍યા વગર કે નોટીસ આપ્‍યા વગર બારોબાર કોઈ ચોક્કસ ઈરાદો પાર પાડવા કોઈ વગમાં કે કોઈ પ્રલોભનમાં આવીને આરોપી નં.4 નાએ પોતાના હોદ્યાનો દુરઉપયોગ કરી અપરાધ કરેલ છે. અને તે રીતે પોતાની સતા અમો ફરીયાદીને હાની કરવા સદર હુકમથી પોતાની સતા વાપરી સતાનો દુરઉપયોગ કરી નૈતિક રીતે સમાજ વિરોધી તેઓને મળેલ સતાનો છડેચોક દૂર ઉપયોગ કરી આરોપી નં.1 થી 3 ના ગુન્‍હાહીત કૃત્‍યમાં મદદ કરી અને તેમા પણ પોતે તેમ કરવાથી કયાય ફસાઈ ન જાય તેની બચવા માટે પોતાના જ હુકમમાં આરોપી નં.1ની માંગણી સંબંધે જો ભવિષ્‍યમાં કંઈ ખોટુ નીકળી આવે તો પોતાનો કરેલ હુકમ આપો આપ બીનઅમલી થશે તથા અરજદાર સામે એટલે કે આરોપી નં.1 સામે ફોજદારી રાહે પગલા ભરવાના રેહેશે તેવુ ઠરાવી આપી અને તે પણ તેઓના જાતે ખુદના કરેલ હુકમમાં લેખીતમાં ઠરાવી આપેલ છે.આમ, આરોપી નં.4 નાએ આરોપી નં.1 થી 3 ની મદદગારીમાં અમો ફરીયાદીને હાની પહોંચાડવાના ઈરાદાથી ખોટો હુકમ દસ્‍તાવેજ એક જાહેર નોકરની હૈસીયતથી કલેકટર દરજજે બનાવી ઉભો કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને ભારતીય દંડ સંહિતાની પ્રકરણ-9 અન્‍વયેની જોગવાઈઓનો સરેઆમ ભંગ કરી ગુન્‍હાહિત કૃત્‍ય આચરેલ હોય, તેઓ તમામ વિઘ્‍ધ સખ્‍ત નશ્‍યતે થવા અમો ફરીયાદીની હાલની આ ફરીયાદ છે.
વધુમાં આ કામનાં આરોપીઓ પૈકી આરોપી નં.6,7 તથા અન્‍યઅધિકારીઓએ પણ આરોપી નં.4 ની ઉપરોકત ગુનાહિત કાર્યવાહીમાં પોત પોતાની સહીથીદરખાસ્‍ત કરીને, અભિપ્રાય આપીને, ફરીયાદીની અરજીને અવગીને અને ફરીયાદીને હાની કરવાના ઈરાદાથી કાયદાથી નિષેધ ફરમાવવામાં આવ્‍યો હોય અને અમો ફરીયાદીને દિવાની રાહે પગલુ ભરવા માટે કારણ પ્રાપ્‍ત થાય તે પ્રકારે ગેરકાનુની કાર્યવાહી ઉભી કરીને ગુન્‍હાહીત ષડયંત્ર રચીનેઅમો ફરીયાદી સાથે તથા જયોતિ કેમીકલ્‍સના પ્રોપરાઈટર સાથે પણ ગુન્‍હાહિત વિશ્‍વાસઘાત કરવા-કરાવવા અને અમો ફરીયાદીની માલીકી કબજા ભોગવટાની સ્‍થાવર મિલ્‍કતને અપ્રમાણીક પણે પડાવી લેવા અને ઓળવી જવા ખોટા બનાવટી દસ્‍તાવેજો આરોપી નં.1 થી 3 નાની મદદગારીમાં ઉભા કરી અમો ફરીયાદી ભવિષ્‍યમાં તેઓને આ મિલ્‍કત પરત આપી દઈએતેવા ઈરાદાથી કપટ કરીખોટા દસ્‍તાવેજો ઉભા કરી-કરાવેલ છે. અને બનાવટી હુકમ, અરજી, વસીયતનામુ,કબ્‍જા સાથેનો બાનાખત કરાર, વેચાણ દસ્‍તાવેજો તથા રેવન્‍યુ રેકર્ડનીનોંધો બનાવટી અને બોગસ ઉભી કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને અમો ફરીયાદીની માલીકી કબજા ભોગવટાની ફરીયાદમાં આગળ જણાવેલી વિગતવાળીજમીન પડાવી લઈ અમરેલીનાં પ્રદિપભાઈ પરશોતમભાઈ,  સરલાબેન પ્રદિપભાઈ, અર્જુનભાઈ પ્રદિપભાઈ, અમીબેન અર્જુનભાઈ, રાહુલભાઈ પ્રદિપભાઈ તથા રિઘ્‍ધિબેન પ્રદિપભાઈ એમ સંયુકત કુલ 6(છ) ઈસમોના નામે અને તેઓ તમામ જોગ સને-ર011માં અમરેલી સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં દસ્‍તાવેજની નોંધણી અનુક્રમ નં.760/ર011 થી કરાવી આપી અમારી માલીકી કબજાની ફરીયાદવાળી જમીન પડાવી લેવા ઓળવી જઈ વેચાણ આપી દેવાનું ગુનાહિત કૃત્‍ય આચરેલ છે.  ચિફ જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ ર્ેારા આ ફરિયાદનાં તમામ આરોપીઓ વિરૂઘ્‍ધ સમન્‍સ ઈસ્‍યુ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

દરિયાકાંઠાનાં ખેડૂતોને પાકવીમામાં ‘‘મારા હાળા છેતરી ગયા”

રાજુલા પંથકનાં ખેડૂતોને એક રૂપિયાો પણ ન ફાળવ્‍યો
દરિયાકાંઠાનાં ખેડૂતોને પાકવીમામાં ‘‘મારા હાળા છેતરી ગયા”
દરિયાકાંઠાનાં વિસ્‍તારમાં ભાજપનાં આગેવાનોની સૌથી વધુ સંખ્‍યા છતાં અન્‍યાય
અમરેલી, તા. ર
અમરેલી જિલ્‍લામાં ખરીફ પાક-ર017નાં પાકવીમા માટે રાજય સરકારે રૂપિયા ર18 કરોડ જેવી રકમ મંજુર કરી છે. તેમાં રાજુલા પંથકનાં ખેડૂતોને ફુટી કોડી પણ ન મળી અને જાફરાબાદનાં ખેડૂતોને માત્ર રૂપિયા 89 હજાર જેવી રકમ મળતાં દરિયાકાંઠાનાં ખેડૂતોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાોછે.
દરિયાકાંઠાનાં ખેડૂતો છેલ્‍લા ર0 વર્ષથી ભાજપને સમર્થન કરી રહૃાા છે. ભાજપનાં આગેવાનોની સંખ્‍યા પણ વધારે જોવા મળે છે અને જયારે પાકવીમાને લઈને સર્વે થતું હતું ત્‍યારે ભાજપનાં ખેડૂત આગેવાનો કેમ નિષ્‍ક્રીય રહૃાા તેવો વેધક પ્રશ્‍ન પણ ઉપસ્‍થિત થઈ રહૃાો છે.
આ અંગે કોંગી અગ્રણી ટીકુભાઈ વરૂએ એક નિવેદનમાં જણાવેલ છે કે, તાજેતરમાં ગુજરાત સરકારનાં ભાજપનાં આગેવાનો ઘ્‍વારા પાકવીમાની મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે. ત્‍યારે રાજુલા વિસ્‍તારને પાકવીમામાંથી બાકાત કયા કારણોસર કરેલ. અને જાફરાબાદ તાલુકામાં માત્ર કપાસનો પાકવીમો માત્ર રૂા. 3 ટકા એટલે કે રૂા. 880પ0.66 જેવી નજીવી રકમ ફાળવી ખેડૂતોની મજાક ઉડાડી છે. અને બીજા તાલુકાના તમામ વસ્‍તુના પાકનો વીમો મળેલ જયારે જાફરાબાદમાં માત્ર કપાસનો વીમો મંજુર કરેલ છે. તો અન્‍ય વીમો મંજુર કરવો જે વીમો બીજા તાલુકાના પ્રમાણ જાફરાબાદમાં આપવા માંગ છે.
વધુમાં જણાવવાનું કે, ભાજપ સરકારને વધુમાં વધુ મત રાજુલા-જાફરાબાદ વિસ્‍તાર આપે છે. તો આ વિસ્‍તારને અન્‍યાય કેમ તેમ એક નિવેદનમાં અમરેલી જીલ્‍લા પંચાયત બાંધકામ સમિતિનાં ચેરમેન ટીકુભાઈ વરૂએ જણાવેલ છે.

અમરેલી જિલ્‍લા કોંગી પ્રમુખપદે પ્રા. અર્જુન સોસા

છેલ્‍લા પ0 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ નખશીખ કોંગ્રેસીને પક્ષે મહત્‍વની જવાબદારી સોંપી
અમરેલી, તા. ર
અમરેલી જિલ્‍લા કોંગી પ્રમુખ પદે નિવૃત પ્રા. અર્જુન સોસાની નિમણુંક થતાં જિલ્‍લાનાં તમામ કોંગી કાર્યકરો અને આગેવાનો ર્ેારા આ વરણીને આવકારવામાં આવી છે.
આજે કોંગ્રેસ પક્ષનાં રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ રાહુલ ગાંધીની સૂચનાથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ર્ેારા જિલ્‍લા કોંગી પ્રમુખપદે લો પ્રોફાઈલ અને હાઈ એજયુકેટેડ દલિત સમાજનાં આગેવાન અને જનતાજનાર્દન વચ્‍ચે હંમેશા રહેતાં નિવૃત પ્રા. અર્જુન સોસાની નિમણુંક કરવામાં આવીછે.
અમરેલી પાલિકાનાં પ્રમુખપદે, જિલ્‍લા પંચાયતનાં પ્રમુખપદે અને હવે જિલ્‍લા કોંગી પ્રમુખપદે પણ દલિત સમાજનાં અગ્રણીની નિમણુંક થતાં જિલ્‍લાનાં દલિત સમાજમાં પણ હરખની હેલી ચડી છે.
આગામી થોડા જ મહિનાઓમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી હોય વિપક્ષી નેતા પરેશ ધાનાણી ર્ેારા જિલ્‍લાકોંગી સંગઠનને વધુ મજબુત કરવાનાં ભાગરૂપે પ્રા. અર્જુન સોસાને જવાબદારી સોંપવામાં આવી હોય આગામી દિવસોમાં દરેક સમાજને સાથે રાખીને જિલ્‍લા સંગઠન માળખુ તૈયાર કરવામાં આવશે.
પ્રા. અર્જુન સોસાની નિમણુંકને વિપક્ષી નેતા પરેશ ધાનાણી ઉપરાંત, પૂર્વ સાંસદ નવિનચંદ્ર રવાણી, ધારાસભ્‍ય વિરજી ઠુંમર, જે. વી. કાકડીયા, અંબરીશ ડેર, પંકજ કાનાબાર, એડવોકેટ મુઝફરહુશૈન સૈયદ, ટીકુભાઈ વરૂ, જયેશ નાકરાણી, કે. કે. વાળા, લલિત ઠુંમર, સંદિપ ધાનાણી, જીતુભાઈ ગોળ    વાળા, હસુભાઈ સૂચક, ઈકબાલ ગોરી, સહિતનાં કોંગી આગેવાનો ર્ેારા આવકાર આપવામાં આવી રહૃો છે.

જસવંતગઢમાં કૌભાંડ કરનાર વિરૂઘ્‍ધ એસપીને ફરિયાદ

બાબુભાઈ માંગરોળીયાએ ર વ્‍યકિત વિરૂઘ્‍ધ નામજોગ કરી ફરિયાદ
જસવંતગઢમાં કૌભાંડ કરનાર વિરૂઘ્‍ધ એસપીને ફરિયાદ
કૌભાંડમાં ગામનાં સરપંચ સામે આક્ષેપ કરવામાં આવતાં ચકચાર મચી
અમરેલી, તા. ર
અમરેલી નજીક આવેલ જસવંતગઢ ગામનાં સરપંચ સહિત ર વ્‍યકિતઓએ રૂપિયા પાંચ લાખ જેવી રકમની ઉચાપત કર્યાની ફરિયાદ જાગૃત્ત નાગરિકે એસપી સમક્ષ કરતાં ચકચાર મચી ગઈ છે.
જાગૃત્ત નાગરિક બાબુભાઈ માંગરોળીયાએ અશોકભાઈ માંગરોળીયા અને લક્ષ્મણભાઈ સોરઠીયાનાં નામજોગ કરેલ ફરિયાદમાં જણાવેલ છે કે, જસવંતગઢ મુકામે વોડાફોન કંપનીનો મોબાઈલ ટાવર આવેલ છે. આ ટાવરનાં ઈસ્‍ટોલેશન ટેક્ષની રકમનો ચેક રૂા. 4,9પ,000નો આરોપી નં. 1 નાએ ગ્રામ પંચાયત કચેરી ટીંબા જસવંતગઢના નામનો બારોબાર મેળવી લઈ અને આ કામના આરોપી નં. 1 અને ર નાઓએ અમરેલી ખાતે એચડીએફસી બેંકમાં ગ્રામ પંચાયતના કોઈ પણ જાતના ઠરાવ વગર ટીંબા જસવંતગઢ ગ્રામ પંચાયતના નામે એચડીએફસી બેંકમાં ખાતા નં. પ0100રર9ર06પ41નું ડમી ખાતુ ખોલાવી અને જસવંતગઢ ગ્રામ પંચાયતનો આ ચેક બેંકમાં રજુ કરી આરોપીઓએ આ રકમ ઉપાડી લીધેલ છે. ખરેખર પહેલેથી જ ટીંબા જસવંતગઢ ગ્રામ પંચાયતનું ખાતુ એસબીઆઈ ચિતલ શાખામાં ખાતા નં. 3પ61819909પ તેમજ બીજુ ખાતુ એસબીઆઈ ચિતલમાં ખાતા નં. 3પણ્‍118ર1પ871 નું આવેલ છે. આ હકીકત આરોપીઓ જાણતા હોવા છતાં ગ્રામ પંચાયતની ટાવરની ઈસ્‍ટોલેશન ટેક્ષની રકમનો ચેર રૂા. 4,9પ,000 નો ટીંબા ગ્રામ પંચાયતના નામનો મેળવીને એચડીએફસી બેંકમાં ગ્રામ પંચાયત કચેરીના કોઈપણ જાતના ઠરાવ વગર કે તાલુકા પંચાયત કે જીલ્‍લા પંચાયતની કોઈપણ જાતની મંજુરી વગર તેમજ તલાટી કમ મંત્રીને અંધારામાં રાખી બારોબાર ગ્રામ પંચાયત જસવંતગઢનું ખાતું ખોલાવી ટેક્ષની રકમનો ચેક રૂા. 4,9પ,000 નો બારોબાર વોડાફોન કંપની પાસેથી મેળવી લઈ તે ચેક એચડીએફસી બેંકમાં બોગસ ખાતુ ખોલાવી તેમાં રજુ કરી આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં મેળવી લેવાના ઈરાદે આ રકમ ઉપાડી લીધેલ છે. અને તે રીતે આરોપીઓએ એક મિલાપી થઈ ટીંબા જસવંતગઢના તલાટી કમ મંત્રીને તેમજ ચૂંટાયેલા બોડીના સભ્‍યોને અંધારામાં રાખી ગ્રામ પંચાયતને નુકશાન કરવાનાં ઈરાદે તેઓએ ઉપરોકત કૃત્‍ય આચરેલ હોય અને આ અંગેની જાણ અમોને માહિતી અધિકાર નીચે તલાટીકમ મંત્રી પાસેથી માહિતી માંગતા તે માહિતીમાં પણ આવી કોઈ રકમ ગ્રામ પંચાયત દફતરે જમા થયેલ નથી અને અમોએ એચડીએફસી બેંકમાંથી આ બોગસ ખાતાની માહિતી મેળવતા આ ગ્રામ પંચાયતના નામની ચેકની રકમ આરોપીઓએ જુદા જુદા તેમના મળતીયાઓ અને સગા સબંધીના નામે ચેકથી ઉપાડી લીધેલ છે. આમ આરોપીઓ પ્રથમથી જ જાણતા હતા કે વોડાફોન કંપનીના મોબાઈલ ટાવરના ઈસ્‍ટોલેશન ટેક્ષની રકમ રૂા. 4,9પ,000 નો ચેક બારોબાર મેળવી લીધેલ છે. અને તે ચેક તેઓએ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને સુપ્રત કરી ચિતલ મુકામે ગ્રામ પંચાયતનું ખાતું એસબીઆઈ ચિતલમાં આવેલ છે તેમાં જ જમા કરાવવાનો હતો અને રાષ્‍ટ્રીયકૃત બેંકમાં ચિતલ મુકામે બે ખાતા હોવા છતાં આ કામના આરોપીઓએ જસવંતગઢ ચિતલ ગ્રામ પંચાયતના નામનું અમરેલી મુકામે એચડીએફસી બેંકમાં ખાતુ ખોલાવી અને તે ખાતામાં ચેક નાખી અને રૂા. 4,9પ,000ની રકમની ઉચાપત કરેલ છે. અને આ રીતે આરોપીઓ બેંકમા બોગસ કાગળ રજુ કરી ગ્રામ પંચાયતના ઠરાવ વગર કે તાલુકા પંચાયત કે જીલ્‍લા પંચાયતની પરવાનગી લીધા વગર તેમજ જસવંતગઢ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની સહી પણ બેંકમાં ફરજીયાત હોવા છતાં તેને પણ અંધારામાં રાખી ખાનગી બેંકમાં બોગસ ખાતું ખોલાવી તેમાં ગ્રામ પંચાયતનાનામનો ચેક જમા કરાવી તે રકમ આરોપીઓએ તેમના મળતીયા તેમજ સગા-સબંધીના નામે ઉપાડી લઈ ઈન્‍ડીયન પીન કોડની કલમ 406, 4ર0, 409, 467, 468, 471 તથા 114 અન્‍વયે ગંભીર પ્રકારના ગુન્‍હાનું આચરણ કરેલ હોય આરોપીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરેલ છે.

ધારીમાં એડવોકેટનાં મકાનમાંથી રૂા. 88 હજારનાં મુદ્યામાલની ચોરી

અમરેલી, તા. ર
ધારી ગામે કૃષ્‍ણનગરમાં રહેતાં સાજીદખાન મહેબુબખાનભાઈનાં બંધ રહેણાંક મકાનમાં કોઈ અજાણ્‍યા તસ્‍કરોએ બંધ મકાનની દિવાલ ઉપર થઈ અંદર પ્રવેશ કરી, તાળા તોડી રૂમમાં રાખેલ કબાટમાં રાખેલ સોના-ચાંદીનાં દાગીના, સાડી નંગ-1પ, ડ્રેસ નંગ-1પ, ગલ્‍લામાં રાખેલ પરચુરણ મળી કુલ રૂા.88 હજારનાં મુદ્યામાલની ચોરી થયાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.

સાવરકુંડલામાંથી રૂા. 3.પ0 લાખનું ડમ્‍પર તસ્‍કરો ચોરી કરી લઈ ગયા

ધારીમાં રહેતા ડમ્‍પર માલીકે ફરિયાદ નોંધાવી
અમરેલી, તા.ર
ધારી ગામે નવી વસાહતમાં રહેતા પરવેજભાઈ ઉંમરભાઈ સુમરા નામના યુવકની માલીકીનું ડમ્‍પર નંબર જી.જે. 10 વી. 631પ કિંમત રૂા. 3.પ0 લાખનું ગઈકાલે સાવરકુંડલા ગામે મણીભાઈ ચોકમાં પાર્ક કરેલ. ત્‍યાંથી કોઈ અજાણ્‍યા તસ્‍કરો આ ડમ્‍પર ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં   નોંધાઈ છે.

પંજાપરામાં જાહેરમાં જુગાર રમતાં 9 ઈસમો રૂા. 1970ની મત્તા સાથે ઝડપાયા

અમરેલી, તા. ર
સાવરકુંડલા ગામે આવેલ પંજાપરા વિસ્‍તારમાં ગઈકાલે સાંજના સમયે મનિષ ઉર્ફે ટીટો ભીખુભાઈ સોલંકી, રમેશ ધનજીભાઈ રાણાવડીયા સહિત 9 જેટલાં ઈસમો જાહેરમાં પૈસા-પાના વડેજુગાર રમતાં હોય, સાવરકુંડલા ટાઉન પોલીસે બાતમીનાં આધારે દરોડો કરી રોકડ રકમ રૂા.1970ની મતા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અમરેલીનાં ચોરાપા વિસ્‍તારમાં જાહેરમાં જુગાર રમતા પ ઈસમો ઝડપાયા

અમરેલી, તા.ર
અમરેલીના ચોરાપા વિસ્‍તારમાં આજે વહેલી સવારે જાહેરમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે દિપક ઓઘડભાઈ મશરૂ, ઈમરાન ઉર્ફે ડોસી જીકરભાઈ મોગલ, અનિલ જસકુભાઈ ડેર, સુરેશ દિનકરભાઈ ભાખરે તથા દિપક રવિશંકરભાઈ શુકલ વિગેરે જુગાર રમતા હોય, સીટી પોલીસને બાતમી મળતા પોલીસે દરોડો પાડી તમામ પાંચેય ઈસમોને રોકડ રકમ રૂા.ર1પ0ની મતા સાથે ઝડપી લીધા હતા.

લીલાનગરમાં દારૂ પી આવવાની ના પાડતાં જમાઈએ સાસુને માર માર્યો

છરી વડેહાથે-પગે ઈજા કર્યાની નોંધાઈ ફરિયાદ
અમરેલી, તા. ર
અમરેલી નજીક આવેલ લીલાનગરમાં રહેતાં રમાબેન દીલીપભાઈ સોલંકી નામનાં પર વર્ષિય મહિલા ગઈકાલે સાંજે પોતાના ઘરે હતા ત્‍યારે અમરેલીમાં જ રહેતાં તેમનાં જમાઈ હકાભાઈ દુલાભાઈ સોલંકી દારૂ પી આવતાં તેણીએ દારૂ પીને શું કામ આવો છો તેમ કહેતાં તેમને સારૂ નહીલાગતાં પાઈપ વડે માર મારી છરી વડે હાથે-પગે ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

બક્ષીપુર (ભુતિયા) ગામે સાસુ-વહુનાં ઝગડામાં યુવકને માર મારી ઈજા

ભાભીનાં પિયરવાળાએ પાઈપ મારી ઈજા કરતાં ફરિયાદ

અમરેલી, તા. ર અમરેલી નજીક આવેલ બક્ષીપુર (ભુતિયા) ગામે રહેતાં રસીકભાઈ દેવસીભાઈ જેઠવા નામનાં 30 વર્ષિય યુવકની માતા અને તેમની ભાભી વચ્‍ચે બોલાચાલી થતાં ભાભીએ પોતાનાં માવતરે ફોન કરી કોટડા સાંગાણી તાલુકાનાં રાજપરા ગામેથી કમલેશ છનાભાઈ કુમાર આણીયા, હરેશભાઈ, જયેશભાઈતથા એક અજાણી સ્‍ત્રી બોલેરા કારમાં આવી યુવકનાં ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી લોખંડનાં પાઈપ વડે માર મારી તથા અજાણી સ્‍ત્રીએ મરચાની ભુક્કી છાંટી ઈજા કર્યાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાય છે.


લીલીયાનાં સલડી ગામેથી બે ટ્રેકટરોમાં ગેરકાયદે રેતી ભરીને લઈ જતા ર ઝડપાયા

પોલીસે રૂા. 4.ર9 લાખનો મુદ્યામાલ પણ કબ્‍જે લીધો
અમરેલી, તા.ર
અમરેલી તાલુકાના દેવળીયા ગામે રહેતા અને ડ્રાઈવીંગ કરતા સુરેશ રૂડાભાઈ રાઠોડ તથા તરૂણ ઉર્ફે દીકુ બાબુભાઈ રાઠોડ નામના બે ઈસમો ગઈકાલે લીલીયા તાલુકાના સલડી ગામ પાસેથી એ અલગ અલગ ટ્રેકટર સાથે ટ્રોલીમાં રેતી ભરી નીકળતા લીલીયા પોલીસે તેમને અટકાવી પૂછપરછ કરતા આ બન્‍ને ટ્રેકટરો ચલાવવાના લાયસન્‍સ સહિતના કાગળો નહીં હોવાથી રેતી ટન આઠ તથા ટ્રેકટર, ટ્રોલી મળી કુલ રૂા. 4.ર9 લાખનાં મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હદ થઈ : રાજુલા નજીક હિંડોરણા ચોકડીએ મેજીકને ટ્રકે હડફેટે લેતાં ર વ્‍યકિતનાં મોત

અમરેલી જિલ્‍લામાં માર્ગ અકસ્‍માતમાં એક દિવસમાં 6 મોત
હદ થઈ : રાજુલા નજીક હિંડોરણા ચોકડીએ મેજીકને ટ્રકે હડફેટે લેતાં ર વ્‍યકિતનાં મોત
આરટીઓ, ટ્રાફીક પોલીસ અને માર્ગ-મકાન વિભાગે ગંભીરતાથી વિચારવું જરૂરી
અમરેલી, તા. ર
અમરેલી જીલ્‍લા પર ગઈકાલે જાણે કોઈ કાળ જળુંબતો હોય તેમ ગઈકાલે સવારનાં અમરેલી પાસે અકસ્‍માતમાં 4 ના મોત થયા હતા જયારે સાંજના સુમારે લગભગ 6/30 કલાકે હિંડોરણા ચોકડી પાસે આવેલ બાળક્રિષ્‍ના સ્‍કૂલ પાસે જાફરાબાદથી આવી રહેલ મેજીકને જયારે હિંડોરણા પહોંચી ત્‍યારે પુરપાટ ઝડપે તેની પાછળ આવી રહેલાં ટ્રક ર્ેારા પાછળથી મેજીકને બે વાર જોરદાર ટક્કર મારતાં આખીએ આખી મેજીક ઉલ્‍લીને ખાળીયામાં ખાબકી હતી. આ મેજીકમાં સવાર બે લોકોનાં ઘટના  સ્‍થળે જ કમકમાટી ભર્યા મોત થયેલ છે. જયારે 3 લોકોને રાજુલા સીવીલ હોસ્‍પીટલમાં પ્રાથમિક સારવાર બાદ રીફર કરવામાં આવેલ છે. જયારે પ લોકોને રાજુલામાં સારવાર આપવામાં આવી રહેલ છે. આ ઘટના બનતા જ 108ની ટીમ  તથા સેવાભાવી એવા યોગેશ કાનાબાર તથા તેની ટીમ ર્ેારા ઘાયલ લોકોને સારવાર મળી રહે તે માટે શકય તેટલી મહેનત કરવામાં આવેલ હતી. આ ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળે-ટોળા હોસ્‍પીટલમાં એકઠા થયેલ છે.

એસ.ટી. બસ અને ટ્રક વચ્‍ચે અકસ્‍માતમાં 4નાં મોત : રપથી વધુ ઘવાયા 

અમરેલી-લાઠી માર્ગ પર વરસડા ગામ નજીક અફડા-તફડી
એસ.ટી. બસ અને ટ્રક વચ્‍ચે અકસ્‍માતમાં 4નાં મોત : રપથી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા
સાવરકુંડલાથી ઉંઝા જઈ રહેલ એસ.ટી. અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાયા
અમરેલી, તા. ર
અમરેલીનાં વરસડા નજીક વહેલી સવારે એસ.ટી. બસ અને ટ્રક વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાતા ચારનાં મોત થયા હતા. જયારે એસ.ટી.બસનાં ચાલક, કન્‍ડકટર અને ટ્રક ડ્રાયવર સહિત રપથી પણ વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. બસમાં કેટલાય સમય સુધી ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે સ્‍થાનિક લોકો, અમરેલી તાલુકા પોલીસ, લાઠી પોલીસ, અમરેલી ફાયર, એસ.ટી.ની ક્રેઈન તથા જેસીબીને કામે લગાવ્‍યા બાદ બહાર કાઢી અમરેલી સિવિલ હોસ્‍પીટલે ખસેડવામાં આવ્‍યા હતા. જયાં તમામને સારવાર આપવા માટે ડોકટર્સ તથા સિવિલનાં સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી. જયારે રોડ ઉપર બે-બે કિ.મી. સુધી ટ્રાફીક જામ થયો હતો.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ આજે સવારે 6 વાગ્‍યાનાં સમયે અમરેલીથી ઉપડેલી સાવરકુંડલા-ઉંઝા રૂટની એસ.ટી. બસ અમરેલીથી 1પ કિ.મી. દુર વરસડાથી નજીક કેરાળા ગામના પાટીયા પાસે પહોંચતા આ એસ.ટી. બસ નં. જી.જે.-18-ઝેડ 031ર સાથે લાઠી તરફથી આવી રહેલ જલારામ ટ્રાન્‍સપોર્ટ સર્વિસના ટ્રક નંબર જી.જે.-03-બીવી 44પપનાં ચાલકે રોંગ સાઈડમાં ધસી જઈ બસની ડ્રાયવરની સીટથી લઈ બસનાં અર્ધા ભાગ સુધી બસને ચીરી નાંખતા આ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની ચીસાચીસથી આ માર્ગ ગુંજી ઉઠયો હતો.
આ અકસ્‍માતમાં કેટલાક લોકો ઘાયલ થતાં તાત્‍કાલીક 4 જેટલી એમ્‍બ્‍યુલન્‍સને ઘટના સ્‍થળે દોડાવાઈ હતી અને તમામને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. આ માર્ગઅકસ્‍માતમાં સાવરકુંડલા ગામે રહેતા ચૌહાણ દ્વિમિત્ર ધર્મેન્‍દ્રભાઈ (ઉ.વ. ર3), રોહીતભાઈ ધીરૂભાઈ સરવૈયા (ઉ.વ. 40) તથા કુરેશી ફાજીમબેન વાસીમભાઈ (ઉ.વ. 3)નાં ઘટના સ્‍થળે જ મોત થયા હતા. જયારે હિંમતભાઈ ગોરધનભાઈ સરવૈયા (ઉ.વ. પપ)નું સરકારી દવાખાને સારવાર દરમિયાન મોત થયું હતું.
આ બસ અકસ્‍માતમાં કેટલાંક મુસાફરો બસનાં કાટમાળમાં ફસાયા હતા જયારે ટ્રક ચાલક પણ પોતાના હવાલાવાળા ટ્રકમાં સફાયા હતા. આ તમામને બહાર કાઢવા માટે એક જેસીબી, એસ.ટી.ની ક્રેઈન તથા અમરેલી ફાયર ફાઈટર સહિત અનેક લોકોએ જહેમત ઉઠાવી હતી અને અકસ્‍માત કરનાર ટ્રકને બસથી દુર ખસેડી કાટમાળમાંથી ઘવાયેલા અને ફસાયેલા લોકોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા.
આ અકસ્‍માતની જાણ થતાં ભાજપ અને કોંગ્રેસનાં આગેવાન કાર્યકર્તાઓ સિવિલ હોસ્‍પીટલ અને બનાવ સ્‍થળે મદદ માટે દોડી ગયા હતા. સિવિલ હોસ્‍પીટલે લોકો ટોળે વળી ગયા હતા.
સાવરકુંડલા શહેરનાં 4 વ્‍યકિતઓનાં અકસ્‍માતમાં મોત થતાં શોકનો માહોલ
સાવરકુંડલા, તા. ર
એક જ શહેરમાંથી એક સાથે ચાર-ચાર લોકોનાં મૃત્‍યુ થતાં સમગ્ર સાવરકુંડલા શહેરમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
હિંમતભાઈ ગોરધનભાઈ સરવૈયા (ઉ.વ. પ3) રહે. સાવરકુંડલા, ધોબી શેરી, સદગત સિલાઈ કામ કરીતેઓનું તથા તેમના કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. તેઓને સાળંગપુર ખાતે ભગવાનના વાઘા (શણગારના વસ્‍ત્રો) માપ લેવા માટે જઈ રહૃાા હતા. તેમની સાથે તેમનો ભત્રીજો પણ હતો ત્‍યારે આ દુર્ઘટના સર્જાતા તેમનું અવસાન થયું હતું.
રોહિતભાઈ ધીરૂભાઈ સરવૈયા (ઉ.વ. 40) રહે. સાવરકુંડલા, ચંદ્રમોલી સોસાયટી. સદગત સિલાઈ કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ સાળંગપુર ખાતે ભગવાનના વાઘા (શણગારના વસ્‍ત્રો) માપ લેવા માટે જઈ રહૃાા હતા. તેમની સાથે તેના કાકા પણ હતા ત્‍યારે આ દુર્ઘટના સર્જાતા તેમનું અવસાન થયું હતું.
દ્વિમિત્ર ધર્મેન્‍દ્રભાઈ ચૌહાણ (ઉ.વ. ર3) રહે. સાવરકુંડલા, નેસડી રોડ આ આશાસ્‍પદ યુવાન ગાંધીનગરમાં ધીરૂભાઈ અંબાણી ઈન્‍સ્‍ટીટયુટ ખાતે કોમ્‍પ્‍યુટર એન્‍જીનીયરીંગનો કોર્ષ ફર્સ્‍ટ કલાસ સાથે પાસ કરેલ. તેઓ અમદાવાદ ખાતે વ્‍યવસાયીક કામ અર્થે જઈ રહૃાા હતા અને ત્‍યાં જ કુદરતે તેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકી દીધું.
ફાજીન વસીમભાઈ કુરેશી (ઉ.વ. 3) રહે. સાવરકુંડલા, સાધના સોસાયટી તેમના પરિવારજનો સાથે અમદાવાદથી હજયાત્રાએ જઈ રહેલા તેમના સંબંધીઓને હજયાત્રાની મુબારક બાદ આપવા માટે જઈ રહૃાા હતા ત્‍યારે આ દુર્ઘટના સર્જાતા આ માસુમ બાળકીનું દુઃખદ અવસાન થયું.
ઘવાયેલા મુસાફરોની યાદી
નિખિલ વિનુભાઈગોહિલ (ઉ.વ. ર4) રે. અમરેલી, વિધીબેન વિનુભાઈ ગોહિલ (ઉ.વ. 19) રે. અમરેલી, કૌશિકભાઈ નવીનભાઈ (ઉ.વ. ર8) રે. સાવરકુંડલા, વિજયભાઈ ભુપતભાઈ ચુડાસમા (ઉ.વ. ર8) રે. સાવરકુંડલા, જતિનભાઈ ચુડાસમા (ઉ.વ. ર7) રે. સાવરકુંડલા, બ્રિજેશ મુકેશભાઈ બુધેલીયા (ઉ.વ. રર) રે. સાવરકુંડલા, ઈમરાનભાઈ દિલાવરભાઈ પઢીયાર (ઉ.વ. 30) રે. સાવરકુંડલા, જુમાનાબેન નુરાભાઈ હથીયારી (ઉ.વ. 6પ) રે. ધારી, કોમલબેન મહેશભાઈ કાણકીયા (ઉ.વ. રપ) રે. સાવરકુંડલા, રઘુવીરસિંહ સુરસિંહજીભાઈ રાઠોડ (ઉ.વ. રપ) રે. સાવરકુંડલા, મનિષભાઈ નવિનભાઈ અઘ્‍વર્યુ (ઉ.વ. 40) રે. સાવરકુંડલા, શેખ રૂકસારબેન અસલમભાઈ (ઉ.વ. 19) રે. સાવરકુંડલા, રોહિતભાઈ ધીરૂભાઈ સરવૈયા (ઉ.વ. 40) રે. સાવરકુંડલા, શેખ સાહિલભાઈ અસલમભાઈ (ઉ.વ. 4પ) રે. સાવરકુંડલા, મીનાબેન સુરસિંહભાઈ રાઠોડ (ઉ.વ. ર4) રે. સાવરકુંડલા, નયલાબેન વાસીમભાઈ કુરેશી (ઉ.વ. 3પ) રે. સાવરકુંડલા, કુંવરબેન સરદારસિંહભાઈ રાઠોડ (ઉ.વ. 70) રે. સાવરકુંડલા, નજુબેન અસલમભાઈ શેખ (ઉ.વ. 4ર) રે. સાવરકુંડલા, જીલુબેન બળવતંસિંહભાઈ રાઠોડ (ઉ.વ. 70) રે. સાવરકુંડલા, દિલીપભાઈ વિઠ્ઠલભાઈ ધકાણ (ઉ.વ. પપ) રે. સાવરકુંડલા, તુશારામ રવિરામભાઈ (ઉ.વ. 3પ) રે. રાજકોટ, જયેશભાઈ ડાયાભાઈ સુતરીયા(ઉ.વ. 44) રે. સિઘ્‍ધપુર, રાજેશભાઈ મંગલાલ દવે (ઉ.વ. 48) રે. અમરેલી, લવજીભાઈ રામજીભાઈ ચૌધરી (ઉ.વ. 4પ) રે. સાવરકુંડલા, કિરણભાઈ વિઠ્ઠલભાઈ વામજા (ઉ.વ. 44) રે. ઈશ્‍વરીયા, પ્રકાશભાઈ ડી. ખેર (ઉ.વ. 41) રે. સાવરકુંડલા, રજનીકાંત બિપીનભાઈ પોપટ (ઉ.વ. 40) રે. સાવરકુંડલા.

અરેરાટી : ધારી પંથકમાં એકી સાથે ત્રણ દીપડાને ઝેર આપી મોતને ઘાટ ઉતારાયા

ધારી, તા.ર
ધારીનાં અમરેલી રોડ પર આવેલ લીંબડીયાના નહેરા નજીક એક સાથે ત્રણ દીપડાને મારણમાં ઝેર      ભેળવી મોતને ઘાટ ઉતારાયાનું સામે આવતા ચકચાર મચી છે.
આ અંગેની પ્રાપ્‍ત વિગત મુજબ શ્‍વાનના મૃતદેહમાં ઝેર ભેળવી તે એક સાથે ત્રણ દીપડાએ આરોગતા એક બાદ એક ત્રણના મોત નિપજયા હતા. જેમાં 1 નર દીપડો, ર માદા દીપડી એક બાદ એક થોડા-થોડા અંતરે મૃતદેહ મળી આવ્‍યા હતા. આજે વહેલી સવારે ધારી-અમરેલી રોડ પર આવેલ લીંબડીયાના નહેરા (નદી) નજીક આવેલ રેવન્‍યુ વિસ્‍તારમાં દીપડાના મૃતદેહ પડયા હોવાની જાણ થતા જ વન વિભાગ સરસીયા રેન્‍જનો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી તપાસ કરતા શ્‍વાનના મૃતદેહમાં ઝેર ભેળવીને ત્રણ દીપડાને મોતને ઘાટ ઉતારાયા હતા. જેથી વન વિભાગે ડોગ સ્‍કવોર્ડની મદદ લીધી હતી. અને મૃતદેહને પી.એમ. માટે મોકલી દેવામાં આવ્‍યાહતા. ધારી ગીર પૂર્વમાં એક સાથે 3 દીપડા મોતને ભેટયાનો પ્રથમ બનાવ હોય વનતંત્ર રીતસરનું ધંધે લાગ્‍યું હતું. જેમાં આર.એફ.ઓ. તથા નવ નિયુકત ડી.એફ.ઓ. આ મામલે હજુ કોઈ ચોકકસ નિષ્‍કર્ષ પર પહોંચી શકયા નથી અને તપાસ ચાલુ હોવાનું જણાવ્‍યું હતું. ત્રણ દીપડાના મોતથી ધારી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

અવસાન નોંધ

અવસાન નોંધ
ભુરખીયા  : ચા. મચ્‍છુ કા. મોઢ બ્રાહ્મણ પ્રવિણચંદ્ર ગીરધરભાઈ પંડયા (ઉ.વ.7પ) તા.ર/8ને ગુરૂવારના રોજ કૈલાસવાસ થયેલ છે. તે ભરતભાઈ, વિશાલભાઈ, કિરણબેન તથા ભાવનાબેન (પાલીતાણા)ના પિતાજી તથા મનોજભાઈ, દક્ષાબેન, નયનાબેન (મોરબી)ના કાકા તેમજ પરેશભાઈ જેઠાભાઈ પંડયા દેરડી, હાલ અમરેલીના બનેવી થાય. બન્‍ને પક્ષની સાદડી સાથે રાખેલ છે. તા.4/8ને શનિવારના રોજ બપોરે 3 થી 6 ભુરખીયાનિવાસ સ્‍થાને બેસણું રાખેલ છે.
પાંચતલાવડા  : ધનજીભાઈ કાબાભાઈ શિહોરા (ઉ.વ.78) તે સ્‍વ. જાદવભાઈ, પોપટભાઈ, નાનજીભાઈના ભાઈ, બાબુભાઈ, દિનેશભાઈના પિતાજી, કાળુભાઈ, કનુભાઈ, વજુભાઈ, ઘનશ્‍યામભાઈ, અશોકભાઈ, મધુભાઈ, વિનુભાઈ, જગદીશભાઈના કાકાનું તા.ર7/7ને શુક્રવારના રોજ પાંચતલાવડા (તા. લીલીયા) મુકામે અવસાન થયેલ છે. સ્‍વ.ની ઉત્તરક્રિયા તા.4/8ને શનિવારના રોજ પાંચતલાવડા ખાતે રાખેલ છે.
જાત્રુડા : રાજગોર બ્રાહ્મણ ભીખુભાઈ નરશીભાઈ બોરીસાગર (ઉ.વ.7ર) તે સ્‍વ. નટુભાઈ મનસુખભાઈનાં પિતા તથા ચંદુભાઈ મોટાભાઈ તથા બાલકૃષ્‍ણભાઈ, હરિકૃષ્‍ણભાઈ અને વિઠ્ઠલભાઈનાં મોટાબાપુનું તા.ર1/7 નાં રોજ અવસાન થયેલ છે.

અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં વિદેશી દારૂની રેલમછેલ કરનાર ર વ્‍યકિત ઝડપાયા

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની સૂચનાથી એલસીબી અને એસઓજીનો સપાટો
અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં વિદેશી દારૂની રેલમછેલ કરનાર ર વ્‍યકિત ઝડપાયા
પકડાયેલ આરોપી વિરૂદ્ધ જુદા-જુદા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હા નોંધાયા છે
અમરેલી, તા.ર
જાફરાબાદ મરીન પો.સ્‍ટેલ.ના પ્રોહી ગુ.ર.નં. 49/ર017, પ્રોહિ કલમ 66 બી, 6પ એ, ઇ, 116 બી વિ. મુજબના ગુન્‍હાઓના કામે જયરાજભાઇ બિચ્‍છુભાઇ વાળા રહે.રાજુલા તથા જાલીમભાઇ ભગુભાઇ બારીયા રહે. કડીયાળી વાળાને પકડવાનો બાકી હોય જે આધારે હકીકત મેળવતાં પોતાની પ્રોહિબીશનની પ્રવૃતિ બંધ કરેલ નહીં.અને માત્ર અમરેલી જીલ્લામાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં મોટા પાયે ઇંગ્‍લીશ દારૂ સપ્‍લાય કરવાની અસામાજીક પ્રવૃતિ સતત ચાલુ રાખેલ હતી. સને ર017માં જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેનશનમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્‍થાના સપ્‍લાયર તરીકે ઉપરોકત બન્ને આરોપીઓના નામ ખુલવા પામેલ હોય, આ ગુન્‍હામાં પોતાનું નામ ખુલેલ હોવા છતાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવામાટે તેઓ નાસતા ફરતા હતા.
  આ કામના આરોપીઓ જયરાજભાઇ બિચ્‍છુભાઇ વાળા રહે. રાજુલા તથા જાલીમભાઇ ભગુભાઇ બારીયા રહે. કડીયાળી વાળાઓને ચોકકસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી./ એસ.ઓ.જી. ટીમોએ અમરેલીથી ઝડપી પાડેલ છે. પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતાં તેઓ અમરેલી જીલ્લાના જાફરાબાદ મરીન પો.સ્‍ટેલ.ના ગુન્‍હાઓમાં પણ વોન્‍ટેડ હોવાનું ખુલવા પામેલ.
પકડાયેલ આરોપી જયરાજભાઇ બિચ્‍છુગભાઇ વાળાવિરૂઘ્‍ઘમાં (1) રાજકોટ જિલ્લાના જસદણ-0પ (ર) ગોંડલ-01 (3) જુનાગઢ શહેર-0ર (4) કેશોદ-01 (પ) વિસાદવર-0ર (6) ભેસાણ-1, (7) ધારી-01, (8) ગારીયાધાર-1 (9) ભાવનગર-01 (10) રાજકોટ ગ્રામ્‍યના અલગ-અલગ પોલીસ સ્‍ટેશનોના-10 ગુન્‍હાઓ મળી કુલ રપ જેટલા ગુન્‍હાઓ રજી. થયેલ છે.
પકડાયેલ આરોપી જાલીમ ભગુભાઇ બારીયા વિરૂઘ્‍ઘ પીપાવાવ મરીન પોલીસ સ્‍ટેશનમાં ઇગ્‍લીશ દારૂના 06 તથા વંડા પોલીસ સ્‍ટોશન -01 જેટલા ગુન્‍હારઓ રજી.થયેલ છે.
  પકડાયેલ બન્ને આરોપીઓની ધરપકડ કરી જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેમશન ખાતે સોપી આપવામાં આવેલ છે.
આમ, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં યુવા-ધનને નશાના ગેરમાર્ગે દોરવા અલગ અલગ જીલ્લાઓમાં મોટા પાયે ઇંગ્‍લીશ દારૂના સપ્‍લાયરને પકડી પાડવામાં અમરેલી એલ.સી.બી./એસ.ઓ.જી. ટીમને સફળતા મેળવેલ છે.આ કામગીરી પોલીસ અધિક્ષક અમરેલીની સુચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ. તથા પો.સ.ઇ. એ.વી. સરવૈયા તથા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્‍સ. પી.એન. મોરી તથા એલ.સી.બી. ટીમ અને એસ.ઓ.જી. ટીમએ કરેલ છે.

અમરેલી જિલ્‍લા બેન્‍કનાં ચેરમેન દિલીપ સંઘાણીનું અમદાવાદમાં સન્‍માન

અમરેલી, તા. ર
અમરેલી જિલ્‍લા બેન્‍કનાં સતત 7મી વખત ચેરમેન બનવા બદલ પૂર્વ કૃષિ મંત્રી અને ગુજકો માસોલનાં ચેરમેન દિલીપ સંઘાણીનું અમદાવાદ ખાતે ગુજકો માસોલનાં કર્મચારીઓ અને અધિકારીઓ ર્ેારા સન્‍માન કરીને શુભેચ્‍છા પાઠવવામાં આવી હતી.

સોમનાથ મંદિરમાં મુખ્‍યમંત્રીનાં જન્‍મદિવસે ઘ્‍વજાપૂજા કરાઈ

ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્‍મદિવસે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિઘ્‍યે દીર્ધ આયુષ્‍ય માટે માર્કંડેય પૂજા તેમજ આયુષ્‍યમંત્રના જાપ ઘ્‍વજાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્‍થિત રહયા હતા.


03-08-2018