Main Menu

Thursday, August 2nd, 2018

 

દામનગરનાં ભૂરખીયા કોમ્‍પ્‍લેક્ષ સામેથી લારી-ગલ્‍લા હટાવવામાં પાલિકાનાં ઠાગાઠૈયા

દામનગર, તા. 1
દામનગર શહેરમાં આવેલ ભૂરખીયા કોમ્‍પ્‍લેક્ષ નગરપાલિકા સામે – ગારીયાધાર રોડ ટેલીફોન એક્ષચેન્‍જની સામે આવેલું છે. ત્‍યાં ધંધા રોજગાર વાળાની સામે લારી-ગલ્‍લા વાળાોએ દબાણ કરીને જગ્‍યા રોકીને બેસી ગયા છે. તેમજ દુકાન ધારકોની દુકાનતો દેખાતી જ નથી તો આ દુકાનદારો દામનગર નગરપાલીકામાં ગયેલ હોય ત્‍યાંથી તેમને નગર સેવા સદન મારફત ટપાલમાં જાણ કરવામાં આવેલ કે આ જગ્‍યા અમારામાં નથી આવતી આ જગ્‍યા માર્ગ અને મકાન વિભાગ(રાજય) કાર્યપાલક ઈજનેર મ. અને મા. પેટા વિભાગ જનરલ પોસ્‍ટ ઓફીસ સામે અમરેલીનાં અધિકારમાં આ રસ્‍તો તથા તેની આજુબાજુની ખુલ્‍લી જમીનો આવતી હોય તો તેમને આ દબાણ દૂર કરવા જાણ કરવા તમોને જણાવવામાં આવે છે આ પત્રનો જવાબ છે. તેમ છતાં હવે અરજદારે દામનગર નગરપાલીકા માર્ગ મકાન વિભાગ અમરેલી કલેકટર, લાઠી મામલતદાર, લાઠી પ્રાંત અધિકારી તેમજ ભાવનગર પ્રાદેશીક કમીશ્‍નર (નગરપાલીકા) ભાવનગર વિસ્‍તાર વિકાસ રસ્‍તા મંડળની કચેરીને પણ પત્ર ર્ેારા જાણ કરવામાં આવેલ છે. અરજદારે છેલ્‍લા 4 માસથી કાગળો લખી લખીને થાકી ગયેલ છે. તો હવે અરજદાર પૂછે છે કે જો આ નગરપાલીકાની હદમાં ન આવતું હોય તો લારી-ગલ્‍લાવાળા પાસેથી રોજ રૂા.10 લેખે ભાડું ઉઘરાવે છે. તો તેમની હદમાં ન આવતું હોય તો કેવી રીતે ઉઘરાવે છે, તે સમજાતું નથી. આ દબાણ બાબત કોઈ તંત્ર ઘ્‍યાન આપશે ખરૂ ? આમ છતાં તંત્ર ર્ેારા કોઈ નક્કર પગલા નહી લેવામાં આવે તો ગાંધી ચિન્‍ઘ્‍યા માર્ગે ચાલવાની ફરજ પડશે તેમ જણાવેલ છે.

હુડલી ગામનાં યુવકને પ્રેમ સંબંધમાં પરિવારે ઠપકો આપતાં ઝેરી દવા પીધી

અમરેલી, તા. 1
ધારી તાલુકાનાં ચલાલા ગામે રહેતાં અને મુળ દાહોદ પંથકમાં રહેતાં કલ્‍પેશ વાલજીભાઈ ગરાસીયા નામનાં 18 વર્ષિય યુવકને તેમનાં મામાની દિકરી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હોય જેથી તેણીને લઈ વતનમાંથી હુડલી ગામે આવી ગયો હતો. પરંતુ તેમની પ્રેમિકાને તેમના ભાઈઓ આવી લઈને જતાં રહૃાાં હોય, અને આ અંગે પરિવારનાં સભ્‍યોએ ઠપકો આપતાં લાગી આવતાં પોતાની મેળે ઝેરી દવા પી લેતાં સારવાર           માટે અત્રેનાં દવાખાને ખસેડવામાં આવેલ છે.

શેડુભાર ગામેથી તરૂણીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જવાઈ

અમરેલી, તા. 1
અમરેલી તાલુકાનાં શેડુભાર ગામે રહેતી 17 વર્ષિય તરૂણીને તે જ ગામે રહેતાં જનકધીરૂભાઈ સરવૈયા નામનો ઈસમ ગત તા.ર9/7 નાં રોજ લલચાવી, ફોસલાવી લગ્ન કરવાનાં ઈરાદે તેણીનાં મામાનાં વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોહીસા ગામે વગર ડીગ્રીએ તબીબી વ્‍યવસાય કરતાં મુન્‍નાભાઈને ઝડપી લેવાયા

જિલ્‍લામાં અનેક જગ્‍યાએ આવા ડોકટર કરે છે ધીકતો ધંધો
અમરેલી, તા. 1
અમરેલી જિલ્‍લામાં અનેક જગ્‍યાએ વગર ડીગ્રી ધરાવતા મુન્‍નાભાઈ એમબીબીએસ ધીકતો ધંધો કરતાં હોય, જવાબદાર અધિકારીઓ આવા ઉઘાડપગા ડોકટરને ઝડપી લેવાનાં બદલે તેમને રક્ષણ પુરૂ પાડતાં હોય, તેમ છતાં જાફરાબાદ તાલુકામાં રોહીસા ગામેથી આવો એક બોગસ ડોકટર ઝડપાયો છે.
રોહીસા ગામે રહેતાં હીતેશ કે. રાજયગુરૂ નામનો ઈસમ કોઈ પણ જાતનાં તબીબી વ્‍યવસાય આધારભૂત ડીગ્રી કે પ્રમાણપત્ર વિના તબીબી વ્‍યવસાય કરતો હોય, તાલુકા હેલ્‍થ અધિકારી-જાફરાબાદનાં કલસરીયાએ તેમને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

કરોડો રૂપિયાની ઝડપાયેલ ખનીજ ચોરી એ હિમશીલાની ટોચ સમાન

ખનીજ ચોરી કરીને અનેક રોડપતિઓ ગણતરીનાં મહિનાઓમાં કરોડપતિ બની ગયા છે
કરોડો રૂપિયાની ઝડપાયેલ ખનીજ ચોરી એ હિમશીલાની ટોચ સમાન
રાજુલા પંથકમાં મહાકાય ડુંગરને તોડીને તમામ ખનીજ તત્‍વોની ચોરી થઈ હોવાની વ્‍યાપક ચર્ચાઓ
અમરેલી, તા. 1
રાજુલાની ધાતરવડી નદીમાંથી અંદાજિત રૂપિયા પર કરોડની રેતી ચોરી થઈ હોવાની આશંકા સાથે ખાણ-ખનીજ વિભાગે 9 શખ્‍સો વિરૂઘ્‍ધ ગુન્‍હો નોંધાવતાં પોલીસે 7 આરોપીની અટકાયત કરી લીધી છે અને બાકીનાં ર આરોપીની શોધખોળ શરૂ છે.
દરમિયાનમાં અમરેલી જિલ્‍લામાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાનું ખનીજ ચોરીનું કૌભાંડ એ હિમશીલાની ટોચ સમાન છે. જિલ્‍લામાંથી છેલ્‍લા ર0 થી રપ વર્ષમાં અબજો રૂપિયાની ખનીજ ચોરી કરીને સરકારી      તિજોરીને જબ્‍બરૂ નુકશાન થયાનું ચર્ચાઈ રહૃાું છે.
નદીઓમાંથી રેતી, જમીનમાંથી માટી ઉપરાંત દરિયાની રેતીની પણ ચોરી કરવામાં આવી છે. રાજુલા પંથકમાં તો આખે આખા ડુંગર ગાયબ થઈ ગયાનું પણ ચર્ચાઈ રહૃાું છે. રેતી ચોરી કરીને અનેકરોડપતિઓ કરોડપતિઓ બની ગયા છે.
રાજકીય અને આર્થિક વગ હોવાથી ખાણ-ખનીજ વિભાગ ઘ્‍વારા કશી જ કાર્યવાહી થઈ ન હોય નિષ્ઠાવાન પોલીસ અધિક્ષક અને કલેકટર ઘ્‍વારા ખાનગીમાં તટસ્‍થ તપાસ કરાવવામાં આવે તો અબજો રૂપિયાનું ખનીજ ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવે તેવું જનતા જનાર્દન જણાવી રહી છે.

ચિત્તલમાંથી પોલીસે 30 કિલો માંસ સાથે 3 શખ્‍સોને દબોચી લીધા

ચિત્તલમાંથી પોલીસે 30 કિલો માંસ સાથે 3 શખ્‍સોને દબોચી લીધા
પશુની કતલ કરનાર શખ્‍સોમાં ફફડાટ
અમરેલી, તા.1
અમરેલી તાલુકા પોલીસે આજે ચિતલ ગામે ખાટકીવાસમાં રહેણાંક મકાનમાં રેડ પાડી 30 કિલો માંસ મટન સાથે 3 શખ્‍સોને ઝડપી લેવામાં આવતા બિન કાયદેસર પશુની કતલ કરતા શખ્‍સોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
પ્રાપ્‍ત વિગત મુજબ અમરેલી તાલુકા પોલીસના ચિતલ આઉટપોસ્‍ટ પોલીસ મથકમાં એમ.કે. ચુડાસમા, વી.એમ. ચૌહાણ સહિતના પોલીસ કર્મીઓએ ચિતલમાં ધમધમી રહેલ બિન કાયદેસરના કતલખાનાઓની મળેલ બાતમીના આધારે આજે સવારે કાળવા ચોકમાં આવેલ ખાટકીવાસમાં ચેકીંગ હાથ ધરતા 3 રહેણાંક મકાન (1) નુરમહંમદ હાજીભાઈના મકાનમાંથી માંસ કિલો 1ર કિંમત રૂા. 160પ (ર) અકરમ મુસાભાઈ કાલવાના મકાનમાંથી માંસ કિલો 1ર તેમજ સાધનો સહિત રૂા. ર41પ અને (3) સુલેમાન હુસેનભાઈ કાલવાના મકાનમાંથી માંસ કિલો6 તેમજ સાધનો સહિત રૂા. 1રપ0નો જથ્‍થો જપ્‍ત કરવામાં આવતા ખાટકીવાસમાં અફડા-તફડીનો માહોલ સર્જાયેલ હતો. અત્રે ઉલ્‍લેખનીય છે કે ગૌવંશ તેમજ તેઓને કતલખાને ધકેલવામાં અને કતલ કરવામાં ચિતલ ગામ એપી સેન્‍ટર લેખાય છે.

બાબરામાં મહાકાય ટ્રક કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્ષમાં ઘુસી જતાં અફડાતફડીનો માહોલ

અમરેલીમાં થોડા દિવસો પહેલા એસ.ટી. બસ દુકાનમાં ઘુસી ગયા બાદ
બાબરામાં મહાકાય ટ્રક કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્ષમાં ઘુસી જતાં અફડાતફડીનો માહોલ
પોલીસે ટ્રક ચાલક સામે ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી
બાબરા, તા. 1
બાબરામાં આજે સવારે અહીં એસ.ટી. ડેપો નજીક આવેલ એક કોમર્શિયલ કોમ્‍પ્‍લેકસમાં ટોરસ ટ્રકનાં ચાલકે સ્‍ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક સીધો રોડ પરથી કોમ્‍પ્‍લેકસમાં ઘુસી જતાં મોટો અકસ્‍માત થયો હતો. પણ સદનસીબે સવારનો બનાવ હોવાથી હાઈવે રોડ પર ઓછો ટ્રાફિક અને કોમ્‍પ્‍લેકસની તમામ દુકાનો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
પણ આ અકસ્‍માતમાં અહીં આવેલ તોતિંગ વૃક્ષ ધારાશાયી થયું હતું તેમજ કોમ્‍પલેક્ષનાં મુખ્‍ય દીવાલનાં પીલોરને મોટું નુકશાન થયું છે.
આ અકસ્‍માતનાં બનાવ પ્રાથમિક વિગત અનુસાર ઓ સવારે આઠ વાગ્‍યાની આસપાસ અહીં ડેપોની સામે રાજકોટ ભાવનગર સ્‍ટેટ હાઈવે રોડ પરથી પસાર થતો ભારે ટોરસ ટ્રકનાં ચાલકે કાબુ ગુમાવતા ટ્રક અહીં સીધો કોમ્‍પલેક્ષમાં ઘૂસી ગયો હતો. બનાવની જાણ થતાંમોટી સંખ્‍યામાં લોકો ટોળે વળ્‍યા હતા.
જોકે આ અકસ્‍માત સર્જી ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પણ અહીં કોમ્‍પલેકસ આગળ પાર્ક કરેલ એક બાઈક ચગદાઈ ગયુ હતું તેમજ એક વૃક્ષ ધારાશાયી થયું હતું. હાલ બાબરા પોલીસ ર્ેારા અકસ્‍માતનો ગુનો નોંધી ટોરસનાં ચાલકને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાજય સરકારની કામગીરીથી ભાજપનાં અનેક આગેવાનો નારાજ

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનાં સરળ સ્‍વભાવથી સરકાર પર પકકડ નથી
રાજય સરકારની કામગીરીથી ભાજપનાં અનેક આગેવાનો નારાજ
નવરાત્રીનાં વેકેશનને લઈને રાજય સરકારનાં મંત્રીઓ વચ્‍ચે સંકલન નથી તે સાબિત થયું
અમરેલી, તા. 1
રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનો સ્‍વભાવ સરળ હોવાથી સત્તાધારી પક્ષનાં અનેક આગેવાનોને તેની કાર્યશૈલી પસંદ આવતી ન હોય તેઓ સરકારની કામગીરીથી અસંતોષ અનુભવી રહૃાા હોય તેવું ચર્ચાઈ રહૃાું છે.
તાજેતરમાં નવરાત્રીનાં વેકેશનને લઈને પણ વિવાદ શરૂ થયો હતો તો અનેક ધારાસભ્‍યો અને આગેવાનોને મહત્‍વનું સ્‍થાન ન મળતાં તેઓ સમસમીને બેસી ગયા છે. કારણ કે નરેન્‍દ્ર મોદી અને અમિત શાહનાં કારણે કોઈ ખુલ્‍લેઆમ બળાપો           કાઢવાની હિંમત દર્શાવી શકતા નથી. લોકસભાની ચૂંટણી સુધીમાં નારાજ આગેવાનો કોઈ સખળડખલ કરે તો નવાઈ પામવા જેવું નહીરહે.
કેન્‍દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર આગામી વર્ષ – ર019માં લોકસભાની ચૂંટણી અને અન્‍ય પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણી માટે અત્‍યંત ગંભીરતાથી તૈયારીઓ શરૂ કરી છે.
આ વખતની ચૂંટણીમાં ભાજપ માટે ખુબજ આકરો સમય આવી રહયો છે. ભાજપ સરકાર વહીવટી સામે નિષ્‍ફળ જઈ રહી હોવાની ચર્ચાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
સત્તાધારી ભાજપ પક્ષે આગામી લોકસભાની ચૂંટણી અને પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં જીએસટી, નોટબંધી, પેટ્રોલ – ડીઝલના વધતા જતા ભાવો, ભારતની બોર્ડર પર આતંકીઓના કારણે છેલ્‍લા બે વર્ષમાં ભારતીય જવાનોની વધારે શહીદો જેવા અનેક મહત્‍વનાં મુદાઓનો સામનો કરવો પડે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થઈ રહયું છે. આવા મુદાઓને લઈ કેન્‍દ્ર સરકાર આ ચુંટણીઓ ડિસેમ્‍બરમાં યોજવાની તૈયારીઓ કરી રહી છે.
ગુજરાતમાં સત્તા પર બેઠેલ ભાજપ સરકારમાં વહીવટી તંત્ર ખુબજ ખરાબ પરિસ્‍થિતિ તરફ જઈ રહયું છે. ભાજપમાં પણ હવે ધીરે – ધીરે અંદરો – અંદર જુથબંધી અને વિખવાદો ઉભા થતા સ્‍પષ્‍ટ જોવા મળે છે. ભાજપ પક્ષના સીનિયર કાર્યકરો કોંગ્રેસી કરણ તરફ પક્ષનું મોવડી મંડળ જઈ રહયું છે. તેનાથી ચિંતિત છે.
ભાજપમાં પણ મુખ્‍યમંત્રી અને નાયબ મુખ્‍યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને સંગઠન અંદરો – અંદર આમને સામને હોવાની વાતોખુલ્‍લી પડી રહી છે. તાજેતરમાં વહીવટી તંત્રને શરમાવે તેવી વાત એ બની કે રાજયના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ નવરાત્રી વેકેશનની શાળા કોલેજોમાં રજાની જાહેરાત કરી તો રાજયના મુખ્‍યમંત્રી પોતે આવડા મોટા નિર્ણયથી અજાણ હોવાનું કહયું હતું. આવી વહીવટી ઘણી બાબતો છે. જેમાં મુખ્‍યમંત્રી અને મંત્રી મંડળના અમુક સભ્‍યો અંદરો – અંદર રહી સરકારને ખરાબ ચિતરવાની દિશામાં આગળ વધી રહયા હોય તેવી છાપ પડે છે.
રાજય સરકારની વહીવટી તંત્રમાં જોવા જઈએ તો મુખ્‍યમંત્રીથી લઈ મંત્રી મંડળનાં સભ્‍યોને મોટાભાગના અધિકારીઓ કે કર્મચારીઓ દાદ આપતા નથી. પરિણામે ભાજપનાં જ 3પ થી વધારે ધારાસભ્‍યોએ છેલ્‍લા બે માસથી સચિવાલ આવવાનું બંધ કર્યુ હોવાની વાત ચર્ચાઈ રહી છે.
મહત્‍વની વાત તો એ છે આ વાત ખુદ ભાજપના જ સીનીયર ધારાસભ્‍યો મધુ શ્રીવાસ્‍તવ, યોગેશ પટેલ, સિવાય પાંચ ટર્મથી જીતતા આવતા ધારાસભ્‍યો પણ હવે ધીરે-ધીરે પક્ષની વિરૂઘ્‍ધ બોલતા થાય છે. હાલમાં ભાજપમાંથી માત્ર નવ સઘ્‍યો જો છુટા પડે તો સરકાર મુશ્‍કેલીમાં આવી જાય તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થાય. આ સભ્‍યોની ગ્રૃપ મીટીંગ તાજેતરમાં એક ધારાસભ્‍યના નિવાસસ્‍થાને મળી હોવાની વાત પણ રાજકીય ચર્ચામાં આવી રહી છે.
આ વહીવટી તંત્રની બાબત પર ઘ્‍યાન મુકીએ તો આ વર્ષમાં કૃષિમેળા, શાળા પ્રવેશોત્‍સવ, આરોગ્‍ય વિભાગ દ્વારા રસીકરણ જેવા અનેક કાર્યક્રમોમાં સારો પ્રતિસાદ ન મળતા પડતા મુકવા પડયા છે. બીજી તરફ સરકારની જાહેરાતોમાંથી નાયબ મુખ્‍યમંત્રીનાં ફોટા ગાયબ થવા લાગ્‍યા છે. આમ આવા અનેક મુદાઓને લઈ રાજકીય વાતાવરણ ધીમી ગતિએ વિરોધની દિશા તરફ જઈ રહયું હોય તેમ દેખાય છે.

અમરેલી નજીક કેરાળા ગામના પાટીયા પાસે અકસ્‍માતમાં 4 મોત : રપ ધાયલ

અમરેલી નજીક વરસડા અને લાઠી વચ્‍ચે કેરાળા ગામના પાટીયા પાસે અકસ્‍માતમાં 4 મોત : રપ ધાયલ
સાવરકુંડલાથી ઉંઝા જતી એસટી બસ સાથે ટ્રક અથડાતા બન્‍યો બનાવ


ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ મદદ માટે આવ્‍યા આગળ

ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ મદદ માટે આવ્‍યા આગળ


લોકોના ટોળે ટાળા સરકારી દવાખાને ઉમટી પડયા

લોકોના ટોળે ટાળા સરકારી દવાખાને ઉમટી પડયા


અમરેલીનો લાઠી રોડ બન્‍યો રકત રંજીત : મોતની ચીચીયારીથી હાઈવે માર્ગ ગુંજી ઉઠયો

અમરેલીનો લાઠી રોડ બન્‍યો રકત રંજીત : મોતની ચીચીયારીથી હાઈવે માર્ગ ગુંજી ઉઠયો


અમરેલીમાં ‘‘શીતલ આઈસ્‍ક્રીમ” ફેકટરીમાં તપાસનો ધમધમાટ

જીએસટીનાં અધિકારીઓ દ્વારા
અમરેલીમાં ‘‘શીતલ આઈસ્‍ક્રીમ” ફેકટરીમાં તપાસનો ધમધમાટ
તપાસની જાણકારી મળતાં શહેરનાં મોટા વેપારીઓ પણ સાવચેત બની ગયા
અમરેલી, તા. 1
અમરેલી શહેર ઉપરાંત સમગ્ર રાજય અને મહારાષ્‍ટ્ર તેમજ વિદેશમાં નામના ધરાવતી શીતલ આઈસ્‍ક્રીમ ફેકટરીમાં આકસ્‍મીક આજે આવકવેરા અનેજીએસટીનાં અધિકારીઓ ઘ્‍વારા તપાસનો ધમધમાટ શરૂ થતાં શહેરનાં મોટાભાગનાં વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો અને બેનંબરનાં વ્‍યવહારોનો નાશ કરવાનાં ધંધે ચડી ગયા હતા.
અમરેલીનાં જીઆઈડીસીમાં આઈસ્‍ક્રીમ ઉપરાંત અન્‍ય ખાદ્ય સામગ્રીઓનું ઉત્‍પાદન કરનાર શીતલ ફુડ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આવકવેરા અને જીએસટીનાં અધિકારીઓ ઘ્‍વારા આવક-જાવકનાં હિસાબોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. અને જો કે મોડી સાંજ સુધી અધિકારીઓ ઘ્‍વારા કોઈ સત્તાવાર વિગતો આપવામાં આવી નથી.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, શીતલ આઈસ્‍ક્રમીનું દર વર્ષે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર છે. જેમાં પ00થી પણ વધારે વ્‍યકિતઓને રોજગારી   મળી રહી છે.

અંતે ભાજપનાં કદાવર નેતાઓ વચ્‍ચે રોટી વ્‍યવહાર શરૂ

અમરેલી જિલ્‍લા ભાજપનાં કદાવર નેતાઓ ગણાતા પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી અને પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંઘાડ એક મ્‍યાનમાં બે તલવાર જેવું હતું. પરંતુ હવે બન્‍ને આગેવાનો વચ્‍ચે ગત્‌ વિધાનસભાની ચૂંટણી બાદ મતભેદ દૂર થવાનું શરૂ હતું અને આજે બન્‍ને નેતાઓએ એક જ ટેબલ પર ઉંઘાડના અમરેલી જિલ્‍લા સ્‍થિત નિવાસ સ્‍થાને સાથે ભોજન લીધું હતું. આ તકે પૂર્વ ધારાસભ્‍ય બાલુભાઈ તંતી, કાંતીભાઈ સતાશીયા સહિતના આગેવાનો પણ ઉપસ્‍થિત રહયા હતા.

02-08-2018