Main Menu

Wednesday, August 1st, 2018

 

મગફળીની ટેકાનાં ભાવે ખરીદીમાં સરકારને યશને બદલે અપયશ મળે છે : દિલીપ સંઘાણી

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનાં ખેડૂતનાં હિતનાં નિર્ણય પર પાણીઢોળ
મગફળીની ટેકાનાં ભાવે ખરીદીમાં સરકારને યશને બદલે અપયશ મળે છે : દિલીપ સંઘાણી
એનબીએચસી અને એગ્રો સ્‍ટાર કંપનીએ બેદરકારી દાખવી
અમરેલી, તા. 31
ગુજરાતમાં જયારથી મગફળીની ટેકાનાં ભાવે ખરીદી શરૂ થઈ છે ત્‍યારથી કોઈને કોઈ એવી ઘટના બને છે જેનાથી પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનાં ખેડૂતોનાં હિતનાં નિર્ણયને યશને બદલે અપયશ મળી રહૃાો છે તેમ પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ જણાવેલ છે.
વધુમાં જણાવેલ છે કે, પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ખેડૂતોનાં હિતમાં રૂપિયા 900 પ્રતિ મણનાં ભાવે મગફળીની ખરીદી કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને ખરીદીની જવાબદારી ભભનાફેડભભનેસોંપેલ.
બાદમાં “નાફેડ” ઘ્‍વારા નેશનલ બલ્‍ક હેન્‍ડલીંગ કોર્પોરેશન અને એગ્રો સેન્‍ટરને ખરીદી સોંપવામાં આવી અને ખરીદાયેલ મગફળી વેર હાઉસીંગ કોર્પોરેશનનાં ગોદામમાં રાખવાની હોય છે. જેને પ્રતિ ફુટ રૂપિયા 16 ભાડુ ચુકવવામાં આવેલ છે.
રાજય સરકારે ખરીદાયેલ મગફળીનું ચુકવણું ખેડૂતોને કરી દીધેલ છે. પરંતુ ખરીદાયેલ મગફળીમાં આગ લાગે, ચોરી થાય કે ભેળસેળ થાય તે જોવાની જવાબદારી “નાફેડ” કે કેન્‍દ્ર સરકારની નથી. અમુક માઘ્‍યમોમાં “નાફેડ”નું નામ આવે છે પરંતુ ભભનાફેડભભ ઘ્‍વારા સીધી ખરીદી જ થતી નથી.
વધુમાં જણાવ્‍યું કે, મગફળીની જાળવણીમાં સ્‍થાનિક કક્ષાએ બેદરકારી દાખવવામાં આવતાં સરકારને યશને બદલે અપયશ મળી રહૃાો હોય તે બાબત અતિ દુઃખદાયક હોવાનું અંતમાં જણાવેલ છે.

અમરેલીનાં જાણીતા તબીબ જી.જે. ગજેરાને આંત્તરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદમાં મહત્‍વની જવાબદારી

અમરેલી, તા. 31
રાજકોટ મુકામે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદની સૌરાષ્‍ટ્ર પ્રાંતની બેઠક તા.ર9/8/18 ને રવિવારનાં ડો. પ્રવિણભાઈ તોગડીયાનાં અઘ્‍યક્ષ સ્‍થાને આ સંગઠનની પ્રથમ બેઠક મળેલ. જેમાં ગુજરાત પ્રદેશ અઘ્‍યક્ષ કૌશિકભાઈ મહેતા, પ્રદેશમંત્રી રણછોડભાઈ ભરવાડ, પ્રદેશ સંગઠન મંત્રી રોહિતભાઈ દરજી તેમજ બકુલભાઈ ખાખીના માર્ગદર્શન તળે મળેલ બેઠકમાં સૌરાષ્‍ટ્ર પ્રાંતના અઘ્‍યક્ષ તરીકે ડો.ગજેરાની તેમજ સૌરાષ્‍ટ્ર પ્રાંતના મંત્રી તરીકે નિર્મળભાઈ ખુમાણ તેમજ રાષ્‍ટ્રીય બજરંગદળનાં સૌરાષ્‍ટ્ર પ્રાંતના મંત્રી તરીકે નિતીન વાડદોરીયાની સર્વાનુ મતે વરણી કરવામાં આવેલ.
આ બેઠકમાં ડો. પ્રવિણભાઈ તોગડીયાએ આ સંગઠનની શા માટે રચના કરવામાં આવી તેની ઉંડાણપૂર્વક છણાવટ કરી. ર014માં સરકારે એવા વચન આપેલા કે રામજન્‍મ ભૂમિનો ખરડો સંસદમાં પસાર કરીશું, કાશ્‍મીરી પંડિતોનો કાશ્‍મીરમાં પુનઃવસવાટ કરીશું, 370ની કલમ કાશ્‍મીરમાંથી નાબુદ કરીશું, દેશમાં સમાન નાગરીકધારો લાગુ કરીશું, ખેડૂતોને પોષણક્ષમ સીટુ મુજબ ભાવ આપશું, ગૌ હત્‍યાનો કાયદો કરીશું, મુસ્‍લિમ ઘુસણખોરોને હાંકી કાઢીશું, બેરોજગારોને રોજગારી આપીશું, વગેરે વચનો ચૂંટણી વખતે આપેલા એમાંથી એકપણ મુદ્યાનો અમલ બહુમતી હોવા છતાં કર્ય નહિ. આનાથી ઉલ્‍ટુ કાશ્‍મીરમાં પથ્‍થરબાજાને રક્ષણ આપ્‍યુ, ત્રીપલ તલાકનો કાયદો લાવ્‍યા, ગૌરક્ષકોને ગુંડા કહૃાા, સરહદો ઉપર જવાનો મરતા હતા ત્‍યારે લાહોર જઈને પાકીસ્‍તાનનાં વડાપ્રધાનને જન્‍મદિવસે રૂબરૂ જઈને શુભેચ્‍છાઓ પાઠવી. હિન્‍દુહિતને નુકશાન પહોંચાડયું, રમઝાન મહિનામાં એક તરફી શસ્‍ત્રવિરામ કરી આંતકવાદીઓ ગોળી ચલાવવાની તક આપી હિન્‍દુસ્‍તાનનાં જવાનોનું મનોબળ તોડવાનું કામ કર્યુ.
આ મીટીંગમાં રાષ્‍ટ્રીયકિશાન પરિાદનું એક સેશન મળેલ જેમાં ડો. તોગડીયાનું માર્ગદર્શન  મળેલ જેમાં સીટુ પ્રમાણે ઉત્‍પાદનનાં દોઢા ભાવ અને સ્‍વામિનાથન કમીટીની ભલામણો સ્‍વીકારવામાં નહિ આવે તો સમગ્ર દેશમાં જુદા-જુદા ખેડુત સંગઠનો ર્ેારા 1પ ઓગષ્‍ટથી દેશભરમાં આંદોલનો કરવામાં આવશે. જેમાં ડો. તોગડીયા પ્રેરિત રાષ્‍ટ્રીય કિસાન પરિષદ સમર્થનમાં જોડાશે.
આગામી ઓકટોબર સુધીમાં જો રામમંદિરનો ખરડો સંસદમાં મુકવામાં નહી આવે તો લખનૌથી અયોઘ્‍યા સુધી ઓકટોબર સુધીમાં દેશભરમાંથી આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ તેમજ રાષ્‍ટ્રીય બજરંગ દળનાં નેજા ર્ેારા અયોઘ્‍યા કુચ કરવામાં આવશે એવી પણ જાહેરાત કરવામાં આવી.

ભાજપનાં “બેટી બચાવો-બેટી પઢાઓ” નારાની પોલ ખોલતાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી

ગુજરાતમાં દર ર દિવસે પ મહિલા પર બળાત્‍કાર
ભાજપનાં “બેટી બચાવો-બેટી પઢાઓ” નારાની પોલ ખોલતાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી
મહિલા સુરક્ષા સમિતિનાં અઘ્‍યક્ષ મુખ્‍યમંત્રી હોય 3 વર્ષથી બેઠક બોલાવાતી નથી
ગાંધીનગર, તા. 31
પૂજય ગાંધીજી અને સરદાર વલ્‍લભભાઈ પટેલની પવિત્ર ભૂમિ તરીકે ઓળખાતી ગુજરાતની સંસ્‍કારની ધરતી, ગુજરાતની સનાતન અસ્‍મિતા અને ભાજપના બેટી બચાવોના નારા સામે નલિયાનો દુષ્‍કર્મકાંડ, પાટણનો પીટીસી કાંડ, કચ્‍છમાં મહિલાનો જાસુસીકાંડ, રાજયમાંમહિલાઓ ઉપર થતા દુષ્‍કર્મ, જાતીય સતામણી અને અત્‍યાચારની નિંદનીય ઘટનાઓથી ગુજરાતી તરીકે માથું શરમથી ઝૂકી જાય છે. સૌથી દુઃખદ બાબત એ છે કે, આવી દુષ્‍કર્મની ઘટનામાં સત્તાધારી ભાજપ પક્ષના આગેવાનો સામેલ છે. ત્‍યારે આરોપીઓને છાવરવાનું કામ સરકારે કર્યું હોવાથી ગુજરાતની નિર્ભયાઓનું આજે ચીરહરણ થઈ રહ્યું છે અને આબરૂ લુંટાઈ રહી છે ત્‍યારે સત્તાધારી પક્ષનું ભેદી મૌન અકળાવનારૂં બની ગયું છે.
ર001ની વસ્‍તી ગણતરીના આંકડા મુજબ ગુજરાતમાં 1000 પુરુષોએ મહિલાઓની સંખ્‍યા 9ર1 હતી, તે ર011માં ઘટીને 918ની થઈ છે. જે સ્ત્રીઓની સંખ્‍યામાં 3નો ઘટાડો દર્શાવે છે. જયારે ભારતમાં સરેરાશ ર001માં સ્ત્રીઓની સંખ્‍યા 1000 પુરૂષોએ 933 હતી તે ર011માં વધીને 940 થઈ છે જેમાં 7નો વધારો થયો છે. આમ, ગુજરાતમાં દિકરીઓ જન્‍મ લેતા પણ ડરે છે તેવું આંકડાઓ પરથી દેખાય છે. ભાજપ સરકાર દ્વારા છેલ્‍લા ઘણા વર્ષોથી મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતમાં મહિલા સંમેલનો અને બેટી બચાવો અભિયાન ચલાવવામાં આવે છે, ત્‍યારે સ્ત્રીઓની સંખ્‍યામમાં ઘટાડો રાજય સરકારની નિષ્‍ફળતા દર્શાવે છે.
રાજયમાં મહિલાઓ ઉપર થતાં અત્‍યાચારો રોકવા માટે મહિલા સુરક્ષા સમિતિના અઘ્‍યક્ષ મુખ્‍યમંત્રી હોય છે છતાં પણ ભૂતકાળમાં ત્રણ-ત્રણ વર્ષ સુધી એક પણ બેઠક મળેલ ન હતી. આમ,રાજયના મુખ્‍યમંત્રીને પણ રાજયમાં મહિલાઓ પર થતાં અત્‍યાચારના બનાવો બાબતે સુરક્ષા સમિતિની બેઠકો બોલાવી ચર્ચા કરવા કે પગલાં લેવામાં રસ નથી. રાજયમાં મહિલાઓની સલામતી, આરોગ્‍ય, સામાજિક અને આર્થિક સ્‍થિતિ અંગે સરકાર ગંભીર ન હોય તેવું સરકારી આંકડાઓ જોતાં લાગી રહ્યું છે.
ગુજરાત સરકારના સલામત ગુજરાતના દાવા કેટલા પોકળ છે તેનો ખુલાસો રાજયમાં બનતી બળાત્‍કારની ઘટનાઓ પરથી થાય છે. રાજયમાં છેલ્‍લા બે વર્ષમાં 1,887 બળાત્‍કારની ઘટનાઓ બની છે, એટલે કે દર બે દિવસે પાંચથી વધુ મહિલાઓ બળાત્‍કારનો ભોગ બને છે. રાજયમાં મહિલાઓ પર થતાં બળાત્‍કારના બનાવો અને મહિલાઓ ગુમ થવાના આંકડાઓ રાજય સરકારની મહિલાઓ, બાળકીઓની સલામતી પ્રત્‍યેની નિષ્‍ક્રિયતા અને નિષ્‍ફળતા છતી કરે છે. મહિલાઓને સલામતી આપવાની અને “બેટી બચાવો, બેટી પઢાઓ”નું સુત્ર આપનાર ભાજપ સરકારમાં મહિલાઓ-બાળકીઓ સલામત નથી તેવું આ આંકડા પરથી પુરવાર થાય છે. રાજયમાં મહિલાઓ ગુમ થવાનો આંકડો અત્‍યંત ચોંકાવનારો અને ચિંતાજનક છે. છેલ્‍લા બે વર્ષમાં રોજની 18 લેખે કુલ 13,પ74 મહિલાઓ ગુમ થઈ છે.
સુરતની યુવતીના શોષણ અને નલિયાના દુષ્‍કર્મકાંડથી ગુજરાત અને દેશની ભાજપ સરકારની ચાલ, ચરિત્ર અને ચહેરો ખુલ્‍લા પડી ગયા છે.સત્તાધારી પાર્ટીએ બહેન-દીકરીઓની આબરૂને લીલામ કરવા માટે પાર્ટીના નામની મર્યાદા રાખી નથી. પંડિત દિનદયાળ ઉપાઘ્‍યાય કે જેઓ પવિત્ર અને બ્રહ્મચારી હતા તેઓના ફોટા સાથે સ્ત્રી કાર્યકર્તાઓના ફોટા મૂકીને ઓળખપત્ર બનાવ્‍યા અને તેનો દુરપયોગ કરવામાં આવ્‍યો હતો. નલિયા સેકસકાંડનું ષડયંત્ર એક વર્ષથી ચાલતું હતું. તેમાં કથિત રીતે ભાજપના મંત્રીઓ, પૂર્વ અને વર્તમાન ધારાસભ્‍યો, સંસદસભ્‍યો, નગરપાલિકાના સેવકો, મોટા આગેવાનો સામેલ હતા તેવું જાણવા મળેલ છે. આ શરમજનક ઘટનામાં અત્‍યંત આઘાતજનક બાબત એ છે કે 3પથી વધુ યુવતીઓનું શોષણ થયું છે. સમગ્ર દુષ્‍કર્મમાં કોડવર્ડ તરીકે ઉપયોગમાં લેવાયેલા સત્તાધારી રાજકીય પાર્ટીના ઓળખપત્રનો ખુલ્‍લેઆમ દુરપયોગ થયો હતો. ગુજરાતની જનતા અને ખાસ કરીને મહિલાઓ ખૂબ જ સંસ્‍કારીતા ધરાવે છે ત્‍યારે જાહેરજીવનમાં મહિલાઓ આવે અને સાચા અર્થમાં મહિલા સશક્‍તિતકરણ અને બેટી બચાવોની વાતો વચ્‍ચે મહિલાઓનું શોષણ થાય તે અત્‍યંત ગંભીર બાબત છે. શું આ ભાજપનું બેટી બચાવ અભિયાન છે ? નલિયા દુષ્‍કર્મકાંડમાં પીડીત મહિલાઓને સંપૂર્ણ ન્‍યાય મળે તે માટે હાઈકોર્ટના સીટીંગ જજની દેખરેખ હેઠળ તપાસ થવી જોઈએ, તો જ પીડીતાઓને ન્‍યાય મળશે. સરકાર દ્વારા જનતાનો ભરોસો કાયમ રહે તેવા કોઈ નક્કર પગલાંઓ લેવામાંઆવ્‍યા નથી.
આજે ભાજપના શાસનમાં ગુજરાતમાં બહેન-દીકરીઓની કોઈ સલામતી રહી નથી. કચ્‍છને પર્યટન સ્‍થળ બનાવી, તંબુઓ બાંધી, સેકસ લીલાઓ થાય છે અને નિર્દોષ છોકરીઓની આબરૂ લેવાય છે. ભાજપના જે-તે વખતના ગૃહમંત્રી કે જેમની જવાબદારી બહેન-દીકરીની રક્ષા કરવાની અને સલામતીની છે, તેઓ જ પોલીસ ખાતા દ્વારા જાસૂસી કરાવે અને કહે કે, સાહેબ ઈચ્‍છે છે કે, આ છોકરી કયાં જાય છે ? શું કરે છે ? તેની તમામ વિગતો મને મોકલતા રહેજો. ‘આ સાહેબ એટલે કોણ ?” આમ, વાડ જ ચીભડાં ગળે કે રક્ષક જ ભક્ષક બને એવી પરિસ્‍થિતિ આજે ગુજરાતમાં ઉભી થઈ છે.
ગુજરાત વિધાનસભાના ભાજપના ધારાસભ્‍યો પર વિધાનસભા ગૃહમાં અશ્‍લીલ વિડીયો જોવાનો આરોપ હતો તેવા લોકોને નલિયાકાંડની તપાસ સમિતિમાં મૂકવામાં આવ્‍યા હોય એવાઓના નામ પણ નલિયાકાંડમાં ખુલ્‍યા છે. સંઘના પ્રચારક સંજય જોષીની બિભત્‍સ સીડી બનાવીને ભાજપમાં તેમની આબરૂ લેવાનો પ્રયત્‍ન થાય. પૂર્વ મુખ્‍યમંત્રીના મતવિસ્‍તાર એવા પાટણની પીટીસી કોલેજમાં અભ્‍યાસ કરતી દલિત દીકરી ઉપર બળાત્‍કાર થાય. જૂનાગઢમાં કોળી સમાજની દીકરી ચાંદની ઉપર બળાત્‍કાર કરી તેની હત્‍યા થાય. પારૂલ યુનિવર્સિટીના મુખ્‍ય સંચાલક દ્વારા વિઘાર્થીનીઓની આબરૂ લેવામાં આવે. ભાવનગર જિલ્‍લાના ગારીયાધારમાં ભાવનાબેન પરબળાત્‍કાર કરી મારી નાંખવામાં આવ્‍યા. વિરમગામ-માંડલ ખાતે ડો. શીતલબેન સોની પર બળાત્‍કાર ગુજારી તેમનું ખૂન કરવામાં આવ્‍યું. અમદાવાદ શહેરમાં સેટેલાઈટમાં થયેલ દુષ્‍કર્મ બાબતે પીડીતાએ નોંધાવેલ ફરિયાદ અને કરેલ આક્ષેપોની તપાસ કરી આરોપીઓને બદલે પોલીસ અધિકારીઓ દ્વારા જ પીડીતા સાથે આરોપી જેવું વર્તન કરવામાં આવે છે. સુરત શહેરના ભાજપના પૂર્વ મેયર રાજુભાઈ દેસાઈ પોતાના ફેસબુક એકાઉન્‍ટ ઉપર અશ્‍લીલ ફિલ્‍મ અપલોડ કરે. રાજયમાં બનેલ બનાવોથી માત્ર કચ્‍છ, સુરત, પાટણ, ભાવનગર કે વિરમગામની જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની દીકરીઓનું અપમાન થયું છે.
સુરતની યુવતીને એડમીશન અપાવવાના બહાને અમદાવાદમાં બોલાવી ભાજપના ઉપાઘ્‍યક્ષ અને પૂર્વ ધારાસભ્‍ય જયંતિ ભાનુશાળીએ બળાત્‍કાર ગુજારેલ અને ત્‍યારબાદ મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ સુરત પોલીસે નોંધવાની પણ ના પાડેલ. ત્‍યારે આ મુદ્‌ે મીડીયા અને સમગ્ર સમાજે પોલીસ પર દબાણ વધાર્યું ત્‍યારે પોલીસે ફરિયાદ નોંધી. આંતકવાદીઓના ખિસ્‍સામાંથી ચિઠ્ઠી શોધી કાઢનારી, સુરતમાં ઝાડ ઉપરથી બોમ્‍બ શોધી કાઢનારી ગુજરાતની બાહોશ પોલીસ ભાજપના પૂર્વ ધારાસભ્‍ય અને ઉપાઘ્‍યક્ષને પકડી શકતી નથી. આ જ રીતે ભુજ ખાતે પ્રેસ કોન્‍ફરન્‍સમાં ભાજપના તાલુકા પંચાયતના સદસ્‍ય આદિવાસી મહિલાએતેમના પતિ સાથે આવીને કબુલ્‍યું હતું કે, ભાજપવાળાઓએ તેમના ઉપર બળાત્‍કાર કર્યો છે. સ્‍થાનિક પોલીસે પણ તેમની ફરિયાદ ન લેતાં તેમના પિયરમાં જઈ ફરિયાદ કરવી પડેલી. વિરમગામની સભામાં પણ એક દલિત દિકરીએ ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાની આપવીતી વ્‍યકત કરતાં જણાવેલ કે, તેમના ઉપર પણ ભાજપના પ્રમુખે બળાત્‍કાર ગુજાર્યો છે. કલેકટર કે પોલીસ તંત્રએ ભઆ તમારો વ્‍યકિતગત મામલો છેભ એમ કહી કાઢી મુકેલ અને ફરિયાદ ન લીધી. રાજુલામાં પણ એક કોળી કન્‍યાને નિર્વસ્ત્ર કરી કુવામાં નાંખી દેવાનો બનાવ ભાજપની સરકારમાં બનેલો. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્‍તારમાં દારૂ પીધેલી હાલતમાં પોલીસકર્મીએ જાહેરમાં મહિલાની છેડતી કરી હતી. કચ્‍છમાં ડોકટર દ્વારા એક મહિલા ઉપર બળાત્‍કાર થાય છે ત્‍યારે રાજયના મુખિયા તરીકે મહિલા સુરક્ષા અંગે કેટલાક સવાલો ઉભા થાય છે.
રાજયમાં મહિલાઓ પરના અત્‍યાચાર-બળાત્‍કાર અંગેના કેટલાક પ્રશ્‍નો વિપક્ષી નેતાએ મુખ્‍યમંત્રીને પૂછી તેના જવાબ માંગ્‍યા હતા.
રાજયમાં શા માટે મહિલા વિરૂઘ્‍ધ ગુનાઓમાં સામેલ લોકોમાંથી માત્ર 3 ટકા લોકોને જ સજા થાય છે ?
રાજયના બે મોટા શહેરો અમદાવાદ અને સુરત મહિલા વિરુદ્ધના ગુનાઓમાં ટોચના દસ શહેરોમાં સામેલ છે ?
શા માટે નલિયાકાંડ અને સુરતની પીડીતા સાથે આચરેલ દુષ્‍કર્મનાઆરોપીઓને પકડીને સજા કરવામાં આવતી નથી ?
રાજયમાં શા માટે ગુજરાત માનવ તસ્‍કરીમાં ત્રીજા ક્રમે, મહિલાઓ પર એસિડ એટેકમાં પાંચમા ક્રમે, નાબાલિક બાળાઓ પર બળાત્‍કારના કિસ્‍સાઓમાં સમગ્ર દેશમાં દસમા ક્રમે છે ?
શા માટે કન્‍યા કેળવણીમાં ગુજરાત ર0મા ક્રમે છે ?
શા માટે કન્‍યા શાળા પ્રવેશ દર રાષ્‍ટ્રીય સરેરાશ ર3.પની સામે ગુજરાતમાં માત્ર ર0.પ છે ?
શા માટે માતા મૃત્‍યુ દર ઘટાડવામાં દેશમાં 1પ રાજયોમાંથી ગુજરાત 11મા સ્‍થાને છે ?
શા માટે રાજયમાં મહિલા સાક્ષરતા દર 70.73 ટકાથી ઘટીને પ7.81 ટકા થઈ ગયો ?
શા માટે રાજયમાં પપ ટકા મહિલાઓ કુપોષિત છે ?
શા માટે આશા-વર્કર, આંગણવાડી બહેનોને કામના પ્રમાણમાં નજીવું વેતન આપીને શોષણ કરવામાં આવે છે ?
શા માટે આશા-વર્કર, આંગણવાડી બહેનોને ભાજપ દ્વારા રાજકીય કાર્યક્રમોમાં મેદની એકઠી કરવા અને હાજર રહેવાનું રાજકીય ફરમાન કરવામાં આવે છે ?
રાજયમાં મહિલાઓ પર બનતાં બળાત્‍કાર અને અત્‍યાચારોની ઘટનાઓ નિવારવા માટે ચર્ચિત દુષ્‍કર્મના કેસોમાં દાખલારૂપ પગલાંઓ લઈ જવાબદારો સામે કડક પગલાં લેવા અત્‍યંત જરૂરી છે.

નારાયણનગરમાં માનસિક બીમારીથી કંટાળી જઈ આધેડ મહિલાએ કર્યો આપઘાત

પોતાની મેળે કેરોસીન છાંટી અગ્નિસ્‍નાન કર્યું
અમરેલી, તા. 31
લાઠી તાલુકાના દામનગર નજીક આવેલ નારાયણનગરમાં રહેતા જનુબેન નરસંગભાઈ પાલીયા નામના 4પ વર્ષીય મહિલા માનસિક બીમારીના કારણે ગઈકાલે સવારે 10 વાગ્‍યાના સમયે પોતાના ઘરે એકલા હતા ત્‍યારે પોતાની મેળે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી સળગી જતાં તેણીનું સારવાર દરમિયાન મોત થયાનું દામનગરપોલીસમાં જાહેર થયું હતું.

રાજુલામાં આંખે ઓછું દેખાતું હોવાથી કંટાળી જઈ આપઘાત કર્યો

જિંદગીથી વાજ આવી જઈ ગળાફાંસો ખાધો
અમરેલી, તા. 31
રાજુલા ગામે રહેતા છોટુશા દાદુશા પઠાણ નામના 46 વર્ષીય આધેડનો આશરે એક વર્ષ પહેલા અકસ્‍માત થયેલ હતો. જેના કારણે તેમને આંખમાં ઓછું દેખાતું હોય, અને બીજુ કાંઈ કામ કરી શકે તેમ ના હોવાથી કંટાળી જઈ પોતાની મેળે ગઈકાલે બપોરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સમઢીયાળા ગામે ઈલેકટ્રીક શોક લાગતા મહિલાનું મોત

ઈલેકટ્રીક મોટરથી પાણી ભરતા બન્‍યો બનાવ
અમરેલી, તા.31
બાબરા તાલુકાના સમઢીયાળા ગામે રહેતા બાયાબેન વિભાભાઈ સુસરા નામના 40 વર્ષીય મહિલા ગઈકાલે સવારે પોતાના ઘરે બાથરૂમમાં મુકેલ ઈલેકટ્રીક મોટર દ્વારા પાણી ભરતા હોય, બાથરૂમમાં જતા સમયે પાણીની મોટરને અડકી જતાં તેણીને ઈલેકટ્રીક શોક લાગતા તેમનું મોત થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલછે.

રાજુલામાં પોલીસનાં કલરની નંબર પ્‍લેટ સાથે ફરતા શખ્‍સને ઝડપી લેવાયો

પોલીસ હોવાનો હાઉ ઉભો કરવાનું ભારે પડયું
અમરેલી, તા. 31
જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા વીરાભાઈ રામસીંગભાઈ લુણી નામના ર6 વર્ષીય યુવક ગઈકાલે સવારે રાજુલામાં જે.સી. 079રમાં આગળના ભાગે પોલીસના કલરવાળી નંબર પ્‍લેટ રાખી તેના ઉપર અંગ્રેજીમાં પોલીસ લખેલ ટોકન રાખી પોલીસ હોવાનો હાઉ ઉભો કરી જાહેરમાં ગાડી લઈને ફરતો હોય, રાજુલા પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ બી.ડી. વાળાએ તેમને કાર કિંમત રૂા. પ લાખ, તેમાં લગાડેલ ટોકન, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા પ,0ર,પ10 સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

જાફરાબાદ પંથકમાં અતિવૃષ્‍ટિમાં ભોગ બનેલ મકાન માટે મામૂલી રકમની સહાય

લ્‍યો બોલો : જાફરાબાદ પંથકમાં અતિવૃષ્‍ટિમાં ભોગ બનેલ મકાન માટે મામૂલી રકમની સહાય
બાંધકામ ચેરમેન અને કોંગી અગ્રણી ટીકુભાઈએ વધુ સહાય ચૂકવવા માંગ કરી
અમરેલી, તા.31
અમરેલી જિલ્‍લામાં જાફરાબાદ, રાજુલા પંથકમાં ભારે વરસાદથી અનેક ગામડાઓમાં ભારે તારાજી જોવા મળી હતી. જાફરાબાદ તાલુકાના વઢેરા, રોહીસા, કડીયાળી, લોર, ટીંબી, ભાડા, ધારાબંદર, માણસા, હેમાળ, નાગેશ્રી સહિત અનેક ગામો પાણીના પુરથી જળબંબાકાર થઈ ગયેલ હતા. જેમાં અનેક ગામડાઓમાં ગરીબોના કાચા મકાનો ધરાશાઈ થઈ ગયા હતા. ત્‍યારે નેતાઓ દ્વારા આ ગામડાઓની મુલાકાતો લઈને આશ્‍વાસન પાઠવતા હતા કે સરકાર દ્વારા યોગ્‍ય મદદ કરવામાંઆવશે પણ સરકારે કોથળામાંથી બીલાડુ કાઢયું અને ધરાશાઈ મકાનોની અવેજીમાં સરકારે ફકત 3ર00ના ચેક પુરગ્રસ્‍તોના ખાતામાં જમા કરાવી ગરીબોની મજાક ઉડાડી હતી. કહેવત છે કે ગાજયા મેઘ વરસ્‍યા નહીં તેમ સરકારના પ્રતિનિધિ અને ભાજપના સભ્‍ય જીતુભાઈ વાઘાણીએ આપેલ ગરીબોને ફકત 3ર00ના જ હતા તેવા આકરા પ્રશ્‍ન બાંધકામ સમિતિ અમરેલીના ટીકુભાઈ વરૂની યાદીમાં જણાવેલ છે.

જાફરાબાદનાં ભાડા ગામનાં કોળી યુવકને પોલીસે બેરહેમીથી માર માર્યાનો આક્ષેપ

કોઈ ગુન્‍હા સબબ શંકાનાં આધારે નાગેશ્રી બોલાવીને
જાફરાબાદનાં ભાડા ગામનાં કોળી યુવકને પોલીસે બેરહેમીથી માર માર્યાનો આક્ષેપ
ગામના સરપંચ અશોક ડાભીએ ડીઆઈજીને કરી ફરિયાદ
અમરેલી, તા. 31
જાફરાબાદનાં ભાડા ગામનાં કોળી યુવકને નાગેશ્રી પોલીસે બેરહેમીથી માર માર્યોનો આક્ષેપ ગામનાં સરપંચ અશોક ડાભીએ કર્યો છે. અને ડીઆઈજીને ફરિયાદ કરવામાં આવી છે. જો કે નાગેશ્રી પોલીસે આક્ષેપને ફગાવી દીધા છે.
વિગત એવા પ્રકારની છે કે, જાફરાબાદનાં ભાડા ગામે રહેતાં રમેશ કશાભાઈ ડાભી નામના યુવાનનું કોઈ ગુના સબબ શંકાના આધારે નાગેશ્રી પોલીસમાં નામ આવતાં પોલીસે નિવેદન લેવા મુદે આ યુવાનને બોલાવ્‍યો હતો અને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ યુવાનને ઈજાઓ પહોંચતા સરપંચ સહિતના આગેવાનોએ ઉના સીવીલ હોસ્‍પીટલેસારવાર અર્થે ખસેડયો હતો. આ બનાવથી કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે. ગ્રામજનોના જણાવ્‍યા અનુસાર આ ગામમાં બાળા પર રેપની ઘટના બની હતી. જેમાં સંડોવાયેલા શખસો ઘરવખરી છોડી નાસી ગયા છે. તેમજ અમુક માલ સામાન ગામ લોકોએ ઉપાડી નાખી દીધેલ છે. આ માલ સામાન મુદે શંકાના આધારે 14 શખ્‍સોની પુછપરછ કરવામાં આવી રહી હોય જેમાં રમેશનું નામ હોવાથી તેમને પોલીસ સ્‍ટેશન બોલાવાયો હતો અને માર માર્યો હતો. આ બનાવને લઈ આઈજીને પણ ફરિયાદ કરાઈ છે.

બાંભણીયા ગામે પત્‍નિએ વાળ છુટા રાખતા પતિએ પાઈપ વડે માર્યો માર

અમરેલી, તા.31
વડીયા તાલુકાના બાંભણીયા ગામે રહેતી સોનલબેન રાકેશભાઈ સોલંકી નામની 3પ વર્ષીય પરિણીતાએ ગત તા.ર8ના રોજ વાળ ઓળી પોતાના વાળ છુટા રાખતા તેણીના પતિ રાકેશ અમરાભાઈ સોલંકીને સારૂ નહીં લાગતા ઉશ્‍કેરાઈ જઈ ગાળો  આપી પ્‍લાસ્‍ટિકના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ વડીયા પોલીસમાં નોંધાવી છે.

સાવરકુંડલામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સાદી કેદ

અમરેલી, તા. 31
સાવરકુંડલામાં 1.ર0 લાખની રકમ ઉછીની લીધા બાદ તે પેટે આપવામાં આવેલ ચેક રીટર્ન થવાનાં કેસમાં સાવરકુંડલાની કોર્ટે આરોપીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.
આ અંગેની હકીકત એવા પ્રકારની છે કે સાવરકુંડલાનાં શિવાજીનગરમાં રહેતા વેપારી હર્ષદરાય જમનાદાસ ગઢીયા પાસેથી ર01પનાં વર્ષમાં અંકિત રાજુભાઈ ડોડીયા અંગત જરૂરિયાત માટે રૂા. 1.ર0 લાખ હાથ ઉછીનાં લીધા હતા. તેની ચૂકવણી માટેઆરોપીએ એચડીએફસી બેંકનો ચેક તા. ર3/3/1પની તારીખનો આપ્‍યો હતો. આ ચેક તા.1/6/1પનાં સેન્‍ટ્રલ બેંક સાવરકુંડલા શાખામાં કલીયરીંગ માટે નખાતા તે અનસેફીસેન્‍ટ ફન્‍ડનાં એરા સાથે પરત થયો હતો. આરોપી પાસેથી નાણાં ન મળતા અને ચેક પણ પરત થતાં આરોપી સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે કેસ સાવરકુંડલાનાં જયુડિશ્‍યલ મેજીસ્‍ટ્રેટની કોર્ટમા ચાલી જતાં કોર્ટ ર્ેારા આરોપીને બે વર્ષની સાદી કેદની સજા ફરમાવવામાં આવી છે.

મીતીયાળાની યુવતિની સગાઈ તોડી નાંખવા માટે માર મારી ઈજા

અમરેલી, તા.31
જાફરાબાદ તાલુકાના મીતીયાળા ગામે રહેતી કાજલબેન ભવનભાઈ બારૈયા નામની 18 વર્ષીય યુવતિની સગાઈ થઈ જતા તે જ ગામે રહેતા સંજય ભીખાભાઈ સાંખટ તેણીને અવાર-નવાર ફોન કરી સગાઈ તોડી નાખી અને તેમની સાથે સગાઈ કરી લેવાનું કહેતો હોય, પરંતુ તેણીએ તેમ કરવાની ના પાડતા ઉશ્‍કેરાઈ જઈ તેણીને લાફા મારી તથા તેણીની બાને પણ ગાળો આપી હતી. બાદમાં સામાવાળા યુવકની કાકીએ આવી તેણીના બા-બાપુજીને ગાળો આપી તથા પુજાબેન ભીખાભાઈએ તેણીની બાને લાકડી વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

લક્ષ્મી ડાયમંડને કેન્‍દ્રીય મંત્રી સુરેશ પ્રભુના વરદ્‌ રસ્‍તે ત્રણ-ત્રણ રાષ્‍ટ્રીય એવોર્ડ અર્પણ

ડાયમંડકિંગ, વતનના રતન વસંતભાઈ ગજેરા સ્‍થાપિત
લક્ષ્મી ડાયમંડને કેન્‍દ્રીય મંત્રી સુરેશ પ્રભુના વરદ્‌ રસ્‍તે ત્રણ-ત્રણ રાષ્‍ટ્રીય એવોર્ડ અર્પણ
અમરેલીનાં ઔદ્યોગિક રત્‍નો વસંતભાઈ ગજેરા બંધુઓ પર સમગ્ર જિલ્‍લામાંથી અભિનંદન વર્ષા
અમરેલી, તા. 31
અમરેલી જિલ્‍લાનાં વતનના રત્‍ન, ઔદ્યોગિક તથા સેવારત્‍ન એવા કેળવણીકાર તથા પટેલ સંકુલ, એન્‍જિનિયરીંગ અને મેડિકલ કોલેજના સ્‍થાપક પ્રમુખ વસંતભાઈ ગજેરા બંધુઓ સ્‍થાપિત લક્ષ્મી ડાયમંડ કંપની પ્રા.લિ.ને જેમ્‍સ એન્‍ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્‍સિલ ઘ્‍વારા વર્ષ ર016-17નાં ત્રણ-ત્રણ રાષ્‍ટ્રીય એવોર્ડ કેન્‍દ્રીય ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુના વરદ હસ્‍તે અર્પણ કરાયા હતા. કાઉન્‍સિલ ઘ્‍વારા લક્ષ્મી ડાયમંડને પોલિસ્‍ડ હિરાનું સૌથી વધુ ઉત્‍પાદન, નિકાસ અને સમગ્ર ભારતમાં સૌથી ઝડપી વિકાસ કરતી કંપની તથા કંપની ઘ્‍વારા સૌથી વધુ સારી સામાજિક તથા સેવાકીય જવાબદારી અદા કરવાના ત્રણ-ત્રણ રાષ્‍ટ્રીય પારિતોષિકો સતત ચોથા વર્ષે લક્ષ્મી ડાયમંડને ફાળી આવ્‍યા છે. ત્‍યારે માત્ર અમરેલી જ નહી પરંતુ સમગ્ર ગુજરાતભરમાંથી લક્ષ્મી ગૃપ ઓફકંપનીનાં ચેરમેન વસંતભાઈ ગજેરા, એમ.ડી. ચુનીભાઈ ગજેરા, અશોકભાઈ ગજેરા, ગીરધરભાઈ ગજેરા તથા બકુલભાઈ ગજેરા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલીમાં પટેલ સંકુલની સ્‍થાપના, વિદ્યાસભા તથા એન્‍જિનિયરીંગનું સફળ સંચાલન, મેડિકલ કોલેજ તથા મોબાઈલ મેડિકલ વાન ઘ્‍વારા તબીબી સેવા, સુરતમાં વાત્‍સલ્‍યધામ અનાથ આશ્રમ, ગજેરા વિદ્યાભવન, સરીગામ શૈક્ષણિક સંકુલ, પુર-દુષ્‍કાળ સમયે આર્થિક તથા તબીબી સહાય, મંદિરો, દેવાલયો અને સામાજિક ભવનોનાં નિર્માણમાં સખાવત, લક્ષ્મી ડાયમંડ હોસ્‍ટેલમાં નિરાધાર વિદ્યાર્થીનીઓને ફી માફી એમ વિધવિધ સેવા પ્રવૃતિની રાષ્‍ટ્રીયકક્ષાએ નોંધ લઈને ભારતમાં સર્વશ્રેષ્ઠ સેવા કરતી કંપની તરીકેનું બિરૂદ મળ્‍યું છે. ત્‍યારે ખોડલધામના ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા, પટેલ સમાજના પ્રમુખ ડી.કે. રૈયાણી, બિલ્‍ડર્સ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ બાંભરોલીયા, જિલ્‍લા ખોડલધામ સમિતિના રમેશભાઈ કાથરોટીયા, ડાયનેમિક ગૃપનાં હરેશભાઈ બાવીશી વિગેરેએ આવકારીને લક્ષ્મી ડાયમંડ પરિવારની આ સિઘ્‍ધિથી ખુશી વ્‍યકત કરીને અમરેલી જિલ્‍લાનું ગૌરવ ગણાવ્‍યું છે.

મિશન કલ્‍પસર યોજના અંતર્ગત ‘‘અમરેલી એકસપ્રેસ”ની મુલાકાત લેવામાં આવી

સૌરાષ્‍ટ્ર માટે સોનાની ખાણ સાબિત થનાર ‘‘કલ્‍પસર યોજના”ને લઈને જાગૃત્તિ ઉભી કરાશે
મિશન કલ્‍પસર યોજના અંતર્ગત ‘‘અમરેલી એકસપ્રેસ”ની મુલાકાત લેવામાં આવી
અમરેલી, તા. 31
અમરેલી, ભાવનગર, બોટાદ, સુ.નગર સહિતનાં જિલ્‍લા માટે સોનાની ખાણ સમાન સાબિત થનાર કલ્‍પસર યોજનાને મૂળ સ્‍વરૂપમાં સાકાર કરવા માટે સ્‍વામી માર્ગીયસ્‍મિતજીનાં નેતૃત્‍વમાંએક સમિતિની રચના કરવામાં આવી છે.
સમિતિનાં ઘનશ્‍યામભાઈ મેટલર, દેવચંદભાઈ નાવડીયા, મનસુખભાઈ પટેલ, પત્રકાર નટુ ભાટીયાએ ભભઅમરેલી એકસપ્રેસભભ કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાતલઈને કલ્‍પસર યોજના અંગે જનજાગૃતિ ઉભી કરવામાં સહયોગ આપવા રજૂઆત કરી હતી.
તેઓએ જણાવ્‍યું હતું કે અમરેલી સહિત સૌરાષ્‍ટ્રમાંથી હજારો પરિવારો વ્‍યવસાય અર્થે અન્‍ય મહાનગરોમાં સ્‍થળાંતર કરી જાય છે. તેની પાછળ પાણીની અછત કારણભૂત છે. જો કલ્‍પસર યોજના સાકાર થાય તો સુરત અને મુંબઈનું અંતર ઘટી જાય. ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછત દૂર થાય અને ખેતી સમૃઘ્‍ધ થવાથી બેરોજગારી અને સ્‍થળાંતરનો પ્રશ્‍ન દૂર થઈ શકે તેમ હોય આ મામલે જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્‍યો હોવાનું જણાવ્‍યું હતું.

ભૈવાહ : અમરેલીમાં પાણી-પુરીની રેંકડીઓ પર તવાઈ

અંતે પાલિકાનાં આરોગ્‍ય વિભાગનાં દરોડા શરૂ થયા
ભૈવાહ : અમરેલીમાં પાણી-પુરીની રેંકડીઓ પર તવાઈ
ર0 જેટલી રેંકડીઓમાંથી ખરાબ પાણી, બટેટા, ચટ્ટણી જપ્‍ત કરી નાશ કરાયો
ફુડ નિરીક્ષક દેસાઈ સહિતનાં સ્‍ટાફ દ્વારા તપાસ શરૂ રાખવાનો સંકલ્‍પ
અમરેલી, તા. 31
અમરેલી શહેરની બજારો-ગલીઓમાં જન આરોગ્‍ય સાથે ચેડા કરનારા અને બિલાડીનાં ટોપની જેમ ઉગી નીકળેલા પરપ્રાંતિય પાણીપુરીઓની રેંકડીઓ ઉપર આજે અમરેલી નગરપાલિકાનાં આરોગ્‍ય વિભાગ ઘ્‍વારા ઘોસ બોલાવવામાં આવતાં ર0 જેટલી રેંકડીઓમાંથી ખરાબ પાણી, બટેટા, ચટ્ટણી જપ્‍ત કરી નાશ કરવામાં આવતાં ભેળસેળીયા તત્‍વોમાં ભારે ફફડાટ ફેલાયેલ હતો.
પ્રાપ્‍ત વિગત મુજબ હાલ ચોમાસાની રોગચાળાયુકત ઋતુમાં અમરેલી નગરપાલિકાની આરોગ્‍ય શાખાની ટીમ ઘ્‍વારા શહેરમાં ખુલ્‍લેઆમ જન આરોગ્‍ય સાથે ચેડા કરતાં પાણીપુરીવાળા સામે આજે બપોર બાદ તવાઈ લવાતાં પાલિકાનાં ફુડ ઈન્‍સ્‍પેકટર એચ.જે. દેસાઈ સહિત 10 કર્મચારીઓની ટીમે શહેરનાં ચિતલ રોડ, ગાંધીબાગ, નાના બસ સ્‍ટેશન, શાકમાર્કેટ, ભીડભંજન ચોક, રેડ કોર્નર સીનેમા પાસે, ચકકરગઢ રોડ, લીલીયા રોડ, માણેકપરા સહિતનાં વિસ્‍તારોમાં પાણીપુરીની રેંકડીઓમાં ચેકીંગ હાથ ધરતાં વાસી-ખરાબ બાફેલા બટેટા, ખરાબ ચટ્ટણી, લીંબુના ફુલ સાથેનુંખરાબ પાણી ઝડપાતા તમામનો નાશ કરવામાં આવેલ હતો. આજે સાંજ સુધીનાં ચેકીંગ દરમ્‍યાન ર0 જેટલી પાણીપુરીની રેંકડીઓનું ચેકીંગ હાથ ધરાતા 60 કિલો જેટલા બટેટાનો નાશ કરવામાં આવતાં ભેળસેળીયા તત્‍વોમાં ફફડાટ ફેલાયેલ હતો.
ફુડ ઈન્‍સ્‍પેકટર એચ.જે. દેસાઈએ જણાવેલ હતું કે, આગામી દિવસોમાં જન આરોગ્‍યની કાળજી બાબતે ચેકીંગ ચાલું રાખવામાં આવશે. પાણીપુરી સિવાય તમામ ફાસ્‍ટફુડની દુકાનોમાં પણ સઘન ચેકીંગ હાથ ધરી કડક હાથે કાર્યવાહી હાથ ધરાશે.
આ તકે પ્રવિણ બારૈયા, આર.આર. નેવીવાલા, દિલીપ વઘાસીયા, અશોક મેસુરીયા, રશ્‍મિન ત્રિવેદી, પ્રશાંત છગ, ભરત ધાનાણી, પ્રકાશ ઝાલાવડીયા, કિશોર પટેલ સહિતનાં કર્મચારીઓ ઘ્‍વારા પાણીપુરીનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.

અમરેલીનાં સિદ્ધિ વિનાયક મંદિરમાં અંગારીકી ચોથને લઈને ભાવિકોની ભીડ

અમરેલી, તા.31
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં આજે ભગવાનગજાનંદના ગુણગાન સાથે આસ્‍થાભેર અંગારીકી ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી ભગવાન ગણેશજીનાં ભકતોએ ભગવાનના ગુણગાન સાથે અંગારીકી ચોથની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો અને દિવસ દરમિયાન ઉપવાસ કર્યો હતો. મોડી સાંજના સમયે ચંદ્રદર્શન કર્યા બાદ જ ભોજન કર્યા હતા.
અમરેલી શહેરના સિઘ્‍ધિ વિનાયક સોસાયટી તથા સરકાર વાડા નજીક સિઘ્‍ધિ વિનાયક મંદિરે ભગવાન ગણેશજીનો સુંદર શણગાર કરવામાં આવ્‍યો હતો.
સિઘ્‍ધિ વિનાયક સોસાયટીમાં ભગવાન ગણેશજીના મંદિરે મહિલા સત્‍સંગ મંડળ દ્વારા ખાસ સત્‍સંગ તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. સવારથી જ જિલ્‍લા ભરમાં ભગવાન ગણેશજીના મંદિરોએ વિશિષ્‍ટ પૂજન, અર્ચન પણ કરવામાં આવ્‍યા હતા.

અમરેલીનાં સાંસદે બ્રોડગેજ રેલ્‍વે બાબતે રેલ્‍વે રાજયમંત્રીને રજૂઆત કરી

આમ તો હવે સાંસદ પણ રજૂઆત કરી થાકયા
અમરેલી, તા.31
અમરેલી જિલ્‍લાની જનતાને બ્રોડગેજની સુવિધાનો લાભ મળી રહે તે માટે ગત તા. રપ જુલાઈ, ર917ના રોજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા રેલ્‍વે મંત્રી પિયુષ ગોયલને રજુઆત કર્યા બાદ આજ રોજ રેલ્‍વે રાજય મંત્રી મનોજ સિન્‍હાને મળી રજૂઆત કરેલ હતી.
સાંસદએ અમરેલી જિલ્‍લા અને મુખ્‍ય મથકમાંથી પસાર થતી ખીજડીયા, અમરેલી, ચલાલા, ધારી, વિસાવદર મીટરગેજ લાઈન અને અમરેલી જિલ્‍લાને સંલગ્ન વિસાવદર, જુનાગઢ, વિસાવદર, તાલાળા, વેરાવળ, વિસાવદર, દેલવાડા અને કોડીનાર, પ્રાંચી મીટરગેજ રેલ્‍વે લાઈનને બ્રોડગેજમાં પરીવર્તન કરવા માટે કેન્‍દ્ર સરકારે બજેટમાં મંજુરી આપી દીધેલ છે. જેની કામગીરી સત્‍વરે ચાલુ કરાવવા તથા ગારીયાધારથી પાલીતાણા નવી રેલ્‍વે લાઈન બીછાવવા માટેની કાર્યવાહી કરવા રજૂઆત કરેલ હતી.
ઉપરાંત સાંસદે અમરેલી જિલ્‍લાની જનતા માટે ચાલુ થયેલ મહુવા, બાંદ્રા ટ્રેનને દૈનિક ચલાવવા અને હાલમાં અઠવાડીયામાં બે દિવસ ચાલી રહેલ મહુવા, બાંદ્રા ટ્રેન પૈકી એક ટ્રેનનો લીલીયા મોટા ખાતે સ્‍ટોપ આપવમાં આવેલ છે જયારે બીજી ટ્રેનનો સ્‍ટોપ આપવામાં આવેલ નથી તેથી બીજી ટ્રેનનો પણ સ્‍ટોપ આપવા અને હાલમાં ચાલી રહેલ ઢસા, ખીજડીયા, લુણીધાર, જેતલસર રેલ્‍વે લાઈનની કામગીરી સત્‍વરેપૂર્ણ થાય તે માટેની કાર્યવાહી કરવા રજૂઆત કરેલ છે.

અમરેલી શહેર યુવા ભાજપ અને લાયન્‍સ કલબ ઓફ રોયલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અમરેલીની એમ.વી. પટેલ કન્‍યા વિદ્યાલય (ગર્લ્‍સ સ્‍કૂલ) ખાતે અમરેલી શહેર યુવા ભાજપ અને લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ. જેમાં પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી, વસંતભાઈ મોવલીયા, અશ્‍વિનભાઈ સાવલીયા, કૌશિકભાઈ વેકરીયા, રમેશભાઈ કાબરીયા, જિલ્‍લા યુવા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, યુવા ભાજપના પ્રમુખ દિગંત ભટ્ટ, મહામંત્રી સંજયભાઈ રામની (ચંદુ), રાજેશભાઈ કાબરીયા, મનીષભાઈ ધરજીયા, ઘનશ્‍યામભાઈ ત્રાપસીયા, મનીષભાઈ સંઘાણી, પૂર્વ યુવા ભાજપ પ્રમુખ ભગીરથભાઈ ત્રિવેદી, રાજેશભાઈ માંગરોળીયા, જયભાઈ મસરાણી, ધીરૂભાઈ ગઢીયા, મુકુંદભાઈ મહેતા, સ્‍કૂલના પ્રિન્‍સિપાલ પરમાર, કેમ્‍પસડાયરેકટર અરૂણાબેન માલાણી, ફીઝીયોથેરાપી કોલેજના ડો. કલ્‍પેશભાઈ વસાણી સહિતના શહેરના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. તેમ અમરેલી શહેર યુવા ભાજપની અખબારી યાદીમાં જણાવાયું છે.

01-08-2018