Main Menu

August, 2018

 

જીપીએસસી દ્વારા ર80ને બદલે માત્ર 40 પશુચિકિત્‍સકની જ કરાશે ભરતી

114પ જગ્‍યા ખાલી હોવા છતાં પણ નોકરી અપાતી નથી

અમરેલીનાં કલેકટરને પશુચિકિત્‍સકોએ આવેદનપત્ર પાઠવી વેદના વ્‍યકત કરી

અમરેલી, તા. 30

વિકાસના બણગા ફુંકતી ગુજરાત સરકાર ર0રરમાં ખેડૂતની આવક બમણી કરવાના વાયદા કરી રહી છે. તયારે કૃષિ તથા પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતોનાં પ્રશ્‍નો અંગે આંખ આડા કાન કરી રહી હોય તેવું જણાય રહૃાું છે. પશુપાલન ખાતામાં હાલ અંદાજીત 4પ0 દવાખાનામાં ડોકટરોની ગુજરાતમાં અંદાજીત 114પ જગ્‍યા ખાલી પડેલી છે. ત્‍યારે આવા પશુ દવાખાનાઓમાં નજીકના પશુ ચિકિત્‍સકોને ચાર્જ આપી તેમની કામગીરીનું ભારણ વધારી દેવામાં આવે છે તથા ગરીબ પશુપાલકોના પશુની તંદુરસ્‍તી તથા સારવારની બાબતોને રામભરોસે જ છોડી દેવામાં આવે છે. આ અંગે જીપીએસસી ઘ્‍વારા ર018-ર019ના ભરતી કેલેન્‍ડરમાં ર80 પશુ ચિકિત્‍સકોની ભરતી કરવાનું સુચવવામાં આવ્‍યું હતું. પરંતુ 1પ ઓગષ્‍ટનાં રોજ થયેલી ભરતી જાહેરાતમાં ર80નાં બદલે 40 જગ્‍યાની જ ભરતી બહાર પાડવામાં આવી હતી.

આ ઘટનાક્રમ અંગે રાજયમાં હજારો પશુચિકિત્‍સકો બેરોજગાર હોવા છતાં ગુજરાત સરકાર પશુપાલકોના હિત તથા રોજગારીના પ્રશ્‍નો અંગે બેજવાબદાર જણાઈ રહી છે. આઅંગે તા. ર9/8/18નાં રોજ પશુચિકિત્‍સકો ઘ્‍વારા અમરેલી જીલ્‍લા કલેકટરને આવેદનપત્ર આપી જીપીએસસી ઘ્‍વારા થયેલી જાહેરાતમાં પશુચિકિત્‍સકોની ભરતીમાં થયેલ અન્‍યાય અંગે રજુઆત કરવામાં આવી તથા તથા રાજય સરકારમાં આ અંગે ઘટડી કાર્યવાહી કરે એવી અપીલ કરવામાં આવી હતી.


અમરેલીમાં આવતી કાલે ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંકનો વિધીવત્‌ પ્રારંભ

સાંસદ કાછડીયાના વરદ હસ્‍તે થશે પ્રારંભ

અમરેલીમાં આવતી કાલે ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંકનો વિધીવત્‌ પ્રારંભ

પોસ્‍ટલ સ્‍ટાફ દ્વારા નાગરિકોને ખાતાખોલી આપવામાં આવશે

અમરેલી, તા.30

ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્‍તારોમાં ડીજીટલ ચુકવણીના સેવાઓને પ્રોત્‍સાહન આપવા, પોસ્‍ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર, ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંકની શરૂઆત કરી રભ્‍ું છે. ઇન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંક માત્ર ભારત સરકારના દરેકનાગરિકને આર્થિક રીતે સાંકળવાના ઘ્‍યેયને આગળ વધારશે એમ નહિ, પરંતુ ડીજીટલ સેવાઓનો ઉપયોગ કરવા માટે ભારતીય નાગરિકોની ક્ષમતામાં પણ વધારો કરશે, ખાસ કરીને સરકાર તરફથી નાગરિકોને અપાતી સેવાઓ.

ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંક ની 6પ0 શાખાઓ કાર્યરત થશે અને વિવિધ પોસ્‍ટ ઓફિસમાં લગભગ 1.પપ લાખ એકસેસ પોઇન્‍ટ હશે. ગુજરાતમાં ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંકની 3ર શાખાઓ અને પોસ્‍ટ ઓફિસમાં લગભગ 8900 એકસેસ પોઈન્‍ટ મારફતે કાર્યરત થશે. 7000 થી વધુ ગ્રામીણ ડાક સેવક અને 4000 પોસ્‍ટમેન પણ ગ્રામીણ અને શહેરી વિસ્‍તારના નાગરિકોને આ સેવાઓ ઘર આંગણે સુધી પ્રદાન કરશે.

ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંક ટેકનોલોજીના સઘન મુલ્‍યો ઉમેરેલી બેન્‍કિંગ સેવાઓ જેવી કે કોક બેન્‍કિંગ, ચતનકલ યો.કોલ ભ્‍ઢછથહલ ડીજીટલ ખાતાઓ વગેરે ન્‍યુનતમ ખર્ચે પૂરી પાડશે. આ સેવાઓ ખાસ કરીને નાના અને મઘ્‍યમ ઉદ્યોગો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સ્‍થળાંતર કામદારો, વરિષ્ઠ નાગરિકો અને અનેક કુટુંબોને આવરી લઈને શરૂ કરેલ છે. ઇન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંક 8ય..ખ9 ની શરૂઆતમાં નાગરિકો અને નાના વેપારીઓના લાભાર્થે બચત ખાતું તેમજ ચાલુ ખાતાની સેવાઓ ઉપલબ્‍ધ કરાવશે. દ્વારા ડીજીટલ ચુકવણીની નાણાકીય સાક્ષરતા અને નાણાકીય જાગૃતતાને પ્રોત્‍સાહન અપાશે, ખાસ કરીનેગ્રામીણ વિસ્‍તારોમાં.

વડાપ્રધાન 1લી સપ્‍ટેમ્‍બર, ર018ના રોજ ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંક ની સેવાઓનું લોકાર્પણ કરશે. આ ઐતિહાસિક ક્ષણે સમગ્ર દેશમાં ની સેવાઓ જીલ્‍લા મથકની 6પ0 શાખાઓમાં તેમજ ર600 એકસેસ પોઈન્‍ટમાં એસસાથે કાર્યરત થશે.

ગુજરાતમાં, મુખ્‍યમંત્રી દ્વારા ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંકની 3ર શાખાઓનું અને 1ર8 એકસેસ પોઈન્‍ટનો શુભારંભ અમદાવાદ ખાતે રાજય સ્‍તરની ઈવેન્‍ટથી શરૂ થશે અને ય..ખની સેવાઓનું લોકાર્પણ કરાશે.

અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડિયા દ્વારા ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંકની અમરેલી શાખાનો શુભારંભ અમરેલી ખાતે જીલ્‍લા સ્‍તરની ઈવેન્‍ટથી શરૂ થશે. આ પ્રસંગ હોટેલ એન્‍જલ, અમરેલી ખાતે, 1લી સપ્‍ટેમ્‍બર, ર018નાં રોજ બપોરના રઃ30 કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો, સામાજિક સંસ્‍થાઓ, ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહેશે. આ જીલ્‍લા સ્‍તરના પ્રસંગની સાથે અમરેલી જીલ્‍લાના અમરેલી શહેર, રાજુલા, ભેરાઈ ગામ, માંદરડી ગામ અને શિયાળબેટ ગામમાં ય..ખ સેવાઓનું એકસાથે શુભારંભ થશે. આ પ્રસંગે, નાગરિકોને ય..ખની સેવાઓના ફાયદાથી માહિતગાર કરાશે અને પોસ્‍ટલ સ્‍ટાફ દ્વારા રસ ધરાવતા નાગરિકોને ખાતા ખોલવાની તત્‍કાલીન સુવિધા આપવામાં આવશે.

ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસબેંકનું શુભારંભ દેશની બેન્‍કિંગ સેવાઓના ઈતિહાસમાં એક નવું સીમાચિન્‍હરૂપ છે જેના દ્વારા પ્રથમ વખત સામાન્‍ય માણસને નજીકમાં જ ડીજીટલ બેન્‍કિંગ સેવાઓનો લાભ ઉપલબ્‍ધ થશે તથા ટપાલ વિભાગના કર્મચારીઓના હાથોહાથ ડીજીટલ વ્‍યવહારો કરવા માટેની સેવાઓનો પણ લાભ મળશે. ટપાલ વિભાગ, ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટસ બેંક 8ય..ખ9 દ્વારા નાણાકીય સંકલનના એજન્‍ડાને આગળ વધારવા અને સારી ડીજીટલ બેન્‍કિંગ સેવાઓ દ્વારા નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબઘ્‍ધ છે.


અમરેલી તાલુકા સહકારી ખ.વે. સંઘનાં હોદ્યેદારોની વરણી કરાઈ : પ્રમુખ તરીકે નાકરાણી અને ઉપપ્રમુખપદે દુધાત

અમરેલી, તા. 30

અમરેલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી અધિકારી વ નાયબ કલેકટર અમરેલી ર્ેારા કરવામાં આવેલ હતી. જેમાં ચેરમેન તરીકે મોહનભાઈ નાકરાણીએ ઉમેદવારી કરેલ જેની દરખાસ્‍ત મધુભાઈ કાનજીભાઈ સાવલીયા કરેલ અને ટેકો જયંતિભાઈ ચકરાણીએ આપેલ અન્‍ય કોઈની દરખાસ્‍ત આવેલ ન હોય તેમજ ઉપપ્રમુખ તરીકે દલસુખભાઈ દુધાતનાં નામની દરખાસ્‍ત સાંગાભાઈ સાવલીયાએ કરેલ અને ટેકો બાબુભાઈ સોજીત્રાએ આપતા આ સીવાયની કોઈ દરખાસ્‍ત ન આવતા ચૂંટણી અધિકારીએ પ્રમુખ તરીકે મોહનભાઈ નાકરાણીને અને ઉપપ્રમુખ તરીકે દલસુખભાઈ દુધાતનેબિનહરીફ ચૂંટાયેલ જાહેર કરેલ છે.

આ સંસ્‍થા છેલ્‍લા ર7 વર્ષથી મોહનભાઈ નાકરાણીનાં નેતૃત્‍વમાં અને નિગેહબાની નીચે નફો કરતી આવી છે. દલસુખભાઈ દુધાતનો સંપૂર્ણપણે સાથ સહકાર હોય સંસ્‍થાની પ્રગતિમાં ઉતરોતર વધારો થતો રહૃાો છે. તેમજ સંસ્‍થાનાં ડીરેકટરો પણ સંસ્‍થાનાં વિકાસમાં સમયનો અમુલ્‍ય ફાળો અમરેલી તાલુકા સંઘમાં આપી સંસ્‍થાને મદદ કરેલ છે. સંસ્‍થા ખેડૂતોનાં હામી તરીકે રાસાયણીક ખાતરની તંગી વખતે પડખે ઉભા રહીને વધુમાં વધુ ખાતરો મંગાવીને ખેડૂતોને આપેલ છે. તેમજ સંસ્‍થાની સભ્‍ય મંડળીઓને ગામડે બેઠા પહોંચતું કરેલ છે અને ખેડૂતોને મદદ કરેલ છે. તમામ ચુંટાયેલા ડીરેકટરોએ પ્રમુખ/ઉપપ્રમુખનું બહુમાન કરેલ છે. તેમ સંઘનાં મેનેજર રમેશભાઈ વઘાસીયાની યાદી જણાવે છે.


હોય નહી : અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને સબસીડી આપવામાં કૃષિ વિભાગનાં ઠાગાઠૈયા

જગતાત ગણાતાં ખેડૂતો એક સાંધે ને તેર તૂટેની સ્‍થિતિમાં

હોય નહી : અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને સબસીડી આપવામાં કૃષિ વિભાગનાં ઠાગાઠૈયા

ટપક અને ફુવારા સિસ્‍ટમનું ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરાયું છતાં અન્‍યાય

વીજપડી, તા. 30

અમરેલી જિલ્‍લામાં લાંબા સમયથી વરસાદ ખેંચાયેલ છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતરો, દવા ખરીદી વાવેતર કરેલ છે. કરવામાં આવેલ વાવેતરને બચાવવા સારૂ ખેડૂતોને ટપક અને ફુવારા લાઈન રાજય સરકારનાંજીજીઆરસીએલ કંપની હેઠળ સબસીડીથી આપવાનું લાંબા સમયથી અમરેલી જિલ્‍લામાં બંધ છે અને રાજય સ્‍તરે પણ અમુક કંપનીઓને માન્‍યતા છે. એક તરફ વરસાદ ખેંચાયેલ છે બીજી બાજુ ખેડૂતો પાક બચાવવા સબસીડી યુકત ફુવારા અને ટપક લાઈન વસાવવા ઈરીગેશન ડીલરોને એ બાબતે પુછવા જાય છે. ડીલરો કહે છે હાલમાં યોજના બંધ છે. અમુક કંપનીઓ માન્‍યતા પામેલ છે. એ કંપનીઓનાં ડીલરો અમરેલી જિલ્‍લામાં હરેક તાલુકામાં આવેલ નથી. જેથી ખેડૂતોને ખુલ્‍લા બજારની ભાવથી પાઈપ લાઈનો, ફુવારાઓ ખરીદવા પડે છે. આવી જ રીતે ઓનલાઈન યોજના હેઠળ ખેડૂતોએ તાર ફેન્‍સીંગ કરવા નિયત અરજી આધારો જોડી અમરેલી જિલ્‍લા કચેરીને રજૂ કરેલ છે. આજદિન સુધી અરજદારોને તાર ફેન્‍સીંગ કરવાના મંજુરી પત્રો મળેલ નથી અને ભુંડ અને નિલગાયનાં ત્રાસથી ખેડૂતો હેરાન પરેશાન છે. રાજય સરકાર અમરેલી જિલ્‍લામાં ચાલતા તાનાશાહી શાસનને અને સરકાર માન્‍ય કંપનીને તાકીદે ખેડૂતોને મળવાપાત્ર સાધનો તાકીદે યોજના ચાલુ કરવા માંગ છે.


અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો આવતીકાલે હાર્દિક પટેલને સમર્થન કરશે

આગામી ચૂંટણીમાં દેશભરનાં ખેડૂતો નવી દિલ્‍હીમાંથી ભાજપ સરકારને હાંકી કાઢવા સક્ષમ હોવાનું જણાવાયું

અમરેલી, તા. 30

ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે છેલ્‍લા રર વર્ષથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, ખેતમજુરો ભાજપ સરકારની જાહેરાતની જાળમાં ફસાઈને વિના વાંકે મરી રહૃાા છે. તેથી રોજબરોજ ખેડૂતો આત્‍મહત્‍યા અને આપઘાત કરી રહૃાા છે. તેવા સંકટ સમયે ખેડૂતોનું તમામ લેણું સરકાર માફ કરે તે બાબતે પાસ કન્‍વીનર હાર્દિક પટેલ તા. રપ/8/18થી આમરણ ઉપવાસ ઉપર બેઠા છે. તેમાં ભાવનગર તથા અમરેલી જીલ્‍લા ખેડૂત સમાજ તન, મન, ધનથી આંદોલનમાં જોડાવા માટે ખુલ્‍લો ટેકો જાહેર કરીએ છીએ. તેમજ તા. 31/8/18નાં રોજ ભાવનગર અને અમરેલી જીલ્‍લાના ખેડૂતો, પશુપાલકો, ખેતમજુરો મોટી સંખ્‍યામાં હાર્દિક પટેલના નિવાસ સ્‍થાને હાજરી આપવાનાં છે. તેમાં ભાવનગર અને અમરેલી જીલ્‍લાનાં ખેડૂત સમાજ હાજરી આપશે અને આગામી દિવસોમાં બન્‍ને જીલ્‍લા અને ગુજરાતભરમાં આગળના આંદોલનની રણનીતિ નકકી કરાશે તેમ ભાવનગર જીલ્‍લાનાં ખેડૂત સમાજના પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભાઈ (તરેડી)તથા અમરેલી જીલ્‍લાનાં ખેડૂત સમાજના પ્રમુખ નરેશભાઈ વિરાણી વિગેરે આગેવાનો જણાવી રહૃાા છે.

વધુમાં જણાવેલ છે કે, ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે છેલ્‍લા રર વર્ષથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, ખેતમજુરો ભાજપ સરકારની જાહેરાતની જાળમાં ફસાઈને વિના વાંકે મરી રહૃાા છે. તેથી રોજબરોજ ખેડૂતો આત્‍મહત્‍યા અને આપઘાત કરી રહૃાા છે. તેવા સંકટ સમયે ખેડૂતોનું તમામ લેણું સરકાર માફ કરે તે બાબતે પાસ કન્‍વીનર હાર્દિક પટેલ તા. રપ/8/18થી આમરણ ઉપવાસ ઉપર બેઠા છે તેમાં ભાવનગર તથા અમરેલી જીલ્‍લાનાં ખેડૂત સમાજ તન, મન, ધનથી આંદોલનમાં જોડાવા માટે ખુલ્‍લો ટેકો જાહેર કરીએ છીએ તેમ જતેને સમર્થન આપવા ગુજરતભરના ખેડૂતો સહકાર આપવાના છે. તેમજ આ ખેડૂત હિતની બાબતમાં અનેક ખેડૂત સંગઠનો, ધાર્મિક સંસ્‍થાઓ, સામાજીક સંસ્‍થાઓ, રાજકીય સંગઠનો સહયોગ આપવાના છે. તેવા સમયે કેન્‍દ્ર અને રાજય સરકારના ઈસારે આપનું ગૃહખાતુ ખેડૂતો ઉપર જુલમ ગુજારવાનું કામ કરી રહૃાું છે અને પોલીસ ઘ્‍વારા અહિંસક આંદોલનકારીઓને દબાવી દેવા લાઠીચાર્જ, ટીયરગેસ, ગોળીબાર જેવા બળ પ્રયોગો કરીને ભયંકર ત્રાસ આપવામાં આવે છે. અને આંદોલનકારી અનેક ખેડૂત પુત્રોના પોલીસના મારથી મૃત્‍યુ થયેલા છે તે અતિગંભીર બાબત ગણાય.ભારતીય સંવિધાન અને માનવ અધિકારના કાયદાનું ગુજરાત સરકાર અને આપનું ગૃહખાતું ખુલ્‍લેઆમ નિયમનો ભંગ કરી રહૃાું છે અને ખેડૂતો ગાંધી ચિંઘ્‍યા રાહે અહિંસક આંદોન કરતા હોય તેને મંજુરી શા માટે આપવામાં નથી આવતી તેજ સમજાતું નથી. ગુજરાત સરકાર પ્રજાના અબજો રૂપિયાનો ખર્ચ કરીને તાયફાઓ કરે છે અને સરકારની વાહવાહ કરે તેવા લોકોને સભા, સરઘસ, રેલીઓ બેધડક બિનકાયદેસર કરવા દેવામાં આવે છે તેવા લોકો ઉપર પોલીસ શા માટે પગલાં નથી લેતી તેની તપાસ કરાવો. ખેડૂતો અહિંસક આંદોલન કરતા હોય ત્‍યારે રાતોરાત 144ની કલમ શા માટે તે પ્રથમ દુર કરાવો. ખેડૂત પુત્રો ઉપર રાજદ્રોહના ગુના ખોટી રીતે લગાડવામાં આવે છે તેવા અધિકારીઓને સખત સજા કરાવો તો જ ખેડૂતોને ન્‍યાય મળ્‍યો ગણાય. આ દેશના કોઈપણ નાગરીકને પોતાના હકક અને અધિકાર માટે સભા, સરઘસ, રજુઆત, આંદોલન, આમરણાત ઉપવાસ વિગેરે કાર્યક્રમો કરવા દેવા તે સરકારની તથા આપના ગૃહખાતાની ફરજીયાત ફરજમાં આવતી ફરજ છે. તેને રોકવુ કે દબાવી દેવું તે માનવ અધિકારના નિયમ ઉપર સરકાર ખુલ્‍લો અમાનવીય બળાત્‍કાર ગુજારે છે તેવું કહેવામાં સહેજેય સંકોચ રાખવા જેવું નથી.

ઉપરોકત બાબતે દિવસ પાંચમાં યોગ્‍ય નિર્ણય લેવામાં નહી આવે તો ગુજરાતભરના ખેડૂતો,પશુપાલકો, ખેતમજુરો હાર્દિક પટેલને ખુલ્‍લો ટેકો આપીને સરકાર અને તંત્ર હચમચી જાય તેવા પ્રોગ્રામો આપશે. કારણ કે આજથી રપ વર્ષ પહેલા ગુજરાતના ખેડૂતોના ઘરમાં સોના, ચાદી અને રૂપિયાના પટારા ભરેલા હતા. ભાજપ સરકાર આવ્‍યા પછી હાલમાં ખેડૂતોના ખીસ્‍સા ખાલીખમ છે. તેથી ગુજરાતભરનાં ખેડૂતો ત્રાહીમામ થઈને ભાજપ સરકાર વિરોધી સુત્રો જાહેરમાં બોલી રહૃાા છે.

વિશેષમાં જણાવેલ છે કે, ગુજરાત સરકાર ખેડૂતો, પશુપાલકો, ખેતમજુરો અને ખેતીને ખતમ કરીને પાંચ ઉદ્યોગપતિઓને માલામાલ કરવાના ખુલ્‍લા પ્રયાસો કરે છે તે ખુલ્‍લી પડી ગયું છે. અને ખેડૂતોના મતથી જીતેલ સરકાર ખેડૂતોને પાકવીમો અને સબસીડી આપવામાં ઠાગાઠૈયા કરે છે તેમજ ખેડૂતોનને ખેતપેદાશના ટેકાના ભાવ આપવામાં કલ્‍પના ન કરી શકાય તેવો ભ્રષ્‍ટાચાર કરવામાં આવે છે. તેનો તાજો પુરાવો           મગફળીકાંડ, બારદાનકાંડ, ચણાકાંડ, રાયડાકાંડ વિગેરેમાં અબજો રૂપિયાનો ભ્રષ્‍ટાચાર થયેલ છે. તેથી હવે બીચારા ખેડૂતોને તમામ પ્રકારના લેણામાંથી મુકત કરવામાં આવે તોજ ખેડૂતો ખેતી કરીને જીવી શકે તેમ છે અન્‍યથા ખેડૂતોને ના છુટકે મજબુર થઈને ઉગ્ર આંદોલન કરવું પડશે તેવા સંકેતો જણાઈ રહૃાા છે. તેમજ સવિનય કાયદાનો ભંગ કરીને ગુજરાતભરના ખેડૂતો સરકાર સામે જંગખેલશે તે નકકી છે. તેવા સમયે કોઈપણ વ્‍યકિત ઉપર ખોટી કલમો કે પોલીસ ઘ્‍વારા દમન ગુજારવામાં આવશે તો તેની તમામ જવાબદારી આજદિનથી ગૃહ પ્રધાનની રહેશે.


આનંદો : અમરેલી ખાતે કેન્‍દ્ર સરકાર દ્વારાપાસપોર્ટ કેન્‍દ્ર મંજુર કરવામાં આવ્‍યું

સાસંદની રજુઆત સફળ રહી

અમરેલી, તા.30

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયત્‍નોથી તા.30 ઓગષ્‍ટ ર018ના રોજ ભારત સરકારે અમરેલી જિલ્‍લાને પાસપોટૅ સેવા કેન્‍દ્ર માટે મંજુરી આપી સોગાત આપેલ છે. પ્રાપ્‍ત વિગતો અનુસાર ગત તા.10/8/ર018ના રોજ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજી અને વિદેશ મંત્રી સુષમા સ્‍વરાજજી ને રૂબરૂ મળી અમરેલી જિલ્‍લામાં તાત્‍કાલીક પાસપોટૅ સેવા કેન્‍દ્ર ચાલુ કરવા અસરકારક રજૂઆત કરેલ હતી.

સાંસદની રજૂઆત અન્‍વયે વિશ્‍વભરમાં વસતા ભારતીઓને જે તે રાષ્‍ટ્રમાં થતી સમસ્‍યાઓ અને નોકરી વગેરે બાબતોના પ્રશ્‍નો સંદભૅમાં આઉટ રીચ પ્રોગ્રામ અન્‍વયે ભારત સરકાર દ્વારા દેશના રાજયોમાં બેઠકો યોજવામાં આવે છે. જે અંતર્ગત આજે ગુજરાત રાજયમાં વિદેશ રાજય મંત્રી એમ.જે.અકબરની અઘ્‍યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવેલ હતુ અને આ બેઠકમાં ભારત સરકાર દ્વારા ગુજરાતમાં છ નવા પાસપોર્ટ સેવા કેન્‍દ્રો ચાલુ કરવા માટેની મંજુરી આપેલ છે. જેમાં ગુજરાત રાજયના અમરેલી, ગાંધીનગર, સુરેન્‍દ્રનગર, પાટણ, બારડોલી અને સાબરકાંઠા જીલ્‍લાનો સમાવેશ કરવામાં              આવેલ છે.

સાંસદ દ્વારા કરાયેલ રજૂઆતના અનુસંધાને તાત્‍કાલિક નિર્ણય લઈઅમરેલી જિલ્‍લામાં પાસપોર્ટ સેવા કેન્‍દ્ર મંજુર કરવા બદલ સાંસદએ અમરેલી જિલ્‍લાની જનતાવતી કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારનો ખુબ ખુબ આભાર માનેલ છે તથા સાંસદએ જણાવેલ છે કે, અમરેલીમાં પાસપોર્ટ સેવા કેન્‍દ્ર ચાલુ થવાથી અમરેલી જિલ્‍લાની જનતાને રાજકોટ ખાતેના ધકકા બંધ થશે અને આથિૅક રીતે પણ ફાયદો થશે.


અરે વાહ : ધારીનાં સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં એક જ અઠવાડીયામાં તબીબોની નિમણૂંક કરાશે

ભાજપનાં આગેવાનોને આરોગ્‍ય મંત્રીએ આપી ખાત્રી

ધારી, તા. 30

ધારીની સીવીલ હોસ્‍પિટલમાં છેલ્‍લા મહિનાઓથી કોઈ જ ડોકટર હોય નહીં માત્ર ડેપ્‍યુટેશન પર આયાતી ડોકટરોથી કામ ચલાવવામાં આવતું હોય સતત ડોકટરોની થઈ રહેલી માંગીઓનો અંત આવી જવા પામ્‍યો છે. એક જ સપ્‍તાહમાં ધારીનાં સરકારી દવાખાનામાં નવા ડોકટરોની નિમણૂંક કરવામાં આવશે તેવી બાંહેધરી રાજયનાં આરોગ્‍ય મંત્રીએ ભાજપનાં રજૂઆતકર્તાઓને આપી છે.

અમરેલી ખાતે આવેલા રાજયનાં આરોગ્‍ય મંત્રી કુમારભાઈ કાનાણીને જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, તાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્‍લા ભાજપ મંત્રી હિતેશભાઈ જોશી અને ભાજપ આગેવાન નરેશભાઈ ભૂવાએ રજૂઆત કરી જણાવ્‍યું હતું કે ધારી તાલુકો 90 ગામોનો તાલુકો છે અને જરૂરીયાત મંદ લોકો માટેગામનાં સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રમાં એક પણ ડોકટર ન હોય માત્ર ડેપ્‍યુટેશન પર આયાતી ડોકટરોથી વહિવટ ચાલતો હોય માટે તુરંત અસરથી ડોકટરની નિમણૂંક કરવામાં આવે જેથી લોકોને મોટી રાહત થાય.

ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓની વ્‍યવસ્‍થિત અને વ્‍યાજબી રજૂઆતને લક્ષ્ય આપતા આરોગ્‍યમંત્રીએ એક સપ્‍તાહમાં જ નવા ડોકટરોની નિમણૂંક થશે તેવી બાંહેધરી આપેલ.


મીઠાપુર ગામની સીમમાં ખેતરની ઝુંપડીમાંથી બે ઝટકા મશીનની ચોરી

અમરેલી, તા. 30,

જાફરાબાદ તાલુકાનાં કાગવદર ગામે રહેતાં અને મીઠાપુર ગામની સીમમાં ખેતર ધરાવતાં દુલાભાઈ રીણાભાઈ વાઘ નામનાં 7પ વર્ષિય વૃઘ્‍ધ ખેડૂતનાં ખેતરમાં આવેલ ઝુંપડીમાં રાખેલ ઝટકા મશીન નંગ-ર કિંમત રૂા.ર68ર0ની કોઈ અજાણ્‍યા તસ્‍કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં ફરિયાદ નોંધાઈછે.


ઢુંઢીયા-પીપરીયા ગામે તીનપત્તીનો જુગાર રમતા 6 બાજીગરો ઝડપાયા

અમરેલી, તા. 30

વડિયા તાલુકાનાં  ઢુંઢીયા-પીપરીયા ગામે રહેતાં પરબતભાઈ મેઘાભાઈ પહરીયા સહિત 6 જેટલાં શખ્‍સો આજે વહેલી સવારે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતાં હોય, વડિયા પોલીસને બાતમી મળતાં  દરોડો કરી રોકડ રકમ રૂા.4110ની મતા સાથે ચારેભય ઈસમોને ઝડપી  લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ખાંભાનાં સમઢીયાળા-ર ગામે પતિએ માર મારતાં પત્‍નિ પિયર ચાલી ગઈ

સાસુ-સસરાને પણ માર મારતાં જમાઈ સામે ફરિયાદ

અમરેલી, તા. 30

ખાંભા તાલુકાનાં સમઢીયાળા-ર ગામે રહેતાં સોમીબેન માનસિંગભાઈ વરૂ નામની ર8 વર્ષિય પરિણીતાએપોતાનાં પતિને કામ ધંધો કરવાનું કહેતાં પતિને સારૂ નહી લાગતાં અવાર-નવાર ઝગડો કરી તેણીને માર મારતો હોય જેથી પત્‍નિ પોતાના પિયર નવી કાતર ગામે જતાં રહેતાં ગઈકાલે આરોપી માનસિંગભાઈ ખીમાભાઈ વરૂ ત્‍યાં જઈ તેણીને માતા-પિતા સહિતનાંને લાકડી વડે મુંઢમાર મારતાંઆ અંગે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


અમરેલીનાં પ્રતાપપરામાં જુગાર રમતા 4 પત્તાપ્રેમીઓ ઝડપાયા

અમરેલી, તા30

અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર એચ.એચ. સેગલીયા તથા જી.પી. જાડેજા તથા સ્‍ટાફના માણસો સાથે તા.30/8ના વહેલી સવારે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહેહકીકત મળેલ કે અમુક ઈસમો પ્રતાપપરા ગામમાં પાણીના ટાંકા પાસે જાહેર જગ્‍યામાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડે છે. જેથી સ્‍ટાફ સાથે બાતમીવાળી જગ્‍યાએ જઈ રેઈડ કરતા આરોપી (1) જયરાજભાઈ અનકભાઈ ખુમાણ (ઉ.વ.3ર) ધંધો- ડ્રાઈવીંગ રહે. પ્રતાપપરા (ર) ભુપતભાઈ થોભણભાઈ ત્રાડ (ઉ.વ.ર9) ધંધો- મજૂરી રહે. પ્રતાપપરા (3) અમરાભાઈ થોભણભાઈ ત્રાડ (ઉ.વ.38) ધંધો- ડ્રાઈવીંગ રહે. પ્રતાપપરા (4) ગભાભાઈ નાનજીભાઈ સાટકા (ઉ.વ.પ0) ધંધો- ડ્રાઈવીંગ રહે. પ્રતાપપરા વાળાઓને રોકડ રૂા. 31પ0 તથા મોબાઈલ નંગ-3 કિંમત રૂા. 6,000 મળી કુલ મુદામાલ રૂા. 91પ0 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


કુતાણા ગામે અગમ્‍ય કારણોસર યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

અમરેલી, તા. 30

લીલીયા તાલુકાનાં કુતાણા ગામે રહેતાં મહેશ ભીખાભાઈ નડાસીયા નામનાં ર3 વર્ષિય વેપારી યુવકે ગઈકાલે કોઈ અગમ્‍ય કારણોસર પોતાની મેળે    ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું લીલીયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.


બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું ઘર સળગ્‍યું : કોંગ્રેસપક્ષનાં સત્તાવાર ઉમેદવાર ચેરમેનપદથી વંચિત

કારોબારી ચેરમેનની વરણીમાં અસંતોષ ઉભો થયો

બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું ઘર સળગ્‍યું : કોંગ્રેસપક્ષનાં સત્તાવાર ઉમેદવાર ચેરમેનપદથી વંચિત

થોડી મિનિટો માટે સભાખંડમાં દોડાદોડીનો માહોલ ઉભો થયો

બાબરા, તા. 30

બાબરા તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિની ચેરમેનની ચૂંટણી આજે બપોરે બે કલાકે તાલુકા વિકાસ અધિકારી બી.જી. સોલંકીનાં અઘ્‍યક્ષ સ્‍થાને યોજાઈ હતી. જેમાં પ્રમુખ ધખુબેન વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા સહિતનાં કારોબારી સમિતિના સભ્‍યો ઉપસ્‍થિત રહૃાા હતા.

તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ ચેરમેનની ચૂંટણીમાં ભારે વિવાદ સર્જાયો હતો. અહીં ચેરમેનના મુખ્‍ય ઉમેદવાર કુલદીપભાઈ બસીયાનો જિલ્‍લા કોંગ્રેસ મહામંત્રી અશોકભાઈ ખાચર ઘ્‍વારા મેન્‍ડેડ આપી દેરક સભ્‍ય ઘ્‍વારા વ્‍હીપ આપવામાં આવી હતી તેમ છતાં સભ્‍યો ઘ્‍વારા વ્‍હીપનો અનાદર કરી ગીતાબેન રાજુભાઈ ખાત્રોજાની વરણી કરવામાં આવતા સ્‍થાનિક રાજકારણ ગરમાયું હતું.

તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિ ચેરમેનની ચૂંટણીમાં ભારે હોબાળો મચ્‍યો હતો જેમાં ભારે વિવાદ સર્જાતા ચેરમેનના દાવેદાર કુલદીપ બસીયા પ્રોસાડીંગ રજીસ્‍ટર લઈને ભાગ્‍યા હતા અને ભારે અફડાતફડી સર્જાય હતી. જોકે તાલુકા વિકાસ અધિકારી ઘ્‍વારા કારોબારીની મિટીંગ કેન્‍સલકરવાનું કહેતા કુલદીપ બસીયા મિટીંગ છોડી નીકળી ગયા હતા. જોકે પાછળથી તમામ સભ્‍યોની માંગ થતાં ફરીવાર મિટીંગ બોલાવવામાં આવતા જેમાં ગીતાબેન ખાત્રોજાની વરણી કરવામાં આવી હતી.

બાબરા તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિનાં ચેરમેનની વરણીને ગેરબંધારણીય અને ગેરવ્‍યાજબી ગણાવી કાનૂની કાર્યવાહી કરવાનું જણાવ્‍યું હતું. જોકે જિલ્‍લા કોંગ્રેસ મહામંત્રી અશોકભાઈ ખાચર ઘ્‍વારા કોઈ જાણકારી ન હોવાનું જણાવ્‍યું હતું.


ચમારડીનાં વતની અને સુરત સ્‍થિત ભામાશા ગોપાલભાઈ વસ્‍તરપરાને ગંભીર અકસ્‍માત

મુંબઈની ભાટીયા હોસ્‍પિટલમાં ખભાનું કરાયું ઓપરેશન

અમરેલી, તા. 30

બાબરાનાં ચમારડીનાં વતની અને સુરત સ્‍થિત ભામાશા ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્‍તરપરાને અકસ્‍માતે જમણા હાથ પર ખભાનાં ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે મુંબઈની ભાટીયા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ છે.

તેઓનાં ખભાની નસને ગંભીર નુકશાન પહોંચતા તેનું આજે ઓપરેશન કરવામાં આવ્‍યું છે અને સંભવત ર દિવસમાં હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવશે. અને ર મહિના સુધી આરામ કરવાની સલાહ તબીબોએ આપી હોય મિત્રો, શુભેચ્‍છકો ઘ્‍વારા ખબર અંતર પુછવામાં આવી રહૃાા છે.


અંતે અમરેલી પાલિકાના નગરસેવકોને વહીવટ તંત્રએ પ્રતિક ધરણાની મંજુરી આપી

ર દિવસ પહેલા અટકાયત કરાયા બાદ

અંતે અમરેલી પાલિકાના નગરસેવકોને વહીવટ તંત્રએ પ્રતિક ધરણાની મંજુરી આપી

અમરેલી, તા.30

અમરેલી નગરપાલિકા સામે આમરણાત ઉપવાસમાં તા.ર8/8/18ના રોજ ધડપકડ પોલીસ તંત્ર દ્વારા ઉપવાસ આંદોલન તોડવાના પ્રયત્‍ન કરવામાં આવેલ, પરંતુ સંદિપ ઘાનાણીએ અને ઉપવાસ કરતાઓએ પોલીસ હેડ કવાર્ટરમાં ઉપવાસ ચાલુ રાખતા અને જામીન ન લીધા મોડી રાત સુધી તંત્ર ટલે ચડી ગયું. અને આખરે મોડી રાત્રીએ ગુના મૂક્‍તત કરી નિદોર્શ છોડવા પડયા અને તા.ર9/8 નાં ફરી તેમજ સ્‍થળ અને એજ ઉપવાસની મંજુરી આપી.ગુજરાત રાજયમાં કટપૂતળીની જેમ કાપટ્ટી અને વ્‍યવસ્‍થા ચાલતી હોઈ એવું ફલીત થાય છે.

આજ રોજ મંજુરી મેળવીને આમરણાંત ઉપવાસ કરી રહેલા સદસ્‍યો સંદિપ ધાનાણી, પતાંજલ કાબરીયા, ચંદુભાઈ બારૈયા, બી.કે.સોળીયા, પ્રકાશ લાખાણી, દ્વારા આમરણાંત ઉપવાસ કરી રહેલા છે. તેમાં આજ રોજ ઉપવાસમાં વધારો થતા સદસ્‍ય સમીનાબેન સંઘારના પિતા દિલાભાઈ ઝુણેજા પણ જોડાયા.

ઉપવાસ કરતાઓને જોન અને સપોર્ટ કરવા લાઠી – બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મર, કેહુરભાઈ ભેડા, પ્રદિપભાઈ કોટડીયા અને ટીકુભાઈ વરૂ, લલીત ઠુંમ્‍મર અને શહેરીજનોનું સર્મથન મળેલ હતું.


અમરેલી જિલ્‍લામાં જનતા જોખમી મુસાફરી કરી રહી છે

એક રાસ્‍તા હૈ જિંદગી, જો થમ ગયે તો કુછ નહીં

અમરેલી જિલ્‍લામાં જનતા જોખમી મુસાફરી કરી રહી છે

એસ.ટી. વિભાગમાં અંધારપટ્ટનો માહોલ હોવાથી વિદ્યાર્થીઓથી લઈને વૃદ્ધો સહિત સૌ કોઈ પરેશાન

છકડો રીક્ષા, ટ્રક, ટ્રેકટર, ટેમ્‍પા સહિતનાં ખુલ્‍લા વાહનોમાં મુસાફરી કરવાની મજબૂરી

અમરેલી, તા.30

અમરેલી જિલ્‍લાનાં એસ.ટી. તંત્રમાં અંધારપટ્ટનો માહોલ હોવાથી જિલ્‍લાના ગ્રામ્‍ય વિસ્‍તારો તો ઠીક તાલુકા મથક સુધી પણ એસ.ટી. દ્વારા વાહન વ્‍યવહારની સુવિધા ઉભી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓથી લઈને વૃઘ્‍ધ મુસાફરોને નાછુટકે જોખમી મુસાફરી કરવી પડે છે. અને ટ્રાફિક પોલીસ અનેઆરટીઓ વિભાગના અધિકારીઓ બેઠા-બેઠા તમાશો જોયા કરે છે.

આજના ઝડપી યુગમાં સૌ કોઈને શાળા, બજાર, દવાખાનામાં ઝડપથી જવાનું હોય છે. અને મુસાફરોને પૂરતા પ્રમાણમાં સમયસર એસ.ટી. બસની સુવિધા મળતી ન હોવાથી નાછુટકે છકડો રીક્ષા, ટ્રેકટર, ટેમ્‍પા, ટ્રક સહિતના ખુલ્‍લા વાહનોમાં નાના-મોટા સૌ કોઈ મજબુરીવશ જોખમી મુસાફરી કરે છે. અને જયારે પણ જીવલેણ અકસ્‍માત થાય ત્‍યારે, રાજય સરકાર આર્થિક સહાય કરીને હાશકારાની લાગણી અનુભવે છે.

જિલ્‍લામાં મુસાફરો જોખમી મુસાફરી કરી રહયા છે. વારંવાર જીવલેણ અકસ્‍માત પણ થઈ રહયા છે. બધી બાબતોથી ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ પરિચિત હોવા છતાં પણ કોઈને કાંઈ પડી નથી અને છતાં પણ ગુજરાત મોડેલ રાજયનાં નારાની ગુલબાંગો ફેંકવામાં આવી રહી છે.


સાવરકુંડલા તાલુકા પંચાયતમાં કારોબારી અને ન્‍યાય સમિતિનાં ચેરમેનની વરણી   

          સાવરકુંડલા તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેન પદે અશ્‍વિનભાઈ ધામેલીયા અને ન્‍યાય સમિતિનાં ચેરમેન પદે કમળાબેન સોંદરવાની સર્વો સંમતિથી બિનહરિફ વરણી કરવામાં આવી છે. સાવરકુંડલા તાલુકા પંચાયતનાં પ્રથમ અઢી વર્ષ માટે ચેરમેનોની મુદ્યત પૂર્ણ થતાં બીજા અઢી વર્ષ માટે ચેરમેનોની વરણી માટે આજે સાવરકુંડલા તાલુકા પંચાયતનાં સભાખંડ ખાતે મિટિંગ મળી હતી. જેમાં કારોબારી ચેરમેન પદે નેસડી સીટ પર જીતેલા અશ્‍વિનભાઈ ધામેલીયાનીબહુમતિ મુજબ વરણી કરવામાં આવેલ હતી તેમજ તેવી રીતે ન્‍યાય સમિતિનાં ચેરમેન પદે કમળાબેન સોંદરવાની વરણી કરવામાં આવી હતી. આ વરણીથી કોંગ્રેસી શાસને બંને સમિતિઓ જાળવી રાખેલ હતી. આ વરણીને તાલુકા પંચાયત પ્રમુખ રાઘવજીભાઈ સાવલીયા ઉપપ્રમુખ બબલાભાઈ ખુમાણ તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મનુભાઈ ડાવરા- શહેર પ્રમુખ કીરીટભાઈ દવે, ભરતભાઈ સાટીયા, બાબુભાઈ કુબાવત, મંગળાબેન ડાવરા, હરીભાઈ મહીંડા વિગેરે તાલુકા પંચાયતનાં સદસ્‍ય તાલુકા કોંગ્રેસ સમિતિનાં હોદ્યેદારો કોંગ્રેસી કાર્યકરો હાજર રહૃાા હતા.


સાવરકુંડલામાં હાર્દિક પટેલનાં સમર્થનમાં પાટીદારોનાં પ્રતિક ઉપવાસ

            સાવરકુંડલા ખાતે પાસ નેતા હાર્દિક પટેલના સમર્થનમાં સાવરકુંડલા પાસ કમિટીએ પ્રતીક ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. પ0 જેટલા પાટીદાર યુવાનો અને વૃઘ્‍ધો પ્રતીક ઉપવાસના આંદોલનમાં આજથી જોડાઈને રાજયની સરકાર સામે સૂત્રોચ્‍ચાર કર્યા હતા. પોલીસ તંત્ર પણ પાસ નેતાના ઘરની આજુબાજુ ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દીધો હતો. જયારે પાસ કન્‍વીનર ચેતન વેકરીયાએ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં જવા દેવાતા નથી અને ઉપવાસ આંદોલનમાં પોલીસ તંત્રનો સરકાર ઉપયોગ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો


31-08-2018


અમરેલીનાં સ્‍વપ્‍નદ્રષ્‍ટા સ્‍વ. ડો. જીવરાજ મહેતાને ભુલી જવાયા

મહત્‍વનાં રાજકીય આગેવાનો શ્રઘ્‍ધાંજલિ માટે ફરકયા નહી

અમરેલીનાં સ્‍વપ્‍નદ્રષ્‍ટા સ્‍વ. ડો. જીવરાજ મહેતાને ભુલી જવાયા

કોંગ્રેસનાં નગરસેવકોએ શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરીને આગેવાનોની ભુલ સુધારી

અમરેલી, તા. ર9

અમરેલીનાં પનોતા પુત્ર અને રાજયનાં પ્રથમ મુખ્‍યમંત્રી સ્‍વ. ડો. જીવરાજ મહેતાનો આજે જન્‍મ દિવસ હોય જુદી-જુદી શૈક્ષણિક સંસ્‍થાઓ અને બાલભવનમાં તેઓને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે, અમરેલીનાં ભાજપ અને કોંગ્રેસનાં ગણમાન્‍ય આગેવાનોએ સ્‍વ. ડો. જીવરાજ મહેતાને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવાનું યાદ આવ્‍યું નથી અને દર વર્ષ સ્‍વ. ડો. જીવરાજ મહેતાનો જન્‍મદિવસ હોય કે પુણ્‍યતિથિ હોય હંમેશા આગેવાનો શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવાનું ભુલી જતાં હોય શહેરીજનોમાં રાજકીય આગેવાનોની અણઆવડત ચર્ચાસ્‍પદ બની છે.

જો કે સાંજે કોંગી નગરસેવકોને યાદ આવતાં તેઓ શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવા દોડી ગયા હતા અને ભાજપનાં મહત્‍વનાં એકપણ આગેવાને શ્રઘ્‍ધાંજલિ અર્પણ ન કરતાં આશ્ચર્ય ફેલાયું છે.

અમરેલીને જિલ્‍લા મથક, સિવિલ હોસ્‍પિટલ,આર્ટસ, સાયન્‍સ અને કોમર્સ કોલેજ, ખોડીયાર જળાશય સહિતની અનેક સુવિધાઓ આપનાર અને ત્‍યારબાદ એકપણ રાજકીય આગેવાન જે નથી કરી શકયા તેટલા વિકાસકાર્યો કરનાર સ્‍વ. ડો. જીવરાજ મહેતાને વિકાસની ગુલબાંગો ફેંકનાર શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરવાનું પણ ભુલી જતાં હોય. રાજકીય આગેવાનોની રીતરસમ સામે નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે.


ધારીનાં નાગધ્રા ખાતે રેશનીંગ દુકાન ધારકે ગરીબોનાં હક્ક-હિસ્‍સાનું અનાજ બારોબાર વેચી માર્યું

ભૂમાફીયાઓ, ખનીજમાફીયાઓ અને હવે અનાજ માફીયાઓનો ત્રાસ

ધારીનાં નાગધ્રા ખાતે રેશનીંગ દુકાન ધારકે ગરીબોનાં હક્ક-હિસ્‍સાનું અનાજ બારોબાર વેચી માર્યું

મામલતદારની ફરિયાદનાં આધારેપોલીસે દુકાનધારકને ઝડપી લીધા

અમરેલી, તા.ર9

અમરેલી જિલ્‍લામાં ભૂમાફીયાઓ, ખનીજમાફીયાઓ બાદ હવે અનાજ માફીયાઓ સક્રિય બની ગયા હોય વહીવટી તંત્ર દ્વારા તમામ માફીયાઓ વિરૂઘ્‍ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ધારીના મામલતદારે નાગધ્રા ગામે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ચલાવતા જયસુખભાઈ રંગપરીયાએ કાર્ડધારક સદરહુ ગામે રહેતા ન હોવા છતાં બોગસ રેશનકાર્ડ પર જથ્‍થો અનઅધિકૃત રીતે માહે-જાન્‍યુ-18 થી જૂન-18 દરમિયાન એમ કુલ છ માસમાં ગેરકાયદેસર રીતે કાર્ડધારકોના અંગુઠા લીધા સિવાય ફુડકુપનો જનરેટ કરી ઘઉં કિલો 11681.પ, ચોખા કિલો પ879, ખાંડ કિલો 869.100 તથા બ્‍લ્‍યુ કેરોસીન પ448 લીટરનો જથ્‍થો પોતાના અંગત આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે વગે કરેલ છે. આમ કરી પરવાનેદારે સરકારની જાહેર વિતરણ વ્‍યવસ્‍થાને બાધકરૂપ ગેરકાયદેસર પ્રવૃતિ આચરીને ગુજરાત આવશ્‍યક ચીજવસ્‍તુ ધારા તળે ભંગ કરી ગુન્‍હો કરેલ હોવાની વિગતેના આ ગુનાની તપાસમાં પોલીસ વડા તથા નાયબ પોલીસના માર્ગદર્શન તળે તપાસ હાથ ધરેલ હોય અને આ કામેના આરોપીને હસ્‍તગત કરી અને વિગતો પ્રાપ્‍ત કરી ગુનાના કામે અટક કરેલ તેમજ આવશ્‍યક ચીજવસ્‍તુઓના આ કૌભાંડના આરોપીના રીમાન્‍ડ મેળવવાની કાર્યવાહી દરમિયાન આ કૌભાંડમાં અન્‍ય ઈસમોની પણસંડોવણી હોવાની વિગતેની તપાસ હાથ ધરવામાં આવેલ છે. વધુ તપાસ ચલાલાના પીએસઆઈ બી.વી. બોરીસાગરે શરૂ કરેલ છે.


રાજુલામાં સરાજાહેર જુગાર રમતા 4 પત્તાપ્રેમીઓ ઝડપાયા

અમરેલી, તા.ર9

રાજુલા ગામે રહેતા મુકેશ બાબભાઈ ભાટી, સુરેશ ટીડાભાઈ પરમાર, કાળુ કુરજીભાઈ જેઠવા તથા વિશાલ દામજીભાઈ જેઠવા વિગેરે ગઈકાલે રાત્રે જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા હોય, રાજુલા પોલીસને બાતમી      મળતા દરોડો કરી રોકડ રકમ રૂા. 11070ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પાડરશીંગા ગામે માતાને લાકડી મારી હાથ ભાંગી નાંખતો પુત્ર

માતાએપૈસા આપવાની ના પાડતાં બન્‍યો બનાવ

અમરેલી, તા. ર9

લાઠી તાલુકાનાં પાડરશીંગા ગામે રહેતાં કમળાબેન મુળજીભાઈ માંગરોળીયા પાસે પોતાના પુત્ર હીંમતે પૈસા માંગતાં માતાએ પૈસા ન આપતાં પુત્રએ ઉશ્‍કેરાઈ જઈ ગાળો આપી, લાકડી વડે ડાબા હાથે ફેકચર કરી દેતાં આ બનાવ અંગે દામનગર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


જાફરાબાદનાં ચિત્રાસર અને વઢેરામાં ખુલ્‍લેઆમ રેતી ચોરી કરનારને ઝડપી લેવાયા

રૂપિયા 11 લાખ ઉપરાંતનો મુદ્યામાલ કબ્‍જે કરાયો

અમરેલી, તા. ર9

જાફરાબાદ તાલુકાનાં રોહીશા ગામે રહેતાં જગુ ભુપતભાઈ વાઘેલા તથા ભરત પુનાભાઈ શિયાળ ગઈકાલે સાંજે ચિત્રાસર ગામથી વડલી ગામ તરફથી જવાનાં રસ્‍તે પોતાના હવાલાવાળા ટ્રેકટરમાં દરીયાઈ રેતી આશરે 8 ટન તથા ટ્રેકટર મળી કુલ રૂા. પ.પ4 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા.

જયારે બીજા બનાવમાં ઉના પંથકમાં રહેતાં વિક્રમ કનુભાઈ ગોહિલ તથા અજય જોરૂભાઈ ગોહિલ ગઈકાલે સાંજે વઢેરા ગામ ત્રણ રસ્‍તા પાસેથી પોતાના હવાલાવાળા ટ્રેકટરમાં નદીની રેતી આશરે 7 ટન તથા ટ્રેકટર મળી કુલ રૂા. પ,પ3,પ00નાં મુદ્યામાલ સાથે નિકળતાં પોલીસ તેમને પણ ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


અમરેલી એસઓજીએ ટવેન્‍ટી-ટવેન્‍ટી મેચ પર સટ્ટો રમતા ર શખ્‍સોને દબોચી લીધા

અમરેલી, તા.ર9

અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઈન્‍સ આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી શહેર ખાતેથી ક્રિકેટઉપર સટ્ટો રમતાં બે ઈસમોને ઝડપી પાડેલ છે.

આજ રોજ અમરેલી શહેરમાં બહારપરામાં આવેલ વાણીયા શેરીમાં આરોપી જીતેન્‍દ્ર ઉર્ફે કાવો વસાણીના રહેણાંક મકાનેથી કર્ણાટક પ્રિમીયમ લીંગ ર0-ર0 (ટવેન્‍ટી-ટવેન્‍ટી) ક્રિકેટ ટુનામેન્‍ટ ચાલુ હોય જેમાં મૈસુર વોરીયર્સ (એમડબલ્‍યુ) વિરૂઘ્‍ધ શીવામોગા લાઈન્‍સ (એસએમએલ) ની ક્રિકેટ મેચ ચાલતી હોય અને તેનો સ્‍કોર ટીવીમાં જોઈ સેશન ઉપર તેના આર્થીક ફાયદા સારૂ મેચમાં સેસન ઉપર અલગ – અલગ ગ્રાહકો પાસેથી ફોન ઉપર ભાવો બોલી ક્રિકેટ સટ્ટા ઉપર હાર જીતનો જુગાર રમતાં (1) જીતેન્‍દ્ર ઉર્ફે કાવો મથુરભાઈ વસાણી, ધંધો – વેપાર ઉ.વ.4પ, રહે. અમરેલી બહારપરા વાણીયા શેરી અમરેલી (ર) આસીફભાઈ અમીરભાઈ પંજવાણી, ધંધો- વેપાર ઉ.વ.3ર, રહે અમરેલી મણીનગર ખોડીયાર મંદિરની બાજુમાં અમરેલી વાળાઓ પકડાઈ ગયેલ છે.

મળી આવેલ મુદામાલ : રોકડા રૂપિયા 7પ00/- મોબાઈલ નંગ – 03, કિ.રૂા.1ર,પ00 તથા ક્રિકેટ લગત સાહીત્‍ય તથા ટીવી વિગેરે મળી કિ.રૂા.300પ મળી કુલ કિંમત રૂા.ર3,00પ ના મુદામાલ

રેઈડમાં પકડાયેલ બન્‍ને ઈસમો મુળ અમરેલીના અને હાલમાં સુરત રહેતાં પારસ ઉર્ફે પારીયો ચંદુભાઈ વસાણી રહે. અમરેલી રામભરોસે ગેસ્‍ટ હાઉસ પાસે હાલ રહે. સુરત વાળા પાસેથી કપાત કરાવતાં હતા તેમજ બોબડી લાઈનનું કાર્ડસુરત ખાતે રહેતાં જેનમભાઈનું હોવાનું રેઈડ દરમ્‍યાન ખુલેલ હોય મજકુર બન્‍ને ઈસમોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

સદરહું ગુન્‍હાની આગળની વધુ તપાસ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. અને સદરહું સટ્ટામાં અન્‍ય કોણ-કોણ સંડોવાયેલ છે. તે બાબતે તપાસ તજવીજ શરૂ કરવામાં આવેલ છે.


બગસરામાં જાહેરમાં જુગાર રમતા 8 પત્તાપ્રેમીઓ ઝડપાયા

3 મહિલાઓ પણ સામેલ હોય આશ્ચર્ય

બગસરામાં જાહેરમાં જુગાર રમતા 8 પત્તાપ્રેમીઓ ઝડપાયા

અમરેલી, તા.ર9

બગસરા ગામે રહેતા કિશોરભાઈ ગોબરભાઈ ભારોલા, રમેશભાઈ લખમણભાઈ ગાગડીયા તથા ત્રણ મહિલા સહિત 8 ઈસમો ગઈકાલે સાંજના મેઘાણી આવાસ પાસે જાહેરમાં પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોય, બગસરા પોલીસે બાતમીના આધારે દરોડો કરી ત્રણ મહિલા સહિત 8 ઈસમોને રોકડ રકમ રૂા. 70પ0ની મતા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


અમેરિકાનાં ન્‍યુજર્સીમાં યોજાયેલ સંમેલનમાં દિલીપ સંઘાણી ઉપસ્‍થિત રહેશે

વિશ્‍વ ગુજરાતી કોન્‍કવેલમાં ભાગ લેશે

અમરેલી, તા. ર9

ભાજપનાં દિગ્‍ગજ નેતા, સહકારી ક્ષેત્રનાં મોભી અને તાજેતરમાં મહત્‍વની સહકારી સંસ્‍થા ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપ સંઘાણીને આગામી તા. 31 ઓગષ્‍ટથી ર સપ્‍ટેમબરનાં ન્‍યુજર્સી (અમેરીકા) ખાતે આયોજીત વિશ્‍વ ગુજરાતી કોન્‍કવેલ ભભચલો ઈન્‍ડિયા-ર018ભભ કાર્યક્રમમાં ઉપીસ્‍થત રહેવા એશોશીએસન ઓફ ઈન્‍ડીયન એન્‍ડ અમેરીકન ધ નોર્થ અમેરીકા ર્ેારા નિમંત્રણ મળેલ છે. આ પ્રવાસમાં દિલીપ સંઘાણી સાથે ગુજરાત મહિલા ક્રેડીટ કો.ઓપ. સોસાયટીનાં પ્રમુખ શ્રીમતિ ગીતાબેન સંઘાણી, યુવા સહકારી આગેવાન મનિષ સંઘાણી પણ જોડાયેલ છે.

ન્‍યુજર્સી ખાતે આયોજીત કાર્યક્રમથી વિશ્‍વ સમક્ષ ગુજરાતની સંસ્‍કૃતિ અને સંસ્‍કારનાં સમન્‍વય ર્ેારા રાષ્‍ટ્રવાદને બળવતર બનાવવા અને તેની ઝલક સમગ્ર વિશ્‍વ નિહાળી શકે તેવા પ્રયાસરૂપ ભભવિશ્‍વ ગુજરાતી પરિષદભભ કાર્યક્રમમાં નામાંકીત અગ્રણીઓ રાર્જેારીઓ, સામાજીક અગ્રણીઓ, વિધવિધ ક્ષેત્રનાં આગેવાનો વિગેરે એકમંચ પર ગુજરાતનો આત્‍મા એકતા સાથે ચરિતાર્થ કરશે. દિલીપ સંઘાણીએ સરકારમાંઅને હવે સહકારમાં બેસીને પ્રજાકીય કામો માટે જે નેતૃત્‍વપુરૂ પાડી રહેલ છે તે એક ગુજરાતી હોવાના નાતે અન્‍યોને પણ પ્રેરણાદાયી બની રહૃાા છે, જેના ઉલ્‍લેખ સાથે ટીમ આઈના એ સંઘાણીને અભિનંદન સાથે આયોજીત કાર્યક્રમ ઉપસ્‍થિત રહેવા નિમંત્રણ આપેલ હોઈ, માસના અંતે ન્‍યુજર્સી (અમેરીકા)નાં પ્રવાસ ગમન કરશે તેમ કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.

અત્રે ઉલ્‍લેખનિય છે કે, વિદેશની ધરા પર ગુજરાતની વિરાસત અને અસ્‍મિતા ઉજાગર કરતા કાર્યક્રમ લોકશાહી અને વિકાસ માટે કામ કરતા રહેવાની નેમ ધરાવે છે.


અમરેલી જિલ્‍લા જેલમાંથી મોબાઈલ ફોન મળી આવતાં ર શખ્‍સો સામે ફરિયાદ

અમરેલી, તા. ર9

અમરેલી ખાતે આવેલ જિલ્‍લા જેલમાં આજે બપોરે 1ર થી 1-1પ સુધીનાં સમયગાળા દરમિયાન જેલ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ, જેલર સહિતનાં સ્‍ટાફે ચેકીંગ હાથ ધરતાં તેમાં રહેલ ટાલકી ઉર્ફ ઈરફાન મહમદભાઈનાં વિસ્‍તારમાં સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવતાં આ અંગે પુછપરછ કરતાં ઈદનાં દિવસે કાચા કામનાં કેદી કાંતીભાઈ મુળજીભાઈએ તેમને આ મોબાઈલ ફોન આપ્‍યો હોવાનું નિવેદન આપતા આ જિલ્‍લા જેલનાં સિપાઈ બુહાભાઈ વી. ડામોરે સીટી પોલીસમાં બન્‍ને કાચા કામનાં કેદી સામે સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે અમરેલી જિલ્‍લામાં છાસવારે ઝડતી સમયે જેલમાં પ્રતિબંધીત વસ્‍તુઓ તથા મોબાઈલ ફોન મળી આવતાં હોય છે. આ અંગે ધોરણસર કાર્યવાહી હાથ ધરાય છે.


રાજુલામાં રહેણાંક મકાનમાં તસ્‍કરોએ હાથ ફેરો કર્યો

અમરેલી, તા. ર9

રાજુલા ગામે રહેતાં સંદીપભાઈ ઉમેદભાઈ જાટ રહેણાંક મકાનમાં ગત ર4નાં રાત્રીનાં સમય દરમિયાન એક અજાણ્‍યા તસ્‍કરે રહેણાંક મકાનનાં નકુચો તોડી રૂમમાં પ્રવેશ કરી, ચાંદીની બે જોડી ઝાંઝરી કિંમત રૂા.9 હજાર, સોનાનુંપેડલ કિંમત રૂા.પપ00, સોનાનાં દાણા રૂા.પ00, ચાંદીનો સિક્કો તથા રોકડ રકમ રૂા.14પ00 મળી કુલ રૂા.30ર00ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


અમરેલીનાં મફતપરામાંથી પોલીસે દેશીદારૂની ભઠ્ઠીઓ ઝડપી લીધી

અમરેલી, તા. ર9

ગતરાત્રીનાં સમયે અમરેલી સાવરકુંડલા ચોકડી પાસે આવેલ મફતપરામાંથી આરોપીઓ (1) નારૂભાઈ રૂડાભાઈ માથાસુળીયા રહે. અમરેલી, લીલાનગર, મફતપરા (ર) વિજયભાઈ રૂડાભાઈ        માથાસુળીયા રહે. અમરેલી લીલાનગર, મફતપરા (3) મંજુબેન વા/ઓ દેવાભાઈ રૂડાભાઈ            માથાસુળીયા રહે. અમરેલી, લીલાનગર, મફતપરા (4) નવઘણભાઈ નમુભાઈ માથાસુળીયા, રહે. અમરેલી, મફતપરા (પ) જગાભાઈ ઘુસાભાઈ માથાસુળીયા, રહે. અમરેલી, મફતપરા વાળાઓનાં રહેણાંક મકાને રેઈડ કરતાં દેશી દારૂ બનાવવાનો આથો 1000 લીટર તથા દેશી પીવાનો દારૂ લીટર 83 તથા લોખંડના ર00 લીટરનાં બેરલ નંગ-0પ તથા બાફણીયા તગારા નંગ-0પ તથા ભઠ્ઠીનાં સાધનો મળી કુલ-પ860 નો મુદ્યામાલ કબ્‍જે કરવામાં આવેલ છે.

સદરહું પાંચેય ઈસમો વિરૂઘ્‍ધ પ્રોહી ધારા તળે અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે ગુન્‍હાો રજી કરાવેલ હોય આગળની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન નાઓ ચલાવી રહેલ છે.